Tris Minit - 1 books and stories free download online pdf in Gujarati

ત્રીસ મિનિટ - 1

ત્રીસ મીનીટ - 1

લતા સાંજના સાળા પાંચ વાગ્યે અમદાવાદ નાં સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠી હતી. તે અહી ભણવા માટે આવી પછી તેની ફ્રેન્ડ્સ જોડે ઘણીવાર આવી હતી. સંધ્યા તેની બેસ્ટ ફ્રેન્ડ હતી, ક્યારેક તે અને સંધ્યા બન્ને અહી આવતા. પણ, આજે તો તે સાવ એકલી જ આવી હતી. આજે તેના દિલ ને ક્યાંય ચેન પડતું ન હતું. કદાચ, એટલે જ તે અહી આવી હતી. તેનો ભુતકાળ નો એ વિતાવેલો સમય તેને ક્યાંય શાંતિ થી બેસવા ન હતો દેતો. તે સુરત થી અમદાવાદ ભણવા માટે જ આવી હતી. તે અત્યારે સારી કોલેજ માં અભ્યાસ કરી રહી હતી. આમ તો નાનપણ થી જ ‘અમદાવાદ’ નામ અને શહેર બન્ને તેને ખુબ જ પ્રિય હતા. પરંતુ, સ્ટડી કરતાં કરતાં ક્યારેક જ અમદાવાદ આવવાનું થતું. તેણે આ શહેર માં ખાસ તો કાઈ જોયું જ ન હતું સાબરમતી આશ્રમ, રીવર ફ્રન્ટ, હોસ્ટેલ અને કોલેજ. તેને બધી જગ્યાઓ કરતાં રિવરફ્રન્ટ જ વધુ પસંદ હતો. તે અમદાવાદ માં ખુબ જ ખુશ રહેતી હતી. પણ આજે તેને ભુતકાળ ની યાદો શાંતિ થી રહેવા ન હતી દેતી. તે ઘણા સમય સુધી ત્યાજ બેઠી રહી... હાં, રિવરફ્રન્ટ પર. તેને આજે અમદાવાદ માં કલ્પ નો ચહેરો દેખાયો ત્યાર થી તે બેબાકળી બની ગઈ હતી. તેને શોધવા માટે તેણે શું શું નહોતું કર્યુ. લતા આજે સમય ને ક્યાય પાછળ થી ઊંડે ઊંડે થી યાદ કરી રહી હતી...

***

કલ્પ સમૃદ્ધ માતા-પિતા નો દીકરો હતો. તે નાનપણ થી જ સ્માર્ટ અને નમ્ર હતો. તે ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો. નાનો હતો ત્યારે ક્યારેક ક્યારેક તોફાન કરી લેતો, પણ તોએ તેની માસુમિયત થી બધા તેને માફ કરી દેતા. લતા પણ સમૃદ્ધ માતા-પિતા ની લાડકવાયી દીકરી હતી. કલ્પ અને લતા બન્ને સમકક્ષ કહી શકાય તે રીતે ભણવામાં હતા. બન્ને એક જ સ્કૂલ માં પ્રાયમરી થી સાથે જ ભણતા હતા. બન્ને નો રેન્ક કોઈ પણ સ્પર્ધા માં આગળ પાછળ જ આવતો. કલ્પ ને એક જ વિષય માં પ્રોબ્લેમ થયા કરતો. કલ્પ ને ચિત્રો હંમેશા ન ફાવતા, એટલે ક્યારેક લતા તેનો ફાયદો ઉઠાવી ને કલ્પ થી આગળ નો રેન્ક મેળવી લેતી. રીઝલ્ટ નાં દિવસે બન્ને રાહ જ જોતા કે કોણ આ વખતે ફર્સ્ટ આવે છે. આ સ્પર્ધા છેક પ્રાયમરી થી જ ચાલુ થઇ ગઈ હતી.

ધીરે ધીરે સમય પસાર થવા માંડ્યો હતો. હજુ પણ સ્પર્ધા ઓ તેમ જ ચાલી રહી હતી. હવે બન્ને નાં પરિવારો પણ મળ્યા હતા. કલ્પ અને લતા સાતમાં ધોરણ માં ભણતા હતા. હવે, સ્કુલ નું હોમવર્ક બન્ને સાથે મળી ને જ કરતાં. બન્ને સાથે જ રમતા. ક્યારેક કલ્પ, લતા ને ઘરે જતો અને ક્યારેક લતા, કલ્પ નાં ઘરે જતી. તે બન્ને નું ઘર એકબીજાનાં ઘર થી ત્રીસ મિનીટ્સ ની દુરી પર હતું. બન્ને સ્કૂલ માં પણ સાથે જ રહેતા. આવી જ રીતે સાથે રહેતા રહેતા બન્ને માં લાગણી નો સમન્વય થવા લાગ્યો હતો. અને આવી જ રીતે સ્પર્ધા ઓ નાં મીઠા ઝઘડા, ક્યારેક બોલવામાં ઝઘડો થતો. આમ જ દિવસો પર દિવસો, વર્ષો પર વર્ષો જવા લાગ્યા હતા.

હવે, બન્ને દસમાં ધોરણ માં આવી ગયા હતા. સુરત ની તમામ સ્કૂલ માં નવમાં ધોરણ નાં નાના અમથા વેકેશન પછી દસમું ધોરણ ચાલુ થઇ ગયું હતું. દસમાં ધોરણ માં પણ પોતે ટકી રહેવું છે એવું નક્કી કરી ને બન્ને એ મહેનત કરવાનું નક્કી કરી લીધું. કલ્પ અને લતા બન્ને ખુબ જ સારી મહેનત કરવા લાગ્યા. તે બન્ને ને સ્કૂલ માં લેવાતી ટેસ્ટ માં વિજ્ઞાન અને ગણિત માં પુરા માર્ક્સ આવતા. બન્ને ખુબ જ સ્માર્ટ વર્ક કરી ને આગળ વધી રહ્યા હતા. પણ, હવે સમાજ ની મર્યાદા ઓ થી મળવાનું ઓછુ બનતું હતું. તો પણ સ્કૂલ માં બન્ને વાતો કરી જ લેતા. બન્ને ક્યારેક પોતાનાં જુના દિવસો યાદ કરી ને વાતો કરતા, તો ક્યારેક ભણવામાં કોઈને કન્ફ્યુઝન હોય તો તેઓ પણ એકબીજા ને ક્લિયર કરી દેતા. આમ કરતા કરતાં દસમું ધોરણ પણ પૂરું થવા આવ્યું. હવે બોર્ડ ની પરીક્ષાઓ નજીક આવી ગઈ હતી. બન્ને એ ખુબ જ મહેનત કરી ને પરીક્ષા આપી.

હવે, દસમાં ધોરણ ની પરીક્ષા નું છેલ્લું પેપર હતું. બન્ને ને ખબર હતી કે હવે કદાચ તેઓ વેકશન માં તો નહિ મળી શકે. અને સાથે સાથે બન્ને ને વેકેશન પડવા નો આનંદ પણ હતો. છેલ્લા પેપર માં કલ્પ, લતા ની આંખ માં જોઈને જાણે કઈક ગુમાવતો હોય તેવી રીતે વાત કરી રહ્યો હતો. તેને લતા થી દુર જવું જરા પણ પસંદ ન હતું. લતા તેના માટે છેલ્લા દિવસે પેન લાવી હતી. લતા વેકેશન માં બહાર જઈ રહી હતી, તેની કલ્પ ને જાણ હતી તેથી તે થોડો વધુ જ દુઃખી હતો. પણ, અંતે તો બન્ને શું વાત કરે, બન્ને છુટા પડ્યા. કલ્પ એ પોતાનાં ઘર નો રસ્તો પકડ્યો ત્યારે તેને શું ખબર હતી કે તે હવે લતા ને છેલ્લી વાર જોઈ ને જઈ રહ્યો હતો. તેના દિલ ની ધડકન તો તેને કદાચ જણાવતી જ હતી. તે ઘડી ઘડી પાછળ વળી ને ઘર તરફ જઈ રહેલી લતા ને જોઈ રહ્યો હતો. લતા પણ થોડી દુઃખી હતી, પણ તેને બહાર જવાનો આનંદ અને ઉતાવળ હતી. તેને હતું કે, ‘વેકેશન પછી તો તે કલ્પ ને મળવાની જ છે, અને વેકેશન માં પણ મળી લેશે.’ પરંતુ, કલ્પ તેને જતી જોઈ દુઃખી થઇ રહ્યો હતો. કારણ કે, તેને સ્ટડી માટે અગિયારમાં ધોરણ થી બહાર ભણવા મુકવામાં આવશે તેવી વાતો તે ઘરે થી સાંભળતો હતો. તે આ વાત ની આનાકાની તો કરતો પણ સ્ટડી પણ જરૂરી હતું.

***

હવે, લતા ની ઘડિયાળ સવા છ નો ટાઈમ દેખાડી રહી હતી. સૂર્ય પોતાનાં બધાજ રંગો પાછા ખેંચી રહ્યો હતો. ધીરે ધીરે સૂર્ય અસ્ત થવા તરફ જઈ રહ્યો હતો. સૂર્ય નો પ્રકાશ ખુબ જ ઝડપ થી ઓછો થઇ રહ્યો હતો. રીવરફ્રન્ટ પર લોકો ની ચહેલ-પહેલ વધી ગઈ હતી. લતા, નદી નાં પાણી માં આથમતા સૂર્ય નો પડતો કેસરી પ્રકાશ જોતી જોતી આ બધું યાદ કરી રહી હતી. તે સમય ને ઘણો પાછળ લઇ ગઈ હતી. તેણે દસમાં ધોરણ નું તે વેકેશન પડ્યું ત્યારે પોતે ઉતાવળ થી ઘરે આવી ગઈ હતી. તે વાત પર ગુસ્સો આવી રહ્યો હતો. તેણે કલ્પ ને છેલ્લા ત્રણ વર્ષ થી જોયો ન હતો. કલ્પ જ્યારે વેકેશન પડ્યું ત્યારે દુઃખી હતો તેનો તેને ખ્યાલ હતો. તે શા માટે દુઃખી હતો તેની ખબર તેને પછી પડી હતી.....

***

દસમાં ધોરણ નાં વેકેશન માં લતા તેના મામા ને ત્યાં બરોડા ગઈ હતી. એક વાર તો કલ્પ તેને મળવા છેક સુરત થી બરોડા પણ ગયેલો, પણ તેને તે ત્યાં મળી નહિ. કલ્પ નું વેકેશન લતા વિનાનું સાવ સુનું થઇ ગયું હતું, કલ્પ નાં મિત્રો તેને રમવા બોલાવવા આવતા ત્યારે પણ તે ઘણીવાર નાં પાડી દેતો. તેને વેકેશન નો તો જરા પણ આનંદ ન હતો. તેના ઘરે બધા તેને ભણાવવા માટે બહાર મુકવાની વાત કરતાં ત્યારે તે આનાકાની કરતો. કારણ કે, હજુ તેને લતા જોડે તેના જ ક્લાસ માં ભણવું હતું. છતાં પણ ભણવામાં હોશિયાર હોવાથી તેને ભણવા પ્રત્યે પણ એટલો જ લગાવ હતો કે, તેને બહાર જઈને સારું ભણવાની પણ ઈચ્છા હતી. આમ કરતાં કરતાં જ દસમાં ધોરણ નું વેકેશન હવે પૂરું થવા આવ્યું હતું. રીઝલ્ટ નો દિવસ નજીક આવી રહ્યો હતો. લતા તો હજુ તેના મામા ને ત્યાં જ હતી. તે રીઝલ્ટ નાં આગલે દિવસે સુરત તેના ઘરે આવવાની હતી. કલ્પ ને આ વાત નો ખ્યાલ હતો. કલ્પ ને રીઝલ્ટ તો સારું જ આવશે, તેની તો ખબર જ હતી, તે સાયન્સ લેવાનું વિચારી રહ્યો હતો. અને તેને એન્જીનીયર બનવાની ઈચ્છા હતી. તેને રીઝલ્ટ કરતાં પણ લતા ની રાહ વધુ હતી...

  • હાર્દિક રાજા
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED