Adhi Aksharno Vhem - 14 books and stories free download online pdf in Gujarati

અઢી અક્ષરનો વહેમ - ૧૪

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: સરલા સુતરીયા

*પ્રસ્તાવના*

મિત્રો,
ગયા એપિસોડમાં આપણે જોયું કે લેખિકા રીટાબેન ઠક્કરે પોતાનું કાર્ય ખુબ જ કુશળતાપૂર્વક પાર પાડ્યું. પ્રણાલીને ખુબ જ વિસ્તારપૂર્વક પોતાનું મનોવિશ્લેષણ કરાવી, તેમણે તેને એ અહેસાસ કરાવી દીધો કે અનિકેતની ખામી જ જો તેનો વાંક હોય, તો એવી કોઈક ખામી તો તેના પોતાનામાં પણ છે જ.
અનિકેત જો એવી માનવ-જાતી પ્રત્યે શારીરિક-આકર્ષણ અનુભવતો હોય કે જે તરફ તેણે ન આકર્ષાવું જોઈએ, તો પોતે પણ એવી જાતિ તરફ નથી આકર્ષાતી કે જેનાં તરફ તેણે કુદરતી રીતે આકર્ષાવું જોઈએ. અને આમ છતાંય,
આવી બે-બે ખામીનાં ગુણાકાર બાદ પણ, તેઓ બંનેને એકબીજા તરફ જાતીય-આકર્ષણ તો છે જ.
કરોડો લોકોનાં આ મનવ-સમુદાયમાં એક ખામીયુક્ત માનવને બીજા ખામીયુક્ત માનવ સાથે મેળવી આપવાનું કામ જયારે કુદરતે કર્યું જ છે, તો કુદરતની આ તરફેણને તરછોડવાની મોટી ભૂલ પોતે કરી રહી છે તેવો અહેસાસ પ્રણાલીને આપણા લેખિકાબહેને સફળતાપુર્વક કરાવી આપ્યો અને જયારે પ્રણાલીએ પોતાની માને પોતાની આ ભૂલ સુધારી લેવાનો નિર્ણય સંભળાવ્યો તો તેની માએ ત્યારે તેને એક નવો જ આંચકો આપ્યો કે અનિકેત તો એચઆઈવીગ્રસ્ત છે.
એક તરફ પ્રણાલીને, તેનાં માબાપની આ એક ચાલ જ લાગતી, તો બીજી તરફ તેને એક ખચકાટ પણ હતો.
કારણ અનિકેતનું બ્લડ-ટેસ્ટ હજી થોડા દિવસ પહેલા જ થયું હતું, તે વાત પણ એક નક્કર હકીકત જ હતી.
આમ એક મૂંઝવણમાંથી છોડાવીને લેખિકા રીટાબેને પ્રણાલીને એક નવી જ મૂંઝવણમાં મૂકી પોતાનો એપિસોડ પૂરો કર્યો.
આમ પ્રણાલીનું મનોમંથન હજી અધૂરું જ રહી જવાથી, મારે ફરી એકવાર એક બીજી લેખિકાની જરૂર પડી. એટલે આ વખતે મેં આ કાર્ય સોંપ્યું સરલાબેન સુતરીયાને.
અને, જેનાં ખોળામાં પોતાનાં સંતાનોનાં ય સંતાનો રમે છે, તેવી વયના એક સીધાસાદા ગૃહિણી, એવા સરલાબેને આ પડકાર સહર્ષ સ્વીકારી લીધો.

એચઆઈવીગ્રસ્ત અનિકેત સાથે આગળ વધવું કે નહીં?
જેટલી આ વાત મહત્વની છે, એથીય વધુ અરજન્ટ અને અગત્યની વાત તો એ છે કે, પોતે આવા યુવાન સાથે હાલમાં જ બે વાર શારીરિક સંસર્ગ કરી ચુકી છે, અને તે પણ અનપ્રોટેક્ટેડ, એ વાતની ગંભીરતા પ્રણાલી સારી પેઠે સમજે છે.
તે એય જાણે છે કે આને કારણે પોતે પણ આ રોગનો ભોગ બન્યાની શક્યતા ખુબ જ હોઈ શકે, એટલે પોતાનો ય ટેસ્ટ અને ઈલાજ તો હવે કરાવવો જ પડે.
તો આ વાત પોતાનાં માબાપને કરવી કે નહીં? -તેવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં રહેલી પ્રણાલીની સાથે હવે સરલાબેને આગળ વધવાનું છે.
તે ઉપરાંત..
સરલાબેને વાર્તાને ઘણી ઝડપથી આગળ પણ વધારવાની છે, કારણ પ્રશ્નો તો હજી ઘણા ય ઉકેલવાના બાકી છે અને અમારી પાસે હવે એપિસોડ તો ફક્ત ત્રણ જ બાકી રહ્યા છે.

જી હા, સોળ પ્રકરણોમાં જ પોતાની વાર્તા પૂરી કરવાની અમારી બંને ટીમ વચ્ચે સમજુતી થઇ છે. તો હવે પછીના આ ત્રણ પ્રકરણોમાં બનાવો ખુબ જ ઝડપથી બનતા રહેશે.
સરલાબેને પણ હીમ્મતભેર આ બીડું ઝડપી લીધું, અને તમે જોશો કે તેઓ તેમાં ખુબ સફળ પણ થયા છે.

સલામને લાયક એવા સરલાબેનનું, આ સલામ કરવાનું મન થઇ જ આવે એવું પ્રકરણ, આપની સમક્ષ પ્રસ્તુત કરતા મને ખુબ જ આનદ થાય છે.

.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૪*

ડાઈનીંગ ટેબલ પર ક્રોકરી ગોઠવતાં ગોઠવતાં મનમાં ને મનમાં સમસમી રહ્યાં હતાં. રહી
-રહીને એમને પ્રણાલીના આ શબ્દો આહત કરી રહ્યા હતાં- “નહી મોમ. આઈ ડોન્ટ નીડ યોર એડવાઈસ”
"અરે, આ છોકરીને થયું છે શું? પોતાની જિંદગીને સ્પર્શતી વાત પર પણ એ વિચારવા તૈયાર નથી, અને..અને મારી સાથે કેવી રુડલી વાત કરી..! અરે મારા વગર એક ક્ષણ પણ જેને આકરી લાગતી, એવી મારી દીકરીએ આમ આ HIV+ છોકરા માટે થઈને મને સાવ તરછોડી નાખી? હે ભગવાન, મારી એકની એક દીકરીને સદ્દબુદ્ધિ આપજે. છતી આંખે દેખાતાં ખાડામાં પડવાની પરવાનગી કઈ રીતે આપું એને?" -આવા વિચારોમાં લીન મીનાબેન માથે હાથ દઈ અન્યમનસ્ક શા ડાઈનીંગ ટેબલની ખુરશી પર બેસી રહ્યા.
.
બપોરનાં જમવાનો સમય થવાં આવ્યો હતો, પણ હજુ ડોકટર સાહેબનો પત્તો ન હતો. હમણાં હમણાં એમને રોજ મોડું થતું હતું.
ઘરે જલ્દી આવી જાય તો
‘અનિકેત-પ્રણાલી’નો એ જ સવાલ મ્હોં ફાડીને એમના સ્વાગતમાં ઊભો રહેતો એટલે ડોકટર અનિલ જાણી જોઈને મોડાં જ આવતાં અને આજેય તેઓ એક કલાક મોડાં જ હતા અને આવ્યા તો, આવીને સીધા બાલ્કનીમાં જઈ એ વિચારમાં ને વિચારમાં ત્યાં મુકેલ સોફા ઉપર બેસી ગયાં હતા.
એમના હ્રદયમાં પેલું એક જ વિચાર-વલોણું ઘુમી રહ્યું હતું. પોતાની એકની એક અને જીવ કરતાં ય વહાલી પ્રણાલી આમ આવી રીતે આવા કિચડમાં ખરડાઈ જશે એવી તો એમણે કદી કલ્પનાય નહોતી કરી.

"કેવો સરસ છોકરો છે અનિકેત. પણ ગે..! ઠીક છે ચાલો, આ નવા જમાનાના ફંદા જીરવી લઈએ, પણ HIV+ વાળી વાત કેમ જીરવવી? એમાં તો સીધું મોત તરફ ડગલું દેવાનું જ બાકી રહે. એચઆઈવી પ્લસ માટેની કોઈ સંપૂર્ણ દવાય હજુ શોધાઈ નથી. ના ના, મારી દીકરીની નાદાનિયતને આમ હું મંજૂરી તો નહી જ આપું."
.

.
"અરે પ્રનિ. તારા ડેડી હજુ ના આવ્યા. કોણ જાણે હમણાં તો રોજ રોજ મોડું થાય છે એમને. ઉલટાનો આજે તો રવિવાર છે તો ય આટલું કેમ મોડું થયું રામ જાણે." -કહેતાં સહસા મીનાબેન રસોડામાંથી બહાર આવ્યાં. એમનું મમતામયી હ્રદય દીકરીની પેલી જોખમભરી જીદ જાણે કે ભુલી ગયું હતું.
ડ્રોઈંગરૂમમાં પ્રણાલી પણ નહોતી ને ડોકટર પણ નહોતાં.
મીનાબેન પ્રણાલીની રૂમમાં જોવા ગયાં તો એ પલંગ પર ઉંધમુંધ પડી પડી હીબકતી હતી.

અનિકેત એચઆઈવી પ્લસ હશે? આવડો મોટો રોગ શું તેને હોઈ શકે
?
હાઉ ઈઝ ધીસ પોસીબલ?
પણ તો આ વાત અત્યાર સુધી છુપી કેવી રીતે રહી? અને શા માટે? અનિકેત કે ઇવન પેલા અશ્ફાકનાં વર્તન પરથી ક્યારેય એવું નથી લાગ્યું કે અનિકેતને આવો રોગ હોય, તો અત્યારે
પેલા રવિ અને અનિકેતની બાબતમાં આખરી નિર્ણય લેવાની નાજુક વેળાએ મોમ જો આવી ‘ન માનવામાં આવે એવી’ વાત કરે તો તે સાચી હોઈ શકે?


જ્યારથી પેલું વાક્ય ‘એન્કેશ કરી લે તારા માતૃત્વ’ને સાંભળ્યું હતું ત્યારથી પ્રણાલીના મનમાં માતા-પિતાની મમતા બાબતેય દ્વિધા ઉત્પન્ન થઈ ગઈ હતી કે તેઓ શા માટે આવું કરતા હશે, શા માટે તેની લાગણી સાથે તેઓ રમત કરતા હશે.

‘જો મારા મમ્મી ડેડી જ મારી ભાવના નહીં સમજે તો કોણ મારી વાત સમજશે..! હું આવા મનોમંથન વચ્ચે કેમ કરીને જીવી શકીશ!"
-વિચારતી પ્રણાલી ભીતરને ભીતર વલોવાઈ રહી હતી.

.
દીકરીની આવી દયામણી હાલત જોઈ મીનાબેનની આંખોમાં મમતાના પુર ધસી આવ્યા. હળવેથી એની પાસે જઈ એના વાંસા પર મમતા ભર્યો હાથ પસવારી પુચકારી
, ત્યાં તો પ્રણાલી ઊઠીને માને વળગી પડી. રાત દિવસ વલોપાત કરી કરી એના હૈયાનું હીર નિચોવાઈ ગયું હતું.
એણે બહુ જોરથી માને બાથ ભીડી દીધી
.
"મમ્માઆઆ.... તું તો મને, તારા અંશને સમજ..! મારી નાની અમથી ઈચ્છાને પુરી કરવા તું ને ડેડી કેટકેટલી દોડધામ કરતાં. ભુલી ગયા તમે બન્ને? યાદ છે તને? ક્રિસમસના દિવસો હતા ને મારે એક ખાસ પ્રકારનું ટેડી-બેર જોઈતું હતું અને અહીં મુંબઈમાં ક્યાંય નહોતું મળ્યું તો ડેડાએ ખાસ અમેરિકાથી મંગાવી આપ્યું હતું. મારે જે જોઈયે તે કોઇ જાતની આનાકાની વિના મને અપાવનાર તમે બન્ને, મારી જિંદગી છીનવી લેવા પર કેમ તુલ્યા છો ? પ્લીઈઈઈઈઝ મમ્માઆઆઆ સમજ મારી વાત હું અનિ વિના જીવી નહીં શકું !" -કહેતી પ્રણાલી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મીનાબેન વ્હાલથી એને પસવારતાં રહ્યાં.
.
"બેટા ઉઠ", -પ્રણાલી જરા શાંત થઈ એટલે તેઓ બોલ્યા- "ને જો તો, તારા ડેડી હજુ કેમ નથી આવ્યા. આજે તો બહુ વાર થઈ એમને. અને જો સાંભળ દીકરી, ડેડી અને આપણે જમી લઈએ એ પછી જ આ ચર્ચા કરશું હો? ત્યાં સુધી ધીરજ રાખજે."
.

હકારમાં ડોક હલાવી પ્રણાલી ઊભી થઈ અને ફ્રેશ થવા બાથરૂમમાં જતી રહી.
મીનાબેન ઊઠીને બહાર જોવા ગયા કે ડોકટર હજુ કેમ નથી આવ્યાં, ત્યાં એમને બાલ્કનીમાં સૂનમૂન થઈને બેઠેલા જોયા. પતિની આ હાલત જોઈ મીનાબેનની આંખમાં આંસુ આવી ગયા.
વહાલી દીકરીએ જે પરિસ્થિતિ ઊભી કરી હતી એથી પતિના હૈયાનો ભાર વધી ગયો હતો.
સાવ સ્વાભાવિક રીતે હળવેથી પાસે જઈ એમના ખભે હાથ મુક્યો.
વિચારોના ઘમ્મર વલોણાથી ત્રસ્ત ડોકટર એકદમ ચોંકી ગયા.

મીનાબેન સાવ સહજ સ્વરે બોલ્યા- "ઓહો… તમે અહીં બેઠા છો? ચાલો ચાલો જમી લઈએ. બહુ ભુખ લાગી છે. તમારી જ રાહ જોતાં હતાં અમે."
.
જમતાં જમતાંયે દિલને સારતી વેદનાને દબાવી દઈ મીનાબેન સ્વાભાવિક રહેવાનો પ્રયત્ન કરતાં રહ્યાં, અને કંઇક કંઇક વાતો કરી પિતા પૂત્રીને હસાવતાં રહ્યાં. થોડીવાર તો બધાને એવું જ લાગ્યું કે જીવનમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી.
બસ આમ જ સુંદર દિવસો વિતતાં રહે તો કેવું સારૂં, એવો વિચાર દરેકના મનમાં રમી રહ્યો.
જમીને ડોકટર બેડરૂમમાં જઈ આડે પડખે થયાં ને સુતાં સુતાં ફરી વિચારોની આંધીમાં સપડાઈ ગયા.

.
એકાદ કલાક પછી મીનાબેન પ્રણાલીને સાથે લઈ હળવે પગલે પોતાનાં બેડરૂમમાં આવ્યાં. ડોકટરના મોં પર અજંપો જોઈ હળવેથી એમના માથાં પર હાથ ફેરવ્યો અને પાસે જ બેસી ગયા.
પ્રણાલી પાસેના સોફા પર બેસી ગઈ.
જીવનસંગિનીનો જાણીતો હુંફાળો સ્પર્શ અનુભવી ડોકટરે આંખ ખોલી અને શૂન્યમનસ્કપણે જોઈ રહ્યા.
એમની ખાલી ખાલી આંખોનો ભાર મીનાબેનથી સહી ના શકાયો.

“અનિલ, તબિયત તો સારી છે ને? માથું દુઃખે છે? ચાલો દબાવી આપું” -કહેતા મીનાબેન ડોકટરનું માથું દબાવવા લાગ્યા.
બે મિનિટ ચુપચાપ સુઈ રહી ડોકટર- ‘બસ મીના’ -કહેતા બેઠા થઈ ગયા અને પાસેના સોફા પર પ્રણાલીને બેઠેલી જોઈ તેઓ બોલી ઊઠ્યાં- "હં… બોલો, બન્ને મા-દીકરી એક સાથે શું હલ્લો લઈ આવ્યા છો?"
"શું તમેય તે..! ગમે તેમ બોલો છો. પ્રનિ વાત કરવા માગે છે તમારી સાથે" અનિકેતની જ વાત હશે એ સમજી જવા છતાંય ડોકટર હળવાશથી બોલ્યા
- "હા હા, બેટા બોલ, શું વાત છે ?"
અને મીનાબેન કંઈ કહેવા જાય એ પહેલાં જ એ બોલી ઊઠ્યા- "પહેલા એક એક કપ ચાય હો જાય, માથું જરા હળવું થશે. જા તો પ્રનિ બેટા, ત્રણ કપ ચા બનાવી લાવ."
.
પ્રણાલી ચા બનાવવા રસોડામાં ગઈ એટલે ડોકટરે પત્નિને પૂછ્યું- "હં.. હવે બોલ મીના, શુ વાત છે ?"
"વાત બીજી શું હોય અનિલ, એ જ પેલા અનિકેતની વાત"
"ઓહ્હ" -બોલી ડોકટરે માથું પકડ્યું- "આ જ વાતને લઈને હું પરેશાન છું. ભલે, તો આજે તો બધી વાત ખુલાસાથી કરી જ લઈએ."
"હા, પણ શાંતિથી વાત કરજે હો! આમેય એ બહુ અકળાયેલી છે, ને અનિકેતને લઈને બહુ પઝેસિવ પણ છે. જે કહેવું હોય તે શાંતિ અને સમજદારીથી કહેવું પડશે. અનિને છોડવાની વાતે એનો પારો ચડી જાય છે."
.

બેઉ પતિ-પત્ની મનોમન વિચારોમાં ગોથા ખાતાં બેસી રહ્યા. એટલામાં પ્રણાલી ચા લઈને આવી ગઈ
ને ખુશ દેખાવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠી- "ચલો ચલો, ચાય ગરમ, ચાય ગરમ. ટનટનન"
ચાનો એક ઘૂંટ ભરતાં જ ડોકટર બોલી ઊઠ્યાં, "વાહ વાહ, ક્યા લાજવાબ ચાય હૈં! બોલો તુમકો ક્યા ઈનામ દિયા જાય?"
"અનિ..!" -બોલીને પ્રણાલી એના ડેડી સામું જોઈ રહી. ડોકટરના હાથમાં ચાનો કપ સ્થિર થઈ ગયો.

"અરે બેટા, ફરી એ જ વાત? આ રવિ સાથે લગભગ ફાઈનલ થઇ ગયું છે ત્યારે"
"રવિની વાત પર ફૂલ-સ્ટોપ લગાવી દો, આઈ એમ નોટ ઈંટરેસ્ટેડ ઇન હીમ."
"પણ એ એચઆઈવી પ્લસ છે. ડુ યુ નો ધેટ?"
"યસ. મમ્મીએ કહેલું મને. પણ મને તો..મને તો આ વાત જ બનાવટી લાગે છે."
"ના બેટા. આ બનાવટી વાત. એના બ્લડનો રીપોર્ટ કહે છે કે અનિ એચઆઈવી પ્લસ છે. મારી મનઘડંત કહાણી નથી. તું સમજ જરા બેટા. તને તારા ભવિષ્યની જરાય ચિંતા નથી? જો તનેય આ રોગ લાગુ પડશે તો શું થશે એ ખબર છે તને? સીધો મોત તરફ જતો રસ્તો છે આ. અરે, આની કોઈ કામયાબ દવા પણ હજુ સુધી શોધાઈ નથી."
.
પોતાના ડેડને આટલા વિશ્વાસથી વાત કરતાં જોઈ પ્રણાલી હવે અચકાઈ ગઈ. યસ
, તેને યાદ હતું કે થોડા દિવસ પહેલા જ તેઓએ અનિકેતનો બ્લડ-ટેસ્ટ કરાવ્યો હતો. એમની વાત જો સાચી જ હોય તો
?
અને પ્રણાલીને પોતાનો અનિકેત સાથેનો બિનસલામત શારીરિક-સંગ યાદ આવી ગયો. શું બોલવું કંઈ સમજાતું નહોતું
. પણ આજે
, અત્યારે હવે આ બધી જ વાતનો ફોડ પાડી લેવો જરૂરી જ હતો.
.

"મોમ ડેડ હવે શું કહું તમને..!” -આગળ બોલતાં પ્રણાલી અચકાઈ. એના મનમાં વિચાર વલોણું ઘુમી રહ્યું.

મોમ ડેડને કેવી રીતે કહેવું કે જો શારીરિક સંપર્કથી રોગ થવાનો હોય, તો અત્યાર સુધીમાં તેનાં પોતાના શરીરમાં પણ તે રોગ પ્રસરવા લાગ્યો જ હશે. તો પછી..તો પછી હવે શાની બીક રાખવી
? જે નસીબમાં હતું તે તો થઇ જ ચુક્યું છે.

.
"હા હા, કહે બેટા. શું કહેવું છે તારે ?" -કહેતા ડોકટર અનિલે એના માથે હાથ ફેરવ્યો.
"જે પણ કહેવું હોય તે વિના સંકોચે કહી દે પ્રનિ" -મીનાબેન પણ એની પાસે આવી ઊભાં.
પ્રણાલીએ આંખો ઝુકાવી દીધી. પછી હળવેથી ઊંચું
, તે બન્નેની સામે જોઈ બોલી- "પ્લીઝ મમ્મા, ડેડા મને ગલત ન સમજશો. પણ અનિ સાથે મારો બે વખત શારીરિક સંબંધ થઇ ચુક્યો છે. અને.." -કહેતા તે ફરી અટકી ગઈ.
"વોટ..! આ તું શું બોલે છે પ્રનિ?" -આઘાતથી ડોકટર અને મીનાબેન અવાક થઈ ગયાં.
"હા ડેડા, અને બંને વખતે ઈટ વોઝ અનપ્રોટેક્ટેડ. હવે તમારાથી કંઈ નહીં છુપાવું. તમે ડોકટર છો એટલે સમજી શકશો. મમ્માને તો મેં કહ્યું જ છે. હવે તમનેય બધું કહું છું." આગળ કહેતાં પ્રણાલીને સંકોચ તો થયો
, પણ પાછી હિંમતથી પોતાની સાવ અલગ સેક્સ્યુઆલીટી..શેફાલીએ કરેલો પોર્ન વિડીઓનો પ્રયોગ...અનિકેત સાથેના શારીરિક-સંગમાં પ્રાપ્ત થયેલી રોમાંચકતા...ઉપરાંત રવિની સંગાથે અનુભવેલી અકળામણ.. અને અનિકેત સિવાયનાં કોઈ પણ પુરૂષ પ્રત્યે શારીરિક નિકટતાનાં ખ્યાલમાત્રથી અનુભવાતી સુગ..
પ્રણાલીએ અત થી ઈતિ બધી વાત કરી જ દીધી, અને પછી નીચું જોઈ આંસુ સારી રહી. માતાપિતા બંને અવાક બની સાંભળતા રહ્યા, પણ પછી તરત જ ડોકટર અનિલ અને મીનાબેને સહાનુભૂતિ અને વહાલથી દીકરીને બાથમાં લીધી.

પ્રણાલી રડતી રહી અને રડવાથી તેની આંખમાં ગુલાબી ઝાંય ફરી વળી. ગોરા ગોરા ગાલ સાથે નાકનું ટોચકુંય જાણે લાલાશની રેસમાં ઉતર્યું હોય એમ લાલઘૂમ થઈ ગયું.

.

ડો.અનિલના મનમાં વિચારોનું વાવાઝોડું આવી ગયું. જે કારણસર એક પારકા છોકરાને પોતે તરછોડી દીધો હતો
, તે જ કારણ જો હવે તેમનાં જ ઘરમાં ઘર કરી ગયું હોય, તો પોતે શું પોતાની દીકરીને તરછોડી શકશે?
ના, નેવર.! એ તો શક્ય જ નથી, એવું તો પોતે ક્યારેય નહીં કરી શકે.

.

અને તરત જ ડોકટર અનિલે માથું ઝટકી આ બધા અપવિચારોને ઝાટકી નાખ્યાં. પ્રણાલીના માથાં પર હાથ ફેરવી એને બાથમાંથી જરા અળગી કરી
,
"બસ બસ બેટા, કશી ચિંતા ન કર, હવે બધું મારા પર છોડી દે. અત્યારે જ લેબોરેટરીમાં તારો એચઆઈવી ટેસ્ટ કરાવવા લોહી આપી દઈએ એટલે જે હશે તે સામે આવી જશે ને પછી બાકીનું વિચારશું. તું નચિંત થઈ જા, અને મીના, મારી લાડલી માટે એના ભાવતા નાસ્તાની તૈયારી કર. નાસ્તો કરી અમે બાપ દીકરી બ્લડ-ટેસ્ટ કરાવી આવીએ.” -કહી ડોકટર પ્રણાલીના ગાલ પર ટપલી મારી બાથરૂમ તરફ વળ્યાં.

******

બીજા દિવસે સોમવારે બપોરે ડો.અનિલની હોસ્પિટલની એક કેબીનમાં તેમની નર્સ મિસ સ્ટેલા મેથ્યુએ ખુરસી પર બેઠા બેઠા જ આળસ મરડી. થોડું વધુ ખવાઈ ગયું હોવાથી સુસ્તી વર્તાતી હતી.
ડોક્ટર અનીલ હવે બસ
, આવવા જ જોઈએ તેમ વિચારી હમણાં થોડી વાર પહેલા જ લેબોરેટરીમાંથી પોતે લઇ આવેલ વિવિધ દર્દીઓના બ્લડ-રીપોર્ટ પર નજર નાખી. આમ તો ગયા રવિવારે જ ડો. મીતુલે આ બધા બ્લડ-રીપોર્ટસ સાથે ચેડા કરવાનું હવે બંધ કરવાનો આદેશ આપ્યો હતો
, એટલે છેલ્લા એક અઠવાડીયાથી એ બધી મેલી રમતો તો સાવ બંધ જ હતી.
પણ તે છતાંય આટલા વખતની આદતને કારણે તેની કુહુતુલભરી નજર રોજેરોજ એ બધા બ્લડ-રીપોર્ટસ પર ફરી જ વળતી.
આમ જ અત્યારે તેણે નજર નાખી તો એક રીપોર્ટ પર 'પ્રણાલી એ. સરૈયા'નું નામ હતું.
‘અરે, આ તો ડો. અનિલની જ દીકરી..! શું થયું હશે આ છોકરીને? રીપોર્ટ..રીપોર્ટ તો એકદમ ક્લીયર છે. કાલે તેનાં ફાધર સાથે અહીં હોસ્પીટલમાં આવી હતી ત્યારે પણ એકદમ ફીટ એન્ડ ફાઈન લાગતી હતી..! નર્સની જીજ્ઞાસા વધતી ચાલી
.
અરે હા, આ તો એ જ છોકરી છે, કે જેની સગાઇ પેલા છોકરા અનિકેત જોડે થવાની છે એમ ડો. મિતુલ ગયા રવિવારે કહેતા હતા. એ જ અનિકેત કે જેના બ્લડ-રીપોર્ટમાં પોતે બહુ મોટો લોચો મારી દીધો હતો. એ વાતનો
ખ્યાલ આવતા જ નર્સના બદનમાં એક ધ્રુજારી પ્રસરી ગઈ. ડો. મિતુલે પોતાને ડો.અનિલની હિલચાલ
અને વાતચીત પર ધ્યાન રાખવાનું કહ્યું છે, જે પોતે કેટલી ચીવટપૂર્વક કરી પણ રહી છે, તો પણ હજી સુધી એ છોકરાનો કેસ જેમ નો તેમ જ છે. કઈ સમજાતું નથી કે બધું સમુંસુતરું પાર ઉતરી ગયું
, કે પછી ડો.અનીલનાં મગજમાં હજી યે કોઈ શંકા હશે? તેનાં વિચારોનો પ્રવાહ હજી પણ આગળ વધત
, પણ ડો. અનિલની કારનાં હોર્ને નર્સ સ્ટેલા મેથ્યુના વિચારોમાં ખલેલ પાડી દીધી
.
"સિસ્ટર, બ્લડ-રીપોર્ટસ આવી ગયા હોય તો મને આપી દો." -ડો.અનિલ આવતાની સાથે જ નર્સને ઇન્સ્ટ્રકશન આપીને પોતાની કેબીનમાં ચાલ્યા ગયા. અને નર્સ રીપોર્ટસ લઈને તેમની પાછળ પાછળ તેમની કેબીનમાં ગઈ.
તરત જ બધા રીપોર્ટસમાંથી પ્રણાલીનો રીપોર્ટ ગોતીને ભારે ઉત્સુકતાપૂર્વક અનિલે તે ચકાસવા માંડ્યો. અને એકદમ નોર્મલ રિપોર્ટ જોઈ ડોકટર અનિલ જેટલા ખુશ થયા તેટલા જ આશ્ચર્યચકિત પણ થઈ ગયાં. જો અનિકેત
એચઆઈવી પ્લસ છે તો પ્રણાલીનો રીપોર્ટ નોર્મલ કેમ? ફરી બ્લડ-ટેસ્ટ કરાવવું પડશે
?
આવા વિચારે મુંઝવણ અનુભવી તેમણે ડોકટર અનિરુદ્ધ દેસાઈને ફોન કર્યો, કે જેઓ તેમનાં મિત્ર પણ હતા અને એઇડ્સ રોગના નિષ્ણાત પણ.
.

"હેલ્લો અનિરુદ્ધ..!”
“હા બોલ અનીલ. શું કહે છે..!”
“બસ યાર, એક વાત પુછવી છે."
"હા હા પુછને. બહુ વખતથી આપણી વાત પણ નથી થઈ. ક્યા વસે છે આજકાલ તું?"
"અહીં જ છું દોસ્ત. પણ જવા દે એ બધું. એક વાત પુછવી હતી તને અનિરુદ્ધ. એચઆઈવી પ્લસ વ્યક્તિ સાથે બિનસલામત સેક્સ થાય, તો બીજી વ્યક્તિને વાઈરસ પાસ-ઓન થવાના ચાન્સ કેટલા?"
"ભરપુર..! પણ કેમ એવું પૂછ્યું?"
"ઓકે. પણ એ બીજી વ્યક્તિનો બ્લડ-રીપોર્ટ ક્લીઅર આવે, તો શું સમજવું?"
"બહુ ખુશ થવા જેવું ન હોય એમાં. ઘણીવાર એચઆઈવી વાયરસ જલ્દી પોતાની હાજરી ન પણ નોંધાવે."
"તો ફરી પાછો ટેસ્ટ કરાવીએ, તો આવે ખરું?"
"બીજો ટેસ્ટ કરાવવો તો જોઈએ. પણ મામલો શું છે કંઈ બતાવીશ મને?"

.

ડો. અનિલે કંઈ જવાબ ન આપ્યો. તેઓ વિચારી રહ્યા હતા કે કેવી વિચિત્ર પરિસ્થિતિ આવી ગઈ હતી પોતાની. પહેલી વાર
પોતે અનિરુદ્ધ પાસે અનિકેતના રીપોર્ટની ફેરતપાસણી એટલા માટે કરાવી હતી કે તેના એચઆઈવી પ્લસ રીપોર્ટમાં કદાચ કંઈ ભૂલ હોય તો બીજીવારના રીપોર્ટમાં હોપફૂલી એચઆઈવી માઈનસ આવે. અને અત્યારે
પ્રણાલીની ફેરતપાસણી એટલે કરવવી પડશે, કે આ એચઆઈવી માઈનસ રીપોર્ટમાં કંઈ ભૂલ હોય, તો એચઆઈવી પ્લસ આવે છે કે નહીં, તે ચકાસવા.

.

"અનીલ. કેમ કંઈ બોલતો નથી? મામલો શું છે?"
"યાર, બહુ અંગત મામલો છે." -અનિલે હવે વાત છુપાવવામાં બહુ સાર ન જણાતા પોતાનું પેટ ખોલવા માંડ્યું- "મારી ડોટરનો કેસ છે આ."
"કોણ? પ્રણાલી?"
"યસ, તે નાદાન છોકરી પોતાનાં એચઆઈવી માઈનસ મંગેતર સાથે અનપ્રોટેકટેડ સેક્સ કરી બેઠી છે."
"વોટ? હાઉ કેરલેસ..! તેને ખબર નથી આમાં રિસ્ક કેટલું હોય તે?"
"યાર, શી વોઝ નોટ અવેર. પેલાનાં આવા સ્ટેટસની જાણ અમને પણ હમણાં..બસ થોડા દિવસ પહેલા જ થઇ,. ઇનફેક્ટ તેં જ તો રીપોર્ટ બનાવ્યો હતો તે છોકરાનો."
"વોટ? મેં? ક્યારે? આઈ ડોન્ટ રીમેમ્બર."
"જસ્ટ બે વિક પહેલા યાર. ભૂલી ગયો કે?"
"વેઇટ અ મિનીટ..! લીસ્સ્ન, છેલ્લા ત્રણ-ચાર મહિનામાં મારી પાસે કોઈ એચઆઈવી પ્લસ કેસ આવ્યો જ નથી."
"અરે? તારો રીપોર્ટ છે મારી પાસે, યાર..!"
"જો..! સરકારનાં આદેશ મુજબ, દરેક એચઆઈવી પ્લસ ટેસ્ટ-રીપોર્ટ સાથે AAA એટલે કે 'એઇડ્સ અવેરનેસ અભિયાન'નું એક લીટરેચર અમારે પેશન્ટને મોકલવું કમ્પલસરી છે, કે જેમાં આગળની ટ્રીટમેન્ટ અને જરૂરી પ્રીકોશ્ન્સની ગાઈડ-લાઈન્સ હોય છે. અને મને યાદ છે કે કેટલાય મહિનાથી મેં તે લીટરેચર કોઈને મોકલ્યું જ નથી. ધેર ઈઝ સમ મિસ-અન્ડરસ્ટેન્ડિંગ ઇન ધીઝ મેટર..!"
"યસ..! રીપોર્ટ સાથે મને તો તેં એવું કોઈ લીટરેચર મોકલ્યું નહોતું, બટ વેઇટ, તારો તે રીપોર્ટ મારા ઘરે જ પડ્યો છે. તે હું તને પાછો મોકલું છું. તું ફરીથી ચેક કરી લે, કે તારી લેબમાં તો કોઈ બેદરકારી નથી થઇ ને."
"હા,હા. મોકલ. જોઈ લઉં."
અને ડો.અનિલે ફોન મૂકી દીધો.
.

"હરિરામ..!" -ડો. અનિલે વોર્ડબોયને બોલાવવા બઝર દબાવ્યું. બહાર કેબીનની લગોલગ ઉભેલી નર્સ સ્ટેલાએ તે બઝર સાંભળ્યું.
ઇન ફેક્ટ
, દર વખતની જેમ આ વખતે પણ તેણે ડો. અનીલની ફોન પરની બધી વાત સાંભળી લીધી હતી, અને હવે તેનાં ટાંટિયા ધ્રુજી રહ્યા હતા. અંદર જવું કે કે નહીં
એવી દ્વિધામાં તે હતી ત્યાં જ કેબીનનો દરવાજો ખુલ્યો અને ડો.અનીલ બહાર આવ્યા.
"સિસ્ટર, હરિરામ ક્યાં છે?"
"જમવા ગયો છે, સર..!"
"ઓકે. તમે મારા ઘરે જાઓ. ત્યાંથી તમને એક રીપોર્ટ મળશે. તે લઈને ડો.અનિરુદ્ધ દેસાઈની હોસ્પિટલમાં દઈ આવો. હરી અપ..! હી ઈઝ વેઈટીંગ."
"ઓકે સર." -કહી નર્સ અંદરની તરફ જવા લાગી.
"અરે? ત્યાં અંદર ક્યાં જાઓ છો?"
"સર, જસ્ટ અ મિનીટ સર." -નર્સે પોતાની ટચલી આંગળી બતાવતા કહ્યું.
"ઓકે. બટ ગો સુન..!" -કહી ડોક્ટર પાછા પોતાની કેબીનમાં ચાલ્યા ગયા, અને નર્સને અનિકેતનો રીપોર્ટ આપવા માટે ઘરે મીનાબેનને ફોન લગાવ્યો.

*******

"હરિરામ..!" -એક કલાક બાદ ડો.અનિલે વોર્ડબોયને બોલાવવા ફરી બઝર દબાવ્યું.
"મિસ મેથ્યુ ક્યાં છે?” -હરિરામ અંદર આવ્યો એટલે ડોકટરે તેને પૂછ્યું- “જા, તેને મારી પાસે મોકલ..!"
"સાહેબ, તે તો નથી..! તે તો અડધી રજા લઈને ઘરે ગઈ ને?"
"વોટ નોનસેન્સ..! ક્યારે? કોને પૂછીને? કોણે કહ્યું તને?"
"સર, કલાક પહેલા હું આવતો હતો ત્યારે તે મને નીચે મળી હતી. પોતાની બેગ લઈને ઉતાવળમાં ને ટેન્શનમાં દોડતી દોડતી જઈ રહી હતી. તો મને લાગ્યું, કે ઘરે કોઈ પ્રોબ્લમ થઇ ગયો હશે. એટલે તમારી રજા લઈને..."
.

ડો.અનિલે આગળ કંઈ સાંભળ્યા વગર ડો.અનિરુદ્ધને ફોન લગાવ્યો, તો ખબર પડી કે નર્સ ત્યાં પહોંચી જ નથી..!
એટલે તેમને પોતાનાં ઘરે ફોન કરી પૂછ્યું, તો ખબર પડી કે રીપોર્ટ કલેક્ટ કરવા તે ત્યાં પણ નથી ગઈ..!
.
હવે અનિલનું મગજ ચકરાવે ચડ્યું. બહાર નીકળી નર્સનું ડ્રોઅર ચેક કર્યું
, તો સાવ ખાલી હતું. નર્સ ભાગી ગઈ હતી તેવું સાફ જણાઈ આવતું હતું.
પોતાને લાગતું હતું કે અનિરુદ્ધની લેબમાં કોઈ બેદરકારી થઇ હશે
, પણ આ તો અહિયાનું જ કોઈ કાવત્રુ લાગતું હતું.
પોતાની જ હોસ્પીટલમાં કોઈ ગેરરીતી થઇ હતી, કદાચ. પણ આ નર્સ આવું કરે જ શું કામ?
અનિકેતનો રીપોર્ટ તે શા માટે બદલે
? અને
આ રીપોર્ટ સિવાય, તેણે બીજા પણ રીપોર્ટ સાથે ચેડા કર્યા હશે?
.

બીજી જ ક્ષણે તેમને પોતાનાં અનેક દર્દીઓની ફરિયાદો, પોતાનાં પર ભૂલભરી ટ્રીટમેન્ટનાં તેમના આરોપો, તેમ જ તેને કારણે તળિયે સરકતી પોતાની પ્રતિષ્ઠા વગેરે..ની યાદ આવી ગઈ, અને થોડી જ પળોમાં ડો. અનીલ હવે બધું સમજી ગયા.
કંઇક તો મેલી રમત રમાઈ છે. પણ શા માટે
?
કોણ છે એ?
કોના હાથનું રમકડું હતી આ નર્સ?
કંઈ સમજાતું નહોતું..!
વેઇટ, અહીંયા તે કોનાં થકી આવી હતી..? કોની ભલામણથી અહિયાં નોકરીએ લાગી હતી?
મગજને જોર દેતા તેમને યાદ આવ્યુ કે, મિતુલે જ સ્ટેલાને અહીં મોકલીને નોકરીએ રખાવી હતી, તો જરૂર એ સ્ટેલાને જાણતો જ હશે. એમણે મિતુલને ફોન જોડ્યો.

.

"હલ્લો"
"હા, મિતુલ? યાર, આ સ્ટેલાને તે જ મારે ત્યાં રખાવી હતી ને?"
"સ્ટેલા? એ કોણ?"
"પેલી નર્સ યાર..! સ્ટેલા મેથ્યુ"
સાંભળતાં જ મિતુલ સાવધ થઇ ગયો. આજે નહીં તો કાલે આ સવાલ તેને પૂછવાનો જ છે તેવી તેની તૈયારી હતી જ, તે છતાં પણ તેને કપાળે પરસેવો વળી ગયો.
"હા અનિલ, મેં જ મોકલી હતી. કેમ શું થયું?" -એક સેકંડ અચકાયા પછી મિતુલે સાવ અજાણ્યો બની પૂછ્યું.
"અરે જો તો ખરો, એણે કેવા કેવા કામા કર્યાં અહીં આવીને..!"
"પણ શું થયું એ તો કહે" -સાવ સ્વાભાવિક સ્વરે મિતુલે પુછ્યું.
"કેટલાય પેશન્ટસના રિપોર્ટ સાથે ચેડા કરી, એણે તે બધા બદલી નાખેલા. કેટલાય વખતથી મને પણ સમજાતું નહોતું, કે આમ મારો અનુભવ, મારી આવડત..આમ સાવ ખોટા કેમ પડી રહ્યા છે. સાવ સીધીસાદી બિમારીમાં પણ મારૂં નિદાન ખોટું પડી રહ્યું હતું, તે આ બધું સ્ટેલાને લીધે. ઓ માય ગોડ! જલ્દી કહે તું, એને ક્યારથી અને કેવી રીતે ઓળખતો હતો?"
"એ બધું પછી. પહેલા એને જ પૂછ બધું, કે આવું બધું તેણે શા માટે.."
"અરે, ભાગી ગઈ તે તો. કલાકેક પહેલા..! એટલે તો તને ફોન લગાડ્યો."

મિતુલ જરા વાર માટે અસ્વસ્થ થઈ ગયો, પણ તરત જ એની પાસે જે ‘ડો.સોમેશ્વર’નું પત્તુ હતું, તે ઉતર્યો,
"ઓહ્હ અનિલ, એ સ્ટેલાને તો પેલા ડોકટર સોમેશ્વરે મારી પાસે મોકલી હતી. મને કહેલું કે, આ બિચારી વખાની મારી છે. એને નોકરીની સખત જરૂર છે. જો તારા ધ્યાનમાં કોઈ હોસ્પિટલની નોકરી હોય, તો આને ક્યાંક ગોઠવી દેજે, અને ત્યારે તારે એક નર્સની જરૂર હતી, એટલે મેં તારે ત્યાં મોકલેલી. બસ, મને એનો બીજો કોઇ પરિચય નથી. પણ આમાં સોમેશ્વરનો શો ઈરાદો હશે, એ સમજાતું નથી મને."
"સોમેશ્વર? પેલો જે પોલીટીકલ સ્કેન્ડલમાં અટવાયેલો તે?"
"યસ. એક્ઝેક્ટલી."
"તેણે તો સ્યુસાઈડ કર્યું ને?"
"હા, અઠવાડિયા પહેલા જ. ગયા રવિવારનાં ન્યુઝપેપરમાં વાંચ્યું'તું કદાચ.!"
"ઓકે. તો આવા માણસ પાસેથી બીજું એક્સપેક્ટ પણ શું કરાય. ખેર, તે તો હવે મરી ગયો છે, એટલે સ્ટેલાની કંઈ તપાસ નહીં થઇ શકે. ઠીક છે, જવા દે હવે. એટલું સારૂ થયું કે આ સ્ટેલા આપણને વધુ નુકશાન કરે એ પહેલા જ એનો ભાંડો ફૂટી ગયો. એન્ડ યસ, બરાબર સમયસર એ પણ ખબર પડી ગઈ કે પ્રણાલીનો બોયફ્રેન્ડ..પેલો અનિકેત..તે એચઆઈવી પ્લસ નથી. અરે, આ બધું પેલી નર્સનું જ કારસ્તાન હતું, રીપોર્ટ બદલી નાખવાનું."
"અચ્છા? પણ વાહ, ધેટ્સ એ ગુડ-ન્યુઝ નાઉ..! "
"યસ. એન્ડ આય થીંક, કે હવે આ બન્નેની સગાઈ મારે કરી આપવી જોઈએ. મારી પ્રનિ ખુશ, તો આપણે બધાય ખુશ."
.

આ સાંભળી વળી મિતુલને એક કરોડનો દલ્લો હાથમાંથી સરતો લાગ્યો. બાજી હારી જવાનો અફસોસ તો ઘણો થયો
, પણ અનિલને પોતાના પર શંકા નથી આવી, એટલું આશ્વાસનેય બહુ હતું તેના માટે. એટલે અનીલ સાથેની વાત પૂરી થતા જ તેણે ટોનીને ફોન લગાડ્યો...સ્ટેલા કદાચ ગોવા આવતી જ હશે
..તે જાણ કરવા. અને ફરી અહીં મુંબઈમાં દેખાય નહીં, તેની કડક સુચના આપવા..!

**==**==**==**==**

"ઓ મીના, પ્રનિ. ક્યાં છો તમે બેઉ? જલ્દી અહીં આવો" -કહેતા ડોકટર અનીલ હરખથી હાંફી રહ્યાં. ખુબ જ ઉમંગભેર તેઓ ઘરે ધસી આવ્યા હતા.

"શું છે, તે આટલી બૂમાબૂમ કરો છો?" -મીનાબેન એકદમ ઉતાવળા આવીને ડોકટરની બાજુમાં સોફા પર ગોઠવાઈ ગયા અને જોઈ રહ્યા- "શું, કંઈ ખુશ ખબર છે અનિલ? કેટલા દિવસે તમારો આવો હરખથી ચમકતો ચહેરો જોયો મેં." -ડોકટરનો ઉમંગથી ચમકતો ચહેરો જોઈ મીનાબેન પણ હરખાઈ ઉઠ્યા.

"અરે મીના, તું સાંભળીશ તો તુંય ખુશીથી ઝૂમી ઊઠીશ. પ્રનિને આવવા દે. પછી કહું. ક્યાં છે એ?"
"એના રૂમમાં જ છે." -કહેતા મીનાબેન પ્રણાલીને બોલાવવા એના રૂમમાં ગયા.
"ચાલ તો બેટા, ડેડી કંઇક ખુશખબર લાવ્યાં છે. અને તારા વિના મને એકલીને કહેતાંય નથી." -કહેતાં તો મીનાબેન હસુ હસુ થઈ ગયા. એમને અંદાઝ તો આવી જ ગયો હતો કે અનિ-પ્રનિનું કોકડું ઉકેલાઈ ગયું લાગે છે.

પ્રણાલી ઝડપથી બેઠી થઈ ગઈ. બન્ને ઉતાવળે પગલે ડ્રોઈંગરૂમમાં આવી પહોંચ્યાં.
પ્રણાલી પણ ઘણાં દિવસો પછી પોતાનાં ડેડીને આમ ખુશખુશાલ થતાં જોઈ રહી.

"હા, બોલો ડેડા, વોટ'સ ઈટ? મોમ કહે છે કે તમે કંઈ ખુશખબર લાવ્યા છો..!"
"હા બેટા, માથાં પરથી એકદમ ભાર ઉતરી ગયો છે. આજે તો પીંછા જેવી હળવાશ અનુભવું છું હું."
"હા. પણ અમનેય કહો હવે. આમ સસ્પેન્સ ના વધારો." -પ્રણાલી અને મીનાબેન ઉતાવળાં થઈ રહ્યાં.
‘"કહું છું..કહું છું. જરા ધીરજ તો રાખો બન્ને. જો સાંભળ પ્રનિ, તું અને અનિકેત.." -કહીને ડોકટર અનિલ ફરી અટકી ગયાં, અને બન્ને મા-દીકરીની ઉત્કંઠા જોઈ રહ્યાં.
"અરે કહોને ડેડા, આમ કાં જીવ લ્યો..!"
"તું અને અનિ, બન્ને એચઆઈવી..” -પ્રણાલીની આંખોમાં આગળ સાંભળવાની જિજ્ઞાસા તરવરી રહી- "મુક્ત છો."
આટલું કહેતા જ ડોકટરે મા-દીકરીને બાહોમાં સમાવી લીધા અને ત્રણેયની આંખોમાંથી અત્યાર સુધી સંગોપી રહેલાં અશ્રુઓ માનસિક કલ્પાંત ધોતાં
ને ધીમી ધારે વરસી રહ્યાં. [ક્રમશ:]

.

--સરલા સુતરીયા..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED