Aakhari Mulakat (Part_1) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aakhari Mulakat (Part_1)

આખરી મુલાકાત

[ ભાગ – ૧ ]

-: સંકલન :-

પ્રેમ આવો જ હોય છે...

લેખક :-

સુલતાન સિંહ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

આખરી મુલાકાત – ભાગ: ૧

કિસ્મત પણ કેટલી વિચિત્ર હોય છે જ્યારે પણ તમે કંઈક શોધવા નીકળો છો તમને કઈ ને કઈ તો જરૂર મળી જ જાય છે. જેમ ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને જરૂરિયાત મંદ વ્યક્તિને મદદગાર એવી જ હાલત કદાચ ક્યારેક લખનાર લેખકની પણ હોય છે. મને પણ આજ ફરી વાર એજ વ્યક્તિ મળ્યો કદાચ એના વિષે ગણી વાર હું વિચાર કરું ત્યારે એ મને મારું પ્રતિબિંબ લાગે છે, મારો પડછાયો અને જાણે ગણી વાર એ મને મારો કાન્હો લાગે છે. એ કેટલી સહજતાથી વાતો કરે છે જાણે મને એમ જ થાય કે મારા દિલની લાગણીઓ એ મને કહી સંભળાવતો ના હોય.

આજે પણ હમેશની રખડવાની ટેવ મને સ્વામીનારાયણ મંદિર થી અવસર તરફ ખેંચી જઈ રહી હતી. હમેશાં મારી સાથે કોઈક હોય પણ આજ હું એકલો હતો. એણે મને ઓળખી લીધો હોય એમ કદાચ એ મારી સામે દોડી આવ્યો. મને ઓળખ્યો બોસ, હું પેલા દિવસે તમને હૉટલ પર મળ્યો હતો જીઆઈડીસીમાં અને પેલી છોકરી વિષે વાત કરી હતી.

“એ માની ગઈ છે?”હું બધું સમજી ગયો હોય એમ મેં તરત જ એને એ છોકરી અને એના સંબંધો વિષે પૂછી લીધું.

“ના એવું તો કઈ નથી થયું.”એનો ચહેરો ઝાંખો પડી રહ્યો હતો. એણે જેટલી સહજતાથી મને પોતાના મળવા વિષે કહ્યું એ સહજતા હવે દેખાતી ના હતી.

“ઓહ સોરી... પણ એક વાત કઉ...?”મેં પૂછી લીધું.

“હા બોલો...”એણે અનુત્સાહી પણે જ મને જવાબ આપ્યો.

“ભાઈ એના વિષે મને બીજી કોઈ વાત કરી શકે?”

“કેમ?”એના ચહેરા પર મૂંઝવણ હતી.

“મને એવી કહાની સંભાળવી ગમશે કદાચ હું કંઈક એના આધારે લખી શકું?”મેં થોડુંક સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું.

“હા મને વાંધો નથી, હું કહી શકીશ. ચાલો આપણે પેલા બાંકડે બેસીએ.”એણે પાસેના બાંકડા તરફ ઈશારો કરતા મને કહ્યું.

“હજુય એ તને બોલાવે છે?”બાંકડા પર એની સામે બેસતા વખતે મેં પૂછ્યું.

“ના પરમ દિવસે એ મને આખરી વખતે મળી હતી. એજ અમારી આખરી મુલાકાત હતી.”એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.

“ઓ કે તો એજ આખરી મુલાકાતની વાત કરી શકીશ ને”મેં ધીરજતા પૂર્વક પૂછ્યું.

“હા.”એણે શરૂઆત કરી.

    

એ દિવસે હજુ સાંજનો સમય હતો, હું ઘરે જ હતો આજે પણ હમેશની જેમ મારે બસ એસાઇમેન્ટ લખવા સિવાય કોઈ ઝાઝા કામ નથી હોતા. મોબાઈલમાં નેટ અને ફેસબુક સિવાય પણ મારા માટે જીવનનું અગત્યનું જો કઈ કામ હોય તો એ છે”ઢીંગલી”. એજ જેના વિષે તમને પેલા પણ કહ્યું હતું એના સ્મરણ માત્રથી એ ચહેરો સ્પષ્ટ પણે આંખો સામે ઉપસીને ટળવળી ઉઠે છે એજ વ્હાલી મારી ઢીંગલી. રમકડાની નઈ પણ મારા દિલના અંદર વસતી દરેક પળે મને હસાવતી, રડાવતી, તડપાવતી, પ્રેમ આપતી અને જીવન જીવવાનો એક રંગ આપતી રહેતી. કદાચ એને હું રાધાની ઉપમા આપી દઉં તો પણ એમાં એ મારા માટે તો કઈ ઓછી ઉતરે એવી નથી. મારે એના રૂપ કે રંગની તારીફ નથી કરવી બસ એના પ્રત્યે મારા આ તોફાની કાનુડાના દિલમાં ઉદભવેલા પ્રેમની વાત કરવી છે.

“આખરી મુલાકાત...”આ શબ્દ જ્યારે પણ હું યાદ કરું છું, ત્યારે મારું દિલ બધુ ભુલીને પાગલ બની જાય છે. એ કેમ આવા પ્રકારનું વર્તન મારી સાથે પાછલા કેટલાક દિવસોથી કરતી હશે એજ મને નથી સમજાતું પણ એ પળ ને યાદ કરતા જ જાણે મારા રુંવાટા પણ ઉભા થઇ જાય છે. મોતનો ડર પણ ન હોવા છતાય હું એ ઘડીની યાદ માત્રથી ડરી જઉં છું. એને ખોવાના ડરથી પણ જાણે રોઈ લેવાનું મન થાય છે. કોઈ નો જાણે ખોળો જોઈએ છે પણ ઢીંગલી તો એ પણ આપવા તૈયાર નથી. ક્યારેક થાય છે કે હું એની આંખોમાં આંખ નાખીને જાણે પૂછી લઉં કે શું ખરેખર આપણે હવે આગળ વધી જવું જોઈએ? તારા વગર જ...? હું જાણું છું દોસ્ત કે પ્રેમ આવોજ હોય છે વિચિત્ર અને દુનિયાને ના સમજાય તેવો પણ જીવવાની જાણે ભૂખ જાગી ઉઠે છે જ્યારે એ થઇ જાય છે. ગુલાબના છોડવામાં જેમ મહેક સાથે કાંટાનો દર્દ હોય એમજ આ પ્રેમની ફૂટતી કુંપળમાં સમાજ નામનો ઝેરી કાંટો સદાય સાથે મળતો જ હોય છે. સત્ય તો એ છે કે કદાચ કોઈ આત્મહત્યા કરતા વ્યક્તિને પણ જો એનું પ્રિય પાત્ર ગળે લગાડી લે તો એ આત્મહત્યા તો દુર એક સોયની અણી ખોસવા પણ તૈયાર ના થઇ સકે, એટલી અકથ્ય શક્તિ છે આ પ્રેમમાં.

“હા તમારી આ વાત સાચી છે...”મેં અચાનક જ કહ્યું.

“હા કદાચ...”હજુ બૌ લાંબી છે વાત.

“હું સાંભળું જ છું.”મેં જવાબ આપ્યો અને ફરી એને સાંભળવા લાગ્યો.

    

પ્રેમની મહાનતા કૃષ્ણએ ગાઈ છે, રાધાએ દર્શાવી છે, વૃન્દાવનમાં પાંગરી અને મથુરામાં કદાચ અલગ થઇ પણ વિસરાઈ તો ના જ હોય. તેમ છતાંય પણ ભવો વીત્યા પછીએ મીરાબાઈ એ એને સાર્થક પણે ઘેર ઘેર વહેતી કરી છે”પાયો રી મેને રામ રતન ધન પાયો... પયોરી...”દિલના રેડીયોમાં જાણે દિલના તાર આ સંગીતને ગુંજવી રહ્યા છે. કદાચ એનો અર્થ એના ખાતર જીવન જીવવાનું છોડી દેવું એવુતો નથી પણ ખુશીને લગભગ પધરાવીને જીવી લેવા જેવું તો ખરુજને? દુનિયા આવીજ છે પ્રેમની દુશ્મન? સમાજ પણ? અને કદાચ આજ સમાજની ગંદકીમાં રહીને આપણી માનસિક હાલત પણ પ્રેમ શબ્દને એક વિકૃત નજરે જોઈ લે છે. ફરી વાર હું જાણે ક્યાય ખોવાઈ જવાનો છું એવું લાગે છે, પણ ના તરત જ દિલના કોઈક ખૂણે પડેલા એ સ્વર ફરી પડઘાય છે”આખરી મુલાકાત...”એક કટારની જેમ ભોકાઈ જતો શબ્દ અને એ પણ આજે જ. કેમ એણે આવું કર્યું હશે? સમજાતુ નથી અને એ કદાચ સમજાવી શકતી પણ નથી. એના દિલમાં ગણું હશે પણ...? કઈ નઈ, એના દિલમાં પ્રેમતો નહીં જ હોય એ વાત સમજી શકાય એવી તો છે પણ કેમ એના શબ્દોમાં મને એ નારાજગી કે રૂક્ષતા પણ ન વર્તાઇ જે ખરેખર હોવી જોઈએ. આજે કદાચ એની આંખો કહેશે? મુખ જોશે અને દિલ બધુજ લાચાર બનીને સમજી લેશે, મારેજ પૂછવું પડશે? એ કહેવાની તો નથી, એની નાજ છે? કદાચ ચાહતના કારણે? પણ મારા પ્રેમનું શું? આ દિલના ઊંડાણમાં તોફાને ચડેલા કાનુડાનું શું? રાધાની વાટ જોઇને વાગતા વાંસળીઓના એ અસંખ્ય સૂરો નું શું? દિલના વિશાળ ભવનની એ વૃંદાવન સમી શેરીઓનું શું? એ ખરેખર રાધા નહિ બને? મારી પણ નઈ...? આજે એક વાત હું જરૂર પૂછીશ એને કે તું કેમ આવું કરે છે? એક વારતો વિચાર કે રાધા વગરના વૃન્દાવનમાં બહાર ક્યાંથી આવશે? વાંશળીના એ સુર પણ હવે કોના માટે રેલાશે? અને પેલો કાનુડો જેના માટે વૃંદાવન બનેલું એ ક્યાંથી આવશે અને કોના માટે આવશે? કદાચ એ મારા મનના બધાજ જવાબ આપશે. અને, નઈ આપે તો...? હું કઈ રીતે એની પાસે બધા જવાબો માંગી શકીશ? એની આંખો સરી પડશે મને ખબર છે એની પાસે જવાબ નથી કે કારણો પણ નથી મને છોડવાના, પણ બસ એની દુનિયાદારી એને આ બધા કામો મઝબુરી વશ કરાવે છે. ના હો એને રડાવીને પ્રેમ નથી સ્વીકારાવડાવી લેવો એની ખુશી વગર તો મારો પ્રેમ પણ શૂન્ય છે. અવાજ કેટલાય વિચારો મનમાં ઘુમળાઈ રહ્યા હતા જેના જવાબો શોધવા મારા માટે મુશ્કેલ હતા.

“તમને આ બધું અનુભવાયું છે ક્યારેય?”એણે ઓચિતો મને પ્રશ્ન કરી લીધો.

“હા, પણ કઈ ખાસ નહી.”મેં જેમ તેમ કરી વાત પતાવી, મારે એને કેમ કરીને કહેવું કે તું જે બોલે એ દરેક શબ્દ મને મારા પર કહેવતો હોય એવો તથ્ય અને સાર્થક લાગે છે. પણ કદાચ મારા બોલવા થી એ એટકી જાય અને ગાલ હ કઈ ના સાંભળી શકું હું ચુપ રહ્યો મારે આગળ પણ સાંભળવું હતું.

“ઓહ, ખાસ કેમ નઈ?”એણે ફરી મારી નજર ફેરવી.

“પછી શું થયું”મેં વાત ફરી પાટે ચડાવવા કોશિશ કરી.

“ઓકે તમે પછી કે’જો. હું મારી વાત શરુ કરું”એણે ફરી પોતાની વાત સહ્રું કરી.

    

“હું નીકળું છું ઓફિસેથી ક્યાં આવું બોલ...”અચાનક એણે મને ફોન કરતા તરત જ કહ્યું કોઈ પણ પ્રકારના અભિવાદન કે આજકાલના હાય હેલો વગર સીધી પોતાની વાત એણે રજુ કરી દીધી. અને મારા સ્ક્રીન પર એનો ડિસ્પ્લે પિક પણ જણ્ક્યો અને દિલની બધી વાતો ભુલાઈ ગઈ એનો ચહેરો માત્ર જોઇને.

“હું પણ આવુજ છું, રોજની જગ્યાએ આવ.”મેં તરતજ જવાબ આપ્યો મારા દિલમાં એ સમયે ખુશી અને કંપન મને ધ્રુજાવી રહ્યા હતું. કદાચ એ મને ધિક્કારતા હતા અથવા મને કોતરી ખાવા માટે મારા આસપાસ શેતાનોની જેમ હસતા હતા.

“ઓકે, મળીયે ચાલ હું આવું છુ.”એણે આટલું કહી ફોન મૂકી પણ દીધો હશે કદાચ ખિસ્સામાં અને નીકળી ગઈ હશે. એને આવતા સામાન્ય રીતે દસેક મિનીટ તો લાગે જ છે પણ હું પહેલાથી ત્યાં પહોચી ગયો હતો. મારામાં ત્યારે એક તડપ હતી સમજી શકાય એના કરતા વિચિત્ર અને જે કદાચ આખરી મુલાકાત વખતે કોઈને નાજ હોય. આખરી મુલાકાત અને મારા ચમકતા ચહેરા પર ખુશી અને ત્રીવ્રતા. એ શું વિચારશે? પણ? આજે એણે પ્રથમ વખત આટલી નજીકથી જોઇશ કદાચ એક હગ તો આપશે? એ મને બોલાવશે તો ખરા ને? એણે પોતાનો જવાબ આપી દીધો છે હુજ એને પરેશાન કરું છું. એવા વિચારો હું કરતો હતો. મારે ખુશ થવું જોઈતું હતું કે દુખી એજ મને ત્યારે સમજાતું ના હતું, અંદરના ખૂણે બધું વેરાન થઇ ચુક્યું હતું. પાછલા ત્રણ દિવસમાં ઉજડી ચુક્યું હતું, કદાચ એ સુકા ભઠ વિસ્તારમાં જામેલ આ એક માત્ર છોડવું આજે આખરી મુલાકાતમાં ખોવાઈ જશે. તોય એક વાતની ખુશી છે એ આખરી કુંપળ તોડનારી પણ એજ હશે”ઢીંગલી”. મારા દિલની એ ઉત્તમ અને અમુલ્ય વ્યક્તિ જે આ વૃંદાવનને કદાચ વેરાન કરી જશે. કેટલા સહજ પાને વિચારો દોટ મુકતા હોય છે ને...?”

“હાય...”એણે આવતાની સાથેજ સાવ ધીમા અને ધરબાયેલા અવાજે મને બોલાવ્યો હતો. મને એના અવાજમાં દટાયેલા કેટલાય સપનાની રણકાર પણ અનુભવાઈ, કદાચ એના દિલમાં ઢગલાબંધ વાતો અને વિચારોને એ હજુય ધરબી દેવા માટે પ્રયત્નો કરતી હતી. એના મનમાં ઉદભવેલો એ ડર એને મજબુર કરતો હતો સમાજ અને દુનિયા અત્યારે જાણે મારી દુશ્મન બની એને મજબુર કરતી હતી. એ હારી ચુકી હતી કદાચ વધુ લડી શકવાની એનામાં હિમ્મત ના હતી અને એના વગર આગળ વધવાની મારામાં પણ. એની આંખો નીચી હતી ઓછો પ્રકાશ એના ચહેરા પર પડી એના ગાલને ચમકાવતો હતો. ચંદ્રનો સોનેરી ટુકડો જાણે એના મુખમાં સમાઈને ચમકે એમ એ ચમકી રહી હતી. પણ એની આંખો! એ કેમ આવું કરતી હશે... નજરતો મીલાવીજ શકે ને? આમ ક્યાં સુધી ચાલશે? હું બસ એ વિષેજ વિચારતો હતો.

“બોલ...”મેં જ સામેથી પૂછી લીધું. એ કેટલી ગુમસુમ ઉભી હતી જાણે કેટલાય પહાડો ના તુંટી પડ્યા હોય એના પર છેવટે મારે જ પૂછવું પડ્યું.

“તું જ કહેવાનો હતો ને...?”એણે નિખાલસતા થી મને આજે જવાબ આપ્યો હતો પણ એ નજર કેમ ઉંચી ઉઠાવીને વાત નહી કરતી હોય, એજ હું વિચારતો હતો.

“રોજ રોજ તું આવું બધું કેમ કરે છે...”મેં વાત શરુ કરી.

“મનેજ નથી સમજાતું કે હું કઈ તરફ જઈ રહી છું પણ એક વાત મેં તને હમેશા કહીજ છે કે મારી લાઈફમાં ફેમીલી અને બધાના ખિલાફ હું નથી જઈ શકતી...”એની નજરો હજુય નીચી હતી એ બોલતી હતી પણ એનું દિલ એના શબ્દોને સાથ ન હતું આપતું એની આંખો કદાચ એની વેદના છુપાવી શકવા અસમર્થ હતી. એટલે જ એ સતત મારી સાથે આંખ મિલાવવા તૈયાર ના હતી.

એ આવી ત્યારથી અત્યાર સુધી નીચી નજર કરીને ઉભી હતી.

“તું કઈ સમજવા નથી માંગતી નઈ...? દુનિયાની નજરે તું જોઈશ ને એટલે બધું તને તો ખોટુ જ લાગશે. કદાચ મારે તને હવે ન પૂછવું જોઈએ...”હું અટક્યો મારાથી કદાચ વધુ બોલાઈ ગયું હોય એવું મને લાગવા લાગ્યું હતું.

“મારે મારા સાથે જોડાયેલા બધાનુ વિચારવું પડે છે, કદાચ અને હું એટલે જ આવી છું...”

“વિચાર બીજું તો શું, મારે તો ક્યાં કોઈ છે જ કે મારે એમનું પણ વિચારવું પડે... હું તો પરગ્રહ વાસી છું ને?”

“ એવું નથી યાર, તું સમજતો કેમ નથી કે મારી દુનિયા એમના સાથેજ સંકળાયેલી છે...”

“કેમ મારી દુનિયા સાથે કોઈ નહી સંકળાયેલું હોય...”

“એવું નથી યાર.” એના જવાબમાં વેદનાની ભીનાશ હજુય એમજ રેલાતી હતી...

“દુનિયાની નજરમાં તો આવુજ થાય ને, વાંધો નઈ”

“તને તો દુનિયા દેખાતી જ નથી ને...?”

“હા કદાચ”

“પણ દુનિયા છે બકા, અને આવી જ છે, સમજ્યો?”

“તો તું મને છોડી જઈશ એમ જ ને? તું એમજ જીવવા માંગે છે ને? ઓકે જીવી લે બસ, હું એના માટે તને દોશી ક્યારેય નઈ ગણું...?”

“તું ફરી સમજતો નથી...” એણે મારી પડતી વાત ઉપાડી લીધી.

“હા માની લઉ, હુ જ ખોટો હોઈશ...” હું હજુય એને જોઈ રહ્યો હતો અને મારે એની આંખોમાં એના શબ્દોની સત્યતા જોવી હતી. વિચારીજ રહ્યો હતો કે એના ચહેરાને પકડી લઉં એને મારી આંખોમાં, મારા દિલની ગહેરાઇઓમા હિલોળે ચડેલા લાગણીના સાગરો દેખાડું. એની આંખો પર એક હળવું ચુંબન કરી એને મારામાં સમાવી લઉં. એને મારી બાહોમાં ભરીને બધાજ જવાબો બદલી નાખું એના, મારા અને કદાચ આ આખાય સંસારના પણ. એના ચહેરાને સ્પર્શીને એના દિલની લાગણીઓને ઝંઝોળી નાખું એને પ્રેમ કરી લઉં, ચાહી લઉં, અને કદાચ મંઝુરી આપે તો એને ચૂમી પણ લઉં.

“તને દુખી કરવા નથી માંગતી પણ કદાચ, તને થતી વેદના બદલ હું માફી માંગી લઉં બસ. પણ મારા મમ્મી પપ્પાની ખુશીઓને જોતા મારી ખુશી હું કેમ કરીને વિચારી શકું કદાચ તને આ વાત પણ દુનીયાદારી લાગશે. પણ મારા જીવન માટે આજ સત્ય છે, સ્ત્રી જીવનમાં આવા સામાજિક બંધનો હોય જ છે...” એ રોકાઈ ગઈ કદાચ વેદના એની આંખોની કિનારીઓ સુધી રેલાતી હશે પણ એ એને જાહેર કરતાય ખચકાતી હતી. એ બસ કોઈક વાતને છુપાવવા ઈચ્છતી હતી એની પાસે નક્કર કારણની કમી હતી. એની સામાજિકતા એને દુખમાં નાખીને ભાગી છૂટતી હતી.

“હવે શું થશે...? એમ કે...?” મેં એને પૂછી લીધું હતું.

“મને નથી ખબર...”

“આવું કેમ કરી શકે તું...?”

“હું બે જીવન સાથે નથી જીવી શકતી” કેટલી ધીમી અને અસ્પષ્ટ વાતો અત્યારે મારી સામે ઉભા રહી એ કરી રહી હતી. જાણે ઘણું છુપાવતી હોય એવો થથરાટ એના અવાજમાં મને વર્તાઈ રહ્યો હતો.

[ વધુ આવતા અંકે...]

લેખક વિષે :-

સુલતાન સિંહ...

જે પ્રોફાઈલમાં જોઈ શકાય છે હા એજ મારું નામ અને એના પાછળનું ‘જીવન’ એજ મારું ઉપનામ. હું મુખ્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિદ્યાર્થી છું. અત્યાર સુધી કોઈ ઝાઝી મોટી સફળતા મારા જીવનમાં મેં પામી નથી, કંઇક શોધું છું, શીખવામાં મસ્ત છું અને બસ આમ જ મારે હર હંમેશ શીખતા રહેવું છે. મારા લક્ષ્ય મુજબ મારે કોઈ ટોચ પર નથી પહોચવું, બસ મારે આ સફળતા અને દિલના પહાડી માર્ગમાં ચાલતા પડતા અને ઉઠતા આગળ વધતાં રહેવું છે. અટકવું નથી અને કોઈને ખટકવું પણ નથી. કહેવાય છે કે પડેલું તો પાણી પણ ગંધાય છે અને વહેતું હર હમેશ તાજગી સાથે વહેતું જાય છે. માન્યતામાં નથી માનતો પણ આ વાત સાચી છે. માનવામાં હું શૂન્ય છું અને જાણવામાં વિદ્યાર્થી, દરેક પળે નવી રાહ શીખતો વિદ્યાર્થી. જાણવાની જિજ્ઞાસા સદાય મારા દિલમાં રહી છે. અને આમજ રહેશે... સતત... નિરંતર... અને અવિરત... અખંડ જ્યોત સમી...

અત્યાર સુધી મારા ખાસ્સા આર્ટિકલ માતૃ ભારતી પર આવ્યા છે. અને મારી એક નૉવેલ [સ્વપ્નસૃષ્ટિ- દુનિયાદારી થી દિલની મંઝીલ સુધીની કહાની] પણ પ્રકરણ સ્વરૂપે ૩૧ ભાગમાં પ્રકાશિત થઇ ચૂકી છે જે બધાજ ભાગ તમે માતૃ ભારતી પર વાંચી શકો છો અને કદાચ અંદાજીત જુલાઈના અંત સુધીમાં એક નવી નૉવેલ [સુલતાન ભાઈ- અ સ્ટોરી ઓફ વિલેજીયન રેબેલ] પણ માતૃ ભારતી પર પ્રકાશિત થશે.

માતૃ ભારતી સિવાય પણ હું પ્રતીલીપી, વીપબ, ડેયલીહન્ટ અને ખાસ મારા બ્લોગ પર હું લખતો રહું છું.

વિગતો :-

Mobile: - +91-9904185007

Mail-id: -

Facebook: - @imsultansingh [twitter, LinkedIn]

Blog: -