અઢી અક્ષરનો વહેમ - ભાગ ૫ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અઢી અક્ષરનો વહેમ - ભાગ ૫

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: અજય પંચાલ

*પ્રસ્તાવના*

તો મિત્રો, આ વાર્તાના પ્રકરણ-૪માં આપે ભાઈશ્રી રવિ યાદવની કલમની રંગત માણી. ત્રીજા પ્રકરણમાં શ્રી નિમિષ વોરા, ગોવામાં રહેતા એક અજાણ્યા પાત્રને વાર્તામાં ઉમેરીને ત્યાં જ અટકી ગયા. ને બસ..ત્યાંથી જ રવિ યાદવે વાર્તા ઉપાડી. તે નવા પાત્રનું નામ તેમણે ટોની રાખ્યું, અને વાર્તાના વાતાવરણને અનુરૂપ ટોનીને તેમણે એક સમલિંગી ટાઈપનો પુરુષ-વેશ્યા ચીતર્યો. તદુપરાંત ડો.મિતુલનાં પાત્રનો પણ તેવો જ ઘેરો રંગ કાયમ રાખી, આ બંને પાત્રોની સાંઠગાંઠ બતાવીને વાર્તાને ચોક્કસ દિશામાં વહેતી કરી દીધી. તેમણે એક પ્રણય ત્રિકોણ પણ ઉભું કર્યું, અને મોટેભાગે થાય છે તેમ તેમનાં પ્રકરણમાં એક સ્ત્રીને કારણે બે મિત્રોમાં ફૂટ પડતી તેમણે દેખાડી. જો કે અન્ય વાર્તા અને મૂવીઝમાં દેખાતા પ્રણય-ત્રિકોણ કરતા આ સાવ ભિન્ન પ્રકારનું ત્રિકોણ છે, કારણ એક યુવતીને બે યુવક પ્રેમ કરતા હોવાની જગ્યા પર અહીંયા તો એક યુવકને અન્ય બે પાત્ર પ્રેમ કરે છે. તો છે ને આ વાર્તામાં એક અજબની નવીનતા?

તે ઉપરાંત રવિ યાદવે વાર્તા-નાયક અને નાયિકાની અંતરંગી પળોનું પણ બોલ્ડ કહેવાય તેવું વર્ણન કરી વાંચકોને પ્રણય-રસમાં તરબોળ કરી પોતાનું પ્રકરણ પૂરું કર્યું. હા, પ્રકરણની લંબાઈને ધ્યાનમાં રાખીને રવિભાઈ અધવચ્ચે જ અટકી ગયા, એટલે તેમનું અધૂરું કાર્ય પૂરું કરવા, મારે ફરી એક રંગીન-મિજાજ લેખકની જરૂર પડી, અને મને ખ્યાલ આવ્યો અમારી ટીમના રંગીલા સભ્ય અજય પંચાલનો.

અજયભાઈ રહે છે યુ.એસ.એમાં અને ત્યાં જ ‘બ્લૂમબર્ગ’ કમ્પનીમાં સીનીઅર પ્રોડક્ટ-પ્લાનર તરીકે જોબ કરે છે, પણ એમનું મૂળ વતન તો બરોડા પાસેનું ધર્મજ-વિદ્યાનગર છે. મિજાજે એકદમ મસ્તરામ, અને બેફીકર. જીંદગી કેમ જીવવી તે તો તેમની લાઈફ-સ્ટાઈલ જોઇને જ શીખી શકાય. સ્વભાવમાં રહેલી રંગીનતાએ તેમને અમારી ટીમમાં સહુના લાડીલા બનાવી મુક્યા છે. એક ખાસ વાત એ, કે આ ચરોતરી માણસ યુ.એસ.માં રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે અખૂટ પ્રેમ ધરાવે છે. આવા વ્યક્તિ દેશની બહાર રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે જે પ્રેમ, ચોક્સાઈ અને સજાગતા બતાવે છે, ત્યારે થાય છે કે, કોણ કહે છે ગુજરાતી ભાષાની આવરદા ઘટી રહી છે..? કોઈને પણ ગુજરાતીમાં લખતી વેળાએ ભૂલ કરતા તેઓ જુએ, ત્યારે હમેશા તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતી ભાષા તો મારી પ્રેયસી છે, અને તેની સાથે કોઈ છેડછાડ કરે તે મને બિલકુલ પસંદ નથી.

તો મસ્ત, મોજીલા અને અંગ્રેજીમાં ‘લાઈવ’ કહેવાય એવા અજયભાઈના ગુજરાતી ભાષા પ્રત્યેના આદરને વધાવતા ‘અઢી અક્ષરનો વ્હેમ’નું આ ‘એન.આર.આઈ’ પ્રકરણ તમારા સહુ સમક્ષ પ્રસ્તુત કરતા મને એક અનોખો રોમાંચ થાય છે.

.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૫*

મનુષ્ય જયારે આનંદની અનુભૂતિ કરે છે, ત્યારે તેનું મન સાતમાં આસમાનમાં વિહરતું હોય એમ લાગે છે. પ્રણાલીનું મન આવા જ આસમાનમાં વિહરતું હતું. ઉત્કટ પ્રણયક્રીડાએ બંનેના મનને સંતોષની પરમ સીમા પર પહોંચાડી દીધાં હતા. થોડીવાર પછી અનિકેતની આંખો ખુલી. અનિકેતની સશક્ત ભુજા પર માથું ઢાળીને પ્રણાલી બંધ આંખે શમણું નિહાળતી હોય, તેમ પડી હતી. પ્રણયક્રીડા દરમ્યાન વિખરાયેલા અસ્તવ્યસ્ત વાળની લટો એના ગૌર મુખને વધુ સુંદર બનાવતી ગાલ પર થઈને ચહેરા પર પથરાઈ હતી. લયબદ્ધ રીતે ચાલતા શ્વાસોશ્વાસથી વાળની લટો ઉંચી નીચી થતી હતી. અનિકેત હળવેકથી આંગળીથી વાળની લટને સંવારીને એના સુંદર મુખને તાકી રહ્યો. પ્રણાલીનો સૌમ્ય ચહેરો ખુબ જ સુંદર લાગતો હતો. એની કજરાળી આંખો પર પાંપણો ઢળેલી હતી. વાતાવરણમાં ઠંડક હતી એટલે સ્વાભાવિકપણે પાતળી ચાદર બંનેથી ક્યારે ઓઢાઈ ગઈ હતી એ ખ્યાલમાં જ નહોતું રહ્યું. અનિકેતના સહેજ ફરવાથી પ્રણાલીના શરીર પરથી ચાદર ખેંચાઈ. અનિકેતની પ્રણયચુર નજર પ્રણાલીના બદન પર ફરી વળી. પ્રણાલીનું લય બદ્ધ રીતે હાંફતું ગૌર અને પૂર્ણ વિકસિત વક્ષસ્થળ, પાતળી અને નમણી કટી અને અધખુલી જંઘા જોઇને અનિકેતને ખ્યાલ આવ્યો કે પ્રણાલી ગજબની સુંદર યુવતી હતી. એવું તો નહોતું કે અનિકેતે પ્રણાલીને ક્યારેય નિહાળી નહોતી. એ એના અંગે અંગના પ્રત્યક ઉભાર, તેનાં આરોહ અને અવરોહથી પરિચિત હતો. વર્ષભરનાં સંગાથ બાદ, બંને સ્પર્શ-સુખ કે ચુંબનમાં હવે કોઈ સંકોચ નહોતાં અનુભવતાં. આમે ય અમેરિકાના મુક્ત વાતાવરણમાં ઉછરેલાં અનિકેત માટે સ્પર્શ, ચુંબન કે પ્રણય ક્રીડા એ બહુ જ સ્વાભાવિક બાબત હતી, છતાં પણ આજે એક ભારતીય યુવતી એની બાહોમાં બિન્ધાસ્તપણે નિર્વસ્ત્ર સુતી હતી તે વાત જ તેને ઉત્તેજિત કરવા પુરતી નવીન હતી. જો કે આજે શરૂઆત તો પ્રણાલીએ જ કરી હતી, અને પોતે આ ક્રીડામાં દોરવાતો ગયો..ખેંચતો ગયો હતો. પ્રણાલીની સુંદરતાએ અનિકેતમાં મનમાં અજબની હલચલ મચાવી દીધી, અને જોતજોતામાં એનામાં રહેલી કામેચ્છાઓ ફરી જાગી ઉઠી. પ્રણાલીની કમનીય કાયા પર સહેજ ઢળીને અનિકેતે એના કામસભર હોઠ પ્રણાલીના ફૂલગુલાબી હોઠો પર ચાંપી દીધા. આમેય પ્રણાલી તંદ્રામાં જ હતી અને અનિકેત સાથે માણેલા પ્રણય-સુખને મમળાવતી જ હતી. અચાનક હોઠ પર આવેલા દબાણથી એ તંદ્રામાંથી જાગી ઉઠી. એણે પણ અનિકેતને ઉત્કટતાથી સામો પ્રતિભાવ આપ્યો. અનિકેતના હાથના અંકોડા પ્રણાલીના દેહને ભીંસવા લાગ્યાં અને પ્રણયનો અશ્વ ફરી થનગનાટ કરતો બંને પર હાવી થઇ ગયો. આ સાયુજ્ય બંને પુરા મનથી અનુભવી રહયાં. ગરમ શ્વાસોની ગતિ તેજ થતી ચાલી અને પ્રણયનું નૃત્ય લયબદ્ધ રીતે પરાકાષ્ઠા તરફ આગળ ધપવા લાગ્યું. શરીરની સાથે સાથે તેમના મન પણ દ્વૈતમાંથી અદ્વૈત બનવાની ક્રિયામાં એકાકાર થતાં ચાલ્યાં. આવેગનો બંધ તૂટી પડ્યો, અને બંનેના આત્મા પણ એક થઇ જાય એવી ભીંસમાં બંનેનો પ્રણય-રસ પણ એક થઇ ગયો. શરીરનું કંપન ધીરે ધીરે ઓછું થયું. ક્યાંય સુધી એ બંને એકબીજાની ઉષ્મા અનુભવતાં પડી રહ્યાં. કોઈ વાત નહોતી થતી, કે નહોતો કોઈ સંવાદ થતો. છતાં પણ એકબીજા સાથે વાત કરતા હોય એવી અનુભૂતિમાં આ બે આસક્ત જીવ આત્માનું ઐક્ય અનુભવતા પડી રહ્યાં."
અનિ, આ...ઈ લ....વ યુ !" -પ્રણાલી અનિકેતના કાનમાં હળવેકથી ગણગણી.
"ઓ માય લવ પન્ની, આઈ લવ યુ ટુ!" -અનિકેતે પ્રણાલીની આંખોમાં જોઇને પ્રતિભાવ આપ્યો, "આજે તો તું પ્રેમમાં પાગલ થઇ ગઈ."
પ્રણાલીની આંખો નાચી ઉઠી. "અનિ..........અનિ......." –અને પાછળનું વાક્ય તે ગળી ગઈ. હાથના અંકોડા અનિકેતના દેહ પર ભીંસીને એણે વગર બોલ્યે વાક્ય પૂરું કરી નાખ્યું. પ્રણયનો કેફ હવે ઉતર્યો એટલે સમય-ભાન થયું.

"ઓહ અનિ, બહુ મોડું થઇ ગયું. મારે હવે નીકળવું જોઈએ. નહીંતર નાહકના મોમ-ડેડ ચિંતા કરશે."
-બોલતાં પ્રણાલી ઉભી થઇ, ઝડપથી આંતરવસ્ત્રો ચઢાવી એના પર બ્લેક જીન્સ પહેર્યું."
તું ઉભો થવાનો કે આમ જ પડ્યો રહીશ ?" -એણે સ્લીવલેસ ટોપ ચઢાવતાં અનિકેતને પૂછ્યું. અનિકેતે પ્રત્યુત્તર ના આપતાં અનિમેષ પ્રણાલી તરફ જોવાનું ચાલુ રાખ્યું. પ્રણાલીએ બે હાથથી વાળ સંવાર્યા અને વાળમાં હેર રીબીન બાંધીને તૈયાર થઇ ગઈ. બાથરૂમમાં જઈને એણે મોં સાફ કર્યું. અનિકેત હજુ એ જ અવસ્થામાં પડ્યો હતો. એ હજુ એની પ્રણય આસક્તિમાં જ હતો. પ્રણાલીને લાગ્યું કે આ મહાશય ઊઠશે નહીં. એટલે એણે બેડ પર આવીને અનિકેતને ચુંબન કર્યું. "
અનિ, આઈ વિલ કોલ યુ લેટર, ડાર્લિંગ !", કહી પ્રણાલી આસક્ત પ્રેમીની સામે પ્રેમભરી નજર નાંખીને બહાર નીકળી.

**==**==**==**==**

"ડોક્ટર, મે આઈ કમ ઇન ?"
ફાઈલમાં માથું ખુંપાવીને બેઠેલા ડોક્ટર અનીલે સહસા ઊંચું જોયું. એક પાકટ ઉંમરના સદગૃહસ્થ અંદર આવવાની પરવાનગીની રાહ જોતાં એમની કેબીનની બહાર ઉભા હતાં."
આવો, આવો, રમણીકભાઈ. હું યોગીનની જ ફાઈલ ચેક કરતો હતો."
રમણીકભાઈ અંદર આવ્યા અને ખુરશી પર બેઠાં. એમના ચહેરા પર થોડો ઉચાટ અને કંઈક અસ્પષ્ટ ભાવ હતાં. એ મુંઝાયેલા લાગતા હતાં. ડોક્ટર અનીલ એમના પુત્ર યોગીનની જ ફાઈલનો અભ્યાસ કરતાં હતાં. યોગીન પેટના દુઃખાવા, થાક અને વેઇટ-લોસને કારણે ડોકટર અનિલની સારવાર હેઠળ હતો. એ બીમારીને લગતાં વારાફરતી બધા જ ટેસ્ટ કરાવીને એમણે અલગ અલગ દવાઓ બદલી જોઈ હતી. પણ યોગીનની હાલતમાં કોઈ ફેર પડ્યો નહોતો. એના પર આ બધી સારવારની કોઈ જ અસર થતી લાગતી નહોતી, એટલે આ કેસને કારણે ડોક્ટર અનીલ ખુદ ચિંતિત હતા. "
માફ કરજો ડોક્ટર સાહેબ, પણ છેલ્લા કેટલાય દિવસોથી યોગીનની હાલતમાં કોઈ સુધારો થતો નથી જણાતો. બલ્કે એની તબિયત કંઇક વધુ જ બગડતી હોય એમ લાગે છે. અને યોગીનની મા પણ ખુબ જ ચિંતિત છે. તો હું યોગીનને અહિયાથી ખસેડીને ડોકટર મિશ્રાની હોસ્પીટલમાં દાખલ કરવા માંગું છું."
આ સાંભળીને ડોક્ટર અનીલ ચોંકી ઉઠ્યા. એમનો ચહેરો અસ્વસ્થ થઇ ગયો. "
અરે, રમણીકભાઈ, મને લાગે છે કે આજે જે નવી દવા હું પ્રિસ્ક્રાઈબ કરવાનો છું, તેનાથી ચોક્કસ ફર્ક પડવો જ જોઈએ." "
ડોક્ટર સાહેબ, એક્ચ્યુલી આજે અમારા ફેમીલી-ફ્રેન્ડ નારાયણ અવસ્થી સાથે મેં આ બાબતમાં વાત કરી, તો એમણે કહ્યું કે, એમના ભાઈને તેમણે તમારે ત્યાંથી ડોકટર મિશ્રાને ત્યાં ખસેડ્યો તે પછી તેની તબિયત ખુબ જ ઝડપથી સુધરી ગઈ, અને અત્યારે તો એ ઘોડા જેવો ફરે છે. તો હું પણ હવે એમ જ કરવા માંગુ છું.""
અરે, પણ તમે મારા પર વિશ્વાસ રાખો. યોગીન અહીંથી જરૂર સારો થઇને જ જશે."
પણ રમણીકભાઈ એમના નિર્ણય પર કાયમ હતા. "
સોરી ડોક્ટર, પણ હું મારા પુત્રના આરોગ્ય બાબતે ખરેખર ચિંતિત છું, અને એટલે જ હું ઈચ્છું છું કે પ્લીઝ...તમે યોગીનને ડીસ્ચાર્જ આપી દો."
ડોક્ટર અનીલ પાસે કોઈ શબ્દો નહોતાં. એ પોતે પણ સમજી નહોતા શકતાં, કે યોગીનની તબિયતમાં સુધારો કેમ નથી થતો.
કમને એમણે નર્સને બોલાવી યોગીનના ડીસ્ચાર્જ પેપર્સ તૈયાર કરવા કહ્યું.

**==**==**==**==**

મીનાબહેનને લાગ્યું કે ડોક્ટર આજે થોડા વ્યથિત છે. ઘરે આવતાં જ એ એમના સ્ટડી રૂમમાં જતા રહ્યા હતા. એમણે દરવાજાની બહારથી જ જોયું, કે તેઓ હાથમાં વ્હીસ્કીનો ગ્લાસ લઇને વિચારમગ્ન થઇ ગયાં હતા. એક હાથમાં જલતી સિગાર હતી, અને બીજા હાથમાં એમની મનપસંદ બ્લેક લેબલ વ્હીસ્કી. કમરો ધૂમ્રસેરથી ભરાઈ ગયો હતો. ખ્યાલ આવી જ જતો હતો કે એમણે ઉપરાછાપરી સિગારના કેટલાય કશ લીધા હતાં. મીનાબહેન ડોક્ટરની રુખ સારી રીતે જાણતાં હતાં. એ કાં તો ખુબ જ ખુશ હોય ત્યારે, કે બહુ વ્યથિત હોય ત્યારે જ સિગાર પીતાં હતા. ખુશ હોય ત્યારે સિગાર જલતી જરૂર, પણ આમ ઉપરાછાપરી કશ ન લેવાતાં. એમનો ચહેરો પણ ચાડી ખાતો હતો કે તેઓ વ્યથિત હતા.

મીનાબહેન ધીમેથી રૂમમાં દાખલ થયા. રોકિંગ-ચેરમાં બેઠેલા ડોક્ટર અનિલના ખભા પર હળવેકથી હાથ મુકીને બોલ્યા, "ડાર્લિંગ, દુનિયાનું એવું કયું દુઃખ છે જે મને કહેવાથી હળવું ના થયું હોય?"
ડોક્ટર સફાળા ચમક્યા. હાથમાં રહેલી સીગારની રાખ ફર્શ પર વેરાઈ."
ઓહ ! તું ક્યારે રૂમમાં આવી ?" "
કમ ઓન, હની. મારા પગરવથી પારખી જનારો મારો હસબંડ મારા રૂમમાં આવવાનો અહેસાસ સુદ્ધાં નથી કરતો? લાગે છે કે મારા જ પ્રેમમાં કાંઈ ઓટ આવી હશે." મીનાબહેને સહેજ નાટકીય અંદાજમાં કહ્યું. તેઓ જરૂર જાણતાં હતા કે હસબંડ કોઈ ચિંતામાં છે. એટલે જાણી જોઇને તેઓ વાતાવરણને હળવું બનાવતાં હતા.
ડોક્ટરે જાતને સંભાળી લીધી, અને ચહેરા પર હાસ્ય લાવતાં કહ્યું, "તારા પ્રેમમાં તો ઓટ આવે એ સંભવ જ નથી."
ડોક્ટર આમેય કોઈ વાત મીનાબહેનથી છુપાવતાં નહીં. હસબંડ-વાઈફમાં એક ગજબનું ટ્યુનિંગ હતું. હમેંશા તેઓ એકબીજાને સંભાળી જ લેતાં."
હું તારી સાથે આ વાત ચર્ચવાનો જ હતો," આમ કહી એમણે રમણીકભાઈ-યોગીનનો આજનો પ્રસંગ કહી સંભળાવ્યો, અને પછી ઉમેર્યું, "હું ચિંતિત એટલે છું કે આવું પહેલી વાર નથી બન્યું. રમણીકભાઈના મિત્ર નારાયણ અવસ્થી ઉપરાંત બીજા બે ત્રણ પેશન્ટ પણ એવા છે, કે જેઓ ઈલાજને અધવચ્ચે છોડીને બીજા ડોક્ટર પાસે ચાલ્યા ગયા હતાં. એ બીજા પેશન્ટ્સ પણ બહારના બીજા ડોક્ટર્સની સારવારથી ઝડપથી સાજા થઇ ગયા છે. અને મને આ બધી વાત એટલે ખબર છે, કારણ મેડીકલ વર્લ્ડમાં આવી બધી બાબતો ચર્ચાતી જ હોય છે. પણ આજે તો રમણીકભાઈએ મારા મોં પર જ આવું બધું કહ્યું, એટલે હું વિચાર અને ફિકરમાં ચડી ગયો હતો."
આ સાંભળી મીનાબહેનના મોં પર પણ ચિંતાના ભાવ ઉપસી આવ્યા. "
આવું કેમ બની શકે અનિલ ? તમે તો અવ્વલ નંબરના ખુબ સફળ ડોક્ટર છો. જયારે લોકો કહે કે તમારા હાથમાં જશ રેખા છે, તો હું ગર્વથી કહું છું કે- ના ના, મારો પતિ હોશિયાર ડોકટર છે એટલે જ તેને જશ મળે છે, અને નહીં કે હાથની કોઈ રેખાને લીધે.""
મને પણ એ જ નથી સમજાતું કે આમ ઉપર-છાપરી આટલા બધા કેસમાં મારું નિદાન ખોટું કેમ પડતું જાય છે. મારી વધતી ઉમરની સાથે અનુભવ-વૃદ્ધિથી તો જટિલ કેસ સરળ થવા જોઈએ, પણ અહિયાં તો વધતી ઉમરની સાથે સાથે હું તો જાણે કે મારી નિપુણતા ગુમાવતો જતો હોઉં તેવું મને લાગે છે. આમ ને આમ તો આપણી હોસ્પીટલની પ્રતિષ્ઠા પાણીમાં બેસી જશે. મીના, મારો તો મારી જાત પરનો વિશ્વાસ હવે ડગમગવા લાગ્યો છે.""
અનીલ, મને લાગે છે કે તમે વધુ પડતાં ભાવુક થઈને વિચારો છો. શાંત ચિત્તે તમે બધા કેસનો ફરી અભ્યાસ કરો. જોઈએ તો તમારા મિત્ર ડોક્ટર્સ સાથે ચર્ચા કરો કે એમના નિદાન અને ટ્રીટમેન્ટ તમારાથી કઈ રીતે જુદા પડે છે."
ડોક્ટર અનિલને મીનાબહેનની સલાહ યોગ્ય લાગી. "ઠીક છે, હું એમ જ કરીશ"
પછી વાતને બદલાતાં પૂછ્યું, "તો આજે જમવાનો શું પ્રોગ્રામ છે? મારી પસંદનું કંઈ બનવાનું છે? કે પેલા છેલબટાઉની સરભરામાં એમને ગમે તે જ મારે ખાવાનું છે ?"
મીનાબહેન સમજી ગયા કે ડોક્ટરનો ઈશારો અનિકેત તરફ હતો.

"તમે તો બસ, એ છોકરાની પાછળ જ પડી ગયા છો. બિચારો કેટલું હેત રાખે છે આપણાં પર !" -કૃત્રિમ રોષથી તેઓ બોલ્યા,"
આપણાં પર નહિ દેવીજી, તમારા પર. એ એની ચાંપલાશ કરી કરીને તમને પલાળી મુકે છે."
અનિકેતની વાત નીકળતાં જ મીનાબહેનને યાદ આવ્યું. "અરે અનિકેતનો ફ્રેન્ડ પેલો અશ્ફાક પણ તો તાવમાં પટકાયો હતો. તમને મળ્યો હતો તે, ઈલાજ માટે ?""
ના, અશ્ફાક મને તો મળ્યો જ નથી." -ડોક્ટર અનીલના ચહેરા પર હવે ચિંતા સાથે જુગુપ્સાના ભાવ પણ ઉપસી આવ્યા- "મને એ બંને છોકરાના લક્ષણો બહુ સારા નથી લાગતાં, મીના ! એ બંનેના વર્તન અને હાવભાવ પરથી એ બંને મિત્ર કરતાં પણ ‘વિશેષ’ લાગે છે."
મીનાબહેન આ બાબતે સહેજ ચુપ રહ્યા. એ પણ ડોક્ટરની વાતને સમજતાં જ હતા, પણ અનિકેત પર એમને અપાર લાગણી હતી.

ડોક્ટર અનીલ પણ મીનાબહેનની નાડ પારખતાં જ હતાં, એટલે એમણે વાત આગળ ચલાવી- "મીના, હવે આપણે પ્રણાલી બાબતે ગંભીરતાથી વિચારવું જ રહ્યું. અનિકેત પરની તેની લાગણી બાબતે મને ખબર છે, પણ આમાં તો આપણી દીકરીના જીવનનો સવાલ છે. બે મહિના પહેલા પ્રણાલી માટે મિતુલ જે પેલા છોકરા રવિ પટેલની વાત લાવ્યો હતો, એ બાબતે તેં કંઈ આગળ વિચાર્યું ?"
અચાનક રસોડામાંથી કુકરની સીટી વાગવાનો અવાજ આવ્યો. અને મીનાબહેન ઉભા થતા બોલ્યાં, "હાય હાય, હું ગેસ પર શાક મુકીને જ આવી ગઈ. બળીને ભડથું થઇ ગયું હશે આટલી વારમાં" કહેતાં મીનાબહેન રસોડા તરફ દોડ્યાં, જો કે મીનાબહેનને બળેલાં શાક કરતા પોતાની પુત્રીના જીવનમાં જે ઝંઝાવાત જાગવાનો હતો એની વધારે ચિંતા હતી.

**==**==**==**==**

અનિકેત સાથે વિતાવેલ રોમેન્ટિક પળો વાગોળતી પ્રણાલી ઘર તરફ પાછી ફરતી હતી. એનાં મનમાં હજુય એક રોમાંચ હતો. અનિકેતનો ખ્યાલ આવતાં જ એના રોમેરોમમાં એક લહેરખી દોડી ગઈ. એના રુંવાટા ખડા થઇ ગયાં. આજે પ્રણાલી આનંદના સાતમા આસમાનમાં વિહરતી હતી. એનું રોમેરોમ પુલકિત હતું. એના અંગોમાંથી એક અજીબ સી પીડા ઉઠતી હતી, જે એક નવી જ પ્રકારના વિચિત્ર આનંદની અનુભૂતિ કરાવતી હતી. ખુબ જ વિરોધાભાસી અનુભૂતિ હતી, કે જે પીડાની સાથે સાથે આનંદ પણ જગાવતી હતી. આ એવી અનુભૂતિ હતી કે જેને ફક્ત સ્ત્રી જ સમજી શકે. યૌન-સમાગમમાં સ્ત્રીના ભાગે પીડા આવે છે, કણસવાનું આવે છે, કચડાવાનું આવે છે, ચિત્કાર આવે છે, છતાંય આ બધામાં આનંદ પણ આવે છે. અજીબ અનુભૂતિ છે આ. પ્રણાલીના ચહેરા પર એક સંતોષના ભાવ હતાં, પરિતૃપ્તિના ભાવ હતાં ને સાથે સાથે એક કશ્મકશના નિરાકરણના ભાવ પણ હતાં. તો કઈ હતી તેની કશ્મકશ?

ખેર, પ્રણાલી જ્યારથી બલીકામાંથી તરુણી બની હતી ત્યારથી, સોળ વર્ષની વયથી જ તે એક વિચિત્ર કશ્મકશમાં જીવતી હતી. સામાન્યત: તરુણ-અવસ્થામાં જેમ જેમ શરીરમાં હોર્મોન્સ બદલાતાં જાય તેમ તેમ શરીરમાં આવતા બદલાવને કારણે યુવક-યુવતીઓનું વર્તન, એમના વિચારો, ગમો-અણગમો, આ બધું બદલાવા માંડે છે. કિશોરાવસ્થામાં છોકરીઓ, છોકરાઓથી ભલે દુર ભાગતી રહે. પણ તરુણી બનતા જ મનોમન તેમનામાં એક ઝંખના ઉભી થતી હોય છે. આ અવસ્થા દરમ્યાન સેક્સની અનુભૂતિ જોર પકડે, કે પાશ્ચાત્ય દેશોમાં તો ત્યાનાં તરુણ-તરુણીઓ તરત જ યેન કેન પ્રકારેણ સ્પર્શ-સુખ, ચુંબન અને અમુક કિસ્સામાં તો સેક્સનો અનુભવ પણ કરી જ લેતા હોય છે. પણ આપણે ત્યાં અહીં, આપણા દેશમાં આવું બધું શક્ય નથી હોતું, અને એટલે જ મનની ઈચ્છા મનમાં જ રહી જાય છે. પણ તોય આવી ઝંખનાને કારણે જ મનગમતા ટીવી-એક્ટર, મુવી-સ્ટાર કે ક્રિકેટર તરફનો તેમનો ક્રેઝ વધતો જતો હોય છે. લવ-સ્ટોરીઝ, લવ-સીન્સ, રોમેન્ટીંક નોવેલ્સ તરફ તેમનો ઝુકાવ વધતો જાય છે. આધુનિક ફેશનના કપડાં, ચીજ વસ્તુઓ, મેક-અપ વિગેરેથી સુંદરતાને વધારે નિખારવાના પ્રયત્નો થાય છે.

પણ કોણ જાણે કેમ, પ્રણાલી આ બધાથી સહેજ દુર જ રહેતી. એને ક્યારેય કોઈ પુરુષ-શરીર માટે આવું આકર્ષણ કે ક્રેઝ થતો જ નહોતો. અન્ય યુવતીઓ જયારે આવી વાતો કે વર્તન કરતી, ત્યારે તે આવા વિષયમાં થોડી શુષ્કતા જ બતાવતી. જેમ જેમ તે યુવાન થતી ચાલી, તેમ તેમ તેને પોતાને આ વિચિત્રતાનો અહેસાસ થવા લાગ્યો હતો. તેને ક્યારેક એમ પણ થતું, કે પોતે એસેક્સ્યુઅલ જ છે, કારણ એસેક્સ્યુઅલ લોકો વિજાતીય કે સજાતીય, કોઈ પણ પ્રકારના સેકસથી દુર જ ભાગતાં હોય છે.

આમ ને આમ, મૂંઝવણમાં ને મૂંઝવણમાં જ સમય વીતતો ગયો. પોતાની આ ખામીની વાત પ્રણાલી કોઈને કહી શકતી નહોતી. પોતાનું લગ્ન-જીવન કેવું જશે તેની તેને કાયમ ચિંતા રહેતી, કારણ દામ્પત્ય-સુખ દેવા કે પામવા પોતે સદંતર અયોગ્ય જ છે તેવી તેને લગભગ ખાતરી જ હતી, પણ આગળ શું કરવું, કેમ કરવું તેની ગડમથલમાં લગભગ છ વર્ષ વીતી ગયા.

અને આજે... તેની આ બધી જ માન્યતાઓનું ખંડન થઇ ગયું હતું. એક વર્ષ પહેલાં તેની બાવીસ વરસની ઉંમરે અનિકેત એની જીંદગીમાં આવ્યો, અને ખુબ જ જલ્દી તે અનિકેતની નજીક આવી ગઈ. અનિકેતનું વ્યક્તિત્વ તેને હંમેશા આકર્ષિત કરતું રહેતું. એનું બોલવાનું, એનું વર્તન, એનો સ્પર્શ આ બધું ધીરે ધીરે પ્રણાલીને ગમવા લાગ્યું હતું. જેમ જેમ તે અનિકેતની વધુ ને વધુ નજીક આવતી ગઈ, તેમ તેમ એનામાં એક નવી ઇચ્છા જાગવા લાગી. હવે અનિકેતથી તે ચોક્કસપણે ઉત્તેજિત થવા લાગી હતી. પોતે એસેક્સ્યુઅલ હોવાની માન્યતાથી આ તદ્દન વિરુદ્ધનું જ વર્તન હતું. કેટલાય વખતથી તે અનિકેત સાથે સેક્સની અનુભૂતિ કરીને પોતાની જૂની માન્યતાને ચકાસવા માંગતી હતી. અને એટલે જ, જેવું અનિકેતે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું, કે લગ્ન માટેની પોતાની ફિટનેસ ચેક કરી લેવાની પ્રણાલીને તાલાવેલી ઉપડી હતી.


આ બાબતે તેણે ખુબ જ અભ્યાસ કર્યો હતો, ચિંતન કર્યું હતું. આટલાં વર્ષ પોતાના વર્તનનું ઘનિષ્ટ વિશ્લેષણ કર્યા બાદ તે એવા નિષ્કર્ષ પર આવી હતી, કે પોતે એસેક્સ્યુઅલ છે. પણ પછી જયારે અનિકેતના સ્પર્શ-સુખથી તેને ઉત્તેજના થવા લાગી, તો તેને લાગ્યું કે પોતે એસેક્સ્યુઅલ નહીં, પણ ડેમીસેક્સ્યુઅલ છે. ડેમીસેક્સ્યુઅલ એટલે એવી વ્યક્તિ, કે જે અન્ય માટે તો એસેક્સ્યુઅલ જ હોય, પણ કોઈ એકાદ વ્યક્તિ જ...કે જેની જોડે તે લાગણીઓનાં તંતુઓથી જોડાયેલ હોય, તે ચોક્કસ વ્યક્તિ પ્રત્યે જ તેને શારીરિક સંબંધની આસક્તિ થાય. અને એટલે જ આજે તેણે સંયમની એ પાળ તોડી હતી. અનિકેતના આશ્ચર્ય વચ્ચે તે અનિકેતને એ રીતે વળગી હતી, કે અનિકેતમાં રહેલો પુરુષ પછી તો, બધી જ હદો વટાવી ગયો.


આ વાત યાદ આવતાં જ પ્રણાલી ફરી મનોમન મુસ્કુરાઈ અને તેણે પોતાના પગને સંકોચ્યા. આજે તેની સાથળોમાં એક એવું દર્દ થતું હતું, કે જે સહ્ય પણ હતું અને ગમ્ય પણ. અનિકેતનું સશક્ત, પૌરુષેય, ગઠીલું બદન એના મનોપ્રદેશ પર છવાઈ ગયું. આજના બે લવ-સેશનમાં અનિકેતે બંને વખત જોરદાર પરફોર્મન્સ કર્યું હતું. અને તે પોતે પણ એટલી જ ઉત્કટતાથી એ સાયુજ્યમાં ભાગીદાર બની હતી. પ્રણાલી મલકાઈ ઉઠી. પ્રણાલીને હવે ખાતરી થઇ હતી, કે દુનિયામાં ફક્ત અને ફક્ત આ જ યુવાન તેની સુષુપ્ત ઈચ્છાઓને જાગૃત કરી શકે છે, અને તેની શુષ્ક લાગણીઓને સંતોષની ભીનાશ આપી શકે છે. તેનાં મનમાં લગભગ ઠસી જ ગયું હતું કે એક અનિકેત જ તેને શારીરિક અને માનસિક રીતે સુખ આપી શકશે, અને બાકી કોઈ પણ પુરુષ તેની શુષ્ક અને તપતી ધરા પર અમી-છાંટણાં નહિ કરી શકે.


પ્રણાલી અનિકેતના વિચારોમાં જ હતી કે પરિચિત ફોન રિંગે તેને ઝબકાવી દીધી."
હલ્લો પ્રન્ની, અનિકેતનો પ્રેમાળ પણ અવાજ સાભળીને પ્રણાલી ગેલમાં આવી ગઈ."
હેય ડાર્લિંગ, આઈ જસ્ટ લેફ્ટ યુ, એન્ડ યુ ઓલરેડી સ્ટાર્ટેડ મિસિંગ મી? વાહ !”

"પ્રન્ની ! બેબી, તને ખ્યાલ છે ? આપણે બંને પ્રોટેક્ટેડ નહોતાં ! પ્રેમાવેશમાં તો યાર..આપણે કોઈ જ પ્રોટેક્શન વાપર્યા વિના જ મંડી પડયા હતા." -અનિકેત ચિંતિત હતો- "એન્ડ અન્પ્રોટેક્ટેડ સેક્સ કેન મેક યુ પ્રેગ્નન્ટ, પ્રન્ની..!""
ઓહ માઈ ગોડ અની, વી વેર સો કેરલેસ ?” -પ્રણાલી ચોંકી પડી.
હા, તેમનાંથી આ એક બ્લંડર તો થઇ ગયું હતું, કે જે તેને ભારે પડે તેમ હતું. જો કે બીજી જ ક્ષણે તેને કંઇક યાદ આવતા તરત જ તે બોલી પડી."
યસ યસ અનિ ! રીલેક્સ, જસ્ટ રિલેક્ષ અનિ.. બાબુ, તને ખબર છે ? ધીઝ આર ધ સેઈફ ડેઈઝ ઓફ માય મન્થલી સાયકલ, તો પ્રેગનેન્સીનાં તો સમજ ને, એકદમ રેર ચાન્સીસ છે. ડુ યુ ગેટ મી ?""
ઓકે ઓકે.. બટ સ્ટીલ યાર ! હની, આર યુ સ્યોર કે ઓલ વિલ ગો ફાઈન?”

"વેલ ! ઇન ધ વર્સ્ટ કેસ પ્રેગનેન્સી જો આવી પણ જાય, તો વી વીલ વેલકમ ઈટ જાનુ ! કોલેજનું તો યાર, આ લાસ્ટ સેમિસ્ટર છે. એટલે તે પતવાની સાથે જ આપણે તરત જ મેરેજ પણ કરી જ શકીએ છીએ. બટ રાઈટ નાઉ.. ચીલ માર યાર, એન્ડ લેટ મી સ્ટે ઇન ધોઝ સ્વીટ મોમેન્ટ્સ સ્વીટુ, આઈ લાઈક તો રીમેમ્બર ધેમ, યુ નો? ચલ, આઈ હેવ ઓલમોસ્ટ રીચ્ડ હોમ, તો પછી વાત કરીએ !"
આમ, પ્રણાલીએ ભલે આ વાતને હળવાશથી લઇ લીધી, પણ અનિકેત તો હજીયે ચિંતા અને મૂંઝવણની મિશ્ર લાગણી અનુભવતો હતો.

**==**==**==**==**

ડો. અનીલ પાસેથી રસોડામાં દોડી જઈને પણ મીના બહેન વિચારોને છોડી તો ન જ શક્યાં. એમને પણ હવે પ્રણાલીના ભવિષ્યની ચિંતા થતી જ હતી. અનિકેત અને પ્રણાલીની જોડી સારસ-સારસીની જોડી જેવી જ હતી તે તેઓ જાણતાં હતા. પ્રણાલીને કઈ રીતે કહેવું એ બાબતે પણ એ ગુંચવાતા હતા. તેઓ ફરી પાછા સ્ટડી રૂમ તરફ વળ્યાં, પણ ડોક્ટર અનીલ લીવીંગ રૂમમાં જ મળી ગયા."
અનીલ, તમારી બધી જ વાત સાચી છે. પણ તમે ય જાણો છો કે આટલા સમયમાં એ બંને કેટલાં હળીમળી ગયાં છે. એ બંને એકબીજાને ખુબજ પ્રેમ કરે છે, એ જાન્ય પછીયે આપણે કઈ રીતે કહીશું કે હવે અનિકેતને છોડીને બીજા છોકરા સાથે જીંદગી ગોઠવવાનું વિચાર.""
હા, તારી વાતેય સાચી છે. મને પણ આ જ ચિંતા કોરી ખાય છે.""
તમે ય એ તો જાણો છો કે પહેલા તો પ્રણાલી કોઈ પણ છોકરાથી છેટી જ રહેતી. પાર્ટીમાં કે અન્ય પ્રસંગે પણ એ છોકરાઓથી તો દુર જ રહેતી. એનું આવું વર્તન મને મનમાં ઘણા વિચારો-કુવિચારો જગાવી જતું. એક મા તરીકે હું સમજી શકતી હતી કે બેટી એક એવા સમયમાંથી પસાર થઇ રહી છે કે જે અનિશ્ચિતતાથી ભરેલો છે. પણ અનિકેત જ્યારથી એની જીંદગીમાં આવ્યો ત્યાર પછી મેં જોયું છે, કે એ પછી તે ચંચળ હરિણીની જેમ ભાગદોડ કરવા લાગી છે.""
હું પણ જાણું છું મીના, કે અનિકેત થકી જ પ્રણાલીની શુષ્ક જીંદગીમાં વસંત આવી છે. પણ આપણે જાતે કરીને દીકરીને આમ એક HIVગ્રસ્ત યુવાન પાસે તો ન જ ધકેલી દેવાય ને?""
હા વાત તો સાચી, પણ આપણે કહેશું કઈ રીતે તેને આ વાત?""
ગમે તેમ થાય, પણ આપણે એને આ વાત કરવી જ રહી જ." -ડો. સરૈયાનું વાક્ય અડધે જ હતું, અને પ્રણાલી ઘરમાં દાખલ થઇ-

"કોને કોની વાત કરવી જ રહી ડેડી ?"
પ્રણાલીએ પોતાના પિતાનું તે છેલ્લું વાક્ય સાંભળ્યું હતું. જો એમની મુખમુદ્રા ગંભીર ન હોત, તો કદાચ પ્રણાલી આ વાતમાં આમ ઝુકી પડી ન હોત. પણ તેણે જોયું કે અત્યારે એ બંનેનાં ચહેરાં કંઇક ચિંતિત જણાતા હતા."
અરે પ્રણાલી, શું થયું ? કેમ આટલું મોડું થયું ? તારો ફોન પણ ન આવ્યો આજે તો." -મીનાબહેને વાતને બદલવાંના ઈરાદે પ્રણાલીની પૃચ્છા કરવા માંડી, પણ પ્રણાલી એમના વાતને બદલવાના પ્રયાસને ઓળખી ગઈ-"
મમ્મા, કોની વાત કરતા હતા તમે ? તમારા બંનેના ચહેરા આટલા ગંભીર કેમ છે ?"
હવે ડો. સરૈયાએ વાતનો દોર એમના હાથમાં લીધો-

"પ્રણાલી, બેસ બેટા" આમ કહીને એ પણ સોફામાં બેઠા. મીના બહેન પણ એમની બાજુમાં બેસી ગયા."
બેટા, અમે એવું ઇચ્છીએ છીએ કે તું એક વાર પેલા રવિનું માગું આવ્યું છે, તો તેને પણ મળી લે."
આ સાંભળીને પ્રણાલી તો ચોંકી જ ગઈ, અને તરત જ ઉછળી પડી-

"ડેડા, ડુ યુ નો વોટ આર યુ ટોકિંગ અબાઉટ ? અનિ મને મેરેજ માટે પ્રપોઝ કરી ચુક્યો છે, એન્ડ આઈ હેવ ઓલરેડી એક્સેપટેડ ઈટ. એની એન્ગેજમેન્ટ રીંગ પણ મારી આંગળીમાં છે. જુઓ ! અને હવે તમે મને પેલા રવિને મળી જોવાનું સજેસ્ટ કરો છો ? હાઉ કેન યુ ડુ ધેટ ?""
પણ, બેટા...."
"પણ શું ડેડી ? વોટ'સ રોંગ વિથ યુ ? શું તમે અનિકેતથી ખુશ નથી ? હું તો એમ સમજતી હતી, કે તમે અનિ સાથે ફક્ત મજાક જ કરો છો. આમ તો તમે ય તે અનિની પ્રપોઝલથી કેટલા ખુશ હતાં. તો શું એ નાટક હતું ? તમને તમારી દીકરીની ખુશીમાં ખુશી નથી ?" -પ્રણાલીનું મગજ ફાટતું હતું. બસ થોડીવાર પહેલા તો તે, અનિકેત સાથેની પોતાની પ્રણયક્રીડાથી સાતમાં આસમાનમાં વિહરતી હતી, અને અત્યારે માબાપની એક જ વાતે એને અચાનક જ ધરતી પર હડસેલી દીધી હતી.

ડો. સરૈયા પળવાર માટે ચુપ થઇ ગયા. પ્રણાલી વિરોધ તો કરશે જ, તે તો તેમને ખબર જ હતી પણ આટલું મક્કમ રીતે રીએક્ટ કરશે તેવું તેમણે નહોતું ધાર્યું. પણ તોયે... ક્ષણવાર બાદ તેઓ બોલ્યા,"
પ્રણાલી બેટા, અમે તો તારી ખુશીમાં જ ખુશ છીએ. અને એટલે જ અમે તને રવિને મળી લેવા માટે કહીએ છીએ. યુ સી..? અનિકેતે તને પ્રોપોઝ કર્યું, તેવી જ રીતે મિતુલકાકા દ્વારા પેલાં રવિની પ્રોપોઝલ પણ બે મહિનાથી આવી ને પડી જ છે, તો અનિકેત સાથે એન્ગેજમેન્ટ કરતાં પહેલા, વાય નોટ ગીવ અ થોટ ટુ રવિ ઓલ્સો ? મિતુલકાકા તેનાં બહુ વખાણ કરે છે. તેમનાં કહેવા પ્રમાણે તો.."
પિતાનાં એક એક શબ્દે પ્રણાલીના ભવાં ઉપર ચઢતાં ગયા અને એટલે, આખરે તેમની વાતને અડધેથી જ કાપતા તે બોલી, "નથીંગ ડુઈંગ ! બીકોઝ આઈ એમ ડેમ શ્યોર કે અનિકેત વિનાની મારી મૅરીડ-લાઈફ સુખી ન જ હોય શકે. આઈ લવ હિમ ઈમેન્સલી ડેડા, અને હું પરણીશ તો ફક્ત અને ફક્ત અનિને જ. એન્ડ ધેટ'સ ફાઈનલ..!"
ડોક્ટર અને મીનાબહેન દીકરીનું આ વાક્ય સાંભળીને અવાક જ રહી ગયાં. પ્રણાલીની જીંદગીમાં આવનારા ઝંઝાવાતોના ખ્યાલથી તેઓ ડરેલા તો હતા જ, પણ તોયે દીકરીનું આવું મક્કમ સ્વરૂપ તેઓએ આ પહેલાં ભાગ્યે જ જોયું હતું, એટલે આગળ તેઓ કંઈ બોલી જ ન શક્યા. તેને ઝડપથી મક્કમ પગલે પોતાનાં બેડરૂમ તરફ જતી જોવા સિવાય તેઓ બસ.. બીજું કંઈ કરી ન શક્યા. [ક્રમશ:]
.
--અજય પંચાલ..