Hotel Bhramm books and stories free download online pdf in Gujarati

Hotel Bhramm



Hotel Bhramm
Story by Suresh Patel (S.Kumar)

Dedicated to Newly Married, Loving, Caring Couples.
Dedicated to Surprise lover.


હોટલ ભ્રમ

મનાલી જેવા ટુરિસ્ટ પ્લેસમાં હોટેલ બીસીનેસ ખુબ પ્રોફિટેબલ ગણાય છે. પણ તોય અમુક હોટેલ ગળાકાપ કોમ્પિટીશનના લીધે બંધ થઇ જાય છે. આવીજ એક હોટેલ ખંડેર થઇ ગયેલી. જેને હોટેલ ચૈન ચલાવતી એક ખુબ મોટી કંપની એ ખરીદી લઇ, અને તેને રીનોવેટ કરી છે.
ખંડેર જેવી દેખાતી એક જમાનાની જૂની અને મેઈન માર્કેટ થી થોડી દુર પહાડીઓમાં આવેલી આ હોટેલ ને હવે ઇન્ટરનેશનલ આર્કીટેકટ અને અતિ-આધુનિક ટેકનોલોજી દ્વારા સ્વર્ગ જેવી બનાવી દીધી છે અને મનાલીની સૌથી બેસ્ટ હોટેલના લીસ્ટમાં ટોપ નંબરની હોટેલ બની ગણાય છે.
ગણા બધા ટુર ઓપરેટરો અને ઓર્ગેનાઈઝરો આ હોટેલ ને દરેક સિઝન માટે એડવાન્સમાં બુક કરી લે છે. અને આવીજ એક ફુલ્લ પેક સિઝન એટલે “હનીમુન સિઝન”. આ હોટેલ સ્પેશિયલ હનીમુન પકેજ માટે જ તૈયાર કરાઈ છે અને હનીમુન કપલ્સ માટે આ હોટેલ હોટ ફેવેરીટ છે. ફક્ત એની ફેસીલીટીઝ અને સર્વીસ થીજ નહિ પણ એની આજુબાજુ ના રમણીય માહોલ માટે પણ આ હોટેલ ખુબ પ્રચલિત છે. અને આ હોટેલની એક ખાસિયત એ છે કે આ હોટેલ દર વરસે એક મેગા સરપ્રાઈઝ હનીમુન પકેજ જાહેર કરે છે અને એની ટ્રીટમેન્ટ રેગ્યુંલર કરતા ખુબ ડીફરન્ટ અને જરા હટકે હોય છે. અને એની આ સરપ્રાઈઝ ટ્રીટમેન્ટ થોડી રિસ્કી અને થોડી વધારે જ સરપ્રીઝીંગ હોય છે માટે એ હોટેલ મેનેજમેન્ટ પહેલેથી જ એના આવનારા ક્લાયન્ટ્સ અને ટુર ઓપરેટરો ની અનુમતિ અને લીગલ પરમીશન લઇ લે છે.

‘લવબર્ડ હનીમુન ટુર્સ’
નવા બીજનેસ માટે ઉત્સાહી છોકરાઓ દ્વારા ચાલુ કરાયેલી હનીમુન ટુર ઓર્ગેનાઝિંગ કંપની. પોતાને માર્કેટમાં જમાવવા માટે અને કંઇક નવું કરવા માટે મનાલીની પેલી મોંગામાં મોંગી ‘હોટેલ ભ્રમ’ ને બુક કરે છે.
લવબર્ડ હનીમુન ટુર્સ વાળા પોતાના આ સરપ્રાઈઝ પેકેજની એડ ના લીધી બીજી ટુર્સ કરતા જલ્દી વધુ મેમ્બેર્સ મળવી લે છે. અને તરત એની ટુર ફૂલ પેક થઇ જાય છે. પેહલું ટુર ઉપાડવા માટે તૈયાર પણ થઇ જાય છે. બધાજ મેમ્બેર્સ ને કંઈક સરપ્રાઈઝ મળશે એવી વાત જાણવા મળે છે. પણ એ સરપ્રાઈઝ શું હશે એ ખબર નથી. બધા પોતાનું હનીમુન રોમાંચિત અને સરપ્રાઈઝીંગ બનાવવા માટે ખુબ ઉત્સાહી છે.
શ્રુતિ અને અર્જુન. પણ મનાલી પોતાનું હનીમુન યાદગાર બનવા આ લવબર્ડ હનીમુન ટુર્સ માં જાય છે.
અર્જુનનો ફ્રેન્ડ સર્જન અને એની વાઈફ સંજના પણ જોડાય છે. અને બીજા ગણા એકસાઈટેડ કપલ્સ પણ છે.
દિલ્હી સુધી એરપોર્ટ અને પછી વોલ્વો બસ થી ક્યારે મનાલી આવી ગયું કોઈને ખબર ના પડી.
મનાલીમાં આવી ખુબસુરત માર્કેટ થી આટલી બધી દુર એ કેવી જગ્યા હશે ? અને એ કેવી હોટેલ હશે ? એની ચર્ચામાં બધા લાગી ગયા. ધીરે ધીરે બધા ઉઠી ગયા અને બસની બારીઓ માંથી આજુ બાજુ ના પહાડો અને ખતરનાક ખીણોનો નજરો માણતા માણતા ક્યારે અંધારા માંથી વેહલી સવાર નું જાંખું અજવાળું પથરાઈ ગયું એ ખબર ના પડી !
બધા હોટેલ ની પાર્કિંગ માં બસ માંથી નીચે ઉતરી હોટેલ ને દુર થી જોઈ રહ્યા છે. ત્યાં જ બસ નો અવાજ સાંભળી મોટા મોટા બે ડોબરમેન કુતરાઓ સિક્યોરીટીવાળા સાથે આંટા મારી રહ્યા હતા એ બસ ને જોઇને ભસવા લાગ્યા અને થોડીવાર પછી શાંત થઇ ગયા.
ટુર ગાઈડ એમને ધીરે થી હોટેલ તરફ લઇ ગયો.
આ ફાઈવ સ્ટાર હોટેલ જે હનીમુન ટુરવાળા એજ અરેન્જ કરી છે એ ખુબ સુંદર અને ભવ્ય છે.
બધીજ ફેસીલીટીઝ થી ભરપુર એકદમ સ્વર્ગ જેવી છે આ હોટલ ! કેવો સરસ, વિશાળ મેઈન હોલ. હોલની વચ્ચોવચ પ્રેમી યુગલનું બેનમુન પુતળું જે છત્રી લઈને એક મોટા એક્વેરિયમની ઉપર ઉભું છે જેના ઉપર લાઈટીંગ ફાઉન્ટેન જાણે વરસાદ કરી રહ્યો છે ! થોડાક અંદર આવતાંજ ડબલ હાઈટ વાળા કોર્રીડોરમાં વિશાળ રીસેપ્સન અરિયા. સ્પેસીયલી હનીમુનટુર વાળા માટેજ તૈયાર કરાયેલા પોસ્ટરો દરેક વોલ પર લાગેલા છે. રીસેપ્સન ટેબલની પાછળ એક સેમી ટ્રાન્સપરેન્ટ ગ્લાસ પર એક અર્ધનગ્ન કપલનું ઈરોટીક પેન્ટિંગ કરેલું છે અને એના પર પાણીનું ઝરણું પડી રહ્યું છે જે આ પેન્ટિંગ ને વધુ રોમેન્ટિક બનાવી રહ્યું છે. અને એકદમ મસ્ત ભીની ખુશ્બુવાળું એર ફ્રેસનર પણ ત્યાં રીસેપ્શન ટેબલ પર પડ્યું છે જે છેક એન્ટ્રી થી લઈને આખા હોલમાં ભીનીભીની ખુશ્ભુ ફેલાવી રહ્યું છે. હોટેલસ્ટાફ નો એક પણ માણસ એવો નથી જેના ચેહરા પર સ્માઈલ ન હોય...! દરેક જણ મસ્ત મઝાની સ્માઈલ સાથે બધાને સર્વિસ આપવા તત્પર છે.
હનીમુન કપલ્સ તો હોટેલમાં દાખલ થતાજ પેલા છત્રીવાળા પુતળાને જોઇને ચકિત થઇ ગયા અને પોતાના પાર્ટનર સામે જોઇને એકબીજામાં હરખાઈ ગયા.
હોટેલ મેનેજરે બધાજ કપલ્સ નું વેલકમ કર્યું અને બધાને વેઈટીંગ રૂમમાં બેસવા માટે કહ્યું. વેલકમ ડ્રીંક આપ્યા પછી થોડા ફ્રેશ થઇ ગયા એટલે મેનેજરે બધાને પેહલા આખી હોટેલ ની વિસીટ કરી લેવા કહ્યું જેથી બધાને હોટેલ ની બધીજ એમેનીટીઝ થી વાકેફ કરી શકાય. મેનેજર બધાને પેહલા અન્ડર ગ્રાઉન્ડ રેસ્ટોરન્ટમાં લઇ ગયા. એકવા થીમ પર બનેલું ગ્રાઉન્ડ ફલોર થી પણ નીચે આવેલું આ રેસ્ટોરન્ટ બધા માટે સરપ્રાઈઝીંગ હતું. અહિયાં બધીજ ટેબલો ફૂલ ગ્લાસ ની બનેલી હતી અને તેમાં થી સતત પાણી વહ્યા કરતુ હતું. અને વળી તેમાં એલીડી લાઈટસ પણ હતી જે રાત ના માહોલ ને વધુ રોમેન્ટિક કરી નાખશે. અને આ અંડરગ્રાઉન્ડ રેસ્ટોરન્ટની બધી દીવાલો પણ ડીજીટલ સ્ક્રીનથી મઢેલી છે જે દરવખતે કંઈક નવો નજરો બતાવશે એવું મેનેજરે સમજાવ્યું. બધા ખુબ ખુશ થઇ ગયા. ઉપર હોલમાં મુકેલું પેલું છત્રીવાળું પુતળું નીચે થી પણ દેખાય છે જે ટ્રાન્સપરેન્ટ ગ્લાસ સ્લેબ પર ઉભું છે. ઉપર થી આ પુતળા ને જોતા એવું લાગે કે એ પુતળાવાલા ફાઉનટેનના બેઝમાં એક્વેરિયમ છે પણ અક્ચુયલ માં ઉપર થી જે દેખાય છે એ જ એક્વેરિયમ અંડર ગ્રાઉન્ડ રેસ્ટોરેન્ટમાં સિલીંગ પર દેખાય છે.
હવે ઉપર ના બે ફ્લોર હોટેલ મેનેજમેન્ટના, અને એની ઉપરના બે ફ્લોર લક્ઝરિયસ રૂમ્સ ના હોઈ ત્યાં કોઈને જવાની જરૂર ન હતી એટલે સીધા ટોપ ફ્લોર પર પોહચી ગયા. ખુબજ સુંદર નેચરલ પ્લાન્ટ્સ અને લેન્ડસ્કેપીંગ કરેલું ટેરેશ જોઇને વળી પાછા બધા મંત્ર મુગ્ધ થઇ જાય છે. વિશાળ ટેરેશ ને એવી રીતે ડીઝાઇન કરેલું હતું કે ત્યાં જે સ્વીમીંગ પૂલ છે એ મોટા મોટા પિલ્લર્સથી છુપાઈ જાય. થોડા આગળ જઈને થોડા સ્ટેપ્સ ઉપર ચડીએ તોજ આખું સ્વીમ્મીંગ પુલ દેખાય. પીલ્લર પાસે આવીને જયારે બધાની નજર આ વિશાળ સ્વીમ્મીંગ પુલ પર પડી ત્યારે તો જાણે બધા ના મો ખુલ્લા ને ખુલ્લા જ રહી ગયા.! ટેરેસ અને આજુબાજુ નો પહાડી માહોલ અને વાદળો માંથી નીકળતા સુરજને જોઇને બધાના હોસ ઉડી ગયા.
આ બધું ફક્ત જોવા માટેજ નથી પણ તમે અહિયાં છો ત્યાં સુધી આ બધું તમારે એન્જોય કરવાનું છે. અને હજુ આની નીચેના ફ્લોર પર જીમ, સ્પા, યોગા રૂમ બધુજ છે જે તમારા માટે જ એક્ષ્ક્લુસિવ છે. તો જલ્દી ચલો. મેનેજરે બધાને આખી હોટેલ બતાવીને નીચે વેઈટીંગ રૂમમાં પાછા લઇ આવ્યો, અને રીસેપ્સન પર આ બધાના સમાન એમના રૂમોમાં પોહચાડી દેવા ની સુચના આપી પોતાની કેબીનમાં જતા રહ્યા.
બધાજ કપલ આ ફાઈવ સ્ટાર હોટેલ જોઇને જાણે સુન્ન થઇ ગયા હતા. અને આ હનીમુન ટુર એમના માટે ખુબ રોમાંચિત રેહવાનો છે.
બધાને પોતપોતાના રૂમની ચાવી આપી દેવામાં આવી. ૧૦.૩૦ વાગી ગયા છે. રીસેપ્સનીસ્ટ માયાએ બધાને આવીને કહ્યું કે ઠીક ૧૨ વાગે લંચ રેડી હશે તો બધા જલ્દી આવી જજો અને પછી તમારી ટુર બસ પણ આવી જશે. આજે અહી નજીક ના સ્પોટ પર તમને તમારા ગાઈડ લઇ જશે. રૂમ સર્વિસ નો સ્ટાફ બધાના સમાન મૂકીને આવી ગયા. બધા કપલ પોતપોતાના રૂમમાં ફ્રેશ થવા જતા રહ્યા.

થોડીવાર પછી શ્રુતિ ગભરાયેલી અને હાંફતી હાંફતી પોતાના રૂમમાંથી દોડતી નીચે રીસેપ્સન અરિયામાં આવીને કોઈક ને શોધતી હોય તેમ આમ તેમ ફાં- ફાં મારવા લાગી.
રેસેપ્સ્નીષ્ટ માયાને કંઈક પૂછ્યું. માયાએ કોમ્પુટર પર પોતાનું કામ કરતા કરતા ના માં માંથું હલાવ્યું.
લોન્ડ્રી બોય લીફ્ટ પાસે ટ્રોલી લઈને ઉભો હતો ફટ ફટ ત્યાં જઈને શ્રુતિએ એને પણ કંઈક પૂછ્યું. હાથથી ઈશારા કરીને કંઈક સમ્જવાવ્યું પણ તોય લોન્ડ્રી બોય ને જાણે કઈ ખબર ન પડી હોય તેમ એને પણ ના પાડી.
શ્રુતિ ખુબ ગભરાયેલી છે. અને એકલી પણ પડી ગયી છે. શું કરવું એની ખબર પડતી નથી.
એતો નાહવા ગયી ત્યારે બહાર એકદમ અજવાળું હતું. હવે એકદમ અચાનક મોસમ બદલાઈ ગયો અને જાણે સાંજ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને અંધારામાં શ્રુતિ ને વધારે બીક લાગે છે. લાઈટ પણ જબકા મારી રહી છે.
ક્યારનો એ મોબાઈલ પણ લગાડી રહી છે પોતાના પતિ અર્જુનને પણ એનો મોબાઈલ પણ આઉટ ઓફ કવરેજ અરિયામાં હોઈ મોબાઈલ લાગતો નથી.
શ્રુતિ અર્જુન સાથે મનાલી અહી પોતાના લગ્નજીવનની રોમાંચિત શુભ સરુઆત કરવા માટે હનીમુન ટુરમાં આવી છે. એને સપ્નામાય નહોતું વિચાર્યું કે હનીમુનના પેહલાજ દિવસે આવી વિચિત્ર ઘટના બનશે.
શ્રુતિ દોડતી દોડતી ઉપર સર્જન અને સંજના ના રૂમ તરફ ગઈ. એના રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર કોઈ નહતું. ફટાફટ બીજા રૂમો તરફ વળી એ બધા રૂમ પણ ખાલી હતા. કોઈ દેખાતું ન હતું.
થોડીવારમાં તો આખી હોટેલ જાણે ખાલી હોય તેમ સુમસાન થઇ ગયી. નીચે વેઈટીંગ રૂમની દીવાલ પર પેલી ક્યુપીડવાળી ઘડિયાળ ટીક ટીક કરીને પોતાનું તીર ચલાવી રહી છે. રીસેપ્સન એરિયામાં પેલું ટ્રાન્સપરેન્ટ ગ્લાસવાળું પાણીનું ઝરણું વહી રહ્યું છે એનો અવાજ આવી રહ્યો છે. રીસેપ્સન ટેબલ પર કોમ્પુટર સ્ક્રીન પર આખી હોટેલમાં લાગેલા સીસી ટીવી કેમેરા નું લાઇવ રેકોર્ડીંગ દેખાઈ રહ્યું છે.
અંડર ગ્રાઉન્ડ રેસ્ટોરેન્ટમાં પણ કોઈ દેખાતું નથી. એલીડી લાઈટ વાળી ટેબલોમાં લાઈટ ચાલુ બંધ થાય છે. સાઈડ વોલ પર લાગેલી સ્ક્રીન પર પણ થોડી થોડી વારે કોઈ વિચિત્ર અને ડરવાના ચિત્ર દેખાય છે અને સાથે સાથે અજીબ-ઓ ગરીબ અવાજ પણ આવે છે અને બંધ થઇ જાય છે. શ્રુતિ આ બધું જોઇને ખરેખર ખુબ ડરી ગયી છે. પણ તોય રીસેપ્સસન કાઉનટર પાસે ઉભી રહીને કોમ્પુટર સ્ક્રીન પર આ બધું ગભરાતા ગભરાતા જોઈ રહી છે.
જીમમાં મુકેલા ટ્રેડમિલ અને બીજા બધા સાધનો આપોઆપ ચાલવા લાગે છે અને વળી પાછા ઉભા રહી જાય છે. જીમની દીવાલ પર લગાડેલા ગ્લાસમાં કોઈ કંઈક લખી રહ્યું હોય એવો અવાજ આવે છે. પણ ત્યાં કોઈ દેખાતું નથી. કેમેરામાં બધું ચાલુ બંધ ચાલુ બંધ થઇ રહ્યું છે. હોટેલ નો આખો કોરીડોર ખાલી છે. ગેટ પર ગેટ કીપર હતા એ પણ દેખાતા નથી. પેલું છાત્રીવાળું કપલ પણ કંઈક વિચિત્ર મુદ્રામાં ફેરવાઈ ગયું છે અને છત્રી ગાયબ છે. એક્વેરિયમ નું પાણી લાલચોળ થઇ ગયું છે. હોટેલનો પૂરો સ્ટાફ જે હસતા મો એ બધાને મદદ કરી રહ્યો હતો એ પણ ગાયબ. કોઈ એટલે કોઈ નથી દેખાતું. મેનેજર ની કેબીનના ગ્લાસડોર માંથી જાંખું જાંખું કંઈક દેખાઈ રહ્યું છે. પણ સીસી ટીવી માં નજર કરતા કંઇજ નથી દેખાતું. હા, પણ મેનેજર ની ખુરશી પર કોઈ બેઠું હોય તેમ ખુરસી રિવોલ્વ થઇ રહી છે.
અને અચાનક સીસી ટીવી કેમેરામાં ટેરેસ પર કંઈક થઇ રહ્યું હોય તેમ લાગ્યું. પુલનું પાણી એકદમ ઉછળી રહ્યું છે. ત્યાં કોઈ નથી પણ મોટા મોટા પીલ્લર્સ પર લાલ કલર થી કંઈક ‘આઈ... લવ... યુ....શ્રુતિ ’ જેવું લખાઈ રહ્યું છે. આ જોઇને શ્રુતિ ખરેખર પરસેવે રેબજેબ થઇ ગઈ. પેલા નેચરલ પ્લાન્ટ્સ બિચારા વેર વિખરે થઇને પડ્યા છે અને વ્યવસ્થિત ગોઠવેલા કલરફૂલ પેબલ્સ પણ વુડન ફ્લોર પર જ્યાં ત્યાં વિખરાયેલા પડ્યા છે. અને જાણે ત્યાં કોઈ તુફાન આવ્યું હોય તેવું લાગે છે. અને ટેરેસ પર થી પુલ નું પાણી જાણે વેહ્તું વેહ્તું સીડીઓ પર થી નીચે આવી રહ્યું છે. શ્રુતિ થી રેહવાતું નથી ખુબ ડરી ગઈ છે રડી રહી છે.
શ્રુતિ જે સીડીઓ પર થી આવતું પાણી જોવા માટે રીસેપ્શન કાઉનટર છોડી સીડી ચડીને ઉપર થોડે સુધી ગઈ હતી એ નીચે આવે છે. અને નીચેનો માહોલ જોઇને ફરી એકદમ ચકિત થઇને બધું જોતીજ રહી ગઈ.
છેક નીચે લીફટ પાસે સીડીઓ માંથી ધીમે ધીમે પાણી આવતું દેખાય છે. એટલામાં મેનેજર એની કેબીન માંથી બહાર નીકળે છે અને બુમ પાડે છે. ‘અરે ઓ નંદુ, જો અહિયાં આ પાણી ઢોળાયુ છે જરા સાફ કરજે અને સંભાળીને લઇજા આ પાણી ના જગ. જો એમાં થી કોઈ લીક થઇ ગયો હોય તો ચેન્જ કરી નાખ.’
બધું હતું એવું રાબેતા મુજબ થઇ ગયું. બધો હોટેલ સ્ટાફ પોતપોતાના કામમાં વ્યસ્ત છે.
બધા કપલ્સ જે બપોરે સાઈટ સીન માટે ગયેલા એ બધા બસ, હવે બહારથી ફરીને પાછા આવી રહ્યા છે તો એમના ડીનર ની વ્યવસ્થા નીચે રેસ્ટોરેન્ટમાં થઇ રહી છે. અને આજે પેહલી રાત છે આ હોટેલમાં અને એમના હનીમુનની પણ એટલે આખી હોટેલને એક્સ્ટ્રા લાઈટીંગ કર્યું છે. બે ઘડી તો શ્રુતિ આ બધું જોઈજ રહી.
એટલામાં પોતાના રૂમ માંથી નીચે આવતાંજ અર્જુને શ્રુતિને પોતાની બાહોમાં ભરી લીધી અને ‘સોરી...સોરી..!’ કહીને એનું રડવું બંધ કરાવી રહ્યો હતો. “અરે, શ્રુતિ, આતો જસ્ટ મજાક હતી. આ જ તો આ ટુર નું સરપ્રાઈઝ છે. આજે આપણો વારો હતો કાલે બીજાનો આવશે. આતો બસ મજાક છે. એ શ્રુતિ બસ જો આ બધા અહિયાં છે હું પણ અહિયાં જ છું.
મેનેજેર પણ તરત દોડતા શ્રુતિ પાસે આવ્યા અને સોરી કહીને માફી માંગી.
મેમ, આ તો અમારી ખાસિયત છે. એ બધું એક ટેકનોલોજી થી થઇ રહ્યું હતું. આ હોટેલ એટલેજ તો બહુ ફેમસ છે. અને એટલેજ તો એનું નામ “હોટેલ ભ્રમ” છે.
એન્જોય યોર હનીમુન ઇન મનાલી.
કોઈને પણ કંઇજ ના કેહવાનું પ્રોમિસ મેનેજરને આપી શ્રુતિ અને અર્જુન રીલેક્ષ થઇ ગયા.
શ્રુતિ હવે હળવી થઇ ગયી છે અને ધીરે ધીરે માહોલમાં ભળી ગઈ અને ડીનર એન્જોય કરવા અન્ડરગ્રાઉન્ડ રેસ્ટોરંટમાં નીચે ઉતર્યા. બધાને ડીનરમાં જોઈન કરે છે.
શ્રુતિ અને અર્જુન માટે એકદમ સેન્ટરમાં રિઝર્વ્ડ કરેલું ટેબલ રાહ જોઈ રહ્યું છે. શ્રુતિ બધું આજુ બાજુ જોઈ રહી છે સાઈડ વોલ પર મસ્ત મજાનું અંડર વોટર નું પિક્ચર ચાલી રહ્યું છે, જેમાં નેચરલ સમુદ્રી દુનિયા દેખાઈ રહી છે બધા ખુબ ખુશ અને રોમાંચિત છે. બધા ફુલ્લ ગ્લાસ વાળા પેલા ટેબલ પર બેઠા છે જેમાં પાણી વહી રહ્યું છે અને આજુ બાજુ સમુદ્રી દુનિયા દેખાઈ રહી છે બધાને એવું લાગી રહ્યું છે કે જાણે બધા લોકો દરિયામાં વચ્ચો વચ ડીનર કરવા આવ્યા હોય...!!
અર્જુનની નજર ડીનર સર્વ કરવા આવેલા વેઈટરના પોકેટ પર પડી.
અર્જુને શ્રુતિનો હાથ પકડતા વેઈટરના પોકેટ તરફ જોવા ઇસારો કર્યો જેના પર લખ્યું હતું.
‘કાલે, નવો દિવસ, નવું કપલ, નવું સરપ્રાઈઝ...!! અને નવો ભ્રમ..!’
અર્જુન અને શ્રુતિએ એકબીજા સામે જોયુ અને પછી વેઈટર સામે જોઈ બધા મંદ-મંદ હસવા લાગ્યા.
અને દુર થી મેનેજર અને રીસેપ્સનીસ્ટ માયા, અને બીજો હોટેલ સ્ટાફ પણ અર્જુન અને શ્રુતિ સામે જોઇને હસી રહ્યા છે.
==============

Your Feedback is Breath for my Life as a Writer…!!
@ Suresh Patel
Email me: skumar_1068@yahoo.com
WhatsApp: 9879256446
https://www.facebook.com/suresh.patel.1068
https://twitter.com/Skumar_1068

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED