Ek Pagh Umbar Par Yogesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Pagh Umbar Par

યોગેશ પંડયા

એક પગ ઉંબર ઉપર

E-mail Address : manyog0713@yahoo.com

Phone no.9377114892

કમલેશ બેંકેથી ઘરે પાછો ફર્યો. બુટ મોજા કાઢી બેઠક રૂમમાં પ્રવેશવા ગયો પણ ઉંબરામાં જ સ્થિર થઈ ગયો. આયેશા ડીવીડી પર મુકેલી પોતાની સગાઈની કેસેટ જોવામાં તલ્લીન થઈ ગઈ હતી. પ્રીતની પૂણ્યવેદી પર મધુર મંત્રોચ્ચારનો ધ્વનિ સેમસંગ બ્રાન્ડ ટીવીના સ્પીકરમાંથી પ્રગટી ઉઠતો હતો.

અચાનક કોઈ બારણામાં આવીને ઉભુ રહયુ છે એવો ખ્યાલ આવતા જ આયેશા ચોંકી. ચહેરો ફેરવીને જોયુ તો, ' લે પપ્પા તમે આવી ગયા ? ' કહેતી શરમથી ઉભી થઈ ગઈ અને ત્રુટક ત્રુટક અવાજે સ્પષ્ટતા કરવગા લાગી : ' જુઓને, ગઈકાલે બાજુવાળા પ્રવીણાબેન કેસેટ જોવા લઈ ગયેલા, તે કહેતા હતા અમુક જગ્યાએ પિકચર સાવ ઝાંખુ આવે છે ને અવાજ દબાઈ ગયો છે. થયું કે ચેક કરી લઉ ' કહેતા એણે રીમોટનુ બટન દાબ્યુ.

'' હા બેટા એ સારૂ કર્યુ '' ટીવીના સ્ક્રીન પર એકબીજાની આંગળીએ અંગુઠી પહેરાવતા આ કેસેટના કલાયમેકસ સમા 'સીન' ને રીમોટથી 'પોઝ' કરી ગયેલી દીકરીની કાલીઘેલી સ્પષ્ટતાને મંજુરી આપતા એ સીન જોતા જોતા મનોમન હસી પડાયુ :'' આ ઉંમર જ એવી છે બેટા. એકબીજા પાત્રને મળવા માટે વારંવાર મન તલપાપડ થઈ ઉઠે. કુંવારા ઓરતા આળસ મરડીને જાગે. દિલને કશુંક મીઠુ દરદ ચૂભે. ભાવિ પતિને મળવા જવછાનુ હોય તોય મંદીરે દર્શન કરવા જવાનુ બહાનુ કાઢવુ પડે અને ભાવિ પત્નીને મળવા જવાનુ થાય ત્યારે ઘરના સભ્યો આગળ છોકરાએ કહેવુ પડે : ' એક અરજન્ટ મીટીંગ માટે બહારગામ જવુ પડે એમ છે. સવારે આવીશ. બહાના તો આ ઉંમરમા હાથવગા રાખવા પડે. એમાં તારો જરા પણ વાંધ નથી. વાંક તો આ ઉંમરનો.. હું પણ તારી મમ્મીને મળવા જતો ત્યારે પણ આમ જ....

'પપ્પા, પાણી..' દીકરીનો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો ને એની વિચારધારા અટકી. પાણીનો ગ્લાસ મોઢે માંડયો ને આયેશાએ ઝડપભેર જઈને ટીવીનુ રીમોટ ઉઠાવ્યુ. 'રહેવા દે બેટા' કમલેશે હસીને કહયુ : ' મેં પણ નિરાંતે કયારેય કેસેટ જોઈ જ નથી. જોવા દેને ' , આયેશા શરમાતી શરમાતી ઉભી રહી : ''થાકી ગયા હશોને પપ્પા'' કહી ''ચાલો ચા બનાવુ જ છુ ''કહેતી ચા બનાવવા કિચનમાં ચાલી ગઈ. અને કમલેશે પોઝ થઈ ગયેલા ચિત્રને ફોરવર્ડ કરી કેસેટ આગળ જોવી શરૂ કરી. ગોરમહારાજના અટકી ગયેલા મંત્રોચ્ચારનો પુનઃધ્વનિ સાંભળવો શરૂ કર્યો. થોડી જ વારમાં કમલેશને પસંદ એવી કડક મીઠી ચા નો કપ લઈને એ ઉભી હતી. '' લ્યો પપ્પા ચા...'' ચા પીને કપ પાછો આપતી વખતે કમલેશે કહયુ : '' કોઈનો ફોન બોન હતો કે ? '' , ''ના'' ટૂંકેથી જવાબ આપીને આયેશા કિચનમાં ચાલી ગઈ અને કમલેશ વળી પાછો સગાઈની કેસેટ જોવામાં ગુંથાયો. અચાનક નોકીયા ૬૩૦૦ રણકી ઉઠયો. ટીવીનુ વોલ્યુમ સહેજ ધીમુ કરીને કમલેશે આયેશાને સાદ પાડયો : 'આયુ બેટા તારો ફોન''

'હા..' બહારથી શ્વાસભેર દોડી આવેલી મોબાઈલ હાથમાં લેતી વખતે બાપ દીકરીની ચાર આંખો મળી. કમલેશની આંખોમાં પ્યાર છલકતો હતો. ચહેરા ઉપર મોઘમ મલકાટ. આયેશાને મોઘમતાને પ્રમાણી શકી. એટલે તો એ મોબાઈલ લઈને બહાર ચાલી ગઈ.

' હલ્લો કોણ ?'

'' કોણ બોલે છે ? '' કોઈ ઘેરો પુરૂષ સ્વર સંભળાયો.

' હું આયેશા બોલુ છુ' આયેશાએ ઔપચારિક ગંભીરતા ધારણ કરીએ કહયુ

'' ઓળખાણ નથી પડતી ? ''

'' ના ''

'' અવાજ કોનો છે કહી શકાશે ? ''

'' હું જજ નથી કરી શકતી પ્લીઝ આપ ''

'' ભૂલાઈ ગયો આટલો બધો ? '' સામે વેડેથી અટૃહાસ્ય સંભળાયુ.

ઈટસ વેરી સ્ટ્રેન્જ. અરે, બીજા ફ્રેન્ડઝના ફોન આવે તો ઓળખાય જાય. કે આ યશનો ફોન છે. આ જયનો ફોન છે આતો પૂવાંગ અને આ તો ધવલ જ હોય. સાંભળ્યુ છે કે, તમારા દસેય દોસ્તારોના મોબાઈલ નંબર સેવિંગ કરીને જુદી જુદી રીંગટોન વાઈઝ રાખ્યા છે. મારો ક્રમ તો કેટલામો હશે કોને ખબર ? કયારે હાંસિયામાં ધકેલાઈ જાઉ, નકકી નથી. બીજા મિત્રો સિકયોર છે, હું તો તારા દિની બોર્ડર ઉપર છુ. કયારે ખીણમાં ગબડી પડુ કહેવાય નહી ''

– વાતવાતમાં '' તારા દિલની બોર્ડર ઉપર ...'' શબ્દનો પ્રયોગ થયો એટલે આયેશાને ગુસ્સો ચડયો. તેનો સ્વર વેધક બન્યો. '' હું કયારીનીય તમને કહુ છુ કે કોણ બોલો છો, કોણ બોલો છો. એ કહેતા નથી ને મને જેમ ફાવે એમ બોલો છો. રોંગ નંબર પ્લીઝ. ' ઉભી રહે..' હું ધર્મેશ બોલુ છુ. ધર્મેશ..' સામે છેડેથી બદલાયેલો અવાજ જાણે મુળ સ્થિતિમાં આવ્યો. 'ઓળખ્યો ? ' હું ધર્મેશ.. પણ સાંભળ મે કહયુ એ બધા તારા ફ્રેન્ડઝના ફોન આવે ત્યારે તો તુ એક ઝાટકે ઓળખી જાય છે કાશ આપણાય સબંધો એટલા ગાઢ બન્યા હોત. પણ રહેવા દે, એ લોકો જયારે તારા દિલમાં અષાઢના ગોરંભા જેમ છવાઈ ગયા હોય ત્યારે મારો અવાજ ન જ ઓળખાયને ? '

આયેશાને હજી પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો બેઠો કે, આ ધરમનો ફોન છે., પોતાના ભાવિ પતિનો, અને એ પણ આવી બેહુદી ભાષામાં ?'' તેના ચહેરા પર પ્રસ્વેદ ફુટી નીકળ્યો. હદય ધકધક કરતુ વધુ વેગથી ધબકવા લાગ્યુ. નસોમાં વહેતો લોહીનો પ્રવાહ બમણા વેગથી વહેવા લાગ્યો. એ ગુસ્સાથી લાલચોળ થઈ ઉઠી. આપણી સગાઈ થઈ એને એક મહિનો પણ નથી થયો. તમે મને કેટલીવાર ફોન કર્યો ? ત્રીજી કે ચોથીવાર ? અને મને ફોનનો અનુભવ પણ નથી. બીજુ કે આપણે સગાઈ વખતે દોઢ કલાક સાથે રહયા પછી એકવાર મળ્યા. એ પણ તમે દુકાન માટે માલ લેવા અહીં આવ્યા ત્યારે., અને એ પણ માંડ વીસ મીનીટ, એમાં તમારો અવાજ એક ઝાટકે હું 'કેમ ઓળખી શકુ ? ' અને હમણા તો તમે જુદા જ અવાજે બોલતા હતા'' એ કૈંક અંશે હળવી પડી : '' અને બીજુ કે તમે જે નામ આપ્યા તેમની સાથે મારે એવા કોઈ સબંધ નથી જેવા તમે બતાવ્યા. તેઓમારી સાથે ભણતા હતા. સાથે ભણતા હોઈએ તો બોલવા, ચાલવાની છૂટ હોય, આ રાજકોટ છે, રંગીલુ છે, જાનમ સમજા કરો. 'તમારે એમ ન ધારી લેવુ જોઈએ' .

'' હું ધારી લેતો નથી પણ મને સો ટકા ખાતરી છે કે તને બહેનપણીઓ કરતા બોયફ્રેન્ડમાં વધારે રસ છે. બીકોઝ યુ આર રોમેન્ટિક. યુ આર સેકસી, કાશ હું આ જાણતો હોત તો ..

'' તો ? '' આયેશાની આંખો ડબડબી ઉઠી.

'' તો હું આગળ ન વધેત. ઉલટાનો એક જ્ઞાતિજન થઈને તારા પપ્પાને મળીને આ લોકો સાથે તારૂ ગોઠવી આપેત. આમતો હજીય સમય છે. આપણે છુટા પડી જઈએ. આપણા આપણા એન્ગેઝના ફોટા મે મારા ફ્રેન્ડને બતાવ્યા તો એ બેહુદુ હસી પડતા બોલ્યો : ' તુ આની સાથે બંધાયો ? આ તો મને લવ કરતી હતી.'

' ધરમ.. ધરમ તમને આ શું સૂઝયુ છે ? પ્લીઝ આવી મજાક છોડો.

' મજાક નથી રાણી..' પણ વળતી જ પળે એ પાછો વળ્યો : હવે કોના રાણી, મારા તો નહી જ, કોઈ અજનબીના દિલના. હં... તો વાત એમ કરતો હતો કે આ મજનક નથી તુ એને મજાકમાં ખપાવમાં.'

' તમારો નાલાયક મિત્ર કોણ છે ? '

' દિગ્વીજયબારડ, ઓળખાણ પડી ને કે પાડુ ? '

' હા, એને હું કેમ ન ઓળખુ ? કોલેજમાં કોઈ છોકરીની છેડતી કરવાનુ એણે બાકી નથી રાખ્યુ., કેટલીય છોકરીઓના એણે સેન્ડલ ખાધા છે.''

'' પણ તારા સેન્ડલનુ માપ કેટલુ છે એ એને જાણવા ન મળ્યુ કારણકે તુ એને ચાહતી હતી. એણે તારો ચાળો કર્યો પણ તનેએ ચાળો ખૂબ ગમ્યો. તુ તેની તરફ ખેંચાઈ પણ નરેશ નામના બંધનોએ તને બાંધી રાખી.''

'' ના, નરેશ આપણા મારા ઘરની સામે રહેતો હતો. અને પપ્પાને મામા કહેતો હતો. પપ્પા પ્રત્યેની લાગણીને વશ થઈને તેણે દિગ્વિજયને માર્યો''

'' પણ એ તો બોલ કે, નરેશ તેને શું કામ મારે ? મુળ તો તારા પ્રતયે એને રસ ખરો કે નહી ? ''

'' પ્લીઝ, તમે એવી બેહુદી વાત ન કરશો. મારામાં કોને રસ છે એ મારે જોવાનુ નથી. કોલેજ પૂરી કરી એનેય છ મહીના પુરા થયા. રસની વાત કરો તો મને માત્ર તમારામાં જ રસ છે ''

'' રહેવા દે, ડ્રામા રહેવાદે આયેશા, હું ઓડીયન્સ ના અપર કલાસમાં બેઠેલો શ્રોતા નથી પણ હું આવા ડ્રામાનો તો ડાયરેકટર છુ. બાય ધ વે ડિગ્ગી બારડ તને ખૂબ ચાહે છે. એક મિત્રધર્મ કરવાદે, હું તને એના હાથોમાં સોંપી દઉ''

'' ધરમ...'' આયેશા હવે ચીસ પાડી ઉઠી.

'' બીલકુલ શાંતિ આયેશા, સંવાદો પહેલા બોલવાના નથી હોતા. સમજવાના હોય છે, એ તુ સમજી લે તે અને ડિગ્ગીએ ભાગી જવાનુ નાટક કર્યુ હતુ એ મને ખબર છે.

'' એ એફ.વાય.માં સ્ટેજ પર ભજવેલુ નાટક હતુ.''

'' એ નાટક રીયલ લાઈફમાં પણ ભજવાઈ રહેલુ હતુ પણ નરેશ વિલન બન્યો. એણે તારા પપ્પાને વાત કરી દીધી અને પછી તરત જ આપણુ એન્ગેજમેન્ટ થયુ. હું ડિગ્ગીનો દોસ્ત મટીને દુશ્મન થવા માગતો નથી. એ તૈયાર છે તને પરણવા, લેકિન તુ તૈયાર છો ? સાક્ષી તરીકે હું રહીશ. ડોન્ટવરી ચાલી આવ કાલે હું તારી રાહ જોઈશ ઓકે ? '' આગળના કોઈ શબ્દ સંભળાય એ પહેલા આયેશાએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

– કમલેશના કાન આ બાજુ તો હતા જ. થયુ તો હતુ કે આયેશા કદિ આ રીતે કોઈની સાથે વાત કરતી નથી. જરૂર દાળમાં કાંઈક કાળુ હતુ. એ દોડીને રૂમમાં આવ્યો ત્યારે પોતાની વહાલસોઈ દિકરી હથેળીમાં ચહેરો છૂપાવી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી. તેણે આયેશાની પીઠ પર હાથ પસવાર્યો. માથે હાથ ફેરવ્યો એની પાસે ઉભડક પગે બેસી પડયો : ' અયાુ, આયુ શું થયુ ? કોનો ફોન હતો ? '

– પણ આયેશા ઢગલો થઈ ગઈ હતી. એટલે કમલેશે આયેશાના બન્ને હાથ પોતાના હાથમાં લઈ ને વેધક નજરે પૂછયુ : ' કોણ હતુ એ કોનો ફોન હતો , સાચુ ન કહેતો મારા સોગંદ છે.''

'' જુનાગઢ થી એમનો ફોન હતો''

'' ધર્મેશકુમારનો ?''

''હા''

'' તો ધર્મેશકુમારે એવુ તે શું કહયુ જેથી તારે રોવુ પડયુ ? ''

– જવાબમાં આયેશાએ અત થી ઈતી સુધીની હકીકત કહી સંભળાવી. અંતે કહયુ આવા થર્ડ કલાસ માણસ સાથે મારી જીંદગી નહી જાય. હું એવી ચારિત્રય હીન છોકરી નથી કે તેણે આવા આક્ષેપો કરવા પડે, તમે એ લોકોને કહી દો, મને આ સબંધ મંજુર નથી.''

'' પણ એ તારી મજાક પણ કરતા હોય બેટા ''

'' ના પપ્પા, મજાક હોય તોય હું આવી મજાક સહેવા હરગીઝ તૈયાર નથી. મજાકની પણ કાંઈક રીત હોય. તમે કાલને કાલે જ ફુઆને લઈને જુનાગઢ જાવ અને ફેંસલો કરતા જ આવો. '

' પણ... તુ એકવાર ખાતરી તો કરી જો ''

ખાતરી કરી લીધી છે મે, હવે સહન કરવાનો કોઈ અર્થ નથી મને આ સબંધ તલભાર પણ મંજુર નથી. જો તમે ન જાવ તો તમને તમારી આયેશાના સમ છે ?? કહેતી તે દોડીને પોતાના રૂમમાં ભરાઈ ગઈ.

કમલેશ ભીની આંખે જયોતિના ફોટાને તાકી રહયો.

– ભૂતકાળ તેની સામે આંખો ફાડીને તાકી રહયો. હજી તો આયેશા બે અઢી વરસની થઈ ને પાપા પગલી માંડતી હતી ને જયોતિ ફરીવાર પ્રેગનન્ટ બની. ખોળાનો ખૂંદનાર ને પગલીનો પાડનાર રન્નાદે આપશે એવી આશાએ જયોતિની એક અભિલાષા હતી. એ અભિલાષાને કમલેશ પુષ્ટ કર્યા કરતો. આ પાંચમો મહિનો હતો. જયોતિની ગભરાટ ભરી આંખો ડોકટર પામી ગયા હતા. એ મોઘમ હસીને કહેતા : ''બધા જ સારા વાના થઈ જશે. ચિંતા ન કરો.'' આવનારા સુખની કલ્પનાથી જયોતિ રોમાંચિત થઈ ઉઠતી પણ અચાનક વટસાવિત્રીના દિવસે વડલો પૂજવછા જયોતિ નીકળીને રસ્તા વચ્ચે જ, પત્થરની ઠોકરથી ગબડી પડી. તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય એ પહેલા ધનુર થઈ ગયુ.

– આંચકા ધીરેધીરે શાંત થતા ગયા.

– એક નિશ્ચેતન શરીર પાછુ આવ્યુ ઘરે ..

સગા વાહાલા સતર દિવસ સુધી ઘરે રહયા અને અંતે કમલેશે જ મા અને બાપ બનીને ઉછેરી આયેશાને

આયેશાની સગાઈ જુનાગઢ કરી હતી. હજી હમણા જ ધર્મેશ દેખાવડો હતો. ડબલ ગ્રેજયુએટ સુધી ભણેલો હતો. જબરજસ્ત પ્રોવિઝન સ્ટોરહતો. આયેશાના ફુઆ એટલે કે કમલેશના બનેવી હસુભાઈના સગામાં જ હતુ અને આમ જુઓતો આ સબંધ પણ હસુભાઈએ જ કરાવ્યોહતો. કમલેશને નિરાંત હતી કે વચ્ચે બનેવી છે એટલે ચિંતા જ નથી. પણ આરીતે અચચાનક જ જમાઈનો ફોન...

આખી રાત અજંપામાં ગઈ. સવારે એ ઉઠયા ત્યારે તેમણે અનુભવ્યો કે રડી રડીને આયેશાની આંખો સૂઝી ગઈ હતી.

'' હું ગોંડલ જાઉ છુ બેટા..'' તેણે આયેશાના માથા પર વ્હાલભર્યો હાથ ફેરવ્યો : પણ તુ કશી ચિંતા કરતી નહી. તારાથી ઉપરવટ નહી થઉ. તારુ સુખ એ જ મારી જીંદગી''.

કમલેશ ને ઓચિંતાનો આવેલો જોઈને હસુભાઈને નવાઈ તો લાગી પણ થયુ કે બેંકના ઓડીટ બોડીટના કામે નીકળ્યો હોય, પણ જમીને આડે પડખે થયા પછી દિનુભાઈએ વાત મુકી કે ખરેખર આમ થયુ છે, હકીકત સાંભળી હસુભાઈ હચમચી ઉઠયા, એટલા માટે કે, ધર્મેશના આવા બેહુદા ફોનથી એની તો ઠીક પોતાનીય કિંમત ઘટી ગઈ છે. તેમ છતા આ બાબતનો ખુલાસો મેળવવાનો જુનાગઢ જ જવુ પડે એટલે તરત જ સાળો બનેવી કલાકમાં તો જુનાગઢ જવા નીકળી ગયા. ઘરે પહોંચ્યા ત્યારે ધર્મેશ નહોતો. પણ પોતાના વેવાઈને આંગણે આવેલા જોઈને આયેશાના સાસુ સસરા જેઠ જેઠાણી બધા લાગણીવશ થઈ ઉઠયા. ચા પાણી પી હસુભાઈએ ધર્મેશના બાપુજીને પૂછયુ '' ધર્મેશ નથી ? ''

'' એ તો દુકાને હોય''

'' કયારે આવે ? ''

'' એનુ કાંઈ નકકી નહી પણ કામ શું હતુ ? ''

'' કામ તો બહુ અગત્યનુ ઈમરજન્સી હતુ.. '' હસુભાઈના અવાજમાં ગંભીરતા ભળી, ચહેરા ઉપર કડકાઈ. કાલ રાતથી અત્યાર સુધી મા બની ગયેલી બીનાનુ સવિસ્તર વર્ણન કર્યા પછી બોલ્યા '' કદાચ એને એવુ મનમા હોય તો રાજી ખુશીથી ના પાડી દેવી જોઈએ. એવી રીતે કોઈની દીકરી ઉપર ચારિત્રયના આક્ષેપકરવા એ સંસ્કારની નહી પણ વિકૃતિની નિશાની છે. જેમ તમે મારા સગા છો એમ આયેશા પણ મારી ભત્રીજી છે. જેને મારી દીકરી ગણીને તમારા ઘરે આપી છે. એ એવી ચારિત્રયહીન નથી. અરે એના માટેનો તેક કહેતા એકત્રીસ ઠેકાણા ઉભા છે. કમલેશ ખાલી હા પાડે એટલે તૈયાર જ છે. પણ મા વગરની દીકરી, તમારી સાથે વરસોનો સબંધ, અને તમારી મોટી વહુના મોઢે તમારા વખાણ મે સાંભળ્યા'તા. થયુ કે, આયેશ અહીં દુઃખી નહી થાય. અજાણ્યામાં દેવા કરતા મિલકતમાં રૂપિયા ઓછા હોય પણ સંસ્કારી ખોરડુ મળે તો કમલેશને નિરાંત, એનુ તો હવે કોણ ? સિવાય કે, પણ એ એકની એક દીકરી બે દિ' થી રડે છે તમે કમલેશનો વિચાર કયો ? '' મા વગરની દીકરીને એણે મોટી કેમ કરી છે ? સ્કુલે મુકવા જતી વખતે એના ચોટલા ગુંથ્યા છે., ચોટલા, નવડાવી છે, હાથે કોળીયા આપી ને જમાડી છે, નવરાત્રિમાં શણગાર સજાવી આંગળી પકડીને એ પોતે લઈ ગયો છે ગરબે રમવા, બાપ બનવુ સહેલુ છે, એક વખત દીકરીની મા તો બની જુઓ...

હસુભાઈની વાત સાંભળીને આખુ ઘર સજજડ થઈ ગયુ..

' અરે, અમને તો ખબર પણ નહી કે ધમો આવો ફોન કરીને અકકલનુ પ્રદર્શન કરશે.'' ધર્મેશનો મોટો ભાઈ રમેશ ગુસ્સાથી લાલચોળ થતો બોલી ઉઠયો.' હું હમણા જ એને બોલાવી લાવુ છુ ' કહેતો એ નીકળી ગયો. અડધો કલાક પછી તે પાછો આવ્યો ત્યારે ધર્મેશ પણ હતો. હસુભાઈએ તેને બોલાવ્યો : '' અહીં આવ''

ધર્મેશ આવ્યો

'' શું તકલીફ છે તારે ? હસુભાઈએ પૂછયુ

'' કોઈ તકલીફ નથી

'' આયેશા તને નથી ગમતી ?

'' ખૂબ ગમે છે'' બધાની શર્મ છોડીને તે બોલ્યો.

'' તો એના કેરેકટર વિષે સંદેહ છે ''

'' નેવર ''

'' તો પછી તે ફોન શું કામ કર્યો હતો ? ''

ધર્મેશ નીચી મુંડીએ ઉભો રહયો કે હસુભાઈ તીખા સ્વરે બોલી ઉઠયા '' તને શરમ નથી આવતી આવી રીતે પોતાની ભાવિ પત્ની ઉપર ચારિત્રયનો આક્ષેપ કરતા ? તારામાં સંસ્કાર જેવુ કંઈ છે કે નહી ? '' હરીભાઈનો અવાજ ઉંચો થયો '' બોલ બોલ આવો ફોન કરવાની તને જરૂર શું પડી ? અને આ દિગ્વિજય બારડ કોણ છે ? ''

'' એ મારો મિત્ર છે, એકવાર એણે મને કહેલુ કે , તે અને આયેશા સાથે ભણતા હતા આયેશા ખૂબ સુંદર છે તે આયેશાને સારી રીતે ઓળખે છે. હું માત્ર ગમ્મત ખાતર..'

'' આવી ગમ્મત ? તને ખબર છે એ કાલની રડે છે ''

'હ સોરી''

સાંજેકના સાડા પાંચ – છ એ હસુભાઈ અને કમલેશ ઘર તરફ જવા નીકળ્યા ત્યારે ધર્મેશ ખસિયાણા મોઢે તેમને 'આવજો' કહેવા બસ સ્ટેન્ડે આવ્યો હતો. હસુભાઈ પણ ઘરે મોબાઈલ કરીને કમલેશ સાથે સીધા રાજકોટ જ આવ્યા. પોતાની લાડલી ભત્રીજીના હદયમાં જે ઘાવ લાગ્યો હતો એ દુર કરવા જ સ્તો, આયેશાને આખી હકીકત કહી સંભળાવી. પણ એ એકની બે ન થઈ. હસુભાઈએ ખૂબ મનાવી કે , ધર્મેશની એ એક બાલિશતા હતી. છતા આયેશા નામકકર ગઈ. છેવટે હસુભાઈએ જુનાગઢ ફોન કરીને વડીલોને કહયુ કે ''આવતી કાલે ધર્મેશને મોકલો ''

હસુભાઈને થયુ કે બન્ને જણા રૂબરૂ મળે તો સમાધાન થઈ જશે કદાચ..

બીજે દિવસે સવારમાં જ ધર્મેશ આવ્યો. હસુભાઈએ એકાંતમાં આ ગંભીર બાબત વિષે સમજાવ્યો ત્યારે ધર્મેશને થયુ કે એક 'મજાક' કેટલી મોંઘી પડી હતી ? છેવટે હસુભાઈ એ આયેશાને પ્રેમથી સમજાવી એક રૂમમાં આમને સામને બન્ને જણાને ગોઠવી સિફતથી સરકી જવાનુ મુનાસીબ માન્યુ. સામે બેઠેલી આયેશાને જોઈને ધર્મેશ વીલે મોઢે એટલુ જ બોલ્યો : '' આઈ એમ વેરી સોરી આયેશા''

'' હવે તેનો અર્થ નથી. પણ મે તમને આવા હલકટ નહોતા ધાર્યા મારા જીવનમાં આવેલો પ્રથમ પુરૂષ એ જુનાગઢના ધર્મેશ લાલજીભાઈ ઠકકર છે. બીજુ કોઈ નથી.''

''હું કહુ છુતે, મારી ભુલ થઈ ગઈ છે ''

'' એવી ભૂલ કઈ રીતે થાય ? કોઈ દિોવસ પણ ન થાય. તમે બે વેણ ઠપકાના આપ્યા હોત, બે તમાચા મારી લીધા હોત તો મને દુઃખ ન લાગેત પણ તમે જે મારા ચારિત્રય ઉપર કીચડ ઉછાળ્યો એ કિચડના ડાઘ નો મારા હૈયામાંથી કયારેય નહી ભૂસાય ધર્મેશ.''

''મે તો માત્ર મજાક કરી હતી''

'' આવી મજાક કદી તમારા ભાઈએ ભાભીની કરી છે ? તમારા પપ્પાએ તમારા તમારા મમ્મીની કરી હશે ? મજાક આવી ન હોય. મજાક કયારેય અનલીમીટેડ નથી હોતી. એને લીમીટ હોય છે. અને એ લીમીટ કયાં સુધી લંબાવવી એ જો માણસને ખબર ન પડે તો પછી એનો કોઈ અર્થ નથી ને ? મારી ઉપર મજાક કરતા પહેલા તમારે તમારા અંતરાત્માને પૂછવુ હતુ કે આવીમ મજાક કરી શકુ ? શેઈમ...શેઈમ.. પોતાની ભાવિ પત્ની ઉપર આવી મજાક ? હા, તમે મારા પતિ હોવાને લાયક જ નથી. આજે હું જ સામેથી આપણુ વેવિશાળ ફોક કરૂ છુ. તમે જે ઘરેણા, કપડા અને કટલેરી મને ચડાવ્યા હતા એ બધુ પાછુ લઈ જાવ. મારે તમારી જેવા માણસ સાથે ચાર ફેરા ફરીને શું નર્કના દોઝખમાં પડવુ છે ? ચાલો, જવાદો યુ મે ગો એન્ડ ફરગેટ મી''

ધર્મેશ સ્તબ્ધ થઈ સાંભળતો રહયો.

'' હું તમને કહુ છુ, તમે જઈ શકો છો, ત્યાં જે વસ્તુ તમે મને પ્રેઝન્ટમાં આપેલી એ પણ સામેલ છે. સાભાર પરત..'' કહી એણે પડખે પડેલા થેલાને બન્ને વચ્ચે મુકયો. 'હ જીંદગીના છેલ્લા પહેલા જુહાર, ભવિષ્યમાં કોઈ બીજી નિર્દોષ છોકરીની મજાક ન કરશો'' કહી તે ઉભી થઈ ગઈ..

ધર્મેશની આંખોમાં ઝળઝળીયા બાઝી ગયા એનો કંઠ ગળી ગયો ડૂમાઓની વચ્ચે. એ ત્રુટક ત્રુટક સ્વેર બોલ્યો '' મે મારી ભૂલ સ્વીકારી લીધી છે આયેશા, હવે કોઈ દિવસ કોઈની પણ મજાક નહી કરૂ છતા પણ છેલ્લીવાર હાથ જોડીને તમને વિનંતી કરૂ છુ કે બની શકે તો આ સબંધ અકબંધ રહેવા દો તો સારૂ, હું તમને અઢળક સુખ આપીને મારી મજાકથી જ આપેલા દુઃખના ડાઘને ધોઈ નાખીશ. આ મારૂ વચન છે તેમ કહી ખુરશી પરથી ઉભો થઈ ભાંગેલ પગે ચાલતો થયો. પરંતુ એ બારણામાંથી બહાર નીકળે એ પહેલા આયેશા બોલી ઉઠી : '' મારી એક છેલ્લી વાત પણ સાંભળતા જાવ..''

ધર્મેશનો એક પગ ઉંબરાની અંદર, એક પગ ઉંબરાની બહાર હતો. તેણે ભીના નેત્રે પાછુ વળીને આયેશાની સામે જોયુ.

આયેશા મીઠુ હસી પડી, ને બોલી '' કાં ? કેવી રહી મારી મજાક ? ''