અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૩ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૩

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: રીટા ઠક્કર

*પ્રસ્તાવના*

વાંચક-મિત્રો, પાછલા પ્રકરણમાં લેખક રીઝવાનભાઈએ એક નવું જ પાત્ર..અમોલનું, આ વાર્તામાં ઉમેર્યું. અનિકેતને બ્લેકમેઈલ કરવા માટે ફોટાઓ તેણે જ પડ્યા હતા, અને જોગાનુજોગ તે અશ્ફાકનો મિત્ર પણ છે, એટલે આ વાત તેણે અશ્ફાકને જણાવી દીધી. સાથે સાથે તેણે એક ચોંકાવનારી વાત એ પણ કહી કે અનિકેતનું અપહરણ થવાની શક્યતા છે, અને તે પણ ઇન્ટરનેશનલ લેવલ પર.
તો વાર્તામાં હવે આંતરરાષ્ટ્રીય ગુનેગારો આવી શકે છે.
કોણ હોઈ શકે તે? મિતુલ તો ન જ હોય કારણ આપણે જાણીએ છીએ, કે તેનું નેટવર્ક તો ફક્ત ગોવા પુરતું જ સીમિત છે.
તો પછી?
તે ઉપરાંત રીઝવાનભાઈએ પ્રણાલી-અનિકેતની એક મુલાકાત દેખાડી જેમાં જોરદાર સંવાદો સાથે બંને વચ્ચે ચકમક ઝરી. અનિકેતે અશ્ફાક સાથે પોતાનાં સંબંધો જાહેર કરી દીધા, જે પ્રણાલીને મંજુર નહોતા, અને બંને છુટ્ટા પડ્યા, બલ્કે છુટ્ટા પડી ગયા. કદાચ.. હંમેશ માટે..?
તો હવે મારે પ્રણાલીની મન:સ્થિતિનો તાગ મેળવવો હતો. પોતાનો પ્રેમી કોઈ પરસ્ત્રી સાથે સંડોવાયો હોય તેવું તો ઘણી વાર બનતું હોય, ને સાંભળ્યું પણ હોય. તેનો નિવેડો આવી શકે.
પણ, અહિયાં તો અનિકેત કોઈ બીજા પુરુષમાં અટવાયો છે. આવી વિચિત્ર પરિસ્થિતિ પ્રણાલી માટે ખુબ જ નવી છે. કોઈના પણ માટે આ ખુબ જ વિષમ સ્થિતિ કહેવાય.
આવી હાલતમાં એક સ્ત્રી શું વિચારતી હોય? તેના ભાવ-પ્રતિભાવ કેવા હોય?
કોઈક સ્ત્રીની આવી જટિલ મન:સ્થિતિનો તાગ એક બીજી સ્ત્રી સિવાય કોણ કાઢી શકે? અને હા, પ્રણાલી એકદમ આધુનિક છોકરી છે, તો તેની મનોગત તો કોઈ આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રી જ વધુ સારી રીતે વર્ણવી શકે. અને એટલે રીટાબેન ઠક્કર સિવાય બીજું કોણ આવે મારી નજરમાં?
રીટાબેનનો લખેલ સાતમો એપિસોડ તો આપ સહુએ વાંચ્યો જ છે. એકદમ બેલેન્સ્ડ એપિસોડ હતો એ. બેધડક શૈલીમાં લખાયેલ આ એપિસોડમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’. કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે. તેનો આવો ફાયદો ઉઠાવી લેવાની..માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની..સલાહ, રીટાબેન જેવી આધુનિક સ્ત્રીએ જ આ લખવાની હિમ્મત કરી હતી.
એટલે આ એપિસોડ મેં તેમની જ પાસે લખાવ્યો.
અને તમે જોઈ શકશો કે હું મારી પસંદગીમાં જરાય ખોટો નથી પડ્યો, કે નથી તેઓ એક પાઈભાર પણ તેમાં ઉણા ઉતર્યા. પાંચ હજારથીયે વધુ શબ્દોનો એક લાં..બો એપિસોડ તેમણે લખી આપ્યો છે, કે જેમાં પ્રણાલીને તેમણે આપણી સમક્ષ ખુબ સરસ રીતે રજુ કરી છે. એક ખરેખર બોલ્ડ કહી શકાય તેવો નિર્ણય તેમણે તેની પાસે લેવડાવ્યો છે.
એકંદરે એક ખુબ જ ખુબસુરત એપિસોડ લખી આપવા બદલ હું આ ખુબસુરત મહિલાનો ખુબ ખુબ આભાર માનું છું.
તો આપ સહુ પણ તેમનો આ એપિસોડ વાંચો અને ચોક્કસ જ આભાર માનવાનું આપનું પણ મન થઇ આવશે તેની મને ખાતરી છે.
.
શબ્દાવકાશ ટીમ વતી,
અશ્વિન મજીઠિયા..

*પ્રકરણ-૧૩*

અનિકેતની વાસ્તવિકતાએ પ્રણાલીને હચમચાવી દીધી. પોતાના નિષ્ફળ પ્રેમ સામે હારી જઈ રવિને મળવાની હા કહી દીધા પછી, પ્રણાલીએ પોતાની જાતને રુમની ચાર દીવાલોમાં કેદ કરી લીધી. અનિકેતના વિચારોના વમળમાંથી તે કેમેય કરીને છુટી ના શકી. આ વાસ્તવિકતા છે? કે કોઈ ખરાબ સપનું? ક્યાંથી? અને કેવી રીતે ફસાઈ ગઈ પોતે અનિકેતની આ ચાલમાં?
કેટલી હિંમતથી તે નાપાવટે કહી દીધુ કે,
"અમે કોઈ ગેરકાનૂની ધંધો નથી કરતા, બટ સ્ટીલ વી આર પાર્ટનર્સ. બેડ-પાર્ટનર્સ, સેક્સ-પાર્ટનર્સ, લવર્સ !”
"આઈ એમ સીરીયસ પ્રણાલી. એન્ડ ધીસ ઈઝ માય રીયાલીટી. આઈ એમ બાયસેક્સ્યુઅલ. અને અશ્ફાક સાથે મારા ફીઝીકલ રિલેશન્સ છે."
"હા..! અને જેટલો પ્રેમ હું તને કરું છું, તેટલો જ તેને પણ કરું છું. ફક્ત 'એઝ અ ફ્રેન્ડ' વાળો લવ નહીં. આય લસ્ટ ફોર હીમ. આય ઇવન એન્જોય હીઝ કમ્પની ઇન બેડ. માય રીલેશન વિથ અશ્ફાક ઈઝ હાઈલી એક્સકલુઝીવ, એન્ડ આય વોન્ટ ટુ મેઈનટેઈન ઈટ એનીવે. આય હોપ યુ વીલ અન્ડરસ્ટેન્ડ એન્ડ કો-ઓપરેટ વીથ મી."
.
“એક્સક્લુઝીવ? માય ફુટ..!” -પ્રણાલીએ જોરથી આંખો મીંચી દીધી. ક્રોધનો, ધિક્કારનો અગનગોળો તેનાં ભીતરને નિર્દયતાપૂર્વક દઝાડવા લાગ્યો- "એક્વાર પણ શું તેણે નહીં વિચાર્યું હોય, કે મને કેવું ફીલ થશે? નફ્ફટાઈની બધી જ સરહદો પાર કરી ગયો અનિકેત. તેની સાથેના મારા ઈમોશનલ એટેચમેન્ટનો તેણે ભરપુર ગેરફાયદો ઉઠાવ્યો. એકાંતની ક્ષણોમાં મારી સાથે ફીઝીકલી તે જે હરકતો કરતો, એ બધી તે પેલાં અશ્ફાક સાથે પણ કરતો હતો?”
અનાયાસે જ પોતાનાં હોઠ પરના અનિકેતના નિશાનો મિટાવવા, તે પોતાના હાથ જોર જોરથી હોઠ પર ઘસવા લાગી. એની આંખોમાં આંસુ ધસી આવ્યા-
“ક્યાં ક્યાંથી મિટાવુ તને? ખુબ ઉંડે ઉંડે સુધી વ્યાપી ગયો છે અનિકેત, તું મારામાં. મારી ફીલીંગ્સનો ખુબ ગેરફાયદો ઉઠાવ્યો તે. કાશ, તારા અશ્ફાક સાથે ફીઝીકલ રીલેશન છે, એ વાત તે મને પહેલાં કહી હોત. પણ નહી, તને તો મારી સાથે પણ એ જ મોજ માણવી હતી કે જે તું અશ્ફાક સાથે..! ઉફ્ફ, નફરત થાય છે મને મારી જાત પર. શા માટે હું ડેસ્પરેટ થઈ જતી હતી તારી સાથે સુવા? અને એટલા માટે જ તું મને હેલ્પલેસ સમજી બેઠો હોઈશ. હા, હકીકત પણ એ જ છે, કે હું હારી ગઈ છું. આય એમ હેલ્પલેસ. મારા ટુકડે ટુકડાં થઈ ગયા છે. તારી સાથે વિતાવેલ એ રોમાંસની પળો માટે, એ અહેસાસ માટે, નફરત છે મને. મારો મારા સ્વયં પરથી વિશ્વાસ ગુમાવી દેવા માટે તું જ જવાબદાર છે અનિકેત, યુ આર રિસ્પોન્સીબલ ફોર ઇટ, એની વે, જો તું મારા વગર તારી જીંદગીમાં આગળ વધી શક્તો હોય, તો હું કેમ નહી? તું જો કોઈ બીજા સાથે સેક્સ્યુઅલી ઈન્વોલ્વ થઈ શક્તો હોય, તો હું કેમ નહી? બસ, મારે થોડી હિંમત કેળવવાની જરુર છે. આમ પણ આપણાં ભારતીય સમાજમાં ૮૦% કપલ્સ ઈમોશનલ એટેચમેન્ટ વગર જ તેમની સેક્સ લાઈફ શરુ કરતાં હોય છે. અરે, ઘણાય કપલ્સમાં તો જીન્દગી પુરી થાય ત્યાં સુધી ઈમોશનલ એટેચમેન્ટની કમી હોય છે, તો પણ સહજીવનના ૪૦-૫૦ વર્ષ વિતાવી જ દે છે. ઠીક છે, એ બધામાં મારો એક વધારો થઈ જશે, બસ..! જિંદગીના આ વળાંક પર આ જ મારી સચ્ચાઈ છે. મોમ-ડેડના બતાવેલા રસ્તે હું પણ આગળ વધી જઈશ. આજ મારી ડેસ્ટીની છે અને એને હું સ્વીકારી લઈશ, યસ..!
પણ..આ મિતુલ-અંકલ, મારા કોલેજ-ફેલો..પેલા રવિની વાત તો નથી કરતાં કે જે પોતે એક સીંગર તો છે, અને ગિટારીસ્ટ પણ છે, ને ખુબ સરસ ફ્લ્યુટ પણ વગાડે છે. યસ, એની કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આવી રહી છે, એવુ ક્યાંક સાંભળ્યું છે. સ્ટડીઝમાં ઓછું ને પ્રોફેશનમાં વધુ કોન્સનટ્રેશન. વેલ, જો એ જ રવિ હોય તો યસ, આય શુડ ચેક હિમ આઉટ. દેખાવડો તો કહી જ શકાય તેને. પણ એના કરતાં એની સાથે પેલો ‘હાર્લી’ લઈને વહેમ મારતો ઈરફાન વધુ ઠીક ઠીક દેખાય છે. મિતુલકાકા પણ કોણ જાણે ક્યાંથી ઓળખે છે આ બધાને?”


બરાબર એ જ ક્ષણે ડો.અનિલ પ્રણાલીના રુમમાં દાખલ થયા અને પ્રેમથી પ્રણાલીના માથે હાથ મુકી બોલ્યા,
"લુક પ્રની, મારી અને મિતુલકાકાની રવિના પેરેન્ટ્સ સાથે વાત થઈ ગઈ છે."
"ડેડી પ્લીઝ્, આટલુ જલ્દી?"
"યસ બેટા, એમાં એવું છે ને કે મિતુલકાકાનાં કહેવા પ્રમાણે રવિને તો તું ખુબ જ પસંદ છે. તે ઉપરાંત કાલે રવિની કોઈ ફિલ્મની પ્રિ-લોન્ચ પાર્ટી પણ છે, અને આપણને તેઓએ તેમના સ્પેશિયલ ગેસ્ટ પણ ગણ્યા છે. તો આ વાત આગળ વધારવાનો આ પરફેક્ટ મોકો છે. તુંય તૈયારી કરી લેજે, ઓકે ?"

**==**==**==**==**

રવિએ બાન્દ્રા કુર્લામાં આવેલ હોટેલ ‘ટ્રિડેન્ટ’ની વિશાળ લોનમાં ભવ્ય ડીનરપાર્ટીનું આયોજન કરેલું. ડીનર દરમ્યાન મહેમાનોના મનોરંજન માટે પેરિસથી ખાસ બેન્ડ બોલાવેલું, જેથી આવેલ મહેમાનો વેસ્ટર્ન ડાન્સની મજા માણી શકે. પાર્ટીને યાદગાર બનાવવા લંડનની મોંઘી બ્રાંડની વ્હીસ્કી અને ફ્રાન્સનો પ્રખ્યાત વાઈન છુટથી પિરસાતો હતો. ક્રીમ કલરની ઈટાલિયન નેટથી બનાવેલ ઘેરદાર ગાઉનમાં તૈયાર થઈને પ્રવેશી રહેલ પ્રણાલીને જોતાં જ રવિ રીસેપ્શન પર આવી ગયો અને બોલ્યો,
“વેલકમ..! આઈ'મ ઓનર્ડ..!”
અને તેનો જમણો હાથ પ્રણાલી તરફ લંબાવ્યો. નજાકતથી પ્રણાલીનો હાથ સહેજ ઉંચો કરી, સહેજ ઝુકીને પ્રણાલીની આંગળીઓ પર વેસ્ટર્ન સ્ટાઈલથી વેલકમ કીસ કરી.


પ્રણાલી અને રવિની આમ તો પ્રથમ મુલાકાત હતી, પણ રવિ તો જાણે તેને સદીઓથી ઓળખતો હોય તેમ પ્રણાલીની કમર ફરતે હાથ વીંટાળી વાતો કરતો કરતો ડાન્સ ફ્લોર તરફ લઈ ગયો. ઘણાં કપલ્સ ડાન્સ કરી રહ્યા હતા પણ રવિ અને પ્રણાલીના ડાન્સ-ફ્લોર પર આવતાં જ બેન્ડના સુરો બદલાયા. વેસ્ટર્ન રોમેન્ટીક મ્યુઝીકના તાલ પર ડાન્સ કરતો રવિ, એક એક સ્વીંગ પર પ્રણાલીને કમરથી પકડીને પોતાની ખુબ નજીક ખેંચી લેતો. બેન્ડના રીધમ સાથે તાલ મેળવતા પ્રણાલીના ગરમ શ્વાસોશ્વાસ રવિને બહેકાવી જતાં હતાં.
"યુ આર સો બ્યુટીફૂલ, પ્રણાલી..!” -રવિએ એના કાનની બુટ પર હોઠ અડાડીને કહ્યુ.
ડાન્સ કરતાં કરતા એ સ્ટેપ ચુકી ગઈ. અનિકેત યાદ આવી ગયો એને. એ પણ કાનની બુટ પર કીસ કરતો અને આમ જ કહેતો. અને એ સાંભળતા જ એના દિલના ધબકારા તેજ થઈ જતાં. પણ અત્યારે રવિની આ શરારતથી તે અકળાઈ ગઈ, રવિ પ્રત્યે આકર્ષણ થવાના બદલે થઈ રહેલ અકળામણના લીધે તેનાં દાંત ભીંસાઈ ગયા અને રવિની મજબુત બાંહોમાથી છુટવાની કોશિશ કરી.
પ્રણાલીના આવા શુષ્ક વર્તનથી રવિ અકળાઈ ગયો અને આંચકા સાથે પ્રણાલીને જોરથી પકડીને કહ્યુ,
“હેય, યુ નો? વી આર ધ હોટેસ્ટ કપલ ઓફ ટુડે’ઝ ઇવેન્ટ..!” -બીજા હાથે પ્રણાલીને હડપચીથી પકડી તેનુ મ્હોં પોતાની તરફ ફેરવતા બોલ્યો- "આર યુ ગેટીંગ મી બેબ?"
પ્રણાલી પણ કાળા કેન્વાસ પર કાળા કલરનો વ્યર્થ લસરકો મારતી હોય એમ નીયરનેસની ખાઈ પુરવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં બોલી, "ઓહહ..આય એમ સો સોરી ડીઅર."
થોડે દુર ઉભેલા પ્રણાલીના પિતાની નજર તેમની હરકતો પર હતી જ. વાતનો અણસાર આવતા જ તે બંનેની વાતચીતની વચ્ચે જ બોલી ઉઠ્યાં, "હેય ગાઈઝ હાઉ’ઝ ઓલ? એની સીરીયસ ડિસ્કશન?”
"નોટ એટ ઓલ ડેડ, ઓલ ફાઈન..!"
"ઓહ યસ અંકલ, ટ્રાઈંગ તું મેક હેર ફીલ કમ્ફર્ટેબલ.” -કહેતા જ પ્રણાલીના ગાલ પર એક હળવી ટપલી મારતાં રવિ બોલ્યો- "હિઅર માય સ્વીટ લેડી, હેવ સમ ડ્રીંક. આય એમ જસ્ટ કમિંગ. એક્સક્યુઝ મી અંકલ..!” -અને રવિ પાર્ટીની ભીડમાં ઓગળી ગયો.
પોતે શું કરી રહી છે અને શું કરવું જોઈએ, એ વાતનો પ્રણાલીને અહેસાસ હતો જ, અને એટલે જ અનિકેતના ખ્યાલને ખંખેરીને ત્યાર પછી તેણે રવિની હરક્તોમાં પોઝીટીવલી સાથ આપવાની શરુઆત કરી.
અને ત્યાર પછી..
પ્રણાલીની આ બધી હકારાત્મક કોશિષોનું મુલ્યાંકન કરતી કોઈક બે આંખો સતત તેની પર ખોડાયેલી રહી, અને એક કટાક્ષમય સ્મિત તેની આ બધી નાકામયાબ કોશિષોનું અવમુલ્યન કરતું રહ્યું.
આ સ્મિત, આ આંખો શેફાલીની હતી, કે જે પ્રણાલીની સાથે આ પાર્ટીમાં આવી હતી. પણ અત્યારે દુર એક ટેબલ પર એકલી જ બેઠી હતી. તેણે ડાન્સ-ફ્લોર પર જાણી જોઇને જવાનું ટાળ્યું હતું, કારણ તેનું મન મૂંઝાયેલ હતું. મૂંઝાયેલ હતું, પ્રણાલીના આ અણધાર્યા નિર્ણયને લઈને. છેલ્લા બે દિવસમાં બંનેને ખાસ કોઈ એકાંત મળ્યું નહોતું, કે પ્રણાલીને તે કંઈ પૂછી શકે.
વહેલી પરોઢ સુધી પાર્ટીમાં સહુએ રોકાઈ રહેવું પડ્યું. ડો. અનિલ અને મીનાબેનના આગ્રહવશ શેફાલી પાર્ટીમાંથી સીધી પ્રણાલીના ઘરે જ રોકાઈ ગઈ.

"આ શું ભવ સાથે ભવાડો કરવા લીધો છે પ્રનિ?" -બેડરૂમમાં બંને સખીઓ એકલી પડતાં જ શેફાલીએ વાત ઉપાડી- "વોટ’સ ગોઇંગ ઓન ઇન યોર લાઈફ? ભગવાનને ખાતર મને કંઈ કહીશ ?
"મોમ-ડેડનાં મતે રવિ ઈઝ અ બેટર ચોઈસ ધેન અનિકેત. અને મને પણ લાગે છે, કે ધે આર રાઈટ"
"હેવ યુ ગોન ક્રેઝી? એ કેટલી બેટર ચોઈસ છે તે તો મેં હમણાં છેલ્લા ચાર પાંચ કલાકમાં તમારા બંનેની કેમેસ્ટ્રીથી જોઈ જ લીધું છે. યુ વેર સ્ટ્રગલીંગ વિથ હીમ પ્રની..લીટરલી સ્ટ્રગલીંગ. ચલ હવે મને સાવ જ સાચે સાચી વાત કહી દે. બી અ ગુડ ગર્લ, કી ઓન..!” -પ્રણાલીને પોતાની આગોશમાં લઇ તેને હુંફાળી ભીંસ આપતા શેફાલી બોલી અને પ્રણાલી ભાંગી પડી. આંસુ અને વાણી બંને એક સાથે નિરંકુશ વહેવા લાગ્યા.

રંજીતા, શેફાલી અને પ્રણાલી..ત્રણેયની ત્રિપુટીમાં પ્રણાલી અને શેફાલી, બંને કંઇક વધુ જ નજીક હતી. એક જ નાકે શ્વાસ લેતી હતી, લગભગ એવું જ કહી શકાય. અને માટે જ લગભગ વરસ દિવસ પહેલા અનિકેત તરફ આકર્ષિત થવાથી જેટલો અચંબો અને આનંદ પ્રણાલીને પોતાને થયો હતો, તેટલો જ આનંદ શેફાલીને પણ થયો હતો. બાકી છેલ્લા અમુક વર્ષોથી તે પ્રણાલીથી ખુબ જ પરેશાન હતી. રસ્તે ચાલતા ચાલતા, કે એકાંતમાં ટીવી જોતી વેળાએ, કે પછી. એવો કોઈ ફોટો નિહાળતી વખતે, કોઈ પણ હેન્ડસમ મુવી-સ્ટાર, સ્પોર્ટ્સમેન કે કોઈ નવયુવાનને જોઈ પોતાનાં મુખથી જયારે જયારે અનાયાસે જ એક ઠંડો નિશ્વાસ નીકળી જતો, તો પ્રણાલી એવું મોઢું બનાવતી, જાણે તેણે કોઈ દુર્ગંધયુક્ત ઓડકાર સુંઘી લીધો હોય.
"સમથીંગ ઈઝ રોંગ વિથ યુ પ્રણાલી. આ બધું નેચરલ જ છે. આવી ફિલિંગ તને કેમ નથી આવતી,પ્રનિ? જરા સોચ ના ?”- શેફાલી તેને સમજાવવાની કોશિષ કરતી.
"અરે યાર, નથી આવતી તો શું જબરદસ્તીથી લાવું? આ કંઈ બચ્ચુ નથી, કે બહાર ન આવે તો સિઝેરિયન કરીને બહાર કઢાવુ?” -પ્રણાલી વાત ઉડાવી દેતી.
પણ એક વાર શેફાલી એટલી કંટાળી ગઈ કે તેને કહ્યું, “ચલ એક વેરી સીરીયસ ટ્રાઈ મારીએ. ન કેમ આવે? એના બાપનું રાજ છે કે? ક'મોન લેટ'સ વોચ પોર્ન..!"
"વોટ..?"
"યસ. કંઈક તો કરવું જ પડશે. આવું કેટલો સમય ચાલવા દેવાનું?"
પણ તેનાથીય આખરે કંઈ જ નહોતું થયું. પત્થર પર જાણે પાણી..! ઉબકા આવતા હોય તેમ પ્રણાલીએ અડધેથી જ ઉઠીને કમ્પ્યુટર બંધ કરી દીધું, અને ત્યારબાદ શેફાલીએ પોતાની કોશિષો પણ મૂકી દીધી.
પછી વર્ષો બાદ, અનિકેતનાં તેની જીંદગીમાં આવવા બાદ સતત તેનો સંગાથ તેનું સ્પર્શ-સુખ વાંછતી પ્રણાલીને જોઈ શેફાલીને સાચે જ લાગ્યું કે, ‘પ્રણાલી 'વન-મેન' છોકરી જ છે. દુનિયામાં ફક્ત એક જ પુરુષથી સુખ પ્રાપ્ત કરી શકનારી. અને તે છે અનિકેત..!’
અને એવામાં રાતોરાત...અનિકેતની એક્ઝીટ અને રવિની એન્ટ્રી..? કંઈક જબરદસ્ત લોચો છે આમાં. સોર્ટ આઉટ નહીં થાય, તો આ છોકરી તો પોતાની લાઈફ તબાહ કરી નાખશે.
"જો પ્રનિ. આ અનિકેત નથી. હી ઈઝ સમવન એલ્સ, હી ઈઝ નોટ અનિકેત. પોર્ન જોતી વખતે ઉકરડાનાં એઠવાડ જેવા ઉબકા આવે, તો પીસી બંધ કરી દેવાય. પણ સોહાગરાતે આવું કરીશ તું? બેઉની મરજી વગરનો શરીર-સંગાથ એક ઉપર તો બળાત્કારની જ લાગણી લઇ આવે, અને પછી જિંદગીભર..રોજ રોજ નિરંતર..આવી વ્યથા અને વેદના..!"

એ દિવસે વાતાવરણમાં ખુબ જ બફારો હતો. અને આમ પણ વેસ્ટર્ન ઘાટમાં ચોમાસું એક્ટીવ થાય એટલે મુંબઈમા ઉકળાટ અને બફારો શરુ થઈ જ જાય, અને વરસાદની હેલીમાં નવરાવતા પહેલાં ત્યાંની આબોહવા પરસેવામાં નવરાવી જાય. એટલે ગરમીથી બચવા પ્રણાલી દિવસ દરમ્યાન રુમમાં જ પુરાઈ રહી.

શેફાલીના ગયા બાદ રુમના એકાંત અને નિરવ શાંતિથી પ્રણાલી નર્વસ બનતી ગઈ. થોડી થોડીવારે તેની નજર ‘ડેઈકન’ના ફીટ કરેલા એરકન્ડીશનર પર સ્થિર થઈ જતી. આસપાસની શાંતિ વચ્ચે મનમાં થઈ રહેલ ખળભળાટ તેને બેચેન બનાવી રહ્યો હતો. મનની વેદનાએ જાણે આખા શરીર ઉપર ભરડો લઈ લીધો હતો.


પાછલા દિવસોમાં મોમ-ડેડ સાથે થયેલ વાતોના પડઘા એના કાનમાં જોરશોરથી ગુંજવા લાગ્યા,
“તું અકબરના જમાનામાં જન્મેલી જોધા નથી, કે નથી શેક્સપીયરના નાટકની જુલિયટ..! તને એવો કોઈ વહેમ હોય તો મારે તને એ તંદ્રામાંથી જગાડી વાસ્તવિક્તામાં લાવવાની ખાસ જરુર છે. પ્રણાલી..! એ છોકરાં માટે તારે આટલું વિચારવાની જરુર જ નથી. એનાથી ઘણાં વધુ હેન્ડસમ અને ક્વોલીફાઈડ યુવકો છે મારા ધ્યાનમાં. અને તું એવી પણ કમ નથી, કે તને કોઈ રીજેક્ટ કરે. છતાંય જો તને એમ લાગતું હોય એનાં વગર નહીં જ ચાલે, એક 'સ્ત્રી' તરીકે જ જો તું તેની તરફ આકર્ષાઈ હોય, તો મને કહે, એનો પણ રસ્તો થઇ જશે."

એક તરફ પોતાની મોમનાં આ શબ્દો, તો બીજી તરફ શેફાલીના ધારદાર શબ્દોના પડઘા તેનાં કાનમાં પડી રહ્યા હતા. શેફાલી કહેતી હતી કે- "શું અનિકેતની જેમ બીજુ કોઈ તારી સેક્યુઅલ ડીઝાયર્સને જગાડી શકશે ખરો? તારામાં એને ગુમાવવાની તાકાત છે? જો ન હોય તો સંભાળી લે એને. સાચવી લે એને."

યંત્રવત જ પ્રણાલીના હાથ તેનાં બેઉ કાન પર જતાં રહ્યા, ભલે મોં બંધ હતુ પણ હૈયું તો હીબકા-ભરી ચીસો પાડી રહ્યું હતુ,
“મોમ્, તું કેવુ કહી ગઈ મને? મારી પરિસ્થિતિ સમજી ન શકે એવી તું નાદાન છો? કે પછી સાવ નિષ્ઠુર જ બની ગઈ છો તું? અનિકેત સિવાય બીજો કોઈ યુવાન મને ફીઝીકલી સેટીસ્ફાય નહી કરી શકે મોમ, એ વાત તું જાણે છે અને કદાચ ડેડને પણ તે કહ્યું જ હશે, કે હું મારી પુરી લાઈફમાં બીજા કોઈ પુરુષ માટે આકર્ષણ નહીં જ અનુભવી શકું. આ મારી લીમીટેશન છે, અને આ જ મારી કમી છે. આ તો અનિ સાથે એટલું બધું ઊંડું ઈમોશનલ બોન્ડીંગ છે, એટલે એના નામથી જ હું રોમાંચિત થઈ જાઉ છું, અને એની સાથેનો એ રોમાંસ મારું પેશન બની જાય છે, બાકી બીજો કોઈ યુવક? ઈમ્પોસીબલ..!”
આ વિચારમાત્રની વેદનાથી પ્રણાલીની આંખો બંધ થઈ ગઈ અને મનોમન બોલી- “મોમ, એ પ્રેમ હોય કે વાસના, પણ આ ફીલીંગ તો છે રોમાંચકારી. અને આ ફીલીંગ જ મને અનિ સાથે રહેવા મજબુર કરી રહી છે.”

બેડના સાઈડર પર પડેલાં મોબાઈલમાં ફ્લેશ-લાઈટ સાથે રીધમથી આવેલ બીપ...બીપ અવાજે એને મોબાઈલ ઉઠાવવાં મજબુર કરી. મોબાઈલના સ્ક્રીન પર રવિનું નામ ડીસ્પ્લે થતું હતું. કીસના મેસેજથી રવિએ એનું ઈન્બોક્ષ છલકાવી દીધું હતું. ઢગલાબંધ વર્ચ્યુઅલ-કીસ જોઈને પ્રણાલીના ધીરજ અને મનોબળ બેઉ ખુટી ગયા. એના રોમેરોમમાં અકળામણ વ્યાપી ગઈ. આંખોમાંથી આંસુની ધારા આપોઆપ વહેવા લાગી. મહામહેનતે રોકી રાખેલ આંસુ એક મોટા ડુસકાં સાથે ઉછળીને બહાર આવી ગયા. એક વિચિત્ર સૂગનો અહેસાસ એને ધ્રુજાવી ગયો. એને પોતાની નબળાઈનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હતો. ગળામાં એક ડૂમો ભરાઈ ગયો અને ગળગળા અવાજે બોલી, "અની, આય નીડ ટુ મીટ યુ..!"

તેણે ઉભા થઈને ડોરસાઈઝ વીન્ડૉનો કર્ટેન ખોલ્યો, માથે ઝળુંબી રહેલા કાળા-ભુખરાં વાદળ ક્યાંક વરસી રહ્યા હોય એવું લાગતું હતું. કઈંક નર્વસ એવી પ્રણાલી બહાર આવી અને ડ્રાઈવર માટે નજર દોડાવી, પણ તે આસપાસ ન દેખાતા તેને ફોન કરીને તેણે બોલાવી લીધો. તેની ગાડી હવે ધીરે ધીરે પસાર થઈ રહેલા વેસ્ટર્ન એક્સપ્રેસ-વે નો એક ભાગ બની ગઈ. કારના બંધ ગ્લાસમાંથી એ વિલેપાર્લેનો ફ્લાયઓવર જોઈ રહી. અહીંથી કેટલીય વાર એ અનિના યામાહા પર, તેની કમરે હાથ વીંટાળી વેલની જેમ વળગીને પસાર થઈ હતી. ક્ષણભરમાં એ બધી જ રોમેન્ટીક પળો એકાએક સજીવ થઈ ગઈ. મહાલક્ષ્મી પહોંચતા ગાડીએ જાણે ગોકળગાયની ગતિ પકડી લીધી. બિહારીઓએ લોકલ પોલીટીશ્યન્સનાં વિરોધમાં કોઈ રેલી યોજેલ. રેલી ક્રોસ કરીને તે સિધ્ધિ-વિનાયક મંદિર નજીક પહોંચી. અનાયસે એનાથી હાથ જોડાઈ ગયા. એની હતાશા તેના ચહેરા પર સાફ નજર આવતી હતી અને તે સારી રીતે જાણતી હતી કે, હજુ આગળ હાજી-અલીની દરગાહ આવતાં, તેના હાથ ફરી પાછા આમ જ જોડાઈ જવાના છે. હતાશા અને નિરાશામાં માણસ વધુ પડતો ધાર્મિક બની જાય છે. તેની કારે લેફ્ટ-ટર્ન લીધો અને મરીન ડ્રાઈવ પહોંચી, અરબી સમુદ્રના એ ક્વીન્સ નેકલેસે અનિકેતની યાદોની ભીંસ વધુ મજબુત બનાવી અને આંખ મીંચતા જ એ સપનાની દુનિયામાં અનિકેત પાસે જઈ પહોંચી.

“સીલ્વર વર્કવાળુ મિલ્ક વ્હાઈટ શર્ટ, અને બ્લુ જીન્સમાં પ્રણાલી અદભુત લાગતી હતી, અનિકેતને પ્રણાલીના શરીરમાંથી આવતી ખુશ્બુનો નશો ચઢતો હતો. નશાને વેગ આપવા અનિકેતે શેવાઝ-રીગલનો એક નાનો પેગ બનાવ્યો અને પ્રણાલીના ઉન્નત સ્તન સાથે રમતાં, તેનાં વાળ હાથમાં લઈ બોલ્યો,
“વોટ’સ યોર પોઈઝન, બેબી?”
“નથીંગ ટુ ડે. જસ્ટ લવ મી અની, મેક લવ ટુ મી.”
અને આ જવાબ સાથે જ પ્રણાલીએ અનિની કમરે હાથ વીંટાળ્યો. તે સાથે જ એક અદમ્ય આકર્ષણનો કંપારો થયો, અને બેઉ પ્રેમી-પંખીડાઓ એકમેકમાં ખોવાઈ ગયા. બેડરુમના આંશિક પ્રકાશમાં રજાઈની નીચે અનિકેતના હાથ અને હોઠ પ્રણાલીના ખુલ્લા બદન પર મુક્ત રીતે ફરી રહ્યાં હતાં.

એટલામાં જ, પ્રણાલીની કારે આંચકા સાથે બ્રેક મારીને જોરદાર લેફ્ટ ટર્ન લીધો, અને તે ઝબકીને સ્વપ્નમાંથી જાગી ગઈ. મદહોશીનાં દરિયામાં એક લાંબી ડુબકી મારીને મસ્તક પાણીમાંથી બહાર આવ્યુ હોય, એમ તે વર્તમાનની સપાટી પર આવી ગઈ.
અતિશય વ્યાકુળ પ્રણાલીના હાથ અવારનવાર પોતાના જ રેશ્મી વાળમાં ફરવા લાગ્યા. કપાળ ઉપર પરસેવાની બુંદ આવી ગઈ. “આ..આ શું થઈ રહ્યું છે મને? એક તરફ હું અનિને મારી જીંદગીમાંથી કાઢવાના પ્રયત્નરુપે રવિ સાથે ડેટ પ્લાન કરું છું, અને બીજી તરફ ધોળે દિવસે અર્ધજાગૃત અવસ્થામાં, આમ મુંબઈના ગીચ ટ્રાફીકવાળા રસ્તાઓ પર હું આ શું કરી રહી હતી? શું સાચે જ આકર્ષણની કોઈ સીમા નહી હોય? આને જ શું લોકો પ્રેમ કહેતા હશે? શેક્સપીયરના રોમિયો-જુલિયટની વાતો માટે હજુય શા માટે લોકો શંકા કરતા હશે? બની શકે જુલિયટ પણ મારા જેવું જ ફીલ કરતી હોય રોમિયોની હાજરીથી? હું અનિને જે રીતે પ્રેમ કરું છું, શું એ પણ મને આમ જ પ્રેમ કરતો હશે? કદાચ હા...! જેવી રીતે એની હાજરી મારા હોર્મોન્સનું લેવલ વધારે છે, એમ મારી હાજરીથી એના હોર્મોન્સ વધે જ છે. આઈ નો..! મને ખબર છે. અને તેથી જ તો અમારા સેક્સ્યુઅલ રીલેશન પછી મને ફૂલ સેટીસ્ફેકશન ફીલ થાય છે. તો શું એ વાત પુરતી નથી, મારે અને અનિને સાથે રહેવા માટે?”
હવે જયારે પોતાનાં મનને, પોતાની ખાસીયતને, પોતાની ખામીઓને પ્રણાલીએ બરોબર ઓળખી લીધી, તો આવનારી પરિસ્થિતિઓને કઈ રીતે હેન્ડલ કરવી, તેનો પણ તેને અંદાજો આવી ગયો. તેને હવે ખબર હતી, કે આગળ તેણે શું કરવું જોઈએ.

*****

ઘરે પહોંચતાં જ પ્રણાલી પોતાના બેડરુમમાં જતી રહી. મીનાબેનના સવાલ-જવાબ ટાળવા તેણે કહી દીધું કે, ખુબ માથુ દુઃખે છે અને તે સુઈ રહેવા માંગે છે માટે કોઈએ ડીસ્ટર્બ ન કરવું. મીનાબેન પણ આખરે તો એની મા જ ને
..! પ્રણાલીના મનની સ્થિતિથી તેઓ ખુબ વાકેફ હતાં જ. તેમણે પણ એને એકાંત આપવાનો પુરો પ્રયત્ન કર્યો.
માણસ જ્યારે પ્રેમમાં પડે ત્યારે તેના જીવનનું એકમાત્ર ધ્યેય પ્રેમમાં જ સમાઈ જાય છે. પ્રણાલીના મગજમાં એક વિચિત્ર પ્રકારની સ્તબ્ધતા છવાઈ ગઈ. રવિની પ્રપોઝલને પોઝીટીવ સાથ આપી અનિકેતને પોતાની જિંદગીમાંથી હાંકી તો કાઢ્યો, પણ તેની સાથે એક સમયે શરુ થયેલો પ્રણય તેનો પીછો નહોતો છોડતો. એનાથી દુર જવાના બધા જ પ્રયત્નો
, તેને અનિકેતની વધુને વધુ નજીક ખેંચતા હતા. સબક શીખવવા લીધેલ આ નિર્ણયથી તેનાં પોતાનાં જ દિલો-દિમાગ પર એક જોરદાર પથ્થર ઝીંકાયો હતો, અને જાણે એના વમળોમાં તે ખુબજ ઉંડી ઉતરતી જતી હતી. હજુ પણ અનિકેત સાથે થયેલી છેલ્લી વાતચિતના પડઘા તેના કાનનાં પડદાઓને ધ્રુજાવી રહ્યા હતા. અનિકેતનું એ વાક્ય તેના દિલ પર જબરજ્સ્ત ઘા કરી ગયું હતું,
“લુક પ્રણાલી, માય રીલેશન વિથ અશ્ફાક ઈઝ હાઈલી એક્સકલુઝીવ, એન્ડ આય વોન્ટ ટુ મેઈનટેઈન ઈટ એની વે. આય હોપ યુ વીલ અન્ડરસ્ટેન્ડ એન્ડ કો-ઓપરેટ વીથ મી."

સ્ત્રીની એક મર્યાદા હોય છે કે દિલ ખોયા પછી એ ભાગ્યે જ દિમાગ ચલાવે. પ્રણાલી પણ દિલ સામે હારી ચુકી. તે વિચારતી રહી કે, “અનિકેતે તો આ વાત એકદમ શાંતિથી અને હકારાત્મક અંદાજમાં કહી હતી, તો મેં એનો અવળો અર્થ લઈને તેને છોડી દેવાનો નિર્ણય કેમ લઈ લીધો? શું કર્યું મેં આ મારા અનિ સાથે?” -પોતાની જડતા અને ડફોળાઈ પર તે હવે ખુબ ધુંધવાતી રહી- “મેં એના અંગતજીવનમાં એની અંગત સમસ્યામાં કોઈ જ રસ ન લીધો. હવે તે શું ધારતો હશે મારા વિશે? મેં માત્ર મારા શારીરીક સુખથી આગળ કેમ કાંઈ વિચાર્યુ જ નહીં? જે મારી સાથે હાઈલી ઈમોશનલી એટેચ્ડ હોય, અને ઇવન મને ફીઝીકલી સેટીસ્ફાઈ કરવા પણ સક્ષમ હોય, તેની સાથેની મારી આવી ઉપેક્ષાએ તેના અહંમને કેટલી ઠેસ પહોચાડી હશે? કેટલા વિશ્વાસથી તેણે મને તેની આ ખુબ જ અંગત વાત કરી હતી..! પણ મારો જ ગુસ્સો કાબુ બહાર ચાલ્યો ગયો કારણ કે મને એમ લાગ્યું કે કોઈના જીવનમાં આવો ઝંઝાવાત નહીં આવ્યો હોય..આવી વિચિત્ર પરિસ્થિતિ નહીં આવી હોય, તો આ બધું મારી જ સાથે? ને તે ઉપરાંત, આ બધી બાબત લાઈટલી લઈને મારે સામેવાળાની તકલીફ સમજવાની? બટ વાય? શા માટે? વોટ ફોર? મારામાં શું કમી છે કે મારે આવું બધું લેટ ગો કરવાનું? સવાલ જ નથી..! પણ ત્યારે હું ભૂલી જ ગઈ, કે મારામાં કમી તો છે જ. પણ તેને કમી ગણું કે ખાસિયત, જે ગણું તે. અને આવું બધું મારી એક્લીમાં નથી, અનિકેતમાં પણ આવું જ છે. કુદરતે અમને બેઉને સેક્સુઅલ રીતે જગતથી થોડાં વેગળા બનાવ્યા છે. મને તે જાતિ તરફ આકર્ષણ નથી થતું, કે જે તરફ થવું જોઈએ. અને અનિકેતને તે જાતિ તરફ આકર્ષણ થાય છે, જે તરફ ન થવું જોઈએ. પણ તે છતાંયે..અમને બંનેને એકમેક તરફ તો આકર્ષણ થાય જ છે, કે જે અમારા બંનેની આ કમીઓને પૂરી કરી આપે છે. કુદરતની એટલી કૃપા જ છે, કે આ અફાટ માનવ સમુદાયમાંય.. આ કરોડો માનવીઓમાં તેણે અમને બંનેને જ મેળવી આપ્યા. અને હું નગુણી, તેની આ કૃપાને અવગણું છું..! અને હા, અનિકેત પણ તેની એ વાત, કોઈ મોટા ગૌરવ કે અભિમાન સાથે નહોતો કહેતો. અરે, હૈયું તો તેનું પણ વલોવાતું હતું, આવું બોલતા. સાફ સાફ ગોખેલા વાક્ય જ લાગતા હતા તેના. કેટલી હિંમત..કેટલી તૈયારી કરી હશે તેણે આ બોલવા માટે..! પણ હું યે સાવ મુરખ છું, કે તેનાં દિલમાં ચાલી રહેલા તોફાનોને નજર અંદાજ કરીને તેને મારા જીવનમાંથી હાંકી કાઢવાનો ઉતાવળો નિર્ણય લઈ લીધો, અને એક આંધીનું સર્જન કરી બેઠી. હા...હા. આંધી..! અનિને પાઠ ભણાવવાના આશયથી રવિને મારા જીવનમાં પ્રવેશવાની સંમતિ આપવી, એ આંધી નહી તો બીજુ શું છે? મારો આ અહંકારી નિર્ણય, રવિ અને એના પરિવારમાં પણ એક વંટોળ જ ઉભુ કરશે.”
આમ, સ્વગત બબડતાં રહી પ્રનાલીએ તેના ડાબા હાથની હથેળી પર જમણાં હાથથી મુક્કાઓ માર્યા- “શા માટે એક અલેલટપ્પુની જેમ મેં તેને 'ગો ટુ હેલ' કહી દીધુ?” -તેણે આંખો મીંચી દીધી. તેના ચહેરા પર અપાર નિરાશા તરવરી ઉઠી-
“શું મારાથી અનિને અન્યાય થઈ રહ્યો છે? શું મારો અહંમ બિનજરુરી અને વધુ પડતો સખત બની ગયો છે? અનિ આખરે શું ઈચ્છે છે? લગ્ન-જીવનની શરૂઆત કરતા પહેલાં તે પોતાનાં, મારા અને અશ્ફાકના..અમારા ત્રણેયના સંબધોમાં પ્રામાણિક્તા ઈચ્છે છે, તો પછી આટલો સંઘર્ષ કઈ વાતે?”

.
તે દિવસે કેટલાય કલાકો સુધી પ્રણાલીની પોતાની જાત સાથે લડાઈ ચાલતી રહી. સાંજે જમવા માટે પણ તે રુમની બહાર ન નીકળી, અને આખી રાત અનિકેતની યાદ તેને મધપુડાની જેમ વળગી રહી. રાત આખીના મનોમંથનમાં એક વાત તે નક્કી કરી ચુકી હતી, કે સવારે ઉઠીને પહેલાં મોમ ડેડ આગળ તે અનિની તરફેણનાં નિર્ણયની જાહેરાત કરી જ દેશે. જો તેઓ રાજીખુશીથી હા નહી કહે, તો પુરી તાકતથી વિરોધ કરી લેવા તે મક્કમ બની ગઈ.
.

બીજે દિવસે સવારે પ્રણાલી થોડી મોડી જ ઉઠી, ડો.અનિલના ક્લીનીક પર ગયા પછી પ્રણાલી કીચનમાં આવી તો મીનાબેન ત્યાં રસોયાને સવારની રસોઈનો આદેશ આપી રહ્યા હતાં. તે ચુપચાપ ત્યાંથી સરકી ગઈ.

********

અનિકેત જયારે પોતાનાં ઘરમાં નહાઈ રહ્યો હતો ત્યારે પ્રણાલીને હકીકત કહી દીધાં પછી તે હળવો ફુલ જેવો થઈ ગયો હતો, પણ તોયે અત્યારે બાથરૂમમાં તેનું હૈયું વલોવાતું હતું. તે કોઈ વિચિત્ર તંગ સંવેગ અનુભવી રહ્યો હતો. કોઈ પુરુષને જ્યારે બે સ્ત્રીઓ ગમતી હોય, તો તેનો રસ્તો કરવો ય અઘરો પડતો હોય, તેવામાં જો તેને એક સ્ત્રી અને એક પુરુષ, એમ બેઉ ગમે, તો કેટલી વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે..? બેઉને એકી સાથે પામવું તો શક્ય જ નથી. કેવું વિચિત્ર..! આ પુરુષાતનનો પ્રશ્ન છે કે પુરુષની નબળાઈનો
? પ્રણાલી સાથેનું સંવેદન અનિકેતને ક્યારેય સમજાયું નહોતુ. એ પ્રેમ હતો કે વાસના? કે પછી તેના પુરુષાતનની ચકાસણી?
ખેર, પ્રણાલી કોઈ સામાન્ય યુવતી નથી, એ તો બંદુક ચલાવવાની શોખીન, રાયફલ શુટીંગમાં ગોલ્ડમેડલ લઈ આવનાર તરુણી છે. સલવાર-કમીઝમાં તૈયાર થતી બેનમુન ભારતીય કન્યાની ભીતરમાં સિંહણ જ છે. મારા આવેગમય હગ્સ અને કીસમાંથી છટકવાની તેની જુઠી એકટીંગ, મને મેગ્નેટની જેમ તેની તરફ ખેંચે રાખતી હતી.
આવા જ બધા વિચારોમાં મગ્ન અનિકેત જયારે બાથરૂમની બહાર આવ્યો ત્યારે પલંગમાં આડો પડેલ અશ્ફાક, કમરે ટોવેલ વીંટાળેલા અનિકેતને એટેચ્ડ બાથરુમમાંથી બહાર આવતો જોઈ રહ્યો. ઉંડા વિચારોમાં ગરક એવા પોતાનાં આ ખુબસુરત યારને તે બસ એકટશ નજરે જોતો જ રહ્યો-
टॉवेल में लिपटा तेरा बदन, सोने सा खरा है
उस पे तेरी खुशबू ने, नया रंग भरा है..!
.
અચાનક જ અનિકેતની નજર પોતાને નિહાળી રહેલા અશ્ફાક પર પડી અને અકારણ જ તે ભોઠો પડી ગયો. અશ્ફાકે તેને ટોવેલ સહીત જ પોતાની નજીક ખેંચી રજાઈમાં સમાવી લીધો. અનિકેતના આખા શરીર ફરતે તેના ખુલ્લા બદનનો હુંફાળો મર્દાના સ્પર્શ દરિયાના મોજાંની જેમ વીંટળાઈ ગયો.
'આશુ, માય બેબી....'
આગળના શબ્દો અશ્ફાકના હોઠ નીચે સળવળીને શાંત થઈ ગયા, રણમાંથી એકાએક હરિયાળીમાં આવી ચઢેલ ખાઉધરા અને ભુખ્યા જાનવરની જેમ તેઓ બંને ધરાતાં જ ન હતા. ઈટ વોઝ અ મેડનેસ...રીઅલ મેડનેસ..! એકબીજા સાથે અનેક રાત્રિઓ ગાળી ચુક્યા હતાં છતાં, આજે ધોળે દિવસે પણ...!!
.
બીપ....બીપ...!!
બીપ...બીપ...!!
બેઉ એકબીજામાં ખોવાયેલા હતાં ત્યાંજ અનિકેતના સેલ પર પ્રણાલીનો મેસેજ ચમક્યો.
'આઈ નીડ ટુ મીટ યુ, રાઈટ નાઉ.'
વાંચતાની સાથે જ અનિકેતના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. અનાયસે વૉલક્લોક પર નજર જતી રહી, બપોરના બાર થવા આવેલાં, ઝડપથી અશ્ફાકના શરીરથી અલગ થઈ તે ઉભો થયો અને પહેરવાના કપડાં શોધવા લાગ્યો, ત્યાં ફરી બીપ...બીપ અવાજે મોબાઈલમાં મેસેજ જોવા મજબુર કર્યો.
‘આયે’મ એટ યોર ડોર-સ્ટેપ, પ્લીઝ ઓપન ધ ડોર..!!’
મેસેજ વાંચતાં પરસેવો છુટી ગયો અનિને. ઉશ્કેરાટમાં અશ્ફાકને કહ્યુ- “ગેટ અપ એન્ડ ડુ સમથીંગ યાર, પ્રની આવી છે બહાર..!”
ફટાફટ કપડાં પહેરી મિરરમાં જોઈ વાળ સરખાં કરી લીધા, અને આજુબાજુ બધુ ઓકે તો છે ને -એ કન્ફર્મ કરી દરવાજો ખોલ્યો. બહાર પ્રણાલી ઉભી હતી, બેઉની આંખો મળી.
"મે આઈ...." -પ્રણાલીએ સ્ટાઈલથી પુછ્યું.
"અં...ઓહ્... આવ...આવ... અંદર આવ." -અનિકેત સહેજ ખચકાટથી બોલ્યો.
બે ક્ષણના મૌન પછી પ્રણાલીએ શરુઆત કરી- "નથી અશ્ફાક?"
"છે ને...તૈયાર થાય છે, યુ ઓકે પ્રની? કેમ અચાનક અહી? કંઈ ખાસ કામ હતુ?" -અનિકેતે ઉપરા ઉપરી સવાલો પુછી લીધાં.
"યસ્..." -પ્રણાલીએ પોતાની વાત કરવા એક ઉંડો શ્વાસ લીધો અને બોલી- "હું તારી બાયોસેક્સ્યુઆલીટી અને મારી ડેમીસેક્સ્યુઆલીટીનો સરવાળો કરવા માગું છું. આઈ વોન્ટ ટુ બી યોર વુમન, વીલ યુ મેરી મી?"
"વ્હોટ્..?" -પ્રણાલીએ જ્યારે આ કહ્યું ત્યારે અનિકેત આશ્ચર્યચકિત થઈને એને તાકી રહ્યો.
"યેસ્સ્સ.... આયે'મ પ્રપોઝીંગ યુ અનિ, વીલ યુ મેરી મી?"

બિલકુલ અણધારી હતી આ ક્ષણ, સળગતાં જ્વાળામુખી જેવી, પોતાની આસપાસ રહસ્યોની લપકતી જવાળાઓ જેવી.
અશ્ફાક સાથેના ફીઝીકલ રીલેશન જાણવા છતાં પણ પ્રણાલી પુછી રહી છેઃ વીલ યુ મેરી મી? લગ્ન કરીશ મારી સાથે? પ્રણાલી
..એક એવી છોકરી.. કે જેનાં શરીરના અદમ્ય આકર્ષણે મને ‘હું એક કમ્પ્લીટ મેન છું’ એવો અહેસાસ કરાવ્યો.
.
કેટલીક પળ પછી અનિકેતની સ્તબ્ધતા આંચકા સાથે તુટી, અને અચાનક પ્રણાલીએ તેને બેઉ હાથોથી પકડી નજીક ખેંચી એક લાંબી કીસ કરી લીધી. પ્રણાલીના હોઠની માંસલ સપાટીમાં, તેની જીભના ભીના ભીના સ્પર્શમાં એક વિરાટ પળ થંભી ગઈ. પ્રણાલી ફરતે વીંટળાયેલા બેઉ હાથ પ્રણાલીના ટીશર્ટની અંદર કશુક શોધતાં હતાં. દુર ઉભેલા અશ્ફાકની આંખો અનાયાસે બંધ થઈ ગઈ અને સ્વગત બોલ્યો-
"યા ખુદા, સચ્ચે પ્યાર કો મિલા દેના..આમીન..!"
.
અચાનક કશુંક યાદ આવી ગયું હોય એમ ઝાટકા સાથે અનિકેત પ્રણાલીથી અલગ થયો, ત્યારે પ્રણાલીની આંખોમાં જવાબ ન આપી શકાય એવા સવાલો હતા. થોડીક ક્ષણો મૌન એમજ પસાર થઈ. પ્રણાલી ખામોશ થઈ ગઈ અને તેની નજર દુર બાલ્કની બહાર ક્ષિતિજમાં સ્થિર થઈ ગઈ.
"વાય..? પ્રની, વાય? યુ નો અબાઉટ માય રિલેશન્સ વીથ અશુ. તે છતાંય.."
"આઈ નો. યસ, તે છતાય..લેટ’સ મુવ અહેડ વિથ આવર રીલેશન્સ, અનિ..!"
અનિકેત જોતો રહ્યો અને પ્રણાલીનો ચહેરો તરલ થઈ ગયો, તેની આંખમાં આંસુ ધસી આવ્યા હતાં. શું કરવું એ અનિકેતને સમજાયું નહી.
પ્રણાલીના બેઉ હાથ પોતાનાં હાથમાં લઈને આજીજી કરતો હોય એમ બોલ્યો- "પ્લીઝ ગીવ મી સમ ટાઈમ પ્રની, પ્લીઝ..થોડોક ટાઈમ આપ મને પ્રની. હું તારા આ સવાલનો પણ જવાબ આપીશ."

*******

ઘરમાં પગ મુક્તાં જ પ્રણાલી બોલી- "મોમ...આઈ નીડ ટુ ટોક ટુ યુ. એન્ડ ઈટ્સ વેરી ઈમ્પોર્ટન્ટ..!"
મીનાબેને પાછું વળીને પ્રણાલી તરફ પ્રશ્નસુચક દ્રષ્ટિએ જોયું. દિકરીના દિલમાં શું ગડમથલ ચાલી રહી છે, એ જાણવા માના દિલને શબ્દોની જરુર ક્યાંથી હોય? એ ગઈકાલથી પ્રણાલીની નાજુક હાલત જાણી ગયેલા, અને યેનકેન પ્રકારેણ તેઓ આ વાત ટાળવા મથતાં હતાં. બસ તેઓ ઈચ્છતાં હતાં કે, પ્રણાલી આ વાત જ ના છેડે. બનાવટી ગુસ્સો આંખોમા લાવીને એ બોલ્યા-
"વેરી ઈમપોર્ટન્ટ? તને ખબર નથી હું અત્યારે ખુબ કામમાં છું?"
.
"મને ખબર છે મોમ, પણ ડેડ લંચ માટે આવે એ પહેલાં આપણી વાત થઈ જવી બહુ જ જરુરી છે."
.
"એવી શું વાત છે પ્રની?" - એમ બોલતાં-બોલતાં મીનાબેન પોતાના બેડરુમ તરફ ચાલવા લાગ્યા અને પ્રણાલી પણ તેમની પાછળ દોરવાઈ. મીનાબેન કોઈપણ રીતે વાત ટાળવા મથતા હતા, છેલ્લા હથિયાર રુપે એમણે રવિનો ઉપયોગ પણ કરી લીધો અને બોલ્યા-
"શું વાત છે બેટા..? રવિ હોલીડેઝ પર લઈ જવા જીદ કરે છે? મને ખબર જ છે આ જમાનાનાં જુવાનીયાંઓને ઝંપ નહી વળે."
.
મીનાબેનની વાત વચ્ચેથી જ કાપતાં પ્રની બોલી- "નહીં મોમ...રવિની નહીં, મારે અનિકેત વિષે વાત કરવી છે."
અનિકેતનું નામ પડતાં જ મીનાબેનના પગમાં ખિલો ભોંકાયો હોય એમ ત્યાં જ ઉભા રહી ગયા. એક ક્ષણ અટકીને આઘાત સાથે પ્રણાલી સામે જોયું. મહાપ્રયત્ને પાંપણની ધાર નીચે રોકી રાખેલ આંસુ, પાળ તોડીને તેના રતુંમડા ગાલ પર વહેવા લાગ્યા હતા.
.
પ્રણાલીની દર્દભરી આંખોમાં આંસુ જોઈ મીનાબેનનું હૈયું વલોવાઈ ગયું.
હિંમત એકઠી કરીને બેડરુમમાં આવેલ લાયબ્રેરી તરફ ચાલવા માંડ્યુ, અને રૅકમાંથી કોઈ મેગેઝીન લઈ તેમાં જોવાની વ્યર્થ કોશિશ સાથે બોલ્યા-
"તને ય તારા ડેડી જેવી જ ટેવ પડી ગઈ છે પ્રની. મને ખુબ કામ હોય ત્યારેજ તમને લોકોને બધી વાતો યાદ આવી જાય. હું નવરી હોઉ ત્યારે મારી સામું જોવાનીય કોઈને ફુરસદ હોય છે?"
.
"મોમ પ્લીઝ્ઝ્ઝ્...આ મારી જીન્દગીનો સવાલ છે. મોમ..! હું રવિની સાથે સાથે કેટલાં બધાંને છેતરી રહી છું..! હકીકતે રવિ અને એના મોમ-ડેડ તો સાવ નિર્દોષ છે, એમને છેતરી રહી છું હું. અનિકેત વગર મને કોઈ સેક્યુઅલ પ્લેઝર નહીં જ આપી શકે મોમ, યુ નો ધેટ. તમારે જે સમજવું હોય એ સમજો, પણ અનિ વગર હું નથી રહી શક્તી. ફક્ત અશ્ફાકના કારણે હું મારા ને અનિના સંબધોને ચિરાવા નહી દઉ. જેનાથી હું સાવ તુટી ગઈ છું, એ વાતને કારણે પણ હું મારા ને અનિના સંબધને તુટવા નહી દઉં મોમ્...! અશ્ફાક અનિની પસંદ છે તો અનિ મારી પસંદ છે. અશ્ફાકના કારણે હું મારી પસંદને નાપસંદ કેવી રીતે કરું..?"
.
મીનાબેને મેગેઝીન બંધ કરીને સામે પડેલી ટીપોય પર મુક્યું અને એક મીનીટ આંખો બંધ કરી દીધી. આંખો ખોલીને બિલકુલ શાંત અવાજે પુછ્યું- "પ્રની, ક્યારે છે તારી એકઝામ? તું એની તૈયારી કરે છે ને?"
.
"ટોપિક ચેઈન્જ ના કર મોમ પ્લીઝ્..હું મારી એક્ઝામ ડીસ્કસ કરવા નથી આવી.." -આટલું બોલતાં પ્રણાલી રીતસર રડી પડી.
મીનાબેનનો હાથ સહજ રીતે જ પ્રણાલીના ખભાઓ પર જતો રહ્યો અને પ્રણાલી પણ તેમને નાના બાળકની જેમ વળગી પડી.રડતાં રડતાં એક જ વાત બોલ્યે રાખી-
"ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મોમ આઈ કાન્ટ લીવ વીધાઉટ અનિ."
.
થોડીવાર પછી, પ્રણાલીનો ડુમો હળવો થતાં મીનાબેન બોલ્યાં-
"જો બેટા, આઈ એપ્રિશિયેટ યોર ફીલીંગ્સ. તું મને ખુબ વહાલી છે, એન્ડ યુ નો ઈટ.. રાઈટ? તારી સામે આખી જિંદગી પડી છે અને જાણી જોઈને હું તને મોતના મ્હોંમાં જવા નહી દઉ."
.
"મોમ, અનિએ પોતાની આ વાત પ્રમાણિક્તાપુર્વક કહી દીધી, એ જ એનો વાંક? કેટલાંય લોકો કેટલાંય લફરાં કરીને પોતાના પાર્ટનરને અંધારામાં રાખીને છેતરતાં જ હોય છે. અરે..સ્ત્રીઓ પણ પોતાના પતિ સાથે રહેતી હોય છે, છતાં એમની ફેન્ટસી તો સાવ અલગ જ હોય છે. અનિની આ પ્રમાણિક્તાના કારણે મારું બ્રેકઅપ થઈ ગયું, એન્ડ ઈટ હર્ટસ મી અ લોટ..મોમ..!"
.
"પ્રની સ્ટોપ ઈટ..! તને પુરી વાતની ખબર જ નથી અને તું ઓવર રીએક્ટ કરવા માંડી છે. યુ ડોન્ટ નો ધ ફેક્ટસ. આટલી બધી ઈમોશનલ કેમ બને છે? બુધ્ધિથી વિચાર."
.
"મારે કશું વિચારવું નથી મોમ્..!" -કહીને પ્રણાલી ઉભી થઈ ગઈ- "તમે મને સાથ આપશો કે નહી? સે યસ ઓર નો..!"
.
"તું આમ મારા માથે બંદૂક ના મુક.'
.
"યસ ઓર નો, મોમ્..!" -પ્રણાલી શબ્દે શબ્દે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી, અને સાથે સાથે હાંફતી પણ હતી.

આ તરફ એક માની પીડા પણ કંઈ કમ ન હતી. મીનાબેનના ગળામાંથી નીકળતા શબ્દો પણ જાણે આજે હડતાળ પર ઉતરી ગયા હતાં. જિંદગીમાં પહેલીવાર દિકરી સાથે વાત કરવા માટે શબ્દો સાથ નહોતા આપી રહ્યા. પ્રણાલીની આંખોમાં પથ્થરને પણ પીગળાવી દે તેવું દર્દ હતું, તો આ તો તેની મા હતી. કેવી રીતે સહન કરી શકે પ્રણાલીની આવી અસહાય સ્થિતિ..!
જે લોકો જીદ કરી શક્તાં હશે, પોતાની વાત પર અટલ રહી શક્તાં હશે, એ લોકો જ કંઈક પામી શક્તા હશે.
.
થોડીવારની ખામોશીનો ભંગ કરતાં મીનાબેન બોલ્યા-
"પ્રની બેટા, મારા માટે તારાથી વિશેષ કિંમતી કંઈજ નથી. યુ આર માય ઓન્લી ચાઈલ્ડ. તને ખબર નથી બેટા, પણ તારા જન્મ વખતે જ મેં મારી જાતને વચન આપેલું છે, કે તારી મરજી વિરુધ્ધ..તારી પસંદગી વિરુધ્ધ, તારા માટે કોઈ નિર્ણય લઈશ નહીં અને કોઈને લેવા દઈશ પણ નહીં. પણ પ્રની, તને ખબર નહીં હોય, કે અનિકેત એચ.આઈ.વી.પ્લસ છે. હા, આ વાત અત્યાર સુધી હું અને તારા ડેડ જ જાણીએ છીએ. અરે, અનિકેતને પણ તેનાં બ્લડ-ટેસ્ટનો આ રીપોર્ટ અમે જણાવ્યો નથી, પણ તને આ ભેદ અત્યારે કહી દઉં છું, કારણ આ એક જ વાતથી હું તને તારો મન ફાવે તેવો નિર્ણય લેવા નહીં જ દઉ. તું એક ખ્યાતનામ ડોકટરની દીકરી છે, પેરામેડીકો સ્ટુડન્ટ છે, એચ.આઈ.વી.પ્લસ શું છે એ તને સમજાવવાનું ન જ હોય."
.
આ સાંભળી રડતાં રડતાં પ્રણાલી એકદમ ગુસ્સામાં આવીને લાલચોળ થઈ ગઈ. માના દિલમાંથી નિકળેલ મમતાથી તરબોળ શબ્દો, અને અનિકેતનો આવો આંચકાજનક ભેદ પણ અત્યારે નબળાં સાબિત થઈ રહ્યા હતા. પોતાના માથે ફરી રહેલ મીનાબેનના હાથને એક ઝાટકા સાથે દૂરકરી તે તાડૂકી ઉઠી-
"મોમ્..તે દિવસે ડેડ તને કહેતાં હતા "એનકેશ કરી લે તારા માતૃત્વને.." એ શું હતું મોમ્? વોટ વોઝ ધેટ? આ એચ.આઈ.વી.પ્લસની વાત અત્યારે કરે છે એ નક્કી મને અનિથી અલગ કરવાની કોઈ ચાલ છે." -પ્રણાલીના અવાજમાં એક શંકાભર્યો કંપ હતો.
.
મીનાબેનની આંખો આંસુથી છલકાઈ ઉઠી, એ કંઈજ બોલ્યા નહી. ભીની આંખે થોડીક ક્ષણો પ્રણાલીને જોતાં રહ્યાં, પ્રણાલીની શંકાભરી આંખો એમને ધ્રુજાવી રહી હતી.
"મારે કઈજ કહેવું નથી પ્રની, તું જ નક્કી કર, કે એ શું હતું?" –પ્રણાલીના આક્ષેપ બાદ મીનાબેન હવે શબ્દો શોધતાં હતાં, હવે શું વાત થઈ શકે, અથવા હવે વાત કરવી જોઈએ કે નહીં, એવા અનેક વિચારો એમના મનમાં ધમાસાણ મચાવી રહ્યા.
થોડીવાર બેઉ મૌન રહ્યાં. રુમમાં એટલી બધી શાંતિ હતી કે મીનાબેનના શ્વાસનો અવાજ પણ સાંભળી શકાતો હતો. પ્રણાલીના મોતીની જેમ ગોઠવાયેલ દાંત, ખુબ રડી રડીને થયેલ લાલ લાલ નિર્દોષ આંખો, અને ગુલાબી ચમક્તો ચહેરો જોઈ મીનાબહેનને વહાલ આવી ગયું. તેના બેઉ ગાલ પર હળવેથી હાથ મુકી મૌન તોડ્યુ-
"ડેડ, લવ્સ યુ અ લોટ બેટા,.."
.
મીનાબેન કશુંક બોલવા જતાં હતા પણ પ્રણાલીએ અટકાવ્યા-
"નહી મોમ...આઈ ડોન્ટ નીડ યોર એડવાઈઝ. વિચાર કરતાં રહેવામાં કોઈ ભરપાઈ ન થઈ શકે એવું નુકશાન આવી પડે, એ પહેલાં મારા પ્રેમની ઈમારતને હું સંભાળી લેવા માંગુ છું."
મીનાબેન સ્તબ્ધ થઈ ગયાં, પ્રણાલીએ પુછેલ એક સવાલ, ‘એન્કેશ કરી લે તારા માતૃત્વને એ શુ હતું મોમ્?’ આ સવાલના શબ્દોએ મીનાબેનને અહેસાસ કરાવી દીધો હતો, કે અનિકેતનું એચ.આઈ.વી.પ્લસ હોવાની વાતને હવે પ્રણાલી પોતાના વિરુદ્ધનું એક કાવતરું જ માનશે. પ્રણાલીના તેમનાં પરના વિશ્વાસની દીવાલોમાં અનેક ગાબડાં પડી ગયા હતા, અને ભયંકર આંધીના હવે તેમને એંધાણ વર્તાઈ રહ્યા હતા. થોડીવારના મૌન પછી બોલ્યા-
“હું લંચ માટે ટેબલ તૈયાર કરાવી દઉ, જમતાં જમતાં તારે ડેડ સાથે વાત પણ થઈ જાય. આટલો મોટો નિર્ણય લઈ રહી છે તો તારા ડેડની સંમતિ પણ એટલી જ જરુરી છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ..!” [ક્રમશ:]

.

--રીટા ઠક્કર