Aakhari Mulakat (Part_2) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aakhari Mulakat (Part_2)

આખરી મુલાકાત

[ ભાગ – ૨ ]

-: સંકલન :-

પ્રેમ આવો જ હોય છે...

લેખક :-

સુલતાન સિંહ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

આખરી મુલાકાત – ભાગ: ૨

“પણ કેમ આમ કરે છે...?”

“મેં શું કર્યું...” એ આજે ખુબજ વિચિત્ર પ્રકારે વાતો કરતી હતી.

“જેમ તું બોલે છે એ મુજબ તો, તું મને છોડવાની વાત કરી રઈ છે ને...?”

“એવું નથી પણ મારી સગાઇ...” એ અટકી કદાચ આજ શબ્દ એને ખુંચતા હતા, તડપાવતા હતા અને આ આખાય પ્રકરણ પાછળના કારણો જ આ શબ્દો હતા. પણ હકીકત કઈક અલગ હતી એના પાછળ કારણો પણ અલગ હતા, કદાચ હોઈ શકે પણ આ ગૌણ બાબત હતી.

“મને ખબર છે...”

“વિચિત્ર ના લાગે તને, સાચું કેજે કે હું બંને ને છેતરું એ યોગ્ય છે...”

“મને તો ખબર છે...”

“પણ એને...”

“તું પોતાની જાત ને છેતરે છે, એના કરતા તું અમને બંનેને કદાચ છેતરતી પણ હોય તો એમાં કઈ ખોટું નથી.” છેવટે મેં જવાબ આપ્યો.

“મતલબ...!?” એના ચહેરા પર આશ્ચર્ય અને પ્રશ્નો બંને હતા.

“તારે એને પણ જણાવી જ દેવું જોઈએ, એવું કહેવાનો મારો તાત્પર્ય નથી...” કદાચ હું આટલુ જ બોલી શક્યો હોઈશ. આ સવાલ યોગ્ય ના હતો અને હોવો પણ ના જોઈએ કોઈ છોકરીને એના પ્રેમ વિશેની વાત આવનાર પાર્ટનરને કેવી ખુબજ અઘરી અને કદાચ અશક્ય છે. પણ એની આ સબંધમાં ચોખવટ જરૂરી હતી એની ખુશી માટે, એ આજ સવાલના કારણે કદાચ એ આટલી વિચિત્ર પણે બદલાતી જઈ રહી છે.

વાતાવરણમાં અંધકાર પ્રકાશને માથે તૂટીને પડી રહ્યો હતો અને સોનેરી કિરણો આછી પડતી જઈ રહી હતી. કદાચ એ સ્થળે ઘડિયાળ જોવા માટેના હતી પણ એના ચહેરા પરનો ઓછો સોનેરી પ્રકાશ ત્યારે સંધ્યાકાળની પુર્ણાહુતી સૂચવી રહ્યો હતો. એક મહેક હતી એ બાગમાં ખીલેલા ફૂલોની, કદાચ એ સામે ઉભી હતી એની પણ અસર માત્ર મને અનુભવાતી હતી કે જાણે આજે એ વાતાવરણ પણ એક વિચિત્ર ખુશી આપતું હતું. અંધારપટ હતો વાતાવરણમાં ત્યારે, એના ચહેરાની ચમક મને એના તરફ જોઈ રહેવા માટે જાણે મજબુર કરતી હતી મારે એના દિલની ધડકનો સાંભળવી હતી અને એની આંખોમાં ઉતરવું હતું કઈક શોધવા...? એનો જવાબ...? એની પીડા...? એની વ્યથા મારે અનુભવવી હતી. એને આમ દુઃખી જોઈ શકવી મારા માટે દિલમાં ઉતરેલી કટાર અને વહેતા લોઈની પીડા સાથે પડ્યા રેવા જેટલી અસહનીય હતી. મારે એનો હાથ પકડીને એને મારી આંખો સામે ખેંચી લેવી જોઈએ. એની આંખોમાં બધું સમજી લેવું જોઈએ અને એને મારી છાતી સરસી ચાંપી એને કહેવું જોઈએ કે ઢીંગલી તું ચિંતા ના કર બસ તારા માટે હું કઈ પણ કરી નાખીશ. તારે તો એના માટે કઈ ગુમાવવાની પણ જરૂર નથી એના માટે હું છુ, પણ તારે મને એક ઉપહાર આપવાનો છે તારા સ્મિતનો, ખુશીનો, હાસ્યનો, એક નાના અમથા આલિંગનનો, હાથમાં હાથ ભીડાવીને દિલ ઉછળી પડે એવા સ્પર્શનો, આંખોથી પ્રેમના અહેસાસનો... બીજા કોઈ જ પ્રકારના ઉપહારની મારે જરૂરિયાત નથી. તારી ખુશી વગર મારી જીંદગી હવે વિખેરાઈને સાવ વેરણ થતી જઈ રહી છે એમાં તારે વર્ષા બનીને વરસવાનું છે. માટીના એ ભીનાશને મારા દિલના ઉપવનમાં તારે પવન બનીને ફેલાવી દેવાનો છે. જાણે અંતરની સુગંધ ઉપવનમાં મહેકીને ચારે કોર એક સુગંધ રેલાવી રહી હોય એમજ...

“તું પાગલ છે?” અચાનક મારા વિચારોમાં ખલેલ પાડતા એ બોલી હતી અને મારી તો જાણે ઊંઘ ઉડી હોય એમ હું બોલ્યો હોઉં. એની સામે મેં એ વખતે જોયું પણ એ બધું છુપાવવામા વ્યસ્ત હતી એનો ચહેરો પ્રથમ વખત હવે ઉંચો ઉઠ્યો હતો એની આંખોમાં મને મારું ઝાંખું પ્રતિબિંબ દેખાતું હતું. કદાચ એ પ્રેમ અને લાગણીથી રચાતો ચહેરો તો ના હતો પણ, એ બસ આભાસી પ્રતિબિંબ માત્ર હતું. એ પ્રતિબિંબ હવે એટલું ઝાંખું પડતું જઈ રહ્યું હતું કે કદાચ એ આજની છેલ્લી મુલાકાતનું દ્રશ્ય મને વીતેલા પ્રેમનો ભૂતકાળ અને આવનાર એકાંતની સુચના આપતું હતું. એનું દિલ બંધનોમાં જકડાયેલુ હતું અને એનો અવાજ કઈક સંતાડવાની તરકીબો કરતુ હતું.

“કેમ, પાગલ? શું પ્રેમ કરવો પાગલપન છે? શું દિલમાં કોઈના માટે લાગણીઓ ઉદભવે એ પાગલપન કહેવાય?” મારાથી પુછાઈ ગયું.

“એવું નઈ પણ કઈ એને કહેવાતું હશે, આ બધું.”

“કેમ ના કહેવાય કે જે...?”

“ન જ કહેવાય મારે એને કઈ રીતે આવું કહી શકાય...”

“એનો અર્થ મને છોડી દઈશ એમ જ ને...?” મારો અવાઝ હવે થોડો તુટતો જતો હતો એને છોડવાની વાત જ મારા માટે અસહનીય હતી. કદાચ મારા દિલની વેદના એને દેખાતી હશે પણ મારા માટેજ એ એક આગ ના જેમ અંદર બધું બર્બાદ કરતી હતી. મારે રડી લેવું હતું પણ ત્યારે હું એ પણ ના કરી શક્યો.

“ના એવુંય નથી... હો...”

“તો તારા કહેવાનો અર્થ એજ કે હવે તું મને જ સમજાવીશ પણ, તું કેમ નથી સમજતી આમ કેમ બધું પતાવી શકાય કે જે”

“જો ઊંધુંના બોલીશ તું...” એણે ફરિ વાર પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો. પણ ગુસ્સા ની પાછળની વેદના એની નીચી નજરો સ્પષ્ટ દેખાડી રહી હતી.

“તને જે ગમે એ કર બસ મને ના કહીશ જા...” મેં હવે ટૂંકમાં પતાવ્યું કદાચ વધુ બોલવાનો જે ઉમંગ હતો એ બધોજ વિખેરાઈ ચુક્યો હતો.

“તું પણ મને છોડી દઈશ? ઓકે જા છોડી દે મને? મારે કોઈની જરૂર નથી હવે? હું એકલી રહેવા માંગું છું હવે” એની આંખની બંને કિનારીએ ભરેલી વેદના થોડીક થોડીક ઉભરાઈ રહી હતી. એણે કેવી રીતે આ વિચિત્ર જવાબ આપ્યો એ મને સમજાતું ના હતું. અચાનક વહેતું પાણી પાછું કેમ ખેંચવા લાગ્યું હશે હું એજ વિચારમાં ત્યારે પડી ગયો.

“તું ખુશ હોય તો હું જતો રહીશ...”

“કેમ આવું કરે છે તું?” એની વેદના પ્રથમ વખત એના શબ્દોમાં વર્તાઈ એક ધ્રુજાવી મુકનારું કંપન હતું. કદાચ એ રડતી હોય અંદરથી કઈક એનામાં તુટતું હોય એવું લાગ્યું કદાચ પ્રથમ વખત એવું લાગ્યું કે મારા જેવીજ હાલત અત્યારે એની પણ છે.

“તેજ કહ્યું ને મારે કોઈની જરૂર નથી...”મેં ફરી પૂછ્યું.

“પણ...”

“સરસ, કદાચ મારે તૂટવાનું જ હતું એટલે જ હું તને ચાહતો હોઈશ... તોડવામાં તે પણ ખુબ મદદ કરી હો...”

“કેમ પણ...” એના શબ્દોની વેદના મારા કરતા પણ હવે વધુ ઘહેરાઇમા ગૂંઠાઈ રહી હતી. એ શું ઈચ્છતી હતી એ નહોતું સમજાતું એ મને ના પણ નથી કહેવા માંગતી કે હા પણ.

“બસ હવે બૌ થયું, જવા દે હવે એ વાતોને”

“મારે મરી જવું છે, હું કંટાળી ચુકી છું હવે.”

“અને મારે પણ.” મેં પણ કહી દીધું હતું.

“કેમ...?”

“તારા વગર મારે પણ નથી જીવવું.”

“મારે આ વિષે કઈ જ નથી કહેવું.”

“દુનિયા માટે? તું આવું કરીશ...?” મેં ફરીથી પૂછ્યું.

“ના પરિવાર.”

“ઓહ! તો તને આજ ઠીક લાગે છે એમને...?”

“ના.”

“તો પછી કેમ આવું કરે તું યાર”

“મારી પાસે જવાબ નથી હવે કશાય ના.”

“પણ કેમ...?”

“તને કહેવા માટે પણ કોઈ શબ્દો મારી પાસે નથી રહ્યા અને છે એમાં તું સમજી શકવાનો નથી.”

“મારા કારણે જ તું દુ:ખી છે ને...? સારું ચલ લાંબો સમય તને દુઃખી કરવા નથી માંગતો હવે, હું જ દુર જતો રહીશ બસ.”

“પણ...” એ કઈક કહેવા માંગતી હતી, ગણું સમજાવવા અને કેટલુય એ પોતેજ સમજી શકવા અસમર્થ હતી.

“મેં પેલા પણ કહેલું અને આજે પણ કઈશ મારે તને ફક્ત હસ્તા જોવી હતી અને જે દિવસ એવું નઈ બને હું જતો રઈશ... કદાચ હવે મારો સમય થઇ ગયો છે જવાનો...”

“પ્લીઝ યાર તું થોડુક સમજ...” એના ગાળામાં ભરાતી ડૂમો અને કદાચ વાસ્તવિક વેદનાના પડઘા હશે અથવા બીજું કઈક મારા માટે સમજવું અશક્ય હતું.

“હું હજુય એકજ વાત કહીશ કે હું હજુય તનેજ પ્રેમ કરું છુ...” હવે મારી મજબુતાઈ તૂટી રહી હતી કદાચ આ શબ્દોની કોઈજ મુલ્યતા ના હોવા છતાં હું બોલી રહ્યો હોય એવી લાગણી મને અનુભવાતી હતી.

“આવું કેમ કરે છે...” એનો અવાઝ થોડોક ધીમો અને રડમસ હતો.

“તારે ક્યારેય પણ જરૂર પડે મને કહેજે, હા પ્રેમની વાત હવે મહેરબાની કરીને ના કરતી અને એક બીજી વાત પણ કેવી છે કે મારી કોઈ રચના તું હવે ના વાંચતી એને મારી માંગણી સમજ જે કારણ કે એના અંત તારાથી નઈ વંચાય...” મેં મારી વાત અટકાવી હવે મારે વધુ ના બોલવું જોઈએ એવું મને લાગી રહ્યું હતું.

“કઈ પણ હવે એવું તો નથી કે જે સહન ના થઇ શકે અને એ પણ મારાથી.” એનો આત્મવિશ્વાસ શૂન્ય હતો એનો આંખોમાં એક વિચિત્ર ભાવ હતો. ગુસ્સો, પ્રેમ, દુખ કે પછી અન્ય જેનું કોઈ નામ કે મૂલ્યાંકન હું ના કરી શક્યો. હજુય સહેજ ચહેરો દેખાતો હતો અંધકાર વધતો જતો હતો અને દિલની લાગણીઓનો ઉછળાટ પણ સતત વધતો હતો.

“હશે...” મારે હવે વધારે બોલવામાં સમય ગુમાવવો ના હતો, બસ એ આખરી મુલાકાતનો અવસર ચૂકવોય ના હતો એને જોઈ રહેવું હતું. એના ચહેરા પર પડતો સોનેરી પ્રકાશ, એની આંખોમાં હિલોળે ચડેલા સાગર, પ્રભાવ, એના હવામાં થોડાક ઉછળતા વાળ, એના સુકા પડેલા લાલ હોઠ, એના શ્વાશની ગતિ દર્શાવતો એના ગરદનનો ઊંચ નીચ થતો ઉછળાટ, પરસેવાની આછી બુંદો એની ચિંતા ચહેરા પર ખેંચી લાવતી હતી, એક અહલાદક દ્રષ્ય જે હું કદી ભૂલી શકું એવું ના હતું. બસ ચહેરાની મુસ્કાન ખોવાઈ ગઈ હતી કદાચ એજ એક વાત અર્જુનના બાણોની જેમ હ્રદયના સોસરવો ઘા કરતી હતી જેની દવા આ સૃષ્ટિમાં પોતે ઈન્દ્રદેવ કરી શકે તેમ પણ મને લાગતું ના હતું.

“મારી જીંદગી મશ્કરી બની ગઈ છે, જેને પોતાના માન્યા એજ છોડી ગયા અને આજે તું પણ જઈશ.” કેટલી વિચિત્ર વાતો કહેતી હતી, એ અટકી અચાનક બોલાયેલા એના શબ્દો થીજી ગયા વધુ બોલવા એ અસમર્થ હોય તેમ ઉભી રહી ગમસુમ ચહેરો વધુ વેદનાના ટોપલા મારા માથે ઠાલવતો હતો.

“સાથ મેં છોડ્યો? કે તે...?” મારાથી હવે પુછાઈ જ ગયું.

“મારી એવી તાકાત ક્યાં?”

“વિચિત્ર વાતો ના કર જો હવે.”

“કોઈ પર જાણે હવે વિશ્વાસ નથી રહ્યો મને”

“મારા પર હતો એમ.”

“હા.”

“ઓહ, વિશ્વાસ બદલ અભાર.”

“કેમ આવું બોલે છે?”

“તને દુઃખી કરવાની મેં કદી ઇચ્છા જ નથી રાખી.”

“હવે મને દુઃખ નઈ થાય, એવું વિચારે છે તું?”

“તું ખુશ રહે એટલે.”

“ના તારે પણ ખુશ રહેવાનું છે સમજ્યો.”

“તારા વગર...?”

“વિચાર હું સાથે જ છું.”

“વિચારવા થી થઇ જાય?”

“કોશિશ કરજે.”

“આસાન નથી આમ ભૂલી જવું.”

“મને ખબર છે.”

“કોશિશ કરીશ બસ, તારા માટે અને તનેજ ભૂલવાની.” હવે મારામાં વધુ બોલવાની ક્ષમતાના હતી મારામાં કઈક વેદના પોતાની સીમાઓ વટાવી ચુકી હતી એક અજાણ્યો દર્દ દિલમાં કટારની જેમ ભોકાતો હતો. મારા મનમાં દુખ અને વેદનાના સાગરો વલોવાઈ રહ્યા હતા. આંખો રડું રડું થઇ જવાની તૈયારીમાં હતી પણ રડવું મને ઉચિત ના લાગ્યું મેં મારી મઝબુતાઈ જાળવી રાખી.

“ઓકે...” એ આટલું બોલીને ત્યાંથી નીકળી ગઈ હતી આજ ફરી એક વાર પ્રેમની અમારી વાતો અધુરી છૂટી ગઈ સાથે જ એના દિલના અને મારા દિલના કેટલાય સવાલો અડધા જ છૂટી ગયા. દુનિયાદારી આજ ફરી બધું વિખેરી ગઈ. દુનિયા અને સમાજના બંધન આજે ફરી એક રાધાને કન્હાથી દુર કરી ગયા. ફરી એક વાર સમજાઈ ગયું કે આ દુનિયામાં રાધાને માન નથી, કૃષ્ણની લીલાને માન નથી.

એના દિલમાં પ્રેમના હોયતો શબ્દોમાં વેદનાના મોઝા કેમ હોય એના દિલમાં પ્રેમના હોય એની પ્રીતમાં પોકાર ના હોય તો દિલના ખૂણામાં વાગતા સુર કેમ અનુભવાય. પ્રેમ ખરેખર વિચિત્ર બનાવી દે છે માનવની ભગવાન અને ભગવાનને રાક્ષસ જેવો સાવ વિચિત્ર જીવ બનાવી દે છે. રાધાનો પ્રેમજ કદાચ ગોપીઓમાં મળતો કારણ કે એ ગોવાળીયાને અઢળક ગોપીઓમાં પણ માત્ર રાધાજ દેખાતી તેમ છતાય એજ રાધા એને નાં મળી શકી. ક્યારેય ના મળી એના દિલમાં એ હમેશા રહી પણ એના સાથે એ માત્ર થોડીક પળો વિતાવી ગયો હતો.

પ્રેમ પામવાનું નઈ અનુભવવાનું નામ છે પ્રેમનો સાક્ષાત કાર અને અનુભૂતિ એજ પ્રેમના સાર્થકતા છે. પતી પત્ની અને લગ્નના બંધન પ્રેમનું પ્રતિક નથી બસ પ્રેમ તો નિશ્ચલ અને અવિરત વહેતા ઝરણા જેવો છે.

    

આનાથી વધુ બોલવાની હિંમત ના એને કરી કે ના મેં એને પૂછવાની કદાચ હવે વધુ વાતચીત નુકશાન કારક નીવડે એવું મને લાગ્યું હવે એ મારા મિત્ર જેવો બની ગયો હતો. એટલે ફરી મુલાકાતને આવકાશ હતો એટલે મારે વધુ પુછતાજ કરવી યોગ્ય ના લગતા મેં મારી લાગણી કાબુ કરી એને જવા દીધો. ખરેખર આજે ફરી એક વાર મનમાં એવી લાગણી થઇ આવી કે ખરેખર આ બધુજ હું અનુભવી ચુક્યો છું. ભાવનાત્મક રીતે ફરી એક વાર અમે જોડિયા પણા નો મને અહેસાસ થઇ આવ્યો કદાચ પ્રેમ વસ્તુજ એક કરનારને બીજા સાથે જોડીને સમાન બનાવી દેતો હશે.

હજુય કેટલીયે વાતો મારા દિલમાં ફરતી રહી ફરી મને મારી ઢીંગલીની યાદ આવી. એ ચહેરો મારા દિલમાં દેખાયો એ મને પૂછતો હતો “કેમ એને ના કહી શક્યો કે આ મારીજ વાત મને સંભળાવી ગયો.” હું બસ એ ચેરની માસુમિયત અનુભવી રહ્યો હતો. મારે એને પૂછવું હતું ઘણું બધું મેં એને પૂછી લીધું “ ઢીંગલી એક વાતનો જવાબ આપીશ?” એને હકારમાં સ્મિત વેર્યું અને મેં એને પૂછ્યું.

“જો ધ્યાનથી સંભાળજે, એણે એની સાથે સબંધ રાખવો ના હતો તો એને દૂર જતા શા માટે રોકવા માંગતી હતી. શા માટે એણે એને અપનાવ્યો ની અને જયારે એણે છોડવાની વાત કરી ત્યારે એ દુખી થઇ ગઈ? શા માટે એવું શું હતું જે એને નહતું જોઈતું અને તેમ છતાં જોઈતું હતું? શા માટે એ એને અપનાવવા પણ માંગતી ના હતી અને એનાથી દૂર થવા પણ નઈ? મને થોડું બહુ જે સમજાવી શકે એ કે ને ઢીંગલી કદાચ તારા અને મારા સબંધોમાં પણ આવાજ કારણો હોય?” હું અટક્યો એ ચહેરો કેટલી નિખાલસતાથી મને જોઈ રહ્યો હતો. છેવટે એને જવાબ આપ્યો “જો દુનિયાદારી એને માનવા નથી દેતી અને દિલ એને છોડવા નથી દેતું. પરિવાર અને પોતાની ખુશી માટે એ ત્યાગ કરવા તૈયાર તો છે પણ એનું દિલ એમાં સંમત નાથી થઇ શકતું. પણ પ્રેમ એ સાશ્વત છે જેની કોઈ વ્યાખ્યા કે સીમાઓ નથી.” એ હસી અને મારા અહેસાસમાં ઓગળી ગઈ. કદાચ વધુ જવાબ આપવાની એનામાં શક્તિ ના હતી અથવા એ આપવા પણ માંગતી ના હતી.

જતાં જતાં એની વેદનાના ઉભરાતા નીરે મારા દિલમાં એકજ અવાજને જન્મ આપ્યો કદાચ બે એકતો “આખરી મુલાકાત અને બીજો કે પ્રેમ આવોજ હોય છે...” જેમાં દુર જવાતું પણ નથી અને સાથે રહેવાતું પણ નથી. દૂર જતા દીલ રોકે છે અને સાથે રહેતા દુનિયા.

લેખક વિષે :-

સુલતાન સિંહ...

જે પ્રોફાઈલમાં જોઈ શકાય છે હા એજ મારું નામ અને એના પાછળનું ‘જીવન’ એજ મારું ઉપનામ. હું મુખ્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિદ્યાર્થી છું. અત્યાર સુધી કોઈ ઝાઝી મોટી સફળતા મારા જીવનમાં મેં પામી નથી, કંઇક શોધું છું, શીખવામાં મસ્ત છું અને બસ આમ જ મારે હર હંમેશ શીખતા રહેવું છે. મારા લક્ષ્ય મુજબ મારે કોઈ ટોચ પર નથી પહોચવું, બસ મારે આ સફળતા અને દિલના પહાડી માર્ગમાં ચાલતા પડતા અને ઉઠતા આગળ વધતાં રહેવું છે. અટકવું નથી અને કોઈને ખટકવું પણ નથી. કહેવાય છે કે પડેલું તો પાણી પણ ગંધાય છે અને વહેતું હર હમેશ તાજગી સાથે વહેતું જાય છે. માન્યતામાં નથી માનતો પણ આ વાત સાચી છે. માનવામાં હું શૂન્ય છું અને જાણવામાં વિદ્યાર્થી, દરેક પળે નવી રાહ શીખતો વિદ્યાર્થી. જાણવાની જિજ્ઞાસા સદાય મારા દિલમાં રહી છે. અને આમજ રહેશે... સતત... નિરંતર... અને અવિરત... અખંડ જ્યોત સમી...

અત્યાર સુધી મારા ખાસ્સા આર્ટિકલ માતૃ ભારતી પર આવ્યા છે. અને મારી એક નૉવેલ [સ્વપ્નસૃષ્ટિ- દુનિયાદારી થી દિલની મંઝીલ સુધીની કહાની] પણ પ્રકરણ સ્વરૂપે ૩૧ ભાગમાં પ્રકાશિત થઇ ચૂકી છે જે બધાજ ભાગ તમે માતૃ ભારતી પર વાંચી શકો છો અને કદાચ અંદાજીત જુલાઈના અંત સુધીમાં એક નવી નૉવેલ [સુલતાન ભાઈ- અ સ્ટોરી ઓફ વિલેજીયન રેબેલ] પણ માતૃ ભારતી પર પ્રકાશિત થશે.

માતૃ ભારતી સિવાય પણ હું પ્રતીલીપી, વીપબ, ડેયલીહન્ટ અને ખાસ મારા બ્લોગ પર હું લખતો રહું છું.

વિગતો :-

Mobile: - +91-9904185007

Mail-id: -

Facebook: - @imsultansingh [twitter, LinkedIn]

Blog: -