UpGrading Arjun (Morden Mahabharat no Arjun Part-2 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

UpGrading Arjun (Morden Mahabharat no Arjun Part-2

Up-Grading Arjun

Morden Mahabharat no Arjun Part-2

અપગ્રેડીંગ… અર્જુન

હિમાલયન પર્વતમાળાના ઊંચા ઊંચા પહાડોની વચમાંથી જાણે કોઈ વાદળોની નાજુક ચાદરને તીક્ષ્ણ ધારથી ચીરી રહ્યું હોય તેમ સૂર્યના કિરણો વેહલી સવારમાં ખુબ ઝડપથી વાદળોને ચીરીને આગળ વધી રહ્યા છે. અને "મહાપુરુષ" જેવા દુર ઉભેલા આ મહાન સ્થીતપ્રગ્ય, વિરાટ અને સુંદર એવા પર્વતો જાણે અંધકારરૂપી લાજ છોડીને સફેદ બરફના વસ્ત્રો પેહરીને યુવાન હૈયે અડગ થઇ આપણને પણ જીવનના દરેક ક્ષણ માટે અડગ રેહવા તૈયાર કરતા હોય તેમ ચકચકિત સૂર્યના સોનેરી તેજ થી દ્રશ્યમાન થાય છે.

અર્જુન જે કાલ ના એના વિદ્યાભ્યાસના થોડા ઓવર ડોઝથી થાકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. નહિ તો રોજની જેમ પેહલા ધ્યાનકક્ષમાં પોહાચવાની જગ્યા એ હજુ સુધી ચાદરમાં જાણે સુર્યસેના સામે યુદ્ધે ચડ્યો હોય તેમ ઉઠવા પ્રયત્ન કરે છે.
"જી, હાં.. અર્જુન જે નાનપણ થી પોતાના જીવનમંત્ર કે પછી પોતાના જીવનના અમૂલ્ય લક્ષ્યથી અનજાન હતો તે હવે લગભગ તેના લક્ષ્યથી અને કુદરતના પેલા અલૌકિક ઈશારાઓ થી વાકેફ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. એટલેજ તો આટલા બધા પ્રલોભનો અને 21મી સદી ના કેહવાતા ઉચ્ચ સામાજિક અને મોર્ડન જીંદગીને ત્યજી ને અહી હિમાલયની તળેટીમાં ફક્ત ને ફક્ત પોતાની આત્મખોજ અને આત્મશક્તિની સાચી ઓળખ મેળવવા અને ખાસ કરીને પોતાના અદ્રશ્ય અને અદભુત એવી યોગશક્તિ અને સ્વયંશક્તિના પાવરને જગાડવા માટે આટલે દુર આવ્યો છે. બાળક માંથી જયારે યુવાનીના સુંદર ડગર પર પગ મુક્યો હતો ત્યારેજ અર્જુનને તેનામાં કંઈક અલૌકિક છે એવું અનુભવાઈ ગયું હતું. કારણ કે બચપણથી જ કુદરતના ઇશારા અને પોતાની શક્તિની જલક જોવા મળી ગયી હતી. અને એ વખતે અનજાન બનીને હસી મઝાકમાં કાઢી નાખ્યું હતું. પણ જયારે થોડો ગણો યોગાનો અને ધ્યાન નો અભ્યાસ કર્યા પછી એને એની સાચી શક્તિના દર્શન થયા ત્યારે એજ વખતે એને કુદરતનો ઇશારો સમજાઈ ગયો. પણ મોર્ડન સમાજમાં રહીને કોઈ અધ્યાત્મિક કે અલૌકિક કાર્ય કરવું હોય તો એ સંભવ નથી એ અર્જુનને જલ્દીજ સમજાઈ ગયું. અને તે વખતે જે યોગ અને ધ્યાન ના “ગુરુજીઓ” કે “બાબાઓ” હતા તો અદભુત પણ મોર્ડન જીંદગીથી રંગાઈ ગયા હતા. એટલે અર્જુનને જે જોઈતું હતું એ તેઓ પાસેથી મળે તેમ નહતું અને દયાન અને યોગ નો જો સાચો ખ્યાલ અને જ્ઞાન મેળવવું હોય તો દુનિયામાં "હિમાલય" જેવું પવિત્ર અને અલૌકિક સ્થળ બીજે ક્યાં છે? અને જયારે પણ ધ્યાન અને યોગા વિશે જાણીને કે વાંચી સમજીને આટલો રોમાંચ થતો હોય તો પછી અર્જુન માટે આ કઠીન લાગતો પણ ખુબ મહત્વનો નિર્ણય લેવામાં કેમ ભૂલ થાય..! અને તેથી જ અર્જુન ફાસ્ટલાઈફ ને થોડા સમય માટે બ્રેક મારીને અહી વિરાન અને રમણીય પણ અલૌકિક એવી હિમાલયન ચોટીઓમાં આવેલ એક પરાક્રમી ગુરુજીના સાનિધ્યમાં પ્રાચીન અને અદભૂત એવી યોગા અને ધ્યાનની જ્ઞાનગંગામાં નહાવા અને કઇંક મેળવવા આવ્યો છે."

કોલેજ લાઈફ દોસ્તોની મસ્તી-મજાક ભૂલીને ફક્ત ધ્યાન અને યોગા પર ધ્યાન કેન્દ્રિત કરવું સેહલું ન હતું અર્જુન માટે, પણ તેના પ્રિય મિત્ર સર્જનના સાથ વગર આ બધું અસક્ય જ હતુ. અને સર્જન ના બલિદાન ને પણ આપણે ના ભૂલી શકીએ એવું છે ! હાં,અર્જુનની સાથે સર્જન પણ ધ્યાન અને બીજી ગણીબધી વિદ્યાઓમાં પારંગત થઇ રહ્યો છે. અને સાથે સાથે મેહુલ ના થોડા દિવસો પણ બલિદાન જ કેહવાય. હા, મેહુલ પણ સર્જન અને અર્જુન ની જીદ ના લીધે આવી ગયો હતો પણ પપ્પા ની બીક અને પેલી એની ફ્રેન્ડની યાદમાં એ બહુ દિવસ રહી ના શક્યો. પણ જતા જતા એ પણ એક વચન આપતો ગયો છે કે જે પણ એ શીખ્યો છે તે બધા નો ભરપૂર અભ્યાસ કરતો રેહશે..!!
જોઈએ મેહુલ એની ફાસ્ટ લાઈફમાં ધ્યાનના માર્ગ પર કેટલો ફાસ્ટ ચાલી શકે છે એના મિત્રો વગર.

અને અહિયાં અર્જુન અને સર્જન તો જાણે ધ્યાન અને યોગાના માસ્ટર થઇ ગયા હોય તેમ એક બીજા ને રોજ કંઈક નવા અનુભવો અને બીજા મિત્રો સાથે તેના ચમત્કારો શેર કરતા રહે છે...!!હા, અર્જુન અને સર્જન ની સાથે અહી બીજા પણ થોડા ગણા ધ્યાન ના વિદ્યાર્થિયો છે, ભલે તેમ
ની ઉમર થોડી વધારે છે પણ એ પણ મનથી તો જુવાન જેવાજ જોસીલા છે.

સર્જનને તો બસ ટેલીપથીમાં મજા આવી ગયી છે એ જ્યારે હોય ત્યારે બસ ટેલીપથી થી એના મિત્રો જોડે વાતો કરી લે છે. અને હા ઘરથી દુર અને મોબાઈલ કે કોમ્પુટર પણ ન હોવાથી એ બિચારો સાવ એકલો પડી ગયો હોય તેમ લાગ્યા કરે છે! કેમકે અર્જુન તો પોતાનામાં જ મસ્ત છે અને એને જે જોઈતું હતું એ તો એને મળીજ ગયું હવે એને ક્યાં કોઈની યાદ સતાવાની હતી હા..ક્યારે એ પણ ખૂણામાં બેસી ને મમ્મી પપ્પા અને સંજુ ને યાદ કરી લે છે. તો પણ સર્જન જેટલો એકલો નથી પડી ગયો અર્જુન, કેમકે એને ખબર પડી ગયી છે કે એ પોતે હવે કંઈક મોટું કરવા માટે તૈયાર થઇ રહ્યો છે અને કંઇક મોટી સિદ્ધિ કે દુનિયાના માટે કંઇક કરવા જઈએ ત્યારે આપણે આપણી જાતે ને તમામ દુનિયાઈ બંધનથી છોડી નાખવી પડે છે. હા, પછી ભલેને એ બંધન પ્રેમનું હોય કે દોસ્તીનું હોય કે પછી બીજું ગમે તે..!

બીજી વાત એ મજાની થઇ આ હિમાલયના ઠંડા અને એકાંત વાસમાં કે અર્જુન જે બધા લોકોની વચ્ચમાં ગાવા માં શર્માંતો હતો એ શરમ એની અહી છૂટી ગયી. અને અર્જુનને પોતાને પણ ખબર ના રહી કે એ આટલો મોટો સિંગર છે. તેની અંદર રહેલું આ ગાવા નું ટેલેન્ટ પણ અહી આવીને જાણે અપગ્રેડ થઇ ગયું. કોલેજના ફંક્સનમાં પોતાની અને પોતાના ફ્રેન્ડસ ની જે ફજેતી થઇ હતી. તેને કદાચ હવે એ વસુલી શકે તેવો લાયક ગાયક પણ બની ગયો છે...!! અને આ એકલવાયા દિવસો માં એનું ‘ગાંડીવ’ ગીટાર એના સાથી ની જેમ તેની સાથે રહ્યું છે હમેશા. અને અર્જુન પણ ધ્યાન અને સંગીત નો એવો મેળ બેસાડી બેઠો છે, કે જાણે ધ્યાનમાં એ સંગીત વગાડતો હોય અને સંગીતમાં એ ધ્યાન કરતો હોય તેમ મશગુલ થઇ જાય છે...! એમાય વળી એને બંગાળી બાબુ સંગીત ના પીએચડી એવા સંગીત ગુરુ પણ અહિયાં મળી ગયા છે, હવે તો શું જોઈએ..!!
તો બસ હવે આપણે પણ હિમાલય જઈને એજ જોવાનું રહ્યું કે અર્જુન કેવી રીતે આ કુદરતના આ રમણીય માહોલ માં પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યો છે.

##############

(ગુરુકુળ લાઈફ)

એક રમણીય અને અવિસ્મરણીય સ્થળ જ્યાં ચારેબાજુ બસ સફેદ સફેદ દૂધ જેવા પહાડો અને નીચે જ્યાં સુધી નજર પોહાચે છે ત્યાં સુધી બસ લીલીછમ ધરતી છે..! અને આટલી ઉંચાઈ થી રોડ રસ્તાઓ તો જાણે કોઈકે પેન થી દ્રોવિંગ પેપર પર આડા અવળા લીટા ચીતર્યા ના હોય તેવા વળાંકદાર અને કાળા કાળા કોઈ સાપ જેવા દેખાય છે...! જીણી જીણી ખીણો માંથી નીકળતી નદીઓની સેના જાણે આખા નજારાને બેકગ્રાઉંન્ડ મ્યુસિક આપતી હોય તેમ ખળ ખળ કરતી વહી રહી છે. અને એ પણ જાને કોઈ સફેદ મુગુટ પેહરીને એવા જોરદાર સફેદ ગોગ અને જાગ સાથે ..!

અર્જુન અને સર્જન તો આવતા ની સાથેજ મંત્રમુગ્ધ થઇ ગયા..!પણ એમની સાથે આવેલી પેલી યોગા અને ધ્યાન ની બેચ ના બાકી પાર્ટીસિપેન્ટ ના અવાજ અને વાતો થી ફરી પાછા હોશમાં આવ્યા.
હા, પુરા ભારત માંથી અહિયાં લોકો યોગ અને ધ્યાનના પાઠ ભણવા આવે છે અને આ નૈસર્ગિક વાતાવરણમાં રહીને એ લોકો એવા તો પ્રસન્ન અને મોહિત થઇ જાય છે કે અહિયાં જ રહી જવા તૈયાર થઇ જાય છે. પણ પછી પોતાની જવાબદારીઓ અને ઘર સંસાર ની યાદ આવતાની સાથે પાછી પોતાના ઘર તરફ દોટ મુકે છે અને યોગ અને ધ્યાન નો અમુલ્ય ખઝાનો લગભગ અહીયાજ મૂકી જાય છે..!
યોગેશસર ના ગુરુ કે ‘યોગગુરુ’ કહીએ એ જ આ આશ્રમ ચલાવે છે.
એમની ધ્યાન અને યોગ શક્તિ એટલી બધી પાવરફુલ છે કે તે એમની દરેક બેચ નું સિલેકસન બસ તેમની જ્ઞાનેન્દ્રિયો થીજ કરે છે અને એકવાર તમારું ફોર્મ પાસ થાય પછીજ આ ધ્યાન ના કોર્સ નું પરમીસન મળે છે. માટે આવેલી બેચ એક રીતે તો નસીબદાર છે કે તેમને અહી સુધી તો આવવા મળ્યું. બાકી મેહુલનું તો ફોર્મ જોતાની સાથે ગુરુજી એ રીજેક્ટ કરી નાખ્યું હતું પણ યોગેશ સર ના દબાણ ના લીધે ગુરુજી તેને અહી આવવા દેવા વિવષ થઇ ગયા હતા..! અને હા, કદાચ એ આવીને પણ અહી રહી નહિ સકે એ બધું ગુરુજી પહેલાથીંજ જાણતા હશે કદાચ એટલે જ એને અહી સુધી આવવા દીધો હતો..! પણ બાકી ની આખી બેચ નું સીલેક્સન ગુરુજી પોતાની આગવી સુજ બુજ થીજ કરે છે અને એટલેજ તો ક્યારેક ક્યારેક અહિયાં મહિનાઓ સુધી કોઈ બેચ હોતી જ નથી. કેમકે ગુરુજી માટે યોગ અને ધ્યાન બસ પૈસા કમાવાનો ધંધો નથી પણ એક સાચો ધર્મ અને એક સાચો ઉદેશ્ય છે. અને હવે લાગે છે કે અર્જુન ના આવ્યા પછી તેનો આ ઉદેશ્ય સંપૂર્ણ રીતે પૂરો થશે..! અને ગુરુજી ને અર્જુનના ફોર્મ પર થીજ લાગી આવ્યું હતું કે આ કંઈક ચમત્કારી જીવ છે બાકી હજુ સુધી કોઈના પણ મન ના વાઈબ્રેસન અર્જુન જેટલા સ્ટ્રોંગ નથી આવતા. અને ગુરુજી ને લાગે છે કે અર્જુનને તો આ ધ્યાન અને યોગા ના કોઈ પાઠ ભણવાની પણ જરૂર નથી એ તો બધું જાણે જ છે પણ બસ એના પેહલાના જન્મનું છે એટલે એ બધું ભૂલી ગયો છે. હા, ગુરુજીને અર્જુન ના ગ્રાસ્પીંગ પાવર અને એની ગહન વાતો પરથી એવું લાગે છે અને કદાચ ગુરુજી એ ત્રિકાળ દ્રષ્ટી થી અર્જુનનું ભૂતકાળ પણ જોયું હોય..?! પણ આ બધી વાતોથી બધા અન્જાન થઇને બસ અત્યારે તો ધ્યાન ના સાગરમાં ડૂબી જવા તૈયાર છે.
ગુરુજી ધ્યાન ના માસ્ટર છે એટલે એતો ખબરજ હોય કે કોણ કેટલું ધ્યાની છે અને જો કોઈ ધ્યાન ના માર્ગ પર જવા પોતાની અંદર થી તૈયાર જ ના હોય તો તેને કદી ધ્યાનમાં બેસવા કેહતા નથી. કેમકે ધ્યાન એ બીજું કંઇ નહિ પણ પોતાની જાત તરફનું અવલોકન જ છે ને..! જેમ જેમ આપણે પોતાની જાત તરફ અવેર થઈએ છીએ તેમ તેમ આપણે ધ્યાનની નજીક જઈએ છીએ. એટલે જ તો કદાચ ધ્યાનને બીજી રીતે ‘સેલ્ફ-અવેરનેસ’ એવું કેહવાયું છે.!!
##############


(મેઈન ધ્યાનકક્ષ)

‘કેમ અર્જુન આજે મોડું થયું...?’ સર્જન જે ધ્યાનમાં હતો પણ અર્જુને આવતા જોઈ ગયો.
‘બસ, થોડું વધારે નાહવાનું મન થઇ ગયું એટલે’ અર્જુન ધીરે થી પોતાની જગ્યાએ બેસતા બોલ્યો.‘શું? આવા
ઠંડા પાણીમાં પણ..? હું તો સવારમાં નહ્તોજ નથી !’
‘એટલે તું..!’

‘અરે , ના-ના એવું નહિ પણ હું બપોરે નહાઈ લઉં છું.’

‘ઓકે, મને એમ કે તું નાહવા ની ગોળી ખાય છે.’

‘એય, પ્લીઝ..!’ કોઈકે આગળ થી ધ્યાન ભંગ થતું હોવા થી મો બંધ કરવા કહ્યું.
‘યેસ, યેસ’
અર્જુને પોતાની આંખો બંધ કરતા પેહલા પેલા ભાઈને શાંતિથી જવાબ આપ્યો. અને પોતે પણ ધ્યાનમાં જવા આંખો બંધ કરી બેસી ગયો.
આજે વેહલી સવારમાં ગુરુજી એક નવીજ ટેકનીક થી શિબિર ચાલુ કરી, જેમાં બધા એ ચુપચાપ પોતાની જગ્યાએ આવીને બેસી જવાનું હતું. અને પોતાનું ધ્યાન એટલું સતેજ કરવાનું હતું કે જેટલું સહજ ગુરુજી નું ધ્યાન હોય અને જયારે ગુરુજી ને ખબર પડી ગઈ કે બધા કક્ષ માં હાજર થઇ ગયા છે અને બધા પોતાની ધ્યાન અવસ્થા માં બેસી ગયા છે ત્યારે ગુરુજી ધ્યાન અવસ્થા થી જ પોતાના નવા ચેપ્ટરની શરુઆત કરી, જેની જાણ અર્જુનને ન હતી કેમકે એ થોડો મોડો પડ્યો હતો.

‘અર્જુન, તારે મોડું થયું એ મને ખબર છે, પણ તું આજે કંઈક ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે?’ ધ્યાન ની અવસ્થામાં જ ગુરુજી બધા ના ખબર અંતર પૂછી લેતા જેથી કોઈ ની પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઇ જાય અને બીજા ને ખબર ના પડે જો પર્સનલ હોય તો અને જો પર્સનલ ન હોય તો પણ.!
‘હા, સર, મને બીજું કંઇ નહિ પણ બસ મારી એ પાછલી લાઈફ જે હું ત્યાં ૧૨ મહિના પેહલા મૂકી આવ્યો છું તેની છે, ત્યાં બધું ઠીક તો હશે ને?
‘બધું ઠીક હશે, અને આ સમય કંઇ બહુ વધારે નથી.’‘કેમ ? સર હજુ પણ તમે એમને બધા ને કંઈક વધુ સમય માટે રોકવા ના છો?’
‘અરે, ના આવું નથી. પણ હા, જે મારે શીખવવું છે ટે તો બસ આજ છે !!!
’‘એટલે ..?’
‘એટલે, એજ કે તમે તમારી ઇન્દ્રિયો ને કેવી રીતે વશ કરીને એનો વધુ માં વધુ ઉપયોગ કરી શકો.’
‘હા, સર એ તો તમે રોજ શીખવો છે ને’
‘હા, પણ આજે તું જે કરી રહ્યો છે
તે અદભૂત છે.!’‘એટલે હું શું કરી રહ્યો છું?’ અર્જુન જરા જબ્ક્યો હોય તેમ.

‘કંઇ નહિ બસ, ધ્યાન માંથી વિચલિત ના થઈશ.’
‘ઓહ...! ઓકે હવે ખબર પડી હું ટેલેપથી થી વાત કરી રહ્યો છું.’‘ના, આ ટેલીપથી નથી.’

‘તો?’ અર્જુન વધુ મુન્જાયો.
‘આ તારી જ્ઞાનેન્દ્રિય દ્વારા તું મારી સાથે વાતો કરી રહ્યો છે અને એમાં તને મારો અવાજ પણ સંભળાતો હશે ક્લીયર.’ ગુરુજી એ સમજણ આપી.
‘હા, સર પણ આ તો અમે ગણી વાર કરીએ છીએ હું અને સર્જન, એ ખબર છે.’‘પણ, ટેલીપથી
માં તું અને સર્જન અથવા જેની સાથે તું વાત કરતો હો તેની સાથેજ વાત કરી સકે છે એ પણ ફક્ત વિચારો થી કદાચ અવાજ ન પણ આવે..!’‘હા, સર અવાજ નહોય પણ કોમ્યુંનીકેસન તો થઇ જાય છે.’
‘કોમ્યુંનીકેસન થાય પણ, ફક્ત ૧ કે ૨ વ્યક્તિ સાથે.’
‘મતલબ..?’ હવે અર્જુન ને કંઈક નવું લાગ્યું.

‘ મતલબ અત્યારે તું બોલ્યા વગર પણ બધાને સંભળાય છે આ વર્ગમાં.’‘અર્જુન..! હા-હા-હા’ સર્જન હસ્યો.

‘હેલ્લો, અર્જુન‘દા..!’ પેલા બંગાળી કાકા પણ ધ્યાનમાં જ હતા પણ બધું સાંભળી શકતા હતા.
‘ઓહો...તો તમે બધા ગુરુજી ની ધ્યાન ફ્રિકવન્સી માંજ છો એમને.’ અર્જુન ચોક્યો.
‘હા, હા, અર્જુન તું લેટ આવ્યો ત્યાં સુધી આ બધા મારી આજ એક્સ્સરસાઈઝ પર કામ કરી રહ્યા હતા. અને તું મોડો આવ્યો એટલે મેં એ બધા ને કંઈક પણ કેહવા ના પડી હતી’ ગુરુજી એ અર્જુનને હવે બધી રીતે ક્લીયર કર્યું.
થોડીવારમાં બધાજ નોર્મલ થઇ ગયા અને આંખો ખોલી ને તરતજ અર્જુન તરફ જોઈને હસવા લાગ્યા.

‘શું સર?, તમે પણ મને કહ્યું નહિ, અને આ લોકો ને વળી પાછો મોકો મળી જશે મારી મઝાક ઉડાડવા નો.’‘અરે, એમાં શું આતો એક ના
ની મજાક હતી હજુ તો આવી ગણી બધી મજાક બાકી છે’ સર્જને સર સામે જોતા કહ્યું.
‘હા, હા, આવું તો ગણું બધું જાણવાનું છે.’‘ઓહ, ભગવાન એક
વાર જો હું મોડો આવું તો આ લોકો કેટલા બધા આગળ નીકળી જાય છે.’ અર્જુન મન માં બોલ્યો.
‘કંઇ વાંધો નહિ અર્જુન. એ લોકો તારાથી ગણા આગળ નથી.’ ગુરુજી એ અર્જુન સામે જોતા મન થીજ જવાબ આપ્યો અને થોડું હસ્યા.
અર્જુને પણ ટૂંકી સ્માઈલ આપી ને જવાબ સ્વીકાર્યો.
‘ તો ચાલો, આગળ વધીશું.? ગુરુજીએ બધા ને થોડા સાવધાન કર્યા.
અને ગુરુજી આ બધાને યોગ અને ધ્યાનના દરિયામાં વધુ ઊંડે સુધી લઇ ગયા.

##############

(પ્રકૃતિ નો સ્પર્શ)

ધ્યાનના નવા એક સેશન પછી બધા હળવા મૂડમાં પોતપોતાના રૂમમાં કોઈ આરામ કરી રહ્યા છે તો કોઈ પોતાની બૂક વાંચી રહ્યા છે કોઈ પેન્ટિંગમાં મશગુલ છે તો કોઈ અલગ અલગ ગેમમાં મશગુલ છે. અર્જુન અને સર્જન પણ પોતાના રૂમમાં બીજા મિત્રો સાથે બેઠા છે અને બસ ગપ્પા મારી રહ્યા છે.
પણ અર્જુનને આ બધા માં રસ પડતો નથી એટલે વિચારે છે થોડીવાર માટે બહાર લટાર મારી લઉં.
અને આમેય અર્જુન આખા દિવસમાં ધ્યાનના પાસાઓને જાણ્યા અને સમજ્યા પછી કોઈ એવી જગ્યા એ જઈને બેસી જતો જ્યાં કોઈ એને ડીસ્ટર્બ ના કરે. અને એ પોતાની જાતમાં ખોવાઈ જતો.

“સર્જન, હું જવું છું મારી રોજની જગ્યાએ મને બસ યાદ કરાવજે જયારે તમે બધા ડીનર માટે નીચે જાવ ત્યારે...ઓકે..!” અર્જુન પોતાની બુટ પેહરતા બોલ્યો
“હં...ઓકે હું કહીસ.” સર્જન બીજા મિત્રો જોડે વ્યસ્ત હતો એને પોતાનો હાથ ઉંચો કરી ઈસારો કર્યો.
“ક્યાં જાય છે આ અર્જુન ..!” પેલા સર્જનની બાજુમાં બેઠેલા મિત્ર એ પ્રશ્ન કર્યો.
‘બસ એતો અહિયાં આશ્રમની પાછળ પેલી નાની ખીણ પાસે જ્યાં ઝરણું પડે છે ત્યાં રોજ જઈને બેસી રહે છે કંઈક વિચારો માં. કદાચ સંજુ ની યાદ આવતી હશે એને..!!” મજાક માં સર્જને જવાબ આપ્યો.
“ઓહો...તો લવ સ્ટોરી છે આ અર્જુન અને સંજુ ની એમને..?”
“હા, લવસ્ટોરી જેવુજ કંઈક છે !”
“તો મને કહે ને એની લવ સ્ટોરી..!” પેલા ભાઈને થોડી જીજ્ઞાસા જાગી.
‘અરે, એ પછી કહીસ અત્યારે આ ગેમ પૂરી કર..” ચેસ્સ ના પ્યાદા ને સરખા મુક્તા સર્જન તેના મિત્રો જોડે પાછો પોતાની ગેમમાં પરોવાઈ ગયો.

અર્જુન તેની રોજની જગ્યાએ આવીને બસ પોતાની જાતને કુદરતને સોપી દેવા તૈયાર છે.
ઝરણાની નજીક જઈને બેસી જાય છે અને પોતાની સામે આથમતા સુરજની પીળી રોશનીમાં સોનાની ચાદર ઓઢેલ ચળકાટ મારતા પર્વતો છે, પોતે બેઠો છે એ પથ્થર થી થોડેક દુર જ એક ઊંડી ખીણ છે જેમાં આ ઝરણું વિલીન થઇ જાય છે, અને પાછળ નાના નાના વ્રુક્ષોથી બનેલી ઝાડી છે.
અર્જુન ધીમે ધીમે પોતાના કાન, આંખો અને હલનચલન બંધ કરીને પોતાની ધ્યાનરૂપી આંખો અને કાન પોતાના મનમાં ખોલે છે.
ધીરે ધીરે બાજુમાં વેહ્તું ઝરણું ધ્વની રહિત થઇ જાય છે, પોતાની પાછળ પેલી ઝાડી માંથી આવતો પક્ષીઓનો કલરવ અને અંધારાની રાહમાં બેઠા અન્ય જીવોના અવાજ જાણે મ્યુટ થઇ રહ્યા છે. અને અર્જુન બસ તેના મનમાં પ્રકૃતિને પોતાના વિચારોના હાથ વડે સ્પર્શી રહ્યો છે.!
જાણે અર્જુન પોતે જ આ પ્રકૃતિનો ભાગ છે અથવા કહો કે પ્રકૃતિ અર્જુનનો ભાગ છે તેમ આ બધી વસ્તુઓ એકબીજામાં વિલીન થઇ ગયી.
થોડીવાર પેહલા આવતો આ ઝરણાનો અવાજ ગાયબ. પેલા તમ્મરાઓ અને પંખીઓનો કલરવ પણ ગાયબ. ઠંડા પવનમાં લેહરાતી ઝાડની ડાળીઓનો અવાજ પણ ગાયબ. અરે હવે તો અર્જુનને પોતાના શ્વાસો નો અવાજ પણ નથી સંભળાતો..! હવે પ્રકૃતિ અને અર્જુન એકબીજાથી અલગ નથી એમ કહી શકાય તેવું કંઈક બની રહ્યું છે..! અદભૂત અને અતિઆનંદિત થઇ જવાય એવો અનુભવ અર્જુન અત્યારે કરી રહ્યો છે. અને આવો પ્રકૃતિ નો સ્પર્શ કરવા અર્જુન રોજ આ જગ્યાએ આવે છે.

અર્જુન આવી રીતે આખી આખી રાત બેસી રહે છે અને ક્યારેક તો સર્જનને રાતના સમયે એને ઉઠાડવા કે સમાધિ માંથી બહાર કાઢવા આવવું પડે છે..! અને એના ચક્કરમાં એકવાર બિચારો સર્જન આ ખીણમાં પડતા પડતા રહી ગયેલો ત્યારથી એ અંધારામાં આ બાજુ આવવાનું સાહસ નથી કરતો.

પણ, હવે તો બસ એના ટેલીપથીના પાવર થી જ અર્જુનને મેસેજ કરીને બોલાવી લે છે અથવા સંદેશો આપી દે છે. અને હવે તો પાછી આજે ગુરુજી એ એક નવી ધ્યાનની ટેકનીક શીખવાડી છે જેમાં ટેલીપથી કરતા પણ થોડુ એડવાન્સ છે. એટલે હવે સર્જનને ત્યાં જવાનું કે કોઈ ખોટું રિસ્ક લેવાની જરૂર નથી ! અને આ ટેકનીક થી એ હવે અર્જુનને પોતાના રૂમમાં બેઠા બેઠા બુમ પાડી શકશે એટલેકે બોલાવી શકાશે.!!

##############

(મસ્તી નું હવનકુંડ)

સર્જન તેના ટેલીપથીના પાવર થી અર્જુનને બોલાવી લે છે અને થોડીવારમાં બધા ફ્રેસ થઇને
હવનકુંડ માં ડૂબકી લાગવા પોહચી ગયા છે...!હા, ‘હવનકુંડ’ એટલે
આશ્રમની એક એવી જગ્યા કે જ્યાં બધા નાના બાળક બની ને એક બીજા ને પ્રશ્નો કરી શકે..! કોઈને પણ અને એમાં ગુરુજી પણ આવી ગયા...!
હવનકુંડ એટલે એવી સમાધિ કે જ્યાંથી નજાણે કેટકેટલા વિદ્વાનો પોતાની અસલી પ્રકૃતિ ને જાની ચુક્યા છે..!હવનકુંડ એટલે એવી જગ્યા કે જ્યાં કોઈ કોઈના પણ ભારેસે નહિ પણ પોતાની જાત પર વિસ્વાસ મુકીને પોતાની ટેલેન્ટને બધા વચ્ચે જુસ્સાથી પ્રગટ કરી શકે એવી જાહેર એકાંત જગ્યા..!!
ટૂંક
માં લોકો માટે પોતાનો અંદર નો ભય ભગાવાની બેસ્ટ જગ્યા એટલે ‘હવનકુંડ’. અને હા, એ જગ્યા છે આશ્રમનો ભોજન ખંડ.
જ્યાં બધાએ સાથે બેસીને એકબીજા ના વિચારો આપ લે કરવાના અને શાંતિથી જમવાનું. ગુરુજી પણ અહિયાં નાના બાળક બની ને આ બધા વચ્ચે ભળી જાય છે અને રમુજ રમુજ માં અમુક વસ્તુ નું જ્ઞાન પણ આપી દે છે. અને આ જગ્યા એવી છે જયા બધા પોતાની શરમ છોડી નાખવા વિવષ થાય છે કેમકે આ જગ્યા નો પ્રભાવ જ કંઈક એવો છે. કેમકે કેહવાય છે ને મનુષ્યના દિલ સુધી પોહ્ચવાનો રસ્તો એના પેટ માંથી થઇ ને હોય છે તેમ મસ્ત મસ્ત જમવાનું પેટ માં જાય કે તરત પોતાના દિલ ની વાત બહાર. અને એમાય એવી વસ્તુ બહાર આવી જાય જે વરસો થી અંદર દબાયી ને પડેલી હોય ! અને એમાં કોઈ દિવસ કોઈક ના આંશુ પણ બહાર આવી જાય છે તો કોઈ દિવસ કોઈ પાગલ ની જેમ હસવા પણ લાગે છે ! પણ પોતાના દિલની વાત બધાને કરીને સૌ ખરેખર હળવા ફૂલ જેવા થઇ ને ફરી પાછા ખીલી ઉઠે છે..! અને પોતાના જીંદગીમાં કંઈક નવા અને પોતે સેવેલા સપનાઓ કે મુકામો હાંસલ કરવાના નવા નવા રસ્તાઓ શોધી લે છે. એમ કહો કે બધા પોતાની લાજ કે શરમ ની આહુતિ આ મસ્તીના હવનકુંડમાં આપી ને પોતાની ‘ઇનર સ્ટ્રેન્થ’ ને અહી પ્રગટ કરે છે. અને આ એક એવું હવનકુંડ છે જેમાં પોતાની જાત ને સમર્પિત કરવાની હોય છે. એટલે ના છુટકે પણ પોતાની જાત ને તપાવવી પડે અને જાતને તપાવી ને ખરા સોના જેવી ચમકાવી લે છે સૌ અહી. અને આ ‘મસ્તીના હવનકુંડ’ ની શરુઆત પણ ગુરુજી એ એવા ઉદેસ્યથી જ કરેલી હતી કે કોઈ પણ માણસ જો પોતાની જાત ને પાછો પોતાના મસ્તી ના માહોલ કે પછી બાળપણમાં લઇ જાય તો ખરેખરો પોતાનો પાવર અને પોતાની અલૌકિક શક્તિઓ એ પાછો મેળવી શકે.! કેમકે જન્મથી તો આપણે બધા ખુબ પવિત્ર અને શક્તિશાળી હોઈએ છીએ અને બધી અદભૂત શક્તિઓ થી સજ્જ પણ હોઈએ છીએ પણ જેમ જેમ દુનિયાના રીતોરીવાજ ની ચામડી આપણા ઉપર ચડતી જાય છે તેમ ધીરેધીરે આપણી અંદરની શક્તિઓ અને કુદરતની અલૌકિક શક્તિઓ વપરાયા વગર સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે. અને આવી સુષુપ્ત અવસ્થામાં ગયેલી શક્તિઓને જગાડવાનું સમભવ છે ફક્ત પાછા પોતાના બચપણમાં જઈને. અને એવો મસ્તી નો માહોલ ફરી ઉભો કરીએ જેમાં આપણી અદભૂત શક્તિઓ જાગૃત હતી. એવા મસ્તીના માહોલ ને દરરોજ અહી સર્જવા માટે ગુરુજી ખુદ અહી આ મસ્તીનું હવનકુંડ પ્રગટાવે છે..!
દિવસ ના ત્રણેય ટાઇમ બધા અહિયાં જ જમે છે. પણ, સવારમાં બધા થોડા સીરીયસ હોય છે અને બપોરે બધા થોડા ભૂખ્યા હોય છે! એટલે મસ્તી મઝાક અને સવાલ જવાબ નો માહોલ સાંજના જમણમાં વધારે હોય એ સ્વાભાવિક છે. અને આમેય સાંજનો સમય અહિયાં હિમાલયની ગોદમાં થોડો વધારે સુહાનો હોય છે..! બધા જાણે પોતાના ઘરમાં પોતાના માંના ખોળામાં આવી ગયા હોય જેમ પોતાના બચપણમાં આખો દિવસ રખડ્યા પછી શાંતિ અને સુકુન તો માંના ખોળા માંજ આવતું તેમ.!

ડાયનીંગ ટેબલ પર જુના અને નવા ગીતો ની રમજટ જામી છે. અને બધા રોજની જેમ ટેબલ અને વાસણોને પોતાના વાજિંત્રો બનાવીને મહાલ જમાવી દીધો છે..!
અર્જુનના સિંગિંગ ટેલેન્ટના ‘હન્ટિંગ’ માં પણ આ મસ્તીના હવનકુંડ એટલે કે આશ્રમના આ ભોજનકક્ષ નું બહુ મોટું યોગદાન છે. અર્જુન તેનું પેહલું જાહેર પરફોર્મન્સ અહી આપીને જ આટલો જોરદાર સિંગર બન્યો છે. હા, અત્યારે તો એ આશ્રમમાં એકલોજ એવો સિંગર છે જે જોરદાર છે...!!

આવા ગણા બધા ટેલેન્ટો અહિયાંથી બહાર આવ્યા છે. અને જો ટેલેન્ટ બહાર આવે તેમ
હોય તો મસ્તી તો બહાર આવીજ જાય અને તમે જે કંઈ તમારા મનમાં લઈને આવ્યા હો તે બધું આ મસ્તીના હવનકુંડમાં હોમવુંજ પડે કેમ કે બીજો કોઈ રસ્તોજ નહતો પોતાના મનના વિચારોની આહુતિ આપવાનો..! અને એટલેજ બધાએ કદાચ આ જગ્યાને ‘મસ્તીનું હવનકુંડ’ એવું નામ આપ્યું લાગે છે.
મસ્તી ભરી રાત માં રોજ સૌ પોતપોતાના પેટની ભૂખ મીટાવવા ની સાથે સાથે પોતાના મન ની કે પોતાના ટેલેન્ટની ભૂખ પણ અહિયાં જ મીટાવે છે. આખા દિવસનો થાક જાણે ચુટકીમાં ગાયબ થઇ જાય છે. અને ભોજનના સ્વાદ સાથે સાથે પોતાની દોસ્તી અને એકબીજાના હુંફ નો સ્વાદ પણ ચાખવા મળી જાય છે..!
કોણ ગુજરાતી..? કોણ બંગાળી..? કોણ મહારાષ્ટ્રીયન..? કોણ કેટલું ભણેલું છે કોણ અભણ છે..? એ બધા નો ભેદ ભાવ ભૂલી ને અહિયાં સૌ સાચા અર્થમાં માનવી બની જાય છે..!દરેક ને પોતાના જીવન માં થોડો સમય પોતાની આ ફાસ્ટ લાઈફ અને પોતાના પરિવાર થી અલગ વિતાવવો જોઈએ તોજ પોતાના માનવી હોવા નો એહસાસ થાય..! અને અહ
ી સૌ પોતપોતાના પરિવારને એકબીજામાં શોધી લે છે... !
##############

(યોગના અદભૂત ચમત્કારો)

એક દિવસ સમી સાંજે પોતાના ધ્યાન ના અધ્યાયો પુરા કર્યા પછી રોજની પેલી રૂમમાં જ ભરાઈ રહીને ટાઇમપાસ વાળી ગેમો રમીને થાકેલા સર્જનની જીદ ના લીધે અર્જુન અને તેમના ત્રણ-ચાર મિત્રો નીજીકમાં ટ્રેકિંગ માટે નીકળ્યા છે. અર્જુન પેહલા તો બધાને પોતની પેલી ઝરણા પાસે ની જગ્યાએ લઇ જાય છે અને બધાને પોતાના અનુભવો અને આ જગ્યાની આસપાસ નો નજરો વર્ણવ્યા.
અને પોતે અહી ધ્યાન અને સંગીતમાં મગ્ન થઇને આખી આખી રાત બેસી રહે છે..! એવું સર્જને બધાને કહ્યું પણ કોઈને પણ વિશ્વાસ ન આવ્યો..! અને હા, અર્જુન પોતે કંઈક બોલે એના પેહલા પેલા બંગાળી બાબુ બોલી ઉઠ્યા કે અર્જુન થોડા એક દો ગાના તો સુના દો...અભી એ ગીટાર સાથમે લાયે હો તો..!અર્જુન ક્યારનો ગાવા માટે ઉતાવળો હતો..!
એમાય વળી પોતાની ગાવાની ટેવને અહિયાં આવ્યા પછી રોકી ન સક્યો હોય તેમ પોતાની સાથે લાવેલા એના પેલા
“ગાંડીવ” ને પોતાના ખોળામાં રાખીને બીજા લોકો કહી કહે એના પેહાલાજ ગાવાનું ચાલુ કર્યું. મિત્રોની રીક્વેસ્ટ તો ફક્ત એકાદ બે ધૂન સાંભળવાની હતી પણ અર્જુન પોતાની જાત ને પણ હજુ સુધી નથી સમજાવી સકતો કે આ અલગ અલગ અદભૂત ધૂનો તેના ગીટાર માંથી કેવી રીતે નીકળવા લાગે છે...! થોડા રીલેકક્ષ થઇને પછી થોડા આગળ એટલે કે પર્વતો ઉપર આગળ જવા નીકળે છે.
ચારે બાજુ રમણીય નજરો જોઈ ને પેલા MBA વાળા માર્કેટિંગના ભાઈ તો ખુશ થઇ ગયા કારણકે તેમને પોતાની ચોપડીઓ થી અને માર્કેટિંગના પ્રોફેસનમાં આવા રમણીય સ્થળોની વિસીટ કરવાનો મોકો કદી મલ્યો જ નહતો. અને પાછો આતો એવી જગ્યા નો નજરો જોવા મળ્યો જ્યાં લગભગ કોઈ સામાન્ય માણસ આવે પણ નહિ.! એટલે થોડી થોડી વારમાં એ ભાઈ ‘ઓવ્સમ’.. ‘ગ્રેટ’... ‘ઓવ્સમ...’ ‘સો નાઈસ...’ કેહતા કેહતા થકતાજ નથી..! ઓગળી ગયેલા બરફ ના કારનણે રસ્તો થોડો ભીનો અને ચીકણો થઇ ગયો છે અને વળી પાછા બધા પોતપોતાની રીતે અલગ અલગ કેડીઓ કંડારતા ચાલે છે એટલે લપસી જવાનો પુરેપુરો ભય છે અને એમાય વળી એક બાજુ ઊંચા પહાડો નો ઓથ છે અને બીજી બાજુ ઊંડી ખીણો છે જેમાંથી ક્યારેક ક્યારેક એવી ઠંડી હવા ની લેહર આવે છે કે બધાને રીતસરના ધ્રુજવી નાખે છે. સુરજ ડૂબવાની તૈયારીમાં છે એટલે અજવાળું પણ ઓછું થઇ રહ્યું છે. બધા હવે બહુ દુર ન જવા માટે સહમત થાય છે પણ થાક ઉતારવા માટે આગળ દેખાતા એક નાના વ્રુક્ષ પાસે બેસીને આરામ કરવા સમ્મત થયા. થોડેક આગળ જતાજ પેલું નાનું દેખાતું ઝાડ આવી ગયું અને તેની આજુબાજુ માં થોડી સમતળ જગ્યા પણ હતી અને થોડા પથ્થરો ત્યાં જાણે બેસવા માટેજ ગોઠવ્યા હોય તેમ પડયા હતા. સૌ થાક્યા પાક્યા ત્યાં બેસી ગયા અને છેલ્લે આવતા પેલા બંગાળી બાબુ પાસે થી પાણીની બોટલ માંગે છે.
“અરે, દાદા જલ્દી થોડા જલ્દી કરો..!’
‘ક્યાં, જલ્દી કરો સબ લોગ બસ પેડ દેખા ઔર ઐસા ભાગા કી મેરા હાથ પકડનેકો ભી કોઈ નહિ રહા.’
‘દાદા, સોરી, બસ સબ લોગ ઐસે થકે હે કી અબ બસ યહી લેટ જાયેંગે.’ સર્જન એમની પાસેથી બેગ લેતા બોલ્યો.
‘લેટને કા ક્યાં અભી સબ યહી સો જાવ વાપિસ જાને કા ભી જરૂરત નહિ હે !.’
‘અરે, પર ભૂખ ભી લગા હે તો, ખાના તોહ ખાના પડેગા...! નહિ તો ચૂહે પેટ સે બહાર આ જાયેંગે.’પેલા માર્કેટિંગ વાળા ભાઈ પાણી પીતા પીતા બોલ્યા.
‘હા, દાદા, અબ બસ થોડી દેર રિલેક્ષ કરકે નીકલતે હે.’ અર્જુને પાણીની બોટલ લેવા ઈસરો કરતા કહ્યું.
‘મેં તો બસ યહી સો જાઉંગા એસા થક ગયા હું, અરે, કહા ઇસ સર્જન કી બાતો મેં આ ગયા ઔર તુમ જવાનો કે બીચ ટ્રેકિંગ કે ચક્કર મેં ઇધર તક આ ગયા, અબ વાપસ ભી નહિ ચલા જાયેગા’
‘અરે તો બસ યહી સો જાયેંગે ઉસમેં ક્યાં હે, ઔર સુબહ થોડા જલ્દી ઉઠ જાયેંગે નીચે જાને કે લિયે.’ કેહતા સર્જન પોતાના બને હાથ લાંબા કરી પોતે બેઠો હતો એ પથ્થર પર સુવા માટે પાછળ જાય છે ત્યાંજ અચાનક કોઈક નો અવાજ આવે છે..! અને જાણે પોતાના હાથ કોઈક ને અથડાયા હોય તેમ લાગ્યું..!

‘કોણ છે ?’ કોણ.. છે ? અહિયાં?’ સર્જન ચમક્યો.
‘કેમ શું થયું? કોણ છે?’ ‘કક...કોઈ છે અહિયાં અર્જુન, મને... મને એનો ધક્કો લાગ્યો.’

‘કોણ ? ક્યાં..? અહિયાં તો કોઈ જ નથી.’‘અરે, કોન
હે? બાબા કોઈ તો નહિ હે’ કરતા પેલા બંગાળી દાદાએ પોતાના હાથમાં રહેલી લાકડી એ બાજુ ફેરવી એટલે એ લાકડી ત્યાંજ અટકી ગયી.
એ લાકડી ને જોર થી થુસી એટલે ફરી પાછો ‘ઉમ્મ્મ..! અહ....હુમ્મ!!’ જેવો અવાજ આવ્યો અને ધીરેધીરે ત્યાં કોઈ બેઠું હોય તેમ આખું શરીર જેવું જાંખું જાંખું દેખાવા લાગ્યું.
ધીરેધીરે ખરેખર આખું શરીર ત્યાં દેખાયું એટલે કે કોઈ સાધુ ત્યાં પ્રગટ થયા. જેમની આંખો બંધ હતી અને જાણે પોતાની જાતમાં જ લીન હતા કાં’તો સમાધિમાં હતા. અને એમનું શરીર જોઈને લાગતું હતું કે એ ગણા દિવસોથી અહી સમાધિમાં હશે..! આ સાધુના વાળ ગુચલાયેલા અને વડની વડવાઈઓ જેવા લાંબા થયેલા હતા એમનું આખું શરીર જાણે હાડપિંજર હોય તેવું લાગતું હતું અને વળી આ આછા અજવાળામાં થોડું ડરવાનું પણ લાગતું હતું.! બધા ફટાફટ એકબીજાની નજીક આવી ગયા અને એકબીજાના હાથ પકડીને ધીમે થી ગુસપુસ કરવા લાગ્યા એટલામાંજ બીજા એક પથ્થર પર પણ આવું જ એક સાધુનું શરીર કે સાધુ પોતે પ્રગટ થવા લાગ્યા.! હવે આ બધું જોઇને બધા જ ગભરાઈ ગયા હતા. પણ જેમતેમ કરીને બધા થોડા શાંત થયા અને પોતાની બધી વસ્તુઓ અને સમાન લઈને આગળ વધ્યા.
બધું વાતાવરણ શાંત થયું વળી પાછું બધું નોર્મલ થવા લાગ્યું અને દુર ઉભા રહીને આ લોકો પેલા સાધુઓ ને જોઈ રહ્યા. ધીરે ધીરે એ બંને સાધુઓ પાછા અદ્રશ્ય થઇ ગયા.! પણ એ લોકો હજુ ત્યાં જ બેઠા છે એવો એહસાસ બસ રહી ગયો.! સૌ એકબીજા ના હાથ ગણે દુર સુધી પકડી ને આવ્યા પણ પછી જેમ જેમ આશ્રમ ની નજીક આવ્યા કે બધો ડર દુર થઇ ગયો અને ક્યારે આ રસ્તો કપાઈ ગયો એનો ખ્યાલ પણ ન રહ્યો. બધા પોતપોતાના રૂમમાં જઈ જટ તૈયાર થઇ પાછા નીચે ભોજનખંડમાં આવી ગયા. ડાયનીંગ ટેબલ પર બીજા લોકો જે ટ્રેકિંગ માં નહોતા ગયા એ લોકો આ બધાને ‘કેવું રહ્યું?’, ‘મજા પડીને?’, ‘ક્યાં સુધી ગયા હતા..?’ વગેરે પ્રશ્નો કરીને પૂછી રહ્યા છે પણ આ ચારે જણ બહુ બોલતા નથી અને જાણે હેબતાઈ ગયા હોય તેમ બેઠા છે.! ગુરુજી આ બધું જોઈ રહ્યા છે એટલે છેલ્લે છેડા વાળી ખુરશી પરથી પોતાની ડીસ લઈને સર્જનની બાજુવાળી ખુરશી પર આવીને બેસે છે અને કંઈક જાણવા સમજવા પ્રશ્ન કરે છે.
‘કેમ સર્જન?’ તમને લોકોને ટ્રેકિંગમાં મજા ન આવી?
‘ના, હા, ગુરુજી..!, હા, મજા આવીને..!’
‘ના...હા....?’ એટલે શું?
‘વોહ તો...!! કુછ નહિ. ગુરુજી સબ થોડે થક ગયે હૈ’ પ્રણબ’દા પોતાનો દર છુપાવતા હોય તેમ લાગ્યું.
‘હા, ગુરુજી બધા થોડા થાકી ગયા છે’
‘પણ, મને લાગે છે કે બીજું કંઈક છે ! અર્જુન?’‘ગુરુજી, અમે લોકોએ ત્યાં કંઈક અજુગતું જોયું એટલે બધા થોડા નર્વસ થઇ ગયા છીએ
. હવે એ વાત કેવી રીતે કરવી ખબર નથી પડતી?’
‘શું થયું? એટલે એમાં શું છે? જે થયું હોય તે કહી દો ને’ મો માં કોળીયો ભરતા ભરતા બીજો એક ભાઈ બોલ્યો.
‘પણ.. તમેં બધા વિશ્વાસ કરસો કે નહિ..?’ પેલા MBA વાળા ભાઈએ ધીમા અવાજે કહ્યું.
બધા થોડા સીરીયસ થઇ ગયા.
‘શું ભૂત જોયું તમે એમ..?’ પેલો ભાઈ જમતા જમતા ફરી બોલ્યો.
‘હા, ખરેખર સાચુકલું ભૂત જોયું.’ સર્જને જરા જોર થી કહ્યું.
પેલા ભાઈ નો કોળીયો હાથ માંજ રહી ગયો અને આંખોના ડોળા ફાટી ગયા. પગ જાણે થથરતા હોય તેમ તેની ખુરશી નો અવાજ આવવા લાગ્યો. અને અત્યાર સુધી જે વર્ષો નો ભૂખ્યો હોય તેમ જાપટતો હતો તેની ભૂખ જાણે મરી ગયી.!
‘WhatWhat..?’ શું ભૂત..? બધા જબકી ગયા
‘અર્જુન, બસ હવે થોડા સાંત થાવ અને મને કહો કે શું જોયું તમે અને શું થયું ત્યાં.?’ ગુરુજી મોટા અવાજે બોલ્યા અને સૌને સાંત કરવા હાથ લાંબા કર્યા.
‘ગુરુજી આ કેહતા મને પણ થોડું અચરજ ભર્યું લાગે છે કેમકે મેં પણ જીવનમાં પેહલીવાર આવું કંઈક જોયું અને અનુભવ્યું.’
‘હા, ઓકે, બોલ અર્જુન તમે લોકોએ જે જોયું તે બધું મને કહો.’
‘હા, કહું’ પોતાના હાથ સાફ કરી અને ખુરસી થોડી પાછી કરતા બોલ્યો.
આશ્રમની પાછળ વાળી ટેકરી પર અમે ટ્રેકિંગ માટે ગયા હતા. બધાને ખુબ મજા પડી પણ ત્યાં છેક ઉપર એક સપાટ જગ્યા છે ત્યાં અમને થોડો એવો અનુભવ થયો કે જાણે આ બધી મજા જ ઉડાડી નાખી.
અમે બસ પાછા આવવાના જ હતા પણ આરામ કરવા માટે એ જગ્યા પર ગયા પેહલા તો એ જગ્યા અમને ખુબ સરસ લાગી પણ થોડીવારમાં એ જગ્યા ભયાનક બની ગયી.! અમે બધા ત્યાં પથરાયેલા પથ્થરો ઉપર જઈને બેસી ગયા પ્રણબ’દા થોડા પાછળ હતા એટલે એના માટે બધા રાહ જોઈ રહ્યા હતા. અને બધા તરસ્યા પણ હતા એટલે એમના કરતા વધારે પાણીની રાહ જોઈ રહ્યા હતા. પાણી પી ને બધા રિલેક્ષ થવા જેવા આડા પાડવા ગયા કે તરત ક્યાંક થી અવાજ આવવા લાગ્યો...! અને થોડીવાર માં જ સર્જન તેની જગ્યા એ થી ઉભો થઇ ગયો. બધા એ પૂછ્યું તો કહે મેં કોઈક નો અનુભવ કર્યો અહિયાં. હું હમણાજ ત્યાં કોઈક ને અથડાયો.! પણ એની પાછળ તો કોઈ નહતું. એટલે ખાતરી કરવા પ્રણબ’દાએ લાકડી એબાજુ ફેરવી તો ત્યાં કોઈ બેઠું હોય એવું લાગ્યું અને ધીરે ધીરે કોઈ સાધુનું શરીર ત્યાં દેખાવા લાગ્યા. જેવા અમે ઉભા થઇને કંઈક સમજીએ ત્યાં તો બીજા પથ્થર ઉપર બીજું શરીર પ્રગટ્યું.! હવે અમે મુંજાયા અને કોઈ કંઇ કહે એના પેહલા જ બધા સમજી ગયા અને પાછા વળવા માંડ્યા. થોડે દુર જઈને અમેં જોયું તો વળી પાછું પેલા પથ્થર પર કોઈ નોહ્તું.! અમે લોકો ખરેખર હજુ સુધી ગભરાયેલા છીએ.! આ વાત સાંભળીને હવે તો બાકી ના લોકો પણ ગભરાઈ ગયા હોય તેમ ચુપ થઇ ગયા.!
બધા એકદમ સુન થઇ ગયા.! અને માહોલ એકદમ ગમગીન થઇ ગયો.
એટલા માં ગુરુજી ત્યાં થી ઉભા થઇ પોતાની ડીસ વોસ એરિયામાં મૂકીને મોટે મોટે થી હસવા લાગ્યા. અને ગુરુજીને જોઇને પેલા રસોયીયા મનુકાકા પણ રસોડા માંથી સાંભળતા સાંભળતા હસવા લાગ્યા.
‘અરે, કેમ ગુરુજી આમાં હસવા જેવું શું છે.?’‘જી હા સર?, ક્યાં મનુ
બાબા..! તુમ ભી કયો હસ રહે હો..? પ્રણબ’દા અચરજ ભર્યા અવાજે બોલ્યા.
એમાં હસવા જેવુજ છે કેમ કે તમે જે સમજો છો એવું કંઈજ નથી ત્યાં. એટલે કે ભૂત-બુત કંઇજ નથી ત્યાં કે નથી અહિયાં પણ.!
‘તો એ શું હતું?’‘એ તો તમારા અને મારા જેવા માણસો જ છે’
‘પણ..?’
‘પણ.. એતો..ગાયબ..!!’

‘હા, હા, એ બધા અદ્રશ્ય થઇ ગયા એમને ..!’ ‘હા, ગુરુજી એકદમ અદ્રશ્ય થઇ ગયા
જાણે ત્યાં કોઈ છે જ નહિ..! એવું કેમ ?’ અર્જુને પૂછ્યું.
હા, જાણે ત્યાં કોઈ છે જ નહિ. અને ખરેખર ત્યાં કોઈ હતુ જ નહિ ને? તમે લોકો ગયા ત્યારે અને એના પેહલા..!આ બધું સમભવ છે આ જમાના માં પણ..!

અર્જુન ને એકદમ કંઈક યાદ આવ્યું હોય તેમ જબ્ક્યો ‘ખરેખર ગુરુજી શું આપ સાચું કહો છો?’
‘હા, ૧૦૦% સાચું આ બધું આજના જમાના માં પણ શક્ય છે.’
‘અદભૂત...! ઓહ...નો. અનબિલીવેબલ...!’ અર્જુન જાણે કંઈક સમજી ગયો હોય તેમ.
પણ આ ગુરુ-શિષ્યની વાત કોઈને ખબર ના પડી.
‘અરે, બાબા યે ક્યાં કહ રહે હો અર્જુન તુમ. ઔર ગુરુજી જરા ખુલકે હમ સબકો ભી બતાઓ ના..!’
હા, હા, સબ કો બતા’તા હું.
આ વસ્તુ જે તમારી સાથે પ્રકટીકલી થઇ એ હું તમને થોડા દિવસ પછી સમજાવવાનો જ હતો પણ આજે કહી જ દઉં.
યોગ અને ધ્યાનની એટલી બધી શક્તિઓ છે કે તમે કે હું ગણી નહિ શકીએ..! અને એના માની એક અદભૂત કહી શકાય એવી શક્તિ છે ‘અદ્રશ્ય’ થવાની શક્તિ.
“શું અદ્રશ્ય થવાની શક્તિ” ?!
હા, અદ્રશ્ય થવું કે તમારા શરીર નું અસ્તિત્વ ભૂલી જવું.! પણ આ શક્તિ મેળવવા રીતસર નું તપ કરવું પડે તપ તમારે. અને તમે જેમને ત્યાં જોયા એ ‘હઠયોગીઓ’ હતા અને યોગ નો જ એક બીજો પ્રકાર છે ‘હઠયોગ’.અને જે ધ્યાન અને યોગ ના પારંગત થઇ જાય તેમનેજ આ હઠયો
ગ ફાવી શકે. કેમકે તેમાં મન અને શરીર બંને ઉપર કાબુ મેળવવા નો હોય છે. એ હઠયોગીઓ ન જાણે કેટલા વરસો થી ત્યાં તપ કરી રહ્યા છે એ કોઈ નથી જાણતું..! અને આવા અનેક હઠયોગીઓ તમને આ પહાડોમાં મળી જશે.! જે કંઈક ને કંઈક વિચિત્ર કરતા હશે.
“પણ એ લોકો ને આટલા વર્ષો થી શું ભૂખ નહિ લાગતી હોય?” પેલા ભૂખ્યા ભાઈ એ પ્રશ્ન કર્યો.
યોગમાં એવી શક્તિ છે કે એ તમને ભૂખ પ્યાસ થી પર કરી દે છે. ટૂંક માં તમારી ઇન્દ્રિયો તમારા વશ માં હોય એટલે તમે ઈચ્છો તોજ તમને ભૂખ લાગે નહીતો નહિ...! અને એ લોકો તો વરસો થી બસ સમાધિ માંજ છે તો ભૂખ નો વિચાર પણ ન આવે ને..!
બસ, હવે ગભરાવાની જરૂર નથી અને બધા રિલેક્ષ થઇ જવો. આ તો બસ તમારા માટે યોગ ના ચમત્કાર નો પ્રેક્ટીકલ અનુભવ હતો એવું વિચારજો. અને હા, કોઈને હજુ અનુભવ કરવો હોય તો એ લોકો ત્યાંજ હશે કાલે આપણે જઈએ...!!
“ના...ના..ગુરુજી..!” ચાલશે મને તો ચાલશે પેલા એમ.બી.એ. વાળા ભાઈ બોલ્યા.
સૌ હસવા લાગ્યા અને થોડા નોર્મલ થઇ ગયા.
જતા જતા ગુરુજીએ બધા ને ‘હઠયોગ’ વિશે થોડું ઊંડાણથી સમજાવ્યું કે હઠયોગ થી પાણી, હવા, અગ્નિ, અને અવકાશ પર પણ કાબુ મેળવી શકાય છે તો પછી પોતાના શરીર પર તો મેળવી જ શકાય ને...! છેલ્લે તો શરીર પણ આ જ પંચતત્વો નું બનેલું છે ને..! અને હવે બધાને વિશ્વાસ બેસી ગયો કે યોગ થી આ પણ સમભવ છે...! અને અર્જુને તો પેહલા આ બધુ વાંચેલું હતું પણ અનુભવ પેહલીવાર થયો.
બધા આજની રાતને કદી નહિ ભૂલી સકે..! અને યોગના આ પ્રેક્ટીકલ સેશનને તો જીવનમાં ક્યારેય પણ નહિ.
પોતપોતાની ડીસ વોસ એરિયામાં મૂકીને બધા મનુકાકા સામે જોતા જોતા ઉપર પોતાના રૂમ તરફ જવા પ્રયાણ કરે છે.
‘મનુભાઈ ને પણ આ હઠયોગીઓ નો અનુભવ થઇ ગયેલ છે’ ગુરુજીએ બધાને સમજાવ્યા.
‘હા, હા, એની વાતો પછી ફરી ક્યારેક કરીશું અત્યાર માટે આટલું કાફી લાગે છે...!’ મનુકાકા હસતા હસતા સૌને શુભરાત્રીની શુભેચ્છા આપે છે.
બધા એકબીજાને ગુડ નાઈટ...જય શ્રી ક્રિષ્ના....શુભ રાત્રી કેહતા કેહતા....પોતપોતાના રૂમમાં જઈ ચાદર માં ભરાઈ જાય છે. અને અર્જુન પોતાના આવા અનેક અનુભવો અને યોગના પ્રેક્ટીકલ સેશનો થી જાણે અપગ્રેડ થઇ રહ્યો છે ભવિષ્ય માટે...! અને આવા ચમત્કારોને એ પોતાની ગોલ્ડન ડાયરીમાં ઉતારવા માટે કેટલો તત્પર હોય એ સૌ સમજી સકે છે..!
બધાજ રૂમની લાઈટો બંધ છે, પણ અર્જુનના રૂમની લાઈટ હજુ ચાલુ છે..! અને હવે આ લાઈટ મોડે સુધી ચાલું રેહશે એ ગુરુજી અને પેલા મિત્રો સિવાય આશ્રમમાં રેહતા મનુકાકા રસોયીયા અને તેમના સાથીદારો અને ગુરુજીના આસિસટન્ટ અને બીજા બધાને પણ ખબર પડી ગયી છે..!

##############

(યોગનું પ્રેક્ટીકલ સેશન)

વેહલી સવારમાં રોજ કરતા આજે થોડો વધારે બરફ પડ્યો છે. એટલે મનુકાકા અને તેમના સાથીદારો રસોઈઘરની આસપાસથી બરફ હટાવી રહ્યા છે. અને હજુ નાહવાનું બાકી છે એટલે પાણી ગરમ કરવા લાકડાવાળો બંબો ચાલુ છે, તેને બરાબર સળગાવી રહ્યા છે. આ બધું અર્જુન પોતાની અડધી બંધ આંખોથી પોતાના રૂમની બારી માંથી જુવે છે. અને આજ રાત્રે મસ્ત ઉંગ આવી ગયી હતી અને બધો થાક ઉતારી ગયો હોવાથી વહેલા ઉઠી ગયો છે. આજે વેહલી પરોઢની એક્સેરસાઇસ ગુરુજી એ મોકૂફ રાખી છે બરફ પડ્યો છે એટલે. હવે થોડીવાર રહીને નાસ્તો બાસ્તો પતાવીને જ બેચ ચાલુ થશે. અને આજે તો ગુરુજી બધાને બહાર લઇ જવાના છે કંઈક પ્રેક્ટીકલ સમજાવવા કે બતાડવા..! એટલે અર્જુન થોડો નર્વસ અને થોડો એકસાટેડ છે.
અને હવે તો એની ઉંગ પણ ઉડી ગયી છે.
‘અરે અર્જુન, યાર હજુ વાર છે. લાઈટ બંધ કરને થોડીવાર સુવા દે!.’
‘ઓકે સોરી, મને એમકે રોજની જેમ એક્સેરસાઇસ કરવા જવાનું છે એટલે..!’‘ગુરુજી એ રાત્રે જ કઈ દીધુ હતું કાલે બરફ પડશે એટલે મોર્નિગ એકસરસાઈશ કેન્સલ રેહશે..!’

‘એવું..? તો મને કેમ ખબર નહોતી..!’‘તારું ધ્યાન નહિ હોય, ચલ હવે થોડ
ીવાર સુવા દે અને તારો ધાબડો પણ આબાજુ નાખતો’જા બહુ ઠંડી છે યાર...!’‘હા, આ
લે.’અર્જુન પોતાનો ધાબડો સર્જન
ને ઓઢાડીને પોતે તૈયાર થવા માટે બાથરૂમ તરફ વળ્યો.
થોડીવાર પછી સૌ તૈયાર થઇને નીચે હવનકુંડ (ભોજનકક્ષ) માં પોહચી ગયા બધાએ જટ પટ નાસ્તો પતાવી નાખ્યો અને આજે ગુરુજી ક્યાં લઇ જશે એના વિશે એકબીજા ને પૂછી રહ્યા છે પણ કોઈનીયે ડાયરેક્ટ ગુરુજી ને પૂછવાની હિંમત ન ચાલી..!‘અરે, પ્રણબદાદા આપકો ક્યાં લગતા હે? ગુરુજી કહા લે જાયેંગે આજ..?’ એક
ભાઈએ બાજુમાં બેઠેલા બંગાળી બાબુને પૂછ્યું.
‘અરે ભાઈ મેરેકો કહા પતા હૈ..!”‘નહિ ફિર ભ
ી કુછ તો આઈડીયા હોગા ના..! તુમ લોગ ટ્રેક્કીંગ પર ગયે થે વન્હા લે જાયે તો કેસા રહેગા..?’
‘અરે, નહિ નહિ મુજે નહિ આના વન્હાં ફિરશે..!” જોર થી બંગાળી બાબુ ચિલ્લાયા.
બધા નું ધ્યાન તેમના તરફ ગયું.
ગુરુજી ધીરે થી હસ્યા.‘ક્યાં પ્રણબ’ડા અભી
ભી ડર રહે હો..!?’‘નહિ.
નહિ. ગુરુજી મૈ તો......મેં તો બસ....!!’બધા ફરી થી હસ્યા.

પોતાનો નાસ્તો પૂરો કરીને ગુરુજી ઉભા થયા અને હાથ ધોવા માટે બેસીન તરફ જતા જતા બોલ્યા.
‘આજે હું તમને હિમાલય નો એક અલગ ચેહરો બતાવીસ અને હા, કદાચ તમે એ ક્યારે જીવનમાં જોયો પણ નહિ હોય...!‘ઓહો...ઇટ્સ ગ્રેટ....સાચું કહો છો સર
?’ બધા એ આશ્ચર્ય થી પ્રશ્ન કર્યો.‘હા હું ખરેખર
સાચું કહું છું. આજે તમે જે જોશો અને અનુભવશો એ ક્યારેય જીવનમાં તમે અનુભવ્યું નહિ હોય.
આ જાણીને બધા ખુબ જ એક્સાઈટેડ થઇ ગયા. એમાય અર્જુન તો મન માં મલકાયો.
બધા મસ્તી ના હવાનકુંડ (ભોજનકક્ષ) માંથી બહાર નીકળી મેઈન હોલ તરફ વળ્યા.
ગુરુજી એ પોતાની જગ્યાએ જઈને બેઠા.
સૌ બેસી ગયા અને ધ્યાન થી બધી વાતો મનમાં ઉતારવા લાગ્યા.
‘તમે લોકો હવે ધ્યાન અને યોગના બધા પ્રયોગો કરી ચુક્યા છો અને તેનો અનુભવ તમારી જાત સાથે રહીને કરી પણ જોયો હશે.’
‘હા, ગુરુજી ધ્યાન થી મારું મન ગણુંજ શાંત અને ક્રિયેટીવ થઇ ગયું છે એ હું ચોક્કસ કહી સકું એમ છું.’ એમ.બી.એ. વાળા ભાઈ જટ થી બોલ્યા.
‘બહુજ સારું...ગુડ..!’
‘પણ હું જે કેહવા માંગું છું એ કંઈક અલગ છે. ધ્યાન અને યોગ એ ફક્ત તમારી ભૈતિક કે શારીરિક સમસ્યાઓ ને હલ કરવા માટે તમને આટલા સક્ષમ નથી કરતુ. પણ ધ્યાન અને યોગ તમારી પૂરી સૃષ્ટી અને તમારી આખી દુનિયાને તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહોય એ રીતે બદલાવી નાખે એવી શક્તિ તમને જીવિત કરી આપે છે.! તમે એને કેવી રીતે વાપરો છો એ તમારા ઉપર છે.’‘હા, ગુરુજી મુજે ભી થોડે દિનોશે અપને હી અંદર કોઈ અલૌકિક હો રહા હૈ..! ઔર પેહેલે કા જો મેરા વિચાર સ્તર થા ઉસસે જ્યાદા મેરે વિચાર મ
ેરે વસ મેં આ ગયે હૈ. ઔર લગતા હે આજુ બાજુ સબ મેરી મરજી શે હી હો રહા હૈ. મતલબ મુજે જૈસા ચાહિયે વૈસા હી સબ હો રહા હૈ. સબ કુછ અચ્છા લગ રહા હૈ’
‘પ્રનબ’દા, પેહલે ભી સબ અચ્છા હી થા..! પર અબ તુમ્હારા આજ્ઞાચક્ર ઔર જ્યાદા કામ કર રહા હૈ ઇસલિયે તુમ્હે સબ ઔર અચ્છા લગ રહા હે.!! સબ પોસિટીવ લગ રહ હે.’
યે તો સબ શારીરિક બદલાવ હે. યે સબ તો ઠીક હે. પર..!!
પણ, હું તમને હજુ કંઈક બીજું કેહવા માંગું છું...!!!અને જો તમે એ
વાતને સમજી શકશો તોજ આજ ના આપણા આ અદભૂત સફરની મજા તમે માણી શકશો અને બધું અનુભવી પણ શકશો...!
‘શારીરિક અને માનસિક બદલાવ અને તેના પર પ્રભાવ પાડી શક્યા. એના સિવાય હજુ બીજું શું અદભૂત મળ્યું છે અમને આ યોગા અને ધ્યાન પાસે થી એ તો જણાવો ગુરુજી..??!!’ સર્જન અને અર્જુન થી રેહવાયું નહિ એટલે બંને એ સાથે પૂછી લીધું.
‘સમજાવું છુ... સમજાવું છું. એના માટેજ તો હું તમને અહિયાં લઇ આવ્યો. નહીતર આપણે ડાયરેક્ટ બહાર જતા રહ્યા હોતને..?’‘હા, મને પણ એવુજ લાગ્યું કે સર હજુ કંઈક થિયોરી સમજાવના હશે...!’ એમ
.બી.એ. વાળા ભાઈ ધીરે થી પોતાના બાજુવાળાના કાનમાં કહ્યું.
‘હા...હા. એ તો બધા ને ખબર છે સાંભળો ને હવે..!’ પોતાનો કાન સાફ કરતા કરતા પેલા ભાઈ બોલ્યા.
‘ચાલો હું તમને હવે મૂળ વાત પર લઇ જવું. પછી આપણે પ્રેક્ટીકલ જોવા પણ જવાનું છે...!!યોગા અને ધ્યાન થી હજુ સુધી તમને શું લાગે છે કે તમે શું શું ચમત્કારો જોયા...અથવા તમને કંઈક અદભૂત મળ્યું હોય ...!!’
સૌ એક બીજા સામુ જોવા લાગ્યા.

અરે, એક પછી એક કહો મને તમને જે પણ ફિલ થયું હોય કે તમને એવું લાગ્યું હોય કે મારા માં આ ખૂબી આવી ગયી છે કે મારા અમુક વિચારો કે અમુક બાબતો ક્લીયર થઇ ગયી છે.
‘હા, સર મને જે માનસિક અશક્તિ હતી એ દુર થઇ ગયી હોય તેવું લાગે છે અને હવે હું લાંબો સમય મારા કામ પર ફોકસ કરી શકીશ થોડા આ ધ્યાન ના પ્રયોગ પછી.’ એમ.બી.એ. વાળા ભાઈ ઉતાવળા થઇ બોલી ગયા.
‘બારાબર. સરસ... સારું... પછી...’‘મને ભી એવું લગતા હે કી મેરી ભી મન કી શક્
તિ થોડી જ્યાદા બડ ગયી હે..પેહલે મેં બેચેન હો જાતા થા ઔર કહી બાર મેં સબ ભૂલ જાતા થા, પર યોગા ઔર ધ્યાન શે થોડા મેરા દિમાગ જ્યાદા ચલને લગા હે. ઔર સબ યાદ ભી રેહતા હે...! પ્રણવ’દા એ પોતાના મગજને દોડાવ્યું.
‘વાહ...સારું કેહવાય તમારુ દિમાગ ચાલવા લાગ્યું..!! પણ જોજો બહુ વધારે ના દોડે.’
‘હા....હા....હા....’ બધા હસ્યા. અને બધાને પોતાના જવાબ શોધવા થોડો સમય મળી ગયો.
‘ઓકે....ઓકે ...આતો બધું તો બરાબર છે પણ હજુ મને સંતોષ નથી થયો.
આટલી અદભૂત અને ચમત્કારી યોગા અને ધ્યાન ની ટેકનીક થી બસ, તમને આવા નાના નાના રહસ્યો જાણવામાં કે આવા નાના ફાયદાઓ મેળવવાની મજા આવી..! તમને આનાથી વધારે કઇ મળ્યું નથી. કે તમને એવું કઈ દેખાતું નથી...?’ ગુરુજી થોડા ગુસ્સે થયા હોય તેમ લાગ્યું.
બધા શાંત થઇ ગયા.
થોડી વાર પછી પાછળ થી ગુસપુસ થવા લાગી.
‘શું થયું હવે, વળી પાછુ કોઈનું દિમાગ વધારે ચાલવા લાગ્યું..!!?’
‘હું મારા અનુભવો કહું સર..!’ ખુબ શાંત અને ઓછું બોલવા વાળા ગોવિંદભાઈ પાછળથી બોલ્યા.

‘અરે, ચોક્કસ કહો...! એકબીજા ના અનુભવો થીજ તો કંઈક વધારે જાણવા અને સમજવા મળે છે. બાકી આજ દિન સુધી કોઈ વ્યક્તિ ધ્યાન અને યોગા ના ફાયદાઓ કેટલા અને કેવા છે એ ફિક્સ કહી શક્યા નથી કે નથી કોઈ જાણી પણ શક્યું.!’‘હા, ગુરુજી મને પણ એવુજ લાગ્યું. કેમકે આ લોકોએ જે કહ્યું એ તો હું પેહલા થીજ અનુભવી અને મેળવી ચુક્યો હતો અહી આવ્યા પેહલા. પણ મને જે જોઈતું હતું એ ખરેખર હવે મળ્યું છે.’
હા..હા.. બોલો તમને શું મળ્યું અને કેવી રીતે.’
‘ગુરુજી, ધ્યાન અને યોગા થી મને એક વાત સમજાઈ કે એના થી આપણને શારીરિક અને માનસિક શક્તિઓ તો મળે જ છે. પણ જો આપણે કોઈ વસ્તુ કે વિચાર પર ધ્યાન લગાવી શકીએ તો એ વસ્તુ કે એ પરિસ્થિતિ
ઉપર પણ આપણે કાબુ મેળવી શકીએ છીએ. એવું મેં અનુભવ્યું.’‘૧૦૦% સાચું કહ્યું તમે ગોવિંદભાઈ. ક્યારનો હું તમને એ
જ તો સમજાવવા મથતો હતો.
‘મને પણ ક્યાર થી એવુજ કંઈક લાગે છે. કે હું મારા આજુબાજુના વાતાવરણને કંટ્રોલ કરી રહ્યો છું.’ અર્જુન ઉછળી ને બોલ્યો.
‘તો પેહલા કેહવું જોઈએ ને ક્યાર ના બધા બાગાની જેમ બેઠા છો.’‘હું જયારે ફ્રી ટાઇમમાં મારું
ગીટાર લઈને ધ્યાન કરવા મારી પેલી સિક્રેટ જગ્યા એ જવું છું ત્યાં થોડીવાર માજ બધું મારી સાથે તાલ મેળવવા લાગે છે અને મને ખબર પણ નથી પડતી કે ક્યારે હું અહિયાં આવી ગયો અને કેટલો સમય થઇ ગયો છે...!!! હું જેમ સંગીત વગાડું તેમ તેમ ઝાડના પાન જુમવા લાગે જાણે એ બધા ડાન્સ કરતા હોય..! અને બાજુ માની ફૂલ છોડ ની ઝાડી માંથી જાણે થોડી થોડી વારે એવી મેહેક આવે કે મને ખુબ મજા આવી જાય. એને હું વર્ણવી કે કહી સકું એમ નથી. અને આ અદભૂત વાતાવરણ માંથી બહાર નીકળવાનું મનજ ન થાય...!!’ અર્જુન એકી શ્વાસે બોલી ગયો.
‘હા.....એક્જેટલી...!’ આવુજ થાય જયારે તમે કુદરત સાથે તાલ મિલાવો ત્યારે. ગુરુજી એ બધાને સમજાવ્યું.
અને હજુ હું તમને જે જગ્યાએ લઇ જવાનો છું એ જગ્યાએ તો આના થી પણ વધારે અદભૂત કહી શકાય એવા અનુભવો થશે.
‘આનાથી પણ વધુ...!!??’ તો તો બહુજ મજા આવશે જલ્દી ચાલોને ગુરુજી જલ્દી..!’ અર્જુન થી રેહવાયું નહિ.

‘અરે, હા, જઈએ છીએ પણ હજુ ઉભા રહો મારે કંઈક સમજાવું છે.’ ગુરુજી થોડા સીરીયસ થયા.
ધ્યાન અને યોગા તમને કંઈક આપે છે તો તમારે પણ એને કંઈક આપવું પડે ને પાછું રીટર્ન માં..!સૌ મનને મન માં વિચારવા લાગ્યા.

પણ, અમે ધ્યાન અને યોગા ને શું આપી શકીએ અને કેવી રીતે અને કોને આપીએ.? બધા મુંજાયા.
અરે. ધ્યાન અને યોગા તમને ક્યાંથી મળ્યા...? કોને આપ્યા.?‘તમે અમને શીખવાડ્યું છે તો તમેજ આપ્યા ને ગુરુજી..!’ સર્જન બોલ્યો.

‘નહિ મેં તો તમને એને સમજવામાં મદદ કરી છે. ખરેખર તો તમને એ બધું કુદરતે જ આપ્યું છે.’‘
અરે... હા...કુદરત. અદભૂત છે આ કુદરત અને અદભૂત છે એના ચમત્કારો..!’ સર્જન સમજી ગયો.
તો, આપણે કુદરત ને શું આપવાનું...?હા.. એજ તો મોટી સમસ્યા છે ને કે આપણે કુદરત ને શું આપવાનું...!
તમે કુદરત ને ગણું બધું આપી શકો છો અને ગણું બધું કુદરત પાસે થી છીનવી પણ રહ્યા છો. એની મરજી વગર.!
‘હા, ગુરુજી એટલેજ તો આ બધી કલાઈમેટ ચેન્જ અને કુદરતી હોનારતો અને ગ્લોબલ વોર્મિંગ ની સમશ્યાઓ નડે છે દુનિયા ને..!’ એમ
.બી.એ. વાળા ભાઈએ ભૂગોળ નું જ્ઞાન પ્રગટ કર્યું.
‘ખરેખર સાચું છે આ બધું. પણ એના સિવાય જો તમે કુદરત ને નુકસાન કરશો તો કુદરત તમને પણ હાની કરશે. જેમ કે હમણાં અર્જુને કહ્યું કે એ જેમ સંગીત નો તાલ મિલાવતો હતો તેમ કુદરત પણ તેની સાથે તાલ મીલાવતું હતું એવી રીતે જો કોઈ તાલ બગાડે તો કુદરત પણ તેનો તાલ બગાડેજ ને..!!?’
‘હા....!’ એવું તો કોઈએ વિચાર્યુજ નથી.’ બધા થોડા ચમક્યા.
‘હા, ગુરુજી એવું તો મેં સપના માં પણ વિચાર્યું નથી કે જો કુદરત સાથે આપણે યોગા કે ધ્યાન થી તાલ મિલાવી સકીએ છીએ તો કોઈ એવી વસ્તુ કરીને તાલ બગાડી પણ શકીએ છીએ. અને લગભગ આ ૨૧મી સદીમાં આવુંજ થઇ રહ્યું છે. બધા પોતાની મોજ મસ્તી અને સવલત માટે કુદરત સાથે તાલ ખોરવી રહ્યા છે અને એટલે જ કુદરત તેના પર ક્યારેક હાવી થાય છે ....ભૂકંપ અને જ્વાલામુખીઓ કે વાવાઝોડું કે સુનામી લાવી લાવીને..!’‘તારી વાત બિલકુલ સાચી છે. અર્જુન.’ ગુરુજી નિરાશ થતા બોલ્યા.

‘પણ, આપણે આ ૨૧મી સદીની ફાસ્ટલાઈફ ને રોકી કેવી રીતે શકીએ.? અને બધાને કેવી રીતે સમજાવી શકીએ. એ લોકો તો એમજ સમજશે કે આ બધું આપણને પાછું પાડી દેશે દુનિયાથી જો આપણે આ ૨૧મી સદીના આ ભૌતિક અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનો છોડી દીધો તો..!’
‘તમારી વાત પુરેપુરી સાચી છે. પણ આપણે ક્યાં એ લોકોને રોકવાના છે. હું તો તમને એટલું કહું છું કે તમે કુદરત પાસે થી કંઈક મેળવો છો તો કુદરત ને પણ તમારે કંઈક આપવું પડે ને..!’‘તો, અમે શું આપી શકીએ ગુરુજી..?’
‘કેમ
? તમે લોકો તમારું આજુબાજુ નું વાતાવરણ તમારા પોસિટીવ વિચારો થી ભરી દો....અને નેગેટીવ વિચારો ને બહાર કરો. તો તમારી દુનિયા આપો આપ પોસિટીવ અને કુદરત પણ પોસિટીવ થઇ જશે.!
તમારે કોઈને પણ આધિનિક ઉપકરણો વાપરતા અટકાવ નથી પણ એ ઉપકરણો જે નેગેટીવ ઈફેક્ટ કરે છે કુદરત પર એને રોકવાની છે. અથવા એનો કોઈ વિકલ્પ શોધવાનો છે. બસ આટલુજ કરો’‘હા, એવું તો કરી શકીએ...!’
‘હા તો બસ એવુજ કરવાનું છે..! બાકી આપણે ક્યાં આખી દુનિયા બદલવી છે અને આપણી પાસે ક્યાં એટલો સમય પણ છે...!?’ જાણે ગુરુજી બધા ને કટાક્ષમાં કેહતા હોય તેમ ટોન માર્યો.

બધા થોડીવાર શાંત થઇ ગયા અને કંઈક વિચારવા લાગ્યા.
‘પણ...પણ..’ અર્જુન થોડો મુન્જાયો.
‘પણ શું અર્જુન. હું સાચુજ કહું છું ને થોડા દિવસની આ કુદરતી એડવેન્ચર ટુર પછી પાછા બધા પોતપોતાની બીઝી લાઈફમાં સેટ થઇ જવાના બરાબર ને...!’
‘ના...ના...૧૦૦% નહિ. હું તો નહિજ..! હું હવે મારા સપના ને સાકાર કરવાનો જ છું. અને એટલે જ હું તમને એક પ્રશ્ન કરવા માંગું છું કે જેવી રીતે તમે કહ્યું કે કુદરત સાથે તાલ મિલાવીને આપને આપણું આજુબાજુ નું વાતાવરણ પોસિટીવ બનાવી શકીએ છીએ એવું આપણે આપણી આસપાસ ની ભૌતિક વસ્તુઓ ઉપર પણ ધ્યાન લગાવી ને એને પણ આપણા વિચારો સાથે તાલ મિલાવી ના શકીએ..!?’આ સાંભળી ને બધા થોડા હસવા લાગ્યા. અને પછી ગુરુજી તરફ જોઇને બધા સીરીયસ થઇ ગયા.

‘મને ખબર હતી કે મારા પ્રેક્ટીકલ સેશન ના પેહલા કોઈ તો મને આ સવાલ કરશે જ અને જો આ સવાલ ના આવે તો આપણા પ્રેક્ટીકલ સેશન કે પેલી અદભૂત જગ્યાએ જવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. સાબાશ અર્જુન સાબાશ...!!’ ગુરુજી પોતાની જગ્યાએ થી ઉભા થતા બોલ્યા.
હું તમને જે સમજાવવા માંગતો હતો એ બધું આ પ્રશ્ન ના જવાબ માં આવી જશે.
અત્યાર શુધી તમે તમારા ચક્રો ને વશ માં કરીને તમારી યોગ શક્તિથી તમારી મનની શક્તિઓ ને થોડી ગણી વશ કરી છે બરાબર.
સૌ એ પોતાનું મો હલાવી ને હા પાડી.
પણ જો હું તમને કહું કે યોગ અને ધ્યાનથી તમે તમારા ચક્રો અને ઇન્દ્રિયો ને પણ વશ કરી શકો છો અને તમારી ઇન્દ્રિયોના અદભૂત ઉપયોગથી તમે આ દુનિયા પર જાદુ કરી શકો છો જાદુ.!
પણ એ બધું આમ ચપટી વગાડતા થઇ જાય એવું સેહલું નથી.! એના માટે તમારે વેઠ કરવી પડે વેઠ. એટલે કે ખુબ મેહનત કરવી પડે. જે તમે લગભગ પેલા દિવસે જોઈ આવ્યા પેલા હઠયોગીઓ ને એ એટલા માટે ગાયબ થઇ સકે છે કેમકે એમને પોતાની ઇન્દ્રિયો ના કમાલ થી પોતાની આજુબાજુ ના વાતાવરણ ને પણ વસમાં કરી લીધું હતું. અને યોગ અને ધ્યાન થી તમે તમારી બધી ઇન્દ્રિયો ને વશમાં કરીને પોતાની ભૌતિક દુનિયા ને પણ વશ કરી શકો છો એટલે કે તમે તમારી દુનિયાના પંચ મહાભૂતો ને તમારા વિચારો તરફ ફેરવી શકો છો. સમજ્યા...!’અર્જુન અને સર્જન તો તરત જબકી ગયા કેમકે આ બંને જણા આવા વિચાર ઉપર ગણીવાર વાતો કરી ચુક્યા છે.

‘જોયું સર્જન મેં કહ્યું હતુંને કે ધ્યાન થી, હું... હું એક દિવસ મારા વિચારોથી બધું કટ્રોલ કરી શકીશ...! યેસ...યેસ...!’ અર્જુન એકદમ એકસાઈટ થઇ ગયો.
‘હા....યાર તારી વાત સાચી પડી.’ સર્જન પણ અચરજ થી બોલ્યો.
‘પણ ગુરુજી, આ પંચ મહાભૂતો ને કેવી રીતે વશમાં કરી શકાય...? અને શું એના થી આપણે દુનિયા ની ભૌતિક વસ્તુઓને પણ અસર કરી શકીએ...?’ અર્જુન અને સર્જન બંને બોલી ઉઠ્યા.
‘તમેજ કહો કે દુનિયા કેવી રીતે બનેલી છે.?’
‘હવા, પાણી, આકાશ,....વગેરે. એટલે કે પંચ તત્વો કે પંચ મહાભૂતો થી.’‘અને તમારું શરીર શેનું બનેલુ છે.?’
‘એ
પણ પંચ તત્વો થી એટલે કે પંચ મહાભૂતો થી.’‘તો
જેમ જેમ તમે જોયું કે આપને ધ્યાનમાં ઊંડા ઉતરતા જઈએ તેમ આપણા શરીર ના સ્તરોમાં ઊંડે જતા રહીએ છીએ અને પછી આપણે આપણા સુક્ષ્મ શરીર પર આવી જઈએ છીએ ત્યાંથીજ આ જાદુ ના ખેલ થઇ શકે છે...!’‘તો એના માટે તો સર ક્યાં એટલી મેહનત ની જરૂર છે
. એતો ફક્ત આપણે ધ્યાન લગાવીએ કે તરત સુક્ષ્મ શરીર દ્વારા આપણે પોતાની બોડી ને છોડીને બહાર આવી જઈએ છીએ.’ એમ.બી.એ. વાળા ભાઈ થોડા જાગ્યા હોય તેમ લાગ્યું.
‘યેસ, સાચું કહ્યું. તમે એક વખત સુક્ષ્મ શરીર ને પોતાની ધ્યાન અવસ્થામાં મેળવી લો પછીજ તમારા વિચારો ને કઈ દિશામાં લઇ જવી એની કસોટી થતી હોય છે કેમકે આ સુક્ષ્મ શરીર તમારા વિચારો ના ઇશારે અને ઇન્દ્રિયોના પ્રભાવ પર ચાલે છે. એટલે પેહલા તો તમારે તમારા વિચારો અને ઇન્દ્રિયોને પુરેપુરી તમારા વશમાં કરવી પડે સમજ્યા..!! અને એ ફક્ત ને ફક્ત શેના થી પોસીબલ છે.?’‘ધ્યાન અને સાધના થી...!’ એમબીએ વાળા ભાઈ હાથ ઉંચો કરીને બોલ્યા.

‘રાઈટ....!!’
હવે લગભગ બધાને આ સિક્રેટ સમજાઈ ગયું હોય તેમ લાગ્યું અને અર્જુન અને સર્જન પણ આ બધી વસ્તુ ને બરાબર પોતાના મગજમાં ફીટ કરી રહ્યા છે.

હવે મને લાગે છે કે તમે લોકો પેલા અલ્ટીમેટ અદભૂત પ્રેક્ટીકલ સેશન માટે તૈયાર છો.
બધા શાંત બેસી રહ્યા છે અને એકબીજાના મો સામે જોઈ રહ્યા છે. ફક્ત એક દિવસ ના પેલા પ્રેક્ટીકલ સેશન જેવા હઠયોગીઓને જોયા પછી હજુ સુધી અમુક લોકોની ઉંગ હરામ થઇ ગયી છે..! તો હવે, આ ગુરુજી કહે છે એ જગ્યા પર જઈને નજાણે શું થશે. એના વિશે જ બધા વિચારી રહ્યા છે...! એમાય વળી ગુરુજી એ કહ્યું કે ધ્યાનથી તમે જાદુ કરી શકો છો જાદુ. એટલે બધા થોડા સીરીયસ અને થોડા બેચેન થઇ ગયા...!!
અરે, એમાં ડરવાની જરૂર નથી હું તમારી સાથે આવવાનો છું. અને ત્યાં જે પણ વસ્તુઓ તમને દેખાશે કે નહિ દેખાય એ બધી વસ્તુઓ તમે પણ થોડી પ્રેક્ટીસ પછી કરી શકસો..!‘સર, બસ અબ ઔર મત ડરાયીએ. સબ ડર રહે હે..!’ બંગાળી બાબુ બોલ્યા.

‘સબ નહિ આપ ડર રહે હે..!’ સર્જને મજાક કરી માહોલ હળવો કર્યો.
હવે કોઈના થી રેહવાય એમ નથી એટલે બધા જવા માટે ખુબ ઉત્સાહી થયા છે. અને આ જાદુઈ દુનિયાને પોતાની આંખો થી નિહાળવા તત્પર થયા છે.
ગુરુજીએ બધા ને થોડો રેસ્ટ કરવા અને ફ્રેશ થઈ જવા રીસેશ આપી. અને થોડીવારમાં બધા તૈયાર થઇ જાય એવી સુચના આપી. પોતે પણ ફ્રેશ થવા ગયા.
‘અરે, પ્રણવ ‘દા. આજ તો ફૂલ વાટ લગને વાલી હે..!’ સર્જને રોજ ની જેમ મજાક કરી.
‘તું અપની ચડ્ડી સંભાલના મેરી ફિકર છોડ.’
સૌ એકબીજા ની ખેચતા હોય તેમ ફ્રેશ થવા પોતાના રૂમ તરફ જતા જતા મજાક ના મૂડ માં હતા.

પોત પોતાની બધીજ વસ્તુઓ ચેક કરીને બધા આશ્રમના મેઈન ગેટ આગળ આવીને ઉભા છે. સૌ ગુરુજીની રાહ જોઈ રહ્યા છે.
એટલામાં ગુરુજી અને મનુકાકા રસોઈયા આવી ગયા.
ચલો...ચલો.
યેસ, ચાલો સર વી આર રેડી..!! બધા બોલ્યા.
‘અરે, ગુરુજી અપના ખાના ભી વહાં હોને વાળા હાઈ ક્યાં મનુંકાકા ભી સાથ આ રહે હે તો..!!??’‘નહિ. પ્રનાવ’દા. મનુકાકા એક રસોઇયે કે સાથ સાથ એક અદભૂત યોગી ભી હે. મેં હર બેચ કી યેહ લાસ્ટ સેશન મેં ઉન્હેં સાથ લે જાતા હું. વોહ ભી અપને કુછ અનુભવ શેર કરેંગે આપ કે સાથ.’

‘વાહ...બડીયા...હે..! મઝા આયેગા.’‘હા એતો ત્યાં જઈને ખબર પડશે કેવી મઝા આયી..!!’ મનુકાકા એ સૌથી આગળ ચાલતા ચાલતા કહ્યું.

હા...હા...હાહા..! સૌ છોકરાઓ હસવા લાગ્યા‘ક્યાં કહા મનુભાઈ આપને...? મુજે સુનાઈ નહિ દિયા.’ ગુરુજી સાથે પાછળ ચાલતા પ્રણવ’દા એ બુમ પાડી.

‘અરે, કુછ નહિ તુમ બસ ચલતે રહો’ ગુરુજી એ વાત પૂરી કરી.
આશ્રમ થી થોડા આગળ નીકયાજ હશે એટલા માં પાક્કો રસ્તો આવી ગયો.
‘આ રોડ નેપાળ અને ભારત ની સરકારે સંયુક્ત ખર્ચે પ્રવાસીઓ માટે બનાવ્યો છે. પેલો બોડ મરેલો છે એ બાજુ થી બધા એવરેસ્ટ ટ્રેકિંગ માટે આવે છે...!!’ મનુકાકાએ એક ગાઈડ ની ગરજ સારી.
‘ઓહ, વાહ. અહી થી એવેરેસ્ટ પર જવાય છે એમને..!’ અમ.બી.એ. વાળા ભાઈ ખુશ થઇ ગયા.
‘હા, પણ આપણે એ બાજુ નથી જવાનું’ મનુંકાકા એ થોડો રસ્તો બદલ્યો અને પાક્કા રોડ પર થી નીચે ઉતર્યા.
‘કેમ ? મનુ..! સામે થીજ જઈએ ને.!’ ગુરુજી પાછળ થી બોલ્યા.
‘ગુરુજી એ બાજુ હજુ બરફ પડ્યો હશે રોડ પર તો આ બાજુ ઉંચાઈ પર થી વાટ કરી લઈશું.’ મનુકાકા પોતાનો અનુભવ કામે લગાડ્યો.
‘ઓકે, સારું જેવું તમને ઠીક લાગે.’ ગુરુજી બેફીકર હતા.
સૌ મનુંકાકા ની પાછળ પાછળ એક લાઈન માં ચાલ્યા આવતા હતા. અને હવે એ પાક્કો રસ્તો દુર રહી ગયો હતો. અને આશ્રમ પણ દેખાવાનો બંધ થઇ ગયો હતો.
‘તો તમને કેવું રહ્યું અહિયાં આવીને..?’ ગુરુજી જાણે બધાની પાસે થી ફીડબેક લેતા હોય તેમ.
‘કેમ ગુરુજી આવું કેમ પૂછી રહ્યા છો..?’ સર્જન પાછો વળી ને બોલ્યો.
‘કંઇ નહિ પણ હવે તમારા પાછું જવાનું છે ને અને મારે બીજી બેચ માટે તૈયારીઓ કરવાની છે. તમારી બેચ હવે થોડા દિવસ ની મેહમાન છે. તો હું પણ જાણી લઉં ને કે તમને કેવું લાગ્યું અહિયાં આવીને.?’
‘અરે, સર એમાં થોડી કંઈ પુછવાનું હોય. બધાને ખુબ ખુબ મઝા આવી જ હોય. આવી અદભૂત જગ્યાએ આવીને.’ એમ.બી.એ.વાળા જાણે બધા વતી બોલ્યા.
‘મઝા તો આવીજ હોય પણ તમને કોઈને પણ કોઈ એવી વસ્તુ અહિયાં થી મળી કે તમારા જીવન માં ઉપયોગી બને.?’‘હા, સર મને અને અર્જુન ને જીવનનો ટર્નીંગ પોઈન્ટ મળી ગયો છે હવે તમારે કોઈ ચિંતા કરવા ની જરૂર નથી.’ સર્જન થોડું વધારે બોલ્યો હોય તેમ લાગ્યું. પણ અર્જુનને પણ એની વાત પર જાને વિશ્વાસ હોય તેમ પોતાનું મંતવ્ય આપ્યું.

‘ગુરુજી, હું તમને વચન આપું છું કે હું મારા જીવન માં અને મારી આસપાસ ની દુનિયા ને બને એટલો ફાયદો આ યોગ અને ધ્યાન થી કરાવીશ. મારી પૂરી શક્તિઓ લગાડીશ. અને હવે તો ખરેખર મને જીવન નો સાચો ધ્યેય મળી ગયો છે.
‘સાબાશ....ખુબ સરસ. મને આવીજ અપેક્ષઓ હોય છે મારા શિષ્યો તરફ થી. પણ..!’
‘પણ શું ગુરુજી..?’ સર્જન લાઈન માંથી બહાર નીકળીને જાણે ઉભો રહી ગયો. અર્જુન પણ થોડો ઉભો રહ્યો પણ ગુરુજી એ તેને આગળ ધકેળ્યો.
‘પણ ... કઈ નહિ બસ તમે જે કહો છો એ ભૂલી ન જતા એટલે બસ. કેમકે મને આવું મારા ભૂતકાળ ના ગણા શિષ્યોએ કહ્યું છે એટલે.’ ગુરુજી બીજા હાથે સર્જનને પણ સાથે ચાલવા હાથ લંબાવ્યો.
‘નહિ ગુરુજી. તમને કેમ એવું લાગે છે. કે અમે ભૂલી જઈશું.’ અર્જુન ચોક્યો.
‘મને એવું લાગતું નથી એવુજ થાય છે. તમે આ અદભૂત ટુર ને કેટલા દિવસ યાદ રાખવાના..?’‘જીન્દગી ભર...!’ કેમ વળી ..?’
‘હા...હા....!!’
‘કેમ ગુરુજી તમે હાસ્યા.

‘કંઇ નહિ બધા એવુજ કહેતા હતા....!’‘હા, પણ બધા માં અને મારા માં ફરક નથી લાગતો...!’ અર્જુન ગર્વ થી બોલ્યો.

‘મને પણ એક એવા શિષ્ય ની જરૂર છે કે જે મારા અનુભવો અને પોતાની આવડત થી દુનિયામાં કંઈક કરી બતાવે.’‘હા, તો મારા પણ તમે પૂરેપૂરો ભરસો કરી શકો. સર. હું તમને લખીને આપવા તૈયાર છું.’ અર્જુન ઉત્તેજિત થઇ ગયો.

‘હા.હાં. મને પુરેપુરો ભરોસો છે તારા પર અને સર્જન પર પણ.’
‘તો બસ, ગુરુજી અમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારા એવા શિષ્યો બની શકીએ જેની તમને આશા છે.’ સર્જન થોડો મોટો થઇ ગયો હોય એમ લાગ્યું.
‘આશીર્વાદ તો સાથે છેજ અને હવે તો તમે ગમે ત્યારે ક્યાય મુન્જાવતો આજ્ઞાચક્ર નો ઉપયોગ કરી મારી સાથે વાત કરી શકો છો ને..!’‘હા, સર એ ખુબ મજાની વાત છે. હું તમને ત્યાંથી રોજ અપડેટ કરતો રહીશ.’ સર્જન ડાહ્યો થયો.

‘અરે, તું શું અપડેટ કરીશ ગુરુજીને. ગુરુજી તો ત્યાજ હશે આપડી જોડે સુક્ષ્મ સરીર દ્વારા..!! કેમ ગુરુજી’ અર્જુનને જાણે ગુરુજીને બાંધી લીધા.
‘અરે, હા એતો હું ભૂલીજ ગયો...!’‘ઓકે ચાલો હવે બધા ક્લ્હુબ આગળ નીકળી ગયા છે...!’ ગુરુજીએ અર્જુન અને સર્જનને વાતો માંથી બહાર કાઢ્યા. અને ગુરુજી સાથે વાતો વાતોમાં બધા થી પાછળ રહી ગયા છે એનું ભાન કરાવ્યું.

‘અરે, મનુંકાકા થોડા ધીરે ચાલો અમે બહુ પાછળ રહી ગયા છીએ..!’ સર્જને બુમ પાડી.
‘કેમ થાકી ગયા કે શું..?’ મનુકાકા એ પોતાનું આઈસ હેમર ઉંચુ કરતા કહ્યું.
‘જો પેલા મી.માર્કેટિંગ ને...કેટલા આગળ નીકળી ગયા છે.’ પેલા એમ.બી.એ વાળા ભાઈને બતાવતા મનુંકાકા બોલ્યા.
‘કોણ..? મી.માર્કેટિંગ.?’ સર્જન મુન્જાયો.
‘અરે,,,,હા..હા...હા...લાયા...લાયા કાકા જોરદાર નામ પાડ્યું તમેં એનું.’ સર્જન હવે સમજી ગયો.
‘અરે ઉસકો તો પેહલે શે હી આગે રેહને કા શોખ હે..! તભી તો વોહ એમ.બી.એ. હે..!’ પ્રણવ’દા હાંફતા બોલ્યા.
બધા એનું સામે જોઇને હસવા લાગ્યા.
‘કેમ શું થયું...? કેમ હાસ્ય.’ મી.માર્કેટિંગ બોલ્યા.
‘કંઇ નહિ. બસ હવે આગળથી થોડુજ જવાનું છે તો ધીરે ચાલજો નહીતર તમે ભટકી જસો’ મનુંકાકાએ બહુ આગળ જતા તોક્યા.
બસ, થોડીવાર ઉભા રહો અને અહીનો માહોલ મેહસૂસ કરવાની ટ્રાય કરો. વાતો માં ને વાતો માં બધા કેટલે દુર આવી ગયા છે એનું ભાન પણ ન રહ્યું. બધા આજુબાજુ નજર કરવા લાગ્યા.
અને બધા એકદમ આશ્ચર્યમાં આવી ગયા હોય તેમ મો ફાડી ફાડી ને આજુબાજુ ફરી ફરી ને જોવા લાગ્યા. આ કઈ જગ્યા છે. અત્યાર ચુધી તો આપણે બરફા ના ડુંગરાઓ ચડતા આવ્યા અને એક દમ બરફ ક્યાં ગાયબ થઇ ગયો. આજુબાજુ માં જે પર્વતો દેખાતા હતા એ પણ ક્યાય ગાયબ થઇ ગયા. અને આ સુંદર મજાનું મનમોહક દ્રશ્ય ક્યારે સર્જાઈ ગયું. પેલા એમ.બી.એ.વાળા ભાઈ થોડા આગળ નીકળી ગયા હતા એટલે થોડા પાછા વળી ને આવ્યા અને આ લોકોને આમ મો ફાડી ફાડી ને જોતા થોડી અચરજ લાગી કે આ લોકો શું કરી રહ્યા છે પણ જેવા એ પણ બધા ની બાજુ માં આવી ગયા અને પેલા ઊંચા ઢાળ પરથી નીછે આવી ગયા કે તરત એને પણ આ મનમોહક જગ્યા નો નજરો દેખાયો અને મી. માર્કેટિંગ પણ કંઇ જ ના બોલી શક્યા અને પોતાનું મો ખુલે એટલું ખોલીને ગોળ ગોળ ફરતા ફરતા બધું જોવા લાગ્યો..!કોઈએ પણ ધાર્યું ન હતું કે આવા બરફના જંગલ વચ્ચે પણ આવું લીલુછમ જંગલ જોવા મળશે.

હા. બરફ ના પર્વતો વચ્ચે લીલુછમ ફૂલો અને વ્રુક્ષો થી ભરેલું જંગલ એકી નજર માં સૌને ગમી જાય તેવી ફૂલોની મેહ્ક પણ મેહ્કાવી રહ્યું હતું. અને એકદમ જાણે સૌનો થાક ઉતરી ગયો અને આ બધું આજુબાજુ માં શું થઇ રહ્યું છે એ જોવા જાણવા બધા મશગુલ થઇ ગયા. અને કોઈને કંઇ પૂછવાનો સમય પણ ન મળ્યો એટલા પોતાની જાતમાં ખોવાઈ ગયા...!બધા પોતપોતાની રીતે આખા જંગલ માં જાણે ફરવા નીકળી ગયા. હવે મનુંકાકા કોઈને રોકતા કે ટોકતા ન હતા. અને ગુરુજી પણ જાને ગાયબ થઇ ગયા તેમ અદ્રશ્ય થઇ ગયા. પણ હાલ કોઈને પણ પોતાની જાત સિવાય બીજા કોઈને તરફ નજર નાખવાની પણ જાને ફુરસદ ન હતી. એટલા તો મદમોહક બની ગયા હતા. અને જાને પોતાની જાત સિવાય કોઈ અહિયાં છે જ નહિ એવું વર્તન કરી રહ્યા છે.

કોઈ પોતાની જાત સાથે વાત કરતા હતા...
તો કોઈ વળી ગીત સંગીત ગાતા ગાતા ગુમી રહ્યા છે....તો કોઈ એક ખૂણા માં બેસી ને નાના નાના બતકોને ફોસલાવી રહ્યું છે...
મી.માર્કેટિંગ તો હજુ કંઇજ સમજી નથી સક્યો. પણ પોતાની જાત માં મંત્રમુગ્ધ થઇ ગયો છે અને ધીરે ધીરે એક સુંદર ઝરણા તરફ વળી રહ્યો છે.
..
પ્રણવ’દા પણ બસ આંખો બંધ કરીને બંગાળીમાં કંઈક બોલતા બોલતા આમ તેમ વિહરી રહ્યા છે....
સર્જન અને અર્જુન તો જાણે અહિયાં રોજ આવતા હોય તેમ પેલા ઝરણા ની પાછળ જઈને એની આરપાર થી બધો નઝારો નિહાળી રહ્યા છે. અને બસ ધ્યાન અવસ્થા માંજ એકબીજા થી વાતો કરી લે છે....
આ જગ્યા કઈ છે કોઈ નથી જાણતું પણ બસ પોતાની જાતને આ જગ્યા ખુબ ગમે છે એ ખબર છે બધાને...! અને કોઈને પણ અહી થી જવાનું મન થતું નથી.
હા, અહિયાં જેમની જેવી કલ્પના શક્તિ એવો નજરો ઉભો થિયા ગયો છે પણ કોઈ એકબીજા ને એનું વર્ણન કરી સકે તેમ નથી કેમ કે જેવા બધા આ વાતાવરણ માં પ્રવેશ્ય કે તરત બધા જાને કોઈ ધ્યાન અવસ્થા માં આવી ગયા હોત તેમ બસ પોતાની જાત મંજ ખોવાઈ ગયા છે અને ધીમું ધીમું કોઈ મ્યુસિક વાગતું હોય તેમ લાગી રહ્યું છે. ચારેબાજુ થી મનગમતી સુગંધ પણ આવી રહી છે.
અને અર્જુન પોતાને આવતી એ સુગંધ ને ઓળખી ગયો છે પણ એ કોઈને કહી શકે એમ નથી..!
પ્રણવ’દા પણ પેહલા થોડા ડરી ગયા હોય તેમ લાગતું હતું પણ હવે તો બસ એવા પોતાની જાત માં મશગુલ થઇ ને વિચરી રહ્યા છે કે સમય નું અને પોતાની ઉંમરનું ભાન પણ ભૂલી ગયા છે. અને કેવા કેવા ડાન્સ કરી રહ્યા છે...!બધાને આમ કંઈક અવનવું કરતા જોઇને મનુંકાકા થોડા અચરજમાં પડી ગયા છે પણ એમને જાણે આવું પેહલા પણ જોયલુ હોય તેમ લાગ્યું. અને સાઈડ માં ઉભા રહી ને જાણે કોઈના ઓર્ડર નો ઇન્તઝાર કરતા હોય તેમ બધાને નિહાળતા રહ્યા. અને પોતાની જાત સાથે મંદ મંદ હસવા લાગ્યા.

બધા એકબીજાને જોઈ શકતા હતા પણ એકબીજા સાથે વાત કરી શકતા ન હતા બસ પોતાના વિચારો થી એક બીજા ને પોતાની વાત જણાવી શકતા હતા પણ એમાં પણ એક મજા આવતી હતી. આંખો થી થોડા ઇસારા પણ કરી લેતા હતા. પોતાના હાવભાવ એવા થઇ ગયા હતા જાણે કોઈ અન્તરિક્ષ ના વાતાવરણ માં આવી ગયા હોય. પોતાની સરીર તો જાણે છેજ નહિ એવું હલકું થઇ ગયું છે. બસ પોતાની બુદ્ધિ થી અને કલ્પના શક્તિથી પોતાની હાજરી પુરાવી રહ્યા છે ત્યાં બધા. બાકી શરીર નું કોઈ અસ્તિત્વ ત્યાં જણાતું નથી...!! અર્જુન તો પોતાની જાત ને કંઈક સમજાવી રહ્યો હોય તેમ આખા વિસ્તારમાં પોતાની જાત ને ફેરવી રહ્યો છે અને જાણે બધી વસ્તુઓ અને બધી પરિસ્થિતિઓનું અવલોકન કરી રહ્યો છે. સાથે સર્જન પણ જોડાય છે.
બસ, હવે એને બધું સમજાઈ ગયું હોય તેમ લાગે છે.
કેમકે જેવો એ પોતાની કલ્પના ને બધાથી ઉપર ઉઠાવી ને આ શું થઇ રહ્યું છે તેના વિશે વિચારવા લાગ્યા કે તરત તેનું સુક્ષ્મ સરીર હવામાં ઉપર ઉઠવા લાગ્યું. અને આખો નજરો પોતાની આંખો નીચે આવવા લાગ્યો. અર્જુન પોતાની સમજણ શક્તિને વધુ ફેલાવીને થોડો સ્વસ્થ થયો અને હજુ આ જગ્યા થી ઉપર ઉઠવા લાગ્યો. એક ઉંચાઈ પર જઈને એ અટકી ગયો. અને એને જે જોયું એ જોઇને લગભગ સ્તબ્ધ થઇ ગયો...!
બધા લોકો આશ્રમના મેઈન ધ્યાન ક્ક્ષમાં જ બેઠા છે. અને બધા શાંત અને ઊંડા ધ્યાનમાં લીન છે.
પોતે પણ ત્યાંજ સર્જન ની બાજુ માં બેઠેલો છે. આ બધું જોઇને અર્જુન થોડી વાર માટે હેબતાઈ ગયો અને જેવું એનું ધ્યાન એ વિચાર પર થી ડગ્યું કે તરત એનું સુક્ષ્મ સરીર નીચે આવી ગયું અને પોતે પાછો પોતાની જાતને એ જૂની પરિસ્થિતિ માં મશગુલ થએલો જોયો.
ફરી થોડી વાર માટે ના સુક્ષ્મ સરીર થી પોતાના વિચારો ને આ પરિસ્થિતિની ઉપર લઇ ગયો. અને હવે એ બધુ ધ્યાન થી જોઈ રહ્યો હતો. કે આ ધ્યાન કક્ષ માં ગુરુજી પણ નથી અને પેલા મનુકાકા પણ નથી. એ લોકો તો બહાર હવનકુંડ એટલે કે ભોજન કક્ષ પાસે જમવાની તૈયારી કરી રહ્યા છે. અને જાને કંઇ થયુજ ન હોય તેમ એકબીજા સાથે મસ્તી થી વાતો કરી રહ્યા છે.
હવે, અર્જુન ને કંઈક સમજાયું હોય તેમ લાગ્યું. અને તેને પોતાના સુક્ષ્મ સરીર ને જ્યાં ગુરુજી અને મનુંકાકા હતા ત્યાં વાળ્યું અને તેમની વાતો સાંભળી.
મંદ મંદ હસી સાથે અર્જુન તેના સુક્ષ્મ સરીર સાથે ત્યાં ગુરુજી અને મનુકાકા ની વાતો સાંભળી રહ્યો હતો અને તેનું સ્થૂળ સરીર એજ મુસ્કાન સાથે ત્યાં બધાની વચ્ચે પેલા અદભૂત,અવિસ્મરણીય, અને આહલાદક જગ્યા ઉપર મોજુદ હતું. એ પણ મનુકાકા ની નજર સામે...!!
હવે અર્જુનને એક વાત ની અચરજ થઇ કે મનુકાકા ત્યાં પણ છે અને અહિયાં આ ગુરુજી સાથે જમવા ની તૈયારી પણ કરી રહ્યા છે તો આવું કેમ..?
એ સવાલ ની સાથે અર્જુન થોડો વખત રહ્યો કે તરત એનો જવાબ જાણે સામે ચાલીને આવી ગયો હોય તેમ જમવા માટે ની પેલી મીઠી ઘંટડી બધા ને સંભળાઈ.
અને જાણે બધા ઉંગ માંથી ઉઠ્યા હોય તેમ પોતાની આંખો ચોળતા ચોળતા એકબીજા સામે જોવા લાગ્યા. અને મનુંકાકા જે બધાને જમવા માટે બોલાવી રહ્યા હતા એમની તરફ નજર અને કાન કર્યા.
બધાને હજુ ખબર ન પડી કે આબધુ શું હતું અને શું થઇ રહ્યું છે. પણ અર્જુન થોડું ગણું કંઈક સમજી ગયો છે...! પણ એ પણ પૂરેપૂરું નહિ એટલે એના ચેહરા પર પણ અચરજ ના અણસાર વર્તાયા.
બધા ઘડીકવાર તો સમજી ના શક્યા. પણ પછી સમજાયું કે આપણે બધા લોકો તો સવારમાં કોઈ અદભૂત પ્રેક્ટીકલ સેશન માટે કોઈ દુર ની જગ્યાએ ગયા હતા અને બધા એક સાથે અહિયાં કેમ આવી ગયા...!
‘ઉડી બા..બા..! હમલોગ સબ ઇધર કેસે આ ગયા.?’ પોતાની જગ્યાએ થી ઉભા થતા પ્રણવ’દા જબ્ક્યા.
‘ઓહ...માય ગોડ..! બેક ટુ ક્લાસ. કેવી રીતે આવી ગયા... મેજીક..!’ મી. માર્કેટિંગ પણ ટહુક્યા.
‘મેજિક ફેજીક બધું ગુરુજી સમજાવશે ચાલો બધા હવે જમવાનું મોડું થાય છે...!’ બધા કઈપણ બોલે એ પેહલા મનુંકાકા એ બધાને જાણે જગાડ્યા.
બધા થોડા ગુમસુમ હતા પણ આ બધું જાણવા અને વળી પાછા મસ્તીમાં તરબોળ થવા અને ખરેખર અદભૂત મસ્તીના એ માહોલને સમજવા ‘મસ્તીના હવનકુંડ’ (ભોજન ક્ક્ષ) તરફ વળ્યા.
ગુરુજી રોજ ની જેમ નોર્મલ જ હતા પણ બધા જાણે એમના પર ગુસ્સે થયા હોય તેમ ચુપચાપ પોતપોતાની જગ્યાઓ પર બેસી ગયા. અર્જુન ને કંઈક ખબર પડી હતી પણ હજુ તેની સમજ અધુરીજ હતી.
“કેમ છોકરાઓ મજા આવીને ..!?” ગુરુજી હળવા મૂડમાં હતા.
“ક્યાં મઝા..! હમ લોગ તો અભી’ભી સમજ નહિ સકતે કે આપ કન્હા લે ગયે થે ઓર કેસે હમ વાપસ આ ગયે..!?‘હા...હા...હં...હં...!
’ ગુરુજી જમતા જમતા થોડું હસ્યા.
‘ગુરુજી તમે તો કહ્યું હતું કે ત્યાં તમે કદી ન જોયું હોય તેવું અદભૂત જાદુ હશે...! અને કંઈક અનેરો નજરો હશે..! પણ ત્યાતો બધું નોર્મલ જ હતું બસ અમને મન થી બહુ મઝા આવી.’ મી. માર્કેટિંગ બોલ્યો.
‘હા, બધું નોર્મલ હતું મને પણ ખબર છે.’ ગુરુજી એ ક્લીયર કર્યું.
‘તો પછી તમે જે કહ્યું હતું કે આ તમારા માટે અદભૂત જ્ઞાન હશે અને કદાચ જીવનનું સૌથી મહત્વનો અનુભવ પણ તો એનું શું..?’ સર્જન ચિંતિત હોય તેમ બોલ્યો.
વળી પાછા ગુરુજી કોળીયો લેતા લેતા મનુંકાકા સામે જોઇને હસવા લાગ્યા.
‘અરે..બાબા ક્યાં તુમ ભી બચ્ચો કે સાથ મઝાક કરતે હો..! અબ બાથ ભી દો..! સબકો તો સબ બેફીકર હો કે ખાના ખાયે..!’ પ્રણવ’દા એ બધા ની વકીલાત કરી.
‘હા, ગુરુજી હવે કહી દો બધાને હવે બધા સમજી શકે એમ લાગે છે.’ મનુંકાકાએ જાણે પતાવટ કરી.
જુવો, તમારા માટે આ ધ્યાન અને યોગ એક સામાન્ય એકસરસાઈઝ કે અનુભવ નો વિષય હશે પણ મારા માટે નહિ. અને એટલેજ હું મારું આ જ્ઞાન પુરેપુરી શ્રધ્ધાથી બધા ને આપું છું અને મેં જે પણ મેળવ્યું છે આ અદભૂત શક્તિથી એ બધું જ આપવા અને સમજાવવા કોશિસ કરું છું.
તમને લોકોને જે સામાન્ય યોગ અને ધ્યાન ના કોર્સ કરે છે ત્યાં નીચે એમના કરતા તો વધુ અને અદભૂત મળ્યું જ છે બરાબર..?
‘હા, ગુરુજી એમાં તો ક્યાં કોઈ શક છે અને અમે તો ખુબ પ્રભાવિત પણ થયા છીએ તમારી આ બધી શક્તિઓ થી અને તમેજ તો અમને આ બધું અનુભાવાવ્યું અને શીખવ્યું. પણ ...તમે આમ કેમ કહો છો..?’
અરે, હું કોઈ ને મારી સફાઈ નથી આપતો આ તો બસ હું તમને જીવન માં યોગ અને ધ્યાન કેટલા કામ આવી સકે છે એના વિશે કહું છું.‘એ તો અમે લોકો નીચે પણ જાણતાજ હતા ગુરુજી..! અમે તો અહિયાં કંઈક નવું સીખવા અને જાણવા આવ્યા હતા અને તમને પણ એ ખબર જ છે કે તમારી બેચ જે અહી સૂધી આવે છે એમાં કંઈક તો અદભૂત હોય છે અને તમારે પણ કંઈક તો એવી આશા હજુ છે જેના થી તમે પ્રભાવિત છો અને કદાચ તમે એ અમારા જેવા માં શોધી રહ્યા છો..!!’ અર્જુન જાણે ગુરુજીના મનમાં ઉતારી ગયો હોય તેમ સીધો સવાલ કર્યો.

‘અર્જુન, તારી વાત બિલકુલ સાચી છે. હું તમારા જેવા માંજ મારી જાત ને જોવું છું અને કદાચ હું પણ મારા સપનાઓ ને સાચા કરું તમારા થકી એજ આશા છે.’ ગુરુજી એ જટ કહી દીધું.
‘તો, તમારા સપનાઓ વિશે જણાવો ને ગુરુજી અમે જરૂર પુરા કરીશું.’ મી.માર્કેટિંગ મક્કમતા થી બોલ્યો.
‘અરે, મારે એવા કોઈ સપના નથી કે જે હાલ ને હાલ પુરા કરવા હોય. એ તો સમય પર સાચા થઇ જશે. અને તમે લોકોતો છો જ મારા ટચ માં હવે થી...ટેલીપથી દ્વારા.’‘હા...યેસ સર અમે તો રોજ તમને હેરાન કરવાના હવે.’ સર્જન ને કહ્યું.

‘હા,,,જોયીયે કેટલા દિવસ હેરાન કરો છો’ નિરાશ અવાજે મનુંકાકા ગુરુજી સામે જોઇને બોલ્યા.
‘કેમ મનુંકાકા આવું બોલ્યા..?’ સર્જને ગુરુજી ને પ્રશ્ન કર્યો.
‘અરે, એતો એને બધું ખબર છે એટલે. મારી બધી બેચો આવી રીતે જ મારી સાથે ટચમાં રેહવાની વાતો કરે છે અને પછી ત્યાં નીચે ૨૧મી સદીમાં જઈને બધું થોડા દિવસમાં ભૂલી જાય છે’
‘ના...ના... ગુરુજી અમે નહિ ભૂલીએ.’ સર્જને ખાત્રી આપી.
‘પણ પેલા અદભૂત ટ્રેકિંગ અને જાદુ ના સુરસુરિયા નું શું ગુરુજી..એ તો કહો..!?’ મી.માર્કેટિંગ પાક્કા ગુજરાતી નીકલ્યા.
મસ્તી નો આ માહોલ થોડો ઠંડો પડ્યો.
યોગ અને ધ્યાનના બેસિક વિદ્યાભ્યાસ પછી તમે લોકો અહિયાં આવ્યા હતા ત્યારે તમને પોતાના ચક્રો અને જ્ઞાનેન્દ્રિયો નો એહસાસ હતો પણ એનો અનુભવ અહી થી મળ્યો. બરાબર.
‘હા’એવીજ રીતે તમારા શરીરના
અલગ અલગ સ્તર પર જવાનું પણ તમે શીખી ગયા. અને હવે તમે પોતાના સુક્ષ્મ શરીર થી કેવા જાદુ કરી શકો છો એ તો તમે જાણો છો..! ઓકે.
પણ આજે જે જાદુ તમે ત્યાં પેલા અલૌકિક જગ્યા પર જોયો એ મેં અને મારા યોગી મિત્રોએ ભેગા થઇને બનાવેલો માહોલ છે..! ત્યાં ખરેખર એવું કંઇજ નથી. એતો બસ આમારી યોગ અને ધ્યાનની શક્તિઓ થી બનાવેલી જગ્યા છે..!‘શું કહ્યું ગુરુજી...ત્યાં એવું કસું નથી..!!!’ સર્જન જબ્ક્યો.

‘ઓહો.....એવું કેવી રીતે બને..!!?’ મી માર્કેટિંગ પણ ચમક્યા.
‘ઉડી...ઉડી બાબા...! સચ મેં ઉધર કુછ નહિ હે.!’
‘નહિ વહાં સિર્ફ બરફ કી વાદીયાં હે..!’
‘હા, ત્યાં એવું કોઈ સ્થાન મોજુદ નથી. આ તો અમારી કલ્પના શક્તિ અને યોગ શક્તિઓ ની મદદથી બનાવેલુ અદભૂત દ્રશ્ય છે. તમને જયારે અહિયાંથી પેલા એવરેસ્ટ ટ્રેકિંગ માટેના પાક્કા રસ્તા સુધી લઇ ગયા ત્યાં સુધીજ તમે લોકો તમારા વિચારો સાથે હતા, પછીથી તમે બધા અમારા એ અલૌકિક ધ્યાન અને કલ્પનાઓ ની સૃષ્ટીમાં પ્રવેશી ગયા હતા. અને જેમ મેં કહ્યું હતું તેમ અમે લોકોએ એ જગ્યા પર જ્ઞાનેન્દ્રિયો અને કલ્પના શક્તિ થી પંચ મહાભૂતો નું સ્થળાંતર કરીને અને પંચતત્વો ને વસમાં કરી ને મનગમતો માહોલ બનાવ્યો. જે ત્યાં કોઈ દિવસ પોસીબલ નથી. હા, પણ તમે લોકો બધા ધ્યાન અવસ્થામાં જ હતા એટલે તમને વિચારવાની તકલીફ ન પડી. અને તમે બધા અમારા એ અદભૂત કલ્પના શક્તિ ના માહોલ માં ભળી ગયા. અને તમે બધા છેક અહિયાં પાછા આવી ગયા ત્યાં સુધી તમને કંઇજ ખબર ના પડી. એટલે તમને અહિયાં આવ્યાનું ભાન પણ ના રહ્યું..!’
‘ઓહો.....હો...હો... આતો અદભૂત નહિ એના થી પણ મજબુત એવું કહી શકાય.’ પેલા ગોવિંદભાઈ બોલી ઉઠ્યા.
‘વાહ...ગુરુજી ક્યાં જટકા દિયા હે..!’‘તો તમેં
અમને વશીકરણ નો અનુભવ પણ કરાવી દીધો એમને..!?’ મી માર્કેટિંગ ચિડાયા.
‘અરે, આ વસીકરણ નથી આ તો ધ્યાનની એક અવસ્થા છે જેમાં તમારું મન આજુબાજુના વાતાવરણને વસ હોય છે. એમાં વશીકરણ જેવું નથી. જેમ સમાધિ અવસ્થમાં હોય તેવું.’
‘પણ, ગુરુજી આમાં ક્યાં તમે અમને પંચતત્વો કે પંચ મહાભૂતોને વશ કરવાનું શીખવ્યું.’ ગોવિદભાઈ હવે એક્ટીવ થયા.
‘હા, પણ તમે જે અનુભવ કર્યો એ બસ એજ હતો. ત્યાં કોઈ ઝરણું કે કોઈ પશું-પક્ષી કે કોઈ જંગલ નથી પણ, તમે એનો અનુભવ તો કર્યો ને અને એ પણ પીઝીકલી તેને સ્પર્શીને પણ..!’
‘હા, પણ એ તો તમારી કલ્પના ના લીધે અને તમારી શક્તિઓ ના લીધે ને..!?’ ‘હા...તો શું થયું
. તમે પણ તમારી કલ્પનાઓ ને ત્યાં સુધી પોહચાડી શકો છો અને એના થી પણ વધુ આગળ નીકળી શકો છો આતો બસ એક ટ્રેઇલર હતું તમારા માટે બાકી એનો અભ્યાસ તો તમારેજ કરવાનો છે ને..!’‘એટલે તમે એમ કહો છો કે એવું ઈમેજીનેસન અમે કર
ીશું તો અમે પણ એવો માહોલ સર્જી શકીશું.!?’‘૧૦૦% કેમ નહિ પણ એના માટે મેં કહ્યું તેમ તમારે પેહલા પંચતત્વો પર કાબુ મેળવવો પડશે. અને એ કેવી રીતે એ હું તમને પેહલા દિવસ થી સમજાવતો આવ્યો છું. યાદ છે મેં તમને કહ્યું હતું કે તમે બસ અત્યારે હું કહું એટલુ
જ કરો. જ્યારે તમે ઇન્દ્રિયોને વસમાં કરવાની પ્રેક્ટીસ કરી રહ્યા હતા ત્યારે..!’‘હા, સર મને બરાબ
ર યાદ છે તેમે કહ્યું હતું કે એકવાર બસ તમે તમારી ઇન્દ્રિયો ને વસ કરી લો પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને પછી સીખવાડીશ.’ સર્જને બધું રીપીટ કર્યું.‘અને હા, સર તમે કહ્યું હતું કે જો તમે આ સેશન બરાબર સીખી લીધુ તો તમારું આગળનું સેશન બસ રમત વાત છે..!’ અર્જુને પણ પોત
ાની યાદાસ્ત ખોલી.’‘હા...એટલે જ
મેં તમને એ પ્રેક્ટીકલ વારંવાર કરાવી હતી. યાદ છે.!’‘હે,,,અરે બાબા મેં તો
રાત કો સોતે વક્ત ભી પ્રેક્ટીકલ કરકે સોયા થા ઔર સુબહ લેત હો ગયા થા.’ પ્રણવભાઈ પણ ફ્લોર પર આવ્યા.
‘પણ...આજે...મેં તો મારી કલ્પના શક્તિને પણ વશ માં કરી લીધી અને તમારી કલ્પના કરતા વધારી પણ નાખી હતી સર...!’ અર્જુન થોડો સીરીયસ થઇ ને બોલ્યો. બધા તેના સામું જોવા લાગ્યા.
‘હા, અર્જુન મને ખબર છે એકવાર તું ધ્યાન ફ્રિકવન્સી માંથી બહાર નીકયો હતો.’ ગુરુજીએ સ્પષ્ટ કર્યું.
‘તમને ખબર છે..!’
‘હા, મને ખબર છે અને આવું બહુ આછું બનતું હોય છે માટેજ તો તું મારા માટે ખાશ છે. તારામાં કંઈક અદભૂત તો છેજ પણ તારા વિચારો અને તારો સ્વભાવ પણ કંઈક અલગ છે. તું ખરે ખર મારા માટે આશા નું કિરણ છે..તું ખુબ આગળ નીકળીશ...’ ગુરુજી થોડા ભાવુક બની ગયા.
‘થેંક યુ ગુરુજી.’ અર્જુન પણ સર્માયો.
એક ખૂણા માંથી તાલિયો પાડવા ની શરુઆત થઇ અને પછી તાલિયોનો અવાજ વધી ગયો.
મનુંકાકા રસોડામાં ગયા અને તાલિયો બંધ થઇ. બધા વળી પાછા સ્વસ્થ થયા.
તો હું ક્યાં હતો. હા, યોગ કે ધ્યાન નો અલ્ટીમેટ એહ્સાહ ત્યારે થાય છે જયારે એ જાગૃત અવ્સ્થમાં થાય ત્યારે નોર્મલ વ્યક્તિ એ એહસાસ મેહસૂસ નથી કરી સકતો પણ એ ખરેખર થાય છે, અને એજ કુદરત છે. ગુરુજી પોતાની જાત માંથી બહાર આવ્યા.
તો તમને યોગ અને ધ્યાન વિશે હવે હું વધુ નહિ સમજાવી સકું બસ આજ નું જે પ્રેક્ટીકલ સેશન હતું એ તમારા જીવન માટે એક પ્રારંભ બિંદુ બની રહે એવી આશા રાખું છું. બાકી તમે બધા ખુબ હોશિયાર છો અને તમને જીવન આગળ કેવી રીતે વધવું એ પોતે નક્કી કરી લેશો સાચું ને..!
અમારી નાની કલ્પના શક્તિથી જો અમે આવો મહાલ અહિયાં હિમાલય પર બનાવી શક્યા. તો તમે તો તમારા જીવનમાં અને એ પણ અતિઆધુનિક સુખસગવડો સાથે કેવી કેવી કલ્પનાઓ કરી સર્જી શકશો એતો આગળનો સમયજ બતાવશે...!બસ કાલ નો દિવસ તમારા અને મારા માટે સાથે રેહવાનો છેલ્લો દિવસ છે..! તો જાવ આજની રાત તમારું પેકિંગ કરી લ્યો અને કાલે બધા ખુમ ધમાલ અને મસ્તી કરીશું.

બધા આજે આ મસ્તીના હવાન કુંડ માંથી જાને ગણું બધું લઈને નીકયા હોય તેમ ધીમા અને ભારે પગે પોતપોતાના રૂમ તરફ જઈ રહ્યા છે અને આવતી કાલ નો છેલ્લો દિવસ પોતાના અદભૂત જીવનનો પ્રારભ કરવા ઉગશે તેની રાહમાં સૌ પોતાના સપનાઓમાં લુપ્ત થઇ ગયા....!
અર્જુન અને સર્જન પોતાની જાતસાથે આખી રાત વાતો કરવાના અને જીવનના એક પડાવ પછી
હવે આગળના પડાવ પર શું કરવું અને શું શું થશે એની કલ્પનામાં ખોવાઈ જવાના.
સર્જન તો અત્યાર થીજ કોલેજને યાદ કરતા થોડો ગભરાઈ ગયો હોય તેમ લાગે છે..! કેવો માહોલ હશે કોલેજમાં..? અને શું થશે આટલા બધા દિવસો પછી પાછું કોલેજ માં જતા...!?
પણ અર્જુન પોતાના જીવનમંત્ર અને હમણાં હમણા ગુરુજીને આપેલા વચન પર કંઈક વિચારતો હોય તેમ પોતાની જાત માં ખોવાયો. પોતાના જીવન ની હમણાં સુધીની સફર ને વાગોળવા લાગ્યો..!બચપણ માં કેવા કેવા સપનાઓ અને અજીબો ગરીબ અનુભવો થતા હતા અને જેમ જેમ યુવાન થતો ગયો તેમ આ બધા અનુભવો અને અચરજ થાય તેવા દ્રશ્યો તેની નજર સામે આવવા લાગેલા પણ એ હવે એને સમજાયું કે કદાચ એના પાછલા જન્મના કે અત્યારના જન્મના વિચારો કે કદાચ ભવિષ્ય બનવાવલી ઘટનાઓ હશે. અને હવે તો અર્જુન યોગ અને ધ્યાન માં એટલો માસ્ટર થઇ ગયો છે કે પોતાના મન ના પ્રશ્નો ના જવાબ શોધી શકે..!

પોતાની જાતને “અન્જાન” માંથી હિમાલયની તળેટીયોમાં આવીને “અપગ્રેડીંગ” તો કરી લીધી છે પણ જીંદગી ભવિષ્યમાં કેવા કેવા વળાંકો લેશે એતો એને ક્યાં ખબર છે...!?
પણ, પોતાની જાત ને અપગ્રેડ કરીને હવે એ એટલો તો મક્કમ બની ગયો છે કે પોતાના જીવનને પોતાની મરજી થી જીવી શકે..! અને પોતાની નાની શરખી દુનિયા માટે કંઈક કરી શકે..!
તો બસ, હવે જોવાનું એ રહ્યું કે અર્જુન અને સર્જન પોતાને મળેલી અદભૂત-અલૌકિક યોગ શક્તિઓ ને કેવી રીતે અને કેટલા સમય સુધી ઉપયોગમાં લઇ શકે છે? કે પછી જેમ ગુરુજીના ભૂતકાળના શિષ્યો આ ૨૧મી સદીની ફાસ્ટ લાઈફમાં તણાઈ ગયા એમ તણાઈ જાય છે..!

To be Continue…!!
##############

યોગ અને ધ્યાનશક્તિનો ઉપયોગ અર્જુન અને સર્જન તેમના મિત્રો જોડે કેવી રીતે શેર કરે છે અને હવે પછી ૨૧મી સદીના આ ‘મોડર્ન મહાભારત’ નો સામનો પોતાના ગાંડીવરૂપી ગીટારથી કેવી રીતે કરે છે. અને પોતાની ક્રિયેટીવીટીથી પોતાનું જીવન કેવી રીતે પોતાના વિચારો અને ઉદેશ્યો પર વાળે છે તે જોવા માટે તૈયાર રેહજો..!
આગળના પડાવ પર “મોર્ડન મહાભારતો નો અર્જુન” પાર્ટ-૩ (અવેકીંગ અર્જુન).
Wait for next life stage of Arjun. “Awaking Arjun”.
@
Suresh PatelE
mail me: WhatsApp: 9879256446
Find me on Facebook