સંગીતનો જાદુ Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગીતનો જાદુ

સંગીતનો જાદુ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સંગીતનો જાદુ

પાયલને સંગીત માટે શ્રેષ્ઠતાનું ઈનામ જાહેર થયું ત્યારે, આખો હોલ તાળીઓથીગુંજી ઉઠ્યો અને પાયલ સાથે એમની મા બંસરીની આંખો આંસુથી છલકાઈ ગઈ. ક્ષણબે-ક્ષણ તો માન્યામાં જ ન આવ્યું, કારણ કે પાયલ કરતાં પણ ઘણા સિનિયર કલાકારોહતા- ગાયકીમાં અને વાદ્યવાદનમાં પણ પાયલ એક માત્ર હતી કે જેણે એકલીએ જએકસાથે અનેક વાદ્યો વગાડ્યા. એક સંપૂર્ણ રાગ રાગીણીથી તૈયાર કરેલું એક ગીત માત્રવાદ્યોમાં સંભળાવ્યું. એણે વિવિધ વાદ્યો વગાડ્યા, તબલા, નાલ, મંજીરા, પખવાજ,રોટોડ્રમ, ઓક્ટોપેડ, બંસરી અને સીન્થેસાઈઝર. એટલી પ્રેક્ટીસ કરી હશે તો જ આશક્ય બને. જ્યારે એનું નામ જાહેર થયું કે ’પાયલ હવે રજૂ કરશે સંગીતની સૂરાવલી મઢ્યું એક ગીત માત્ર વાદ્યો પર’ અને જેવી પાયલ સ્ટેજ પર આવી ત્યારે નિર્ણાયકોએપૂછ્યું કે તું જ છો...? તારી ટીમ ક્યાં...? તો પાયલ ઈશારાથી કહે કે એકલી જ આબધું જ વગાડીશ. નિર્ણાયકોને થયું કે આ કેમ શક્ય બનશે...? પણ જેવું એણે આજુબાજુરહેલા વાદ્યોની વચ્ચે, ટેબલ પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું કે તરત જ પ્રેક્ષકોમાં સન્નાટોછવાઈ ગયો. ટાંકણી પડે તોય અવાજ ન આવે એવી શાંતિ બધા વિચારવા લાગ્યા કે આકેમ થશે...? કેવું થશે...? પણ જેવું પાયલે સંગીત રેલાવ્યું, વાતાવરણ સૂરોથી છલકાઈગયું. કોઈને લાગે પિયાનો પર ધૂન રેલાઈ, એ સાથે જ, તબલા પર ડાબે હાથે થાપઆપી. એક હાથ તબલા પર, એક હાથ પ્લેયર પર અને બન્ને પગ ડ્રમ્સ અને બીજા વાદ્યોપર, ધીરે ધીરે સંગીતના સૂરો રેલાવા માંડ્યા, વાતાવરણ તરબત્તર થઈ ગયું. વચ્ચે તોમાત્ર તબલા સાથે વાંસળીના સૂરોની જુગલબંધીએ તો કમાલ કરી અને જ્યારે, સંપૂર્ણસૂરાવલી પૂરી થઈ ત્યારે માત્ર નિર્ણાયકો જ નહીં, પ્રેક્ષકો પણ પોતાની જગ્યાએથી ઉભાથઈ ગયા અને તાળીઓના ગડગડાટ સાથે વન્સમોરથી બૂમો પાડવા માંડ્યા હતા અને બેદિવસની આ હરિફાઈ પછી છેલ્લે જ્યારે નિર્ણય જાહેર કરવા નિર્ણાયકો ઉભા થયા ત્યારેપ્રેક્ષકોને હતું જ કે પ્રથમ પરિતોષિક તો પાયલને જ મળશે. ભલે, બીજું એક ગ્રુપ હતું,પણ એક ગ્રુપ કરતાં પણ વધુ વાતાવરણ તરબતર કરનાર માત્ર એકમાત્ર પાયલ હતી,છતાં પાયલને ભરોસો નહોતો પણ મા ને મનમાં થતું હતું કે, મારી દીકરીની તપસ્યા ફળેતો સારૂં, અને બે-પાંચ મિનિટમાં જ પાયલનું નામ જાહેર થયું. પાયલ આંખમાં આંસુસાથે સ્ટેજને વંદન કરી ઉપર ગઈ, નિર્ણાયકોને વંદન કર્યા અને ટ્રોફી હાથમાં લીધી અને નિર્ણાયકોએ કહ્યું કે હવે તું તારી આ સાધના માટે કંઈક કહે, પાયલ બે ક્ષણ એમની સામેજોઈ રહી પછી મા ને ઈશારો કરી સ્ટેજ પર બોલાવી, મા એ સ્ટેજ પર આવી સૌને વંદનકર્યા, પાયલે માને ચરણ સ્પર્શ કરી ટ્રોફી હાથમાં આપી, પછી માઈક હાથમાં આપ્યું,મા, બંસરીએ કહ્યું, આભાર આપ સૌનો તમે મારી દીકરીની કળાને બિરદાવી, આપસૌની જાણ માટે કહું કે એ હજુ બોલી શકતી નથી, ભાંગ્યું તૂટ્યું બોલે છે, એ પણ થોડોવખતમાં થઈ જશે અને આવતા બે વર્ષમાં તો કદાચ એ ગાવા માંડશે, એ આટલી પણસ્વસ્થ થઈ છે માત્ર સંગીતના સથવારે. એ જ્યારે માંદી પડી ત્યારે એ બચશે અને સાજીથશે એવી કોઈ આશા રાખી જ નહોતી. એ સાંભળતી હતી બધું જ, પણ બોલતીનહોતી, સંપૂર્ણ પથારીવશ હતી, સૂનમૂન પડી રહેતી, અને વિચાર આવ્યો કે એનેસંગીત સંભળાવું, એટલે મે એક પ્લેયર ખરીદ્યું, નાનુ, જેમાં રેડિયો, સીડી બધું જ વાગે.મેં ઈયર પ્લગ એના કાનમાં ભરાવી પ્લેયર ચાલુ કર્યું. મસ્ત સૂરાવલી સાથેનું સંગીતવાગે, ઘોંઘાટભર્યું નહીં. ઈન્સ્ટ્રુમેન્ટલ, વોકલ, બન્ને એ સાંભળતી જાય અને એનો ચહેરોખીલતો જાય. થોડા દિવસ પછી તો હલન ચલન થવા માંડ્યું. હાથથી તાલ આપવામાંડી, મહિનામાં તો બેસવા માંડી, ત્રણ મહિનામાં તો હરવા ફરવા માંડી, પણ સંગીતસાંભળવાનું ના છોડે. એની બધી જ ઈન્દ્રિયો ખીલવા માંડી, બસ, હજી એને વાચા પૂરીનથી આવી, પણ આવી જશે. હું તો એક જ વાત વર્ષોથી કહેતી આવી છું કે સંગીત એકઆનંદ તો છે જ પરંતુ એક ઔષધ ઉપચાર, તંદુરસ્તીમાં સહાયક છે. તમે ભલે ગાવનહીં પણ સાંભળો, સમય મળે ત્યારે સાંભળો, બીમાર હોં ત્યારે તો ખાસ સાંભળો.પછી જુઓ એની મજા. એ જ કર્યું છે મારી દીકરી પાયલે. સાંભળતા સાંભળતા વાદ્યોવગાડવા માંડી... એ બોલી નહોતી શકતી એટલે કોઈ એને સાથ નહોતું આપતું. એએકલી જ વગાડતી અને શીખતી. મેં પોતે સંગીત વિસરદ કર્યું છે. એટલે માર્ગદર્શનઆપતી, પણ વિશેષ માર્ગદર્શન આપ્યું. મારા ગુરુજીના પુત્ર મારા ગુરુબંધુ વિષ્ણુજીએ,એ એકલી જ શિખતી ગઈ અને એકલી જ વગાડતી ગઈ. કોઈ સાથ ન આપે તો કાંઈનહીં, સંગીત તો છે જ ને...? બસ, આજે એની એ સાધના ફળી. એની કળા, એનીલાગણી એણે લોકો સુધી પહોંચાડી, હું આપ સૌને વિનંતી કરૂં છું કે, સ્વસ્થ અને મસ્તરહેવું હોય તો સંગીત સાંભળો. થાકી ગયા હો, બીમાર હો, કોઈ સૂઝ ન પડતી હોય,એકલતા લાગતી હોય, તો સંગીત સાંભળો. પછી જુઓ એનું પરિણામ ’બંસરીના વક્તવ્યપછી બધાએ ઉભા થઈ તાળીઓથી અભિવાદન કર્યું. આ કાર્યક્રમ પૂરો કરી મા-દીકરીઘેર ગયા. પાયલના પિતાજી બીમાર હતા. પથારીવશ હતા. એ પડ્યા પડ્યા સંગીતસાંભળતા હતા. ઈયરફોનથી નહીં, સ્ટીરીયોમાં. આખા રૂમમાં સરોદના સૂરો રેલાતાહતા, પાયલે ઘરમાં જઈ પિતાજીના રૂમના બારણા પર ટકોરા મારી બારણું ખોલ્યું.પિતાજી રાહજ જોતા હતા. પાયલ જેવી આવી અને એના હાથમાં ટ્રોફી જોઈ પિતાજીનીઆંખો આંસુથી છલકાઈ ગઈ. પાયલ પણ પિતાજીને વળગી પડી. પિતાજીને અશ્રુધારાવહેતી જ રહી. પાયલ ખસી ગઈને મા ને કહ્યું કે, પિતાજીને સમજાવ. બંસરી પાસેઆવી, પતિદેવના માથે હાથ ફેરવી બોલી, ’એમ ઢીલા ન થાવ, હવે બધું જ સારૂં છેને...? તમે પણ કેટલા સ્વસ્થ થઈ ગયા...? જુના દિવસો, જૂની વાતો ભૂલી જાવ. હવેઆપણે માત્ર આનંદ કરશું, તમે પણ એકાદ મહિનામાં તો હરતા ફરતા થઈ જશો.આપણા દીકરાએ ધંધો સંભાળી લીધો છે, ચાલો હસો તો...!’

બંસરીના પતિદેવ દેવકુમાર આમ ઢીલા થાય એ સ્વાભાવિક છે જ્યારે બંસરીપરણીને ઘરમાં આવી ત્યારે ઘરમાં સંગીત કોઈને ગમતું જ નહીં. દેવકુમારને તો સખતચીડ હતી. દેવકુમારના મા-બાપે તો ઘર સારૂં હતું, સંસ્કારી કુટુંબ હતું, બંસરી રૂપાળીહતી, સારૂં ભણી હતી, બહું જ સુશીલ, નમ્ર, આજ્ઞાંકિત મિતભાષી છોકરી હતી. લોકોકહેતા કે આવું ઘર ના મળે. વધાવી લો એટલે વધાવી લીધું હતું. જ્યારે બંસરીના માબાપે એના સંગીતના શોખની વાત કરી ત્યારે દેવકુમાર સહિત બધાએ વાત વધાવી અનેકહ્યું, સારી જ વાત છે. સંગીત તો એક આનંદ છે. પણ પરણ્યા પછી ત્રણ-ચાર મહિનામાંજ દેવકુમારે પોત પ્રકાશ્યું કે આ રાગડા નહીં જોઈએ. સખત વિરોધ નોંધાવ્યો. તોયબંસરી કહેતી કે સંગીત, ગાવા, સાંભળવા સાથે સ્વાસ્થ્ય માટે ઘણું જ સારૂં. તો દેવકુમારગુસ્સામાં કહે, ’તંબૂરો સારૂં...?’ તો બંસરી કહે ’ના ના, બધા જ વાદ્યો સારા અનેદેવકુમાર વધારે તાડૂકે, બસ કર, તોય ક્યારેક બંસરી કહે ’સંગીત સાંભળતા રહીયે તોઘરડા ના થઈએ, એટલે કે શરીર પર ઘડપણ દેખાય નહીં, ઉંમર ના દેખાય, માંદગીહોય તો જતી રહે, સ્વસ્થ રહેવાય, મસ્ત રહેવાય, સારા વિચારો આવે, કામમાંરચનાત્મક્તા આવે.’ ત્યારે દેવકુમાર તાડૂકીને બે હાથ જોડી કહેતો ’માતાજી, એ બધું જ આપની પાસે રાખો, તમે સાંભળો, પણ કાનમાં ભૂંગળાં ભરાવીને હું ના હોઉં ત્યારે’બંસરીને ગુસ્સો ન આવે, સંગીત પ્રેમને કારણે એ મનથી બહું જ સ્વસ્થ હોય, ક્યારેયઅકળાય નહીં. માત્ર હસતા હસતા હા પાડી દે. એ લોકો વચ્ચે તકરાર ન થાય. દેવકુમારરોકે નહીં પણ કહે કે તમારો શોખ મારા પર થોપો નહીં, હું તમને રોકતો નથી. તમારે મને જોર કરવાનું નહીં.

આ પરિસ્થિતિમાં દીકરીને અગાશીમા રમત રમતા, સૂકવેલા કપડામાંની સાડીગળે વિંટળાઈ ગઈ અને એ કાઢી ના શકી અને ગળુ રૂંધાવા માંડ્યું. બેભાન થઈ,પથારીવશ થઈ ગઈ. દવા તો ચાલતી જ હતી પણ સંગીતે વધારે મદદ કરી. આ દરમ્યાનજ દેવકુમાર માંદો પડ્યો, પોતાની દીકરીને સંગીતના સથવારે હરતી ફરતી જોઈ, એકદિવસ બાજુમાં પડેલું વોકીનો ઈયર પ્લગ કાનમાં ભરાવી આંખ બંધ કરી સાંભળવામાંડ્યો. બંસરીએ આ જોયું તો એનો તો હરખ માતો નહોતો. એ વિચાર કરે, સંગીતના વરોધી પોતે સંગીત સાંભળે...? બંસરી સમજદાર એ કહે નહીં કે ’કેમ...? હારમાની...? હવે લાગે છે ને...? સંગીત સારૂં છે...?’ આવું કંઈ જ નહીં, બસ મનમાંવિચારે કે હવે જલદી સાજા થઈ જશે અને થયા પણ ખરા. ઝડપથી સાજા, હવે ઘરમાં રેલાય છે સંગીત.

આ વાત સાચી છે, સંગીતની વાત આ અગાઉ આપણે સંવેદનામાં કરી જ છેપણ આવી ઘટનાઓ જોયા પછી લોકોને કહેવાની ઈચ્છા થાય કે ભલે ગાઓ કે વગાડોનહીં પણ સાંભળો. કાનમાં ઈયરપ્લગ લગાવીને સાંભળો. નવરા બેઠા હો ત્યારે સાંભળો,સૂતા પહેલા સાંભળો, સાંભળતા સાંભળતા સૂઈ જાવ, ઊંઘ મસ્ત આવશે, અનિન્દ્રાનોરોગ હશે તો દૂર થશે. ગોળી ખાધા વગર, લોકોને અસાદ્ય રોગો મટ્યા છે. સાંભળ્યું છેકેન્સર પણ મટે છે અને કોઈ રોગ ના હોય તો થાય નહીં. શરીર સતત સ્વસ્થ રહે, હૃદયમસ્ત ધબકતું રહે, લોહી સરસ ફરતું રહે, માટે સાંભળો સંગીત.

માનવીની વાત તો ઠીક છે ગમાણમાં સંગીત વહેલી સવારે વાગે તો ગાય-ભેંસદૂધ વધારે આપે. ઉત્તર ગુજરાતની એક ગૌશાળામાં એ પ્રથા છે. સવારે ચાર વાગ્યેનીરણ નાંખતી વખતે સંગીત ચાલું થાય અને પાંચ વાગે દૂધ દોવાય તો વધારે આપે,આમ જ બગીચામાં સંગીતથી ફૂલો સરસ ખીલે. ચાર આંબા વચ્ચે, એક સ્પીકર એમ આખા વનમાં સ્પીકર મૂકી સંગીત વગાડો તો કેરીનું ફળ મોટું આપે અને રસ મીઠોઆવે. આમ જ બીજા ફળો માટે પણ છે, પ્રાણી સંગ્રહાલયમાં પણ સંગીત વહેલી સવારેવાગે તો પ્રાણીઓમાં હિંસક વૃત્તિ ઓછી થાય. આવા તો ઘણાં ચમત્કારો છે સંગીતના... સવારે ચાલવા જાઓ ત્યારે વોકી સાંભળ્યાકરો, તો સારૂં. સંગીતનું જ્ઞાન જરૂરી નથી, કોઈ વાદ્યની સમજણ કે એ આવડવું જરૂરીનથી. ગાતા ન આવડે તો કાંઈ નહીં, રાગ, રાગીણી, સૂરાવલીની સમજણ ના હોય તોકાંઈ નહીં, સાંભળતા તો આવડે ને...? તો સાંભળો. મસ્ત રહો, સદા સ્વસ્થ રહો.

વાંચકોની જાણ માટે આજથી ૧૬ વર્ષ પહેલા ’નોબત’ પરિવારના સ્વ.શ્રીશેખર માધવાણી મને નિરવ ફાર્મ પર લઈ ગયેલા જ્યાં એમણે મને ચાર આંબા વચ્ચેથાંભલા પર એક સ્પીકર ગોઠવેલું બતાવ્યું. એમ આખા વનમાં હતું. એમણે જ કહ્યું કે,’વહેલી સવારે અને ઢળતી સાંજે અહીં સંગીત વગાડીએ છીએ જેથી ફળ સરસ આવે.’અને એ મસ્ત ફળ મેં જોયા હતા. આ પ્રત્યક્ષ અનુભવેલી છે. સંગીતની અસર, સ્વસ્થસ્વાસ્થય અને સતત પ્રફુલ્લિત મન માટે છે શ્રેષ્ઠ ઔષધ... સંગીત.