યુવા જોશ-5 Maharshi Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

યુવા જોશ-5

યુવા જોશ-5

ટાઈટલ- લર્નિંગ પ્રોસેસ એટલે સકસેસ ફંડા

લેખક- મહર્ષિ દેસાઈ

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

સબ ટાઈટલ-

લર્નિંગ પ્રોસેસ એટલે જ સકસેસ ફંડા. આપણામાં શીખવાની તૈયારી અને પેશન હોય તો સફળતા આપણા કદમ ચૂમવાની છે એ વાત નક્કી છે. ધીરજ, મહેનત અને લગન હોય તો સફળતાનો રસ્તો કોઈ રોકી શકતું નથી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

દુનિયાના સૌથી વધુ ધનિક અને સૌથી મોટા દાનવીર વોરન બફેટનું કહેવું છે કે “તમારામાં સતત અને કંઈકને કંઈક નવું શીખતા, સમજતા રહેવાની ધીરજ અને તૈયારી હશે તો માની લો કે સફળતા તમારા હાથમાં જ છે.”

આજે આપણે લર્નિંગ પ્રોસેસની વાત કરીએ. લર્નિંગ પ્રોસેસ એટલે જ સકસેસ ફંડા. આપણામાં શીખવાની તૈયારી અને પેશન હોય તો સફળતા આપણા કદમ ચૂમવાની છે એ વાત નક્કી છે. ધીરજ, મહેનત અને લગન હોય તો સફળતાનો રસ્તો કોઈ રોકી શકતું નથી.

દરેક ટાસ્ક કે દરેક બિઝનેસ યા દરેક કામ કોઈ અગાઉથી શીખીને આવતું નથી. દરેક લોકો માટે કોઈ પણ કામ કોઈ એક વાર માટે તો પહેલીવારનું જ હોય છે. જ્ઞાનને ઉંમર, ભાષા, સ્થળ, પ્રદેશ, દેશ, જાતિ-જ્ઞાતિ કે એવી કોઈ સીમા નડતી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાની સમજ માટે ત્રણ બાબત ધ્યાનમાં લેવાની રહે છે. (1) આપણી આસપાસના સંજોગોને સમજવા, (2) કોઈ પણ કાર્ય અથવા વિષય અંગે વિચાર કરતા રહેવું, (3) પરિણામની ચિંતા કર્યા વિના ટાસ્ક અથવા વિષય ઉપર પ્રયોગાત્મક કાર્ય કરવું.

સફળતા માટે માત્ર વિચાર કરવો કે સપનાં જોવા જ પૂરતા નથી, એ માટે સફળતા અપાવનાર માર્ગ ઉપર ચાલવું પણ પડે અને કાર્ય પણ કરવું પડે. કોઈ પણ કાર્ય કરવા માટે લગની લાગવી જોઈએ. કાર્ય સફળતા માટે ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવર પણ અનિવાર્ય છે.

આપણા જીવનમાં ફક્ત સફળતા મેળવવા માટેનો ઉત્સાહ જ હોવો જોઈએ અને ચહેરા ઉપર હંમેશા ભય અને હતાશા નહીં, પરંતુ ખુશી અને આનંદ જ હોવા જોઈએ. કોઈ પણ સામાન્ય માણસ પાસેથી આપણને ગ્રેટ આઈડિયા મળી શકે છે. મતલબ કે માણસ સામાન્ય હોઈ શકે, તેના વિચારો સામાન્ય ન પણ હોય અને તેના વિચારો અસામાન્ય પણ હોય. જેનો સ્વીકાર કરવો જોઈએ.

કોઈ પણ વ્યક્તિ સામાન્ય કે અસામાન્ય હોય પણ તેના વિચારો જિનિયસ હોઈ શકે છે. મન ઉપર યા મસ્તિષ્ક ઉપર કોઈ પણ જાતનો બોજ ન રાખવો. બોજરહિત અને પ્રફુલ્લિત મન હંમેશા સારા વિચારોનું જન્મદાતા હોય છે. જીવનના દરેક તબક્કે કંઈકને કંઈક નવું શીખવાની તમારી ટેવ કાયમની આદત બની જાય તો એ સફળતાની માસ્ટર-કી બની જાય છે.

જ્યારે તમે કશુંક નવું કરવા માગો છો, તો એ માટે હંમેશા નવું શીખવાની તૈયારી રાખો. લીડરશીપનો પણ આ એક ગુણ છે કે સારા લીડર હંમેશા કંઈક નવું શીખતા રહે છે અને હંમેશા કંઈક નવું અને બીજાથી કંઈક જુદું કરતા રહે છે. જો તમે આગળ વધવા માગતા હોવ તો તમારે શીખવાની ટેવને આદત યા પેશન બનાવવી જોઈએ. તમારું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ અને સચોટ હોવું જોઈએ. ધ્યેય નક્કી કર્યા બાદ તમે એ ધ્યેયના રસ્તે આગળ વધી શકો છો.

યોગ્ય દિશામાં આગળ વધવા માટે તમારા કામકાજ, તમારા વ્યવહાર અને તમારા તમામ કામો ઉપર તમારે જ એક નજર નાખવી પડે. દરેક કાર્ય તેના નિર્ધારીત ટાઈમ ટેબલ પ્રમાણે થાય એ જરુરી છે. અહીં પણ ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું બને છે. આપણા દૈનિક કામકાજને વ્યવસ્થિત કરી શકાય અને એમાં સુધારો પણ કરી શકાય. આપણા સ્વભાવ, રુચિ, ટેવ, આદત અને કાર્યક્ષમતાના આધારે આપણા ટાસ્ક મેનેજમેન્ટની સફળતાનો આધાર રહેતો હોય છે.

મોટા ભાગે આપણી આદત યા ટેવો આપણી આસપાસના માહોલ અને આપણી આસપાસના લોકો ઉપરથી ઘડાતી હોય છે. મહત્વનું એ છે કે તમે કેવા લોકોના સંપર્કમાં રહો છો અને તમારી આસપાસ કેવા લોકો હોય છે, કે જેનાથી તમને પ્રેરણા મળે છે કે નિરાશા મળે છે, એ પણ વિચારવું જોઈએ.

ક્યારેક જીવનમાં એવા દિવસો પણ આવ્યા હોય કે આપણને કોઈક કાર્યમાં સફળતા ન પણ મળી હોય. સફળતા અને નિષ્ફળતા સાપેક્ષ બાબતો છે. સફળતા દર વખતે મળે જ એવું ન હોય. વળી દરેક કાર્યમાં નિષ્ફળતા જ મળશે એવું પણ નથી. ખરેખર તો સફળતા આપણને ભલે ટોચ ઉપર લઈ જવામાં મદદરુપ બને, પરંતુ નિષ્ફળતા જેવો કોઈ ગુરુ યા શિક્ષક હોઈ શકે નહીં. તમને મળેલી નિષ્ફળતા જ તમારા સાચા ગુરુ છે. નિષ્ફળતાથી જ માણસ કંઈક નવું શીખે છે.

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે નોકરી યા ધંધામાં કે કોઈ પણ કામ કરવામાં અનુભવ હોવો જરુરી છે પરંતુ હંમેશા એવું નથી હોતું. અનુભવ વિના પણ કોઈ ટાસ્કનો આરંભ તમે કરી શકો છો. કારણ કે કોઈ પણ ટાસ્ક તો તમારે પહેલીવાર કરવાનું આવવાનું જ છે, કે જે તમે એ પહેલા ક્યારેય કર્યું જ ન હોય. એનો અર્થ એ થયો કે દરેક કાર્યનો આરંભ કરતા પહેલા તમને દરેક બાબતનો અનુભવ હોવો જરુરી તો નથી. હા, એનો મતલબ એવો પણ નથી કે અનુભવનું કોઈ મહત્વ જ નથી.

અનુભવનું મહત્વ તો છે જ, પરંતુ અનુભવ ન હોવાનો બોજ રાખ્યા વિના પણ કોઈ પણ કાર્ય કે ટાસ્ક હિંમતપૂર્વક ઊપાડી લેવું જોઈએ અને શરુ કરવું જોઈએ. આપણે વર્જિન કંપનીનું નામ જાણીએ છીએ. વર્જિન બ્રાન્ડના મોબાઈલ પણ હવે તો ઈન્ડિયામાં લોન્ચ થયેલા છે. આ કંપની બ્રિટનની છે. કંપનીના સ્થાપક સર ચાર્લ્સ નિકોલસ બ્રેન્સનના વર્જિન ગ્રુપમાં 400 કંપનીઓ છે. શું તેમને 400 કંપનીના 400 જેટલા ટાસ્કનો ખરો અનુભવ હતો? એવા સવાલનો જવાબ તેમણે “ના”માં આપ્યો હતો.

સર ચાર્લ્સ નિકોલસે એક વાર કહ્યું હતું કે “કોઈ પણ ક્ષેત્રમાં ઓછો અનુભવ અથવા અનુભવ ન હોવાથી જરુરી નથી કે તમે તેમાં પાછળ રહી જશો અથવા નિષ્ફળ જશો. તમારી પાસે મોટા ભાગે એ વિકલ્પ હોય છે કે તમે એવા લોકોને હાયર કરી શકો જે તમારા બિઝનેસમાં તમારા કરતા વધુ જાણતા હોય. એવા લોકોના અનુભવ અને કામ, કાર્યક્ષમતાનો તમે લાભ લઈ શકો છો. જો તમે કન્ઝ્યુમર રિલેટેડ બિઝનેસમાં હોવ તો ગ્રાહકોને વધુ સારો અને બહેતર અનુભવ તમારી કંપની યા પ્રોડક્ટ આપી શકે એ જ તમારી સફળતા છે. એ માટે તમારી પાસે કોઈ પૂર્વ અનુભવ જરુરી નથી.”

આપણે ઘણી વાર જોયું છે કે યુવાનો માત્ર અને માત્ર પૈસા અને પ્રસિદ્ધિને જ જીવનનો એક માત્ર સફળતા અને ખુશીનો માપદંડ માની લેતા હોય છે. જેની પાસે વધુ પૈસા અથવા જે વ્યક્તિ પ્રસિદ્ધ હોય તે જ સફળ હોય એવું માની લેવામાં આવતું હોય છે. પરંતુ હંમેશા એવું બનતું નથી. પૈસા અને પ્રસિદ્ધિ જીવનમાં જરુરી છે એ વાતમાં બેમત ન હોઈ શકે. પરંતુ જીવનમાં ફક્ત પૈસા અને પ્રસિદ્ધિ જ જરુરી અથવા આખરી નથી. જીવનમાં ખુશી અને સુખનું પણ મહત્વ છે અને ખુશી યા હેપીનેસ પૈસાથી કે પ્રસિદ્ધિથી ખરીદી શકાતી નથી.

અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સ અને રિસર્ચર સ્ટુડન્ટ્સની ટીમે “ખુશી વર્સિસ સકસેસ” એવા અટપટા અને વિરોધાભાસી વિષય ઉપર રિસર્ચ કરીને રિપોર્ટ પબ્લિશ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જીવનમાં (1) પૈસા, (2) પ્રસિદ્ધિ, (3) પરિવાર, (4) રિલેશનશીપ, (5) ફ્રેન્ડઝ, (6) હેલ્થ, (7) જોબ અથવા બિઝનેસ જેવા મુદ્દાઓ દરેક વ્યક્તિ માટે મહત્વના છે. પરંતુ બધા જ પોઈન્ટ્સમાં સૌથી મહત્વની વાત ખુશી-સુખ-હેપીનેસ છે. તમારે ખુશીભર્યા જીવન માટે ઘણી બધી બાબતો સમજવી પડે છે. ખુશીભર્યા જીવનનો યાને કે હેપી લાઈફનો કોઈ જ ઓપ્શન નથી. ખુબ જાણીતી વાત છે કે “ખુશી આપવાથી મળે છે.” ગમતાનો કરીએ ગુલાલ. બી હેપી, સ્ટે હેપી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++