વમળ - 10 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ - 10

વમળ પ્રકરણ -10 લેખક - હેમલ વૈષ્ણવ

ફાર્મ હાઉસના તોતિંગ ગેટની બહાર નીકળ્યા પછી આર્યનની ડુકાટી જમણી તરફ વળી અને વળાંકો વાળા રસ્તા ઉપર પાણીના રેલાની જેમ સરકવા લાગી . અર્યાનના કસરતી છરહરા બદનને સખ્તીથી વળગીને સલોની સફરની મજા માણી રહી . વેગીલી બાઈક પર થઈને આવતો ઠંડો પવન એની અલક લટો સાથે અટકચાળા કરી રહ્યો હતો . હમેશનો વાચાળ આર્યન કેમ મૂંગે મોઢે બાઈક ચલાવી રહ્યો હતો એ સલોનીની સમજની બહાર હતું . વધારે વિચાર કર્યા વગર વર્તમાન પળોને પોતાની અંદર ઉતારી લેવા આંખો મીંચીને સલોનીએ આર્યનના ખભે માથું ઢાળી દીધું . ‘ઈટરનીટી’ના કોલોનની માદક ખૂશ્બુ એની ઇર્દગીર્દ મદહોશીનું વાતાવરણ ઉભું કરી રહી .

“મેં બી હી ઇસ ઇન લવ વિથ મી ” .સલોની વિચારી રહી …એના અર્ધપુખ્ત મગજમાં વિચારોની હારમાળા ચાલી રહી . હૃદયના પડદા પર એક નામ અનાયાસે ઝબકી ગયું ..”સલોની આર્યન પંડિત ” ..મમ્મા પણ એમ જ લખે છે ને પોતાનું નામ ..”રોહિણી વિમલ ભારદ્વાજ ” ….અને કલ્પના માત્રથી એનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું …પવનથી ઠંડા થયેલા એના કોમળ ગાલો આ વિચાર માત્રથી લાલાશ ધારણ કરી ચૂક્યા .વિકસિત ઉરોજ વચ્ચે સંતાયેલું , બેકાબૂ બનીને ધડકતું હૃદય સંભાળવું મુશ્કેલ હોય એમ સલોનીએ પોતાની કોમળ છાતી આર્યનની મજબૂત પીઠ પર વચ્ચેથી હવા પણ પસાર થઇ નાં શકે એમ ચાંપી દીધી .

પવનનો વેગ અચાનક વધી ગયો અને દિવાસ્વપ્નમાં સરી પડેલી સલોનીની આંખો ખૂલી ગઈ . એને જોયું પવનના વેગ વધવાનું કારણ બાઈકની વધતી જતી ઝડપ હતી . “ટેક ઈટ ઇઝી હન ..આઈ એમ નોટ ધેટ હન્ગ્રી ધેટ યુ હેવ ટુ ફ્લાય ” ..સલોની આર્યનના કાનમાં ગણગણી ..પણ આર્યને જાણે સાંભળ્યું જ ના હોય એમ ડુકાટીની સ્પીડ વધતી જ ગઈ . સો ,એકસો દસ , એકસો વીસ …અને અચાનક આર્યન આ સફર દરમિયાન પહેલી વાર લગભગ ત્રાડ પડતો હોય એવા સ્વરે બોલ્યો ..”સલુ ,હોલ્ડ ઈટ ટાઈટ” ,…અને એક ઝાટકા સાથે ડામરના પાકા રસ્તા પરથી ડાબી તરફનાં ઉબડખાબડ કેડી જેવા રસ્તા પર બાઈક વળી ગઈ . ઝાડી જંગલ વચ્ચે ચારેક કિલોમીટરનો રસ્તો કાપ્યા પછી ડુકાટીની ઘરઘરાટી શાંત પડી ત્યાં સુધીમાં સલોનીના હોશકોશ ઉડી ચૂક્યા હતા . બાઈક પરથી નીચે ઉતરતાં જ એ તાડૂકી ઉઠી …”આરુ ,વ્હોટ ધ હેલ ?..યુ કુડ હેવ કીલ્ડ અસ ..” .એને આગળ બોલવા ના દેવી હોય એમ , આર્યને એને પોતાની પાસે ખેંચીને એના મજબૂત બાહુપાશમાં સમાવી દીધી , સલોનીના કાન પાસે મો લઇ જઈને , એકદમ ધીરા અવાજે એને કહ્યું ..”સલુ ,સોરી ટુ સ્કેર યુ ,લીસન ડોન્ટ ગેટ પેનિક , બટ સમબડી વોઝ ફોલોઈંગ અસ ” ..પછી સધિયારો આપતાં એની પીઠ થપથપાવીને એણે કહ્યું ..”લૂક ધેર જીપ કેન નોટ કમ થ્રુ ધીસ ફીલ્ડ , બટ વી હેવ ટૂ થીંક એન્ડ એક્ટ ફાસ્ટ ”

ઝાડીના વધતા જતાં અંધારામાં બન્નેએ ઘણું બધું વિચારી નાખ્યું . શા માટે કોઈ એમનો પીછો કરતુ હતું ? ..દેખીતી રીતે જ આર્યનકે સલોનીને કોઈનીસાથે અંગત દુશ્મનાવટ તો હતી નહીં . એનો એક જ મતલબ થતો હતો કે , આર્યન સલોનીના પિતાનાં કોઈ ધંધાકીય દુશ્મન હોય શકે . જો કે સ્વસ્થ થવા લાગેલી સલોની હવે પાછી મજાકના મુડમાં આવીને આર્યનના વાંકડિયા વાળમાં પોતાનાં લાંબી અને પાતળી આંગળીઓ ફેરવતા બોલી ..”મે બી સમબડી ડઝ નોટ લાઈક ધ ફેક્ટ ધેટ યુ આર ડેઈટીંગ ધ મોસ્ટ સેક્સી ગર્લ ઇન ધ ટાઉન ” . પણ આર્યનનું મગજ હવે જેટની ઝડપે કામ કરવા લાગ્યું . એને પહેલું કામ સલોનીને ફાર્મ હાઉસ પાછા જવાને બદલે પોતાને ઘરે આવવા માટે સમજાવવાનું કર્યું . એના મગજમાં હવે સ્પષ્ટ થઇ ચૂક્યું હતું કે આ સંજોગોમાં સલોનીનું ભારતમાં રહેવું જોખમભર્યું હતું .

અંધકાર ઘેરો થયા બાદ ફોન કરીને એણે ઘરમાં પડેલી સૌથી સાદી કાર મંગાવી લીધી . ડ્રાઈવરને પોતાના નીકળ્યા બાદ કલાક પછી પોતાની મોટરબાઈક લઈને ઘરે આવવા કહ્યું . સલોનીને લઈને એ પોતાની સાદી હોન્ડા સિટીમાં ઘર તરફ રવાના થયો . એ નહોતો ઈચ્છતોકે કદાચ પણ પેલી જીપમાં રહેલા ગૂંડા હજી પણ જો આજુબાજુમાં હોય તો કોઈ કિંમતી કાર જોઇને એમને કોઈ શંકા જાય .

================================================================================================================================

બે દિવસ પછી ડ્રાઈવરને મોકલીને સલોનીનો બાકીનો સામાન ફાર્મ હાઉસ પરથી મંગાવીને , સલોનીને સમજાવી પટાવીને કેન્યા પાછા મોકલવામાં સફળ રહ્યો હતો આર્યન . આ બે દિવસના આર્યનના ઘરનાં વસવાટ દરમીયાન સલોની શોભા પંડિત સાથે પણ અજબ રીતે હળી મળી ગઈ હતી . બિઝનેસના કામમાં વ્યસ્ત જયદેવ તો મોડી રાત્રે ઘરે આવીને વહેલી સવારે નીકળી જતો એટલે ચાહવા છતાં સલોની ઓળખાણ આર્યન એના પિતા સાથે કરાવી શક્યો ના હતો . પણ એરપોર્ટ પર વિદાય વખતે જાણે જે કામ અધૂરું રહી ગયું હતું એ પૂરું કરી નાખ્યું સલોનીએ . આર્યનના ગળામાં પોતાના બંને હાથોનો હાર બનાવીને રીતસર ઝૂલી ગઈ હતી સલોની .. ફ્લાઈટનો ફાઈનલ કોલ એનાઉન્સ થતાં જ પોતાની નાજુક એડીઓ પર ઊંચા થઇ સંતુલન જાળવતાં પોતાના પરવાળાં જેવા ધગધગતા હોઠ એણે આર્યનના હોઠ સાથે ચાંપી દીધા . વીજળીની એક લહરખી આર્યનના શરીરની સોંસરવી ઉતરી ગઈ . ઘડી ભર પછી હોશમાં આવેલા આર્યને જોયુકે સલોની સિક્યોરીટી ગેટ પાસે પહોંચી ગઈ હતી અને તોફાની અદામાં પોતાનો યરમન બ્રાન્ડના ડાઈમંડ બ્રેસલેટથી શોભતો જમણો હાથ હલાવતાં હલાવતાં કહી રહી હતી ..”આઈ વીલ બી બેક હેન્ડસમ , નાઉ ઈવન યોર મોમ લાઈક્સ મી “…અને સિક્યોરીટીનો દરવાજો જાણેકે સલોનીને ગળી ગયો .

એરપોર્ટથી પાછા ફરતાં આર્યને પોતાની આઉડી ‘દેવશોભા ગ્રુપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ’ ની ભવ્ય કોર્પોરેટ ઓફિસના પાર્કિંગ લોટમાં વાળી દીધી . દસ મિનીટ પછી ચોવીસમાં માળે આવેલા પેન્ટહાઉસમાં આવેલી જયદેવ પંડિતની ઓફિસમાં એ પ્રવેશ્યો . જે.પી ફોન પર વ્યસ્ત હતો . આર્યન બારીમાંથી દરિયાના ફેનિલ મોજાંઓને ચટ્ટાન સાથે અથડાતાં જોઈ રહ્યો . ક્યારેક ચટ્ટાનની બન્ને બાજુએથી મોજાઓ એક સાથે આવીને એટલાં જોરથી ટકરાતાં હતાં કે ચટ્ટાનનું અસ્તિત્વ પલભર માટે ગાયબ થઇ જતું હતું . મનોમન આ ચટ્ટાનની સરખામણી આર્યનથી પોતાની સાથે થઇ ગઈ …અને સલોની ..શ્વેતા …પેલાં મોજાઓની જેમ જ લાગણીના ધસમસતા પ્રવાહની જેમ પોતાની સાથે ટકરાતાં હતા .

“મિસિંગ હર ઓલરેડી ?” ..જયદેવના ઘેરા અવાજે આર્યનની ધ્યાન સમાધિમાં ભંગ પાડ્યો . આર્યનને એટલો તો ખ્યાલ આવી જ ગયોકે ડેડ ભલે સલોનીને મળ્યા ન હોય પણ મમ્મી પાસેથી ઘરની ગતિવિધી અને સલોનીની વિદાયથી વાકેફ તો છે જ .

“ઓહ કમ ઓન ડેડ , શી ઇસ જસ્ટ અ ફ્રેન્ડ ..” ..બોલતાં બોલતાં કલાક પહેલા સલોનીએ કરેલા તસતસતાં ચૂંબનની ઉષ્મા જાણે આર્યનને નવેસરથી રણઝણાવી ગઈ . પોતાના પર કાબુ મેળવતાં આર્યને કહ્યું “ડેડ આઈ ડીસ્ટર્બડ યુ ટુ ટોક અબાઉટ સમથીંગ સીરીયસ “…

આગામી પંદર મિનીટોમાં ,અને તેમાં પણ જયારે પીછો કરનાર જીપના ડ્રાઈવરની બાજુમાં બેઠેલા કોઢીયલ શખ્સનું વર્ણન જયારે આર્યને કર્યું ત્યારે જે.પી ના મગજમાં ચક્રવાત સર્જાઈ ગયો . આ યુધ્ધમાં એણે આસાનીથી પોતાનો એકનો એક પૂત્ર ગુમાવી નાખ્યો હોત … !! હજી સવારે જ મોહિત ખુરાના એની પાસે પોતાનાં કારનામા બદલ શાબાશીની અપેક્ષા સાથે આવ્યો હતો . કેવા ઉત્સાહથી એ કહેતો હતો ..”સરજી ,બેટી તો ગઈ સમજો,અભી આજ ઉસકે પાર્ટનરકો આને દો ઇન્ડિયા ,ફિર દેખના …” ,

જો કે ખુરાનાએ જે.પીને એ ન હોતું કહ્યુકે પેન્થરના છેલ્લા ફોન કોલ પછી ,કામ બરાબર પાર પડી ગયું છે એવા કોઈ ફૂલપ્રૂફ સમાચાર એની પાસેથી આવ્યા ના હતા . અધૂરામાં પૂરું પેન્થર પોતાનો ફોન ઉપાડતો પણ ના હતો . ક્યાંક ગરબડ તો જરૂર હતી , પણ અત્યારે જે.પી બોસને એ કહેવાથી નુકશાન જ હતું .

આર્યનની પીઠ ફરતા જયદેવ પર વિચારો બમણાં વેગે ત્રાટક્યા … બીઝનેસમાંથી એક તંદુરસ્ત હરીફાઈની જગ્યાએ આ યુદ્ધ ક્યારે ખૂન ખરાબા અને ગૂંડાગીરી તરફ વળી ગયું . આર્યન સાંગોપાંગ બચી ગયો એ ઈશ્વરી સંકેત ના કહેવાય તો બીજું શું ? …અને ફોન ઉપાડીને એણે ખુરાનાને બે જ વાક્યોમાં પોતાનું ફરમાન જણાવી દીધું ….”પેન્થરકો કોન્ટેક્ટ કરકે ઉસકા પેમેન્ટ ફાઈનલ કર દે ..ઉસકો બોલ અભી આગે કુછ કરનેકી જરૂરત નહીં હૈ ” ..પછી કંઇક વિચારીને ઉમેર્યું ..

“એન્ડ સી ઇફ યુ કેન ફિક્સ મી અ ડીનર મીટીંગ વિથ ધેટ પાર્ટનર ઓફ વી.બી ફ્રોમ કેન્યા ”
ક્રમશ: — હેમલ વૈષ્ણવ