Youth - 13 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Youth - 13

યુવા જોશ-13

ટાઈટલ- ગોલ એચિવર બનવાના 10 કમાન્ડમેન્ટ

લેખક- મહર્ષિ દેસાઈ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ

ગોલ, ધ્યેય, લક્ષ્યાંક. દરેક યુવાન-યુવતી માટે જીવનમાં થોડા નાના નાના અને એકાદ-બે મોટા લેવલના ગોલ હોવા જ જોઈએ. ગોલ વિનાની લાઈફનો કોઈ જ અર્થ નથી. યંગસ્ટર્સે ગોલ નક્કી કરવા જોઈએ અને એ ગોલ પુરા કરવા, એચિવ કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ. આમ થવાથી લાઈફમાં થ્રિલ અને રોમાન્સ પણ આવે છે. ગોલ એચિવ કરવા માટે માણસ સાહસિક બને છે. તેનું મનોબળ મક્કમ બને છે. ગોલ ડિસાઈડ કરવાથી અને એચિવ કરવાથી જિંદગીના પાઠ પણ શીખવા મળે છે. સફળતા અને નિષ્ફળતાનો સ્વાદ ચાખવા પણ મળે છે. જીવનમાં સુખ-દુઃખનો અનુભવ પણ આ રીતે મળે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડી જ નહીં, ફૂટબોલના મહાન જાદુગર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સી (જ. તા. 24 જૂન, 1987)એ કહ્યું છે કે “ફૂટબોલ એક ગેમથી પણ વિશેષ એક લાઈફ સ્ટાઈલ છે. એ તમને ઘણું શીખવે છે. સતત શીખવાનું અને શીખતા રહેવાનું એ ફૂટબોલનો ઉપદેશ છે. તમે ખેલના મેદાનની અંદર હો કે મેદાનની બહાર હો, તમારા માટે સંઘર્ષ અને એ પછી મળતી સિદ્ધિ અત્યંત મહત્વની હોય છે. કેમ કે દુનિયા તમને એના કારણે જ ઓળખતી હોય છે અને એ વિના તમે ઝિરો હોવ છો.”

યુવાનો માટે ધ્યેયની સિદ્ધિ અત્યંત મહત્વની છે. આપણે જ્યારે ગોલ અને ગોલ-એચિવરની વાત કરીએ ત્યારે ગોલ સાથે જોડાયેલી ગેમ ફૂટબોલ જ યાદ આવે. ફૂલબોલની દુનિયાના બેતાજ બાદશાહ અને “વર્લ્ડ ધ બેસ્ટ ફૂટબોલ પ્લેયર” લાયોનલ મેસ્સીનું નામ લીધા વિના વાત અધુરી જ ગણાય. ફૂટબોલની દુનિયાના જાદુગર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સીએ તા. 27 જૂન, 2016ના રોજ ઈન્ટરનેશનલ ફૂટબોલ ગેમમાંથી સ્વૈચ્છીક રીતે નિવૃત્તિ લઈ લીધી. તેના ચાહકો માટે તેનો આ નિર્ણય દુઃખી કરનારો બની રહ્યો. ચિલી સામે કોપા અમેરિકા ચેમ્પિયનશીપ ફાઈનલમાં પેનલ્ટી શૂટ-આઉટમાં મેસ્સીનો શોટ ક્રોસ-બારથી ઉપર ગયો હતો, અને આર્જેન્ટિના હાર્યું એ સાથે જ મેસ્સીએ પોતાની હાર માની લીધી.

લાયોનલ મેસ્સીએ સૌપ્રથમ સને 2005માં હંગેરી સામે 18 વર્ષની વયે પહેલી વાર ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં ભાગ લીધો હતો. મેસ્સીએ પોતાના જ દેશ આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડીયેગો મારાડોના અને બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેની સરખામણીનું પ્રદર્શન ખેલના મેદાન ઉપર બતાવ્યું હતું. પેલે, મારાડોના અને મેસ્સી જેવા ફૂટબોલના જાદુગર સદીઓમાં ક્યારેક જ પાકતા હોય છે, એ વાતનો સૌ સ્વીકાર કરે છે.

મહત્વની વાત તો એ છે કે પોતપોતાના દેશ માટે ઓલિમ્પિક ગોલ્ડ જીતી આપનાર પેલે અને મારાડોના પણ કોપા ટુર્નામેન્ટનો ફાઈનલ કપ પોતપોતાના દેશને ક્યારેય અપાવી શક્યા નહોતા. આ વાતનું આશ્વાસન મેસ્સીના પક્ષે કહી શકાય કે તેણે દુઃખી થવાની જરુર નહોતી. પરંતુ મહાન માણસોની આ જ વિશેષતા હોય છે કે તેઓ પોતાની જિંદગી અને વર્તન દ્વારા સમાજ અને દુનિયા ઉપર મોટી છાપ છોડી જતા હોય છે.

ગોલ, ધ્યેય, લક્ષ્યાંક. દરેક યુવાન-યુવતી માટે જીવનમાં થોડા નાના નાના અને એકાદ-બે મોટા લેવલના ગોલ હોવા જ જોઈએ. ગોલ વિનાની લાઈફનો કોઈ જ અર્થ નથી. યંગસ્ટર્સે ગોલ નક્કી કરવા જોઈએ અને એ ગોલ પુરા કરવા, એચિવ કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ. આમ થવાથી લાઈફમાં થ્રિલ અને રોમાન્સ પણ આવે છે. ગોલ એચિવ કરવા માટે માણસ સાહસિક બને છે. તેનું મનોબળ મક્કમ બને છે. ગોલ ડિસાઈડ કરવાથી અને એચિવ કરવાથી જિંદગીના પાઠ પણ શીખવા મળે છે. સફળતા અને નિષ્ફળતાનો સ્વાદ ચાખવા પણ મળે છે. જીવનમાં સુખ-દુઃખનો અનુભવ પણ આ રીતે મળે છે.

મૂળ વાત છે, ગોલ એચિવર બનવા માટેના 10 કમાન્ડમેન્ટ. જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે દસ મહત્વના સીમાસ્તંભ છે, એ વિશે વાત કરીએ. (1) ધ્યેય નક્કી કરવું. દાખલા તરીકે મા-બાપ તેમનું સંતાન પ્રાઈમરી લેવલે સ્ટડી કરતું હોય ત્યારે જ તેના માટે જાણે-અજાણે તેની લાઈફ-કરિઅર અંગે કોઈને કોઈ ગોલ ડિસાઈડ કરી લેતા હોય છે. બાળકને પણ સમજાવવામાં આવે છે કે તેણે મોટા થઈને પ્રોફેશનલ કરિઅરમાં શું બનવાનું છે. તો, આ છે ગોલ નક્કી કરવું. (2) ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરવો. ધ્યેય નક્કી કર્યા બાદ એ ધ્યેય સુધી પહોંચવા માટે વિવિધ ઉપાય, માર્ગ નક્કી કરવામાં આવે છે. ગોલ કઈ રીતે એચિવ કરી શકાય એ માટે જુદા જુદા વિકલ્પો ઉપર વિચાર કરીને બેસ્ટ ઓપ્શનની ચોઈસ કરવામાં આવતી હોય છે. (3) ધ્યેયના માર્ગ ઉપર ચાલવું. તમે નક્કી કરેલા ધ્યેય અથવા લક્ષ્યાંક ઉપર ચાલતા તમને કોઈ રોકી શકે નહીં. વ્યાપક અર્થમાં તો તમે જ તમારા દોસ્ત અથવા તમે જ તમારા દુશ્મન છો. તમારામાં રહેલા આળસ, પ્રમાદ, બિનજરુરી થાક અને આજનું કામ કાલ ઉપર છોડવા જેવા દુર્ગુણો જ તમને આગળ વધતા અટકાવતા હોય છે. પરંતુ જો તમે એક વાર ધ્યેય નક્કી કરીને એ માર્ગ ઉપર આગળ ચાલશો તો સફળતા તમને અવશ્ય મળવાની છે. (4) ધ્યેય સિદ્ધિ માટે પરીક્ષા આપવાની યા બલિદાનની તૈયારી. કોઈ પણ કાર્ય નિર્વિધ્ને પુરું થાય તો એ ચમત્કાર જ કહેવાય. એટલે કે કોઈ પણ કાર્યમાં સફળતા મળે એ પૂર્વે આપણી જાણે કે કસોટી થતી રહેતી હોય છે. આપણા ધ્યેયને સિદ્ધ કરવાના માર્ગમાં જો કોઈ અડચણ કે રુકાવટ આવી જાય તો તેને એક કસોટી કે પરીક્ષા સમજીને તેનો આપણે સામનો કરવાની હિંમત રાખવી જોઈએ. (5) ધ્યેય આડે આવનાર સંભવિત પડકારોને પણ સમજીએ. જ્યારે આપણે કોઈ કાર્ય હાથ ધરીએ છીએ ત્યારે તેનો સંપૂર્ણ અભ્યાસ પણ કરી લેતા હોઈએ છીએ. કોઈ ધ્યેય નક્કી કરી લેવાથી હાંસલ થઈ જતું નથી. આ માટે આપણે વિવિધ પ્રકલ્પ અને ઉપાયો પણ કરવા પડતા હોય છે. (6) ધ્યેય સિદ્ધ કરવા માટે મુશ્કેલીઓમાંથી પાર ઉતરવું. ધ્યેય પ્રાપ્ત કરી લેવા માટે પડકારોને સમજીએ એની સાથે સાથે આપણા માર્ગમાં જે કોઈ મુશ્કેલીઓ આવી રહી હોય અથવા આપણને લાગે કે આ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે એમ છે, તો એવી બધી બાબતો સામે પણ સજ્જ થવાની જરુર પડે છે. (7) ધ્યેયની નજીક પહોંચતા પહેલા શું ધ્યાન રાખવું. આપણા જીવનમાં એવી ઘણી બધી બાબતો આવતી રહેતી હોય છે કે જે આપણને આપણા ધ્યેયથી દૂર લઈ જતી હોય. આપણને ધ્યેયથી હટાવી દેનારા પરિબળો આપણી આસપાસમાં જ સર્જાયેલા હાજર જ હોય છે. આપણને નેગેટિવ થિન્કિંગ તરફ લઈ જનારા વિચારો કે પરિબળોથી દૂર રહેવાનું પણ ધ્યાન રાખવું પડે. (8) ધ્યેયની નજીક પહોંચ્યા પછી મક્કમતા રાખવી. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણું મન ડમગમગી જવું જોઈએ નહીં. મનમાં એક જ ધ્યેય હોય અને તેને સિદ્ધ કરવા માટેના આપણા સંપૂર્ણ પ્રયાસો રહેવા જોઈએ. (9) ધ્યેય પ્રાપ્ત કરી લેવાની નજીક પહોંચીને કોઈ પણ કારણસર ધ્યેય સિદ્ધ કરવાનું છોડી દેવાનો વિચાર માત્ર પણ કરવો જોઈએ નહીં. છેલ્લે દસમો કમાન્ડમેન્ટ છેઃ (10) કાર્યસફળતા. દસમા પોઈન્ટ વિશે તો કંઈ જ કહેવાની આવશ્યકતા રહેતી નથી. જિંદગીમાં સફળતા છે તો બધું જ છે અને જો સફળતા નથી તો કશું જ નથી. જો કે કાર્યસફળતા ટકી રહે યા ટકાવી રાખવામાં આવે એ પણ એક નવો પડકાર જ છે.

મહત્વની વાત એટલી જ કે જીવનમાં કોઈ પણ અડચણ યા પડકારો આવે તો પણ આપણે જે ધ્યેય અથવા ગોલ રાખ્યું હોય તેને હાંસલ કર્યા વિના પાછા ડગલાં ભરવા જોઈએ નહીં. મક્કમ મનોબળ માટે અમેરિકાની સરકારની ટોપ ડિટેક્ટિવ એજન્સી સી.આઈ.એ.ની પૂર્વ જાસુસ સબરીના ડિસુઝા (જ. 1956)નું જીવન પ્રેરણાનું જીવતું જાગતું ઉદાહરણ છે. દુનિયાની સૌપ્રથમ મહિલા જાસુસ તરીકે માતાહારીનું નામ લેવામાં આવે છે. અગાઉ રાજા-મહારાજાઓના રાજાશાહીકાળમાં મહિલા નર્તકી અથવા ગણિકા ડિટેક્ટિવ તરીકેનું કામ કરતી.

સબરીના ડિસુઝાની વાત કરીએ તો સને 2000ના વર્ષમાં તેઓ અમેરિકન ડિફેન્સ સર્વિસમાં જોડાયાં. એ સાથે તેઓ અમેરિકન સરકારની ડિટેક્ટિવ એજન્સી સી.આઈ.એ.ના ડિટેક્ટિવ ઓફિસર બન્યાં. સને 2003માં અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ હતા અને તે વખતે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર કોન્ડોલિઝા રાઈસ હતાં. બુશ અને રાઈસની સૂચનાથી સી.આઈ.એ. ડિરેક્ટર જ્યોર્જ ટેનેટને “અલ-ગામા અલ-ઈસ્લામિયા” નામના ઈજિપ્તના આતંકવાદી સંગઠનના વડા હસન મુસ્તુફા ઓસામા નસ્ત્ર ઉર્ફે અબુ ઉમર હતા. જેઓ એક ઈમામ (ઉલેમા) પણ હતા. તેઓ ઈટાલી આવીને રહેવા લાગ્યા હતા.

હસનને પકડી લાવવાની જવાબદારી સી.આઈ.એ.ના જ્યોર્જ ટેનેટે સબરીના ડિસુઝાને આપી હતી. તા. 17 ફેબ્રુઆરી, 2003ના રોજ હસન બપોરની નમાજ અદા કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા. કોણે તેમનું અપહરણ કર્યું એ મુદ્દે ઈટાલી અને ઈજિપ્તમાં હોબાળો મચી ગયો એ હોબાળા વચ્ચે હસનને અમેરિકાના એરબેઝ વેનિસ શહેર લઈ જવામાં આવ્યા હતા. અહીંથી જર્મની અને પછી ઈજિપ્ત લઈ જવામાં આવ્યા હતા. ઈજિપ્તમાં હસનને કેદમાં રાખીને ભયંકર યાતનાઓ આપવામાં આવી.

સબરીનાએ હસન જ્યારે ઈટાલીથી ઈજિપ્ત કોલ કરતા એ દરેક કોલ ટ્રેસ કર્યા હતા અને ભીંસમાં લીધા હતા. જો કે પુરાવાના અભાવે હસનને તો છોડી દેવામાં આવ્યા છે પરંતુ તેમને ગેરકાયદે રીતે પકડવા અને યાતના આપવા બદલ સબરીના સામે ઈટાલીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ અમેરિકાએ સબરીનાને નોકરીમાંથી છુટી કરીને પોતાના હાથ તેના પરથી હટાવી લીધા છે. મતલબ કે હવે સબરીનાએ વ્યક્તિગત રીતે સમગ્ર કેસનો સામનો કરવાનો આવ્યો છે.

સબરીનાનો કેસ-સ્ટડી વ્યક્તિની પ્રોફેશનલ કરિઅરમાં અકારણ આવી પડતી અડચણોના કારણે જિંદગી કેવી ઝોલે ચઢી જતી હોય છે, તેનું એક બહેતરીન ઉદાહરણ છે. આપણને એમ લાગવા માંડે કે હવે પ્રોફેશનલ કરિઅર સ્ટેડી અને સકસેસ બની છે, ત્યારે જ કોઈ ઝંઝાવાત આવે ત્યારે એમાંથી પણ માર્ગ કાઢી લેવાની આવડત આપણને અનુભવોની પાઠશાળામાંથી જ શીખવા મળતી હોય છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++