Oh ! Nayantara - 11 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 11

ઓહ નયનતારા !


પ્રકરણ – 11

ડાહ્યો-ડમરો પતિ !


મને પણ લગ્ન કરવાની ઉતવાળ હતી પણ જૂન મહિનામાં ત્રણ મહિના માટેની મારી ઇંગ્લેન્ડની કિકેટ ટુર વચ્ચે આવતી હતી. એટલે પ્રિયાએ સમજી-વિચારીને આવતા ડિસેમ્બરના મિહનામાં અમારા લગ્નની વાત ઉચ્ચારી હશે ? મને પ્રિયાની સમજદારી પ્રત્યે માન થયું. પોતાના ભાઈનો કેટલો ખ્યાલ રાખે છે ! જયારે દર રવિવારે નયનતારા ઘરે આવે છે ત્યારે અમને બન્નેને એકાંત મળે તે માટે કોઈ બહાનું તૈયાર રાખતી હતી. કયારેક વિચાર આવે છે, પ્રિયાના લગ્ન થયા પછી મારું શૂં થશે અને તેના વિના ઘર પણ સૂનું સૂનું લાગશે.પણ પ્રિયાએ સમજીને નયનતારાને અમારા ઘરની રીતભાતથી પરિચિત કરી દીધી છે અને નયનતારા પણ મેડિકલ સ્ટુડન્ટને બદલે આવનરી વહુ તરીકે વર્તે છે. નયનતારા પ્રિયા અને મમ્મીને બધાં કામમાં મદદ કરે છે. છેલ્લા બે-ત્રણ રવિવારથી અમારા ઘરની ચા પણ નયનતારા બનાવે છે. પપ્પા અને મમ્મીને ચા આપવા પણ નયનતારા પોતે જાય છે. ચાનો વિચાર આવતા જ બારણે ટકોરા પડે છે અને નયનતારા હાથમાં ચાનો કપ લઈને મારા રૂમમાં પ્રવેશ કરે છે અને ફરીથી મારી બાજુમાં બેસી જાય છે અને હસતાં હસતાં કહે છે : 'કેમ, આજે બરાબર નિંદર આવી કે નહીં ? કે મારા વિચારે ચડી ગયો હતો ?'


'
તું ફોન કરવા ના આવી, હોત તો બરાબર નિંદર માણી શકયો હોત અને તારા કારણે જ હું વિચારે ચડી ગયો હતો, પાછી હોંશિયારી મારે છે ? મારા જવાબની સાથે સાથે નયનતારાને મારા અડપલાનો ભોગ બનવું પડે છે.

'તને આવા કામમાં બહુ મજા આવે છે એટલે મને થયું કે થોડો એડવાન્સમાં ટેસ્ટ થઈ જાય તો વધુ સારું રહે, બાકી છોકરીને પ્રેમ કવી રીતે કરાય તેની મારે ટ્રેનિંગ આપવી પડશે. તું તો સાવ પોપટ જેવો છે ! તને આવું બધું થોડું આવડતું હોય ?'નયનતારાનો ટેસ્ટ લેવા ટેસથી સવાલ પૂછું છું : 'મને તો જરૂર દાળમાં કાળું નજરે પડે છે. તેં જરૂર આ પહેલા કોઈનો ટેસ્ટ લીધો હશે ?'આવી ગયોને સીધી લાઈન ઉપર ? પોની પત્ની વિશે કોઈ પણ પતિ શા માટે આટલો પઝેસિવ હોય છે તે આજે ખબર પડી ગઈ છે. મારો પહેલો અને છેલ્લો ટેસ્ટ એકમાત્ર તું જ છે, સમજી ગયો મારા મીઠું !' મારા પગથી પગટ કરાવતા કહે છે.ચા પીતા પીતા વાતો કરું છું એટલે નયનતારા ફરી બોલે છે : 'જલદી ચા ખતમ કર અને મને જોઈને તારા લટુડાપટુડા બંધ કર અને મારે નીચે જઈને મમ્મી-પપ્પા સાથે વાત કરવાની છે.'


'
તને કયાં મારી પડી છે ? તને તો તારા સાસુ-સસરા અને નણંદ સિવાય કોઈ નજરે ચડતું નથી.'ચાનો કપ નયનતારાને હાથમાં આપું છું અને મારા પલંગ પરથી ઊભો થઈ અને સ્નાનની તૈયારી કરું છું. નયનતારા ચાનો કપ ટેબલ પર રાખી અને મારો તકિયો અને ચાદર વ્યવસ્થિત રાખી બેડસીટ સરખી કરે છે. આ કાર્ય જોઈને રોમાંચ અનુભવું છું. રોમાંચને રોમાન્સમાં ફેરવવા નયનતારાને પાછળથી બાહુમાં ભીંસી નાખું છું.


'
શરમ નથી આવતી, કોઈ જોઈ જશેતો ? પારકી છોકરીઓને આવી રીતે પરેશાન ન કરાય.' હાંફતી હાંફતી નયનતારા મારી પકડમાંથી છૂટે છે.'બહુ હોશયારી કરી તો આવી રીતે જ પથારીમાં જ ગૂંગળાવીને મારી નાખીશ, ચાલ...આજે તને માફ કરું છું, મારે નહાવા જવું છે'.


મારી સામે નખરા કરતી કરતી નયનતારા નીચે જાય છે અને હું બાથરૂમમાં નહાવા માટે ગયો.રવિવારની પૂરતી તૈયારી કરીને હું નીચે ઊતરું છું. ડ્રોઈંગરૂમમાં મમ્મી અને પપ્પા અખબારો વાંચતાં હતાં. પ્રિયા અને નયનતારા હાથમાં ચોપડી લઈને બેઠી હતી. મારા નીચે ઉતરવાના અવાજને કારણે બધાની નજર મારા પર પડે છે. પ્રિયાનું મારી સામે રહસ્યમય રીતે હસવાનું મને સમજમાં ન આવ્યું એટલે ઘરની બહાલ રવાના થયો. પાછળ નજર નાખી તો સોફા પર બેઠેલી નયનતારા પોતાના મોં પર બે આંગળી રાખી ધૂમ્રપાનનો ઈશારો કરતી હતી અને આંખો ચૂંચી કરી અને હસતી હતી, કારણ કે તેને ખબર હતી કે પાનની સાથે સિગારેટ પીવાની મને આદત છે.પાનની દુકાન પાસે પાન અને સિગારેટને ન્યાય આપવા પહોંચી અને ત્યાં ઊભો રહું છું. સામેથી નયનતારાની ત્રણ ફ્રેન્ડસ મારી તરફ આવતા દેખાય છે.મારી નજીક આવીને બધી ફ્રેન્ડસ એકીસાથે મને કહે છે :'તમે નયનતારા પર શું જાદુ કર્યો છે કે જયારે હોય ત્યારે તમારા ઘરની અને તમારી જ વાતો કરે છે ?'એક ફ્રેન્ડ કહે છે : 'પહેલાં તો અમો દર રવિવારે આખો દિવસ સાથે વિતાવતા હતા, ફિલ્મો જોવા જતાં, રેસ્ટોરામાં જતાં હતા પણ છેલ્લા ત્રણ-ચાર રવિવારથી તમારા ઘરે એટલે કે નયનતારાના શબ્દોમાં 'સાસરિયા'માં વીતાવે છે'બીજી એક ફ્રેન્ડ કહે છે : ' તમે બન્ને જલદી લગ્ન કરી નાખો એટલે નાખો એટલે આ ગાંડીનો છુટકારો થઈ જાય. નહીંતર સ્ટડીમાંથી તેનું ધ્યાન ખોવાઈ જશે.'ત્રીજી એક ફ્રેન્ડ કહે છે : 'એવું તો કંઈ નથી પણ સ્ટડીમાં ધ્યાન બરાબર આપે છે. નયનતારા તમારા પ્રત્યે જરા વધારે ખેંચાઈ ગઈ છે. દિવસમાં ત્રણચાર વખત તમારો ઉલ્લેખ ન કરે તો તેનું જમવાનું હજમ થતું નથી.'

ફરી એક ફ્રેન્ડ બોલે છે : 'લગ્ન થયા પછી પણ થોડો છુટકારો થવાનો છે ! નયનતારાને હજુ એમ.એસ. બનવા માટે ત્રણ વર્ષ રાહ જોવી પડશે.'એક ફ્રેન્ડ ફરીથી મને પૂછે છે : 'લગ્ન પછી આગળ સ્ટડી માટે તેને રજા આપેશો ?' હું પણ ગંભીર થઈને જવાબ આપું છું : 'અમારા ફેમિલીને કશો વાંધો નથી. અમોને કંઈ ફરક પડતો નથી. નયનતારા પોતાની રીતે પૂરેપૂરી આઝાદ છે.'એક ફ્રેન્ડ ફરીથી કહે છે : 'તો નયનતારા જેવી બ્રિલીયન્ટ સ્ટુડન્ટને કશો વાંધો નહીં આવે. બાકી મોટા માણસોની પત્નીને આગળ વધવાનો ચાન્સ ભાગ્યે જ મળે છે.'નયનતારાના સખીવૃંદ સાથે વાતો ખતમ કરી ઘર તરફ રવાના થયો. રસ્તામાં નનામી સામે મળે છે એટલે બુલેટને રોકી દુનિયામાંથી વિદાય લેનારને આખરી સલામી આપૂં છું. જામનગરની વાત જ નિરાળી છે. મોતને પણ સજાવ્યું છે


કવિ ન્હાનાલાલના શબ્દોમાં જ જોઈએ : 'આ નગર અને તેના રસિકજનોની વાત માત્ર ઘાયલ કરનારી છે તો પછી પ્રત્યક્ષ અનુભવનું પૂછવું જ શું ? કોઈપણ નગર આવું લિજ્જતદાર નહીં હોય, કોઈ નગરનાં નર-નારી આવા રંગીલા નહિ હોય ! જામનગરી રસિકડા કેવા કે તેને મૃત્યુને પણ રસપ્રદ બનાવ્યું છે ! સોળે કળાએ સજાવ્યું છે ! ભારતમાં કે કદાચ વિશ્વમાં આવું સૌંદર્યધામ સ્મશાન નહિ હોય ! જામનગરીએ રસમા આડો આંક વાળ્યો છે !'મોલાના મહેરબાન અલી 'મસ્ત'ના શબ્દો જોઈએ :બાદાએ જોશે મુગાનસ્ત દરીં જામનગર,

હસ્તી-એ-શોરો ફુગાંનસ્ત દરીં જામનગર

(ઈશ્વરીય પ્રેમની મદિરાનો નશો અને એના અસ્તિત્વનો ધમધમાટ આ જામનગરમાં છે.)

સુરતે-હુસ્નો-મલાહત વ અદએં દિલકશ,
ગુલરૂખો ગુંચા દહાવસ્ત દરીં જામનગર
(
આ જામનગર શહેરના ચહેરાનું સૌંદર્ય અને રૂપ, મનોહર અંગ મરોડ, ગુલાબ શાં મુખ અને કળી જેવા હોઠ છે. )


બેકમો-કેફો-અજબ-મયો અસલો શીરો ખમર
મોજઝન બહરેં રવા નસ્ત દરીં જામનગર

( મધુ,પય અને મય ના ઉતરે નહિ તેવા અજબ કેફનો ઉછળતો સાગર જામનગરમાં છે. )

ન કહતો ગુંચા સમન સુંબલો રેહાનો રહિક,
બાગે બે ખૌફે ખિજાનસ્ત દરીં જામનગર.

( આ જામનગર શહેર પુષ્પકળી, ચમેલી અને કસુંબલનાં ફૂલ તથા ઉમદા શરાબથી મઘમઘતી સૌરભનો બાગ છે કે જેને પાનખરના આગમનનો ભય નથી.)


ઘરની અંદર પ્રવેશ કરતા વાતિવરણ થોડું ગંભીર જણાતું હતું. મમ્મી,પપ્પા, પ્રિયા અને નયનતારા વચ્ચે કોઈ ગંભીર બાબતની ચર્ચા થઈ હશે તેવું મને લાગ્યું. એટલે મમ્મી બોલ્યા :'અહીં આવ અને અમારી પાસે શાંતિથી બેસીજા, તારી સાથે અમારે વાત કરવી છે. આ નયનતારા સાચું બોલે છે ?'' શું બોલી નયનતારા ?'


'
નયનતારા અને તું લગ્ન કરવા માંગો છો ? તમે બન્નેએ કોઈને પૂછયા વગર તમારી મેળે નક્કી કરી લીધું છે ?' પપ્પા બોલ્યા.


'
હા ! અમે લગ્ન કરવા માગીએ છીએ.' મેં કહ્યું.'તને ખબર છે કે નયનતારાને એમ.એસ. બનવા માટે હજુ ત્રણ વષઁનો કોર્ષ બાકી છે અને તેના પછી ઇન્ટરશીપનાં બે વર્ષ હોય છે. આ બધી ખબર છે ?' પપ્પાએ કહ્યું.


'
હા ! મને બધી જાણકારી છે.' મેં કહ્યું.


'
લગ્ન કર્યા પછી નયનતારા આપણા ઘરની અને તેના ભણતરની બન્ને જવાબદારી એકીસાથે નિભાવી શકશે ?' મમ્મીએ કહ્યું.


'
પપ્પા ! નયનતારા તેની જવાબદારી સારી રીતે નિભાવશે.' પ્રિયા બોલી.


'પ્રિયા ! તારે વચ્ચે નથી બોલવાનું, શાંતિથી અમારી વાત સાંભળવાની છે '. પપ્પાએ કહ્યું.


'
તમને લોકોને લગ્ન પછી નયનતારા આગળની અભ્યાસ કરે તેમાં પ્રોબ્લેમ છે ?' મેં કહ્યું.પપ્પા અને મમ્મી બન્ને એકીસાથે બોલ્યા : 'એ નહીં બને ! કોઈ એક વાત નક્કી કરવાની છે. કુટુંબની જવાબદારી કે આગળ અભ્યાસ કરવો એ નયનતારાએ નક્કી કરવાનું છે.'બીજી વાત ! હજુ નયનતારાના મમ્મી અને ડેડીને આ વાતની ખબર પણ નથી અને તમે આટલા ટૂંક સમયમાં લગ્ન કરવાની વાત સુધી આવી ગયાં ? અમારી સમજ બહારની વાત છે'. પપ્પા બોલ્યા.હજુ પણ સમય છે તમારા બન્ને પાસે, તમારા બન્નેનાં ભણતર વચ્ચે મોટો તફાવત છે. ડૉકટર કે સર્જન બન્યા પછી અત્યારે તમારા બન્નેની વચ્ચે જે મનમેળ છે તેવો તાયારે મનમેળ રહેશે કે નહીં તે તો સમય આવ્યે ખબર પડી જશે.''કદાચ મનમેળ હોય તો મતભેદ વધી જવાની શકયતા છે.' પપ્પાએ કહ્યું. મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી હતી. પ્રિયા અને નયનતારા બન્ને નીચું જોઈને ઉદાસ ચહેરો છુપાવતા હતા.મને વિચાર આવ્યો કે અત્યાર સુધી તો મમ્મી અને પપ્પા બન્ને ખુશ નજરે પડતા હતા. જયારે હું અને નયનતારા સાથે બહાર જતાં હોય ત્યારે અમારી બન્ને વચ્ચૈ કયારેક શાબ્દિક ટપાટપી થતી હોય ત્યારે, અને આજે અચાનક મમ્મી અને પપ્પાને શું થયું તે મને સમજમાં આવ્યું નહીં !


'
હજુ તમે બન્ને એકવીસ વર્ષનાં થયાં છો અને આ ઉંમર લગ્ન માટે યોગ્ય કહેવાય કે નહીં તે તમારે વિચારવું જરૂરી છે.' પપ્પા સલાહ આપતા હોય તેમ બોલતા હતા.


'
હું અને નયનતારા આવતા વર્ષ દિવાળી પછી લગ્ન કરવાના છીએ અને નયનતારાના પેરન્ટ્સને સમજાવવાની જવાબદારી મમ્મી અને પપ્પાની છે અને આ વાતમાં કશો ફેરફાર નહીં થાય'. મેં જરા ગુસ્સે થઈને મમ્મી અને પપ્પાને કહ્યું.વાતાવરણમાં સન્નાટો વયાપી જાય છે. મમ્મી,પપ્પા, પ્રિયા અને નયનતારા મારા બદલાયેલા રૂપને અચંબિત થઈને હતપ્રભ બની જોઈ રહ્રાં.


'
કદાચ અમો નયનતારાના ડેડી ધોળકિયા સાહેબને સમજાવી શકીએ અને કદાચ ધોળકિયાસોહબ નહીં માને તો તમે બન્ને શું કરશો ?' પપ્પા મારી સામે આંખનો પલકારો માર્યા વિના બોલી ગયા.


'
હું તમારો દીકરો છું એટલે કદી ભાગીને લગ્ન નહીં કરું અને જયાં સુધી તમે અને મમ્મી અને નયનતારાનાં મમ્મી-ડેડી રાજી નહીં થાય ત્યાં સુધી અમે બન્ને રાહ જોઈશું' ગરદન ટટ્ટાર રાખી અને નયનતારાની સામે જોઈને ખુમારીથી બોલી ગયો ત્યારે નયનતારા વિસ્ફારિત નયને મારી તરફ બાઘાની જેમ જોતી જ રહી ગઈ.


'
આ તારો અને નયનતારાનો છેલ્લો નિર્ણય છે ? અને નયનતારા ! તું શું કહેવા માગે છે ?' મમ્મી જરા ઊંચા અવાજમાં બોલ્યાં.'હા...આ અમારા બન્નેનો લાસ્ટ ફાયનલ વર્ડ્સછે'. નયનતારા અભિમાનથી બોલી ગઈ અને મારી સામે જોવા લાગી. કદાચ મારા જવાબની રાહ જોવાની ધીરજ તેનામાં નહોતી.હું નયનતારાની બાજુમાં જઈને તેની અડોઅડ બેસી ગયો અને તેનો હાથ મારા હાથમાં લઈને બોલ્યો, 'મારા વતી જવાબ નયનતારાએ આપી દીધો છે અને તે જ મારો ફાઈનલ જવાબ છે'.

હું ગુસ્સે થઈને ઉપર મારા રૂમમાં ઝપાટાબંધ દરવાજો બંધ કરી અંદર ગયો. પથારીમાં એક નિર્જીવ જીવ પડયો હોય તેમ ખામોશ બની ગયો. જિંદગી માં સમજણ આવી ત્યાર પછી પહેલીવાર મારા ખુદની આંખોના આંસુની ગરમ ગરમ ખારાશ મારી જીભે અનુભવી હતી અને દિમાગ આંખો ખોલવાની મંજૂરી નથી આપતું. દિલ પણ આજે ધરાર ધરાર ધબકતું હતું. આજે મને મારા ખુદની દિલની ધડકન પરાયી લાગતી હતી. આજે અચાનક જિંદગીની દિરયાદિલ ધારાઓમાં જિજ્ઞાસાથી તરતો માણસ ગંધાતા પાણીના ખાબોચિયામાં બચવા માટે તરફડિયા મારતો હતો. એક ગુજરાતી વેપારીનાં સપનાંઓ મંદિરની બહાર બેસતા ભિખારીના ભિક્ષાપાત્રમાં સમાઈ ગયાં. વિધુર માણસની જિંદગી કેવી હોય તેને અંદાજ મને લગ્ન પહેલા જ આવી ગયો છતાં પણ જિંદગીમાં એક ચમકતી કોર નજરે પડતી હતી, શાયદ એ જ મારી જિંદગી હતી. ઓહ, નયનતારા... આહ, નયનતારા.


અચાનક આ જિંદગીની ચમકતી કોરનો સાક્ષાત્કાર થતો હોય તેમ મારા રૂમનો દરવાજો ખુલે છે. પ્રિયા અને મમ્મી-પપ્પા ત્રણે એકીસાથે બોલે છે : 'જલદી નીચે જા. ત્યાં આપણા કુટુંબની વહુ તારી રાહ જુએ છે.'


અચાનક ધડકનો પક્ષ બદલે છે, મારા દિલની ધડકનો નયનતારા માટે ધડકવા લાગી હતી. આંખોને મગજનો સંદેશો મળે છે અને આંખોમાં આવેલાં બિંદુઓ રોશનીની જેમ ચમકે છે. આજે આ વેપારીનું ભિક્ષાપાત્ર ફૂલોની દોલતથી ભરાય ગયું. વિધુર માણસની જિંદગીના અંદાજો બદલી મધુર જિંદગીમાં પરિવર્તિત થાય છે.હું પ્રિયાની નજીક ગયો અને ગળગળો થઈને ભેટી પડયો અને મમ્મી-પપ્પા મને અને પ્રિયાને બાથમાં લઈને અમારા બચપનનો અહેસાસ અમોને ફરીથી કરાવતાં હતાં.મારા રૂમના દરવાજાની જમણી તરફ જતાં ઉપર આવવા માટે દાદરાનું છેલ્લું પગથિયું હતું ત્યાં નયનતારા ઊભી હતી અને આ દ્દ્શ્ય જોઈને તેની આંખોમાંથી અશ્રૂબિંદુઓ તારાઓની જેમ ચમકતા હતા. જાણે તેનું નામ સાર્થક કરવા માગતા હોય તેમ'નયનમાંથી નીકળતા તારાઓ' એટલે નયનતારા...


'
આ તો ફકત નાટક હતું, બેટા ! અમોએ પહેલીવાર માં જ નયનતારાને તારા માટે પસંદ કરી હતી'. મમ્મીએ કહ્યું.'તમને બન્નેને નજીક લાવવા માટે આ પ્રિયાનું ભેજું કામ કરી ગયું હતું અને પ્રિયાએ જ નયનતારાને સમજાવી હતી'. પપ્પા બોલ્યા.'જયારે નયનતારા બીજી વાર ઘરે આવી ત્યારે કહેતી હતી કે છેલ્લા બે-ત્રણ મહિનાથી તારો ભાઈ પેલા પાનવાળાની દુકાને ઊભો રહીને રોજ સવારે મારી સામે જ સતત જોયા રાખતો. એક-બે દિવસ સુધી નયનતારાએ ખાસ ધ્યાન આપ્યું ન હતું. પણ ધીરે ધીરે નયનતારાને એ ગમવા લાગ્યું હતું'.પ્રિયા ઉછળીને અને રોમાંચિત થઈને બોલતી હતી.હું બોલ્યો : 'પછી શું થયું ?'


'
એટલે મેં મમ્મીને વાત કરી અને મમ્મીએ પપ્પાને વાત કરી પછી અમે ત્રણે નક્કી કર્યુ કે નયનતારા જેવી વહુ મળે તો બીજું શું જોઈએ ? આપણા ઘરમાં કોઈ નાતજાતનો ભેદભાવ નથી. એટલે મેં નયનતારાને નેવી ડેની વાત કરી અને કોઈ પણ રીતે તારી સાથે જવા સમજાવી હતી અને એ પણ સમજી ગઈ કારણ કે ત્રણ મહિનાની તારી મહેનતની અસર તેને પણ થઈ હતી, તેને આ વાત કબૂલ પણ કરી અને તે કહેતી હતી કે મેડિકલ સ્ટુડન્ટ હોવાને કારણે તેની બધી ફ્રેન્ડ આવા લફડામાં પડવાની મનાઈ કરતી હતી, પણ નયનતારાનું દિલ કંઈક બીજું જ વિચારતું હતું.' પ્રિયા એકીશ્વાસે જોશભેર બોલી ગઈ.'હવે સાંભળો, તમને એક વાતનો ખુલાસો કરવા માંગું છું અને વાત સાંભળવા જેવી છે.' પપ્પા પ્રિયાની વાત કાપીને બોલ્યા.


'
શું વાત છે પપ્પા ? જલદી કહો.' પ્રિયા ઉત્સુકતાથી બોલી.


'
જયારે આ નયનતારાનો જન્મ થયો એના બે મહિના પછી તારા ભાઈનો જન્મ થયો એટલે તારો ભાઈ નયનતારાથી બે મહિના નાનો છે અને નયનતારાનો જન્મ થયો ત્યારે હર્ષિદાભાભીને હૉસ્પિટલ પણ હું અને તારી મમ્મી લઈ ગયાં હતાં. મુકુન્દ ત્યારે બેન્કના કામે અમદાવાદ ગયો હતો અને મુકુન્દ નયનતારાના જન્મ પછી બીજે દિવસે અહીંયા આવ્યો હતો.' પપ્પા જૂની વાતો તાજી કરતા બોલતા હતા.' પછી શું થયું પપ્પા ?' પ્રિયા જિજ્ઞાસાવશ બોલી.' નયનતારાના જન્મ પછી ચાર વર્ષ સુધી મુકુન્દ અહીંની બેન્કમાં હતો અને ત્યારબાદ તેને પ્રમોશન મળતા અમદાવાદ બદલી થઈ હતી. એ ચાર વર્ષના ગાળામાં હું અને મુકુન્દ નયનતારાને અને તારા ભાઈને લઈને ખૂબજ ફર્યા છીએ. દર રવિવારે તળાવની પાળે લઈ જતા હતા. કબૂતરને ચણ નાખવાનું બન્નેને ખૂબ જ ગમતું હતું. ત્યારે હું ધણીવાર મુકુન્દને કહેતો કે તારી છોકરી અને મારા છોકરાની નાનપણથી સગાઈ કરી નાખીએ, ત્યારે મુકુન્દ કહેતો હતો કે મારી છોકરીને અત્યારથી તું રાખી લે એટલે મારે મોટી કરવાની પણ જવાબદારી નહીં રહે. ત્યારે અમે બન્ને ખૂબ હસતા હતા. ત્યારબાદ નયનતારા ચાર વર્ષની થઈ પછી મુકુન્દની બદલી બ્રાન્ચ મેનેજર તરીકે અમદાવાદ થઈ અને પછી ધીરે ધીરે ધંધાના કામકાજના કારણે મળવાનું ઓછું થતું ગયું. મુકુન્દને પણ ધીરે ધીરે જવાબદારીઓ વધતી ગઈ. ત્યારબાદ મુકુન્દ જયારે જયારે જામનગર આવે ત્યારે એકવાર અચૂક મળવા તો આવે જ. નયનતારાની મમ્મી હર્ષિદાને જોવા મુકુન્દ તેની સાથે મને લઈ ગયો હતો ત્યારે નયનતારાના નાના રાજકોટ રહેતા હતા. ત્યારબાદ એ લોકો અહીંયા આવી ગયા હતા.' પપ્પા થોડા ગળગળા અવાજે બોલતા હતા.


'
સાચેસાચ...પપ્પા !' નયનતારા ખુશીથી મોટા અવાજે બોલી ગઈ અને પપ્પા તેની સામે ખડખડાટ હસી પડયા અને નયનતારા પછી ખૂબ શરમાઈ ગઈ અને મારી મમ્મીની પાછળ ઊભી રહી ગઈ.


''તો પપ્પા, હવે મુકુન્દરાય ધોળકિયાને સમજાવવાનું કામ આ નયનતારાનું છે. તમે બેફિકર રહેજો, હું એમની એકની એક લાડકી દીકરી છું એટલે મારી જીદ સામે પપ્પાને નમવું જ પડશે'. નયનતારા કંઈ હક જતાવતા અવાજે બોલી ગઈ.પ્રિયા નટખટ અવાજમાં બોલી : ' નયનતારા ! અંકલની જગ્યાએ તે આજથી 'પપ્પા' નો ઉલ્લેખ કેમ શૂરૂ કર્યો ? અંકલ કહેતા તને તકલીફ પડે છે ?' નયનતારા ! ફરીથી શરમાઈ જાય છે અને અમો બધા ખડખડાટ હસી પડયાં.

'સાંભળ ભાઈ ! તું અને નયનતારા 'ચાંદની' ફિલ્મ લાગી છે તે એકવાર જોઈ આવો, હજુ સાડા પાંચ વાગ્યા છે. એ બહાને તમારા બન્નેના મગજ ફ્રેશ થઈ જશે.' પ્રિયા અમોને હુકમ આપતી હોય તેવા અંદાજમાં બોલતી હતી.'ફિલ્મ પૂરી થયાં પછી બન્ને સારી હૉટલમાં ડીનર લેવા જશો તો તે અમને બધાને ખૂબ ગમશે.' પપ્પા બોલ્યા.

હું અને નયનતારા ઝટપટતૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયાં. મમ્મી,પપ્પા અપે પ્રિયા બહાર ગેટ સુધી અમારી સાથે આવ્યા હતાં, નયનતારા મારી બાઈકની પાછળ બેસીને બધાને બાય કહેતી હતી.


'
કેમ પોપટ ! આજે કબૂતર જેવો બની ગયો હતો ? તારા જેવા સીધાસાદા છોકરાઓનું કામ નથી. પ્રેમ કરવા માટે છત્રીસની છાતી જોઈએ.' નયનતારા તોરમા બોલતી હતી.

'
છત્રીસની છાતી કોની હોવી જોઈએ ? તારી કે મારી ?' હું નયનતારાને ચીડવવા માટે બોલ્યો.


'
સાલ્લા ! હલકટ માણસ. જયારે હોય ત્યારે શબ્દોના ભળતા અર્થ કરી મને ચીડવતો રહે છે. ડૉકટર સાથે વાત કરવાની તમીઝ નથી તારામાં.' નયનતારા મને ચુંટીયો ભરતા બોલી.


'
તું જયારે હોય ત્યારે મને 'પોપટ' કહે છે, મને 'સાલ્લા'અને 'હરામી' કહીને બોલાવે છે. તો હું જરા પણ ગુસ્સે થયો છું ? અને નાની અમસ્તી વાતમાં ગુસ્સે થઈ જા તે ના ચાલે, સ્વીટહાર્ટ.' હું મજાકીયા અંદાજમાં બોલ્યો.નયનતારા રાબેતા મુજબ મારી પાછળ બેસે ત્યારે કમર ફરતા હાથ વીંટાળીને મારા શરીર સાથે પોતાના શરીરને સખ્તાઈથી કસીને બેસે છે. ફરી આજે મારી પીઠ સાથે પોતાના શરીરને જોરથી ભીંસીને બોલે છે : 'જોઈ લીધું ને છત્રીસની છાતી કોને કહેવાય ?''બસ કર, હવે કયાંક તું મને આમ ને આમ ગુંગળાવીને મારી નાખશે, ફિલ્મને બદલે આપણે બન્ને હૉસ્પિટલ પહોંચી જઈશું.''તને કાંઈ નહી થવા દઉ. તારી ડૉકટર પત્ની હાજર હોય પછી ડર નહીં રાખવાનો.' નયનતારા પેશન્ટને સમજાવતો હોય તેમ મને કહેવા લાગી.વાતોમાં કયારે થિયેટર આવી ગયું તેની ખબર ના પડી.કોર્નરની બે ટિકિટ લઈને અમે બન્ને થિયેટરમાં દાખલ થયા. પિકચર શરૂ થવાની તૈયારીમાં હતું અને અમે અમારી કોર્નરની બન્ને બેઠકો સંભાળી લીધી.' તને પણ મારી જેમ ફિલ્મો જોવાનો બહુ શોખ છે અને અઠવાડિયા કેટલી ફિલ્મો જુએછે ?' નયનતારા મારી સામે જોઈને બોલતી હતી.' હવે ઓછો થઈ ગયો છે, હિરોઈન જેવી છોકરીને પ્રેમ કરતા હોય તો ફિલ્મો જોવાની જરૂર નથી રહેતી.' નયનતારાને ખુશ કરવા બોલ્યો.'તારી વાત સાચી છે. વિલન જેવા માણસો હિરોઈનને ફસાવતા હોય છે.' નયનતારા દાઢમાંથી બોલી.' ચાલ, હવે ચૂપ થઈ જા. પિકચર શરૂ થઈ ગયું છે અને શાંતિથી પિકચર જોવાનું છે. સમજમાં આવ્યું કે નહિ મારી હિરોઈન ?' નયનતારાના ચહેરાની નજીક જઈને બોલ્યો.'તું અસલ વિલન જેવો ગોબરો છે. તારા મોંમાંથી સિગારેટની વાસ આવે છે અને પાન ખાઈ ખાઈને દાંત લાલ થઈ ગયા છે.' નયનતારા મોં ઉપર હાથ રાખીને બોલતી હતી.


'
છતાં તું આજે સામે ચાલીને મને લીપકીસ કરવા આવી હતી ત્યારે મારા મોંમાંથી વાસ નહોતી આવતી ? અને અત્યારે મોં આડે હાથ શા માટે રાખ્યો છે ?''એ તો મારી મરજી.'


'
એટલે તને ઈચ્છા થાય ત્યારે મને કીસ કરવાની ?'


'
તને જોઈને બીજી પણ ઈચ્છા થાય તો બધું થોડું કરવા બેસાય !' આંખોના હાવભાવ બદલીને નયનતારા બોલી.

'
અત્યારે ઈચ્છા થતી નથી ?'' આવી ગયોને સીધી લાઈન ઉપર ? કાઠિયાવાડી કેચીચાલવા માંડી છે, ચૂપ થઈ જા મને હેરાન નહીં કરવાની અને શાંતિથી પિકચર જોવા દે એટલે સારું.' નયનતારા ગુસ્સે થવાનો દેખાવ કરતા બોલી.ચાંદની જેવી રોમેન્ટીક ફિલ્મના ખ્યાલોમાં ખોવાઈ ગયા હતાં. પિકચર જેમ જેમ આગળ વધતું હતું તેમ નયનતારાનો ફિલ્મમાં રસ વધવા લાગ્યો. મારો હાથ તેના હાથમાં દબાવીને એકધારું પિકચર જોતી હતી.મેં પૂછયું : ' કોના ખ્યાલોમાં ખોવાઈ ગઈ છે,નયનતારા...?'


'
કોઈના નહિ, બસ તારા ખ્યાલોમાં ખોવાયેલી છે, મેં સસુરાલ નહીં જાઉંગી, ડોલી રખદો ખહારો સાંભળ્યું પોપટ ! મેં શું કહ્યું ?''તું તો ફિલ્મનું ગીત ગણગણે છે.' હું બોલ્યો.' 'તારે મને પણ મનાવવી પડશે. નહીંતર હું પણ ધોખો કરીશ તારી સાથે અને છેલ્લી ધડી હું કહીશ કે મેં સસુરાલ નહીં જાઉંગી.'' તારે તો શું...! તારા બાપ મુકુન્દરાયને પણ આવવું પડે સમજી કે નહીં ...નયનતારા વહુ...' નયનતારા પર રોફ જમાવતા હું બોલ્યો.


'
વાહ મારા મીઠું મીઠુ એટલે તો આ નાગરાણી નયનતારા તારી પાછળ પાગલ છે.' નયનતારા મારો હાથ જોરથી દબાવતા બોલી.વાહ રે વેપારીના દીકરા આ તેં શું માંડયું છે ? દિવસે વેપાર કરવો. અને રાત્રે પ્રેમ કરવો આવા ખોટના ધંધા કે દિ'થી શરૂ કર્યા છે ? આ વેવલાવેડા છોડ. પ્રેમ કરવાનું તારા જેવા કમાઉ દીકરાનું કામ નથી. ત્યારે મારું પ્રેમી દિલ મારા વેપારી દિમાગને ધમકાવી કહે છે : 'રાત્રીના સમયે આ ખોળીયામાંથી બહાર નીકળી જતો હોય તો નાહક છોકરાઓને હેરાન કરે છે.' મને મારા વિચારો પર હસવુ આવી ગયું.' એ ગાંડાલાલ, શા માટે એકલો હસે છે ? ફિલ્મમાં તો ગંભીર સીન ચાલે છે અને ગાંડાની જેમ હસે છે ?' નયનતારા મારી સામે જોઈને બોલતી હતી.હું બોલ્યો : 'કાંઈ નહીં જરા અમસ્તો એક ખોટો વિચાર આવી ગયો હતો.'
' આવા ને આવા ગાંડાઘેલા લોકો મારે પનારે પડયાં છે. મને લાગે છે કે હવે મારે પાગલોનાં ડૉકટર બનવું પડશે.' નયનતારા હસતાં હસતાં બોલી.'આમે પણ ડાહ્યા દર્દીઓ તને જોઈને અડધા પાગલ થઈ જશે, આટલી ખૂબસૂરત છોકરી ડૉકટર થોડી હોય ?' નયનતારા સાથે અડપલું કરતાં કરતાં બોલ્યો.


'તારો હાથ સખણો રાખજે, હજુ આપણા કાયદેસર લગ્ન થયા નથી સમજયો ?'વાતો માં અને વાતોમાં ફિલ્મ પૂરી થઈ ગઈ અને અમારી બુલેટ મોટર સાઈકલ સાથે જાન્યુઆરીના ઠંડીના દિવસોમાં બે જવાન દિલોની ગરમી એના એન્જિનની ગરમી સાથે ટક્કર લેતી હતી. એન્જિન ઠરી ગયું હતું પણ અમારા બન્નેની દિલની ગરમીના કારણે એક કીક મારતા એન્જિન સ્ટાર્ટ થઈ ગયું.

આરામ હૉટલના પાર્કિગમાં અમારું બુલેટ પાર્ક કર્યું અને નયનતારા અમારા દિલની સાથે જલી ઊઠેલી જઠરાગ્નિ શાંત કરવા લોન પર રાખેલા ટેબલ ખુરશી તરફ રવાના થયાં.'


'
નયનતારા ! શું જમવું છે ?''તને જે ઠીક લાગે છે તે ઑર્ડર કરી દે, તને જે ભાવશે તે મને ફાવશે, હવેથી મારે ફરજિયાત આ નિયમ પાળવો પડશે, આખરે તો હું તારી વાઈફ છું.''ઓકે મારી ધર્મપત્ની, જેવી આપની ઈચ્છા, આખરે તો હું આપનો ડાહ્યોડમરો પતિ છું.'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED