Youth-8 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Youth-8

યુવા જોશ-8

ટાઈટલ- કોર્પોરેટ લીડરશીપઃ સકસેસ થ્રૂ ટાસ્ટ મેનેજમેન્ટ

લેખક- મહર્ષિ દેસાઈ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સબ ટાઈટલ અથવા સિનોપ્સિસ્ અથવા લેખનો સારાંશ

સમયના અભાવને લીધે જો તમે કોઈ નવું કામ શરુ કરવા માગતા હોવા છતા ન કરી શકતા હો તો એ તમારા માટે નબળાઈ ગણાવવી જોઈએ. દરેક કાર્ય યા ટાસ્ક માટે પ્લાનિંગ અનિવાર્ય છે. પ્લાનિંગ કર્યા પછી એ દિશામાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો કામે લગાડવા પડે છે. કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી. આપણી તૈયારીઓ અથવા આપણા પ્રયાસો નાના કે મોટા હોઈ શકે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ફ્રાન્સના પ્રસિદ્ધ લેખક, ચિંતક, ગણિતશાસ્ત્રી અને શોધક બ્લાસી પાસ્કલ (1632-1662)એ કહ્યું છે કે “તમારી જિંદગીમાં મુશ્કેલીઓ આવે તે જરુરી છે, તો જ તમને ખબર પડશે કે સંઘર્ષ કરીને માર્ગ કેવી રીતે બનાવવામાં આવે છે. જ્યાં સુધી તમે પડકારોને ઉપાડી લઈને આગળ વધતા નહીં શીખો ત્યાં સુધી તમે જ્યાં હશો, ત્યાં જ રહી જવા પામશો.”

દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા માગતી હોય છે. કોઈને પાછળ રહી જવાનું ગમતું નથી. તમે જોઈ શકો કે જ્યાં પબ્લિક પ્લેસ હોય છે, અને જ્યાં લાઈનમાં ઉભા રહીને એક પછી એક ક્રમમાં આગળ વધતા જવાનું હોય છે, ત્યાં ક્યૂમાં ઉભેલી દરેક વ્યક્તિને પોતાના કરતા આગળ ઉભેલી વ્યક્તિની ઈર્ષા આવશે અને પોતે પણ જલદી આગળ વધી જાય એમ મનોમન ઈચ્છશે. માનવ સ્વભાવની આ એક સ્વાભાવિકતા છે. આ વાતથી કોઈ ઈનકાર કરી શકે નહીં.

સવાલ માત્ર એટલો જ છે કે આપણે કોઈને ધક્કો મારીને આગળ વધીએ નહીં. આપણે આપણી એબિલિટી એન્ડ ક્વોલિટીના મેઝરમેન્ટના આધારે જ દરેક લાઈનમાં આગળ વધીએ, એ જ આપણો આત્મસંતોષ યા જોબ સેટિસ્ફેક્શન હોઈ શકે. કોઈની લીટી નાની કરીને કે કોઈની લીટી ભૂંસી કાઢીને આપણી લીટી મોટી બતાવવાના પ્રયત્નો કરવાના બદલે આપણે આપણી લીટી જો નાની હોય તો એને મોટી બનાવવા માટે આપણા તમામ એફર્ટ્સ કામે લગાડી દેવા જોઈએ. આ પોઝિટીવ મેન્ટલ એટિટ્યૂડ વિશે આપણે જાણીએ છીએ, એ કરતા એને અપનાવતા થઈએ, એ મહત્વનું છે.

બ્લાસી પાસ્કલના કહેવા પ્રમાણે મુશ્કેલીઓ, મુસીબતો, અવરોધો, પડકારો તો આપણી જિંદગીમાં જ નહીં, દરેકની જિંદગીમાં આવતા જ હોય છે. દરેક વ્યક્તિઓ જો પડકારોથી મ્હોં છુપાવીને બેસી જવાનું પસંદ કરે તો ચાલશે નહીં. પડકારોનો સામનો પણ હિંમતપૂર્વક કરીએ. દરેક મુસીબતોનો હલ લાવીએ. દરેક અડચણોમાંથી, અવરોધોમાંથી આપણે માર્ગ બનાવતા જઈએ અને આગળ વધતા જઈએ.

જ્યારે આપણે વિચારીએ છીએ કે અમુક કામ કરવું છે, પરંતુ એ માટે ટાઈમ મળતો નથી. તો આ બીમારી યા વાઈરસ દરેક વ્યક્તિને જીવનમાં એક વાર તો આવે જ છે. એક વાત યાદ રાખવા જેવી છે કે દરેક વ્યક્તિને જીવનમાં દિવસના 24 કલાક જ ખર્ચવા મળતા હોય છે. કોઈને 20 કલાક કે કોઈને 25 કલાક એક દિવસમાં મળી શકે નહીં. મહત્વનું એ છે કે તમને મળેલા 24માંથી કેટલા કલાકો કામના અથવા સાર્થક યા સફળ રહ્યા? આપણે મળેલા સમયનો સદુપયોગ કેવી રીતે કરીએ છીએ, એના ઉપરથી આપણા સફળ ભવિષ્યનો પાયો રચાતો-ઘડાતો હોય છે.

સમયના અભાવને લીધે જો તમે કોઈ નવું કામ શરુ કરવા માગતા હોવા છતા ન કરી શકતા હો તો એ તમારા માટે નબળાઈ ગણાવવી જોઈએ. દરેક કાર્ય યા ટાસ્ક માટે પ્લાનિંગ અનિવાર્ય છે. પ્લાનિંગ કર્યા પછી એ દિશામાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો કામે લગાડવા પડે છે. કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી. આપણી તૈયારીઓ અથવા આપણા પ્રયાસો નાના કે મોટા હોઈ શકે છે. એક વાર અડગ મનથી નિર્ધાર કરી લીધો કે આ કાર્ય કરવું જ છે, તો તમને સકસેસ રિઝલ્ટ અવશ્ય મળે જ છે.

સામાન્ય રીતે કોર્પોરેટ કલ્ચરમાં કામ કરનારાઓ માટે એમ કહેવાતું રહે છે કે “ડોન્ટ ટેક ઈટ પર્સનલી...” પરંતુ તમારે એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ કાર્ય યા ટાસ્ક ત્યારે જ સફળ થતું હોય છે, જ્યારે એમાં વ્યક્તિગત રસ લઈને ધ્યાન આપ્યું હોય છે. દરેક સફળ લીડર અથવા સફળ બોસની એ જ તો વિશેષતા હોય છે કે તેઓ દરેક ટાસ્કને પર્સનલી હેન્ડલ કરતા હોય છે. જો કોઈ પણ લીડર યા બોસ વ્યક્તિગત ધ્યાન ન જ આપે તો તેમના કામમાં કોઈ બરકત આવતી નથી.

સફળતાની આ પૂર્વશરત છે કે દરેક કાર્યને વ્યક્તિગત ધ્યાન દઈને સફળતાપૂર્વક આગળ વધારતા રહો. જ્યારે તમે એમ ઈચ્છો છો કે લોકો તમારી દરેક બાબતની નોંધ લે અથવા તમારા દરેક કાર્યનું લોકો ધ્યાન રાખે, ત્યારે તમારે પણ એ વિશે સજાગ થવાની જરુર પડે છે. લોકો તમારા વિશે સારું બોલે એમ જો તમે ઈચ્છતા હશો તો તમે ક્યારેય સફળ જ નહીં થઈ શકો. કેમ કે આ રસ્તો તો ખુશામતખોરીનો છે અને ખુશામતથી સફળતા ક્યારેય મળતી નથી.

હંમેશા નાની યા સામાન્ય વિચારધારા રાખનારા લોકો બીજાની મોટી બાબતોની ચિંતા અને ચર્ચા કરતા હોય છે. પરંતુ મોટી અથવા વ્યાપક વિચારધારા રાખનારા બ્રોડ-માઈન્ડેડ લોકો સાવ સામાન્ય અને સાધારણ જણાતી નાની નાની બાબતોની પણ ચિંતા કરીને આગળ વધતા હોય છે. સામાન્ય માણસ અને અસામાન્ય માણસ વચ્ચે આટલો બેઝિક ડિફરન્સ જોવા મળતો હોય છે. ઘણી વાર નાની નાની બાબતો માટે માણસ સંવેદનશીલ બની જતો હોય છે, પરંતુ મોટી અથવા મહત્વની બાબતો કરવા પ્રત્યે માણસ અજાણપણે પણ ઉદાસીન બની જતો જોવા મળે છે. આવી સ્થિતિ હંમેશા નિવારવી જોઈએ.

કોઈ પણ કાર્ય યા ટાસ્ક તમે એકલા કરી શકો નહીં. અર્થાત્ મોટા કાર્યોમાં સફળતા એકાકી હોતી નથી. મોટા કાર્યોમાં ટીમ વર્ક જ સફળતાને આભારી હોય છે. એનો સીધો અર્થ એટલો જ થયો કે લીડરશીપ યા બોસશીપમાં વધુને વધુ લોકો અન્ડર ધ વન રુફ જોડાય. જ્યારે વાત ટીમ-વર્કની આવે ત્યારે સફળતા હંમેશા નજીક અને હાથવેંતમાં હોય છે.

સફળતાનો યશ કોઈ એક વ્યક્તિ લઈ જવાને બદલે હંમેશા ટીમ-વર્કને આપે છે. આ જ તો સફળ વ્યક્તિ અથવા લીડર યા બોસની ખરી ઓળખ છે કે તે પોતાને મળેલી સફળતાનો તાજ એકલા પોતાના શિરે લગાવીને ફરતા નથી. આમ કરવાથી નાનામાં નાની વ્યક્તિને પણ પોતાનું મહત્વ અનુભવાય છે અને તે ટીમ બમણા ઉત્સાહથી બીજા કાર્ય-ટાસ્ક માટે કામે લાગી જાય છે.

સફળતા માટે કોઈ કોઈ વાર આપણી આસપાસ રહેલા લોકોની સલાહ પણ બેસ્ટ મેડિસીનનું કામ કરી જતી હોય છે. ફંડા એ છે કે કોઈ પણ સલાહને નકારશો નહીં, સલાહ સાંભળવી પરંતુ અવગણવી નહીં. ફેસબૂકના સી.ઓ.ઓ. શેરિલ શેન્ડબર્ગનું કહેવું છે કે જ્યારે તેમને ગુગલ કંપનીમાં જનરલ મેનેજર તરીકેની ઓફર આવી ત્યારે તેમણે પોતાના ફ્રેન્ડની એડવાઈઝ માની હતી. તેમના મિત્રએ કહ્યું હતું કે દરેક સારી તકનો આપણા વિકાસ માટે ઉપયોગ કરવો જ જોઈએ.

ગુગલ કંપનીના વી.પી. મેરિસા મેયરે પણ એક વાર સલાહ વિશે કહ્યું હતું કે પોતે જ્યારે કોઈ જરુરી ચીજવસ્તુના શોપિંગ માટે જાય છે, ત્યારે ખુબ કન્ફ્યુઝ થઈ જાય છે. આ માટે તેમના ફ્રેન્ડે આપેલી સલાહ તેઓ અનુસરે છે. તેમના ફ્રેન્ડે કહેલું કે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન્સ્ તમારી નજર સામે હોય જ છે. તમારે બેસ્ટ-વન ચોઈસ કરી લેવામાં ટાઈમ બગાડવો જોઈએ નહીં.

હમણા હમણા કોર્પોરેટ કલ્ચરમાં આપણને “વર્ક-આઉટ” અને “હેંગ-આઉટ” શબ્દ ખુબ સાંભળવા મળે છે. કામકાજથી થાકીને તમે જ્યારે થોડો બ્યુટીફૂલ બ્રેક લો છો, ત્યારે એ બ્રેક-ટાઈમ કેવી રીતે અને ક્યાં પસાર કરવો એ પણ કરિઅર માટે અગત્યનું છે. કામના બોજા હેઠળ દબાઈ ગયેલી જિંદગીને થોડા થોડા સમયના અંતરે સ્ટે, વિરામ, વેકેશન આપવું જ જોઈએ. ગમતી પ્રવૃત્તિઓ અથવા સ્પોર્ટ્સ, રીડિંગ, આઉટિંગ, લોંગ-ડ્રાઈવ, ટુર-પિકનિક વગેરે ઓપ્શન્સ્ પણ અજમાવવા જોઈએ. આમ કરવાથી પર્સનાલિટી વધુ એનર્જેટિક બની રહે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++