મનસ્વિ Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનસ્વિ

મનસ્વિ

એક ટુંકી વાર્તા

હિરેન કવાડ

પ્રસ્તાવના

આ મારી બીજી એવી વાર્તા છે જે થોડી એબસર્ડ છે અને સાયકોલોજીકલ થ્રીલર છે. હું જાણુ છું આવી વાર્તાઓનો વાંચક વર્ગ અલગ જ હોય છે, આવી વાર્તાઓનો અર્થ સામાન્ય રીતે દરેક વાંચક પોત પોતાની રીતે સમજતા હોય છે. આશારાખુ છુ કે તમને ગમશે.

મનસ્વિ

‘છોડને….’, મનસ્વિએ ઉંઘમાં ચીસ પાડી..

‘છોડને મને એ નથી ગમતુ. આઇ એમ ઓન પીરીયડ્સ’, એણે ફરી મોટી ચીસ પાડી. અને રજાઇ તાણીને સુઇ ગઇ. ચારે તરફ ઠંડક હતી. એ યુવાન રજાઈની બહાર નીકળ્યો અને પોતાનું પેન્ટ કમર સુધી ચડાવ્યુ. એના બાવડા મજબુત અને માંસલ હતા. એની ગરદન પર ભગવદ ગીતાના શ્લોકનું ટેટુ હતુ. ‘સહજમ કર્મ કૌન્તેય, સદોષમ અપી ન ત્યજેત’, એ ખુલ્લા શરીરે ફ્રીજ પાસે ગયો. ફ્રિજ ખોલ્યુ અને પાણીની બોટલ બહાર કાઢી ફ્રીજ પર પડેલો ગ્લાસ હાથમાં લીધો ત્યાંજ એ હાથમાંથી છટકી ગયો જેણે શાંત વરસાદી વાતાવરણમાં રણકાર પેદા થયો.

‘છોડ મને તુ…’, મનસ્વિ ચીસ પાડીને જાગી ગઇ. એણે પેલા યુવાન તરફ આંખો ફાડીને જોયુ. તરજ એણે નજર હટાવીને કાચની બારીની આરપાર પડી રહેલા વરસાદ પર આંખો બેસાડી. એની નજર રૂમની વસ્તુઓ પર પડી. દરવાજાથી અંદર એક સેન્ડલ ઉંધુ પડેલુ હતુ. બીજુ દેખાઇ નહોતુ રહ્યુ. લાલ રંગનું પર્સ જેમાંથી શણગારનો સામન નીકળી ગયો હતો એ બેડની બાજુમાં જ નીચે પડ્યુ હતુ. એણે પોતાની આંખો ચોળી. પેલો યુવાન મનસ્વિની બધી ક્રિયાઓને ધ્યાનથી જોઇ રહ્યો હતો. એની નજર દિવાલ પર લટકાવેલ L.E.D ટી.વી પર પડી. ત્યાં ફેંકેલી જીન્સની શોર્ટ લટકી રહી હતી. મનસ્વિનું ધ્યાન એકાએક પોતાના પર ગયુ. એણે ચાદરની અંદર જોયુ. એ નિર્વસ્ત્ર હતી. એનું રેડ ટોપ ટેબલ પરના નાઇટ લેમ્પ પર લટકી રહ્યુ હતુ. બધા આંતરવસ્ત્રો રૂમમાં જ ફેંકાયેલા હતા. પરંતુ મનસ્વિના મગજમાં સ્મૃતિઓના કોઇ જ વલયો ન અંકાયા. એની નજર પેલા યુવાન પર પડી. કોણ હતો એ? એ માત્ર વિસ્મયતાથી એ જોઇ રહી.

‘હું જાવ છું.’, એ યુવાને પોતાનો વ્હાઇટ શર્ટ પહેર્યો અને પોતાના બ્લેક ફોર્મલ શુઝ પહેરીને દરવાજાની બહાર નીકળી ગયો. મનસ્વિએ કંઇજ બોલ્યા વિના પોતાની સ્મૃતિઓ ફંફોળવાનું શરૂ કર્યુ. પરંતુ કંઇ જ ન મળ્યુ. બહાર વરસાદ શાંત થઇ રહ્યો હતો. મનસ્વિ રજાઇમાંથી બહાર નીકળી. પોતાના આંતરવસ્ત્રો પોતાના શરીર પર ચડાવ્યા. એ વરસાદ જોવા માટે બારી તરફ જઇ રહી હતી ત્યાંજ અચાનક એના મોંમાંથી ચીસ નીકળી ગઇ. એના પગ એકાએક ઉંચો થઇ ગયો. ફુટેલા કાચના ગ્લાસનો ટુંકડો મનસ્વિના પગમાં ઘુસી ગયો હતો. એ તરત જ વિંખાયેલા બેડ પર બેસી ગઇ. એણે એક જાટકે કાચનો ટુંકડો ખેંચી લીધો. એ ઉભી થઇને લંગડાતી લંગડાતી સ્ટડી ટેબલ પાસે ગઇ અને ફર્સ્ટ એઇડ બોક્સ કાઢ્યુ અને વાગેલુ હતુ ત્યાં પાટો બાંધ્યો. જેવો પાટો બાંધવાનું પૂરૂ થયુ એવો જ એનો ફોન રણક્યો. એનો ફોન બેડની બાજુમાં પડેલા પર્સમાં હતો. એ ઉભી થઇ અને પર્સ પડ્યુ હતુ એ તરફ જઇ રહી હતી ત્યાં જ એની નજર બેડ પર પડેલા લોહીના ડાઘા પર પડી. તરજ એણે એના અન્ડરવેર તરફ નજર કરી. ત્યાં પણ લોહી હતુ. એ ગભરાઇ ગઇ. એને કાલ રાતનું કંઇજ યાદ નહોતુ. એકાએક એને ચક્કર આવવા લાગ્યા. એ બેડ પર જ ફસડાઇ પડી.

***

એ આંખો ચોળીને ઉભી થઇ. ફોનનું રીંગર હજુ વાગી રહ્યુ હતુ. ફરી એણે રૂમમાં ચારેતરફ નજર કરી. ફરી એ મુંજાઇ. કંઇ યાદ ન આવ્યુ. એણે આંતરવસ્ત્રો પહેરેલી અવસ્થામાં જ રણકી રહેલો ફોન હાથમાં લીધો. એની નજર બેડ પર પડી ત્યાં લોહીના ડાઘા હતા. એ સાથે જ એની નજર એના અન્ડરવેર પર પડી. ત્યાં પણ લોહી હતુ. ટી.વી પર લટકી રહેલી શોર્ટ એણે હાથમાં લીધી, ટેબલ પર પડેલ રેડ ટોપ પહેર્યુ. એની નજર ફરી વાગી રહેલા મોબાઇલ પર પડી.

‘Appointment with Dr. Sahil. @ 12.30 PM.’, રીમાઇન્ડર વાગી રહ્યુ હતુ. મનસ્વિએ મોબાઇલમાં સમય જોયો. 12.00 વાગી ચુક્યા હતા. મનસ્વિએ પોતાના મોબાઇલમાં આજની નોટ્સ જોવાનું શરૂ કર્યુ.

‘Dr. Sahil Treatment for Amnesia.’

‘Pay Apartment Rent’

‘Writing at Buddha Cafe’

‘Don’t Trust at First Site.’

‘Don’t Booze’

‘Hangout with friends on Danciyapa Bar.’

મનસ્વિ નોટ્સ વાંચીને ઉભી થઇ. એ બારી તરફ જઇ રહી હતી ત્યાંજ એની નજર ફુંટેલા કાંચ પર પડી અને એણે પોતાનો પગ સંભાળી લીધો. એણે પોતાના પગ સામે જોયુ, એને આછા વિઝ્યુઅલ્સ આવ્યા. પગમાં દુખતુ હોય એવા. પરંતુ એને કંઇ સમજાયુ નહિં. એના પગમાં તો કંઇજ નહોતુ થયુ. એણે શાવર લીધુ અને તૈયાર થઇ. બાથરૂમમાં એને નોટ મળી એના પરથી એણે સફાઇવાળાના નંબર લઇ લીધા અને ઘર સાફ કરવા કહી દીધુ. એણે ડોક્ટર સાહિલને કોલ કર્યો.

‘યસ મિસ મનસ્વિ.’, સામેથી એક એનર્જેટીક અવાજ આવ્યો.

‘ડોક્ટર યોર એડ્રેસ?’, મનસ્વિ કન્ફ્યુઝનમાં જ બોલી.

‘ચેક યોર પર્સ, મારૂ કાર્ડ હશે.’, ડોક્ટરે જવાબ આપ્યો.

‘ઓકે’, કહીને મનસ્વિએ ફોન કટ કર્યો.

એણે પોતાનું પર્સ ખોલ્યુ. એમાં પણ ઘણી બધી નોટ્સ હતી. એને ડો. સાહિલનું કાર્ડ મળી ગયુ. એણે સાદો સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો. એ ડોક્ટર પાસે જવા માટે પોતાના રૂમની બહાર નીકળી. જ્યારે એ રૂમની બહાર નીકળી એટલે એણે જોયુ તો એ એક મોટા બંગલોમાં હતી. સામેથી કોઇ ઘરઘાટી જેવો માણસ આવી રહ્યો હતો. એને જોઇને મનસ્વિને કંઇજ યાદ ના આવ્યુ.

‘સોરી મેમ, થોડા લેટ હો ગયા. આપકો કોલ કરના પડા.’,

‘ઓકે ઓકે.’

‘ચાબી?’, પેલો ઘરઘાટી બોલ્યો. મનસ્વિએ રૂમની ચાવી પેલા ઘરઘાટીને આપી. એ બંગલોની બહાર નીકળી. એણે પોતાના પર્સમાં જોયુ. ગાડીના નંબર સાથે ચાવી હતી. એણે પોતાની લક્ઝરીયસ કાર પાર્કીંગમાંથી કાઢી. એણે રોડ પર જ કોઇને કાર્ડમાંનું એડ્રેસ પૂછ્યુ. એ કોમ્પ્લેક્સમાં લિફ્ટ દ્વારા ઉપર ગઇ. ક્લિનીક ના રીસેપ્શન પર એણે કાર્ડ આપ્યુ. રીસેપ્શનીસ્ટે મનસ્વિને બેસવા માટે કહ્યુ. એ ડો. સાહિલનું વિઝીટીંગ કાર્ડ ત્યાંજ ભુલી ગઇ. પોતાના નંબરની રાહ જોઇ રહી હતી ત્યારે જ મનસ્વિનો મોબાઇલ રણક્યો. ‘માયા’ નો કોલ આવી રહ્યો હતો. મનસ્વિએ કોલ રીસીવ કર્યો.

‘તુ આવે છે ને શોપીંગ માટે?’,

‘હા, બટ હું ડોક્ટરને ત્યાં છું.’

‘અચ્છા, પછી બારમાં પાર્ટી માટે જવાનું છે. બીજા કોઇને લાવવા હોય તો લઇ આવજે.’, માયાએ કહ્યુ.

‘ઓકે, બટ મને કંઇ યાદ નથી.’

‘હા મને ખબર છે, હું ડીટેઇલ્સ મોકલુ છું.’, માયાને મનસ્વિની યાદશકિતનું ખબર હોય એ રીતે હસીને કહ્યુ. તરત જ શોપીંગ માટે ક્યાં જવાનું છે, રાત્રે પાર્ટી માટે ક્યાં બારમાં જવાનું છે એ બધી ડીટેઇલ્સ આવી ગઇ. થોડી જ વારમાં મનસ્વીને અંદર બોલાવવામાં આવી.

ડોક્ટરની ઓફીસ વિશાળ હતી. એક ખુણામાં એક રાઉન્ડ ટેબલ હતુ. એક તરફ બે નાના કાઉચ હતા. એક તરફ પેશન્ટ માટેનું સ્લિપીંગ ટેબલ હતુ. ડોક્ટર કાઉચ પર બેઠા હતા. મનસ્વિ એ તરફ જ ગઇ. વ્હાઇટ ફુલ સ્લિવ શર્ટ, બ્લેક પેન્ટ, બ્લેક ફોર્મલ શુઝ. ડીસન્ટ વાળ. એક યુવાન ડોક્ટર ત્યાં કાઉચ પર ખુબ જ શાંત ભાવથી બેસેલ હતો. મનસ્વિને થોડા વિઝ્યુઅલ્સ આવ્યા પરંતુ ચોખ્ખુ કંઇ ન દેખાણુ. એનું માથુ થોડુ ભારે થયુ.

‘આર યુ ઓકે ?’, ડો. સાહિલે પૂછ્યુ.

‘યા.’

‘પાણી જોઇએ છે?’,

‘ના ચાલશે?’

‘દવા લીધી?’

‘ડો. મને કંઇજ યાદ નથી. જ્યારે ઉઠી ત્યારે મારો ફોન વાગી રહ્યો હતો બસ.’, મનસ્વિએ થોડુ ટેન્સ થઇને કહ્યુ.

‘અચ્છા આજે આપણે હિપ્નો થેરાપી સેશન કરવાના છીએ. એનાથી ખબર પડશે કે અનકોન્શીયસ માઇન્ડ દ્વારા કેટલુ જાણી શકાય છે.’

‘ડોક્ટર ડુ સમથીંગ. આજે જ્યારે ઉઠી ત્યારે અજીબ મહેસુસ કરી રહી હતી. જાણે પાછલી રાતે મારી સાથે ઘણુ બધુ બન્યુ હોય.’,

‘યુ વીલ બી ફાઇન.’, ડોક્ટરે કહ્યુ. એ પછી હિપ્નો થેરાપી માટે મનસ્વિને તૈયાર કરવામાં આવી. હિપ્નો ટેકનીક્સ દ્વારા મનસ્વિને ડોક્ટરે શાંત કરી.

‘હવે તમને હલકી હલકી ઉંઘ આવી રહી છે.’

‘યાદ કરો એ દિવસ જ્યારે આ બધુ થયુ હતુ.’

‘હા યાદ આવી રહ્યુ છે. એ મને મારી રહ્યો છે. મારે એનાથી દૂર જવુ છે. મેં ફોન કરવા મોબાઇલ કાઢ્યો. એણે મારૂ પર્સ ખેંચીને ફેંકી દીધુ. મારા હાથમાં એક કાચનો ગ્લાસ આવી ગયો. જે હું એને મારવા ગઇ પરંતુ નિશાન ચુકી ગઇ. કાચનો ગ્લાસ તુટી ગયો.’, અનકોન્શીયસ મનસ્વિના કપાળ પર બોલતા બોલતા પરસેવો વળી રહ્યો હતો. ડો. સાહિલ પણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

‘છોડ મને, છોડ. એ મારા શરીર પર ગમે ત્યાં હાથ ફેરવવા માંગે છે. એણે મારા સેન્ડલ કાઢીને ફેંકી દીધા. એણે મારૂ ટોપ ખેંચીને કાઢી નાખ્યુ. અને ફેંકી દીધુ. છોડ મને. એની ગરદનની જમણી સાઇડ પર કંઇક લખેલુ છે બટ મને કંઇ દેખાતુ નથી. એણે મને બળ જબરી પૂર્વક બેડ સાથે બાંધી દીધી. એણે મારા એક એક વસ્ત્ર ક્રુરતાથી ઉતારી નાખ્યા. હવે એ મારી સાથે ફીઝીકલ થઇ રહ્યો છે. એ વિકૃત મારા અંગ સાથે રમી રહ્યો છે. છોડ મને. મને નથી ગમતુ. છોડ. હું બંધાયેલી. છુટવા માટે પ્રયત્ન કરી રહી છું. મને દુખી રહ્યુ છે. મને મારા પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યુ છે. પરંતુ એ વિકૃત હજુ એની હવસ પૂરી કરી રહ્યો છે. છોડ મને તુ… છોડ.’, મનસ્વિ ચીસ પાડીને અનકોન્શીયસ સ્ટેટમાંથી બહાર આવી ગઇ. ડો. અને મનસ્વિ બન્નેના કપાળ પર પરસેવો હતો.

‘કીપ કામ,’, ડો. સાહિલે મનસ્વિને પાણી આપ્યુ.

‘શું થયુ ડોક્ટર?’, જોરથી શ્વાસ લેતા લેતા મનસ્વિએ પૂછ્યુ.

‘મનસ્વિ તુ એક ભયંકર ઘટનામાંથી પસાર થઇ છો.’, ડોક્ટરે કહ્યુ.

‘શું થયુ છે ડોક્ટર મને, મને યાદ કેમ નથી આવતુ?’, મનસ્વિ ગભરાઇને બોલી.

‘એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. હું મેડીસીન્સ લખી દવ છું. કોઇ જ સ્ટ્રેસ ના લે. નોર્મલી જેમ રહે છે એમ જ રહે. પાછલા રીપોર્ટમાં જ આપડે જોયુ કે બ્રેઇન ડેમેજ કેટલુ છે. બટ નોર્મલી રહીશ તો ધીરે ધીરે રીકવરી આવી જશે.’

‘ડોક્ટર આઇ ડોન્ટ નો વોટ ટુ ડુ. આવુ મારી સાથે કેટલા દિવસથી થાય છે.’

‘એક મહિનાથી તમે ૨૪ કલાકથી વધારે યાદ નથી રાખી શકતા. ક્યારેક ૧૨ કલાક. તો જે પણ કરો અથવા કરવાનું હોય એ લખી રાખો.’, ડોક્ટરે કહ્યુ. મનસ્વિ ખુબ ચિંતામાં આવી ગઇ.

‘ડોન્ટ વરી ઇટ વીલ બી ફાઇન.’, ડોક્ટરે મનસ્વિના હાથ પર હાથ મુક્યો. એને ફરી મગજમાં સણકો ઉપડ્યો એને એજ દ્રશ્યો ધુંધળા ધુંધળા દેખાવા લાગ્યા. ડોક્ટરે એક ટેબ્લેટ અને પાણી આપ્યુ.

‘કોઇને બોલાવી આપુ?’, ડો. સાહિલે મનસ્વિ થોડી સ્વસ્થ થઇ એટલે પૂછ્યુ.

‘ના, મારી એક મિત્ર લઇ જશે મને.’, મનસ્વિ બોલી. ડોક્ટરે પ્રિસ્ક્રીપ્શન લખ્યુ.

‘કાલે ફરી મળીશું. થોડા રિપોર્ટ્સ કરાવવા પડશે.’, ડોક્ટરે કહ્યુ.

‘ઓકે. સ્યોર.’,

‘યા રીમાઇન્ડર મુકવાનું ભૂલતા નહિં. મે બી કાલે કંઇ યાદ ન હોય.’, ડો. સાહિલ ફરી બોલ્યો.

‘યા સ્યોર. મને તમારૂ કાર્ડ આપો.’, એણે પોતાના પર્સમાંથી મોબાઇલ કાઢ્યો અને ૧૨.૩૦ નું રીમાઇન્ડર સેટ કર્યુ. ડો. સાહિલે એક વિઝીટીંગ કાર્ડ આપ્યુ. એ ક્લિનીકની બહાર નીકળી. કોમ્પ્લેક્સની બહાર નીકળીને એ વિચારવા લાગી ક્યાં જવુ? ત્યારે જ એક કોલ આવ્યો.

‘મનસ્વિ એપાર્ટમેન્ટ રેન્ટ?’, કોલ રીસીવ કર્યો એવો સામેથી અવાજ આવ્યો.

‘ક્યો એપાર્ટમેન્ટ?’, મનસ્વિ બોલી.

‘તમે ફરી ભૂલી ગયા. છ મહિના પહેલા જ્યાં તમે એક મહિના માટે રહ્યા હતા.’, મનસ્વિને કંઇ યાદ ના આવ્યુ.

‘મને એડ્રેસ મોકલી આપો. હું કાલ સુધીમાં કરાવી આપુ છું.’, મનસ્વિએ કહ્યુ.

‘ઓકે.’, સામેથી કોલ કટ થઇ ગયો.

મનસ્વિએ આવતી કાલની ડેટ્સની નોટ્સ ખોલી અને ‘Pay Apartment Rent’ To Do લિસ્ટમાં ઉમેર્યુ. એ કાર તરફ ગઇ અને કારમાં બેસી. બાજુની સીટ પર જ લેપટોપ બેગ પર એનું ધ્યાન ગયુ. એણે લેપટોપ ખોલ્યુ. ડેસ્કટોપ પર જ ઘણી વર્ડ ફાઇલ્સ હતી. જેમાં સ્ટોરીઝ લખેલી હતી. એણે એમાંની એક સ્ટોરી વાંચી એને ખબર પડી કે આ સ્ટોરીઝ તો પોતે જ લખેલી છે. એને કંઇક લખવાનું મન થઇ આવ્યુ. એણે તરત જ મોબાઇલમાં સર્ચ કર્યુ. બેસ્ટ કાફે ઇન સીટી. બુદ્ધા કાફે રિઝલ્ટમાં આવ્યુ. એણે ગાડી એ તરફ ચલાવવાની શરૂ કરી. કાર ચલાવી રહી હતી ત્યારે જ માયા નો કોલ આવ્યો. મનસ્વિએ કોલ રીસીવ કર્યો.

‘ક્યાં છે તુ? હું ક્યારની રાહ જોઇ રહી છું.’, માયા ખુબ જડપથી બોલી ગઇ.

‘હું બુદ્ધા કાફે પર જઇ રહી છું લખવા માટે.’, મનસ્વિએ કહ્યુ.

‘અરે આપણે નક્કિ કર્યુ હતુ કે શોપીંગ માટે જઇશું.’, માયા બોલી.

‘ઓકે ચલ આવુ.’, મનસ્વિએ કહ્યુ. એણે એડ્રેસ જોયુ. આવતી કાલની નોટમાં એણે ‘‘Writing at Buddha Café” ઉમેર્યુ. એ શોપીંગ મોલ પહોંચી.

‘આ ક્યાં લુકમાં આવી ગઇ તુ?’, માયાએ મનસ્વિને જોઇને આશ્ચર્યપૂર્વક કહ્યુ. મનસ્વિ માત્ર જોઇ રહી.

‘ચલ થોડા પાર્ટીલાયક કપડા ખરીદીએ.’, માયા મનસ્વિને મોલમાં ખેંચી ગઇ. બન્ને મોલમાં રાતના આંઠ વાગ્યા સુધી ફર્યા. મનસ્વિનો બાહ્ય દેખાવ બદલાઇ ગયો હતો. એણે જીન્સની શોર્ટ પહેરી હતી અને રેડ કલરનું ટોપ પહેર્યુ હતુ. હોઠો પર ગુલાબી લીપ સ્ટીક પણ આવી ગઇ હતી અને પગમાં નવા સેન્ડલ આવી ગયા હતા.

‘જો તને યાદ રહેતુ નથી. એટલે હું કહુ એટલુ નોટમાં લખી લે.’, માયાએ મનસ્વિને ધમકાવતી હોય એ રીતે કહ્યુ. મનસ્વિએ પોતાનો મોબાઇલ કાઢ્યો.

‘Don’t Trust on anyone at First Site.’

‘Don’t Booze’ અને જો કાલે ફરી મળવુ હોય તો.

‘Hangout with friends on Danciyapa Bar.’ માયાએ જે જે કહ્યુ એટલુ મનસ્વિએ નોટમાં ઉતારી નાખ્યુ. બન્ને સીટીના મોસ્ટ ક્રાઉડેડ બારમાં પહોંચી ગયા. પરંતુ જેવો મનસ્વિએ અંદર પગ મુક્યો અને બારનું સાઉન્ડ સંભળાયુ એવા જ એની આંખ સામે ફ્લેશ આવવા લાગ્યા. એનું માથુ ભારે થવા લાગ્યુ. એને ખબર નહોતી પડી રહી શું કરવુ. એણે પોતાની આંખો બે ઘડી બંધ કરી લીધી.

***

‘ઓનલી ટુ પેગ ઓકે?’, માયાએ મનસ્વિને કાળજીપૂર્વક કહ્યુ.

‘ઓકે ઓકે. યુ કેરી ઓન.’, મનસ્વિએ કહ્યુ. માયા એના બીજા ફ્રેન્ડ્સ પાસે જઇને ડાન્સ કરવા લાગી. મનસ્વિ બાર પાસે ગઇ અને ત્યાં બેસી.

‘કેન આઇ બાય યુ અ ડ્રિંક?’, એક સોફીસ્ટીકેટેડ યંગ મેન બાજુમાં આવીને બોલ્યો.

‘ઓહ્હ ડો. સાહિલ તમે અહિં?’, મનસ્વિએ કહ્યુ.

‘હેય ઓનલી સાહિલ. હું ડોક્ટર મારા ક્લિનીક પર હોવ છું.’, સાહિલે હસીને કહ્યુ.

‘ટુ સ્કોચ.’, સાહિલે બાર ટેન્ડરને ઓર્ડર આપ્યો.

‘યુ આર ટુ સોફીસ્ટીકેટેડ. વ્હાઇટ શર્ટ, ફોર્મલ પેન્ટ એન્ડ શુઝ? યુ આર ડોક્ટર.’, મનસ્વિએ થોડુ હસીને કહ્યુ. સાહિલ પણ હસ્યો. એણે બીજી તરફ ચહેરો ફેરવ્યો. મનસ્વિનું ધ્યાન સાહિલની ગરદન પર પડ્યુ. તરત જ એની સામે એના સપનાના દ્રશ્યો આવવા લાગ્યા. એણે પોતાનો સ્કોચનો ગ્લાસ ઉઠાવ્યો અને ગટકી ગઇ.

‘આ ટેટુ સવારમાં?’, મનસ્વિ બોલી.

‘હું ડ્યુટી પર એને છુપાવીને રાખુ છું.’, સાહિલે કહ્યુ.

‘ઓહ્હ.. વોટ્સ ઇટ અબાઉટ?’, મનસ્વિએ પૂછ્યુ.

‘ગીતાનો શ્લોક છે, સહજ કર્મ કરો. ભલે એ દોષોથી યુક્ત હોય.’, સાહિલ બોલીને હસ્યો.

‘યુ આર ઇન્ટરેસ્ટીંગ મેન.’,

‘આઇ એમ વાઇલ્ડ મેન ટુ.’, સાહિલ હસ્યો. મનસ્વિ પણ હસી.

‘વન મોર.’, સાહિલે બાર ટેન્ડરને કહ્યુ.

‘આઇ વિલ હેવ ટુ.’, મનસ્વિ બોલી. બન્નેએ થોડી જ વારમાં પોતાના પેગ પુરા કર્યા. મનસ્વિ થોડુ હળવુ મહેસુસ કરવા લાગી.

‘મને ઉંઘ આવી રહી છે.’, મનસ્વિએ કહ્યુ.

‘માયા… હેય માયા.’, મનસ્વિએ માયાને બોલાવી.

‘બોલ.’, માયા આવી.

‘આઇ એમ ફિલીંગ સ્લીપી.’, મનસ્વિએ કહ્યુ.

‘થોડી વાર રોકાઇ જા. આપણે સાથે જઇએ. યુ આર પ્રીટી ડ્રંક, યુ કાન્ટ ડ્રાઇવ. બહાર વરસાદ પણ શરૂ થઇ ગયો છે.’, માયાએ મનસ્વિને ધમકાવી.

‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઇ કેન ડ્રોપ યુ. આઇ વિલ ડ્રાઇવ.’, સાહિલ બોલ્યો અને માયા સામે જોઇને હસ્યો. જાણે એ બન્ને કંઇ જાણતા હોય.

‘નો પ્રોબ્લેમ. એન્જોય. બાય’, માયા બોલી અને એ ફરી એના મિત્રો પાસે ચાલી ગઇ. સાહિલ અને મનસ્વિ થોડો થોડુ હસતા બહાર નીકળ્યા. કારમાં હળવુ રોમેન્ટીક મ્યુઝિક વાગી રહ્યુ હતુ. સાહિલ ધીરેથી પોતાનો હાથ મનસ્વિના ખુલ્લા સાથળ પર લઇ ગયો. મનસ્વિના મગજના તરંગો તણાયા. એની સામે હણાયેલી સ્મૃતિના દ્રશ્યો સામે આવવા લાગ્યા. ‘છોડ મને…’, અચાનક એના મોંમાંથી ચીસ નીકળી ગઇ. તરત જ એને ખ્યાલ આવ્યો કે એ કંઇક ખોટુ બોલી ગઇ છે.

‘આઇ એમ સોરી.’, મનસ્વિ બોલી.

‘ઇટ્સ ઓકે.’, સાહિલ બોલ્યો. બન્ને મનસ્વિના બંગલે આવી પહોંચ્યા.

‘ડિડ યુ ટેક મેડિસીન?’, સાહિલે અંદર આવતા જ કહ્યુ.

‘ના.’, સાહિલ તરત જ કિચન તરફ ગયો અને એક ગ્લાસ પાણીનો ગ્લાસ લેવા ગયો. એણે પોતાના ખિસ્સામાંથી એક લિક્વિડ કાઢ્યુ અને પાણીમાં ભેળવી દીધુ. એણે મનસ્વિને ગ્લાસ આપ્યો. મનસ્વિએ મેડિસીન પીધી. એણે પાણીનો ગ્લાસ પીવા માટે હાથમાં જ રાખ્યો. અને ટેબલ પર પડેલી ચાવી મનસ્વિએ લીધી અને બન્ને મનસ્વિના રૂમ તરફ ગયા. મનસ્વિ રૂમનો લોક ખોલી રહી હતી ત્યારે જ એણે કંઇક મહેસુસ કર્યુ.

સાહિલે મનસ્વિને ગરદન પાસે ચુંબન કર્યુ. મનસ્વિના શરીરમાં જણજણાટી દોડી ગઇ. તરત જ એની સામે એની સ્મૃતિના દ્રશ્યો આવવા લાગ્યા. ‘કોઇ વ્યક્તિ એને ખેંચી રહી હતી, મનસ્વિ એના હાથમાંથી છુંટવાની કોશીષ કરી રહી હતી.’ સાહિલે મનસ્વિને વધારે જકડી. મનસ્વિ સાહિલના ચહેરા તરફ ફરી. એ પોતાના આવેગો ના રોકી શકી. એણે સાહિલના ટેટુ પર બટકા ભર્યા. બન્ને એકબીજાના ચહેરે જંગલીની જેમ ચીપકી પડ્યા. દરવાજો ખુલી ગયો. સાહિલે દરવાજાને મનસ્વિને જકડી રાખીને જ ધક્કો માર્યો. મનસ્વીએ પોતાના પગ વડે જ સેન્ડલ ઉતારી દીધા. એનુ પર્સ એણે ખભા પરથી ઉતારીને એક તરફ ફેંકી દીધુ. સાહિલે મનસ્વીને સ્ટડી ટેબલ પર ખેંચીને બેસારી દીધી. એના હાથમાં રહેલો કાચનો પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને તુટ્યો. પરંતુ બન્નેમાંથી કોઇને પરવાહ નહોતી. સાહિલે એજ આવેગ અને ઉર્જાની અવસ્થામાં મનસ્વિનું રેડ ટોપ ઉતારી નાખ્યુ અને સ્ટડી ટેબલ પરના નાઇટ લેમ્પ પર મુકી દીધુ. બન્ને ફરી ઉર્જા ઉત્સર્જીત અવસ્થામાં ડૂબી ગયા. સાહિલે મનસ્વિને ઉઠાવીને બેડ પર ફેંકી. એણે મનસ્વિની શોર્ટને ખેંચીને પાછળ તરફ ફેંકી. શોર્ટ ફેંકાઇને ટી.વી પર લટકી ગઇ. એક એક વસ્ત્રો ફેંકાઇ ગયા.

‘હિટ મી.’, મનસ્વિ આંખો ફાડીને ચિલ્લાઇ. સાહિલે પોતાના માંસલ હાથો વડે લપડાકો લગાવી. એના પણ બધા વસ્ત્રો ફેંકાઇ ગયા. ‘બેન્ડ માય હેન્ડ એન્ડ હેવ મી.’, મનસ્વિ બોલી. એના શરીર પર ઉર્જા તરતી હતી. સાહિલે મનસ્વિના હાથ બેડ સાથે બાંધી દીધા. સાહિલ મનસ્વિને ખુશ કરવામાં લાગી ગયો.

‘છોડ મને…..’, અચાનક એક ચીસ સાહિલને સંભળાણી. એણે મનસ્વિ સામે જોયુ. એની આંખો લાલ ઘુમ હતી. એની આંખો બહાર આવી ગઇ હતી. એના ચહેરા પર ડરામણા એક્સપ્રેશન્સ હતા. એ પોતાના બાંધેલા હાથને ખેંચી રહી હતી. સાહિલ એકાએક શૈતાની હસવા લાગ્યો. એણે મનસ્વિના અંગ પર હાથ ફેરવ્યો.

‘છોડ મને, મને નથી ગમતુ.’, મનસ્વિએ એક લાત લગાવી. સાહિલ બેડથી દૂર જઇ પડ્યો. મનસ્વિ પોતાની બધી જ તાકાત બાંધેલા હાથને છોડાવવા માટે લગાવી રહી હતી.

‘યુ સાયકો. આ તારૂ રોજનું નાટક છે. હવે તુ તારા પતિ સાથે પણ આવું કરીશ? મારે પણ શરીર છે. એને પણ જરૂરીયાતો છે.’, સાહિલ ગુસ્સામાં બોલ્યો. એણે મનસ્વિના શરીર પર પોતાના હાથ વડે લપડાકો લગાવી.

‘છોડ મને શૈતાન… છોડ.’, એ સતત ચીસો પાડી રહી હતી. એ એના બાંધેલા હાથને પૂરી તાકાત સાથે ખેંચી રહી હતી. એવુ લાગી રહ્યુ હતુ જાણે હમણા બેડ તુટશે. એની તાકાત કેટલીય ગણી વધી ગઇ હતી. બહાર વરસાદ જામ્યો હતો. અહિં વિકરાળ ઘટના ચાલી રહી હતી. વિશાલે તરત જ ટેબલના ડ્રોઅરમાંથી એક ઇન્જેક્શન કાઢ્યુ.

‘છોડ તુ મને… આઇ એમ ઓન પીરીયડ્સ’, એની આંખો વિકરાળ હતી. જાણે કાળીકા હોય. સાહિલે જબરદસ્તી કરીને ઇન્જેક્શન મનસ્વિના કાંડા પર જેમ તેમ કરી આપ્યુ.

‘છોડ મને, છોડ.’, ધીરે ધીરે મનસ્વિને સ્વર નીચો થતો ગયો અને એ નિંદ્રામાં સરતી ગઇ. એના ભગ્નમાંથી લોહી સરતુ રહ્યુ. એ અર્ધ બે ભાન અવસ્થામાં બકતી રહી ‘છોડ મને, છોડ.’, સાહિલ સંપુર્ણ ભાનની અવસ્થામાં પોતાની હવસ પૂરી કરતો રહ્યો.

***

‘છોડને….’, મનસ્વિએ ઉંઘમાં ચીસ પાડી..

‘છોડને, મને એ નથી ગમતુ. આઇ એમ ઓન પીરીયડ્સ’, એણે ફરી મોટી ચીસ પાડી. અને રજાઇ તાણીને સુઇ ગઇ. બહાર કાલ રાતનો વરસાદ પડી રહ્યો હતો. ચારે તરફ ઠંડક હતી. સાહિલ રજાઈની બહાર નીકળ્યો અને પોતાનું પેન્ટ કમર સુધી ચડાવ્યુ. એના બાવડા મજબુત અને માંસલ હતા. એની ગરદન પર ભગવદ ગીતાના શ્લોકનું ટેટુ હતુ. ‘સહજમ કર્મ કૌન્તેય, સદોષમ અપી ન ત્યજેત’, એ ખુલ્લા શરીરે ફ્રીજ પાસે ગયો. ફ્રિજ ખોલ્યુ અને પાણીની બોટલ બહાર કાઢી ફ્રીજ પર પડેલો ગ્લાસ હાથમાં લીધો ત્યાંજ એ હાથમાંથી છટકી ગયો જેણે શાંત વરસાદી વાતાવરણમાં રણકાર પેદા થયો.

‘છોડ મને તુ…’, મનસ્વિ ચીસ પાડીને જાગી ગઇ. એણે સાહિલ તરફ આંખો ફાડીને જોયુ. તરજ એણે નજર હટાવીને કાચની બારીની આરપાર પડી રહેલા વરસાદ પર આંખો બેસાડી. એની નજર રૂમની વસ્તુઓ પર પડી. દરવાજાથી અંદર એક સેન્ડલ ઉંધુ પડેલુ હતુ. બીજુ દેખાઇ નહોતુ રહ્યુ. લાલ રંગનું પર્સ જેમાંથી શણગારનો સામન નીકળી ગયો હતો એ બેડની બાજુમાં જ નીચે પડ્યુ હતુ. એણે પોતાની આંખો ચોળી. સાહિલ મનસ્વિની બધી ક્રિયાઓને ધ્યાનથી જોઇ રહ્યો હતો. મનસ્વિની નજર દિવાલ પર લટકાવેલ L.E.D ટી.વી પર પડી. ત્યાં ફેંકેલી જીન્સની શોર્ટ લટકી રહી હતી. મનસ્વિનું ધ્યાન એકાએક પોતાના પર ગયુ. એણે ચાદરની અંદર જોયુ. એ નિર્વસ્ત્ર હતી. એનું રેડ ટોપ ટેબલ પરના નાઇટ લેમ્પ પર લટકી રહ્યુ હતુ. બધા આંતરવસ્ત્રો રૂમમાં જ ફેંકાયેલા હતા. પરંતુ મનસ્વિના મગજમાં સ્મૃતિઓના કોઇ જ વલયો ન અંકાયા. એની નજર સાહિલ પર પડી. પરંતુ એ એને જાણતી નહોતી. કોણ હતો એ? માત્ર વિસ્મયતાથી એ જોઇ રહી.

‘હું જાવ છું.’, સાહિલે પોતાનો વ્હાઇટ શર્ટ પહેર્યો અને પોતાના બ્લેક ફોર્મલ શુઝ પહેરીને દરવાજાની બહાર નીકળી ગયો. મનસ્વિએ કંઇજ બોલ્યા વિના પોતાની સ્મૃતિઓ ફંફોળવાનું શરૂ કર્યુ. પરંતુ કંઇ જ ન મળ્યુ. બહાર વરસાદ શાંત થઇ રહ્યો હતો. મનસ્વિ રજાઇમાંથી બહાર નીકળી. પોતાના આંતરવસ્ત્રો પોતાના શરીર પર ચડાવ્યા. એ વરસાદ જોવા માટે બારી તરફ જઇ રહી હતી ત્યાંજ અચાનક એના મોંમાંથી ચીસ નીકળી ગઇ. એનો પગ એકાએક ઉંચો થઇ ગયો. ફુટેલા કાચના ગ્લાસનો ટુંકડો મનસ્વિના પગમાં ઘુસી ગયો હતો. એ તરત જ વિંખાયેલા બેડ પર બેસી ગઇ. એણે એક જાટકે કાચનો ટુંકડો ખેંચી લીધો. બેડ લોહી લોહી થઇ ગયો. એનો પગ પોતાના આંતવસ્ત્રને સ્પર્શી ગયો, એ પણ લોહી વાળુ થઇ ગયુ. એ ઉભી થઇને લંગડાતી લંગડાતી સ્ટડી ટેબલ પાસે ગઇ અને ફર્સ્ટ એઇડ બોક્સ કાઢ્યુ અને વાગેલુ હતુ ત્યાં પાટો બાંધ્યો. જેવો પાટો બાંધવાનું પૂરૂ થયુ એવો જ એનો ફોન રણક્યો. એનો ફોન બેડની બાજુમાં પડેલા પર્સમાં હતો. એ ઉભી થઇ અને પર્સ પડ્યુ હતુ એ તરફ જઇ રહી હતી ત્યાં જ એની નજર બેડ પર પડેલા લોહીના ડાઘા પર પડી. તરજ એણે એના અન્ડરવેર તરફ નજર કરી. ત્યાં પણ લોહી હતુ. એ ગભરાઇ ગઇ. એને કાલ રાતનું કંઇજ યાદ નહોતુ. એકાએક એને ચક્કર આવવા લાગ્યા. એ બેડ પર જ ફસડાઇ પડી.

***

આંખો ચોળતી ચોળતી એ ઉભી થઇ. એણે રૂમમાં ચારે તરફ નજર કરી. દરવાજાથી અંદર એક સેન્ડલ ઉંધુ પડેલુ હતુ. બીજુ દેખાઇ નહોતુ રહ્યુ. લાલ રંગનું પર્સ જેમાંથી શણગારનો સામન નીકળી ગયો હતો એ બેડની બાજુમાં જ નીચે પડ્યુ હતુ. એની નજર દિવાલ પર લટકાવેલ L.E.D ટી.વી પર પડી. ત્યાં ફેંકેલી જીન્સની શોર્ટ લટકી રહી હતી. બેડની બાજુમાં જ કાચનો ફુંટેલો ગ્લાસ પડ્યો હતો. જેના કાચ ચારેતરફ વેરાયેલા હતા. અચાનક એ હળવુ હસી અને તરત જ એ આંખો પહોળી કરીને ટી.વીની ઉપર તરફ ચોંટાડેલા અને હાર ચડાવેલા એક ફોટોને ગુસ્સા સાથે જોઇ રહી. એ ફોટા પર નામ હતુ. ડો. સાહિલ. ‘છોડ મને. છોડ’, એ પહોળી આંખો કરીને એકલી એકલી બબડી અને હસી.

***

આ એક નવો પ્રયોગ હતો. ખબર નહિં તમને કેવો લાગ્યો હશે. એટલે જ તમારા રિવ્યુઝ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિં. થેંક્યુ વેરી મચ.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com