SuperStar Saadhu Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

SuperStar Saadhu

‘SuperStar’ Saadhu
‘સુપરસ્ટાર’ સાધુ****
****************

જયારે કોઈ અજાણી વ્યક્તિ ખરેખર ખુબ પ્રભાવસાળી દ્રષ્ટાંતો અને વાણીથી જગજાહેર થઈ એકદમજ આ દુનિયા પર છવાઈ જાય ત્યારે લોકોને આવી વ્યક્તિ વિશે જાણવાનું અને એના જીવનની ઘટનાઓ ખંખોળવાની જાણે એકદમ જ લાલસા જાગે છે..!
જો કોઈ વ્યક્તિ સામાન્ય માણસની જેમ જીવતી હોય તો-તો તેના હાલચાલ પૂછવા માટે પણ કોઈ તૈયાર નથી હોતું ! પણ જો એજ વ્યક્તિ કંઈક અસામન્ય કરી બતાવે અને સાધારણ માંથી અસાધારણ કે અલગ કામ કરીને સમાજમાં પ્રસ્થાપિત થાય તો લોકોને એવી વ્યક્તિ વિશે જાણવાનું કુતુહુલ કંઈક વધારે જ થાય છે..! આ કોણ છે? ક્યાંથી આવી છે? એ શું કરતો હતો કે શું કરતી હતી પેહલા? કેમ આવું કર્યું? આવું હેમ કેમ ન કરી શકું..? એવા ન જાને કેવા કેવા પ્રશ્નો ઉદભવે છે આ લોકોના મન માં..!! અને એજ તો માનવ સહજવૃતિ છે..!!
નાણા વગરના નાથીયાને કોઈ પૂછતુંય નથી અને એજ નાથિયો થોડો કમાતો થાય, મોટી મોટી ગાડીઓ માં ફરવા લાગે તો એજ નાથિયો ‘નાથાલાલશેઠ’ થઇ જાય છે ..! એવીજ છે આ દુનિયા. જ્યાં સુધી તમે દુનિયાને એમની આંખોમાં ખુચશો નહિ ત્યાં સુધી એ તમારી તરફ આંખ પણ નહિ ફેરવે..!! એટલે જો તમારે દુનિયાની સામે આવવું હોય તો તમારી જાતને પોતાના કર્મોથી એવી તીક્ષ્ણ બનાવો કે લોકો તમારી સામે જુવે ને ખુચવા લાગે એટલે આંખો ચોળી ચોળીને જુવે...! અને અને તમારા મેહનતના પરસેવા ને પોતાના ચેહરા પર એવી રીતે સજાવો કે જાણે તમારો ચેહરો કોઈ કિંમતી મોતીઓ થી જડેલો ચકચકિત હોય...! અને એવું તેજ હશે તમારા ચેહરાનું તોજ આ લોકોને તમારા તરફ જોવાની ફુરસદ મળશે અને પેલી માનવસહજ વૃતિ જાગશે..!
----------------------------


આવીજ એક વાત થોડા દિવસ પેહલાની છે. જે ખરેખર તો મારા મિત્રના જીવનની કહાણી છે પણ હું તેનો મિત્ર થવું તેના કરતા આ કહાણીજ એનો મિત્ર થાય એ વધારે સારું લાગશે. કેમકે હું અત્યારે તેનો મિત્ર થઇ સકું તેમ નથી અને નથી એ પણ એવી પરીસ્થિતિમાં કે મને એક મિત્ર તરીકે સ્વીકારી શકે..! કેમકે આ વાત એક એવી વ્યક્તિની છે જેના જાહેર જીવનમાં લગભગ કોઈ મિત્ર હોતા નથી હોય છે તો ફક્ત અનુયાયીઓ...!
હા, આ વાત છે એક સાધુની.
જે છે તો એક સામાન્ય સાધુઓની જેવો સાધુ જ. પણ તેના વ્યક્તિત્વ, વાણી, અને યુવામન પર ના વર્ચસ્વના જોર પર તેને મળેલું છે એક અલગ જ બિરુદ.
જે બિરુદ તેના નામની આગળ લાગેલું છે..! જે જનરલી કોઈ મહાન સેલીબ્રીટીના નામની આગળ જ હોય એવું છે. હા, આ સાધુની આગળ લાગેલું છે ‘સુપરસ્ટાર’ નું બિરુદ.
અને આ છે “સુપરસ્ટાર સાધુ” ની એક સુપર ડુપર પણ એક સિમ્પલ કહાની.

હા, એ સાધુ ખરેખર છે પણ એક સુપર સ્ટાર...!
કેમકે એ જાહેર સભાઓ કરે છે, ભગવદ ગીતા, ભગવદ પુરાણ, મહાભારત, રામાયણ, શિવ પુરાણ, અને ગણી બધી ધાર્મિક કથાઓ કરે છે અને હા, સાથે સાથે કુરાન, બાઈબલ અને બૌધિક વિચારોની પણ સભાઓ કરે છે. અરે ભાઈ અને એને આ ‘સુપરસ્ટાર’ નું બિરુદ/ટેગ એમને એમ નથી મળ્યું..! એ છે પણ એક સુપરસ્ટાર, એક રીયલ સુપરસ્ટાર..!

યેસ, ભુતકાળમાં એ એક એવો સુપર સ્ટાર હતો કે જેની એક જલક જોવા માટે લોકોના ટોળાઓ ને ટોળાઓ રીતસરના ગાંડા થઇ જતા ગાંડા..! અને જુવાનીયાઓ તો તેના એવા ફેન હતા કે પોતાના જીવના જોખમે પણ ગમે એટલી સિક્યોરીટી હોય તો પણ ખાલી એક ઓટોગ્રાફ લેવા પડાપડી કરતા તેમાય વળી કોલેજની છોકરીઓ ખાસ..! ફિલ્મી દુનિયાની બધી હિરોઈનો એકાદ ફોટો તેમની સાથે પડી જાય તેવા ઈરાદા સાથે તેમની આગળ પાછળ જાણે લટ્ટુ ની જેમ ફરતી રેહતી કોઈ પણ ફંક્સનમાં...!! અને એક પણ ડીરેક્ટર એવો નહિ હોય જે તેની સાથે કામ કરવા માંગતો ન હોય..! બધા એની તારીખો લેવા માટે અને તેની સાથે કામ કરવા માટે તલપાપડ થતા..!! એમાય વળી સામાજિક સંસ્થાઓ, સરકારી બાબુઓ કે નેતાઓ, અને મલ્ટી નેશનલ કમ્પનીઓવાળા તો જાણે લસણ ખાઈને તેમની પાછળ પડી ગયા હોય તેમ રોજે રોજે તેમના ઘરે અને તેમના કામની જગ્યાઓએ પણ આંટા મારતા જાણે આજે ને આજે એમની પ્રસિધ્ધી અને નામનાની જેટલી બને એટલી વેહલી કમાણી કરી લેવા માટે....!
‘સુપરસ્ટાર’ પોતાની આ લાઇમ લાઈટ નો ફાયદો પણ ઉઠાવી લેતા...! પોતાની આખી જીંદગી જાણે એક સપનાઓની વાર્તા જેવી જોરદાર રોમાંચક બની ગઈ હતી...!! દુનિયાનું જે સુખ જોઈતું હોય હા, જે માંગો તે બસ એક ઇસારો કરતાની સાથે હાજર થઇ જતું.
આવી બેફીકર અને કોઈ રોકટોક અને બ્રેક વિનાની જીદગી હવે કંઈક અવળા રસ્તે ચાલવા લાગી હોય તેમ લાગતું હતું. અને એકવાર તેમના થી કંઈક એવું અજુગતું કે અણછાજતું કાર્ય થઇ ગયું કે એના અપરાધભાવ ના લીધે હવે એ રાતોની રાતો ઉન્ગી નથી શકતા...!
અને હવે એનો પ્રશ્રચ્યાતાપ કરવાના ભાગરૂપે એ એક એવી વ્યક્તિને મળ્યા જેણે એના જીવનની દિશાજ બદલી નાખી...! એ વ્યક્તિ કોણ હતી એ હજુ સુધી કોઈ જાણી નથી શક્યું..!
...અને પછી એક દિવસ જેમ આકશમાં પૂનમની અજવાળી રાતમાં પણ મેઘરાજના ઇશારે બધા વાદળો જાણે સેલ્ફી લેવાનો હોય તેમ એકબીજાને ચોટીને ઉભા રહી જાય ત્યારે જોરદાર ચમકતા તારલાઓ પણ સંતાઈ જાય છે. તેમ એકદમ, અચાનક આ સુપરસ્ટાર પણ પોતાના લાઇમ લાઈટમાં હોવા છતાં નજાણે ક્યાં અદ્રશ્ય થઇ ગયો હતો.?
આખી ફિલ્મ દુનિયા જાણે શોકમાં ગરકાવ થઇ ગઈ...! પોતાની સ્પીડ પણ જાણે રૂંધાઇ ગઈ. અને ગણાબધા દિવસો પછી જેમતેમ પાછી રાબેતા મુજબ ઝગમગવા લાગી હતી...!
આ હમણાં સુધી ચમકતા સિતારે ગણા દિવસો અને રાતો કોઈ વિરાન જગ્યાઓ પર અંધકારમાં ભટક્યા કર્યું. અને આ ઘનઘોર અંધકારમા જ કદાચ પોતાના જીવનનો ઉદેશ્ય સમજ્યા પછી સમાજ માટે પણ કંઈક કરવા અને યુવાનો ને સાચો રસ્તો બતાવવા આ સાધુ બનવા નો વિચાર આવ્યો હોય અથવા પોતાના સાચા ઉદેશ્યને મેળવવા માટે પોતાની જાતને ઉત્સાહિત કરવા આ સાધુનું રૂપ ધારણ કર્યું હોય..!!
એમને પણ લાગી ગયું કે દુનિયા ને સાચું રહસ્ય સમજાવવું પડશે...!! જે ચમકતા ચેહરો દેખાય છે આ જગતમાં એ સાચુકલા હીરાઓ નથી એમાંથી પણ ગણાખરા તો “ખોટા સિક્કા’ જેવા પણ છે...!! યુવાનો ખોટી રીતે એમનો પીછો કરે છે આવા ખોટા ‘ચમકતા’ સિતારાઓ બનવા માટે..! એના કરતા પોતાની જાત ને અંદર થી રોસન કરીને પોતાનું તેજ ઉત્પન કરીને પ્રકાશિત થવું એજ સાચું જ્ઞાન છે એવું સમજાવવા કદાચ આ સાધુ એ પોતે ખુબ ઉંચે આકાશમાં ચમકતો એક સિતારો હતો એ સ્થાન છોડીને પણ આ જમીન પર આ પવિત્ર આસન પર સ્થાન લીધું છે...!
દુનિયા જે ચળકાટ જુવે છે એને જ સાચું માની લે છે પણ હકીકત માં કંઈક ફરક હોય છે...!!
એ ચળકાટ એની પોતાની નથી હોતી પણ એ તો બસ થોડા ક્ષણ માટે હોય છે પછીતો ત્યાં અંધકાર જ અંધકાર છે...! જેટલું પીળું ચમકતું હોય તેટલું બધું સોનું એવું નથી હોતું..!
અને આવું હવે કોઈ સામાન્ય સાધુ કેવી રીતે સમજાવી શકે, અને કદાચ સમજાવી પણ સકે તો એટલા પ્રેક્ટીકલ અનુભવ થી તો નહિજ ને..! અને એટલે એના માટેજ આ સુપરસ્ટાર કલાકાર ને પોતાની કળા દેખાડવા આ રીયલ લાઈફ રોલ પણ કરવો પડ્યો...!!
મહિનાઓ ના મહિનાઓ સુધી લોકોને ખબરજ ના પડી કે આ સાધુ કોણ છે?
મહાભારત, રામાયણ, કુરાન, બાઈબલના કિસ્સાઓને હાલના જમાના સાથે સરખાવીને સચોટ દ્રષ્ટાંતો આપતા ગયા અને લોકો ખરા દિલથી એમની વાતો પોતાના દિલમાં ઉતારવા લાગ્યા..! જેટલા હોશિયાર એ એક્ટિંગમાં હતા એટલાંજ ચપળ અને હોશિયાર એ સાધુ પણ બની ગયા...!! ફરી પાછા આ કલાકારના નવા અવતારના જાણે બધા ‘ફેન’ થઇ ગયા..! અરે, ક્યારેક ક્યારેક તો એ ફિલ્મોના કિસ્સાઓને પણ પૌરાણિક વાતો સાથે જોડી દેતા અને લોકોને સીધીને સચોટ રીતે સમજાવી દેતા.! જે વાતો મોટા મોટા પંડિતો કે મહાન તપસ્વીઓ અને ધર્મગુરુઓ ન સમજાવી શક્યા એ બધી વાતો રમૂજથી અને પ્રેક્ટીકલ અનુભવથી સમજાવી દેતા આ ‘સુપરસ્ટાર સાધુ’.
ખુબ નામના અને સારો એવો પ્રભાવ સમાજ પર પાડ્યા પછી સૌને એ વાતનું કુતુહલ હતું કે આ “સુપર સ્ટાર” વ્યક્તિ એક સાધુ કેમ બની..? સૌ એના મિત્રો સગા સંબંધીઓને શોધવા લાગ્યા એમાંથી ગણા લોકો મારી પાસે પણ આવ્યા કેમકે કોઈક ને ખબર પડી કે હું આ સાધુ ના બાળપણનો ખાસ મિત્ર હતો. અને સારું એવું જીવન તેમની સાથે મેં વિતાવ્યું છે. તો ગણા બધા એવા પણ હતા કે જે ફક્ત પોતાનું નામ જાહેર કરવા અને સમાજમાં પોતાનું વજન પાડવા માટે પણ આ મહાન સાધુ ના મિત્ર બની ગયા હતા..! અને તેમના વિષે સારી ખરાબ વાતો કરતા. પણ, આ બધી વાતો અને હકીકતોથી સુપરસ્ટાર સાધુને કંઇજ ફરક પડતો નહિ પણ ઉલટાના તેમના ધ્યેય તરફ ઔર પક્કડથી વળગી રેહતા..!
ધીમેધીમે કોલેજીયનો અને યુવાપેઢી પણ એમની ‘ફેન’ થઇ ગઈ હતી કેમકે એમની બધી સભાઓ કે કથાઓ યુવાનોથીજ ખીચોખીચ ભરાયેલી રેહતી હતી.
અને કેમ ન ભરાય? આ તો વળી ખરેખર સુપરસ્ટાર સાધુ હતા તો તેમની વાતોમાં પણ યુવાનોને કંઈક ને કંઈક શીખવા અને પોત્સાહન મળે એવું ગણું બધું મળી રેહવાનું હતુંને...!
યોગાનુયોગ મારે પણ એક સભામાં જવાનું થયું. સભા કહોકે ખરેખર એક ખાશ કોન્સર્ટ કહો તોય વાંધો નહિ એવો જોરદાર સ્ટેજ અને એવીજ આંખોને તૃપ્ત કરી નાખે તેવી જોરદાર લાઈટીંગ..! એ પણ ડી.જે. ના તાલ સાથે.
જયારે હું ત્યાં પોહ્ચ્યો ત્યારે ખબર પડી કે ખરેખર આ વ્યક્તિ તેના પેહલાના કામ અને નામ કરતા, અત્યાર ના કામ અને નામને જ લાયક છે...! શું અદભૂત ઉદાહરણો અને એમાય ઘણાખરા તો એમના જીવનના અનુભવો માંથીજ. વાહ.! મજા પડી ગઈ મજા..! અને ત્યાં જઈને લાગ્યું કે ફક્ત આ સ્ટેજ અને સાઉન્ડ સિસ્ટમના ડેકોરેશન થીજ નહિ પણ ખરેખર પોતાના પ્રવચન થી પણ આ સભા કે કોન્સર્ટ સુપરસ્ટાર જેવાજ લાગતા હતા...! લાગ્યું કે ખરેખર કોઈ સુપરસ્ટાર સાધુ ના સાનિધ્યમાં આવી ગયો છું..!!અને જેમ
કોઈ યુવામિત્રો પોતાના ફેવરીટ સિંગરના મુસિક કોન્સર્ટ માંથી પરત ફરતા હોય તેમ હું પણ જુમતો જુમતો એની સભામાંથી ઘરે પોહચ્યો. અને મને પણ મનથી થયું કે લોકોને ખરેખર આના જીવનની હકીકત અને સચ્ચાઈ બતાવીને ખુબ પ્રોત્સાહિત અને યુવાનોને તો હજુ વધુ સારી રીતે મોટીવેટ કરી શકાય તેમ છે.
મેં થોડી મેહનત કરી આ સુપરસ્ટાર સાધુને મળવા માટે.
હા, મેહનત કરવી પડી ! કેમકે આ સાધુએ તો જીવતા જીવે બીજો જન્મ લીધો હતો તેમ કહી શકાય કેમકે તેને પાછળની જીંદગી ને અને પોતાના સ્વાર્થી સગા સંબંધીઓ અને પોતાના ભૂતકાળ ને ભૂલવા માટે એ પોતાના કોઈ પણ જુના મિત્રો કે વ્યક્તિઓ ને મળતા જ ન હતા. પણ, ન જાણે કેમ મારી દોસ્તીના સંભારણા એને ખેચતા હોય તેમ મારા નામ ની ગુંજ તેમના કાન પર પડતાની સાથેજ એમનું મન મને મળતા રોકી ન સક્યુ. અને મને મળવાની પરવાનગી મળી.
મેં તેમની સાથે વરસો પછી મુલાકાત કરી.
ભાવવિભોર હું પણ હતો અને તે પણ હતા...! પણ બેય માંથી કોઈ પોતાની લાગણી દર્શાવી શક્યું નહિ...! બસ દોસ્તીના બંને હાથ એકબીજાને વરસોથી ઓળખતા હોય તેમ મળ્યા અને યાદોની ઉછાળા મારતી એ લેહરો પાંપણો પર આવીને અટકી ગયી..!
થોડીગણી હળવી વાતો કાર્યા પછી મને એ વાત જાણીને બહુ આશ્ચર્ય થયું કે જે દિવસોમાં એ ગાયબ થયા હતા એ દિવસોમાંય એ આખા દેશના જ નહિ પણ પૂરી દુનિયાના યુવા હૈયાની ધડકન હતા.
શું તેનું નામ હતું..! શું તેમની સોહરત હતી...!
શું એ દિવસો હતા..! અને ઓચિંતાના એ ગાયબ થઇ હિમાલયના કોઈ આશ્રમમાં અજ્ઞાતવાસ માં રહીને પુરા 5-6 વર્ષ સુધી તપસ્યા અને ધ્યાન સાધના કર્યા પછી તેમને પોતાના જીવનનો સાચો માર્ગ દેખાયો હતો.
એમને મને જ્યારથી એ ગાયબ થયા હતા ત્યારથી અને હાલના દિવસો સુધીની બધી વાત કરી. અને કેમ ન કરે કેમકે અત્યાર સુધીમાં હું જ એક એવી વ્યક્તિ મળ્યો હતો જે તેને સાચા દિલ થી જાણતો હતો અને તેના દિલની નજીક હતો. બાકી, તો એ તેમના હાઈ પ્રોફાઈલ કુટુંબ અને સમાજથી તો ક્યારનાય ત્યજાઈ ગયા હતા. અને એની આ સુપરસ્ટાર સાધુ કોઈ ફિકર પણ ન હતી..! કેમકે હવે તો એ લોકો માટે જીવતા થઇ ગયા છે અને આખું વિશ્વ તેમના માટે એક પરિવાર જેવું છે...!!
વાતો વાતોમાં કેટલો સમય જતો રહ્યો એની જાણ પણ ના રહી. એમના એ અતિ સોમ્ય અને કુદરતના ખોળામાં આવેલ નાનકડા આશ્રમમાંથી વિદાય લેતા લેતા મારી આંખો હર્ષ અને ગર્વ થી ભરાઈ ગઈ..! અને ફરી ચોક્કસ આવજે એવી આજીજી સાથે એ સાધુ મને છેક આશ્રમના બહાર સુધી વિદાય કરવા આવ્યા..!
હું ઘરે પોહ્ચ્યો ત્યાં સુધીમાં તો જાણે વિચારો અને લાગણીઓમાં નહાઈ ને આવ્યો હોવ તેમ આખો તરબોળ થઇને ભીંજાઈ ગયો હતો.
મારી પત્નીએ ઘરનો દરવાજો ખોલતા ખોલતા કહ્યું “તમને તો જરા પણ ખબર નથી પડતી..! આવા વરસાદમાં આમ ખુલ્લા માંથે અવાતું હશે કે શું...?”
હા, બહાર સાચેજ વરસાદ પડતો હતો..! અને હું રોજના મારા ઓફીસ ટાઇમ કરતા થોડો મોડો થઇ ગયો હતો. પણ, મારું મન તો હજુ ત્યાનું ત્યાં જ શહેરની બાજુમાં પેલા વગડામાં આવેલ મારા મિત્રના આશ્રમમાંજ પરોવાયેલું હતું.
જેમ આ સુપર સ્ટારને એમના જીવનનો ઉદેશ્ય ગણા લાંબા સમય પછી મળ્યો હતો તેમ મને પણ મારા જીવનમાં ઉદેશ્યરૂપી કામ મળી ગયું હોય તેમ લાગ્યું...! જે હતું આ ‘સુપરસ્ટાર’ સાધુને કચકડે મઢવાનું. કેમકે હું એનો મિત્ર હતો અને રહીશ એમાં કોઈ શક નથી.
પણ હવે હું એક દિગ્દર્શક પણ છું. તો મારે તો મારા આ અદભૂત મિત્રને લોકો સમક્ષ મુક્વો જ પડેને..! અરે એતો એવો સુપરસ્ટાર સાધુ છે કે જેને કોઈ ઓળખની કે કોઈ પબ્લીસીટીની જરૂર નથી પણ મારે તો તેના ભૂતકાળ અને વર્તમાનને વણીને તેને સાચુકલો ‘સાધુ’ માંથી ‘સુપરસ્ટાર સાધુ’ બનાવવો છે. અને હું બસ લાગી ગયો મારા મિસન પર...! અને આ રીતે લખવાની શરૂ થઇ ગઈ એક ‘સુપરસ્ટાર’ સાધુના જીવન પર થી એક ‘બાયોપિક’ ફિલ્મ બનાવવા માટેની સુપર સ્ટાર સ્ક્રીપ્ટ...! કેમકે જો હું મારા આવા મિત્રને ઈતિહાસના પાનાઓ પર ન ઉતારું તો મારા જીવનનું કાર્ય જ અપૂર્ણ અને અર્થવિહીન કેહવાય સાચું કે ખોટું...?
********************

@ Suresh PatelEmail me:

WhatsApp: 9879256446Find me on
Facebook ( https://www.facebook.com/suresh.patel.1068)