વમળ પ્રકરણ -12 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ પ્રકરણ -12

વમળ પ્રકરણ -12 લેખિકા:— એંજલ ધોળકિઆકેન્યાના આલિશાન બંગ્લોમાં ડાયનીંગ સ્પેસમાં આવેલા વિશાળ કાચનાં ડાયનીંગ ટેબલ પર વિમલ અને રોહિણી ભોજન લેવા બેઠા હતા. કેટલો સન્નાટો હતો! વિમલ આમ તો જમતી વખતે ભાગ્યે જ બોલતા પરંતુ શાંતિ અને સન્નાટા વચ્ચે ઘણો ભેદ હોય છે જે રોહિણી સમજતી હતી. ઇન્ડિયાથી આવ્યા પછી વિમલ વિચારોમાં ગરકાવ હતા અને બંને દીકરીઓ હતી નહીં એટલે એમને પરાણે પણ બોલાવવા વાળું કોઈ હતું નહીં!

રોહિણી છેલ્લા કેટલાક સમયમાં સર્જાયેલા ઝંઝાવાતને કારણે અને ખાસ તો પોતે કરેલી એક નાની ભૂલે વિમલ ઉર્ફે વિનાયકને ખરી મુશ્કેલીમાં મૂકી દીધેલા માટે સતત ગીલ્ટ અને અજંપામાં હતી. આમ તો એક સ્ત્રી સહજ વાચાળ તો રોહિણી હતી જ પરંતુ આ બધી પરિસ્થિતિઓના વમળ માં ફસાયેલા વિમલ ને જોતી ત્યારે એમાં પોતાનો અને માત્ર પોતાનો વાંક લાગતો હતો માટે વાત કરતા પણ અચકાતી હતી. બંને વચ્ચે મૌનની અને માત્ર જરૂરી વાતોની આપ-લે થતી હતી છેલ્લા દોઢ બે દિવસ થી.


જમ્યા પછી બહાર ડ્રોઈન્ગ રૂમની લાઉન્જમાં બેસતી વખતે રોહિણીથી રહેવાયું નહીં! એ મૌન તોડતા બોલી, ” જાણું છું કે મુશ્કેલીઓ તમારી માટે વધી રહી છે અને કારણભૂત કદાચ હુય છું જ ક્યાંક. છતાં તમે આવ્યા પછી જે રીતે મુંઝાએલા અને ચિંતિત છો એ સહન નથી થતું। શું હું કોઈ પણ રીતે એ ચિંતા કે મુશ્કેલીમાં સહાયતા કે એટ લીસ્ટ ભાગ પડાવી શકું? ” બોલતાં બોલતાં એ ગળગળી થઇ ગઈ.

વિમલે રોહિણી ના હાથ પર હાથ મુક્યો અને કહ્યું, “એવો કોઈ વ્યક્તિગત ભાર લઇ ને ના જીવ, જે બન્યું છે એ મારા નસીબ માં લખ્યું હશે અને મારા કોઈ ખરાબ કર્મે જ થયું હશે એ મેં સ્વીકારી લીધું છે પરંતુ એ સિવાય પણ મારી ચિંતા નો વિષય બીજી ઘણી વસ્તુઓ બની છે!” આટલું કહી વિમલે રોહિણીને પોતાના પર થયેલા હુમલાની વિગત કહી સંભળાવી. સાથે સાથે એણે કહ્યું કે વાત માત્ર મારી નથી જે રીતે નક્કર સમયે એ હુમલો થયો, મને ડર છે તો માત્ર આપણા ચારેય બાળકો નો! જેણે પણ આ બધું કરાવ્યું છે એ માણસ મારી અને મારા પરિવારની તો વિગત રાખે જ છે અને સોનિયા લંડન, સલોની અને શ્વેતા ઇન્ડિયા તેમજ શુબાન પણ કહેતો હતો કોઈ વિકેન્ડ ટ્રીપ પર જવાનું જેથી એ પણ દેશમાં કે સીટીમાં નહીંજ હોય. કઈ રીતે હું આ બધું સંભાળું એજ સમજમાં નથી આવતું.

કોઈ પણ પિતા જયારે સંતાન ની રક્ષા કરવામાં હેલ્પલેસ ફિલ કરે છે ત્યારે અંદરથી તૂટી જાય છે! રોહિણી સમજતી હતી અને એ પણ એક માતા તરીકે ચિંતિત હતી.

ફોનની રીંગે બંનેના વિચારોમાં એક બ્રેક મારી અને જાગૃત કર્યા. આ ઘરના લેન્ડલાઇન પર ફોન માત્ર બેય બહેનો માંથીજ કોઈનો હોય માટે ત્વરાથી રોહિણી બેઠી થઇ અને ફોન ઊંચક્યો

.

“મોમી, ડેડા છે? એમનો ફોન નથી લાગી રહ્યો એ ઘેર આવી ગયા અને મને અપડેટ પણ લેટ આપે છે? નોટ ફેઅર હા!”

“બેટા તું કેમ છે? ઠીક છે ને? ડેડા અહીજ છે. પણ તું એ કહે તારી ટ્રીપ કેમ છે?”

“મોમી, આહ! એઝ ઓલવેય્ઝ સવાલો. હું આમ તો ઠીક છું બટ એયર- પોર્ટ પર જ છું! સો જે સવાલો પૂછવા હોય પ્લીઝ આસ્ક મી વ્હેન વી મીટ, okay? ડેડા ને આપ call, ઇટ્સ અરજન્ટ

.

“યેસ માય ડોલ ” રોહિણી કોર્ડલેસ રીસીવર વિમલના હાથમાં આપે છે.

“યેસ પ્રીન્સેસ્સ! ટેલ મી” વિમલ તરફના ફોનનો છેડો જાણે લકવાગ્રસ્ત અંગની જેમ હયાતી છતાં નિષ્ક્રિય પડ્યો હતો અને ફોનના એક તરફી સંવાદની વધતી ક્ષણો સાથે વધતી જતી હતી વિમલના પાકટ ચહેરા પર ચિંતાભરી ગહેરાશ …!

“ઓહ્કે, ડીયર યુ કમ હોમ સૂનર એન્ડ ટેઈક કેર” સંયમિત અવાજમાં ભરપુર લાગણી અને કાળજી હતી.

સલોનીએ ઇન્ડિયામાં કોઈ પીછો કરવાની વિગત કહી સંભળાવી અને કહ્યું કે એના એક ફ્રેન્ડની જીદથી એણે પોતાની ટ્રીપ ટૂંકાવી છે. સલોનીએ વાર્તાલાપમાં બને એટલો આર્યનના નામ નો ઉલ્લેખ કર્યો અને એની એક સારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઉભી કરવા પ્રયત્નો કર્યા.

ફોન મૂકીને વિમલે એક ડ્રીંક બનાવ્યું અને વિચારવા લાગ્યો કે કોણ હોઈ શકે આની પાછળ. અચાનક એનું ધ્યાન કેલેન્ડર પર ગયું અને સોનિયાનો જન્મદિવસ કાલે છે એ યાદ આવી ગયું. વિમલ ના મુખ સામે ખુબ સુંદર અને શાંત સ્વભાવની તેમજ ખુબજ શાર્પ કહી શકાય એવી સોનિયાનો ચહેરો તરવરી ઉઠ્યો!

* * *સોનિયા બેડ માંથી સફાળી જાગી. જોયું તો સાડી અસ્ત વ્યસ્ત અને શુબાન પલંગ ની પાસે પોતાનો હાથ પકડી સુતો હતો. શુબાનનો સાઈડ ફેઈસ દેખાતો હતો અને એમાં હજી ભય તથા ચિંતા ની રેખાઓ દેખાતી હતી! સોનિયા ને પોતે સાડી પેહરીને આવી એ યાદ હતું પરંતુ પછીનું કઈ યાદ નહોતું આવતું!

જરા સરખી આહટ થઇ કે શુબાન જાગી ગયો!

“જાનુ, યુ ઓકે? હાઉ આર યુ ફીલિંગ?”

“આઈ ડોન્ટ નો શુબુ. આઈ અમ ફીલિંગ સ્ટ્રેન્જ! આઈ એમ ટાયર્ડ એન્ડ માય બોડી ઇસ એકીંગ લાઈક હેલ! વ્હોટ હેડ હેપન્ડ લાસ્ટ નાઈટ? “

“લેટ્સ હેવ અ કોફી સોનિયા. એન્ડ ગેટ ફ્રેશ ફર્સ્ટ.” આટલું કહી શુબાને સોનિયાને બાથરૂમ તરફ ધકેલી અને ધબ્બ કરી પલંગમાં બેઠો.

આગલી રાત યાદ આવતા જ પરસેવા છૂટતા હતા. સોનિયાનું મરાઠી માં બોલવું? અને એનું લાખું મમ્મી જોડે મળવું, એ જે બોલી એ જુદો અવાજ અને જે બોલી એનો મતલબ??!! શુબાનના શરીર માં જાણે રક્ત ઝડપથી દોડવા લાગ્યું!

“ મી તુઝી સાવત્ર બહિણ આહે!” આ બોલતી વખતે સોનિયા ની પીઠ હતી શુબાન તરફ અને આ સાંભળી શુબાને સફાળો હાથ ખેંચ્યો હતો સોનિયાનો. સોનિયાની લાલ ઘુમ્મ આંખો અને શરીરનું તાપમાન બે મિનીટ માટે શુબાનને હચમચાવી ગયું. જાણે એ સોનિયા નહીં કોઈ બીજું જ હોય એવું ભાસતું હતું! શુબાનના શરીર અને મન પર જેટલી મદહોશી છવાયેલી હતી બધી એક ઝાટકે દુર થઇ ગઈ!

કશું સમજે એ પહેલા સોનિયા બોલી, “મી તુઝી આઈ બેટા! સમજી વિચારી ને કરજે દીકરા શુબુ. જીવનમાં હજી ઘણા ઝંઝાવાતો આવશે તારે મજબૂત થવાનું છે” આવું સાંભળી શુબાન ખુબ ડરી ગયો. એક ડગલું દુર ગયો અને સોનિયાનું શરીર જાણે ખેંચાતું હતું એ જોઈ એ સફાળો નજીક આવ્યો અને બે હાથે સોનિયાને ખભેથી પકડીને હલાવી. સોનિયાના શરીર માંથી શક્તિ હણાઈ ગઈ હતી. ધીરે ધીરે એની આંખો ઢળી ગઈ!

શુબાનના શરીર અને મનમાં કોઈ તાલ મેલ નહોતો. મનમાં એકસાથે વિચારોનું વાવાઝોડું ફંટાઈ રહ્યું હતું તો બીજી તરફ સોનિયા હતી જેને એ જીવથી પણ વધુ પ્રેમ કરતો હતો. એનું શરીર જાણે કોથળા જેમ પડ્યું હતું. એ જોઈ શુબાનનો જીવ કકળી ઉઠ્યો. થોડી વારમાં શુબાનના અંદરનો એક સાચ્ચો પ્રેમી જાગી ઉઠ્યો અને પોતાના મનની બધી અટકળ કોરાણે મૂકી એણે એક ફૂલ ની જેમ સોનિયાને ઉપાડી અને પ્રેમથી એને પથારી પર મૂકી. સોનિયાનું આખું શરીર ઢીલું પડી ગયેલું હતું. એણે સોનિયાની સાડી ઢીલી કરી અને એના શરીર પરનો પરસેવો લૂછ્યો. સોનિયાને એના જન્મદિવસે આ રીતે જોઈ શુબાનને ખુબ દુખ થયું હતું. એનેસમજાતું નહોતું કે એણે જે સાંભળ્યું અને એના મગજે જે તારણ કાઢ્યું એ સાચું માનવું કે નહીં?

બીજી તરફ એનું મન અત્યારે બહેરું થઇ જવા ઇચ્છતું હતું. હૃદયની ખુબ નજીકના સંબંધો પર પ્રશ્નો ઉઠે કે કોઈ ગમતા વ્યક્તિ ને ગુમાવવાનો વખત આવે ત્યારે પલાયન અને અસ્વીકાર એ સામાન્ય માનવીય લક્ષણ છે અને શુબાન કોઈ રીતે ગઈ કાલ રાતના એ શબ્દોને વાગોળવા કે એમનો અર્થ કાઢવા ઈચ્છતો જ નોહ્તો! માટે જ, જે થયું એ સોનિયાને કહેવું કે નહીં એનો નિર્ણય કરવાના હેતુથી તેણે સોનિયાને ફ્રેશ થવા મૂકી જેથી પોતે થોડું વિચારી શકે.

સોનિયાને શું અને કેટલું કેહવું? એ વિચારે એ ચડી ગયો. શુબાન જાણતો હતો કે સોનિયા એક શાર્પ અને જીદ્દી છોકરી હતી. એણે પ્રશ્ન પૂછ્યો છે માટે હવે જવાબ લઇ ને જ ઝંપશે. પરંતુ આ સિચ્યુએશનમાં એનું કોઈ બીજું સલાહકાર પણ નહોતું કારણકે સોનિયા વિષે એના કોલેજના અમુક મિત્રો સિવાય કોઈ નજીકનું કે પરિવાર નું નહોતું જાણતું. શુબાને સોનિયાને હોસ્પિટલ લઇ જવાનું નક્કી કર્યું. એક નિરાતનો શ્વાસ લીધો જ કે બાથરૂમની સ્ટોપર ખુલવાનો અવાજ આવ્યો.

સોનિયા ખુબ નમણી અને મારકણી લાગતી હતી અને એના ચહેરા પર એનું એજ લાક્ષણિક સ્મિત હતું. એનિમલ પ્રિન્ટ વાળી સ્કીની પ્રિન્ટેડ જીન્સ અને ઉપર વ્હાઈટ સિમ્પલ પેપે જીન્સનું સ્લીવલેસ ટોપ પહેર્યું હતું અને ગાળામાં સ્ટોનનો નેકલેસ, ભીના વાળમાંથી હજી પાણીના બુંદ ટપકી રહ્યા હતાં! શુબાન સોનિયાને મન ભરી ને નીરખી રહ્યો હતો એને આમ હસતી જોઈ એ બધું ભૂલીને સીધો સોનિયાને ભેટી ગયો.

“લુકિંગ ફેબ માય લવ!”

અને બંને જાણે આખી રાતની અટકળોનો થાક ઉતારવા એક બીજાના બાહુપાશમાં સમાઈ ગયા. સોનિયા સાથે કોફી પી ને શુબાન જીદ કરીને સોનિયાને હોસ્પિટલ લઇ ગયો. શુબાને સોનિયાને એવું કહી સમજાવી કે એને રાતે ફીટ આવેલી શરીરમાં અને ડોક્ટરના ગ્રીન સિગ્નલ વિના પોતે ઇન્ડિયા નહીં જાય એવી હઠ પકડી તેથી સોનિયા શુબાન સાથે જ્યાં એનો સીનીયર કામ કરતો હતો એ હોસ્પીટલમાં ગઈ.

તે એક ખુબ મોટી મલ્ટી- સ્પેશ્યાલીટી હોસ્પિટલ હતી. સોનિયા વારમ-વાર પૂછતી હતી કે મારું ગળું સુકાતું હતું હું કઈ બોલી હતી મને ફીટ આવી ત્યારે? પરંતુ શુબાન એ બધું ટાળતો જ રહ્યો. હોસ્પીટલમાં એને ઇન્જેક્સન આપવામાં આવ્યું ત્યારે વિરોધ કરતા કરતા અચાનક સોનિયા બેહોશ થઇ ગઈ અને એનું બ્લડ પ્રેશર નીચું જવા માંડ્યું તેથી ડોકટરે શુબાનને કહ્યું કે “Please call the blood relative of the girl.”

શુબાન થોડો ખચકાયો પરંતુ સોનિયાની જિંદગી નો સવાલ હતો એટલે તેણે સોનિયાના ફોનના કોન્ટેક્ટ લીસ્ટ માંથી daddy કરીને સેવ કરેલ નંબર પર ફોન લગાડ્યો. થોડી રીંગ પછી એક પુખ્ત અવાજનું હેલ્લો સંભળાયું, અવાજ સ્ત્રીનો હતો. શુબાને તુરંત મેસેજ કન્વે કર્યો કે હું સોનિયાનો મિત્ર છું અને સોનિયાની તબિયત ઠીક નથી તેથી એના પિતા જો એને લેવા આવે તો સારું” માત્ર એટલું કહી એણે ફોન મૂકી દીધો,અને હોસ્પિટલ નો એડ્રેસ મેસેજ કરી દીધો.

વિમલ ઉર્ફે વિનાયક પોતાની પુત્રી મળવા માટે લંડનની પ્રથમ ફ્લાઈટમાં રવાના થયા.

* * *

(અમુક કલાકો પછી)

“કુડ યુ પ્લીઝ ગાઈડ મી ટુ ધ બેડ ઓફ મિસ સોનિયા ભારદ્વાજ? આઈ એમ હર ફાધર”


ક્રમશઃ — એંજલ ધોળકિઆ