મારી વ્હાલી જિંદગી Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી વ્હાલી જિંદગી

મારી વ્હાલી જિંદગી

મારી વ્હાલી જિંદગી,

જ્યારથી મારો આ સૃષ્ટી પર જન્મ થયો ત્યાર થી મારી સાથે તું જ છે. કદાચ મારા વિશે હું નથી જાણતો તેટલું તું જાણે છે. ક્યારેક મેં તને ખુબ જ માન થી બોલાવી હશે, તો ક્યારેક મેં તને ધિક્કારી પણ હશે. પણ, તું છે તો હું છું. અને તું મારામાં જ છે. અહી, બધાએ તારા નામો પાડ્યા છે, જિંદગી એટલે રમત, સંઘર્ષ જેવાં.. પણ, મારે તને કોઈ જિંદગી ની વ્યાખ્યા માં બાંધી નથી દેવી. બીજા લોકો જિંદગી ની એવી વ્યાખ્યાઓ કરતાં હોય છે કે જિંદગી એટલે, ૧૦૦ વર્ષ નું જીવન, ૭૦-૮૦ વર્ષ નું જીવન કે પછી જન્મ થી મૃત્યુ સુધી ની યાત્રા. પણ, મારે Full of life આનંદ થી જીવવી છે, એકદમ જિંદાદિલી થી, ખુશનુમા, વર્તમાન માં એટલે કે જ્યારે જે સમય માં હું જીવતો હોઉં તે યાદગાર બની જાય તે રીતે, વીતેલા સમય ને યાદ કરી ને તેનો આનંદ માણી, ભવિષ્ય ની ચિંતાઓ કરવા કરતાં તેમાં શું થશે તેનો રોમાંચ રાખી ને..., મારે તારી જોડે કોઈ પણ શરત વિના પ્રેમ કરવો છે. હું તો તારી વ્યાખ્યા વિશે વિચારું જ નહી, કારણ કે, તું ખુદ એક કોરી કિતાબ છે, હું જેમ જિંદગી જીવીશ તેવી રીતે તારી કિતાબ પર ના પન્ના ઓ પર મારી કથાઓ કંડારાતી જશે. અને એટલે જ મારે એ રીતે જીવવું છે કે, એ કિતાબ માં જે માણસ ની બાયોગ્રાફી કંડારાયેલી હોય તે બાયોગ્રાફી મારી ફેવરીટ બની જાય., મોસ્ટ ફેવરીટ બની જાય. અને હવે કદાચ જો કોઈ મને તારી વ્યાખ્યા વિશે પૂછે તો મારા મતે તો, “પ્રેમ થી બીજા જોડે વર્તવું તે જીવન, વિતાવેલી ખુશી ની પળો એ જીવન, ખુબ જ પરફેક્શન થી કામ કરવું એ પણ જીવન, અને બીજાને આપેલો અને મેળવેલો આનંદ એ જીવન. પણ, હજી મને મજા નથી આવતી. કારણ કે, તને બંધાયેલી (કોઈ વ્યાખ્યામાં) રાખવામાં એ મજા નથી. બાંધવું એ સ્વભાવ માં ન હોવું જોઈએ, તું કોઈ પણ શરત વિના મને જીવવા દે તો હું તને કઈ રીતે બાંધી શકુ, અને બીજી વાત કહું તને આજે કે, અત્યારે લોકો તને આવી વ્યાખ્યાઓ થી અને જિંદગી શું છે ? આવી બુક્સ થી જાણવા માટે પ્રયત્ન કરતાં હોય છે. પણ તેઓ તેવું નથી સમજતા કે, તને જાણવા ની ન હોય માણવા ની હોય. તને જીવતો માણસ તને જાણતો તો હોય જ છે. જરૂર હોય છે તને માણીને સમજવાની...

અને હાં, મને એ પણ ખબર છે, જિંદગી કે, હજી આગળ ના જીવન માં નવા નવા ઘણા રંગો મને ઝળકતા દેખાશે, એ પછી ખુશી નો હોય કે ગમ નો, સુખ નો હોય કે દુઃખ નો તોએ તે ગમ અને દુઃખ ના ડાર્ક કલર ને હટાવવા માટે હું હંમેશા વ્યસ્ત રહીશ તો પછી મને સફળતા નો સોનેરી રંગ ઝળકતો દેખાશે જ. કારણ કે મને સ્વેટ માર્ડન નું પેલું વાક્ય યાદ છે કે, “કામ કરતો માણસ કદી નિષ્ફળ થતો નથી.” અને રહી વાત સુખ નો ગુલાબી રંગ ઝળકતો જોવાની, તો હું રોજ ખુશી વાવું છું ને, તો ત્યાં આનંદ ના ફૂલો ઉગી નીકળે છે. અને પછી સુખ મેળવવા માટે તેમાંથી ગજરો બનવવાની કળા પણ મને તો આવડે છે. અને હાં, હું તારી આ વાત પણ બીજાને ઘણીવાર કહેતો હોઉં છું કે, તેઓ એવું કહેતા હોય છે કે “હવે જિંદગી જીવવી છે..” પણ પછી તે ક્યારેય શરૂ તો કરતાં નથી. વાત બસ શરૂઆત જ કરવાની હોય છે, ત્યારે હું તેમને કહેતો હોઉં છું કે, હવે આનંદ માણતા શીખો જીવન નો કારણ કે, તું ક્યારે માણસ ને ‘નો મોર’ કહી દે તે અમને અગાઉ કહેતી નથી ને. પણ એ સારું છે. અને એટલે જ, તને જીવવી હોય તો તેની શરૂઆત જાવ કાબરબેન કાલ વેલો આવું છું તેમ ન કરવાનું હોય.. કારણ કે, Life is a one time offer, use it well !

પ્યારી જિંદગી, હું એ વાત પણ દરરોજ જોતો હોઉં છું કે, કેલેન્ડર માં દેખાતા આંકડા એવાજ પાછા દેખાતા નથી. અમારે અહીના ઘડિયાળ અને કેલેન્ડર ના આંકડાઓ ક્યારેય ઉભા રહેતા નથી, અને તે હંમેશા બદલાવ ની નજીક જ હોય છે. એટલે જ, મારે એ રીતે જીવવું છે કે, દરેક દિવસ ઉત્સવ હોય અને પાછળ જીવાયેલા આખાય કેલેન્ડર માં હું નજર નાખું, તો મને તે કલરફુલ દેખાય. અને હવે તારા આગળ ના દિવસો ને પણ રંગીન બનાવવા માટે ખુશીઓ ના કલર ની પીંછી હાથ માં લઈને જ ઉભો હોઉં. અને હું એ પણ સમજુ છું કે, મારી પાસે સીમિત સમય જ હોય છે અને તે જેટલો પણ હશે ઓછો જ હશે, એટલે ખોટા પ્રશ્નો ઉદભાવીને, ખોટી મથામણો માં પડી ને મારે મારો સમય બરબાદ ન કરવો જોઈએ.

જગત માં છે લ્હાવા કદમ પર કદમ પર, એમ તું એક લ્હાવો છે જીવી લેવાનો... તો હળવાશ પૂર્વક કેમ ન જીવી લઉં..! ચહેરા પર હળવું એવું સ્મિત રાખું જે પોઝીટીવીટી ની નિશાની છે... કોઈની સામે તાડૂક્વા ને બદલે પ્રેમ થી બોલવું.. તે પણ યાદ રાખે. એટલો બધો ગંભીર પણ ન બની જઉં કે અંદર રહેલું રમતિયાળ બચપણ મારી જાય.. હાં, એ સાચી જ વાત છે કે જ્યારે બચપણ મરી જાય ત્યારે તે માણસ જિંદગી જીવતો તો નથી જ હોતો. કામ કરવા બેઠો હોઉં તો પૂરી એકાગ્રતા થી કામ કરું, શરીર નીચોવાઈ જાય ત્યાં સુધી. મંઝીલ ને પણ મજેદાર બનાવતા શીખું. ખોટો બળાપો ન કરું.. નરમાશ અને વિનમ્રતા થી રહું..ભલે, જીવન મોજ મસ્તી ભર્યું હોય પણ તેમાં કોઈને દુઃખી ન કરું.. અને બસ, enjoy every moment as it comes…

અને મને તો આ પૃથ્વી સ્વર્ગ સમાન જ લાગે છે, અહી શું ઘટે છે ? એટલે સેફ્ટી ઝોન માંથી બહાર નીકળી જીવન નામનું નાટક જે બધાએ ભજવવા નું છે.. તે હું કેવું ભજવું છું તે મારે જોવાનું છે. મારે એવું ભજવવા નું છે, જે તારી કોરી બુક માં મારી જીવાયેલી કથા કંડારાય છે, તે જ બુક મારી મોસ્ટ ફેવરીટ બને..

હજુ ઘણું કરવાનું છે જિંદગી એક ધારી રાખવાની નથી. કારણ કે, એક ધારું જ બોરિંગ થઇ જાય છે. તું જીવવાનો મોકો એક જ વાર આપે છે. હજી સમય નો સદુપયોગ કરી જેટલું સૃષ્ટિ માં જેટલું સારું લખાયું છે તે વાંચવાનું છે. દુનિયામાં સૌથી વધુ મોંઘા વહેચાયેલા ચિત્રો ને નેટ પર થી તો અહિયાથી જ જોઈ લેવા છે. ભારત ના ઘડવૈયા ની કહાનીઓ વાચવી છે. જિંદગી માં આવનારા સંઘર્ષો માટે તૈયારી કરવી છે. જિંદગી સામે લડવું નથી કારણ કે, ભેગા રહેનારા ની સાથે લડીને શું ફાયદો. જિંદગી ને પ્રેમ કરવો છે. આગળ વધવું છે. જિંદગી થી કંટાળવું નથી. મારે જિંદગી ની બંને તેટલું નજીક રહેવું છે. મારે અને મારી જિંદગી એ ભેગા થઈને અમારું બંને નું ભવિષ્ય ઉજ્જવળ રચવું છે. સફર પર જઈને ત્યાં લખવું છે. રણવીર કપૂર કહે છે તેમ કે મૈ રુકના નહિ ચાહતા તેવું થવું છે. બાકી દિવસ ની શરૂઆત માં ઘડિયાળ માં ૨૪ કલાક અને બદલાયેલી તારીખ નો નવો આંકડો જ દેખાવાના છે. પણ તે દિવસે મેં શું કર્યુ તેનું મહત્વ છે...

અને બસ, છેલ્લે એટલું જ મારી વ્હાલી જિંદગી કે, ‘તું મને ખુબ જ પ્રિય છો, તું મને ખુબ જ રંગીન દેખાય છે, તારી ફિલોસોફી ન હોય, તને જાણવા ની ન હોય તને માણવા ની જ હોય.. અને હું જીવન એવું જ જીવીશ જે ધબકતું હશે..”

તને જિંદાદિલીથી જીવતો

એક ઇન્સાન

હે ઈશ્વર ! મારી પાસે પૂરતું છે.

અમુલ્ય રત્ન જેવી બે આંખો !

આનંદની બંસરી બજાવી શકાય એવું મુખ છે.

પૈસા થી ખરીદી ન શકાય એવી તંદુરસ્તી છે.

ઈશ્વર ! મારી પાસે પૂરતું છે.

આકાશમાં સુર્ય છે.

માથા પર છાપરું છે.

મારા હાથ ને કામ મળી રહે છે.

ખાવાપીવા ની ખેંચ નથી.

અને મારી આસપાસ,

પ્રેમ કરી શકુ એવા માણસો છે.

હે ઈશ્વર ! મારી પાસે પૂરતું છે.

  • ફિલ બોસ્મન્સ