યુવા જોશ-4 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુવા જોશ-4

યુવા જોશ-4

ટાઈટલ- ટાઈમ મેનેજમેન્ટ એન્ડ મેક-ઓવર

લેખક- મહર્ષિ દેસાઈ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સબ ટાઈટલ-

ટાઈમ મેનેજમેન્ટ આપણા વ્યક્તિત્વ વિકાસનો મિરર છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ ટાઈમ મેનેજમેન્ટ અને મેક-ઓવર જરુરી છે. આપણું જીવન બીજા લોકો માટે મિશાલ બની જાય એ માટે આપણે આપણા જીવનને વ્યવસ્થિત બનાવવું પડશે. આ માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર લાવવો પડશે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સ્ટીવ જોબ ટાઈમ મેનેજમેન્ટને મહત્વ આપે છે. તેમણે એક વાર કહ્યું હતું કે “જ્યારે તમે કોઈ સારું કામ કરવા માગતા હોય અને તેમાં બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય ત્યારે તમારે મિનિટ ટુ મિનિટ ટાઈમ મેનેજમેન્ટ ઉપર ભાર મૂકવો જ પડશે. ટાઈમની ઓનરશીપ અને રિસ્પોન્સિબિલિટી તમે પોતાના ખભા ઉપર લઈ લો.”

પર્સનાલિટી ડેવલપમેન્ટ યા વ્યક્તિત્વ વિકાસને મેન્ટલ હેલ્થ અને મેન્ટલ પોઝિટિવ એટિટ્યુડ સાથે સીધો સંબંધ છે. બે મિત્રોની વાત છે. બેઉ મિત્ર ડિગ્રી કોર્સ કર્યા બાદ કેમ્પસ ઈન્ટરવ્યુથી જુદી જુદી કંપનીઓમાં જોબ ઉપર લાગ્યા. થોડા વર્ષો પછી બે મિત્રો કોઈક પ્રોગ્રામમાં મળી ગયા. બેઉએ ખુબ વાતો કરી.

એક મિત્ર તેની કરિયરની શરુઆતથી પહેલી કંપનીમાં જ જોબ કરી રહ્યો હતો અને ટાઈમ ટુ ટાઈમ પ્રમોશન પણ તેને મળ્યા હતા. જયારે બીજા મિત્રએ લગભગ સાત કંપનીમાં જોબ બદલી હતી અને આઠમી કંપનીમાં જોબ કરી રહ્યો હતો. પહેલા મિત્રની સરખામણીએ તેનો કરિયર-ગ્રાફ ડાઉન-ફોલમાં પણ હતો. આમ થવાનું કારણ સાવ સીધું સાદું હતું.

પહેલો મિત્ર કોમ્પ્રોમાઈઝિંગ નેચરનો અને કો-ઓપરેટિવ પણ હતો. પોતાના કામમાં તે વધુને વધુ ટાઈમ આપીને ડેડિકેટેડ-એમ્પ્લોઈ બન્યો હતો. જ્યારે બીજો મિત્ર માત્ર અને માત્ર પ્રોફેશનલી વર્ક કરવામાં માનતો હતો. કોઈ ટાસ્ક બાકી રહી ગયું હોય તો તેને ટાઈમ-લિમિટમાં પુરી કરવાના જરુરી એફર્ટ્સ લેવામાં ક્યાંક ચુકી પણ જતો હતો.

દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેના કાર્ય સાથે જોડાયેલું હોય છે અને વ્યક્તિત્વ હંમેશા વ્યક્તિના કાર્યના મૂલ્યાંકનના આધારે જ ઘડાતું હોય છે, બનતું હોય યા બગડતું હોય છે. ટાઈમ મેનેજમેન્ટ અને મેક-ઓવર થકી આપણે વધુ બહેતર રિઝલ્ટ કેવી રીતે મેળવી શકીએ, એની પણ વાત કરીએ. ખરેખર તો દરેક વ્યક્તિ એમ કહેતા આપણને સાંભળવા મળે છે કે “યાર, શું કરું? ટાઈમ જ નથી મળતો.” વાસ્તવમાં તો બધા પાસે 24 કલાકનો જ એક દિવસ હોય છે. બધા પાસે સરખો ટાઈમ જ હોય છે. તો પછી આવું કેમ બને છે? એનો જવાબ છે, ટાઈમ મેનેજમેન્ટ.

ટાઈમ મેનેજમેન્ટ આપણા વ્યક્તિત્વ વિકાસનો મિરર છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ ટાઈમ મેનેજમેન્ટ અને મેક-ઓવર જરુરી છે. આપણું જીવન બીજા લોકો માટે મિશાલ બની જાય એ માટે આપણે આપણા જીવનને વ્યવસ્થિત બનાવવું પડશે. આ માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર લાવવો પડશે.

નેટ સર્ફિંગ કરવાથી કે સોશિયલ મીડિયા માટે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાથી મેક-ઓવર થશે નહીં. આ માટે લાઈફ સ્ટાઈલમાં ચેન્જ લાવવાની સાથે આપણી ક્રિયેટિવિટી વધારવા માટે પણ પ્રયાસ કરી શકાય. તમને એક વાતનો અનુભવ છે કે જ્યારે તમે કોઈ કાર્ય જાતે શરુ કરો છો, ત્યારે એ કાર્યમાં તમે વધુ રસ લો છો અને વધુ ટાઈમ પણ આપો છો. પરંતુ જ્યારે કોઈ કામ બીજી વ્યક્તિએ શરુ કર્યું હોય અને તમારે સપોર્ટ કરવાનો હોય ત્યારે તમને પહેલા જેટલો ઉત્સાહ કે ઉમંગ કે સમય પણ રહેતો નથી.

જ્યારે તમે કોઈ ટાસ્ક સારી રીતે કરવા માગતા હોય ત્યારે એવા ટાસ્કની જવાબદારી પોતે જ ઉપાડી લેવી જોઈએ. પોતે શરુ કરેલા પ્રોજેક્ટ ઉપર આપણે વધારે રસ લઈને ધ્યાનફગ આપતા હોઈએ છીએ. કેટલાક કામ એવા પણ હોઈ શકે છે કે જેમાં તમને રસ ન પડે. આવા ઓછા રસપ્રદ કામ તમારે બીજા સાથીઓને હેન્ડ-ઓવર કરી દેવા જોઈએ.

જે કામમાં તમને રસ ન હોય અથવા તમે કરવા જ માગતા નથી, તેવા ટાસ્ક બીજાને સોંપી દેવાથી તમારો ટાઈમ બચી જાય છે. આ બચી ગયેલા ટાઈમમાં તમે તમારા ટાસ્ક ઉપર પુરું ધ્યાન આપી શકો છો. જ્યારે અન્ય સાથીઓને ટાસ્ક ટ્રાન્સફર કરવાથી તે સાથીઓને પણ સ્વતંત્રતાપૂર્વક કામ કરીને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ પુરવાર કરી બતાવવાની પણ તક મળે છે.

વ્યક્તિત્વ વિકાસ માટે ક્રિયેટિવ માઈન્ડ જરુરી છે. તમને રોજ નવા નવા વિચારો આવે અને એવા આઈડિયાઝમાંથી કોઈ આઈડિયા પ્રેકટિકલી અમલમાં પણ મૂકી શકો છો. તમે તમારી આસપાસ એવું જ ક્રિયેટિવ વાતાવરણ બનાવી શકો. પર્સનાલિટી ડેવલપમેન્ટ તમે પોતાનાથી જ શરુ કરી શકો.

ક્રિયેટિવ બનવા માટે મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ પણ મહત્વનું છે. આપણે ઘણી વાર વર્ક-લોડના કારણે પોતાની જાત ઉપર, શરીર ઉપર વધુ ધ્યાન જ આપતા નથી. શરીરનો દુઃખાવો, કળતર કે મેન્ટલ સ્ટ્રેસ ઉપર ધ્યાન ન આપવાનું પરિણામ આપણે જ ભોગવવાનું આવે છે. 24 કલાકમાં એવરેજ 8 કલાક ઊંઘ અને પૂરતો આરામ મળવો જ જોઈએ. આમ થાય તો જ આપણને ક્રિયેટિવ આઈડિયા આવશે.

હેલ્થ માટે પૂરતા આરામની સાથે સાથે હેલ્થી એન્ડ બેલેન્સ્ડ ફૂડ પણ જરુરી છે. આપણે આપણી જાતને પણ પૂરતા રિફ્લેક્ટ થવાનો અને વ્યક્ત થવાનો તથા વિચારવાનો સમય આપવો જોઈએ. માઈન્ડ એન્ડ સાઉલની કસરત માટે યોગ અને પ્રાણાયમ તથા બીજી ફિઝિકલ એક્સરસાઈઝ પણ કરવી જોઈએ.

સ્ટ્રેસ ઓછો કરવા માટે માઈન્ડફૂલ કોર્સ અને બ્રિથિંગ એક્સરસાઈઝ પણ કરવી જોઈએ. કદીય નિષ્ફળતાનો વિચાર કરવો જોઈએ નહીં. હંમેશા પોઝિટિવ મેન્ટલ એટિટ્યુડ જ વ્યક્તિને વિજય અપાવે છે. જો તમે પોઝિટિવ નેચરના હોવ તો તમને બીજા કરતા સ્ટ્રેસ ઓછો લાગે છે. સ્ટ્રેસ-ફ્રી લાઈફ હોય અને લાઈફ-સ્ટાઈલ પરફેક્ટ હોય તો લાઈફમાં ક્રિયેટિવિટી આપોઆપ આવવા લાગે છે.

જ્યારે તમારી પાસે એકથી વધુ ટાસ્ક અથવા એકથી વધારે પ્રોજેક્ટ હાથ ઉપર આવી જતા હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તમારા ઉપર એક પ્રકારે કામનો દબાવ, વર્ક-પ્રેશર આવી જાય છે. આવી સ્થિતિ અને સંજોગો ટાળવા માટેનો બેસ્ટ ઓપ્શન એ જ છે કે તમારે હાથ ઉપર રહેલા પ્રોજેક્ટ યા ટાસ્ક પૂરા કરવા ઉપર ધ્યાન આપવાની જરુર છે.

કોઈ પણ વિપરીત સંજોગોમાં તમારે નવા પ્રોજેક્ટ યા નવા પ્રસ્તાવને સ્વીકારી લેવાના બદલે ના પાડવાની કળા શીખી લેવી જોઈએ. કેમ કે એક સાથે એકથી વધુ ટાસ્ક જો સમય નહીં આપી શકવાના કારણે બગડવાના હોય તો એનાથી તમારી ઈમેજ અને પર્સનાલિટીને પણ નેગેટિવ કલર ચઢી જશે. આપણે દર વખતે આપણી વર્ક-સ્ટાઈલ અને પ્રાયોરિટીઝને સમજવી જોઈએ.

વ્યક્તિની ઈમેજ અને પર્સનાલિટીનો આધાર વ્યક્તિના સમગ્ર મૂલ્યાંકન ઉપર નિર્ભર રહેતો હોય છે. જો વ્યક્તિની નાનકડી ભુલ પણ થઈ જાય તો તેવી ભુલ તે વ્યક્તિની ઈમેજ સાથે પણ જોડાઈ જતી હોય છે. ભુલ આખરે ભુલ હોય છે. ભુલ નાની કે મોટી નથી હોતી. જે વ્યક્તિ કામ કરે છે, તેનાથી જ ભુલ થતી હોય છે. કામનો આરંભ જ ન કર્યો હોય તેવી વ્યક્તિથી ભુલ થવાની જ નથી.

ઓફિસ વર્ક-કલ્ચરમાં મોબાઈલ યા સ્માર્ટ-ફોનનો ઉપયોગ પણ થોડી સૂઝ-બૂઝ માગી લે છે. આપણા કામને ડિસ્ટર્બ ન પહોંચે એ રીતે મોબાઈલનો યુઝ અવશ્ય થઈ શકે. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાની જુદી જુદી એપ્લિકેશન આપણો મોટા ભાગનો ટાઈમ ખાઈ જાય છે, ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે નક્કી કરવાનું કામ પણ આપણું જ છે.

ઓફિસ અવર્સમાં પણ આપણે આપણા ટાઈમ ટેબલને ચુસ્ત રીતે ફોલો કરવું જ જોઈએ. કમ્પ્યુટર ઉપર સતત અને એકધારા વર્ક કરવાનું આવે ત્યારે આંખોને થોડી થોડી વારે ચોખ્ખા પાણીથી ઘોવાની સાથે સાથે આંખોને બંધ રાખીને પણ થોડો વિરામ આપવો જોઈએ. નિયમિત બ્રેક લેવો જોઈએ અને સમયસર ખોરાક પણ લેતા રહેવું જોઈએ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સમાપ્ત