પ્રેમ-અપ્રેમ ભાગ-૪ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-અપ્રેમ ભાગ-૪

પ્રેમ-અપ્રેમ

ભાગ-૪

બોરીવલી જેવા ધમધમતા પરામાં હોવા છતાં પણ થોડી શાંતિ જગ્યામાં આવેલું હતું, “શેટ્ટી’ઝ મદ્રાસ કેફે”. સીટીંગ હોલની અંદર સાઉથ ઇન્ડિયન થીમ પર જ ઈન્ટીરીઅર કરેલું હતું. દરેક ટેબલને એક હોડી જેવો શેઈપ આપવામાં આવેલો જેથી તેમાં બેસનારને હોડીમાં બેઠાં હોય તેવું અનુભવાય. દીવાલ પણ ઠેર ઠેર કથકલીના મ્હોરાથી ડેકોરેટ કરેલી, લીલા નાળીયેર જેવાં લેમ્પ હોલ્ડરથી આખા કેફેમાં સપ્રમાણ લાઈટીંગ હોલની શોભામાં ચાર ચાંદ લગાવતું હતું. થોડાં જ સમય પહેલાં બનેલું આ કેફે ત્યાંના વેરાઈટી ઢોસા અને કેરાલિયન ફૂડના લીધે થોડાં જ સમયમાં બહુ પ્રચલિત થઈ ગયેલું. વિક એન્ડમાં તો ત્યાં ઓછામાં ઓછું કલાક જેવું વેઈટિંગ રહેતું, પણ આજે ચાલુ દિવસ હોય સ્વાતિ અને અપેક્ષિતને એક સરસ કોર્નર ટેબલ મળી ગયું. સવારથી કંઈ ખાધું ન હોવાથી અપેક્ષિતને પણ એટલી જ ભૂખ લાગી હતી અને ચહેરો પણ સાવ મુરઝાઈ ગયેલો. વેઈટરે મેનુ કાર્ડ આપતાં જ સ્વાતિ એ કહ્યું,

“બોલ અપેક્ષિત વ્હોટ વુડ યુ લાઈક ટુ હેવ...?જલ્દીથી ઓર્ડર કરીએ મને તો બહુ જ કકડીને ભૂખ લાગી છે..”

“તું જ ઓર્ડર કરી દે યાર, મને તો કંઈ પણ ચાલશે...”

“ઓકે, ચાલ આજે તો હું જ ઓર્ડર કરીને તને મારી ચોઈસના વેરાઈટી ઢોસા ટેસ્ટ કરાવું..”

સ્વાતિએ પહેલાં ઈડલી ફ્રાય અને પછી દિલખુશ ઢોસા અને પાલક ઢોસા ઓર્ડર કર્યા સાથે ડ્રીંકમાં પણ સોલ કઢી જેવી વેરાઈટી ઓર્ડર કરી જે કોકમ, નાળીયેર પાણી અને બીજાં સ્પાઈસીસ ભેળવીને બનાવવામાં આવે. આવી મસ્ત વેરાઈટીઓની જિયાફત માણતાં માણતાં સ્વાતિએ અપેક્ષિતને હસાવવાનું તેમજ મસ્તી કરવાનું ચાલું રાખ્યું જેથી તેનો મૂડ થોડો સુધારી શકે, તો પણ વચ્ચે વચ્ચે પ્રિયાની વાતો પણ થતી જ રહી. ડીનર પતાવ્યાં પછી સ્વાતિએ અપેક્ષિતને તેનાં એપાર્ટમેન્ટ પાસે ડ્રોપ કર્યો ત્યારે પૂછ્યું,

“હાઉ આર યુ ફીલિંગ નાઉ..?”

અપેક્ષિતે સ્માઈલ કરતાં જવાબ આપ્યો.

“બેટર નાઉ, એન્ડ ધ ક્રેડીટ ગોઝ ટુ યુ માય ડીઅર...”

“ચાલો તને હવે થોડું સારું લાગ્યું તો મારો ધક્કો સફળ થઈ ગયો. આમ તો તને આજે એકલો છોડવાનું મન બિલકુલ નથી થતું પણ શું કરું પપ્પા ઘરે એકલા છે, તે પણ ચિંતા કરતાં હશે તેથી જવું પડશે.”

“અરે ડોન્ટ વરી, તું આટલી બધી મારી ચિંતા નહીં કર સ્વાતિ, આઈ વુડ બી ફાઈન, તું બિન્દાસ્ત ઘરે પહોંચી જા....”

“ઓકે, આઈ હોપ સો....અપેક્ષિત તે સાંભળ્યું હોય તો સરસ્વતીચંદ્ર ફિલ્મનું એક ગીત છે, ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસીબ નહીં આદમી કે લિએ’, આ ગીત પર જરાં વિચાર કરજે ડીઅર એન્ડ આઈ વિશ કે કાલથી તું ઓફિસ પણ આવવા માંડે. ચલ આઈ એમ ગેટીંગ લેટ....બાય...ગૂડ નાઈટ અપેક્ષિત ટેક કેર....”

“થેન્ક્સ ફોર એવરીથીંગ સ્વાતિ...બાય ગૂડ નાઈટ...યુ ટુ ટેક કેર...”

શેક હેન્ડ્સ કરી બંને છુટા પડ્યા. અપેક્ષિત ક્યાંય સુધી સ્વાતિને જતી જોઈ રહ્યો. સ્વાતિ પણ રસ્તામાં પ્રિયા વિશે થયેલી વાતોના વિચારોમાં જ હતી કે કઈ રીતે તેઓ બંને ફ્રેન્ડ બન્યાં અને આખો દિવસ એકબીજા સાથે કઈ રીતે કોન્ટેક્ટમાં રહેતાં, કઈ રીતે વધુ ને વધુ સમય એકબીજા સાથે પસાર કરતાં. આ જ બધાં વિચારોમાં ક્યારે ઘર આવી ગયું તેનો પણ તેને ખ્યાલ ન રહ્યો. એકટીવા પાર્ક કરી ઉતાવળા પગે સ્વાતિ ઘરમાં ચાલી ગઈ. અંદર જઈને તેણે પપ્પાને જમવાનું આપ્યું અને કિચનનાં કામમાંથી પરવારીને નવરી પડીને મોબાઈલમાં જોયું તો અપેક્ષિતનો મેસેજ હતો.

“thanks for everything swati, aaje kadach tu nahi hot to khabar nahi me mari jindagi sathe shu karyu hot? Thanks for being there with me…I am blessed to have a friend like u, hu tari wish jarur puri karish kalthi office jarur aavish…bye…good night…take care dear..”

અપેક્ષિતનો આવો મેસેજ જોઈને સ્વાતિને જરાં ધરપત થઈ કે કાલથી અપેક્ષિત ઓફિસ આવવાનું શરૂ કરી દે તો તેને થોડો ચેન્જ મળશે. બધાં સાથે હળવા મળવાથી તે ધીમે ધીમે પોતાનું દુઃખ ભૂલીને
રૂટિનમાં સેટ થઈ જશે. સાથે મનોમન થોડી રાજી પણ થઈ કે અપેક્ષિતે તેને ગૂડ નાઈટ વિશ કર્યું. એ જ મેસેજ તેણે ત્રણ ચાર વાર વાંચ્યો પછી રીપ્લાઈ કર્યો,

“its my pleasure apekshit, I will always b there for u my dear… agar tu kalthi office aavish to hu bahu khush thaish…I wud b glad really…..cya tomorrow at the office….good night….u too take care….”

મેસેજ સેન્ડ અને ડીલીવર થતો જોઈને મનોમન હરખાતી, સ્વાતિ પોતાની અંદર કેટલાંય સપનાં સજાવતી મીઠી નિંદ્રા માણવા પોતાનાં બેડરૂમ તરફ ચાલી ગઈ. ચેન્જ કરીને બેડ પર આડા પડવા છતાં તેનું મન અપેક્ષિતમાં જ પરોવાયેલું હતું. આજે તેને એક રીતે તો અપેક્ષિત સાથે ડેટ જેવું જ થઈ ગયેલું એટલે એનો કૈફ ઉતરતો ન હતો. આ તરફ અપેક્ષિત પણ સ્વાતિએ આજે તેને કરેલા સપોર્ટ વિશે અને સ્વાતિએ કહેલી વાતો વિશે વિચારતો હતો અને ક્યાંક તો તેને સ્વાતિએ કહેલી બધી જ વાત સાચી લાગતી હતી. બંને અલગ અલગ હોવાં છતાં એકબીજા વિશે જ વિચારતા એક નવલાં પ્રભાતની રાહમાં નિંદ્રાધીન થઈ ગયા.

બીજાં દિવસે સવારે સ્વાતિએ ઉઠતાંવેત પૂરી અધીરાઈથી મોબાઈલ લઈને અપેક્ષિતને મેસેજ કર્યો,

“hi…good morning dear…have a good day…hw r u feeling nw…?”

અપેક્ષિત પોતાની આદત મુજબ મોબાઈલ બેડના સાઈડ ટેબલ પર જ ચાર્જ કરવા મૂકતો. આટલી વહેલી સવારમાં મેસેજની બીપ વાગતાં તે જરાં ચમક્યો, તેને થયું કે કદાચ પ્રિયાનો મેસેજ હોય એટલે તરત જ મોબાઈલ લઈને જોયું તો સ્વાતિનો મેસેજ હતો. તે ફરી થોડો નિરાશ તો થયો પણ આ વખતે સ્વાતિના શબ્દો યાદ આવી જતાં નિરાશા ખંખેરીને તેણે તરત જ સ્વાતિને રીપ્લાઈ કર્યો,

“hi…I m fine swati…same to u….I m better today…just trying to come out of all this…”

અપેક્ષિતનો તરત જ સામે રીપ્લાઈ આવતાં સ્વાતિ થોડી મલકાઈ અને ફરી સામે મેસેજ કર્યો,

“I will be waiting for u in the office, cya….”

“cya…”

સ્વાતિએ રાતે પણ ઓફિસ આવવા કહ્યું અને અત્યારે પણ ફરી પાછું ઓફિસમાં રાહ જોવાનું કહ્યું એટલે અપેક્ષિતને પણ ઓફિસ જવાની થોડી ઈચ્છા થઈ. તે તરત બેડ પરથી ઉઠીને પોતાનું રૂટિન પતાવવા બાથરૂમ તરફ જતો રહ્યો. તેનું મન હજી ક્યાંક ને ક્યાંક પ્રિયામાં અટવાયેલું હોવા છતાં તે સ્વાતિના શબ્દો યાદ કરીને જેમ તેમ કરી પોતાનાં મનને મનાવવાની કોશિષ કરતો રહ્યો અને પોતાનાં નિયત સમય પર ઓફિસ પણ પહોંચી ગયો. ઓફિસમાં અંદર દાખલ થયો ત્યાં સ્વાતિ સામે જ કાગડોળે રાહ જોતી ઉભી હતી અને અપેક્ષિતને જોઈ સ્વાતિના ચહેરા પર એક અનેરી ચમક અને આંખોમાં આવેલી ભીનાશ છુપાવતાં તેણે અપેક્ષિતને કહ્યું,

“થેંક યુ વેરી મચ ફોર કીપિંગ માય વર્ડ્સ....”

આટલું કહીને તે સ્મિત વેરતી પોતાની સીટ પર ગોઠવાઈ ગઈ. અપેક્ષિત પણ બધાંને ગૂડ મોર્નિંગ વિશ કરીને પોતાની ચેમ્બરમાં દાખલ થયો. બે દિવસ પછી ઓફિસ આવવાથી અને થોડું વાતાવરણ બદલાવાથી અપેક્ષિતને સારું લાગ્યું. તે બધાં પેન્ડીંગ કામોની યાદી તૈયાર કરીને તે પતાવવામાં લાગી ગયો જેથી તેનું મગજ ફરી પ્રિયાનાં વિચારોમાં અટવાઈ ન જાય. સ્વાતિ પણ આખા દિવસમાં પાંચ છ વાર તેની ચેમ્બરમાં કંઈક ને કંઈક બહાને આવતી જતી રહી અને ત્યારે થોડી વાર બંને વાતો કરી લેતાં. સ્વાતિ અપેક્ષિત માટે પણ લંચ બનાવીને લાવેલી એટલે બંનેએ લંચ પણ સાથે જ કર્યું. આખો દિવસ સ્વાતિનો સંગાથ, કામ, કલીગ્ઝ આ બધાંમાં અપેક્ષિતને પ્રિયાના કોઈ એવા વિચારો જ ન આવ્યા કે જેમાં તે અટવાઈ જાય. ઓફિસ અવર્સ પછી પણ સ્વાતિ અને અપેક્ષિત કેફે કોફી ડેમાં ગયા અને બંનેએ ત્યાં ઘણી વાતો કરી , ગઝલો શેર કરી, પછી અપેક્ષીતે સ્વાતિને ઓફિસ પાસે ડ્રોપ કરી અને પછી બંને છુટા પડ્યા.

છુટા પડ્યા પછી પણ અપેક્ષિતના જ વિચારોમાં રહેલી સ્વાતિએ રાતે બધાં કામમાંથી પરવારીને અપેક્ષિતને મેસેજ કર્યો, તો તે પણ જાણે રાહ જોઈને બેઠો હોય તેમ તરત તેણે સામે રીપ્લાઈ કર્યો અને ક્યાંય સુધી બંને ચેટ કરતાં રહ્યાં અને ફાઈનલી ગૂડ નાઈટ કરીને સુતાં. બીજા દિવસે પણ એ જ રૂટિન રહ્યું, સવારના મેસેજ, પછી ઓફિસનું કામ અને સાથે બંનેની વાતો, લંચ અને ફરી રાતે મેસેજીસ. આમને આમ દિવસો પસાર થવા લાગ્યાં ધીરે ધીરે બંને વચ્ચે મેસેજીસ તેમજ ફોનનો સિલસિલો શરૂ થઈ ગયો. ઓફિસમાં હોય ત્યારે પણ અને ઓફિસમાં ન હોય ત્યારે પણ બન્ને એકબીજા સાથે જોડાયેલા રહેવા માંડ્યા. બંને વચ્ચે આટલું બધું હોવાં છતાં અપેક્ષિત ક્યારેક પ્રિયાનાં વિચારે દુઃખી થઈ જતો ત્યારે તેને સ્વાતિ હંમેશાં એક જ સલાહ આપતી,

“અપેક્ષિત, એક વાત હંમેશાં યાદ રાખજે, જીવનમાં જે નથી તેનાં દુઃખમાં, જે છે તેને ગુમાવવાની ભૂલ ક્યારેય ન કરવી...”

અપેક્ષિતને પણ તે વાત મગજમાં ઉતરવા લાગી કે કાયમ આપણું એવું જ હોય કે જે નથી હોતું તેનાં દુઃખમાં અને અફસોસમાં આપણી પાસે જે છે તેનો આનંદ નથી ઉઠાવી શકતાં, તેને ગુમાવી બેસતાં હોઈએ છીએ અને આ જ વાક્ય તેને પ્રિયાનાં દુઃખમાંથી બહાર નીકળવામાં બહુ મદદરૂપ થતું અને મનના કોઈ ખૂણે એક ગીત વાગતું....

“ જો ચલા ગયા ઉસે ભૂલ જા, વો ના સુન સકેગા તેરી સદા....

યે હયાત તો મૌત કી હૈ ડગર, કોઈ ખાક મેં, કોઈ ખાક પર..

યહી જાન લે વો કોઈ ન થા, વો ગુબાર થા તેરા હમસફર...

ઉસે દૂર લેકે ગઈ હવા, જો ચલા ગયા ઉસે ભૂલ જા......”

(ક્રમશ:)

-આલોક ચટ્ટ