Dr. Khwahish Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dr. Khwahish

અર્પણ
અર્પણ, નારી શક્તિને..!
અર્પણ, નારીની સમજદારીને..!
અર્પણ, નારીના પરિવાર માટેના બલિદાન ને...!અર્પણ
, મારા જીવનમાં આવેલ દરેક નારીને..! અને એ દરેકે દરેક નારીના અધૂરા રહી ગયેલ સપનાઓને..!

---------------------------------------

Dr. Khwahishડૉ. ખ્વાહીશ

(એક સપનાની મુડીથી એક બીજું સપનું ખરીદવાની ખ્વાહીશ...!!)


પોતાનું સપનું પૂરું થાય ત્યારે તનોમનમાં કેવો રોમાંચ ઉદભવે છે એ તો જયારે જેનું સપનું પૂરું થાય ત્યારે તેનેજ ખબર પડે...! એક યુવાન પ્રેમી યુગલ પોતપોતાના પરિવારને પોતાના પ્રેમ નો સ્વીકાર કરાવીને અને પોતાના લગ્નનો પ્રસ્તાવ પણ પાસ કરાવીને જાણે કોઈ સપનું પૂરું કર્યું હોય તેવું રોમાંચ ફિલ કરી રહ્યું છે..!! અને એક સપનાનું પૂરું થતાની સાથે જ નજાણે કેટકેટલા નવા સપના જોવાના પણ ચાલુ કરી નાખ્યા..!! અને આવી સપના ની દુનિયા ની થોડા દિવસોની સફર પૂરી કરી હકીકત ની જીંદગી માં આવી ગયા.
પ્રેમલગ્ન કરીને પોતાની જીંદગીને યાદગાર બનાવવા આ નવદંપતી પોતાની દુનિયામાં ફક્ત એકજ બાળક હોય તેવી મનોકામનાથી પોતાનું લગ્નજીવન સરું કરે છે.કુદરત એને થોડા દિવસો
માં જ ખુબ સરસ મજાનું ગીફ્ટ એક બાળકન્યા રૂપે આપે છે. પ્રેમી દંપતી ખુબ ખુશ થાય છે. અને કુદરતનું આ ગીફ્ટ હસતા હસતા પ્રેમથી પુરા દિલથી સ્વીકારીને એનું ખુબ વહાલ થી ભરણપોષણ કરે છે. અને ઈશ્વરે તેમની આ મનોકામના પૂર્ણ કરી તેની યાદને સાચવી રાખવા એમની દીકરીનું નામ પાડે છે “ખ્વાહીશ”.
ખુબ લાડ પ્યાર થી એમની દીકરી ખ્વાહીશ નો ઉછેર થાય છે.
દીકરીની કોઈ એવી ખ્વાહિશ બાકી નથી જે એના દિલમાં હોય ને પૂરી ન થઇ હોય.
ખ્વાહીશની હર ખ્વાહીશ પૂરી કરવી એ એના પપ્પાની જાણે ખ્વાહીશ છે.
એ એક ચોકલેટ માંગે તો પૂરું ચોકલેટનું આખું બોક્ષ મળી જાય…! એક રમકડું માંગે તો અનેક રમકડા મળી જાય…! ઘરની એકની એક અને મોભી છે.
જેટલી લાડકી છે એના માં-બાપ એટલીજ ચાગલી પણ છે એના કુટંબની.
ધીમે ધીમે ખ્વાહીશ સમજણી થઇ. મોટી થઇ એટલે સ્કુલે જવા લાગી. મિત્રો અને સ્કૂલ લાઈફમા મશગુલ રેહવા લાગી. એને કુદરતના રંગો અને કુદરતના અદભૂત દ્રશ્યો જોવા ખુબ ગમતા.
ગમે એવા દુઃખમાં હોય તો પણ કુદરતનો બસ એક નજરો જોઇને જાણે એ ચુપ થઇ જતી.
રોજ દિવસ આથમતા આભમાં રચાતું અદભૂત દ્રશ્ય જોઇને તો જાને મંત્રમુગ્ધ થઇ જતી...! અને પોતાના હાથને એ રોકી ના શકતી અને એના હાથ આપો આપ ધૂળની ચાદર માં કંઈક દોરવા મંડી પડતા..! પણ, આબધી વાતું થી તેની મમ્મી અજાણતાંજ એને ધૂળમાં ન રમાય ખરાબ થઇ જવાય એમ કરીને તેડી લેતી...!

ખ્વાહીશ ભણવામાં ખુબ હોશિયાર અને એને ડ્રોઈંગમાં બહુ રસ પડતો.
ઘરનો માહોલ એકદમ ખુશનુમા હતો પણ, આર્થિક પરિસ્થિતિ થોડી નાજુક હતી.
ખ્વાહીશ ઉપર પરિવારને ગણી બધી આશાઓ હતી. અને મોટી થઇને પપ્પાને ઘર સંભાળવામાં ટેકો આપશે એવો વિશ્વાસ પણ હતો બધાને..! અને છોકરી હતી પણ વિશ્વાસુ, સંસ્કારી અને પરોપકારી.
પોતે મોટી થઇને પેઈન્ટર બનશે એવું એ એના મિત્રોને કેહતી રેહતી. પણ ઘરવાળાને તો એને ડોક્ટર જ બનાવવી હતી કેમકે ભણવામાં ખુબ હોશિયાર હતી ને..! ભણવામાં હોશિયાર હોય તો ડોક્ટર જ બનાય એવું એના મમ્મી પપ્પાના મનમાં ફીટ થઇ ગયું હતું.
ખ્વાહીશ હવે મોટી થઇ ગયી. અને જાણે એક સોનેરી મછલી પોતાના બચપણમાં ખુબ ચંચળ હોય ને સમય જતા એજ મછલી મોટી થઇને ખુબ સુંદર અને ધીર ગંભીર બની જાય છે તેમ ખ્વાહીશે પણ બચપણની નાદાનીયોને સમજી વિચારી ને પોતાની હોશિયારી અને સુજ બુજમાં ફેરવી નાખીને ખુબ શાંત અને ખુબ સુંદર બની ગઈ છે. અને હવે એને પોતાના કરિયર વિશે ખરેખર સીરીયસલી વિચારીને ડગલું ભરવાનો સમય પણ આવી ગયો. ઘરે થી તો બસ ‘તારે ડોક્ટર જ બનવું છે’ એવું ફાઈનલ થઇ ગયું છે.
પોતાની પેઈન્ટર બનવાની વાત ક્યારે એ ઘરે કરતી નહિ..! એને એમ કે જો હું આવું કહીશ તો મમ્મી પપ્પાનું સપનું તૂટી જશે. અને ઘરમાં બધા નિરાશ થશે.
એટલે આ છોકરીએ પોતાના માં-બાપના સપનાને સાકાર કરવા પોતાના સપનાનું હસતા હસતા બલિદાન આપી દીધું.
એના મિત્રોએ ગણી સમજાવી ખ્વાહીશને પણ એ પોતાના માતાપિતાના લાડ અને તેમની પરવરીશ નું ઋણ ચુકવવા માટે પોતાના સપનાનું બલિદાન આપવા તૈયાર થઇ ગઈ હતી. અને પોતાનું સપનું પછી ક્યારેક પૂરું કરીશ એમ કેહતી સૌવને.
જો માતાપિતા પોતાના બાળકની બધી મનોકામના ચપટીમાં પૂરી કરતા હોય તો એમની સંતાનોએ પણ એમના પરિવાર અને વાલીઓ તરફ થોડું તો વિચારવું પડે ને ...!! જો એ આપણી બધી ખ્વાહિશો પૂરી કરતા હોય તો આપણે એમની એકાદ ખ્વાહીશ તો પૂરી કરવી પડેને...!
“નાનપણમાં કોઈ પણ મોંગી અને ખુબ કિંમતી વસ્તુઓ ન પરવડે તોય માબાપ એક નાના બાળકની જીદ્દને વસ થઇને ગમે ત્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરીને પણ એ વસ્તુ લઇ આપતા...! તો ભવિષ્યમાં એજ બાળકો મોટા થઈને માબાપની આખી જીંદગીની એક ખ્વાહીશ શું પૂરી ના કરી શકે..? ભલે ને એ ખ્વાહિસ પછી પોતાના સપનાની મૂડી થી ખરીદવી પડે...! એ સપનું શું પોતાના બચપણની એ અમુલ્ય ખુશીઓથી પણ વધારે કિંમતી છે...??!! ના. કદી નહિ. બચપણમાં મળેલી એ અવિસ્મરણીય અને અમુલ્ય ખુશીઓથી કિંમતી આ દુનિયાની કોઈ ચીજ નથી. એના માટે તો આવા કેટલાય સપનાઓ કુરબાન છે..!” આવી ફિલોસોફી વાળી વાતો કરીને ખ્વાહીશ પોતાના મિત્રો ને ચુપ કરી નાખતી.
અને બે ઘડી તો એમના મિત્રો પણ પોતાના માબાપના કેટકેટલા ઉપકારો છે તેમના પોતના પર એ વિચારીને રડી પડતા..!!!
ખ્વાહીશનું આ પેઈન્ટર બનવાનું સપનું જાણીને એના દાદાજી પણ ખુબ ખુશ થઇ ગયા હતા. પણ, જયારે ખબર પડી કે ખ્વાહીશ પોતાના માબાપના વિચારોને વશ થઈને પોતાનું સપનું ત્યજીને ડોક્ટર બનવા આગળ કોલેજનું ફોર્મ ભરી આવી છે ત્યારે અચરજ અને દુઃખ થયું. અને દાદાએ એને પોતાની પાસે બોલાવીને ગણી સમજાવી પણ ખરી કે “ઘર ની હાલની પરિસ્થિતિને જોઇને તું તારા ભવિષ્યના નિર્ણયો ના લઈશ તારે જે થવું હોય તે તું થા, તારા પપ્પાને હું સમજાવીશ. અને ઘરની પરિસ્થિતિ કાયમ થોડી આવીને આવી રેહવાની છે ધીરે ધીરે સુધરી જશે...!” પણ એના દાદાની વાત પણ ખુબ હોશિયારીથી દબાવી દેતી હોય તેમ એના દાદાની પણ દાદા બની જતી અને કેહતી, “જુવો દાદા તમેજ કહો છો ને કે હું તો ખુબ હોશિયાર છું ને સમજુ પણ...!!”
“હા, તો મેં ક્યાં કહ્યું કે તું અભણ છે...! અને તને કઈ ખબર નથી પડતી...!! તું તો ખુબ સમજુ છે..!”
“બસ, તો પછી તમે જ કહોકે....
કોઈ પોતાના અભણ માબાપના એકના એક સપનાને ભલા એની ભણેલી છોકરી તોડી શકે..? જો આવી જીદ્દ હું હજુ પણ કરું કે મારે તો આ નહિ પેલું રમકડું જોઈએ છે..!(પછી ભલેને એ પોસાય તેમ ન હોય..!) તો કેમ ચાલે, હવે તો હું મારા માબાપની પરિસ્થિતિ અને એમની મુજવણ સમજી સકું તેમ છુને..! બચપણમાં તો હું મારી જીદને વશ થઇ જતી અને ગમે ત્યારે ગમે તે માંગી લેતી અને મને એ બધું મળી પણ જતું...! પણ હવે હું મારી જીદ ને વશ નહિ પણ મારી જીદ મારા વશમાં છે. હું મારી જીદ ને મારા માબાપની પરિસ્થિતિથી ઉપરવટ જવા નહિ દઉં. જો હું મારી જીદને વસ થઇને મમ્મી પપ્પાને જણાવું કે મારે ડોક્ટર નહિ પણ પેઈન્ટર બનવું છે તો એક ક્ષણ પણ વિચાર કર્યા વગર પપ્પા મને હા પાડી દેશે. પણ હું જાણું છું કે એ ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવે છે...! અને મારુ પેઈન્ટર બનવું એ પણ એમની એક નવી જવાબદારી બની જશે. જોકે એ મને ડોક્ટર તો બનાવવા માંગે જ છે એનો ખર્ચો તો છેજ અને એની જે લોન લીધી છે એ પણ ભરવાની છે. પણ ભવિષ્યમાં એની ‘ડોક્ટર’ પુત્રીને આવક પણ એવી મળવાની છે ને..! એની તો ખાતરી છે પપ્પા ને ...! અને હું પેઈન્ટર બનીને વળી કેટલું કમાઈ લઈશ..! અને એક ‘પેઈન્ટર’ પુત્રી કમાઈ ને આપશે પણ કેટલું..?! એટલેજ મેં વિચાર્યું છે કે હું મમ્મી પપ્પાનું સપનું મારા સપનાના ભોગે પણ પૂરું કરીશ અને ભવિષ્યમાં જો સમય મારા તરફ તેની રહેમ નજર નાખીને મને મારુ સપનું પૂરું કરવા નો મોકો આપશે તો ચોક્કસ એ પણ કરીશ. પણ, હાલ તો નહિ નહિ ને નહિજ..!
આમ પોતાના સપનાને એક સામાન્ય અને રોજીંદી રાતનું મામુલી સપનું ગણીને પોતાના માબાપના સપના ને પોતાનું ભવિષ્ય બનાવવા એ મક્કમ બની ગઈ.
ડોકટરી લાઈન લેવા માટે ફોર્મ ભરાઈ ગયું હતું. હવે બસ, મેરીટ નું લીસ્ટ બહાર પડે એટલે કોલેજ ફાઈનલ કરવાનું અને ફી ભરવાની બાકી હતું. થોડા જ દિવસમાં એ પણ થઇ ગયું અને બસ
, હવે તો પોતાના અને પરિવારના ઉજ્વળ ભવિષ્ય માટે પોતાનું ઘર છોડીને બીજા રાજ્યમાં ભણવા માટે જવાનું થયું.
ઘરનો ઉંબરો ઓળંગીને બે કદમ દુર જતાની સાથેજ જાણે પોતાનું હૃદય પોતાના માબાપ પાસે રહી ગયું હોય તેમ લાગ્યું. અને રડું આવવાના બદલે પોતાની જાત પર ગર્વ મેહ્સુશ થવા લાગ્યો.
પોતાની વહાલી મમ્મીને રડતી અને પપ્પાને આંશુ પિતા જોઈના શકી હોત એટલે પાછુ વળ્યા વગર સીધી ગાડીમાં બેસી ગઈ.
બસ, પોતાની કોલેજ અને પોતાની હોસ્ટેલ ના નવા માહોલ અને કોઈ જાણ્યા અજાણ્યા મિત્રો સાથે સેટ થઇ ગયા પછી પોતાના ઘરે ફોન કરી હાલ-હવાલ લઇ લીધા.આજ રૂટીન હવે પુરા ચાર પાંચ વર્ષ ચાલવાનું હતું. વચ્ચે વચ્ચે કદાચ રજાઓ આવશે
એટલે થોડા દિવસ ઘરે પણ જવા મળશે અને એ ઘરે જઈયે આવશે. પણ, ખ્વાહીશનું સાચું ‘મન’ તો હવે બસ ડોક્ટર બનીને જ ઘરે જવાનું હતું...!
આ ચાર પાંચ વર્ષના ગાળામાં કોઈ એક દિવસ પણ ખ્વાહીશને પોતાના રંગો કે પોતાના બ્રશનું એ બંચ જે એને એના કબાટના છેક ઉપરના છેલ્લા ખાનામાં મુકેલા છે એ યાદ ન આવ્યું...!
પણ કોઈક કોઈક દિવસ એ જયારે ટ્યુસનમાં જતી ત્યારે ત્યાં બાજુમાં આવેલા પેલા હોબી ક્લાસમાં આવતા નાના નાના છોકરાઓને જોઈને થોડીવાર એ ઉભી રહી જતી. અને લાલ, પીળા, વાદળી, જાંબલી, લીલા... રંગો થી બગડેલા નાના-નાના હાથો પોતાના આંસુઓ થી સાફ કરવા અને ડ્રોઈંગસીટ પર પડેલા અણછાજતા ટપકાંઓને પોતાના રેશમી ખુલ્લા વાળમાં તારલાઓની જેમ જડવા જાણે ઉભી રહી જતી...! અને સમય જાણે ત્યાનો ત્યાંજ ઉભો રહી ગયો હોય તેમ પોતાની બેહનપણીઓ ની બુમો પણ સંભાળતી નહિ...! અને કોઈ આવી એને હાથ ખેચીને પોતાના ટ્યુસન ક્લાસમાં લઇ જતી ત્યારે ખબર પડતી કે પોતે હજુ મમ્મી-પપ્પાના સપનામાં જીવે છે, કોઈ સ્વર્ગમાં નથી પોહચી ગઈ...! (પોતાનું સપનું એક સ્વર્ગ જ હોય છે ને..!?)
**********
પેહલું વર્ષ.....બીજું વર્ષ.....ને ત્રીજું આમ ને આમ પુરા પાંચ વર્ષ નીકળી ગયા.પોતાના માબાપ અને પરિવાર
ની નાનકડી ઢીંગલી જેવી ખ્વાહીશ હવે કોઈ કલાકારે પોતાના કુશળ હાથોથી રાતોની રાતો જાગીને કોઈ કઠપુતળીના ખેલ ની પરી બનાવી હોય તેવી નાજુક અને નમણીનાર બની ગઈ છે. અને પોતાના બાળપણના સપનાના રંગો જે ઘૂંટીને પી ગઈ હતી એ જ રંગો જાણે એના તનબદન પર ઉભરી આવ્યા હોય તેમ વણાકદાર કમર ચકચકાટ ચમકી અને લચકી રહી છે...! ગુલાબી ગાલ જાણે કોઈ ગુલાબ હમણાજ ખીલ્યું હોય તેમ લચી રહ્યું છે. અને આંખો અને નેણ પણ જાણે કોઈ તિક્ષ્ણ હથિયારથી કોતર્યા હોય તેમ અણીદાર અને વાર કરે એવા છે..! હોઠોની તો વાત જ શું કરવી..? એની મીઠીમીઠી વાતો સંભાળીને કોઈ સુરદાસના મો માં પણ રસ આવી જાય એવા રસીલા હોઠ..!
જાણે કુદરતે પૂરે પૂરી તકેદારી રાખી છે આ નવી ડૉ.ખ્વાહીશ ને ઘડવામાં...!
હા, હવે ખ્વાહીશ ખાલી ખ્વાહીશ નથી પણ એ ‘ડોક્ટર ખ્વાહીશ’ છે.
પોતાની કોલેજ નો કોન્વોકેસન ડે પત્યા પછી તરત એ પોતાના ઘરે રવાના થવાની છે. અને પોતાની ડીગ્રી પોતાના મમ્મી પપ્પાના હાથોમાં આપીને એમની આંખોની ચમકને જોવાની છે..!
પોતાની કાબિલિયત પરિવાર અને સમાજને બતાડીને અંદરની ખુમારી બધાને બતાવવાની છે..!
પોતાના સપનાને ઘૂંટી ને પી જઈને પણ મહાદેવ ‘નીલકંઠ’ ની જેમ મશહુર થઇ જવાનું છે..!
પોતાના પરિવાર માં આર્થિક સંકટ રૂપી કાળા વાદળોને દુર કરીને, પોતાના સપનાને જીવવા પોતાના સપનાના રાજકુમાર સાથે ક્યાંક દુર સફેદ વાદળોમાં ચાલ્યું જવાનું છે...!
પોતાની દીકરી હવે ડોકટર બનીને ઘરે આવી રહી છે એવા સમાચાર સંભાળીને મમ્મી પપ્પા તો જાણે પાગલ જ બની ગયા છે...!! અને પૂરી સોસાયટી અને પુરા ગામમાં સૌના મો મીઠા કરાવી રહ્યા છે..! અને પોતાના જીવનનો જાને કોઈ અમુલ્ય પ્રસંગ હોય તેમ ઉજવી રહ્યા છે..! અને કેમ ન હોય પોતનું સપનું પૂરું થાય ત્યારે આવુજ કંઈક લાગે છેને..? પરિવાર આખો ખુબ ખુશ છે.
પણ એક રૂમમાં બેઠા બેઠા ખ્વાહીશ ના દાદા કંઈક વિચારી રહ્યા છે..! અને સમજી નથી શકતા કે આ ખુશી નો માહોલ છે કે કોઈના સપના તૂટ્યાના દુઃખ નો...!
‘બસ, ખ્વાહીશની ગાડી આવવીજ જોઈએ...!’ એના મમ્મી થી રેહવાયું નહિ એટલે છેક આંગણામાં ડેલી પકડીને ઉભા ઉભા જોર થી સામે વાળા કોકિલાબેનને હરખ પદુડી થઇને કહી રહી છે..!
એટલામાં ખ્વાહીશ તેના પુરા સામાન સાથે અને પાંચ વર્ષના પોતાના મમ્મી પપ્પા ના સપના ના ભાર સાથે ઘરે આવી પોહચી.
તેની સાથે આવેલા બીજા મિત્રોને મોકલાવીને એની મમ્મી એને ઘરમાં લઇ આવી રહી છે અને એની દાદી આરતી ઉતારવા ઘરના ઉંબરે ઉભી છે આખા પરિવાર સાથે.
એક ખૂણામાં એનો દાદા પણ ઉભો છે વિવશ અને લાચાર થઈને.
અને વિચારી રહ્યો છે કે જે ખ્વાહીશ, પોતાની ‘પેઈન્ટર ખ્વાહીશ’ ને અહી છોડીને ગઈ હતી એજ ખ્વાહીશ આજ પોતાના મમ્મી-પપ્પા ની ‘ડોક્ટર ખ્વાહીશ’ ને લઈને આવી ગયી છે.
ખ્વાહીશની આરતી ઉતારીને જાણે એના મમ્મી પપ્પા એની નહિ પણ પોતાના સપનાની આરતી ઉતરતા હોય તેમ લાગ્યું. ઘર નો માહોલ અને લગભગ આખી સોસાયટીનો માહોલ આજે ખુબ ખુસ્નુંમાં છે પણ બસ, બે દિલ અંદર થી હજુ કંઈક એજ જુનું સપનું જોવા મથી રહ્યા છે.
સૌ વાજતે ગાજતે ‘ડોકટર’ ખ્વાહીશને તો અંદર લઇ ગયા પણ, પેલી નાની ‘પેઈન્ટર’ ખ્વાહીશ હજુ ત્યાંજ પેલી ડેલી પાસે ઉભી છે એનું સપનું પણ પુરુ થવાની ઉમ્મીદમાં....! અને એની ઉમ્મીદ પણ એટલીજ મજબુત છે જેટલું એના દાદા નું હૃદય...!
(Written this story by inspiring from one Image from whatsaap)
*************

Your Feedback is Breath for my Life as a Writer…!!
@ Suresh PatelEmail me:

WhatsApp: 9879256446
https://www.facebook.com/suresh.patel.1068
---------
-------------------