જર્મન કવિે ગેટેની અજબ પ્રેમ કી ગઝબ કહાની Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જર્મન કવિે ગેટેની અજબ પ્રેમ કી ગઝબ કહાની

જર્મન કવિે ગેટેની અજબ પ્રેમ કી ગઝબ કહાની

પ્રખ્યાત જર્મન કવિ અને લેખક ગેટેથી કોઇ પણ સાહિત્યપ્રેમી વ્યકિત અજાણ નથી.વાત છે જ્યારે ગેટેની ઉમર ૨૩ વર્ષની હતી.સાલ હતી ઇ.સ.૧૭૭૨.,,,,,,૨૩ વર્ષિય ગેટે પોતાના શહ્રેર ફ્રેંકફ્રન્ટથી કાનૂની શિક્ષા માટે વેત્સલર શહેરમા આવે છે.એ સમયે ગેટેની કોઇ પણ કૃતિ પ્રકાશિત થઇ નહોતી.તેમનું પહેલુ નાટક'ગેત્સ'પુરું થવાની તૈયારીમાં હતું.

૨૩ વર્ષના ગેટેના હ્રદયમાં એ સમયે જબરો ઉત્પાત મચ્યો હતો.આ ઉમરે ગેટેમાં અસામાન્ય પ્રતિભા હતી.આ ઉમરે તેને સાહિત્યનું અગાધ જ્ઞાન હતું.ફ્રાંસની ક્રાંતિ,રૂસો અને વોલ્તેયરની કૃતિઓ,યુરોપિયન ક્રાંતિની અસર પુરા યુરોપિયન સમાજના તરુણૉ અને કિશોરો ઉપર અસર કરતાં હતાં.ગેટે પણ આ અસરથી બચી શક્યા નહોતાં.

ગેટેનું હ્રદય કોઇ સાથીની ઝંખના કરતું હતું.આ ઝંખના ચાર્લોટ નામની જર્મન કન્યામાં પૂરી થઇ જશે એવું ગેટેને લાગતું હતું.પ્રથમ મુલાકાતમાં જ ગેટે ચાર્લોટ(લોટ)થી પ્રભાવિત થઇ જાય છે.

ચાર્લોટના વ્યકિતત્વમાં સોળ વર્ષની મુગ્ધતાને બદલે માતૃત્વની અસર હતી.ખૂબસૂરતીની આછકલાયને બદલે સૌંદર્યની ગહેરાય હતી.સોળવર્ષની ઉમરે જે ચંચળતા હોય તેની બદલે મમતાની માર્દવતા હતી.યૌવનનાં ઉછળતા મહાસાગરને બદલે બે કાંઠે વહેતી શાંત નદી જેવી ધીરગંભીરતા હતી.વાત એ હતી કે સોળ વર્ષની લોટની માતાનું મૃત્યુ થતાં નાના-નાના ભાઇભાંડુઓની ઉછેરની જવાબદારી લોટ ઉપર આવી પડી હતી.

ગેટેનું વ્યકિત્વ અંત્યત આકર્ષક હતું.ખૂબસૂરત યુવાનને છાજે તેવી પર્સનાલિટી હતી.બોલતાની સાથે મુગ્ધ બનાવી નાંખે તેવી વાણીચતૂરાય હતી.જો કે આ પહેલા પણ કેટલીક જર્મન તરૂણીઓ ગેટે ઉપર મુગ્ધ થઇ હતી.

ધીરગંભીર લોટ ઉપર ગેટેના વ્યકિતત્વની અસર થઇ નહોતી.કારણકે આ જર્મન તરૂણી લોટનું સગપણ કેસ્ટનર નામનાં એક જર્મન યુવાન સાથે થઇ ગયું હતું.

પૌરાણિક સમયથી ચાલ્યુ આવતું પ્રેમ અને આકર્ષણનું સ્વરૂપ કદી કુંવારાપણા કે પરણિતને નજરઅંદાજ કરતું આવ્યું છે.આવું જ ગેટે સાથે બન્યું...

ગેટેની લોટ સાથે પ્રથમ મુલાકાત એક સ્ત્રીઓ અને પુરુષોના નૃત્ય સંમારંભમા થઇ હતી.બન્યુ એવું કે લોટનો પતિ કેસ્ટનર આ સમારંભમાં કોઇ કારણસર મોડો પહોચવાનો હતો.લોટ જે ગાડીમાં બેસીને આ નૃત્ય સમારંભમાં જવાની હતી તે જ ગાડીમાં ગેટે પણ હતાં.મનિષી,સૌંદર્યના ચાહક,પ્રકૃતિને ભૌતિક અને આધ્યાત્મિક રૂપે સમજી શકનાર કવિને વેત્સલર શહેરની એક પણ છોકરી પંસદ પડી નહીં.એકદમ ખૂબસૂરત લોટને ગેટે વિસ્ફારીત નયને જોતા જ રહી ગયા,જયારે લોટ ગાડીમાં ચડી ત્યારે...

લોટની ખૂબસૂરતી કેવી હતી?એની આંખોમાં વંસતનું સામ્રાજય છવાયેલું હતું.ષોડસી મુગ્ધાનું સૌંદર્ય અંત્યત આકર્ષક હતું.વર્ષાવનો જેવી ભીની ભીની લાગતી લોટની ત્વચાનું એક અનેરું આકર્ષણ હતું.સાદા અને સુંદર કપડામાં દેદીપ્યામ નિખાર છલકતો.વારમવાર જોઇ લેવાની એક પણ તક ગેટે ચુકયા નહોતા.

ખૂબસૂરત યુવાન એવા ગેટે તરફ લોટનું લક્ષ ન આપવું ગેટેને જરા આકરૂ લાગ્યુ.ગેટેને જીવનમાં પહેલી એવી સ્ત્રી મળી જેને મન પ્રંસશાનું કોઇ મૂલ્ય નહોતું.લોટના આવા વર્તનથી ગેટેનું કવિ હ્રદય ઉદાસ થઇ જાય છે.ઉલ્ટાનું લોટના આ વ્યવાહરથી લોટ માટેની તડપ ઓર વધી ગઇ.

આકર્ષક નૃત્યાંગના લોટના નૃત્ય જોઇને ગેટે લોટ ઉપર મંત્રમુગ્ધ થઇ જાય છે.બીજે દિવસે લોટનું સરનામુ મેળવી ગેટે લોટના ઘરે પહોચે છે.

ગઇ કાલે નૃત્ય કરતી લોટમાં ગેટે માતૃત્વની ઝલક નિહાળે છે.નાના ભાઇભાંડુઓની પ્રેમથી માવજત કરતી લોટને જોઇને ગેટે ગદગદીત થઇ જાય છે.માતૃત્વની મૂર્તિસમી લોટના ચારિત્ર્યશીલ વ્યકિતત્વ જોઇને ગેટે મન ઉપર અસર કરી જાય છે.ગૃહસ્થકાર્ય કરતી લોટના શારીરિક સૌંદર્ય કરતા આ કાર્યની ઘેરી અસર ગેટેને મન ઉપર થાય છે.

આકાશથી ઉંચી ઉડાન ભરવાવાળા અને પાતાળભૈરવી ભેરવવાવાળા કઇ ગેટેની ક્ષણિક રોમેન્ટીક ભાવનાથી અભિભૂત થવાને બદલે આ સોળ વર્ષની સુંદરીએ પરિપકવ સન્નારી જેવું વર્તના દાખવી મહામહેનત ખૂબસૂરત ગેટેના આકર્ષણથી બચી ગઇ.છતાં પણ લોટને ગેટેનું સાનિધ્ય ગમવા લાગ્યું.

ગેટે એ પછી રોજ રોજ લોટના ઘરે આવતા થયા.લોટના નાના નાના ભાઇભાંડૂ સાથે ગેટે બાળકોની ભળી જતાં હતા,તેઓને રોજ રોજ નવી વાર્તા સંભળાવતા હતાં.છોકરાઓ જેવી બાલિશ હરકતો કરીને બધાને ભરપેટ હસાવતાં હતાં.જ્યારે જયારે મોકો મળે ત્યારે પોતાની રોમેન્ટીક કવિતા વડે લોટ પ્રત્યેનો પોતાનો ભાવ રજુ કરતાં હતાં.જે પાછળથી મહાન રચનાઓમાં સ્થાન પામી હતી.આ દરમ્યાન લોટના પતિ સાથે ગેટેની મિત્રતા ગાઢ બની ગઇ.લોટનૉ પતિ કેસ્ટનર વાસ્તવમાં ગેટેનો મોટૉ પ્રસંશક બની ગયો.સજ્જ્ન અને સહ્રદયી કેસ્ટનર અને લૉટ બંને પણ સાહિત્યરસિક હતાં.ગેટે,કેસ્ટનર અને લોટ વચ્ચે ઘણી સાહિત્યની ચર્ચાઓ થતી રહેતી.સમજદાર કેસ્ટનર ગેટેની હતાશા જોઇને મનોમન દુઃખી થતો હતો...

ગેટેનું લોટ પ્રત્યેનું આકર્ષણ કેસ્ટનરની જાણ બહાર નહોતું.ગેટેનું મિત્રતાપૂર્ણ વર્તનના કારણે લોટ અને કેસ્ટનર બંને પોતપોતાની રીતે અંદરોઅંદર મૂંજાતા હતાં.ગેટેની પ્રેમતપસ્યા અને ગેટેની ઉદાસી કેસ્ટનર અને લોટ માટે એક સમસ્યા હતી અને મુંઝવણ પણ હતી.કારણકે બંનેને ગેટેનું ગજબનું વળગણ હતું,આ કારણે ગેટેની મિત્રતા તોડવી કે છોડવી પણ ગમતી ન હતી.

ધીરે ધીરે ગેટે માટે આ પરિસ્થિતી અસહ્ય બનતી જતી હતી.ધીરે ધીરે ગેટેનું મન વધુને વધુને ઉદાસી તરફ વળવા લાગ્યું.લોટના ભાઇભાંડુઓને પણ ડો.ગેટે હવે પહેલા જેવા ઉત્સાહથી વાર્તા સંભળાવતા નથી.

એ સમયે જર્મનસ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ બહું ઓછું હતું.જ્યારે લોટે સોળ વર્ષની ઉમરે પોતાની પ્રખર બુધ્ધિમતાને ધોરણે સાહિત્યનું ખૂબ જ્ઞાન મેળ્વયું હતું.તેના કારણે ગેટે સાથે લાબી સાહિત્યની ચર્ચા અને વાદવિવાદ પણ છેડતી હતી.એમાં કેસ્ટનર પણ સામિલ થતો.

સારી પિયાનોવાદક લોટ ક્યારેક ગેટેના ઉદાસ મનને શાતા પહોચાડવા પિયાનો સંભળાવીને ઉદાસી દુર કોશિશ પણ કરતી હતી...ઉલ્ટાનું ગેટેના મનને શાતા પહોચાવાને બદલે ગેટેનું મન લોટ વધુને વધુને ખેંચાતું જતું હતું..ગેટે જ્યારે મોકો મળે ત્યારે પોતાનો પ્રેમ દર્શાવતા રહેતાં હતા.જ્યારે લોટ પોતાની લક્ષ્મણરેખા જાણતી હતી.

એક દિવસ સાહિત્યની ચર્ચા વખતે ગેટેએ લોટને કહ્યું,'જ્યારે કોઇ હતાસ પ્રેમી આત્મહત્યા કરે ત્યારે મારા મનમાં તેના પ્રત્યે એક ઉચ્ચકોટીની ભાવના પ્રગટ થાય છે,અને તેની ભાવૂકતા પ્રત્યે અગાઢ શ્રધ્ધા જ્ન્મે છે."

જ્યારે ગેટે આ પહેલા લગતાર લોટને કહેતા રહેતા કે,"આત્મહત્યા એ કાયરોનું કામ નથી પણ વીરને છાજે તેવું કાર્ય છે."

લોટના પ્રેમ પામવામાં નિષ્ફળ ગયેલા હતાશ ગેટે છેવટે નાસિપાસ થઇને વેત્સલર શહેર છોડવાનું નક્કી કરે છે.

વેત્સલર શહેર છોડવાના આગલા દિવસે ગેટે કેસ્ટનર અને લોટ સાથે સહભોજન પણ માણે છે.જ્યારે કેસ્ટનર અને લોટને એ ખબર નહોતી કે ગેટે સાથેનું એમનું આખરી ભોજન છે !

બીજે દિવસે કોઇને પણ જાણ કર્યા વિના હતાશા અને ઉદાસી સાથે ગેટે ચુપચાપ વેત્સલર શહેર છોડીને પોતાના શહેર ચાલ્યા જાય છે.

ગેટેના જવાથી કેસ્ટનર અને લોટ અંત્યત દુઃખી દુઃખી થઇ જાય છે.સૌથી વધું અસર લોટના નાના નાના ભાઇભાંડુઓ ઉપર થાય છે.ગેટેના જવાથી થોડા દિવસો સુધી લોટના ઘરમાં ઉદાસીનો માહોલ છવાય જાય છે.

જતાં જતાં ગેટે કેસ્ટર અને લોટના અમુક પુસ્તકો અને બંને માટે એક એક પત્ર એક નોકર સાથે મોક્લે છે.

લોટને પાકે પાયે ખાત્રી થઇ ગઇ કે ગેટે વેત્સલર છોડીને ચાલ્યા ગયાં છે.ત્યારે સોળ વર્ષની તરૂણી લોટ તેના પતિની સામે ઘ્રુસ્કે ઘ્રુસ્કે રડી પડી.સમજદાર અને સહ્રદયી પતિ તેને સાંત્વન આપે છે.લોટના ચહેરાનાં ભાવ તેની અસહ્ય વેદનાની ચાડી ખાતાં હતાં.સોળ વર્ષની આ સમજદાર તરૂણીએ પોતાની વફાદારીને જરા સરખી

પણ આંચ ના આવવા દીધી.

ગેટેએ કેસ્ટનરને લખ્યુ હતુ,"હું જાંઉ છું કેસ્ટનર ! જ્યારે તમારા હાથમાં આ પત્ર આવશે ત્યારે હું વેત્સલર છોડીને મારા શહેર ફ્રેન્કફર્ટ પહોચી ગયો હોઇશ.બીજો પત્ર લોટચન(લોટનુ હુલામણુ નામ)ને આપવા વિનંતી છે.હું અંદરથી સંપૂર્ણપણે વિખેરાય ગયો છું.વધારે કહેવાની મારી માનસિક સ્થિતિ નથી.કદાચ હું તમારી સાથે વધું રહ્યો હોત તો હું મારા ઉપર કાબૂ રાખી શક્યો ન હોત.હવે એકલો છું.હુ જઇ રહ્યો છું."

ગેટેએ લોટને પત્રમાં લખ્યું હતું,"હજુ પણ મને આશા છે કે આપણે ફરીથી મળીશું.પણ ક્યારે...? એ તો ઇશ્વર જ કહી જ કહી શકશે..?લોટ ! તને કલ્પના હતી કે છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે,એવી તે કઈ કલ્પના હતી કે તું મૃત્યુ પછીના જીવનની વાતો કરતી હતી.?જે હોય તે,હવે હું એકલો છું અને એંકાંતમાં હું રહી શકીશ.હું આશા કરું છું કે તારા હ્રદયમાં કોઇક જગ્યાએ મારું સ્થાન નિશ્ચિત હશે..? છોકરાઓને મારા વતી ખૂબ પ્રેમ આપજે અને કહેજે કે ડોકટર ગેટે ચાલ્યા ગયા છે.આનાથી વધું હું કહી શકુ એવી મારી સ્થિતિ નથી.

ફ્રેન્કફર્ટ પહોચ્યા પછી લોટના સહ્રદયી પતિ કેસ્ટનરે લોટની એક તસ્વીર આપેલી તે પોતાના કમરામાં ટાંગે છે.લોટની તસ્વીર જોઇને ગેટેની તેના પ્રત્યેની પ્રેમની ભાવનાની તિવ્રતામાં વધારો થતો રહ્યો.આ પહેલા ફ્રેન્કફર્ટની સુંદરીઓ સાથે ગેટેને સંબધ હતો તે બધો ઉપરછલ્લો હતો.

પ્રેમનો કોમળભાવ,આત્મસમર્પણની નારીની અભિભાવકતા,સૌંદર્ય સાથે પ્રેમાળ માતૃત્વભાવ,મજબૂત મનોબળ સાથે ટકાઉ ચારિત્ર્ય સાથે લોટનું વ્યકતિત્વ જોઇને ગેટેનું લોટ પ્રત્યેનું આકર્ષણ ચરમસિમાએ હતું.પરિણામે ગેટે અર્ધપાગલ જેવા બની ગયા હતાં.

અર્ધપાગલ અવસ્થામાં તેના તકીયા નિચે એક નકશીદાર ખંજર રાખીને સુતા હતાં.ક્યારેક અડધી રાતે જાગીને આ ખંજર હાથમાં લઇને પોતાના કલેજામાં ખોંસી દેવાની ઇચ્છા પણ થતી હતી.આ વાત ગેટેએ પોતાની આત્મકથામાં કબૂલી છે.

ગેટે પત્ર દ્વારા લોટ અને કેસ્ટનરના સંપર્કમાં રહેતા હતાં.ગેટે કોઇ છોકરીના પ્રેમમાં નહોતાં છતાં એક પત્રમાં લખ્ય કે,"લોટને જાણ થાય કે તેની બુધ્ધિમતાં અને તેનાણ સૌંદર્યથી પણ ઉચ્ચકક્ષાની એક છોકરી સાથે મને પ્રેમ થઇ ગયો છે."..આ લખાણ જોતા ગેટેની બદલાની ભાવનાને વેગ આપે છે.આ સિવાય ગેટે આ પછી અમૂક કાવ્યરચનાઓમાં લોટના મનને ચોટ પહોચે તેવી ભાવનાઓ પ્રદર્શિત કરતાં રહ્યાં.છતાં ગેટેને સંતોષ ન થતાં એક નવલકથા લખવાનું વિચારે છે,કે જેના પાત્રોનો મેળ લોટ,કેસ્ટનર અને ગેટે સાથે મેળ ખાતો હોય.

કહેવાય છે કે,"સાંઠે બુધ્ધિ નાઠી."..પણ પ્રેમમાં પડૉ એટલે ગમે તે ઉમરે બુધ્ધિ નાઠે છે.

આ ક્શ્મકશના આધારે ગેટેની મહાન નવલકથા"વર્ટેરની કરૂણકથા"નો જન્મ થાય છે.વાર્તાનો અસફળ પ્રેમી અને તરૂણ નાયક વર્ટેર,તેની પ્રેમિકા લોટ,(લોટનું નામ એ જ રાખવામાં આવ્યું)

અને તેનો પતિ આલબર્ટ.

વાર્તાનો સાર એમ છે કે,લોટ વર્ટેરને ખરા દિલથી ચાહતી હતી,પણ આલ્બર્ટ સાથે સામાજિક બંધનથી જોડાયેલી હોવાથી પ્રેમમાં નિષ્ફળતા મળી હોય તેવું માનીને લોટના હ્રદયમાં હાહાકાર મચી જાય છે.વર્ટેરનો પ્રેમ લોટના હ્રદયમાં કાંટાની જેમ ભોંકાતો હતો.પરિણામે લોટને પોતનું જીવન નિરર્થક લાગતું હતું,અને આત્મહત્યાના વિચારમાં કેટલાય કેટલીયે રોમેન્ટીક પળોની જાળ ગૂંથતી હતી.ગેટે પોતાનું પાત્ર વર્ટેર તરીકે દર્શાવ્યુ હતું એ અંત્યત પ્રભાવશાળી અને મનીષી હતું.કવિ પ્રકૃતિનો વર્ટેર પોતાની રૂમાની પ્રવૃતિને તોફાની વેગથી સંસારની આગળ ભેટ રૂપે છોડી જવાં માંગે છે.તે પોતાના મતે પ્રેમને જીવન સાફલ્ય અને અસફળ પ્રેમને મૃત્યુનું શ્રેયકર માને છે.વાર્તાના અંતમાં વર્ટેર પીસ્તોલનું નાળચું પોતાના શીર ગોઠવી અને ગોળી છૉડીને આત્મહત્યા કરે છે.વાર્તામાં લોટના પતિ આલ્બર્ટને સાધારણ બુધ્ધિવાળો,તૂચ્છ અને ઉપેક્ષિત વ્યકિતત્વવાળો દર્શાવે છે.

આમે પણ પોતાની ચાહીતી છૉકરીનો પતિ કે પ્રેમિ હમેશાં શોલેના ગબ્બરસિંગ જેવો જ લાગે છે.

થોડા સમય પછી જર્મનીમાં "વર્ટેરની કરૂણકથા" પ્રકાશિત થાય છે.થોડા સમયમાં ગેટેની આ કૃતિના કારણે સમગ્ર યુરોપમાં હાહાકાર મચી જાય છે.આ કૃતિની અન્ય યુરોપિયન ભાષામાં ધડાધડ નકલો પ્રકાશિત થવા લાગી.આ કૃતિની નામના એશિયામાં પહોચી જતાં ચીની ભાષામાં ચીન પણ પ્રકાશિત થઇ હતી.

આ બાજુ આ કૃતિની અદભૂત સફળતાથી નિષ્ફળ પ્રેમી ગેટેની છાતી ગજ ગજ ફુલી નહોતી સમાતી.'વર્ટેર'ની એક એક નકલ લોટ અને કેસ્ટનરને અલગ અલગ મોકલે છે.

સહ્રદયી અને સજ્જ્ન કેસ્ટનર આ કૃતિ વાંચીને અંત્યત દુઃખી થાય છે.કેસ્ટનર ગેટેને પત્રમાં કેસ્ટનર લખે છે કે,"જાણી જોઇને મને અપમાનિત કરીને પોતાને મહાન સિધ્ધ કરવા આશય પાછળ આલબર્ટનું પાત્ર દયનિય અને હાસ્યાસ્પદ દર્શાવવામાં આવ્યું છે.વધારામાં લોટના ચારિત્રની બાબતમાં પણ લખ્યું.

વાર્તામાં ગેટેએ દર્શાવ્યુ છે કે,લોટ વર્ટેરનાં પ્રેમમાં પાગલ થઇને તેના ઉપર મરીમીટતી હતી.પ્રતિભાશાળી વર્ટેરના તેજસ્વી વ્યકિતત્વ સામે નિર્જીવ અને આકર્ષણરહિત પતિ આલબર્ટ ની તૂલના કરતી હતી.પરિણામે દિવસે દિવસે લોટની ધ્રુણા ગેટે પ્રત્યે વધતી ગઇ...

કેસ્ટનરનાં પત્રમાં લોટ પોતાની તીખી પ્રક્રિયા જણાવે છે.ગેટેને કેસ્ટનરનો પત્ર મળતાં મનોમન કચવાય છે.અને ગેટે એ હક્કીત સ્વિકૃત કરતા અચકાય છે કે નવલકથાની પૃષ્ઠભૂમિ અને તેનું વાતાવરણ લોટ અને તેના ઘરને સંબધીત છે.

ગેટે કેસ્ટનર વિનમ્રતાભર્યો પત્ર લખે છે-નવલકથામાં આવતા પાત્રો ફકત નવલકથામાં તિવ્રતા ઉમેરવાના આશયથી આલેખવામાં આવ્યા છે,છતાં પન જો ભૂલથી કોઇ ચારિત્રને ઉતારી પાડવામાં આવ્યુ હોય તો હું સાચા દિલથી આપ બંનેની ક્ષમા માંગું છું.

ગેટેની પ્રતિભા પહેલેથી મુગ્ધ થનાર કેસ્ટનર હક્કીતમાં ગેટેને માફી આપે છે.

ગેટેની આ કૃતિ એટલી પ્રચંડ લોકપ્રિય થઇ હતી કે એ સમયે ઘણા તરૂણોએ આપધાત કર્યો હતો.'વર્ટેર'ની પ્રંચંડ લોકપ્રિયતાના કારણે એ સમયગાળાને 'વર્ટેરફીવર'નામ આપવામાં આવ્યુ હતું.

થોડા વર્ષો પછી નેપોલિયન ગેટેને મળે છે,ત્યારે નેપોલિયને કહ્ય કે,"વર્ટેરથી હું બહું પ્રભાવિત થયો છું.મેં લગભગ આ કૃતિ સાતથી આઠ વાર વાંચી છે."

વીજળીકગતિથી વેંચાતી આ કૃતિની નકલોથી ગેટેની છાતી ગજ ગજ ફુલી નહોતી સમાતી.

કેસ્ટનર અને લોટને વર્ટેરના પ્રકાશિત થવાથી જે ક્ષતિ પહોચી તેના ઉત્તરમાં ગેટે લખે છે કે,

"યુરોપના લાખો ચાહકોની જે સહાનૂભૂતિ લોટ પ્રત્યેની જ છે.શું આ બાબત લોટ અને કેસ્ટનરની ક્ષતિપૂર્તિ કરવા માટે પૂરતી નથી...?

વાસ્તવમાં વર્ટેરના કારણે લોટ અમર થઇ ગઇ હતી.ભલે ગેટેએ આ વાર્તા બદલાની ભાવનાથી લખી હતી.સમય જતાં લોટનો દ્રશ્ટીકોણ બદલાતા ગેટેને માફ પણ કરે છે.

એ પછી લોટ પોતાના આખા જીવનકાળ દરમિયાન એક જ વખત ગેટેને મળે છે,અને એ પણ કેટલા વર્ષો પછી.....?

જીવનના ઉંડા અનૂભવો,તેમાંથી ઉભરાતી વેદનાઓ અને તેમાંથી મળતા જ્ઞાન થકી મહાન બનેલા કવિ ગેટેને લોટ ક્યારે મળે છે ત્યારે ૬૦ વર્ષની કેસ્ટનરની વિધવા તરીકે મળે છે.

સતત ૪૫ વર્ષ સુધી લોટ નામની તરૂણી ગેટેના શરીરના અંશની જેમ જીવતી હતી.

લોટની મહાન સૌંદર્યકારાને કારણે જગતને ગેટે નામનો મહાન જગતને ભેટ મળ્યો.ગેટે નામના કવિની ગહેરી ચોટની કારણ બની.એક મહાન આત્માને પ્રેમ ના મળી શકતા 'વર્ટેર'નામની મહાન નવલકથા જ્ન્મ પામી.

એક નરને નારીની કેટલી અદમ્ય ઝંખનાં..?શું એ નારીનું મન કદી વિચલિત નહી થતું હોય..?નારી ચારિત્ર્યની અદમ્ય પરિક્ષામાં પાસ થયેલી લોટનું કોમળ હ્રદય ક્યારેય પણ ઇન્કલાબી નહીં બન્યું હોય..?

ચારિત્ર્ય અને હ્રદયની કસૌટી કરતી ગેટેની આ કહાનીમાં વાંચનારે નક્કી કરવાનું છે કે,

અદ્ર્શ્ય દેખાતું ચારિત્ર્ય મહાન કે ધબકતું હ્રદય મહાન છે...?

=કોર્નર=

જિવલેણ્ સોન્દર્ય અને બુદ્ધીનૉ સમન્વય ધરાવતી સ્ત્રીઓ સાથે લામ્બો સમય્ રોમાન્સ્ કરવો તે હિતાવહ્ નથી.એના કરતાં બહેતર્ એ છે કે આવી સ્ત્રીઓ સાથે પુરુષે ઝટપટ પરણી જવું જોઇયે .(નરેશ ડૉડીયા..ઓહ!નયનતારા)

નરેશ કે.ડૉડીયા