Makaino Doddo...!! books and stories free download online pdf in Gujarati

મકાઈનો ડોડો...!!

મકાઈ નો ડોડો.

અમદાવાદની બાજુમાં એક નાનકડા ગામડામાં એક નવું નવું બનેલું પ્રેમીપંખીડાનું જોડું ઘરેની નજીક આવેલ ખેતરમાં જઈને બેઠા છે અને એકબીજા ની આંખોમાં આખા નાખીને કંઈક જૂની અને જાણીતી વાતોથી એકબીજાને રિજવે છે.
‘વાહલા, સાજન મને તારી આંખોમાં આખું જગત દેખાય શે..!’‘હા,
મારી ચકલી મને પણ આખી દુનિયા, આપણું ફળિયું અને હા, આખુંય અમદાવાદ પણ દેખાય શે.’
આવીજ જૂની અને જાણીતી પ્રેમની વાતોમાં મશગુલ છે આ જોડકુ.
પ્રેમી નું નામ ‘સાજન’ અને પ્રેમિકા નું નામ ‘ચન્દ્રિકા’ છે. પણ સાજન તેને પ્રેમ થી ‘ચકલી’ કહીને બોલાવે છે.
‘કાલનો દિવસ મારા માટે બહુ હારો શે તને ખબર શે..? સાજન.’
‘કેમ વળી હું શે કાલે એવું?’‘
કંઇ બવ ખાશ નહિ પણ મારા જેની જોડે લગન થવાના શે ને એનો જનમ નો દિવસ શે...કાલે..!’‘શું કીધું..?’ થોડીવાર હેબતાઈ ગયો પછી ખબર પડી કે આ તો સાજન ના પોતાના
જનમ દિવસ ની વાત થઇ રહી છે. હા સાજન નો કાલે જન્મ દિવસ છે.
‘અરે ડોબી, તે તો મને બીવડાવી નાખ્યો..!’‘કેમ તારા હગપણ કોની જોડે થ્યા શે..?’
‘હા, મને ભાન શે તારી હારેજ મારા હગપણ થ્યા શે..!’
‘તો બોલ કાલે શેની રસોઈ બનવું? તું મારા ઘરે જમવા આવીશ ને. મારી બા એ તો તારા ઘરે કહી પણ દીધું શે કે અમારા જમાઈ નો પેહલો વેહલો જ
નમ નો દિવસ શે એટલે જમણ તો અમારે ત્યાંજ કરવા નું થાશે..’‘અરે , ગાંડી જમણ છોડ હું તને કાલે પાલટી આપીશ પાલટી..!’
એ શેની
પાલટી..?’‘અરે આપણે કાલે આખોય દિવસ અમદાવાદ ફરવા જઈસુ’

‘આખો દિવસ..! એમ હેં..!, પણ બાપુજી ના પાડે તો..?’‘અરે, તારા બાપુજી ને હું હમજાવીશ.’
‘ભલે. પણ તું હાચું કેહસે..?’

‘હા, ચકલી હાચું. તું હવારમાં વેહલી તૈયાર થઇ જાજે. હું મારું બાઈક લઈને આવી જૈસ.’
‘ઓ..મારી માડી, અમદાવાદ. મજા પડશે. પણ સાજન મને મારું ફાવેરીટ મકાઈ નું ડોડું ખાવડાવીશ ને?’
‘અરે, હા..હા... આપણે ત્યાં ફિલ્લમ પણ જોઈશું...! કાંકરિયા પણ ફરીશું..!, અને તારો ફાવે એવો મકાઈ નો ડોડો પણ ખયીસુ..!’‘ફાવે એવો નહિ, ફાવેરિટ.’

બંને એકબીજા ના હાથ પકડીને હસતા હસતા ક્યારે ઘર તરફ આવી ગયા એનું ભાન પણ ના રહ્યું.
અને હવે લોકોની અવર ઝવર પણ થવા લાગી શેરીઓમાં. એટલે થોડું અંતર જાળવી ને જટ-જટ ચાલવા લાગ્યા. ઘરે પોહચ્યા.
કાલે અમદાવાદ જવા ની રજા પણ લઇ લીધી.


સાજન નો જન્મ દિવસ કંઈક ખાશ યાદગાર રહેવાનો છે.
સવાર ના ૯.૦૦ વાગે તો બને પ્રેમી પંખીડા પોતાના સફરમાં નીકળી પડ્યા.
અષાઢી માહોલમાં ક્યારે ઝરમર અને ક્યારે મુસલાધાર વરસાદ પડે એનું નક્કી નથી હોતું, એટલે ઘરે થી એમને પણ વરસાદ થી બચવા માટે છત્રી અપાયી છે.

સૌથી પેહલા આ પ્રેમી પંખીડા એ પોતાનું ઉતરાણ અમદાવાદ ના મોટા મોલ પાસે કર્યું. આખો મોલ ફરી ફરી ને થાક્યા પછી બપોરે ગરમીથી બચવા આ પ્રેમી પંખીડા ને એવો નિરાંત નો વિસામો જોઈતો હતો કે જ્યાં કોઈ એમને હેરાન ન કરે. અને મોલ ની બહાર નીકળતાંજ એનો ઉપાય મળી ગયો.‘હાલ, ચકલી હવે આપણે આ મોટા મોટા પરદા વાળું ફિલ્લમ જોવા જઈએ.’
કોઈ અજાણ્યા ફિલ્મના પોસ્ટર તરફ ઈશારો કરતા સાજન બોલ્યો.

‘એ વળી કેવું ફિલ્લમ હશે મને તો નહિ ફાવે.’‘અરે તું જોવા તો આવ ફાવશે આપણે ક્યાં ફિલ્લમ જોવું શે..!’

‘એટલે તું હું કેહ્સે..? મને નથ હમજાતું.’‘
અરે, હું હમજાવીશ. ઉભી રહે હું ટીકીટ લઇ આવું.’
થોડીવાર માં સાજન ટીકીટ લઈને આવી ગયો અને બંને અંદર ગુસ્યા.
‘અરે, પણ ફિલ્લમ નું નામતો મને સમજાવ.’‘અરે, એમાં મનેય નથી હમજાતું પણ ‘અમારી અધુરી કહાણી..!’ એવું કંઈક શે’
‘એટલે, ...?

‘અરે, તું બસ હાલને આમા ઓલ્યો ‘જલક દિખલાજા ...જલક દિખલાજા વાળો હીરો શે..!’
‘એમ તો તો બહુ મજા આવશે..!બંને એકબીજા સામું જોઈને અચરજ થી હસવા લાગ્યા.!

પ્રેમીપંખીડા હાથોમાં હાથ નાખીને પીકચરની વાતોમાંજ પોતાની લવ સ્ટોરી પરોવીને વાતો કરવા લાગ્યા.
‘એ હે, તો શું તું પણ મને એટલોજ પ્રેમ કરેશે જેટલો આ ફિલ્લમ નો હીરો એની પ્રેમિકાને કરે શે.?’‘
અરે, હા ચકલી એમાં તો શું કંઈ પૂછવાનું હોય..!, તારા માટે તો હું આખી દુનિયા સામે લડી શકું.’‘
હા, તો મારા માટે એકવાર જોર થી પેલું બોલ ને જે બધા પ્રેમી તેની પ્રેમિકા ને બોલે છે ફિલ્લમમાં એ અને હા બધા ને જોર થી સંભળાય એમ...!’‘અરે..! તું ગાંડી થઇશે કે શું અત્યારે
બોલાય કે..!’ ‘હા, હમણાજ બોલ. તો,
હું તને માનું...!, અને આમેય જોને કેટલું અંધારું છે અહિયાં કોઈ આપણી વાત ક્યાં સંભાળે શે. બધા ફિલ્લમ જોવામાં મો નાખીને બેઠા શે. એકવાર હામ ભીડીને થી બોલ ને ...!’જેવો એ પ્રેમિકા
નો પ્રેમી ઉભો થઇ ને જોર થી કંઈક બોલવા જાય એટલામાં ઈન્ટરવલ પડી જાય છે અને લાઈટો ચાલુ થઇ ગયી અને પેલા પ્રેમીની લાઈટો બંધ થઇ ગયી.! અને પેલી ખૂણામાં બેઠી બેઠી એની ચકલી પણ પાછળથી બધા એને જોવા લાગ્યા એટલે થોડી શરમાવા લાગી હોય તેમ પોતાનું મો ઓઢણીમાં ઢાંકી લીધું.

હમણાં થોડા દિવસ પેહલા જ આ પ્રેમીપંખીડા ના પ્રેમને દુનિયા અને ઘરવાળા ની મંજુરી મળી છે એટલે કે તેમની સગાઇ હમણાંજ બે અઠવાડિયા પેહલા થઇ છે, પણ હા એમની પ્રીત તો જન્મોજન્મ થી બંધાયેલી છે..! એવું એ બંને માને છે..! હા, અને આજના જમાનામાં આવો નિસ્વાર્થ પ્રેમ જોઈને કદાચ કહી પણ શકાય કે તેમનો પ્રેમ જન્મોજન્મ નો હશે..!

સગાઇ અને જન્મ દિવસની પાર્ટી (પાલટી) મનાવા તો એ લોકો આજે પોતાના ગામડે થી આટલા દુર અમદાવાદ શહેરની મોજ માણવા આવ્યા છે. અને સાથે સાથે આ વરસાદી મોસમ પણ જાણે તેમનો સાથ આપતો હોય તેમ જ્યાં જ્યાં એ લોકો જાય છે ત્યાં સાથે સાથે આવી પોહ્ચે છે.....!!
કાંકરિયા ગયા તો ધમ બપોર ના સમયમાં પણ જાણે આ પ્રેમીપંખીડા ને તાપ ન લાગે એટલે વાદળીઓ ની સેના આવી પોહચી અને ધીમે ધીમે આખા કાંકરિયાને ઘેરી વળી અને જાણે આજે આ જગ્યા એ કોઈ અનોખું મેહમાન આવ્યા હોય તેમ કુદરતે અદભુત ઇન્દ્રધનુંસી માહોલ રચ્યો. પેલા પ્રેમી પંખીડા પોતાની જીવનની સૌથી યાદગાર પળોની યાદો ભરી ડાયરીમાં આ કાંકરિયાની બોટિંગ ને લખવાના છે. અહ, શું માહોલ રચાયો છે જાણે આખા કાંકરિયામાં આ બેજ જણ ફરતા હોય તેમ તેમના પ્રેમ નો પ્રકાસ ફેલાઈ રહ્યો છે અને એક અનોખી મહેક આખા વાતાવરણ માં મેહ્કી રહી છે...!
તળાવ ની વચ્ચો વચ જાણે બે હંસ નો જોડું દુનિયા ની પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં મગ્ન હોય તેમ આખા કાંકરિયા ના ચક્કર પર ચક્કર લગાવી રહ્યું છે અને સાથે આ ઝરમર ઝરમર વરસાદમાં ઇન્દ્રધનુષ ની ચમક જોઈને લાગે છે કે જાણે કોઈ પેઈન્ટર ની અદભૂત કૃતિ માટે કુદરત પોતાનું પોજિસન લઇ રહ્યું હોય.! આજે તો કાંકરિયામાં આવેલ હરએક માટે જીવન નો એક અનેરો લાહવો છે..! જેટલી વખત આ પ્રેમી પંખીડા નું બોટ કાંકરિયા ના ચક્કર લગાવે છે એટલી વાર તેમની સાથે સાથે પાણીમાં તરાતા બધા બતકો પણ પોતાના પુરા પરિવાર સાથે તેમની પાછળ પાછળ જાણે જોડાઈ રહ્યા છે..!!! અને કિનારે ચક્કર લગાવતા બધા માટે પણ આ નજરો કંઈક અચરજ પમાડે એવો લાગે છે..!‘અરે, ચકલી તારા હાથમાં હું શે.? અને આમ પાણી
માં કેમ થોડી થોડી વારે કંઈક નાખે શે...!’‘અરે,
સાજન આ જો આપણી હોડી ની પાછળ આ બતકો ની લાઈન લાગી શે.’‘ઓહો,....વાહ બહુજ જોરદાર લાગેસે. અરે એટલે તું પાણીમાં કંઈક નાખે શે એમને..!’
‘હા, મને ખબર શે બતકોને બિસ્કુટ બહુ ભાવે શે..!’
‘હા, અને મને પણ ખબર શે, કે મારી બતકીને પણ બિસ્કુટ બહુ ભાવે શે..!’
બને એકબીજા સામે જોઈ
ને લાઈફ જેકેટમાં જોકર જેવા લાગતા હતા..! પણ તોય પેલા બોટવાળા ભાઈને પોતાનો ફોટો પાડવા માટે કેમેરા વાળો મોબાઈલ ફોન આપે છે અને પેલા પાછળ થી આવતા બધા બતકો પણ ફોટામાં આવી જાય તેમ ફોટો લેવા જણાવે છે..! પેલા ભાઈ પોતાની બોટને સંભાળતા સંભાળતા તેમનો મસ્ત ફોટો ક્લિક કર્યો એટલે તરતજ તાલીઓના અવાજ સંભળાયા.!કિનારા તરફ જોયું
તો આખું કાંકરિયુ જાણે આ પ્રેમીપંખીડાને જ જોઈ રહ્યું હતું.!
પ્રેમીપંખીડા શરમાઈ ને એકબીજા ના હાથોમાં હાથ નાખી જટથી બોટ માંથી બહાર આવી ગયા.

થોડી વાર કિનારે બેઠા પછી કંઈક નાસ્તો કરવા માટે કેન્ટીન તરફ ફર્યા. પણ ચકલી ની ફાવેરીટ આઈટમ અહી મળે તેમ નહતું.. હા, કેમકે એની ફાવેરીટ આઈટમ પેલો ‘મકાઈ નો ડોડો’ અહિયાં ન મળ્યો, એટલે થોડો હળવો નાસ્તો કરી બહાર નીકળી ગયા.અમદાવાદ ના ટ્રાફિક માં જેમતેમ કરી બહાર નીકળાયું. ટ્રાફિક ની સાથે વળી ઝરમર ઝરમર વરસાદ પણ હતોને..!
હવે અંધારું થવાની તૈયારી માં હતું. અને મોડું થાય એના થી પે
હલા ગામડે પણ પોહાચવાનું હતું.
હા, પોતાની પાસે બાઈક હતું એટલે બસ પકડવાની કોઈ જલ્દી નહતી. પણ તો પણ આ ટ્રાફિક વીંધી ને શહેરની બહાર તો નીકળવું પડે ને ...!બસ હવે તો શહેર ની હદ આવી ગયી હોય તેમ લાગ્યું અને છેક બહાર એસ જી હાઇ
વે પર આવી ગયા. પણ હજુ ચકલી ની ફાવેરીટ આઈટમ તો ખાવા ની બાકી હતી.
‘સાજન, તે હજુ મને ડોડો ના ખવડાવ્યો...!’‘અરે, બસ ધરપત રાખ આપણે પુગીજ ગયા
ત્યાં. લે આ રહ્યું તારા મકાઇ ના ડોડા નું આખું સ્ટેસન.’
‘મકાઈ ના ડોડાનું ઈસ્ટેસન..?‘હા, જોઇલે આ રહ્યું...!’
એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલવાળા છેડે આવેલ મકાઈવાળા
ની લારીઓ બતાવતા કહ્યું.
આટલી બધી લારીયો ની લાઈન જોઈને ચકલી તો ખુશ થઇ ગયી.
અને પોતાની ફાવેરીટ આઈટમ ધરાઈ ને ખાધી અને સાજન ને પોતાના હાથે ખવડાવી પણ..!
વરસાદી માહોલ જામતો હોય તેમ લાગી રહ્યું હતું.

‘અરે, જો ને સાજન, લાગે શે વરસાદ જામી ગયો શે..!’‘ના
..ના. ગાંડી આ તો બસ થોડે સુધી હશે પછી આગળ તો નકકોર કોરું જ હશે.’
‘પણ હા હવે અંધારું પણ ઘેરાયું શે તો જટ કરીએ..!‘હા, હા, હવે ક્યાં
ય નહિ ઉભા રહીએ ..! હાલ.
પોતાની સવારી પર બંને બેસી ગયા.પ્રેમીની બાઈક પાછળ આવા વરસતા વરસાદી માહોલમાં બેસવાની મજા ક
ંઈક ઓર જ હોય છે...!બંને પ્રેમીપંખીડા જાણે આખો દિવસ
સપનાઓના આકાશમાં વિહર્યા પછી સાંજ પડતા પોતાના ઘર તરફ પ્રયાણ કરે તેમ ઉડવા લાગ્યા.
વરસાદ ના લીધે રસ્તાઓ થોડા ચિકણા
થઇ ગયા છે એક રીક્સા ની ઓવેર ટેક કરવા જતા થોડી બાઈક લપસી ગયી. એટલે ચકલી થી બુમ પડી ગયી.
‘અરે, જરા હાચવીને...હજુ આગળ ગાડીયો આવે શે..! અને વરસાદ પણ પડ્યું પડ્યું કરેશે..! હમભાળીને ચલાવ.’
‘અરે ગાંડી હું તારી સાથે સુ તો તને હેની બીક લાગેસે..!
‘બીક તો લાગે ને...!’
‘કેમ હજુ લગન નથી કર્યા એટલે બીવે શે..?’‘અરે, જાને હવે..!’
પોતાના આગવા અંદાજ માં ચકલી શરમાઈને બોલી.

ચાલુ વરસાદે બાઈક ધીમી ધીમી ગતિએ જઈ રહ્યું છે...! પણ પાછળથી આવતી ગાડીઓ ફૂલ સ્પીડમાં જઈ રહી છે અને થોડું અંધારું અને થોડો વરસાદ ભલભલા ડ્રાઈવરને પણ બીવડાવે તેવો ડરામણો રસ્તો સર્જી રહ્યા છે. બાજુ માંથી પસાર થતું મોટું લાંબુ ટ્રેલર તો જાણે યમરાજના રથ ના ભમકારા કરતુ હોય તેવું લાગી રહ્યું છે. અને પાણી અને હવા ના દબાણમાં એના મોટા મોટા ટાયરો વળી એવો ઘર....ઘરરર અવાજ કરી રહ્યા છે કે આ બધું જોઈ સંભાળીને ચકલી તો બીક માંને બીકમાં કંઇજ બોલ્યા વગર પોતાના સાજનને કસીને ચોટી ગયી છે. એક હાથમાં મકાઈ નો ડોડો છે અને બીજો હાથ કસીને સાજનના કમર સાથે બાંધી રાખ્યો છે. અને હવે તો મકાઈ નો ડોડો પણ ભૂલાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. કેમકે બંને માંથી કોઈ પણ ખાઈ નથી રહ્યું અને જાણે બંને જણ આ વરસાદી તોફાનમાં કંઈક અજુગતું ન થાય એની બીકે કઈ પણ કર્યા વગર જટ ઘરે પોહચી જઈએ એટલે બસ..! એવું વિચરી રહ્યા છે. મોબાઈલ પણ વાગી રહ્યો છે પણ ઉપાડવા માટે જાણે સમય નથી.
થોડીવાર માટે રસ્તો ખાલીખમ દેખાઈ રહ્યો છે. એટલે બાઈક ની સ્પીડ થોડી વધારી.‘સાજન, હળવે હળવે
મને તો કંઇજ નથી દેખાતું. હજુ તો વરસાદ વધે એવા ભણકારા થાય છે જો વીજળી ના ચમકારા. રસ્તામાં કંઇજ નથી દેખાતું મને ડર લાગે શે. અને ઘરે પણ આપણે કહ્યું નથી મોબાઈલ તો વાગ્યો તો.....!’
‘હા...હા.. મને પણ ખબર છે મોબાઈલ વાગ્યો શે...પણ આવા વરસાદમાં ક્યાં ઉભા રહીએ...અને મને પણ કંઇજ નથી દેખાતું આતો જાંખું જાંખું અજવાળું પાચલ ની ગાડીઓની લાઈટનું પડે શે એના આસરે ચાલવું શું તું બસ બેસીરે મને પકડીને ..! હવે બહુ આગુ નથી.’
બંને એકબીજાને સહન શક્તિ આપતા હોય તેમ.


થોડીવાર પેહલા ધીમાધીમા વરસાદમાં ભીંજાઈને મોજ માણતું પ્રેમીપંખીડાનું જોડું હવે જરા ગભરાયેલું લાગે છે.
આગળ ચાર રસ્તા આવતા હોવાથી બાઈક થોડું ધીમું કર્યું. ચોકડી પર કોઈ ગાડીઓ અથડાઈ હતી એટલે ટ્રાફિક જામ હતો
. પણ પ્રેમીપંખીડા ઉભા રહ્યા વગર આગળ નીકળી ગયા. હવે પાછો રસ્તામાં ટ્રાફિક વધી ગયો. પાછળ થી આવતી ગાડીયો ની સંખ્યા પણ વધી ગયી.
એક બસ ના ઓવરટેક કર્યા પછી એક ખીચોખીચ ભરેલી જીપ આ પ્રેમીપંખીડા ના બાઈક ની ઓવેર ટેક કરી રહી છે અને બધાની નજર આ ભીંજાતા પ્રેમીપંખીડા પર પડે છે..!‘શું કામ આવા વરસાદ
માં નીકળતા હશે..!’ કોઈ અંદર થી બોલ્યું.
‘ભઈ, હશે હવે જવાનીમાં તમે પણ હખણા નહિ રહ્યા હોવ...!!!’
‘હા, એતો છે હો.’જીપ ઓવરટે
ક કરતા આગળ નીકળી રહી હતી તેની પાછલી સીટ માંથી એક નાની ઢીંગલી જેવી છોકરી પોતાના બંને હાથથી આ પ્રેમી પંખીડા ને તા-તા, બાય બાય કરતી હતી એને જોઈને પ્રેમી પંખીડા જાણે રણમાં ફૂલ ખીલ્યું હોય તેમ ખીલી ઉઠ્યા.
જીપ ની સ્પીડ વધારે હતી અને બાઈક ખુબ ધીમી ગતિમાં એટલે આ બધી ઘટના ખુબ ઝડપથી વહી ગયી. પણ હજુ એ જીપની લાઈટ દુર થી દેખાઈ રહી હતી અને પ્રેમીપંખીડાના મો પર મુસ્કાન મોજુદ હતી. થોડા થોડા અંતરે નાની મોટી ગાડીઓ નીકળી રહી હતી વરસાદ પણ થોડો ધીમો પડી રહ્યો હતો.

પણ જેવી એક બાઈક બાજુ માંથી ફૂલ સ્પીડમાં નીકળી એટલે સાજન એવો ગભરાઈ ગયો કે જેમતેમ પોતાની બાઈક સંભાળી.
‘જોજે ...સાજન ...જોજે...!’મુસ્કાન થોડીવારમાં ગાયબ થઇ ગયી અને વળી પાછી ગભરામણ હાવી થઇ ગયી.
!
હવે વરસાદની ગતિ ધીમી અને બાઈક ની ગતિ વધવા લાગી.

એક પેટ્રોલ રીક્ષા કેરોસીનની ગંધ સાથે અને જોરદાર અવાજ સાથે આ બાઈકને ઓવરટેક કરી રહી હતી એટલામાં સાઈડ ની ઝાડી માંથી બે ત્રણ ડુક્કર ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરવા ગયા તેમાંનું છેલ્લુ ડુક્કર જરા રીક્સા સાથે અથડાયું અને બાજુમાં જઈ રહેલા આ પ્રેમીપંખીડા ની બાઈક સાથે પણ થોડું અથડાયું પણ ગભરાયેલા સાજને બાઈકને તરત બ્રેક મારી એટલે ચકલી છેક પાછળથી સાજનના માંથા ઉપર પડી.
‘અરે,,,બાપરે..! સાજન હૂતો ગયી..!‘અરે, કંઇ નથી થી
યું જરા પકડીને બેસ. આ ભુડિયું આયેલું આગળ...!
પ્રેમ ની સાથે થોડી તકરાર મળે એટલે દુનિયા ભૂલાઈ જાય તેમ બંને પાછા થોડી તકરાર પછી પોતાની મસ્તીમાં મસ્ત થઇ ગયા.
વરસાદ નો બીજો રાઉન્ડ જાણે ચાલુ થવાનો હોય તેમ વીજળી અને વાદળીનો જોરદાર અવાજ થયો.બને પ્રેમી પંખીડા ડરી ગયા.

અને વળી પાછા ઓછું હોય તેમ પાછળ થી મોટા મોટા આવજે હોર્ન મારતી બીજી એક જીપ આવી રહી હતી. આ જીપ માં કોઈ પરીવાર ફરવા ગયો હોય તેમ લાગી રહ્યું હતું બધા મોજ મસ્તીમાં હતા અને પાછળની સીટમાં છોકરાઓ મસ્તી કરી રહ્યા હતા અને એ પણ બધા મકાઈ ના ડોડા ખાઈ રહ્યા હતા.
પણ આ પંખીડા પાછળ થી આવતી બીજી ગાડીઓ ના લાઈટ ના પ્રકાશમાં આ વખતે આ જીપ તરફ બહુ નજર ના કરી શક્યા. જીપ સડસડાટ નીકળી ગયી અને તેની પાછળ ગણી બધી ગાડીઓ આવી રહી હતી. એટલે બાઈક થોડી ધીમી પાડી.પેલી જીપ માંથી છોકરાઓ મકાઈ ખાઈને ડોડાઓ બારી માંથી બહાર ફેકી રહ્યા હતા અને એ પણ ખુલ્લા
અને ભીના રસ્તા પર..!
એમાં ના એકાદ ડોડા પર આ પ્રેમીપંખીડા નું બાઈક અજાણતાંજ ચડી ગયું ચિકના ટાયરો મકાઈ ના ડોડા પર લપસ્યા અને એકદમ થી બેલેન્સ ગુમાયું એટલે પાણીવાળા રસ્તામાં વચોવચ બંને બાઈક સાથે પડ્યા.

કુદરતી આફત અને યમરાજ જેવી પાછળ થી એક ટ્રક ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને એ પણ બહુ દુર નહતી. ચકલી તો ખુબ ગભરાઈ ને બાઈક પડ્યું એના પેહલાજ બેહોસ થઇ ગયી હતી. પણ જેમ તેમ કરીને સાજન પોતાને બાઈક નીચેથી કાઢીને ચકલી ને ઉચકવા ગયો ત્યાં એનો પગ ચકલીના હાથ માંથી છુટેલા પેલા મકાઈના ડોડા પર પડ્યો અને ફરી પાછો એ રસ્તા પર ભટકાઈને પડી ગયો. ફૂલ સ્પીડમાં આવતી ટ્રક ના ડ્રાઈવરને પોતાની ગાડીમાં ગ્લાસ વાઈપર ન હોવાથી આગળ કંઇજ દેખાતું નહતું. બસ આગળ પાછળની ગાડીઓ ના લાઈટના સહારે પોતાની ગાડી ચલાવી રહ્યો હતો અને થોડે જ દુર આ પ્રેમીપંખીડા બાઈક સાથે ત્યાં પડી ગયા એ દેખાયું નહિ.!
ટ્રક ખુબ નજીક આવી ગઇ અને પોતાની ગાડીની જાંખી લાઈટો જયારે એમના પર પડી ત્યારે ડ્રાઈવર રસ્તામાં વચોવચ આ બધું જોઈને હેબતાઈ ગયો અને બ્રેક પર પગ મૂકવાને બદલે એક્સીલેટર દબાવી બેઠો...!!!
પોતાની ગાડી જાણે કોઈ ખાડા માં પડી હોય તેમ કુદવા લાગી અને થોડીવાર માટે તીક્ષ્ણ ચીસો સંભળાઈ.
ડ્રાઈવર ની આંખો ભરાઈ ગયી.
બાજુમાં સુતેલા ટ્રક ના કલીનરે ઉભા થઇ ને જબકી ને આમતેમ જોયું તો કઈ સમજાયું નહિ.
‘અરે, ગુરુ ક્યાં હુઆ..? એસા જટકા કેસે લગા..?’‘અરે યાર બહોત બડા જટલા લગ ગયા. ક્યાં કરું સમજ નહિ આ રહા.’
‘કલીનરે પાછળ વળી ને જોયું તો થોડા અંધારા માં બાઈક ની લાઈટ ચાલુજ હતી અને બંને પ્રેમી
પંખીડા ના હાથ વચે આ મકાઈ નો ડોડો જાણે મૃત્યુ નો નાચ કરી રહ્યો હોય તેમ હાલી રહ્યો હતો.
બંને ના હાથ હલવાના બંધ થયા અને આ મકાઈ ના ડોડા નું મૃત્યુ નું તાંડવ પણ પૂરું થયું.
‘ગુરુ, સબ ખલાસ હો ગયા. જો હુવા બુરા હુવા પર ગાડી મત રોકના.’ડ્રાઈવર ને પણ કંઇજ સમજાયું નહિ બસ, પોતાની ભરેલી આંખો અને દિલ માં જાણે એક મોટો બોજ લઈને ગાડી આગળ જ હંકારતો રહ્યો...!

થોડીવાર પેહલા જે મકાઈનો ડોડો પ્રેમીપંખીડા ના પ્રેમની કહાનીમાં વિલન તરીકે બનેના હોઠો ની વચેવચે આવતો હતો એજ મકાઈ નો ડોડો આ ટ્રકના આટલા બધા ટાયરો નીચે આવતા બચી ગયો અને આ બંને પ્રેમીપંખીડા ના હાથો વચ્ચે રહી ગયો અને જાણે પ્રેમની રંગોળી પુરતો હોય તેમ બંને ના હાથો ને લાલ રંગમાં રંગી રહ્યો છે....!!

= ==“અમર પ્રેમ ના રંગે રંગાયો આ મકાઈ નો ડોડો”===

{મારા મનની હલચલ માંથી... સુરેશ પટેલ (એસ. કુમાર)}

==============





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED