ધક ધક ગર્લ - ભાગ ૮ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધક ધક ગર્લ - ભાગ ૮

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૮]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

જીવન ક્યારેય કોઈ માટે..શેનાં ય માટે થોભે છે ખરું?
આપણો ગણાતો સમય શું ખરેખર આપણો જ હોય છે ખરો?
અરે..! સાવ શુદ્ર..ટચુકડો એવો ઘડિયાળનો સેકન્ડ-કાંટો..એને પણ આપણે અટકાવી શકીએ છીએ ખરાં?

.

દિવસો ઝડપથી વીતતા જઈ રહ્યા હતા. તન્વીના લગ્નના બીજા દિવસે..રવિવારે.. એવું જ લાગતું હતું કે
આજની આ નવરાશની પળો મારો જીવ લઈને જ રહેશે.
પણ થયું તેનાથી ઊંધું જ.
રોજીંદી ક્રિયાઓ પતાવીને માંડ નવરો પડ્યો, કે વિનય..મારા ઓફીસ કલીગનો ફોન આવ્યો.
"અરે કસ્ટમર નો ઇસ્યુ છે. પટકન લોગ-ઇન કર, એટલે તને બધું સમજાવું..!"
હાય..હેલ્લો.. જેવી કોઈ જ ફોર્માલીટી વગર જે રીતે તેણે વાત શરુ કરી, તેનાં પરથી ખ્યાલ આવી જ ગયો કે 'આગ લાગી છે'
'કસ્ટમર આપણો ભગવાન હોય છે, આવું અમે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝમાં કહેતા હોય છીએ, અને મોટેભાગે તે પાળતા પણ હોઈએ છીએ..કે પછી પાળવું પડતું હોય છે.
એટલે વિનયે જેવું પોતાનું વાક્ય પૂરું કર્યું, કે લગેચ મેં મારું લેપટોપ મારી સમોર ખેંચ્યું, અને કમ્પનીની ચેનલ પર કનેક્ટ થયો.
વિનય ઓનલાઈન જ હતો. તેણે પટકન મને ઇસ્યુ સમજાવ્યો.
મેં બનાવેલ મોડ્યુલમાં જ એક 'બગ' હતો..કોઈક મિસ્ટેક હતી. તન્વીએ પોતાની સગાઈના સમાચાર આપ્યા તેના બીજા જ દિવસે મેં આ મોડ્યુલ બનાવ્યું હતું. મતલબ મેં જ અસ્વસ્થ મન:સ્થિતિમાં આ ગોન્ધળ ઉભું કર્યું હતું તે નક્કી.

તન્વી અને તન્મય.. જયારે પહેલીવાર મેં તન્વીને મારા માટે કંસીડર કરી, ત્યારે અમારા બંનેના નામમાં રહેલ સામ્યતાને કારણે હું એમ જ માનવા લાગ્યો કે અમે બંને ઓલરેડી 'મેડ ફોર ઈચઅધર' જ છીએ. 'હમ બને..તુમ બને એક દુજે કે લિયે' જેવું જ કંઇક. અને હું તેનાં પ્રેમમાં પડ્યો.
હા, પ્રેમ તો હતો જ બંનેને એકમેક પર. પણ હું બહુ સીરીયસ નહોતો, કારણ મેં મારી લાગણીઓ પર કાબુ રાખ્યો હશે, કદાચ.
મારી સંવેદનાઓને મેં છલકાવા ન દીધી, કારણ હું મારા પેરેન્ટ્સની શેહમાં આવી ગયેલો.

બહુ વિચિત્ર હોય છે માનવીનું મન અને તેની માન્યતા.
મારી મમ્મી..તેની રોજીંદી વાતચીતની ભાષામાં અડધોઅડધ શબ્દો મરાઠી ઘુસી આવ્યા છે, તેની તેને પોતાને પણ ખબર નથી, આમ છતાંય, તેને એવું લાગે કે છોકરાની પત્ની જો મરાઠી આવશે, તો તેની સાથે કામ પાર પડતા રોજેરોજ તકલીફ પડશે. તેનું કલ્ચર અમારાથી ઘણું જુદું હશે. ભવિષ્યમાં મારા સંતાનોને મૂંઝવણ થશે કે, ઘરમાં મરાઠીમાં બોલવું કે ગુજરાતી. મરાઠી સંસ્કારો લેવા કે ગુજરાતી, તેની તે બિચારાઓને કાયમની તકલીફ રહેવાની.
સંસ્કારો સારા કે ખરાબ હોય તે તો હું સમજી શકતો હતો, પણ સંસ્કારો મરાઠી યે હોય અને ગુજરાતી પણ હોય, તે મને વિચિત્ર લાગતું.
મારા સંતાનોની માતા જો નોન-ગુજરાતી હશે, તો મોટા થઈને તેઓ પણ નોન-ગુજરાતીને જ કદાચ જીવનસાથી તરીકે પસંદ કરશે, તેવી ફિકર મારી મારી મમ્મીને તેઓના જન્મ પહેલાથી જ લાગી રહેલી છે. દિવસ-રાત્રી બસ આ જ જાતનું ટોચન કરી કરીને તેણે પપ્પાનું પણ બ્રેઈન-વોશ કર્યું હશે કદાચ, કારણ તેઓ પણ..ભલે થોડું સોફ્ટલી..પણ આવું જ બધું બોલે.
તેઓ બંનેની સામે હું એકલો પડી જતો. મારું દિલ તેમનાં બંનેના માટે જ હતું, પણ મારી લાગણીઓ તેમનાં આવા રંગે રંગાવાની સાફ ના પાડતી.
તન્વી સાથે એફેર ચાલુ રહ્યો તે હાફ-હાર્ટેડ હતો, તેનું કારણ આ જ. પણ હવે જયારે હું તેને ખોઈ ચુક્યો હતો, ત્યારે મારું હોલ-હાર્ટ તે બાબતમાં અફસોસ કરી રહ્યું હતું.

દિવસ આખો વિનય સાથે મથામણ કરીને મેં અમારા સોફ્ટવેરનો 'બગ' ક્લીઅર કરી, ફરીથી તેની એક યુનિટ-ટેસ્ટ મારી જોઈ.
બધું ઓકે દેખાયું, એટલે તે અપડેટ કરીને અપલોડ કર્યું, ત્યારે થાકીને હું લોથપોથ થઇ ગયો હતો, અને તોય પથારીમાં પડ્યો, કે મન પાછું તન્વીમાં જ ગૂંથાઈ ગયું.
એવું લાગતું હતું કે આયુષ્ય ખુબ જ સહેલું છે, પણ બહુદા તેવું નથી હોતું. મનને કેટલુંયે સમજાવ્યું, પણ તોય કોને ખબર, ન જોઈએ ત્યારે જ તે આપણું દુશ્મન બનીને આપણી સામે ઉભું થઇ જાય છે.
ઓફિસમાં એક કલીગ પાસે 'ચન્દ્ર ચૌહાણ'ની 'હું જ મારો' ચોપડી જોઈ અને તે આખી વાંચી નાખી.
થયું કે..આ કવિ-લોકોનું કેટલું સારું હોય છે. મનની ભાવનાઓ કેટલી સહજપણે તેઓ કાગળ પર ઉતારીને મોકળા થઇ જાય છે.
.
“હું મનમાં ને મનમાં રડી લઉં છું
કે જયારે ઘરમાં હું એકલો હોઉં છું
હસવું, મને પછી બહુ સહેલું લાગે છે
કે જયારે હું લોકોની સાથે હોઉં છું."

.

એકદમ જાણે કે મારા મનને ઓળખીને તેઓએ તેમની કવિતાઓ શબ્દબદ્ધ કરી હતી.
એવું કહેવાય છે કે પ્રેમમાં પડ્યા બાદ, કે પછી બ્રેક-અપ થયા બાદ જ, માણસને કવિતાનો મર્મ સમજાય છે. જયારે આપણે ગીતો સાંભળતા હોઈએ છીએ.. ત્યારે ખુશહાલ મન:સ્થિતિમાં ફક્ત મ્યુઝીક પર જ આપણું ધ્યાન જાય છે, અને ઉદાસ હાલતમાં સાંભળીયે તો શબ્દો..તેની લિરીક્સ પર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. મારું પણ કદાચિત તેવું જ થયું હતું.

આમને આમ બે અઠવાડિયા વીતી ગયા હશે.
મારો ધડકન સાથે કોઈ જ કોન્ટેક્ટ નહોતો. અને હોય પણ કેવી રીતે શકે? અમારા બંને વચ્ચેનો કોમન તાર તો હવે અધવચ્ચે જ તૂટી ગયો હતો. 'સીટી લાયબ્રેરી'માં જવાનો એક પર્યાય તો હતો, પણ જ્યાં મને પોતાને જ મારી દયા આવતી હતી, ત્યાં આવો દયામણો ચહેરો લઈને તેની સમોર જવાની મારી આજીબાત ઈચ્છા નહોતી.
અને એવામાં જ એક દિવસ અચાનક તન્વીનો ફોન આવ્યો.
"હા.....ય તન્મય..!" -તેનાં કાયમના બબલી અવાજમાં તે બોલી રહી હતી.
"હાય તન્વી..!" –મારા તે 'હાય'માં કાયમની 'ડાર્લિંગ'ની જગ્યા હવે નહોતી- "હાઉ આર યુ? કુઠે આહેસ..?"
"આયેમ જસ્ટ ફાઈન. કોલેજ જોઈન કરી આજે. લંચવર ભેટતોસ કા? બોલ..!" -તન્વીએ સીધું જ પૂછ્યું.
'અંમમમ..લંચ નકો.. બપોરે લગેચ અમુક મીટીંગ છે. લંચ માટે મળશું, તો ઓફિસમાં પરત આવવામાં ઉશીર થઇ જશે.
"ઓકે.. તો નિદાન એક કોફી?"
ખરું તો મને તેને મળવા જવાની કોઈ જ ઈચ્છા નહોતી. પણ હું તેના લગ્નમાં ય નહોતો ગયો, તો થોડી વેળ માટે તેને મળી આવવામાં કોઈ જ હરકત નથી તેવું મને લાગ્યું, અને કોલેજ પાસે મળીયે તો કદાચિત, ત્યાં ધડકનને પણ મળી શકાય તેવી પણ મને થોડી શક્યતા લાગી.
"ઓકે.. સાડે બારેલા ભેટું.." -કહીને મેં ફોન મૂકી દીધો.

હવે નેક્સ્ટ યુનિટ તો છેક સાંજે હતું, એટલે મારા જુનિયરોને ટેસ્ટીંગનાં કામે લગાવીને હું બહાર પડ્યો.
પણ કમનસીબી મારો પીછો છોડતી નહોતી. કોલેજ પાસે તન્વી એકલી જ ઉભી હતી..

તન્વી સાચે જ ખુબ મસ્ત દેખાતી હતી. સેંથામાં સિંદુર, હાથમાં ડઝન ડઝન બંગડીઓ, મોટું એવું મંગળસૂત્ર, બ્રાઈટ બ્લુ કલરનો પંજાબી સુટ. અને થોડું વજન પણ પુટ-ઓન કર્યું હતું.
અમે મળ્યા, બટ ધેર વોઝ નો હગ, ધીસ ટાઈમ.

.

"હાઉ વોઝ ઈટ?" -કોફી ઓર્ડર કરીને મેં પૂછ્યું.
"હાઉ વોઝ વોટ? વેડિંગ કે હનીમૂન?" -આંખ મારીને તેણે સામે પૂછ્યું.
"અંમમ..બેઉ..!"
"બેઉ મસ્ત. લગ્ન તો મસ્ત જ થયા. તું હોવો જોઈતો હતો. બટ એનીવે..! અને હનીમૂન પણ મસ્ત. અમે મોરેશિયસ ગયા હતા."
"મોરેશિયસ? વાઉ.., ઓસ્સમ..!"
"હો.. વર્જિન બીચ..બ્લુ કલર્ડ વોટર..લેસ ક્રાઉડેડ ક્લીન રોડ્સ.." -તે પછીની દસ મિનીટ તન્વી મોરેસિયસ બદલ જ બોલતી રહી. શું શું ખાધું, ક્યાં ક્યાં ફર્યા..શું શું જોયું..ત્યાંની હોટલ્સ..ત્યાંનું કલ્ચર, વગેરે વગેરે.
હું સોલ્લીડ બોર થઇ ગયો.

"તે સિવાય કંઈ વિશેષ? નવા ઘરે સેટ થઇ ગઈ કે નહીં?" -મેં ટોપિક બદલવાની ટ્રાય કરી.
"નહીં રે.. પંદર-વીસ દિવસમાં શું સેટલ..?"
"તમારું રાંજણગાંવમાં ઘર છે ને? તો પછી હવે કોલેજ?"
"હો રે..! હવે થોડો વખત અહીં મમ્મી-પપ્પા પાસે, તો થોડો વખત ત્યાં..એમ રહીશ. ઓક્ટોબરની સેમેસ્ટર પૂરું થાય એટલે ત્યાર બાદ ક્રિસમસ સુધી ત્યાં, અને પછી પરત જાન્યુઆરીથી માર્ચની પરીક્ષા પતે ત્યાં સુધી મમ્મી પાસે.. બસ આવો બધો ઉદ્યોગ કરવો પડશે."

"અરે બાપ રે, કારણ વગરનો ઉદ્યોગ..! પણ તને ક્યારથી કોલેજની વેડ લાગી ગઈ? આ પહેલા તો ક્યારે ય સીરીયસલી કોલેજ એટેન્ડ કરતી નહોતી."

"કોલેજ તો બસ, અમસ્તું એક કારણ છે રે..! હવે આટલો જલ્દી સંસાર, ઘર વગેરે નહીં જેવું લાગે છે. ત્યાં ક્યાં યાર, સાવ..એવા ગામડા જેવામાં જઈને રહેવાનું..? અહીં હોઉં તો તમે પણ સઘળા ભેટી તો શકો."
"હમમ, તો? આવતી કાલથી કોલેજ શરુ?"
"નાહી, નાહી..! લગેચ કાલથી નહીં. એક મહિનો તો હજુ ત્યાં રીસેપ્શન..અમુક પૂજાઓ..ને પછી બધા દેવ-દર્શન..જાત્રાઓ ને એવું એવું. તેઓનું ફાર્મ-હાઉસ છે, ત્યાંય થોડા દિવસ રહેવાનું..મતલબ કે મહિનાએક પછી કોલેજ શરુ કરીશ. એ જ એપ્લીકેશન દેવા માટે અત્યારે કોલેજની ઓફીસમાં આવી હતી."

"...."

"એય.. હું તને મોરેશિયસના ફોટા મોકલું છું. યુ નો? પૂર્ણ-વેળ હું બસ શોર્ટ્સમાં જ હતી..!
"આઈ શપ્પથ..! ફક્ત શોર્ટ્સમાં?"
"ગપ્પ બસ રે, મૂરખ..! કંઈ પણ બોલે છે. ઉપર ટી-શર્ટ હતું."
"અચ્છા અચ્છા ! નહીં, ત્યાં ન્યુડ-બીચ વગેરે હોય છે એવું એવું સાંભળવામાં આવ્યું છે, એટલે મેં કહ્યું."
"આય મિસ્ડ યુ તન્મય..! તું હોત ત્યાં, તો હજુયે મજ્જા આવી હોત."

અને તેની આંખોમાં પેલી જૂની તન્વીના ભાવ ક્ષણભાર માટે ચમકી આવ્યા.
તે ક્ષણ ખુબ જ સેન્ટી હતી.
બીજો કોઈ દિવસ હોત, તો મેં તેને નજીક ખેંચી લીધી હોત, કે પછી મારી આગોશમાં ભરી લીધી હોત. પણ આજે.. આજે સમોર બેઠેલી તન્વી, મારી નહોતી.

"મને આવવામાં કોઈ જ પ્રોબ્લમ ન હોત. પણ તારા નવરાને તે ચાલત કે? -વાતાવરણને થોડું નોર્મલ બનાવતો હું બોલ્યો. તન્વી બસ થોડું હસી.

"અમારા એ..એકદમ અન-રોમેન્ટિક છે. આપણે કેટકેટલી વેળ સુધી ગપ્પા મારતા ને..! કોઈ પણ ટોપિક પર વાત કરતી વેળાએ કોઈ દિવસ ઓકવર્ડ ન લાગતું." -તન્વી થોડી ઉદાસ થતા બોલી.
"અરે..થોડો સમય આપ તેને. તેને હજી શું ખબર, કે તું કેવી છે, તારો સ્વભાવ કેવો છે તે..!"
"આય નો..! ખરું તો, સમય તેને નહીં, મને લાગશે તેની સાથે મિક્સ થવામાં. આય વીલ મિસ યુ તન્મય..!"

અને પછી પર્સમાંથી ફોન કાઢીને એક નમ્બર જોડ્યો- "ભૈયા..ચલો. આય એમ વેઈટીંગ."
"તારો નવરો આવ્યો છે અહીં? "-કુર્સીમાંથી ઝટકામાં ઉભા થતા હું બોલ્યો.
"ચુપ..! નવરાને ભૈયા કહેતી હોઈશ હું? ડ્રાઈવર છે."
"ક્યા બાત હૈ..! શોફર ડ્રીવન કાર એન્ડ ઓલ ધેટ..! -હું હસ્યો, અને બીલ ચુકવવા માટે મેં વોલેટ કાઢ્યું તો મને અટકાવતા તે બોલી-
"આટલા દિવસ તું જ ચૂકવતો હતો ને..? આજે મારો ટર્ન..!" –બોલતા તન્વીએ પોતાનાં વોલેટમાંથી પૈસા કાઢીને ટેબલ પર મુક્યા. તેનું વોલેટ પાંચસો-પાંચસોની નોટથી ખચ્ચ ભરેલું હતું.

"ચલ..નીકળીયે." -ખુર્સીમાંથી ઉભી થતા તે બોલી.
"એય..બાય ધ વે, મેરેજના ફોટો?"
"અરે આટલા જલ્દી ક્યાંથી? હજી મહીનોએક લાગશે, આલ્બમ આવતા."
"પણ ડીજીટલ તો હશે ને, કોઈએ પાડેલા..?"
"હો..! ધડકન પાસે છે. તેણે પોતાના ફોનમાં પડેલા, તે દિવસે. હું એક કામ કરું છું. તેને વોટ્સઅપ પર મોકલવા કહું છું. ને પછી હું તને ફોરવર્ડ કરી દઈશ. ઓકે?"
"અરે, આટલી શેની મગજમારી..? તે શું મને ઓળખતી નથી કે? સીધા મને જ મોકલવા મોકલવા કહેજે ને."
"ઓકે. તારો નમ્બર આપું છું તેને. તે કરશે તને ફોરવર્ડ."
"મારો નમ્બર છે તેની પાસે. તે દિવસે તેણે મને ફોન કર્યો હતો ને."
"તે દિવસે? ક્યારે?"

મને મારી ચૂક સમજાઈ. લગ્નના દિવસે ધડકને મને ફોન કર્યો હતો, હું મેરેજ-હોલની સમોરની હોટલમાં બેઠો હતો. તે મને મળવા આવી હતી..આ બધું તન્વીને ખબર નહોતી.

"ઓ..રાઈટ. તેની પાસે ક્યાંથી મારો નમ્બર હોય..! તું આપજે તેને મારો નમ્બર. અને ફોટા નક્કી મોકલવા કહેજે તેને." -હું વાતનો વીંટો વળતા બોલ્યો.

થોડીવાર ચુપ રહ્યા બાદ તે બોલી-
"યસ..એન્ગેજમેન્ટની પાર્ટી તમને આપવી હતી, ત્યારે તને ઇન્વાઇટ કરવા મેં તેને તારો નમ્બર આપ્યો હતો."

આ સાંભળી મનેય થોડી રીલીફ થઇ આવી.
હજુ આગળ તે કંઈ બોલે, એ પહેલા તો સફેદ સ્કોર્પીઓ ગાડી દરવાજે આવીને ઉભી રહી.
થોડી ક્ષણો.. કંઈ જ ન બોલતા અમે એકમેકને જોયા કર્યું, ને તે ગાડીમાં બેસીને ચાલી ગઈ.

********

જીવન સાચે જ સાવ નિરાશ થઇ ગયું હતું. ગર્લ-ફ્રેન્ડ નહીં, ફ્રેન્ડઝ બધા બીઝી..ખુબ બધું કામ..અને કંટાળાજનક વીક-એન્ડ્સ. ફીફા-વર્લ્ડ-કપ ચાલતો હોવાથી ઓફિસમાં બધા પાસે તેનાં સિવાય બીજો કોઈ વિષય જ નહોતો, અને મને ફૂટબોલમાં બહુ બધો રસ ન હોવાથી તેઓની વાતમાં ખાસ કોઈ ગતાગમ નહોતી પડતી.
ગીત સાંભળવા, ચોપડીઓ વાંચવી જેવા રીકામટેક્ડ્યા જેવા ઉદ્યોગ કરીને મને કંટાળો આવી ગયો હતો. બધું જાણે કે મારા મનની વિરુદ્ધ જ ચાલતું હતું.
અને એક દિવસ વોટ્સઅપ પર ધડકનનો મેસેજ આવ્યો.
"હાય તન્મય..! ધડકન હિઅર."

હળ વડે ખેતર ખેડીને વાટ જોતા બેસી રહેલા ખેડૂતને વર્ષનું આગમન કેવું લાગે..?
ઉનાળાની તપ્ત બપોર નંતર અચાનક આકાશમાં મેઘની ગડગડાટી થાય, અને મોર તેનાં પંખ ફેલાવી તે ગડગડાટીના તાલ પર મેળવે..!
રીમીક્સ ગીતોની કર્કશ-વાણી સાંભળીને વૈતાગેલા કાનને વસંતોત્સવ અનુભવવા મળે..!
બસ..આવું જ કંઇક લાગ્યું, મને.

"હાય..!" -પટકન તેનો નમ્બર સેવ કરીને મેં રીપ્લાય કર્યો.
"તન્વીના મેરેજના ફોટા છે. મોકલું કે?"
મેં અમસ્તું જ બે મિનીટનો સમય લીધો

સાચે જ, ટીવી પર પેલી એડ દેખાડે છે ને 'મેન વીલ બી મેન'..! બસ તેવું જ. કોઈ દિવસ નહીં સુધરે તેવા..નૌટંકી કરવામાં એકદમ જ અવ્વલ નમ્બર..! બસ, એમ મેં થોડો ભાવ ખાધો, અને પછી મેસેજ કર્યો-
"હમમ.."

ને ત્યાં જ ધડકને પંદર-વીસ પીક્સ મોકલી આપ્યા.
પણ મારે તે લીંક ત્યાં જ નહોતી તોડવી, એટલે મેં ચાલુ રાખ્યું-
"વાઉ..! મસ્ત કેમેરો છે તારા ફોનનો. કયો ફોન વાપરે છે તું?" -અમસ્તું જ મેં કંઈ તો પણ બોલવું જોઈએ એટલે પૂછ્યું.

અને આમ.. આવી રીતે અમારી વોટ્સએપની ચેટ ચાલુ થઇ. આગળ ઘડનારી ઘટનાઓની આ એક શરૂઆત હતી.

આગળ શું થવાનું હતું?
એક સંબંધ પૂરો થયો નથી, કે બીજો શરુ થવાનો હતો?
કે જૂનાં સંબંધમાંથી બહાર પડવું, ધારવા કરતાં ય વધુ મુશ્કેલ થવાનું હતું?
તન્વી મરાઠી, તો ધડકન શીખ-પંજાબી. જે પ્રશ્ન મારા ઘરમાં અત્યાર સુધી મ્નારી વિરુદ્ધ ઉભો હતો, તે ભવિષ્યમાં મારો પીછો કઈ રીતે છોડશે તેની કોઈ જ આઈડિયા મને નહોતી.
પણ તોય..તોફાની વાંદરા જેવું મારું ચંચળ મન, શેના માટે આટલું કુદાકુદ કરતું હતું, તેની કોઈ જ જાણ મને નહોતી. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..