જીવન ચલને કાં નામ હૈ Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન ચલને કાં નામ હૈ

જીવન ચલને કાં નામ હૈ

દરરોજ સવારે આંખ ખુલે છે ત્યારે દ્રશ્યો એક જ સરખા હોય છે. ઘડિયાળ નો સમય પણ કદાચ દરરોજ એક જ હોય છે. વાતાવરણ એક જેવું હોય છે, અને કદાચ બધી જ વસ્તુઓ દરરોજ સમાન હોય છે. બસ, બદલાય છે તો તારીખ, અને.. મહિનાનો પ્રારંભ, મધ્ય અને અંત નો ભાગ ચાલી રહ્યો હોય છે. અને આમ વર્ષ પણ પસાર થઇ જાય છે. તો, આમાં આપણો વિકાસ નો કોઈ માપદંડ નથી હોતો, તે આપણે આપણી જાતે જ સ્વમુલ્યાંકન દ્વારા જ જાણવો રહ્યો..

ભારત કર્મપ્રધાન દેશ છે પણ, કદાચ આ વાક્ય અમુક અંશે ભારત માં કોઈક વિસ્તારો માં આજે ખોટું પડી રહ્યું છે. કારણ કે, કોઈક માણસો ભારત કર્મપ્રધાન દેશ છે તેવું ભૂલી ચુક્યા છે અને ‘Every time is free time’ માં માનવા લાગ્યા છે. આનું એક ઉદાહરણ મહિલાઓ પણ છે, તમે પણ ક્યાંક જોતા હશો કે સાંજના ૪ થી ૭ ની આ ત્રણ કલાકો કોઈક ની જિંદગી ની કિતાબો ખોલી ને અમુક લેડીઝ બેસી જતી હોય છે. જ્યારે, આ સિવાય પણ કરવા જેવું ઘણું બધું હોય જ છે, પુસ્તકો વાંચવા, પાર્ટ ટાઈમ કામ કરવું, વગેરે અને આ ન હોય તો બીજું પ્રવૃત્તિ તો દરેક માણસ પાસે હોય જ છે, તેની આળસ થી તે તેવું કહેતો હોય છે કે ટાઈમ જતો નથી. પ્રવૃત મગજ જ ફળદ્રુપ મગજ હોય છે બાકી મગજ ને Unused રાખી ને શું તમારે તેનો માર્કેટ રેટ જાણવો છે. સ્ટીવ જોબ્સ જ્યારે પોતાનો કોલેજ નો અભ્યાસ છોડી દે છે. ત્યારે તેને ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે. તેને અઠવાડિયા નું પૂરતું જમવાનું પણ ન મળતું, ત્યારે તે દર રવિવારે સારી રીતે જમી શકે તે માટે ચાલીને હરે ક્રિષ્ના મંદિરે ચાલીને જતો. આ મુશ્કેલી ઉપરાંત પણ તેણે તેની ગમતી પ્રવૃત્તિ પર ધ્યાન આપી ને કેલીગ્રાફી શીખી હતી. જે તેને કમ્પ્યુટર નો બેઝ બનાવતી વખતે ખુબ જ ઉમદા પ્રમાણ માં કામ આવી. એ કહે છે કે પોતાનાં દિલ નું સાંભળો તેને જ સાચી ખબર છે કે તમારે શું કરવું છે ? એટલે શીખેલું ક્યાંક કામ તો આવે જ છે. અને એ વાત પણ છે કે તમે જે આજે શીખો છો તે જ તમારું ભવિષ્ય બનવાનું છે. તો પોતાનાં દિલ નું સાંભળો, બધોજ સમય વેડફવા માટે હોતો નથી. આ લાઈફ માં યુવાની એ ક્વોલીટી ટાઈમ છે. અને એટલે જ સ્ટીવ જોબ્સ એક સરસ ક્વોટ કહે છે કે, “તમારી પાસે ખુબ માર્યાદિત સમય છે તેથી બીજાના જીવન માં પંચાત કરી ને તેને વેડફશો નહી. આત્માના અવાજ ને રૂંધશો નહી.” અને આજે એટલે જ તો ડીજીટલ ભીષ્મ પિતામહ તરીકે સ્ટીવ જોબ્સ નું નામ લેવાય છે.

આવા તો ઘણા લોકો છે જે પ્રવૃતિમય રહી અને પોતાનાં દિલ ને ગમતું કામ શોધી ને સફળ થયા. બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ નાં વિશે તો તમે પણ સાંભળ્યું જ હશે ને. તો, આઈન્સ્ટાઈન અને એડીસન પણ એવા જ વિજ્ઞાનીકો હતા, જે ટાઈમપાસ માં ન’તા માનતા. આઈન્સ્ટાઈન ની તો કઈક એવી વાત પણ સાંભળેલી કે તે જ્યારે એક વાર લેબ માં હતા ત્યારે તેમના હેલ્પર એ તેમને કપ માં કોફી આપી હતી ત્યારે તે બાજુમાં પડેલી ઇન્ક ને કોફી સમજી ને પી ગયા હતા. તેવી જ રીતે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, અને ઘણા બધા આ બધાજ કાર્ય માં પ્રવૃત રહ્યા ત્યારે ક્યાંક ઝળકી શક્યા... એટલે જ, આશા હોવી જરૂરી છે, ક્યુંકી ચાહ રાહ બના દેતી હૈ.

તુફાનો કો છીનકે, મંઝીલો કો છીનલે,

આશા યે ખીલે દિલ કી, તબ મુશ્કિલ નહી કુછ ભી.

સ્વેટ માર્ડન તો તેવું કહે છે કે, કામ કરતો માણસ કદી નિષ્ફળ જતો નથી. અને ચેતન ભગત ‘ગ્રેટ ઈન્ડીયન ડ્રીમ’ માં તેવું લખે છે કે, ભારત માં યુવાનો વધારે છે તે વાત સાચી પણ ,હાર્ડવર્ક ની જરૂર છે, જ્યાં સુધી વર્ક નહિ થાય ત્યાં સુધી આગળ નહિ વધી શકાય. સ્કીલ ઇન્ડિયા છે, પણ સ્કીલ ડેવલોપ તો કરવી આપણે જ પડશે ને. મોટી મોટી વાતો કરીને કે પછી કાલે કરીશું તેવા બહાના કાઢીને આપણે ઉભા રહ્યા હોઈએ તો સમય ઉભો રહેતો નથી. અમુક વાતો માં મજા આવશે, પણ દિલ ને પૂછો તો તે કહી દે કે આપણી પ્રગતિ તેમાં નથી. એટલે જ,

કરના હૈ ક્યાં વો તુમ્હી કરો ફૈસલા,

યે સોચલો તુમ્હે જાનાં હૈ કહા,

તુમ્હી મુસાફિર હો, તુમ્હી તો હો કારવાં...

કામ કરવું, એનો મતલબ જિંદગી ને એક શેડ્યુલ માં બાંધી દેવી તેવો પણ નથી. પણ, કોઈની જિંદગી ની કિતાબો ખોલી, કોઈની મજાક ઉડાવવી, આવા કામ કરતાં ગમતા કાર્ય માં સમય વેડફશો તો પણ તે કઈક ઉગી નીકળશે. ચેતન ભગત કહે છે તેમ કે, આપણે ભારત ને ગ્રેટ બનાવવા માટે દરેક સીટીઝન પ્રોપર અને હાર્ડવર્ક થી પોતાનાં કાર્ય માં સફળતા મેળવતો હોવો જોઈએ. અને હાં, એક વાત તે પણ સમજી લેવી કે, સફળતા એટલે પૈસા ? નાં, સફળતા એટલે પૈસા જ નથી, પોતાની ફીલ્ડ માં સફળ થવું એ સફળતા.

એક ફિલ્મ ની ઉક્તિ છે, ‘જીવન ચલને કાં નામ, ચલતે રહો સુબહ શામ’ જે વ્યક્તિ અવિરત શ્રમ કરતા નથી. સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. વ્યક્તિ જો આળસુ બને તો પાપી કે દુષ્ટ ગણાય અને ઈશ્વરીય સહાય તેને મળતી નથી. આળસ ને માનવી નો મોટામાં મોટો શત્રુ માનવામાં આવે છે. જો કર્મ કરતાં રહેશો તો જ મદદ મળશે. જીવનમાં સતત કર્મશીલ રહો, ચાલતા રહો, સક્રિય રહો તો નસીબ ચમકશે !

જીવન માં જે મનુષ્ય પ્રયત્નો કરે છે, ઉદ્યમી રહે છે. તેનું જીવન રૂપી વૃક્ષ ફૂલે ફાળે છે. તેના મીઠામધુરા પરિપક્વ ફળનો સ્વાદ તેને મળે છે. અહી સફળતાનો ગર્ભિત અર્થ શ્રમમાં પડેલો છે. જીવન માં હંમેશા આગળ વધતા રહી કર્ણ ની જેમ નવા પરાક્રમો સર્જીએ તો જિંદગી યથાર્થ બંને છે, અને આપણું પણ નામ કોઈ કામ ની પાછળ લખાય છે.

ધ્યેય પ્રાપ્તિ માટે જીવન પદ્ધતિ માં ફેરફાર કરવા પડે છે. વણજોઈતી આદતો બદલવી પડે છે. આપણા કામ ન થઇ શકે તો આડે આવતું બધુજ હટાવવું પડે. જીવન નું એક મિશન રાખવું પડે. તે લાંબાગાળાનું તથા સરળ હોવું જોઈએ. પોતે પોતાની યોજના બનાવવી પડે, અન્ય ને ન સોપાય. જીવન માં આપણું ધ્યેય આપણું પોતાનું જ હોવું આવશ્યક છે. સામાન્ય વ્યક્તિ પણ જ્યારે પોતાનાં વિચારો અમલ માં મુકે છે ત્યારે નિષ્ક્રિય જિનિયસ કરતા વધુ સફળતા મેળવે છે. સફળ વ્યક્તિ પોતાનાં કામ ને ચાહતી હોય છે અને તેમાં ડૂબેલી રહે છે.

જિંદગી એ તમારું થીયેટર છે. તમારા પ્રેક્ષકો ને સંભાળપૂર્વક આમંત્રણ આપો. દરેક ને પ્રથમ હરોળ માં સ્થાન ન આપવાનું હોય. કોઈને નાં કહેતા શીખવી પડે, આપણું કામ પહેલા અને બીજું બધું જ પછી, આ વાત ખરેખર ગળે ઉતારવી જ રહી.

તો ચાલો, આજથી આપણે પણ પ્રવૃત રહીએ અને હાર્ડવર્ક કરીને આપણી જિંદગી “અફલાતૂન” બનાવીએ !

“Work hard in silence, let your success be your noise”

  • હાર્દિક રાજા