કયો લવ ભાગ : ૧૨ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ભાગ : ૧૨

કયો લવ ?

ભાગ (૧૨)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૨

ભાગ (૧૨)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી, બસ માસુમ આંખોમાં આંસુ લઈ, એક જ વિચારમાં પડી રહી હતી, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૧ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૧) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યું” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે..........ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૧ જરૂર વાંચજો..)

હવે આગળ...........

સોનીએ પણ, આજે ગુસ્સાથી, પણ સારી રીતે સમજાવતાં કહી નાખ્યું, “ દેખ કુલદીપ, તું આવારાગીરી મત દીખા, ઔર પ્રિયા કા પીછા કરનાં છોડ દે, નહીં તો સચ મેં પિટેગા તું.”

કુલદીપ હજું પણ એવો જ નિસ્તેજ થઈ ચૂપચાપ ત્યાં જ ઊભો હતો, જાણે પ્રિયા અને સોનીની વાતોની અસર એના પર થતી જ નાં હતી.

બીજી તરફ રુદ્ર, હવે જવાં માટે ઊભો થાય છે, અને પ્રિયા માટેનું ગિફ્ટ અને પ્રિયાની મોમને આપવાં માટેનું ગિફ્ટ આપતાં કહે છે, “ આંટી તમને મળીને, ઘણું સારું લાગ્યું, પ્રિયા આવે ત્યારે મારી યાદ અપાવજો.”

પ્રિયા ફરી કુલદીપને ધમકાવતા બરાડા પાડી ઉઠે છે, “ અબે કુલદીપ...દેખ ક્યાં રહાં હે, નિકલ યહાં સે...”

ત્યાં જ કુલદીપનો કોઈ ફ્રેન્ડ બાઈક પર આવે છે, અને કુલદીપ, તે બાઈક પર બેસીને નીકળી જાય છે.

પ્રિયા અને સોની પણ ગુપસુપ કરતાં પોતાનાં બિલ્ડીંગનાં ગેટમાં પહોંચે છે, ત્યાં જ સોનીને પાછળથી લગ્નમાંથી આવતી બીજી ફ્રેન્ડો હાંક મારે છે.

સોની આ જોઈ ઉભી રહી જાય છે, પ્રિયાનું મૂડ ઊભાં રહી, ગપ્પા મારવાં માટે ન હતું ઇચ્છતું, કારણ એટલું જ કે કુલદીપ ફરી ભટકાઈ ગયો હતો, એ પણ પોતાની બિલ્ડીંગને ત્યાં, તેથી તે સોનીને બાય કહી, બિલ્ડીંગનાં દાદરા, ફટાફટ ગુસ્સામાં, એ પણ સાડીને જમણે હાથે પકડી, થોડી ઉચ્ચે લઈને ભાગવાં માંડે છે જેથી તે સહેલાઈથી વધુ ઝડપી દાદરા ચડી શકે.

બીજી તરફ રુદ્ર પણ આંટીને બાય કહીને પોતાનાં ઘરે જવાં માટે દાદરા ફટાફટ ઉતરે છે, રુદ્રને પણ પોતાનાં પર જ ગુસ્સો આવતો હતો, કારણ એટલું જ કે પ્રિયાને મળવાં માટે આવ્યો, પરંતુ પ્રિયા મળી જ નહી.

એક તરફ પ્રિયા સાડીને જમણે હાથે પકડી ગુસ્સામાં જ દાદરા ચડી રહી હતી, જયારે રુદ્ર પણ ગુસ્સામાં જ દાદરા ઉતરી રહ્યો હતો.

બંને ઘણા જોશમાં દાદરા, ચડી અને ઉતરી રહ્યાં હતાં, પ્રિયા તો નીચે મોઢું કરી દાદરા જોતી ડાબી બાજુથી ચડી રહી હતી, જયારે રુદ્ર પ્રિયા કરતાં પણ વધારે જોશ અને ગુસ્સાથી દાદરા, રુદ્રને ત્યાંથી જોવા જઈએ તો જમણી બાજુએથી ઉતરી રહ્યો હતો, એવામાં જ બંનેની સામે ટક્કર થાય છે.

પ્રિયાએ જમણા હાથે પકડેલી જે નીચેનો સાડીનો ફોલવાળો ભાગ હતો, તે બરાબર ઉપર ચઢતા, દાદરાની સપાટીને લગોલગ રોળાતો હતો, અને ત્યારે જ રુદ્ર જોશથી ઉતરતાં, એમાં પણ એક દાદરો ચૂકી જતાં, પ્રિયાની સાડી જે દાદરાની સપાટી પર રોળાતી હતી એના પર જ પગ મૂકાય જાય છે.

પ્રિયા તો નીચે જોતી જ ચડી રહી હતી, તેની નજર પહોળી થઈ જાય છે, કે કોઈનાં કાળા રંગના શુઝ તેના સાડીનાં ફોલનાં ભાગની કિનારી પર પડ્યા છે, તે પોતાની ગરદન ઉંચી કરતાં જ દાંત ભીસીને કહી જાય છે...“ હેય યું ઈડીયટ, દેખાતું નથી કે !!!”

પ્રિયા અને રુદ્રની નજર એક થઈ જાય છે, રુદ્ર અને પ્રિયા બંને ચકિત થતાં એકમેકને જોતાં જ રહી જાય છે. આ ઘટના એક સેકંડનાં પણ કમી ભાગમાં થઈ ગઈ હતી. રુદ્ર પોતાનો પગ ઝડપતી ઉપર લઈ લે છે અને પોતાનું બેલેન્સ સંભાળતા ત્યાં જ ઊભો થઈ જાય છે.

રુદ્ર પ્રિયાની ઝીણી આંખોને જોતો જ રહી ગયો, જાણે હમણાં દિલને ચીરી નાંખે એટલી કાળા રંગની અને પાણીદાર આંખો દેખાતી હતી. મનમાં તો ભારોભાર લડું ફૂટી રહ્યાં હતાં, જાણે સમસ્ત વિશ્વનું સુખ આજે જ મળી ગયું હોય રુદ્રને, એવી રીતે, પ્રિયાનું અહિયાં આવી રીતે અચાનક મળવા પર વિશ્વાસ બેસતો નાં હતો.

“ રુદ્ર !! તમે ?? ” પ્રિયા આશ્ચર્યચકિત થતાં કહેવાં લાગી.

“હા તમને મળવા માટે, આય મીન મારું સ્ટેશન પર કામ હતું, એટલે તમારી મોમને મળી લીધું...તમને પણ મળવા...” રુદ્ર, જીભ લબડાવતાં, જે આવ્યું તે બોલી ગયો.

“ઓ.કે ફાઈન, ચાલો ઉપર જઈએ, મારા ઘરે ” પ્રિયાએ એક ઉપરનો દાદરો ચઢતા શાંતિથી કહ્યું.

“પ્રિયા, હું તમારી રાહ જોતો એક કલાકથી પણ વધુ સમય આંટી સાથે વાતચીત કરતો બેઠો હતો, તમારા દર્શન થઈ ગયાં હવે બીજું શું જોઈએ મને.” રુદ્ર થોડું મજાક કરતાં કહ્યું.

“ચાલશે ફરી બેસજો, અને બીજા પણ દર્શન કરી લેજો, આવોને પ્લીઝ.” પ્રિયાએ વિનંતી સ્વરમાં કહેવાં લાગી.

રુદ્રનું તો, હાં જ હતું, પ્રિયા જ્યાં લઈને જાય ત્યાં જવાની, પણ થોડા ઘણા ભાવ પણ તો ખાવાં જોઈએ, એટલે તે ત્યાં જ ચૂપ થઈને ઊભો રહી ગયો.

પ્રિયાએ અજુગતાં જ રૂદ્રનો હાથ પકડીને દાદરા ચઢવા લાગે છે અને કહે છે, “રુદ્ર પ્લીઝ હાં, આવી રીતે શરમાઓ નહી.”

ત્યાં જ આટલું બોલતાની સાથે જ પ્રિયાની સાડી પોતાની જ સેન્ડલમાં ફસાતાં તે પોતાનું બેલેન્સ ચૂકી જાય છે, પણ રુદ્ર તેને પડતાં બચાવી તેને એક હાથથી ઝાલી લે છે, અને બીજો હાથ તો રુદ્રનો, પ્રિયાએ પહેલાથી જ પકડી રાખ્યો હતો, એ એમને એમ જ પકડેલો હતો. પ્રિયા રુદ્રની છાતી પર ટેકીને ઊભી હતી, એવું તેને મેહસૂસ થઈ રહ્યું હતું, રુદ્ર પર પ્રિયાનાં શરીરનું વજન આવી ગયું હતું, તેથી રૂદ્રે પોતાનું સમતોલન જળવાઈ રહે અને પ્રિયા પણ પડી નાં શકે, તેના માટે તે પણ પ્રિયાની લગોલગ એક દાદરો ચડીને સાથે ઊભો રહેવાની કોશિશ કરે છે, એવામાં જ બંનેનું શરીર એકમેકને સ્પર્શ કરી રહ્યું હતું.

બંનેજણ એકમેકને સંભાળતા, પહેલાં તો સ્થિર ઊભા રહી જાય છે, પ્રિયાને રૂદ્રનો સ્પર્શ ગમી રહ્યો હતો, પરંતુ તે પોતાને સ્વસ્થ કરતાં, રુદ્રની નજરોથી શરમાઈને, પોતાનો હાથ, રુદ્ર પાસેથી હળવેથી છોડાવી દે છે, અને વાળ એમતેમ થઈ ગયા હતાં, તેની લટોને કાનની પાછળ કરતી, તે ફરી જમણે હાથે સાડીનો થોડોક ભાગ ઉચ્ચે પકડી ફટાફટ દાદરા ચડી પોતાનાં ઘરે પહોંચી બેલ વગાડે છે.

રુદ્ર માટે તો આજનો દિન જ અનેરો થઈ ગયો હતો એમાં પણ આ અવસર તો...ઓહ્હ કાન્ટ બિલીવ...!!

રુદ્રને પ્રિયાની પાછળ જવાં સિવાય બીજું કંઈ કામ હતું પણ નહી, પણ ત્યાં જ તે સ્વગત ખુશીમાં જ બડબડતો હતો, “ ઓહ્હ પ્રિયા, તું મારી જાન લઈ લેશે, આઈ લવ યુ...”

પ્રિયા બુમો પાડી રહી હતી, “રુદ્ર જલ્દી આવોને...”

રુદ્ર દાદરા પર જોર અને જોશના પગલાં માંડતા, પ્રિયાને ત્યાં જઈ પહોંચી જાય છે.

પ્રિયાની મોમ દરવાજો ખોલે છે, પ્રિયાની મોમ એવો જ ફરી આવકાર, રુદ્રને આપે છે.

પ્રિયાની મોમ બંનેને વાતો કરવાં માટે ડ્રોઈંગરૂમમાં જ છોડીને, કિચન તરફ જવાં લાગે છે.

પ્રિયા રુદ્રને સોફા પર બેસવાં માટે કહે છે, અને ઔપચારિક માટે પૂછે છે કે,“ રુદ્ર તમે શું લેશો ? જ્યુસ કે કોલ્ડડ્રીંક્સ ?”

“પ્રિયા, આન્ટીએ મારું સારી રીતે સ્વાગત કરી લીધું છે, થેંક યું.” રુદ્ર થોડું અસ્વસ્થ ફીલ કરતાં કહી રહ્યો હતો.

પ્રિયા જાણી ગઈ હતી કે રુદ્રને ફરી, આવીને બેસતાં, અસ્વસ્થતા લાગી રહી હતી.

પ્રિયા કિચનમાં જઈ ફ્રીઝમાંથી પાણીની બોટલ લાવી ફરી રુદ્રની સામે આવતાં કહે છે, “ પાણી લેશો ?”

રુદ્ર ‘નાં’ માં ડોકું ધુણાવે છે.

રુદ્રની સામે જ, પ્રિયા ઊભા રહેતાં જ, બોટલનું નાનું ઢાંકણું ખોલીને, હોઠો લગાવીને જ પાણી પીવા લાગે છે.

રુદ્ર, પ્રિયાને તાકી રહ્યો, અને વિચારી પણ રહ્યો હતો કે પ્રિયા કેટલી બ્યુટીફૂલ છે, સાડીમાં તો પ્રિયાનું રૂપ અનેરું દેખાતું હતું, શરીરના બધા જ વળાંકો સારી રીતે દેખાઈ આવતાં હતાં, કેટલી હોટ લાગી રહી હતી પ્રિયા. આછા રંગની ઓરેન્જ કલરની નેટવાળી સાડીમાં, પ્રિયાનો છાતીનો ઉભાર, અને નાભી સારી રીતે દેખાતી હતી. ”

પ્રિયા બોટલનું ઢાંકણું મારતાં કહી રહી હતી,“ હેય શું જુઓ છો ? સાડી પહેરેલી છોકરી, નથી જોઈ કે ક્યારેક?”

રુદ્ર ફક્ત એટલું જ બોલે છે, “ પાણી ”

“એઠું છે, બીજું લઈને આવું છું.” પ્રિયા આટલું કહી જવા લાગી.

“પ્રિયા વેઈટ, મને આ બોટેલનું પાણી ચાલશે.” રૂદ્રે કહ્યું.

રુદ્રની આંખમાં અજીબ પ્રેમનો નશો દેખાઈ આવી રહ્યો હતો. પ્રિયા, રુદ્રની આ નજર સારી રીતે વાંચી રહી હતી.

પ્રિયા, રુદ્રને પાણીની બોટલ પકડાવતાં કહી રહી હતી, “સાચે જ તરસ લાગી છે કે, ફક્ત આમ જ પાણી માટેનાં નખરા કરો છો?”

પ્રિયા હવે રુદ્ર સાથે વાતચીત દરમિયાન, દિલ ખોલીને વાત કરી રહી હતી, તે રુદ્ર પણ નોંધ લઈ રહ્યો હતો.

રુદ્ર પ્રિયા સામે જ, તે બોટેલનું પાણી પીવા લાગે છે.

પ્રિયા બધા જ નખરા રુદ્રનાં જોઈ રહી હતી.

“રુદ્ર હું દસ મિનટમાં આવું છું, સાડી ચેન્જ કરીને, પછી આપણે થોડા સમય માટે જઈએ, બહાર ફરવાં માટે.” પ્રિયાએ ઘાઈ બતાવતાં, કહીને, ત્યાંથી પોતાનાં બેડરૂમ તરફ ચાલી જાય છે.

પ્રિયા સાડી ચેન્જ કરીને કોટનની બ્લુ અને બ્લેક કલરના નાના ટપકાનાં ડિઝાઈન વાળી લાંબી કુરતી જે ઘુટણથી સહેજ નીચે જતી હતી, અને એના નીચે બ્લુ જ કલરની ફીટીંગ્સ લેગિગ્સ પહેરી હતી. હાથની બાય થ્રી ફોર્થ હતી, એમાં પણ પ્રિયાનું લૂક આકર્ષક લાગી રહ્યું હતું. વાળ એવાં જ છુટા હતાં.

પ્રિયા મોટેથી બૂમ પાડે છે, “મોમ હું આવું છું, રુદ્રને છોડીને..”

ત્યાં જ પ્રિયાને યાદ આવે છે કે પોતાનો મોબાઈલ સોનીનાં પર્સમાં રાખવાં માટે આપ્યો છે, અને સોનીને પણ તો રુદ્ર સાથે મુલાકાત કરાવવી છે, આજે રુદ્ર પણ અહિયાં આવ્યો જ છે, તો મુલાકાત પણ થઈ જ જશે.

પ્રિયા પોતાની મોમનાં મોબાઈલ પરથી કોલ લગાવે છે, ત્યાં તો કોલ નથી લાગતો સોનીનો, પ્રિયા ટ્રાઈ કરવાનું છોડી દે છે.

“રુદ્ર મારી ફ્રેન્ડ સામે જ રહે છે, સોની મારી બેસ્ટ યારા...” પ્રિયાએ ઉત્સુકતાથી કીધું.

પ્રિયા અને રુદ્ર બંને મોમને બાય કહીને ઘરથી નીકળી જાય છે.

પરંતુ સામે જ પ્રિયા પહેલા સોનીના ઘરનો બેલ વગાડે છે પરંતુ ત્યાં તો, સોની હજું ઉપર આવી જ નાં હતી, એમ જાણવાં મળ્યું.

પ્રિયા અને રુદ્ર દાદરા ઉતરવા લાગ્યાં, પ્રિયા રુદ્રને જોઈ રહી હતી, જે મનોમન વિચારતી જ હતી તે શબ્દો, પોતાનાં મોઢા પર લાવતાં કહેવાં લાગે છે, “ રુદ્ર બ્લેક શર્ટમાં તમે હેન્ડસમ લાગો છો.”

રૂદ્રે આજે ફૂલ બાયનો કોટનનો બ્લેક કલરનો ઇન કરેલો શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું અને નીચે કાળા કલરના શુઝ પહેર્યા હતાં.

રુદ્ર પોતાનાં વાળ સરખા કરતો કહેવાં માંડ્યો, “ તારીફ કે લિયે શુક્રિયા મેડમ.”

પ્રિયા ફરી દાદરા ઉતરતાં કહેવાં લાગે છે, તમે મારી તો તારીફ નથી કરી હાં, આજે સાડી પહેરેલી હતી....સાડી.” પ્રિયા શબ્દો પર ભાર આપીને કહ્યું.

ત્યાં રુદ્ર કંઈક કહેવાં જ લાગ્યો હતો, એના શબ્દોને અટકાવતાં પ્રિયા ફરી કહેવાં લાગી, “ જનાબ, હો શકે તો અપની તારીફ ખુદ હી કર લેની ચાહિયે, ક્યુંકી બુરાઈ કરને વાલે ભી, દુનિયા મેં બહોત ભરે પડે હે. યુ નો, હું આજે સાડીમાં આકર્ષક લાગી રહી હતી...હોટ...”

રુદ્ર, પ્રિયાને હજું સમજી શક્યો નાં હતો, કેમ કે જેમ જેમ પ્રિયા સાથે મુલાકાતો થવા લાગી અને વાર્તાલાપ વધતો જાય છે, તેમ તેમ પ્રિયાની માસુમિયતભરી વાતો, ગુસ્સામાં કંઈક બીજી જ વાતો, તો ક્યારેક સમજદારી વાળી વાતો, ક્યારે પણ કરી લેતી હતી.

“રુદ્ર શું વિચારો છો યાર ?” પ્રિયાએ સહેજ પૂછ્યું.

ત્યાં જ દાદરા ઉતરી બિલ્ડીંગને ગેટને ત્યાં પહોંચતા જ સોની પણ સામે આવતાં દેખાઈ.

સોની દૂરથી જ મોટી સ્માઈલ આપે છે, નજદીક આવતા સોની ઈશારાથી પ્રિયાને પૂછે છે .

ત્યાં પ્રિયા જ કહે છે, “ સોની.. રુદ્ર ”

સોની આશ્ચર્યમાં પડી જાય છે.

ત્યાં જ પ્રિયા, રુદ્રને, સોનીનો પરિચય કરાવે છે.

સોની હસતાં અને મજાક ઉડાવતાં કહી રહી હતી, “હેન્ડસમ પાલક પનીર હાં પ્રિયા.”

રુદ્રને આ વાતનું જરા પણ ખરાબ નાં લાગ્યું હતું, તે પણ આ સાંભળીને હસી પડે છે અને વળતો જવાબ આપતાં કહે છે, તમારી બેસ્ટ યારા, પ્રિયા પણ બ્યુટીફૂલ લેમન છે.”

આ સાંભળી ત્રણેજણ હસવા લાગે છે.

પ્રિયા સોનીને બાય કહીને બિલ્ડીંગનાં ગેટ બહાર નીકળીને, રુદ્ર સાથે ઓટો પકડી સીધી સ્ટેશન પર ઉતરે છે.

સ્ટેશન પર ઉતરતાં જ પ્રિયાને આભાસ જેવો થઈ રહ્યો હતો કે, કોઈ તેના પર નજર રાખી રહ્યું છે, કોઈ તો છે, જે તેની દરેક પળની નિગરાની રાખી રહ્યું છે, પણ કોણ ??

પ્રિયાને હવે ગભરામણ જેવું થઈ રહ્યું હતું. પ્રિયા વિચારવા લાગી હતી કે,“તેનો આવો વહેમ છે કે બીજું કંઈ?”

“પ્રિયા શું થયું ? તને આરામ કરવો જોઈતો હતો ને, તમને મળી તો લીધું હતું, તમે સ્ટેશન સુધી કેમ આવ્યાં.? ” રુદ્ર પ્રિયાનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોતા કહ્યું.

પ્રિયા ચારે બાજું રસ્તાની આમેતેમ જોવા લાગી, તે વિચારવા લાગી કે,“ નાં, આ મારો ભ્રમ નથી, કુલદીપ મારી આજુબાજુ જ છે.”

(ક્રમશ.. )