બીજો ભવ Yogesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

બીજો ભવ

યોગેશ પંડ્યા

બીજો ભવ

E-mail Address :

Phone no.9377114892

ઉપરવાસ ખાબકેલા આડેધડ વરસાદ તો હજી ધીમી ધારે વરસતો જ હતો. આ પાણી કયારે પ્રોટેકટીવ વોલને તોડીને બધુ ઉપાડી લે, એનું કશું ય નકકી નહોતુ. શેતલ આજ ધમપછાડા કરતી હતી. ગાંડીતૂર બની ગઇ હતી. જાણે પુર બન્‍ને કાંઠાને તોડી નાખવા જાણે પાગલ બની ગયું હતું.

‘જળ, જોબનને જોરૂ.. આ ત્રણ જયારે કાંઠા તોડીને વહેવા લાગે છે ત્‍યારે એને રોકવા બહુ અઘરા બની જાય છે. પણ એકવાર જો એ તમારે તાબે થઇ જાય તો પછી એની કમસીન હર્યાને જાણવાનું, નાણવાનું અને માણવાનું પણ એટલું જ રસિક અને રોમાંચક બની જાય છે ‘

પોતાના ‘જલસા‘ ફાર્મ હાઉસના બેઠા ઘાટના કોટેજમાં રજવાડી ઢોલીયા ઉપર સામણ રૂની તળાઇમાં આડેપડખે થયેલો જયસિંહ સ્‍વગત બબડ્યો અને કુદરતનો કરિશ્‍મા નિહાળી રહ્યો.

શરીરના ત્રણ ત્રણ કટકા કરીને નૃત્‍ય કરતી વિજળી રમણે ચડી ગઇ હતી. આકાશમાંથી છલાંગ મારીને છેક નીચે, આંખની સામે જ પથરાયેલા વખુંભર વડલાને અડીને પાછી ઉંચે ચડી હતી. જાણે !

‘નદી, ઔરત અને વીજળી...! આ ત્રણેયને રમણે ચડેલી જોતા માણવી એ પણ એક અવસર છે ‘ અને એની બંધ આંખોમાં એવી જ જકકાસ જોબનની માલિકણ રેશમ આખે ાઆખો ઉતરી આવી. શું રસાલી ચીજ છે ? વરસોથી જોયા કરૂ છુ પણ તૃપ્‍િત થતી જ નથી. ઉમર પાકટ થઇ ગઇ હોવા છતા જોબનગઢની કાંકરી પણ ખરી નથી. કુદરતની કરામત તો જુઓઃ એ જ લટકો, એજ મટકો, એજ કાયા એજ માયા!

સમજણની આંખ ફૂટી ત્‍યાંરથી જયસિંહ રેશમના શરીરનું વ્‍યાકરણ ઉકેલવા મથી રહ્યો છે પણ હજી સુધી એના કશ્‍મકશ કામણરૂપી કકાના આલ્‍ફાબેટ પણ પુરા થયા નથી. આ સ્‍ત્રી નથી પણ ભડકો છે ભડકો! એક તો એની આ ઉંમર અને પાછું સોળે કળાએ ખીલતું રહેતું કમનીય કાયાનું કમળઃ ઉપર વાળાએ આને ઘડતી વખતે કયા મલકની માટી ઉપયોગમાં લીધી હશે ? વિવશ કરી દેતી હતી જયસિંહને !

રેશમ અને રામો વાડીએ સૌપ્રથમ કામ માગવા આવેલા ત્‍યારે તો જયસિંહ ટવેલ્‍થનો સ્‍ટુડન્‍ટ. અને ઉંમર રનીંગ એઇટીન! એ ટાણે, આવી સેન્‍સ તો તેના શરીરમાં ખુલી ય નહોતી. પણ જુવાની છેઃ કયારે જવાબ આપવા મંડે, એનું કયાં કંઇ નકકી હોય છે ?

બાપુના કહેવાથી એણે અને એના ફ્રેન્‍ડ પૃથ્‍વીસિંહે પોલીસમાં ભર્તી થવા ફોર્મ ભરેલુ. આવતા મહિને જ ભર્તી હતી. શરીરને કસરત કરાવી વળી ઢળી શકે એવુ બનાવવુ જરૂરી હતુ. બન્‍ને મિત્રો ગામથી પૂર્વમાં રહેલા મોદળીયા ડુંગરે ચડી જતા. અને કસરત કરતા રહેતા. એક દિવસ પૃથ્‍વી કંટાળેલો. ગઇરાતનો ઉજાગરો અને એકસરસાઇઝનો થાક ! ‘ હું જાઉ છુ જયુ...‘ કહીને ભાગ્‍યો. જયસિંહે પાંચ પંદર પુલ અપ્‍સ કર્યા પણ કંપની વગર એય કંટાળી ગયો. શરીરે પસીનો વહાવ્‍યો હતો થયુ કે નહાવુ પડશે. વાડીએ જ જાઉ. પણ પાણી ભર્યુ હશે કુંડીમાં ? દ્વિધા સતાવી રહી. આમ તો હેઠવાસમાં દૂર માત્ર ૩૦૦ મીટર આઘી જ વાડી હતી પણ પાણી હોય તો ! અચાનક યાદ આવ્‍ુ થેમાંથી બાયનોકયુલર કાઢ્યુ. આંખે ચડાવ્‍યુ. અને અચાનક એકાએક તેના રડારમા એક દ્રશ્‍ય ઝિલાઇ ગયુઃ વાઉ... વોટસ અ ફેન્‍ટાસ્ટિક એન્‍ડ વોટ અ બ્‍યુટી ? જયસિંહની યુવાની આળસ મરડીને ઉભી થઇ ગઇ. આ, કુંડીમાં રેશમ નહી, બલ્‍કે પાદરે વહેતી આખે આખી શેતલ ઉતરી આવી લાગે છે. રેશમ માત્ર ગોપીભાવે કુંડીમાં ડૂબકીઓ દેતી મદભર માનુનીની મૌલિકતાથી નિરાંતે નહાઇ રહી હતી અને મોદળીયાના ડુંગર પરની એક પથ્‍થરની શિલા પર બેઠેલો કનૈયો દૂરબીન વડે તેણીની કાયાના પ્રત્‍યેક વળાંકો ઉપર નજરના મોરપિચ્‍છ ફેરવી રહ્યો હતો.

બસ, તે દિ‘ ની ઘડી, આજનો દિ! પોલીસમાં તો સિલેકટ ન થયો પણ, ભણતર નામનો ગણવેશ પણ ઘરે જ ઉતારીને ગયો. ઠીક છે, બાપુને ખોટુ ન લાગે એટલા માટે કોલેજ કરવાની હતી બાકી તો જેની પાસેથી સૌંદર્ય શાસ્‍ત્રના પાઠ ભણવા મળ્યા હતા એ દેવી તો અહીં હતી ! એ શહેરની કોલેજ હોસ્‍ટેલમાં રહેતો. કોલેજમાં કિસમકિસમની છોકરીઓ ભણવા આવતી. જયસિંહનું એથ્‍લેટ બોડી અને રાજવી પર્સનાલીટીથી અંજાઇને ઘણીય કન્‍યશ્રીઓ તેની નજીક આવવાનો પ્રયત્‍ન કરતી. જય પોતાની બુલેટ ઉપર તેમને ફેરવતો પણ ખરો. પરંતુ રેશમના પરસેવામાં જે સુગંધ હતી એવી સુગંધ છોકરીઓએ વસ્‍ત્રો ઉપર છાંટેલા વિદેશી પરફયુમમાંથી પણ આવતી નહી. જયસિંહ અહીં રહ્યે રહ્યે રેશમના વિરહમાં ગળાડૂબ થઇ જતો. એટલે જ શનિ રવિમાં ઘરભેગો થઇ જતો. બાપુ હસીને કહેતાઃ આવડો મોટો થયો છતા હોમ સિકનેસ ને મારી શક્યો નહી. જયના હોઠો ઉપર આવી જતુઃ હોમસિકનેસ ને તો એક જ ક્ષણમાં હારી દઉ પણ આ રેશમ નામની વિકનેસે મને ગાળી નાખવા બેઠી છે જેની કોઇ દવા નથી.

રામો શાંત માણસ, એ ભલો એનું કામ ભલુ. ઉંચે અવાજે કદિ બોલ્‍યો નહોતો બાપુ જે ચીંધતા એ મુંગે મોઢે ઉપાડી લેતો. પોતાનું મંતવ્‍ય કે વિચારો કયારેય પેશ કરતો નહી. હજી તો જેઠ મહિનો બેસવા આડે અઠવાડીયું બાકી હોય ને દાનુભા રામલાને જમીન સમારી, હળ હાંકી, ચાસ પાડી, કપાસીયા ચોપવા તૈયાર થઇ જવાનું કહેતા ત્‍યારે પણ રામો વાંધો નહી કહેતા સાબદો થઇ જતો પણ રેશમ આડી લાજ કરીને દાનુભાને કહેતીઃ ‘બાપુ, હજી તો ઓતર દખ્‍ખણના વાયરા વાય છે ને કયાં આવો દાખડો કરવાનું એમને ચિંધો છો નઇરૂત્‍યનો વા‘ તો વાવા દો. અટાણથી કપાસીયા ચોપી દેશું તો બિયારણ જ ફેલ જાશે ‘ દાનુભા હસીને કહેતાઃ જેઠનું આભ ને પરદેશ ગયેલો ભરથાર. કયારે આવી ચડેને વરસી પડે, આદમીનું ય એમજ સમજો. કયારે વડકુ કરેને કયારે વહાલ વરસાવે! ‘

જવાબ સાંભળીને રેશમ મનમાં મલકી પડતી. પછી, ઘણીવાર રાત્રે વાડીની ઓરડીમાં સૂતા સૂતા રેશમ રામલાને કહેતીઃ બાપુના શબ્‍દો સમજાયા ને? કયારેક તમે પણ ઓચિંતાના મારા ઉપર વરસી પડો તો કેવુ ? પણ થાક! રામાને ઉઠવા ન દેતો.. છતા પણ રેશમ એના પતિથી રાજી હતી. ભાદરવો મહિનો આવ્‍યો. ચોમાસુ પૂર બહાર વરસ્‍યુ દાનુભાની બસ્‍સો વિઘાની વાડી નવોઢા શી શણગાર સજી રહી. આ ભાદરવામાં નાગમતી નદીને કાંઠે નવહથ્‍થા હનુમાનજીના મંદિરે ભવ્‍ય મેળો ભરાતો. આ વરસે રેશમની સંગ મેળો માણવાનો મનોમન મનસૂબો ઘડી બેઠેલા જયસિંહે રજામાં આવીને સીધુ જ રામલાને પૂછ્યુઃ ‘રામા, મેળો કરવા આવવુ છે ને ? ચલ, તૈયાર થઇ જા. જવાબમાં રામો કરૂણતા ભર્યા સાદે બોલ્‍યોઃ જયુભા વાડીનું કામ કેટલુ છે ?

તો શું કામતો કાલેય થશે.

ના ના જયુભા.. રામાએ હાથ જોડ્યા. કારણ મનમાં દાનબાપુની બીક પણ હતી. કામ પણ ખૂબ હતુ. છતા પણ, એક કામ કરો.. એણે ભોળાભાવે જયસિંહને કહ્યુ તમે રેશમને લઇ જાવ. એને મેળાનો ગાંડો શોખ છે. મને પણ કેટલાય દિ‘ થી કહેતી ફેર છે કે આ વરસે તો તમારે નાગમતીને મેળે લઇ જ જવી પડશે.

દોડવુ તુ ને ઢાળ મળ્યો. રામો આપોઆપ માર્ગમાંથી ખસી જતો હતો. નવહથ્‍થા હનુમાન સુધીનો ૧૧ કી.મી.નો રસ્‍તો આડબીડ એકાંત અને દેશી બાવળનું જંગલ !

રેશમનું રેશમી યૌવન જયસિંહની આંખોમાં અંગડાઇ લેવા માંડ્યુ. એ આંખો બંધ કરી ગયો કે રામલાએ પાછુ દોહરાવ્‍યુ. જયુભાઇ, તમને કહુ છુ એને લઇ જશો તો ખરાને ? સારો સંગાથ હોય તો વાંધો નહી.

અરે હા.. હા.. કેમ નહી ? અબઘડી બુલેટ લઇને આવ્‍યો સમજો. ચપટી વગાડીને ગયો પણ વણ સાંભળીને રેશમ ખિજાઇ ગઇ. હું નથી જવાની. એ પરપુરૂષ લોકો શું વિચારે ?

અરે પણ... રામાએ દલીલ કરીઃ એમની વાડીએ તો આટલા સમયથી આપણે કામ કરીએ છીએ. એવું તો વિચારાયે પણ નહી રેશમ! .. અંતે આવતા વરસે પોતે જરૂરી ઇલ જશે એવી ખાત્રી આપ્‍યા પછી રેશમ ગઇ. બુલેટ દોડવા લાગ્‍યુ. રસ્‍તા ઉપરના ખાડાને ખાળવા જયસિંહ ગાડીને જોરદાર બ્રેક મારતો અને રેશમ તેની પીઠે ભટકાઇ જતી. બેચાર વાર આવુ થયા પછી રેશમે ટોકયોઃ ધીમે ચલાવો હું પડી જઇશ તો પછી મને પકડી રાખોને ? જયસિંહ બોલ્‍યોઃ પકડી લેશો તો કયારેય નહી પડો સમજાયુ ? રેશમે જવાબમાં કહ્યુઃ બધુ જ સમજુ છુ પણ મારી ને તમારી સમજણ વચ્‍ચે ૬ નો ને ૧૦૦ નો ફેર છે. તમે જે સમજો છો એ સમજણ ઘરમૂળથી કાઢી નાખજો નહિતર મારે બીજી સમજણ આપવી પડશે. જયસિંહનું લોહી ઉકળી ઉઠ્યુે પણ ચૂપ રહ્યો. પણ વળતા એક જગ્‍યાએ બુલેટ ઉભી રાખી દીધી. રેશમ કશું સમજે એ પહેલા હાથ લંબાવીને તેણે રેશમનો હાથ પકડ્યો રેશમ કૂદી પડી. જયસિંહે બુલેટ ને ઘોડી ચડાવીને એ પણ નીચે ઉતર્યો. દૂર ઉભી રેશમને હાથ લંબાવીને ખેંચી રેશમે કંપતા અવાજે કહ્યુ મારો હાથ છોડો કોઇ સ્‍ત્રીનો હાથ પકડવાનો અર્થ તમે સમજો છો ? પણ જવાબમાં જયસિંહે એક હાથે જીન્‍સના પેન્‍ટમાંથી કાચના ચાર પાટલા કાઢ્યા બોલ્‍યો ‘ આ તમારા માટે નાનકડી પ્રેઝન્‍ટ લીધી છે. શું એને મારે હાથે તમને પહેરાવી શકુ? રેશમ આગ ઝરતી આંખે જયસિંહને તાકી રહી. જયસિંહ થોડો ડરી ગયો પણ વાડીએ આવીને રેશમે એટલુ જ કહ્યુઃ પોતાની પત્‍ની ને બીજા પુરૂષ સાથે મોકલતા શરમ ન આવી ? એય પાછી મેળે ? રામો ચિંતામાં પડી ગયોઃ શું કાંઇ જયુભાઇએ તને ... ? જવાબમાં રેશમ સિંહણ જેમ ગર્જીઃ ‘ મારા બાવડામાં બળ છે ને કાળજામાં ધરબી ધરબીને સીસુ ભર્યુ છે મને કોઇ કાંઇ કરી ન શકે. પણ વચન આપો કે આવતા વચ્‍ચે ... બોલતા તેની આંખો ભીની થઇ ગઇ જવાબમાં રામાએ તેના માથા ઉપર હાથ મૂકયોઃ મારા સોગંદ‘

પણ દિવાળી ગઇ. શિયાળાની એક સવારે દાનબાપુને હાર્ટ એટેક આવ્‍યો. ઘડીકની વારમાં જ.. જયસિંહે કોલેજ છોડી, ઘર-વાડી-વજીફા, વહેવારની જવાબદારી આમતો માનસ્કિ ફટકો તો રેશમ અને રામલા ઉપર પણ પડ્યો. ગરીબ દંપતિ ઓશિયાળુ બની ગયુ. એક દિવસે રેશમે રામાને કહ્યુઃ મને અહીં ગમતું નથી અસુખ થાય છે જયસિંહની દાનત ખોરા ટોપરા જેવી છે આપણે ચાલ્‍યા જઇએ‘ જવાબમાં રામો કહે રેશમ, તારી ભૂલ થાય છે. દાનુભા કરતા તો જયુભાનો જીવ ઓલદોલ છે બે વેંત ચડે એમ છે. રહી વાત હેરાનગતિની, તો કહે એણે કયાં આપણને વેડ્યા ? હજી તો દાનુભાના મોતની ટાઢીય ઠરી નથી અત્‍યારે તો આપણે એમની સાથે રહેવુ જોઇએ. એને બદલે એ માણસ ઉપર આવો ઇલ્‍જામ ? જો કે તનાવ તો રેશમનો વ્‍યાજબી હતો. એ ફફડતી હતી. પણ એક દિવસ આ તનજાવ વચ્‍ચે સપનાના ફૂલ ખીલી ઉઠ્યા. એક સવારે રેશમને ઉબકા ચડ્યા રામો રેશમને લઇને પુષ્‍પાબેન નર્સ પાસે લઇ ગયો તપાસ કરીને રેશમનાગાલે મીઠી ટપલી મારીઃ ‘ રેશમ, તુ મા બનવાની છે‘ તે દિ‘રાત્રે રેશમ રામાની ગુચ્‍છાદાર છાતીમાં સમાઇ ગઇ. આખી રાત ચંદ્રના ચંદરણા નળીયા વાટે અંદર ઉતરી ને પતિ-પત્‍નીના શરીર સુખના મોરપિચ્‍છ ફેરવતા રહ્યા. છ મહિનામાં તો રેશમ ડીલીવરી કરવા પિયર ચાલી પણ આ ખુશી મંડ બીજા છ આઠ મહિના જ ચાલી. ગમે તે થયુ રામલાને ગળાનું કેન્‍સર થયુ. ત્રણ ચાર મહિનાના છોકરાને લઇને રેશમ દવાખાના ભટકતી રહી. પૈસા, મરચી, ઘરેણા સાફ થઇ ગયુ. રામો અજાણ નહોતો. રેશમને તેણે જયસિંહ પાસે પૈસા માટે મોકલી, જયસિંહે મોઘમ હસીને કહ્યુઃ રેશમ, મુંઝાતી નહી ગમે એટલા પૈસાની જરૂર પડે, ચાલી આવજે‘ હા, તુ ભલે મને પારકો માને, હું તો તને મારી પોતાની જ માનુ છુ‘ રેશમ થડકી ગઇ પૈસા લઇને પાછી આવી ત્‍યારે રામલાએ પોરસાઇને કહ્યુઃ ‘ જો, હું તને નહોતો કહેતો કે માણસ લાખ રૂપિ‍યાનો છે, તે એને રાખનો કરી દીધો ‘ રેશમ શું બોલે ? પણ કેન્‍સર હવે વકરી ગયુ હતુ રેશમ પૈસાનો ઉપાડ કરતી ગઇ છતા પણ એક દિવસ...

સવા વરસનો સરજુ બાપ વગરનો થઇ ગયો. રેશમના ચૂડી ચા;દલો પણ ભૂંસાઇ ગયા. રેશમ દોઢ મહિને વાડીએ આવી ત્‍યારે જયસિંહે ચોપડો ખોલ્‍યોઃ અડધો લાખ થયા છે પણ ચિંતા ન કર. વાડીસંભાળી છે, જમીન ખેડ્યા વગરની રહે, એ મને ન પાલવે ‘ રેશમ તેની આંખોમાં તાકી રહી. પછી બોલીઃ હું વાડીનું ઝંપડુ છોડી દઉ છુ ગામમાં અમારી પુરાની બસ્‍તીમાં રહેવા જાઉ છુ. હવે એકલપંડે આખી વાડી સંભાળવાનું મારુ ગજુ નહી. ‘

પણ હું છુ ને ? હું તાીર સાથે જ છુ.

તમે તો આ સુવાંગ વાડીના ધણિ! મારો ધણિ હોત તો વાત જુદી હતી. છતા પણ હું દાડીયુ કરી જઇશ ‘ અને રેશમ આવતી રહી. કયારેક છોકરાને કાંખમાં તેડીને કયારેક વડલાના છાંયે હીંચકે સુવડાવતી કયારેક પડોશીને ત્‍યાં મુકીને એવી જ એક ઉનાળાની કાળઝાળ બપોરે માથાઢંક જુવારના ઘેરામાં જયસિંહે ઝકડી લીધી. રેશમ કરગરી ઉઠી પણ જયસિંહની પકકડ મજબુત હતી. એણે કહ્યુઃ રેશમ, પ્રેમથી માની જા, પ્રેમથી કહુ છુ બળજબરી નથી. એવું જ કરવુ હોત તો ઘણાં ય મોકા હતા માની જઇશ તો રાજરાણીનું સુખ પામીશ. રેશમ તીખાશથી બોલીઃ હું પણ પ્રેમથી જ કહુ છુ અને એક બીજી વાત, પારકાની સવામણ રૂ ની તળાીના બિસ્‍તર ગરમ કરીને માલપૂવા ખાવાવાળી હું નથી, કોઇ ઔર હશે. મને તો ભલે એક ઓશિકુ અને કોથળો મળે, મારે માટે એ સ્‍વર્ગ જ છે. હતો એ ચાલ્‍યો ગયો. અને એણે એક આંચકો માર્યો. દાતરડુ જયસિંહના હાથે છરકો કરતુ ગયુ. એ અડવડીયુ ખાઇ ગયો.

જયસિંહ પાછળ દોડ્યો પણ સમયસૂચકતા વાપરી નેફામાં ખોસેલી ગોફણ કાઢી એક પણકો સનનન. કરતો વિંઝયો જયસિંહના કપાળની વચ્‍ચો વચ્‍ચ ચીરો પાડીને ગયો. એ ભાગી છૂટી.

આ ઘા...

જયસિંહે અત્‍યારે સૂતા સૂતા કપાળે હાથ ફેરવ્‍યો. સાલ્‍લીએ મને ભવ આખાનું નિશાન છાપી દીધુ. તેના દાંત ભીંસાયા. એકવાર સાલ્‍લી હાથમાં આવે તો એના રોમેરોમ જયસિંહનું નામ છાપી દેવુ છે ! પણ રેશમ સાવચેત રહેતી. બસ્‍તીમાં એક ઝૂંપડુ રાખીને રહેવા લાગેલી. જયસિંહ એકવાર ઝૂંપડે ગયેલો પૈસા માટે. જવાબમાં રેશમે કહ્યુઃ મે અને મારા ધણિએ તમારા બાપુનામોત પછી કરેલા કામનો હિસાબ તમે સમજયા નથી. એ હિસાબ ચોખ્‍ખો કરીને મને આપવાની થતી રકમ આપી દો. પછી તમારો હિસાબ ચોખ્‍ખો કરીએ.

જયસિંહને પાછા પગલા ભરવા પડ્યા. એનાથી તો રેશમ પ્રત્‍યેનું ખુનનસ બેવડાઇ ઉઠ્યુ. જોકે એ ધારેત તો રીવોલ્‍વરની એક જ ગોળીથી, ધારીયાના એક જ ઘાથી... તલવારના એક જ ઝાટકાથી રેશમને પતાવી શકેત પણ ના... વેર વાળવા માટે એ કોઇ નવો જ કિમીયો શોધી રહ્યો હતો. જયસિંહને મનોઃસ્થિતિ તેનો એક ખાસ માણસ જોરૂભા જાણતો હતો. એક દિવસ એણે કહ્યુઃ જયુભા, તમે મેરીયા ભૂવાને બોલાવો, એણે મેલડી સાધી છે ઉડતા પંખી પાડે એવો છે. તમારુ કાર્ય સિધ્‍ધ થઇ જશે.

તો જા તુ અભીને અભી મેરીયાને બોલાવ. જયસિંહ બોલ્‍યો તુ પણ ડફોળ મોડો મડો બોલ્‍યો ?

મેરીયો આવ્‍યો. જયસિંહે અલ્‍ટીમેટમ આપી દીધુઃ તુ ચાહે એવી વિધિ કર. તંત્ર વિદ્યા અજમાવ, જાદુટોના ર પણ એની વે, રેશમ મારે તાબે થવી જ જોઇએ‘

‘ચપટી વગાડતામાં થઇ જાય .. આવી તો ઘણી લોૂલીઓને વશ કરી, જયુભા, રેશમ જેવું પતંગિયુ તો શું વિસાતમાં ય ? ‘

તો બસ.. દારૂનો ઘૂંટ ભરતા જયસિંહની હાથની મુઠ્ઠી વળી ગઇઃ ‘એકવાર સાલ્‍લી હાથમાં આવી જાય પછી પીંછડા ખેરવીનાખવા છે કહેવુ છેઃ બહુ સતી થતી હતી ને? કયાં ગયુ તારૂ સતીપણુ ? ‘

મેરીયાએ કાળા અડદ, કાળાતલ, લોખંડનો કટકો, ખાસડું, અતરની શીશી, નેઇલ પોલીશ, બંગડીની ચાર જોડ આ બધું કાળા કપડામાં બાંધ્‍યુ અને એ પોટલી જયસિંહને આપીઃ આ તમારા સગા હાથે જ એના ખોરડા ઉપર ... પછી જોઇ લો ભાયડાના ભડાકા... તે દિવસે અડધી રાત્રે જયસિંહ એ પોટલી રેશમના ઝૂંપડા ઉપર ફેંકી આવ્‍યો. એક બે અને ત્રણ દિવસ ! બરાબર ત્રીજે દિવસે રેશમ જયસિંહની વાડી બાજુથી દાડીયે જવા નીકળી અને એ ઝૂંપડીને જોઇએ સઘળું યાદ આવી ગયુ. એની આંખમાંઆંસુ તગતગી ઉઠ્યા. અવશપણે એ વાડી બાજુ ખેંચાઇ ગઇ. આ તરફ ફાર્મહાઉસમાં બેઠેલો જયસિંહ ચમક્યો. અરે આ તો રેશમ ! બાકી, મેરીયો કારીગર નીકળ્યો સાલ્‍લો કલાકાર છે. જોરૂભાએ પણ રહીરહીને ચિંધ્‍યુ. પહેલેથી જ ભસી દીધું હોત તો ? તેના સૂકા હોઠો ઉપર જીભ ફરી રહી.

રેશમ ઝૂંપડા ના ભીતડા ઉપર હાથ ફેરવી રહી. જાણે બિમાર ધણિના શરીર ઉપર હાથ ફેરવતી હોવાનો તીવ્ર અહેસાસ. રામલો જાણે કાચી માટીના બનાવેલા ઝૂંપડાની ભીંતોમાં પ્રગટ થતો પૂછતો હતોઃ ‘ મા દીકરો સુખી તો છો ને ? ‘

‘હા..‘ રેશમ સ્‍વગત બબડી, પછી તારા દીકરાનું નામ મે સરજુ રાખ્‍યુ છે બિલકુલ તારી જેવો જ છેઃ શાંત, ઠરેલ, ડાહ્યો, સંતોષી ! કદીપણ સતાવતો નથી મને એ. હા કયારેક મને બાથ ભરીને અડધી રાત્રે પૂછે છેઃ મા, મારા બાપુ ? હું કહુ છુ કે આ દિવાળી ઉપર એ જરૂર આવશે. તેનાથી ડૂસકુ મુકાઇ ગયુ. ‘રામા, મે હજી સુધી તેની આશાને તોડી નથી. નાનો છે, મોટો થશે પછી આપોઆપ સમજી જશે.‘ તેની આંખમાંથી ટપ ટપ કરતા... ! આંસુ લૂછવા એણે પાલવ ખેંચ્‍યો તો સામટો છેડલો જ ખેંચાઇ આવ્‍યો. જયસિંહ તેની અર્ધ અનાવૃત કાયાને તાકી રહ્યોઃ નકકી, પેલી પોટલી જ કામ કરી ગઇ! એણે વિચાર્યુઃ ‘ સ્‍ત્રી છે. શરમ, લજજા, સમજવશ પહેલ નહીં કરે. મારે જ કરવી પડશેઃ સાચી વાત છે, રેશમ જુવાન દેહના વલવલાટ કોઇથી રોકાયા છે કે બરોકાય ? શરમાઇ ન જા.. મે હું ના ? વરસોની પ્‍યાસે આજ તારૂશરીર બોલ્‍યુ છે હું તો છું જ કુવાનો કાંઠો.. પ્‍યાસ તો બુઝાવીશ જ અરે પ્‍યાસ બુઝાવીને તને સજાવી પણ દઇશ‘

સૂકકી કડબ ઉપર પગલાનો અવાજ ? રેશમ ચોંકી, જોયું તો જયસિંહ એ ભાગવા મથી. જયસિંહે કહ્યુ રેશમ રોકાઇ જા શરમાઇ ન જા.

જયસિંહ મારો રસ્‍તો છોડ નહિતર જોયા જેવી થશે આ કપાળ ઉપરનો ચીરો, અરીસામાં જોયો છે ને ? એવો જ એક બીજો ચીરો તારા ગાલ ઉપર પણ પડી જશે. હું આવી‘ તી આ ઝૂંપડે જે ઝૂંપડે મે મારી જીંદગીની સોનેરી પળ ગુજારી હતી. ‘

હું એ જ કહુ છુ રેશમ! આ વાડીમાં હવે તારી જીંદગીની બાકી પળો સોનેરંગી જ વિતશે. અરે પગલી, જો તો ખરી તારા માટે તો મે આ તાજમહેલ ચણાવ્‍યો છે‘ ચલ આજા‘ કહેતો‘ક ને તે આડો પડ્યો પણ આજે રેશમ ધકકો મારીને ભાગી છૂટી. જયસિંહે મેરીયા ભૂવાને ગળચીમાંથી પકડ્યો. ભૂવા, તું ફેઇલ ગયો હવે તારી ખેર નથી‘

મેરીયો થરથરી ઉઠ્યો. બે હાથ જોડીને બોલ્‍યોઃ હું મારા ગુરૂભાઇને વાત કરૂ છુ ભૈરવદા‘એ મસાણની મેલડી સાધી છે. થઇ થાવાની કહી દે છે. એણે કૈંકના વાંજીયા મેણા ભાંગ્‍યા છે. એકવાર એની આંખ જેની ઉપર પડી, ઇજણ બકરી બનીને ખીલે આવી ગયું જ સમજો ! પણ એના માટે થોડોક સમય આપો બાપુ‘

‘આપ્‍યો‘ જયસિંહે કહ્યુ પંદર દિવસ ? મહિનો ? બે મહિના ?

મોકાની વાટ, મોકો મળે એટલે પુરૂ.

એ જ દરમિયાન બસ્‍તીમાં એક છોકરો મરી ગયો. બીજે દિવસે એક બીજુ યુવાન મોત, ત્રીજે દિવસે બે દિકરાનો જુવાન બાપ ગયો. ચોથે દિવસે તેવીસ વરસની સ્‍ત્રી પાછળ વલવલતા બે બાળકો વસ્‍તીમાં હામાકાર મચી ગયો. મેરીયા એ વસ્‍તીમાં જઇને કહ્યુ કે તમારી જ વસ્‍તીમાં એક ડાકણ રહેવા આવી છે. એની નજર જેની ઉપર પડે, ખેલ ખતમ ! એ ડાકણને તગેડવી પડશે કારણકે, એ રેશમના શરીરમાં બેઠી છે. બસ્‍તીમાં હલ્‍લો મચી ગયોઃ કાઢો... કાઢો... ડાકણને કાઢો.. રેશમની પડખેના ઝૂંપડામાં રહેતાવેલજી ભગતે કહ્યુઃ રેશમ, ભાગી જા. નહિતર આ પ્રજા તને અને તારા દીકરાને મુકશે નહી. રેશમ ફફડી ઉઠી તેણે બચકો બાંધ્‍યો. રાત પડેને અંધારામાં ઓગળી જવાનો મનસૂબો ઘડ્યો પણ બસ્‍તીએ એનું ઝૂંપડુ ઘેરી લીધુ.

નકકી કરી લીધુ હતુઃ રેશમને સ્‍મશાને લઇ જવાનું રેશમને સાંકળે બાંધી સરજુ ચિલ્‍લાતો રહ્યો. કોઇએ કહ્યુઃ આ તારી મા નથી પણ ડાકણ છે ડાકણ ! આને આજરાતે તગેડવાની છે બસ્‍તીવાળા હલ્‍લો મચાવતા રહ્યાઃ ડાકણને કાઢો, હત્‍યારીને તગેડો. જોરૂભાએ વાડીએ આવીને જયસિંહને કહ્યુઃ તખ્‍તો તૈયાર છે ભેરવદા એકલો રેશમને લઇને મસાણે બસવાનો છે. ડાકડમરૂ વાગશે રેશમના શરીરમાં વાસ કરી ગયેલી ડાકણને દારૂ પાશે. બેભાન થઇ જાય પછી બાકીની વિધિના હકકદાર તમે. આ બધા મેસેજ મેરીયાએ આપ્‍યા. જયસિંહ ખડખડાટ હસ્‍યો..

‘ઘૂંઘટો ખોલ.. ‘

ભૈરવદાએ ત્રાડ પાડીને કહ્યુઃ બોલ, તુ કોણ છે ? મરચાનું ધૂમડિયુ સરખુ કરતા કરતા બે ધ્‍યાનપણે ભૈરવદાએ ત્રાડ પાડી લીંબડાવાળી છો ? વડવાળી છો ? કે સાત કોશિયાવાળી ? હા, તુ ગમે તે હો, આજ તને તગેડયા વગર નહી મુકુ.

હું રેશમ છુ ભુવા.. રેશમ... ! રેશમે ઘૂંઘટો ઉંચો કર્યો. જાણે રૂપાની ઘંટડી ગાી. ભૈરવદા તેના છુટ્ટા ઘેઘૂર કેશકલાપ આડેથી ડોકાતા ગોરા ગોળચટ્ટા નમણા મુખારવિંદને તાકી રહ્યો અરે... તેનું હ્રદય ધબકારો ચૂકી ગયુ. આ પુરાની બસ્‍તીની કોઇ સ્‍ત્રી હતી કે પિકચરની કોઇ હીરોઇન ? ભૈરવદા તેની કાળી આંખોમાં ડૂબી ગયો. જો કે, રેશમની આંખોનું ઉંડાણ જ એવુ કામણગારૂ હતુ. રેશમે તેનું મોઢુ નજીક લાવીને કહ્યુઃ બસ્‍તીના છોકરા મરી જાય છે એમાં મારો કોઇ વાંક નથી ભૂવા.. રેશમના ગરમ ગરમ શ્વાસ ભૂવાના ગાલ ઉપર સ્‍પર્શ્‍યા. રેશમ બોલતી હતી. હું એક સ્‍ત્રી છુ. મારામાં ડાકણનો વાસ હોય તો હું મારા જ છોકરાને ભરખી જાઉ. !

ભૈરવદા મનમાં જ બોલ્‍યોઃ ‘ હા, રેશમ વાંક તારો નથી પણ વાંક તારા રૂપનો છે‘ એ તરત જ મઢના બીજા રૂમમાં ગયો. એનો ખાસ પઢિયાર ભીગલો દારૂ ઢીંચતા ઢીંચતા સાંકળ તૈયાર કરતો હતો. ‘ભીમલા – ભૈરવદા‘એ તેને ભાનમાં આણ્યો ‘ આ તારી સગલી ડાકણ નથી પણ રતિ છે‘ સાક્ષાત રતિ ! અને હવે.. આખો માંચડો બદલવો પડશે. તુ એવો કાંઇક કારહો ગોઠવ કે સાંપ મરે નહિ લાઠી ભાંગે નહી આપણે રાત્રે બાર વાગ્‍યે સ્‍મશાને નહી પણ નવલખા ડુંગરની ગાળીમાં આનજે લઇ જવાની છે. આ રતિ મારા હાથમાંથી છટકવી ન જોઇએ. તુ સમજ્યો ? જવાબમાં ભીમલો પઢિયાર થોડામાં ઘણુ સમજી ગયો. ભૈરવદા રૂમમાં આવ્‍યો. રેશમ બેઠી હતી. મઢની બહાર વસ્‍તીનું ટોળુ હો હા કરતું હતુ. ભૈરવદાએ એની આંખમાં આંખ પરોવીને કહ્યુઃ ‘ તુ અને તારો દીકરો સાબદા રહેજો. નહિતર આ લોકો તને જીવતી નહીં છોડે. અમે તને સ્‍મશાને નહી., નવલખાની ગાળીઓમાં મૂકી જઇએ છીએ. ત્‍યાંથી તમે છટકી શકશો. બહાર તો દેકારો છે. બરાત્રે બાર વાગ્‍યા પછી બધુ મોળુ પડશે. સમજી ? ત્‍યાં લગીમાં તારા દીકરાને ય બોલાવી લઇએ... રેશમે પાંપણો ઝૂકાવી. ભૈરવદાએ તેના ગાલને થપથપાવ્‍યો. રેશમની આંખમાંથી આંસુ ટપક્યા.

આજની રાત બિકાળવી હતી. જયસિંહ જોરૂભાની મીઠી રાહ જોતો હતો. એ કયારે બોલાવવા આવે. જયસિંહે ફાર્મહાઉસના ઓરડાને અદકા હેતે શણગાર્યો હતો.

ચિબરી બોલી, મોરે પાંખો ફફડાવી. તમરાના ઝમઝમ અવાજ કૈંક અંશે આ રાતના ભેદને પામવા મથી રહ્યા હતા. વિજળીના તીવ્ર ચમકારા અને પછી ગગનભેદી કડાકા. જયસિંહે ત્રીએકસ રમ ગ્‍લાસમાં રેડ્યો. કોરેકોરા બે ઘૂંટ પીધા. અને વંખુભર વડલાને તાકી રહ્યો. વડલો, સમાધિસ્‍થ જોગંદર જેવો લાગ્‍યો. જયસિંહ અજીબ નજરથી તેને તાકી રહ્યો. જોગંદરે જાણે આંખો ખોલી. જયસિંહ ચમકી ઉઠ્યો. જોગંદરનો ઉંડે ઉંડેથી અવાજ આવ્‍યો.

‘ જયસિંહ ચીલો ચાતરીશ નહિ, મરજાદ મૂકીશ નહી. તારા બાપના સંસ્‍કારને લજવીશ નહી. જીવતરમાં એક ડાઘ પડી ગયો, કદિ ભૂંસાશે નહી.

કયાંકથી ઘૂંવડ બોલ્‍યુ એની ભાષા કશુંક કહેતી હતી. આજે આ શું થાય છે ? નબળા વિચારોને હડસેલવા તેને ઘણા પ્રયત્‍નો કર્યા. પણ એ તો જળોની પેઠે...

અચાનક ઘોડાના ડાબલાનો અવાજ આવ્‍યો. જોરૂભા શ્વાસભર્યો દોડતો આવ્‍યોઃ જયસિંહ ભારે કરી ભૈરવદા અને એની પાંચ પઢિયારની ગેંગ રેશમને ઉપાડી ગઇ.

કયાં ? જયસિંહ સમૂળગો ખેંચાઇ આવ્‍ય્‍ો.

વાવડ છે તયાં સુધી નવલખાની ગાળીઓમાં

પણ એ તો અહીં મસાણે આવવાનો હતો ને?

હા... પણ એની દાઢ ડળકી છે રેશમ ઉપર.. અને વાવડ પાકકા છે.

પણ જોરૂભાનું બોલવુ પુરૂ થાય એ પહેલા તો ખંભે બેનાળી હોલબુટની નીચે એક પટે જમૈયો અને બીજા પગના મોજાની અંદર પિસ્‍તોલ છૂપાવી જયસિંહ પોતાની રોઝી ઘોડી ઉપર ઠેકડો મારીને ચડી બેઠો અને ભાગ્‍યો.

રેશમ ચીસો પડતી હતી.. મને મૂકી દે રાક્ષસ... જવાબમાં ભૈરવદા એ અટ્ટહાસ્‍ય કર્યુઃ તને ? તને મૂકી દઉ ? અરે, તને જોયા પછીનો લાગ્‍યુ કે તુ માત્ર રેશમ નથી પણ ચોવીસ કેરેટની સોનાની લગડી છો. હવે મને ખબર પડી કે તને પામવાનું જયસિંહમાં આટલુ બધુ ઝનૂન કેમ ચડ્યુ હતુ ? પણ વાંક એનો નથી. આ વાંક તો ઉપરવાળાનો કહેવાય. અરે, મું એમ વિચારૂ છુ કે તારાને મારા ગામ વચ્‍ચે ફકત પાંચ ગાઉનો પલ્‍લો. પણ પેલા કાશ્‍મીરી મૃગ્‍લાને કયાં ખબર હોય છે કે કસ્‍તુરી તો એની નાભિમાં રહેલી હોય છે છતા પણ એ દબ-બદર ભટકતો હોય છે ! આજકાલ કરતા મે ઘણી સ્‍ત્રીઓના આંખના ઝોંકા ઉતાર્યા પણ તારી આંખના ઝોંકાની ઝેર આવું કાતિલ છે એ તો મને ખબર જ ન હતી. રેશમ બંધાયેલી હતી. નહિંતર તો એક પાટુ એને ઝીંકી દીધુ હોત. છતાપણ રેશમને કાળ ચડ્યો ભૈરવદા પર થૂંકી. ભૈરવદાએ ઇશારો કર્યો. ભીમલાએ સરજુના ગળે છરો મૂકયો. સરજૂ ચીસ પાડી ઉઠ્યો. રેશમ પણ ચીસ પાડી ઉઠી. ભૂવો હસ્‍યો. એણે રેશમની ઓઢણી ખેંચી કાઢી. પઢિયારો અવળું ફરી ગયા. સરજુ ચીસ પાડી ઉઠ્યોઃ ‘મા...‘ પણ ભીમલાની એક અવળા હાથની અડબોથે સરજુનું મગજ તમતમી ગયુ. અને ભૈરવદાએ રેશમનો કમખો ખેંચ્‍યો. બરાબર એ જ પળે ભડાકો થયો. અને ભીમલાની ચીસ નીકળી ગઇ. ભૈરવદા ચોંકયો. તેણે જોયું તો જયસિંહ તું ? પણ એટલીવારમાં જયસિંહ નીચે ઉતર્યા. પણ પઢિયારો સતર્ક થઇ ગયા. જયસિંહ નજીક આવ્‍યા એ ભેળી તો ચાર તલવાર એના માથા ઉપર તોળાઇ રહી હતી. એક જણે તલવારનો ઝાટકો મારી દીધો. જોઇ શું રહ્યા છો ? દેવા મંડો એને... ભૈરવદા ગર્જયો. અને ભીમલાએ સરજુના ગળે છરો ચાંપ્‍યો. રેશમ આ દ્રશ્‍ય જોઇએ ચીખી ઉઠીઃ જયસિંહ મારો સરજુ... જયસિંહે એ જ ઘડીએ ઓસ્‍ટ્રલીયન બનાવટની છ બોર વાળી પિસ્‍તોલ ઝખ્‍મી હાથે જ મોજામાંથી કાઢી અને ટ્રીગર દબવી દીધુ. ઘડીક વારમાં તો ઘમસાણ મચી ગયુ.

સવાર પડી, પંચાયત કચેરીમાં બેઠી બેઠી રેશમ ઇ જાડેજાને જુબાની લખાવી રહી હતી. ભૈરવની નજર મારા ઉપર કેટલાય સમયથી હતી મને એ ખબર નહોતી કે આવો કારહો ઘડશે પણ અમારી બસ્‍તીમાં એકા એક ઝેરી તાવને લીધે મરણ થવા લાગ્‍યા અને એણે ગોઠવણથી ઘડી કાઢ્યુ કે એનું કારણ હું છુ અને મારા શરીરમાં ડાકણનો વાસ છે હું ભાગી છૂટવાની હતી પણ ગામલોકો અને બસ્‍તીને તેણે ઠસાવી દીધુ કે આ ભાગી જશે તો તાબે નહી થાય. આને સ્‍મશાનમાં લઇ જવી પડશે. હું બસ્‍તીથી ઘેરાઇ ગઇ અને મને સૌપ્રથમ મઢે લઇ ગયો મે તેને છોડવા કાકલૂદી કરી એણે પટાવી કે તે મને નવલખાની ગાળીઓમાં છુટ્ટી મુકી દેશે નહિતર હવે આ લોકો મને મારી નાખશે. છોકરાને પણ પતાવી દેશે. મોડી રાતે અમને ગાળીઓમાં લઇ તો ગયો પણ ત્‍યાં લઇ ગયા પછી એણે પોતાનું પોત પ્રકાશ્‍યુ. હું લૂંટાઇ જાત, પણ તાકડે જ જયુભાને ખબર પડતા મારતે ઘોડે આવ્‍યા અને અમને મા-દીકરાને બચાવી લીધા. દાનબાપુ એ સગ્‍ગા દીકરાની વહુ જેમ મને રાખી હતી. અને જયસિંહે પણ અમને એવા જ અદકા હેતથી સાચવ્‍યા છે. આ એમની છત્રછાયા નીચે તો મારા ધણિના મોત પછી સુખચેનથી જીવતા‘તા. સાચુકહુ સાહેબ ? ગામની ગીધડા જેવી નજરોએ મને ફોલીને ઠોલી નાખી હોત જો જયુભાના નામનું છતર ન મળ્યુ હોત, બીજુ તો શું કહુ? જે કંઇ બન્‍યુ એની પાછળ માત્ર ને માત્ર મારી આબરુ અને મારા સરજુને બચાવવાને વાસ્‍તે. બાકી, એમની કોઇ અંગત દુશ્‍મની ભૈરવદા સાથે નહોતી. એજ વેળાહે હકડેઠઠ ભરેલી પંચાયત કચેરીની બહાર ભીડમાંથી એકજણ ગરક થઇ ગયુ.

જાડેજાએ જયસિંહને જીપમાં બેસાડ્યો. એ વેળા જ ગઢનો માણસ મેણસી એક કવર જયસિંહને આપી ગયો. અંદર ચીઠ્ઠી હતી. લખ્‍યુ હતુઃ

જયસિંહ,

રેશમ સાથેના તમારા બેનામ સબંધથી હું આપણો પતિ પત્‍નીનો પવિત્ર સબંધ ખત્‍મ કરુ છુ. મારા પેટમાં આપના થકી સાત માસનો ગર્ભ છે. પણ હવે એ બાળકને બાપ તરીકે તમારુ નામ દેવા માગતી નથી. અને એની ઉપર તમારો પડછાયો પણ પડવા દેવા માગતી નથી. એને ખબર ન પડવી જોઇએ કે એનો બાપ આવો લંપટ હોઇ શકે. હું ઘર છોડી જઇ રહી છુ. આપણા સબંધનો એક ભવ પૂરો થયો હવે બીજો ભવ બાંધવા માંગતી પણ નથી. એટલે, મને મળવાની કોશિષ ન કરતા કેમકે આપણી વચ્‍ચે હવે કશું જ બચયુ નથી.

 • દેવયાની..
 • હાથમાં કાગળ ફફડતો હતો. જીપ આગળ ચાલી. જયસિંહે બે મિનિટ પુરતી દવાખાને જીપને લઇ લેવા રિકવેસ્‍ટ કરી. જીપ દવાખાને આવી. હથકડી સોતો જયસિંહ ઉતર્યો. વોર્ડ નંબર આઠમાં બેડ નંબર ચોત્રીસ ઉપર બન્‍ને હાથે પાટા બાંધીને સરજુ સૂતો હતો. જયસિંહ આવીને તેને વ્‍હાલપથી તાકી રહ્યો. અને પછી નીચે ઝૂંકયો સરજૂનું કપાળ ચૂમ્‍યુ. અને એ ભેળા જ તેની આંખમાંથી બે ખારા બિંદુ સરજૂના ગાલ પર ખરી પડ્યા. બહાર નીકળ્યો ત્‍યારે રેશમ ત્‍યાં ઉભી હતી, તેની વાટ જોઇને ! જયસિંહને અને તેની આંખો મળી. રેશમની આંખમાં આંસુ ધસી આવ્‍યા. એ ભીના કંઠે બોલીઃ જયસિંહ કોઇપણ સૌભાગ્‍યવતી સ્‍ત્રીનો એક ભવ પોતાનો પતિ હોય છે અને એ આયખાના અધવચ્‍ચ પહોંચ્‍યા પહેલા જ એને છોડીને ચાલ્‍યો જાય છે ત્‍યારે એનો એક ભવ પૂરો થઇ જાય છે. પછી તો બીજો ભવ માત્ર એને અક્ષત આબરુ ના નામનો હોય છે. ટાંકણે તમે ન પહોંચ્‍યા હોત તો બીજો ભવ પણ હું ધરી બેઠી હોત. આજે એ બીજો ભવ તમારે નામ લખી દઉ છુ.‘‘

  પણ એ હવે કશું જ મારા ખપનું નથી. કારણકે હું તો બેય ભવ હારી ગયો છુ. રેશમ!!! કહેતા એણે કોન્‍સ્‍ટેબલને આગળ કરીને કહ્યુઃ ‘ ચાલો જમાદાર, બહુ મોડું થઇ ગયું !!!!