પહેલો વરસાદ અને... Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પહેલો વરસાદ અને...

પહેલો વરસાદ અને...

પહેલા તો એ કહો કે તમને રૂટીન લાઈફ, મતલબ કે ટીપીકલ જીવનશૈલી ગમે કે પછી ઝીગઝેગ લાઈન જેવી આડી અવળી(થોડી શેડ્યુલ વાળી પણ ખરી) જીવન શૈલી ગમે..! આને વરસાદ જોડે કનેક્શન છે એટલે પૂછું છું. કારણ કે, વરસાદ કોઈ એક્ઝેક્ટ ટાઈમ પર આવવાનો નથી. તમે ટીપીકલ હશો, તો દુઃખી થશો. એટલે ચોમાસું નજીક છે, તો એન્જોય ઇટ.. આમ પણ, કાર્ડિયોગ્રામ માં હૃદય નાં ધબકારા થી નીકળતો કાર્ડિયોગ્રાફ ઝીગઝેગ લાઈન જેવો જ હોઈ છે. બાકી જો સીધી લીટી થઇ જાય તો તે માણસ અનંત ની યાત્રા એ નીકળી ગયો હોય છે. એટલે, જેનું જીવન એક્ઝેક્ટ બંધાયેલું ન હોય તેને જ ધબકતા દિલ નું જીવન કહેવાય. ક્યાંક બંધાવવું અને બાંધવું એ સ્વભાવ ન હોવો જોઈએ. એટલે ક્યારેક વરસાદ નાં લીધે શેડ્યુલ ચૂકાય જાય, મનોરંજન માણવા માં ક્યારેક મોડું થઇ જાય, તો દુઃખી થવું નહિ. કારણ કે હવે વરસાદ તો પડવાનો. ચોમાસું નજીક છે, એ તમને ભીના કરશે જ. આ તમે રસ્તા પર જતા હો અને કોઈની જાન જતી-આવતી હોય અને તમારે ટ્રાફિક માં દુઃખી થવા જેવું જ છે. પણ તેને કશું કહી શકાતું નથી. એટલે વરસાદ નજીક છે તો તેની રાહ જોજો, વરસાદ પહેલા નાં પવન ને માણજો, એકાદ વંટોળ આવતો હોય તો તેને માણજો, વરસાદ પહેલા થતા વાદળો ને જોજો, આકાશ ને જોજો, નાના હતા ત્યારે વરસતા વરસાદ નીચે હથેળી રાખતા તેવી રીતે, પાણી નાં છાંટા ને હથેળી પર પડવા દેજો. મજા આવશે...

પહેલો વરસાદ. અરે હાં, પહેલા પરથી યાદ આવ્યું પહેલો વરસાદ ની તો રાહ હોય જ છે. પણ, જિંદગી માં ફર્સ્ટ ટાઈમ થયેલી અને અનુભવાયેલી બધી જ વાતો યાદગાર બની જતી હોય છે. The first time you do a thing is always exciting. જેમ પહેલા કોણે શું કર્યુ હતું ? તેવું પરીક્ષા માં પુછાય છે તેમ જ આપણી જિંદગી માં થયેલા પહેલી વખત નાં અનુભવો મજાના હોય છે. પછી એ પહેલી વખત ટીચર એ પનીશ પણ કેમ ન કર્યા હોય..! તમે પણ ઘણીવાર કહેતા હશો.. મેં પહેલી વાર આ ત્યારે કર્યુ હતું. તે મગજ નાં કોઈ ખૂણામાં હોય જ. જુના પ્રસંગો ની સીડી/ડીવીડી પર ઘરના કોઈ ખૂણામાં ધૂળ ચડીને પડી હોય છે. પણ એક વાર તે ડીવીડી પ્લેયર માં ફરે તો મુસ્કાન લાવી જ દેતી હોય છે. તેવું જ છે કઈક આ પણ. એ પહેલો સ્કૂલ નો દિવસ, એ પહેલી વખત થયેલો કોઈની સાથે નો લાગણી નો સમન્વય, એ પહેલો પ્રેમ, પહેલી વખત નો બર્થડે, પહેલો મોબાઈલ, ફર્સ્ટ રેન્ક, પહેલી વખત ઘર થી દૂર કોઈને ત્યાં રોકાવા ગયા હોઈએ એ અને ત્યાં સુધી કે પહેલી વખત એકલા બસ/ટ્રેન માં ક્યાં થી ક્યાં ગયા તા એ. જિંદગી માં પહેલી વખત આપણી જોડે થાય તે મજાનું હોય છે.

આ ધોમ ધખધખતા ઉનાળા બાદ જે પહેલો વરસાદ થાય તે પણ એવો જ મસ્ત લાગે છે. ઉનાળા કરતાં પવન થોડો વધુ ઝડપે ફૂંકાવા લાગતો હોય. ભલે તડકો ઓછો હોય પણ ગરમી તો પણ વધુ પડવા મંડે, તડકાની બ્રાઈટનેસ ધીરે ધીરે ઓછી થવા લાગે, આઈસ્ક્રીમ અને ઠંડી વસ્તુઓ નું વેચાણ માર્કેટ માં વધી જાય. ધીરે ધીરે વાદળા ઓ ભેગા થવા લાગે, ક્યારેક સૂર્ય ને પાછળ મુકી ને જાણે કોઈ મલ્ટી નેશનલ કંપની ની મીટીંગ હોય તેમ ભેગા થયા હોય, એની ડિસ્કસ કરતાં હશે કે આ વખતે ગ્લોબલ વોર્મિંગ માં કેટલો ચેન્જ આવ્યો છે જેથી તેને આપણ ને પાણી માં કેટલું પ્રોફિટ આપવું તેની ખબર પડે. અને પછી, જો નક્કી થઇ જાય વરસવાનું તો.... પહેલા વરસાદ માં તો પવન ખુબ જ ગતી થી ફૂંકાવા લાગે, બપોર નાં ૨ વાગ્યે પણ સાંજ નાં ૬ વાગ્યા હોય તેવું વાતાવરણ થઇ જાય.. પક્ષીઓ માળામાં બેસી જાય.. અને પછી આકાશ માંથી પહેલું ટીપું લેટ્સ ગો કરતુ કુદી પડે, ત્યારે ખરેખર... મન મોર બની થનગાટ કરે..

અને પછી આપણી ભાગાભાગી ચાલુ થાય, ઘરે કપડા સુકાતા હોય તે ખુબ જ ઝડપ થી સમેટાઈ ને ઘર માં લઇ લેવામાં આવે.., રોડ પર નાં લોકો છાપરા શોધવા માંડે, ત્યારે પેલી મસ્ત પંક્તિ યાદ આવે કે..

જિનકે પાસ સિક્કે થે વો મઝે સે ભીગતે રહે બારીસ મેં...

જિનકે જેબ મેં નોટ થે વો છત તલાશતે રહે...

અષાઢ અને શ્રાવણ મહિનાઓ, દરેક માણસ વરસાદ ની ચાતક નજરે જ રાહ જોતો હોય છે. બધા જ પહેલા વરસાદ ને પ્રેમ થી આવકારે છે. કાળ-જાળ ઉનાળા ની ગરમી માંથી પહેલો વરસાદ જ બહાર લાવે છે. વૃક્ષો નાં રંગ પણ ફરી ગયા હોય છે ઉનાળા દરમિયાન, જંગલ સુકા થઇ જાય છે, આ બધા પર પહેલો વરસાદ જાણે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. પહેલા વરસાદ ની સુગંધ જ ખરેખર આકર્ષક હોય છે. જાણે પ્રદુષિત હવા નું ફિલ્ટર થઇ જાય છે. પહેલો વરસાદ પડતાજ બાળકો ખુશ થઇ જાય છે. બહાર શેરી માં રમવા માટે આવી જાય છે. અને તેને જોઈને ખરેખર કહી શકાય કે, ખુશી કા કોઈ ઠીકાના નહિ રહેતા..

આમ તો પહેલો વરસાદ, પહેલો પ્રેમ, પહેલી વખત મળેલો કોઈ સાચો મિત્ર...અને...અને..અને.. જિંદગી માં થયેલી કદાચ તમામ પહેલી વાર ને યાદ કરાવે છે. કારણ કે પહેલા પ્રેમ ની જેમ પહેલો વરસાદ પણ ખુબ જ વ્હાલો લાગે છે. એ પહેલા વરસાદ ની સુગંધ લાગણી નો સમન્વય યાદ કરાવી દે છે. પહેલા વરસાદ નો તે પહેલો છાંટો જાણે કોઈ સાચો મિત્ર આપણી જોડે વાત કરતો હોય તેવો અનુભવ કરાવી દે છે. લાઈફ જાણે રીફ્રેશ થઇ જાય છે પહેલા વરસાદ થી...

હઠલાતી, લાઈ ફુહાર,

દેખો આઈ બરખા બહાર.

રીમઝીમ-રિમઝીમ ઝડી લગાઈ,

પ્રકૃતિ કૈસી હૈ મુસ્કાઈ,

લહરાતે પત્તે-પત્તે પર,

હરિયાલી ઇસને બીખરાઈ.

ઋતુઓ ને હૈ કિયા શ્રુંગાર,

દેખો આઈ બરખા બહાર.

આ ઋતુઓ નું તો એવું છે ને કે જે ન હોય તે જ ગમે. ઉનાળા માં શિયાળો અને ચોમાસું વ્હાલું લાગે, તો શિયાળા માં ઉનાળો યાદ આવે. પણ, આમ તો ચોમાસું વ્હાલી ઋતુ છે, ભલે થોડી કાદવ-કીચળ વાળી ખરી..., પણ ભીની ઋતુ, આંખ ને જોવા ગમે તેવા દ્રશ્યો આ ઋતુ માં જ તો રચાય છે. કુદરત ચારે કોર થી ખીલી ઉઠે છે આ જ ઋતુ માં. ખુલ્લું વાતાવરણ હોય, જાણે વરસવા તત્પર હોય તેવા વાદળો થી આખુંય આકાશ છવાયેલું હોય અને નહિતર, વરસાદ પછી ની ભીની ઠંડક હોય. આકાશ ની મેઘગર્જના અને વીજળી નાં ચમકારા માં આખું ઘર સાથે હોલ માં બેઠું હોય... વરસાદ ની રાહ જોય ને અને નહિતર પછી વરસતા વરસાદ ને જોતું... આ દ્રશ્યો ચોમાસું જ ઉભું કરે છે. અને ક્યારેક તો... વરસાદ ને લીધે લાઈટ(ઈલેક્ટ્રીસીટી) ચાલી જાય છે.. સાંજનો સમય હોય છે.. વરસાદ નો અવાજ આવતો હોય છે. એકધારો.. વરસતો હોય છે ત્યારે વરસાદ.. એ આપી દેવામાં જ સમજે છે.. બાંધવું અને બંધાવું એ એના સ્વભાવ માં નથી હોતું.. કારણ, બસ એટલું જ છે કે તેની પાછળ કુદરત છે. માણસ ને આ યંત્રો થોડા બાજુ પર મુકી ને.. પ્રકૃતિ ને માણવા નું મન કેમ નહિ થતું હોય ? તમે માણ્યું છે ક્યારેય.. રાતે વરસતા વરસાદ નાં એ સંગીત ને ગેલેરી માં કે પછી બારી ખોલી ને સાંભળ્યું છે..? વરસાદ વરસતો હોય તો તમારું હૃદય ક્યારેય નાના બાળક ની જેમ નાચ્યું છે..? કુદરત અને વાતાવરણ ની આ બધી મસ્તી અને શાંતિ નો આનંદ માણી લેવા જેવો છે હો..! આ વખતે માણી લેજો.. કારણ કે, પ્રકૃતિ જોડે જીવતા આવડે તો એનો આનંદ ખુબ જ મજાનો હોય છે.

તો ચાલો, વરસાદ ને વ્હાલ થી વેલકમ કહીએ..! તેને માણતા શીખીએ.

આમ તો ગ્લોબલ વોર્મિંગ ને લીધે બધી ઋતુઓ માં સૌથી વધુ ઉનાળા ની અસર વાતાવરણ માં બારેમાસ વધુ દેખાવા લાગી છે. માટી સુકાઈ જાય ત્યાં સુધી તડકા ની બ્રાઈટનેસ જરા પણ ઘટતી નથી. આનાથી જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે જે સુગંધ માટી માંથી આવે છે તેનાથી જાણે હવા બધી જ પ્યોરીફાય થઇ જાય છે. સુગંધ ખુબ જ આકર્ષક હોય છે.. તમે પણ જાણતા હશો.

પહેલો વરસાદ એટલે આમ તો સ્કૂલ નો ખુલવાના દિવસો. એ ચાતક નજરે વરસાદ ની જોવાતી રાહ. અને જોડે કોમ્બીનેશન માં એ જીવાતી પ્યોર લાઈફ એટલે ‘બચપન’. આજે પણ તે સ્કૂલ નાં પહેલા દિવસો યાદ આવી જાય. જ્યારે બહાર ખુબ જ જોર-શોર થી વરસાદ પડતો હોય, મોસમ નો પહેલો વરસાદ. તો ભણવામાં ધ્યાન તો શાનું રહેવાનું.. બસ, નજર બારી બહાર જ ચાલી જાય. પ્રકૃતિ ને ભેટવા.

તો આ ચોમાસા માં તમે પણ સાંભળી લેજો આ મ્યુઝીક, આ કુદરત નાં પ્લેલીસ્ટ માંથી પ્લે થતું હોય છે. વર્ષમાં અમુક વાર જ પ્લે થાય છે ચુકતા નહિ. હૃદય ખરેખર નાચે એવા બાળક બની જજો. વરસતા વરસાદ માં જઈ ને ચહેરો આકાશ તરફ રાખી ને છાંટા ચહેરા પર પડવા દેજો.. એક દમ ફ્રેશ વોટર.! વરસાદ પત્યા પછી, બહાર ભીની ઠંડક નો આનંદ પણ લીધા જેવો. જાણે પ્રકૃતિ ઊંઘ માંથી જાગી હોય તેવી ચહલ પહલ થઇ જાય છે વરસાદ પછી. દ્રશ્યો બદલાઈ જાય છે. જ્યાં અને જેના પર વરસે ત્યાં ભીનાશ અને હરિયાળી નો ઉદય થાય છે. તારા મઢ્યો ચંદરવો, કુદરત છે એની સાક્ષી પુરાવતો અસ્તિત્વ નો વિરાટ વિસ્તાર અને કુદરતી હવા આ બધું તો ક્યારેક ખુલ્લા આકાશ નીચે બેસી ને જોવામાં આવે તો જ ખબર પડે….

બસ, આ જ હતી પહેલો વરસાદ અને પહેલી વાર ની યાદો..

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

  • રમેશ પારેખ
  • હાર્દિક રાજા