દિલદાર દોસ્તીની સફર Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલદાર દોસ્તીની સફર

દિલદાર દોસ્તી ની સફર..!
(- અલ્પવિરામ સુધી)

પ્રસ્તાવના
જીવનમાં ક્યારેક કોઈક દોસ્તી પોતાની સફર પૂરી નથી કરી શકતી એટલે કે એક સમય એવો આવે છે, જયારે કોઈ પણ દોસ્ત ના ઈચ્છતો હોવા છતાં પણ આ દોસ્તીની સફર પર અલ્પવિરામ લાગી જાય છે. અને દોસ્તીની આ સફર જાણે કોઈ ખળખળ વેહતી નદી પર બંધ બાંધીને એનો પ્રવાહ બંધ કરી નાખે છે તેમ આવી દોસ્તી ને પણ સમય અને સજોગ ના બંધાનો સુન્નમુન કરી નાખે છે. અને રહી જાય છે તો બસ વીતેલા પળોની યાદો અને ભવિષ્યમાં પાછા એ ખળખળ, ધોધમાર પ્રવાહને પામવાની ઈચ્છા..!! આવી યાદગાર સફરમાં અલ્પવિરામ મુકતી દિલદાર દોસ્તીની એક કાલ્પનિક નાની વાર્તા.

મારા જીવનમાં અલ્પવિરામ પામેલ દોસ્તી અને દિલદાર દોસ્તોની યાદોને અર્પણ..!!
અને ભવિષ્યમાં આ દિલદાર દોસ્તીની સફરનો ધોધ ફરી પુરજોશ થી વહે એવી આશા..!!***
******************

આ વાત છે દિલદાર દોસ્તીની. બે મસ્ત કલંદર મિત્રો ની.
બે મિત્રો પંકજ અને મુકેશ.
પંકજ ઉદ્યોગપતિ અને પૈસાદાર ઘરનો છોકરો.
મુકેશ એક સ્કુલના પટાવાળાનો છોકરો.
બંને ની મિત્રતાની શરૂઆત પણ કંઈક અટપટી રીતે થઇ.
નાના ભૂલકાઓ પણ કેટલા હોશિયાર હોય છે કે જીવનભર ચાલે એવડી મોંગી દોસ્તી બસ રસ્તા માંથી મફતમાં શોધી લેતા હોય છે..!
આવીજ રીતે એક દિવસ મુકો અને પંકો મળ્યા પોળ ની એક સાંકડી શેરીમાં. અને એ પણ ફક્ત પાંચ-છ વરસની નાની ઉંમરે...!
બંને ના પપ્પાઓની રેસ થી શરુ થઇ પોતાની દોસ્તીની કદીના ખૂટે એવી દિલદાર રેસ...!
હા, પંકજના પપ્પા પોતાની બાઈક પર હતા અને મુકેશના પપ્પા તેની સાઇકલ પર.
અને મુકો - પંકો બંન્ને પોતપોતાના પપ્પાની સાથે આગળની સીટ પર થી બેઠા બેઠા એકબીજાને જોઈ રહ્યા હતા. અમદાવાદ ની પોળમાં ટ્રાફિક એમને રેસ કરાવી રહ્યું હોય તેમ લાગતું હતું.
મુકેશના પપ્પા ને એમકે હું એના થી પેહલો નીકળી જાઉં અને પંકજના પપ્પા ને એમકે હું પેહલો થઇ જાઉં.
કોઈક વાર સાઇકલ આગળ થઇ જતી તો ક્યારે ખુલ્લા રસ્તા પર બાઈક સડસડાટ નીકળી ને આગળ થઇ જતું..! વળી આગળ જઈને ટ્રાફિકમાં બાઈક ફસાયું હોય ત્યારે સાઇકલ ખૂણે ખાંચે થઈને આગળ નીકળી જતું....!! આવી દોડમાં બસ સાથે ચાલતું હોય તો બંને ટેણીયાઓનું સ્મિત...!
બાઈક આગળ નીકળી જતું ત્યારે પંકજ હસી લેતો અને સાઇકલ આગળ નીકળતી ત્યારે મુકેશ. પણ બંને ના ચેહરા ઉપર હસી તો રેહ્તીજ...! અને આ મંદમંદ હસીએ જ જાણે બંનેની મિત્રતાના દ્વાર ખોલવા માટે એમને બાઈક અને સાઇકલ ની રેસ થી મિલાવી દીધા.
જયારે બાઈક વધારે આગળ નીકળી જતું ત્યારે પંકજ ની નજર પાછળ વળી વળી ને મુકેશને અને તેના પપ્પાની સાઇકલને શોધ્યા કરતી. અને આ બાજુ મુકેશ પણ જયારે પોતાની સાઇકલ પાછળ રહી જતી ત્યારે પપ્પા ના માથે વળતો પસીનો પોતાના હાથે થી લુછીને જાણે પપ્પા ને સાઇકલ જોર થી ચલાવવા માટે પ્રોત્સાહન આપતો..! અને જેવી સાઇકલ વધુ વેગ થી ચાલતી જણાય ત્યારે પોતાના (કોઈ બાધા-માનતા માટે વધારેલા) લાંબા વાળ ને ચેહરા પર થી હટાવીને કોઈ યોદ્ધાની જેમ બાહોસ, મક્કમ બનીને વધુ મજબૂતાઈ થી સાઇકલ નું હેન્ડલ પકડી લેતો..! અને પોતાના મિત્રને હરાવવા નહિ પણ પોતાની મિત્રતા ને જીતાડવા ના અરમાન દિલમાં હોય તેવું લાગતું...!
થોડીવાર માટે જયારે એકબીજા ની સવારીઓ સાથે સાથે ચાલતી હોય ત્યારે બંને એકબીજા ની સવારીઓ જોઈ લેતા...!!મુકેશ પોતાની સામે ખુબ ઝ
ડપ થી અને કોઈ મેહનત વગર સડસડાટ ચાલતી પંકજના પપ્પાની બાઈક જોતો..! અને પંકજ પોતાની સામે જીણા જીણા ટાયરો વાળી અને ખુબ તાકાત થી પણ ઘોડાની જેમ ભાગતી મુકેશના પપ્પાની સાઇકલ જોતો...!
મુકેશ ને પંકજ ના પપ્પાની બાઈકમાં એના પપ્પાના અભિમાન, અહમ અને સોફેસ્ટીકેશન ની ચમક દેખાતી...! જયારે પંકજને મુકેશ ના પપ્પા ની સાઇકલમાં એના પપ્પા ની ખુમારી, ઈમાનદારી અને મેહનતનું જોર દેખાતું...!
એવા સમયમાં એકબીજાના પપ્પાઓ કેવી નજર થી એકમેક ને જોઈ રહ્યા છે એ જોયા વગર મુકો અને પંકો તો થોડીક ક્ષણ માટે સામે સામે ચાલતી સવારી ટાણે બસ એકબીજાને જ જોયા કરતા..!પણ, પંકજ ના પપ્પા પોતાના હાલ્ફ હેલ્મેટ માંથી ત્રાંસી નજર થી પેલી સાઇકલ આગળ ન
ા થાય એજ જોયા કરતા..! અને મુકેશના પપ્પા બસ આ ભડભડ..ભડ કરતો બાઈક નો અવાજ જાણે પોતાને ઉત્તેજિત કરતો હોય એવી રીતે એ બાઈક ને ખાલી એના આવાજ તરફ જોતા જોતા અને બસ પોતાની સાઇકલ ના હેન્ડલને જોર થી વાટી નાખતા, ને કેમ કરીને આ ભડભડિયા બાઈક ને પાછળ પાડી દેવું એની ફીરાક માં જાણે પોતાના નાક માંથી ધુમાડા કાઢતા હોય તેમ ગરમ શ્વાસે બસ આગળ જ જોયા કરતા..!!
બંને પપ્પાઓ પોતપોતાની સામાજિકતા અને રૂઢીચુસ્તતા ના બંધનમાં બંધાયેલા હોય તેમ એક બીજાનો લાગુતાગ્રંથી અને ઊંચનીચતા નો વારસો એમના નાના બાળકોને પણ કંઇ કહ્યા વગર આપતા હોય તેમ લાગ્યું...! અને પોતે એકબીજાને ઓળખતા હોવા છતાં એક નાનું સરખું સ્મિત પણ અરસપરસ આપી શકતા નથી, આ સામાજિક અને હાઈ સ્ટેટસ સોસાયટીની ગુલામીમાં...!
જ્યારે બંને જણ પોતપોતાના પપ્પાઓ દ્વારા ઉચકાઈને પોતાના ઘર ના દરવાજે પટકાયા ત્યારે ખબર પડી કે આ રેસ તો પોતાના ઘરે આવીને પૂરી થઇ છે..! અને એમાં એમની મુસ્કાન એમની સ્મિત અને એમની એ દોસ્તી....જીતી ગઈ છે...!!
કારણકે બંને આટલા નજીક નજીકમાં રેહતા હોવા છતાં પેહલી વાર હવે મળ્યા અને મળ્યા પણ એવા કે જાણે જન્મો પેહલા ની એમની દોસ્તી હોય. અને એજ અધુરી દોસ્તીને આગળ વધારવા માટે આજે બાઈક અને સાઇકલ ની રેસ લાગી હતી...!
હવે પંકો અને મુકો પોળમાં એકબીજાને ઓળખવા લાગી ગયા હતા અને બીજા મિત્રો પણ બનાવી લીધા હતા. પણ પોતાની મિત્રતા કંઈક જુદી જ છે એ આ નાના ભૂલકાઓને પણ સમજાઈ ગયું હતું.
બંને નું બચપણ અમદાવાદની પોળમાં એ વાંકીચૂંકી શેરીઓની જેમજ વાકુચુન્કું થઈને વીત્યું.
વાન્કુચુન્કું એટલે પંકજ ને અને મુકેશ ને સાથે હરવા ફરવાની અને રમવાની મનાઈ હોય તોય મિત્રતાની લાલચ એમને ઘર થી દુર રમવા લઇ જતી. આ વાત ની જાણ એમના ઘરે પડતી ત્યારે થોડી વઢ મળતી અને કડવો ઠપકો પણ...! અને પડોસીઓ ના મોઢે બંનેના મમ્મી પપ્પા આ મિત્રોની રમતો, તોફાનો અને એકબીજા તરફની નિસ્વાર્થ મિત્રતા વિશે ની વાતો સાંભળતા. બાળપણમાં એમની ભાઈબંધી પોળ પુરતીજ મશહુર હતી. પણ, જેમ જેમ બંને મિત્રો મોટા થતા ગયા તેમતેમ તેમની મિત્રતા પણ ધીરેધીરે હવે પુરા એરિયામાં ફેલાઈ ગયી હતી. એટલે હવે પંકજના પપ્પા ને આ બધું ગમતું નહિ. ગણી વખત એ પોતાના દીકરાને ટોકતા પણ ખરા અને કેહતા...
“બેટા તું નાનો છે એટલે તને ખબર નથી પણ આપણે આપણી લેવલ ના લોકો જોડે રમવું, હરવું-ફરવું જોઈએ અને મિત્ર બનાવવા હોય તો પણ આપણા જેવા લોકોને જ બનાવવા જોઈએ. તું પેલા મુક્લાને કેમ તારો ભાઈબંધ બનાવી બેઠો છે..?! તને ખબર છે એના પપ્પા પેલી સ્કૂલમાં પટાવાળા છે અને એ લોકો આપણાથી ગણા અલગ છે.”
“અલગ ...? કેવી રીતે પપ્પા..?” પંકજ થી રેહવાયું નહિ એટલે સહજતાથી પૂછી નાખ્યું.
“જો બેટા એના પપ્પા પટાવાળા અને હું એક બીઝનેસવાળો...! એમનું એજ જુનું પોળવાળું ઘર જો..અને આપણું આ નવું બનાવેલું મકાન જો...! એમનો પેહેરવેશ અને આપણો પેહેરવેશ કેટલો અલગ છે...?! તારા રમકડા જો....અને એના..? એની પાસે તો, રમકડા છે કે નહિ એ પણ ખબર નહિ..! આપણી રહેણી-કહેણી જો...અને એમની રીતભાત...! બધું અલગ છે. અને જો આપણે તો દર વરસે વિદેશ ફરવા જઈએ. મોટા મામાને ત્યાં રેહવા પણ જઈએ અને કેટકેટ દેશો ફરીએ અને એ તો બસ આ પોળ થી બહાર નીકળ્યો પણ નહિ હોય ..! અને તારે ભવિષ્યમાં તારા મામાને ઘરે જવાનું છે ને..!!?એટલે તું જરા સમજી ને તારા જેવા હોશિયારને મિત્રો બનાવ. અને એ આપણી તોલે ક્યારેય નહિ આવી શકે
એટલે આપણે એમની જોડે સેટ ના થઇ શકીએ...! સમજ્યો એટલે તારે કાલથી બીજો ભાઈબંધ બનાવવાનો...! ઓકે.”પંકજ જા
ણે કોઈ સિલેબસ બહારનો ટોપિક ભણ્યો હોય એવું લાગ્યું અને સમજ્યો ન સમજ્યોને પપ્પાને કંઇજ કહ્યા વગર પોતાના કામે લાગી ગયો. પપ્પાને એમકે છોકરો સમજી ગયો.
મુકેશના ઘર નો પણ કંઈક આવોજ માહોલ રેહતો રોજ સાંજે.
મુકેશ ના પપ્પા સાંજે જમવા બેસેતા ત્યારે રોજ મુકેશ ને સમજાવતા..!
“જો મુકલા તારી આ પેલા કરોડપતિ બાપના છોકરા જોડે ભાઈબંધી છે ને એ બહુ દા’ડા ચાલશે નહિ..! એ છોકરો થોડો હમજણો થાશે એટલે તને છોડી મુકશે અને કોઈ મોટા બંગલાવાળા ના છોકરાઓને પોતાના ભાઈબંધો બનાવશે. આપણે એમના જેવડા ઊંચા લેવલના નથી અને કદાચ આ જનમમાં એના જેવડા ઊંચા લેવલ ના થઇ પણ નહિ શકીએ એટલે તું એની જોડે ફરવાનું છોડી દે તો હારું..!!”
મુકેશ પણ બહુ સાણો એને પણ એના પપ્પા ની પરિક્ષા કરી.
“પપ્પા, આપણે કોઈ દોસ્ત બનાવવા હોય તો શું પેહલા એની ઘરની દીવાલો માપવાની કે કેટલી ઉંચી છે? એના ઘરમાં કેટલા રૂમ છે? કે એનું ઘર કેટલું મોટું છે...!? એ લોકો આપણા લેવલ ના છે કે નહિ? કે આપણે એમના લેવલના છીએ કે નહિ...?!
આટલા નાના છોકરા ના મોઢે આવું બધું સાંભળીને મુકેશ ના પાપા ને અજુગતું લાગતું અને પછી કંઇ પણ કહ્યા વગર બસ પોતાનું વાળુ જેમતેમ પતાવી એના કામમાં લાગી જતા અને છોકરા ને જે કરવું હોય તે કરે એવા વિચાર સાથે પથારી ભેગા થઇ જતા.
બંને મિત્રોની મમ્મીઓ થોડી ઈર્ષાળુ ખરી. પણ, પોળ માં સાથે રેહતા એટલે થોડું થોડું એકબીજા સાથે બનતું ખરું...! પણ એ પંકજ અને મુકેશની આ પાક્કી ભાઈબંધીથી દિલ થી ખુશ તો નહતી..!
અને કેહતી કે તમારે બંને એ કોઈ બીજા મિત્રો પણ બનાવવા જોઈએ.
ત્યારે મુકો અને પંકો કેહતા આમરે તો ગણા બધા મિત્રો છે ને ...જેની સાથે અમે ક્રિકેટ રમીએ છીએ, કબડ્ડી રમીએ છીએ, પકડાપકડી, થપ્પો, ગીલી ડંડો અને બીજી ગણી બધી રમતો રમીએ છીએ...!
પણ એ બધા તો મિત્રો કેહવાય અને અમે તો બંને યાર છીએ યાર. અમે બન્ને “યારોના યાર,બે યાર”..!
પોળમાં બધી મમ્મીઓ સવાર સવારમાં શાકભાજી લેવા ભેગી થતી ત્યારે મોટા ભાગ ની મમ્મીઓ બસ મૂકા-પંકા ના તોફાનો અને ભાઈબંધીની જ વાતો કરતી. અને એમને એમાં આ બંનને મિત્રોની મમ્મીઓ ને ખબર પડતી કે અમારા ઘર માં કઈ વસ્તુ ક્યાં ગઈ અને ક્યાંથી આવી.
હા, મુકેશ અને પંકજ પોતાની બધી વસ્તુઓ એક બીજા સાથે શેર કરતા. અને કદાચ એમાં એક તરફ થીજ વસ્તુઓ વધારે આવતી એવું પણ બનતું. અને બીજી બાજુ તો બસ એ વસ્તુઓ નો એક યાદગાર પેટારો ભરાતો. ગણી વખત મુકેશ કેહતો પણ ખરો કે ‘અરે, પંકા તું મારી આપેલી બધી વસ્તુઓ આમ સાચવી કેમ મુકે છે એ બધી વસ્તુઓ હું તને વાપરવા આપું છું અને તું...!!?’
‘હા, મને ખબર છે તું મને આ બધી વસ્તુઓ વાપરવા આપે છે અને કદાચ એ વસ્તુઓ વાપરીને તૂટી જશે કે પૂરી થઇ જશે તો પણ તને કંઇ વાંધો નથી અને મને પણ કોઈ પરવાહ નથી પણ....આ બધી વસ્તુઓ આ દુનિયા ની નજર માં આપણી દોસ્તીની કિંમત ઓછી કરી નાખે છે એટલે હું એને એક યાદગીરી તરીકે સાચવી નાખું છું...!’ ‘તો એ બધી વસ્તુઓ રમકડાઓ થી તું રમીશ ક્યારે..?’

‘મારે એ બધી વસ્તુઓ કે રમકડા ની જરૂર નથી મને તો બસ તારી મીત્રતાજ ગણી છે. પણ ના કરે ભગવાન ને ક્યારેક આપણને ભવિષ્યમાં પણ જો છુટું પડવાનું થયું તો તારી યાદો માટે અને તારી કમી પૂરવા માટે મારે આ રમકડા અને આ કિંમતી વસ્તુઓ જોઈશેને એટલે એને હું સાચવી નાખું છું. તને જયારે પાછા જોઈએ ત્યારે કેહ્જે હું તને ગમે ત્યારે પાછા આપી દઈશ. અને કેમ પાછા ન આપું એ મારા તો કદીય છે જ નહિ તારા જ છે ને.!’
‘અરે ભાઈ મારૂ મન એ રમકડાઓ અને એ બધી વસ્તુઓ થી ક્યારનું ભરાઈ ગયું છે હવે મને એ રમકડા અને વસ્તુઓ નો મોહ નથી એટલેજ મેં તને આપી દીધા છે. તને કદાચ એના થી રમવાની મજા આવે, મારા માટે તો એ હવે જુના ને નકામાં થઇ ગયા. એટલે હવે એના પર તારા હક્ક છે. હું તને મારી જૂની વસ્તુઓ આપું છું એના થી તને ખરાબ નથી લાગતું ને ..?’‘અરે, ના
..રે ભાઈ એવું હોય..! તારી જૂની વસ્તુઓ તો મારા માટે જાણે બેહદ કિંમતી હોય એવું લાગે છે. જયારે આ રમકડા તારી પાસે નવે નવા આવતા હશે ત્યારે એ ફક્ત રમકડા હશે એમાં કોઈ પ્રેમ કે આનંદ નહિ ભળેલો હોય પણ જયારે મારી પાસે આવે છે ત્યારે નવા કરતા પણ વધુ કિંમતી થઇ ને આવે છે....તારા પ્રેમ અને લાડ સાથે. અને એજ મારા માટે બહુ છે. બાકી મને રમકડા તો બચપણ થી ગમ્યા જ નથી અને કદાચ એટલે જ મારી પાસે છે પણ નહિ ...પણ તું જયારે પ્રેમથી અને ચોરી છુપેથી તારા રમેલા રમકડા અને વસ્તુઓ આપે છે ત્યારે હું મારી તિજોરી, મારો પેટારો ભરવા એ લઇ લઉં છું. અને પોતાને દુનિયા નો ખુબ ભાગ્યશાળી અને ધનવાન વ્યક્તિ માનું છું.’‘ઓહો વળી તારી આ દુનિયાદારી...સમજદારી વળી વાતો ચાલુ કરી..! આપણે બસ પાક્કા મિત્રો છીએ અને રહીશું એ બહુ છે બસ. તું બસ જિંદગીને ખુશીઓ થી માણ.’
‘’અરે...ભાઈ હું તો જીંદગી ને ખુશીઓથી(તારી આપેલી ખુશીઓ) માણુંજ છું.
તારી આપેલી સ્કૂલબેગ ખુશી ખુશી થી વાપરું છું ...તારી વધેલી નોટબુકો ના પાછળ ના કોરા પન્નાઓ માંથી બનાવેલી મારી નવી નોટબુકો વાપરું છું ખુશી ખુશી.....તારી વાપરેલી બોલપેનો જે તેંજ રીફીલ કરાવી આપી છે એ બધી પેનો ખુશીઓથી વાપરું છું. અને મારા બાપુજી એ લઇ આપેલી પેનો અને નોટબુકો પાછી આપી એમાં થી આપણે જે નાસ્તો કરીએ છીએ એ પણ હું ધરાઈ ને કરું છું. અને આપણી આ ‘દોસ્તી’ જે આખી જીંદગી તું મને ઉધારી માંજ આપી દઈશ એ દોસ્તી પણ માણું જ છું પણ...!!?’‘પણ...??? આ પણ એટલે શું
પંકા..? મુકેશ થી રેહવાયું નહિ.
‘પણ. મને તારી ચિંતા થાય છે કે તું પણ જો તારા પરિવારની જેમ આ પોળ અને આ જગ્યા છોડીને વિદેશ જતો રહીશ તો...!!? તો, મારું શું થશે અને આપણી દોસ્તીનું શું થશે...?’
અને એકાએક જાણે મુકેશ અને પંકજની દિલદાર દોસ્તીની સફર પર અલ્પવિરામ લાગી ગયું...!
થોડીવાર માટે જાણે બધા સ્ટેચ્યુ થઇ ગયા હોય તેમ કુદરત પણ બસ સ્થંભી ગયી.
******************************
નોધ: પ્રિય વાંચક મિત્રો, આ દિલદાર દોસ્તીના સફરના અલ્પવિરામ ને પૂર્ણવિરામ(ફૂલસ્ટોપ) સુધી પોહચડવા તમારા મંતવ્યો મને જરૂર કેહ્જો.

Your Feedback is Breath for my Life as a Writer…!!
@ Suresh PatelEmail me:

WhatsApp: 9879256446
https://www.facebook.com/suresh.patel.1068