Sachu Sarnamu Yogesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sachu Sarnamu

યોગેશ પંડયા

સાચુ સરનામુ

પોસ્ટમાસ્તર, સોર્ટીંગ કારકુન, ગૃપ–ડી અને હમણાં હમણાં જ ઈ.ડી. એજન્ટની જગ્યા પર પોસ્ટમેન તરીકે કામ કરવા આવતો મનોહર ડિલીવરી રૂમમાં વહેલી સવારની મેઈલ્સમાં આવેલ થેલા જયાં ખાલી કરતા હતા ત્યાં જ ડી.ઓ. ઓફીસમાંથી આવેલું ભૂરા રંગનું એક પરબીડિયું સોૈની નજરમાં પહેલું ચડી ગયું...

''એ કવરમાં શું હશે..'' નો ક્રેઝ પોસ્ટઓફીસમાં કામ કરતાં કોઈપણ કર્મચારીને ઉત્કંઠાના રૂપમાં રહેલો હોય છે. એટલે સોૈની પહેલા એ કવર કોણ ઉઠાવી લ્યે એની હોડમાં સોૈ કોઈ કશું પણ વિચારે એ પહેલાં જ ક્ષણના છઠા ભાગમાં હમણાં હમણાં પોસ્ટમેન તરીકે કામ કરવા આવતા મનોહરે એ ઝડપી લીધું. સોર્ટીંગ કારકુન પરમાર ''શું હશે?'' ની ઉત્કંઠામાં ઉભા થઈ ગયેલાં. મનોહરના હાથમાંથી એ કવર ઝુંટવી લેવાની મીઠી અવઢવમાં હતો ત્યાં જ પોસ્ટ માસ્તર અગ્રવાલે જ હસતાં હસતાં એ પરબીડિયું મનોહરના હાથમાંથી સેરવી પણ લીધું. એટલે પરમાર, આંખોમાં સજાવેલ સપના ને મોકળા કરતાં બોલી ઉઠયો :''સાહેબ, શું મારૂં સાયકલ એલાઉન્સ પાસ થયાનો ઓર્ડર છે કે શું?''

''ના ના આતો મારા જી.પી.એફ. પાર્ટ ફાઈનલનો હુકમ લાગે છે...'' બાજુમાં ઉભેલો પોસ્ટમેન બોલી ઉઠયો. પરંતુ કવર ફોડતા ની સાથે જ, અંદરનો કાગળ જોઈને અગ્રવાલના ચહેરાની રેખાઓમાં અનોખો ફેરફાર થવા લાગ્યો. ચારગડી વાળીને રાખેલા એ કાગળને ખોલીને વાંચતાની સાથે જ તેમના ચહેરા પર હર્ષોલ્લાસ છવાઈ ગયો. આનંદનો ઉમળકો સ્વરમાં ઉભરાઈ ગયો :''અરે, મીના, વાસંતી, લલીતા,અર્જુન.. મારી ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો...''

પોસ્ટ ઓફીસની જોડાજોડજ રહેલાં તેમના કવાર્ટરમાંથી તેમના પત્ની દોડતાં આવી પહોંચ્યા :''શું કહયું? તમારે ટ્રાન્સફરનો ઓર્ડર?''

''હા, લલીતા આપણી ટ્રાન્સફર. આપણા જ વતનમાં.'' અગ્રવાલના દિલો દિમાગ પર ખુશીના તોફાને એટલી તો માઝા મૂકી કે એમણે સ્થળ કાળનો સારાસાર ભૂલી પોતાની પત્ની લલીતાને બાહુપાશમાં લઈ લીધી. સામે ઉભેલાં સોૈ કોઈ આ ખુશીઓને ઝુંટવવા માંગતા નહોતા એટલે શરમાઈને અવળું ફરી ગયાં...

''અરે પણ છોડો મને..'' કહેતા લલીતાદેવી શરમાઈને અંદરના ભાગે દોડી ગયા ત્યાં જ, તેમની યુવાન પુત્રી વાસંતી ધસી આવી :''પપ્પા, આપણી બદલી?''

''હા બેટા... આપણાં ગામમાં જ...'' વાસંતીના ચહેરા પર ડોલરનું સ્મિત ફરી વળ્યું તે તેના સફરજન જેવા ગાલો પર ગુલાબી લાલી ફરી વળી. મનોહર યુવાનીથી થનગનતી વાસંતીને તાકી રહયો.

વાસંતીનું તનબદન અત્યારે હિલ્લોળે ચડયું હતું. તેની કાળી કીકીઓમાં ખુશીઓના સમંદર લહેરાઈ ગયા હતા. તેના યોૈવનથી છલબલતા શરીરમાં ઉલ્લાસની ભરતી ચડી ગઈ હતી. તેના પગમાં હરણાંની ઠેક આવી ગઈ હતી.

એ પણ દોડી... પણ અચાનક કંઈક યાદ આવી ગયું હોય તેમ ટપાલનુંસોર્ટીંગ કરી રહેલા મનોહરને આ ખુશીઓ બાંટવાનું ભૂલી ગઈ હોય એમ પાછી વળી ગઈ...

અને પોતાનો દુપટો છાતી પર સરખો કરતી તેની સન્મુખ આવીને ખડી રહી ગઈ, ''મનોહર પપ્પાની ટ્રાન્સફર...''

''જાણું છું વાસંતી. એ પરબીડિયું સોૈની પહેલાં મારા જ હાથમાં આવ્યું હતું.''

''હવે અમારે જવું પડશે...'' કહેતા ઘડી પહેલાંની ખુશી જાણે ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઉદાસીએ સ્થાન લઈ લીધું...વાસંતી સહેજ ગળગળા થઈ જતાં બોલી :'' તને છોડીને...''

''નોકરિયાત હોય એને સરકારના હુકમ સાથે એ સ્થળ તો છોડવું પડે છે., સાથોસાથ એ માયા પણ છોડવી પડશે વાસંતી૧ અને, સાહેબતો ભાગ્યશાળી છે કે બહુ ઓછા પ્રયત્નોમાં બધું પતી ગયું. નહિતરતો પૈસાનું પાણી કરે તોય વતનમાં જઈ શકાતું નથી.''

''પપ્પાને તો આસ્થળ જ છોડવાનું છે, જયારે મારે તો તને છોડવાનો છે મનોહર...'' વાસંતીના હોઠો ઉપર શબ્દો આવી ગયા પણ તે બોલી ન શકી. હળવે પગલે બહાર ચાલતી થઈ ગઈ... મનોહર તેને જતી જોઈ રહયો...૧

આ વાસંતી...૧ જેની લાગણી ના કારણે તો પોતે અહીં ટકી રહયો હતો. નહિંતર તો ભાયાણી અને ઉસ્માન જેવા કાયમી પોસ્ટમેનની ચડવણીથી પોતે પોતાના જ પગ ઉપર કુહાડો મારી દીધો હતો...

એક સરકારી હાઈસ્કુલના પટાવાળા વેલજીભાઈના ચોથા સંતાન મનોહર અને પોસ્ટ માસ્તર અગ્રવાલની બીજા નંબરની પુત્રી વાસંતી છેક પાંચમા ધોરણથી સાથે હતાં. મનોહરની કાળી કાળી મોટી આંખો, કાળા ભમ્મર ઝુલ્ફાં, કસાયેલું શરીર અને તેનો મસ્તીભર્યો સ્વભાવ..૧ વાસંતીના મનમાં મનોહરે એક પોતાનો માળો બાંધી દીધો હતો એ મનોહરને કયાં ખબર હતી? પણ, સાથે ભણતાં ભણતાં દસમાં ધોરણમાં આબુ અંબાજીનો પ્રવાસ જવાનો હતો એમાં, નબળી આર્થિક પરિસ્થિતિને લીધે મનોહર પ્રવાસની ફી ન ભરી શકયોઅને તે નામ નોંધાવી ન શકયો... એ નિમીતે બંને વચ્ચે પ્રેમનો પાયો નંખાઈ ગયો હતો.

ફી ભરવાના આગલાં દિવસે, સ્કુલેથી છુટી તે ઘર તરફ જતો હતો. ત્યાં જ વાસંતી સામે મળી. બંને જુવાન દિલની ભીતર કંઈક રણઝણ્યુ. બંનેની આંખો મળી ને એ નજરના અનુસંધાનમાં લાગણીના બે ફૂલ ખીલી ઉઠયાં. વાસંતી પૂછી બેઠી :''તું પ્રવાસમાં કેમ નથી આવતો ? તું આવને, તો મજા આવશે.''

''મારે આવવું છે પણ પૈસાનો સવાલ છે. પપ્પા પાસે પૈસા માંગુ તો વઢે છે.

''અરે, એમાં શું, હું આપી દઈશ.''કહેતી વાસંતીએ તેની ફીના પચાસ રૂપિયા ભરી દીધા અને મનોહર માટેની સિફારીશ પણ કરી દીધી. પ્રવાસમાંથી ઘરે આવ્યા પછી બીજે દિવસે વાસંતીએ મનોહરને કહયું :''મારા પપ્પાને તારૂં કામ છે, આવજે...''

બીજે દિવસે મનોહર, પોસ્ટ માસ્તર અગ્રવાલ સામે અદબ વાળીને ઉભો હતો. પોસ્ટ માસ્તરે તેને નીરખ્યો. પછી કહયું : ''પોસ્ટમેન તરીકે કામ કરવું ગમશે?'' જવાબમાં મનોહરથી હકારમાં નજરો ઢળી ગઈ. બીજા દિવસથી તે લાગી ગયો. સાડાબારથી સ્કુલ શરૂ થતી. તે સવારના સાત થી બાર વાગ્યા સુધી ટેમ્પરરી પોસ્ટમેન તરીકે જોડાઈ ગયો. કામ કરવાની બહુ મજા આવતી પણ ભાયાણી અને ઉસ્માન જેવા કાયમી પોસ્ટમેનોને મનોહર આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો હતો... ટેમ્પરરી જગ્યાનો પગાર બે મહીના પછી ડીવીઝનમાંથી આવતો. એટલે એ બંન્ને એ મનોહરને ચડાવ્યો. કહયું કે ''તારો પગાર તો અગ્રવાલ સાહેબ રોકી રાખે છે. જા તું એને ધમકી આપી આવ.''

મનોહર ખોટા માર્ગે વળી ગયો. જઈને અગ્રવાલને ધમકી આપી. :''હું જોઈ લઈશ. એસ.એસ.પી. ને લખીશ કે પોસ્ટમાસ્તર અગ્રવાલ મારો પગાર રોકી રાખે છે...''

બેટીની વિનંતી ઉપર રાખેલો આ નવો નિશાળીયો જુવાન, પોતાને આમ બધાની વચ્ચે ''હુંકલા–તુંકલા'' કરી જાય એ અગ્રવાલને માન્ય નહોતું. એણે પગાર તો આપી દીધો, સાથે સાથે એને છુટા કરવાનો હુકમ પણ પકડાવી દીધો... મનોહર હવે મુકત હતો. ઉસ્માન અને ભાયાણી ખીલખીલ હસતા હતા. મનોહર હવે ઉદાસ થઈ હાઈસ્કુલને પગથિયે બેસી રહેતો. વાસંતીએ તેને ઠપકો આપ્યો ''તારે પપ્પા આગળ આવું ન બોલવું જોઈએ. ચાલ પપ્પા પાસે, અને માફી માંગી લેજે..''

ભાયાણી અને ઉસ્માનનું નામ પાડયાં પછી પણ અગ્રવાલના મનમાંથી એ ડંખ ન ગયો તે ન જ ગયો... ૧ ફરી વખત પુત્રીની વિનંતીથી મનોહરને ફરજ ઉપર લીધો તો ખરો પણ તેમને જે મનોહર પ્રત્યે પહેલાં જેવો ભાવ રહયો નહોતો...૧૧

મનોહરને એનું દુઃખ હતું. પોસ્ટમાસ્તરના હૈયાની ભીતર રહેલા આ ડંખને ભૂંસવા હવે તો એ દોડી દોડીને ઘરના કામ પણ કરી નાંખતો. રજાના દિવસોમાં ઘરનું દળણું દળાવી લાવવું, ચીજ વસ્તુ લાવી દેવી, શાક બકાલું લાવી દેવુ, ભીમા ભરવાડના ઘરેથી દુધ લાવી દેવું અને સાહેબના પાન લાવી દેવાનું કામ પણ તે પ્રેમથી કરતો... છતાં પોતા પ્રત્યે સાહેબને ઉમળકો ચડતો નહીં. એણે વાસંતીને એકવાર અફસોસ સાથે કહયું હતું :''સાહેબ હવે પહેલાં જેવો પ્રેમ કે ઉમળકો બતાવતાં નથી...''

''એ તારી ગલતફેમી છે. હવે એમને તારા પ્રત્યે કશું રીંસ ધોખો નથી.''

''રીંસ ધોખો તો નથી પણ પ્રેમ પણ નથી વાસંતી૧ હું સાહેબનો પ્રેમ ઝંખું છું...''

''પપ્પા બહુ મૂડી માણસ છે. એમને મૂડ ચડશે તો તને–''

''એ ઈંતઝાર કરવો રહયો...''

૭૭૭

એ ઉદાસ મને ટપાલનું સોર્ટીંગ કરતો રહયો ત્યાં જ અગ્રવાલે તેને ચા લઈ આવવાનું કહયું. એ ચા લઈ આવ્યો. પાન પણ લઈ આવ્યો. સાહેબ આજે બધા સાથે ખુશમિજાજથી વર્તતા હતાં. પણ પોતા સાથે... એક અફસોસ સાથે એની આંખમાં ભીનાશ છવાઈ ગઈ...

૭૭૭

રાઠોડ કરીને નવા પોસ્ટમાસ્તરે ચાર્જ લઈ લીધો હતો. આજે સામાન ફેરવવાનો હતો. મનોદહર સવારથી સામાન પેક કરતો હતો... એ સામાનની ઉપર જેટલી ગાંઠ વાળતો જતો હતો, એટલી ગાંઠ વાસંતીની ભીતર છુટતી જતી હતી... ભીતરથી એ ઉદાસ થઈ ગઈ હતી... મનોહર પ્રત્યેના પ્રેમનો આજે કરૂણ અંત આવી જવાનો હતો... સોૈ કોઈ પોતાના કામમાં મશગુલ હતું. પોસ્ટમાસ્તર અગ્રવાલ ચાર્જ લીસ્ટ મુજબનું રેકર્ડ સોંપવા માટે, રાઠોડ સાહેબ પાસે ઓફીસે બેઠા હતા... રૂમમાં માત્ર મનોહર અને વાસંતી એકલાં જ હતાં...

''મનોહર..'' વાસંતી ગળતા સાદે બોલી ઉઠી.

'બોલ.''

''અમે કાલે નીકળી જઈશું.''

''યાદ તો કરીશને?''

''એવું ન બોલ ગાંડા૧ તને તો કઈ ઘડી એ યાદ નથી કર્યો એમ કહે ને૧ મારા દિલના ધબકારમાંતો તું જ સમાયેલો છે. કાશ૧ સમય સ્થિર થઈ જતો હોત તો ધબકારો પણ સ્થિર થઈ જાત. અને એ સ્થિર થઈ જાત તો થીજી ગયેલા ધબકારાને તું અનુભવી શકેત કે હું શું કહેવા માંગુ છું.''

''મને ખ્યાલ છે વાસંતી૧ કે તું શું કહેવા માંગે છે... તું મને ચાહે છે ને?''

''હા, મનોહર૧ હવે તારા વગર હું જીવી નહીં શકું નહીં મરી શકું. મને લાગે છે કે તને છોડયાં પછી હું પાગલ થઈ જઈશ. મનોહર૧ હૈયાની ભીતરમાં 'કહું કહ'ું થતી વાતને હું કહી તો ન શકી, પણ અણસારામાં તું ઓળખી શકયો એનો આનંદ છે. પણ તને કહી દઉં કે હવે તું મને લઈને કયાંક દૂર.. દૂર લઈ જા૧ મને ભગાડી જા. મને તારામાં સમાવી જા. આ દિલ અને દેહ ઉપર હું બીજા કોઈનું નામ નહીં કલ્પી શકું...''

''ના વાસંતી ના૧ દિલના આવેગોને કાબુમાં રાખતાં શીખ વાસુ૧૧ આબરૂની પેલે પારજીવન છે પણ આનંદ નથી. ચમન છે પણ એ ચમનમાં પતન છે. અને તું તો કોઈના સરનામે પોસ્ટ થયેલ પત્ર છે. એ પરબીડિયાં ઉપર તારા પપ્પાએ લખી નાખેલાં કોઈના નામ રૂપી સરનામાને છેકીને હું મારૂં નામ લખી ન શકું. તો તો મારો ધર્મ પણ લજવાય અને મારી ફરજ ને પણ લાંછન લાગે. એક પોસ્ટમેન તરીકે એ પત્રને સાચા સરનામે પહોંચાડવાની મારી ફરજ છે. પણ તું એ પત્રને મારા નામ સાથે સંગોપીને નવજીવનમાં પ્રસ્થાપિત કરીશ તો આપણાં પ્રેમરૂપી પત્રના અક્ષરો કયારેય ઝાંખા નહીં પડે૧ વાસંતી, તું જા... આ ખાખી વરદીનો પ્રેમ છે અને વરદી કોઈ દિવસ પોતાની ઓળખ ગુમાવી શકતી નથી...''

''મનોહર...'' વાસંતી મનોહરને ખભે માથું ઢાળીને રડી પડી કે મનોહર તેને સાંત્વન આપતાં બોલી ઉઠયો :''તારી વેદના હું સમજું છું. પણ તારા કહેવા પ્રમાણે હું જો તને લઈને ભાગી જાઉં તો તો મેં અગ્રવાલ સાહેબનો દ્રોહ કર્યો કહેવાય. એ દ્રોહનું પુનરાવર્તન બીજીવાર 'રમત' બની જાય છે. અને રમત હવે હું રમવા માંગતો નથી.''

વાસંતી નિઃસાસો નાખીને રૂમની બહાર નીકળવા જતી હતી ત્યાં જ, કયારનાય બારણા આડે મનોહરની વાતો સાંભળી રહેલાં પોસ્ટમાસ્તર અંદર આવી ગયાં અને વાસંતીનું બાવડું પકડીને હેતાવળા સાદે બોલી ઉઠયાં, ''ઉભી રહે બેટા...૧ તારા જીવનરૂપી પત્રનું સરનામું ભલે મેં જ કર્યું હોય પણ એ મારી ભૂલ હતી. કારણ કે એ સરનામું ખોટું હતું. તારૂં સાચું સરનામું તો મનોહર છે...'' એમ કહીને એણે વાસંતીનો હાથ મનોહરના હાથમાં મૂકી દીધો. ત્યારે વાસંતી પોતાના પિતાને ભેટીને ખોબે ખોબે રડી પડી પણ હવે એ આંસુનો સંદર્ભ બદલાઈ ગયો હતો.૧૧૧