વમળ પ્રકરણ -9 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વમળ પ્રકરણ -9

વમળ પ્રકરણ -9 લેખક - હેમલ વૈષ્ણવ

મોહિત ખુરાનાના કદમ બોસની ચેમ્બર સુધી પહોંચતાં ભારે થવા લાગ્યા . એને હવે પછી ત્રાટકનારી વીજળીનો એહસાસ આવી ગયો હતો . ચેમ્બરની બહાર બેઠેલા ચપરાસીએ અદબભેર એક સલામ ઠોકીને બોસની ચેમ્બરનો દરવાજો ખુરાના માટે ખોલી આપ્યો . ખુરાનાની આંખો સામે હેનકોક એન્ડ મૂરની લેધર ચેર પર બેઠેલી શખ્સિયતની આંખો સાથે મળી અને ખુરાનાનું હૃદય એક થડકો ચૂકી ગયું . એ આંખોમાં ભભૂકતો રોષ અને ઠંડી ક્રૂરતાનું એક અજબ કોકટેલી મિશ્રણ હતું .

“મોહિત ..હી ઇસ ઓલરેડી ઓન ધ ફ્લાઈટ ..હાઉ કમ ..?” બોસનો સત્તાવાહી અવાજ ખુરાનાના હોશ ઉડાવી દેવા માટે પુરતો હતો . સુકાતા ગળે અને લથડતા અવાજે મોહિતે બચાવ કરવાનો પ્રયત્ન કરી જોયો ..”સ..સર .. ધે ટ્રાઈડ ધેર બેસ્ટ , આઈ થીંક મોટર બાઈક લોસ્ટ ધ ક ..કંટ્રોલ સર ..”

“વેલ ..યોર બેસ્ટ વોઝ નોટ ઇવન ગૂડ ઈનફ , યુ ફીલ્ધી બાસ્ટર્ડ ..” બોસના જમણા લમણાં પરની નસ ગુસ્સાથી ફૂલેલી સાફ દેખાઈ રહી હતી .

‘સરજી ..વી હેવ ટેકન કેર ઓફ બાઈક રાઈડર્સ ઓલરેડી , ધે વીલ નોટ …..” પણ ખુરાનાનું વાક્ય વચ્ચેથી જ કાપી નાખતાં “જે .પી ” ત્રાડ પાડી ઉઠ્યો .. નોટ વી હેવ ,યુ હેવ …ગોટ ઈટ ,યુ હેવ ટેકન કેર ઓફ ધ બાઈકર્સ ..આઈ હેવ નથીંગ ટુ ડુ વિથ ધીસ .બસ મૈ ઇતના જાનતા હૂં કિ મેરા કામ નહીં હુઆ ”

જીવ પર આવી ગયેલા ખુરાના એ આખરી પાસો ફેંક્યો ..” માલિક ,બસ એક હફ્તા ઔર દે દો ,મેં પેન્થરસે બાત કરકે ઉસકે આદમીકો ભીજવાતા હૂં ના કેન્યા …ઇસ બાર હો જાયેગા ”

“ગધ્ધે ,કભી તો અપના દિમાગ ચલાયા કર ..અબ તું વોહી કરેગા જો મૈ કહ રહા હું ..” એક ઊંડો શ્વાસ લેતાં બોસે પોતાની ચિરૂટ સળગાવવા માટે એક મિનીટ લીધી ,જે ખુરાનાના હૃદયના ધબકારા શાંત પાડવા માટે જાણેકે ખુદ ભગવાને મોકલી હતી . C A O ગોલ્ડ બ્રાન્ડની ચિરૂટ સળગાવીને લાઈટર ને ટેબલના ખૂણે મુકતા ટેબલના ખૂણા પર પડેલી છ ફૂટના હેન્ડસમ યુવાનની તસ્વીર પર “જે.પી” ની એક નજર પડી . આ તસ્વીરે જ જાણે એનો ગુસ્સો શાંત પડી દીધો . આખરે તો એ જે કાંઈ કરી રહ્યો હતો એ આના માટે તો એ કરી રહ્યો હતો . જે.પી એ વિચાર્યું …

ફરી એક વાર વાતનો દોર સાધી લેતાં એણે ક્યાંક નરમાશથી આગળની સુચના એના પર્સનલ મેનેજર ખુરાનાને આપવી શરુ કરી ..”અબ , વી.બી કે બારેમે જ્યાદા મત સોચ, અભી હમ કુછભી કરેંગે તો પુલિસકે રડાર પર આ જાયેંગે . પેન્થરસે બાત કર લે …વી.બી કા પાર્ટનર નિર્મલ અભી યહાં આને વાલા હૈ ,દો દિનકે બાદ , ઇન્ફોર્મેશન પક્કી હૈ .. અગર પેન્થર ઉસે નીપટા શકતા હૈ ,તો વી.બી તો વૈસે હી કમજોર હો જાયેગા મુજે ના તો ભારદ્વાજસે કોઈ પર્સનલ દુશ્મની હૈ ,ના ઉસકે પાર્ટનરસે . હમે બસ વિન ટેક કો ટેક ઓવર કરના હૈ ..ઔર ઇસીલિયે યે દોનો મેં સે કિસી એક કો કટશોર્ટ કરના પડે તો કર દો ..પર યહી વક્ત હૈ કી વો ગીરા હુઆ હૈ ,ઔર હમે તો બસ ઉસે ગાડના હૈ જમીનકે નીચે બસ ..”

અને ..અનેક મોટીવેશનલ સેમિનારમાં ભાગ લઇ ચૂકેલા “જે.પી” એ હ્યુમન સાઈકોલોજીનો ઇસ્તમાલ કરતાં કહ્યું ..”તુજે ભી તો અપને બેટેકો ભેજના હૈ ના એબ્રોડ પઢાઈકે લીયે ..અગર કંપની તરક્કી નહીં કરેગી તો તું કૈસે કરેગા ..?” ..રાહતનો દમ લઈને ખુરાનાએ બોસની રજા માંગી,અને એમની ચેમ્બરની બહાર નીકળ્યો . અડધી સળગેલી ચિરૂટના ધુમ્ર વલયો વચ્ચે જે.પી , પચીસ વર્ષ જુનો ભૂતકાળ જોઈ રહ્યો હતો . દુશ્મની તો હતી ,ભારદ્વાજ સાથે ..અંગત સ્તરે કહી શકાય તેવી હતી . એ એક ટેન્ડર , જો ત્યારે એની માર્કેટમાં પા પા પગલી ભરતી નવી સવી “દેવશોભા મેન્યુફેકચર્સ “ને મળી ગયું હોત , તો જિંદગીએ દસ વર્ષનો હાઈ જંપ મારી દીધો હોત . પણ ત્યારે મીનીસ્ટ્રીમાં ઉતર ભારતના બે એક પ્રધાન પણ હતા ,એની લાગવગથી સાલા આ બે દમડીના માલેગાંવના મજુરે , કોન્ટ્રાક્ટ છીનવી લઈને દેવશોભા કંપનીને પાછળ ફેંકી દીધી હતી .. પોતાની નવી સવી કંપનીને જરૂરી એવો ટેકો આપવા, એણે એ સમયે વિનાયકનો સંપર્ક પણ કર્યો હતો . પોતે ઓછો નફો લઈને પણ આ પ્રોજેક્ટમાં વિનાયક સાથે માત્ર 20 ટકાની ભાગીદારી સાથે જોઈન્ટ વેન્ચર કરવાની દરખાસ્ત પણ મૂકી હતી . આ પ્રોજેક્ટમાં ઓછા નફે મળનારા પૈસા માંથી એની કંપનીના કર્મચારીઓનો એક વરસ સુધીનો પે રોલ કવર થઇ જાય એવી શક્યતા હતી . અને ત્યારે લથડતી જતી એના પિતાની તબિયતની પણ વ્યવસ્થિત સારવાર થઇ શકી હોત . નાણાંખેંચના એ સમયમાં એના માટે આ ઘણું જરૂરી હતું . પણ એ જમાનામાં માલેગાંવના આ મામુલી મજુરને આખો કોળીયો એકલા હાથે હડપ કરી જાવો હતો . પૈસાના અભાવે યોગ્ય સારવાર ના થઇ અને બાબા તો ગયા જ , પણ વતનમાનું એમનું પુશ્તેની ઘર પણ કંપની ચલાવવા માટે વેંચી દેવાનો વખત આવ્યો . આ વાતે “જે.પી” ના આત્મા પર કારી જખમ કર્યો હતો જે આજે અઢી દાયકા એ પણ અહર્નીશ દુઝતો હતો . છેલ્લા ત્રીસ વર્ષથી “દેવશોભા મેન્યુફેકચરર્સ ” માંથી “દેવશોભા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ” બનેલી તેની કંપની, “ભારદ્વાજ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ” પાછળ હાંફતા હાંફતા દોડી રહી હતી . હવે આ રેસમાં આટલા વર્ષોથી પાછળ રહી જવાની જુંજલાહટ નું ઝેર એના રૂંવે રૂંવે અનુભવી રહ્યો હતો ..શોભાનો પતિ અને આર્યનનો પિતા ..

…”જયદેવ પંડિત …!!!”

================================================================================================================================

વિમલના ગયા પછી એકલી પડેલી સલોનીએ આર્યનને ફોન લગાડ્યો ..” હેઈ હેન્ડસમ , વોટ્સ ધ પ્લાન ફોર ધીસ ઇવનિંગ ? આર યુ બીઝી ?”

સામેથી આવેલા ફોન કોલના જવાબમાં આર્યનની ક્યાં હિંમત હતી કે કોઈ પણ કામનું બહાનું કાઢે ? .. સલોનીએ વાત આગળ વધારતા કહ્યુકે “આઈ એમ એટ માય ડેડ’સ ફાર્મ હાઉસ ..લેટ અસ ગો ફોર અ મોટર બાઈક રાઈડ ધીસ ઈવ ..શેલ વી ..? ..એન્ડ ટેક મી ટુ સમ નાઈસ એન્ડ ક્વાયટ પ્લેસ ટુ ઈટ ..આફટર માય ડેડ ‘સ ડીપાર્ચર આઈ ફીલ વેરી લોન્લી ટુ ડે …”

સાંજે સાત વાગે આર્યનની લેટેસ્ટ ડૂકાટી સુપરલેગ્રા બાઈક , ફાર્મ હાઉસનો ઢલાન વાળો રસ્તો ચડી રહી હતી . ફાર્મ હાઉસના લીવીંગ રૂમમાં હજી એણે પગ પણ ન હતો મુક્યો અને સલોની દોડીને એને વળગી પડી . સલોનીની કમનીય કાયા પર આર્યનના હાથોની ભીંસ ધીરે ધીરે મજબૂત થતી ગઈ .બે વ્યક્તિઓ .. બે યુવાન શરીર …જે એક બીજાના દોસ્ત તરીકે ઓળખાતા હતા તે બંનેની જાણ બહાર પ્રેમીઓમાં રૂપાંતરિત થઇ રહ્યા હતા . આર્યનની બાંહોમાંથી સિફત અને નજાકતથી સરકીને સલોની સામે પડેલા કાઉચ પર એક મારકણી અદા સાથે લેટી ગઈ . વિવશપણે આર્યન એના પર ઝુકી રહ્યો ..!!સલોનીના અંગારા જેવા દાહક હોઠો પર પોતાના હોંઠ ચાંપવા માટે એણે ગરદન ઝુકાવી અને …

અને એનો હાથ કાઉચને અડીને રહેલા ગ્લાસના રાઉન્ડ ટેબલ પર પડેલી ફોટો ફ્રેમને લાગતા જ ફ્રેમ ચત્તી પડી ગઈ . ફોટામાંનો ચહેરો મુંબઈની હાઈ ફાઈ સોસાયટી માટે જરાય અજાણ્યો ના હતો . ફોટામાંથી વિનાયક ભારદ્વાજની આંખો જાણે આર્યનને સોંસરવી તાકી રહી હતી ..!!!

એક જ ક્ષણમાં આર્યને સલોનીને પોતાનાથી દૂર કરી …” સલુ ..ધીસ ગાય …?”

“હેઈ ..હેવ સમ રીસ્પેકટ યંગ મેન ..હી ઇસ ધ ફર્સ્ટ મેન ઇન માય લાઈફ ..માય ડેડ …વિમલ … વિમલ ભારદ્વાજ …”

“કમ બેબી ..હી ઇસ હાર્મલેસ ….” ..બંને નાજુક ગોરા હાથ લંબાવીને લેટેલી સલોની હજી પણ તોફાની મૂડમાં હતી …પણ આર્યન ..? ..એની તો દુનિયા જાણે ધરી પર તેજ ઝડપે ઘૂમી રહી હતી …પ્રશ્નો ..પ્રશ્નો….પારાવાર પ્રશ્નો …મગજને ચકરાવી નાખતા પ્રશ્નો ..આ વિનાયકને સલોની વિમલના નામે કેમ બોલાવે છે ?…વિનાયકની દીકરી શ્વેતા ..વિમલની દીકરી સલોની ..પણ વિનાયક અને વિમલ એક સરખા કેમ ..?…સામે સલોની મુશ્કુરાઈ રહી હતી ..એના ગાલમાં પડતા ખંજન …શ્વેતા જેવા જ …!! અરે ટેબલ પર પડેલી વિનાયક (કે વિમલ)ની તસ્વીરમાં પણ એના ગાલ પર આછાં સરખા ખંજન હતાને ..? જિંદગી અચાનાકથી જાણેકે જીગ શો પઝલ બની ગઈ …!!!

“ઓ બેબી ..વોટ હેપન્ડ ..?..કમ ઓન …આઈ એમ હન્ગ્રી ..લેટ અસ ગો ફોર અ બાઈટ …” વાવાઝોડા જેવી સલોની આર્યનને રીતસર ખેંચીને બાઈક સુધી ઢસડી જ ગઈ .

===============================================================================================================================

બાન્દ્રામાં સેઇન્ટ થેરેસા રોડ પર બાવીસમાં માળે આવેલા પોતાના લક્ઝુરીયસ અપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેઠેલા મોહિત ખુરાનાએ જોહની વોકર બ્લુ લેબલના આજની સાંજના ત્રીજા પેગમાં બે આઈસ ક્યુબ વધારે નાખ્યા ..સામાન્ય રીતે રોજ સાંજે એક જ પેગ લેવાનો આદિ એવો ખુરાના આજના સ્ટ્રેસને ખાળવા માટે ત્રીજા પેગ સુધી પહોંચી ગયો હતો . જો કે બપોર પછી પરિસ્થિતિ કાંઇક કાબુમાં આવી હતી . જયદેવ સરનો ગુસ્સો ઠંડો થયા પછી એની ચેમ્બર બહાર નીકળેલા ખુરાનાએ અનરજીસ્ટર્ડ નંબરથી પેન્થરનો સંપર્ક કરીને એને સોંપેલા કામમાં થયેલી તબદિલીથી વાકેફ કર્યો હતો . પણ પેન્થરે આપેલી માહિતી પરથી એક વાત તો ક્લીયર હતી કે નિર્મલ દર વખતની જેમ આ વખતે પણ ભારદ્વાજના ફાર્મ હાઉસ પર જ ઉતરશે . એટલે જ પેન્થરના માણસો આજે સવારે વિનાયક નીકળી ગયો હોવા છતાં આ ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા . અચાનક ટેબલ પર પડેલા ગ્લાસની બાજુમાં પડેલો અનરજીસ્ટર્ડ નંબરવાળો ફોન વાઈબ્રેટ થઈને જોહની વોકરના ગ્લાસમાં તરંગો ફેલાવી ગયો . ચીલ ઝડપે ફોન ઉપાડી લીધો ખુરાનાએ …સામે છેડેથી પેન્થર કહી રહ્યો હતો ..” સાબ વો બંગલેસે અબ્બી જ એક લડકી ઉસકે બોય ફ્રેન્ડકે સાથ બાઈકપે બહાર નીકલી . લડકી બોલે તો વો સાબકી બેટી લગ રહેલી હૈ ..સુબુકો જબ સાબ નીકલે તો ઉસકુ ઝપ્પી દે રેલી થી વો ..” હુકુમ કરો તો દોનો કો ઉઠવાકે ઉસકી ગેમ બજા ડાલે ક્યા ..?” …

વિનાયક ભારદ્વાજની કેન્યાની જિંદગીથી અજાણ ખુરાનાએ વિચાર્યું ..ઓહ તો વિનાયકની દીકરી શ્વેતા ફાર્મ હાઉસ પર લાગે છે , પણ એનો બોય ફ્રેન્ડ કોણ ..? થોડી ક્ષણો કન્ફ્યુંસનમાં ગઈ ..ખુરાના માટે બોસની રહેમ નજરમાં આવવાનો આ એક ગોલ્ડન ચાન્સ હતો . જયદેવ સરે વિનાયક સાથે હમણાં કાઈ કરવાની નાં પાડી હતી ..પણ જો વિનાયકની દીકરી શ્વેતા અને વિનાયકનો પાર્ટનર બન્ને જો ખતમ થઇ જાય તો વિનાયક માટે આ ઘા જીવલેણ સાબિત થઇ જાય . ઇન ધેટ કેસ ..વિનાયકની કંપની હડપ કરતા જયદેવ સરને વાર કેટલી .?…અત્યારે તો બે દિવસનો સવાલ હતો . નિર્મલ એક વાર પેન્થરની પકડમાં આવે એટલે નિર્મલ ,શ્વેતા અને એનો જે બોય ફ્રેન્ડ હોય તે …વાત ખતમ ..એક વાર એની ચાલથી બોસ રાજી તો પછી ..બોસની આટલી કંપનીઓમાંથી બે ત્રણમાં પાર્ટનરશીપ ની વાત કરતા વાર કેટલી ? ..પેટમાં ગયેલા જોહનીવોકરના અઢી પેગે ખુરાનાને એક ખોટો નિર્ણય લેવા મજબૂર કરી નાખ્યો …

દસ મિનીટ પછી આર્યનની ડુકાટી બાઈકનો એક ગ્રે કલરની પીક અપ વાન પીછો કરી રહી હતી …!!!

================================================================================================================================

સીમાના ફોન પર વ્હોટસ એપના નોટીફીકેસનના સીગ્નલ સતત વાગી ઉઠ્યા ..શ્વેતા એ મોકલેલી આર્યનની પાર્ટીની વીડીઓ ક્લિપ્સ ..ફોટાઓ …અજાણતા જ મનની કોઈ અદ્રશ્ય લાગણીથી પ્રેરાઈને એણે દરેક ફોટા ,દરેક વિડીઓ ક્લિપ્સ ડીલીટ કરી નાખ્યા . આવું કેમ થતું હતું ..? શું એને આર્યન અને શ્વેતાને સાથે જોઇને એક દિલમાં ના સમજી શકાય એવી લાગણી કેમ થાતી હતી ..?, આ લાગણીનું શું નામ આપી શકાય ..ઈર્ષ્યા ..અદેખાઈ …અસંતોષ …જલન ..?

મનોમન એ પોતાની સરખામણી શ્વેતાના સુખ સાથે કરવા લાગી .. શ્વેતા પાસે શું ન હતું ..? એનાથી વધારે પૈસા ..એનાથી વધારે આકર્ષક વ્યક્તિત્વ ..એનાથી વધારે લાંબા અને રેશમી વાળ ..એનાથી વધારે સુડોળ અને કમનીય દેહલતા ..અને હવે શાયદ આર્યન પણ …?પોતાની જિંદગી આવી ઓછપવાળી કેમ ..?

સામાન્ય અને સરેરાશ માણસ એટલે જ દુખી હોય છે કેમકે એ એની પાસેની 99 ચીજની છતનો જશન મનાવવાને બદલે એકની અછતનો અફસોસ કરવામાં જિંદગી બરબાદ કરે છે .અને અત્યારે સીમા એક સામાન્ય અને સરેરાશ યુવતીની જેમ જ વિચારી રહી હતી . બાજુના રૂમમાં મધુર કંઠે કોઈ ગીત ગણગણતી એની મમ્મીનો અવાજ સાંભળવા છતાં એને એ વાતનો ખ્યાલ ના આવ્યો કે શ્વેતા પાસે મમ્મી …હવે ક્યાં હતી …?

જો સીમાએ આ વીડીઓ ક્લિપ્સ ,ફોટો ધ્યાનથી જોયા હોત તો આ દરેક ફોટામાં બેક ગ્રાઉન્ડમાં રહેલી વ્યક્તિ જોઇને એ ચોંકી ઉઠી હોત …!!!!

================================================================================================================================

ડેડના ગયા પછી ના જાણે કેમ શુબાનને સોનિયાની ખુબ યાદ આવવા લાગી . અચાનક એની રીસ્ટ વોચ પર નજર પડી . મોવાડોની કાંડા ઘડિયાળના ડાયલના ખૂણાનું કેલેન્ડર ચાર એપ્રિલની તારીખ બતાવી રહ્યું હતું .એ ચમક્યો ..અરે કાલે તો સોનિયાની બર્થ ડે ..વેઇટ અ મિનીટ .આજની ફ્લાઈટ પકડીને કાલે લંડનમાં સોનિયાને સરપ્રાઈઝ આપી હોય તો ..? … આઈ એમ સ્યોર ,ડેડ વોન્ટ માઈન્ડ ઇફ આઈ સ્નીક આઉટ ફોર કપલ ઓફ ડેઝ . શુબાને વિચાર્યું . શ્વેતાને બહુ ટૂંકાણમાં સમજાવીને એરપોર્ટ જાવા નીકળી ગયો શુબાન . પાંચ એપ્રિલની સવારે કેમ્બ્રિજના મોબ્રે રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતાં સોનિયા પોતાના એક હાથમાં લેપટોપની બેગ અને બીજા હાથમાં થીસીસના સ્ટડી મટીરીયલની ફાઈલ સંભાળતા એપાર્ટમેન્ટનું ડોર લોક કરવાની મથામણ કરી રહી હતી અને પાછળથી આવેલા એક અવાજે એને ચોંકાવી દીધી .

“ડુ યુ નીડ એની હેલ્પ મેમ …?” ..શુબાન એના મોહક સ્મિત સાથે રેડ રોઝિસના બૂકે સાથે પાછળ ઉભો હતો .” હેપ્પી બર્થ ડે ..જાનુ” ..

સોનિયા હાથમાંની વસ્તુઓ બેપરવાહીથી ફેંકીને શુબાનથી કદી વિખુટા ના પડવું હોય એમ વળગી પડી .. કઈ આગળ વિચારે એ પહેલા એની આંખો વહેવા લાગી … “ઓહ શુબી ..આઈ એમ સો સોરી ..જાન …આઈ વોઝ નોટ ધેર ઇન યોર ડીફીકલ્ટ ટાઈમ ..” …

“હેઈ બેબી ..ચીલ ઈટ ..હેપન્સ ..ટૂ ડે ઇસ યોર ડે ..લેટ અસ નોટ ગેટ ગ્લૂમી ઓકે …”..”લેટ અસ સેલીબ્રેટ ઓકે ” …શુબાન સમજાવી રહ્યો હતો .

કલાકના આરામ પછી શુબાન નાહીને ફ્રેશ થઇ ગયો હતો . સોનિયા પણ આઉટફીટ ચેન્જ કરવા બાથરૂમમાં ગઈ . થોડી વારે ક્રીમ કલરનું હાઈ નેક પૂલ ઓવર અને ડાર્ક બ્રાઉન કોર્ડ્રોય પેન્ટ પહેરીને ખુલ્લા વાળ સાથે સોનિયા બહાર આવી . સહસા શુબાનથી પૂછાઈ ગયું ..”ગોર્જીયસ વોન્ટ યુ ફિલ હોટ ઇન ધીસ લોંગ નેક શર્ટ ?”

અને સોનિયા એ હસીને કહ્યું ..”વેલ મેં બી , બટ આઈ હેવ નો ચોઈસ …ધીસ રેશ ઓન માય નેક , નીડ ટુ હાઈડ ઈટ ..”

શુબાને સોનિયાની ગરદન પર લાલ લંબગોળ ચકામું જોયું , અને અચનાક વિચારે ચડી ગયો . આવું જ લાખું એણે આની પહેલા ક્યાં જોયું હતું ..?

“વેલ ..આર યુ ટેકિંગ કેર ઓફ ઇટ ઓર નોટ ..? ” ..શુબાનના પ્રશ્નના જવાબમાં સોનિયા બોલી “ઓહ હની, ડોન્ટ વરી ..ઇટ જસ્ટ અપીયર્ડ ઓન યસ્ટર ડે ઓન્લી , આઈ વીલ ટેક કેર ઓફ ઈટ ”

પછી સ્મિત કરતા બોલી “યુ નો વોટ આઈ વોન્ટ ફોર માય બર્થ ડે ગીફ્ટ ” ..? ..આઈ વોન્ટ સારી .”

ખડખડાટ હસી પડ્યો શુબાન …” સીલી ગર્લ , ડુ યુ ઇવન નો હાઉ ટૂ રેપ અ સારી ..?.. ઓકે ડન ..”

લંડનની ગલીઓમાં આખો દિવસ પ્રેમી પંખીડા ઘૂમતા રહ્યા . ઇન્ડિયન સ્ટોરમાંથી સાડી સાથે રેડીમેડ બ્લાઉઝ પસંદ કરતી વખતે શુબાને જોયું કે કોઈ મોંઘી સાડી ખરીદવાને બદલે સોનિયા એ સાદી સુતરાઉ સાડી જ પસંદ કરી . આવી સાડી તો માં જ પહેરતી . હા ..મા પરથી શુબાનને યાદ આવ્યું . સોનિયાની ગરદન પર નો લાલ ડાઘ ..માં ને પણ ગરદનના જમણા ભાગે આવું જ લાખું હતું ને .?

મોડી રાત્રે બન્ને અપાર્ટમેન્ટ પર આવ્યા .મુસાફરીથી થાકેલા શુબાનની આંખો ઘેરાતી જતી હતી , પણ સોનિયા એ સાડી પહેરી બતાવવાની રીતસરની જીદ પકડી , જેની સામે શુબાને નમતું જોખવું પડ્યું . સાડીનું પેકેટ લઈને સોનિયા બાથરૂમ માં ગઈ . શાવરનો અવાજ બાથરૂમની બહાર સંભળાતો હતો અને સાથે સોનિયાનો કોઈ ગીત ગણગણવાનો અવાજ …શુબાને કાન સરવા કર્યા .. સોનિયા ગાતી હતી ..”કાલ દેહાસી આલા કાહુ ,આમી આનંદે ..આમી આનંદે ..”

દંગ રહી ગયો શુબાન ..આ તો માં સાંભળતી એ ભજન ..આને કેવી રીતે ખબર પડી ..?.. મનમાં જ એ હસી પડ્યો ..”મારી બેટી સ્માર્ટ છે , ડેડી સાથે મુલાકાત કરાવું એ પહેલા પૂરું હોમવર્ક કરતી લાગે છે . પણ આને આ બધી ઇન્ફોર્મેશન કોણ આપે છે ? ક્યાંક શ્વેતા સાથે તો વાત નહી કરતી હોયને ?

બાથરૂમનું બારણું ખુલ્યું અને મરાઠી ઢબે પહેરેલી સુતરાઉ સાડીમાં સોનિયા જાણે વરસોથી સાડી પહેરવા ટેવાયેલી હોય એ રીતે ચાલતાં ચાલતાં બહાર આવી . રોમાંચિત થઇ ગયો શુબાન .. સોનિયા લેપ ટોપ તરફ જાતાં બોલી ..”લેટ મી ચેક માય ઈ મેલ્સ શુબી ..” બોલતા બોલતા એણે સ્વીચ દાબીને લાઈટ બંધ કરી દીધી . આ ઈશારો સમજીને આવનારી ક્ષણોથી શુબાન ઉત્તેજિત થઇ ઉઠ્યો . હવે રૂમમાં લેપ ટોપનું ઝાંખું ભૂરું અજવાળું હતું . અને એને ઢાંકતી સુતરાઉ સાડીમાં વીંટળાયેલી સોનિયાની મનભાવક વળાંકો વાળી પીઠ …લેપ ટોપના કી બોર્ડ પર આંગળા નચાવતા સોનિયા ગણગણવા લાગી ..હમ પ્યારમે જલને વાલોકો ..ચેન કહાં ,હાયે આરામ કહાં ..” ..

બાપ રે …લતા તાઈનું આ ગીત તો માં ને કેટલું પ્રિય હતું . ..કાશ મા આજે હયાત હોત તો ..?.. આ છોકરી કેટલી સ્માર્ટ છે ..? ..નખશીખ ઇન્ડિયન થવાનો પ્રયત્ન કરે છે . શુબાન મોટેથી બોલી ઉઠ્યો ..”સોનિયા આઈ કાન્ટ વેઇટ ટીલ આઈ હેવ યુ મીટ માય ફેમીલી એન્ડ ટેલ ધેમ ધેટ આઈ વોન્ટ ટુ મેરી યુ ઓન્લી ”

અચાનક મીઠા અવાજે ગાતી સોનિયાનું ગીત અટકી ગયું ..હજી પણ શુબાન એની પીઠને જ જોઈ રહ્યો હતો ..પણ હવે સોનિયાની ગરદન ધીરે ધીરે શુબાન તરફ ફરી …અને હિન્દી પણ ના બોલી શકતી સોનિયાના ગળામાંથી માં બોલતી એવા જ લહેકામાં અવાજ નીકળી પડ્યો ..

“નકો , કદીશ નાકો , તુલા માહિત આહે તી તુઝી કોણ લાગતે ?” તુઝી સાવકી બહીણ …” અને એ સાથે શુબાનની ભયથી પહોળી થઇ ગયેલી આંખો સાથે સોનિયાની અમાનુષી આંખોનું મિલન થયું ..અને લેપ ટોપના સ્ક્રીનના ઝાંખા ભૂરા અજવાળામાં સોનિયાની ગરદન પરનું લાલ ચકામું ના જીરવી શકાય એવા તેજ સાથે ઝબકી ઉઠ્યું ….!!!!

ક્રમશ: — હેમલ વૈષ્ણવ