Aankh-ma Ugya Suraj Yogesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aankh-ma Ugya Suraj

યોગેશ પંડયા

આંખમાં ઉગ્યા સૂરજ

E-mail Address : manyog0713@yahoo.com

Phone no.9377114892

માગશરનો સૂરજ આથમણી દશ્યે ટેકરીઓ આડે ડૂબી ગયો હતો. હવે તો અવનિ ઉપર ચડતા શિયાળાની સાંજ ઉતરી રહી હતી. ધીરે ધીરે હેમાળેથી વછુટેલો બરછી જેવો ટાઢોબોળ પવન કો' જોબનવંતી નારની માફક હળવે હળવે વા'તો આવતો હતો. ટાઢની સાથો સાથ કાલિમા પણ હળવે હળવે પૃથ્વી ઉપર પગરણ કરી રહી હતી. પંખીઓતો કયારનાય પોતપોતાને માળે જવા નીકળી ગયા હતા. હવે તો પાછળ રહી ગયેલું કોઈ એકલ દોકલ પંખી, પ્રિયજન ભેળું થઈ જવા ઝડપથી આમતેમ પાંખો વીંઝતું ભાગી રહયું હતું.

બરાબર ત્યારેજ હાથમાં ધારિયું લઈને અમરૂ, વીકા ભગતની વાડીના જમણા શેઢે નીકળ્યો અને કયારનીય આંખ્યે નેજવું કરીને રાહ જોઈને થાકેલ ગોૈરી ખીજડા હેઠે પગ આગળ રજકાનો મોટો બધો ભારો લઈને ઉભી હતી.

અમરૂ નજીક આવતો દેખાતા જ તેની આંખો હસી ઉઠી. માત્ર આંખો જ શું કામ ? એની કાયાના અણેઅણુ કહોને ૧

હવે હળવો રોમાંચ આખા શરીરમાંથી પસાર થઈ ગયો. આ વાતથી બેખબર અમરૂ કોઈ દેશી ગાણુ લલકારતો પસાર થયો. શિયાળુ હવાની ઠંડી ઠંડી લહેરખી અમરૂના મીઠા બોલે ય આ બાજુ લેતી આવી. હલકદાર કંઠ થી વહેતાં શબ્દો હવામાં સરતા આવતા હતા.

'તમારા દલડાનો વારો

મારા રે સમ માનો જી રે

તમારા રૂદિયાનો વારો

મારા રે સમ માનો જી રે...

કયો'તો ગોરાંદે તમને કડલાં ઘડાવી દઉં

કયો 'તો રે કાંબિયું ઘડાવું

મારા રે સમ માનો જી રે...

–અમરૂ ૧૧

આમ તો નહોતું બોલવું છતાંય સાદ પડાઈ ગયો 'ને અમરૂ થંભી ગયો. આગળ પાછળ જોયું પણ કોઈ નજરે ન ચડયું. ને સહસા ડાબી તરફ જોવાઈ ગયું તો ચહેરા પર આનંદનો ઉમળકો આરૂઢ થઈ ગયો. દસ પંદર ડગલાં છેટે જ ગોૈરી ઉભી હતી.

'લે? તું ગોૈરી.

કયારૂની ઉભી સો ?'અમરૂએ ખભા ઉપરથી ધારીયું નીચે ઉતારતાં પુછયું.

'દિ' આથમી ગયો ત્યારની અમરૂ'.

'તો પછી હાલતું નો થઈ જવાય ?'

'થઈ જાત. જો તેં પેલા કીધું હોત ને તો આ તો સવારે નીકળ્યો ત્યારે તો કહેતો ગયો હતો કે સાંજે આ પધોર નીકળીશ.આપણે હાર્યે હાર્યે ઘર ભણી જાશું. તું એ ભૂલી તો નથી ગ્યો ને?'

ગોૈરીએ મીઠો છણકો કરીને કહયું : ' હું દિ ' આથમ્યા પહેલાની તારી વાટ જોઈએ ઉભી છુ. હવે તો મને જોઈને. તારા આવવાનો જે મારગ છે એ મારગ પણ થાકી ગયો પછી મારે આંખ્યુ નો થાકે ? '

' હા, આ તો બધુ ભાળ્યાનું ઝેર છે.' અમરૂ બોલ્યો : ' જો ભગવાને આ બે આંખ્યુ જ નો આપી હોત તો કેવુ સારૂ હતુ ? નહીં દેખવુ નહીં દાઝવું ૧ ૧ આ બધુ જોઈએ છીએ ત્યારે રાગ, દવેષ, માયા, મમતા, મોહ, લોભ, વાસના, સગાઈ વેર અને ઝેર જાગે છે. આ આંખોને લીધે છે. ઈ જો નો હોતને તો આ કાંઈ નો હોત.'

'છે એટલે સૂઝે છે અમરૂ બાકી ઈ સતના ચાળા (પારખા) કરવા રહેવા દે. કોઈ આંધળાની પડખે જઈને પૂછયુ છે કે તારે શું જોવે છે ? તું શું માંગે છે ? સામે રૂપિયાના ઢગલા હશે. તોય એ આંધળો પાટુ મારી દેશે ને કહેશે કે મને ખાલી એક આંખ્ય આપો. બસ એક જ ...૧ મારે બીજુ કાંઈ જોતુ નથી અને તને ઈય કહી દઉં કે જો એક આંખ્ય એને મળે ને તો ઈ ઓલ્યા રૂપિયાના ઢગલા ની સામે નજરેય કર્યા વગર બધુ છોડીને હાલતો થઈ જાશે. ઈ આંખ્યના તને હજી કેવા મૂલ છે ઈ ખબર નથી લાગતી૧ '

' ઠીક રહે હવે રહે. તું પાછી બહુ ડાહી...' અમરૂ હસી પડયો : આ તો તેં ભુલવાની વાત કરીને એટલે મારે કહેવું પડયુ. બાકી હું તો તને કયારેય નહીં ભુલુ ગૌરી. પણ તુ મને ભુલી જા તો, એ તારે ને મારે સારૂ છે.'

'બસ અમરૂ, ફસકી ગયો ? વધા વચનનું શું ? તે અને મેં કરેલી પ્રિતનો આવો બૂરો અંજામ ? '

' એવુ નથી ગૌરી. પણ તારા બાપુને આ સબંધ મંજુર નથી. મને પશવો બે દિ' પહેલા જ કહેતો હતો કે તારા બાપુને સંધીય ખબર પડી ગઈ સે ને ઈ ધુંઆફુંઆ થયા સે...'

' તો શું થયુ અમરૂ ? '

' રહેવા દે ગૌરી. તારા બાપુને આપણી પ્રિત મંજુર નહીં હોય અને એની ઉપરવટ–

' અમરૂ૧ હવે તને સાચી વાત કહુ ? ' ગૌરી અમરૂ સામે તાકી રહી. અમરૂની આંખોમાં ગૌરીના આગળના વેણની પ્રતિક્ષા હતી. ગૌરીએ કહયુ : અમરૂ૧ સાચી વાત તો ઈ છે કે પશવો લાપસીમાં કાંકરા નાખવાનો કારહો કરે છે. મુદલ તો પશવાની નજર મારા સામુ છે. થોડો વાડીવજીફો, ધાબાવાળુ મકાન અને એક ફટફટીયુ...૧ આ એટલુ છે ને એટલે ઈ માને છે કે હું પૈસાવાળો. પણ મારા બાપુ એમ ભોળવાઈ જાય એમ નથી અમરૂ. એકવાર તારા બાપુને મારા બાપુ આગળ મોકલ. તારા બાપુ જો આપણી સગાઈનું વેણ નાખેને મારા બાપુ એને નકારે એવું હું નથી માનતી. હું તો ન–માઈ છુ. મારા સુખ ખાતર તો એ ભલા માણસે બીજીવાર લગનેય નથી કર્યુ. હવે એ બાપ મારા સંસારમાં પથરો બનીને ઉભો રહે ? અમરૂ, તુ ગાંડો તો નથી થઈ ગયો ને ? કે, ગામના ઉતાર પશવાની વાતુમાં આવી ગયો ?' અરે એણે તો ગામની કેટલીય દીકરીયુના જીવતર ઝેર કર્યા છે. કેટલીય વહુઓની જીંદગીમાં દેતવા મેકયો છે. એ પાપીનો તો પડછાયોય ના લેતો નહિંતર આપણુ જીવતર...'

સારૂ તુ જા, મારા બાપુને હું બે દિ' માં મોકલીશ. પણ જોજે હોં મારા બાપનું વેણ ફગે નહીં. નહિતર પછી મારે ભોં ભારે થઈ પડશે.'

– પણ એવુ ન થયુ.

અમરૂનો બાપ વેણ લઈને ગયો ને ગોળધાણા ખાઈને પાછો ફર્યો. બે હૈયાની પ્રિતને બેય બાપે વધાવી લીધી...

×××

માગશર હવે હળવો હળવો ચાલ્યો જતો હતો. કપાસની ત્રીજી 'વિણ્ય' પણ ઉકલી ગઈ હતી. તોય ચોથી વિણ્ય આવી હતી. કાલામાંથી ફાટફાટ થતા ધોળા બાસ્તા જેવા રૂ જેવુ જોબન હવે ગવરીની કાયા ઉપર ફાટફાટ થતુ હતુ. અને અમરૂ એ કાયાના કાંઠે વહેતા જોબન જળમાં નજરની પીંછીથી નહાઈ રહયો હતો. પોષ મહિનાની કાતિલ ટાઢ જુવાન હૈયામાં બરછીનો ઘા કરી, પિયુ સંગે મ્હાલ્વાના કોડ જગાવી વિહવળ કરી વહેતી હતી.

દિ' આથમતો ને ગામને પાદર ઠંડી ઠંડી હળવી લ્હેરખી આંજણઘેરી કાળાશ લઈને રાવટી તંબુ નાખીને મુકામ કરતી હતી. ને અફીણી ઘેન ગામના દરેક ખોરડે પથરાઈ જતુ હતુ...

– પણ આખા ગામમાં જાગતા હતા માત્ર બે જ જણ૧

એક ગૌરી, બીજો અમરૂ૧

બસ, હવે તો ફકત ત્રણ મહિનાની વાર હતી. ચડતા વૈશાખમાં તો ગૌરી જોબનવંતા અંગો પર પીઠી ચોળીને સાસરવાટ સિધાવાની હતી૧

×××

જીવતરનો એક માત્ર સહારો ગૌરી૧ પણ હવે એ પારકી થાપણને પોતાને હાથે જ વળાવવાની હતી...' ભગત સૂમસામ બની ગયા હતા. એને મૃત પત્ની આજ યાદ આવી ગઈને ભગતની આંખમાંથી ટપ ટપ કરતા આંસુ નીકળી ગયા. પત્ની તો મોટા ગામતરે સીંચરી ગઈ, ખબર ન પડે એમ૧ જાણે કોઈ આંખમાંથી સપનુ આવ્યુ ને ચાલ્યુ ગયું. ગૌરીતો માંડ બે જ વરસની. પણ ભગત બાપ બનીને જીવવા કરતા એક 'માં' બનીને જીવ્યા હતા. ગૌરીને ઉઠાડવાથી માંડી ને સૂડાવવા સુધીની કાળજી રાખતા ભગત એને ખવડાવતા, પીવડાવતા, નવડાવતા બે ચોટલા ગુંથીને પછી તો તૈયાર પણ કરી દેતા. નાનકડી ગૌરી, બાપના ગળે હાથ પરોવીને કહેતી : 'બાપુ, મારી બહેનપણીઓને તો એની બા તૈયાર કરી દે છે. તો મને કેમ તમે તૈયાર કરી દો છો૧ મારી મા કયાં ગઈ છે એને આવવા દોને ? ત્યારે ભગત એના માથા પર હાથ ફેરવતા તેને કહેતા : 'એ મામાના ઘરે ગઈ છે. એ આવશે પછી એ જ તૈયાર કરી દેશે હોં કે બેટા...' અને પછી છાને ખૂણે રડી લેતા.

ડગલે ને પગલે ગૌરી આવા તો કેટલાય સવાલ પૂછતી ને પોતાને જવાબ આપવા પડતા. કયારેક કયારેક તો એ જે સવાલ કરતી એ સવાલના તો જવાબ પણ નહોતા પણ ભગત એ ભગત હતા. એમની વાણી પર દૈવી શકિતના સાચોસાચ બેસણા હતા. એ દિકરીને સમજાવતા અને એ માની જતી. એટલે ગૌરીને કયારેય આટલા વરસોમાં મા ન હોવાનું દુઃખ લાગવા દીધુ નહોતુ.

આજે એ નાનકડી બાળકી પરણાવવા જોગ થઈ ગઈ ? હજી તો કાલ સવારની કાલુઘેલુ બોલતી ગૌરી, આજે 'આવજો બાપુ' કહેતી નવોઢાનું પાનેતર ઓઢીને ઘરને ઉંબરે ઉભી છે.

લાડકોડમાં ઉછરેલી એકની એક દીકરીને જરાય ઓછુ ન આવે એમ વીકા ભગતે સંભારી સંભારીને જીણી મોટી–નાની દરેક ચીજ વસ્તુઓ ઓરી–ઓરીને (ખરીદીને) આણુ કોઈ રાજ–રજવાડાની કુંવરી જેવુ ભાતીગળ કરી દીધુ હતું. ગૌરીને કોઈ કમી ન આવે તેનું ધ્યાન રાખ્યુ'તુ.

–પણ એવામાં એક ગોઝારો બનાવ બન્યો.

અમરૂ એક દિ' પાણી વાળતા વાળતા હાથમાં પાવડો લઈને કૂવે આવ્યો. પોચી જમીન અંદરથી પોલી થઈ હતી. કુવાનો કાંઠો તો વર્ષો પહેલા બંધાવેલો. માટીના એક લ્લઢેખાળા ઉપર વજનદાર પગ આવ્યો ને પગ ફસકયો. પચ્ચીસ વર્ષની તેરાવર કાયક કુવાના કઠેડા પર ઝીંકાણી અને જર્જરીત કઠેડો પીગળ્યો. બે ધ્યાન અમરૂ કંઈ વિચારે કારવે એ પહેલા તો અંદર ત્રજંકાણો... મશીનના પંખામાં આવી ગયો એક પગને ત્યાંથી ઉધેં માથે ફંગોળાયો તે મશીનના 'સપોર્ટ' બાંધેલા બેય સળીયા એક અાંખોમાં–

ભાન આવ્યુ ત્યારે દવાખાનામાં બીસ્તર પર તેની કાયા હતી. ગોઠણથી એક પગ નિર્માલ્ય થઈ ગયો હતો. અને આ આંખો પર બાંધી હતી પટૃી૧

ડોકટરે આંખની પટૃી ખોલી ત્યારે અમરૂ ચીસ પાડી ઉઠયો. તેની ચીસના પડછંદા આખી હોસ્પિટલમાં ફરી વળ્યા હતા...

×××

ડોકટરે કહી દીધુ : આંખમાં ખૂંચી ગયેલા સળીયાએ આંખોની રોશની ખૂંચવી લીધી છે. હવે એ જોઈ નહીં શકે. હી ઈઝ બ્લાઈન્ડ૧ આઈ. એમ. સો મચ સોરી. હું એની આંખોને બચાવી ન શકયો...

ગૌરીની આંખોમાંથી આંસુના દરીયાઓ ઉમટી પડયા. હોસ્પિટલના બિસ્તર પર અમરૂના હાથને પંપાળતી ગૌરીના ઉના ઉના આંસુ અમરૂની હથેળી પર પડયા. અમરૂ એ આંસુથી જાણે દાઝી ગયો : ' રડ નહીં ગૌરી' અમરૂએ તેનો હાથ હાથમાં લેતા ભીના કંઠે કહયુ : ' સારૂ થયુ કે આ બધુય આપણા લગન પહેલા થઈ ગયુ, લગન પછી થયુ હોત તો જીંદગી આખી સોરાઈ સોરાઈને જાત, જે થયુ , ઠાકરની મરજી૧ તુ હવે છૂટી છો, હું આંધળો અને લંગડો તને જીવતરનું કે સંસારનું સુખ આપવા માટે લાયક રહયો નથી. હું શું આપી શકુ હવે ? '

' રહેવા દે અમરૂ૧ એવુ બોલમાં૧ મારે એક ભવમાં બે ભવ નથી કરવા. મારે મન તુ છો એ જ સંસાર છે. મારે કોઈ બીજા સુખનો ખપ નથી. '

' પણ ગૌરી, હું હવે કશા કામનો નથી. કોઈ હાથ પકડીને મને દોરે એવી મારી જીંદગી અને એમાંય બે ડગલા હાલીને બેહી જાઉ એવો મારો પગ... રહેવા દે ગૌરી, તુ તારે બીજુ ગોતી લેજે, મને દુઃખ નહીં લાગે અને તને તો એક કરતા એકવીસ મળી રહેશે.'

' અમરૂ ' ગૌરીથી રાડ પડાઈ ગઈ : ' બીજા કોઈને ગોતવો હોત તો મે તારી ચુંદડી ઓઢી ન હોત અમરૂ૧ અને સંસારનું સુખ જો શરીર જ ગણાતુ હોય તો એ સુખ મારા માટે અગરાજ છે... ' કહેતી ગૌરી અમરૂની હથેળીમાં ચહેરો ગોપવીને છૂટે મો એ રડી પડી ' ગૌરી, તુ છાની રહી જા. તુ રોવે ઈ હું જોઈ શકતો નથી... ' અમરૂ એ નિસાસો નાખ્યો, પણ ઓચિંતા એ ખડખડાટ હસ્યો. ખડખડાટ.... ગૌરી ચોંકી ગઈ, અમરૂ કહેતો હતો : ' પણ સારૂ થયુ કે હું નથી જોઈ શકતો તને૧ સારૂ થયુ મારી આંખો ગઈ, અમથોય હું તને રોતી કયાં જોઈ શકતો હતો ? એક વાર તે કીધુ હોત ' તુ મને, યાદ છે ? યાદ છે મને... ગૌરી ' અમરૂ બફાટ કરતો હતો : ' એકવાર તે કીધુ તુ, મને યાદ છે કે આંખ્યુના કેવા મુલ છે ઈ તો આંધળાને જ ખબર પડે... સાચી વાત છે ગૌરી આ તો બધુય ભાળ્યાનું ઝેર છે. આજ તો ઈ ઝેર જ હું પી ગયો ઘટક...ઘટક...ઘટક... હવે તો કડવુ શું ને ગળ્યુ શું ? સંધુય સરખુ ૧ અંધારે અંધારૂ... હવે શું રાત કે શું દિવસ... ?

અમરૂના અટૃહાસ્યથી ગૌરી ધ્રુજી ગઈ.

તે દિવસે સાંજે ગૌરી ડોકટરના બંગલે ગઈ અને ડોકટરના પગ પકડી ઢગલો થઈ ગઈ. દાકતર સાબ્ય, ગમે એમ કરો પણ મારા અમરૂની આંખને સજીવન કરો.

' ઈટ ઈઝ ઈમ્પોસીબલ' ડોકટરે કહયુ. ' બેટી મે કોશિશ ઘણી કરી પણ...

' તમે કહો તો હું એને મારી આંખો આપી દઉ. બાકી એની પીડા '

' ઓહ નો૧ ' ડોકટર ઉભા થઈ ગયા : ?બ્થ્ ખ્ભ્ ઉઃ((ય્ખ્ભ્લિ પલ્સ સજીવ છે. રકત સંચાર થઈ શકે છે. પણ મેજર ઓપરેશન... '

ડોકટરે એનુ બાવડુ પકડીને ઉભી કરી : ' બેટા, તુ તારી આંખ એને આપી શકીશ, એક આંખ મળશે તો પણ એ એક આંખે જોઈ શકશે '

' બે ય આંખ લઈલો, પણ મારા અમરૂને દેખતો કરો.'

×××

ગૌરીએ એક આંખ આપી દીધી. માછલી જેવી એ આંખને ખૂંચવી લેતા જાણે ડોકટર પણ પોતાની મૃત દિકરીની યાદમાં ખોવાઈ ગયા. આજે જાણે આ પોતાની દિકરી જ હતી કે શું ?

×××

ગૌરીએ પોતાના બાપુને કહયુ : ' બાપુ, મારો કરીયાવર વેંચી દેજો, સોનુ–રૂપુ–ઘરેણુ–ઘાટુ–કપડા –લતા–તોરણ–ચાકળા મારે કોઈ ખપના નથી. એના જે પૈસા આવે એ પૈસા આ ઓપરેશનના ખરચ વાસ્તે આપી દેજો. મારા સસરા તો ગરીબ છે. અને મારે તો મારા ધણીની આંખના રતન સજીવન થાય એટલુ જ જોઈએ છે. મારૂ તો એ જ સાચુ સુખ અને એ જ કરીયાવર...'

' જેવી તારી મરજી બેટા તારા સુખ આડે હું નહીં આવુ, અરે રકમ ઘટશે તો હું આપુ, પચ્ચીસ વિઘાનું વાડીનુ કટકુય વેંચી દેવા તૈયાર છુ. બસ ? '

×××

ઓપરેશનમાં જતા પહેલા બન્ને જણે એક બીજાની હથેળીને હથેળીમાં રાખીને બોલ્યા : ' કદાચ જીવતા હોઈશુ તો પાછા મળશુ, નહીંતર જીંદગીના ગાજેરા ઝુહાર...'

પણ ઓપરેશન સફળ થયા હતા. ડોકટરને પુરણ આશા હતી કે અમરૂ આંખ ટ્રાન્સપ્લાન્ટથી દુનીયા જોઈ શકશે.

જે દિવસે આંખ પરની પટૃી ખોલવામાં આવી ત્યારે તેની આંખ સામે ડોકટરે ગૌરીને ઉભી રાખી હતી.

પટૃી નીકળી ગઈ અને ડોકટરે હળવે હળવે પોપચા ખોલવાનું કહયુ... પુર્વાકાશમાંથી ઉંચકાતા સૂરજ જેમ હળવે હળવે પોપચા ઉંચકાયા, પહેલા સઘળુ ધુમ્મસ... પછી ઝાંખુ ઝાંખુ... અને પછી સમગ્ર સૃષ્ટિ અમરૂની આંખમાં સમાઈ ગઈ...

' દાકતર... ' તે હર્ષનો માર્યો ચીસ પાડી ઉઠયો : ' દાકતર...દાકતર સાહેબ મને બધુ દેખાય છે...'

' વેરી ગુડ,બ્રેવો મેન... મિ.અમરૂ, તમને તમારૂ પ્રિય પાત્ર દેખાય છે કે નહીં ?

અમરૂની આંખ ફરીતો પોતાની અડોઅડ જ ગૌરી ઉભી હતી. ' ગૌરી... ' અમરૂ ઉભો થવા ગયો પણ લંગડાતા પગને લીધે સંતુલન ન જાળવી શકયો પણ એ પહેલા તો ગૌરીએ એના ખભાનો સહારો તેને દઈ દીધો હતો.

પણ અમરૂ ગૌરીની એક આંખ પર બંધાયેલા પાટાને તાકી રહયો હતો. એ અસંમજસમાં ડુબેલો હતો. કંઈ ન સમજાતા તે ગૌરીને પૂછી બેઠો : ' ગૌરી, આ શું ? ' '...............'

' ગૌરી, હું તને પૂછુ છુ બોલ તો ખરી, તને શું થયુ છે ? ...'

' ગૌરી'

અમરૂએ તેને હબડાવી નાખી કે ડોકટર બોલી ઉઠયા :

' રહેવા દે, દોસ્ત રહેવા દે એ નહીં બોલે એ જ તો આર્ય નારીના સંસ્કાર છે. પણ હું તને કહુ છુ દોસ્ત અત્યાર તુ આકાશ, ધરતી, પેલા ફુલો, પંખીઓ, આ દિવાલો મને ખુદ તેને જોઈ રહયો છે એ તારી વાગદતા ગૌરીને કારણે. દોસ્ત અમરૂ, તુ ફરીને આ વિશ્વને જોઈ શકે એ માટે એેણે શું નથી કર્યુ ? એણે પોતાની એક આંખ તને આપી દીધી છે. બોલ, હવે તારે શું સાંભળવુ છે કહુ, પણ ડોકટરના શબ્દો આગળ લંબાય એ પહેલા તો અમરૂ રડી પડયો હતો.... કહેતો હતો : ' ગૌરી, મારી ચામડીના તો જોડા બનાવીને તારી આ ગુલાબી પાનીઓમાં મુકુ તોય ઓછુ છે...'

' બસ અમરૂ બસ ' કહેતા ગૌરીએ અમરૂને સાહી લીધો.

×××

પુરા ત્રણ મહિના પછી દવાખાનામાંથી રજા લઈને ગૌરી, અમરૂના ખાટલે આવી. પોતાના ખભા પર અમરૂનો ખભો લઈ લેતા બોલી : ' હાલ અમરૂ, તે ભલે પગ ગુમાવ્યો અને ભલે આંખ્ય ગુમાવી પણ હવે તને હું જ હાલતા શીખવાડીશ. અને તારી આંખે ફરી એકવાર તને આપણી વાડી, સીમ, પંખીડા, વગડો, ગામનું પાદર અને આપણા ઘરનું આંગણુ બતાવીશ તો એ જ મારા જીવતરનું સાચુ સુખ હશે. મારૂ જીવતર જો તારો જ સહારો બની શકતુ હોય તો એનાથી વધુ રૂડુ શું ? લે, હાલ્ય આજથી જ મીઠા શુકન કરીએ.... ' કહેતા ગૌરીએ પોતાના ખભા પર અમરૂને આખે આખો સાહી લીધો. ત્યારે ડોકટર અને હમણા જ ઉગીને સમાનમાં સૂરજ દાદાએ નીચે નજર કરીને અમરૂનો સહારો બનેલી ગૌરીને જોઈ રહયા હતા૧

––––––––––––––––––––––––––––