વમળ પ્રકરણ 13 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ પ્રકરણ 13

વમળ પ્રકરણ -13 લેખક -રવિ યાદવ

વિનાયક ભારદ્વાજ હોસ્પિટલ પહોચી ગયા અને ત્યાં રીસેપ્શન પર પૂછ્યું કે “Could you please guide me to the bed of Miss Soniya Bhardwaj ? I am her father.”

.

રીસેપ્શન પર બતાવેલી ફ્લોર અને રૂમ નંબર જાણીને વિનાયક ભારદ્વાજ તરત જ તે જગ્યા એ પહોચ્યા. બારણું ખોલીને જોયું તો એકદમ શાંતચિત્તે બેડ પર સુતેલી સોનિયા સાવ માસુમ દેખાઈ રહી હતી. આ જોઇને થોડીવાર માટે તો વિનાયક દિગ્મૂઢ થઈને ઉભા રહ્યા, હાથ પર સોય લગાવેલી હતી અને એકદમ આરામથી સુતેલી સોનિયા જે પોતાના દિલના ટુકડા સમાન હતી તેને આ હાલતમાં જોઇને વિનાયક ભારદ્વાજ ખળી ઉઠ્યા અને મનોમન ભગવાનને દોષ દેવા લાગ્યા કે “હે ભગવાન ! મેં તારું શું બગડ્યું છે તે તું મને એક પછી એક આવા આઘાત આપ્યા જ કરે છે ? મેં એક પણ રૂપિયો ખોટી રીતે નથી કમાવ્યો, હું મારી પોતાની મહેનતથી આટલો આગળ આવ્યો છું અને તો પણ તું મને આવા એક પછી એક સંકટમાં નાખ્યા જ કરે છે. પહેલા સ્નેહલતાને મારી જિંદગીમાંથી છીનવી લીધી, પછી મારા પાપાએ મને ઘરમાંથી બહાર કાઢી મુક્યો, મારા પર જાનલેવા હુંમલો થયો અને હવે મારી દીકરીની આ હાલત થઇ છે. હજુ મારે આવી કેટલીક કસોટી દેવાની છે ભગવાન ? એમ કરીને વિનાયક ભારદ્વાજના આંખના ખૂણા પર આંસુઓ બાઝી ગયા.

.

થોડી જ વારમાં એક લેડી ડોક્ટર ચેકઅપ માટે આવી અને અને વિનાયક ભારદ્વાજને જોઇને એમણે “હેલ્લો” કર્યું અને થોડી વાર માટે સાઈડમાં ઉભા રહેવા માટે કહ્યું. ડોક્ટર ચેકઅપ કરી રહ્યા હતા ત્યાં જ વિનાયક ભારદ્વાજે પૂછ્યું કે “Where is that guy who came with Soniya ? I want to meet him” ત્યારે નર્સે જવાબ આપ્યો કે “He went from here before 1 hour and told us that to take care of soniya, her father will come within short time. I have to go India because of emergency. Please take care of Soniya” વિનાયક ભારદ્વાજે હકારમાં ડોકું ધુણાવ્યું અને ફરી પાછી પોતાની દીકરીના માસુમ ચેહરા સામે જોઈ રહ્યા અને મનમાં જે વિચારતા રહ્યા કે હમણા મારી દીકરી ઉભી થશે અને મને બોલશે કે “wow deeddaa ! what a surprise ! you are here with me ? i just can’t believe it” કરતા ગળે વળગી પડશે.

.

સોનિયાને હોસ્પિટલમાં એડમીટ કર્યાના થોડા સમયમાં જ શુબાન પર ઇન્ડિયાથી શ્વેતાનો ફોન આવ્યો કે “ભાઈ ! તું જલ્દીથી ઇન્ડિયા આવી જા, દાદુને હાર્ટ અટેક આવ્યો છે અને હજુ હમણાં જ એમ્બ્યુલન્સ આવી હતી અને દાદુને હોસ્પિટલમાં એડમીટ કર્યા છે, પણ તું પ્લીઝ જલ્દી આવી જા કારણ કે પાપાનો ફોન પણ અત્યારે આઉટ ઓફ રીચ આવે છે અને મને એકલીને ડર લાગે છે. પ્લીઝ કમ ફાસ્ટ” શ્વેતાને શું ખબર હતી કે બરાબર એ જ સમયે વિનાયક ઉર્ફ વિનાયક ભારદ્વાજ પણ કેન્યાથી લંડન હોસ્પિટલ જ જઈ રહ્યા છે એટલા માટે એમનો ફોન આઉટ ઓફ રીચ આવે છે. શુબાન પણ આ સાંભળીને અવાચક થઇ ગયો હતો. પરંતુ વિચાર કર્યો કે દાદુ પાસે રહેવું વધારે જરૂરી છે. સોનિયાને તો હમણા કલાકો સુધી હોશ આવાનું નથી અને એના પાપા પણ થોડી વારમાં પહોચી જ જશેતો હું હોસ્પિટલ વાળાને જાણ કરીને નીકળી જાઉં છું. એમ કરીને શુબાન ત્યાંથી વિનાયક ભારદ્વાજ પહોચે એની કલાક પહેલા જ ત્યાંથી ઇન્ડિયા જવા માટેની પહેલી ફ્લાઈટ પકડીને રવાના થઇ ગયો હતો.અને ત્યાંથી ડાયરેક્ટ હોસ્પિટલ જ પહોચ્યો હતો.

.

મી. સાવંત, શ્વેતા, સીમા, અને આર્યન દાદાજીની રૂમની બહાર બેઠા હતા અને જેવો શ્વેતાએ શુબાનને જોયો એટલે તરત જ દોડીને શુબાનને વળગી પડી અને એની આંખોનો સેતુબંધ તૂટી પડ્યો. શુબાન એના માથે હાથ ફેરવીને એને ધરપત આપી રહ્યો હતો અને પછી એણે ઈશારાથી મી. સાવંતને પૂછ્યું કે દાદાની તબિયત હવે કેમ છે ? મી. સાવંત હળવેથી બોલ્યા કે “He is out of danger now. it was just minor heart attack” અને આ સાંભળીને શુબાનને રાહત થઇ.

.

શુબાન હોસ્પિટલમાંથી થોડો ફ્રી થતા તરત જ હોસ્પિટલના એક ખુણામાં જઈને મોબાઈલ કાઢીને લંડન હોસ્પિટલમાં ફોન કર્યો અને સોનિયાની ખબર અંતર પૂછી અને ત્યાંથી જવાબ પણ મળી ગયો કે “She is better now. Her father is with her” શુબાનને થોડીવાર માટે એમ થયું પણ કે એમના પાપા સાથે પણ વાત કરી લઉં કે પોતાને ઈમરજન્સી હતી એટલે તરત જ ત્યાંથી જતું રહેવું પડ્યું, જેની માફી માંગી લઉં છું. એટલે એણે ડોક્ટરને ફોન ટ્રાન્સફર કરવા કહ્યું એટલે ડોકટરે સોનિયાના રૂમમાં ફોન ટ્રાન્સફર કર્યો. વિનાયક ભારદ્વાજ ત્યાં સોનિયાનો એક હાથ પોતાની હથેળીમાં દબાવીને એકદમ શુન્ય્મ્યસ્ક થઇને બેઠા હતા, શરૂઆતની ૨ રીંગ વાગી ત્યારે તો એમનું ધ્યાન જ નહોતું પરંતુ બાદમાં પોતાને ભાન થયું કે ફોન વાગી રહ્યો હતો એટલે એ ઉભા થયા. ત્યાં જ શુબાનને ફરીવાર વિચાર આવ્યો કે પહેલી જ વારમાં જો આવી રીતે વાત કરીશ તો કદાચ ઇમ્પ્રેશન પણ ખરાબ થઇ શકે છે એટલે પછી વાત કરવાનું માંડી વાળ્યું અને શુબાને ફોન કાપી નાખ્યો.

.

ફોન પૂરો કરીને અંદર આવ્યો ત્યાં શ્વેતા આર્યનના ખભા પર માથું ઢાળીને સુતી હતી અને ધીમે ધીમે એની આંખમાંથી આંસુ વહેતા હતા અને આર્યન પણ સતત એને સમજાવી રહ્યો હતો એટલે શુબાનને થોડો ઘણો અંદાજ તો આવી જ ગયો હતો કે આ સબંધનું નામ શું હોઈ શકે છે પરંતુ અત્યારે તો એ પોતાના સંકટ સમયે પોતાની સાથે આવીને ઉભો રહ્યો છે એ ઘણું મહત્વનું છે. શ્વેતાની બાજુમાં સીમા પણ બેઠી હતી પણ એના ચેહરાના હાવભાવ કંઈક જુદા જ હતા. જાણે એના મગજમાં કોઈ વિચારોનું મહાઘમાસાણ યુદ્ધ ચાલતું હતું એવું લાગતું હતું પરંતુ અત્યારે શુબાને એને પણ કઈ પૂછવાનું મુલતવી રાખ્યું. આ બાજુ મી. સાવંત ફોન પર ઓફીસના કોઈ સ્ટાફને કામ બાબતે સૂચના આપી રહ્યા હતા. શુબાનને હવે થોડી ઘણી રાહત તો થઇ હતી કે બંને જગ્યાએ બંને વ્યક્તિઓ સુરક્ષિત છે.

.

સીમા હોસ્પિટલથી નીકળીને સીધી જ ઘરે ગઈ હતી અને ત્યાં સીધી જ પોતાના રૂમમાં ભરાઈ ગઈ હતી. વિચારોને અવળી દિશામાં ફેરવવા માટે એને થયું કે થોડી ફ્રેશ થઇ લઉં એટલે તરત જ બાથરૂમમાં જઈને શાવર શરુ કર્યું, પણ શાવર નીચે પણ જાણે એમ ઉભી રહી કે એના મગજમાં એવું તો શું વિચારોનું તોફાન ચાલી રહ્યું હશે ? થોડી વાર તંદ્રા તૂટી અને બહાર આવીને અરીસા સામે ઉભી રહી અને પોતાને જ જોવા લાગી અને વિચારતી હતી કે “એવું તો શું છે શ્વેતામાં જે મારામાં નથી ? આર્યન કેમ એની તરફ જ ધકેલાય છે ?” આજે એની જિંદગીમાં પહેલીવાર શ્વેતા વિશે આવા વિચાર આવ્યા હતા. સીમાના મનમાં કોઈ દ્વેષ જન્મ લઇ રહ્યો હતો. જે ધીમે ધીમે લાવા બનીને હવે વિસ્ફોટ થવા તરફ જઈ રહ્યો હતો. પોતાના આલીશાન બેડ પર ઉંધી સુતી સુતી પોતાના લેપટોપમાં ફેસબુક ખોલીને આર્યનના ફોટા જોઈ રહી હતી અને આંહો ભરી રહી હતી કે કાશ ! આર્યનના દિલમાં મારું સ્થાન હોત. મેં એવો શું ગુનો કર્યો છે કે આર્યન મારી જીંદગીમાં નથી ? મારામાં એવું શું નથી જેથી આર્યનને મારા કરતા શ્વેતા વધારે વ્હાલી લાગે છે ? મનમાં આવા વિચારો કરતી કરતી સીમા ક્યારે નિંદ્રામાં સરી પડી એનો ખ્યાલ ખુદ સીમાને પણ નાં રહ્યો.

.

ઢળતી સાંજના સૂર્યના કિરણો પાણી પર પાડીને પાણીને કેસરી કલરની પીછી મારીને ત્યાંથી સીધા જ સોનિયાના ઘરની બહારની લોન પર પડતા હતા, જ્યાં સલોની આરામ ખુરશીમાં ઝૂલતી ઝૂલતી આર્યનના વિચારોમાં ખોવાયેલી હતી. સૂર્યના આછા પ્રકાશમાં સલોનીનો ચેહરો બેહદ ખુબસુરત લાગી રહ્યો હતો અને આજે તો એના ચેહરા પર એક અજબ પ્રકારની ખુશી હતી, એક અજબ પ્રકારની તડપ હતી કે જે તેણે મેળવ્યું હતું પરંતુ નહિ મેળવ્યા બરાબર હતું. એરપોર્ટ પર સલોનીએ આર્યનને કરેલું ચુંબન.. હા એ જ કે જેમાં ફક્ત સલોની જ હતી, આર્યન તો દિગ્મૂઢ બનીને કોઈ પણ પ્રતિસાદ આપ્યા વિના જ ઉભો હતો, તો પણ આ જુવાનીના ઉંબરે પગ મુકીને સલોની એક અલગ જ ફીલિંગ્સ મહેસુસ કરી રહી હતી. પોતાના પહેલા પ્રેમને ચુંબન કરવાનો જિંદગીનો પહેલો અનુભવ આજે સલોની મનભરીને માણી રહી હતી અને તે દરમિયાન જ રોહિણી ત્યાં હાથમાં કોફીનો મગ લઈને આવી અને બાજુની ખુરશીમાં ગોઠવાઈ અને જોયું તો સલોની આંખો બંધ કરીને મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી. રોહિણીએ સલોનીની તંદ્રા તોડતા હળવેથી કહ્યું કે હવે તો મારી દીકરી હવે મોટી થઇ ગઈ છે અને આટલી બધી કોના વિચારોમાં ખોવાઈ ગઈ છે કે હવે એકલી એકલી પણ હસી શકે છે ? કોણ છે બેટા એ ? શું નામ છે એનું ? ક્યા રહે છે ? સલોની એની સામે બનાવટી ગુસ્સો કરને જોઈ રહી અને બોલી કે મમ્મા પ્લીઝ ક્વીઝ શો નહિ શરુ કર and please don’t tease me કરતી એણે પોતાની મોમ સામે આંખ મીચકારી. રોહિણી પણ આજે થોડી મજાકના મુડમાં હતી એટલે એ પણ પ્રેમથી ધીમે ધીમે બધું જ પૂછી રહી હતી. વિનાયક ભારદ્વાજ અને રોહિણીએ પોતાની બંને દીકરીઓને ખુબ જ લાડકોડથી અને સ્વતંત્રતાથી ઉછેરી હતી એટલે બંને દીકરીઓ વિના સંકોચે વાતો કરી શકતી. સલોનીએ ધીમેથી શરુ કર્યું કે મોમ એનું નામ આર્યન છે. એકદમ ડેશિંગ અને હેન્ડસમ છે. એકદમ કુલ પર્સનાલીટી છે એની. જો હું તને એનો ફોટો બતાવું. એમ કરીને સલોનીએ પોતાનું ફેસબુક ખોલીને આર્યનના ફોટા રોહિણીને બતાવ્યા. ફોટો જોઇને રોહિણી પણ પોતાના નેણ ઉડાડતી બોલી કે વાહ મારી દીકરીની ચોઈસ તો એકદમ એ-૧ છે.

.

રોહિણી ત્યાંથી જતી રહી પછી સલોનીએ તરત જ આર્યનને ફોન લગાવ્યો. ફોન ઉપાડતા જ આર્યન થોડો શાંત સવારે હેલો બોલ્યો.

hyee ! My Handsome Hero. what you doing ? સલોની લહેકા લેતી લેતી બોલી

Nothing. Just came from Hospital. આર્યન થોડા થાકેલા અવાજે બોલ્યો.

oh my god ! what happen ? is this everything OK ? સલોનીએ ચિંતિત અવાજે પૂછી લીધું.

Shweta’s grandfather hospitalized because of heart attack.

.

શ્વેતાનું નામ સાંભળતા જ સલોનીના મનમાં કંઈક અલગ જ ફીલિંગ આવી અને ચાલુ ફોને સલોની વિચારોમાં ડૂબી ગઈ કે એવું તો શું છે અમારા બંનેની વચ્ચે કે મને તરત જ કંઈક પોતાનું હોય તેવું ખેંચાઈ રહ્યું છે ? કંઈક અલગ જ ફીલિંગ આવે છે હમેશા દિમાગમાં.

ત્યાં જ આર્યન બોલ્યો, હેલો ક્યા ખોવાઈ ગઈ ?

સલોની આમ કંઈક અચાનક ખોવાઈ ને પાછી આવીને બોલી, હમમમ અહીયાં જ છું. i am just talking with mom about you.

What ? & Why ?

સલોની બોલી, I Miss you yaar and from last 2 days i strongly believe that i love you and you also love me.

.

આટલું સાંભળતા જ આર્યન ઘડીક આભો બની ગયો અને વિચારોના વમળમાં અટવાઈ ગયો અને સામે છેડેથી સલોની હેલો હેલો કરતી રહી.

ક્રમશઃ — રવિ યાદવ