વમળ
પ્રકરણ -16
લેખક -દેવાંગ દવે
નિર્મલે જેપીને ધાર્યો હતો તેથી વધું ખંધો નીકળ્યો હતો
જેપી એ વાતનો દોર આગળ વધારતાં કહ્યું,” VB એટલે કે વિનાયક કે પછી વિમલ ભારદ્વાજને સમયચક્રએ મારી સામે ફરી ધરી દીધો છે..તમે બંને જણા ભલે VBની બે ઓળખથી દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ સામ્રાજ્ય ફેલાવ્યું હોય પણ એની બે પૂત્રીઓ એક જ યુવાનને પ્રેમ કરે છે અને એ છે આર્યન પંડિત જયદેવ પંડિત નો એકમાત્ર દીકરો…!”
“એટલે?????….”
નિર્મલ હબક ખાઇ ગયો બે ઘડી.
“અરે! નિર્મલ આમ જ શોક હું થયો હતો જ્યારે મેં કાલે આ જાણ્યું હતું..હા ઓબ્વીયસલી તમારાં માણસો જેમ VB ની દીકરીઓની આસપાસ મંડરાતા હોય છે એ જ રીતે મારાં માણસો મારાં દીકરાની પાછળ હોય જ ને!… આવો તમને કાંઇક દેખાડું….
જેપી ઑફીસ પ્રોજેક્ટર ચાલું કરી શ્ર્વેતા અને આર્યનના ફોટોઝ અને વીઝ્યુઅલ ક્લિપ્સ. દેખાડ્યા અને પછી પુછ્યું કે “સલોનીના ફોટોઝ વીડીયો દેખાડવાની જરૂર નથી જ કદાચ….
આમ, પણ હવે મારાં દીકરાએ નક્કી કરવાનું છે…કે એને કોને પસંદ કરવી…” એ ખંધુ હસ્યો….”
નિર્મલ સમસમી રહ્યો…એ ખાલી એટલુંજ બોલ્યો કે ,”જો શ્ર્વેતા કે સલોની ને કાંઇ પણ થયું તો….નિર્મલ ઘણુંબધું બદલી નાંખશે….”
“રીલેક્સ નિર્મલ!…” જેપી એનો હાથ દબાવા ગયો પણ નિર્મલે હાથ પાછો ખેંચી લીધો.
આપણે બાળકોની જીંદગી ને લાગણીઓનું સન્માન કરવું જોઇએ “જેપીએ ઉમેર્યું
“લાગે છે કે હવે મારે અને VB એ મળવું જોઇએ ..તમારૂં શું કહેવું છે? હવે આ હરીફાઈ છોડી એક થઇએ તો આપણે ખુબ મોટી શક્તિ બની જઇશું…”
નિર્મલ કડવાશ છુપાવી ન શક્યો,” આપણે નહી, હું એટલેકે જેપી બહું મોટી શક્તિ બની જશે એમ કહો…”
જેપીએ ખંધાઇ ચાલું રાખી,”હા એમ કહો અમારા જેવાં નાનાં માણસો ની તમને ગણતરી ન જ હોય ને? બાકી મારી લડતની રીત બીજી હતી…પણ હવે મારાં ટાર્ગેટ બદલાઇ ગયો છે એટલે તમારે VB અને એની ફેમિલીની સુરક્ષાની ચીંતા કરવાની જરૂર ન હતી એ હું કરી લઇશ, હા તમારી સલામતીની પણ.”
નિર્મલ સમજી ગયો કે એ પણ એનાં ટ્રીગર ટાર્ગેટ પર હતો જ… પણ એ કાંઇ કાચો ખેલાડી ન હતો જ…
એણે જેપીને એક વળતો ઘા માર્યો , ”સાંભળ્યું છે કે સુગર લોબીને કંટ્રોલ કરી ધનવર્ષા બેંક હસ્તગત કરવી હતી તમારે? પણ એમ કરવા જતાં જેપી એસોસીયેટ પણ દાવ માં લગાવી દીધી છે અને VB ઇચ્છે તો એક ફટકા માં કંપનીનું દેવાળું…”
બાકીનું અધ્યાહાર છોડ્યું જેપીની તંગ થતી કપાળની રેખાઓ જોવા માં.
નિર્મલે ઉમેર્યું,” હા, આપણે ફરી મળીશું જ VB મળે કે હું એક જ છે…”
નિર્મલ ત્યાં થી રવાના થઇ ગયો… એક નવું જ સીમકાર્ડ લઇ એણે શ્ર્વેતા ને મેસેજ કર્યો
Dear don’t take any step or decision without consulting your father…
:From closer one to your father
શ્ર્વેતા ફરી ફરી એ મેસેજ જોઇ રહી…
કોણે મોકલ્યો હશે ?કેમ મોકલ્યો હશે? શા બાબતે મોકલ્યો હશે?
આવાં સવાલો એનો ભરડો લઇ રહ્યા હતાં કે એને આર્યન મેસેજ પર મેસેજ કરી રહ્યો છે એ ખ્યાલ ન રહ્યો…એ પણ ત્યાં સુધી કે આર્યનનો ફોન આવ્યો….
” Hello !darling! where r u ? Why r u not replying dear? Everything is ok?”
“Yes! Darling I’m fine but little bit busy now I will call you later my love ..
”શ્ર્વેતા એ અકારણ જ આર્યન સાથે વાત ટુંકાવી નાખી આમ સામાન્ય રીતે એ ન કરત પણ શી ખબર એ મેસેજ એને વિચારવા મજબુર કરતો હતો જો કે એને વિચાર રોહિણીનો જ આવતો હતો જે સ્ત્રીને માત્ર પિતાના રૂમમાં સ્ક્રીન પર જ જોઈ હતી તે…પણ નંબર ભારતનો હતો, એ ભારત આવી હશે? શુ કહેવા માંગતા હશે તે…..આમ તો એ મારી મા જેવી જ ને…..એને એની મમ્મી યાદ આવી….. ના એ મારી મા જેવી તો નહી જ..નહીં….
અહિં શ્વેતા મુંજવણમાં તો બીજી તરફ આર્યન પણ મુંઝવણમાં આવી ગયો …શ્ર્વેતાને એવું શું કામ હશે જે વાત કરવાની ટાળતી હતી એ કામ કરતાં કરતાં પણ વાત તો કરી જ શકે ને?
કરતી જ હતી ને? તો આમ શું કામ? કોઇ હશે પાસે ? કે પછી?
*********
આ બાજુ નિર્મલ બધી વાતો VBને મેઇલ કરતાં પહેલાં ને એણે પહેલાં શ્ર્વેતા અને આર્યન ની બધી વિગતો એકઠી કરાવી ..એ વખતે જ સીમાનું નામ એનાં દિમાગમાં ક્લીક થયું એક માણસ કે પછી કહો કે એક કોલેજીયનને એણે સીમાની પાછળ લગાવી દીધો..
એને એક સ્ફુરણા થઇ હતી કે આ પાત્ર ભવિષ્યમાં કોઇક ભાગ ભજવશે..એણે બધી ડીટેઇલ મેઇલ કરી VB ને મોકલી દીધો.અને પછી કોલ કર્યો,”VB… call recieve કર….”,
****
VB વીઆઈપી લાઉન્જ માં બધી વિધિ આટોપતો હતો ત્યાં જ મેલ સીન્ક્રોનાઇઝનો ટોન આવ્યો અને પછી..નિર્મલનો કોલ પણ..એ બધી લીગલ વિધિ પહેલા પતાવી અને પછી એનું ચાર્ટર આવવાની 10 એક મીનીટ જેટલી વાર હતી એ દરમ્યાન એણે નિર્મલને વળતો કોલ કર્યો.
“હેલ્લો!!!”
“હું હવે કેન્યા જવા નીકળી જઉં છું અહિં તારી જરૂર પડશે જ VB ..by the way શું થયું શેલ ગેસનું..?”
“it’s complete now we should get the big jump but first we should finish all our family matters…હું બસ એરપોર્ટથી ચાર્ટર પકડું એટલી વાર..”
“ઓકે.. મેઇલ જોઇ લેજે..હું સાંજે ડીપાર્ટ થઇશ.”
બીજાં દિવસે સવારે એ પહોંચ્યો ત્યારે એ પણ પારિવારિક ગુંચવાડાથી મુંઝાઈ ચુકેલો હતો.એનાં બે દેશમાં બે પત્ની બે પરિવાર હતાં પણ એક અજબની મુંઝવણ આજે જોઇ હતી એવી ક્યારે પણ જોવી ન પડી હતી. બંને પત્નીની નાની દીકરી એની બંને દીકરીઓ અજાણતાં એકજ યુવક ના પ્રેમમાં પડે એ પણ એનાં સૌથી મોટા બીઝનેશ રાઇવલ..જેપી નાં જ દીકરાં સાથે???? એનું મગજ ફરવા લાગ્યું…
પણ હોસ્પિટલ પહોંચતાં સુધી સ્વસ્થતા ધારણ કરી લીધી.એણે શુબાન ને દાદાજી ને ઘેર લઇ જવાની ના પાડી હતી કારણ એ પિતાની આજ્ઞા ઉથાપવા નહોતો માંગતો…
એણે પિતાને જોયા ..પછી બધાને કહ્યું અમને એકલા રહેવા દો થોડીવાર… શુબાન નીકળી ગયો બહાર ..શ્ર્વેતા જોઇ રહી પિતાને…પણ પછી એ પણ નીકળી ગઇ એને ઘણુંખરું પુછવું હતું એનાં ડેડીને તો પણ…
બધાં ગયા પછી VB એનાં પિતા નો હાથ પકડી માથે મુક્યો પોતાનાં અને પછી થોડા આદ્ર સ્વરે બોલ્યો ”પ્લીઝ મારાં કર્મો ની સજા તમે ન ભોગવો આમ મુંગા રહી ને…. એવું હોય તો મને ઠપકો આપો મારો …પણ સમજો મારે તમારી અત્યારે જ સૌથી વધું જરૂર છે …..”
પિતા નો હાથ માથે ફરવા લાગતા વિનાયકને શાંતિ અનુભવાઇ ….થોડીવાર બંને પિતા-પૂત્ર સ્પર્શ થી વાત કરી રહ્યા….બધી ફરીયાદ અહં ભુલો ઓગળી રહી….
બંને સામાન્ય થયાં પછી વિનાયક ડૉક્ટરને મળ્યો. ડોક્ટરે એમને ઘરે લઇ જવાની તો રજા આપી જ દીધી હતી પહેલાં થી જ…એ દીકરી અને દીકરાની પાસે ગયો….”શ્ર્વેતા! my darling daughter …મારે એક ખુબજ અગત્યની વાત કરવી છે તારી સાથે ..એટલે ક્યાંય જતી નહિ આજે……”
શ્ર્વેતા,”ડેડી ઈનફેક્ટ મારે પણ તમને ખુબ જ અગત્યની વાત કરવી જ છે…”
વિનાયક ,”હા sweet heart! પણ થોડીક વાર પછી અત્યારે મારે શુબાન ને કેટલીક વાત કરવી છે અને એને કેટલીક જવાબદારી પણ સોંપવી છે… પણ પહેલાં દાદાને લઇ તમે ઘરે જાવ અને પછી શુબાન…ને હું ઑફીસ માં મળીશ અને બપોરે આપણે બે સાથે લંચ લઇશું.”
પછી શુબાનને સમજાવી પિતાને મળી વિનાયક ઑફીસ જવા રવાના થયો.
ઑફીસ જઇ એણે પહેલાં રોહીણીને વિડિયો કોલ કર્યો સલોની શ્ર્વેતા આર્યનનાં લવ ટ્રાયેંગલની વાત કરી..અને એ પણ કહ્યું કે એ જેપી નો દીકરો છે…..જેપી વિશે રોહિણી જાણતી જ હતી વિનાયકે કહ્યુ “રોહિણી ! જેપી કઇ હદે જઇ શકે છે એ આપણને ખબર જ છે પણ જો એનો દિકરો કેવો છે એ આપણને કોઇ અંદાજ નથી એટલે અત્યારે હાલ કોઇ પગલાં નથી ભરવા…પણ પ્લીઝ! તુ સલોનીને સંભાળી લે જે..અને સમજાવજે પણ…”
રોહિણી ,”હા સમજાવવી જ પડશે પણ…મેં મારી દીકરીને આજ પહેલાં આવી હાલતમાં…..”
વિનાયક , “રોહિણી પ્લીઝ!…શુબાન આવી રહ્યો છે કેબીનમાં આપણે પછી વાત કરીએ.”
શુબાન વિનાયકની સામે બેસવા જતો હતો પણ વિનાયકે કહ્યું,” ના શુબાન આજથી તારે આ ચેર શોભાવાની છે…પણ મારે તને ઘણુંબધું કહેવું છે એ પહેલાં પણ તું તારો ફોન ને બધાં કોન્ટેક્ટ સાયલેન્ટ કરી લે.”
શુબાન કઈ સમજી ન શક્યો પણ..એણે એનાં પપ્પા એ કહ્યુ તેમ કરતો રહ્યો..
તો સામે વિમલ અને વિનાયક બંનેની જીંદગી અને બંને સામ્રાજ્યની જટીલતા શુબાનને સમજાવતો રહ્યો એ કઇ રીતે શારજાહ થી કેન્યા પહોંચ્યો …થી માંડી ને રોહીણી એની દીકરી બીઝનેશમાં એનો વધતો પ્રભાવ નામ એનાં સાથીઓ નિર્મલ કે પછી અહિં સાવંત બધાની વાત કરી બધાનો ટુંકમાં પરીચય કરાવ્યો..અને અંતે બધાંના ફોટોગ્રાફસ્ બતાવ્યા …રોહીણીને તો અલપ ઝલપ કલ્પી હતી તેવી જ હતી સલોની માં પણ એ પિતાની ઝલક જોઇ શકતો હતો…પણ પછી વિનાયકે એને સોનિયાનો ફોટો જ્યાં ધર્યો ….એનું મગજ એકદમ સુન્ન થઇ ગયું …….
ઓહ ગોડ સોનિયા વિમલ ભારદ્વાજ એટલે સોનિયા વિનાયક ભારદ્વાજ?????????????
એ ફસડાઇ પડ્યો ચેર પર…….ઓહ!!!! વિનાયક સમજી ન શક્યો કે આ સોનિયાને જોઇને શુબાનને શું થયું…?
પણ શુબાન સ્વસ્થ થયો પિતા સામે એ કળાવા દેવા નહોતો માંગતો …
શુબાન ,”ડેડી આપણે પછી વાત કરીએ તો???? આજ વ્હેલી સવારથી જ દવાખાનામાં હતો એટલે ઉંઘ પુરી નથી થઇ.”
વિનાયક સમજી ચુક્યો હતો કે શુબાન કાંઇક છુપાવે છે પણ એણે દીકરાને મુક્ત રાખ્યો…અને એ સામેથી કહે એની રાહ જોવાની નક્કી કર્યું
એણે કહ્યું “ok શુબાન ટેક કેર ડીયર …પણ હા આર્યન અંગે તું પુરતી તપાસ કરી નિર્ણય લે જે. શ્ર્વેતા સલોની બંને મારાં કાળજા ના કટકા છે …”
શુબાન વિનાયક ની ઑફિસમાંથી નીકળી એની કેબીન માં જઇ ફસડાઇ જ પડ્યો…..
આ બાજુ વિનાયક બધાં મોરચે લડવા સજ્જ થયો..
આર્યન , બંને દીકરીઓ ….એ વિચારી રહ્યો પણ એક મોરચો અજાણપણે એની સામે આવવાનો હતો
….સોનિયાના મૃત બાયોલોજીકલ પિતાના ખુબ જ નજીકના પરિવારજનો જે શેલગેસ ફીલ્ડમાં વિનાયક નાં હરીફ બનવાના હતાં….
ક્રમશ: