અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૫ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ -ભાગ ૧૫

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: અજય પંચાલ

*પ્રસ્તાવના*

મિત્રો,
વાર્તાના પાછલા એપિસોડમાં નાયિકા પ્રણાલીએ એક બહાદુરીભર્યો નિર્ણય લીધો.
એક એચઆઈવી પોઝીટીવ યુવાન સાથે શારીરિક સંસર્ગ કરવાથી આ રોગનો ચેપ પોતાને પણ લાગી ચક્યો હશે તેવી આશંકાથી તે ભાંગી ન પડી..તેણે હિંમત ન ખોઈ. ખુલ્લા મને આ વાત પોતાના માબાપને જણાવી દેવામાં તેણે બિલકુલ સંકોચ ન કર્યો, અને પરિણામસ્વરૂપે તેના પપ્પા ડો.અનિલે તરત જ એક બુદ્ધિશાળી નિર્ણય લીધો.
તેમણે પણ પોતાના ખાસ મિત્ર એવા ડો.અનિરુદ્ધ દેસાઈને આ વાત ની:સંકોચ જણાવી દીધી, જેનાથી બધી શંકાઓના વાદળ દુર થઇ ગયા. વાર્તાનાયક અનિકેત એચઆઈવી નેગેટીવ છે, તે વાત કન્ફર્મ થઇ ગઈ અને સાથે સાથે નર્સ સ્ટેલા મેથ્યુ પણ ઉઘાડી પડી ગઈ, અને ડો.મિતુલનો દાવ પણ નિષ્ફળ ગયો.
લેખિકા સરલાબેન આ દ્વારા એક સંદેશ મૂકી ગયા, કે ક્યારે પણ આવી અસમંજસભરી મન:સ્થિતિમાં માનવીએ શંકા અને વ્હેમના વમળમાં અટવાયા વગર, આવી પડેલી પરિસ્થિતિનો બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. અને તો જ આવી સમસ્યાઓ ઉકેલ કાઢી શકાય.
આવો સરસ સંદેશ દેવા ઉપરાંત લેખિકાએ આ વાર્તાને ઝડપથી આગળ વધારી તેને એક નિર્ણાયક વળાંક પર લાવીને મૂકી દીધી, જે ચોક્કસ જ એક પ્રશંસનીય કાર્ય કહેવાય.

આવા જ બહાદુરીભર્યા નિર્ણયો અને પગલા હવે વાર્તાના સહનાયક અશ્ફાકે પણ લેવાના છે, અને એટલે જ મારા ખાસ મિત્ર અને સિદ્ધહસ્ત લેખક શ્રી અજય પંચાલને મેં આ કાર્ય સોંપ્યું.
આત્મવિશ્વાસ જેનામાં છલોછલ ભર્યો છે અને ઉમર જેને હાથ પણ નથી લગાવી શકી, તેવા શ્રી અજય પંચાલ એક રંગીન મિજાજના મજાના માણસ છે.
યુએસએમાં વર્ષોથી સેટલ થવાને કારણે તેમની વિચારસરણી ઘણી જ બેધડક છે.
શૃંગારિક લેખનશૈલી તેમની ખાસિયત છે, અને તેમના આ ગુણનો આસ્વાદ આપણે સહુ આ વાર્તાના પાંચમા પ્રકરણમાં માણી જ ચુક્યા છીએ.
જી હા, બેડરૂમમાં અનિકેત અને પ્રણાલીની અંગત ક્ષણોને અમુક મર્યાદામાં રહીને પણ તેઓએ ખુબ જ સવિસ્તાર રસદાયક રીતે આપણી સમક્ષ વર્ણવી હતી.

આસપાસના વાતાવરણનું, ઘરના રાચરચીલાનું, કે પછી પોશાક અને દેખાવનું આવું જ સુંદર વર્ણન કરવું, આ પણ તેમની એક બીજી ખાસિયત છે. અને આ ખાસિયત આપણે તેમના આ પ્રકરણમાં પણ માણી શકીશું.
તદુપરાંત, સરલાબહેને પકડેલી વાર્તાની ઝડપ અને પકડને પણ તેમણે બિલકુલ જ ઢીલી પાડવા નથી દીધી.

અનિકેતના ઇન્ટરનેશનલ લેવલ પરના કીડનેપીંગનો જે ઉલ્લેખ વાર્તાના પાછલા પ્રકરણોમાં થયો હતો, તેને અજયભાઈએ અંજામ આપવાનો સરસ પ્રયાસ કર્યો છે, ને સાથે સાથે વાર્તાના સહનાયક અશ્ફાક સામે એક નવો જ પડકાર તેમણે ફેંક્યો છે, જે આ નવયુવાન છોકરો ઝીલી શકશે કે નહીં, તેની ઉત્સુકતામાં તેમણે વાંચકોને લાવીને મૂકી દીધા છે.
ખુબ જ રસમય રીતે વાર્તાને આગળ વધારી લેખકશ્રી તેને અંતિમ તબક્કે લઇ આવ્યા છે, જે તેમની લેખનશૈલીની ગજબની કાબેલિયત અને સફળતા ગણાય.

તો આવો તમે પણ માણો આ વાર્તાનું એક ખુબ જ રોમાંચક અને રસપ્રદ પ્રકરણ, ભાઈશ્રી અજય પંચાલની કલમે..
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૫*

પ્રણાલીના બદલાયેલા અભિગમથી અનિકેત ચોંકી ગયો હતો. અશ્ફાક સાથેના સંબંધનો એકરાર કર્યો ત્યારે તો એ વિફરેલી વાઘણની જેમ એના પર તૂટી પડી હતી.
કેટકેટલા વ્યંગ અને કટુ વચનો સંભળાવ્યા હતા.
અનિકેતે એની અપેક્ષા પણ રાખી જ હતી, કેમ કે કોઈ પણ સ્ત્રી એના પ્રેમમાં કોઈ પણ પ્રકારની ભાગીદારી સહન નથી કરી શકતી. મોટાભાગના સંયુક્ત કુટુંબોમાં કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓમાં પણ પોતાના સાથીને વહેંચાયેલો જોઇને સ્ત્રીનું માનસ ખળભળી ઉઠતું હોય છે
, અને એ અણગમો અનેક રીતે વ્યક્ત થતો જ હોય છે.
જયારે અહિયાં તો પોતાના મનગમતા પુરુષને અન્ય સ્ત્રી નહીં પણ એક પુરુષ સાથે વહેંચવાની વાત હતી.

અનિકેતે ભારે હદયથી પ્રણાલીને અશ્ફાક સાથેના સંબંધો વિષે કહેવા માટેનો નિર્ણય લીધો હતો, કેમ કે તેને ખ્યાલ હતો જ, કે પ્રણાલી પર એની વાતથી વજ્રઘાત થશે, એ અત્યંત ગુસ્સે થશે અને પોતાનો આવો સમલૈંગિક સંબંધ એ ક્યારેય સ્વીકારી નહિ શકે. પ્રણાલીએ
પણ પહેલા તો એની ધારણા મુજબનો જ આઘાતજનક પ્રતિભાવ આપ્યો હતો, પણ પછી થોડા દિવસો બાદ તેનાં આશ્ચર્ય વચ્ચે સાવ અલગ જ પ્રત્યાઘાત આપ્યો કે, તે લગ્ન કરવા રાજી છે.તો પ્રણાલીની આવી વર્તણુકથી અનિકેત અસમંજસમાં હતો.

તે વિચારતો હતો કે આ બદલાયેલી પરિસ્થિતિનું કારણ શું અને તેમાં નિર્ણય શું લેવો ?

અનિકેતનું મન ગૂંચવાયેલું હતું. અનિકેત જયારે પણ બહુ ખુશ હોય કે વ્યથિત, ત્યારે એ બાથરૂમમાં ભરાઈ જતો. ઇન્ડીયામાં રહેવા છતાં પણ અનિકેતની આદતો અમેરિકન જેવી જ હતી.
અઢળક પૈસા ખર્ચીને એણે આ ફ્લેટમાં અમેરિકન ઢબે બાથરૂમ બનાવડાવ્યું હતું.
સામાન્ય કરતાં આ બાથરૂમ ઘણું મોટું હતું.
એમાં નહાવાની અને ટોયલેટની અલગ વ્યવસ્થા હતી.
એક તરફ ગ્રે ગ્રેનાઈટનું ડબલ બેઝીન વાળું વેનિટી હતું.
એની ઉપર સફેદ કલરનું ત્રણ મિરરવાળું કેબીનેટ હતું.
એની પર પાંચ નાના
-નાના બલ્બ લગાડી શકાય એવી રીતે લાઈટ ગોઠવી હતી. આખા બાથરૂમમાં હાઈ શિલિંગ સુધી ગ્રે કલરની જીણી ડીઝાઈનવાળી સિરેમિક ટાઈલ્સ લગાડેલી હતી.
બાથરૂમમાં ગ્રે કલરનું લંબગોળ
, વિશાળ બાથટબ હતું જેમાં નિકલ પ્લેટેડ ફોસેટ્સ, શાવર હેડ અને ટબની ચારે તરફ ઝીણા ઝીણા જેટ્સ પણ હતા કે જેનાથી પાણીમાં બબલ્સ ઉત્પન્ન થતા હતાં. એટલે શાવર તો લઇ જ શકાય પણ અને એની આંતરી પર માથું ટેકવીને આરામથી સુતા સુતા બાથ લઇ શકાય એવી પણ વ્યવસ્થા હતી.
એમાં ચોવીસ કલાક ઠંડુ અને ગરમ પાણી આવે તેવી વ્યવસ્થા કરેલી હતી.

અનિકેતે બાથરૂમમાં પ્રવેશીને બાથટબનું લીવર ઊંચું કરી, ફોસેટ ચાલુ કર્યો. ટેમ્પરેચર લીવરને ફેરવીને સહેજ હુંફાળું પાણી આવે તે રીતે સેટ કર્યો અને ટબમાં પાણી ભરાતું જોઈ રહ્યો.
કિચનમાં જઈને ફ્રિજમાંથી
'પીનો ગ્રીસીયો' સ્પાર્ક્લીંગ વ્હાઈટ વાઈનની બોટલ કાઢી. વાઈનની બોટલનો બુચ ખોલીને લોંગ સ્ટેમના નાજુક ક્રિસ્ટલના ગ્લાસમાં વાઈન કાઢીને બોટલને સફેદ કપડામાં વીંટાળીને એક બકેટમાં આઈસના ટુકડાઓ વચ્ચે ગોઠવીને બાથ ટબની બાજુમાં મુકી.
બાથટબ અડધા ઉપરાંત ભરાઈ ગયું એટલે પાણીનું ટેમ્પરેચર ચેક કરીને લીક્વીડ સોપની બોટલ પાણીમાં ઠાલવીને ફીણના ગોટેગોટા કરીને કપડા ઉતારીને એ વાઈનના ગ્લાસ સાથે બાથટબમાં ઉતર્યો.
થોડીવાર હુંફાળા પાણીમાં પડી રહ્યો અને ધીમેથી બબલ્સ ચાલુ કર્યા.
વાઈનના ગ્લાસમાંથી ધીમે ધીમે સીપ કરતો એ વિચારવા લાગ્યો.

“શું પ્રણાલીની નવી પ્રપોઝલ સ્વીકારી લેવી ?
પણ આ બાબત તેનાં માબાપ સ્વીકારશે ખરા ?
પ્રણાલી જે તેની ડેમીસેકસ્યુઆલીટી અને મારી બાયસેકસ્યુઆલીટીનો સરવાળો કરવાની વાત કહી ગઈ, તેનો પોતાને શું ખ્યાલ છે, કે એ શું કરી રહી હતી ?
શું એમ કરવું યોગ્ય છે ?
ભવિષ્યમાં એ બાબત ત્રણેયની જીંદગીમાં ઈર્ષા અને નફરત ભરી દે તો ?
અરે પ્રણાલી કદાચ આ બધું સહન કરવા તૈયાર હોય, પણ આશુનું શું ?
એ શું વિચારશે ?
જયારે એણે પ્રણાલીને પ્રપોઝ કર્યું હતું ત્યારે અશ્ફાકનું વર્તન કેવું નિરાશાજનક હતું

અનિકેતના મનમાં જવાબોની જગ્યાએ અનેક સવાલો ઉભરાતાં હતા. અચાનક બાથટબનું પાણી બહાર રેલાવા માંડ્યું
, ને તે પોતાની તંદ્રામાંથી જાગ્યો.
તેણે ફોસેટ બંધ કર્યો. પીનો ગ્રીસીયો વાઈનનો મોટો ઘૂંટડો ભરીને તેણે એક લાંબો નિશ્વાસ છોડ્યો.

અચાનક બહાર બારણું ખુલવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો. અશ્ફાક આવી ગયો હતો.
અનિકેતને ક્યાંય ના જોયો એટલે અશ્ફાક તેને શોધતો બાથરૂમમાં આવ્યો.

"અરે મેરી જાન, આજ ઇસ સમય બાથટબ મેં?" -અનિકેતના હાથમાં વાઈનનો ગ્લાસ જોઇને એણે ઉમેર્યું- "ઓહો હો ! તો જનાબ હમારા ઇન્તઝાર કર રહેં હૈ, યહાં પર !"
"આ જા યાર..! તેરી હી કમી થી યહાં પર. તેરે બીના તો મૈ હરપલ અધૂરા સા હી હું." -અનિકેતે એની સામે જોઇને એક આંખ મીંચકારીને માર્મિક સ્મિત કર્યું.
અશ્ફાક તેના ઈજનને સ્વીકારીને અનિકેત સાથે ટબમાં લાંબો થઇ ગયો. થોડીવાર પાણીમાં મસ્તી કરતાં કરતાં અનિકેત તેના મનના ઉઠેલાં બધા પ્રશ્નો ભૂલી જઈને અશ્ફાક સાથે આનંદ-સમાધિમાં લાગી ગયો.
અચાનક ફોનની રિંગે એમની આનંદ
સમાધિમાં ભંગ પાડ્યો.

**==**==**==**==**

ડો અનીલ સરૈયા ખુબ જ ખુશ હતા. એમના મન પરનો અનિકેતના
એચઆઈવી પોઝીટીવ હોવાનો ભાર ઉતરી ગયો હતો. મીનાબહેન અને પ્રણાલી સાથે આનંદ વ્યક્ત કર્યા બાદ
, એમને પહેલો વિચાર આવ્યો અશ્ફાક-અનિકેતનો. અત્યાર સુધી પ્રણાલી અને અનીકેતથી તો તેનાં બ્લડ-રીપોર્ટની વાત છૂપાવેલી રાખી હતી
, પણ અઠવાડિયા પહેલા અશ્ફાક જયારે તેમને પ્લેનમાં ભેગો થઇ ગયો હતો ત્યારે તેમણે તેને અનિકેતના બ્લડ રીપોર્ટ વિષે વાત કરી દીધી હતી. તો અત્યાર સુધીમાં અશ્ફાકે અનિકેતને કદાચ આ વાત જણાવી જ હોય
. તે સમયે આ સમાચારથી તે બંને યુવાનો પર કેવી વીતી હશે
, એ ખ્યાલ આવતા જ એમણે તરત જ અશ્ફાકને ફોન લાગવ્યો.

"કૌન કમબખ્ત ઇસી સમય ફોન કર કે પરેશાન કરતા હૈ?" -કહેતાં અશ્ફાક બાથટબમાંથી બહાર આવ્યો. જલ્દીથી લાંબો ટર્કીશ બાથરોબ ચઢાવીને બેઠકરૂમમાં આવી પોતાનો સેલ-ફોન ઉપાડ્યો.

"હલો, અશ્ફાક..! હાઉ આર યુ યંગ મેન?" -સામેથી ડો.અનિલનો ઉષ્માભર્યો અવાજ આવ્યો, અને તરત જ અશ્ફાકને અનિકેતની બીમારી યાદ આવી ગઈ. વધુ અમંગળની આશંકાએ તેનું હૃદય એક ધબકારો ચુકી ગયું.


"યસ અંકલ, મૈ તો ઠીક હું. આપ સુનાઓ !" -અશ્ફાકે બની શકે તેટલા નોર્મલ રહેવાનો પ્રયત્ન કર્યો.
"અશ્ફાક, હપ્તાભર પહેલે મૈને તુમ્હે અનિકેત કે બ્લડ રીપોર્ટ કે બારે મેં બાત કી થી."
"હાં જી, યાદ હૈ ના મુજે. અબ ક્યાં હુઆ? કોઈ ઔર દીક્કત હૈ અનિ કે રીપોર્ટ મેં?" -અશ્ફાકનો અવાજ ચિંતાથી ધ્રુજતો હતો.
તે બાથરોબ પહેરેલો જ ગેલેરીમાં આવ્યો, કારણ કે તે નહોતો ઈચ્છતો કે અનિકેત આ વાત સાંભળે.

"નો નો અશ્ફાક, ઈટ ઈઝ નોટ બેડ ન્યુઝ. ઇન ફેક્ટ, ધેર ઈઝ અ ગુડ ન્યુઝ. ઈટ વો સમ મિસ્ટેક ઇન અનિકેત’સ રીપોર્ટ." -ડો. સરૈયા ક્યારેક હિન્દી તો ક્યારેક અંગ્રેજીમાં વાત કરતા હતા. એમના અવાજમાં ખુશીની હડબડાહટ હતી.
એમણે અશ્ફાકને માંડીને રીપોર્ટમાં મિક્સ-અપ
, ડો. અનિરુદ્ધનું ક્લેરીફીકેશન, વગેરે વાત કરી અને ઉમેર્યું- "અશ્ફાક, અબ મૈ મેરી બેટી કી જિંદગીમે કોઈ ઓર અડચન નહિ દેખના ચાહતા. તો સોચા હૈ કી જલદ સે જલદ ઇન દોનો કી શાદી કી ડેટ ભી પક્કી કર લું."

"અરે વાહ અંકલ..! યહ તો બડી અચ્છી ખબર સુનાઈ આપને. શુક્ર હૈ, મૈને અભી તક અનિ કો યે રીપોર્ટવાલી બાત બતાઈ નહિ હૈ. મુજ મેં તો હિંમત હી નહિ થી કે મૈ અનિ કો ઐસી બાત બતા સકું. સોચતા થા કી ઠીક મૌકા દેખ કર મૈ ઉસે યહ બાત બતાઉંગા. પર આપને તો એક બડા સ બૌજ મેરે સિર સે હટા દિયા."

અશ્ફાક ખુબ જ ખુશ હતો. ખરેખર એના મન પરથી એક મોટો બોજ હટી ગયો હતો.
અનિકેત એની જાન હતો
..એનું સર્વસ્વ હતો. એની તબિયત વિષે એને ખુબ
ખુબ ચિંતા રહેતી હતી, તે હવે દુર થઇ હતી. બસ હવે બાકી રહ્યું હતું
પેલા બ્લેક્મેઇલરનો પત્તો મેળવવાનું. આ મામલો ઉકેલાય જાય એટલે તેમના લગ્નમાં કોઈ જ અડચણ નહીં રહે
તેવું તે વિચારતો જ હતો, કે અનિકેત બાથરૂમમાંથી બહાર આવ્યો.

"કિસકા ફોન થા અશ્ફાક?"
"યાર, તેરે હોનેવાલે સસુર કા ફોન થા." -અશ્ફાકના ચહેરા પર સ્મિત હતું.
"ક્યા? તો ઉન્હેં તુજ સે ક્યા કામ પડ ગયા? મુજ સે કયું બાત નહિ કી?"
"અમા યાર, કુછ બાતે ઐસી હોતી હૈ, કે જો દુલ્હે સે નહીં, દુલ્હે કે રિશ્તેદાર સે હી કી જાતી હૈ. ઔર ઇસ શહર મેં મેરે અલાવા તેરા હૈ હી કૌન? તો સરૈયા અંકલ, તેરી શાદી કે બારે મેં મુજસે બાત કર રહે થે." -અશ્ફાકે ઉત્સાહપૂર્વક ગુડ ન્યુઝ આપ્યા.
પણ તેણે જોયું, કે આ સાંભળીનેય અનિકેતના ચહેરા પર ખુશીના કોઈ ખાસ ભાવ ન ઉપસી આવ્યા.
.
અશ્ફાક હવે પેલા બ્લેક્મેઇલરનું પગેરું કાઢવા માંગતો હતો. રેઇનબો બારમાં કામ કરતા પેલા અમોલે ગયા રવિવારે ઈમેઈલ કરીને તેને ખાસ મળવા બોલાવેલો.
તેને મળીને આવ્યા બાદ સતત તેને ઊંડે ઊંડે થતું હતું કે બ્લેક્મેઇલિન્ગના આ કારસાનું મૂળ તેને
પેલા રેઇન-બો બારમાંથી જ મળશે. માટે જ તે ત્યાં એકલો જ જવા માંગતો હતો. છતાંય ત્યાં જતા પહેલા એક ફોર્માલીટી ખાત્ર તેણે અનિકેતને કહ્યું, "અનિ, ચલ બાર મેં ચલતે હૈ."

પણ અનિકેતનો વિચાર તો પ્રણાલીને મળીને એમનાં સંબંધ વિષે વિગતવાર ચર્ચા કરવાનો હતો. અને એમાંય અત્યારે ડો. અનિલનો અશ્ફાકને ફોન આવવાથી તેને લાગ્યું કે હવે આ બાબત
ઝડપથી આગળ વધી રહી છે તો પ્રણાલી સાથે વાત કરવામાં ઉતાવળ કરવી જ જોઇશે, એટલે તેણે કહ્યું- "નહીં અશ, મૈને કાફી સી વાઈન પી રખ્ખી હૈ. અબ વાઈન કે ઉપર ઔર કુછ પીઉન્ગા તો સર-દર્દ હો જાયેગા. તુમ અકેલે હી હો આઓ."
જો કે બીજો કોઈ સમય હોત તો અશ્ફાકે જરૂર અનિકેતને આગ્રહ કર્યો હોત પણ અત્યારે તો ફક્ત એક સ્માઈલ આપીને ખામી ગયો.
અને પ્રિન્ટવાળું ટાઈટ બ્લુ સ્વેટર, કેઝ્યુઅલ ખાખી પેન્ટ અને માથા પર આઈવી કેપ ચઢાવી બહાર નીકળી પડ્યો.

.

અશ્ફાક બહાર જવા નીકળ્યો કે તરત જ અનિકેતે પ્રણાલીને ફોન કર્યો.
"હાય પ્રનિ, હાઉ આર યુ?”
"ઓહ અનિ, હું તને જ ફોન કરતી હતી ને તારી રીંગ વાગી. વોટ અ ટેલીપથી ડાર્લિંગ..!" -પ્રણાલી હવામાં ઉડતી હોય તેમ લહેરાતી બોલતી હતી. એ ખુબ જ ખુશ હતી.
"પ્રનિ, હું તને મળવા માંગું છું, હમણાં જ."
"અનિ, ડાર્લિંગ હું પણ તને મળવા માંગું છું. ફક્ત મળવા જ નહિ પણ હું તારી બાહોમાં સમાવા આતુર છું. હું વિચારતી હતી કે તારે ત્યાં આવીને સરપ્રાઈઝ આપું."
"બટ પ્રનિ.." -અનિકેત એનું વાક્ય શરુ કરે એ પહેલા તો પ્રણાલી બોલી ઉઠી,
"અહો હો, આગ તો તારા દિલમાંય લાગી ચુકી છે, ખરું ને ડાર્લિંગ..? હું અબઘડી જ નીકળું છું. થોડી જ વારમાં આવી સમજ."

અનિકેત કંઈ કહે એ પહેલા પ્રણાલીએ ફોન મૂકી દીધો.

અનિકેત તેને બહાર જ ક્યાંક મળવા માંગતો હતો, પણ પ્રણાલીએ કંઈ પણ કહેવાનો મોકો જ ના આપ્યો.
પ્રણાલી આવે તે પહેલાં અનિકેત પણ કપડા પહેરીને તૈયાર થઇ ગયો. પ્રણાલી સાથે કઈ રીતે વાત કરવી એ બાબતે વિચારતો અનિકેત રૂમમાં આમતેમ આંટા મારતો રહ્યો.

થોડીવારમાં ડોરબેલ રણકી. બારણું ખોલતા જ સામે પ્રણાલીને જોઈ અનિકેત જોતો જ રહી ગયો.
પ્રણાલીએ બદામી કલરનું ચપોચપ બેસતું પેન્ટ અને ઉપર ડાર્ક બ્લુ કલરના શીફોનના ટોપ પર સફેદ કલરનું ઉનનું ડીઝાઈનર જેકેટ પહેર્યું હતું.
એના કર્લ કરેલાં ઘટાદાર ઝુલ્ફાં એનાં ચહેરા પર અટકચાળું કરતાં હોય એમ લહેરાતાં હતાં.
કાનમાં સ્ટર્લીંગ સિલ્વરના લટકણીયા એના ગૌર ચહેરાને વધુ મોહક બનાવતાં હતાં.
ગજબની સુંદર લાગતી હતી પ્રણાલી
!

પળવાર માટે તો અનિકેત બધું જ ભૂલી જઈને અનિમેષ જોતો સૌન્દર્યપાન કરતો રહ્યો. પણ અંદર આવતાં જ પ્રણાલી અનિકેતને ઉત્કટતાથી વળગી પડી.
કેટલીય ક્ષણો સુધી બંને આલિંગન માણતાં રહ્યા અને થોડીવાર બાદ અનિકેત તે મોહપાશમાંથી છૂટો થયો.

.

"બેસ પ્રણાલી", કહેતાં અનિકેત સોફા તરફ ઈશારો કર્યો. "કેન આઈ ગેટ યુ સમથિંગ?"
"યસ, આઈ વોન્ટ........... યુ !" -આંખો નચાવતાં અનિકેતની સામે તર્જની ચીંધતા પ્રણાલીએ કહ્યું,
પ્રણાલીના અવાજમાં મદહોશી હતી. અનિકેત પ્રણાલીની ખુશી જાણતો હતો.
પ્રણાલી એને દિલોજાનથી ચાહતી હતી.
અનિકેતની હાજરી આમેય પ્રણાલીને રોમાંચિત કરી જ દેતી હતી, અને હવે તો મોમ-ડેડની સંમતિ
પણ મળી ચુકી હતી. તેથી એ સાતમાં આસમાનમાં ઉડતી હતી.

"પ્રણાલી, સાંભળ, હું જાણું છું કે તું અત્યંત ખુશ છે, પણ હું થોડી ગંભીર ચર્ચા કરવા માંગું છું. આમાં આપણાં ભવિષ્યનો સવાલ છે."
"ગંભીર ચર્ચા? હવે શું ચર્ચા બાકી રહી છે, અનિ?" -પ્રણાલી અનિકેતની સામે તાકી રહી.
"પ્રણાલી, તેં તો મને તે દિવસે કહી દીધું કે તને મારાં અને અશ્ફાકના સંબંધોથી કોઈ વાંધો નથી, અને અશ્ફાકને હું જાણું છું. તે પણ મારી ખુશી માટે અને તને મારી સાથે ખુશ જોવા માટે કાંઈ પણ કરી છૂટશે. પણ શું એ હમેશા એમ જ રહેશે? શું તારા મનમાં કોઈ ઈર્ષા પેદા નહીં થાય? તારા મોમ-ડેડને આ વાત પસંદ આવશે ખરી? શું આપણે સામાન્ય પતિ-પત્ની તરીકેનું જીવન વિતાવી શકીશું? પ્રનિ, આજે તો ઉન્માદમાં ને ઉત્સાહમાં તું બધી વાતમાં હા એ હા કરીશ. પણ ભવિષ્યમાં આ બાબત..આ ભુતકાળ જ આપણી વચ્ચે કંકાશનું કારણ નહિ બને? હું તને દિલોજાનથી ચાહું છું અને તને પામવાં માટે હું પણ આતુર છું. પણ હું બાયસેક્સ્યુઅલ છું, અને એટલે જ હું અશ્ફાકને પણ એટલી જ ઉત્કટતાથી ચાહું છું. તમે બંને મારામાં એકસરખો જ રોમાંચ જગાવી દો છો. પણ મને એક ડર છે કે ભવિષ્યમાં આ બાબત કોઈ પ્રોબ્લેમ ઉભા ના કરે." -અનિકેત ક્યાય સુધી બોલતો જ રહ્યો. પ્રણાલી એની વાતને ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળતી રહી.

.

અનિકેતે બોલવાનું પૂરું કર્યું એટલે પ્રણાલી ઉભી થઈને અનિકેતની પાસે આવી. અનિકેતનો હાથ તેના હાથમાં પકડી પ્રણાલી બોલી
- "અનિ, મેં તો તને મારો ફેંસલો તે દિવસે જ સંભળાવી દીધો હતો. હું પણ તને દિલો-જાનથી ચાહું છું. તું જેવો છો એવો સ્વીકારવાનો ફેંસલો મેં નથી આવેગમાં લીધો, કે નથી ઉન્માદમાં લીધો. મેં બધી જ બાબતો પર પૂર્ણ રીતે વિચાર કરી જ લીધો છે. અરે, મેં તો તને ભૂલી જવાની કોશિષ કરીને મારા મોમ-ડેડે બતાવેલાં છોકરાં માટે પણ મન મનાવી દીધું હતું. પણ પછી મેં જોયું કે એ શક્ય જ નહોતું. હું તારાથી દુર જવા છતાં પણ હરદમ તને જ મારી નીકટ અનુભવતી રહી. મને બીજી કોઈ પણ વ્યક્તિની નજીક જવામાં પણ સુગ આવે છે. હું એકદમ શુષ્ક થઇ જાઉં છું. હું તારા સિવાયની કોઈ પણ વ્યક્તિને ચાહી શકું તેમ નથી, કે નહીં કોઈ સાથે હું શરીરસુખ માણી શકું. તું જ મારા સુકા હૈયાને તારી લાગણી અને પ્રેમની ભીનાશથી તરબોળ કરી શકે છે. તું જ મારી હદય-વીણાના તારને ઝણઝણાવી મધુરી સુરાવલીઓ ઉભી કરી શકે છે. તું જ મારામાં આવેગો જગાડી શકે છે, ને તું જ તેને શાંત પાડી, મને તૃપ્ત કરી શકે છે. અનિ, યુ શુડ નો, કે તારા વિના તો હું સાવ અધુરી જ છું."

પછી ઉષ્માથી અનિકેતનો હાથ દબાવીને એની વધુ સમીપે જતા પ્રણાલીએ ઉમેર્યું- "મેં એ પણ નક્કી કરી દીધું છે કે લગ્ન કરીશ તો તારી સાથે જ, અને તારા વિના જીવવાં કરતાં હું મોતને ભેટવું વધારે પસંદ કરીશ." -કહેતાં પ્રણાલી અનિકેતને વળગી પડી.

અનિકેતની વિશાળ બાંહો પ્રણાલીને સમાવી રહી. બંનેના હદયની ધડકનો એકબીજાના પ્રેમના ધબકારને મહેસુસ કરતી રહી. તો બીજી તરફ પોતાનાં ભાવિ લગ્ન-જીવનમાં અશ્ફાકનું સ્થાન શું હશે તે બાબતે વિચાર કરતો અનિકેત હજીય
અસમંજસમાં હતો.

**==**==**==**==**

ઘરમાંથી બહાર નીકળી નીચે આવી અશ્ફાકે ખીસામાંથી પોતાનો ફોન કાઢી, તેની સામે થોડીવાર માટે એકીટશે જોતો જ રહ્યો. ગયા રવિવારે મિતુલ-સાહેબને બ્લેકમેઈલ કર્યા બાદ
, આમાંથી નવું સીમ-કાર્ડ કાઢી નાખવાનું પોતે નક્કી કર્યું હતું, તે સારું થયું કે કાઢ્યું નહીં.
બાકી, જો કાઢી લીધું હોત તો હમણાં ડો.અનીલનો અનિકેતની બીમારી બાબતના સારા સમાચારનો ફોન કેવી રીતે આવત? તેનાં પ્રણાલી સાથેના લગ્નના શુભ સમાચાર પોતાને કેવી રીતે મળત?
અનિકેત હવે મેરેજ કરી પોતાનો સંસાર વસાવી લેશે તેની અપાર ખુશી તો ચોક્કસ હતી જ હતી, પણ તોય તેને લાગ્યું કે તેનાં હૃદયનો એક ખૂણો કદાચ આ સમાચારથી રાજી નહોતો, કારણ ત્યાં કોઈ ઝીણી પીડા ઉપડી આવી હતી
. પોતે હવે ફરી પાછો એકલો જ રહી જશે.
દોસ્તની ખુશીમાં જ ખુશ થવા સિવાય તેની તકદીરમાં શું બીજી કોઈ જ ખુશી નહીં લખાઈ હોય
?
હા, પોતે ફરી રાજકોટ જ ચાલ્યું જવું જોઈએ હવે. અમુક કાયદાકીય કામ પતાવવા માટે ગયા રવિવારે તે બે-ચાર દિવસ માટે જ તો અહીં મુંબઈ આવ્યો હતો
,
પણ પ્લેનમાં ડો.અનિલના મોઢેથી અનિકેતની બીમારીનું સાંભળીને તે અહીં રહી પડ્યો. પેલાં બધા બાકી કામ તો ગયા અઠવાડિયામાં જ પોતે પતાવી નાખ્યા છે
, અને કોલેજેય પતી ગઈ છે. બસ ફાઈનલ યરનું રીઝલ્ટ જ આવવું બાકી છે
, તો તે તો ગમે ત્યાં મળી જશે. તો પછી મુંબઈમાં કામ જ શું છે હવે
?
“અનિકેતની સામે રહીશ તો તે પણ પોતાના લગ્ન-જીવનમાં ઠરીઠામ થઈને નહીં રહી શકે. બસ, આ બ્લેકમેઈલીંગના ચક્કરમાંથી તેને છોડાવી લઉં એટલે મારી ફરજ પૂરી.” -આવું વિચારતો અશ્ફાક કેટલીય વાર સુધી ફોનને તાકતો રહ્યો.

ગયા રવિવારે અમોલે જે વાત કરી તે એટલી ગંભીર હતી કે નવું સીમ કાર્ડ ફોનમાંથી કાઢી નાખવાનો જે નિર્ણય પોતે અમોલને મળવા પહેલાં કર્યો હતો, તેની પર તેણે અમલ ન કર્યો. મિતુલ સાહેબનો ફોન આવે
, તો ભલે આવે. આ પાર કે પેલે પાર ! તેવું નક્કી કરી તેમની સાથે લડી લેવા તે મરણીયો બની ગયો હતો.
જો કે તે પછીય મિતુલ સાહેબનો ફોન તો ન જ આવ્યો
, તેની તેને નવાઈ લાગતી રહી.
પહેલીવાર તેમણે ફોન કરવાની કોશિષ કરી હશે ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હશે, તો તે પછી તેમણે કદાચ ટ્રાઈ જ નહીં કરી હોય. જે હોય તે
, પણ મામલો આટલો જલ્દી શાંત તો ન જ પડે તેવું તેને લાગતું હતું, કારણ અમોલે જે વાત કરી તે ખરેખર ખુબ સીરીયસ હતી. તેનાં કહ્યા મુજબ સલીલ કે સલીમ
કે એવો કોઈક યુવક છે કે જેની સાથે અમોલે અનિકેતના અશ્લીલ ફોટા ખેંચ્યા હતા. આ યુવાન દુબઈમાં કોઈક આરબને ત્યાં તેનો યાર બનીને બે વર્ષ રહીને ફરી પાછો પરત
મુંબઈ આવી ગયો છે, કારણ પેલા આરબને યંગ-બોયઝમાં જ વધુ રસ હોવાને કારણે, બે વર્ષમાં જ તે આરબ તેનામાંથી રસ ગુમાવી બેઠો હતો.
હવે આ આરબ, કોઈક યંગ-બોય માટે જ ઈન્ડયા આવ્યો છે અને હૈદરાબાદ ખાતે ઉતર્યો છે. તેને આ
સલીલે પોતાના અને અનિકેતના પેલા ગરમ ગરમ ફોટા બતાવ્યા, તો તે અરબને તો અનિકેત ખુબ જ પસંદ આવી ગયો છે, અને પેલાની પાછળ જ પડી ગયો છે કે અનિકેતને ગમે તે પ્રકારે પોતાને દેશ લઇ જવો છે. આ વાત પેલા યુવાને જયારે રેનબો બારના ડ્રમર સંજુને કરી
, તો અમોલ તે બધું સાંભળી ગયો. આ સંજુ ખુબ પહોચેલી માયા છે એ વાતનો અમોલને ખ્યાલ હોવાથી તેણે તરત જ અશ્ફાક્ને મળવા બોલાવી તેને સાવચેત કર્યો હતો.
આ બધું સાંભળી અશ્ફાક તો તે દિવસે ખુબ જ ગભરાઈ ગયો હતો.
એક તરફ અનિકેતની બીમારીના સમાચાર
કે જે હજી આગલી રાતે જ મળ્યા હતા, તેનો આંચકો હજી પોતે સહન કરી શકે એટલીવારમાં સવાર પડતા જ અનિકેતના ફોનમાં બ્લેકમેઈલનું ચક્કર જોયું.
અને રાત પડતા જ અમોલે આ આરબવાળા આવા સમાચાર આપ્યા.

પણ હવે, જયારે બીમારીની વાતનો છેદ જ ઉડી ગયો છે, તો મિતુલ સાથે મળીને બને એટલું જલ્દી આ બધું પૂરું કરવું જોઇશે.
તો અત્યારે મિતુલનાં ઘરે જવું, કે રેનબો-બારમાં?

આવી જ અવઢવમાં અશ્ફક હતો, કે ત્યાં જ ફરી પેલા તેનો ફોન રણક્યો,
.

"હલ્લો અશ્ફાક, કહાં હો?" –સામે અમોલ હતો.
"હાં બોલ અમોલ. ક્યા હુઆ?" –ધડકતા હૃદયે અશ્ફાકે પૂછ્યું.
"હો સકે તો યહાં રેઈનબો મેં આ જા. અભી વો સલીલ ઔર સંજુ કુછ બાત કર રહે થે. સંજુ કા કોઈ બોસ હૈ ગોવા મે, ટોની નામ કા. વો આ રહા હૈ અભી શામ કો. ઔર ઉસકે સાથ મેં અપને મુંબઈ કા હી કોઈ ડોક્ટર ભી હૈ. તો યે દોનો, સંજુ ઔર સલીલ, ઉન દોનો સે અનિકેત કી બાત કરને વાલે હૈ. લગતા હૈ ઉસ ગોવાવાલે કા સબ જગહ પે બહુત હોલ્ડ હૈ, કયું કે સંજુ શાયદ ઉસસે કાફી ડરતા હૈ. ઔર ઉસકી પરમીશન બીના વો કુછ નહીં કર સકતા. તો શામ કો ઉન દોનો સે બાત કર કે યે દોનો અનિકેત કી વો આરબવાલી બાત ફાઈનલ કરને વાલે હૈ. મેરે કો સંજુને કુછ બાહર કા કામ દિયા હૈ, તો મુજે તો વહાં મોજુદ રહેને કા કોઈ બહાના નહીં મિલ રહા. ઇસલિયે તુ આ જા ઇધર, તો શાયદ કુછ સુન પાયે તુ. જીતના જલ્દી હો સકે, આ જા."

"ઠીક હૈ. અભી પહોચતા હું મૈં બસ આધે ઘંટે મેં." -કહીને અશ્ફાકે ફોન ખીસામાં મુક્યો અને રેઈનબો-બાર તરફ બાઈક મારી મૂકી.

રેઇન-બો બારમાં આજે થોડી અંધાધુંધી જણાતી હતી. મુંબઈ શહેરના બારના કાયદામાં થોડી છૂટછાટ આવી હતી.
ઘણા સમયથી બાર-ડાન્સરોના મામલે સરકારી તંત્ર અસહિષ્ણુ બન્યું હતું, જેનાથી ઘણા બધા બારની આવકો પર મોટો ફટકો પડ્યો હતો.
પણ શરાબ લોબીએ સરકાર પરનું પ્રેશર વધાર્યું
જેનાં પરિણામે બાર-ડાન્સરો સામેના પ્રતિબંધો હવે ઉઠાવી લેવામાં આવ્યાં હતા. આ જ કારણે રેઇન-બો બારમાં ડાન્સ-ફ્લોર ફરી તૈયાર થતો હતો.
લાઈટીંગમાં પણ ફેરફાર કરાતા હતા, તેથી બારની અમુક લાઈટો બંધ હતી.
આમ તો સામાન્ય સંજોગોમાં બાર બંધ હોય ત્યારે જ આવું કામ થાય
, પણ ઘટતી રેવન્યુના કારણે ચાલુ બીઝનેસ અવર્સમાં જ આ કામ ચાલતું હતું. જો કે સોમવારનો આડો દિવસ હતો
, અને હજી રાત પડી નહોતી, તો બારમાં ખાસ કોઈ કસ્ટમર્સ હતા નહીં.

બારમાં ઠીક-ઠાક અંધારું હતું અને વાતાવરણને થોડું રંગીન બનાવવા માટે દરેક ટેબલ પર કાચના ગોળામાં એક મોટી મીણબત્તી લગાવેલી હતી. અશ્ફાક એક ખૂણામાં બેઠો બેઠો તેનાં પતિયાલા પેગમાંથી સ્કોચના સીપ લેતો ગ્રિલ્ડ-ગાર્લીકી શ્રીમ્પના ટુકડા ચાવતો
પોતાની આગળની ચાલ વિચારી રહ્યો હતો.

*******

તો આ બાજુ મિતુલની હોસ્પીટલમાં બપોરે ડો.અનિલના ફોન આવ્યો અને તેમણે મિતુલને સ્ટેલાની પૂછપરછ કરી, તો પહેલા તો મિતુલના હોશકોશ ઉડી જ ગયા હતા. તેને ગભરામણ એ હતી કે જો અનિલને ખબર પડી જાય
, કે આ બધું તેનાં જ ભાઈનું કાવતરું હતું તો તો એનું આવી જ બને. આમેય મિતુલની જીંદગીમાં ઝાઝાં સગપણ બાકી રહ્યા નહોતા, બસ એક ભાઈનું ફેમીલી જ પોતાનું કહી શકાય તેવું હતું. એટલે એ એવું જરાય નહોતો ઈચ્છતો કે એ ખુલ્લો પડી જાય અને ભાઈ સાથેનો સંબંધ હમેશા માટે જ તૂટી જાય.
એને તો બસ રવિ સાથે પ્રણાલીનું ચોકઠું ગોઠવીને એના એક કરોડ મેળવવામાં જ વધુ રસ હતો.
સ્ટેલાનો તો ભાંડો ફૂટી ગયો અને અનિકેતના
એચઆઈવી હોવાની ભ્રમણા ય તૂટી ગઈ, તેથી તેનાં હાથમાંથી કરોડ રૂપિયાની લોટરી પણ તેને સરી જતી જણાઈ, એટલે અનિલનો ફોન મુક્યા બાદ તરત જ તેણે ટોનીને ફોન લગાવ્યો. સ્ટેલા ટોનીની કઝીન હતી
, અને અત્યારે અનિલના દવાખાનેથી ભાગી નીકળીને તે કદાચ ગોવા જ આવશે તેવા સમાચાર તેણે ટોનીને આપ્યા.
તો ટોનીએ કહ્યું કે, તે તો સવારનો મુંબઈ આવવા જ નીકળ્યો છે અને કલાકેકમાં જ અહીં આવી પહોચશે.
મિતુલે તેને મુંબઈ આવવાનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું કે અનિકેતના ફોટા પાડવાનું કામ તેણે જેને આપેલું તે સંજુ નામનો ડ્રમર અહીં અંધેરી-વર્સોવાના કોઈ રેઈનબો બારમાં કામ કરે છે. અને અહીંયા તેનો કોઈ સાગરિત, કે જે બે વર્ષથી મિડલ-ઇસ્ટના કોઈક દેશમાં હતો, તેની પાસે કોઈક આરબની એક ખાસ ઓફર છે, તો રૂબરૂ મળવું જરૂરી હતું, એટલે પોતે મુંબઈ આવી રહ્યો છે. અને પછી ટોનીએ મિતુલને પણ પેલા રેઈનબો-બારમાં આવી જવા સૂચન કર્યું.
મિતુલે તરત જ તે સૂચન સ્વીકારી લીધું
, કારણ અત્યારની આવી ડામાડોળ પરિસ્થિતિમાં થોડું વાતાવરણ ચેન્જ થાય તેવું તે ઈચ્છતો હતો.
અને બંનેએ સાંજે ત્યાં રેનબો-બારમાં મળવાનું નક્કી કર્યું.

**********


રેઇન-બો બારમાં બેઠેલા અશ્ફાકની આંખ મિતુલને બારમાં પ્રવેશતાં જોઇને ચમકી ઉઠી, મિતુલ એના ટેબલ તરફ જ આવતો હતો
પણ અશ્ફાક મિતુલની નજરે ચઢવા માંગતો નહોતો. એણે ધીમેથી એની આઈવી કેપને નીચી કરી અને મ્હો સંતાડ્યું.
મિતુલ એના ટેબલ પાસેથી પસાર થઇ ને બીજા
એક ટેબલ પર બેઠેલા ત્રણ શખ્સો પાસે પહોંચ્યો. મિતુલના મનની હાલત ડામાડોળ હતી.
એ અનિકેતને કેમ કરીને રસ્તામાંથી હટાવવો એ ગડમથલમાં હતો એટલે એનું ધ્યાન અશ્ફાક પર પડ્યું જ નહીં.


મિતુલ ઝડપથી ટેબલ પાસે જઈને એક ખાલી ખુરસી પર ગોઠવાયો. ત્રણ પઠ્ઠાઓ પહેલેથી જ ત્યાં બેઠેલા હતા
, જીગોલો ટોની, બારનો ડ્રમર સંજુ અને સલીલ. બીયરની બોટલો
, તળેલા પાપડ, રોસ્ટેડ સ્પાઈસી ચીકન, લેમ્બ કબાબ ટેબલ પર પડ્યા હતા. ટોનીએ ઉભા થઈને ડો. મિતુલનો હાથ મિલાવી અભિવાદન કરવાની ચેષ્ઠા કરી
, પણ મીતુલનો ચહેરો સખત હતો. ટોનીની ચાપલુસીને અવગણી મિતુલે સીધી જ સંજુ અને સલીલ સામે જોયું.
એ બંને પણ મિતુલની ગંભીરતા પારખી ગયા હતા.
ટોની થોડો ઝંખવાયો અને એણે બીયરના ગ્લાસ ભરવા શરુ કર્યા.
સંજુ ડો મિતુલની રુખ પારખી ગયો એટલે તેણે વેઈટરને ઈશારો કરી બોલાવ્યો અને મિતુલ માટે સ્કોચ ઓર્ડર કર્યો.
મિતુલને પોતાનું ઈમ્પોર્ટન્સ વધે એ ગમતું.
વેઈટર ઝડપથી સ્કોચ સર્વ કરી ગયો
અને સ્કોચ પીતાં પીતાં મિતુલે વાત શરુ કરી.


અશ્ફાકે જોયું કે આ ચારેયની વાતચીત સાંભળવી તો મુશ્કેલ છે, અને પેલો અમોલ પણ ક્યાંય દેખાતો નહોતો, તો હવે ફક્ત તેઓની હિલચાલ પર નજર રાખીને જ સંતોષ માનવો પડશે. અધુરમાં પૂરું એક પેઈન્ટર જેવા માણસે આવીને તે ટેબલની બદલે બીજા ટેબલ પર શિફ્ટ થઇ જવા વિનંતી કરી
કારણ ઉપર છતની ઘસાઈ કરવાની હતી, કે જેનાથી નીચે ટેબલ પર કચરો પડે તેમ હતો. કમને અશ્ફાક ઉભો થયો અને ક્યાં જઈ બેસવું તે નક્કી નહોતો કરી શકતો.
જો કે એટલી જ વારમાં તેણે જોયું કે બીજા એક કામગારે મિતુલના ટેબલ પર જઈને આવું જ કંઇક કહ્યું,
કારણ તેઓ ચારેય પણ ઉભા થઇ ગયા. પણ બીજા કોઈ ટેબલ પર શિફ્ટ થવાની બદલે સંજુ તે બધાને કોઈક કેબીન જેવી રૂમમાં લઇ ગયો
, કે જે ભવિષ્યમાં કદાચ દારુ નો સ્ટોક કે પછી ઓરકેસ્ટ્રાના બધા વાજીત્રો સાચવવાનો સ્ટોર-રૂમ બનવાનો હશે.
આ જોઈ અશ્ફાક ખુશ થઇ ગયો. પોતાનું બીલ ચૂકવી અને સ્કોચનો ગ્લાસ હાથમાં લઇ
, તે પેલી કેબીનની સાવ લગોલગ જઈને ઉભો રહ્યો. હા
, હવે કેબીનની બહાર ઉભા રહીને બધાથી છુપાઈને પણ તેને ઘણું સાફ સંભળાઈ રહ્યું હતું.
.
"મિતુલ સાહેબ, યે સંજુ હૈ, યહાં કા ડ્રમર એન્ડ મેનેજર ઓલ્સો. એન્ડ હી ઈઝ સલીલ, ઉસકા રાઈટ હેન્ડ હી સમજો. આપ કે લાસ્ટ અસાઇનમેન્ટમેં યે દોનોને હી હેલ્પ કરી થી."
થોડીવારના અભિવાદન અને ફાલતું વાતો બાદ થોડીવાર માટે બધા શાંત થઇ ગયા. અશ્ફાકે પોતાની પોઝીશન બદલીને અંદર જોવાની ટ્રાઈ કરી
, પણ તેમાં તે ફાવ્યો નહીં. અને એટલામાં જ ટોનીનો અવાજ સંભળાયો- "સર,
સ્ટેલા ડો.અનીલને ત્યાંથી તો સલામત ભાગી નીકળી, પણ તમે આ બધામાં સંડોવાયેલા છો એવી ખબર તમારા ભાઈને તો નથી પડી ને ?"
"અરે ના. નહીં તો તો ગરબડ થઇ જાય." -મિતુલે જવાબ આપ્યો- "પણ ટોની, મારો દાવ તો સાવ ખાલી જ ગયો. અને પેલો અનિકેત..એ હવે મારા પ્લાનમાં કાંટો બની ગયો છે."
"મતલબ?” -હવે પેલા સંજુએ પૂછ્યું.
"સંજુ, મતલબ એ કે, મારે મારી ભત્રીજી પ્રણાલીના લગ્ન મારા એક દોસ્ત કેતન પટેલના દીકરા રવિ જોડે કરાવવા હતા. જો પ્રણાલીના લગ્ન રવિ જોડે થઇ જાય તો મારો ભાઈ અનીલ તો પ્રણાલીને દહેજમાં ઘણું બધું આપશે જ, કારણ કે તેને બીજું કોઈ સંતાન તો છે નહિ, પણ કેતન પટેલે એના છોકરાનું જો પ્રણાલી સાથે ગોઠવાય તો એક કરોડ મારી હોસ્પીટલ રીનોવેટ કરવા માટે આપવાનું પ્રોમિસ કરેલું છે. હું એક કરોડ રૂપિયાથી હાથ ધોઈ નાખવા માગતો નથી. આપણે કશુંક તો કરવું જ પડશે."
"તો પછી તેને બ્લેકમેઈલીંગ કરવાવાળો આપણો પ્લાન અમલમાં મૂકી દો ને?” -સંજુએ સૂચવ્યું- "આપણી એ તો બધી તૈયારી છે જ ને?"
"નો, આઈ કાન્ટ ડુ ધેટ. આઈ હેવ સમ સોલીડ પર્સનલ રીઝન ફોર ધેટ." -મિતુલે જવાબ આપ્યો. તેને બ્લેકમેઈલીંગના પ્લાનમાં આગળ વધવામાં ઈન્ટરેસ્ટ નહોતો
, કેમ કે એ પ્લાન દરમ્યાન તો તેનું પોતાનું જ બ્લેક્મૈલીંગ થઈ ને તે પ્લાન પાછો પોતાના પર જ બેકફાયર થયો હતો.
સલીલ બધી વાત ધ્યાનથી સાંભળ્યા કરતો હતો અને એને હવે પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેણે ઝડપથી પોતાનો બીયરનો ગ્લાસ ખાલી કર્યો અને લેમ્બ-કબાબ ચાવતાં ચાવતાં બોલ્યો- "તો પછી પેલા છોકરાને
, સાલાને ઉડાવી જ દઈએ તો કેવું?"

આ સંભાળીને બહાર અશ્ફાક ચમક્યો તો અંદર મિતુલ પણ ચોંક્યો. મિતુલ લાલચુ અને સ્વાર્થી જરૂર હતો પણ પૈસા ખાતર કોઈની જાન લઇ લેવાના મતનો તો નહોતો જ.

"ના ના, આપણે થોડો ઓછો સીરીયસ હોય એવો બીજો કોઈ પ્લાન વિચારવો પડશે." –તે તરત જ બોલી ઉઠ્યો.

સલીલના મગજમાં બીજો પ્લાન તો રમતો જ હતો. પણ એ પ્લાન કબુલ કરાવવા માટે જ એ સિફતપૂર્વક એની બાજી ધીમેધીમે ઉતરી રહ્યો હતો.
"બોસ, મારી પાસે બીજો એક પ્લાન છે. એ સાંભળો. આનાથી તમારો પ્રોબ્લેમ તો ઉકલી જ જશે ને તે ઉપરાંત બીજી બાજુથી પણ દલ્લો મળશે."
"બીજો પ્લાન? કયો બીજો પ્લાન?” -મિતુલના મોં પર સહેજ ચમક આવી ગઈ.
"બોસ, વાત એમ છે, કે જો આપણે અનિકેતને અહીંથી ગુમ કરી દઈએ અને એવી જગ્યાએ મોકલી દઈએ કે જ્યાંથી એ પાછો જ આવી ના શકે. તો તમારું કામ થઇ જાય."

મિતુલ સલિલની વાત પૂરી સમજ્યો નહિ- "એ કઈ રીતે થાય? ક્યાં મોકલવાનો? અને અનિકેત કઈ નાનો બચ્ચો નથી કે આપણે મોકલીએ અને તે ત્યાં જઈને બેસી રહે."
"બોસ, મારી વાત સાંભળો. આપણે અનિકેતને અહીંથી ઉઠાવીને પહેલા તો હૈદરાબાદ ભેગો કરી દઈએ. આમેય એ દર શુક્રવારે અહિયાં તો આંટા મારે જ છે. અને તેને આડાઅવળાં ફાંફા મારવાની ટેવ પણ છે, એટલે જ તો સંજુ એને ફસાવી શક્યો હતો.
તો એ જ રીતે એને ફરી પાછો ફસાવીએ. પછી ઘેનનું ઇન્જેક્શન આપીને બેહોશ કરી નાંખીશું ને અહીથી હૈદરાબાદ પહોચાડી દઈએ. ત્યાંથી પછી આગળ મોકલવાની વ્યવસ્થા હું ગોઠવી કાઢીશ."
"મારે પૂરો પ્લાન જાણવો પડશે. આમ અધુરી વાત નહિ." –મિતુલને વધુ કોઈ રિસ્ક લેવું નહોતું.

હવે સલીલે માંડીને વાત કરી.
"જુઓ બોસ, હું દોઢેક વરસથી શારજાહના એક શેખની સાથે છું. એ શેખને પણ આપણાં જેવી જ આદતો છે, એટલે એના હમામમાં હું સેટ થઇ ગયો હતો. અત્યાર સુધી તો ગાડું બરાબર ચાલ્યું. પણ મારી ઉમરને લીધે હવે એ શેખનો મારામાંથી રસ ઓછો થઇ ગયો છે. એને તો યંગ બ્લડનો શોખ છે. એટલે તેણે જ મને મુબઈ પાછો મોકલ્યો છે. એક વખત હું માલની વ્યવસ્થા કરી દઉં, એટલે એને દરિયા મારફતે શારજાહમાં ઘુસાડવાની વ્યવસ્થા તો શેખ કરી દેશે. આપણે અનિકેતને ઇન્જેકશનો આપીને ઘેનમાં રાખ્યાં કરવો પડશે. આ બધું કરતા માંડ એક અઠવાડિયું થશે. આપણો પ્રોબ્લેમ સોલ્વ. ને શેખ પાસેથી જબરજસ્ત રકમ મળશે એ નફામાં. બોલો, શું કહેવું છે ?"

સલિલની વાત સાંભળી બધાના મો પર ચમક આવી ગઈ. પ્લાન જોરદાર હતો. કામ અઘરું હતું પણ અશક્ય પણ નહીં. અને બંને તરફથી પૈસા મળવાના હતાં.

સલીલે બીયરનો ગ્લાસ હાથમાં ઉઠાવ્યો, "બધા એગ્રી છો? તો લો ગ્લાસ હાથમાં, ને કરો ચીયર્સ !"
"ચીયર્સ..!" -બધાના ગ્લાસ ટકરાયા, અને તરત જ પેટમાં ખાલી થયા.

બહાર અશ્ફાક મિતુલની આવી હલકટાઈથી સ્તબ્ધ રહી ગયો. તેનાં મગજમાં વીજળીના ઝાટકા વાગતાં હતા.
તેનાં જીગરીને રસ્તામાંથી હટાવવા માટે જબરજસ્ત પ્લાન થઇ રહ્યા હતા.
અને તેને સૌથી વધુ આંચકો લાગ્યો હતો
, ડોકટર મિતુલને આમાં સંડોવાયેલો જોઇને. એ જ આ બધાનો વડો હોય એવું લાગતું હતું.

અશ્ફાકના મગજમાં લોહી ફરતું હતું. આઘાત
, અને ગુસ્સાથી એ ધમધમી ઉઠ્યો હતો. આવેશ અને ક્રોધથી દોરવાઈને તે કેબીનના દરવાજા તરફ ધસ્યો
.તે ચાર જણા સામે પોતે સાવ એકલો જ છે તે વાત ભૂલી જઈને તેણે કેબિનનાં દરવાજાને જનૂનપૂર્વક લાત મારી. એલ્યુમીનીયમનો ફોતરા જેવો હલકો દરવાજો તેની લાતને ખમતો ખમતો પાછળની ભીંત સાથે જઈને ધડાકાભેર અથડાયો અને અંદર મોજુદ ચારેય પુરુષો ચોંકી ઉઠ્યા.
આપોઆપ તેમની નજર દરવાજા તરફ ગઈ અને ત્યાં ઉભેલ યુવાનને જોઇને
તેઓ બધા સ્તબ્ધ રહી ગયા.
[ક્રમશ:]

.

--અજય પંચાલ..