hu krishn, taro mitr... Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

hu krishn, taro mitr...

હું કૃષ્ણ...

તારો મિત્ર...

લેખક ;- સુલતાન સિંહ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

હું કૃષ્ણ... તારો મિત્ર...

આખાય દિવસના કંટાળ્યા બાદ આજ આંટો મારવા નીકળી પડવાની અલ્લડ અને અવિચરેલી ઈચ્છા મનમાં ના જાણે ક્યાથી ખેંચાઈ આવી હશે. બસ મન કઈક આવીજ ચંચળ વસ્તુનું નામ છે જે બેઠું દુનિયાના કોઈક છેડે હોય અને અનંત આભની શેર કરી આવે કદાચ જાપાનમાં દોડતી માનવ કરામત એવી બુલેટ ટ્રેનોને પણ હંફાવી દેવા જેવી અદ્ભુત ગતિનું વરદાન આ માત્ર માનવ મનને જ સર્જનહારે આપ્યું છે. અને આપણે પણ સ્વભાવે એવા જ કે નીકળી પડવાનું બસ એમ જ મનની ગતિમાં અને દિલની મંજૂરી ને સાથે લઈને. છેક થી આપણે જાણવાના જાણકાર સ્વભાવના એટલે જ તો કે મનમાં અર્જુન અને દિલમાં કૃષ્ણને જરૂર એક રૂમ ભાડે પણ આપી દીધેલો એ પણ સાવ ફ્રીમાં. કારણકે સવાલ કરતા રહેવાનું કામ મનમાં બેઠેલો અર્જુન કરતો રહે અને આ બધી સમસ્યાના સમાધાન પેલો દિલના ફ્લેટમાં બેઠેલો કૃષ્ણ ભગવત ગીતની જેમ તર્ક વગર સમજાવતો રહે.

આજની હાલત કેવી છે લોકોની પેલો અર્જુન વારંવાર સવાલ પર સવાલ કરતો હોય અને કાનો બિચારો એના ઉપદેશોના ઘાંટા પડવાની કોશિશો કરે પણ નકામી જ જાય બોલો. કારણ કૃષ્ણની વાતો અર્જુનને સમજાય પણ, કોણ સમજાવે આ માણસને કે અર્જુન બનવું એ પણ કઈ જેવા તેવાના કામ નથી. એના માટે પણ નિસ્વાર્થ ભાવે કૃષ્ણની મૈત્રી સ્વીકારવી પડે, એના આદેશોનું પાલન કરવું પડે, પેલાતો દિલના ખુણામાં વસતા દુર્ગુણોને કાઢીને ફેંકી દેવા પડે, મનને સાફ રાખવું અને કૃષ્ણની છત્ર છાયામાં સ્થાન મેળવવું પડે તોજ કદાચ પેલો કૃષ્ણ આપણા મનમાં બેઠેલા અર્જુનની મૈત્રી ને સ્વીકારે અને એ દોસ્તીનો ઉપહાર પ્રાપ્ત થાય. આવાજ વિચારો હમેશની જેમ આજે પણ મનમાં વારેઘડીયે ટંકોરા મારતા હતા જાણે હું એકલોજ અને આ બધું વિચારવા માટે જ મને મોકલ્યો હોય એવું લાગવા લાગ્યું હતું હવે તો. મન કેમ આવા ચકડોળે ઉલજીને ખોવાઈ જતું હશે, મારે કઈક નવું વિચારવું જોઈએ ભરી બપોરના બારેક વાગે મને આવોજ વિચાર સ્ફૂર્યો... મેં પાસેના ગલ્લા પર જઈને એક પાણીનું પાઉચ માંગ્યું અત્યારેતો આજ પાઉચે કૃષ્ણરૂપી કાર્ય પૂરું પાડવાનું હતું. કેવી રીતે એમજને...? અરે હા આ સૃષ્ટિ અને ગીતાના સપનામાં ખોવાયેલા મનને પાણીના રેલા વડે વર્તમાનમાં લાવવાનું કાર્ય એણેજ તો પાર પડવાનું હતું. કે એ ભાઈ ઉઠ... આ વાસ્તવિકતા છે... તું કઈ કૃષ્ણ નથી... તું અર્જુન પણ નથી... તું કોઈ પાંડવ પણ નથી... માત્ર વિચારક... તું એક માનવી છે આ દુનિયા છે એમના જેવો જ...? બસ, અને સાચેજ પાણીએ આ કાર્ય કર્યું અને આ ૨૧મી સદીની બપોર પાછી આંખો સામે ઉભરાઈ આવી. નઝર પડી ત્યાંજ સામે પેલો બાઈક વાળો જુવાનીઓ કોઈ વટેમાર્ગુને ગાળો ભાંડતો હતો એ પણ કેવી ના સાંભળી શકાય એવીજ અપશબ્દોની વણઝાર. દુર્યોધન જાણેકે સામે ઉભો હોય એવું લાગ્યું જાણે લલકાર ફેંકતો ના હોય ફરી પાણીની છાલક ચહેરા પર મારી અચાનક આંખો સંપૂર્ણ વાસ્તવિકતામાં ઉતરી આવી. વાહનોનો કલરવ સંભળાયો અને અત્યાર સુધી સતાવતો કૃષ્ણ જાણે દોડીને ક્યાંક છુપાઈ ગયો આ કળીયુગના ડરથી કદાચ રણછોડી ભાગી ગયો હોય.

“ભાઈ એક ચા બનાવશો...?” મારેજ પેલા ગલ્લાવાળાને જાણે વિનંતી કરવી પડી કદાચ આ ભૂત મુશ્કિલે ઉતરશે...? ખરેખર આ ગીતા વાંચીને જાણે સંસાર બદલાયો પણ આમ... “કદાચ હજુય અધુરી સમજ હશે...” સહસા બબડ્યો...

“ હા બેસો આપું...” પેલો છોકરો દોડીને ચાના ટેબલ પાસે જઈ ચા બનાવા લાગ્યો. મને થોડીક હાશ થઇ થોડીક આંખો હવે સ્વસ્થ હતી નશો ઉતારી ગયેલો પાછો ચડશે હવે... ગીતાનો નઈ પણ ચા નો...

“ તમે ચા પીવા આવ્યા છો...” બાજુમાં બેઠેલા એક ભાઈએ અચાનક પૂછ્યું પણ એ ક્યાંથી આવ્યો અત્યાર સુધી અહી કોઈજ ના હતું.

“ ના ભાઈ ગીતા સંભાળવા...” કદાચ મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું કે કાલે પતાવેલી ત્રીસમી વખતની ગીતા પાઠનો નશો હજુય માથે ચડીને ધૂણતો હતો.

“ તમે અર્જુન છો...?” એણે વિચિત્ર પ્રકારનો સવાલ કર્યો એના ચહેરા પર નિર્દોષ હાસ્ય ખળખળ વહેતું હતું. વાહ જાણે સ્વર્ગમાં બેઠો હોય એવીજ અનુભૂતિ થઈ રહી હતી. એ ચહેરો નવયુવાન વ્યક્તિ જે મારી સામે હતો કદાચ મારું મન એના તરફ આકર્ષાઈ રહ્યું હતું.

“ હું... દુર્યોધન છું ભાઈ...” આ વખતે એના હાસ્યને પચાવ્યા બાદ હું ગુસ્સો ના કરી શક્યો મારા અવાઝમાં નમ્રતા ભારેભરખમ થઈને ઢળી પડી હતી. મને હવે મારા પરજ ગુસ્સો આવ્યો કે શા માટે મેં એને ગીતે સાંભળવા આવ્યો એમ કહ્યું જ હશે.

વાતાવરણ ગરમ હતું આસપાસમાં કાળઝાળ ગરમી હતી અને મને ચા પીવાનું કેમ સુઝ્યું ? મારૂ મન કદાચ આજ વિચારમાં સળવાળાટ કરતુ હતું. પણ મને જાણે અદભુત શીતળતા અનુભવાતી હતી પણ પેલો પાસે બેઠેલો યુવાન મારામાં કઈક શોધતો હોય એમ વારે વારે મને જોઈ રહેતો હતો.

“ શું શોધો છો...” મેં થોડુક આશ્ચર્ય અનુભવતા પૂછ્યું.

“ સત્ય...” એણે જવાબ આપ્યો એના ચહેરા પર નિરંતર પ્રશન્નતાજ દેખાતી હતી કદાચ એ પાગલ હોય એવુજ માની લેવામાંય સરળતા રહે એવાજ એના હાવભાવ હતા આટલી ગરમીમાં પણ.

“ હે...” મને જાણે સમજાયું નઈ હા સંભળાયું તો હતુજ સ્પષ્ટ કે એ માણસ સત્ય બોલ્યો હતો. કદાચ ખરેખર આ પાગલજ છે એવું મને સ્પષ્ટ દેખાતું હતું અને એના હાવભાવ પણ એક દમ એવાજ હતા જેવા મારે એનામાં જોવા હતા.

“ તમે દુર્યોધન છો... ને...?” એણે સહજતાથી પ્રશ્ન પૂછ્યો.

“ નાં હો...” મેં અચાનક જ જવાબ આપ્યો.

“ તમેજ તો કહ્યું....” એણે મને ફરી એક વાર પૂછી લીધું.

“ અરે એતો એમજ...” મારે કદાચ એને સ્પષ્ટતા કરવાની જરૂર ના હતી પણ કોઈ આપણને દુર્યોધન કહે એટલે હું કઈ પાપી નથી હો. અને કદાચ એટલેજ મેં મારી મનમાં ઉછળતા વિચારો ઠાલવી દીધા.

“ અર્જુનને ઓળખો છો...?” એણે પોતાની સાચી સમસ્યા કદાચ હવેજ કરી હોય એવું મને લાગ્યું. એ કદાચ કોઈ અર્જુનભાઈને શોધતો હશે, પણ... હું એને કેમ મદદ કરું એ સમજાયુજ નહિ.

“ હું પણ અહી નવો છું...” મેં જવાબ આપ્યો કદાચ અજાણી જગ્યાએ આપણે કોઈને રસ્તાના બતાવવા જોઈએ એવુજ મેં કર્યું.

“ હું પણ નવોજ છું... અને મારી માનેતો આ દુનિયામાં બધાજ નવા છે...” એણે સ્પષ્ટતા કરી અને એના સવાલમાં કે હાવભાવમાં કોઈજ ફેરફાર થતો જ નાં હતો.

“ એમ નઈ મિત્ર... હું પેલે ત્યાં રહું છું...” મેં મારા ઘર તરફની દિશામાં આંગળી ઉંચી કરી દિશા બતાવતા જવાબ આપ્યો, મને આશા હતી કે કદાચ એ દિશા તો જરૂર સમજશે.

“ હું પણ ત્યાનો છું...” એ થોડોક નઝીક સરક્યો એક ચા મને પણ આપજો પેલા ચા આપનારા છોકરા સામે હાથની આંગળી વડે ઈશારો કરી એણે પણ ઓર્ડર આપ્યો.

“ ઓહ ત્યાં...? ક્યાં વિભાગમાં રહો છો...?” મેં સામાન્ય પ્રશ્નજ પૂછ્યો.

“ હું દરેક જગ્યાએ રહું છું...” એ થોડોક મુસ્કુરાયો અને મારી સામે જોતા જોતા બોલ્યો.

“ ઓહ... શું વાત કરો છો...?” મને હવે સંપૂર્ણ ખાતરી થઇ ગઈ કે આ વ્યક્તિ પાગલ છે. કદાચ હુજ પાગલ છું કે આ કળિયુગી બહેરી, મૂંગી અને આંધળી દુનિયામાં ગીતાપાઠ કરીને લોકોને સમજવાની ગાંડી કોશિશોમાં લાગેલો છું.

“ તું ભલે આજે મને નાં ઓળખે... પણ...” એ ફરી વખત વિચિત્ર પણે બબડ્યો...

“ પણ શું...?” મને સમજાતું નથી હું કેમ એની સાથે વાત કરી રહ્યો હતો. મારામાં કટિબદ્ધતા જાણે મારી પારિવારી હતું ના ઈચ્છવા છતાં એની સાથે વાત કરી રહ્યો હતો.

“ તારોજ મિત્ર છું...” એની આંખોમાં હજુય આત્મવિશ્વાસ ઉભરતો હતો. કોઈ વ્યક્તિ કેમ કરીને આટલા આત્મવિશ્વાસ સાથે આ પ્રકારે વાત કરી શકે એજ પ્રશ્ન મને જાણે મૂંઝવતોતો હતો. એક પળ માટેતો હું પણ માની બેઠો હતો કે એ ખરેખર ઓળખતોજ હશે એનું હાસ્ય એટલું મોહી લે એવું હતું.

“ ઓહ આપણે ક્યાં મળ્યા હતા...?” મેં આખરી શસ્ત્ર પણ ચલાવી દીધું, બ્રહ્માશ્ત્ર. એણે મને લાંબુ વિચારવા પર મઝબુર કરી નાખ્યો હતો. એ મારોજ મિત્ર હોય અને હું એને ઓળખું પણ નહિ કેટલું વિચિત્ર કહી શકાય. મને સોસીયલ નેટવર્ક યાદ આવ્યું કદાચ એફ.બીમાં ફ્રેન્ડ હોય.

“ પણ, તમે તો અર્જુનને શોધતા હતા ને...?” મેં થોડુક યાદ કરતા કરતા ફરી વાર યાદ કરાવ્યું.

પેલો છોકરો ચા લઈને આવ્યો અને બંને જણને એક એક પ્યાલી આપી ગયો. મને જાણે માથું ચડી રહ્યુ હતું મેં ચા નો કપ હોઠે લગાવી એક ચૂસકી મારી. મને હજુય કઇજ સમજાતું ના હતું આજે મારી સાથે શું નવું ઘટી રહ્યું છે, પણ જે થઇ રહ્યું હતું હાલ એ પણ નવુજ હતું. ચાની ગરમાશથી મારી જીભ દાઝી ત્યારેજ અચાનક મને ખ્યાલ આવ્યો કે ચા હજુય ગરમ છે.

“ તું મૂંઝાય છે... એ પણ ગીતા વાંચીને...?” એણે મને કહ્યું અને ચા એક ગુંટ સાથે ઉતારી દીધી. આટલી ગરમ ચા કઈ રીતે...? કોઈ વ્યક્તિ પી શકે હૂતો એજ જોઇને હતપ્રત થઇ ચુક્યો હતો.

“ હા તો આપણે પેલા ક્યાં હતા...?” મેં ગીતાની વાત પર વધુના ઉતારવા માટે વાત ને પલટો આપ્યો. કદાચ આવા વિચિત્ર માણસ સાથે ગીતાની વાત મને યોગ્ય નથી લાગતું.

“ તમે કહેતા હતા કે હું અર્જુન ને શોધું છું...” એણે એક હળવા સ્મિત સાથે ફરી મને યાદ કરાવ્યું.

“ હા તો તમે એમને શોધતા હો તો...” મારે હજુય બોલવું હતું.

“ તો... શું...?”

“ તમારે આ ગલ્લાવાળાને પૂછવું જોઈએ ને...? કદાચ એ તમને એમનું સરનામું બતાવી શકશે...? ” મેં હાલાજ મનમાં આવેલો વિચાર જણાવ્યો. મારી ઈચ્છા બસ એને જલ્દી સરનામું મળી જાય અને મને એનાથી છુટકારો મળે એટલીજ મતલબી હતી.

“ તું પણ મને ઓળખેજ છે ને...? તો ગલ્લાવાળાને કેમ પૂછું...?” એના ચહેરા પર હજુય શાંતિ સાથે સ્મિત હતું.

“હું...” મેં મારા હાથની આંગળી મારા દિલ પર મુકતા ખાતરી કરી કે શું એ ખરેખર મારીજ વાત કરે છે.

“ હા મિત્ર...” હજુય એના હાવભાવ હળવા હતા. સ્મિતના બંધોના દરવાજા જાણે એના ચહેરા પર ખુલા મુકાયા હતા.

“ પણ કઈ રીતે...?”

“ યાદ કરાવું...?”

“ હા કહો તો...”

“ સવારેજ તો તે મારા ઉપદેશ વાંચ્યા છે...”

“ મેં...”

“ હા આજ સુધીમાં પુરા ત્રીસેક વાર...”

“ મેં અને તમારા ઉપદેશ...?”

“ હજુય નથી ઓળખાતો...”

“ સ્પષ્ટ વાત ચિત કરોને... યાર...” મારો પિત્તો હવે જઈ રહ્યો હતો. સામાન્ય રીતે આવી વાતે આપણને ગુસ્સો આવીજ જાય છે. મારે જાણે એને કહી દેવું હતું કે એ ભાઈ હાલતીની પકડને ઉપદેશ વાળી. પણ હું ચુપ રહ્યો અને યાદ કરવાની બધીજ કોશીશો કરી જોઈ. મને યાદ છે ત્યાં સુધી મેં આજે ગીતાના કર્મયોગ શિવાય કઇજ વાંચ્યું ના હતું તો પછી એના ઉપદેશ ક્યાંથી આવે..

“ સ્પષ્ટ તો કહું છું... તારો મિત્ર...” એના હાવભાવ હજુય હળવા હતા. આટલી બેતુકી વાતો કેવી રીતે કોઈ સામાન્ય રીતે કરી શકે હું એજ સમજી શકતો ના હતો.

“ એક સવાલ પૂછું...?” મેં પ્રથમ વાર આગ્રહ કર્યો.

“ તારા જવાબ આપવા તો આવ્યો છું...”

“ ઓહ... મારા માટેજ...” મને આશ્ચર્ય થઇ રહ્યું હતું અથવા તો આ વ્યક્તિ કોઈ પાગલ ખાનાનો ભાગેલો પેશન્ટ હતો.

એના ચહેરા પર પડતો પ્રકાશ સતત ઝળહળતો હતો અને સ્મિતની ધારાઓ સતત વહેતી હતી. એના વાળ થોડાક લાંબા હતા અને મારી જેમજ વાંકડિયા પણ એનું રૂપ અદ્ભુત હતું એના નાકથી કપાળ શુધી લાંબુ તિલક હતું. એણે કમરમાં કઈક બાંધેલું હતું એ બિલકુલ પાગલ જેવોજ લાગતો હતો. જોકે એના કપડા વિચિત્ર હતા પણ એનો દેખાવ અને વસ્ત્રો વ્યવસ્થિત ભાતનાજ હતા. તેમ છતાં એની વાતચીતની રીત મને એ પાગલ છે એવું વિચારવા પર મઝબુર કરતી હતી. માનવ સહજ મને મેં એવો તર્ક પણ મઝબુત કરી લીધો હતો. વ્યક્તિ તરીકે બસ અપણે આવાજ હોઈએ છીએ સામેના વ્યક્તિના હાવભાવ અને વાતચીત પરથી આપણે હાલાતનો તાગ શોધતા રહીએ છીએ.

“ અર્જુનને શોધતા તો હતા ને તમે...?” મેં ફરી વાર પૂછ્યું અને એની સામે જોઈ રહ્યો.

“ તારામા નઈ મળે...?”

“ મારામાં...?”

“ હા... તારામાજ...”

“ પણ તમે કોણ છો...?”

“ તારો મિત્ર... હાલતો કહ્યું...”

“ હા તમે કહ્યું... પણ...”

“ પણ શું બોલને...” એને મારા વધુ નિકટ આવતા મારા ખભે હાથ ટેકવ્યો અને પૂછ્યું. એની આંખોમાં વહેતી ભાવના અકલ્પ્ય અને એનો અર્થ કાઢી શકવો મુશ્કેલ બને એવો હતો. એક અદ્ભુત મોહિની અને આકર્ષણ એની નઝરોમાં હતી જે મને એની સાથે વાત કરવા મઝબુર કરતા હતા.

“ તોય તમારી ઓળખાણ તો હોય ને...?” થોડીક વાર વિચાર્યા પછી મેં કહ્યું.

“ મને નથી ઓળખાતો...?”

“ કદાચ નઈ...”

“ હું તો બધેજ છું... મારામાં પણ અને...”

“ અને શું...” અચાનક અધૂરું છુટેલું વાક્ય મને આગળ પૂછવા મઝબુર કરતુ હતું.

“ તારામાં પણ...”

“ મારામાં...?”

“ હા... યાદ કરી જો...”

“ યાદ... પણ હું તમને નથી ઓળખાતો...”

“ તે ગીતા કેટલી વાર વાંચી છે...?”

“ હું.. હ...” હું અચાનક ભડક્યો કદાચ આ એક વિચિત્ર સવાલ ગણી શકાય પણ જયારે કોઈ તમારી સામે બેઠું હોય, એ પણ એવી વ્યક્તિ જેને તમે ઓળખાતા પણ નથી. અને જેને આજ પેલા કદી જોયો પણ નથી અને એ આવી તમારા આંતરિક જીવનની વાતો કરે એટલે...? તમારું મન સાહજિક રીતેજ આશ્ચર્યમાં પટકાઈ જાય... મારી હાલત પણ અત્યારે એવીજ હતી.

“ ત્રીસેક વાર વાંચી નાખી ને...” એણે સમેથીજ પૂછી લીધું.

“ કદાચ હા...” મેં ધીમો અને અસ્પષ્ટ જવાબ આપ્યો.

“ વિચિત્ર છે ને...” એને આટલું કહી કદાચ મારા પ્રતિભાવ માટે માટે સામે જોયું. એની નઝરો એટલી બારીકાઈથી મારા પરથી ફરતી હતી જાણે એ મારા ચહેરા પરથી મારું આંતરિક પાસું વાંચી રહ્યો હોય.

“ શું... વિચિત્ર...” મેં કહ્યું. મારે કહેવું હતું કે શું વિચિત્ર છે મને કેજે....ભાઈ... ગીતા કે પછી તમે પોતેજ વિચિત્ર છો, પણ હું ચુપ રહ્યો. મારા શબ્દો એની વિરુદ્ધમાં ઉઠાતાજ ના હતા.

“ કદાચ બંને...” એ મારા સામે મંદ મંદ હસ્યો એને મારા મનની વાત કેવી રીતે જાણી એ મને ત્યારે ના સમજાયું.

“ તમને કેવી લાગી...” મેજ પૂછી લીધું.

“ સત્ય છે... પણ...” એ સહેજ અટક્યો એના અટકવામાય જાણે કેટલાય ઊંડા ભાવ હતા.

“ પણ શું...” મેં પૂછ્યું સામાન્ય રીતે મને ખુબ ગુસ્સો આવ્યો આપણી વિચારધારા પર કોઈ ઘા કરે એ આપણને ક્યારેય પોસાતું નથી.

“ એ તારા કામની નથી... છોડી દે એને.” એણે કહ્યું અને ગલ્લા તરફ નઝર કરી બીજી ચા માટેનો ઓર્ડર આપ્યો.

“ મારા કામની કેમ નઈ...?” મેં કહ્યું અને એનો જવાબ સંભાળવા લાગ્યો.

“ મને નથી ઓળખી શકતો તો એ કેમ કરીને સમજીશ...?”

“ સમજ્યો નઈ...” મારા ચહેરા પરના ભાવ શૂન્ય થઈ ગયા. જાણે પરીક્ષા આપતા વિદ્યાર્થીને કોઈ યુનિવર્સીટીનો કુલપતિ કહે કે તમે તો નાપાસજ થશો એ નક્કી છે અને એવીજ હાલત અત્યારે મારી હતી. મને પરીક્ષા પહેલાજ જાણે રસ્ટીકેટ કરી દેવાયો.

“ કૃષ્ણ કોણ છે...?” એણે ફરી અઘરો સવાલ કર્યો.

“ ભગવાન... કેમ...”

“ અને તું...?” એણે મારા સામે આંગળી ચીંધી.

“ હું સુલતાન... પણ...”

“ તો એ તારા અંદર નથી...”

“ મારામાં... એ કોણ...?” ફરી એક સવાલ થઇ આવ્યો હવે મને એની વાતો માં રસ પડ્યો.

“ કૃષ્ણ... પ્રેમ...” એણે જવાબ આપ્યો.

“ શોધું છું... કદાચ ગીતામાં કઈ સમજાય તો...” મેં કહ્યું.

“ તને તો ઓળખ પેલા... અથવા મને...’’

“ ગીતા વાંચવાથી પણ નઈ મળે...” મેં સવાલ કર્યો.

મારું મન મૂંઝવણમાં હતું કદાચ એ કેમ વાતો અધુરી છોડે છે એજ વાત મારા મનમાં ખુંપી રહી હતી. મારે બસ એજ જાણવું હતું કે એણે મને ગીતા વાંચવાની ના કેમ પાડી એ પણ આવા વિચિત્ર પ્રકારે જવાબો આપીને. હું કઇક વધુ પૂછવા ઈચ્છતો હતો.

“ ના...”

“ તો ક્યાં મળશે...”

“ તારા અંદરજ... મારામાં...”

“ તમે આત્માની વાત કરો છો...?” મારી થોડી ઘણી વાંચેલી યાદો માંથી મેં થોડુક કઈક શોધી કાઢ્યું અને પૂછી લીધું.

“ ના હું પરમાત્માની વાત કરું છું...?”

“ ઓહ...” હું કઈના બોલ્યો હું હજુય આશ્ચર્યમાં હતો.

“ તું હજુય નથી સમજ્યો એમજને...?” એણે ફરી એના મધુર અવાજે પૂછ્યું. ખરેખર એ અવાઝ એટલો મધુર હતો કે બસ એના ઝવાબો આપવા કરતા હું એમજ ખોવાઈ જાઉં.

“ ના... પણ...” મેં ઉચ્ચાર્યું અને અટક્યો.

“ હજુય... કોઈ પણ છે...?”

“ હા સવાલ છે...” મેં કહ્યું.

“ તર્ક છે એમ કે...?” એની આંખોમાં આત્મવિશ્વાસ હજુય એજ ગતિએ વહેતો હતો એના દરેક વાક્યમાં સચોટતા અને સ્વરમાં મધુરતા હતી. સીધો અવાઝ જાણે દિલમાં સ્પર્શી જાય એવી અદભુત અનુભૂતિઓ થતી હતી. કદાચ એટલેજ એટલા કંટાળ્યા હોવા છતાં તડકામાં બેસીને પણ હું એની સાથે વાત કરતો હતો.

“ કદાચ હા પણ... તમને...” હું વધુ બોલું એ પેલાજ મને અટકાવ્યો.

“ પૂછી નાખ...”

“ તમારું નામ... શું છે...?” મેં પૂછ્યું.

“ મારું કોઈ નામ નથી... પણ હા હું એજ છું જેને તું શોધે છે...”

“ પણ નામ તો હોય ને...”

“ તું ગમે તે નામે બોલાવી શકે... તું...’’

“ જવાદો... યાર... સારું લાગ્યું વાત કરીને તમારી ચા ના પૈસા હું આપી દઈશ... બેસો હું આવું...” હું એમ કહી ને ઉભો થયો અને ગલ્લા તારફ વળ્યો. આપણ ને સારા લાગે એવા વ્યક્તિ ને આપણે માન આપતા હોઈએ છીએ અને મેહમાન માટે ચા પાણી આજ તો આપણા રીતભાત અને સંસ્કાર છે.

“ એક વાત કઉ...”

“ બોલો...” હું અટક્યો.

“ હું બધેજ છું... તારામાં પણ... તારા દિલને સવાલ કરજે તને જવાબો મળશે... હું હવે ક્યારે મળીશ એની કોઈ ખાતરી નથી... પણ હું મળીશ અને મને ખાતરી છે તું મને ઓળખી પણ જઈશ...” એણે કહ્યું અને હું તરતજ ગલ્લા તરફ બીલ આપવા નીકળ્યો. મારું મન હજુય ગણા વિચારોમાં હતું એમાં એક વિચાર આ વ્યક્તિ વિશેનોજ જતો. એક તો આ વિચિત્ર વ્યક્તિ પાગલ જેવોજ હતો પણ એની વાતો જાણે સીધા દિલને સ્પર્શી જાય એવી હતી.

“ ચાના પૈસા બોલો...” મેં ગલ્લા પર જઈને પૂછ્યું.

“ સાત રૂપિયા... અડધી ચા અને બે પાઉચ...” એણે જવાબ આપ્યો.

“ ના લગભગ દોઢ ચા હશે... એક મારી બે પેલા ભાઈની...” મેં એ પાટલી તરફ નઝર કરી અને એ મારી સામે મુસ્કુરાઈ રહ્યો... એનો હાથ હવામાં હતો.

“ કોણ ભાઈ...” એના ચહેરા પર કેટલીયે મૂંઝવણ જાણે ઉભરાઈ આવી.

“ પેલો ભાઈ...” મેં આટલું કહીને પેલા યુવાન સાથે હું જ્યાં બેઠો હતો ત્યાં આંગળી ચીંધી પણ, મારા આશ્ચર્ય વચ્ચે એ ટેબલ ખાલી હતું. મારી આંખો હજુય ત્યાજ ચોટી ગઈ એ વ્યક્તિ ક્યાં ગયો એ મને ના સમજાયું. હું દોડીને ત્યાં જઈ દુર દુર સુધી એને પથરાયેલા રસ્તા પર જોઈ રહ્યો પણ ત્યાં કોઈજ ના દેખાયું. છેવટે હું કંટાળીને ગલ્લા પર પાછો ફર્યો.

“ લ્યો કાપી લો...” મેં પોકેટ માંથી પચાસની નોટ એના કાઉન્ટર પર મુકતા કહ્યું.

“ આ લ્યો... ત્રણ ખુલ્લા નથી...” એણે મને ચાલીશ રૂપિયા પાછા આપ્યા.

“ પણ, પેલા વ્યક્તિના નથી કાપવા...”

“ કોણ... પેલો...” ગલ્લાવાળો હજુય મનેજ જોઈ રહ્યો હતો.

“ ત્યાં જે મારી સાથે હતો... એણે ચા પણ પીધી...”

“ પણ ત્યાં તો કોઈ નથી...” એણે મને એ તરફ જોવા ઈશારો કરતા કહ્યું.

“ પણ ચા હતી ને...?”

“ ના બસ એકજ હતી...”

“ એવું કેમ બને...?” હું બબડ્યો મારા મનમાં હજુય મૂંઝવણ હતી.

“ એક વાત પૂછું...?” એણે મને ત્રણ ચોકલેટ આપતા કહ્યું.

“ હા બોલો...?”

“ તમે ત્યાં કોની સાથે વાત કરતા હતા...”

“ ત્યાં જે બેઠો હતો એની સાથે... એ અર્જુન ને શોધતો હતો...”

“ તડકામાં...? ત્યાં...?” એણે હું જ્યાં બેઠો હતો એ બેંચ તરફ આંગળી કરી “ પણ ત્યાતો કોઈજ નથી તમેજ એકલા બેઠા છો...”

“ ત્યાં હું એકલો હતો... પણ એણે ચા પીધી...”

“ હોય તો ચા પીવે ને...?” ગલ્લા વાળાના અવાઝમાં હવે ગુસ્સો હતો એ બસ ફાટી આંખે મનેજ જોઈ રહ્યો હતો. જાણે હું હાલજ કોઈ પાગલખાના માંથી દોડી આવ્યો હોઉં એમજ પણ કદાચ મારી વાત એને એવી લાગી હશે જેવી મને પેલા વ્યક્તિની લાગી રહી હતી.

“ વાંધો નઈ...” હું ત્રણ ચોકલેટ ખિસ્સામાં મૂકી ત્યાંથી ચાલવા લાગ્યો. પણ, પેલો ચહેરો હજુય મારા મનસપટ પર ટળવળતો હતો કદાચ હું પ્રેમમાં પડ્યો હોય એવોજ વિચિત્ર અનુભવ. મગજના બધાજ કર્મચારી અત્યારે એની ઓળખાણ શોધવામાં વ્યસ્ત હતા પણ છેવટે એમને નિષ્ફળતા જ સાંપડી.

આજની રાત મારા માટે મુશ્કેલ હતી. હું હજુય પલંગમાં પડ્યા પડ્યા એના શબ્દોને જાણે સવારે કરતા બ્રશ પછીના કુલ્લાની જેમ મગઝમાં વાગોળી રહ્યો હતો. હજુય એનું સ્મિત, ચહેરો, મધુર અવાઝ બધુજ મને અનુભવતું હતું પણ એની ઓળખાણ આ બધીજ વસ્તુના વિચારોને ઝાંખા કરી મુકતું હતું. અચાનક એના કહેલા શબ્દો મારા મનમાં જાણે ઘાટા અક્ષરે ઉઘડીને ઉપસી આવતા હતા. “ હું બધેજ છું... તારામાં પણ... અને દરેક કણમાં... કદાચ તને હું જલ્દી પાછો માલીશ પણ એ માટે તું તારા દિલને મારી ઓળખાણ કરાવજે... તું મને જરૂર શોધીશ... અને હું મળીશ...” મારા મનની અને દિલની ટીમ આ શબ્દોના આધારે સિઆઇડી ના જેમ કામે લાગી ગઈ. મગઝની ફોરેન્સિક લેબમાં એક એક શબ્દોનું જાણે પોસ્ટ મોર્ટમ શરુ થઇ ગયું જેમાં બધાજ જ્ઞાનને પણ વાપરી દેવાઈ રહ્યું હતું. ગીતાના શબ્દો એમાં વપરાયા હોવાથી એને ગવાહ તરીકે રાખી લેવામાં આવ્યા. ત્રણેક કલાકના મનોમંથન બાદ જયારે રાતનો સમય ઘડિયાળના બે ને પચ્ચીસ પર ચાલી રહ્યો હતો ત્યારે એક ઘોર અંધકાર મને ઘેરી વળ્યો. કદાચ હું ખોવાઈ ગયો, હા હું મારામાજ હતો પણ આ દુનિયાથી લાખો અને કરોડો કિમી દુર. હા હું હજુય જીવિત હતો અને સ્વસ્થ પણ.

અચાનક મને એ અંધકારના સમ્રાજ્ય થી ઘેરાયેલા વિશ્વમાં એક અવાઝ પડઘાયો “ હું સૃષ્ટિના કણ કણમાં છું...” ફરી સામે પેલો ચહેરો દેખાયો. “ કૃષ્ણ... કાન્હો... પ્રેમ... આત્મા... પરમાત્મા...” ઘણા શબ્દો હતા કદાચ જોડણી અથવા ઓળખ ખાતર.

“ હા એ કૃષ્ણ હતો... મારો મિત્ર...” હું અચાનક પથારીમાંથી ઉભો થયો મારા મુખેથી આ શબ્દો થોડાક મોટા અવાજે નીકળ્યા હતા. બધાજ ઉઠીને મારી પાસે દોડી આવ્યા અને મને હાલચાલ પૂછ્યા થોડીક વખતમાં બધા સુઈ ગયા. લાઈટો બંધ થઇ ગઈ પેલા સોફા પરના ખૂણામાં એક પ્રકાશ પાથરાતો નઝરે પડ્યો જેમાં એ ચહેરો હતો અને એ હજુય નિર્મળ હાસ્ય રેલાવતો હતો. “ દોસ્ત આખરે તું મને ઓળખ્યો તો ખરા... મેં કહેલું ને કે તું મને જરૂર શોધીશ... અને જલ્દી ઓળખીશ પણ... હું તારા અંદરજ તો છું... બધેજ છું... અને ખાસ હા તારોજ મિત્ર...” આટલું કહીને એ શબ્દો અટક્યા. અને ફરી એક શબ્દોની લટાર છૂટી... “ હવે ગીતાને વાંચજે દોસ્ત... બધુજ સમજાઈ જશે તને...”

[ સમાપ્ત...]

સુલતાન સિંહ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭