ગપ્પાં - 1 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપ્પાં - 1

ગપ્પા

લેખક

અનીલ ચાવડા

પ્રકરણ ૧

“નવા આવ્યા છો કે શું ?” શૌર્યના આવા પ્રશ્નના ઉત્તરમાં કલ્પેને સ્મિત કરી હકારમાં ડોકું ધૂણાવ્યું.

“ક્યારેક આવો અમારી સાથે ક્રિકેટ રમવા. અમે દર રવિવારે જઈએ છીએ. તમને ક્રિકેટમાં રસ તો છેને ?”

“ઠીક ઠીક, બહુ જાજા નહીં.”

“કંઈ વાંધો નહીં બોસ. આવો તો ખરા, ખાલી જાજા. રમાય તો રમજા.”

“હા જરૂર.”

“ચાલો આજે આવવું છે ? આજે આમ પણ રવિવાર છે. થોડીવાર પછી બધા જવાના છે. જા તમારે કંઈ ખાસ કામ ના હોય તો પધારો બોસ.”

“ના, એવું કંઈ ખાસ કામ તો નથી, પણ...”

“અરે તો પછી ચાલોને... બેસો પાછળ, હું પણ કલ્પનામાં જ રહું છું. આપણી સોસાયટી એક જ છે, પછી શું. બેસો બેસો...” શૌર્યએ આગ્રહ કર્યો. કલ્પેન પાસે કંઈ ખાસ કામ નહોતું. નવી જગ્યા હતી, નવા માણસો હતા. એ શૌર્ય પાછળ બાઇકમાં બેસી ગયો. એવું વિચારીને કે ચાલો કોઈ નવા મિત્રોની ઓળખાણ તો થશે.

થોકી જ વારમાં બાઇક બંને સોસાયટીથી થોડે દૂર આવેલા નાનકડા મેદાનમાં આવીને અટકી ગયું.

“એ ભોંદિયા...” સાંભળતા જ ઘૂરકિયું કરતો હોય એમ ભોંદિયાએ તેની સામે જાયું. આમ તો ભોંદુ કહે તેમાં તેને વાંધો નહોતો, પણ જ્યારે કોઈ અજાણ્યા માણસ સામે ભોંદુ કહેવામાં આવે તો તેને ખૂબ ખોટું લાગતું.

“હહહહ.... બબૂચક તારા બાપનું નામ નથી આવડતું ?” બચકું ભરતો હોય તેમ ભોંદુ બોલ્યો.

કલ્પના અને તરંગલીલા સોસાટીની બંને ટીમમાં એક માણસ કોમન હતો અને તે હતો ભોંદુ. કેમકે એ બેટિંગ નહોતો કરતો, બોલિંગ પણ નહોતો કરતો. ફિલ્ડિંગ ભરવાની વાત તો હજારો ગાઉ દૂર છે. તે હંમેશાં અમ્પાયરની ભૂમિકા ભજવતો. આમ તો તેનું નામ ભરત હતું, પણ હાથીના મદનિયા જેવું જાડું શરીર, આંખ પર કાચની બોતલના તળિયા જેવા જાડ્ડા ચશ્માં, પાકી ગયેલા જાંબુ જેવો કાળો ઘાટ્ટો રંગ અને કોઈ પણ વાતની શરૂઆત ‘હહહહ...’ એવા હલકારા સાથે કરવાની ટેવ... આવા બધા ગુણોને લીધે બધાએ તેનું નામ ભોંદુ પાડી દીધેલું. સમય જતાં ભોંદુએ પણ એ સ્વીકારી લીધેલું.

“બે ભોંદિયા મૂકને રામાયણ, આ તો રોજનું થયું. ચલ શૌર્ય આવી જા...” તરંગ આગળ આવ્યો.

તરંગ! શરીરમાં સાવ પાતળો, પીચ પર બેટ પકડીને ઊભો હોય ત્યારે એણે બેટ પકડ્યું છે કે બેટે એને પકડ્યો છે તે સમજાય નહીં. દૂરથી જાતાં તો કળવું પણ મુશ્કેલ થઈ જાય કે બેમાંથી બેટ કોણ ? સાદું પેન્ટ અને સાદો શર્ટ હંમેશનો તેનો ડ્રેસ. ગમ્મે તેવાં નવાં પકડાં હોય, ક્યારેય ઇનશર્ટ નહીં કરવાનું. જાણે જન્મતાની સાથે જ મળ્યું હોય તેવું કપાળમાં તિલક. ભૂલથી એક દિવસ મંદિરે ન ગયો હોય તો હજારો વાર મનોમન ઈશ્વરની માફી માગે તેવો ધાર્મિક. સંસ્કૃતમાં ભણ્યો હોવાથી ઘણા બધા સંસ્કૃત શ્લોકો તો તેને સાવ મોઢે. આગળના બે દાંતમાંથી એક દાંત અડધો તૂટી ગયેલો. જ્યારે વિચારે ચડી જાય ત્યારે પોતાના આ તૂટેલા દાંત પર જીભ ફેરવવાની તેને ટેવ. ચહેરો રૂપાળો અને ચીપીચીપીને ઓળેલા વાળ. લગ્ન કરાવવા આવેલો બ્રાહ્મણ જ જાઈ લ્યો ! મૂળ કાઠિયાવાડનો હોવાથી ક્યારેક ક્યારેક વાતમાં કાઠિયાવાડી લહેકો આવી જતો.

“તરંગિયા, આ મારો દોસ્તાર છે, અમારી સોસાયટીમાં હજી હમણાથી જ રહેવા આવ્યો છે.”

“હા, તેમને તો ક્યાંક જાયા હોય તેવું લાગે છે.” પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવા ફરેવતા તરંગે કહ્યું.

“હા, મેં પણ તમને બધાને જાયેલા છે. હું થોડા સમયથી જ રહેવા આવ્યો છું. તમને બધાને ક્યારેક ક્યારેક આવતા-જતા જાતો હોઉં છું. આજે આ શૌર્ય...”

“હું એમને લઈ આવ્યો.” કલ્પેનની વાત વચ્ચેથી કાપી શૌર્યએ કહ્યું. “થોડા દિવસથી મને મળે છે. થોડી ઘણી ઓળખાણ થઈ. આપણી જેવો જ મસ્ત મૌલા છે, તો થયું ચલો આપણી ટીમમાં એક પ્લેયર વધશે. આમ પણ આપણને રમવામાં ઓછા પડે છે.”

“સારું થયું તું એમને લઈ આવ્યો.”

“અરે તમે મને તમે ન કહો યાર. આપણે બધા સરખા જ છીએ. હવે આપણે રેગ્યુલર મળવાના પણ ખરા. તો દોસ્તોની જેમ રહીએ એ જ સારું.”

“હમ્... પણ એ તો થોડો સમય રહેશે, પછી આપોઆપ જતો રહેશે.”

“અલા બીજા બધા હજી નથી આયા.” આવું બોલ્યો ત્યાં જ શૌર્યના માથે આયુએ ટપલી મારી કહ્યું, “બે ટણપા પાછળ તો જા.”

“બે, તારી આ ટેવ બહુ ખરાબ છે. માથામાં નહીં મારવાનું. મગજ ગરમ થઈ જાય છે.” શૌર્યને ગુસ્સો આવી ગયો.

“અચ્છાઆઆઆ ?” આયુએ લાંબો લહેકો લીધો “તો તારા માથામાં મગજ છે, એમ ?”

“મગજ હોવા માટે માથામાં ટાલ પડવી જરૂરી નથી, બરોબર ?” આયુ જેવો જ

ઘોઘરો અવાજ કાઢીને શૌર્યએ આયુના માથામાં તાજી તાજી પડી રહેલી ટાલ તરફ નિર્દેશ કર્યો. “સાલા, માથામાં વાળ તો સાચવી નથી શક્યો ને મને શું માથામાં માર માર કરે છે.” પાછો પોતાના મૂળ અવાજમાં આવી ગયો. “તને મારા વાળની ઈર્ષ્યા થાય છે એમ કહેને.”

“એ... બે... તારા વાળ કરતા તો મારા માથામાં સાવ ટાલ પડી જાય ને એ વધારે સારું. તું તો જાણે શારૂપ ખાન ના હોય ટણપા !”

“બંધ કરો હવે આ મગજમારી... ચાલો બધા આવી ગયા છે.” તરંગે ઝઘડો અટકાવતા કહ્યું.

“અરે યાર દર વખતે આ મગજની પત્તર ફાડે છે. હું તો...” શૌર્ય પોતાની સફાઈ રજૂ કરવા ગયો.

“પ્લીજ, હવે વાત પતી ગઈ. અને હા, તમારી ટીમમાં પણ પૂરા ખેલાડીઓ થઈ ગયા. આ તમારા ભાઈબંધ આવી ગયા ને...”

“મારું નામ કલ્પેન છે.” કહીને કલ્પેને હાથ લંબાવ્યો.

“વેલકમ કલ્પેનભાઈ, વેલકમ...”

“માત્ર કલ્પેન.”

“ઓકે.”

“હહહહ... ચાલો પોતપોતાની ટીમમાં વહેંચાઈ જાવ. તરંગ, આયુ, વેદાંગ, ચિરાગ, જિગો એ બધા એક બાજુ અને શૌર્ય, દેવ, એઝાઝ, કૌશલ એક બાજુ.”

“અમારી સાથે કલ્પેન પણ છે. તેનું નામ પણ બોલ.”

“હહહહ.... ઓકે આવી જાવ.”

“આ લે.” કહીને દર વખતની જેમ તરંગે ભોંદુના હાથમાં સિક્કો મૂક્યો.

ટીમ વહેંચાઈ ગઈ, ભોંદુએ સિક્કો ઉછાળ્યો, કિંગ-ક્રોસ પણ થઈ ગયા. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. ક્રિકેટની રમત શરૂ થઈ ગઈ.

ક્રિકેટ બે ટીમમાં વહેંચાઈ હતી. એકમાં હતા કલ્પના સોસાયટીના યુવાનો અને બીજી ટીમમાં તરંગલીલાના.

બંને સોસાયટીઓ સામસામે હતી. વચ્ચે માત્ર એક કાચોપાકો રોડ હતો, તેની પરથી નાનાં-મોટાં વાહનો પસાર થતાં રહેતાં. અત્યારે બધા મિત્રો સોસાયટીથી થોડે નજીક આવેલા મેદાન પર હતા.

ક્રિકેટની સૌથી મોટી વિશેષતા હતી તરંગની તરંગોભરી કોમેન્ટ્રી. સોસાયટીના છોકરાઓની આ નાનકડી મેચમાં પણ કોમેન્ટ્રી દ્વારા તે પોતાના એટલા તરંગો ભરી દેતો કે લોકોને ક્રિકેટ જાવા કરતા તેની કોમેન્ટ્રી સાંભળવામાં વધારે રસ પડતો. ક્યારેક ક્યારેક તો તે આ જ ક્રિકેટના ખેલાડીઓમાંથી વાર્તાઓ ઘડી કાઢતો. બેટ્સમેનને કોઈ મહાન યોદ્ધાની જેમ રજૂ કરતો. તો વળી બોલિંગ કરનારને એક આદર્શ અને ચબરાક સૈનિક તરીકે મૂકી આપતો. વિકેટકીપરને તો એ સૈન્યનાં ધાડાં આવતાં રોકવા માટે ચીને મહાન દીવાલ બનાવી તેવી દીવાલ જેવો ગણતો. વિકેટકીપરને તે વાલ ઑફ બાલ તરીકે રજૂ કરતો. રમતમાં ગમે તે ટીમ જીતે, પણ તરંગ કોમેન્ટ્રીમાં ક્યારેય ન હારતો. લોકોને પણ તરંગની તરંગી વાતો સાંભળતી ગમતી. પોતાના તરંગી સ્વભાવના લીધે તેને ગપ્પાંઓ મારવાની આદત પડી ગઈ હતી. નાની નાની વાતોને પણ તે એવી કલ્પનાઓથી મઢી દેતો હતો કે સાંભળનાર દંગ થઈ જતા. પોતાની તરંગી સલ્તનતનો તે આગવો માલિક હતો.

કલ્પેનનો પહેલો દિવસ હતો. તરંગની આવી કલ્પનાભરી કોમેન્ટ્રી તેની માટે ખૂબ અજાયબ હતી. તે તરંગની વાતોમાં જ લીન થઈ જતો. ક્રિકેટમાં તો તેનું ધ્યાન જ નહોતું રહેતું. કલ્પેન બધી રીતે તરંગથી સાવ અલગ હતો. દેખાવે શાંત, લગભગ પોણા છ ફૂટની હાઇટ, જીમમાં જઈને કસરત કરીને બનાવેલું સિક્સપેક શરીર, પીંગળી આંખો, મજબૂત બાવડાં અને ઘઉવર્ણો ચહેરો કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે પૂરતો હતો. મજાની વાત તો એ હતી કે એને પણ તરંગની જેમ તેના નામ પ્રમાણે જુદી જુદી કલ્પનાઓ કરવામાં ખૂબ મજા આવતી હતી. તે એકલો હોય ત્યારે કલ્પનાના પ્રદેશનો શહેનશાહ થઈ જતો. મનમાં ને મનમાં સેંકડો વાર્તાઓ ઘડી કાઢતો.

તરંગને કોમેન્ટ્રીમાં વાર્તાઓ ઘડતો જાઈને એની સામે જાણે એક કલ્પનાવિશ્વ ઊભું થઈ ગયું હતું. તે ખૂબ ઓછું બોલતો. પરંતુ પોતાના મનની અંદર તો એ કલ્પનાઓના ઘોડાઓને છૂટ્ટા મૂકી દેતો અને તેની પર સવાર થઈ તે દૂર દૂર ચાલ્યો જતો. નાની નાની વાતોમાં પણ કલ્પનાઓ ભરીને રજૂ કરવાની તેની ગજબની આવડત હતી, પણ અહીં તે સાવ નવોસવો હતો. બધાની સાથે હજી એટલો ભળ્યો નહોતો. તરંગની કોમેન્ટ્રી સાંભળીને તેને પણ લાગતું કે હું પણ આવું બોલું તો કેવું સારું.

ક્રિકેટ પૂરી થઈ ત્યારે જાણે રાજા-મહારાજાઓની કોઈ મહાન રમત પૂરી થઈ હોય તેવા સુંદર વર્ણન સાથે તરંગે વાત આટોપી. સૌથી વધારે રન કરનાર ખેલાડી મહાયોદ્ધાની જેમ તલવાર લઈને રણમેદાનમાંથી બહાર આવી રહ્યો હોય તેમ આવતો તેણે દર્શાવ્યો. સૂરજ જાણે તડકાથી

તેની પર સુવર્ણવર્ષા કરી રહ્યો હતો. પરસેવો તેના આખા જાશીલા શરીરને અત્તરની જેમ ધોઈ રહ્યો હતો. ચીનની દીવાલ જેવી વિકેટકીપરની દીવાલ તોડીને જ્યારે આયુએ સિક્સ મારી ત્યારે લાગ્યું કે જાણે સ્વયં ચંદ્રને પકડીને તેણે બ્રહ્માંડમાં ફેંક્યો છે. ખેલાડીઓ નભમંડળના ગ્રહોની જેમ આમથી તેમ ફર્યા કરતા હતા, જાણે આખું ગ્રહમંડળ ક્રિકેટના મેદાનમાં ઊતરી આવ્યું હતું.

કલ્પેનને આ બધા સાથે મજા આવવા લાગી. અત્યાર સુધી તે પોતાના જૂના મિત્રો સાથે ઘણી વાર રમ્યો હતો, પણ આ રીતે કલ્પનાભરી કોમેટ્રી કહેવાનું તેને ક્યારેય સૂઝ્યું નહોતું. તરંગની આવી વાતો તેને ભીતરથી રોમાંચિત કરી દેતી હતી. તે પોતે પણ તેના તરંગોમાં ખેંચાઈ જતો હતો.

હવે તો દર રવિવારે તે પણ બધા સાથે ફરજિયાત ક્રિકેટ રમવા આવવા લાગ્યો. ધીમે ધીમે બધા સાથે દોસ્તી એટલી ગાઢ થતી ગઈ કે મજાક મજાકમાં એકબીજાને ગાળ પણ દઈ દેતા. જાતજાતામાં તો તે બધાની સાથે એટલો બધો ભળી ગયો કે તે પણ બધામાંનો જ એક બની ગયો. તેને સૌથી વધારે શૌર્ય સાથે બનતું હતું. કેમકે શૌર્યની સાથે જ તે દર વખતે આવતો હતો. કલ્પેન સાથેની વાતોમાં શૌર્યને પણ લાગવા લાગ્યું કે તે પણ તરંગ જેવો જ કલ્પનાઓ કરવામાં માહેર છે. હવે તે પણ ક્યારેક તરંગ જેવા ગપ્પાં મારી લેતો. શૌર્ય અને તે બંને જણા જ્યારે એકલા હોય ત્યારે અનેક કલ્પનાઓભરી વાતો તે તેને સંભળાવ્યા કરતો. તે હિસ્ટ્રીનો વિદ્યાર્થી રહી ચૂક્યો હતો એટલે ઇતિહાસને લઈને પણ તે સારાં એવાં ગપ્પાં મારી લેતો. શૌર્યને પણ તેની સાથે સારું એવું ફાવી ગયું હતું અને તેના આ ગપ્પાંઓ સાંભળવાની ખૂબ મજા આવતી હતી. તેને તો એવું પણ થતું કે તરંગ અને કલ્પો સાથે સાથે ગપ્પાં મારે તો કેવી મજા પડે !

પ્રકરણ ૨

“ટાઈ-બાઈ કંઈ નહીં. પહેલાં અમારી ટીમ રમી ’તી એટલે અમે જીતી ગયા.” તરંગ એકદમ ગુસ્સે થઈને બોલ્યો.

“બે તરંગિયા, આ અંચઈ છે, રન બંનેને સરખા છે તો તમે કઈ રીતે જીતો ?” કલ્પેને પણ ગુસ્સો કરીને મોટેથી કહ્યું.

“હહહહ.... એક મિનિટ..” ભોંદુએ બરાડો પાડ્યો.

કલ્પના અને તરંગલીલા સોસાયટીની ક્રિકેટ મેચમાં એક માણસ કોમન હતો અને તે હતો ભોંદુ. કેમકે એ બેટિંગ નહોતો કરતો, બોલિંગ પણ નહોતો કરતો. ફિલ્ડિંગ ભરવાની વાત તો હજારો ગાઉ દૂર છે. તે હંમેશાં અમ્પાયરની ભૂમિકા ભજવતો. આમ તો તેનું નામ ભરત હતું, પણ હાથીના મદનિયા જેવું જાડું શરીર, આંખ પર કાચની બોતલના તળિયા જેવા જાડ્ડા ચશ્માં, પાકી ગયેલા જાંબુ જેવો કાળો ઘાટ્ટો રંગ અને કોઈ પણ વાતની શરૂઆત ‘હહહહ...’ એવા હલકારા સાથે કરવાની ટેવ... આવા બધા ગુણોને લીધે બધાએ તેનું નામ ભોંદુ પાડી દીધેલું. સમય જતાં ભોંદુએ પણ એ સ્વીકારી લીધેલું.

“બહુ થયું... ક્યારનો તમારા બેની બકબક સાંભળું છું. હું શું અહીં ઊભો ઊભો ઝખ મારું છું.” ભોંદુનું મગજ પણ છટક્યું હતું. “હહહહ... તરંગિયા, અમથી અમથી મેં કંઈ ટાઈ આપી છે ? હું ચાડિયો છું તે દર વખતે આમ વચોવચ ઊભો રહું છું ? મને ખબર નથી પડતી, ડોબો છું હું ?”

ભોંદુનું આવું સ્વરૂપ જાઈને આટલા ગંભીર અને ગુસ્સાભર્યા વાતાવરણમાં પણ શૌર્યને હસવું આવી ગયું. ફુફુફુ કરતું તેનું હાસ્ય છૂટે એ પહેલાં તેણે મોં પર હાથ મૂકીને તેને દાબી દીધું.

“ટાઈ એટલે ટાઈ... બંનેને સરખા રન થયા છે.” લાલઘુમ આંખે ગુસ્સામાં હાંફતા હાંફતા ભોંદુએ પોતાનો અફર નિર્ણય જણાવી દીધો. તરંગ અને કલ્પેન ગુસ્સે ભરાયેલા વાઘ જેમ એકમેક સામે જાઈ રહ્યા હતા અને આવી સ્થિતિમાં તેમની વચોવચ યુદ્ધ રોકવાની કોશિશ રૂપે ચીનની દીવાલ જેમ ઊભો હતો ભોંદુ. દેખાવમાં ભોંદુ લાગતા ભોંદુનો નિર્ણય ઊથાપવાની કોઈનામાં તાકાત નહોતી. તાકાત કરતાંય તે જે નિર્ણય આપતો તેમાં બધાને પૂરેપૂરો વિશ્વાસ હતો. તે ક્યારેય કોઈ ટીમને અન્યાય ન થવા દેતો.

“પણ મારે જીત અને હારનો નિર્ણય અત્યારે જ જાઈએ.” તરંગ પોતાની વાતમાં અડગ રહ્યો.

“અત્યારે કઈ રીતે થઈ શકે ? હવે ફરીથી ક્રિકેટ રમવાનો મારો કોઈ જ મૂડ નથી.”

“ફરીથી તો મારે પણ નથી રમવું યાર... ક્યારના રમીએ છીએ, થાક બી લાગ્યો છે...” જિગો બોલ્યો.

“તો પછી અમારી ટીમને જીત આપી દો એટલે વાત પતે...” વેદાંગે તરંગને ટેકો આપ્યો.

“બે તરંગ, ખોટી જીદ મત કર, અગલે રવિવાર કો ફિર રમેંગે ના ભાઈ...” એઝાઝે એની ટીપીકલી ગુજરાતી હિન્દીમાં કહ્યું.

શૌર્યને પોતાના મનની ઇચ્છા પૂરી કરવાનો મોકો દેખાઈ રહ્યો હતો આ ઝઘડામાં એટલે ગાળો સાંભળવાની બીકે અટકતા અટકતા તે બોલ્યો, “જા કોઈને વાંધો ના હોય તો એક રસ્તો છે મારી પાસે જીત કે હાર નક્કી કરવાનો.”

“હહહહ... કોઈ જ રસ્તો નહીં, કોઈ જ કિંગ ક્રોસ નહીં.” ભોંદુનો ગુસ્સો હજી અકબંધ હતો.

“અ... હું... કિંગ ક્રોસની વાત નથી કરતો. બહુ મજાનો રસ્તો છે બોસ, જા વાંધો ન હોય તો...” તો અક્ષરને એણે થોડો લંબાવ્યો અને બધા પર એક ક્ષણમાં સડસડાટ નજર ફેરવી લીધી. “જા ભોંદુ, આમાં શું છે અત્યારે કલ્પેન અને તરંગ બંને એકમેક પર બરોબરના ચીડાયા છે તો તેમની પણ પરીક્ષા થઈ જશે.”

“હહહહ.... તું કહેવા શું માગે છે ? સીધે સીધું ભસને...”

“જા, કલ્પેન અને તરંગ બંને વાતો કરવામાં તો ઉસ્તાદ છે. બંને મહાગપોડીઓ છે. અલક મલકની ઝીંક્યા કરે છે, તો..”

“ઝીંક્યા કરે છે એટલે... ?” તરંગ વધારે ગુસ્સે થયો.

“અરે બોસ ! મારા કહેવાનો અર્થ એ નથી, પણ...”

“તો પછી શું છે તારા કહેવાનો અર્થ હેં શું છે ?” તરંગ શૌર્યનો કોલર પકડું પકડું થઈ ગયો.

“હહહ... શું માંડ્યું છે આ બધું ?” ભોંદુ બંનેની વચ્ચે પડ્યો.

“અરે યાર હું તો એક સરસ રસ્તો બતાવું છું, ઝઘડો અટકાવવાનો. હારજીત પણ નક્કી થઈ જશે.”

“બે યાર એ મગજ વગરનો ટણપો શું કહેવા માગે છે સાંભળી તો લો...” આયુનું આવું વાક્ય કાને પડતાની સાથે શૌર્યએ કરડાકીથી તેની સામે જાયું અને કંઈક બોલવા ગયો, પણ તે પહેલાં જ ભોંદુ બોલ્યો,

“હહહહ... સારું બોલ. જે કહેવું હોય તે કહી દે.”

“જા, મારે સીધી ને સટ વાત કહેવી છે. તરંગ પોતે તરંગભરી વાતો કરવામાં એક્કો છે. એને કોઈ પહોંચે એવું નથી, બરોબર ?”

“હા, તો ?”

“તો સામે પક્ષે કલ્પેન પણ કલ્પનાઓનો મહારથી છે, બીજું શું

આભાર - નિહારીકા રવિયા જાઈએ.”

“હહહહ.... પણ એને ને આપણી ક્રિકેટની હાર-જીતને શું લેવાદેવા ?”

“અરે યાર, તું મારી વાત બરોબર સમજ્યો નહીં. આમ પણ ઝઘડો એ બંને વચ્ચેનો છે. આપણે બંને વચ્ચે જુદી જુદી કલ્પનાઓ કરવાની અને ગપ્પાં મારવાની શરત રાખીએ, જે તેમાં હારી જાય તેની ટીમ હારી અને જે તેમાં જીતી જાય તેની ટીમ જીતી.”

કંઈ બોલ્યા વિના ભોંદુ શૌર્યની સામે જાઈ રહ્યો. શૌર્યએ તેની સામે પોતાના બંને નેણ ઉછાળ્યા. “હહહહ... શું ડોબા સમજે છે અમને બધાને ? આવી ગપ્પાંની કોઈ રમત-બમત ના હોય... અને... ”

“હું તૈયાર છું.” ભોંદુ આગળ કશું બોલે છે તેની પરવા કર્યા વિના તરંગે પોતાનો મત જાહેર કરી દીધો.

“બે યાર આવા ગપ્પાં મારવાની રમતો શું રમવાની ?” કલ્પેને વાત ટાળવા પ્રયત્ન કર્યો.

“તો પછી માની લે કે તારી ટીમ હારી ગઈ.”

“અરે યાર તું તો જીદ લઈને બેઠો છે.”

“હાર-જીતનો ફેંસલો તાત્કાલિક જ થવો જાઈએ.”

“કલ્પા, આપણે હારવાનું નથી, તું કહી દે.”

“આ બધું તેં જ ઊભું કર્યું છે સાલા... મારે કોઈ ગપ્પાં નથી મારવા.” કલ્પેનનું મગજ ફરી તપવા લાગ્યું.

“હહહહ... તું આની વાતમાં હા રાખે છે કે હાર માને છે ?” ભોંદુએ કલ્પેનની સામે જાઈ ગંભીર અવાજે કહ્યું.

“અરે ભોંદિયા તું પણ યાર... તું તો અમ્પાયર છે. તું ક્યારેય ખોટો નિર્ણય નથી આપતો. આજે...”

“આજે પણ હું ખોટો નિર્ણય નથી જ આપતો.”

“કલ્પા મને તારી પર વિશ્વાસ છે, તરંગિયાનું કંઈ નહીં આવે બોસ... એક ચપટીમાં તું એને હરાવી દઈશ.”

શૌર્યની આવી વાત સાંભળી આયુ તાડુક્યો, “એએએ... તું શું સમજે છે તરંગિયાને... હિંમત હોય તો આવી જાય મેદાનમાં... એની ફાટે છે એટલે તો ના પાડે છે.”

કલ્પો સમસમી ગયો. તે ગુસ્સાથી આયુની સામે જાઈ રહ્યો અને બોલ્યો “તો થઈ જાય, હું પણ તૈયાર છું.”

શૌર્યએ પોતાનો નીચેનો આખો હોઠ દાંત વચ્ચે દાબી દીધો. તેને મનમાં થયું હવે બરોબરની જામશે. ભોંદુએ તરંગ અને કલ્પેન બંનેની સામે જાયું. એક ક્ષણ માટે મૌન વ્યાપી ગયું. “હહહહ... આ રમતના પણ અમુક નિયમ હોવા જાઈએ.”

“ગપ્પે મેં નિયમ કૈસે હોવે ભાઈ ?” એઝાઝ બોલ્યો.

“કોઈ પણ રમત હોય, નિયમો તો હોવો જ જાઈએ.”

“તો નિયમ પણ બોલી જ દે એટલે રમત ચાલુ થાય.” કલ્પેન હવે મક્કમ હતો.

“હહહ... સૌથી પહેલી વાત કે ગપ્પાં મારવામાં આ રીતે ઝઘડવાનું નહીં.” ભોંદુએ તરંગ અને કલ્પેન સામે આંખ માંડી. “અને ગપ્પાં મારીશું એટલે તરત જ લોકો કહેશે કે આવું તે હોતું હશે ? આવું ના હોય! બરોબર ?”

“હા, એ તો એવું ના હોય તો ના જ કહે ને...” જિગો બોલ્યો.

“હહહહ... ના... આપણી ગપ્પાંની રમતનો સૌથી મોટો નિયમ એ જ કે દરેક વાતમાં હા જ પાડવાની. જે ના કહેશે તે શરત હારી ગયો ગણાશે. જાઈએ કોણ ના પડાવવાની હદ સુધી ગપ્પાં મારે છે.”

“ઓકે.” તરંગે કલ્પા સામે જાઈ કહ્યું. કલ્પેનના ચહેરા પરના ભાવોમાં કશો ફેરફાર ન નોંધાયો તે માત્ર સાંભળતો રહ્યો.

“હહહહ... હવે શરત નંબર બે. એક ગપ્પું પૂરું થયા પછી સામેની વ્યક્તિનેે ગપ્પું મારવા માટે વિચારવાનો સમય માત્ર દસ મિનિટ આપવામાં આવશે. એનાથી વધારે સમય લાગ્યો તો પણ તે હારી ગયો ગણાશે.”

“કબૂલ.” ફરી તરંગ બોલ્યો.

“હહહહ... શરત નંબર ત્રણ : જે કોઈ એક ગપ્પું મારે તેની પછી સામે ગપ્પું મારનારની વાત એકબીજા સાથે સીધી કે આડકતરી રીતે - કોઈ પણ રીતે જાડાયેલી હોવી જાઈએ.”

“એ તો કઈ રીતે બની શકે ?” કલ્પેને વાંધો ઊઠાવ્યો.

“હહહહ... તો જ સાચી પરીક્ષા થશે. એક ગપ્પાંને ઊથલાવવા બીજું ગપ્પું મારશો ત્યારે જ તો ખબર પડશે કે કોનામાં કેટલો દમ છે. એક જણો ક્યાંય ઉત્તરમાં ગપ્પાં મારતો હોય ને બીજા દક્ષિણમાં મારતો હોય તો લિંક કઈ રીતે પકડાય ? ”

“આ વાત પણ મંજૂર છે...”

“હહહહ... કોઈ પણ વાત કરીએ તો તેની એક વાર્તા બનવી જાઈએ. સાવ આડેધડ ઝીંકાઝીંક નહીં કરવાની.”

“બરોબર છે.” કલ્પેને કહ્યું.

“હહહહ... ગપ્પાં મારવામાં કોઈ ગાળ-બાળ નહીં લાવવાની.”

“ઓકે. પછી આગળ બોલ.” જીત પોતાને જ મળવાની છે એવા આત્મવિશ્વાસ સાથે તરંગ બોલ્યો.

“હહહહ... હવે બસ, કેટલીક હોય ? બધી શરતો પૂરી.”

“તો ચલો ત્યારે, શરૂ કરીએ ?” શૌર્યના મનમાં રોમાંચ ચૂલા પરના દૂધની જેમ ઊભરી રહ્યો હતો. “કોનાથી શરૂ કરીશું?” બે હથેળીઓ ઘસતા ઘસતા શૌર્યએ પ્રશ્ન કર્યો.

“તેં રમત તો શરૂ કરાવી છે, પણ કલ્પાનું આવી બનવાનું છે. તરંગિયાને તો તું ઓળખે

આભાર - નિહારીકા રવિયા જ છે ને ?” આયુએ શૌર્યની સામે જાઈ પ્રશ્ન કર્યો.

“બોસ, થોડી રાહ જા, કલ્પેનના ચમકારા હજી તને નથી થયા. હમણા ખબર પડી જશે.”

“ઠીક છે, તારી ટીમને હારવું જ છે તો બીજા શું કરી શકે.”

“હવે અંદર અંદર વાતો નહીં, આ બાજુ ધ્યાન..” કહીને ભોંદુએ પોતાના ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો અને હાથ ઊંચો કરીને બધાને બતાવ્યો. સિક્કો બરોબર ભોંદુની આંખ સામે જ હતો. બધા સમજી ગયા હતા કે ભોંદુ શું કહેવા માગે છે. ગપ્પાંની રમત પણ ક્રિકેટની રમત જેવી જ ગંભીરતા પકડતી જતી હતી.

“કિંગ !” પોતે જ કિંગ હોય એવી અદાથી તરંગ બોલ્યો. કલ્પેને વગર બોલ્યે દ્વિદ્ધાભર્યા ચહેરા સાથે માથું હલાવ્યું. ભોંદુ ટચલી આંગળીથી લઈને પહેલી આંગળી સુધી સિક્કાને ફેરવવા લાગ્યો.

“ઉછાળ ઉછાળ જલદી સિક્કો ઉછાળ.” હવે શૌર્યથી રહેવાતું નહોતું.

આંગળીના ટેરવાં પર આમથી તેમ ફર્યા કરતા સિક્કાને અચાનક ભોંદુએ પોતાની મુઠ્ઠીમાં ભીડી દીધો અને મસળ્યો. મુઠ્ઠીમાં ને મુઠ્ઠીમાં તેને ઊંધોચત્તો કરી નાખ્યો. પછી હાથ હવામાં અધ્ધર લઈ ગયો, પણ સિક્કાને ઉછાળ્યા વિના જ હાથ નીચે લાવ્યો. હાથ નીચે લઈ જઈને છેક જમીને અડાડ્યો અને સડસડાટ હાથ આકાશ તરફ લઈ જઈને સિક્કો હવામાં ઉછાળ્યો. સિક્કો એટલી જારથી હવામાં ગોળ ગોળ ફરતો હતો કે જાણે હવામાં કોઈ નાનકડી દડી ફરી રહી હોય. આ ભોંદુની સ્ટાઇલ હતી. તે આબાદ રીતે સિક્કો હવામાં ઉછાળી જાણતો હતો. કોઈ કાબેલ શિકારી ઊડતું પંખી પાડે એમ હવામાં ઊડતો સિક્કો ચપ્પ દઈને ભોંદુએ પકડી પાડ્યો અને બીજી જ સેકન્ડે પોતાના બીજા હાથમાં થપાક દઈને મૂકી દીધો. બંને હથેળી વચ્ચે સિક્કો દબાયેલો હતો. બધાની નજર માત્ર ભોંદુની જાડી બે હથેળીઓ પર હતી. તરંગના મનમાં તાલાવેલી હતી. બધા વિચારમાં પડી ગયા હતા કે કોનો વારો આવશે.

“હહહહ... આપ દોનો કા ગલા હમારે હાથ મેં હૈ જનાબ...” ભોંદુએ પિક્ચર જેમ ડાયલોગ માર્યો.

“બે ટણપા, છાનોમાનો હાથ ઊંચો કરને...” આયુએ કહ્યું અને તરત જ ભોંદુએ જમણો હાથ ઊંચો કરી નાખ્યો. બધા એકદમ અવાચક થઈને ભોંદુના હાથની સામે જાઈ રહ્યા.

“એ ભોંદિયા સિક્કો ક્યાં ગયો ?” આયુ તાડુક્યો.

“હીહીહીહી...” ભોંદુ એની ટીપીકલ સ્ટાઇલમાં હસ્યો. “હહહહ... મારા જમણા પગની નીચે છે.” ભોંદુ ક્રિકેટમાં તો સામેલ નહોતો થઈ શકતો પણ સિક્કો ઉછાળવાની અને સંતાડવાની રમત આબાદ કરી જાણતો. એટલે સિક્કો ઉછાળીને તેણે ક્યારે પગ નીચે દબાવી દીધો કોઈને ખબર ન પડવા દીધી. બધાની નજર ભોંદુના જમણા પગ પર હતી.

“હહહહ... આપ સબ મેરે પાંવ તલે હૈ...” ભોંદુએ ફરી ડાયલોગ માર્યો.

“પાંવ તલેવાળી ટાંટિયો ઊંચો કરને...” તરંગે ગુસ્સાથી કહ્યું. કલ્પેનને પણ તલપ જાગી હતી. પોતે તરંગને મહાત કરી શકશે કે નહીં તે વિશે તે હજી પણ દ્વિદ્ધામાં હતો. પણ તેને પણ પોતાની કલ્પનાઓ પર પૂરો ભરોસો હતો. ભોંદુએ હળવે રહીને અડધા ઈંચ જેટલો પગ ઊંચો કર્યો. પણ કોઈને સિક્કો દેખાતો નહોતો.

“બે... ભોંદિયે અપના પાંવ ઊચાં કરના...”

જવાબમાં ભોંદુ ફરી હીહીહીહી કરીને હસ્યો. ત્યાં તો આયુએ એને ધક્કો મારીને ધબાંગ કરતો રેતીમાં પાડી દીધો. ભોંદુ ક્યાં પડ્યો, કઈ રીતે પડ્યો તેની પર કોઈએ ધ્યાન ન આપ્યું અને બધાની આંખો માત્ર ધૂળમાં પડેલા સિક્કાને શોધવા લાગી. સિક્કા પર થોડી ધૂળ ચડી ગઈ હતી. આયુએ નીચે નમીને ફૂંક મારીને સિક્કી પરની ધૂળ ઊડાડી. જેવી ધૂળ ઊડાડી કે બધાની નજર એક સાથે સિક્કા પરથી હટીને કલ્પેન પર પડી.

ત્યાં તો બાજુમાંથી ભોંદુ પણ ઊભો થઈ ગયો. “હહહહ... કોનો વારો આયો ?” ધક્કો શું કામ માર્યો એવી ફરિયાદ પડતી મૂકીને ચશ્માં ઠીક કરતાં કરતાં તેણે કહ્યું.

“બે... ખબર છે હવે... બધા આ રીતે મારી સામે ન જુઓ.”

“જમાવી દો... બોસ !” શૌર્યએ કહ્યું.

“અરે વિચારવા થોડો સમય તો આપો.

“હહહહ... શરત મુજબ વાત શરૂ કરવા તારી પાસે દસ મિનિટ છે કલ્પા...” ભોંદુએ ઘડિયાળમાં જાતાં જાતાં કહ્યું.

“દસ મિનિટ....” કલ્પાએ મોટું મોઢું કરીને કહ્યું. “ઓહોહોહો... બહુ થઈ ગઈ... ત્યાં સુધી કોણ રાહ જુએ. ચાલ ત્યારે હું વાત શરૂ કરું.” તેની આવી વાત સાંભળી શૌર્ય વધારે રોમાંચિત થઈ ગયો.

કલ્પેને પાંચેક સેકન્ડનો પોઝ લીધો. ઊંચે આકાશમાં જાયું. એક લાંબો શ્વાસ લીધો અને વાત શરૂ કરી.

પ્રકરણ ૩

“એ વખતે હું સાવ નાનો હતો.” કલ્પેને પોતાની વાત શરૂ કરી. “કેટલાં વર્ષનો હતો તે બરોબર યાદ નથી, પણ એ ઘટના બરોબર યાદ છે. મને નાનપણથી જ પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ. સાચું કહું તો આજે પણ પતંગ ચગાવવી મને ખૂબ જ ગમે. નાનો હતો ત્યારે હું નકામી પ્લાિસ્ટકની થેલીઓ અને છાપાંના કાગળની જાતે પતંગ બનાવતો. મમ્મી શાકભાજી લેવા ગઈ હોય ત્યારે પ્લાિસ્ટકની થેલી સાથે લઈ આવતી, ક્યારેક વળી કપડાં ખરીદવા ગયા હોઈએ ત્યારે પણ આવી પ્લાિસ્ટકની મજબૂત થેલીઓ લઈ આવતા. આ થેલીઓનું વજન ઊંચકવાનું કામ પૂરું થાય, ત્યારે મારું કામ શરૂ થતું. ખાસ કરીને ઉતરાયણના સમયમાં.”

તરંગ હજી પણ તેને તુચ્છકારથી જાઈ રહ્યો હતો. શૌર્ય વિચારી રહ્યો હતો કે આ શું કરી રહ્યો છે. શરૂ કરતાં પહેલાં જ હારવા તરફ ગતિ કરી દીધી છે કે શું ?

“સૌથી પહેલાં તો હું પ્લાસ્ટિકની થેલીને પતંગની સાઇઝમાં ચોરસ આકારમાં કાપી નાખતો. પછી ઘરમાં વપરાયેલા નકામાં વાંસને ચીરીને તેમાંથી હું પતંગનો ઢઢો અને કબાણ બનાવતો. મારા આ કામના લીધે જે દુકાનમાંથી પ્લાસ્ટિકની થેલી આવી હોય તે દુકાનની જાણે અજાણે એડવર્ટાઇઝમેન્ટ પણ થઈ જતી.

“કરી લે... બોર કરી લે... થોડી વાર પછી આમ પણ આપણે બધાએ ઘરે જવાનું છે. પહેલા ગપ્પામાં જ તારી પતંગ કપાઈ જવાની છે, તેં કોની સાથે પેચ લડાવ્યા છે, તેની તને ખબર નથી કલ્પા...” તરંગ મનોમન બોલી રહ્યો હતો.

“એક વખતની વાત છે. આ જ રીતે એક પ્લાસ્ટિકની થેલીમાંથી મેં એક સુંદર પતંગ બનાવી. પતંગ બનાવીને હું મારા ઘરના ધાબા પર પતંગ ચગાવવા માટે ચડ્યો. થોડી વારમાં તો સડસડાટ મારી પતંગ આકાશમાં ચગવા લાગી. જાતજાતામાં તો મેં આજુબાજુની બધી પતંગો કાપી નાખી. બધા જાતા જ રહી ગયા કે આ કોની પતંગ છે કે જે આટલા બધા પતંગો કાપી રહી છે. મારી પતંગની બધાને ઈર્ષ્યા થવા લાગી. એવામાં મારી આગળના ધાબાવાળા છોકરાએ વચ્ચે લંગસિયું નાખ્યું. લંગસિયું નાખીને તે પતંગને ખેંચવા લાગ્યો. મારો પતંગ ધીમે ધીમે નીચે આવવા લાગ્યો. મેં તને બૂમ મારી, ‘એ... મૂકી દે.. વચ્ચે લંગસિયા શું કામ નાખે છે ? તારા બાપનો પતંગ પડી જશે... મૂકી દે...’

પણ તે મારું સાંભળતો જ ન હોય એમ મારી પતંગને નીચે પાડવા લાગ્યો. મારું મગજ ગયું મેં પણ મારી પતંગને જારજારથી ખેંચી. પછી ઠમકા મારી મારીને તેને ઉપર ચડાવી. સંજાગોનું કરવું કે એ જ વખતે જારજારથી પવન ફૂંકાવા લાગ્યો. પતંગે તો રંગ રાખ્યો. પવનના જારમાં એ તો આકાશમાં વધારે ઊંચે ચડવા લાગી. લાગ જાઈને મેં પણ ઢીલ છોડી. પવન થોડો વધારે જારથી ફૂંકાયો અને હવાનું એક મોટું જાકું આવ્યું તો પેલો લંગસિયું નાખનારો પણ દોરીની વાટે પતંગ સાથે સાથે ઊડવા લાગ્યો.”

“લે હાલ, પતંગની દોરી સાથે આખો છોકરો ટિંગાઈ ગયો, એય ખાલી લંગસિયાથી ?” શૌર્યએ આશ્ચર્યથી કહ્યું.

“હા, અને છોકરો તો ‘બચાવો.... બચાવો...’ની બૂમો પાડવા લાગ્યો. મારી પતંગની દોરીમાં નાખેલા લંગસિયા સાથે તે લટકતો લટકતો હવામાં આમ તેમ ઝોલાં ખાઈ રહ્યો હતો. હું મનોમન કહેતો હતો કે લે લેતો જા તુંય ત્યારે... ઘરની નીચે અને આજુબાજુના ધાબા પર બધે બૂમરાણ મચી ગઈ. બધાનું ધ્યાન મારી પતંગ પર હતું.

‘બચાવો બચાવો... એને કોઈ નીચે ઊતારો.’ બધા મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા હતા. હું શાંતિથી મારી પતંગ ઉડાવવામાં મસ્ત હતો. મારા બાજુના ધાબાવાળાએ કહ્યું કે, ‘અલ્યા તું ઢીલ ન દઈશ પેલો આકાશમાં ક્યાંય જતો રહેશે ને છેક ક્યાંય જઈને પડશે.’ બધા મને કહેવા લાગ્યા કે એનો હેઠો ઉતાર... મેં મારી પતંગને એક જારદાર ઠુમકો માર્યો અને એને તીરની જેમ સડસડાટ વાળી. પતંગ આકાશમાંથી રાઉન્ડ લઈને પૂરપાટ ગતિમાં ધરતી પર આવી રહી હતી. મેં પેલાને બૂમ મારી કે ‘એ લંગસિયા... સાલા પતંગ નીચે નમે એટલે કૂદકો મારીને ધાબા પર ઊતરી જજે... નહીંતર ફરીથી પતંગ નીચે નહીં લાવું...’

“સાલો આ તો કંઈ ગપ્પું કહેવાય, અંદર કંઈક તો તથ્ય હોવું જાઈએ ને...” તરંગ મનોમન વિચારતો હતો.

“મારા જવાબમાં તે કંઈ બોલ્યો કે નહીં તેની ખબર નથી, પણ તે હા... હા... કરતો હોય એવું લાગ્યું. મેં પતંગનો રાઉન્ડ માર્યો અને નીચે તરફ વાળી. જેવી તે ધાબા પર આવી કે પેલો લંગસિયો ધાબા પર કૂદી પડ્યો અને ઓય માડી... એવી બૂમ પાડી ઊઠ્યો. મને હસવું આવી

આભાર - નિહારીકા રવિયા ગયું. મેં તેને બૂમ પાડી... ‘હવે તારા બાપની પતંગમાં લગંસિયું ના નાખતો લંગસિયા સાલા...’ મેં તે લંગસિયો કહીને ચીડાવ્યો. પણ તે એટલે ગભરાઈ ગયો હતો કે તેનામાં કશું બોલવાનો વહેંત નહોતો.

થોડી વાર પછી મેં મારો પતંગ નીચે ઉતારી લીધો અને હું પણ ધાબા પરથી નીચે આવી ગયો. નીચે આવ્યો કે તરત જ મારા મમ્મી પપ્પાએ મને ઉધડો લીધો.

“ખબર નથી પડતી... આ રીતે પતંગ ચગાવાય... કંઈ ભાનબાન જેવું છે કે નહીં. પેલો છોકરો પતંગમાં લટકીને ક્યાંક પટકાયો હોત તો... તેની જવાબદારી કોણ લેત ?”

“પણ પપ્પા એણે મારી પતંગમાં લંગસિયું નાખ્યું ’તું... હું તો શાંતિથી જ ઊડાડતો ’તો મારી પતંગ...”

“પણ એણે લંગસિયું નાખ્યું તો પતંગ નીચે ના ઉતારી લેવાય ?”

“હું નીચે જ ઉતારતો હતો, પણ પવન વધારે આવ્યો એમાં પતંગ આકાશમાં વધારે ઊંચે ચગવા માડ્યો એની સાથે પેલોય ઊડવા માંડ્યો તો એમાં હું શું કરું ?”

“મારી સામે બોલે છે પાછો...” મારા પપ્પા તાડુક્યા.

“રહેવા દો ને હવે... નાનો છોકરો છે... એનો વાંક ક્યાં હતો... પતંગ પવનના લીધે ઊડવા માંડી હતી.” મમ્મીએ મારો બચાવ કર્યો.

“સારું સારું હવે... ફરીથી આવું ના કરતો.” મારા પપ્પા ગુસ્સામાં બોલ્યા અને બહાર જતા રહ્યા. મારી મમ્મીએ વહાલથી મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા પતંગ ઉડાડવામાં ધ્યાન રાખવાનું કોઈને નુકસાન ન જાય તે પણ જાવાનું. કોઈ માણસના હાથપગમાં દોરી વાગી જાય કે કોઈ પંખી પતંગની દોરીમાં ફસાઈ જાય ત્યારે પતંગ ચગાવવામાં ખાસ કાળજી રાખવાની. એ પણ આપણા જેવા જ જીવ છે. આપણા આનંદના લીધે એમનો જીવ જાય એ સારી વાત ના કહેવાય. એ બિચારાં મૂંગાં અબોલ પંખીઓ છે. ઊડવું એમનો ધર્મ છે. આપણી દોરીથી એમની પાંખો ન કપાય તે આપણી જવાબદારી છે.”

“હંઅં... સાલો ગપ્પું મારે છે કે સલાહ આપે છે ?” તરંગના મનોમન વિચારી રહ્યો.

“મેં ખાલી હુંકારમાં માથું હલાવ્યું અને પછી હું રમવા માટે બહાર જતો રહ્યો.” કલ્પેને પોતાની વાત ચાલુ રાખી.

બીજા દિવસે ફરીથી હું મારા ધાબા પર પતંગ ચગાવવા માટે ઉપર આવ્યો. મેં જાયું તો પેલો છોકરો આજે દેખાતો નહોતો. કદાચ એ વધારે ડરી ગયો હતો. જેવી મેં મારી પતંગ ઉપર ચડાવી કે આજુબાજુમાં બધાએ પોતપોતાની પતંગો નીચે ઉતારી લીધી.

“શું થયું અલ્યા... કેમ બધા પતંગો નીચે ઉતારવા માંડ્યા ?”

“તું કોઈની પતંગ જ નથી ઊડવા દેતો... બધાની કાપી નાખે છે.” એક છોકરાએ દૂરથી જવાબ આપ્યો.

“નહીં કાપું આજે... કોઈની સાથે પેચ નહીં લડાવું બસ...” પણ કોઈએ મારું સાંભળ્યું નહીં, બધાએ પોતપોતાના પતંગો ઉતારી લીધા. પેચ લડાવ્યા વિના પતંગ ઉડાડવાની મજા જ શું આવે? પછી તો હું એકલો ને એકલો પતંગ ઉડાડતો રહ્યો. એકલા એકલા કરવાનું શું ? એટલે મેં તો મારી પતંગને ઢીલ દીધે રાખી. એટલી ઢીલ દીધી... એટલી ઢીલ દીધી... કે પતંગ સાવ ટપકા જેટલી દેખાવા લાગી. પતંગ આકાશમાં સ્થીર થઈ ગઈ. હું દોરી પકડીને શાંતિથી ધાબા પરની ખુરશીમાં બેઠો. મારા બે પગ મેં ધાબાની પાળી પર ટેકવ્યા અને આંખ પરના ચશ્માં એક હાથે કાઢીને રૂમાલથી સાફ કરી ફરીથી પહેર્યા. મારી જગ્યા પરથી હું ઊભો થયો અને ધાબાની પાળીથી થોડો દૂર ધાબાની વચોવચ જવા લાગ્યો.

ધાબાની વચોવચ પહોંચ્યો કે તરત જ પતંગમાં એક જારદાર આંચકો આવ્યો. આંચકો એટલો મોટો હતો કે હું પડતા પડતા રહી ગયો. આંચકો આવતાની સાથે જ પતંગ જબરદસ્ત રીતે ખેંચાવા લાગી. તે મારા કાબૂમાં નહોતી રહેતી. હું પણ તેની પાછળ પાછળ ઢસડાવા લાગ્યો. પગની પીંડીથી હું મને ઢસડાતો રોકવાના પ્રયાસ કરવા લાગ્યો. દોરડાખેંચની રમતમાં સામસામે પહેલવાનો દોરડું ખેંચતા હોય ત્યારે તેમના હાથ અને પગમાં જે રીતની ખેંચાખેંચ થાય તેવી જ ખેંચાખેંચ મારા હાથપગમાં પણ થવા લાગી. હું પતંગ પાછળ થોડાં ડગલાં ઘસડાયો પણ ખરો. ધાબાની પાળી પાસે જઈને મેં મારો એક પગ ધાબાની પાળી પર બરોબરનો ટેકવી દીધો.

આવું અચાનક કેમ થયું એ મને સમજાતું નહોતું. મેં તેની તપાસ કરવા માટે આકાશમાં જાયું. ઉપર જાતાની સાથે જ હું સાવ સ્થીર થઈ ગયો. મારી આંખો એમ ને એમ પહોળી જ રહી ગઈ. મને થયું કે આ શું થઈ ગયું ? મારી પતંગની દોરીમાં એક મોટું વિમાન ફસાઈ ગયું હતું. વિમાન અંદરના પેસેન્જરો બૂમાબૂમ અને રોકકળ કરી રહ્યા હતા. પાઇલટ વિમાનને કાબૂમાં રાખવાના પ્રયાસો કરી રહ્યો હતો. હું મારી પતંગને સ્થીર કરવા મથતો હતો પણ વિમાનને લીધે તે સ્થીર નહોતી થઈ શકતી. જા ઠુમકો મારું તો વિમાન પડી જવાની બીક હતી.

વિમાનનો પાઇલોટ બાપડો મૂંઝાતો ’તો કે વિમાન ચાલે છે તોય આગળ કેમ નથી વધતું ? તેણે પોતાની ક્ષમતા મુજબ બધું જાઈ લીધું, પણ તેને ન સમજાયું તે ન જ સમજાયું. તેણે કન્ટ્રોલ રૂમમાં પણ જાણ કરી દીધી હતી કે આકાશમાં ક્યાંક વિમાન ફસાઈ ગયું છે, તે નથી આગળ વધતું કે નથી પાછું જતું, તે પતંગ જેમ આકાશમાં ને આકાશમાં ઝોલાં ખાધા કરે છે.

પણ પતંગમાં ફસાયું હતું તો પતંગ જેમ જ ઝોલાં ખાય ને !

મારી આજુબાજુના ધાબા પર પણ લોકો જમા થઈ ગયા હતા. આ દૃશ્ય જાઈને બધાને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. વિમાનનો પાઇલોટ અને પેસેન્જર બધા ખૂબ જ મૂંઝાઈ ગયા. તેમને તો જાણે આંખ સામે જ પોતાનું મોત દેખાતું હતું. તેમને થયું કે જા વિમાન ક્રેશ થશે તો ગયા કામથી... તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. આવી પરિસ્થિતિમાં શું કરવું એ મને પણ સમજાતું નહોતું.

મહામહેનતે મેં મારી પતંગને સ્થીર કરી. પતંગ સ્થીર થઈ એટલે મેં તેની દોરી ધાબાના એક ખૂંટ સાથે બાંધી દીધી. પછી મેં જાતે પતંગની દોરી પર પગ મૂકી જાયો કે દોરી બહુ ઝોલાં તો નથી લેતી ને ? તે થોડી થોડી ઝોલાં તો ખાતી હતી, પણ એમ કર્યા સિવાય બીજા કોઈ રસ્તો નહોતો. જેવો મેં પતંગની દોરી પર પગ મૂક્યો કે તરત આજુબાજુના ધાબાવાળા બૂમો પાડીને મને કહેવા લાગ્યા, ‘પતંગની દોરી કાપી નાખ... રહેવા દે... રહેવા દે... એવું ન કરીશ... ગાંડો થઈ ગયો છે કે શું... કોઈ રોકો આ છોકરાને... ” મને રોકવા માટે કોઈ દોડાદોડ કરતું મારા ધાબાની સીડીઓ ચડી રહ્યું હોય તેવું મને લાગ્યું. કોઈ રોકે એ પહેલાં હું આગળ વધી ગયો હતો. બધાના શ્વાસ અધ્ધર હતાં. હાલિવૂડની ફિલ્મ કરતાં પણ એ સ્ટન્ટ ખતરનાક અને જીવલેણ હતો. હું પતંગની દોરી પર ચાલી રહ્યો હતો. મેં મારું બેલેન્સ ખૂબ સારી રીતે જાળવ્યું હતું. એમાં સહેજ પણ ચૂક થાય તો જીવ જવાનો ભય હતો. મારું ધ્યાન અર્જુનને દેખાતી પંખીની આંખ જેમ માત્ર ને માત્ર પતંગની દોરી અને એની હીલચાલ પર હતું.

લગભગ આઠેક કલાક હું દોરી પર ચાલ્યો અને છેક વિમાન પાસે પહોંચ્યો. જેવો વિમાનની નજીક પહોંચ્યો કે તરત જ હું વિમાનના પાંખિયા પર કૂદી ગયો. હું પડ્યો એટલે વિમાન એક તરફ નમી ગયું. હું પાંખિયા પર ઘસડાયો, પણ અંતે મેં પાંખિયાનો છેડો પકડી પાડ્યો અને હવામાં લટકી રહ્યો. મને મારી આંખ સામે મોત દેખાવા લાગ્યું. એક પળ તો એમ થઈ ગયું કે અહીં ન આવ્યો હોત તો સારું હતું. મને જાઈને પેસેન્જરો ફરી બૂમો પાડવા લગ્યા. મહામહેનતે હું પાંખિયા પર ચડ્યો અને વ્યવસ્થિત બેલેન્સ રાખીને ધીમે ધીમે વિમાનની બારી પાસે ગયો અને બધાને કહ્યું કે ચિંતા ના કરશો હું વિમાનને બચાવી લઈશ.

વિમાનમાં ગૂંચવાયેલી દોરી હું ધીમે ધીમે ખોલવા લાગ્યો. વિમાન ખૂબ ગતિમાં હતું, તેની મને પૂરી જાણ હતી. દોરી છૂટતાની સાથે જ તે પિસ્તોલમાંથી ગોળી છૂટે એમ સનનનન કરતું છૂટવાનું હતું. મારા જીવને જાખમ હતું, પણ આ જાખમ લેવા સિવાય બીજા કોઈ રસ્તો હતો જ નહીં. દોરીની છેલ્લી આંટી બાકી હતી. મારા ધબકારા વધતા જતા હતા. મેં પતંગની દોરી મારી કમર પર બાંધી દીધી. વિમાન ફરતે વીંટળાયેલી છેલ્લી આંટી ખૂલતાની સાથે જ મેં કૂદકો મારી દીધો અને મારા ધાર્યા પ્રમાણે જ વિમાન ઘર્રર્રર્રર્ર... કરતું ઊડી ગયું. મેં પહેલેથી જ મારા કાનમાં રૂ ભરાવી રાખ્યું હતું. જેથી તેના અવાજથી મારા કાનના પરદા તૂટી ન જાય. કૂદકો મારવાની સાથે જ મને લાગ્યું કે બસ, હવે મૃત્યુ સામે જ છે. કદાચ પેસેન્જરો અને પાઇલોટ મારો આભાર માની રહ્યા હતા પણ એ જાવાનો મારી પાસે સમય નહોતો અને મારામાં વેંત પણ નહોતો.

સ્પ્રિંગવાળા મહાકાય બેડ પર મોટે મોટેથી કૂદકા મારીએ અને ઉછળાય એમ હું હવામાં આમથી તેમ ફંગોળાઈ રહ્યો હતો. દરિયા પર દોરડાથી બાંધીને માણસને ઊંચા ઊંચા કૂદકા મરાવડાવે છે ને એવી જ મારી હાલત હતી. જેમતેમ કરીને મેં મારી જાતને સંભાળી અને દોરી સ્થીર થવાની રાહ જાઈ. દોરીના ઝોલાં ઓછાં થતાં જતાં હતાં. જેવી દોરી સ્થીર થઈ કે તરત મેં મારા ખિસ્સામાંથી એક લોખંડનો આંકડો કાઢ્યો. હું ધાબા પરથી મારી સાથે જ લેતો આવ્યો

આભાર - નિહારીકા રવિયા હતો. મેં લોખંડના એ મોટા આંકડાને દોરી સાથે ભરાવી દીધો. જેવો એ આંકડો મેં દોરી સાથે ભરાવ્યો કે તરત જ સરરરરરર કરતો સીધો હું મારા ધાબા પર આવીને પડ્યો.

આ બધી ગતિવિધિ દરમિયાન મારી આજુબાજુના ધાબાવાળા મોં ફાડીને મારી સામે જાઈ રહ્યા હતા. તેમને વિશ્વાસમાં ના આવે એવી ઘટના બની ગઈ હતી. બધા જ જાણે કોઈ મોટા આઘાતમાં હોય કે પછી કોઈ સપનામાં હોય તેમ આંખો ચોળી ચોળીને મારી સામે જાઈ રહ્યા હતા. સાચું કહું તો હું પણ ગભરાઈ ગયો હતો, પણ હિંમત કરીને મેં બાજુવાળા છોકરાને બૂમ પાડીને કહ્યું, ‘કાં અલ્યા પતંગ નથી ચગાવવી ?’ પણ તે કશું જ બોલ્યા વિના મારી સામે જ જાઈ રહ્યો હતો. કદાચ એ તો મારી કરતા પણ વધારે હેબતાઈ ગયો હતો.

અચાનક એક માણસે તાળી પાડી. પછી તો ચારેબાજુથી તાળીઓનો વરસાદ થવા લાગ્યો. મારા આ પરાક્રમ બદલ બધાએ મને તાળીઓથી સન્માન્યો અને વાહ વાહ પોકારવા લાગ્યા.”

“સાલો ટીપીકલી ફેંકું છે. વાતમાં કંઈક તો ઢંગધડા અને વિશ્વાસ આવવા જેવું હોવું જાઈએ ને ? પણ આપણે આ હાએ હા રાખવામાં શું જાય છે. ભલેને ફેંકતો હોય, ક્યાં સુધી ફેંકશે ?” તરંગ મનોમન બબડી રહ્યો.

“પણ તે પછી મેં નક્કી કરી નાખ્યું કે હવે પછી ક્યારેય પતંગ નહીં ઉડાડું. ખાલી ખોટું કોઈ વિમાન મારી દોરીમાં ફસાઈ જાય અને કોઈ માણસોને નુકસાન જાય... આજે પણ મને પતંગનો બહુ શોખ છે, પણ છતાંયે આ બીકને લીધે હું પતંગ ઉડાડતો નથી.”

“લાયો હો બાકી... લાયો...’ કહીને શૌર્યએ કલ્પાની પીઠ થાબડી.

“હું પતંગ ચગાવું તો આજે પણ દોરીમાં વિમાન ફસાઈ જાય, બોલ શું કહેવું તારું તરંગિયા ?”

“હંઅ ? હા, હા, સાચી વાત છે...” તરંગ બોલ્યો, “રહેવા દે ભાઈ તું પતંગ ન ચગાવ એમાં જ મજા છે.” તેની એવી ચીવટાઈથી અને ખંધી રીતે આ વાક્ય કહ્યું કે બધાં તેનું વાક્ય સાંભળીને હસવા લાગ્યા.

“હહહહ... જા તું એની વાતમાં હા રાખતો હોય તો પછી હવે તારી પતંગ ચગાવ તરંગિયા...”

“એટલે ?”

“હહહહ... એટલે તારા તરંગોની પતંગ ચગાવ એમ કહું છું.” ભોંદુએ સ્પષ્ટતા કરી.

“તરંગિયા, હવે તું પણ દેખાડી દે ગપ્પું કોને કહેવાય ! મને ખબર છે જીત આપણી જ થવાની છે.” આયુએ તરંગને ટેકો આપ્યો.

“હહહહ... હવે તારો વારો છે તરંગ.”

“હંમ્.. મને ખ્યાલ છે.” તરંગ પોતાની આદત મુજબ અડધા તૂટેલા દાંત પર જીભ ફેરવતો ફેરવતો વિચારવા લાગ્યો.

“તો હવે ચાલુ કર, જાઈએ તારામાં કેટલો દમ છે.” કલ્પેનને પણ ઇંતેજારી હતી કે તરંગ શું કહે છે.

પ્રકરણ ૪

“કલ્પેન ! તેં પતંગ ચગાવી અને અને એમાં વિમાન ફસાઈ ગયું ! મજા આવી ગઈ.” તરંગે કલ્પેનની વાતને સન્માની અને આયુની સામે આંખ મારી. આયુ તેની સામે જરાક મલક્યો.

“પણ કલ્પા તને એક વાતની ખબર છે ?”

“કઈ વાત ?”

“તું પતંગની દોરી પર ચાલી રહ્યો હતો, ત્યારે તારા ખભા પર આવીને એક પંખી બેસી ગયું હતું.”

“પણ બોસ, કલ્પાની વાતમાં તો એકેય પંખી આવ્યું જ નથી.” શૌર્યએ પ્રશ્ન કર્યો.

“તારી ભૂલ થાય છે શૌર્ય, કલ્પો જ્યારે પતંગની દોરી પર ચાલતો હતો ત્યારે એના ખભા પર એક પંખી આવીને બેસી ગયું હતું અને કલ્પો ડગમગવા લાગ્યો હતો. બેસી ગયું ’તું કે નહીં કલ્પા ?”

કલ્પાના મોંમાં “ના” એવો શબ્દ આવી ગયો, ત્યાં જ એ થોભી ગયો. એને સમજાઈ ગયું કે તરંગ પહેલા જ ઘાએ એને ના પડાવી દેવા માંગે છે. કોઈ માણસ પૂરપાટ દોડતા દોડતા અચાનક વળાંક લે અને લથડિયું ખાઈ જાય તેમ કલ્પાની જીભ થોડું લથડિયું ખાઈ ગઈ અને ‘ના’ શબ્દ બોલવાને બદલે તે બોલ્યો, “ન્ન્ત્ત્તો શું છે એ પંખીનું ?”

તરંગને લાગ્યું કે આ માણસ સહેલાઈથી ના નથી પાડે એવો. “એ પંખી ક્યાં જઈ રહ્યું હતું તને ખબર છે ?”

કલ્પેન મૂંઝાયો. તરંગ શું કહેવડાવવા માગે છે તેની પાસે તે તેને સમજાતું નહોતું. “મને નથી ખબર તે ક્યાં જઈ રહ્યું હતું. એવું કહીશ તો તરત જ હારી જઈશ.” કલ્પેન વિચારોના ચકરાવે ચડ્યો.

“પંખી તો આકાશમાં ઊડતું હતું અને ઊડતાં ઊડતાં થાકી ગયું હશે એટલે મારા ખભે થાક ખાવા બેઠું હશે.” કલ્પેને બાજી જાળવી રાખવા પ્રયાસ કર્યો.

“પણ થાક ખાઈને પછી તે ક્યાં ગયું તેની તને ખબર છે ?”

“તું મને પ્રશ્ન પૂછે છે કે તારી વાત માંડે છે ?” કલ્પેને મૂળ મુદ્દા પર આવવા કહ્યું.

“હું મારી વાત જ માંડી રહ્યો છું, પણ હું તને જે પ્રશ્ન પૂછી રહ્યો છું તેની સાથે મારી વાતનો સીધો સંબંધ છે.”

“તો શું તારી ટીપીકલી કોમેન્ટ્રી સ્ટાઇલમાં તું એવું સાબિત કરવા માગે છે કે એ પંખી ઊડીને સ્વર્ગમાં ગયું હતું ? એની પાંખ પર તેણે ચંદ્રનો ગોળો ઉપાડ્યો હતો ? એ તો વિષ્ણુનુ વાહન ગરુડ હતું એવું સાબિત કરવા માગે છે તું ?”

“ઉંહું, હું એવું કશું સાબિત કરવા માગતો નથી. પણ મારે તો જે છે તે જ કહેવું છે.”

“તો પ્રશ્નો પૂછ્યા કરતાં તારે જે કહેવું છે એની પર ફોકસ કર ને...”

“ઠીક છે, તને તો ક્યાંથી ખબર હોય, પંખી પછી ઊડીને ક્યાં ગયું.”

“ક્યાં ગયું ?” આયુએ પૂછ્યું.

“જટિંગા !”

“જટિંગા ?” આયુએ તરંગનો શબ્દ પ્રશ્નાર્થભાવ સાથે દોહરાવ્યો.

“હા.”

“કેમ ત્યાં શું કામ ગયું હતું ?”

“આત્મહત્યા કરવા...”

“આત્મહત્યા ?” શૌર્ય અને આયુ બંનેના મોંમાથી આશ્ચર્ય સાથે નીકળી ગયું.

“હા. મને ખબર જ હતી, તમે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે જ. પણ આ સાવ સાચ્ચી વાત છે.” તરંગને જે વાત કરવી હતી તેની માટેનો માર્ગ કદાચ હવે મોકળો થઈ ગયો હતો.

“જટિંગા આસામનું એક સ્થળ છે. તે આસામના પહાડી વિસ્તારોમાં આવેલું છે. આખો પહાડી વિસ્તાર અનેક વૃક્ષોથી છલકાય છે. ત્યાંની હરિયાળી કોઈનું પણ મન મોહી લે તેવી છે. આ હરિયાળા વિસ્તારમાં આવેલાં એક લીલાછમ ઊંચા પહાડ પર બે પંખીઓ રહેતાં હતાં. તે બંને પ્રેમાળ પંખીને ત્યાં મારો જન્મ એક પંખી તરીકે થયો હતો.”

ભોંદુએ તેની સામે એકદમ વિચિત્ર રીતે જાયું.

“બે ભોંદિયા, આ રીતે ના જા મારી સામે... પુનર્જન્મ વિશે તો સાંભળ્યું છે ને તેં ?”

“હહહહ... આ જનમ તો પૂરો નથી થયો, પુનર્જન્મ ક્યાંથી થાય ?”

“બે ભોંદિયા, કંઈક દિમાગ તો દોડાવ, આગળના જનમ જેવું તો કંઈ હોય કે નહીં ? હિન્દુ સંસ્કૃતિમાં તો ચોર્યાસી લાખ જનમોની વાત કરવામાં આવી છે.”

“હહહહ.... હા હવે, સમજી ગયો. તારો જન્મ પંખી તરીકે થયો હતો. પછી આગળ બોલ.” ભોંદિયાએ લપ કર્યા વિના ટૂંકમાં પતાવ્યું.

“મારા માબાપે મને ચણતા શીખવ્યું, ઊડતાં શીખવ્યું. હું કાલી કાલી ભાષામાં ટહુકતો, એક ડાળ પરથી બીજી ડાળ પર જતો, ધીમે ધીમે પાંખો ફફડાવતાં ફફડાવતાં અને ઊડતાં શીખ્યો. ધીરે ધીરે હું બધે જવા લાગ્યો હતો.

એક દિવસ મેં જાયું કે એક સુંદર પંખીણી નદીકિનારે આવેલાં એક ઝાડની ડાળી પર બેસીને ગીત ગાઈ રહી હતી. તેનું ગીત સાંભળીને હું મુગ્ધ થઈ ગયો. હું તેનાથી થોડે દૂર બેઠો બેઠો તેનું ગીત સાંભળતો રહ્યો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. તે ઊડતી ઊડતી આવતી અને એ ડાળી પર બેઠી બેઠી ગીત ગાતી. પછી નદીનાં છીછરા પાણીમાં નહાતી. હું તેને દૂરથી જાઈ રહેતો. ગીત ગણગણતાં ગણગણતાં અચાનક તેનું ધ્યાન મારી પર પડ્યું. તે શરમાઈ ગઈ અને ઊડી ગઈ. હું બીજા દિવસે ત્યાં ગયો ત્યારે પણ તે ગીત ગણગણતી હતી, પણ તે આજુબાજુ વારંવાર નજર કરી લેતી હતી. કદાચ તે મને શોધી રહી હતી. જેવો તેણે મને જાઈ લીધો કે તરત જ તેણે ગાવાનું બંધ કરી દીધું.

“કેમ રોજ છાનામાના તું મારું ગીત સાંભળ્યા કરે છે ?” તેણે મને પ્રશ્ન કર્યો.

“તારું ગીત સાંભળવું મને ગમે છે.” મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ.

“તો શું તું મને તારું ગીત નહીં સંભળાવે ?” મારો આવો પ્રશ્ન સાંભળીને તે કશું બોલ્યા વિના હસતા હસતા ઊડી ગઈ. હું તેને ઊડતી જાઈ રહ્યો. પછી તો આ અમારો રોજનો ક્રમ થઈ ગયો હતો. અમે હવે હળતાં-ભળતાં અને વાતો કરતાં પણ થઈ ગયાં હતાં. સાચું કહું તો અમે એકબીજાનાં પ્રેમમાં પડી ગયાં હતાં. અમે સાથે સાથે ડાળી પર બેસતાં, ગીતો ગાતાં, ઊડતાં, બધે જતાં. ખૂબ મજાની જિંદગી હતી. અમારી સાથે બીજાં પણ અનેક પંખીઓ આવતાં થયાં હતાં. બીજાં પંખીઓની દોસ્તી પણ થઈ ગઈ હતી. બધા સાથે મળીને હવે ફરવા જતાં. ખોરાક શોધવા જતા. પણ અમારી ખુશી વધારે દિવસ ન ટકી.

એક દિવસ એક શિકારી આવ્યો જંગલમાં. તેણે જાળ બિછાવીને અમારામાંથી ઘણાં પંખીઓને પકડી લીધાં. તેમાં મારી પ્રેમિકા પણ હતી. મેં મારા અનેક મિત્રોને ભેગાં કર્યા અને કહ્યું કે શિકારી આવીને આપણી જ્ઞાતિનાં અનેક પંખીઓને ઉપાડી જાય છે. અમારા વડવા પંખીઓ પણ એકઠાં થઈ ગયાં. એક વૃદ્ધ પંખીએ કહ્યું, “આ તકલીફ દર વખતે થાય છે. થોડો સમય થાય એટલે કોઈ ને કોઈ શિકારી આવી જાય છે અને પંખીઓને ઉપાડી જાય છે. આપણે તેનાથી મુક્તિ મેળવવી જ જાઈએ.”

“હા, તેનાથી મુક્તિ મેળવવી જ જાઈએ.” બીજા પંખીએ સૂર પૂરાવ્યો.

“પણ શિકારી જે પંખીઓને પકડી ગયો છે તેને પણ છોડાવવાં જાઈએ.” મેં કહ્યું.

“તેમને છોડાવી શકાશે કે નહીં તે હું જાણતો નથી. પણ હવે જે થાય તે તો અટકવું જ જાઈએ.” તેણે નિરાશભાવે કહ્યું. એવામાં એક પંખી ઊડીને આવ્યું અને તેણે સમાચાર આપ્યાં કે પેલો શિકારી હજી ત્યાં જ છે. તેણે બધાં પંખીઓને એક થેલામાં પૂરી દીધાં છે અને આરામ કરવા બેઠો છે.

“તો આ જ સમય છે. આપણે તેને બરાબરનો પાઠ ભણાવીએ.” વૃદ્ધ પંખીએ કહ્યું.

“હા, ચાલો બધા.” મેં પણ મારો અવાજ પણ બુલંદ બનાવ્યો. મારે ઝડપથી મારી પ્યારી પંખીણીને મળવું હતું. અમે બધા એક સાથે બૂમાબૂમ કરતા ઉપડ્યા નદી તરફ. નદી તરફ જાયું તો કિનારા પર એક થેલો પડ્યો હતો. તેમાં અનેક પંખીઓ તરફડતાં હતાં. નદીકિનારે એક માણસ બેઠો હતો. તે કદાચ હાથપગ ધોઈ રહ્યો હતો. અમને ખબર પડી ગઈ કે તે શિકારી છે. બધાં પંખીઓ એક સાથે તૂટી પડ્યાં તેની પર.

તે નદી તરફ નીચે વળેલો હતો ત્યારે અમારામાંથી એક મોટા પંખીએ તેના માથામાં જઈને એક જારદાર ચાંચ મારી. તેના માંથીમાંથી લોહી દદડવા લાગ્યું. તેને કંઈ સમજાય તે પહેલાં બીજા બે પંખીએ એક સાથે તેની પર હુમલો કર્યો અને જેટલું બળ હતું તેટલા બળથી આંખમાં ચાંચ મારી તેની બંને આખો ફોડી નાખી. તેના હાથમાં કોઈ અલગારી જેવી લાકડી હતી. તે લાકડી નીચે પડી ગઈ. આંખો ફૂટવાને કારણે તે ભયંકર રીતે ચીસો પાડવા લાગ્યો. નીચે નમીને તે પોતાની લાકડી શોધવા લાગ્યો.

તે મોટેમોટેથી બૂમો પાડીને અમને કશુંક કહી રહ્યો હતો. પણ અમને માણસની ભાષા સમજાતી નહોતી. કદાચ તે અમને ભાંડી રહ્યો હતો. મારવાનું બંધ કરવાનું કહી રહ્યો હતો. પણ અમે અટક્યા નહીં. બધાં ચાંચ ઉપર ચાંચ મારી રહ્યાં હતાં. અમુક પંખીઓએ તેનાં કાન તોડી નાખ્યાં. અમુકે માથામાં એટલી બધીં ચાંચો મારી કે તે લોહીથી લથબથ થઈ ગયો. આખરે તે ત્યાં જ ઢળી પડ્યો. શિકારી ઢળી પડવાને લીધે અમે રાજી થઈ ગયા. અમને લાગ્યું કે હવે કાયમી ઉકેલ આવી ગયો. અમે બધાએ ભેગાં થઈને થેલામાં બાંધી રાખેલાં પંખીઓને છોડાવ્યાં. તેમાંથી અમુક પંખીઓ તો મુંઝાઈને બે ભાન થઈ ગયાં હતાં.

વર્ષાઋતુનો એ સમય હતો. આકાશમાં બરોબરનાં વાદળો જામ્યાં હતાં. સાંજ પડી ગઈ હતી. ચારે તરફ કાળું ભમ્મર અંધારું છવાઈ ગયું હતું. કદાચ એ રાત અમાસની રાત હતી. પવન ફુંકાવાનો ચાલુ થઈ ગયો હતો. જાતજાતામાં તો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો.

વરસાદ પોતાના ચહેરા પર પડવાને લીધે પેલો શિકારી થોડો ભાનમાં આવ્યો. અમે ફરીથી તેને બરાબરનો મેથીપાક ચખાડવા

આભાર - નિહારીકા રવિયા માગતા હતા. પણ ચાલુ વરસાદમાં અમારાથી બરોબર ઊડી શકાય તેવું નહોતું, તેથી અમે તેને પડતો મૂકીને સલામત આશરો શોધવા લાગ્યાં. બેભાન થઈ ગયેલાં પંખીઓ પણ ભાનમાં આવ્યાં.

પેલો માણસ ધીમે ધીમે ઊભો થયો. આંખો ફૂટી જવાને લીધે તેને કશું દેખાતું નહોતું. તે ક્યાંય સુધી પોતાની આજુબાજુ હાથ ફેરવતો રહ્યો. આખરે તેણે પોતાની છડી શોધી કાઢી. છડી હાથમાં આવતાની સાથે તે મોટેથી ચિત્કારી ઊઠ્યો. તેનો ચિત્કાર જાણે આખા વનમાં ફેલાઈ ગયો. તે પીડાથી કણસી રહ્યો હતો. તેની આભા, તેનાં લક્ષણો જાતાં લાગતું નહોતું કે તે શિકારી હશે. વનનું પાંદડે પાંદડું તેના ચિત્કાર સાથે ધ્રૂજવા માંડ્યું હતું. અમને લાગ્યું કે હવે જે થશે તે કદાચ સૌથી ખતરનાક હશે. અમે વહેલી તકે સલામત સ્થળે જવા માગતા હતા.

અંધ આંખે જ કશુંક બબડતાં બબડતાં તેણે પોતાની છડી ઘૂમાવી. વરસાદ વધવા લાગ્યો. પવન પણ જારજારથી ફૂંકાવા લાગ્યો.

“પંખીઓ ! હું તમને શિકારીના પંજામાંથી છોડાવા આવ્યો હતો. શિકારીને મેં નદીમાં ફેંકી દીધો. હું તમને છોડાવું એ પહેલાં તમે મારી પર વાર કરવા લાગ્યાં. મેં મારી યુગોની તપશ્ચર્યા અધૂરી મૂકીને તમને છોડાવવાનું નિર્ધારિત કર્યું હતું, પણ મારી ભલમનસાઈનો તમે આવો બદલો આપ્યો ?”

માથામાં જટા અને હાથમાં છડી બાંધેલો આ માણસ શિકારી નહીં, પણ એક ઋષિ હતો. અમે તેને શિકારી સમજવાની બહુ મોટી ભૂલ કરી બેઠાં હતાં.

“તમે મારા કાર્યનો જે બદલો આપ્યો તેનું પરિણામ તમારે યુગો યુગો સુધી ભોગવવું પડશે... જાવ હું તમને શ્રાપ દઉં છું કે દર વર્ષે આવી જ કોઈ અમાસની રાતે, જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય, ચારે બાજુ ધુમ્મસ હોય, હવા દક્ષિણથી પશ્ચિમ તરફ ફુંકાતી હોય ત્યારે તમે કોઈ શિકારીને હાથે નહીં, પણ તમારી જાતે જ મૃત્યુને વહોરશો. તમે જાતે જ આત્મહત્યા કરી-કરીને મરશો.” આટલું કહીને તે ઋષી કોઈ રોશનીનો પ્રકાશ થઈને અદૃશ્ય થઈ ગયો. “આત્મહત્યા કરી-કરીને મરશો... આત્મહત્યા કરી-કરીને મરશો...” તેવા પડઘા વરસાદ અને ફુંકાતા પવનો વચ્ચે પણ ક્યાંય સુધી પડતા રહ્યા.

તે ઋષિના શ્રાપને લીધે આજે પણ આસામના જટિંગા નામના સ્થળે વરસતા વરસાદમાં, કોઈ અંધારી રાતે જટિંગા ગામની રોશની સામે જઈને દર વર્ષે અનેક પંખીઓ આત્મહત્યા કરી લે છે. આનું કારણ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો નથી જાણી શક્યાં કે પંખીઓ કેમ આત્મહત્યા કરે છે. તમને ખાતરી ન થતી હોય તો તમે જાતે જટિંગા જઈને જાઈ લો.” તરંગ જાણે પોતાના પૂર્વજીવનની હકીકત કહેતો હોય એવી અદાથી પૂરાવા સહિતની વાત કરી.

“શું બૂડથલ જેવી વાત કરે છે.” કલ્પાને એવું કહેવાનું મન થઈ ગયું. પણ તે કશું બોલ્યો નહીં. ખાલી એમને એમ જાઈ રહ્યો.

“હહહહ... શું જાઈ રહ્યો છે કલ્પા ?” ભોંદુ બોલ્યો.

“બસ કંઈ નહીં.”

“હહહહ... તો બોલ, તરંગની વાત સાચી છે કે ખોટી ?”

“સાચી જ હોય ને.’ તેણે સહજતાથી વાત સ્વીકારી. “તરંગે પોતાના અગાઉના જીવનની વાત કરી છે એ કંઈ ખોટી થોડી હોય?” હવે કલ્પેન પણ જાણે ટોન્ટ મારતો હોય તેમ તરંગની સામે જાઈને બોલ્યો.

“હહહહ.... સારું કલ્પા, હા પાડતો હોય તો તું તારી વાત શરૂ કર.” ભોંદુ પોતાનું અમ્પાયરપણું બતાવતા બોલ્યો.

પ્રકરણ - ૫

“હમ્... તરંગ તેં તારા પૂર્વજન્મની વાત કરી તો હું પણ મારા પૂર્વજન્મની વાત કરવા માગું છું.”

“ગયા જન્મમાં ગધેડો-બધેડો હશે, તેની વાર્તા કરવા માગતો લાગે છે.” આયુ તરંગના કાનમાં બબડ્યો. પણ તરંગ હસ્યો નહીં.

“હું એવી સ્ત્રીની વાત કરવા જઈ રહ્યો છું કે જે પ્રેગનસન્સીમાં મરી ગઈ. તેના મૃત્યુના વિષાદે આખી દુનિયાને એક મહાન અજાયબીની ભેટ આપી. અને આ ભેટમાં મારો પણ નાનકડો ફાળો હતો.”

બધા બાઘાની જેમ કલ્પાની વાત સાંભળી રહ્યા હતા.

“આ વાત સત્તરમી સદીની છે. તે વખતે હું યમુના નદીના કિનારે આવેલા નાળિયેરીના એક ઝૂંડ પાસે નાનકડી ઝૂંપડી બાંધીને રહેતો હતો. હું નાના-નાના પથ્થરો કોતરવાનું કામ કરતો હતો. મારી પથ્થર પરની કોતરણી લોકોને ખૂબ ગમતી. હું એ રીતે કોતરકામ કરતો કે જાનારા દંગ રહી જતા. ખરેખર તો આ કોતરકામ એ જ મારી રોજીરોટી હતી. મારી ઝૂંપડીની સામે યમુનાનું પાણી ખળખળ કરતું વહેતું હતું. ઝૂંપડીની બીજી તરફ આગ્રા શહેર હતું. મારી ઉંમર તે વખતે બહુ મોટી નહોતી. હું બિલકુલ યુવાન હતો, અત્યારે જેવો છું તેવો જ યુવાન...

“આ વાત સત્તરમી સદીની છે. તે વખતે હું યમુના નદીના કિનારે એક નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો. અને હા, હું એ જ નાળિયેરીના ઝાડ પાસે ઝૂંપડી બાંધીને રહેતો હતો, જેનું અભિમાન તેં ઊતાર્યું તરંગ !” કહીને તેણે તરંગ સામે જાયું. તરંગ માત્ર આછું મલક્યો. “તે વખતે હું નાના-નાના પથ્થરો કોતરવાનું કામ કરતો હતો. મારી પથ્થર પરની કોતરણી લોકોને ખૂબ ગમતી હતી. હું એ રીતે કોતરકામ કરતો કે જાનારા દંગ રહી જતા. ખરેખર તો આ કોતરકામ એ જ મારી રોજીરોટી હતી. મારી ઝૂંપડીની સામે યમુનાનું પાણી ખળખળ કરતું વહેતું હતું. ઝૂંપડીની બીજી તરફ આગ્રા શહેર હતું. મારી ઉંમર તે વખતે બહુ મોટી નહોતી. હું બિલકુલ યુવાન હતો, અત્યારે જેવો છું તેવો જ યુવાન...

તે વખતે આગ્રામાં જહાંગીરનું રાજ હતું. જહાંગીરની અનેક રાણીઓમાં એક હતી, રાણી મનમંતી... આ રાણી મારવાડના શાહી પરિવારની રાજકુમારી હતી. ઈ.સ. ૧૫૯૨માં જહાંગીરને આ મનમંતીથી એક દીકરો થયો, તેનું નામ રાખ્યું ખુર્રમ. ખુર્રમ બાદશાહ જહાંગીરનો લાડલો દીકરો હતો. એ વખતે શાહી લગ્નો પણ એક રાજનીતિ જેવાં જ હતાં. એક રાજ્ય બીજી રાજ્યની મદદ લેવા કે પછી એક રાજ્ય બીજા રાજ્યની સામે હારી જાય ત્યારે હારનાર રાજ્યની રાજકુમારી જીતનારને પરણાવવામાં આવતી. અથવા તો બીજાં કોઈ રાજકીય કાવાદાવાને લીધે પણ લગ્નો કરવામાં આવતાં. આવી સ્થિતિમાં પ્રેમ અને લાગણીને પ્રાધાન્ય ક્યાંથી હોય ?

જહાંગીર બાદશાહનો મહેલ ભવ્ય હતો. હું તેની ભવ્યતાને દૂર દૂરથી જાતો રહેતો હતો. તેની પાસે એટલી બધી સંપત્તિ હતી કે તે ગણે ગણાય તેમ નહોતી. એવું પણ કહેવાય છે કે જહાંગીરે આ સંપત્તિ ગણવાની કોશિશ કરી હતી, પણ સતત ચારેક મહિના સુધી ગણતરીનું કામ કર્યા પછી પણ સંપત્તિ ન ગણાતા છેવટે કંટાળીને કામ બંધ કરી દેવામાં આવ્યું. આટલી બધી જાહોજલાલી અને સંપત્તિ હોય ત્યાં ખૂન-ખરાબા, દાવપેચ અને રાજનીતિ ન હોય તો જ નવાઈ. આવા માહોલમાં કોઈ સંબંધ ટકી નથી શકતો.

બાદશાહના ભવ્ય મહેલમાં એક મીનાબજાર હતો. આ મીના બજારમાં જહાંગીરની રાણીઓ અને શહેરની બીજી શ્રીમંત સ્ત્રીઓ વેપાર કરતી હતી. તે એવો સામાન તૈયાર કરીને વેચતી હતી કે જે દરબારીઓને કામમાં આવે.

એક દિવસ રાજકુમાર ખુર્રમ આ બજારમાં ફરવા નીકળ્યો. બજારની દુકાનોને અમુક રેશમી વસ્ત્રોથી સજાવવામાં આવી હતી. તેમાં નગરના અમુક શ્રીમંત વર્ગના લોકો ખરીદી કરી રહ્યા હતા. રાજકુમારને જાતા બધા પોતાની જગ્યા પર ઊભા થઈને તેમને પ્રણામ કરતા હતા. આ તેની શાહી પરંપરા હતી. શાહી ઘોડેસવારી પર નીકળતા રાજકુમારની નજર અચાનક એક દુકાન પર પડી અને નજર બસ ત્યાં જ ચોંટી રહી. તેમણે જાયું કે એ દુકાન પર એક સુંદર છોકરી કામ કરી રહી હતી. તેમને લાગ્યું કે નક્કી જન્નતમાંથી કોઈ પરી ધરતી પર આવી ગઈ છે. ખુર્રમ તેના તેજથી અંજાઈ ગયો હતો. તે તેના રૂપ પર ઓવારી ગયો. ખુદાએ જાણે બધું જ નૂર આ છોકરીને બનાવવામાં વાપર્યું હતું. રાજકુમાર દુકાન પર ગયો અને પેલી છોકરીનું નામ પૂછ્યું. છોકરીએ મંદ મંદ સ્મીત વેરતા હળવા અવાજે કહ્યું, ‘અર્જુમંદ બાનો બેગમ !’ બોલતાં બોલતાં તેના ચહેરા પર પણ અજીબ પ્રકારની લાલીમાં છવાઈ ગઈ હતી. તેણે પોતાની નજર નીચી ઢાળી દીધી.

‘આપને શું જાઈએ છે રાજકુમાર ?”

“તમે જે આપી શકો તે તમામ.” ખુર્રમે રાજકુમારી પરથી નજર હટાવ્યા વિના કહ્યું.

બજારના બધા જ લોકો પોતાની ખરીદીમાં મસ્ત હતા. બહુ વધારે ન કહી શકાય અને સાવ ઓછી પણ ન કહી શકાય તેવી ભીડ ત્યાં હતી. આછો આછો લોકોનો અવાજ પણ સંભળાતો હતો. આવા અવાજમાં બંનેના હૃદયના ધબકારા જાણે તે બંને સ્પષ્ટપણે અનુભવી-સાંભળી શકતા હતા.

રાજકુમારી કશું બોલી નહીં. તેણે દુકાનમાં રાખેલી તમામ ચીજા તરફ આંગળી ચીંધી આપી. દુકાનમાં સુંદર કોતરણી કરેલાં માટીનાં વાસણો હતાં. તેની પર ખૂબ જ ચીવટાઈથી નકશીકામ કરવામાં આવ્યું હતું.

રાજકુમાર પોતાના ઘોડા પરથી નીચે ઊતર્યો અને તેણે પોતાની કમરબંધમાં ખોસેલી એક નાનકડી થેલી કાઢી. તે થેલી સોનાની સુવર્ણમુદ્રાઓથી ખખડી રહી હતી. તેનો રણકાર આટલા અવજામાં પણ સ્પષ્ટ સંભળી શકાતો હતો. થેલી વ્યવસ્થિત રીતે એક દોરીથી ગુંથાયેલી હતી. એક દોરી ખેંચવાથી થેલીનું નાકું પહોળું થઈ જતું હતું. રાજકુમારે ડાબા હાથની હથેળીમાં થેલી મૂકી અને જમણા હાથે થેલીની દોરી ખેંચીને થેલી ખોલી આપી. થેલી ખોલતાની સાથે જ સવારના સૂર્યકિરણોમાં સુવર્ણમુદ્રાઓ ચમકી ઊઠી. રાજકુમાર કશું બોલ્યા વિના આગળ આવી અને એક સુવર્ણમુદ્રા લઈ લીધી.

“દુકાનનો તમામ સામાન તમારો થઈ ગયો રાજકુમાર !”

“બસ આટલી જ કિંમત છે આની ?” રાજકુમારે પ્રશ્ન કર્યો.

“તેની નકશીકામ પાછળ જે હૃદય રેડાયું છે તેનું મૂલ્ય અંકાય તેમ નથી, પણ બજારની ખરીદીને ધ્યાન રાખીને અમુક કિંમત નક્કી કરવી પડે.” અર્જુમાનનો ધીમો અવાજ રાજકુમાર કાનમાં પડ્યો. તે હજી પણ તેના સંમોહનમાં હતો. તેણે સુવર્ણમુદ્રાની આખી થેલી જ ત્યાં મૂકી દીધી અને એક નકશીકામવાળું ધાતુનું પાત્ર લઈને ત્યાંથી વિદાય થયો.

“રાજકુમાર...” અર્જુમંદનો અવાજ સાંભળી રાજકુમારે પાછું જાયું. ‘મારા પાત્રની કિંમત એટલી નથી જેટલી તમે ચૂકવી. આટલું મૂલ્ય કરવા માટે તમારી આભારી છું, પણ હું આનો સ્વીકાર ન કરી શકું.” તેમ કહી તેણે થેલી રાજકુમાર સામે ધરી.

“કલાનું મૂલ્ય મેં ચૂકવ્યું નથી, મેં તો માત્ર એનું સન્માન કર્યું છે. તેનું મૂલ્ય તો કઈ રીતે ચૂકવી શકાય ?”

અર્જુમંદ બાનો હજી પણ થેલી સામે ધરીને ઊભી હતી. “આ થેલી આપે પરત લેવી જ પડશે રાજકુમાર !” અર્જુમંદની દૃઢતા સામે રાજુકમાર જુકી ગયો અને એનું હૃદય પણ. થેલી તો લઈ લીધી પણ હૃદય આપી દીધું હતું.

આ તેમની પહેલી મુકાલાત હતી. બંનેનાં હૃદય એકબીજાનાં થઈ ચૂક્યાં હતાં. તે વખતે રાજકુમારની ઉંમર ઘણી નાની હતી. પણ રાજાને ગમી તે રાણી. ખુર્રમ અને અર્જુમંદની સગાઈ ધૂમધૂમથી કરવામાં આવી. સગાઈના પાંચ વર્ષ પછી એટલે કે ૧૬૧૨માં બંનેના લગ્ન કરવામાં આવ્યાં.

ભવ્યસંપત્તિની વચ્ચે એક લોહિયાળ રાજકારણ ખેલાઈ રહ્યું હતું. જહાંગીરના મોટા પુત્ર રાજકુમાર ખુસરોએ રાજગાદી માટે અમુક રાષ્ટ્રદ્રોહીઓ સાથે મળીને વિદ્રોહ કર્યો. પણ શક્તિશાળી સત્તા સામે આ વિદ્રોહ ટકી ન શક્યો. તેને કચડી નાખવામાં આવ્યો. રાજકુમાર ખુસરોને પકડીને તેની આંખો ફોડી નાખવામાં આવી. ૧૬૨૮માં સમ્રાટ જહાંગીરનું અવસાન થયું અને ખુર્રમને રાજગાદી પર બેસાડવામાં આવ્યો અને તે સમ્રાટ શાહજહાં કહેવાયો. ખુર્રમની બીજી પણ રાણીઓ હતી, પણ અર્જામંદ તેમાં સૌથી પ્રિય રાણી હતી. અર્જુમંદનું બીજું નામ હતું - મુમતાજ મહલ !

આગ્રાના શાહી મહેલમાં બંને શાનથી રહેતા હતા. તેમના પ્રેમની ચર્ચા આખા નગરમાં થતી હતી. મુમતાજ મહલ શાહજહાંને રાજકાજના ઘણાં બધાં કામોમાં પણ મદદ કરતી હતી. શાહજહાંની સાથે સાથે તે પણ નગરચર્યા કરતી હતી. ક્યારેક તો તે છેક રાજ્યની સરહદ સુધી જઈ આવતી. ઘણી વાર તે યમુના નદીને કિનારે ટહેલવા નીકળતા ત્યારે મારી ઝૂંપડી પાસેથી નીકળતા. હું એમની શાહી સવારી જાઈ રહેતો. ઘોડાની બગીમાં બેઠેલા બંને યમુનાને એક નજરથી જાઈ રહ્યા હતા. યમુના નદી અને આગ્રા શહેર વચ્ચે એક વિશાળ જગ્યા હતી. એ જગ્યામાં જઈને તે બંને બેસતા, વાતોચીતો કરતા અને પાછા ફરતાં. તે રેગ્યુલર નહીં, પણ ક્યારેક આ રીતે આવી ચડતા.

એક દિવસની વાત છે. રાજ્યના બુરહાનપુરા જિલ્લામાં એક સૈનિક અભિયાન ચાલી રહ્યું હતું. બેગમ મુમતાજ મહલ આ સૈનિક અભિયાનની મુલાકાત લેવા ગઈ. ત્યારે તે પ્રેગ્ટેન્ટ હતી. ચૌદમું બાળક તેનાં પેટમાં હતું. આની અગાઉ તે તેર બાળકોને જન્મ આપી ચૂકી હતી, જેમાંથી સાત સંતાનો માંડ બચી શક્યાં હતાં. તે પ્રસુતિની પીડાથી કણસતી હતી.

તે બુરહાનપુરાની સરહદ પર સૈનિકોની છાવણીમાં હતી. ત્યાં તાત્કાલિક કોઈ સારવાર મળી શકે તેમ નહોતી. વળી અગાઉ તેર સંતાનોને જન્મ આપી ચૂકી હોવાથી તેનું શરીર પણ નબળું પડી ગયું હતું. પણ તેણે ઘણી હિંમત દાખવીને એક બાળકીને જન્મ આપ્યો. આ બાળકીનું નામ ગોહરા બેગમ. ગોહરા બેગમને તો જન્મ આપી દીધો, પણ મુમતાજ મહલ ન બચી શકી. તેના મૃત્યુના સમાચાર જ્યારે શાહજહાંએ સાંભળ્યા ત્યારે તે એક ઘેરા શોકમાં ડૂબી ગયો. પોતાની ખૂબસૂરત બેગમને ગુમાવવાથી તેની પર એક અજાણી ઉદાસી છવાઈ ગઈ. સમ્રાટ હોવાને નાતે તે ઉદાસી જાહેર કરી શકતો નહોતો, પણ તેની અંદર એક રમખાણ ચાલી રહ્યું હતું અને આ રમખાણ આખી જિંદગી ચાલ્યું. પોતાની પ્રિય રાણી મુમતાજ મહલના મૃત્યુ પછી શાહજહાંએ ક્યારેય બીજા લગ્ન ન કર્યા.

“હહહહ... અલ્યા તું ગપ્પું મારે છે કે પછી ઇતિહાસ કહેવા બેઠો છે ?” કલ્પાની વાત અટકાવી ભોંદુએ અમ્પાયરની રુહે પ્રશ્ન કર્યો.

“સાંભળ તો ખરો ભાઈ, મારે જે વાત કરવી છે તેની આ પ્રસ્તાવના હતી. વાત તો હવે શરૂ થાય છે.”

“લે હાલ, કર વાત... આટલી લાંબી તે કંઈ પ્રસ્તાવના હોય. કંટાળી ગયો હું તો.” જિગાએ પોતાનો કંટાળો જાહેર કર્યો.

“ચલ હવે જલદી વાત કર.” હંમેશની જેમ પોતાના ઘોઘરા અવાજમાં આયુ બોલ્યો.

“હંમ્... વાત આગળ વધાર...” કલ્પો ઇતિહાસ સાથે શું ચેડાં કરવા માગે છે તે તરંગને સમજાતું નહોતું, તે તેની કડી પકડવા માગતો હતો.

“મુમતાજ મહલને બુરહાનપુરાના એક બગીચામાં દફનાવવામાં આવી. પણ શાહજહાંનું દિલ હજી પણ તેના જ વિચારોમાં ખોવાયેલું હતું. તેણે તેનું શબ કઢાવ્યું અને એક સુંદર પેટીમાં લપેટીને આગ્રા લઈ ગયો. ત્યાં જઈને યમુનાના તટે એક શાહી બાગમાં તેને દફનાવવામાં આવ્યું, આ એ જ તટ હતો કે જ્યાં આવીને તે બંને બેસતા હતાં. ક્યારેક ક્યારેક તે અહીં ફરવા આવતા હતા.

શાહજહાં હંમેશાં માટે ગુમાવી દીધેલી પોતાની જિગરજાન રાણીની યાદમાં એક મકબરો બનાવવાની કલ્પના કરવા લાગ્યો. તેના આ વિચારને સિદ્ધ કરવા માટે તેણે દુનિયાના તે વખતના મહાન વાસ્તુવિદો, શિલ્પકારોને તેડાવ્યાં. ઈરાનથી ઉસ્તાદ ઈશા અને મહોમ્મદ એસેંદીને, લાહોરથી કાજીમખાન, દિલ્લીના તે વખતના પ્રખ્યાલ શિલ્પી ચિરંજીલાલ, ઈરાનથી અમાનત ખાન, જે સુલેખનમાં પ્રવીણ હતા. અબ્દુલ કરીમ મૈમુદ જેવાં બીજા અનેક વાસ્તુશાસ્ત્રીઓ, કારીગરોને ખાસ બોલાવવામાં આવ્યાં. ભવ્ય મકબરો બનાવવાની એક રૂપરેખા તૈયાર કરાવવામાં આવી. રૂપરેખા અનુસાર યમુનાના કિનારે ખુલ્લી જગ્યા પર બાદશાહને જેવો મકબરો જાઈતો હતો તેની એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી. આ પ્રતિકૃતિ ઘણાં બધા એકરોમાં ફેલાયેલી હતી અને તેમાં લાખો ઇંટો વપરાઈ હતી. તેમાં ઘણો સમય ગયો હતો. ફરી આ પ્રતિકૃતિને ત્યાંથી ખસેડી નવી બનાવવામાં હજી બીજા ઘણો સમય જાય તેમ હતો. તેથી વિદ્વાનો પોતે પણ ચિંતિત હતાં. બાદશાહે એક ઉપાય કર્યો અને તેની આસપાસના ગામડાના ખેડૂતોને મફતમાં તમામ ઇંટો લઈ જવા ફરમાન કરવામાં આવ્યું. જાતજાતામાં તો ઈંટો ખલાસ થઈ ગઈ.

“ભાઈ તેરા ઇતિહાસ તો પતતા હી નહીં હૈ.” એઝાઝે વચ્ચે કહ્યું.

“ભાઈ તું સુણ તો સહી.” એવી જ સ્ટાઇલમાં કલ્પેને પણ જવાબ આપ્યો અને પોતાની વાત ચાલુ રાખી.

“બાદશાહ એક ભવ્ય મકબરો બનાવવા માગતો હતો. તેની માટે તેણે પોતાના ખજાનાના દ્વાર ખુલ્લા મૂકી દીધાં હતાં. પોતાની પ્રિય બેગમની યાદમાં બાદશાહ પાણી જેમ ધન વાપરવા તૈયાર હતો. વિશ્વના વિદ્વાન કારીગરો અને કલાકારોની મદદ તેમાં લીધી. તેમાં વીસ હજાર જેટલાં કારીગરો અને મજૂરોને કામે લગાડવામાં આવ્યાં. આ વીસ હજાર કારીગરોમાં એક હું પણ હતો. હું રોજ બધા કારીગરોની સાથે સાથે કામે જતો હતો અને આખો દિવસ પથ્થરો ઊંચકતો, પથ્થરો કોતરતો, તેને વાસ્તુવિદો જે પ્રમાણે સૂચવે તે પ્રમાણે ચોરસ, ગોળ વગેરે બનાવી આપતો. સૂચવ્યા પ્રમાણે નાનીમોટી કોતરણી કરી આપતો. અમે રાતદિવસ બાદશાહની આ ખ્વાઈશ પૂરી કરવામાં લાગેલા હતા. લગભગ હજારેક હાથીઓ, સેંકડો ઘોડાઓ અને બળદગાડાઓ સામાનનની હેરફેરમાં લાગેલાં હતાં. પંદર મીટર જેટલો ઊંડો તેનો પાયો ખોદવામાં આવ્યો. તેના પાયામાંથી ધીમે ધીમે ઉપર જઈ રહ્યા હતા. પણ વિશાળ સંગેમરમરના પથ્થરોને ઉપર ચડાવવા બહુ જ અઘરા હતા. તેથી વિદ્વાનોની સલાહથી એક ઉપાય શોધવામાં આવ્યો. તેમાં થોડે દૂરથી મકબરા સુધી પહોંચે તેવો એક ઊંચો રસ્તો બનાવવામાં આવ્યો. તે રસ્તો ધીમે ધીમે ઊંચો થતો જતો હતો અને મકબરા પાસે જઈને પૂરો થતો હતો. દૂરથી તે એક પુલ જેવો લાગતો હતો. મકબરો જેમ ઊંચો થાય તેમ તેનો પુલ પણ ઊંચો કરતા જતા હતા. વળી અમુક મોટાં અને વજનદાર પથ્થરો માટે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે પતંગનો રસ્તો અપનાવ્યો.”

“પતંગનો રસ્તો ?” ભોંદુએ પ્રશ્ન કર્યો.

“હા, વિશાળ પતંગો બનાવવામાં આવી. વજનદાર અને મોટા પથ્થરોને આ પતંગો સાથે બાંધી દેવામાં આવ્યા. પછી ઘણા બધા મજૂરોની સહાયથી પતંગ ઊડાડવામાં આવતી. એક સાથે સેંકડો મજૂરો તેનું દોરડું પકડી રાખતા અને ધીમે ધીમે પથ્થર જ્યાં રાખવાનો હોય ત્યાં તેને સેટ કરવામાં આવતો. પથ્થર ત્યાં પહોંચી જાય પછી ઘણા બધા મજૂરો ભેગા થઈને તેને વિવિધ સાધનોથી યોગ્ય જગ્યાએ ફીટ કરી દેતા. હું પણ બધાની સાથે પતંગનું દોરડું પકડીને પથ્થરોને તેની જગ્યાએ પહોંચાડવામાં મદદ કરતો. રાત દિવસ કામ ચાલુ રહેતું હતું. સતત ગાડાની અવરજવર, ઘોડાઓની હણહણાટી, હાથીઓની બૂમરાણ, માણસોના શોરબકોરથી ચોવીસે કલાક માહોલ ધમધમતો રહેતો હતો.

શાહજહાં પોતાના પ્રેમનું એક અદ્ભુત અને બેનમૂન પ્રતિક ઊભું કરવા માગતો હતો. એક એવું પ્રતીક કે જેને આખી દુનિયા યાદ રાખે - એક એવું પ્રતીક કે જે આખી દુનિયામાં ક્યાંય હોય નહીં અને ફરી કોઈ બનાવી ન શકે.

રાતદિવસ કામ કરતાં કરતાં હું યુવાનમાંથી પ્રૌઢ થઈ ગયો મને ખ્યાલ સુધ્ધાં ન રહ્યો... બાદશાહનું સપનું જાણે અમારા પોતાનું સપનું બની ગયું હતું. મારું અડધું જીવન લગભગ આ મકબરાના કામમાં જ ગયું. હું મન દઈને રાત દિવસ કામ કર્યા કરતો. વિદ્વાનો સાથે ચર્ચાઓ કરતો, પથ્થરની બારીકી અને તેની કોતરણી વિશે અને તેના ઉપયોગ વિશે વાતો કરતો. મારા કામથી બધા પ્રસન્ન હતા.

૧૬૩૨માં શરૂ કરેલું કામ છેક ૧૬૫૩માં પૂરું થયું. જ્યારે આ ભવ્ય મકબરાના નિર્માણનું કામ પૂરું થયું ત્યારે તેને દૂરથી જાતા જ જાનારની આંખો એમને એમ જ જાતી રહી જતી હતી. આજે આટલાં વર્ષો પછી પણ તેનું તેજ અને ખ્યાતિ આવી ઝળહળે છે તો વિચારો તે વખતે તેની ભવ્યતા કેવી હશે? તે ખરેખર બેનમૂન કલાકૃતિ છે. આ મકબરામાં મુમતાજ મહલની કબર રાખવામાં આવી હતી. આજે તે મકબરાને તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે !

“ભાઈ તું એસા કેહના ચાતા હૈ કી તાજમહેલ તુને બનાયા હૈ ?” ફરી એઝાઝે પૂછ્યું.

“ભાઈ, તું સુણ તો સહી...” ફરી કલ્પેને એ જ સ્ટાઇલમાં જવાબ આપીને પોતાની વાત ચાલુ રાખી.

“તાજમહેલ બનાવીને બધા પરવાર્યા હતા. રાજાએ બધાને પૂરેપૂરું વળતર ચૂકવ્યું હતું, તેની પાસે ખજાનાની ખોટ નહોતી. તે તો એવું ઇચ્છતા હતા કે તેમના મૃત્યુ પછી તેમની યાદમાં પણ આવો જ, પરંતુ કાળા પથ્થરોનો બીજા મકબરો બનાવવામાં આવે.”

તરંગ ઝીણી આંખે કલ્પેન સામે જાઈ રહ્યો હતો, તે પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવતો ફેરવતો વિચારતો હતો કે કલ્પેન કઈ દિશામાં વાત લઈ જવા માગે છે.

“હું હવે મારા ઘરે આવી ગયો હતો. વાંસ અને માટીથી બનેલી મારી ઝૂંપડીમાં સંસાર સુખી હતો.

વહેલી સવારે યમુનાના પાણીમાં સ્નાન કરીને જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે દૂરથી રાજદરબારનો કોઈ સંદેશાવાહક મારા ઘરે આવતો હોય તેવું મને દેખાયું. હું મારી ઝૂંપડીના દ્વાર પાસે જ ઊભો રહી ગયો. ખરેખર આશ્ચર્યની વાત એ હતી કે તે મારા ઘરે જ આવ્યો હતો. ઘર પાસે આવીને તેનો ઘોડો ઊભો રહ્યો. તે ધીમું ધીમું હણહણી રહ્યો હતો. ઘરના આંગણામાં ઊભેલા ઝાડ નીચે તે ઘોડેસવાર ઊભો હતો. તેના માથા પર ઝાડનાં પાંદડાઓ અડકતા-અડકતા હવામાં ધીમે ધીમે ફરફરી રહ્યાં હતાં. હળવે રહીને ઘોડા પરથી ઊતરીને તેણે મને સલામ કરી અને મારા હાથમાં એક શાહી પત્ર મૂકી દીધો. પછી કશું બોલ્યા વિના ફરી સલામી કરીને તે ચાલ્યો ગયો.

હું થોડો અચંભામાં હતો કે આ શાહીપત્રમાં શું હશે ? ત્યાં ઝાડ નીચે ઊભા રહીને જ મેં પત્ર ખોલ્યો. પત્ર ખોલતાની સાથે મારી આંખો એમ ને એમ જ પહોળી રહી ગઈ. બાદશાહે ભવ્ય મકબરાની લાંબી કામગીરી પૂર્ણ થયાની ખુશી રૂપે મોટી મેજબાની રાખી હતી અને અમુક મહત્વના કારીગરોને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મારા માટે ખુશીની વાત એ હતી કે બાદશાહે આ કામમાં મને પણ મહત્ત્વનો ગણ્યો હતો. મને લાગ્યું કે ખરેખર મારી કારીગરી અને નકશીકામ બાદશાહને ગમ્યું છે. મેં મનોમન ભગવાનનો આભાર

આભાર - નિહારીકા રવિયા માન્યો.

બીજા દિવસની સવારે ઊઠીને, તૈયાર થઈને હું એ ભવ્ય મકબરાએ જવા નીકળ્યો કે જેને બનાવવામાં ૨૦,૦૦૦ હજાર લોકો, ૧૦૦૦ હાથી, સેંકડો ઘોડાઓ, બળદગાડાઓ બધાએ મળીને બાવીસ વર્ષ લગાડ્યાં હતાં. આ ભવ્ય અને વિશ્વના મહાન મકબરાના પ્રાંગણમાં એક કારીગરની હેંસિયતથી અને એ પણ બાદશાહના નિમંત્રણથી જવું એ મારા માટે ખૂબ જ મોટી વાત હતી. હું અંદર ને અંદર ગર્વ અનુભવતો હતો. મારા કામ બદલ હું પોતે જ જાણે મારી પીઠ થાબડી રહ્યો હતો.

હું દરવાજે પહોંચ્યો ત્યાં સ્વયં શાહજહાં મારા સ્વાગતમાં ઊભા હતા. તેમની પાછળ લાઈનમાં વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે ત્રીસેક સિપાહી ઊભા હતા. મને જાઈને બાદશાહે વંદન સાથે સ્મીત કર્યું. “પધારો મહાન કલાકાર...” કહીને તેમણે મારા હાથમાં ગુલાબોનો એક મોટો બુકે મૂક્યો. તેમણે મારી સામે હાથ ધર્યો. મને ઘોડા પરથી નીચે ઉતરવા માટે શાહજહાં સ્વયં ટેકો આપી રહ્યા હતા. તેમનો હાથ પકડી હું ઘોડા પરથી નીચે ઊતર્યો. બાદશાહે મારા ખભે હાથ મૂક્યો.

“તમારી કારીગરીને સલામ છે કારીગર... તમે જે કામ કર્યું છે તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું છે. તમારું હું ખાસ સન્માન કરવા માગું છું.” બાદશાહે નમ્રતાથી કહ્યું.

ત્યાં થોડે દૂર બીજા કોઈ ઘોડેસવારના અવાજ આવતો મને સંભળાયો. મારું ધ્યાન ભંગ થયું. મને જાણ થઈ કે હું તો મારા સન્માનના સપનાંઓમાં ખોવાયેલો છું. હજી તો મકબરો ઘણો દૂર છે. ત્યાં પહોંચતા થોડી વાર લાગવાની છે. પણ મને કારીગરની હેસિયતથી બોલાવ્યો છે તો બાદશાહ બધાની વચ્ચે મારું જરૂર સન્માન કરશે. હું મનોમન રાજી થઈ રહ્યો હતો. બીજા રસ્તાથી આવતો પેલો ઘોડેસવાર મારી નજીક પહોંચ્યો. મેં તેને ઓળખી કાઢ્યો. અરે આ તો એ જ કારીગર જે મારી સાથે કામ કરતો હતો.

“કેમ છો નકશીકામી ?...” અમે સાથે કામ કરતા હતા ત્યારે તે મને ચીડાવવા માટે નકશીકામી કહેતો હતો, કેમકે મારું કામ પથ્થરોમાં નકશીકામ કરવાનું હતું.

“હા, મજામાં છું પથ્થરતોડ...” તે પથ્થરો તોડવાનું કામ કરતો હતો તેથી તેના જવાબમાં હું તેને પથ્થરતોડ કહેતો. આટલાં લાંબાં વર્ષો સાથે કામ કર્યાથી અમારી સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. શરૂઆતમાં આવી મજાકોથી અમે એકબીજા પર ચીડાઈ જતા પણ પછી ધીમે ધીમે ટેવાઈ ગયેલા.

“કઈ તરફ ? નકશીકામનું કોઈ બીજું કામ મળ્યું કે શું ?” તેણે મારી સામે જાઈ પોતાના ઘોડાની લગામ સંભાળતા સંભાળતા પૂછ્યું. મેં કશું કહ્યા વિના મારી કમરમાં ખોસેલો શાહી પત્ર તેની સામે ધર્યો. તેણે સ્મીત કર્યું.

“તો ચાલ નકશીકામી, આપણે બંને ફરીથી એક જ રસ્તાના મુસાફર છીએ.” કહીને તેણે પણ તેની કમરમાં ખોસેલો શાહી પત્ર કાઢ્યો. હું બધું સમજી ગયો. તેને પણ શાહી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તે પથ્થરો તોડવામાં ખૂબ ઉસ્તાદ હતો. કોઈ પણ પથ્થરને તોડીને તે ગોળ, ચોરસ, લંબચોરસ, ખરબચડો, ષટકોણિયો કે ત્રિકોણિયો કરી શકતો. તેણે તોડેલા પથ્થર પર મારે નકશીકામ કરવાનું રહેતું હતું. અમારી જાડી ખાસ્સી જામી ગઈ હતી. તેણે તોડેલા પથ્થરો અને તેની પર મેં કરેલું નકશીકામ બંને એટલા શોભતા હતા કે શું કહેવું... કામ કરતાં કરતાં અમે તો એવું પણ વિચારી લીધેલું કે બાદશાહના મકબરાનું આ કામ પતે એટલે બંનેએ સાથે ધંધો ચાલુ કરવો. પણ એવું ન થઈ શક્યું. વર્ષો સુધી ઘરથી અળગા રહ્યા પછી અમે બંને પોતોપોતાના ઘરે ચાલ્યાં ગયા. આજે ફરી મળ્યા હતા, આટલા ટૂંકા સમયમાં. વાતો કરતા કરતા અમે ક્યારે શાહી મકબરા પાસે પહોંચી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો. અમે જાયું તો ઘણા બધા ઘોડેસવારો આવી રહ્યા હતા. અમારી જેમ બીજા પણ ઘણા બધા કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.

દરવાજા પર બંને બાજું બે બે મજબૂત બાંધાના સૈનિકો ઊભા હતા. ઉપર છજા પર પણ અમુક સૈનિકો હતા. બંને બાજુના બે બે સૈનિકોના હાથમાં લોખંડના અણીદાર ભાલાં હતાં. બંને પહેરેદારો સામ-સામે ભાલાં ટેકવીને ઊભા હતા. અમે ત્યાં પહોંચ્યા એટલે તેમણે વિશાળ દરવાજા ખોલી નાખ્યા. જુકીને અમને સલામી કરી અને અંદર જવા સંકેત કર્યો. અમે અમારા ઘોડાને એડી મારીને અંદર હાંક્યો. ઘણા બધા કારીગરોના ઘોડાના ડાબલાનો અવાજ આવતો હતો. તે કોઈ વાદ્ય જેવો ધ્વનિ ઉત્પન્ન કરતો હતો. બધા કારીગરો પોતાના મિત્રોને મળીને ઉત્સાહિત હતા. બધાની ધીમી ધીમી વાતચીતનો ગણગણાટ પણ ચાલી રહ્યો હતો. રસ્તા પર આગળ વધતા એક નિશાની આવી. અમે બધા ત્યાં થોભ્યા અને અમારા ઘોડા નિશાનીના સૂચવ્યા પ્રમાણે લાઇનબંધ જે ખીલાઓ ખોડેલા હતા ત્યાં બાંધ્યા. આગળનો રસ્તો અમારે પગપાળા જ કાપવાનો હતો. બધાના કમરમાં શાહી પત્ર શોભી રહ્યો હતો.

દરેક માર્ગના ખૂણા પર રાજકીય સૈનિકો અમારા સન્માનમાં ઊભા હતા. અમને સલામીઓ કરી અમારી પર પુષ્પવર્ષા કરતા હતા. મારી અંદર ગર્વ માતો નહોતો. હું અને પથ્થરતોડ... સાચું કહું તો પથ્થરતોડનું ઓરિજિનલ નામ મને આજ સુધી ખબર નથી, કેમકે હું તેને પહેલી મુલાકાતથી જ પથ્થરતોડ કહેતો. ક્યારેય તેનું સાચું નામ જાણવાની કોશિશ જ નહોતી કરી. હજારો કારીગરો અને મજૂરોમાં એકબીજાનું નામ જાણવું જરૂરી પણ નહોતું. રસ્તા પર ચાલતા ચાલતા મને થયું કે લાવ તેનું સાચું નામ તો પૂછી લઉં, પણ પછી મને થયું કે આટલાં વર્ષો જાડે કામ કર્યું અને મને તેનું સાચું નામ પણ નથી ખબર એ કેટલું અજીબ કહેવાય. હું તેને પૂછીશ તો તેને અપમાન જેવું લાગશે... મેં મારો વિચાર માંડી વાળ્યો.

ભવ્ય મકબરાના વિશાળ પ્રાંગણમાં અમે પહોંચ્યા. બાદશાહે ત્યાં બેસવા માટે ખાસ શાહી આસન બનાવડાવ્યું હતું. તેની બેઠકની બાજુમાં ચાર ચાર સૈનિકો છાતીને ઊંચી કરી હાથમાં ભાલો લઈને ટટ્ટાર શરીર સાથે ઊભા હતા. તેમના સિંહાસનની બીલકુલ બંને તરફ બે સુંદરીઓ તેમને પીંછા જેવા હલકા પંખાથી ધીમે ધીમે પવન નાખી રહી હતી. તેમની બાજુમાં થોડેક જ દૂર કોઈ મોટા વિદ્વાન બેઠા હોય તેવું લાગ્યું. હું તેમને ઓળખતો નહોતો. પણ માથા પરની ટોપી, ચહેરા પરની સફેદ દાઢી, લાંબું નાક, દૃઢ મનોબળ ધરાવતી આંખો, મોટું કપાળ અને વિચારશીલ મુખ સૂચવતું હતું કે તે જરૂર કોઈ મહાન વિદ્વાન હશે.

હું, મારો મિત્ર અને બીજા કારીગરો અમે બધા પ્રાંગણમાં ઊભા રહ્યા. અમારી માટે ખાસ કોતરણીવાળી રત્નજડિત ખુરશીઓ ત્યાં ગોઠવવામાં આવી હતી. બાદશાહે અમને બેસવા માટે સૂચન કર્યું. અમે બેસી ગયા. બાદશાહ અમારી જગ્યાથી થોડે ઊંચે બેઠા હતા. સામે મોટું સ્ટેજ સજાવેલું હતું. થોડી વાર થઈ એટલે ત્યાં રમણીય વાદ્યો વાગવા લાગ્યાં અને સુંદર સ્ત્રીઓએ આવીને નૃત્ય શરૂ કર્યું. એક તરફ નૃત્ય ચાલું હતું ત્યાં બીજી તરફ બાદશાહના અનેક સેવકો આવીને અમને પ્યાલામાં કિંમતી શરાબ આપવા લાગ્યા. બધા કારીગરો શરાબ અને શબાબનો આનંદ લઈ રહ્યા હતા. બાદશાહના હાથમાં પણ એક રત્નજડિત પ્યાલો હતો. તે ખાસ શાહી રાજપરિવાર માટેનો જ પ્યાલો હોય તેવું લાગતું હતું. કેમકે અમારા બધા કરતા તે પ્યાલો સાવ જુદો અને ખૂબ જ કિંમતી હોય તેવું તરત દેખાઈ આવતું હતું.

મારા બધા જ સાથીમિત્રો શરાબના નશામાં ચૂર થતા જતા હતા. હું મને મારો મિત્ર અમે બંને સભાન હતા, કેમકે અમને મદિરા પીવામાં ખાસ રુચિ નહોતી. કદાચ એટલા કારણે પણ અમે મકબરાના નિર્માણ દરમિયાન સારા મિત્રો થઈ શક્યા હતા. બીજા બધા કારીગરો જ્યારે થાકીને રાત્રે શરાબ પીવા બેસતા ત્યારે અમે બંને યમુનાના કિનારે બેઠા બેઠા ઘર-પરિવાર અને કામધંધાની વાતો કરતા રહેતા. ક્યારેક તો એકબીજાની ખૂબ મજાક પણ કરતા.

પણ અત્યારે અમારું સમગ્ર ધ્યાન આ નૃત્યાંગનાઓ તરફ હતું. તેમની આકર્ષક અદા, સંગીતના લયની સાથે તેમનું વમળાતું શરીર, શ્વેત અને પીંછા જેવાં મુલાયમ વસ્ત્રોથી, તેમની અંગભંગિમાઓ વગેરે કોઈ પણ વ્યક્તિને આકર્ષવા માટે પૂરતા હતા. તેમની દરેક અંગભંગિમાં અને નખરાઓ પર ઓવારીને કારીગરો ચીચીયારીઓ અને સીટીઓ પાડતા હતા. બધા નૃત્ય, સંગીત અને શરાબમાં લીન હતા, ત્યાં જ અચાનક ઉપરથી પુષ્પવર્ષા થવા લાગી. કલાકારોની ખુશી બમણી થઈ ગઈ. તે વધારે જારશોરથી બૂમો પાડવા લાગ્યા. બાદશાહના મુખ પર એક હળવું સ્મીત છલકી રહ્યું હતું. હું અને મારો મિત્ર બધાનો આનંદ લેતા લેતા શાંત ભાવે બધું જાઈ રહ્યા હતા. કોઈ આનંદમયી સપનું જાઈ રહ્યા હોઈએ તેવું લાગતું હતું.

નૃત્ય, સંગીનો જલસો પત્યો એટલે શાહી ભોજન શરૂ થયું. બધા કલાકારો માટે અલગ ટેબલની વ્યવસ્થા હતી. દરેકના ટેબલ પર સુંદર યુવતીઓ આવીને હસતા હસતા ભોજન પીરસી રહી હતી. ઘણા કારીગરોનું ધ્યાન ભોજન કરતાં યુવતીઓ પર વધારે હતું. ભોજન પીરસનાર તમામ યુવતીઓનાં વસ્ત્રોથી એક સરખાં જ હતા. દરેકે લીલા રંગનો પાયજામો, કાળું ઉપવન અને માથા પર શ્વેત અને લીલા રંગના મિશ્રણવાળો દુપટ્ટો ઓઢ્યો હતો. હું અને મારો મિત્ર પણ ખુશીથી ભોજન લઈ રહ્યા હતા.

“બાદશાહે બધા કલાકારોને બોલાવીને આ રીતે સન્માન કર્યું તે ખરેખર ખૂબ સારું કર્યું.” પથ્થરતોડે કહ્યું.

“હંમ્...” મેં ખાતા ખાતા માત્ર હોંકારો ભણ્યો.

“દરેક કારીગરને આ રીતે સન્માનીને તેમણે કલાની ખરી કદર કરી છે.”

“હંમ્...” મેં ફરી ખાતાં ખાતાં હોંકારો કર્યો.

“શું યાર તું હંમ્... હંમ્... કર્યા કરે છે. આટલી અદ્ભુત મજા ચાલી રહી છે, હું બાદશાહના વખાણ કરી રહ્યો છું ને તું કંઈ બોલતો નથી.”

“હંમ્...” મેં ફરી કહ્યું.

“ના બોલવું હોય તો કંઈ નહીં, ખાધા કર... ખાઉધરા... સાલા નકશીકામી...” તે ગુસ્સે થઈ ગયો.

“હંમ્...” તેના ગુસ્સાનો પ્રતિભાવ પણ મેં ફરીથી એ જ રીતે આપ્યો. તે કંઈક બોલવા જાય તે પહેલાં જ મોટા અવાજે સંભળાયું.

“શાહી ભોજન પતાવ્યા પછી તમામ કારીગરોને પ્રાંગણમાં હાજર થવા બાદશાહનું ફરમાન છે.”

“સન્માનનો સમય થઈ ગયો.” તેની સામે આંખ મટકારીને મેં કહ્યું.

“હંમ્...” વિશેષ કંઈ ન બોલતા તેણે પણ મારી જેવો જ પ્રતિભાવ આપ્યો અને ભોજન લેવા લાગ્યો.

ભોજન પતાવીને અમે પ્રાંગણમાં હાજર થયા. મકબરો બનાવવામાં ફાળો આપનાર બધા જ મહત્વના કારીગરો મકબરાના પ્રાંગણમાં ઊભા હતા.

બાદશાહ અમારી સામે રહેલા ઊંચા સ્થાન પર હતા. તે પોતાના સિંહાસન પર બિરાજમાન હતા. તેમની બાજુમાં બેસેલા વિદ્વાને તેમની સામે જાયું. બધા કારીગરોની અંદર ધીમો ધીમો ગણગણાટ ચાલી રહ્યો હતો. પેલા વિદ્વાનના બંને હાથ તે જે બેઠક પર બેઠો હતો, તેની બંને બાજુ જે પાયા હતા તેની પર હતા. બાદશાહની સામે જાઈને તેણે પોતાનો એક હાથ ઊંચો કર્યો. તેમનો સંકેત મળતાની સાથે જ બાદશાહ પોતાની જગ્યા પર ઊભા થયા અને તેમણે પોતાનો જમણો હાથ ઊંચો કરી કારીગરોને શાંત થવા આદેશ આપ્યો. તરત જ ચારેકોર શાંતિ પથરાઈ ગઈ. બધાની નજર બાદશાહ પર હતી.

કારીગરોના ટોળાની ચારેતરફ અનેક સૈનિકો હથિયારો લઈને ઊભા હતા. બાદશાહ એકાદ ક્ષણ મૌન રહ્યો. તેણે આકાશ તરફ જાયું. પછી અમારી સામે મોં કરીને બોલ્યા-

“મારા મહાન કારીગરો-કલાકારો-કસબીઓ... તમે મારા માટે જે કર્યું છે તેનું મૂલ્ય હું ચૂકવી શકું તેમ નથી. આ સંગીત, આ નૃત્ય, આ ભોજન એ બધું તો માત્ર તમે કરેલા કાર્યની નજીવી પ્રસંશા હતી. તમે જે કર્યું છે તેને સદીઓ સુધી આખી દુનિયા યાદ રાખવાની છે. તમે એક એવી બેનમૂન કલાકૃતિ બનાવી છે કે તેનો આખી કાયનાતમાં અત્યારે જાટો જડે તેમ નથી. તમારા આ બેમિસાલ કાર્ય માટે હું તમને જીવનભરનું અખૂટ ધન આપીને સન્માનવા માગું છું, પરંતુ હું નથી ઇચ્છતો કે આવી બીજી કોઈ જ કલાકૃતિ ફરીથી બને. માટે તે બનતી રોકવી મારા માટે ખૂબ જ જરૂરી છે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે શાહજહાંએ જે ભવ્ય તાજમહેલ બંધાવ્યો છે તે જન્નતથી પણ સુંદર અને અદ્ભુત છે - અજાયબ છે, અને અજાયબ તો વિશ્વમાં એક જ હોઈ શકે. બેનમૂનતાનું પુનરાવર્તન ન થવું જાઈએ.”

અમને સમજાતું નહોતું કે બાદશાહ શું કહેવા માગે છે.

“મને માફ કરજા પણ તેની માટે મારે તમારા હાથ કપાવી નાખવા પડશે. જેથી ફરીથી આવો તાજમહેલ વિશ્વમાં ક્યાંયે બને નહીં.”

બાદશાહની આ વાત સાંભળીને અમારા હોશકોશ ઊડી ગયા. તો શું બાદશાહે અમારા હાથ કપાવવા માટે અમને અહીં બોલાવ્યા હતા? મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. બધા કારીગરો થથરી રહ્યા હતા. તેમની આંખોમાં બાદશાહ પ્રત્યે ચોખ્ખી આજીજી દેખાઈ આવતી હતી. અમારામાંથી એક બુદ્ધિશાળી કારીગર આગળ આવ્યો. તેણે બાદશાહને કહ્યું, “જહાંપનાહ, વાત કરવા માટે આપની માફી ચાહુ છું, પરંતુ દુનિયામાં ફરી કોઈ બીજા તાજમહેલ ન બને તે માટે તમામ કારીગરોના હાથ કાપી નાખવા કેટલે અંશે યોગ્ય છે ? એ તો આમ પણ તમારા ફરમાન પછી આમાંનો કોઈ કારીગર નહીં બનાવે, તો આજીવન હાથ વિના કારીગરને...”

તે વાક્ય પૂરું કરે તે પહેલાં બે સૈનિકો આવ્યા અને તેને પકડી લીધો. તેનું મોં દબાવી દીધું. એક સૈનિકે તેના હાથ પકડી રાખ્યા અને બીજા સૈનિકે પોતાના હાથમાં રહેલી ધારદાર તલવારથી પેલા કારીગરના હાથ કાપી નાખ્યા. પેલો કારીગર તેના શરીરમાં જેટલી ચેતના હતી, તેટલી ચેતના વાપરીનો જારથી ચીસ પાડી ઊઠ્યો. આખી સભા થથરી ઊઠી. થોડી વાર પહેલાં સંગીત, નૃત્ય અને શરાબનો જે જલસો હતો તે એક પળમાં જાણે શોકમાં ફેરવાઈ ગયો. થોડી ક્ષણો પહેલાં આનંદથી છલકતી આંખો હવે આંસુથી ઊભરાઈ રહી હતી. ઘણા બધા કારીગરો બાળકની જેમ રડવા લાગ્યા હતા અને બાદશાહ પાસે દયાની ભીખ માંગવા લાગ્યા હતા. પણ બાદશાહ પોતાના નિર્ણયમાં અડગ હતો. મેં મારા મિત્રની સામે જાયું. ભયથી તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. હું પણ અંદરથી કંપી ઊઠ્યો હતો. હાથ વિનાના જીવનની કલ્પના કરતા જ એક ભયંકર ડર મને ઘેરી વળતો હતો. ઘણી બધી હિંમત કરીને હું થોડો આગળ આવ્યો. મારો સાથી મિત્ર મારી સામે જાઈ રહ્યો હતો. જાણે કે તે આંખોથી જ મને કહી રહ્યો હતો કે રહેવા દે આગળ ન જા... કશું ન બોલ... પણ હાથ તો કપાવાના જ હતા. બોલું કે ન બોલું. મેં હિંમત કરી.

“જહાંપનાહ, આપની સામે મારી નાની જીભે શબ્દો ઉચ્ચારવા માટે માફી ચાહુ છું. આપે હાથ કાપવાનો જે નિર્ણય કર્યો તે બિલકુલ યોગ્ય છે.” મારી વાત સાંભળીને સભાના બધા જ કારીગરો સડક થઈ ગયા. ખુદ બાદશાહ પણ અચંભિત થઈને મારી સામે જાઈ રહ્યો હતો.

“શક્ય છે કે આપની આ બેનમૂન કલાકૃતિની કોઈને પણ ઈર્ષા આવે અને તે પણ આવી જ, કદાચ આનાથી પણ મોટી બીજી કલાકૃતિ બનાવવાની ગુસ્તાખી કરે. તે આપે આપેલા ધન કરતા પણ વધારે માનધન આપીને કારીગરો પાસે કામ લેવડાવે અને ભવ્ય મહેલ બનાવડાવે.”

મારી વાત સાંભળતા સાંભળતા બાદશાહે પોતાનું માથું ધૂણાવ્યું. તેમની બાજુમાં થોડે દૂર બેઠેલો પેલો વિદ્વાન મને જીણી આંખ કરી તુચ્છકારથી જાઈ રહ્યો હતો. કદાચ બધા કારીગરોના હાથ કપાવવાનો વિચાર એનો જ હતો.

“સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે બધાના હાથ કાપી નાખવામાં આવે !” બધા કારીગરો કદાચ મને મનોમન ગાળો દઈ રહ્યા હતા. મને ધૂત્કારી રહ્યા હતા.

“પરંતુ જહાનાહ, હું જે વાત કહેવા જઈ રહ્યો છું તેની માટે હું આપની ફરી માફી ચાહુ છું.” નીચા નમીને મેં મારી વાત ચાલુ રાખી.

“કઈ વાત ?” બાદશાહે કરડાકીથી પ્રશ્ન કર્યો.

“જહાપનાહ, આપે જે ભવ્ય મકબરો બનાવ્યો છે તે ખરેખર સમગ્ર કાયનાતમાં સૌથી મોટી અને મહાન કૃતિ છે. પરંતુ ફરી માફી માગવાની સાથે હું એ વાત કહેવા માગું છું કે આ અનન્ય અને અદ્ભુત કૃતિમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે.”

“ભૂલ ? ભૂલ ? ભૂલ ? ભૂલ ? ભૂલ ?....” એક સાથે કેટલાય કારીગરોના મોંમાથી આ શબ્દ નીકળી ગયો. સ્વયં બાદશાહ પણ સ્તબ્ધ થઈને બોલી ઊઠ્યા- “ભૂલ ?”

“હાં, જહાંપનાહ !” મેં મારું મસ્તક નમાવી સલામી ભરતા ભરતા કહ્યું. “મકબરાના ગૂંબજ પર એક સાવ નાની ખામી રહી ગઈ છે, તે સુધારવી ખૂબ જ જરૂરી છે. તે સુધાર્યા વિના આખો તાજમહેલ અધૂરો જ રહેશે. મારી આપને નમ્ર વિનંતી છે કે મારા હાથ કપાય તે પહેલાં મને એ ભૂલ સુધારવાનો મોકો આપવામાં આવે.”

બાદશાહે મકબરાની પરિકલ્પના અને ડિઝાઇન કરનાર મહાન વાસ્તુવિદ્ સામે જાયું. તે કશું બોલી શકે તેમ નહોતા. પોતાના હાથ કપાવાના છે એવા ભયના કલ્પનાલોકમાં જ તે ખોવાયેલા હતા. તેમણે શું વિચાર્યું હશે તેની ખબર નથી, પણ તેમણે ખાલી હકારમાં માથું ધૂણાવ્યું.

“આટલા મહાન મકબરામાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે તે છેક અત્યારે તું બોલી રહ્યો છે ? જા આપણે આ મિજબાની ન રાખી હોત, તું અહીં આવ્યો ન હોત તો શું તું ક્યારેય એ ભૂલ વિશે મને જાણ જ ન કરત ?” બાદશાહે ગુસ્સાથી કહ્યું.

“મહાન બાદશાહ... ગુસ્તાખી માફ... પરંતુ આ ભૂલ વિશે આપને અવગત કરવા માટે જ હું અહીં આવી રહ્યો હતો ત્યારે મને આપનો શાહી પત્ર મળ્યો. ખુદાતાલાની રહેમ કે બંનેનો સમન્વય થઈ ગયો. આ મહાન મિજબાની અને ભવ્ય મકબરાની પૂર્ણતા બંને એક સાથે જ ખતમ થાય તેવું ખુદા ઇચ્છે છે.”

બાદશાહે હાથ ઊંચો કર્યો અને બે સૈનિકો મારી પાસે આવ્યા.

“જહાપનાહ, મારા આ કાર્યમાં મારે મારા સાથીદાર મિત્રની પણ થોડી મદદ જાઈએ. અમે હંમેશાં સાથે રહીને કામ કર્યું છે. તેની મદદ વિના હું તે ભૂલ ઝડપથી અને સંપૂર્ણપણે નહીં સુધારી શકું.”

“સાથી કારીગરને હાજર કરવામાં આવે...” બાદશાહના વાક્યની સાથે જ મારો મિત્ર થથરતો થથરતો આગળ આવ્યો. તેને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે અને કઈ ભૂલ સુધારવાની છે. તેણે પ્રશ્નાર્થભાવે મારી સામે જાયું.

“બંને કારીગરોને મકબરાના ગુંબજ પર લઈ જવામાં આવે.” બાદશાહના ફરમાનની સાથે જ દસેક સૈનિકો અમારી ચારેકોર આવી ગયા. તે અમને લઈને મકબરાના ગૂંબજ પર ચાલતા થયા. બાદશાહે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. કારગીરો, પેલા વિદ્વાન અને બાદશાહ બધાનું ધ્યાન માત્ર અમારી પર હતું. બધા જ કારીગરોના આંખમાં હજી પણ પ્રશ્ન ડોકાતો હતો- ‘ભૂલ ?’

હું અને મારો મિત્ર પથ્થરતોડ... બંને ગુંબજ પાસે પહોંચ્યા. સિપાહીઓએ મને અને મારા મિત્રને અમુક હથિયારો પૂરાં પાડ્યાં. હથિયારો લઈને અમે ગુંબજ પર ચડી ગયા. મેં મારા મિત્રને ધીમા અવાજે પૂછ્યું, “આમાંથી સૌથી સરળતાથી તોડી શકાય તેવો પથ્થર કયો છે ?”

“તું શું કરવા માગે છે ?” તેણે ધીમા અવાજે પૂછ્યું.

“તું કહે તો ખરો.” મેં કહ્યું.

“બધા જ પથ્થરો સરખા છે. તોડવા અઘરા છે. તું તોડવાનું વિચારતો હોય તો માંડી વાળ. એ શક્ય નથી.”

“હું તોડવા નથી માગતો.”

“તો શું કરવા માગે છે ? કઈ ભૂલ તું સુધારવા માગે છે ?” તેનું આ વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું કરીને હું મારા કામમાં લાગી ગયો. શું કરવું અને કઈ રીતે કરવું તે મને સમજાઈ ગયું હતું. મેં હથિયાર લઈને મારું કામ ચાલું કર્યું. મારો સાથી મિત્ર પણ કામ કરતો હોય તેવો અભિનય કરવા લાગ્યો. તે વારંવાર મારી સામે પ્રશ્નાર્થભરી દૃષ્ટિએ જાતો હતો. થોડી વાર પછી ઊભા થઈ લાંબો શ્વાસ લેતા મેં કહ્યું, “ભૂલ સુધરી ગઈ.”

તેણે મારી સામે વધારે આશ્ચર્ય અને પ્રશ્નાર્થ બંને ભાવ સાથે જાયું.

અમે બંને ગુંબજ પરથી નીચે ઊતર્યા. ઉતરતાની સાથે ફરી સૈનિકોએ અમને ઘેરી લીધા. સૈનિકોએ પકડીને અમને ફરી બાદશાહ સામે હાજર કર્યા. મેં બાદશાહને સલામી કરી.

“ભૂલ સુધરી ગઈ ?” બાદશાહે મને પ્રશ્ન કર્યો.

“જી જહાપનાહ...” કહીને હું તેમની સામે જુક્યો.

બધા કારીગરો હજી પણ મૂંઝવણમાં હતા કે હું કઈ ભૂલ સુધારવા ગયો હતો. અમુક ઘૂસપૂસ કરતા કરતા મારા મિત્રને પૂછી રહ્યા કે કઈ ભૂલ સુધારી ? પરંતુ એ તો મારો મિત્ર પણ નહોતો જાણતો. બધા કારીગરોને કતારબંધ ઊભા કરવામાં આવ્યા. એક પથ્થર પર બધાના હાથ મૂકવા ઇશારો કરવામાં આવ્યો અને આ રીતે સૈનિકો બધા કારીગરોને પકડી પકડીને તેમના હાથ કાપવા લાગ્યા. પ્રાંગણમાં ચારેકોર ચીચીયારીઓ અને બૂમરાણ મચી ગઈ. કપાયેલા હાથમાંથી વહેતું લોહી પથ્થરની પાસે બનાવેલ એક વ્યવસ્થિત ધોરિયામાં થઈને વહેતું હતું. જેથી ત્યાં વધારે લોહી દેખાતું નહોતું. છતાં હાથ કાપતાં ઉડેલા છાંટા ચારે બાજુ પથરાયેલા હતા. સૈનિકોના ચહેરા પર ઉડીને પડેલા છાંટા વધારે વિકૃત અને ડરામણા લાગતા હતા.

બધાની જેમ મારી પાસે પણ બે સૈનિકો આવ્યા. મને પકડ્યો અને પથ્થર પર હાથ મૂકવામાં આવ્યો. એક સૈનિકે મારા હાથ પકડ્યા અને બીજા સૈનિકે ધારદાર હથિયારથી જારદાર પ્રહાર કર્યો. કાંડામાંથી કપાયેલા બંને હાથ ઉછળીને બીજી તરફ પડ્યા. પીડાની ભયંકર લહેર મારા શરીરમાંથી પસાર થઈ ગઈ, પણ તેનો અણસાર સુધ્ધાં મેં ન આવવા દીધો. મારા ચહેરા પર એક ખંધુ સ્મીત તરી આવ્યું. કદાચ પેલો વિદ્વાન આ સ્મીતને પારખી ગયો હતો. બધા કારીગરના હાથ કપાતા હતા ત્યારે જારજારથી બૂમો પાડતા હતા, રડતા હતા. પીડાથી કણસતા હતા. જ્યારે મારા ચહેરા પર નફરતના ભાવ સાથે આવું સ્મીત પેલા વિદ્વાનના મનને વિચલિત કરી ગયું.

“તારા બંને હાથ કપાઈ ગયા છે ને તું હસી રહ્યો છે મૂર્ખ...” તેમણે ગુસ્સાથી મને કહ્યું. મને વધારે હસવું આવી ગયું.

“કેમ હસે છે કારીગર ?” બાદશાહે આદેશ અને ગુસ્સાથી કહ્યું.

“માલિક... આપે જે બેનમૂન કૃતિ બનાવી તેમાં મુમતાજની કબર મૂકાવી છે. મુમતાજની આ કબર પર વર્ષાઋતુમાં હંમેશાં કારીગરોનાં આંસુ ટપકતાં રહેશે.”

“એટલે? તું કહેવા શું માગે છે ?” બાદશાહ ગુસ્સાથી રાતાપીળા થઈ ગયા.

“જહાપનાંહ, આ તાજમહેલ બનાવવામાં અમે કારીગરોએ અમારો જીવ રેડી દીધો. અમારી અડધી જિંદગી આ બનાવવામાં જ ખર્ચાઈ ગઈ. અમને હતું કે અમને વિશેષ સન્માન મળશે. અમારું બહુમાન કરવામાં આવશે. તમે અમારી કારીગરીનો આ બદલો આપ્યો ?”

“કારીગર.... તું તારી હદ વટાવે છે... તું કોની સામે બોલી રહ્યો છે તેનું તને ભાન છે ?” પેલા વિદ્વાને તાડુકીને કહ્યું.

“મહાન બાદશાહ... અમારી કારીગરીના ઇનામમાં તમે અમને શું આપ્યું, કપાયેલા હાથ ?” મેં મારી વાત ચાલુ રાખી. “તમે અમારા હાથ કપાવીને દોજખની જિંદગીમાં નાખ્યા છે. પરંતુ મકબરાના ગુંબજ પર જઈને મેં એક એવું નાનકડું કાણું પાડી દીધું છે કે દરેક વર્ષાઋતુમાં આ કાણામાંથી મુમતાજની કબર પર પાણીનું એક ટીંપુ પડશે. મેં એવી રીતે એ કાણું પાડ્યું છે કે દુનિયાનો કોઈ માણસ તેને શોધી નહીં શકે કે તેને સુધારી પણ નહીં શકે. એ કાણામાંથી અમારા બધા જ કારીગરોની બદદુઆ દરેક વર્ષાઋતુમાં આંસુ થઈને ટપકતી રહેશે.”

બાદશાહની આંખ અને ચહેરા પરથી ગુસ્સાની જ્વાળાઓ નીકળતી હતી. તેમણે મને સૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. ચાર સૈનિકો આવ્યા અને મને ઊંચકીને લઈ ગયા. મારા કપાયેલા લોહિયાળ હાથ તેમણે પકડ્યા. મેં આંચકો મારીને હાથ છોડાવી લીધા. બાદશાહે જેવો હાથ ઊંચો કર્યો કે તરત જ એક સૈનિકે મારી પીઠમાં તેની ધારદાર તલવાર ખૂંપાવી દીધી. છતાં મારા ચહેરા પરની રેખા સહેજ પણ હલી નહોતી. હું વધારે જારથી હસવા લાગ્યો. બધા કારીગરોમાં બૂમરાણ મચી ગઈ હતી. બીજા કારીગરોએ મારી છાતીમાં તલવાર ભોંકી દીધી. થોડી વારમાં મારું પ્રાણપંખેરું ઊડી ગયું.

આજ સુધી દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિકો નથી શોધી શક્યા કે તાજમહેલમાં ક્યાંથી પાણી ટપકે છે અને કાણું ક્યાં પાડવામાં આવ્યું છે ?”

બધા સ્તબ્ધ થઈને કલ્પાની વાત સાંભળવામાં લીન હતા. ખુદ તરંગ પણ...

“આજે આખી દુનિયા તાજમહેલની દિવાની છે. પણ મેં જે કાણું પાડ્યું છે તે ગોતવાની કોઈની તાકાત નથી. બોલો છે તાકાત ?...”

“લાયો હો બાકી લાયો કલ્પા...” શૌર્યએ રાજી થઈને કલ્પાના બરડામાં ધબ્બો માર્યો.

તરંગ કશું બોલ્યા વિના કલ્પાની સામે જાઈ રહ્યો

“હહહહ... શું વિચારે છે તરંગિયા ? તારું શું કહેવું છે કલ્પા આની વાત સાચી છે ?”

“હંમ્ ?...” તરંગે ગૂંચવણ સાથે મૂંઝાતા મૂંઝાતા કહ્યું, “હા, આણે જ કાણું પાડ્યું હશે. જબરું કહેવાય હોં તે તો તાજમહેલ જેવા તાજમહેલમાં કાણું પાડી નાખ્યું.”

“હવે કાણું પાડવાનો તારો વારો છે તરંગિયા... કલ્પાએ બનાવેલા વાતોના તાજમહેલમાં તારે તારા તરંગોથી કાણું પાડવાનું છે... પાડ ! અને એને પણ બતાવી દે.” આયુએ કાવ્યાત્મક રીતે કહ્યું.

“હંમ્...” તરંગ વિચારોમાં ખોવાઈ ગયો. કલ્પાની આવી ઐતિહાસિક કલ્પનાને મહાત કરવા માટે પોતાના તરંગી જગતમાંથી નવું ગપ્પું ખોળવા લાગ્યો.

પ્રકરણ ૬

“તો હવે મારી વાત સાંભળ.” કલ્પેનનો ઇતિહાસ પત્યો એટલે તરંગે વાત શરૂ કરી. “તું જે યમુનાના કિનારે નાળિયેરીના ઝુંડ નીચે ઝુંપડી બાંધીને રહેતો હતો તે જ નાળિયેરીની વાત મારે કરવી છે.”

“અચ્છા ?” કલ્પેને પ્રશ્ન કર્યો.

“હા, યુગો પહેલાં ધરતી પર એક ગામ હતું. એ વખતે મારો પચ્ચીસમો જનમ હતો.”

“અત્યારે આ એનો પૂનર્જન્મ છે હોં કલ્પા.” આયુએ કલ્પા સામે કટાક્ષ કરતા કહ્યું.

“અચ્છા એમ વાત છે ?” આયુ જેવા જ ઘોઘરા અવાજમાં શૌર્યએ કહ્યું અને હસી પડ્યો.

“વાત સાંભળો ને...” કહીને તરંગે પોતાની વાત આગળ વધારી.

“ગામમાં બધા સુખેથી રહેતા હતા. હુંય મારા પરિવાર જાડે રહેતો હતો. આ ગામની એક ખૂબી હતી. આ ગામ પાસે એક એવું તળાવ હતું કે તેમાં અત્યંત મીઠું અને સ્વાદિષ્ટ પાણી પાણી મળતું હતું. બધાં જ ગામલોકો સંપીને આ પાણી પીતાં હતાં. પાણી એવું મીઠું કે વાત ના પૂછો. જાણે ઈશ્વરે પોતાના હાથે બનાવીને આપ્યું હોય તેવું લાગતું હતું એ પાણી ! મજાની વાત એ હતી કે આવું મીઠું પાણી ફક્ત અમારા ગામમાં જ આવતું હતું. બીજા કોઈ પણ ગામના કોઈ પણ તળાવમાં આવું સ્વાદિષ્ટ આવતું નહોતું. બીજે બધે તો અત્યારે આપણે જેવું સાદું પાણી પીએ છીએ તેવું જ સાદું પાણી ભરાતું હતું. આના લીધે બીજા બધા ગામનાને પણ અમારા ગામના તળાવનું પાણી પીવાનો મોહ રહેતો હતો. પણ અમારા ગામના બધા જ સંપીલા હતા. બહારના કોઈને પણ આ પાણી પીવા દેતા નહોતા. જા બધાને આ પાણી પીવા દેવામાં આવે તો વહેલાં ખૂટી જાય અને ગામલોકોને પણ પૂરતું ન મળે.

આની માટે ગામલોકોએ ચોક્કસ નિયમો પણ બનાવી રાખ્યા હતા. નિયમ એવો કે ગામમાં કોઈ પણ મહેમાન આવે તો એમને આ પાણી ચખાડવાનું નહીં. સાદું પાણી જ આપવાનું. આ પાણી આ ગામમાં જન્મ્યા હોય અને આ ગામમા ંરહેતા હોય એમની માટે જ હતું. ગામમાંથી પરણીને દીકરી બીજા ગામમાં જાય તો એને ય આ મીઠું પાણી આપવાનું બંધ કરી દેવાનો ચૂસ્ત નિયમ ! જે ગામમાં રહે એ જ આ પાણી પી શકે, બીજું કોઈ નહીં. ક્યારેક ક્યારેક આ મુદ્દાને લઈને ગામમાં વિવાદ પણ થતો. પણ પાણી એટલું મીઠું, એટલું સ્વાદિષ્ટ કે એની માટે નિયમ પાળવો ફરજિયાત બની જતો હતો. બીજા ગામનાને પણ અમારી ખૂબ ઈર્ષ્યા થતી હતી. તે પણ આ પાણી પીવા માટે તલસતા હતા, જીવ બાળતા હતા.

અમારા ગામના મુખી પણ તળાવના આ પાણી બાબતે નિયમમાં એકદમ પાક્કા હતા. તેમની દીકરી મોટી થઈ એટલે એક સુંદર છોકરો જાઈને તેને બાજુના ગામમાં પરણાવવામાં આવી. પરણ્યા પછી તેની માટે આ પાણી હંમેશ માટે દુર્લભ હતું. પણ મુખીની દીકરીને આ પાણી એવું સદી ગયું હતું કે વાત જવા દો. આ પાણી જ જાણે કે તેનામાં લોહી બનીને વહ્યા કરતું હતું. તેને બીજા કોઈ સાથે પરણાવ્યા પહેલાં તે પાણી જાડે પરણી ગઈ હતી. પાણી વગર એનું જીવવું મુશ્કેલ જ નહીં, અશક્ય લાગતું હતું. પાણી માટે તે રાત-દિવસ ઝૂરવા લાગી.

પરણ્યાના થોડાક દિવસ થયા એટલે તરત જ તેણે એના પિતાને સંદેશો મોકલાવ્યો કે બાપુ હું આપણા ગામના પાણી વગર નહીં જીવી શકું. પણ આ તો ગામના મુખી. વળી એમની જ દીકરી. મુખી પોતે જ વચન ઉથાપે તો ગામના બીજા લોકોને તો કહેવાનું જ શું ? મુખીએ કડક રીતે નિયમો પાળ્યા. તેણે પોતાની દીકરીને સ્પષ્ટપણે જણાવી દીધું કે, ‘દીકરી હવે આ ભવે તો તારા માટે આ પાણી હંમેશાં માટે વહી ગયું છે અને વહેલાં પાણી ક્યારેય પાછાં આવતાં નથી !’

“બાપુ, પાણી તો ત્યાંનું ત્યાં જ છે, ફક્ત હું વહીને અહીં આવી ગઈ છું.”

“સમયની વેળમાં તું વહે કે પાણી, બધું સરખું જ છેને દીકરી... ગામલોકોએ જે નિયમો બનાવ્યા છે તેને હું ક્યારેય ન ઉથાપી શકું. તું મારી દીકરી છે એ વાત સાચી, પણ હું ગામનો મુખી છું એ વાત પણ એટલી જ સાચી છે. મારે તો ઊલટાનું વધારે ધ્યાન રાખવું જાઈએ.”

પિતાની આવી વાત સાંભળીને દીકરી રડી પડી. તે ગળગળી થઈ ગઈ. તેનો જીવ કાળજે કપાતો હતો.

બાપ-દીકરીની લાગણીની અને પાણીની બધી જ વાતચીતથી આખું ગામ વાકેફ હતું. મુખી પણ વચનનો પાક્કો એક નો બે થાય એવો નહોતો. દીકરી ખૂએ પણ વચન ન ખૂએ એવો ! ગામલોકોને મુખી પ્રત્યે ભારોભાર ગર્વ અને માન હતું. મુખીએ પણ તે બરોબર જાળવી રાખ્યું હતું. બધા જાણતા હતા કે મુખીની દીકરી ગામના પાણી વગર ટળવળે છે, પણ કોઈ કશું બોલતું નહોતું. કેમકે આવી તો ગામની અનેક

આભાર - નિહારીકા રવિયા દીકરીઓ પરણીને બીજે વળાવવામાં આવી હતી, જા મુખીની દીકરીને પાણી આપવામાં આવે તો એ બધી જ દીકરીઓને પાણી આપવાનું ચાલુ કરવું પડે. સમય જતાં દીકરીનાં સંતાનોને પણ આપવાનું થાય, ધીમે ધીમે બધાને આપવાનું થાય અને પાણી સાવ ખલાસ થઈ જાય. આ વાત પણ બધા જ લોકો જાણતા હતા. એટલે કોઈનામાં બોલવાની હિંમત નહોતી.

મારે તો કોઈ દીકરી હતી નહીં કે ક્યાંય બહાર પરણાવી પણ નહોતી. કેમકે મારા તો તે વખતે લગ્ન પણ નહોતા થયા. પણ મુખીની દીકરી મારી સાથે ભણતી હતી અને મારી સારી એવી દોસ્ત હતી. એટલે મને એની પ્રત્યે વિશેષ લાગણી હતી.

લગ્નને ઘણો સમય થઈ ગયો હતો. સમય જતાં મુખીની દીકરી ગર્ભવતી થઈ. તેના ગર્ભમાં એક નાનકડો સુંદર જીવ આકાર લઈ રહ્યો હતો. ગર્ભાવસ્થાને લીધે તેના શરીરમાં પાણી સૂકાવા લાગ્યું હતું. ડાક્ટરે પણ ચોખ્ખું જ કહી દીધું કે જા આને તેના શરીરમાં વહી રહેલું તેના ગામનું પાણી પીવડાવવામાં નહીં આવે તો બાળક કે તેની મા બંનેમાંથી કોઈ નહીં બચે !

એક દિવસ ગામમાં સભા ભરવામાં આવી હતી. અચાનક સભામાં ગામના મીઠા પાણીનો કોઈ પ્રશ્ન નીકળ્યો અને મેં તક ઝડપી લીધી. મેં કહ્યું કે, “આપણે ક્યાં સુધી આ મીઠા પાણીને ગળે બાંધીને ફર્યા કરીશું ? ક્યાં સુધી આપણો સ્વાર્થ સાધતા રહીશું ? આપણી ગામની બહેન-દીકરીઓ પાણી વિના ટળવળે - મૃત્યુના મુખમાં ધકેલાય તોય આપણે આપણા જડ નિયમને વળગી રહીએ એ કેટલે અંશે યોગ્ય છે ?”

મારું નિશાન સીધું જ મુખીની દીકરી તરફ હતું તે બધા સમજી ગયા. તરત એક વૃદ્ધ માણસે અવાજ ઊઠાવ્યો, “એ ભાઈ, તું આજકાલ બે-ચાર ચોપડીઓ ભણ્યો છે એમાં તારી જાતને મોટો બુદ્ધિશાળી સમજે છે ? ગામના નિયમોમાં તને શું ખબર પડે... હજી મૂછનો દોરો માંડ માંડ ફૂટ્યો છે ને તું બધાને નિયમો સમજાવીશ ?”

“અરે દાદા, નિયમ સમજાવવાની વાત નથી. પણ એક માણસ જા આના લીધે ટળવળતું હોય તો તેનો જીવ બચાવવા આટલી સવલત કરી આપવી જાઈએ.” મેં નમ્રતાથી કહ્યું.

“પણ એ એકને સવલત કરી આપીએ તો ગામની બીજી દીકરીઓનું શું ? એકના લીધે બીજી બધીને અન્યાય કરવાનો ?” દાદા મારી સામે તાડુકી ઊઠ્યા.

“આમાં અન્યાય કરવાની વાત નથી દાદા. વાત સમજણની છે.”

“એટલે તું મને સમજાવીશ, એમ?” દાદા એકદમ ગુસ્સે થઈ ગયા. “આટલાં વરસો અમે શું ધૂળમાં કાઢ્યા કે અમારે તારા જેવા લબરમૂછિયાની સલાહો લેવાની ?”

ભરસભામાં દાદાએ મને બરોબરનો ખખડાવી નાખ્યો.

“પણ દાદા, મારી વાત તમને સલાહ આપવાની નથી, હું તો વિનંતી કરું છું.” મેં મારી નમ્રતા જાળવી રાખી. “મુખીની દીકરી છે એટલે નહીં, પણ આપણા ગામની દીકરી છે એટલે. વળી આ પાણી નહીં મળે તો તેનો જીવ જવાની પણ સંભાવના છે. અને સમય જતાં આ પાણી પણ ખૂટવાનું જ છે ને ?”

“ના, આ પાણી ક્યારેય ના ખૂટે... એ તો ભગવાનની દેન છે દેન...” દાદાએ ગર્વથી કહ્યું.

“ભગવાને કંઈ એવો આદેશ આપ્યો છે કે માત્ર ગામલોકોએ જ આ તળાવમાંથી પાણી પીવું ? એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? અને જા આ પાણી ન જ ખૂટવાનું હોય તો બધાને આપવામાં શું વાંધો ?” મેં પણ મારા પ્રયાસો ચાલુ રાખ્યા.

“એટલે તું આપણા વડવાઓએ સદીઓ પહેલાં જે નિયમો નક્કી કર્યા છે એની સામે પ્રશ્ન ઊઠાવે છે ? ભગવાન સામે પ્રશ્નો ઊઠાવે છે ?” દાદા ગુસ્સાથી રાતાપીળા થઈ ગયા. “બધા ચૂપ કેમ બેઠા છો ? આ બે ટકાનો આજકાલનો છોકરડો વડીલોની સામે આટલું બધું બોલી જાય ને કોઈ કશું કહેતું નથી ? બધાની મૂછોના વળ ઊતરી ગયા કે શું ?”

દાદાની આવી વાત સાંભળીને જાણે બધાને જામ આવ્યું. તરત બીજા એક વૃદ્ધ વ્યક્તિ ઊભા થયા. “છોકરા તારી આ સભામાં બોલવાની હજી ઉંમર નથી. આ દાદા તો દુનિયાના ખાધેલા છે. એ જે સમજી-વિચારીને બેઠા છે, તેનું રતિભાર પણ તું સમજી નહીં શકે. તારી વાત તારી પાસે રાખ અને સભાને સભાનું કામ કરવા દે.”

“પણ આ તો અન્યાય છે, કોઈ વ્યક્તિનો જીવ જાય છે અને સભા કઈ રીતે પોતાનું કામ કરી શકે ?” મેં મારો અવાજ બુલંદ બનાવ્યો.

“ચૂપ થા છોકરા...” દાદા મોટેથી બરાડ્યા. “અત્યારે ને અત્યારે આ છોકરાને સભામાંથી બહાર કાઢો.” દાદાનો અવાજ પડતા જ બે પડછંદ માણસો ઊભા થયા અને મને બેઉં હાથથી પકડી ઊંચકીને સભાની બહાર ફેંકી દીધો. જતા જતાય પગ પછાડતો પછાડતો હું બૂમો પાડતો રહ્યો કે ‘આ અન્યાય છે... આ ખોટી વાત છે... આવું ન કરવું જાઈએ...’

પણ મારી વાત બહેરા કાનમાં અથડાતી હતી. મારા આવા અપમાનને

આભાર - નિહારીકા રવિયા લીધે મને પણ હાડોહાડ લાગી આવ્યું હતું. જેવો મને આ પડછંદ માણસોએ છોડ્યો કે તરત જ મેં સભા તરફ દોટ મૂકી. મને દોડતો આવતો જાઈને સભામાં બેઠેલા એક બીજા પડછંદ માણસે પોતાની કમરમાં ભરાવેલું પથ્થરનું હથિયાર બહાર કાઢ્યું અને મારી સામે ધસી આવ્યો. હું મારું હથિયાર કાઢું એ પહેલાં તો એણે મારા જમણા ખભાને ચીરી નાખ્યો. લોહી દદડવા લાગ્યું. ચારેકોર હાહાકાર થઈ ગયો. પણ એ બીજા પ્રહાર કરે એ પહેલાં જ મેં એને ગળેથી પકડીને ધૂળભેગો કરી નાખ્યો. હું મારા વિશાળ બાહુ ફેલાવીને ઊભો રહ્યો ને મોટેથી ત્રાડ નાખી કે “આવી જાવ જેનામાં તાકાત હોય તે...”

સભામાં સોપો પડી ગયો. ચૂં કે ચાં થતી નહોતી. થોડી વાર થઈ એટલે મુખી હળવે રહીને તેમની જગ્યા પરથી ઊભા થઈ મારી તરફ આવ્યા અને કહ્યું, “આજ સુધી આપણા ગામમાં આવો કોઈ લોહિયાળ ઝઘડો થયો નથી. આ પહેલી ઘટના છે. આવી ઘટનાને લીધે મારું માથું શરમથી ઝુકી જાય છે.” તેમણે ખરેખર માથું નીચે ઢાળી દીધું.

“આવાં ઝઘડા કરનાર માટે ગામમાં કોઈ જગ્યા ન હોવી જાઈએ.” માથું ઊંચું કરીને મુખીએ મારી સામે જાયું. “ભલે પછી એ મારી દીકરી માટે જ કેમ ન લડતો હોય.”

એક પળ માટે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું કંઈ બોલવા જાઉં એ પહેલાં જ મુખીએ મારી સામે આંગળી ચીંધીને કહ્યું કે, “પંચના નિયમોમાં દખલ દેવાના કારણે અને ગામમાં લોહિયાળ ઝઘડો કરવાને કારણે આજથી આ માણસને નાત બહાર કાઢવામાં આવે છે. હવેથી ગામ સાથે તેનો કોઈ જ સંબંધ નથી. તેના પરિવારનાએ પણ હવેથી આ વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ ન રાખવો. જા તેમના પરિવારની કોઈ પણ વ્યક્તિ તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખશે તો તેને પણ નાત બહાર મૂકવામાં આવશે.”

મારા શ્વાસ જાણે થોડીવાર માટે થંભી ગયા. શું કરવું શું ન કરવું તે સૂઝતું નહોતું. મેં કહ્યું, “મુખી, તમે એક સાથે તમારી દીકરી અને મને બંનેને અન્યાય કરી રહ્યા છો.”

“પંચના નિયમો અને રાજકાજમાં કોઈ સગું કે લાગણી જેવું નથી હોતું, ત્યાં માત્ર કાયદો જાવાય છે.” મારી સામે જાયા વિના જ મુખી બોલ્યા.

“આ હળાહળ અન્યાય છે.”

“પણ પંચ માટે તો આ જ યોગ્ય ન્યાય છે.” પેલો ડોસો ફરી જારથી બોલ્યો. “કાઢી મૂકો... કાઢી મૂકો... આ માણસને ગામમાંથી કાઢી મૂકો...” પેલા ડોસાની પાછળ પાછળ બીજા બધા પણ જારજારથી બૂમો પાડવા લાગ્યા. હું કંઈ બોલું તે પહેલાં જ બધાએ મને ચારેબાજુથી ઘેરી લીધો. મને એક દોરડાથી બાંધી દીધો. હું બોલવા જ જતો હતો કે મને બાંધવાની કંઈ જ જરૂર નથી હું મારી જાતે જ જતો રહીશ. પણ મારા મોંમાંથી કંઈ શબ્દ નીકળે તે પહેલાં તો ડોસાએ મારા મોમાં ડૂચો મારી દીધો. મારો પરિવાર મારી હાલત જાઈ રહ્યો હતો, પણ કોઈ એક શબ્દ પણ બોલી શકે તેમ નહોતું. કાયદો એટલે કાયદો !

મને બાંધી, મારા મોઢામાં ડૂચો મારી, માથું મૂંડી ગધેડા પર ઊંધો બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. પછી ગધેડા સાથે બાંધેલી હાલતમાં જ મને ગામ બહાર તગેડી મૂકવામાં આવ્યો. મહા મહેનતે હું ગધેડા પરથી છૂટ્યો. ગામની બહાર એક નાનકડું જંગલ હતું. હું તેમાં ચાલ્યો ગયો. આવું હળાહળ અપમાન મેં મારી જિંદગીમાં ક્યારેય જાયું નહોતું. રાત પડી ગઈ હતી. ઝાડ નીચે પડ્યો પડ્યો હું આકાશના તારા જાઈ રહ્યો હતો. બાજુના ઝાડ તરફ કશુંક સળવળ થતું હોય તેવું મને લાગ્યું. હું ઊભો થયો અને જાયું તો મારી મા હતી. મને જાતા જ તેની આંખમાં પાણી આવી ગયાં. તેણે મને કહ્યું કે, “દીકરા, ચાલ ઘરે, ગામલોકો તો જે કહે તે, તું ઘરે આવી જા.”

મારી આંખમાં આવું આવું થઈ રહેલું પાણી મેં રોકી લીધું. “હવે મને એ ગામમાં રહેવું ના પોષાય મા.” મેં મક્કમ થઈ કહ્યું.

“પણ દીકરા તું આમ એકલો જંગલમાં ક્યાં સુધી રહીશ ? ક્યાં જઈશ ? શું ખાઈશ, શું પીશ ?”

“તું ચિંતા ના કરીશ મા, હું મારું કરી લઈશ. મારા લીધે તમે કોઈ મુશ્કેલી ન વહોરશો. મારી સાથે તમને કોઈ જાશે તો તમને પણ નાત બહાર કાઢશે. તમે જલદી ઘરે જતાં રહો.”

“પણ દીકરા તારી વગર...” મેં માના મોં પર હાથ મૂકીને તેમની વાત ત્યાં જ અટકાવી દીધી.

“હવે નહીં મા, હવે તો ગામના તળાવનું પાણી બધા માટે ખુલ્લું ન મૂકાય ત્યાં સુધી હું ઘરે પાછો નહીં ફરું.”

“પણ દીકરા એ તો આજેય નહીં થાય ને કાલેય નહીં થાય. તું તારી જીદ છોડ, ચાલ ઘરે... એવું હોય તો આપણે ગામ છોડીને બીજે જતાં રહીશું.”

“ના મા, મારા લીધે આખા ઘરનાને શું કામ ભોગવવાનું? એ તો હું

આભાર - નિહારીકા રવિયા ક્યારેય નહીં થવા દઉં. હવે વધારે વાત ન કરશો મારી સાથે... ચાલ્યા જાવ ઘરે...” મેં મક્કમ અવાજે કહ્યું.

મારી મા કશું બોલી ન શકી. તે થોડી વાર ઊભી ઊભી - રડતી રહી ને પછી ચાલી ગઈ. હું આકાશના તારા સામે જાઈને વિચારતો રહ્યો કે હવે શું કરવું ? વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર ન રહી. મને ખૂબ ભૂખ લાગી હતી. હું ઝાડ નીચે સૂતો હતો તેનાથી થોડેક જ દૂર બેચાર નાળિયેરીઓ હતી. તેની પર નાળિયેર આવેલાં હતાં. નારિયેરી પરથી થોડાં નારિયેર ઉતારીને મેં ખાધાં. નારિયેલ ખાતાં ખાતાં જ મારા મનમાં એક ચમકારો થયો. હવે મારે શું કરવું તે મને સમજાઈ ગયું હતું. હવે હંમેશાં માટે કદાચ તળાવના પાણીનો ઉકેલ આવી જવાનો હતો.

જંગલમાંથી મેં સૂયા જેવા થોડા મોટા કાંટાઓ ભેગા કર્યા. અનેક મજબૂત વેલીઓને તોડી તોડીને એમાંથી જાડો અને મજબૂત દોરો બનાવ્યો. મારા મનમાં નક્કી કર્યા મુજબ કેળનાં પાન જેવાં અનેક મોટાં પાંદડાઓ લઈ લઈને મેં સીવવાનું ચાલું કર્યું. દિવસ રાત હું બસ આ પાંદડાંઓ સીવ્યાં કરતો. જ્યારે ભૂખ લાગે ત્યારે જંગલમાંથી નાળિયેર કે બીજાં અમુક ફળો ખાઈ લેતો. અનેક દિવસો આ રીતે સીવ્યાં પછી અંતે મારે જાઈતો હતો તેવો જ રહસ્ય-કોથળો તૈયાર થવા લાગ્યો. મેં રહસ્ય કોથળાને એ રીતે તૈયાર કર્યો હતો કે તેની અંદર આખા તળાવનું પાણી આવી જાય. વળી અમુક પાણી કેળ, નારિયેળનાં પાંદડાંઓ પણ પોતાની અંદર શોષીને રાખી શકે તેવી ટેકનિક મેં વિકસાવી. પણ હવે બીજી તકલીફ એ થઈ કે તળાવમાંથી પાણી લાવવું કઈ રીતે? અને આટલું બધું પાણી હું ઉપાડું પણ કઈ રીતે ?

કોથળો તૈયાર કરતાં કરતાં મેં બીજી પણ એક યુિક્ત શોધી કાઢી. ઝાડની અનેક લીલી અને પોલી ડાળીઓ મેં એકઠી કરી. તેમાંથી એક લાંબી પાઇપ બનાવી. સીધા તળાવમાં જઈને પાણી લેવું તો અશક્ય જ હતું. ત્યાં સતત ચોકી-પહેરો રહેતો હતો. જંગલમાં રહ્યા રહ્યાં જમીનમાં મેં પાઇપ નાખવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે આ પાઇપ છેક તળાવની વચોવચ તળિયે જઈને નીકળી. જમીનમાં થઈને તળાવ સુધી જતો આ નળીનો એક છેડો મારા હાથમાં હતો ને બીજા તળાવના તળિયે, પણ હજી સુધી પાણી આવતું નહોતું. મારા હાથમાં રહેલો નળીનો છેડો મોંમાં લઈને હું પાણી ખેંચવા લાગ્યો. જાતજાતામાં તો પાણી બહાર આવવા લાગ્યું. જેવું પાણી આવવાનું ચાલુ થયું કે તરત જ મેં મારા રહસ્ય-કોથળામાં નળીનો બીજા છેડો નાખી દીધો. તળાવમાંથી ધોધમાર પાણી ખેંચાવા લાગ્યું. રાતના અંધારામાં કોઈને ખબર પણ ન પડી કે પાણી ખેંચાઈ રહ્યું છે. બધા ચોકીદાર તો આરામથી સૂઈ રહ્યા હતા. સવારે જાગીને બધાએ જાયું તો તેમની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ. આખું તળાવ ખલાસ ! આખા ગામમાં હો-હા મચી ગઈ કે એક જ રાતમાં આખેઆખું તળાવ કઈ રીતે ખાલી થઈ શકે ? પણ કોઈની પાસે જવાબ નહોતો.

બધું પાણી મેં મારા રહસ્ય-કોથળામાં ભરી નાખ્યું અને તેનું ઉપરનું નાકું વેલીથી બાંધી દીધું. હવે પ્રશ્ન એ હતો કે આટલાં બધાં પાણીનું મારે કરવું શું ? પણ તેનો ઉપાય પણ નાળિયેરી ખાતા ખાતાં મેં વિચારી નાખેલો. મારે જે કરવું હતું તેની માટે રાત પડવી જરૂરી હતી. કેમકે દિવસે આ કામ કરવા જાઉં તો કોઈ ને કોઈ જાઈ જવાની બીક હતી. મેં રાત પડવા સુધી રાહ જાઈ. જેવી રાત પડી કે તરત જ મેં મારું કામ ચાલુ કરી દીધું. જંગલમાં અનેક નાળિયેરીઓ હતી. હું નાળિયેરીના દરેક ઝાડ પર ચડતો અને તેની પર જેટલાં પણ નાળિયેર હોય તેમાં રહસ્ય-કોથળામાંથી પાણી કાઢીને નળીથી ભરી દેતો. આખી રાત મેં આ રીતે હજારો-કરોડો નાળિયેરોમાં પાણી ભર્યા કર્યું. એટલું બધું પાણી ભર્યું... એટલું બધું પાણી ભર્યું... એટલું બધું પાણી ભર્યું... કે દુનિયાની કોઈ નારિયેળી બાકી ન રાખી. સવાર પડવા આવી હતી. હવે હું પણ થાકી ગયો હતો. સવાર પડતા પડતામાં તો મેં તમામ પાણી નાળિયેરીઓના કોચલાઓમાં ભરી દીધું હતું.

જ્યાં લોકો નાળિયેરી ખાવા જતાં કે તેમાંથી પાણી નીકળતું. લોકોને નવાઈ લાગી કે પહેલાં તો નાળિયેરમાં માત્ર ટોપરું જ આવતું હતું, તેમાં પાણી ક્યાંથી આવ્યું ? મેં નાળિયેરીમાં પાણી ભર્યું એની અસર એવી થઈ કે પછી ભવિષ્યમાં જે પણ નાળિયેરીઓ ઊગી એનાં તમામ ફળો પણ પછી પાણીથી ભરેલાં જ આવતાં. આજે આપણે નાળિયેરીમાં જે પાણી જાઈએ છીએ, તે મારા પ્રતાપે છે, બાકી પહેલાં તો ખાલી કોચલું અને ટોપરું જ હતું નાળિયેરમાં !

કોઈ કશું પણ બોલ્યા વિના એક

આભાર - નિહારીકા રવિયા ચિત્તે તરંગની વાત સાંભળી રહ્યા હતા.

“બોલો ભાઈ, મેં એ વખતે નારિયેળીમાં પાણી ન ભર્યું હોત તો આજે પણ આખી દુનિયા ખાલી ટોપરું જ ખાતી હોત !!.. નાળિયેરપાણી કેવું સ્વાદિષ્ટ હોય છે ખબર છે ને બધાને ? વળી આરોગ્ય માટે પણ એ તો ખૂબ સારું હોય છે. બધા મારો આભાર માનો કે મારા લીધે નાળિયેરપાણી તમે પી શક્યા. નહીંતર તમે પણ હજી કોચલા તોડીને ટોપરું જ ખાતાં હોત...”

“આહાહાહાહા.... મજામજા કરાવી દીધી તેં તો... ક્યાંથી લાવે છે આ બધી વાતો ? તારો કોઈ જવાબ નથી તરંગ !” આયુએ તરંગને પાનો ચડાવ્યો.

“આ બધું એમ આવે છે...” કહીને તરંગે કલ્પા સામે માથું હલાવ્યું. કલ્પેન કશું બોલવાના વ્હેંતમાં નહોતો. હવે આ ગપ્પા સામે તેણે બીજું ગપ્પું મારવાનું હતું. તેં મનમાં ને મનમાં ફાંફે ચડ્યો હતો.

“કલ્પા, હવે આપણે શું કરીશું... તારી કલ્પનાના ઘોડા કઈ બાજુ દોડાવીશ તું ?” શૌર્યએ ચિંતા વ્યક્ત કરી.

“હહહહ... એક મિનિટ... કલ્પા તને શું લાગે છે, નાળિયેરીઓમાં તરંગે પાણી ભર્યું છે ?”

“હા, હા, એ જ પાણી ભરેને... બીજા કોઈની તાકાત છે કે નાળિયેરીમાં પાણી ભરી શકે ?” કલ્પાએ એવા ફોર્સથી કહ્યું કે બધાથી હસ્યા વિના ન રહેવાયું. પણ કલ્પેન અંદરથી ખૂબ ગંભીર હતો. પોતાની આદત પ્રમાણે નવો વિચાર શોધવા માટે મનના કબાટોમાં ખાંખાખોળાં કરવા લાગ્યો.

“હહહહ... તો હવે તૈયાર થઈ જા, તારો વા....” ભોંદુ પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ કલ્પેન શાંતિથી બોલ્યો, “હા, મને ખબર છે મારો વારો આવે છે.”

“કલ્પા તું પણ બરાબરની ચોપડાવી દે.” એવું કહેવાનું મન થતું હતું શૌર્યને, પણ તે કલ્પેનનું વિચારશીલ મુખ જાઈને કશું બોલ્યો નહીં. તરંગ પણ ફીક્કી નજરે કલ્પા સામે જાઈ રહ્યો હતો. કોઈને સમજાતું નહોતું કે હવે કલ્પો શું બોલશે.

પ્રકરણ ૭

“હમ્... મજા આવી તારી વાત સાંભળવાની તરંગ...”

“હવે તારી વાત સાંભળવાની પણ આટલી જ મજા આવશે એવી આશા રાખીએ...” તરંગે કોઈને ન સમજાય તેવો છુપો કટાક્ષ કર્યો.

“કોશિશ તો પૂરી કરીશ.” કલ્પાએ પણ એવો જ જવાબ આપ્યો. “તરંગ, તેં તો નાળિયેરીમાં પાણી ભરીને આખી દુનિયાને સ્વાદિષ્ટ પાણી પીતું કરી નાખ્યું. વાહ !!”

તરંગ ઝીણી આંખ કરી આછું મલક્યો.

“તેં નાળિયેરમાં પાણી ભર્યું તેવું મીઠું પાણી બીજાં કોઈ ફળમાં હોય તેવું મારા ધ્યાનમાં નથી. વાહ !!” કલ્પેને ફરી તેને દાદ આપી.

કલ્પેન આવું કેમ કરી રહ્યો છે, તે તરંગને સમજાતું નહોતું. પણ પોતાને હવે શું કરવું છે તે કલ્પેન સારી રીતે સમજી ગયો હતો.

“સાંભળો, તરંગનો પચ્ચીસમો જન્મ પત્યો એ પછીની આ વાત છે. એ પછી મારો પણ પુનર્જન્મ થયો.”

ભોંદુએ માથું ખંજવાળ્યું. તે વિચારવા લાગ્યો કે આ બંન્ને ફેંકુબાજ પુનર્જન્મ ઉપર ચડી જશે કે શું ? જે થાય તે, આપણે શું... સાંભળવાની મજા લોને... જાઈએ કોનામાં કેટલો દમ છે...

“તારા પચ્ચીસમા જન્મવાળા ગામની જ સાવ બાજુમાં મારો જન્મ થયો.”

“ક્યાં ? મુખીની દીકરી પરણાવી હતી એ ગામમાં ?” મજાક કરતો હોય એમ તરંગ હસ્યો.

“બરોબર પકડ્યો હોં તેં !!” કલ્પેને તરંગની વાત ઝીલી લીધી અને પોતાની વાતમાં જાડી દીધી. “ત્યાં જ મારો જન્મ થયો હતો. પણ મહત્ત્વની વાત તને નહીં ખબર હોય તરંગિયા... તું તો નારિયેળીમાં પાણી ભરવામાં લાગેલો હતો ને.”

“કઈ વાત ?” તરંગે વિચારતા વિચારતા પ્રશ્ન કર્યો. “એ જ કે તું જે મુખીની દીકરીની વાત કરતો હતો એ જ મુખીની દીકરીની દીકરીની દીકરીની કૂખે મેં જન્મ લીધો.” કલ્પેને પણ વિચારતા વિચારતા જ જવાબ આપ્યો. “બધાને એમ હતું કે હું નહીં બચું, પણ મારી મા મરતાં પહેલાં એકાદ સ્વાદિષ્ટ નાળિયેર પી ગઈ હશે, તો એ તો ન બચી, પણ હું બચી ગયો !” તરંગની સામે કટાક્ષ કરતો હોય તેમ બોલ્યો. કલ્પો મનમાં ને મનમાં મલકી રહ્યો હતો.

“હું આખી જિંદગી મા વિના જીવ્યો. પણ ખાસ આભાર તારો તરંગિયા... કે તેં નાળિયેરમાં પાણી ભરીને મારો જીવ બચાવી લીધો !” તરંગને સમજાતું નહોતું કે આ શું વાત કરવા માગે છે. “પણ પછી આગળ જે થયું તે જાવા માટે તું જીવતો નહોતો રહ્યો.”

“નાળિયેરીના ફળમાં પાણી ભર્યા પછી તરંગે કહ્યું તેમ નવી જે નાળિયેરી ઊગતી તે પણ આવા સ્વાદિષ્ટ પાણી સાથે જ ઊગતી. એટલે થયું એવું કે તળાવનું પાણી તો કદાચ કાળક્રમે ક્યારેક ખૂટી પણ જાત, પણ આ પાણી કઈ રીતે ખૂટી શકે ? આખી દુનિયામાંથી નાળિયેરો જ ઊગતાં બંધ થઈ જાય તો પાણી બંધ થઈ શકે. પણ એવું થવાની પણ કોઈ શક્યતા જણાતી નહોતી. અમે મેળામાં જતાં, દરિયાકિનારે ટહેલવા જતાં અને હરખ હરખથી નાળિયેરપાણી પીતાં. નાળિયેરપાણીને લીધે હું બચી ગયેલો તેથી ડાક્ટરો પણ હવે તો તમામ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને નાળિયેરપાણી પીવાની સલાહ આપતાં હતાં. બીમાર લોકો માટે પણ તે ખૂબ ઉપયોગી હતું. અમે નાના હતા ત્યારે જંગલમાં જતાં અને નાળિયેરી પરથી નાળિયેર પાડીને મોજથી નાળિયેરપાણી પીતાં.”

ભોદુંને થયું કે આણે તો નારિયેળપાણી - નારિયેળપાણી કરીને બહુ ચલાવ્યું.

“હહહહ... આ તો તું તરંગિયાની જ વાત કર્યા કરે છે. તારે શું કહેવું છે એ કહેને...”

“મારે જે વાત કરવી છે તે વાતનો આ વાત સાથે સીધો સંબંધ છે એટલે જ હું આ વાત કરી રહ્યો છું.”

“હહહહ... પણ એ સંબંધ રજૂ કરવા માટે આટલી લાંબી નાળિયેરકથા કરવાની શું જરૂર છે ?...”

“જરૂર છે... નાળિયેરનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે મારી વાત માટે...”

ભોંદુ આ નાળિયેરી-નાળિયેરીથી કંટાળી ગયો હતો, “હહહહ... હવે અમે નાળિયેરીનું પૂરેપૂરું મહત્ત્વ સમજી ગયા છીએ. હવે તારે શું કહેવું છે એ કહેને...”

“હંમ્... હવે સમજ્યા બધા... તો નાળિયેરીનું આટલું બધું મહત્ત્વ વધવાને લીધે નાળિયેર ખૂબ અભિમાની થઈ ગયું. બીજાં બધાં ફળોને તે તુચ્છ ગણવા લાગ્યું. કેરી, દ્રાક્ષ, સફરજન, જામફળ, મોસંબી આ બધાં તરફ નાળિયેર તુચ્છ ભાવથી જાતું હતું. તમામ ફળો જાણે કે દયામણાં થઈ ગયાં હતાં. વધારે શક્તિ મેળવીને જેમ રાવણ અનિતિ તરફ વળી ગયો તેમ નાળિયેરનું પણ થયું. તેના અહંકાર અને દમન સામે બીજાં ફળો રાંક થઈ ગયાં.

એક દિવસની વાત છે. હું જંગલમાં કોઈ કામથી ગયો હતો. ત્યાં એક નાળિયેરી અને આંબો બેઉં પાસપાસે ઊભાં હતાં. હું આબાંના ઝાડ નીચે થાક ખાવા બેઠો. મેં જાયું તો આંબા પર કેરીઓ રડી રહી હતી. આખો આંબો જાણે

આભાર - નિહારીકા રવિયા પીડાથી કણસતો હતો. આંબાના ઝાડની આવી હાલત જાઈને મને લાગી આવ્યું. મેં આંબાને પૂછ્યું, “ભાઈ આંબા ! તું આવો ઘટાદાર છે, સુંદર છાંયડો આપે છે, દેખાવમાં પણ રૂપાળો લાગે છે તો કેમ રડે છે ? તારે એવું તો શું દુઃખ આવી પડ્યું ?

મારી વાત સાંભળી આંબો વધારે જારથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “શું કહેવું ભાઈ... તમે મારી વાત નહીં સમજી શકો.”

“તમે જરા સમજાવો તો જરૂર સમજીશ.”

“તમે સમજીનેય શું કરશો ?” આંબાએ નિસાસો નાખ્યો.

“હું તમારી મદદ કરીશ.” મેં તેને સધિયારો આપ્યો.

“તમારી આવી વાત માટે આભાર ભાઈ, પણ અનેક લોકો આવ્યા અને ગયા, ઘણા બધાને વાત કહી જાઈ. પણ અત્યાર સુધીમાં એક જ વાત સમજાઈ છે કે દુનિયામાં કોઈ કોઈની માટે કશું જ કરી આપતું નથી.”

“કહો તો ખરા, હું જરૂર તમારી મદદ કરીશ. હું બધા જેવો નથી.”

“વાત સાંભળનારા બધા જ એવું કહેતા હતા કે હું બધા જેવો નથી. પણ અંતે તો બધા જ માણસ એક સરખા હોય છે.” તેણે ફરી નિસાસો નાખ્યો.

“પણ તમે કહી તો જુઓ. એક વાર વધારે, બીજું શું ? કહેવામાં તમારું તો કશું જવાનું નથી. હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ.”

“કશું જવાનું નથી, પણ કશું રહેવાનું તો છે ને ?”

“મતલબ? શું રહેવાનું છે ?”

“હું તમને કહીશ તો મારું કદાચ કશું જ નહીં જાય, પણ તમને કહ્યા પછી તમે મદદ ન કરો એટલે તેનો વસવસો તો રહી જાય ને ?... એક તૂટેલી આશા તો વધેને... !! આશાઓનો તૂટીને ઢગલો થઈ ગયો છે મારામાં... હવે હું તેનો ભંગાર ભેગો કરવા નથી માગતો.” આંબો જાણે તમામ હિંમત હારી ગયો હતો.

“મને ખબર નથી કે તમારે શું પ્રશ્ન છે. પણ તમને ખાતરી આપું છું કે હું જરૂર મદદ કરીશ.”

આંબો ફીક્કું હસ્યો અને બોલ્યો, “તમારે કેરી ખાવી હોય તો હું તમને આપું.” જાણે તે એમ ન કહી રહ્યો હોય કે કેરી ખાવ ને તમારો રસ્તો પકડો. મારી કેરીઓ ખાવી છે એટલે તમે મને આવાં આશ્વાસનો આપો છો. હું તેની વાત પામી ગયો હતો. મેં કહ્યું, “જુઓ ભાઈ આંબા ! મારે તમારી કેરીઓ ખાવી હોય તો તમારી સાથે આ રીતે વાત ન કરીને પણ કેરીઓ ખાઈ જ શકું છું. ઘણાં બધાં આ રીતે કેરીઓ ખાતાં પણ હશે. જા તમે મને તમારી વાત કહેશો તો શક્ય છે કે હું કંઈક મદદ કરી શકું.”

આંબાને લાગ્યું કે હું તેને નહીં છોડું. પછી તેણે પરાણે વાત કહેવાનું શરૂ કર્યું.

“હું અહીં ઊગ્યો ત્યારનો સહન કરી રહ્યો છું. મારી બાજુમાં જે નાળિયેરી ઊગી છે તે જુઓ છો ?’ તેણે ડાળી દ્વારા સંકેત કરી આપ્યો. “તે મને વાતે વાતે ટોણા માર્યા કરે છે. મારા વડવાઓ કહેતા હતા કે નાળિયેરી પહેલાં આવી પાણીદાર નહોતી. તેમાં માત્ર કોચલાઓ જ હતાં અને અંદર માત્ર ટોપરું જ થતું હતું. પણ કોઈ દુષ્ટ માણસે તેમાં પાણી ભરીને તેને અભિમાની બનાવી દીધી.” દુષ્ટ શબ્દ પર કલ્પેને ખાસ ભાર મૂક્યો.

તરંગ ચોંક્યો.

“તે પોતાના સ્વાદિષ્ટ ફળના લીધે બીજા બધાનું ખૂબ અપમાન કર્યા કરે છે, બધાની મજાક ઉડાવે છે અને બધાં ફળોમાં તે સૌથી ઉત્તમ છે તેવું કહી-કહીને બીજાને હીન ગણાવે છે. તે જાતિવાદ અને ઊંચનીચના ભેદભાવો ફેલાવે છે. તે ફળોમાં પણ માણસોની જેમ નાતજાતના અંતર ઊભા કરે છે. આ બધું જ પેલા દુષ્ટ માણસના લીધે થયું છે, જેણે એના ફળમાં પાણી ભર્યું.” કહીને આંબાએ નિસાસો નાખ્યો.

“કોણ દુષ્ટ માણસ ?” મેં આંબાને પૂછ્યું.

“ખબર નથી, હતો કોઈ લંપટ !’ ફરી કલ્પેને લંપટ શબ્દ પર ભાર મૂકી તરંગ સામે જાયું અને વાત ચાલુ રાખી. “પાણી ભરનારો પોતે પણ નરાધમ હતો સાલો.” કલ્પો તરંગને દુષ્ટ, લંપટ કે નરાધમ કહેવાની એક્કે તક છોડતો નહોતો.

“મારા વડવાઓ કહેતાં હતાં કે તેનો જ હાથ છે આ નાળિયેરીને આવી નરાધમ બનાવવામાં. જંગલમાં ઠેકઠેકાણે ઊગીને તેણે પોતાનું ચોમેર વર્ચસ્વ સ્થાપી દીધું છે. મજબૂત નાળિયેરો બીજાં ઝાડ પર ફેંકીને તે બીજાં ઝાડની ડાળીઓ પણ ભાંગે છે. મારી અનેક ડાળીઓ પર તેનાં વજનદાર ફળ પડ્યાં છે. એના લીધે મારી ડાળીઓ ઠેકઠેકાણેથી બટકી ગઈ છે. હું કેટલાય દિવસોથી કણસું છું અને ચોમાસાની વાટ જાઉં છું કે ક્યારે ચોમાસું આવે અને મને વરસાદી પાણી મળે. વરસાદી પાણીથી હું વધારે સારી રીતે ખીલી શકું છું. પણ મારા પર નવી ડાળીઓ આવે કે તરત જ આ નાળિયેરી તેની પર પણ પોતાનાં મોટાં અને વજનદાર ફળો પાડીને તોડી નાખશે અને મારા પર હસ્યા કરશે. ફક્ત હું જ નહીં, મારી જેવાં અનેક ઝાડ આ અપમાન અને હડધૂતતા સહન કરી રહ્યાં

આભાર - નિહારીકા રવિયા છીએ. ખબર નથી અમારી આ પીડા કોણ ઉકેલશે ?”

“હું તમને મદદ કરવાની પૂરી કોશિશ કરીશ.” મેં તેને આશ્વાસન આપ્યું.

“આમાં તમે પણ શું કરી શકો ભાઈ... બીજા કોઈના પાપે અમારે ભોગવવાનું થાય છે.” આંબાનું ઝાડ જાણે તમામ આશા ગુમાવી ચૂક્યું હતું.

“હું તમારા માટે જરૂર કંઈક કરીશ.” કહીને મેં ત્યાંથી વિદાય લીધી.

મારાથી આંબાની પીડા જાવાતી નહોતી. તેની અનેક તૂટેલી ડાળીઓમાંથી જાડ્ડું અને ઘટ્ટ પ્રવાહી વહી રહ્યું હતું. જાણે કોઈ માણસના શરીરમાંથી પરુ નીકળતું હોય અને તે પીડાથી તરફડી રહ્યો હોય તેવી તેની હાલત લાગતી હતી. આવાં તો બીજાં અનેક વૃક્ષો હતાં, જે જંગલમાં નાળિયેરીની બેરહેમીનો ભોગ બન્યાં હતાં. મને થયું કે જંગલની તમામ નાળિયેરીઓનાં ઝાડ હું કપાવી નાખું જેથી જડમૂળથી તેનો કાયમી ઉકેલ આવી જાય. પણ આમ કરવામાં બીજાં અનેક નુકસાનો હતાં. માનવી હંમેશાં માટે નાળિયેરીનું સ્વાદિષ્ટ અને ગુણકારી પાણી ગુમાવી દે તેવી શક્યતા હતી. પણ નાળિયેરીનું અભિમાન ઉતારવું પણ એટલું જ જરૂરી હતું. આજે તે બીજાં વૃક્ષો પર અત્યાચાર કરે છે, આવતી કાલે તે વધારે હિંમતવાન થઈને માનવીઓ અને પશુપંખીઓ પર પણ અત્યાચાર ન કરે તેની શું ખાતરી? હવે મારે તેનો ઉકેલ શોધવો જ હતો અને ભૂતકાળમાં જે દુષ્ટ માણસ ભૂલ કરી ગયો છે, તેને પણ સુધારવી જ હતી.”

વારંવાર પરોક્ષ રીતે પોતાને દુષ્ટ કહેવાને લીધે તરંગનો ગુસ્સો વધતો જતો હતો, પણ તે કશું બોલી શકે તેમ નહોતો.

“સમય જતો ગયો...” કલ્પેન પોતાની મસ્તીમાં વાત કર્યે જતો હતો. “પણ મને કોઈ ઉકેલ મળતો નહોતો. મને થયું કે લાવ ફરી પેલા આંબાની ખબર કાઢી આવું. હું ફરી જંગલમાં ગયો અને આંબાને મળ્યો. આંબો હજી પણ પીડાથી કણસતો હતો. તેણે મારી સામે દયામણી નજરે જાયું. હું તેની માટે કશું નથી કરી શક્યો તે વાત તે સારી રીતે પામી ગયો હતો. તેને એવું પણ લાગવા લાગ્યું હતું કે હવે હું તેની માટે કશું જ નહીં કરી શકું. આંબાને મળ્યા પછી મને વધારે ગિલ્ટી ફીલ થવા લાગી. હું પોતે પણ મદદ કરવા નિરાધાર હોઉં એવું મને લાગ્યું. એક પળ તો એવું થયું કે આંબાની આસપાસ જેટલી નાળિયેરીઓ છે તેને કાપી નાખું. પણ એમ કરવાથી તેનો કાયમી ઉકેલ આવવાનો નહોતો, એ પણ એટલી જ સાચી વાત હતી.

પછી મને થયું કે આની માટે હું તપ કરીને ભગવાનને પ્રસન્ન કરું અને તેની પાસેથી વરદાન માગું. પણ વળી એમ થયું કે એવું કરવામાં તો કેટલાં વર્ષો વીતી જાય. ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પણ ત્યાં સુધીમાં તો પેલો આંબો પણ સુકાઈ જાય. હું દિવસ રાત બસ આ જ વિચારોમાં રહેતો હતો કે આગળ શું કરવું ?

મહિનાઓ સુધી મેં વૈજ્ઞાનિક જેમ અનેક પ્રયોગો કર્યા. પણ કોઈ ચોક્કસ ઉકેલ આવતો નહોતો. સમય વહેતો રહેતો હતો. મારાથી કશું થઈ શકતું નહોતું. આમ કરતાં કરતાં ચોમાસું આવી ગયું.

એક દિવસની વાત છે. ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. મેં આકાશ સામે જાયું. જાણે હું ઈશ્વરને ફરિયાદ કરી રહ્યો હતો કે મારી વાત કેમ નથી સાંભળતો ? પણ ત્યાં જ જાણે ઈશ્વરે મારી વાત સાંભળી લીધી હોય તેમ મારા મનમાં એક આઇડિયા આવ્યો. મારા આઇડિયાને સાકાર કરવામાં ઈશ્વર પણ જાણે કે મદદ કરતો હોય તેમ વરસાદ વધવા લાગ્યો. ઝરમર વરસાદમાંથી ધોધમાર થઈ ગયો. એટલો બધો વરસાદ પડ્યો કે પાણીના છાંટા નહીં, પણ જાણે પાણીનાં દોરડાં લટકી રહ્યાં હોય આભમાં ! મને થયું કે મારું કામ કરવા માટે હવે આ જ ઉત્તમ સમય છે. લાગ જાઈને હું ઘરની બહાર નીકળ્યો. એક મેદાનમાં ગયો. ધરતી પર જાણે પાણીનાં અનેક દોરડાંઓ લટકી રહ્યાં હતાં. મેં તેમાંથી મજબૂત એવું એક દોરડું પકડ્યું અને ધીરે ધીરે ઉપર ચડવા લાગ્યો. સતત દોઢેક દિવસ સુધી દોરડું પકડીને હું ઉપર ચડતો રહ્યો.

અચાનક મારું માથું ઉપર અથડાયું. જાયું તો વાદળ હતું. વાદળનો એક ખૂણો પકડીને હું તેની પર ચડી ગયો. આજુબાજુ નજર કરી તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાદળોના ઢગલા ખડકાયેલા હતા. હું ચિંતામાં પડી ગયો કે આટલા મોટા આકાશમાં મારે જવું ક્યાં ? અને જા મને રસ્તો જ ન મળે તો નીચે કઈ રીતે ઉતરવું ? એક વાદળથી બીજું અને બીજાથી ત્રીજું એમ હું ફરવા લાગ્યો. પણ આમ ફરવાથી તો ક્યારેય પહોંચી શકાય લેવું મને લાગ્યું નહીં. વાદળો પવનમાં આમ તેમ ગોથાં ખાતાં હતાં. આના પરથી મને વળી નવો વિચાર સૂઝ્યો. મેં એક મજબૂત અને સારું વાદળ પકડીને તેનો

આભાર - નિહારીકા રવિયા ઉપયોગ હોડી જેમ કર્યો. વાદળની હોડી બનાવી અને વાદળના જ શઢ બનાવ્યા. વળી એ જ વાદળને થોડું કાપી તેનાં હલેસાં પણ બનાવી નાખ્યાં. પવનની દિશા જાઈને હું તેને બરોબર ચલાવવા લાગ્યો. જાતજાતામાં તો હું ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો.

આકાશમાં દૂર દૂર જાયું તો વાદળોની વચ્ચે એક ભવ્ય મહેલ હોય તેવું મને લાગ્યું. મેં મારી વાદળહોડી તે તરફ હંકારી. મહેલના દરવાજા પાસે હોડી ઊભી રાખી. ત્યાં એક દ્વારપાળ હતો. તે સ્મિત કરતો ઊભો હતો. મને જાઈને પણ તે કશું બોલ્યો નહીં. એટલે મેં તેને પૂછ્યું કે ‘આ કોનો મહેલ છે ?’

“તમારે કોને મળવું છે ?” મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેણે સામો પ્રશ્ન કર્યો.

“ઈશ્વર અહીં જ રહે છે ?” મેં બીજા પ્રશ્ન કર્યો.

દ્વાર ખોલતા ખોલતા તે બોલ્યો,

“તમે જે રીતે ધારો તે રીતે એ તમને મળશે. તમે તેમને ઈશ્વર કહો તોય વાંધો નથી. અલ્લાહ કહો તોય ફેર નથી પડતો. તમે તેને ઈશ્વર, અલ્લાહ, ઈશુ કે એવું કશું જ ન કહો તોય ફરક નથી પડતો. તમે તેને માત્ર એક પરમ તત્વ કહો તો પણ સરખું છે. તમે તેને બધું જ ગણશો તો ય સાચા છો અને તમે તેને કશું નહીં કહો તોય ખોટા નથી...”

તેની આવી વાતો મને બહુ સમજાઈ નહીં. દ્વાર ખૂલ્યાં એટલે તેની ફિલોસોફી સાંભળવાને બદલે અંદર પ્રવેશવાનું મને વધારે યોગ્ય લાગ્યું. હું ચાલતો થયો તોય પેલો દ્વારપાળ તેની રીતે બોલ્યે જતો હતો. ધીમે ધીમે તેનો અવાજ ઓછો થયો અને ક્યારે બંધ થઈ ગયો તેની મને જાણ ન રહી. કેમકે આગળ જેમ હું ધારતો જતો હતો તેમ જ બનતું જતું હતું. હું જેવો રસ્તો ધારું તેવો જ આવતો હતો. હું જેવા દ્વાર કે મોભા ધારું તેવા જ દ્વાર ને મોભા સામે દેખાતા. અરે તેની નાનામાં નાની કોતરણી સુધ્ધાં મેં ધારી હોય તે પ્રમાણે જ આવતી હતી. પણ ઈશ્વરનું થાનક હજી સુધી નહોતું આવતું. કેમકે મેં હજી એમને ધાર્યા જ નહોતા. હું તો બહારની ધારણાઓમાં જ અટવાયેલો હતો. જેવું હું થોડું આગળ ચાલ્યો કે ત્યાં એક ભવ્ય મહેલ આવ્યો. તેના એક રૂમમાંથી દિવ્ય પ્રકાશ આવતો હતો. હું તે રૂમ તરફ આગળ વધવા લાગ્યો. મેં ધાર્યું હતું તેવું જ થયું. તેના દરવાજા પાસે કોઈ નહોતું. મજાની વાત એ હતી કે તે દરવાજા બહારથી બંધ હતો, અંદરથી નહીં.

હળવે રહીને મેં દરવાજા ખોલ્યો. અંદરથી ધીમો ધીમો વીણાનો સુર બહાર આવી રહ્યો હતો. મેં જાયું તો હીરાજડીત હીંચકા પર પ્રભુ બેઠા હતા. મારી આંખમાં અહોભાવ આવી ગયા. પણ આ શું? ઈશ્વરના હાથમાં નાળિયેર હતું! નાળિયેરના ઉપરના કાણામાં કોઈ વનસ્પતિની નળી નાખીને બેઠા બેઠા ઈશ્વર નાળિયેરપાણી પી રહ્યાં હતા ! મેં આશ્ચર્યથી કહ્યું, “પ્રભુ તમે પણ ?...”

તેમણે મારી સામે જાઈ સ્મિત કર્યું અને બોલ્યા, “તમે મને આ રીતે ધાર્યો હતો !”

મેં ઊંડાણમાં ગયા વિના સીધી જ વાત કરી, “પ્રભુ, ધરતી પર નાળિયેરીનો ત્રાસ વધી ગયો છે. તે બીજાં બધાં જ વૃક્ષો પર અત્યાચાર કરે છે. તેના મીઠાં પાણીનું તેને અભિમાન આવી ગયું છે. ધરતી પર આવેલા આ સંકટમાંથી સૌને ઉગારો પ્રભુ...” તે કશું બોલ્યા નહીં, મંદ મંદ હસતા રહ્યા.

“પ્રભુ...” હું ફરી કશું બોલું તે પહેલાં જ તેમણે કહ્યું, “નાળિયેરપાણી પીશો ?”

ઈશ્વર પણ જાણે મારી મજાક કરી રહ્યા હતા. તે વખતે મારી હાલત સુદામા જેવી હતી. હવે આગળ કશું કહેવાની મારામાં હિંમત નહોતી. મેં ચુપચાપ તેમણે ધરેલું નાળિયેર લઈ લીધું અને આંખો બંધ કરીને ગટગટાવી ગયો. જેવી આંખો ખૂલી કે મારું હૃદય થડકારો ચૂકી ગયું. જાયું તો આસપાસ કશું જ નહોતું. એક ક્ષણ તો મને સમજાયું જ નહીં કે હું ક્યાં આવી ગયો છું. થોડી વાર પછી મને ભાન થયું કે હું તો મારા જ ઘરમાં છું. મને નિરાંત થઈ.

પણ મને એક વાતનો વસવસો થયો કે છેક પ્રભુ પાસે જઈ આવ્યો, પણ પ્રભુએ કશું આપવાને બદલે ગોળગોળ વાતો કરીને એમને એમ જ પાછો મોકલી આપ્યો. મને થયું કે મારે તાત્કાલીક આ વાતની જાણ આંબાને કરવી જાઈએ. હું એક પળનો પણ વિલંબ કર્યા વિના આંબાને મળવા નીકળ્યો.

જંગલમાં પહોંચીને જાયું તો આંબો જાણે ચારેકોરથી ખીલ્યો હતો. વરસાદનો પ્રભાવ તેની પર સારી રીતે થયો હતો. તેણે પણ વરસાદનું પાણી બરોબર માણ્યું હોય તેવું લાગતું હતું. મને જાઈને તે રાજીને રેડ થઈ ગયો. મને કહે “થેન્ક્યુ !”

મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, “મારો આભાર શું કામ માનો છો ?”

તમારા લીધે નાળિયેરીનું અભિમાન ઊતર્યું.

“મારા લીધે ?”

“હા, તમે ઈશ્વરને મળ્યા પછી ઈશ્વરે નાળિયેરીને સજા

આભાર - નિહારીકા રવિયા કરી.” આંબો બધી વાત જાણી ગયો હતો.

ઈશ્વરે પણ કૃષ્ણએ જે સુદામા સાથે કર્યું હતું તે જ મારી સાથે પણ કર્યું ! ઈશ્વરે ફરમાન કર્યું હતું કે ‘આજથી નાળિયેરીની પાણીની મીઠાશ થોડી ઘટી જશે.’ એટલે એ સમયે જેટલું નાળિયેરપાણી મીઠું મળતું હતું તેટલું આજે રહ્યું નથી. પછી તેમણે એ પણ કહ્યું કે તે ‘આજ પછી કોઈ પણ માણસ સૂક્કા નાળિયેરને ઉપરના છિદ્રમાંથી કાણું પાડીને પાણી નહીં કાઢે, પણ તેને મારા ચરણમાં પછાડી પછાડીને ફોડશે.’ બસ તે દિવસથી બધા જ લોકો ભગવાનને શ્રીફળ વધેરતા થયા. પછી ઈશ્વરે એ પણ કહ્યું કે ‘નાળિયેરીના ફળને હવન કરતી વખતે આગની ધધગતી જ્વાળાઓમાં નાખવામાં આવશે. તેને બળતી હોળીમાં પણ નાખવામાં આવશે.’ એટલે જ આજે આપણે ત્યાં હોળીનું નાળિયેર એવી કહેવત પણ પડી ગઈ છે ! તેં જે નાળિયેરીમાં પાણી ભરીને તેને અભિમાની બનાવી હતી, તેનું અભિમાન મેં ઉતાર્યું.’ માથું ગોળ રાઉન્ડમાં ફેરવીને ‘મેં’ શબ્દ પર ભાર આપીને કલ્પેને તરંગની સામે વાર કર્યો.

તરંગ કશું બોલ્યો નહીં. ચારે તરફ ખુલ્લું મેદાન હતું. ક્રિકેટની વિકેટો સૂની પડી હતી. રમતવીરોએ બેટબોલ બાજુમાં મૂકીને હવે જીભ અને કાનને જ બોટબોલ બનાવ્યા હતા. ક્રિકેટના સાચા ખેલાડીઓ પ્રેક્ષક બની ગયા હતા. આ બધામાં એક જ વ્યક્તિ એવી હતી કે જેણે પોતાની ભૂમિકા એમને એમ જ જાળવી રાખી હતી અને તે હતો ભોંદું !

“હહહહ... તરંગિયા, શું કેવું છે તારું ?” બાટલીના તળિયા જેવા ચશ્માંને જાડીજાડી આંગળીઓથી ઠીક કરતા ભોંદુએ કહ્યું.

તરંગ હજી વિચારમગ્ન હતો.

‘તરંગ કંઈક બોલ તો ખરો...’ આયુએ કહ્યું.

તરંગે આયુની સામે જાઈને સ્માઈલ આપી. “અરે આમ સ્માઇલ જ આપ્યા કરીશ કે કંઈ બોલીશ પણ.”

“હું ફરીથી મારા એક પુનર્જનન્મની વાત કરીશ.”

આવું સાંભળીને પોતાના બે હાથે ભોંદુએ તેનું મસમોટું પેટ ખંજવાળ્યું,

“બે, તારા પેટમાંથી હું જનમ નથી લેવાનો.” તરંગની વાત સાંભળીને બધા હસી પડ્યા.

“હહહહ. તારે જ્યાંથી જનમ લેવો હોય ત્યાંથી લે ને... મારા બાપનું શું જાય છે...”

કલ્પો અને તરંગ બંનેમાંથી કોઈ હાર માનવા તૈયાર નહોતા. વાત આમ ને આમ આગળ વધતી જતી હતી.

“કલ્પાએ તો ખરું કર્યું, મેં નાળિયેરીમાં પાણી ભર્યું ને તેણે નાળિયેરીને સજા અપાવી. તું પણ ગાંજ્યો જાય એવો નથી હોં કલ્પા.”

“હહહહ.... અરે પહેલાં એ તો કહે કે કલ્પાની વાતમાં તું હા પાડે છે કે ના ?”

“લે, એમાં હા જ પાડવાની હોય ને. બીજાને સજા આપવાનું કામ કલ્પાએ જ કર્યું હોય.” કહીને તેણે આયુ સામે આંખ મીંચકારી.

“તું તારી વાત કરને.” કલ્પાએ તેને મૂળ વાત પર આવવા કહ્યું.

“તરંગિયા તું આમ ને આમ આડી અવળી વાતોમાં ટાઇમ ન કાઢ, હમણાં દસ મિનિટ થઈ જશે ને ખબરેય નહીં રહે, પછી ભોંદિયો કોઈનું નહીં ચલાવે.”

“હા, હા, હવે ખબર છે મને.”

“હહહહ્... તો ચાલુ કર તારી વાત...”

પ્રકરણ ૮

તરંગ પોતાના વારા વિશે બરોબર જાણતો હતો. તેણે લાંબો શ્વાસ લઈને મનને શાંત કરવા પ્રયાસ કર્યો. ગળા પર હાથ ફેરવ્યો અને આંખો બંધ કરીને જાણે મનના કબાટમાં પડેલી અનેક વાતોમાંથી કોઈ વિશિષ્ટ વાત કાઢતો હોય તેમ નીચે નમ્યો. આ વખતે વિચારતી વખતે તે પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવવાને બદલે પોતાનું જ ગળું દબાવતો હોય તેમ ગળામાં હાથ ફેરવી રહ્યો હતો.

“બોલ બે તરંગિયા... ટાઇમ જાતો જાય છે...” આયુએ ફરી ટકોર કરી.

“હવે તો આપણી જીત પાક્કી હોય એવું લાગે છે, શું કહેવું કલ્પા ?” કહીને શૌર્યએ તાલી લેવા કલ્પા સામે હાથ લંબાવ્યો. પણ હાથ હવામાં જ રહી ગયો. કલ્પાનું ધ્યાન માત્ર તરંગ પર જ હતું. તે હવે શું વિચારે છે. શું વાત કરે છે તેની તેને ખૂબ ઇંતેઝારી હતી.

“હહહહ.. તારી પાસે ઝાઝો ટાઇમ નથી હો તરંગિયા, જલદી કહેવું હોય તો બોલ...” ભોંદુએ કડક અવાજે કહ્યું.

“અરે કહું છું, જરા વિચારવા તો દે.” તરંગ હજી પણ ગળામાં હાથ ફેરવી રહ્યો હતો.

“હવે આ વિચારવામાં જ રહી જવાનો છે... કલ્પા આ તો ગયો કામથી... તારી સામે ના ટકી શકે બોસ...” શૌર્ય જારથી બોલી પડ્યો.

“અલા તરંગિયા હવે હારવું છે કે શું ?” આયુએ ચિંતામાં કહ્યું.

“તો સાંભળો... કલ્પેને નાળિયેરીને સજા આપી એ પહેલાની... એનાય યુગો પહેલાની આ વાત છે.”

“હંમ્... હવે ગાડી પાટા પર આવી.” આયુ બબડ્યો.

“હહહહ... હવે પુનર્જન્મ થયો લાગે છે તારી વાતનો...”

ભોંદુની મજાક પર શૌર્ય સિવાય કોઈ હસ્યું નહીં.

“આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર ત્રીજા ભાગનું પાણી છે અને માંડ પા ભાગ ઉપર જ જમીન છે.’

“હહહહ્... એ તો બધાને ખબર છે.”

“હંમ્... તો વાત હવે શરૂ થાય છે.”

“એ વખતે બધા ધરતીના અમુક વિસ્તારમાં રહેતા હતા ને સામે મજાનો મસમોટો દરિયો ઘૂઘવતો હતો. જાણે આખી ગોળાકાર ધરતી પર એક જ ટાપુ હોય તેવું હતું. તે વખતે ધરતી અત્યારે છે તેવી અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલી નહોતી. જ્યાં ધરતી હતી ત્યાં ધરતી જ હતી અને જ્યાં પાણી હતું ત્યાં પાણી જ હતું. ધરતી પછી વચ્ચે પાણી આવે ને પછી ફરી પાછી ધરતી આવે તેવું તે વખતે હતું જ નહીં. એ વખતે ધરતી પર માત્ર એક જ દરિયો હતો. ટૂંકમાં આખી પૃથ્વી પર એક જ ધરતી ને એક જ દરિયો. તે વખતે અમારું ઘર સાવ દરિયાકિનારે જ હતું.”

“ભાઈ, તુમ કીસ વખત કી બાત કર રિયેલા હૈ...” ક્યારના મૂંગા બેઠેલા એઝાઝે તેની ટિપિકલી હિન્દીમાં પ્રશ્ન કર્યો.

“એ સમયની કે જ્યારે ધરતી પર હજી વધારે લોકો હતાં નહીં. વસ્તી અમુક પ્રમાણમાં જ હતી. ધરતી પર એક પણ ટાપુ નહોતો રચાયો. ધરતી માત્ર બે જ ભાગમાં વહેંચાયેલી હતી, જમીન અને દરિયો બસ.”

“હહહહ.... તું તો ઘણો પાછળ જતો રહ્યો અલ્યા તરંગિયા.”

“સાંભળ તો ખરો...” કલ્પેને તરંગની વાત પર મીટ માંડી.

“એટલે ૭૫ ટકા ભાગમાં પાણી નહોતું ?” શૌર્યએ પ્રશ્ન કર્યો.

“મેં એવું ક્યાં કીધું ? પાણી તો હતું, પણ એ સળંગ દરિયામાં હતું. અલગ અલગ મહાસાગરો કે સાગરો નહોતા.”

“અચ્છા અચ્છા... તો ?”

ધરતી પર માત્ર એક જ વિશાળ દરિયો હતો અને આ વિશાળ દરિયાકિનારે અમે અમારી નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હતા. હું અને મારા મમ્મી પપ્પા.”

“હંમ્... પછી ?”

“હું સાવ નાનો હતો. અમારી ઝૂંપડીની સામે વિશાળ ઘૂઘવતો દરિયો હું બેઠો બેઠો જાયા કરતો. દરિયાની રેતીમાં નાની નાની પગલીઓ પાડ્યા કરતો. મારા મમ્મી પપ્પા શિકાર કરવા જતા રહેતા અથવા તો જંગલમાં ફળ-ફળાદિ વીણવા જતાં ત્યારે હું દરિયાના પાણી પર ચાલતો ચાલતો દૂર દૂર ચાલ્યો જતો. ક્યારેક તો મારા મમ્મી પપ્પા ટેન્શનમાં આવી જતા કે આ ટેણિયો ક્યાં જતો રહ્યો ? પણ એમનું ટેન્શન વધે એ પહેલાં તો હું પાછો આવી જતો હતો.

એક દિવસની વાત છે. હું અને મારા મમ્મી પપ્પા દરિયાના કિનારે સૂર્યસ્નાન કરી રહ્યા હતા. મને થયું કે લાવ દરિયાના પાણી પર થોડી લટાર મારી આવું. પણ મારા પપ્પાને ટેન્શન થયું. તેમણે મને ના જવા દીધો. પણ મારે તો જવું હતું આંટો મારવા. મારા પપ્પાએ કહ્યું કે બેટા દરિયાના પાણી પર બહુ ના ચલાય. પાણીમાં અનેક વિશાળકાય માછલીઓ હોય એ તારી નાની નાની પગલીઓ નીચે ચગદાઈ જાય.”

“પણ પપ્પા હું તો રોજ જાઉં છું. મારે આજે પણ આંટો મારવા જવું છે.”

“તું રોજ જાય છે ? અમને પૂછ્યા વિના ?” મારા પપ્પાને ચિંતા થઈ. “હવે તો તને કોઈ દિવસ નથી જવા દેવો.”

“મારે જવું છે પપ્પા” કહીને મેં જિદ પકડી.

“જા બેટા દરિયાના પાણીમાં તું

આભાર - નિહારીકા રવિયા જઈશ તો પાણીમાં તરતી માછલીઓના કાટાં તારા પગમાં વાગશે.” મારી મમ્મીએ મને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કર્યો.

“પણ મમ્મી...” હું કંઈ બોલું તે પહેલાં મારી વાત કાપીને મારા પપ્પાએ મને નાળિયેરીની લાલચ આપીને કહ્યું- “જા હું તને નાળિયેરી તોડીને ખવડાવું.”

“અરે મારા બાપ, પાછી નાળિયેરી ક્યાંથી આવી ગઈ ?” ભોંદુને મનમાં પ્રશ્ન થયો.

“પણ હું માનું તો ને. છેવટે મારા પપ્પા ગુસ્સે થઈ ગયા. “ના પાડીને એક વાર, નહીં જવાનું એટલે નહીં જવાનું.”

“તમારે જે કરવું હોય તો કરો. હું તો જવાનો જ છું.” મેં બરાબરની જીદ પકડી.

મારી મમ્મીએ મારો હાથ પકડ્યો, પણ મેં આંચકો મારીને છોડાવી લીધો. મારા પપ્પા મને પકડવા ગયા, પણ મેં દરિયાના પાણી પર દોટ મૂકી. ચિંતાના સૂરે મારી મમ્મી મને બૂમો પાડવા લાગી કે “પાછો વળ... પાછો વળ...”

મારા પપ્પા તો બરાબરના ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે “પાછો વળે છે કે લાકડી લઉં ?”

પછી મનેય ગુસ્સો આવ્યો. મેં કહ્યું “નથી વળવું જાવ.”

મને પકડવા માટે મારી પાછળ પાછળ એમણે પણ પાણીમાં દોટ મૂકી. પણ તે તો પાણીમાં ડૂબવા લાગ્યા. એમને ડૂબતા છોડીને મારે પણ આગળ ન વધી શકાય. આ તો તકલીફ ઊભી થઈ. હું દોડાદોડ પાછો આવ્યો. મારા પપ્પા જ્યાં પાણીમાં ડૂબતા હતા ત્યાંથી થોડેક જ છેટે ઊભા રહીને મેં દરિયાના પાણી ઉપર જારથી પાટું માર્યું. અને હવા ભરેલા ફુગ્ગાને દબાવતા જે રીતે અંદર ભરેલી હવા બહાર નીકળી જાય તેમ મારા પપ્પા ઉછળીને દરિયાના કાંઠે પડ્યા. મેં દરિયાને એ રીતે દબાવ્યો હતો કે તે બહુ દૂર ન પડે, તે કાંઠા પરની રેતીમાં જ પડ્યા હતા.

“પપ્પા સોરી. હું આંટો મારીને આવું છું.” કહીને હું આગળ વધ્યો. પણ ત્યાં તો મારી મમ્મીએ ચાદર ખંખેરે એમ દરિયો ઉપાડીને ખંખેર્યો. હું તો ઉછળીને આકાશમાં જઈ ચડ્યો અને મારું માથું સીધું ચાંદા સાથે અથડાયું. જેવું અથડાયું કે ચાંદામાં ગોબો પડી ગયો. આજે પણ અહીંથી તમે જુઓ તો ચાંદામાં ગોબો પડ્યો હોય એવું લાગશે કે પછી તેની પર ડાઘ હોય એવું લાગશે. એનું કારણ એ જ કે આજથી હજારો વર્ષો પહેલાં મારું માથું તેની સાથે અથડાયું હતું.”

ભોંદુ બાઘાની જેમ તરંગનું માથું જાવા લાગ્યો.

“હું જેવો નીચે પડ્યો કે તરત જ મારી મમ્મીએ મને ઝીલી લીધો અને કહ્યું, “બેટા, તને ના પાડીને.... દરિયાના પાણીમાં બહુ દૂર ન જવાય... તું મોટો થઈ જા, પછી તને મોકલીશું બસ. તારામાં પાણી પર ચાલવાની કલા છે એ સારી વાત છે, પણ હજી તેનો ઉપયોગ કરવાની તારી ઉંમર નથી.”

“મારે તો જાવું જ છે.” માથું ભટકાવાને લીધે હું બરોબરનો ગુસ્સે થઈ ગયો હતો.

“ના પાડું છું એમાં તને ખબર નથી પડતી ?” હવે મારા મમ્મી પણ ગુસ્સે થવા લાગ્યા હતા.

મેં આંચકો મારીને તેમનો હાથ છોડાવી લીધો. પણ ત્યાં તો સામેથી ધૂળ ખંખેરતા ખંખેરતા મારા પપ્પા આવતા હોય એવું મને લાગ્યું. હું એમને આંતરીને આગળ વધવા જતો હતો, પણ તેમણે મારી આજુબાજુ દીવાલ જેમ પોતાના હાથ ખડકી દીધા. હું ચિંતામાં પડી ગયો. હવે જવાનો રસ્તો નહોતો. ઝડપથી જમીન ખોદીને હું બાકોરું પાડીને બીજી તરફ નીકળી ગયો. મારા પપ્પા તો જાતા જ રહી ગયા. હું દરિયાના પાણી પર જવા લાગ્યો. મારી મમ્મી મને પાછો વાળવા બીજા રસ્તો વિચારવા લાગી. મને લાગ્યું કે મારા જવાનો મેળ નહીં પડે. મેં દરિયાના કિનારે પડેલી એક નાનકડી છીપ જાઈ. દોડતા દોડતા એ છીપ મેં ઉપાડી લીધી. દરિયાના પાણી પર બરોબરની ઘસીને તેની અણી કાઢી.”

‘પાણી પર અણી કાઢવાની વાત કરે છે પણ વાત તો સાવ બુઠ્ઠી છે. વાતને અણી કાઢને ટણપા...’ કલ્પેન મનમાં બોલ્યો. પણ મનની વાત મનમાં રાખીને ચૂપચાપ સાંભળતો રહ્યો.

“મારા મમ્મી પપ્પા મને પકડવાનો કોઈ નવો કીમિયો અજમાવે એ પહેલાં જ મેં દરિયાની છીપથી દરિયાના કટકા કરી નાખ્યા. અને એ કટકા પૃથ્વી પર આમ-તેમ ફેંકી દીધા. બસ ત્યારથી આપણી પૃથ્વી પર નાના-મોટા અલગ અલગ દરિયાઓ છે, બાકી પહેલાં તો એક જ દરિયો હતો. અત્યારે બધા અલગ અલગ મત આપે છે. કોક કહે છે પૃથ્વી પર ચાર મહાસાગરો છે, કોઈ કહે છે પાંચ છે, કોઈ છ કહે છે તો કોઈ સાત. કેટલા ટુકડા થયા એ સમજવા હજીયે લોકો ફાંફા મારે છે બોલો.” તરંગે ઝડપથી વાત પૂરી કરી.

“હા, તારી વાત તો સાચી છે હોં. તેં જ દરિયાના ટુકડા કર્યા હશે. આ પરાક્રમ તારું જ હોવું જાઈએ.” કલ્પેન કટાક્ષ કરતો હોય એમ બોલ્યો અને બધા હસવા લાગ્યા.

ભોંદુ

આભાર - નિહારીકા રવિયા પૂછે એ પહેલાં જ કલ્પાએ તરંગની વાતમાં હામી ભરી દીધી હતી. વાત રોકાવાનું નામ નહોતી લેતી. એક પછી એક ગપ્પાની વણઝાર ચાલુ જ રહેતી હતી.

“હહહહ.... હવે તેં હા પાડી જ દીધી છે તો તું શરૂ કર તારી વાત.”

“હું તરંગે જે વાત કરી તેનાથી ય આગળના સમયની વાત કરવા માગું છું.”

તરંગે ભવાં ઊંચા કરી કહ્યું, “અચ્છા ?”

“હંમ્...” કલ્પેને એવા દૃઢ અવાજે કહ્યું, જાણે તે ક્યારનો વાત વિચારીને બેસી ગયો હતો.

તરંગને કલ્પના નહોતી કે કલ્પેન ગપ્પાં મારવામાં આટલું લાંબું ખેંચશે.

પ્રકરણ ૯

‘વર્ષો પહેલાંની વાત છે. ત્યારે સમગ્ર પૃથ્વી પર માત્ર અંધારું જ હતું. અજવાળું કોઈએ જાયું સુધ્ધાં નહોતું. જાવાની વાત તો દૂર પણ અજવાળું કે પ્રકાશ એટલે શું તે પણ કોઈને ખબર નહોતી ! જાકે ‘અજવાળું’ કે ‘પ્રકાશ’ એવા શબ્દો જ એ વખતે અસ્તિત્વ નહોતા ! બધા અંધારામાં જીવવાથી ટેવાયેલા હતા. નવાઈની વાત તો એ છે કે તે વખતે પણ માનવજાતિની શરૂઆત થઈ ગઈ હતી, બોલો !’

કલ્પો કેવું ગપ્પું મારવા જઈ રહ્યો છે તેની પર તરંગ બરાબરની મીટ માંડીને બેઠો હતો.

‘હા હા સાચી વાત છે. પહેલાં તો લાઇટ આવી જ નહોતી ને... બધે અંધારું જ હતું.’ શૌર્યએ કલ્પેનને ટેકો આપતા કહ્યું.

“અરે ખાલી લાઇટ નહીં, હું તો સૂરજ અને ચંદ્ર પણ નહોતા એ સમયની વાત કરું છું શૌર્ય !”

ભોંદુએ ફરી પેટ ખંજવાળ્યું. આ બંને શું કરવા બેઠા છે તે તેને સમજાતું નહોતું.

“ સૂરજ અને ચંદ્ર એ બધું તો છેક માનવજાતિનો ઉદભવ થયો તેનીય પહેલાંથી છે, અને સૂરજ-ચંદ્ર નહોતા ત્યારે ધરતી પણ નહોતી. માનવજાતિની તો વાત ક્યાંથી આવે? સાલો આ બી હથોડાછાપ છે. ક્યાં ક્યાંથી વાતો લાવીને ક્યાં ક્યાં જાડે છે.” તરંગ વિચારમાં પડ્યો હતો. કશું બોલવાને બદલે ‘અચ્છા એમ વાત છે !’ એવું કહીને વિચારવા લાગ્યો કે જાઈએ આ કલ્પો શું ગપ્પું મારે છે.

“અચ્છા તો સૂરજ અને ચંદ્ર પણ નહોતા ત્યારથી આપણી ધરતી અસ્તિત્વ ધરાવે છે એમ ને ? સરસ... સરસ... પછી આગળ ?’ આયુએ વાત આગળ વધારવા કહ્યું.

તે વખતે મારા દાદાના દાદાના દાદાના દાદાના દાદા... એમ લગભગ અમારી હજાઆઆઆરો પેઢીઓ પહેલાંની પેઢી અસ્તિત્વ ધરાવતી હતી.

‘અંહં... હજારો પેઢી પહેલાંની વાઆઆઆઆઆત !’ બોલીને જિગાએ ‘વા’ શબ્દને લંબાવીને બે હાથ એ રીતે હવામાં પહોળાં કર્યા કે બધા હસી પડ્યા. “બહુ સરસ, બહુ સરસ, તારી હજારો પેઢીઓનો તને ખ્યાલ છે એ કેટલી આનંદની વાત છે.” બોલતા બોલતા આયુ જાર જારથી હસવા લાગ્યો.

“જુઓ ભાઈ, આપણે શરત બક્યા છીએ, એટલે વાતવાતમાં આ રીતે અમથી અમથી મજાક કરીશું તો એ પણ શરતભંગ જ ગણાશે.” કલ્પેને થોડા અકળાઈને કહ્યું.

“અરે, આમાં ક્યાં મજાક આવી, મેં તો ખાલી તેની વાતમાં હાએ હા જ રાખી છે.’ જિગાએ બચાવ કર્યો.

“એ ટોપી... એમાં આવા નખરાં કરવાની શી જરૂર છે ?” શૌર્યએ મોં ઉછાળતા કહ્યું. વાત થોડી જીભાજાડી પર આવી ગઈ. પણ ત્યાં જ ભોંદુ બોલ્યો, “હહહહ... આપણે શરતને વળગી રહીએ ને વાત આગળ વધારીએ. હવે પછી આવું નહીં કરવાનું, ધ્યાન રાખજા. મજાક નહીં.” બધાએ આ વાત માન્ય રાખી ને વાત આગળ વધી.

“એ વખતે ગામમાં માંડ થોડી ઘણી વ્યક્તિઓ વસતી હતી. આઠદસ ઝૂંપડાં તો માંડ માંડ હતાં. એ વખતે તારા પણ...” કલ્પેને તરંગ સામે આંગળી કરી. “દાદાના દાદાના દાદાના દાદાના દાદા... એટલે કે તારી પણ હજારો પેઢીઓ પહેલાના વડવાઓ હાજર હતા.”

“મારા ?”

“હા, હા, તારા.” વાત સાંભળીને તરંગની આંખો ચમકી. ‘આ બબૂચક શું વાત કરી રહ્યો છે ? કહેવા શું માંગે છે ?’ તે મનમાં ને મનમાં બબડ્યો.

“હું તારી આંખમાં ડોકાતો પ્રશ્ન વાંચી શકું છું, તરંગ !” કલ્પેને સાહિિત્યક ભાષામાં ટોણો માર્યો.

પોતાના મનમાં બોલેલી વાત કલ્પેન સાંભળી ગયો હોય તેમ તરંગ ઝંખવાણો પડી ગયો.

“પણ દોસ્ત. આ સાવ સાચ્ચી વાત છે. મારા દાદાના દાદાના દાદાના દાદાએ... મને ટાઇમ-સેટેલાઇટથી આ દૃશ્ય આખું બતાવેલું. વિશ્વમાં કશું જ અદૃશ્ય થતું નથી, બધું અહીંનું અહીં જ રહે છે. હવે તો મોબાઈલ આવી ગયા. કામપ્યુટરમાં આપણે કોઈને મેઇલ સેન્ડ કરીએ તો મેઇલ પહેલાં ક્યાં જાય ?’

‘જેને સેન્ડ કર્યો હોય તેને...’ શૌર્યએ ઝાડપભેર જવાબ આપ્યો.

‘ખોટું.’

“એ પહેલાં સર્વરમાં જાય... ક્લાઉડમાં જાય... પછી સામેની વ્યક્તિને મળે.”

“પણ, એને ને આને શું લેવાદેવા?” આયુએ પ્રશ્ન કર્યો.

“હંમ્... કહું છું... કહું છું... થોડી ધીરજ તો રાખો. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં જે બની ગયું, જે ઘટનાઓ ઘટી ગઈ તે બધું જ સમયના ક્લાઉડમાં પડેલું છે. તેને જાતા આવડવું જાઈએ. મને એ આવડે છે.”

“અચ્છા પછી આગળ શું થયું એ કહે.” તરંગે વાતને મૂળ મુદ્દા પર લાવવા કહ્યું.

“હંમ્... તો એ વખતે માંડ ધરતી પર આઠ દસ ઝૂંપડાંઓ હતાં. બધા હળીમળીને રહેતા. દિવસે જંગલમાં જઈને શિકાર કરતા અથવા તો ફળફળાદી લાવતા અને સાંજે ઘરે આવીને સૂઈ જતા. મારા પિતૃઓનું ખોરડું અને તારા પિતૃઓનું ખોરડું સામસામે જ હતું. ખાલી વચ્ચે નેશનલ હાઇવે આવતો

આભાર - નિહારીકા રવિયા ’તો એટલું જ! હાઇવે ક્રોસ કરે એટલે તરત જ એકબીજાના ઘરે પહોંચી શકાતું.”

“સાલું જ્યારે સૂરજ-ચંદ્ર પણ નહોતા, સાવ અંધારું હતું ત્યારે માનવજાતિ હતી, વળી આ એની હજારોમી પેઢી, વળી એના દાદાએ એને સેટેલાઇટ થ્રુ ક્લાઉડમાં પડેલું બધું બતાવ્યું અને એય ઓછું હોય તેમ એ સમયમાં નેશનલ હાઇવે ક્યાંથી આવી ગયો ? સાલો હરામી કઈ રીતનું ગપ્પું મારે છે કંઈ સમજાતું નથી.” ભોંદુ પણ મનોમન ગોથે ચડ્યો હતો. પણ એ તેની અમ્પાયર તરીકેની ભૂમિકામાં અકબંધ રહી પ્રશ્નોની પોટલી મનમાં જ બાંધી રાખી બધું સાંભળી રહ્યો હતો.

તરંગનું દિમાગ થોડું ઘૂમવા લાગ્યું. અત્યાર સુધી એને એમ લાગતું હતું કે ગપ્પાં મારવામાં તેને કોઈ મહાત કરી શકે તેમ નથી. પણ કલ્પેન જે રીતે બધી વાતો કરી રહ્યો હતો તેનાથી તે પણ થોડો ચકરાવે ચડી ગયો હતો.

“તો તો આપણી ઓળખાણ યુગો જૂની છે દોસ્ત !” કહીને વાતના મૂળ પકડવા માંગતો હોય પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવી.

“હા, હું તને એ જ કહેવા માગું છું. એટલે તો આપણી બંનેની બરાબરની જામશે.” કલ્પેન પણ મલક્યો.

“હહહહ... ઓલરેડી જામી ગઈ છે, પછી આગળ શું થયું એ કહે ને...”

“થાય શું ? એ વખતે મનોરંજનનાં કંઈ સાધનો તો હતાં નહીં. એટલે બધાં જાતે જ અમુક રમતો ઉપજાવી કાઢતા.”

“કેવી રમતો ?” શૌર્યએ પૂછ્યું.

“પથ્થર દૂર ફેંકવાની રમત... પાણીમાં તરવાની રમત... ઝાડ કૂદવાની રમત... ઝાડ પર લાંબા સમય સુધી ઊંધા લટકી રહેવાની રમત વગેરે વગેરે વગેરે... પણ નવાઈની વાત એ છે કે આવી સ્પર્ધાઓ થતી તોય મારા વડવા દાદા ક્યારેય આ સ્પર્ધામાં ભાગ જ ન લેતા. એ ભલા ને એ ભલા ને એમનું કામ ભલું.”

“તારા જેવા જ ડફોળ હશે તે ક્યાંથી ભાગ લે.” તરંગ મનમાં બોલ્યો.

“પણ એક દિવસની વાત છે. ગામના બધા લોકો પાદરે બેઠા હતા. બેઠા બેઠા બીડીઓ પીતા હતા. બીડીઓ પીતાં પીતાં પથ્થર ફેંકવાની સ્પર્ધા વિશે વાત કરી રહ્યા હતા. તે વખતે મારા દાદા એક બાજુ શાંતિથી બેઠા બેઠા તેમનો પ્રિય હુક્કો ગગડાવતા હતા. મારા દાદાને આમ એકલા બેઠેલા જાઈને બધાએ કહ્યું કે, ‘અરે ભાઈ તમે કેમ આમ એકલા બેઠા છો ? તમે તો ક્યારેય કોઈ સ્પર્ધામાં ભાગ પણ નથી લેતા ભલા માણસ... કેમ આવું કરો છો ? ક્યારેક તો ભાગ લો...’

મારા દાદાએ તેમની વાત સાંભળી ન સાંભળી કરી. તે મૂછમાં મલક્યા ને પાછા પોતાની મોજમાં હુક્કો ગગડાવવા લાગ્યા. મારા દાદાનું આવું વર્તન જાઈ બધાને નવાઈ લાગી. પણ બધા ઇચ્છતા હતા કે મારા દાદા એકાદ વખત તો પથ્થર ફેંકવાની સ્પર્ધામાં ભાગ લે જ લે. બધાએ ફરી તેમને વિનંતી કરી. પણ મારા દાદાએ નમ્રતાથી ના પાડી દીધી. ના પાડી એટલે બધાએ વધુ જીદ કરી. એમાંય ખાસ તારા દાદા તો જીદે જ ચડી ગયા કે આ વખતે તો તમે પણ સ્પર્ધામાં ભાગ લો. મારા દાદા તો ના જ પાડતા રહ્યા. તેમણે તારા દાદાને કહ્યું કે, ‘ભાઈ તમે દર વખતે પથ્થર દૂર ફેંકવામાં પહેલા નંબરે આવો છો. તો તમે જ રહોને એમાં મને વચ્ચે ન લાવશો. હું તમતમારે અહીં બેઠો બેઠો જાઉં છું.’ પણ હવે તો ગામના બધાએ એકસૂરે અવાજ કાઢ્યો કે આ વખતે તો તમારે ભાગ લેવાનો જ છે. મારા દાદાય પોતાની વાતમાં અડીખમ. ના એટલે ના.

“હારવાની બીકે મારો બેટો રમવાની ના પાડે છે.” અચાનક તારા દાદાના મોંમાથી વેણ સરી પડ્યું.

“ભાઈ, મને કોઈ એવી હારવાની કે જીતવાની બીક નથી. હું તો એવું જ ઇચ્છું છું કે તમે પહેલાં નંબરે જ આવો.”

“એ તો હું આવવાનો જ છું.”

“સરસ. તો પછી મને અહીં જ બેસી રહેવા દો ને. હું જાયા કરીશ તમારી રમત.”

“ખાલી જાયા શું કામ કરો છો. તમે પણ ભાગ લો ને.”

“પણ પછી તમારો પહેલો નંબર નહીં આવે ને !”

“અહીંથી ઊભા થવાની પણ ત્રેવડ તમારામાં નથી ને તમે પહેલાં નંબરે આવશો એમ ?” ટોણો મારતા હોય તેમ તારા દાદાએ મજાક ઉડાવી.

“રહેવા દો ભાઈ. તમને જ અફસોસ થશે.”

“બહાનાં તો સારાં બનાવો છો તમે. સ્પર્ધામાં સામેલ થવાની જરાકે હિંમત નથી ને સપનાં તો પહેલાં નંબરે આવવાના જુઓ છો.”

આવું સાંભળીને મારા દાદા ખાલી હળવું હસ્યા. પોતાના હાથમાં રહેલા હુક્કાની એક લાંબી કસ મારી. ઊંચે આભમાં જાયું અને પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમણે જાયું તો રમતમાં વપરાતો પેલો પથ્થર સામે જ પડ્યો હતો. એ પથ્થર પણ કેવો ! નાનો સુનો પહાડ જ જાઈ લ્યો ! આવડા મોટા પહાડ જેવા પથ્થરમાં એક તરફ હથોડીના નાનકડા હાથા જેવો હાથો

આભાર - નિહારીકા રવિયા હતો. લગભગ ફૂટ દોઢ ફૂટનો હશે. પથ્થરના આ નાનકડા હાથાને આધારે પહાડ જેવડા આ પથ્થરને વધારે સારી રીતે પકડી શકાતો હતો. મારા દાદાએ એક લાંબો શ્વાસ લીધો અને પ્રભુ રામ ધનુષ ઉપાડવા જતા હોય તેમ તે પથ્થર પાસે ગયા. તેમણે તારા દાદા સામે નજર નાખી. “ભાઈ હજી કહું છું, રહેવા દો.”

“પથ્થર દૂર ફેંકવાની તો વાત દૂરની છે, તમે એને ઊંચકી પણ નહીં શકો. બેઠાં બેઠાં હુક્કો ગગડાવો ને ફાંકા માર્યા કરો. આ કામ તમારું નહીં.” કહીને તારા દાદા જારથી હસ્યા.

હવે હદ થઈ ગઈ હતી. મારા દાદાને લાગી આવ્યું. હનુમાન ગદા પકડતા હોય તેમ મારા દાદાએ આ પહાડ જેવડા પથ્થરનો નાનકડો હાથો પકડ્યો. પથ્થર ઊંચકીને તારા દાદા સામે જાતા કહ્યું,

“ઓહ... આ તો સાવ હળવા ફૂલ જેવો લાગે છે.”

બધાના મોં આશ્ચર્યથી પહોળા હતા. તારા દાદા પણ એકીટશે જાઈ રહ્યા હતા. મારા દાદા પથ્થર ઉપાડીને હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યા. બે-ચાર ડગલાં આગળ દોડ્યા અને પછી હાથ ફેરવી ફેરવીને એવો પથ્થર ઊછાળ્યો... એવો પથ્થર ઊછાળ્યો... એવો પથ્થર ઊછાળ્યો... કે શું કહેવું. સનનનન કરતો જાણે કોઈ મોટો પહાડ આભમાં છૂટ્યો હોય એમ પથ્થર છૂટ્યો. જાતજાતામાં તો પથ્થર આભમાં ક્યાંયનો ક્યાંય દૂર જતો રહ્યો. બધા જાતા જ રહી ગયા. થોડી વારમાં તો એ પથ્થર આકાશમાં અદૃશ્ય થઈ ગયો. અમુક લોકો તો વિચારમાં પડી ગયા કે સાલો આવડો મોટો પહાડ આકાશમાં આટલે દૂર ગયો ક્યાં ? બેપાંચ મિનિટ તો બધા સન્ન થઈને આભમાં ને આભમાં જ જાતા રહ્યા. આંખો પર નેજવું કરીને બધા આભ ફંફોસવા લાગ્યા. પણ મારા દાદા તો પાછા બેસી ગયા પોતાની જગ્યાએ અને એયયયયય... મોજથી હુક્કો ગગડાવવા લાગ્યા ! આમને આમ પાંચ-સાત મિનિટ થઈ ગઈ. પણ ન તો પથ્થર પડવાનો ક્યાંય અવાજ આવ્યો કે ન તો પથ્થર દેખાયો. બધા જ વિચારમાં પડી ગયા હતા કે પથ્થર ગયો ક્યાં ?

બરાબર આઠેક મિનિટ થઈ એટલે મારા દાદાએ ડાબો હાથ ઊંચો કર્યો અને હાથમાં પહેરેલી ઘડિયાળમાં જાયું.

ભોંદુને થયું કે સાલું એ વખતે ઘડિયાળ ક્યાંથી આવી ?

“તેમણે જાયું કે ઘડિયાળમાં આઠ મિનિટ અને એક સેકન્ડ થઈ હતી. તરત જ તેમણે પોતાની આંખ ચપ્પ દઈને બંધ કરી દીધી. જેવી આંખ બંધ કરી કે ત્યાં જ આઠ મિનિટ ને બે સેકન્ડે અચાનક આભમાંથી પ્રકાશનો મોટો ધોધ ધરતી પર પડ્યો. ઘડીકવાર તો બધાની આંખો અંજાઈ ગઈ. બધાએ ચપોચપ પોતાની આંખો મીંચી દીધી. એકાએક આંખ પર પડેલો પ્રકાશ કોઈ જીરવી ન શક્યું. પ્રકાશમાં કોઈ પોતાની આંખો ખુલ્લી નહોતી રાખી શકતા. કેમકે અગાઉ ક્યારેય આવો પ્રકાશ કોઈએ જાયો, સાંભળ્યો કે અનુભવ્યો નહોતો. બધા સાવ હક્કા બક્કા થઈ ગયા હતા. શું થઈ ગયું એ જ કોઈને સમજાતું નહોતું. પણ ત્યારેય મારા દાદા તો પોતાની જગ્યાએ બેઠા બેઠા એયયયયય... ને આંખો બંધ કરીને શાંતિથી હુક્કો ગગડાવતા હતા. બધાએ પોતાના આંખો પર હાથ મૂકી દીધા હતા. આંખો પર હથેળી ઢાંકેલી હાલતમાં જ બધાએ મહામહેનતે ધીમે ધીમે પોતાની આંખો ઊઘાડી. આંખ પર દાબેલી આંગળી સહેજ આઘીપાછી કરીને તિરાડમાંથી તેમણે નજર કરી તો આજુબાજુનું બધું જ ચોખ્ખું તેમને દેખાવા લાગ્યું હતું. બધાએ આભમાં જાયું તો આકાશમાં એક કાણામાંથી પ્રકાશનો ધોધ નીચે પડતો હતો. લોકો એ કાણા સામે જાવા જાય તો બધાની આંખો અંજાઈ જતી હતી.

મારા દાદા મલક્યા ને બોલ્યા. “ભાઈ, હવે આ પથરો ક્યારેય પાછો નહીં આવે, એ તો આભમાં કાણું પાડીને આરપાર નીકળી ગયો છે આરપાર !”

તારા દાદા તો બોઘા જેવું મોં કરીને મારા દાદા સામે જાઈ રહ્યા હતા. શું બોલે ? બસ તે દિવસથી આખી દુનિયામાં અજવાળું પડવાનું ચાલું થયું. આજે એ કાણાને લોકો સૂરજ તરીકે ઓળખે છે ! મારા દાદાએ પથરો ફેંક્યાને લગભગ આઠેક મિનિટ પછી ધરતી પર અજવાળું આવ્યું ’તું. ત્યારથી એ કાણામાંથી અજવાળાને ધરતી પર આવતા આઠેક મિનિટ જેટલો સમય લાગે છે.”

“લાયો... લાયો... લાયો... હો બાકી... ” શૌર્ય ઊછળી પડ્યો.

“બસ, પછી તો તારા દાદાની એવી વલે થઈ ગઈ કે એ તો મારા દાદાને કહેવાનું જ ભૂલી ગયા. એમને તો એમ થયું કે મેં આને કહીને બહુ મોટી ભૂલ કરી નાખી. તે મનોમન પછતાવા લાગ્યા. તેમનું તો જાણે નાક જ કપાઈ ગયું.”

તરંગ પણ ઘડીક તો શું કહેવું શું ન કહેવું એની વિમાસણમાં પડી ગયો. તે મૌન થઈ ગયો. આવું ઢંઘધડા વગરનું ગપ્પું સાંભળીને તેનું માથું ભારે થઈ ગયું હતું. આભમાં તો

આભાર - નિહારીકા રવિયા ઠીક પણ તેના મગજમાં કોઈએ કાણું પાડી દીધું હોય એવું તેને લાગતું હતું. તેણે એક લાંબો શ્વાસ લીધો અને ઊંચે આકાશમાં જાયું.

‘જાઈ લે... જાઈ લે... મારા દાદાએ આવડા મોટા આકાશમાં કાણું પાડીને લોકોને સૂરજ આપ્યો છે સૂરજ !’ કલ્પેને કહ્યું.

“હં... સાચી વાત છે.” તરંગ ગંભીર રીતે મલક્યો.

‘તો પછી સાચી જ વાત હોય ને... કલ્પો કંઈ એમ ઓછો ગાંજ્યો જાય એવો છે.’ શૌર્યએ કહ્યું.

“હવે આપણે શું કહીશું તરંગ ?” આયુષ્ય ચિંતામાં પડી ગયો. તરંગે તેની સામે જાયું. તે ન હસ્યો કે ન તો ચિંતામાં પડ્યો. તેના હાવભાવ એમ ને એમ જ રહ્યા. તેણે ફરી આકાશમાં જાયું.

“હહહહ... હવે તારો વારો છે તરંગ.”

“હંમ્.. મને ખ્યાલ છે.”

“તો હવે ચાલુ કર, જાઈએ તારામાં કેટલો દમ છે.” કલ્પેનને પણ ઇંતેજારી હતી કે મારા આ ગપ્પાની સામે તરંગ કઈ રીતે ટકી શકે છે.

“હંમ્...” તરંગ કંઈક વિચારતો હોય તેમ તેના અડધા તૂટેલા દાંત પર જીભ ફેરવવા લાગ્યો. જાણે એ દાંતમાંથી જ કોઈ નવો વિચાર બહાર ન કાઢવાનો હોય !

“ચાલ ચાલ જલદી કર, નહીંતર ટાઇમ પૂરો થઈ જશે. દસ મિનિટ જ છે, આપણી પાસે...” કલ્પેનનું આવું ગપ્પું સાંભળીને આયુ પણ હવે થોડો ચિંતાતુર હતો.

તરંગ હજી એમ ને એમ જ તૂટેલા દાંત પર જીભ ફેરવી રહ્યો હતો.

“હહહહ... ટાઈમ જતો જાય છે હોં તરંગિયા...”

ભોંદુની વાત સાંભળી તરંગે માત્ર માથું હલાવ્યું, આંખો બંધ કરી અને બોલ્યો, “હંમ્... તો મારે પણ એ જ સમયની વાત કરવી છે, જે સમયની વાત તેં કરી કલ્પા.”

“ઓહો.. !” કલ્પેને નેણ ઊંચાં કર્યાં.

“હા.”

“શું વાત છે, જરા અમને તો કહે.” શૌર્યએ કહ્યું.

પ્રકરણ ૧૦

“તેં હમણાં કહ્યું ને કે મારા દાદા તે વખતે દર વર્ષે સ્પર્ધામાં પહેલાં આવતા હતા ?” તરંગે કલ્પેન સામે જાઈને પૂછ્યું.

“હા, તારા દાદા દર વખતે પહેલાં આવતા હતા, પણ પછી તો મારા દાદાએ જારથી પથરો ફેંકીને આભમાં જ કાણું પાડી દીધું ને કાયમ માટે બૂચ મારી દીધા તારા દાદાના... હવે કોઈ આની આગળ જઈ શકે એવો સવાલ જ નહોતો.”

“સરસ સરસ... પણ પછી શું થયું એની તને હજી ખબર નથી કલ્પા.” તરંગ હજી પણ બોલતા બોલતા તૂટેલા દાંત પર જીભ ફેરવી લેતો હતો.

“અચ્છા તો શું થયું પછી ?”

“સાંભળ... તારા દાદાએ પથરો ફેંક્યો ને એ વાતને થોડા દિવસ વીતી ગયા હતા. કોઈને કંઈ સમજાતું નહોતું કે એ પહાડ જેવડો પથ્થર આભમાં ક્યાં ગયો ? બધા ધીમે ધીમે પોતાના રોજબરોજના કામમાં પરોવાવા લાગ્યા હતા. પણ મારા દાદાને ક્યાંયે ચેન નહોતું પડતું. તેમને થયું કે તે દર વર્ષે પહેલાં આવતા હતા તો આ વખતે કેમ આવું થયું ? તારા દાદા પહેલાં આવ્યા એટલે એમને થયું કે આ કઈ રીતે બની શકે ? આટલા દૂર પથ્થર કોઈ કઈ રીતે ફેંકી શકે ? તેમને થયું કે નક્કી તારા દાદાએ જરૂર કોઈ ગેમ રમી લાગે છે. બધા ગામલોકોને ભેગા કર્યા અને તારા દાદા પર આક્ષેપ મૂક્યો કે આ વાત ખોટી છે. આ રીતે પથ્થર ફેંકી ન શકાય, આટલે દૂર પથ્થર જઈ જ ના શકે.

પણ ગામ લોકો હવે મારા દાદાની વાત માનવા તૈયાર નહોતા. મારા દાદા વધારે નિરાશ થયા. ગામલોકોને પણ હવે તો સૂર્યપ્રકાશ મળવા લાગ્યો હતો. અજવાળામાં તેમને બધું દેખાવા લાગ્યું હતું. પથ્થર કેટલો દૂર ફેંકાયો તેની સાક્ષી ખુદ સૂરજ મોટેમોટેથી પ્રકાશીને આપી રહ્યો હતો. એટલે મારા બાપાની વાત કોઈ સાંભળે એવી શક્યતા જ નહોતી. ગામલોકો પણ હવે આ વાતને અહીં જ અટકાવી દેવા માગતા હતા અને કહેતા હતા કે હવે છોડોને ભાઈ, આવતા વર્ષે તમે એમને હરાવીને વીનર બની જજા... પણ મારા દાદાએ પોતાની જીદ ચાલુ રાખી.

એક દિવસની વાત છે, ગામની વચોવચ આવેલા એક મોટા વડલાની નીચે ગામના વિકાસની વાતો કરવા માટે એક સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં ગામના બધા જ મોભાદાર વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા. તેમાં તારા દાદા અને મારા દાદા પણ હતા. ગામથી થોડે દૂર એક મોટી નદી વહેતી હતી. ગામલોકોને પીવાનું તથા વાપરવાનું પાણી નદીમાંથી લાવવું પડતું હતું. મારા દાદાએ સભામાં ઊભા થઈને સૂચન કર્યું કે, “આપણે એક એવી નહેર બનાવવી જાઈએ કે જેથી નદીનું પાણી આપણા ગામ પાસેથી નીકળે અને તેનો લાભ ગામના દરેક માણસને મળે. વળી આ જ નદીના પાણીને પાઇપ દ્વારા આપણે ઘરેઘરે પણ પહોંચાડી શકીએ. જા ગામ પાસેથી નહેર કાઢવામાં આવે તો ગામને તો પાણી મળે જ, સાથે સાથે ખેતરમાં પણ તે પાણી વાળી શકાય. આ નહેર બનાવવા માટે આપણે મોટો બંધ બાંધવો પડશે.”

વાત સાંભળીને તારા દાદા હસવા લાગ્યા. તેમણે કહ્યું, “અરે ભાઈ, તું પથ્થર ફેંકવામાં જીતી નથી શકતો તો આવડો મોટો બંધ ક્યાંથી બાંધીશ ?”

“પથ્થર ફેંકવો અને બંધ બાંધવો બંને અલગ વાત છે. અને આ બંધ કંઈ મારે એકલાએ નથી બાંધવાનો. આ તો આપણું સહિયારું કામ છે.” મારા દાદાએ વાતને વ્યવસ્થિત સમજાવી.

“તારે તો વળી આમાંય પહેલો નંબર લાવવાનો હશે ને ?” તારા દાદાથી ટોણો માર્યા વગર રહેવાતું નહોતું.

“આમાં નંબર લાવવાનો નથી ભાઈ, આપણે બધાએ એકબીજાની મદદ કરવાની છે.”

“ઓહ તું શું મદદ કરવાનો... મેં ફેંકેલો પથ્થર તો તું શોધી શક્યો નથી.” કહીને તારા દાદાએ અભિમાનમાં મૂછો મરડી. દૂર પથ્થર ફેંકવાને લીધે તારા દાદા અભિમાની થઈ ગયા હતા. વાતે વાતે તે મારા દાદાની મજાક ઉડાડ્યા કરતા હતા. તારા દાદાના મેણાં-ટોણાં સાંભળીને મારા દાદાને હાડોહાડ લાગી આવ્યું, પણ તે કશું બોલ્યા નહીં. તેમની નહેરવાળી વાત તો જાણે હવામાં જ રહી ગઈ. કોઈએ તેની પર ધ્યાન જ ન આપ્યું.

“તાકાત હોય તો મેં જે પથરો ફેંક્યો એ પાછો લાવી આપ તો સાચો માનું.” કહીને તારા દાદાએ મારા દાદાને પડકાર્યા. મારા દાદા પણ હવે તો ગુસ્સાથી રાતાચોળ થઈ ગયા હતા. .

“એમ છે? તો થોડી રાહ જા... તારો ફેંકેલો પથ્થર પાછો ન લાવું તો જીવવું નકામું છે.”

“ઓહોહોહોહ... તો જીવવાનું છોડી દે...” કહીને તારા દાદા જાર જારથી હસવા લાગ્યા.

હવે મારા દાદાથી રહેવાય એવું નહોતું. તે પોતાની જગ્યા પરથી ઊભા થયા અને એ જ ક્ષણે જેટલું શરીરમાં જાર હતું એટલું જાર કરીને આભમાં ઊંચો

આભાર - નિહારીકા રવિયા કૂદકો માર્યો. જારદાર પવનની થપાટ આવી હોય તેમ બધાના માથાનાં ફાળિયાં ઊડી ગયાં. બેઠક આખી હલી ગઈ. જાતજાતામાં તો મારા દાદા ગાયબ ! બધાને વળી આશ્ચર્ય થયું. એમને થયું કે આણે પથરો ફેંક્યો એ હજી પાછો નથી આવ્યો ત્યાં આ વળી આકાશમાં ક્યાં ખોવાઈ ગયા ? બધા તો બબૂચક જેમ જાતા જ રહી ગયા. ઘણી વાર થઈ પણ મારા દાદા પાછા ન આવ્યા. બધાને એમ થયું કે હવે આ તો ગયા. હવે તે ક્યારેય પાછા નહીં આવી શકે.

તારા દાદા મૂછમાં મલક્યા ને બોલ્યા, ‘અભિમાની માણસોની આવી જ હાલત થાય. પોતાનામાં ત્રેવડ ના હોય ને છતાં કોઈની નકલ કરવા જાય એટલે ના રહે ઘરના કે ના રહે ઘાટના.’ તેમની વાત સાંભળી આખી સભા હસવા લાગી.

કલ્પેનને મજા પડવા લાગી હતી. કેમકે એના દાદા તો હજીયે વીનર જ હતા.

સભામાંથી હસતા હસતા એક માણસે કહ્યું કે, ‘ના રહે ઘરના કે ના રહે ઘાટના એમ નહીં, એમ કહો કે ના રહે ધરતીના કે ના રહે આભના...’ આવું સાંભળીને સભા વધારે જાર જારથી હસવા લાગી. એમને તો મફતમાં ફજેતી મળી ગઈ હતી. બધાને ગમ્મત ઉપર ગમ્મત જડતી જતી હતી. બધા મારા દાદાની મજાક ઉપર મજાક કરવા લાગ્યા હતા. અમારા વડવા પરિવારો પણ શરમથી મોં નીચું કરીને બેઠા હતા. કોઈનામાં બોલવાની હિંમત નહોતી.

છેલ્લે હસતા હસતા તારા દાદાએ કીધું કે- ‘ચલો છોડો એ અભિમાનીને... આજે તો બધા જ મારા તરફથી ચા-પાણી પીઓ. તારા દાદાએ તો બધા માટે ચાપાણી પણ બનાવડાવ્યા. તેમની માટે તો આ વિજયના જલસા જેવો પ્રસંગ હતો. વળી મારા દાદા આકાશમાં ખોવાઈ જવાથી મફતમાં પેટ ભરીને હસવાનું પણ મળી ગયું હતું. એટલે એ તો ફૂલ્યા નહોતા સમાતા. તેમને થયું કે આની આટલી ભૂંડી હાર મેં કરી છે તો આખા ગામને પાર્ટી આપું. તેમણે ત્યારે ને ત્યારે જ આખા ગામને પાર્ટી આપવાની જાહેરાત કરી દીધી અને કહ્યું કે, ‘આવતી કાલે સવારે આખા ગામનાને મારા તરફથી પાર્ટી ! બધા સવારે વહેલાં આવી જજા.’ મારા દાદાના પરિવાર તરફ જાઈને ચીપી ચીપીને લાંબા લાંબા લહેકાથી કહ્યું કે, ‘તમે તો ખાઆઆઆસ આવજા હોંઓઓ...’

તેમની આવી હરકતથી આખી સભા ફરી હસી પડી. મારા દાદાનો આખો પરિવાર નીચા મોંએ ઊભો હતો. તેમનામાંથી કોઈના મોઢામાંથી એક શબ્દ સુધ્ધાં નહોતો નીકળતો.

“ક્યાંથી નીકળે શબ્દ ? મારા દાદાના પેંગડામાં પગ ઘાલવા જાય તો આવી જ દશા થાય ને...” કલ્પેન મનમાં ને મનમાં પોતે મારેલા ગપ્પાં ઉપર ગૌરવ લઈ રહ્યો હતો. ‘મારા ગપ્પાને ફોલો કરવા ગયો એમાં આ બાપડો ગોથે ચડી ગયો લાગે છે. એક ક્ષણ માટે તેને થયું કે આ સાલો ગૂંચવાયો છે કે શું ગપ્પુ મારવામાં. સીધી સાદી વાર્તા માંડતો હોય એમ બોલ્યા રાખે છે, કંઈ ગપ્પા જેવું િટ્વસ્ટ તો આવતું જ નથી. મનમાં ઊભરાતા પ્રશ્નો તેણે મનમાં જ દબાવી રાખ્યા ને શાંતિથી વાત સાંભળતો રહ્યો.

“મારા દાદાના ઘરના તો શાંતિથી ઘરે જ સૂઈ રહ્યા. તે આકાશમાં જાઈને આંસુ સારતા રહ્યા ને તે ભાંડવા લાગ્યા કે એવી તો શી જરૂર હતી તમારે એમને ઉશ્કેરવાની. તેણે આકાશમાં પથ્થર આઘો નાખી દીધો તો નાખી દીધો, આભમાં કાણું પાડી દીધું તો પાડી દીધું અને હારી ગયા તો હારી ગયા. એમાં આમ એની એ જ વાતની પાછળ થોડા પડ્યા રહેવાય ? પણ મારા દાદાનો નાનકડો છોકરો બોલ્યો, કે-...

“અલ્યા તારા દાદાનો નાનકડો છોકરો એટલે એ ય છેવટે તો તારા દાદા જ ને... કેમકે આ તો હજારો પેઢી પહેલાંની વાત છે...” શૌર્યએ વચ્ચે ટાપસી પૂરી.

“હા એ જ...”

“એટલે તારા મોટા દાદા પછીની પેઢીના દાદા બોલ્યા એમ કહેને...’ આયુની વાત સાંભળી બધા હસવા લાગ્યા.

“દૂસરે નંબર કે દાદા બોલે, એસે હી બોલ દો ના ભાઈ, તો વાત પતે...” એઝાઝે વાતને વધારે વળ ચડાવ્યો. બધા વધારે જારથી હસવા લાગ્યા.

“હહહહ.... મજાક નહીં પ્લીજ... હમણા જ તો વાત થઈ કે કોઈ પ્રકારની મજાક નહીં કરવાની છતાં બધા ખાખા-ખીખી કરવા માંડ્યા ?”

“ઓકે ઓકે ઓકે...” જિગર બેઉં હાથ આગળ લાવી જાણે હવા નીચે તરફ દવાવતો હોય એમ કહેવા લાગ્યો.

બધા શાંત થયા ને વાત આગળ ચાલી.

“હા, તો વાત ક્યાં હતી ?” તરંગે પૂછ્યું.

“તારા બીજા નંબરના દાદા કંઈક કહેતા હતા.” આયુએ યાદ અપાવ્યું.

“હા તો એ મારા બીજા નંબરના દાદાએ કહ્યું કે, ‘ચિંતા ના કરો. દાદા કંઈ જેવા તેવા નથી અને એ કંઈ સાવ અભિમાનીય નથી, એ તો સ્વાભિમાની છે.” મારા બીજા નંબરના દાદાએ તેમનો પક્ષ લીધો. કેમકે મારા મોટા દાદાએ કાયમ તેમને

આભાર - નિહારીકા રવિયા ચોકલેટો લાવીને ખવડાવી હતી. ગાર્ડનમાં હીંચકા ખવડાવ્યા હતા. મેળામાં લઈ જઈ ચકડોળમાં બેસાડ્યા હતા, કેટલીય વાર વોટર રાઇડો કરાવડાવી હતી ને કેટલાંય કાર્ટૂન મૂવિય બતાવ્યાં હતાં નાનપણમાં...

“કાર્ટૂન મૂવિ ? સાલું હજારો વર્ષ પહેલાં કાર્ટૂન મૂવિ ક્યાંથી આવ્યા ?” ભોંદુએ ફરી ફાંદ ખંજવાળી.

“એના મોટા દાદાનું મોં જ કાર્ટૂન જેવું હશે.” શૌર્યએ કલ્પેનના કાનમાં ફુસફુસ કરી. કલ્પેન મોં પર હાથ દાબી કોઈને ખબર ન પડે એમ હસી પડ્યો.

“એક વાર તો એવું થયું કે મારા મોટા દાદા મારા નાના દાદાને લઈને ફરવા ગયા હતા.” તરંગે વાત ચાલુ રાખી. “સાંજ પડી ગઈ હતી. અરે સમજાને કે રાત જ થઈ ગઈ હતી. રાત પડી એટલે આકાશમાં નાના નાના તારલિયા ઊગી નીકળ્યા. મારા નાના દાદાએ આ તારા જાયા એટલે એમણે તો મારા મોટા દાદા પાસે તારા માંગવાની જીદ કરી. પણ મોટા દાદાએ કહ્યું કે એ આપણા કામની વસ્તુ નથી. પણ મારા નાના દાદા તો બાળક હતા. એ કંઈ સમજે ? એ તો જિદે ચડ્યા કે મારે તો આકાશના તારા જાઈએ જ છે.”

“હહહહ... તારા બીજા નંબરના દાદાએ કહ્યું એમ કહે...’ ભોંદુએ વાત સુધારી.

તરંગે તેની સામે ત્રાંસી આંખે ગુસ્સાથી જાયું અને કહ્યા વિના પોતાની વાત આગળ વધારી.

“મારા બીજા નંબરના દાદાએ જીદ પકડી. મારા મોટા દાદાએ એમને ઘણા સમજાવ્યા પણ નાના દાદા ન માન્યા તે ન જ માન્યા. છેવટે મારા મોટા દાદાએ આકાશમાં હાથ લાંબો કર્યો અને એક મોટો મહાકાય તારો તોડ્યો. પણ આવો મહાકાય તારો નાના દાદા થોડા સાચવી શકે ? મોટા દાદાએ તો તારાને ચારે તરફથી ભીંસથી દબાવ્યો અને એવો દબાવ્યો... એવો દબાવ્યો... કે દબાવી દબાવીને સાવ નાનકડા બટન જેવો બનાવી દીધો અને તારલિયાનું આ બટન નાના દાદાના શર્ટમાં ટાંકી દીધું. મારા નાના દાદાને તો આ તારાનું બટન ખૂબ જ ગમ્યું. તેમણે તો જૂનાં બધાં જ બટન તોડી નાખ્યા ને નવા બટન ટાંકવાનું મોટા દાદાને કહ્યું. મારા દાદાએ સમજાવ્યું કે બેટા એ આપણા ખેતરનો માલ નથી. એ તો આકાશમાં કોઈ ખેતર ખેડે છે ને ? એમાં આ તારાઓ ઊગે છે. એટલે એ આપણાથી ન લેવાય.”

“તો આપણે આપણા ખેતરમાં તારાઓ કેમ નથી વાવતા દાદા ?” નાના દાદાએ પ્રશ્ન કર્યો.

“એ તારા આપણી જમીનમાં ન ઊગે બેટા, એ તો આકાશના ખેતરમાં જ ઊગે. આપણી જમીનમાં તારાને ઊગાડવા માટેનાં પોષકતત્વો નથી. એ ત્તત્વો આકાશમાં જ હોય. આપણે વાવીએ તોય ન ઊગે.”

“તો દાદા તમે ખેતરમાં ખાતર નાખો છો એમ આકાશમાંથી પેલાં પોષકતત્વો લાવીને જમીનમાં નાખો તો ના ઊગે ?”

“ના બેટા, એ તોય ના ઊગે.”

“તો હવે શું કરવાનું ?”

“હવે કંઈ નહીં, તને એક તારો લાવી આપ્યો એ રાખ.”

“પણ મારે તો બીજા તારાય જાઈએ છે.’ નાના દાદાએ જીદ પકડી. આખરે મારા મોટા દાદા તેમની જીદ સામે જુક્યા. તેમણે આકાશમાંથી સાત-આઠ તારા તોડીને એને ચપટીમાં દબાવી-દબાવીને બટન જેવા બનાવી નાખ્યા ને બધા જ તારાના બટન બનાવીને મારા નાના દાદાના શર્ટમાં ટાંકી દીધા. મારા નાના દાદા તો રાજીને રેડ થઈ ગયા. તેમના નાના પહેરણમાં નાના નાના તારલિયા સુંદર રીતે ચમકી રહ્યા હતા. એમનો હરખ માતો નહોતો. એમણે તો જાણે આખું આભ શર્ટમાં ટાંગી દીધું હોય એટલા ખુશ થઈ ગયા હતા.

નાના દાદાએ મોટા દાદાનો આ તારાવાળો કિક્સો ઘરના બધાને સંભળાવીને ધરપત આપી કે દાદા જરૂર પાછા આવી જશે ચિંતા ન કરો. પણ ઘરનાને હજીયે ચિંતા થતી હતી. આખી રાત બધા વિચારતા રહ્યા કે આવતી કાલની પાર્ટીમાં જવું કે ન જવું ? મારા નાના દાદાએ નક્કી કરી લીધું હતું કે પાર્ટીમાં જવું એટલે જવું. તેમણે તો ઘરનાને પણ કહી દીધું કે, ‘હું તો એ પાર્ટીમાં જરૂર જઈશ. મારે જાવું છે કે પાર્ટીમાં બધા દાદાની કેવીક મજાક ઊડાવે છે... મારે એ મજાક મારા સગ્ગા કાને સાંભળવી છે.’ ઘરના બધાએ ના પાડી કે હવે આપણે ત્યાં નથી જવું. પણ મારા નાના દાદા તો પહેલેથી જ જિદ્દી, તેમણે કહ્યું કે, ‘તમે ના આવો તો કંઈ નહીં. હું એકલો જઈશ, પણ જઈશ તો ખરો જ...’ આખી રાત વાદવિવાદ ચાલતા રહ્યા.

સવાર પડી એટલે મારા નાના દાદા ઊઠીને - ફ્રેશ થઈને તારા દાદાને ત્યાં જવા નીકળ્યા. બધાએ ના પાડી પણ રોકાય તો એ મારા નાના દાદા શાના ? એમણે તો ખાલી નેશનલ હાઇવે જ ક્રોસ કરવાનો હતો. તારા દાદાનું ઘર તો સામે જ હતું ને !

મારા દાદા નેશનલ હાઇવે ક્રોસ કરીને પહોંચ્યા તારા દાદાને ઘરે. ત્યાં તો પાર્ટીની પૂરજાશમાં

આભાર - નિહારીકા રવિયા તૈયારી ચાલતી હતી. તારા દાદાએ તો મજાનું ભોજનયંત્ર ફળિયામાં મૂક્યું હતું. જેને જે ખાવું હોય તે તેમાં ડેટા એન્ટ્રી કરી દે એટલે એક મિનિટમાં ભોજનની થાળી તૈયાર... મેગી કરતા ય ઝડપી બોલો !

બધા તો લાઇનમાં ઊભા હતા ખાઉધરાની જેમ. પોતાને ગમતી મીઠાઈનું મેનું બોલતા હતા ને ફટાક દઈને મીઠાઈની ડીસ તૈયાર થઈને બહાર આવતી હતી. તારા દાદા તો એક મોટા ખાટલા પર પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને મૂછોને વળ દેતા દેતા હોકો ગગડાવતા હતા. મારા નાના દાદાને ત્યાં જાયા એટલે તેમણે કહ્યું, ‘અચ્છા તું આવ્યો છે એમ ને... ઘરના બીજા નથી આવ્યા? એમને ય લાવવા ’તાને...’

પણ મારા દાદા કશું બોલ્યા નહીં.

‘તારા દાદા મારા નાના દાદાની સામે જાઈને બોલ્યા- ‘એલાવ... સાંભળો સાંભળો... આ એના દાદાનું નાક કપાતું જાવા આવ્યો છે.’

તેમની આ વાત સાંભળીને આખું ગામ મારા નાના દાદા પર જાર જારથી હસવા લાગ્યું. દૂર દૂર રોડની પેલે પારથી મારા દાદાના પરિવારના પોતાના ઘરની ગેલેરીમાંથી આ બધો તમાશો જાતા હતા. મારા નાના દાદાએ હિંમત કરીને કહ્યું, ‘દાદા તમે થોડી ધીરજ રાખો મારા દાદા આવશે એટલે તમારી બધી જ હવા કાઢી નાખશે.’

તેમની હિંમત જાઈને તારા દાદા તો છક્ થઈ ગયા. ગામના બધાએ કહ્યું કે આવ્યો છે તો ભોજન તો ખાઈ લે. મારા દાદા પેલા ભોજન બનાવતા મશીનની લાઈનમાં જઈને ઊભા રહ્યા. તારા દાદા મારા નાના દાદાની મજાક ઉડાવવા માંગતા હતા એટલે એમણે કહ્યું કે, ‘અલ્યા એય... આ ભૂખ્યાને પહેલાં લેવા દો...’ એમની આવી વાત સાંભળી છતાં મારા દાદા તો કશું ન બોલ્યા. એ તો ભોજનના મશીન સામે જઈને રસોઈનું મેનું બોલવાને બદલે ખાલી મારા મોટા દાદાનું નામ બોલ્યા અને મશીન તો ઘરરરર ઘટ ઘટ ઘટ... કરીને બંધ થઈ ગયું. બધાને થયું કે આ શું થઈ ગયું? તારા દાદા તો ખીજાઈ ગયા.

‘એલા એય... મારું મોંઘા ભાવનું મશીન બગાડી નાખ્યું તેં...’ કહીને એ તો ખાટલામાંથી ઊભા થયા. આપણે ત્યાં ટીવી બગડે ત્યારે કેવા ચારે બાજુથી ઢીંકા મારતા, હલાવતા એમ આ મશીનને ચારે બાજુથી ઢીંકા મારી જાયા, હલાવી જાયું. પણ મશીન તો બંધ એટલે બંધ! તારા દાદાએ મારા નાના દાદાને કહ્યું કે, ‘અલ્યા તેં શું કર્યું મશીનને?’

‘મેં કશું નથી કર્યું દાદા, મશીનના કાનમાં ખાલી મારા દાદાનું નામ બોલ્યો, એમાં તો મશીનને હાર્ટ એટેક આવી ગયો...’ નાના દાદાની આવી વાત સાંભળીને ગામલોકો હસવા લાગ્યા. ગામ લોકોને શું એમને તો હસવાથી મતલબ. આનું ખરાબ કે પેલાનું ખરાબ, હસવા મળે એટલે બહુ.

‘જાયું દાદા ? ખાલી મારા દાદાનું નામ લીધું એમાં તો તમારા મશીનની વાટ લાગી ગઈ તો મારા દાદા પોતે હોત તો શું હાલત થાત ?’ વાત સાંભળીને ગામલોકો તો વધારે હસવા લાગ્યા. પણ તારા દાદાએ તરત જવાબ આપ્યો કે- “દીકરા મારા ! તારા દાદા તો અભિમાનીનું પોટલું છે, એ તો આભમાં ક્યાંય ખોવાઈ ગયા હશે, હવે એ ગયા, ભૂલી જા એમને... એમની હવામાં તું ના ફૂલાતો ફર. એ તો ગયા... એમના નામથી જ ચલાવજે હવે.” આમ કહીને તારા દાદા ફરી ખાટલા પર બેઠા અને મૂછોને તાવ દેતા દેતા હુક્કો ગગડાવવા લાગ્યા.

ત્યાં તો આભમાં કડડભૂસ થઈને એક મોટી તિરાડ પડી. આખું આભ ફાટ્યું હોય એવો અવાજ આવ્યો. કપડું ચીરાય એમ આભમાં એક મોટો ચીરો પડ્યો અને એક જબરદસ્ત ચમકારો થયો. ચમકારાની સાથે જ ધડામ દઈને ફળિયામાં કંઈક પડ્યું હોય એવું લાગ્યું. જાણે આભમાંથી કોઈ મોટી શિલા ના પડી હોય ! ચારેબાજુ ધૂળના ગોટેગોટે ફેલાઈ ગયા. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું નું શું થઈ ગયું એ કોઈને સમજાતું નહોતું.

થોડી વાર થઈ એટલે ધૂળના ગોટા ધીમે ધીમે ઓસરવા લાગ્યા અને વીર યોદ્ધા જેવો મારા દાદાનો ઝાંખો ઝાંખો પડછંદ ચહેરો બધાને દેખાવા લાગ્યો. એમનો કસાયેલો ગ્રીક યોદ્ધા જેવો દેહ, મજબૂત બાવડાં, પહોળી ભૂજાઓ અને હાથમાં વિશાળકાય પહાડી પથ્થર... આહાહાહાહાહા.... જાણે કોઈ મોટું હથિયાર પકડ્યું હોય એમ પકડ્યો હતો. આખું ગામ મોં ફાડીને જાઈ રહ્યું હતું રહ્યું ! એ વખતે આભમાં જે ચમકારો થયેલો ને ? તે ચમકારો બીજું કંઈ નહીં પણ વીજળી હતી. લોકો જેને વીજળી કહે છે તે વીજળી નથી પણ મારા દાદાએ આભમાં જે તિરાડ પાડી હતી ને તે તિરાડ છે ! યુગો પહેલાં મારા દાદાએ આભમાં તિરાડ પાડેલી એ તિરાડના પ્રભાવમાં આજે પણ આભ ધ્રૂજી ઊઠે છે ને વીજળીના ચમકારા થયા કરે છે. એ વખતે તારા

આભાર - નિહારીકા રવિયા દાદાનું મોં તો જાવા જેવું થઈ ગયું હતું. તારા દાદા તો મિંદડીની જેમ ખાટલા પર બેઠા હતા. ધૂળ ઊડવાથી એમનું મોં તો સાવ જાકર જેવું થઈ ગયું હતું. સોરી આવું કહીને હું જાકરનું અપમાન કરું છું.”

તરંગના બધા મિત્રો હસવા લાગ્યા.

“ઢોલિયો, હુક્કો ને તારા દાદા ત્રણેય ધૂળથી લથબથ હતા. મારા દાદા તારા દાદાની પાસે ગયા. તેમણે પોતાનો જમણો પગ ખાટલા પર મૂક્યો અને સ્હેજ નીચે નમીને તારા દાદાના મોં પાસે મોં લાવીને બોલ્યા, “ખરો બળવાન છે તું તો, તેં તો ખરેખર આભ ફાડીને પેલી બાજુ પથરો નાખી દીધો હતો હોં... માંડ માંડ હાથમાં આવ્યો છે આ...” એમ કહીને જે હાથમાં પથ્થર હતો તે હાથ હવામાં ઊંચો કર્યો. એ વખતે જાણે કૃષ્ણએ ગોવર્ધન ઊંચક્યો હોય એવું લાગતું હતું. “તેં તો રેકોર્ડ બનાવી નાખ્યો રેકોર્ડ !” કહીને મારા દાદા તારા દાદાની સામે કટાક્ષમાં હસ્યા. પણ તારા દાદામાં તો હસવાનો વ્હેંત પણ નહોતો રહ્યો. ગામલોકોને તો મફતમાં ફજેતો જાવા મળી ગયો હતો. તારા દાદા માંડ માંડ બીતાં બીતાં બોલ્યા, “પપપ.. પથ્થર તો લાવતા લાવી દીધો, પણ હવે હિંમત હોય તો મારી કરતા આઘો ફેંકી બતાવ...”

ગામ લોકોએ તરત વાતને ઉપાડી લીધી. ‘હા હા ફેંકીને બતાવો... ફેંકીને બતાવો...’

મારા દાદાએ ડોકી મરડીને ગામલોકો સામે જાયું. પોતાના વિશાળ ભાલ પર ઢળી પડેલા વાળને પાછા માથા પર વ્યવસ્થિત ગોઠવ્યા. વેરવિખેર વાળ અને આકર્ષક કસાયેલું શરીર, જાણે આખા શરીરમાં માંસના ચોસલાઓ ગોઠવ્યાં હોય તેવું ખડતલ લાગતું હતું. તેમનું શરીર શૌષ્ઠવ એટલું ઘડાયેલું લાગતું હતું કે અત્યારના સિક્સ પેક ને એઇટ પેક તો એમની આગળ પાણી ભરે !” તરંગે કલ્પાની જીમમાં જઈને બનાવેલી બોડીને પગથી માથા સુધી ટીકી ટીકીને જાઈને કહ્યું.

“મારા દાદાએ તો પડકાર ને ડબલ પડકાર બનાવીને કહ્યું, “જુઓ હું આ પથ્થરને ફેંકું છું અને એ પણ આણે આકાશમાં સૂરજ નામનું જે કાણું પાડ્યું છે એ જ કાણામાંથી બહાર કાઢીશ, બીજું કાણું પણ નહીં પડવા દઉં.”

ગામલોકોમાં બૂમાબૂમ થઈ ગઈ. ‘શું વાત કરો છો... શું વાત કરો છો...’ એવા અવાજા આવવા લાગ્યા. મારા દાદાએ હાથ ઊંચો કરીને બધાને શાંત કરતા કહ્યું.

“હું એ કરીને બતાવીશ, પણ...” એકાદ ક્ષણ માટે તે થોભ્યા અને બધા ગામલોકોને ઉદ્દેશીને કહેતા હોય તેમ બોલ્યા, “પછી આ પથ્થરને લીધે સૂર્યનીયે પેલે પાર જા કોઈ બીજું કાણું પડી જાય અને આખા બ્રહ્માંને નુકસાન જાય તો એની જવાબદારી હું નથી લેવાનો. મંજૂર છે ?”

મારા દાદાની આવી વાત સાંભળીને તારા દાદા હસવા લાગ્યા. એ હસતા હતા ત્યારે તેમની મૂછ અને દાઢીમાં ભરાઈ ગયેલી ધૂળ ધીમે ધીમે નીચે ખરી રહી હતી. ગામલોકોને પણ નવાઈ લાગી. બધા અવાક થઈ મારા દાદા સામે જાઈ રહ્યા. તારા દાદાએ ટોણો મારતા કહ્યું, “અલા તારામાં ઢેફું ભાંગવાની હિંમત નથી ને બ્રહ્માંડને નુકસાન થવાની વાત કરે છે ! છાનો માનો પથ્થર ફેંક એટલે ખબર પડે.” બોલતા બોલતા તારા દાદાને ખાંસી આવી ગઈ. કદાચ આજુબાજુ ઊડતી ધૂળ અને મૂછોમાં ભરાઈ ગયેલી ધૂળ તેમના મોઢામાં જતી રહી હશે.

“જાવું છે તારે ?”

“હા હા બતાવને તારામાં હિંમત હોય તો.”

“પણ જે નુકસાન થાય તેની જવાબદારી તારા માથે તું લેવા તૈયાર હોય તો જ હું પથ્થર ફેંકું, બોલ છે તૈયાર ?”

“હા, જે થાય તેની જવાબદારી મારી, બસ? ફેંક હવે !”

“રહેવા દે કહું છું હજી...” મારા દાદાએ છેલ્લી વાર ચેતવ્યો.

“અરે તારામાં હિંમત નથી એટલે બચાવો કર્યા કરે છે. ફેંકતો હોય તો ફેંક નહીંતર છાનોમાનો ઘરભેગો થા.”

તારા દાદાએ આવું કહ્યું પછી તો મારા દાદા ઝાલ્યા રહે ? એમનું મુખ ધીરગંભીર થયું. ત્રાંસી નજરે આભમાં જાયું. નજર જ એટલી ધારદાર હતી કે હમણા આખું આભ હેઠે પડશે. તેમણે પછી મારા નાના દાદા સામે જાયું અને ધીમેથી મલક્યા. તારા દાદાના ઢોલિયાથી બે ડગલાં પાછા ખસ્યા અને બે હાથ હવામાં ઊંચા કર્યા. એક હાથમાં પહાડ જેવડો પથ્થર અને બીજા ખાલી ! જાણે મારા દાદા સમગ્ર બ્રહ્માંડના બધા જ ગ્રહોની માફી માગતા હોય તેમ તેમનો ચહેરો શાંત અને ગંભીર થઈ ગયો. સૂરજ પણ જાણે પોતાનું બધું જ તેજ માત્ર તેમની પર જ ઢોળી રહ્યો હતો. સ્ટેજ પર કોઈ કલાકાર પર લાઇટ પડતી હોય અને તેની દિવ્યતા દીપી ઊઠતી હોય તેમ મારા દાદાની દિવ્યતા પણ અદ્ભુત દીપતી હતી. હળવે રહીને તેમણે પોતાના હાથ નીચે કર્યા. અને પથ્થરવાળો હાથ હવામાં ઉગામ્યો. પથ્થર

આભાર - નિહારીકા રવિયા ઘડીક હાથમાં ગોળગોળ ફેરવ્યો. થોડીક જ વારમાં પહાડ જેવડો આ પથ્થર એટલો ઝડપથી ગોળગોળ ફરવા લાગ્યો કે જાણે કોઈ વિશાળ પંખો ફરતો હોય. તેના લીધે ચારે બાજુ વાવાઝોડાનું એક વર્તુળ સર્જાવા લાગ્યું. આખું ગામ આ વાવાઝોડામાં લપેટાવા લાગ્યું. કોઈ વિશાળકાય પથ્થર ફરતે કોઈ વિશાળકાય પવનનું કપડું બાંધ્યું હોય તેમ પવન તેની ગોળ ગોળ ફરવા લાગ્યો. ધીમે ધીમે આજુબાજુના ઝાડ, ઘર, સરસામાન બધું આ વાવાઝોડામાં પથ્થર ફરતે ગોળ ગોળ ઊડવા લાગ્યું.

મારા મોટા દાદાએ નાના દાદાને હાકોટો કર્યો કે- ‘નાનકા...’ મારા મોટા દાદા નાના દાદાને લાડમાં નાનકો કહેતા. તેમણે કહ્યું કે, ‘નાનકા... આ બધું ઊડે છે એને જલદી નોખું પાડી દે નહીંતર અનર્થ થઈ જશે...”

મારા નાના દાદા ય કંઈ ગાંજ્યા જાય એવા નહોતા. જે પોતાના શર્ટમાં તારાના બટન ટાંકી રાખતો હોય એ માણસ કંઈ જેવોતેવો થોડો હોય ? હેં ? એમણે તો ઝપ્પ દઈને કૂદકો માર્યો અને હવા પર પગ મૂકતા મૂકતા વંટોળમાં આમથી તેમ દોડવા લાગ્યા. મહાકાય પથ્થર ફરતે વીંટળાયેલા ચક્રવાત જેવા વાવાઝોડામાં જે કંઈ ઊડતું હતું તે બધું વીણીને તેમણે એક બાજુ કરી નાખ્યું. તારા દાદા હજી એમ ને એમ જ ખાટલા પર બેઠા હતા. તેમનો ખાટલો પવનમાં ખેંચાઈ રહ્યો હતો. તેમણે એક હાથે પોતાના માથા પરની પાઘડી અને એક હાથે ઢોલિયો દબાવી રાખ્યો હતો. તેમના માથે બાંધેલા ફાળિયામાંથી એક છેડો આ વાવાઝોડા તરફ ખેંચાઈ રહ્યો હતો. ખાટલાની ઘણી દોરીઓ પણ તૂટી તૂટીને વાવાઝોડામાં ખેંચાવા લાગી હતી. હુક્કો પણ પવનમાં ખેંચાઈ રહ્યો હતો, પણ તારા દાદાએ તેની નળી પગ નીચે દબાવી રાખી હતી. તેથી તે જમીન પર આમથી તેમ આળોટ્યા કરતો હતો. આળોટતા હુક્કાનો અવાજ ખણણણ ખણણ ખણણણ ખણણ એવો આવતો હતો. પણ આટલા વાવાઝોડાની સામે એનો અવાજ ભાગ્યે જ સંભળાતો હતો.

‘નાનકા, સાચવજે...’ એટલું કહીને મારા દાદાએ જારથી આકાશમાં પથ્થર ફેંક્યો. પથ્થર સડસડાટ કરતો આભમાં ગયો. બધા જાતા જ રહી ગયા. બધાને ચિંતા થવા લાગી કે ગયા કામથી. એક ને એક સૂરજના કાણામાંથી આ પથ્થર નીકળે એટલી કોઈ સંભાવના જ નહોતી. ગામલોકો આંખ પર નેજવું કરીને જાઈ રહ્યા હતા. પણ પત્થર તો થોડીક જ વારમાં અદૃશ્ય થઈ ગયો. પથ્થર સૂરજના કાણામાંથી બહાર નીકળીને એનીય પેલે પાર દૂર... દૂર... દૂર... દૂર... ચાલ્યો ગયો હતો. જેવો એ સૂરજ નામના કાણામાંથી પેલી પાર નીકળ્યો કે એક મોટો ઝબકારો થયો. એકાદ સેકન્ડ માટે અંધારું થઈને પાછું અજવાળું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં જબરદસ્ત આંચકો આવ્યો અને બધું જ આ પથ્થર પાછળ ખેંચાવા લાગ્યું. પથ્થર એટલો બધો જારથી ફેંકાયો હતો કે સૂરજ, મંગળ, પૃથ્વી, બુધ, ગુરુ બધા જ આ પથ્થર પાછળ ખેંચાવા લાગ્યા. પથ્થર સડસડાટ કરતો પાંચ હજાર કરોડ પ્રકાશ વર્ષ જેટલો દૂર જઈને ધડામ દઈને કોઈ ચીજ સાથે અથડાયો.”

“પાંચ હજાર કરોડ વર્ષ ? સાલો ગણતરી કરીને બેઠો હોય તેમ બોલે છે.” કલ્પાને મનમાં પ્રશ્ન થયો.

“કોઈ અનન્ય વિશાળ ભીંતમાં કાણું પાડીને પથ્થર નીકળે એમ તેમાંથી એક મહાકાય બાકોરું પાડીને પથ્થર પેલે પાર નીકળી ગયો. મહાકાય એટલે કેવું મહાકાય... ! સૂરજ કરતાં પણ ૬.૮ અબજ ગણું મોટું બાકોરું ! બાકોરાની પેલી પાર કશું જ દેખાતું નહોતું. સાવ અંધકાર, બધું જ કાળું ધબ ! આખા બ્રહ્માંડમાં એવડું મોટું બાકોરું પડી ગયું કે શું કહેવું ? આજકાલ વૈજ્ઞાનિકો આ બાકોરાને બ્લેક હાલ તરીકે ઓળખે છે.”

“પત્તર ફાડી...” શૌર્ય મનમાં બોલ્યો. “તરંગિયો વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો.”

“આજે આટલા યુગો પછી પણ આપણી ગેલેક્સીના બધા જ ગ્રહો પેલા ફેંકાયેલા પથ્થરની પાછળ ખેંચાયા કરે છે અને એક દિવસ બધું જ આ બાકોરા તરફ ખેંચાઈ ખેંચાઈને બાકોરમાં હોમાઈ હશે. તારા દાદાએ સૂરજ નામનું જરીક જેટલું કાણું પાડ્યું તો સામે મારા દાદાએ આખો બ્લેક હોલ જ કરી નાખ્યો. લે લેતો જા...” કહીને તરંગે કલ્પા સામે જાયું. “ફેંકાયેલા પથ્થરની ઝડપ સૂર્યપ્રકાશ કરતાં પણ વધારે હતી. એટલે એની પાછળ બધું પૂરપાટ ઝડપે ખેંચાવા લાગ્યું. આજે પણ કોઈ પ્રકાશ સુધ્ધાં તેના ખેંચાણના એરિયામાં આવે તો તરત તે બ્લેક હાલ તરફ ખેંચાઈ જાય છે. કેટલો ગતિમાં એ પથ્થર ફેંકાયો હશે વિચાર કર...” કલ્પેને તો હા કે ના બોલ્યા વિના એમ ને એમ જ સામે જાઈ રહ્યો.

“હવે આનાથી તો આગળ જવાય એવું હતું જ નહીં, તારા દાદાની તો બકરી બેં થઈ ગઈ. સાચી વાત

આભાર - નિહારીકા રવિયા ને ?” તરંગ કલ્પા પાસે ના પડાવવા માગતો હતો. પણ કલ્પો હજી પણ મૂંગો હતો.

“હહહહ... બોલ તો ખરો અલ્યા કલ્પા, તારી બકરી કેમ બેં થઈ ગઈ ?” બધા હસવા લાગ્યા.

“શાંતિ રાખ ભોંદિયા.” કલ્પો માત્ર એટલું જ બોલ્યો ઉપર આકાશ તરફ જાવા લાગ્યો.

“તે વખતે બધાના મોઢાં તારી જેમ જ આકાશ સામે હતાં.” કલ્પેન સામે જાઈ તરંગે કહ્યું એટલે કલ્પેને માથું નીચું કરી લીધું. “...ને એમ ને એમ પહોળાં રહી ગયા હતા. મારા દાદાએ એક લાંબો શ્વાસ લીધો અને તારા દાદા સામે જાયું.” તરંગે હજી વાત ચાલુ રાખી. “કોઈ માંસલ અને પડછંદ સિંહના પગ પાસે લુચ્ચું શિયાળ ટૂંટિયું વાળીને પડ્યું હોય એમ તારા દાદા ખાટલાનો પાયો પકડીને પડ્યા હતા. તારા દાદાની તો એવી હાલત થઈ હતી કે મારા દાદાની આંખ સામે આંખ નહોતા મિલાવી શકતા. મારા દાદાએ કહ્યું, “જુઓ ગામલોકો, મારે કોઈને કશું બતાવી નહોતું દેવું. મારે ખાલી આ માણસની શાન ઠેકાણે લાવવી હતી. એણે એની જગ્યા અને મર્યાદા સમજવી જાઈતી હતી. જુઓ... કેવો બિચારો-બાપડો થઈને બેઠો છે. યુગો સુધી સેંકડો ગ્રહો આ બ્લેકહાલમાં તણાતા રહેશે ને ધરાબાતા રહેશે. અનેક સંસ્કૃતિઓ નાશ પામશે. આ મહાવિનાશનો એક માત્ર જવાબદાર આ માણસ જ હશે. મેં એને પથ્થર ફેંકવા માટે ચેતવ્યો હતો, પણ એ માન્યો નહીં. હવે એનું પરિણામ સમગ્ર સૃષ્ટિ ભોગવશે.”

ગામલોકો તારા બાપાને ધિક્કારવા લાગ્યા. આજે પણ તારા બાપાના પાપને લીધે આખા બ્રહ્માંડને વિનાશ વહોરવો પડ્યો છે. તારા દાદાએ જીદ ન કરી હોત તો મારા દાદાએ એ પહાડ ન ફેંક્યો હોત અને બ્લેકહાલ પણ ન સર્જાયો હોત. દુનિયાના બધા જ વૈજ્ઞાનિકો આજેય ગોથાં ખાય છે એને સમજવા. પણ હજી સમજી શક્યા નથી.”

તરંગની વાત સાંભળીને કલ્પેન અંદરને અંદર સમસમી ગયો હતો. “એમ કંઈ પથ્થર ફેંકવાથી અવકાશમાં બ્લેક હાલ થોડો થાય ?” એવું મોટે-મોટેથી બૂમ પાડીને કહેવાની ઇચ્છા થઈ ગઈ, પણ તે સાવ ચુપ જ રહ્યો. આખું ગપ્પું કલ્પાના માથામાં જાણે કોઈએ હથોડો માર્યો હોય એમ વાગ્યું હતું. શું બોલવું ને શું ન બોલવું એ તેને સમજાતું નહોતું.

“તારા દાદાએ પત્થર ફેંકીને આ બ્લેકહાલ બનાવ્યો છે એમ ?” શૌર્યએ આશ્ચર્યથી કહ્યું.

“તો શું કંઈ એમનેમ થયું છે આવડું મોટું બાકોરું ?”

“હા ભાઈ હા, તારી વાત સાવ સાચ્ચી છે હોં.” કહીને કલ્પેને રમતનો નિયમ આબાદ પાળી બતાવ્યો. એણે તો ઘણી ના પાડવી’તી કે સાલા ગપ્પાનીયે હદ હોય. તું તો હાંકવામાં કંઈ બાકી જ નથી રાખતો. પણ તેણે એવું કશું ન કર્યું અને હામાં હા જ રાખી.

“સાચ્ચી વાત હોય તો હવે તમે સંભળાવો પ્રભુ...” તરંગે તૂટેલા દાંત પર જીભ ફેરવી.

કલ્પાને તાત્કાલિક એવું કોઈ ગપ્પું સૂઝતું નહોતું કે હવે આની સામે આનાથી મોટું કયું ગપ્પું મારી શકાય ? હવે હું શું કહું? તે ગૂંચવાયો હોય એવું લાગતું હતું. તેનો ચહેરો જાઈને તરત જ તરંગે કહ્યું.

“શું વિચારો છો પ્રભુ ? આંટા ઢીલા થઈ ગયા આપના ?” તરંગે માનવાચક શબ્દમાં મજાક ઉડાવી.

“ધીરજ રાખ, ધીરજ રાખ તરંગિયા...’ કલ્પાએ ગુસ્સે થયા વિના કહ્યું.

“તો બોલ હવે, તારો વારો છે. હુંય જાઉં હવે તું શું ઉકાળે છે.”

કલ્પેન દાઢી પર હાથ ફેરવવા લાગ્યો. નીચલો હોઠ બે આંગળી વચ્ચે પકડીને હોઠ હલાવવા લાગ્યો. તે કંઈક વિચારી રહ્યો હતો. તેને થયું કે કોઈ પણ રીતે હવે તરંગને થાપ આપવાની છે. પણ શું કહું તો થાપ આપી શકાય? આવડા મોટા ગપ્પાની સામે કહેવા જેવું કશું બચ્યું જ નથી. હવે કહેવુંય શું? પણ ગપ્પું તો છેવટે ગપ્પું જ હોય. મોટું કે નાનું ! કંઈક તો મારે આનો જવાબ આપવો જ પડશે.

“હહહહ... તારો ટાઇમ હવે ચાલુ થાય છે કલ્પા...” ભોંદુએ તેનું અમ્પાયરપણું વ્યક્ત કર્યું. “દસ મિનિટ છે તારી પાસે...”

“અંમ્... દસ મિનિટ... દસ મિનિટ... દસ મિનિટ....” એક સાથે ત્રણ વાર બોલી ગયો અને ઠંડી ચડી હોય તેમ બેઉં હાથની હથેળીઓ એકમેક સાથે ઘસવા લાગ્યો.

“જલ્દી કર કલ્પા... દસ મિનિટ પૂરી થતા શું વાર...” શૌર્યએ કહ્યું.

“અરે દસ મિનિટ પહેલાં તો કંઈક આવી જશે, રહે તો ખરો...”

“બોલ બોલ, જલદી બોલ...”

“જા ભાઈ, આપણે તરંગિયા જેવા મહાન ગપ્પેબાજ તો છીએ નહીં.” એમ કહીને પોતાની નમ્રતા વ્યક્ત કરી.

“તો હવે હાર સ્વીકારી લો પ્રભુ.”

“અરે પ્રભુજી આપ સાંભળો તો ખરા...” કલ્પેને પણ તરંગ જેવી જ સ્ટાઇલ મારી.

“હહહહ... પ્રભુ-પ્રભુ કર્યા વિના વાત આગળ વધારોને ટણપાઓ..” ભોંદુ

આભાર - નિહારીકા રવિયા ચીડાયો.

“જુઓ ભાઈઓ, હું તરંગિયા જેટલું નહીં પણ મારી જેટલું તો ગપ્પું મારી શકું ને ?”

“હા, તો માર ને ભૈ...”

“સારું ત્યારે વાત શરૂ કરું.” કહીને કલ્પેને પોતાની વાત શરૂ કરી.

પ્રકરણ ૧૧

“આમ તો આ વાત સાવ સાચ્ચી છે. ગપ્પું નથી.”

તરંગે કલ્પેનને બરાબરની મહાત આપી હતી, આથી તે ખુશ હતો એટલે તેણે હસતા હસતા કહ્યું, “અરે ભાઈ આપણે સાચ્ચી વાત જ કરવાની છે. ગપ્પાં તો મારવાનાં જ નથી. તને શું લાગે છે અત્યારે સુધી જે વાત થઈ એ બધા ગપ્પાં હતાં ?”

“મેં એવું ક્યાં કીધું ?”

“તું કહે છે તો ખરો કે આ વાત સાવ સાચ્ચી છે.”

“અરે તું મારી વાતનો ઊંધો અર્થ કાઢે છે યાર...”

“સારું જવા દે હવે... તું શું વાત કહેવા માંગે છે એ કહે...”

“આ વાત પણ તેં જેમ વાત કરી તેમ યુગો પહેલાની છે. મારા દાદાએ પથ્થર ફેંકી સૂરજ બનાવ્યો અને તારા દાદાએ બ્લેક હોલ બનાવ્યો એની પણ પહેલાંની વાત.”

“એ પહેલાંની વળી કઈ વાત ?” તરંગે પ્રશ્ન કર્યો.

“સાંભળ, કહું છું તને. એ વખતે તો આકાશમાં સૂરજ પણ નહોતો. કેમકે મારા દાદાએ આકાશમાં કાણું જ નહોતું પાડ્યું તો ક્યાંથી સૂરજ હોય ?” કલ્પાની આવી વાત સાંભળી બધા હસવા લાગ્યા.

“સીધી વાત કર.” તરંગે કહ્યું.

“હંમ્... તો આ એ વખતની વાત છે કે જ્યારે સમય પોતે પણ સાવ વેરવિખેર હતો.”

“વેરવિખેર એટલે ?”

“એટલે કે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય જેવું કશું જ હતું નહીં. બધું જ અસ્તવ્યસ્ત હતું. ભૂતકાળ વર્તમાનમાં જતો રહેતો, વર્તમાન ભૂતકાળમાં ચાલ્યો જતો. ક્યારેક ભવિષ્યની ઘટનાઓ પહેલાં ઘટી જતી અને ભૂતકાળની પછી ઘટતી. ટૂંકમાં ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ જેવું કશું સીધેસીધું અસ્તિત્વ ધરાવતું નહોતું.”

“લે... આ કેવું !” આયુએ આશ્ચર્યથી કહ્યું.

“હા, આ એવું જ હતું. માણસ ક્યારેક સીધો ઘરડો જ જન્મતો અને બાળક તરીકે મૃત્યુ પામતો. ક્યારેક તે મર્યા પછી ફરી સમયપટ પર આવી જતો. હવાની લહેરખીઓ કેમ આમથી તેમ ફર્યા કરતી હોય છે, તેમ જ સમય સીધો ચાલવાને બદલે આમથી તેમ ઊડ્યા કરતો હતો. ભવિષ્યની ઘટનાઓ ક્યારેક ઘટ્યા પહેલાં જ ભૂતકાળ થઈ જતી હતી. તો વળી ક્યારેક ભૂતકાળ થઈ ગયેલી ઘટનાઓ થઈ જ ન હોય એમ ફરી-ફરી બનતી હતી. આમાં વર્તમાન જેવું તો કશું રહેતું જ નહોતું. બધું આડું-અવળું જેમ ને તેમ ઘૂમરાતું રહેતું હતું. ક્ષણ, મિનિટ, કલાક જેવું કશું હતું નહીં. બધું માત્ર ‘હતું’ થઈને જ હતું. કશું માપ નહોતું, રમણભમણ હતું બધું.”

“હહહહ... કંઈક સમજાય એવી વાત કરને કલ્પા... ગોળ ગોળ વાત કેમ કરે છે?” ભોંદુએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી.

“ગોળ ગોળ નહીં સીધી જ વાત કરું છું, પણ જે વાત કરવી છે એ વાત જ આવી ગોળ ગોળ અને રમણભમણ છે. એટલે એ વાત તો એ જ રીતે થઈ શકે ને ?”

“પણ તું એકની એક વાત રીપીટ કરતો હોય એવું લાગે છે.” આયુએ કહ્યું.

“ઓકે. સોરી. આગળ વધીએ. મારે કહેવાની મુખ્ય વાત એ છે કે તે વખતે સમય તો અસ્તિત્વ ધરાવતો હતો, પણ તેને પોતાને વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય એવું કશું જ નહોતું. ક્રમ જેવું કશું હતું નહીં. તે વહેતો હતો, પણ સાવ વેરવિખેર વહેતો હતો. વર્તમાન-ભૂતકાળ-ભવિષ્યકાળ બધું એકબીજામાં અદલબદલ થઈ જતું હતું.”

“હહહહ... અરે ફરી પાછી તેં એની એ જ વાત કરી.”

“પણ પછી સમય જતાં એક દિવસ એક માણસ જન્મ્યો. તે ડાયરેક્ટ યુવાન જ પેદા થયો. કલાક બે કલાકમાં તે પાછો બાળક થઈ ગયો. આટલું ઓછું હતું તે પાછો બે મિનિટમાં વૃદ્ધ થઈ ગયો. તે મરવાની અણી પર જ હતો ત્યાં વળી પાછો કિશોર થઈ ગયો. સમયની તોફાની ગર્તામાં તે આમથી તેમ ધકેલાતો રહેતો હતો. દરિયામાં જેમ તોફાન આવે અને મોજાંઓ આમથી તેમ ઉછળ્યા કરે તેમ સમય પણ અણધારી રીતે ઊછળ્યા કરતો હતો. તે કોઈ નિશ્ચિત બંધારણમાં નહોતો. આ માણસ પણ સમયના મોજાંની થપાટોમાં પછડાટો ખાધા કરતો હતો. સમયના આવા વેરવિખેરપણાને લીધે ક્યારેક તો તે પોતાને ને પોતાને જ મળી જતો હતો અને એને પોતાને ય ખબર નહોતી પડતી.

એક દિવસ તે એ ગાડી લઈને જતો હતો અને વચ્ચે એક માણસ આડો આવી ગયો. જાકે ચાર રસ્તા પરનો સિગ્નલ તો બંધ જ હતો. પણ આ માણસે તો સિગ્નલનો નિયમ જ ન પાડ્યો અને એક માણસને ગાડી ઠોકી દીધી, ધડામ દઈને !!...”

ધડામ દઈને... ગાડી સીધી ભોંદુના મગજમાં જ અથડાઈ હોય એવું એને લાગ્યું. એ માથું ખંજવાળવા લાગ્યો. ‘સાલું. જ્યારે સમય જ વેરવિખેર હતો, પૃથ્વી પર સૂર્ય-ચંદ્ર નહોતા, એના દાદાએ કાણું પાડીને સૂરજ પણ નહોતો બનાવ્યો, તરંગના દાદાએ બ્લેકહોલ નહોતો બનાવ્યો, ત્યારે એ માણસ વળી ગાડી લઈને ક્યાંથી આવ્યો ? આટલું ઓછું હતું તો રસ્તા

આભાર - નિહારીકા રવિયા ક્યાંથી આવ્યા ? રસ્તા તો ઠીક પણ ગાડી અને ટ્રાફિકના નિયમો ક્યાંથી આવી ગયા ?’ ભોંદુનું માથું ભમવા લાગ્યું.

તરંગ પણ વિચારતો હતો કે ‘સાલો હરામી... વાત ક્યાં ગોળગોળ ફેરવે છે એ જ કંઈ સમજાતું નથી... એના મનમાં કેટલીય ગાળો આવી ગઈ. પણ વગર બોલ્યે એણે કલ્પાની વાતો સાંભળ્યા રાખી અને કહ્યું, “અચ્છા, પછી શું થયું ?”

“પછી થવાનું શું હતું ? પેલા માણસે જેની સાથે ગાડી અથડાવી હતી તે ગાડી અથડાવનાર માણસ કરતા ઉંમરના નાનો હતો. એ જારથી રોડ પર પટકાયો અને એનો એક પગ ભાંગી ગયો. ગાડીમાં બેસનાર માણસને તો કંઈ થયું નહીં. પણ એ જ્યારે ગાડીમાંથી નીચે ઊતરવા ગયો ત્યારે એ પણ ધડામ દઈને નીચે ફસડાઈ પડ્યો. તે પોતાના પગ પર ઊભો જ ન રહી શક્યો. તેને કંઈ સમજાયું નહીં. તેને થયું કે મારો એક પગ કેમ કામ નથી કરતો. તેણે ધ્યાનથી જાયું તો તેનો પણ એક પગ ભાંગી ગયો હતો. પછી તેને ખબર પડી કે તેણે જેની સાથે ગાડી અથડાવી હતી એ બીજું કોઈ નહીં પણ તે પોતે જ હતો !

તાત્કાલિક તે દવાખાને મલમપટ્ટી કરાવવા ગયો. તે દવાખાને પહોંચવા આવ્યો તે પહેલા તો તેનો પગ એકદમ ઠીકઠાક થઈ ગયો. કેમકે એને જેની સાથે ગાડી અથડાવી હતી એ માણસે તાત્કાલિક જાતે જ મલમપટ્ટી કરી લીધી. કારણ કે તે દવાખાનામાં નોકરી કરતો હતો. એટલે પોતાનો ઇલાજ કઈ રીતે કરવો તે સારી રીતે જાણતો હતો. આ માણસે મલમપટ્ટી કરાવી એટલે પેલા માણસને પણ મટી ગયું. હવે મજાની વાત તો ત્યાં છે કે આ જે દવાખાને જવા નીકળ્યો હતો તે દવાખાનામાં જ એ પોતે નોકરી કરતો હતો. એટલે વળી ફરી એ પોતાને જ ત્યાં મળી ગયો. એને થયું કે આની સાથે તો મેં થોડી વાર પહેલાં ગાડી ભટકાડી હતી એ અહીં ક્યાંથી આવી ગયો. વળી આ તો સાવ સાજા છે, આને તો કંઈ જ વાગ્યું નથી. પણ ક્યાંથી વાગેલું હોય એ તો એનો ભૂતકાળ હતો અને ઘણા સમય પહેલાં એને વાગ્યું હતું અને ઘણા સમય પહેલાં જ એણે એની દવા કરાવી નાખી હતી !

આ માણસ ખૂબ ચકરાવે ચડી ગયો. તે દવાખાનેથી ગાડીમાં પાછો ફર્યો. રસ્તામાં તેણે જાયું કે આજુબાજુ બેન્ડવાજા વાગી રહ્યા છે ને અને બધા જારશોરથી નાચી રહ્યા છે. બહાર શું ચાલી રહ્યું છે તે જાવા માટે તે જેવો બહાર નીકળવા ગયો તો અચાનક કોઈએ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે, “ક્યાં જાય છે ? તારે બહુ બહાર ન નીકળાય, તું વરરાજા છે.”

આ માણસની તો ખોપડી છટકી ગઈ. પણ એ કંઈ વધારે સમજે-કરે એ પહેલાં તો બધાએ તેને ઊંચકીને ઘોડા પર બસાડી દીધો. એના માથા પર ફૂલોથી શણગારેલો એક સોફો પણ આવી ગયો. ચારે બાજુ ધડામધૂમ વાજા વાગવા લાગ્યા. બધા નાચવા લાગ્યા અને અચાનક ઘોડો ભડક્યો ! તેણે જારથી દોટ મૂકી. બીકના માર્યા જાનૈયાઓ ચીચીયારી પાડવા લાગ્યા. બધા નાસો-ભાગોની બૂમો પાડતા-પાડતા દોડવા લાગ્યા. પણ ઘોડો ઊભા રહેવાનું નામ લેતો નહોતો. વળી સાફો એવો પહેરેલો હતો કે મોં આગળ ફૂલની સેરો ઢળેલી હતી એટલે એને બહારનું વધારે દેખાતું નહોતું. તેણે દોડતાઘોડે હાથ વડે ફૂલો હટાવ્યાં અને જાયું તો હેબતાઈ જ ગયો. ચારે બાજુ તલવારો ખખડતી હતી અને મારો-કાપોના અવાજ આવતા હતા. તેને થયું કે હું તો થોડી વાર પહેલાં તો વરરાજા તરીકે પરણવા નીકળ્યો હતો. આ વળી ક્યાં પહોંચી ગયો ?

તેણે જાયું તો એક શ્યામ માણસ રથ હાંકી રહ્યો છે. તેણે માથામાં એક મુગટ પહેર્યો છે અને તેમાં મોરપીચ્છ લાગેલું છે. તેની પાછળ એક મજબૂત બાંધાનો ઘઉવર્ણો બાણાવળી છે. તે ચારેબાજુ તીરનો મારો કરી રહ્યો છે. બીજી તરફ એક ગદાધારી માણસ અનેક સૈનિકોને બેરહેમીથી કચડી રહ્યો છે. બીજી તરફ એક એક વૃદ્ધ ચાંદી જેવી ચમકતી દાઢી અને ખડતલ શરીર ધરાવતો માણસ યુદ્ધના મેદાનમાં બેફામ લડી રહ્યો છે. મહાભારતના કુરુક્ષેત્રની લડાઈના સમયમાં તે આવી ગયો હતો. અચાનક સડસડાટ કૃષ્ણનો રથ તેની બાજુમાંથી નીકળી ગયો ને તેને ખબર પણ ન રહી. બધા સૈનિકો મરો કે મારોની નીતિથી લડી રહ્યા હતા. આ બધું જાઈ તેના મનમાં ધ્રુજારી આવી ગઈ. તેનો ઘોડો અટકવાનું નામ નહોતો લેતો. બીજી જ પળે વળી એકાએક સામેથી એક સૈનિક પૂરપાટ ઘોડો લઈને આવ્યો અને તેણે આની પર વાર કર્યો. જીવ બચાવવા આણે પણ તલવાર કાઢી અને સામે ઊગામી. બંનેની તલવારો સામસામે અથડાઈ અને ખડિંગ દઈને અવાજ આવ્યો. સામેના સૈનિકે એટલો જારથી પ્રહાર કર્યો

આભાર - નિહારીકા રવિયા કે આ માણસ ધડામ દઈને નીચે પટકાયો. બીજા વાર થવાની બીકે તે ઝડપભેર ઊભો થયો અને તલવાર ઉગામવા લાગ્યો. પણ આ શું ? આજુબાજુ જાયું તો યુદ્ધ જેવું કશું હતું જ નહીં.

તે કોઈ ઘરમાં પડ્યો હોય એવું લાગતું હતું. તે ખૂબ ડરી ગયો હતો. તેના ધબકારા વધી ગયા હતા અને તે જારજારથી હાંફી રહ્યો હતો. શું થઈ ગયું એ તેને સમજાતું નહોતું. તેણે થોડા લાંબા શ્વાસ લીધા.

થોડી રાહત થઈ એટલે શાંતિથી જાયું તો તે ડાઇનિંગ ટેબલ પરથી પડ્યો હોય એવું તેને લાગ્યું. તેના હાથમાંથી ખડિંગ દઈને એક ચમચો નીચે પડી ગયો હતો એને લેવા તે નીચે વળ્યો એમાં પટકાયો હતો અને એ જ ચમચો પકડીને તે હવામાં વીંઝવા લાગ્યો હતો.”

“અરે યાર... શું વાત ચાલી રહી છે કંઈ જ સમજાતું નથી.” આયુએ પોતાની મુંઝવણ વ્યક્ત કરી.

“અરે હું એ જ કહેવા માગું છું કે વાત બહુ જ ઑકવર્ડ છે.” કલ્પાએ ગૂંચ સમજાવતા કહ્યું. “કેમકે સમયની વાત છે. સમય સરખી રીતે વહેતો નહોતો એટલે આવી બધી ભૂલો થતી હતી. વર્તમાન ભૂતકાળ થઈ જતો, ભૂતકાળ વર્તમાન થઈ જતો. ભવિષ્યકાળ વર્તમાન બની જતો, વર્તમાન ભવિષ્યકાળ બની જતો... બધું જ આગળ-પાછળ, ઉપર-નીચે, ઊંધું-ચતું થઈ જતું હતું. જેમ કોઈ વિશાળ પંખાની ફરતાં સેંકડો દોરડાંઓ લટકતાં હોય અને પંખો ગોળ ગોળ ફરવાને બદલે આડો-અવળો ફર્યા કરે - આગળ પાછળ ફર્યા કરે અને બધાં જ દોરડાંઓ એકબીજામાં અટવાયા કરે અને ગૂંચો ઉપર ગૂંચો સર્જાયા કરે તેમ સમય પણ આડોઅવળો - આગળપાછળ અને ઊંધીચતી રીતે ગોળગોળ ફરીને અનેક ગૂંચો અને ગૂંચોનીયે ગૂંચો સર્જી રહ્યો હતો. એવી ગૂંચો કે જે ક્યારેય ઉકેલી ન શકાય. પાણીમાં પાણી નાખીએ તો જે રીતે એકમેકમાં ભળી જાય તેમ સમય પણ સમયમાં બરોબરનો ભળી ગયો હતો. તેનામાં કશું ક્રમસર નહોતું બનતું. ન ભૂતકાળ, ન ભવિષ્ય ન વર્તમાન. તે પોતાનામાં જ અટવાયા કરતો હતો.”

“હહહહ... પછી શું થયું ?” સમજાયું ન સમજાયુંની ગૂંચવણમાં માથું ખંજવાળતા ખંજવાળતા ભોંદુએ પૂછ્યું.

“સમયની આ ગૂંચમાંથી છૂટકારો મેળવવા માટે પેલા માણસે ઘણી મથામણો કરી, પણ તે છટકી શક્યો નહીં. રાતદિવસ તે આમાંથી બહાર આવવાનો રસ્તો શોધવા લાગ્યો. અને સૌથી મહત્ત્વની અને સિક્રેટ વાત કહું ?”

“શું ?” આયુએ ફરી આશ્ચર્યભેર કહ્યું.

“એ વખતે પૃથ્વી પર માત્ર એક જ વ્યક્તિ હતી.”

“હેં !”

“હા... માણસનું આયુષ્ય પ્રાચીન ગ્રંથોમાં જાવા જઈએ તો સો વર્ષનું ઉલ્લેખવામાં આવ્યું છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ચોથું સન્યાસાશ્રમ. દરેક ભાગને પચ્ચીસ પચ્ચીસ વર્ષમાં વહેંચવામાં આવ્યા છે. મનુષ્યની સરેરાશ ઉંમર સો વર્ષની આંકવામાં આવી છે.”

“પણ એને ને આને શું લેવા દેવા ?” તરંગે પ્રશ્ન કર્યો.

“ઘણી બધી લેવાદેવા છે. સમયના પેટાળમાં જે કંઈ થતું હતું તે માત્ર આ એક વ્યક્તિને જ આધીન હતું. દરેક સેકન્ડે સમય બદલાતો હતો. એટલે દરેક સેકન્ડે વ્યક્તિ પણ બદલાતી હતી.”

“તું યાર બહુ ગૂંચવણો ઊભી કરે છે કલ્પા.”

“થોડું અઘરું લાગશે, પણ મારી વાત સમજવાનો પ્રયાસ કર. એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય ?”

“૬૦.” શૌર્યએ જવાબ આપ્યો.

“હંમ્... તો એક કલાક બરાબર કેટલી મિનિટ થાય ?”

“હહહહ... ૬૦. શું ડોબા જેવા પ્રશ્નો પૂછ્યા કરે છે ?”

“તો એક કલાક બરોબર કેટલી સેકન્ડ થાય ?”

શૌર્ય માથું ઊંચું કરીને વિચારવા લાગ્યો. “૬૦ ગુણા ૬૦. છાંયો છાંયો છત્રીસ, એટલે... ૩૬૦૦ સેકન્ડ થાય એક કલાકની.”

“એક કલાકની ૩૬૦૦ સેકન્ડ બરોબર ? તો એક દિવસની એટલે કે ૨૪ કલાકની કેટલી સેકન્ડ થાય ?”

“અલ્યા તું બધાનું ગણિત પાક્કું કરાવે છે કે તારી વાર્તા માંડે છે ?”

“તું બોલ તો ખરો...”

“કેલક્યુલેટર જાઈએ એની માટે તો...”

“હહહહ... આ મોબાઇલ શું કામનો છે. લે... કર ગણતરી...” ભોંદુએ ચશ્માં ઠીક કરતાં કરતાં આયુની સામે મોબાઇલ ધર્યો. આયુએ મોબાઇલ લઈ સીધો શૌર્યને ધરી દીધો. શૌર્યએ વગર બોલ્યે મોબાઇલ લઈ લીધો અને ગણતરી શરૂ કરી.

“૨૪ ગુણા ૩૬૦૦...” બોલતા બોલતાં તેણે મોબાઇલમાં કેલક્યુલેટર ખોલી તેમાં ટાઇપ કર્યું. “ઓહ્હો... ૮૬,૪૦૦ સેકન્ડ.”

“હંમ્... તો એક દિવસની ૮૬,૪૦૦ સકેન્ડ થાય. બરોબર? હવે બીજી એક ગણતરી કર. એક વર્ષની કેટલી સેકન્ડ થાય ?”

“અરે ભાઈ તું કરવા શું માંગે છે ?” હવે શૌર્ય પણ પ્રશ્ન કરવા લાગ્યો.

“તું કર તો ખરો.”

“એક વર્ષના દિવસો ત્રણ સો ને પાંસઠ...” બોલતાં બોલતા શૌર્યએ માથું

આભાર - નિહારીકા રવિયા ખંજવાળ્યું. “૩૬૫ ગુણ્યા ૮૬,૪૦૦ એટલે જવાબ આવે... થ્રી, વન, ફાઇવ, થ્રી, સિક્સ અને થ્રી ટાઇમ ઝીરો.”

“એટલે કેટલા થાય ?” ભોંદુએ માથું ખંજવાળ્યું.

“એટલે એકત્રીસ કરોડ પાંચ લાખ ને છત્રીસ હજાર...”

“મતલબ કે એક વર્ષમાં ટોટલ એકત્રીસ કરોડ પાંચ લાખ ને છત્રીસ હજાર... સેકન્ડ થાય.”

“હહહહ... પણ ક્યારેક દિવસ ઓછો કે વધુ થાય તો એટલી નાયે થાય...”

“પણ આપણે તો સરેરાસ વર્ષના ૩૬૫ દિવસની ગણતરી પ્રમાણે ચાલીએ તો આટલા જ થાય ને ?...”

“હહહહ... પણ તું કરવા શું માંગે છે એ કહેને યાર...”

“કહું છું, કહું છું, એક વર્ષની આટલી સેકન્ડ થાય તો સો વર્ષની કેટલી સેકન્ડ થાય એ જા તો ?” કલ્પાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું. શૌર્ય માથું ઊંચું કરીને તેની સામે જાઈ રહ્યો.

“અરે તું મારી સામે જાયા વગર ગણતરી કરને... ટણપા...”

“ઓકે. જાઉં છું. ૩૧,૫૩૬,૦૦૦ ગુણ્યા ૧૦૦. એટલે જવાબ આવે એકત્રીસ, પાંચ, છત્રીસ અને પાછળ પાંચ મીંડાં !”

“પણ એટલે કેટલા થાય ?” આ વખત આયુએ માથું ખંજવાળતા ખંજવાળતા પૂછ્યું.

“જાવું પડશે.” શૌર્ય પણ અટવાયો.

“મારી પાસે લાવ.” તરંગ બોલ્યો. તે ધ્યાનથી આંકડાઓ જાવા લાગ્યો અને ગણતરી કરવા લાગ્યો. “ત્રણ અબજ, પંદર કરોડ અને છત્રીસ લાખ... થાય.”

“ઓહ બાપ રે... એટલે એક માણસ જા સો વર્ષ જીવે તો એના ભાગમાં ત્રણ અબજ, પંદર કરોડ અને છત્રીસ લાખ...સેકન્ડ આવે એવું થયું ને ?...” શૌર્યએ આશ્ચર્યથી મોઢું પહોળું કરતા કહ્યું.

“એ વાત આપણે બાજુ પર મૂકીએ. હવે મૂળ વાત પર આવીએ.” કલ્પાએ વાત પોતાના હાથમાં લીધી. “એક માણસનું સરેરાસ આયુષ્ય સો વર્ષનું ગણીએ તો એ વખતે પૃથ્વી પર ૩,૧૫૩,૬૦૦,૦૦૦ લોકો હતા એવું કહી શકાય. અને સૌથી રહસ્યની વાત એ છે કે આ બધા જ લોકો એટલે કે ૩,૧૫૩,૬૦૦,૦૦૦ લોકો કોઈ બીજા નહીં પણ એક જ વ્યક્તિ હતી. વર્તમાન, ભૂતકાળ ભવિષ્ય બધામાં એ વ્યક્તિ ફર્યા કરતી હતી. પોતાને જ મળતી, પોતાને જ પ્રેમ કરતી, પોતાને જ નફરત, પોતાની સાથે જ ઝઘડો કરવાનો, બધું એટલે બધું એક જ વ્યક્તિ !”

“હહહહ... બધું એટલે બધું એક જ વ્યક્તિ... ?” ભોંદુએ વિચિત્ર રીતે આંખો પહોળી કરીને પ્રશ્ન કર્યો.

“હા, બધું એટલે બધું જ...”

“હહહહ.... એટલે પેલો પ્રેમ પણ એક જ વ્યક્તિ કરતી હતી ?” કહીને ભોંદુએ આંખ મારી.

“હહહહ... હા, પેલો પ્રેમ પણ એક જ વ્યક્તિ કરતી હતી.” કહીને કલ્પાએ પણ તેની સામે આંખ મારી. બધા હસી પડ્યા, પણ તરંગ કલ્પાની વાત પર બરોબર મીટ માંટીને બેઠો હતો.

“પણ જ્યારે એ વ્યક્તિને જાણ થઈ કે આ બધું હું એક જ કરી રહ્યો છું, ત્યારે તેની આંખો પણ તારી જેવી જ પહોળી થઈ ગઈ હતી ભોંદિયા ! હવે તેને સમયની ચુંગાલમાંથી છૂટવું જ હતું. કોઈ પણ રીતે અને કોઈ પણ ભોગે. પણ કઈ રીતે તે તેને સમજાતું નહોતું. તે ખૂબ અસમંજસમાં હતો. રાત-દિવસ પળેપળ તે વિચાર્યા કરતો હતો કે આ અસ્તવ્યસ્ત સમયના દરિયામાંથી કઈ રીતે બહાર આવવું ? તેણે એક યંત્ર બનાવવાનું વિચાર્યું. પણ તે યંત્ર પણ બનાવી શકતો નહોતો. તે જેવો યંત્ર બનાવવા કોઈ સાધન સામગ્રી એકઠી કરતો કે તરત જ સમયની થપાટમાં તે બીજા કાળમાં ચાલ્યો જતો. યુવાન, બાળ, વૃદ્ધ બધું તે જ હતો. તે મરવાનો નહોતો. કેમકે સમયની થપાટો પર આમથી તેમ જવાનું તેને ફાવી ગયું હતું. મૃત્યુ આવે તો તે પોતાને પાછો લઈ આવતો. ઘણા યુગોના જીવન પછી તેને સમજાયું કે મારે પોતાની અંદર જ એક યંત્ર બનાવવું પડશે કે જે સમયના પ્રવાહી મોજાંઓ પર તરી શકે.

ઘણાં વર્ષોની મહેનત પછી તેણે પોતાની અંદર જ એક અજાબય યંત્રનું સર્જન કર્યું. આત્મયંત્ર દ્વારા તે સમયના વિશાળ દરિયામાં ઊછળી રહેલાં મોજાંઓ પર તરતો તરતો છેક કાંઠે પહોંચ્યો. માંડ માંડ તે આ સ્થળે પહોંચ્યો હતો. જ્યાં નજર પહોંચે ત્યાં સમય જ સમય હતો. તે સમયની બહાર ઊભો હતો ! ઊભા ઊભા તેણે નિરિક્ષણ કર્યું કે આમ કેમ થઈ રહ્યું છે ? સમજવામાં તેને બીજાં સેંકડો વર્ષો થઈ ગયાં. પણ હવે તેને ઉંમરની કે સમયમાં થપાટો ખાવાની તમા નહોતી. કેમકે તે સમયની બહાર હતો, તેને કાળ નાથી શકે તેમ નહોતો. તેની પાસે અનંત જીવન હતું. સો વર્ષના ચક્રની બહારનું જીવન ! યુગોના રિસર્ચ પછી આખરે તેને એક સત્ય લાદ્યું. તેને સમજાયું કે સમય પોતે હજી બાળક છે. તે ભાન ભૂલેલો છે. તેને કઈ રીતે વહેવું, કઈ રીતે હાલવું ચાલવું તેની ગતાગમ નથી. એના લીધે તેના ગર્ભમાં જે કંઈ પણ છે, તેના ચિત્તમાં જે કંઈ ઊછરી

આભાર - નિહારીકા રવિયા રહ્યું છે તે કોઈ નાના બાળકની જેમ તરંગાતું રહે છે - આમથી તેમ વમળો ખાતું રહે છે - આગળ-પાછળ, ઉપર-નીચે અને ઊંધું-ચતું થતું રહે છે. જા સમયને વ્યવસ્થિત અને ક્રમમાં ચાલતાં શીખવવામાં આવે તો શક્ય છે કે બધું ક્રમબદ્ધ થવા લાગે !

આ માણસના મનમાં એક આશા જાગી. તેણે સમયને નાના બાળકની જેમ બૂચકાર્યો. સમય પણ ગેલમાં આવી ગયો. તેણે સમયને કહ્યું, ‘સમય ચાલ, હું તને ચાલતા શીખવાડું. તું આમથી તેમ કૂદ્યા કરે છે એના લીધે થાકી જાય છે અને બરોબર ચાલી પણ નથી શકતો.’ સમય એ માણસની સામે જાઈ સ્મિત કરવા લાગ્યો. સાવ નાનાં બાળક જેવું નિર્દોષ સ્મિત !”

તરંગને થયું કે આ હરામી શું માથું ખાય છે આવું તો કંઈ હોતું હશે ? ગપ્પાંમાં સાલો બધાનો બાપ થાય એવો છે. કંઈક તો હકીકત જેવું હોવું જાઈએને... પાછો મને કહેતો હતો કે હું સાચી વાત કરવા જાઉં છું. હરામી સાલો... ગપ્પાં પરની તેનું એકહથ્થું શાસન પણ ખતમ થતું હોય તેવું તેને લાગતું હતું.

“આ માણસની વાત સાંભળી સમય તેની સામે જાવા લાગ્યો અને એકદમ સ્થિર થઈ ગયો. એક ક્ષણ માટે તે આની સામે જ જાઈ રહ્યો. ત્યારે આખી દુનિયા સ્થગિત થઈ ગઈ. મુક્ત હવામાં જાણે આખું બ્રહ્માંડ ચોંટ્યું હતું. અરે ! સ્વયં આ માણસ પણ સમયની બહાર હોવા છતાં સ્થગિત થઈ ગયો. તેણે કહ્યું કે, ‘તું થોભીશ નહીં. વહેતો રહે.’ વળી સમયે વહેવાનું ચાલું કર્યું. ફરીથી બધું જ ઊથલપાથલ થવા લાગ્યું. એનાં મોજાં આ માણસના પગ પાસે આવીને ઓસરતા હતા, તે છેક સમય-સમુદ્રના કાંઠે ઊભો હતો.

જેમ કોઈ ગોવાળ ગાયને પસવારે તેમ તેણે સમયને ધીરે ધીરે પસવાર્યો. એની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ‘સમય, તારી પર આખી દુનિયા નભેલી છે. તું વેરવિખેર રીતે વહીશ તો દુનિયામાં બધું વેરવિખેર જ રહેશે. દુનિયાનો કોઈ ચોક્કસ ઢાંચો નહીં બંધાય. કશું જ ક્રમાનુસાર નહીં થઈ શકે. તારે એક પ્રવાહમાં બંધાવું પડશે. જેમ નદી સતત અને નિરંતર વહેતી રહે છે એમ તારે પણ વહેવું પડશે. જેથી તારી સપાટી પર સૃષ્ટિનાં વહાણ તરી શકે. આ માણસ સમયને ધીરે ધીરે વ્યવસ્થિત ક્રમબધ્ધ રીતે ચાલવાનાં પાઠ શીખવવા લાગ્યો. સમય પણ તોફાની બાળકની જેમ તોફાન કરતો કરતો બધું શીખવા લાગ્યો. યુગોના યુગો આ ચાલ્યું. આ દરમિયાન અથાગ મહેનતથી પેલા માણસે, ગૂંચવાયેલા વાળને કાંસકીથી વ્યવસ્થિત ઓળવામાં આવે તેમ તેણે સમયને ઓળી નાખ્યો. સેંકડો યુગો સુધી તે માણસ ખરબો ગણા મોટા સમયના પીંડને વ્યવસ્થિત બાંધતો રહ્યો - તેને ક્રમાનુસાર વહેવાના પાઠ શીખવતો રહ્યો. યુગોના યુગો પછી પણ આ માણસની ઉંમર તો એની એ જ રહેતી હતી, કદાચ તે સમયના મહાકાય પીંડની બહાર હતો એટલે વર્તમાન-ભૂતકાળ કે ભવિષ્યની કશી જ અસર તેને થતી નહોતી. તે આ બધાથી પર હતો.

સખ્ખત મહેનત અને પોતાની આગવી બુદ્ધિથી ધીમે ધીમે તેણે સમયના પાણીને વ્યવસ્થિત રીતે એક પ્રવાહમાં વહેતા શીખવી દીધું. જ્યારે તેને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે હવે સમય વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે વહેતા શીખી ગયો છે, ત્યારે તેણે સંતોષનો મોટો શ્વાસ ભર્યો. પછી તે સમયના કાંઠે આવેલા એક ઊંચા શિખરની ટોચ પર ગયો. અને ત્યાંથી સમયના વિશાળ સમુદ્રમાં ધૂબકો મારી દીધો. ધૂબકો મારીને સીધો આ દુનિયામાં આવી ચડ્યો.”

“હહહહ.... આ દુનિયામાં આવીને પછી તે ક્યાં ગયો?” વાતમાં તલ્લીન થયેલા ભોંદુએ આતુરતાથી પૂછ્યું.

“અત્યારે એ માણસ તમારી સામે બેઠો છે.” આટલું કહીને કલ્પેને એક હાથ છાતી પર મૂકી માથું નીચું નમાવ્યું...

“હેં...” બધાના મોંમાથી એકસાથે નીકળી ગયું.

એ જ વખતે શૌર્યએ કલ્પાના બરડામાં જારથી ધબો મારીને કહ્યું, “ભૂક્કા કાઢી નાખ્યા !”

પ્રકરણ ૧૨

તરંગના મગજનો સમય અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. “કલ્પાના આવા ફેંકું ગપ્પાંને કેમ માની શકાય ?” તેનું માથું બહુ ભારે થઈ ગયું હતું. તરંગી વાતોમાં તેને કોઈ પહોંચી શકે તેમ નથી એવી તેની તમાનો પણ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. પણ તે એમ હાર માને એવો નહોતો. આયુ તરંગના મોં પરની ગંભીરતાને પામી ગયો હતો.

“તરંગિયા, તારામાં જે તાકાત છે એની તને ખબર નથી, તું હજી પણ તેને હરાવી શકે તેમ છે.” ધીમા અવાજે આયુષ્યએ તરંગને આશ્વાસન આપતો હોય તેમ કહ્યું.

તરંગે મોં એમ ને એમ જ રાખી ત્રાંસી આંખે તેની સામે જાયું. એકાદ બેપળ તેની સામે જાઈ રહ્યા પછી તૂટેલા દાંતપ પર જીભ ફેરવતાં ફેરવતાં તેની સામે ફીક્કું હસ્યો. જાણે તે કહી ન રહ્યો હોય કે- “ભાઈ, તારા આશ્વાસનની મને જરૂર નથી.”

“હહહહ.... તરં...”

“કલ્પા... કલ્પા... કલ્પા... વેરી ગુડ... વાતને જબરો વળ ચડાવ્યો તેં...” ભોંદુની વાત પૂરી થાય તે પહેલાં જ તરંગે કલ્પાને ઉદ્દેશીને કહ્યું.

“હંઅં...” નાકમાંથી શ્વાસ બહાર ફેંકી કલ્પાએ ખંધું હાસ્ય કર્યું. “તો મને લાગે છે અમારી ટીમ જીતી ગઈ એવી જાહેરાત ભોંદિયાએ કરી દેવી જાઈએ... શું કહેવું છે ભોંદું ?”

“એ... હજી તરંગ પાસે વિચારવાનો ટાઇમ છે, એ ટાઇમ પૂરો થાય પછી તમે કહેજા.” આયુએ ગુસ્સે થઈને કહ્યું.

“હહહહ... તરં...”

“જ્યારે સૂર્ય, ચંદ્ર, ધરતી કે ખુદ સમય જેવું પણ કંઈ જ નહોતું ત્યારે માત્ર ઈશ્વર હતો !” ફરી ભોંદુનું વાક્ય કાપીને તરંગે પોતાની વાત શરૂ કરી. “તે સાવ એકલો અટુલો બ્રમાંડના નિરાકાર અવકાશમાં ફર્યા કરતો હતો. તેની પાસે કંઈ જ પ્રવૃત્તિ નહોતી.”

“હહહહ... તું કહે તો ખરો કે હું મારી વાતની શરૂઆત કરું છું.” ભોંદુએ થોડા ગુસ્સે થઈને કહ્યું.

“એમાં કહેવાનું થોડું હોય. એ સમજી જવાનું હોય.”

“હહહહ... એમ સમજી જવાથી જ બધું થતું હોત તો આપણે આ શરત થોડી રાખી હોત ? આપણે પણ આપણી મેળે જ હાર અને જીતને સમજી લેત ને ?”

“સારું ત્યારે હું તારી રજા લઈ લઉં. હું મારી વાત શરૂ કરું ભોંદુભાઈ ?” વિદ્યાર્થી શિક્ષકની રજા માગતો હોય એવી સ્ટાઇલમાં તરંગ બોલ્યો. બધા જ હસી પડ્યા.

“હહહહ.... હા, વાત શરૂ કરો તરંગભાઈ !” ભોંદુએ પણ શિક્ષક જેવી જ અદાથી જવાબ આપ્યો.

“કલ્પાના દાદાએ આકાશમાં કાણું પાડી સૂરજ બનાવ્યો, તો મારા દાદાએ એનાથીયે આગળ જઈને બ્લેકહોલ બનાવી નાખ્યો, તો વળી કલ્પાએ એનાથી પણ આગળની વાત કરી અને અસ્તવ્યસ્ત સમયને ઠીક કર્યો. પણ હું હવે એનાથી પણ આગળની વાત કરવા માગું છું.”

“કઈ વાત ?” શૌર્યએ આંખો મોટી કરી પૂછ્યું.

“સૂરજ, બ્લેક હોલ, સમય, તમે, હું અને આ બધું જ સર્જવામાં એક અલૌકિક તત્વનો હાથ છે. જ્યારે આમાંથી કશું જ નહોતું, ત્યારે માત્ર તે તત્વ હતું.”

તરંગે પોતાની વાતની માંડણી કરી એટલે આયુને થોડો હાશકારો થયો અને લાગ્યું કે જરૂર તરંગ કોઈ વાત ખોળી કાઢશે.

“એ વખતે ઈશ્વર સાવ એકલો અટુલો બધે ફર્યા કરતો હતો. તેની આસપાસ કશું જ હતું નહીં. પોતાની એકલતાથી કંટાળીને તેણે કંઈક વિશેષ સર્જન કરવાનું વિચાર્યું. પણ તે સર્જન શું હોઈ શકે તેની વિમાસણમાં તે હતો. બહુ વિચાર્યા પછી આખરે તેણે સૃષ્ટિ બનાવવાનું વિચાર્યું.

સૌ પ્રથમ તેણે બે વિશાળ અવકાશી ચાદર બનાવી. એકનું નામ અંધકાર અને બીજી અજવાસ. બંને ચાદર ટ્રાન્સપરન્ટ હતી. સાવ પાતળી, હવા જેવી. ચાદર બનાવીને તે વિચારવા લાગ્યો કે ખાલી કાળી અને ધોળી ચાદર બનાવીને શું કરવું, હવે કંઈક તો બીજું કરવું જ જાઈએ. તે ચાદરમાં નકશીકામ કરવા બેઠો. ચાદર અંદર તેણે અનેક તારાઓ, સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રહો ટાંક્યા. ગ્રહો ટાંકીને તે તેને જાવા માટે બેઠો કે હવે ચાદર કેવી લાગે છે ? ચાદરની અંદર અનેક ગ્રહો અને ગેલેક્સીઓ તરી રહી હતી. તેને હજી પણ ઘણી ખામી લાગતી હતી. બધા એક સરખા રંગના ગ્રહો તેણે બનાવ્યા હતા. તેણે ગ્રહોને રંગવાનું શરૂ કર્યું. સૂર્યને તેણે પીળા-કેસરી અને આગની જ્વાળાઓથી ધધકતા રંગથી રંગ્યો. રંગવાની સાથે જ તેમાંથી પ્રચંડ જ્વાળાઓ ફૂટવા લાગી. તેના તેજમાં ચંદ્ર અને બીજા તારાઓ દેખાવાના બંધ થઈ ગયા. પછી તેણે શનિ ગ્રહને રંગ્યો અને તેની ફરતે અનેક રંગના વર્તુળો કરી આપ્યા. વર્તુળો જાઈને તેને આનંદ થયો. તેણે મંગળને કેસરી બનાવ્યો. ગુરુને થોડો ભૂખરો બનાવ્યો આમ બધા ગ્રહોને રંગતો રંગતો તે પૃથ્વી પાસે આવ્યો.”

પોતાની વાત રજૂ કરતા કરતા તરંગ જાણે બધા જ

આભાર - નિહારીકા રવિયા ગ્રહો પોતાના હાથમાં હોય અને એ પોતે જ તેને રંગી રહ્યો હોય તેમ બોલ લઈને ડેમો બતાવી રહ્યો હોય તે અદામાં વાત કરી રહ્યો હતો.

“પૃથ્વીને તે વિશેષ રંગથી રંગવા માગતો હતો. બધા ગ્રહોને રંગ્યા પછી તે ફરી થોભ્યો. થોડું વિચાર્યા પછી તેણે પીંછી ફરી હાથમાં લીધી. વાદળી રંગમાં બોળીને તેણે પૃથ્વી ફરતે આકાશ બનાવ્યું. પીંછીના પાછળના ભાગથી તેણે પૃથ્વીમાં થોડા ખાડા પાડ્યા અને તેમાં પાણી ભર્યું. ધરતી પર પાણી પાણી થઈ ગયું. દરિયા અસ્તિત્વ માં આવ્યા. પછી પીંછી ખંખેરીને પહાડો ઊભા કર્યા. પીંછીને જરા પહાડો પર નીચોવી તો નદીઓ દદડવા લાગી. દરિયાની આસપાસ તેણે અનેક વનસ્પતિઓ ઉગાડી. તેમાં ફૂંક મારીને પવનને વહેતો કર્યો. વૃક્ષોનાં પાંદડાં પવનમાં ફરફરવા લાગ્યાં. દરિયાના મોજાંઓ મોટે મોટેથી ઉછળીને કાંઠા પરની શિલાઓ સાથે અથડાઈને પાણી ઉડાડવા લાગ્યા. બધું જ સુંદર થઈ રહ્યું હતું. પવનના સૂસવાટા, ઉછળતા મોજાંઓનો ઘૂઘવાટ, જુદા જુદા પહાડો આ બધું પૃથ્વીને કંઈક વિશેષ બનાવતું હતું. સૃષ્ટિ સર્જીને ઈશ્વર થાક ખાવા બેઠો.

તેને લાગ્યું કે તેણે ઉત્તમ સર્જન સર્જી નાખ્યું છે. તે રોજ તેને જાયા કરતો. પણ બધું એકધારું ચાલ્યા કરતું હતું. તેને હજી પણ કશાકનો અભાવ લાગતો હતો. શું ખૂટે છે તે તેને સમજાતું નહોતું.

આખરે તેણે સૃષ્ટિ પર જીવસૃષ્ટિનું નિર્માણ કરવાનો વિચાર કર્યો. પોતાના વિચારને સાકાર કરવા માટે તેણે એક આત્માનું નિર્માણ કર્યું. આત્માનું નિર્માણ કરીને તે રાજીનો રેડ થઈ ગયો. પણ આત્મા તો આકારવિહીન હતો. તે આત્માને દરરોજ રમાડ્યા કરતો. તેને સૃષ્ટિ ઉપર આમથી તેમ દોડાવતો. વૃક્ષોમાં હરિયાળી થઈને ફેરવતો, પવનની લહેરખીઓમાં ઉડાડતો. દરિયાનાં મોજાંઓ પર બેસાડીને કૂદકા મરાવતો. ઈશ્વરને પોતાનું આ સર્જન ખૂબ ગમતું. આત્મા પણ એવો જ ચંચળ હતો. તે ક્યારેય ઝંપીને બેસતો જ નહીં. ઈશ્વરને પણ ઝંપવા દેતો નહીં. તેને સતત ને સતત કંઈક ને કંઈક રમત જાઈતી હતી. રમત રમ્યા વિના તેને ચેન પડતું નહોતું.

ઈશ્વરને હજી ઘણું બધું સર્જવું હતું, ઘણું બધું બનાવવું હતું, પણ આત્મા તેને નવરો જ નહોતો પડવા દેતો. ઈશ્વર પણ હવે તો આત્માથી કંટાળવા લાગ્યો. તેને લાગ્યું કે હવે કોઈ પણ રીતે મારે આનાથી છૂટકારો મેળવવો જ પડશે. તેણે આત્માનો નાશ કરવાનું વિચાર્યું. પણ તેનું હૃદય પીગળી ગયું. પોતાના ઉત્તમ સર્જનનું નાશ કરતા તેનો જીવ ચાલતો નહોતો. રમતિયાળ આત્માને ઈશ્વર રમતો રમાડી રમાડીને કંટાળી ગયો. આત્માને સતત રમતો જાઈતી હતી. એક રમત પૂરી થાય એટલે તરત બીજી, બીજી પૂરી થાય એટલે તરત ત્રીજી, પછી ચોથી, પાંચમી... ઈશ્વર ક્યાં સુધી તેને સમય આપ્યા કરે ?

ઈશ્વરને લાગ્યું કે મારે આત્મા માટે કોઈ ચોક્કસ રમત બનાવવી પડશે કે જે ક્યારેય ખૂટે જ નહીં, અને તે રમતો રમ્યા કરે... રમ્યા કરે... રમ્યા જ કરે.. અને હું પણ ફ્રી થાઉં. તે ઘેરા ચિંતનમાં ડૂબી ગયા. ઘણા બધા ચિંતન પછી આખરે તેમણે એક રમત શોધી કાઢી.

પોતાની આ રમતને સાકાર કરવા માટે તેમણે અનેક રમકડાં બનાવ્યાં. હાથી, ઘોડા, ગાય, ઊંટ, કીડી, મંકોડા, વાઘ, સિંહ, ચિત્તો, શિયાળ, વરુ, હરણ, કોયલ, પોપટ, હંસ, ચકલી, કાગડો, ઈયળ, કીટક, વંદો, સાપ, અજગર, માછલી, મગર, વાંદરો, માણસ... વગરે... વગેરે... વગેરે... અનેક પશુઓ, પંખીઓ, પ્રાણીઓ, જીવજંતુઓનું સર્જન કર્યું.

પછી પોતાના પ્રિય સર્જન એવા આત્માને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, “પ્રિય આત્મા, મેં તારી માટે એક સુંદર રમત બનાવી છે.”

આત્મા તો રાજીનો રેડ થઈ ગયો. “કઈ રમત ?” તેણે હરખભેર પૂછ્યું.

“આ જા, મેં તારી માટે અનેક રમકડાંઓ બનાવ્યાં છે.” કહીને ઈશ્વરે બધાં જ પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ તરફ આંગળી ચીંધી આપી.

આટલાં બધાં રમકડાં જાઈને તો આત્મા આનંદથી ઊછળી પડ્યો.

“હવે પછી તારે આ બધાં જ રમકડાંથી રમવાનું.” ઈશ્વરે કહ્યું. “તું પ્રાણ થઈને દરેક રમકડામાં રહી શકીશ. તેમાં રહીને જીવી શકીશ. પછી જ્યારે એ રમકડું તૂટવા આવે, નાશ પામવા આવે ત્યારે તેમાંથી તારે નીકળી જવાનું અને બીજા રમકડામાં જતા રહેવાનું. બીજા રમકડામાં પણ તારે આવું જ કરવાનું. જ્યાં સુધી તે ચાલે ત્યાં સુધી તેમાં રહીને તારે જીવવાનું, પૃથ્વી પર ફરવાનું, મજા કરવાની. પછી ત્રીજું, પછી ચોછું, પછી પાંચમું... એમ દરેક રમકડામાં રહીને તેને એન્જાય કરવાનું.”

દરેક રમકડામાં રહીને જીવવાની આ રમત તો

આભાર - નિહારીકા રવિયા આત્માને ખૂબ જ ગમી ગઈ. આત્મા તો હવે આ રમકડાંથી બરોબરનો રમવા લાગ્યો. તે રમતમાં એવો લીન થઈ ગયો, એવો લીન થઈ ગયો કે પછી તો ઈશ્વરને સાવ ભૂલી જ ગયો. તેને રમતનું વ્યસન થઈ ગયું.

આજે પણ બધાં જ જીવજંતુઓ અને માણસો જીવન નામના રમકડાથી રમવામાં મસ્ત છે. શરીરના રમકડાને જ બધું સમજીને જીવ્યા કરે છે. તેમની આ રમત દૂર બેઠો બેઠો ઈશ્વર જાયા કરે છે અને મલક્યા કરે છે. દરેક જીવ પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, જંતુમાં એમ ચોર્યાસી લાખ ફેરા ફર્યા કરે છે. આપણે બધાં જ માત્ર એક રમકડાં છીએ, બીજું કશું જ નહીં, ખરી વાત ને ?” પોતાના કપાળમાં રહેલું તીલક ભૂંસાઈ ન જાય તે રીતે કપાળમાં ખંજવાળતા ખંજવાળતા તરંગે કહ્યું.

“તું તો સંત જેવી ફિલોસોફી કરવા માંડ્યો લ્યા.” આયુની વાત સાંભળી બધા હસી પડ્યા.

“હહહહ.. કલ્પા તને શું લાગે છે, તરંગની વાત સાચી છે ?”

“હા.” એક ક્ષણનોય વિચાર કર્યા વિના કલ્પાએ હા પાડી દીધી. “આમાં ના પાડવા જેવું કશું છે જ નહીં. પણ હવે મારી વાત સાંભળ.”

“સંભળાવ.” તરંગે કહ્યું.

પ્રકરણ ૧૩

“સૃષ્ટિનું સર્જન કદાચ ઈશ્વરે કર્યું હશે, માની લઈએ, પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું, તેમાં તું સંમત નહીં જ થાય તેની મને ખાતરી છે. સૃષ્ટિનું સર્જન તો ઈશ્વરે કર્યું, પણ ઈશ્વરનું સર્જન કોણે કર્યું એ ખબર છે તને ?”

“ઈશ્વરનું સર્જન કોણ કરે ? એમણે જ તો આખી દુનિયા બનાવી છે.” તરંગે જવાબ આપ્યો.

“એમણે દુનિયા નથી બનાવી, દુનિયાએ એમને બનાવ્યા છે.”

“એટલે ?” તરંગે ભવાં ઊંચા કરીને પૂછ્યું.

“એટલે મારે તને વિગતવાર વાત કરવી પડશે.”

“કર.”

“તો સાંભળ ત્યારે... જે જે ચીજવસ્તુનો માણસ પાસે જવાબ નથી, તે તે ચીજવસ્તુ સાથે માણસે માન્યતાઓ જાડી દીધી, વાર્તાઓ ઘડી કાઢી, પોતાની રીતે પોતાની અનુમાનિત ફિલોસોફી સર્જી લીધી. અને ગહન રીતે જાઈએ તો ધર્મ, આધ્યાત્મ, ઈશ્વર એ પણ માણસના મનમાંથી ઉદ્ભવેલું એક વિજ્ઞાન છે, અથવા તો એમ પણ કહી શકાય કે તે એક સમાધાન છે.”

તરંગે આંખ જીણી કરી.

“મને ખબર છે તું મારી વાત નહીં માને. નથી માનતો ને મારી વાત ?” કલ્પેને તરંગ સામે જાઈને પૂછ્યું. તે મૌન હતો. ઈશ્વરની વાતમાં તે હંમેશાં વધારે ગંભીર થઈ જતો હતો. પણ તે સાવ અંધશ્રદ્ધાળુ પણ નહોતો.

“નથી માનતો ને મારી વાઆઆઆત... ?” કલ્પેને ફરી પૂછ્યું.

“એમનેમ કઈ રીતે માનું ?”

“એટલે કે તું હારી ગયો, તું નથી માનતો મારી વાત... તું ના પાડે છે મારી વાતમાં...” કલ્પો હવે કોઈ પણ રીતે તરંગ પાસે ના પડાવીને જીત મેળવવા માગતો હતો.

“મેં ના ક્યાં પાડી ? હું તો ખાતરી કરવા માગું છું. મને જા ખોટી વાત લાગશે અને ના પાડવા જેવું લાગશે તો હું જરૂર ના કહી દઈશ.” શાંતિથી તરંગે જવાબ આપ્યો. હવે બરોબર તે લાગમાં આવ્યો હોય તેમ કલ્પેનને લાગ્યું. આ વખતે તો ના પડાવીને જ રહેવું છે, તેવું તેણે મનોમન નક્કી કરી લીધું.

“શરૂઆતમાં માનવજાતિ ધીમે ધીમે વિકસી રહી હતી અને ટોળામાં વિભાજિત થઈ રહી હતી. તરંગ ! તને ખબર છે ને ભારત નામની એક ટોળકી પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું છે ?”

“મારા ધ્યાનમાં તો એવું આવ્યું છે કે ભારત દેશનું નામ પ્રાચીન ભારતના ચક્રવર્તી સમ્રાટ, મનુના વંશજ ચક્રવર્તી ઋષભદેવના પુત્ર ભરત પરથી પડ્યું છે.” તરંગ વચ્ચે બોલ્યો. “શ્રીમદ્ ભાગવદના પશ્છમ સ્કંધમાં અને જૈન ગ્રંથોમાં એમના જીવન વિશે અમુક તથ્યો વાંચવા મળે છે. વાંચ્યા છે ને ?” તરંગે સામો પ્રશ્ન કર્યો. કલ્પેનના ઇતિહાસના જ્ઞાન સામે તરંગે પોતાના સંસ્કૃત જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં.

“હા, હા, પણ મેં તો એવું પણ સાંભળ્યું છે કે પ્રાચીન સમયમાં વિવિધ ટોળકીઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાંથી ભરત નામના એક માણસની ટોળકી હતી. તે ફરીફરીને સિંધુ નદીના કિનારે આવીને વસી. ત્યાં માનવ વસવાટ વધ્યો અને પછી ભરતની આ ટોળીને આધારે જ ભારત નામ પડ્યું.”

કલ્પેનની વાત સામે તરંગે વિસ્તારથી વાત કરતા કહ્યું. “જા ભાઈ, ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં બ્રહ્માના માનસપુત્ર એવા મનુએ બધી વ્યવસ્થા સંભાળી હતી. એમણે જ તો મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો હતો.”

“જેણે અત્યાર સુધી સેંકડો વિવાદો ઊભા કર્યા છે એ જ મનુસ્મૃતિ ને ?” આયુએ પૂછ્યું.

“હા, પણ મૂળ વાત ભારત દેશનું નામ કેમ પડ્યું એની છે. મનુને બે દીકરા હતા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ ભક્ત ધ્રુવના પિતા હતા. પ્રિયવ્રતને દસ પુત્રો હતા. આ દસમાંથી ત્રણ તો પહેલાંથી વૈરાગી જેવા હતા. એટલે પ્રિયવતે પૃથ્વીના સાત ભાગ કરી એક-એક ભાગ દરેક પુત્રને આપી દીધો. આ સાત પુત્રોમાંથી એક પુત્ર હતો આગ્નીધ, જેને જંબુદ્વીપનું શાસન સોંપવામાં આવ્યું હતું. આગ્નીધને વળી નવ પુત્રો હતા. તે વૃદ્ધ થયો ત્યારે તેણે પોતાના નવ પુત્રોને જંબુદ્ધીપના વિવિધ ભાગ પાડી શાસન સોંપ્યું. આ નવ પુત્રોમાં સૌથી મોટા પુત્રનું નામ હતું નાભિ. જેને હિમવર્ષની જમીનનો ભાગ મળ્યો હતો. હિમવર્ષના નામને પોતાના નામ સાથે જાડીને તેમણે અજનાભવર્ષ તરીકે પ્રચાર કર્યો. રાજા નાભિના પુત્ર હતા ઋષભ. વળી આ ઋષભદેવને સો પુત્રો હતા. આ સો પુત્રોમાંથી ભરત સૌથી મોટા અને ગુણવાન હતા. જ્યારે ઋષભદેવે વાનપ્રસ્થાશ્રમ લીધો ત્યારે રાજગાદી ભરતને સોંપવામાં આવી.”

“હહહહ.. અને પછી ભરત પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એમ જ ને ?” ભોંદુના ઉતાવળિયા પ્રશ્ન સામે તરંગે માત્ર સ્મિત આપ્યું અને પોતાની વાત ચાલુ રાખી.

“પહેલાં ભારત દેશનું નામ ઋષભદેવના પિતા નાભિરાજના નામથી અજનાભવર્ષ

આભાર - નિહારીકા રવિયા તરીકે પ્રસિદ્ધ હતું. સમય જતાં ભરતના નામથી લોકો અજનાભખંડને ભારતવર્ષ તરીકે ઓળખવા લાગ્યા. વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ આવે છે,

------ભભ ઼ક્રક્રથ્ભષ્ટ ભહ્ય્ક્રશ્વ ઙ્ગેંશ્વળ્ ટક્રટ્ટસ્ર્ભશ્વ ત્ન

એટલે કે ત્યારથી આ દેશને ભારતવર્ષ તરીકે ઓળખવા લાગ્યા. વાયુપુરાણમાં પણ એવો ઉલ્લેખ આવે છે કે ભારતવર્ષનું નામ હિમવર્ષ હતું.

------સ્ર્શ્વક્ર ૐળ્ ૠક્રદ્યક્રસ્ર્ક્રશ્વટક્રટ્ટ ઼ક્રથ્ભક્રશ્વ રુસ્ર્શ્વડ્ઢઃ ઊંક્રશ્વડ્ઢ ટક્રળ્દ્ય્ક્ર ત્ત્ક્રગટ્ટસ્ર્ઘ્સ્ર્શ્વઌશ્વઘ્ધ્ ષ્ટ ઼ક્રક્રથ્ભબ્ૠક્રબ્ભ પ્સ્ર્બ્ઘ્ઽક્રબ્ર્િંભ ત્ન

એટલે કે સો પુત્રોમાંથી મહાયોગી ભરત સૌથી મોટા અને ગુણવાન હતા. તેમના નામથી લોકો અજનાભખંડને ભારતવર્ષ તરીકે ઓળખવા લાગ્યા. બે અધ્યાય પછી આ જ વાત ફરી દોહરાવવામાં આવી છે.”

કલ્પેનનું માથું ભમતું હતું. એને થયું કે આ વળી ક્યા લેક્ચર ઘસવા બેસી ગયો.

“ભાગવતમાં એક જગ્યાએ લખ્યું છે કે,

------ત્ત્પઌક્ર઼ક્ર ઌક્રૠક્રહ્મભઘ્ષ્ટ ઼ક્રક્રથ્ભબ્ૠક્રબ્ભ સ્ર્ભૅ ત્ત્ક્રથ્ધ઼્સ્ર્ પ્સ્ર્બ્ઘ્ઽક્રબ્ર્િંભ ત્ન

એટલે કે જેનું નામ અજનાભ હતું તેને પછી ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવ્યું. બીજા એક મત એવો પણ છે કે દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત પરથી ભારત નામ પાડવામાં આવ્યું. પરંતુ જુદાં જુદાં સ્ત્રોતોમાં વર્ણવવામાં આવેલા આધારોને જાઈએ તો આ વાત ખોટી સાબિત થતી હોય તેવું લાગે છે. આખી વૈષ્ણવ પરંપરા અને જૈન પરંપરામાં વારંવાર એવા ઉલ્લેખો મળે છે કે દરિયાથી લઈને હિમાલય સુધી ફેલાયેલા આ દેશનું નામ પ્રથમ તીર્થંકર તથા રાજા ઋષભદેવના પુત્ર ભરત પરથી ભારતવર્ષ પડ્યું. આ સિવાય જે કોઈ પણ પુરાણોમાં ભારતવર્ષનું વર્ણન છે ત્યાં ઋષભપુત્ર ભરતના નામ પરથી જ આ નામ પડ્યું છે તેવું બતાવવામાં આવ્યું છે.

“અરે ભાઈ તેં તો બહુ જ લાંબુ લેક્ચર ઘસી કાઢ્યું.” કંટાળીને આયુએ કહ્યું.

“હજી તો બાકી છે. હજી પૂરું નથી થયું. વિષ્ણુપુરાણમાં પણ આ વાત છે. લિંગપુરાણમાં પણ આ વાત છે. મહાભારતના ભિષ્મપુરાણના નવમા અધ્યાયમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. એનો અર્થ એ છે કે મહાભારતકાળ પહેલાના સમયથી આપણા દેશનું નામ ભારત પ્રચલિત હતું.”

“અરે મારા ભાઈ... હું પણ મહાભારત કાળ પહેલાના સમયની જ વાત કરવા જઈ રહ્યો છું. હું તો ખાલી એટલું જ કહેવા માગતો હતો કે માનવવસ્તી ધરતી પર ધીરે ધીરે વધી રહી હતી અને એ ટોળીઓમાં વિભાજિત થવા લાગી હતી.”

“હા, એ તો થવા જ લાગી હતી ને ! પણ એને ને તારી વાતને શું લેવાદેવા ?”

“અરે તું તારી વાતને બ્રેક માર અને મારી વાત સાંભળ તો હું તને કહું ને...”

“બોલ, શું કહેવા માગે છે ?”

“તેં હમણાં જે ભગવાન પાસે સૃષ્ટિની રચના કરાવડાવી એ ભગવાન કોની દેન છે એ મારે તને સમજાવવું છે.” કલ્પાએ સીધો પ્રહાર કર્યો.

“કોની દેન છે ?”

“આ વાત ખૂબ જૂની છે. એટલી બધી જૂની કે એ વખતે લગભગ પૃથ્વી પર માનવજાતિની માંડ હજી શરૂઆત થઈ હતી. કદાચ હજી થોડાઘણા માણસો જ પૃથ્વી પર હતા. પછી ધરતી પર બધા પોતાની રીતે રહેવા લાગ્યા. વસ્તી ધીમે ધીમે વધવા લાગી. લોકો ફળફળાદી વગેરે ખાતા થયાં, શિકાર કરતા થયા, શિકાર કરવા માટે નાનાં-મોટાં હથિયારો પણ બનાવતાં થયાં. એ વખતે દરેક માણસ સ્વતંત્ર હતો. પોતાની રીતે કામકાજ કરી શકતો, શિકાર કરી શકતો, લડી શકતો, ઝઘડી શકતો. હરી-ફરી શકતો. સંવનન કરી શકતો. આ જ વખતે કદાચ માણસોનાં નાનાં-નાનાં ઝુંડ બનવા લાગ્યાં હતાં.

સંપૂર્ણપણે સ્વતંત્ર હોવાથી માણસ ખૂબ જ સ્વચ્છંદી અને નિરંકુશ થઈ ગયો. એક માણસ ગમે ત્યારે બીજા માણસને મારી નાખતો. બીજા જીવજંતુઓને પણ મારી નાખતો. ચોરી-લૂંટફાટ પણ કરતો. એકબીજાનું પડાવી લેવાનું તો સાવ સામાન્ય વાત હતી. આના લીધે પ્રકૃતિના બીજા જીવથી લઈને માણસોને પોતાને પણ ખૂબ જ નુકસાન થતું. સબળી વ્યક્તિઓ નબળી વ્યક્તિને રંજાડતી રહેતી અને અનેક પ્રકારના - પાર વિનાના અત્યાચારો થવા લાગ્યા. માણસને કોઈ જ વાતનો ભય નહોતો. કોઈ જ એવી ચીજ નહોતી કે માણસ તેનાથી ડરે. મોટામાં મોટાં પ્રાણીને પણ એ પોતાના આઇડિયાથી અને વિવિધ સાધનોથી ખતમ કરતો થઈ ગયો હતો. માણસ માણસ વચ્ચે પણ ખૂબ જ અરાજકતા ફેલાઈ હતી. આના લીધે માનવજાતિને ભયંકર નુકસાન થાય તેમ હતું. તે વખતના અમુક બુદ્ધિશાળી લોકોને ભય પેદા થયો કે હવે માણસનું શું થશે ? જા આમ ને આમ ચાલશે તો એક દિવસ સૃષ્ટિ પરથી માનવજાતિ જ નાશ પામશે. વળી અનેક એવા પ્રશ્નો હતા, કે જેનો કોઈની પાસે કોઈ જ જવાબ નહોતો. જેમકે જન્મ કેમ થાય છે, માણસ શું કામ મરી જાય છે ? સૃષ્ટિ કેમ ચાલે છે ? બ્રહ્માંડનાં રહસ્યો શું ? નાનામાં નાના કીટકથી લઈને મહાકાય પ્રાણીમાં જીવન

આભાર - નિહારીકા રવિયા ક્યાંથી આવે છે ? આવાં અનેક ઉત્તરહીન પ્રશ્નોથી પણ માણસ બરોબરનો લદાયેલો હતો.

એક દિવસ કોઈ કારણસર બધા ચિંતનશીલ અને બુદ્ધિશાળી લોકો ભેગા થયા. એ બધા જ ચિંતનશીલ માણસોમાં એક માણસ હતો, પાતળો બાંધો, લાંબી સફેદ દાઢી, સાતેક ફૂટ ઊંચી હાઇટ, સફેદ વસ્ત્રોમાં સજ્જ, મોટું કપાળ, અણીદાર નાક અને ગહન વિચારોમાં ડૂબેલી આંખો ! જાતા જ લાગતું હતું કે તે કોઈ મહાન બુદ્ધિશાળી વ્યક્તિ હોવી જાઈએ.

બધા જ વ્યક્તિઓ જ્યારે ચર્ચાની સરાણે ચડ્યા હતા, ત્યારે પેલી બુદ્ધિશાળી પ્રતિભા શાંતિથી બેઠી બેઠી બધું જાઈ રહી હતી. દુનિયાના અનેક સવાલો માણસોને પજવતા હતા. વળી મહામારી પણ વધી રહી હતી. બધાએ વિચાર્યું કે કોઈ પણ કાળે આ મહામારી અટકાવવી જાઈએ. દુનિયામાં ખૂબ અનિષ્ટ થઈ રહ્યું છે. માણસ સંપીને રહેતો નથી. માણસને કોઈ જ વસ્તુનો ભય નથી. આના લીધે તે વધારે છાકટો થાય છે. કોઈ એવી ચીજ હોવી જાઈએ કે જેનો તેને ભય લાગે. બધા વિચારવા લાગ્યા. કોઈ હિમાલયના વિશાળ પહાડનો ડર બતાવવાનું કહેવા લાગ્યા. અમુક લોકો વળી ડાયનાસોર જેવા વિશાળકાય પ્રાણીનો ઉલ્લેખ કરવા લાગ્યા. પણ માણસ આમાંથી કોઈનાથી બીતો નહોતો.

પેલા બુદ્ધિશાળી અને વૃદ્ધ વ્યક્તિની દાઢી પવનમાં ફરફરી રહી હતી. સંધ્યાના આછા ઉજાસમાં તેની ટાલ હીરાની જેમ ચમકતી હતી. જાણે અધધ જ્ઞાનનું તેજ તેમાંથી ફાટ ફાટ ન થતું હોય ! હજી પણ જીણી આખે તે બુદ્ધિશાળી માણસ બધું જાઈ-સાંભળી રહ્યો હતો.

એક બુદ્ધિશાળી વિદ્વાને ઊભા થઈ અને કહ્યું કે, “બધા જ માણસો જેનાથી ડરતા હોય એવું કશુંક શોધવું જાઈએ. આપણે છેલ્લાં અનેક વર્ષોથી આના વિશે વિચારી રહ્યા છીએ. પણ કોઈને કશું ખાસ જડ્યું નથી. દિવસે દિવસે ધરતી પર ઉત્પાત વધતો જાય છે. હવે આપણે આપણા રિસર્ચમાં પણ ઝડપ રાખવી પડશે.”

પેલી બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની જગ્યા પરથી ઊભી થઈ. તેણે પેલા માણસને પ્રશ્ન કર્યો કે, “મિત્ર, તું અહીં ક્યાંથી આવ્યો છે ?”

પ્રશ્ન સાંભળીને પેલા માણસે રસ્તા તરફ આંગળી ચીંધી. તેને આવો ઇશારો કરતા જાઈ પેલી વ્યક્તિના ચહેરા પર વિચારવંત સ્મતિ છલતી આવ્યું. “એમ નહીં, તું આ દુનિયામાં કઈ રીતે આવ્યો ?”

“જન્મીને.”

“તારો જન્મ કઈ રીતે થયો ?”

“મારી માતાની કૂખેથી.”

“જન્મ્યા પહેલાં તું ક્યાં હતો ?”

“હું હતો જ નહીં.”

વૃદ્ધને લાગ્યું કે હજી સુધી કોઈને મારી વાત સમજાતી નથી. પણ તેમણે પોતાની વાત ચાલુ રાખી.

“જન્મ્યા પહેલાં તું શું કરતો હતો ?”

“ખબર નથી.”

“તારા પિતા જીવે છે ?”

“હા.”

“તારા, પિતાના પિતાના જીવે છે ?”

“ના. મરી ગયા.”

“મર્યા પછી તે ક્યાં ગયા ?”

“ખબર નથી. તેમનું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું.”

“તેમના શરીર પાસે કોણ કામ કરાવડાવે છે ?”

“એ તો જાતે જ કામ કરતા હતા.”

પેલા વૃદ્ધને લાગ્યું કે હજી કોઈ વાત સમજી નથી રહ્યા. “તો પછી શરીરને કામ કરતું બંધ કોણે પાડી દીધું ?”

“ખબર નથી, એની મેળે બંધ પડી ગયું.”

“મર્યા પછી તારા પિતા શું કરે છે ?”

“ખબર નથી.”

“હંમ્... જન્મ પહેલાં શું થાય છે, અને જન્મ પછી શું થાય છે તેનાથી બધા જ માણસો અજાણ છો, કોઈને કંઈ ખબર નથી, બરોબર ને ?”

“હા, પણ તો ?” સભામાંથી એક માણસે પ્રશ્ન કર્યો.

“તો મને એક ઉકેલ મળ્યો છે.”

“કયો ઉકેલ ?”

“મારે તમને જે કહેવું છે તે હું તમને યોગ્ય રીતે કહી શકીશ કે નહીં, તેની મને જાણ નથી. પણ હું તમને સમજાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ.” તેમણે ગળું ખંખેર્યું અને પોતાની વાત શરૂ કરી.

“દરેક માણસ, પછી તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, પણ અમુક ઉંમર પછી તો આખરે તે મૃત્યુ પામે જ છે. માટે આ શાશ્વત સત્યને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈ ઉકેલ શોધીએ તો કેવું ?”

સભામાં ગણગણાટ થઈ ગયો. બધાને લાગ્યું કે અત્યાર સુધી કોઈને આ વાત સૂઝી કેમ નહીં ?

“આપણે જન્મ અને મરણના ચોક્કસ નિયમો બનાવીને તેનો પ્રચાર-પ્રસાર કરીએ. લોકોમાં તેનો ભય ઊભો કરીએ. જેથી માણસ ભયભીત થાય અને અનિષ્ટ આચરતો ઓછો થાય.”

“પણ આ વાત બધાને ખબર જ છે કે દરેક માણસ અમુક ઉંમરે મૃત્યુ પામે છે. છતાં દરેક માણસ દુરાચાર કરે છે, અનિતિ આચરે છે. આનાથી આપણે કઈ રીતે ભય પેદા કરી શકીશું ?”

“બધા મૃત્યુ પામે છે એ વાત બધા જાણે છે એ જ આપણા માટે પ્લસ પોઇન્ટ છે. આપણે એનો જ ઉપયોગ કરવાનો છે, હથિયાર તરીકે.”

“એટલે? કંઈ સમજાયું નહીં.”

તેમણે પોતાની સફેદ દાઢીમાં હાથ ફેરવ્યો અને હળવા સ્મિત સાથે કહ્યું, “એ જ કે જન્મ અને મૃત્યુની સત્તા કોઈ અલૌકિક તત્વના હાથમાં

આભાર - નિહારીકા રવિયા છે. જે કોઈ અનિતિ આચરશે. વિનાશ કરશે તેમને મૃત્યુ પછી એ અલૌકિક તત્વ આકરી સજા કરશે. અને જા કોઈ સારું કામ કરશે, ભલાઈ કરશે તો તેને મોક્ષ આપશે. જન્મ અને મૃત્યુ એ તો માત્ર જીવનની અવરજવર છે.”

“પણ આપણે તેને સાબિત કઈ રીતે કરીશું ?”

“તેને સાબિત કરવાની જરૂર નથી.”

“એટલે?” પેલા માણસે ફરી પ્રશ્ન કર્યો.

“એટલે એ જ કે એ પરમ તત્વ અણુએ અણુમાં વ્યાપ્ત છે. તે દરેક વ્યક્તિની નાનામાં નાની ગતિવિધિ પર ધ્યાન રાખે છે.”

“પણ આપણે તેની ચોક્કસ વિભાવના તો રજૂ કરવી પડશે ને? તેમાં કોઈ ચોક્કસ અને દૃઢ તર્ક નહીં હોય તો કોઈ માનવા તૈયાર નહીં થાય. ઉલ્ટાનો વિનાશ વધશે અને માનવજાત નાશ પામશે.”

“હા, અમુક વિભાવનાઓ બનાવવી પડશે. એનો પણ આછો એવો રસ્તો મારા મનમાં છે.”

“પણ કઈ વિભાવનાઓ ?”

“એ જ કે તમે જન્મો કે મૃત્યુ પામો તે બધું જ પરમતત્વને આધીન છે. જે ખરાબ કર્મ કરે તેને પાપ ગણવાં, સારાં કર્મોને પુણ્ય લેખવાં. પ્રાણી, પંખી, પશું, જીવજંતુ કોઈ પણ જીવને મદદરૂપ થાય તેને અંતે મોક્ષ મળશે.” થોડીવાર અટકીને ફરીથી હસીને તેણે કહ્યું, “મોક્ષ !”

પછી તેમણે સ્વર્ગ અને નર્કની આખી થીયરી ઘડી કાઢી. તેમણે કહ્યું કે જે પોતાના જીવનમાં પુણ્ય કરશે તેને પેલું તત્વ સ્વર્ગનું અસીમ સુખ આપશે અને જે પાપ કરશે એને મૃત્યુ પછી નર્કની ગર્તામાં ધકેલીને આકરામાં આકરી સજા કરશે. જન્મ, મૃત્યુ, સ્વર્ગ, નર્ક, પાપ-પુણ્ય જેવી અનેક વાતો ઊભી કરવામાં આવી. તેને માણસના મનમાં કઈ રીતે ઉતારવી તેનો પણ વિચાર કરવામાં આવ્યો. બહુ ચર્ચાઓ પછી એક ચોક્કસ શબ્દ શોધી કાઢવામાં આવ્યો.

“કયો શબ્દ ?”

“ઈશ્વર... ! ધીમે ધીમે આ ઈશ્વરીય થીયરીનો પ્રચાર-પ્રસાર ચાલુ થયો. નવી નવી વાર્તાઓ ઊભી થઈ. સ્વર્ગ અને નર્કને લઈને અનેક કલ્પનાઓ તેમાં ઉમેરાતી ગઈ. પછી તો માણસો પોતપોતાની રીતે નવી નવી કથાઓ ઊભી કરવા લાગ્યા. ઈશ્વરને પ્રત્યક્ષ જાયો અને તેનાં દર્શનની પણ વાત થવા લાગી. આ થીયરી એવી ચાલી... એવી ચાલી... એવી ચાલી... કે વાત ન પૂછો. સૃષ્ટિ પર કાળક્રમે સારા માણસો થયા તેને જ પછી તો ઈશ્વરનો દરજ્જા આપવાના રિવાજા શરૂ થઈ ગયા. ઈશ્વર તરીકે તેની કથાઓ પ્રચલિત થવા લાગી. દરેક માણસના મનમાં ઈશ્વરનો ભય પેસવા લાગ્યો. એ ભય એટલો બધો પેઠો કે વિશ્વની તમામ માનવજાતિ એમાં લપેટાવા લાગી. માત્ર એક જાતિ નહીં પણ પેઢીઓની પેઢી એની જાળીમાં માછલીની જેમ ફસાઈ ગઈ. ઈશ્વર નામનું તત્વ જાણે માણસના વિચોરોમાં અને વર્તનમાં વણાઈ ગયું. તેના લોહીમાં હિમોગ્લોબીન થઈને જાણે વહેવા લાગ્યું. તેના મગજમાં કદી પણ ન નીકળી શકે એવા ખીલાની જેમ ઠોકી દેવામાં આવ્યું આ તત્વ. જન્મતા સાથે જ માણસ તેના ઓછાયા નીચે જીવવા લાગ્યો.

આ બધું જ માત્ર માણસની અનિતિને રોકવા માટે થયું હતું, પણ થયું એવું કે એનાથી અનિતિનો એક બીજા અનંત રસ્તો બનતો ગયો. એની માણસોને પોતાને પણ ખબર ન રહી. માનવજાતિ ધીરે ધીરે વિભાજિત થતી ગઈ. ઈશ્વરનો ભય માણસના મનમાં બરાબર ઘર કરી ગયો. તેનો ભય એવો ફેલાયો કે આજ દિન સુધી પણ તે નીકળી શક્યો નથી. આ એક ભયની પાછળ સેંકડો માન્યતાઓ જાડાઈ, એમાંથી સેંકડો ધર્મો બન્યા, માણસ-માણસ વચ્ચે વિભાજનો પણ થયાં. અરે... આ જ ઈશ્વરના પણ માણસે ભાગ પાડ્યા, ધર્મોનાય ફાંટા પડ્યા, ફાંટામાં ય ફાંટા... પણ ઈશ્વર તો અકબંધ જ રહ્યો. એની થીયરી એટલી સજ્જડબંબ બનાવવામાં આવી કે જે કંઈક પુરાણો લખાયા, ગ્રંથો સર્જાયા, માન્યતાઓ સર્જાઈ તે બધી જ તેને આધીન રહીને સર્જાઈ. તું જે ભાગવત પુરાણ, વિષ્ણુપુરાણ, લિંગપુરાણ કે જે કંઈ પણ પુરાણોની વાતો કરે છે તે બધાં જ પુરાણો પણ ઈશ્વર નામની એક શોધના પાયામાં રહીને જ સર્જાયા છે, સમજ્યો ?”

તરંગની ગંભીરતા વધતી જતી હતી.

“તને ખબર છે તરંગ ? યુગોથી ઈશ્વર નામનું એક ગપ્પું માણસને અંદરથી ઉધઈની જેમ ખાઈ રહ્યું છે. ઈશ્વર એ તો માણસની શોધ છે. માણસે મારેલું ગપ્પું છે !”

કલ્પો તરંગની શ્રદ્ધા પર વાર કરી રહ્યો હતો. તેને ગળા સુધી ખાતરી હતી કે ઈશ્વર વિશે પોતે આવી વાત કરશે એટલે તરંગને ના પાડ્યા વિના છૂટકો નથી. તે જરૂર ના જ પાડી દેશે. તે ત્રાંસા હોઠે સ્મિત કરતો તરંગ સામે જાઈ રહ્યો. તરંગ અંદરથી ઘવાઈ રહ્યો હતો. તેણે હા પાડવી કે ના પાડવી તે સમજાતું નહોતું.

“તને ખબર છે તરંગ ? ચર્વાક ઋષિ પણ ઈશ્વરમાં માનતા નહોતા. સત્યકામ જાબાલીના મત અનુસાર સૃષ્ટિમાં ભગવાન, આત્મા, પુનર્જન્મ,

આભાર - નિહારીકા રવિયા સ્વર્ગ-નર્ક જેવું કંઈ હતું જ નહીં. મનુષ્યને આ એક જીવન મળેલું, જેને અંત સુધી માણી લેવાનું હતું. જીવન સિવાય બીજું કશું જ નથી. એ તો ઠીક ભગતસિંહ પણ ઈશ્વરમાં નહોતા માનતા, બોલ ! ઘણા વૈજ્ઞાનિકો પણ નથી માનતા. કેમકે એમને ખબર છે, ઈશ્વર જેવું કશું છે જ નહીં. હોય તો માને ને !...”

તરંગ હજી પણ મૌન હતો. તેનું આંખું શરીર સ્થિર હતું, માત્ર આંખની પાંપણો ધીરે ધીરે ધ્રૂજી રહી હતી. તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હતો અને પોતાના અડધા તૂટેલા દાંત પર જીભ ફેરવવાનું પણ ભૂલી ગયો હતો. કલ્પેનને લાગ્યું કે તેની જીતનો રસ્તો હવે બહુ દૂર નથી. થોડી ભીંસ કરશે એટલે તરંગ ગુસ્સે થઈને ના પાડી જ દેશે.

“જા તને એક સિમ્પલ વાત કહું.” કલ્પેને વધારે એક પ્રહાર કર્યો. “આજથી હજારો વર્ષ પહેલાં કોઈ માણસ એમ કહી શકે ખરો કે કોમ્પ્યુટર જેવું કશું છે જ નહીં ?”

“હજારો વર્ષ પહેલાં કમ્પ્યૂટર જેવું કશું ના હોય તો એ ના જ પાડે ને !” શૌર્યએ ડંફાસ મારતો હોય તેમ કહ્યું.

“અરે પણ હજારો વર્ષ પહેલાં કમ્પ્યૂટર ન હોય તો ‘કમ્પ્યૂટર’ શબ્દ પણ ક્યાંથી હોય, ટણપા !”

“હા, પણ તો એનું શું ?”

“કમ્પ્યૂટર નામનો શબ્દ એટલે ઉદ્ભવ્યો કેમ કે કમ્પ્યૂટર ઉદ્ભવ્યું. માણસે એક ડિવાઇસ બનાવી અને તેનું નામ પાડ્યું - કમ્પ્યૂટર. હજારો વર્ષ પહેલાં ‘ઈશ્વર’ શબ્દ પણ આ જ રીતે ઉદ્ભવ્યો. માણસે એક ફિલોસોફિકલ ડિવાઇસ બનાવી અને એનું નામ પાડ્યું ઈશ્વર ! આ ડિવાઇસ માત્ર વિચારોને આધીન રહીને જ સર્જાઈ છે અને બહુ જ ખતરનાક છે. કમ્પ્યૂટરનું તો એની આગળ કશું ના આવે. આ અદૃશ્ય ડિવાઈસે અત્યાર સુધીમાં કરોડો લોકોના ભોગ લઈ લીધા છે. આ ડિવાઇસની માન્યતામાં લોકો સેંકડો મંદિરો બનાવે છે, મસ્જિદો અને દેવળો ચણે છે. ઈશ્વર નામની આ ડિવાઇસે માણસને સુધારવાને બદલે વધારે બગાડ્યો. સમજાય છે તને ?”

તરંગ પૂતળાની જેમ વાત સાંભળી રહ્યો હતો. “તને સમજાય છે મારી વાત ?” કલ્પેને ફરી દૃઢતાપૂર્વક પૂછ્યું.

“હહહહહ... અલ્યા તરંગિયા બોલ તો ખરો.” ભોંદુએ પૂછ્યું. તરંગ ધૂંઆપૂંઆ થઈ ગયો હતો.

“તું સંમત ન હોય તો ના પાડી દે એટલે વાત પતે...” આયુને પણ હવે તો તરંગનું આ મૌન ખૂંચતું હતું.

તરંગના હાવભાવ જાતાં બધું કળાઈ જતું હતું. તેના મનમાં હજારો પ્રશ્નો ઘૂમરાતા હતા. કલ્પાની વાત ખોટી છે એવું કહેવાની તેને ઇચ્છા થતી હતી. તેનું મન ભમવા લાગ્યું. “ખરેખર આપણે કોઈ વિશાળ શક્તિ દ્વારા મારવામાં આવેલું ગપ્પું તો નથી ને ? આપણે ઓલરેડી પહેલેથી જ કમ્પ્યુટરના પ્રોગ્રામની જેમ બનેલા તો નથી ને ? આપણે વિશ્વ નામના એક સાફ્ટવેરનો ભાગ તો નથી ને ? આ ભૂકંપ, જ્વાળામુખી, તોફાનો એ બધી એરર તો નથી ને ? કલ્પેનના એક ગપ્પાંએ તેના મનમાં બીજા અનેક પ્રશ્નો ઊભા કરી દીધા હતા.

કલ્પાએ ફરી ભાર દઈને પૂછ્યું, “તને સમજાય છેને મારી વાત તરંગિયા ?”

મનમાં ઘૂમરાતા અનેક પ્રશ્નોને પંપાળતા પંપાળતા ગંભીરમુખે તેણે કહ્યુ,“હા, સમજાય છે.”

“તો પછી બોલ, આ સાચી વાત કે ખોટી ?” કલ્પાએ વિજયી થવાની આશામાં ઝડપભેર પ્રશ્ન કર્યો.

“તારી વાત સાવ સાચ્ચી છે કલ્પા !” હજી પણ તરંગ ગંભીર મુદ્રામાં હતો.

કલ્પાનું મોઢું એમને એમ પહોળું ને પહોળું રહી ગયું. તેને આશા નહોતી કે તરંગ આ રીતે હા પાડી દેશે.

તરંગના ચિત્તમાં એક ઘેરું મનોમંથન ચાલી રહ્યું હતું. એક ક્ષણ તો તેના મનમાં એવો વિચાર પણ આવી ગયો કે મેં હા તો પાડી દીધી છે, પણ કલ્પેનની વાત ખરેખર સાચી તો નથી ને ?... તેને મનમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેને થયું કે ઈશ્વર માણસની એક વૈચારિક શોધ તો નથી ને ? એક ફિલોસોફિકલ ડિવાઇસ તો નથી ને ? તેણે આકાશ ભણી ઊંચું માથું કર્યું. જાણે તે ઈશ્વરને જ પૂછવા ન માગતો હોય ! પણ આકાશ તો સાવ ખાલીખમ હતું. જેમ યુગોથી છે તેમ જ.

‘કલ્પા, તેં તો બહુ મોટું ગપ્પું માર્યું !” શૌર્યએ પણ ગંભીર મુદ્રામાં કહ્યું.

“આપણે બધા જ એક અલૌકિક સાફ્ટવેરનો ભાગ છીએ.” તરંગ એમ ને એમ જ સ્થિર રહી બોલ્યો. “આપણે બધા જ સાવ પામર અને એક નકામું કોઈ દ્વારા મરાયેલું ગપ્પું જ છીએ.”

તરંગના મોઢે આવી વાત સાંભળીને કલ્પો અંદરથી રાજી થયો. તે બોલ્યો, “હા, કોઈ શસક્ત અથવા અશસક્ત અથવા તો કંઈ નહીં... અથવા તો જેને આપણે ઈશ્વર સમજી બેઠા છીએ તેવી કોઈ અજાણી ઊર્જા આપણા જીવનનું ગપ્પું જેમ માર્યા કરે છે એમ આપણે જીવ્યા કરવું પડે છે. અત્યારે આપણે ગપ્પાં મારવા

આભાર - નિહારીકા રવિયા ભેગાં થયા છીએ એ પણ એક ગપ્પું જ છે ! બોલ તરંગ, તું ખરેખર માને છે મારી વાત ?”

કલ્પાને હજી પણ લાગતું હતું કે તરંગ ના પાડી દેશે. પણ તરંગ મૌન હતો.

“બોલ, ખરેખર લાગે છે તને કે આપણે પોતે પણ એક સપનું છીએ, એક ગપ્પું છીએ ?”

“હહહહ... એણે હા તો પાડી દીધી.. હવે શું પૂછ પૂછ કરે છે.”

“એને બોલવા દેને તું શું કામ વચ્ચે ડાફર્યા માર્યા કરે છે.”

“હું બોલું છું. મેં તને કહી દીધી છે મારી વાત.”તરંગે શાંતિથી કહ્યું. “પણ હવે મારી વાત સાંભળ.”

“અચ્છા તો હવે તું તારી વાત પાછો ચાલુ કરીશ નહીં ?” કલ્પેને પ્રશ્ન કર્યો.

“એ જ તો રમતનો નિયમ છે. જ્યાં સુધી ના ન પાડીએ ત્યાં સુધી રમત ચાલુ રાખવી.”

“હહહહ.. પણ આમ ને આમ તો ક્યારેય પતશે જ નહીં. હવે તો યાર ઘરે જવાનું ય મોડું થાય છે...”

“સારું ત્યારે તારી વાત ચાલુ કર.” ભોંદુનો ઉકળાટ જાણે કલ્પેને સાંભળ્યો જ ન હોય તેમ કહ્યું.

“તારી આ વાતનો હું સારી રીતે જવાબ આપીશ, કલ્પા.” તરંગને શું કહેવું છે તે કદાચ તેને સારી રીતે સમજાઈ ગયું હતું.

પ્રકરણ ૧૪

“એક અનિલ નામનો છોકરો હતો.” તરંગે પોતાની વાત શરૂ કરી. “નાનકડા ગામમાં રહેતો હતો. ગરીબ ઘરમાં જન્મ્યો. નાનપણથી જ એને કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ હતો. ખૂબ મજૂરી કરી, ભણ્યો-ગણ્યો અને મોટો થયો. ધીમે ધીમે તેની કવિતાને થોડી ઘણી માન્યતા મળતા લાગી. કવિ તરીકેની તેની થોડી ઘણી ઓળખ પણ ઊભી થઈ. પણ આટલાથી તેને સંતોષ નહોતો. તેને કોઈ નવલકથા લખવી હતી. નવલકથા લખવા માટે તેણે ઘણા વિષયો વિચાર્યા પણ તેને કોઈ સારો સબ્જેક્ટ જ નહોતો સૂઝતો. ઘણા મહિનાઓ અને વર્ષો સુધી મનોમંથન કર્યા પછી આખરે તેણે એક દિવસ એક સબ્જેક્ટ નક્કી કર્યો. અને તે લખવા બેઠો. તેણે નવલકથા લખવાની શરૂઆત કરી.

પૃથ્વી નામનો ગ્રહ, તેની પર ભારત નામનો દેશ, તેમાં ગુજરાત નામનું રાજ્ય, તેમાં અમદાવાદ નામનું શહેર, તેમાં તરંગલીલા નામની સોસાયટી અને તેમાં તરંગ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે તરંગી હતો આના લીધે તેને ગપ્પામાં મારવાની ટેવ પડી ગઈ. તેની સામેની કલ્પના સોસાયટીમાં એક કલ્પેન નામનો છોકરો રહેવા આવ્યો. તેને પણ ગપ્પાં મારવાની બહુ ટેવ.

તે દર રવિવારે ક્રિકેટ રમતા. એક દિવસ ક્રિકેટ રમવામાં ટાઈ પડી. એમાં બધા ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો. એક ટીમ કહે કે અમે જીત્યા, બીજી કહે કે અમે. આ પ્રોબ્લેમ સોલ કરવા તરંગ અને કલ્પેન વચ્ચે ગપ્પાં મારવાની શરત લગાવવામાં આવી. શરતમાં એવો નિયમ રાખવામાં આવ્યો કે જે ના પાડે તે હારે. બધી વાતમાં હા જ પાડવાની !”

“અલ્યા... આ તો આપણી જ વાત છે તરંગિયા... આ ગપ્પું ક્યાં છે ?” આયુએ કહ્યું.

“આપણી વાત ક્યાં છે... આ તો લેખકની વાત છે.” તરંગે આંખ મીંચકારી.

“હા, અલા, પણ ધ્યાન રાખજે, અત્યારે એ આપણને લખી રહ્યો છે. સરખા નહીં રહીએ તો એ આપણને ખરાબ ચિતરશે, લેખકોનો શું ભરોસો !” કહીને શૌર્ય હસ્યો.

“જવા દેને યાર... નવલકથાની શરૂઆત જ બોરિંગ કરી છે....”

“પણ એ વાત તો સારી લાવ્યો છે ને...”

“હહહહ... તંબૂરો સારી વાત ! ક્યારનો ગપ્પાં માર્યાં કરે છે એકલો ને એકલો પોતાની સાથે.”

“પોતાની સાથે ?”

“હા જ તો, પોતાની સાથે જ તો...”

“પોતાની સાથે ક્યાં ગપ્પાં મારે છે, ગપ્પાં તો આપણે મારીએ છીએ, એની નવલકથાની અંદર...”

“અરે ભોંદિયા, આપણે તો એનાં પાત્રો છીએ માત્ર. આપણને તો એ બોલાવડાવે એ રીતે બોલવાનું. એમાં આપણું થોડું કંઈ ચાલે ?”

“આ તો સાલું, કિસ્મત અને ઈશ્વર જેવું છે. એ ધારે એવું થાય. એ કરાવે એમ કરવાનું. આપણે કંઈ અનિલ્યાના ગુલામ ઓછા છીએ ?”

“કલ્પા, એમ તો આપણે ઈશ્વરના પણ ક્યાં ગુલામ છીએ, તોય એનું ધાર્યું કરીએ છીએ ને ?...”

“ઈશ્વર ! હમણાં કહું એની...” કલ્પના મોઢામાંથી ગાળ નીકળું નીકળું થઈ ગઈ. “શું વાત વાતમાં ઈશ્વર લાવ્યા કરે છે ? એ ક્યારનો આપણને હાથો બનાવીને પોતાની વાતો કહ્યા કરે છે.”

“હા, ઈશ્વર આપણને માધ્યમ બનાવીને પોતાની વાત કરતો હોય છે.”

“અરે ટણપા, હું ઈશ્વરની નહીં, અનિલ્યાની વાત કરું છું. આપણા દ્વારા અત્યારે એ જે બોલી રહ્યો છે એની...”

“તો ?”

“લે ? હજીયે તો કે છે તું ?”

“તો બીજું શું કહું ? આનો સીધો અર્થ એ જ છે કે અત્યારે આપણને આવી વાતો પણ એ જ કરાવે છે. આપણી વચ્ચે પ્રશ્નોત્તરી પણ એ જ કરાવે છે.“

“ઓહ માય ગોડ... આ શું થઈ રહ્યું છે ?”

“અલ્યા ભોંદિયા તારી તો જીભ પણ આ વખતે ના ખચકાઈ.”

“મને તો અનિલ્યાએ જ એવો ચિતર્યો ’તો એટલે મારી જીભ ખચકાતી ’તી, હવે એણે જ મને આ બોલાવડાવ્યું, જીભ ચોંટાડ્યા વિના.”

“હે ભગવાન ! શું થઈ રહ્યું છે આ બધું ?”

“લે વળી પાછો તું ભગવાન શબ્દ લાવ્યો, ભગવાન જેવું કંઈ છે જ નહીં અલ્યા !”

“જા જા કલ્પા તું ગુસ્સે ન થઈશ.”

“અરે હું ગુસ્સે નથી થતો યાર, પેલો મને કરાવડાવે છે. એ મને આ રીતે લખી રહ્યો છે તો હું આ જ રીતે વ્યક્ત થાઉં ને !... એણે મારો સ્વભાવ, વાણી, વર્તન, ચામડીનો રંગ, આંખમાં ઝીલાતાં દૃશ્યો, પ્રેમ અને નફરત કરવાની રીત, હલન-ચલન, ઊઠવું બેસવું, માથાના વાળ, ચામડીમાં કચરલી પડવાનો સમય, શરીર પર વાગવાનો અને બીમાર થવાનો સમય બધું જ પોતાની રીતે નિર્ધારિત કરી નાખ્યું છે.”

“તો શું આપણા હાથમાં કશું જ નથી ?”

“કશું જ નથી એટલે કશું જ નથી. હું અત્યારે જે ‘કશું જ નથી એટલે કશું જ નથી’ એવું બોલ્યો, તે પણ એ જ બોલી રહ્યો છે. આપણે તો માત્ર એક માર્ગ છીએ, તેની પેનનો. આપણે ખરેખર તો છીએ જ નહીં.

આભાર - નિહારીકા રવિયા જા... જા... તું મને અડી જા... મને અડી શકે છે ? અડી શકે છે મને ? હું અદૃશ્ય થઈ જાઉં છું ને શૌર્ય ?...”

“હા, હા, નથી અડી શકાતું તને.”

“કેમકે અત્યારે એ આપણને અદશ્ય કરવા માગે છે. બધું એના હાથમાં છે.”

“અનિલથી છટકી શકાય તેમ નથી ?”

“કઈ રીતે છટકી શકાય ? આ છટકી શકવાનો વિચાર સુધ્ધાં એણે જ આપ્યો છે.”

“પણ મારે છૂટવું છે. એ સર્વેસર્વા હોય તો એના ઘરનો, મારે મારી રીતે બધું જ કરવું છે. એનું બોલાવ્યું બોલવું નથી, એનું પહેરાવ્યું પહેરવું નથી, એ મારા માટે જે પણ લખે તેવું મારે સહેજ પણ થવું નથી. મારે કોઈ નવલકથાનું પાત્ર થવું જ નથી.”

“અલ્યા કલ્પા, આપણી આસપાસની દુનિયા અને દુનિયાની બહારની દુનિયા, કલ્પનાની અને હકીકતની... બધી જ દુનિયા, એણે કરેલાં વર્ણનો છે. જા એ વર્ણનો નથી તો આપણે પણ નથી. તું સમજતો કેમ નથી. એનાં વર્ણનોને એન્જાય કર.”

“તરંગિયા, તું તું નથી બોલી રહ્યો, તારા મોઢે પેલો લેખકિયો અનિલ બોલે છે.”

“તો તું પણ ક્યાં તું બોલે છે. એ જ બોલે છે ને !”

“પણ હવે આ વાતને અહીં અટકાવ પ્લીજ... બધું રીપીટ થાય છે.”

“રીપીટ થાય છે એવું વાક્ય પણ એ જ લખે છે, કલ્પા...”

“પણ એ આવું ક્યાં સુધી લખ્યા કરશે ? વાચકો કંટાળશે આવું વાંચીને.”

“પણ એને સમજાય તો ને... એ તો લખ્યા જ કરે છે, અટકતો જ નથી.”

“આપણે શું, આપણે એ લખે એ કર્યા કરીએ. આપણી નિયતિ આ જ છે. વાચકોને કંટાળવું હોય તો કંટાળે.”

“અને કંટાળશે તોય અનિલ્યાને ગાળો દેશે, આપણે શું ?”

“હહહહ.... મને આ સાંભળીને ખૂબ જ હસવું આવે છે. બિચારા વાચકો પર કેવા ફિલોસોફિકલ હથોડા માર્યા..”

“ભોંદિયાની જીભ પાછી ચોંટી ! દે તાલી !”

“ખીખીખીખીખી............”

“હીહીહીહીહીહી..........”

“હાહાહાહાહાહા.............”

“હસસો નહીં, આપણે વાત હજી આગળ ચલાવવાની છે. લેખક એવું જ ઇચ્છે છે.”

“એક મિનિટ ! મારું માથું ફરી ગયું છે. લેખક ઇચ્છે એમ મારે નથી કરવું તરંગ.”

“તું ગુસ્સો નથી કરી રહ્યો કલ્પા, એ તને ગુસ્સે કરાવી રહ્યો છે. એ આપણને બંનેને ઝઘડાવા માગે છે. આપણને હાથો બનાવવા માગે છે.”

“પણ મારે નથી બનવું હાથો.”

“એ તારા હાથમાં નથી. એ જેમ ઇચ્છશે એમ જ તારે કરવાનું થશે.”

“ઓહ માય ગોડ... આપણા હાથમાં કશું જ નથી, તરંગ ! હવે આપણે શું કરીશું ?”

તેનું વાક્ય સાંભળીને તરંગ જારજારથી હસવા લાગ્યો.

“અરે યાર તું હસે છે કેમ તરંગિયા ?”

“મારે નથી હસવું, પણ મને પેલો હસાવે છે.”

“પ્લીજ હસવાનું બંધ કર...” તરંગ વધારે જારજારથી હસવા લાગ્યો.

“અરે મારા ભગવાન...”

“કલ્પા... તું ભગવાનને યાદ કરવા લાગ્યો !”

“પણ માણસે આશ્વાસન માટે તેને શોધ્યો છે તો મારે એ શબ્દ દ્વારા આશ્વાસન તો લેવું ને ?”

“તું હજી પણ તારી ફિલોસોફીમાં રચ્યોપચ્યો છે ? તને ખબર છે આપણા હાથમાં કશું જ નથી, આપણે માત્ર એક પાત્ર છીએ, પૃથ્વી પર લખાઈ રહેલી કોઈ વાર્તાના.”

“પણ આપણને અનિલ લખી રહ્યો છે, તો અનિલને તો કોઈ લખી રહ્યું હશે ને ? હમણાં મેં કહ્યું હતું એમ !”

“ખબર નથી, કદાચ લખી પણ રહ્યું હોય...”

“તો પછી અનિલના લખનારને પણ કોઈ લખી રહ્યું હશે ને ?”

“ખબર નથી, કદાચ લખી પણ રહ્યું હોય....”

“અનિલના લખનારના લખનારને પણ કોઈ લખી રહ્યું હશે ને ?”

““ખબર નથી, કદાચ લખી પણ રહ્યું હોય.”

“અરે યાર... શું એકનું એક વાક્ય બોલ્યા કરે છે.”

“હું નથી બોલતો, અનિલ બોલાવડાવે છે મારી પાસે...”

“હવે તો હદ થઈ ગઈ યાર...”

“તને ખબર છે કલ્પા, આપણે શ્વાસ લઈએ છે તે હવામાં પણ નાના અનેક કણો હોય છે. આ કણો એટલા નાના હોય છે કે આપણા શ્વાસમાં અવરજવર કરે છે તો ય આપણને દેખાતા નથી.”

“પણ તો શું ?”

“એટલે એ જ કે આપણી પૃથ્વી પણ સમગ્ર બ્રહ્માંડ સામે શ્વાસમાં અવર-જવર કરતા કોઈ સાવ નાનામાં નાના કણ જેવી જ છે. અત્યારે આપણે આપણને આવા મોટા લાગીએ છીએ. આપણે શ્વાસ લઈએ છીએ. આપણા શ્વાસમાં અનેક કણો અવર-જવર થાય છે. તેમ આપણી આખી પૃથ્વી પણ કોઈના શ્વાસમાં અવર-જવર ન કરતી હોય તેની શી ખાતરી? આપણી પૃથ્વી અને આપણું ગ્રહમંડળ તો તેને દેખાતું પણ નહીં હોય. વળી તેના મતે આટલા નહીં દેખાતા સાવ નાના કણ ઉપર આપણે રહીએ છીએ તો આપણે કેટલા બધા નાના થયા ?”

“મતલબ એ જ કે આપણે તો જાણે અસ્તિત્વ જ ધરાવતા નથી.”

“પણ તોય ધરાવીએ છીએને અસ્તિત્વ ?”

“બે યાર... પ્લીજ... આ તું નથી બોલતો પેલો લેખક બોલાવડાવે છે તારી પાસે

આભાર - નિહારીકા રવિયા તરંગિયા...”

“કોઈ એવી સત્તા છે, કોઈ એવી ઊર્જા છે જે મારી પાસે આ બધું કરાવડાવે છે. અને તારી પાસે પણ.”

“એ ઊર્જા એટલે પેલો લેખક. આપણા હાથમાં કશું નથી, એ લખે છે તેમ આપણે કરીએ છીએ.”

“હંમ્... તો ઈશ્વરનું પણ એવું જ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે તેની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. તે જ આપણી પાસે બધું કરાવડાવે છે ? તું માને છે ઈશ્વરમાં ?”

“તરંગિયા, તું પેલા લેખકના બહાને મારી પર બધું થોપવા માગે છે.” કલ્પેન તરંગની બધી ચાલ સમજી ગયો. “પણ હું તારી સામે હાર નહીં માનું એટલે નહીં માનું.” ગુસ્સે થઈને તે બોલ્યો.

“તું માને છે કે નહીં, હા કે નામાં જવાબ આપ.”

કલ્પેન તરંગને કોઈ જીવલેણ દુશ્મનની જેમ ઘૂરી રહ્યો હતો. “હા.”

“હંમ્... એટલે તું હાર નહીં જ માને એમ ને ?”

“આ તો એક સર્કલ છે. જે પૃથ્વીની જેમ ગોળ ગોળ ફર્યા કરે છે. ઈશ્વર, જન્મ, મૃત્યુ, બ્રહ્માંડ, તું, હું, આપણને લખનારો લેખક, તેને સૂજેલા આ વિચારો, જગત, ઈશ્વર બધું જ માત્ર એક સિચ્યુએશન છે. ઊર્જાની એક સ્થિતિ છે.” કલ્પેને કહ્યું.

“ફિલોસોફી નહીં, વાર્તા કહે. જીતવું હોય તો; અથવા હાર કબૂલ કર.” તરંગ પોતાની વાતમાં મક્કમ હતો.

“હહહહ... કલ્પા હાર કબૂલી લે અને તેની વાતને ના પાડી દે એટલે વાત પતે અને ઘરભેગા થઈએ.”

“ના હું એમ હાર નહીં માનું.”

“હંમ્... તને આ પેલો લેખક જ બોલાવડાવે છે, બાકી તારું ગજું નહીં. તું કે હું, આપણે પોતે લેખક દ્વારા મરાયેલું એક ગપ્પું છીએ.” કહીને તરંગ હસ્યો.

“કોનું ગજું છે એ તો જાઈએ.”

“તો બતાવ તારું ગજું.”

“આપણને લખી રહેલા લેખકને વચ્ચે લાવીને તું એવું સાબિત કરવા માગે છે કે ઈશ્વર છે ? તે બધું કરી રહ્યો છે ? તેનાથી જ બધું છે ?”

“હું સાબિત કરવા નથી માગતો. જે હોય તેને શું સાબિત કરવાનું ? તારી મારી વચ્ચે, આપણી ચર્ચામાં પણ. દાવાઓમાં અને દલીલોમાં પણ. મારા હકારમાં અને તારા નકારમાં પણ. એ બધે જ છે.”

“તું જેને ઈશ્વર કહે છે તે એક ઊર્જામાત્ર છે. સૃષ્ટિના સર્જન વિશેની સાવ સાચ્ચી વાત કરું તો પુરુષ કે સ્ત્રી એ જ સૃષ્ટિના સર્જનનો મુખ્ય અને પાયાનો સિદ્ધાંત છે.”

“એટલે ?”

“આખું બ્રહ્માંડ શક્તિના બે સ્વભાવોમાં વહેંચાયેલું છે.”

“કંઈ સમજાયું નહીં, કયા બે સ્વભાવ ?”

“નર અને માદાનો સ્વભાવ. પુરુષ અને સ્ત્રીનો સ્વભાવ. કોઈ પણ પ્રાણી જુઓ તેમાં બે પ્રકારો છે, નર અને માદા. પંખી જુઓ, જીવજંતુ જુઓ, જળચર જુઓ કે નભચર જુઓ. બધામાં આ બે સ્વભાવ છે એટલે જ તે બધાં અસ્તિત્વ ધરાવે છે.”

“પણ એને અને સૃષ્ટિના સર્જનને શું લેવાદેવા ?”

“છે, ઘણી બધી લેવાદેવા છે. એની પર તો આખી સૃષ્ટિ સર્જાઈ છે. એ રીતે જ આ બધું બન્યું છે.”

“કંઈક ફોડ પાડ.”

“તમને બધાને ખબર હશે કે લિંગ એ બર્હિગામી સ્વભાવ ધરાવે છે. જે પોતાની શક્તિને બહારની તરફ ધકેલે છે. જ્યારે યોની એ અંતર્ગામી સ્વભાવ ધરાવે છે. તે પોતાની શક્તિ પુરુષ સ્વભાવને પોતાની અંદર ખેંચી લેવા માટે વાપરે છે. આ પ્રક્રિયા એક બળની જેમ કામ કરે છે.આ બંને વિરોધાભાસને અથવા તો આ સંયોજનને લીધે અથવા તો આવી ગોઠવણીને લીધે જ પુરુષ અને સ્ત્રી એકબીજા તરફ આકર્ષાય છે. પુરુષ બહાર તરફ ખીલે છે, જ્યારે સ્ત્રી અંદરથી પુરુષને આકર્ષવા લાગે છે. પુરુષ સ્ત્રીના ખાલી અવકાશને ભરે છે. અને જેમ જેમ તે એકરૂપ થતા જાય છે તેમ તેમ તે પોતાના સ્વભાવની - પોતાની શક્તિની પ્રબળતા વધતી જાય છે. આ એકરૂપ થયેલી શક્તિનો પિંડ અસહ્ય ઊર્જાથી પોતાનું સંતુલન ગુમાવે છે અને વિસ્ફોટ રૂપે પોતાની ઊર્જાને વિખેરી નાખે છે. આ સમયે ફરીથી શક્તિના પેલા બે સ્વભાવો છૂટાં પડે છે. આ રીતે સૃષ્ટિનું ચક્ર ચાલુ રહે છે.

બ્રહ્માંડના સર્જનમાં પણ કદાચ એવું જ થયું હશે. પ્રકૃતિનાં બે તત્વો પરસ્પર મળ્યાં. સૃષ્ટિનાં બે કણો પરસ્પર એકબીજાને બાહ્ય અને આંતરિક રીતે આકર્ષ્યાં. આ તત્વોને પરિણામે ઊર્જાનો એક મહાવિસ્ફોટ થયો. જેને વૈજ્ઞાનિકો બિગબેંગ તરીકે ઓળખાવે છે. આપણા પુરાણોમાં તેને ઓમ કહે છે. બિગ બેંગ, ઓમ નાદ કે સૃષ્ટિના સર્જનનો આ મહાવિસ્ફોટ એ માત્ર બે ઊર્જાના આકર્ષણમાંથી કે ઘર્ષણમાંથી પેદા થયેલો મોટો કણ છે. આખું બ્રહ્માંડ એ ઊર્જાનું પરિણામ છે. આ ઊર્જાને પરિણામે પૃથ્વી પર ઊર્જા છે. પાણી છે, અગ્નિ છે, વાયુ છે, જમીન, હવા છે. જેને પંચતત્વ કહેવામાં આવે છે તે આ જ છે અને સૃષ્ટિના અને આપણાં સર્જનના કારણમાં પણ આવું જ કંઈક છે.”

“એટલે તું શું કહેવા માંગે છે ? આ સૃષ્ટિનું સર્જન

આભાર - નિહારીકા રવિયા એ કોઈએ કરેલા સેક્સનું પરિણામ છે. આ આખું બ્રહ્માંડ એ કોઈની વિખરાયેલી ઊર્જા છે ?” આયુએ સીધેસીધા જ વાત કરી.

“તારું સર્જન એ પણ તારા માબાપે કરેલા સેક્સનું જ પરિણામ છે ને ?”

“એ જીભ સંભાળીને વાત કર કલ્પા.”

“અરે હું શાંતિથી અને વાતને સમજવા માટે જ કહું છું. ખરાબ કહેવાનો મારો કોઈ જ આશય નથી. ગુસ્સો કરવાની જરૂર નથી માય ડીયર.” કલ્પેને નમ્રતાથી કહ્યું.

“હા તો શું થયું, તું પણ તારા માબાપે કરેલા સેક્સનું જ પરિણામ છે ને !”

“હું પણ તને એ જ સમજાવું છું. હું મારા માબાપના મિલનને લીધે થયો છું.”

“પણ આ બિલ્ડિંગ બને છે. ગાડી બને છે. એમાં થોડા કૈં જમીન કે ધાતુઓ એકબીજા સાથે સેક્સ કરે છે અને સર્જાય છે. એ તો માણસ બનાવે છે અને બને છે.”

“હંમ્... જા મારી વાત ધ્યાનથી સાંભળ. માણસ એ છેવટે તો એક ઊર્જા જ છે ને ? એ જે વિચારે છે, કરે છે. બનાવે છે તે પણ પોતાના મનમાં ચાલતા વિચારો કે કલ્પનાઓને આધીન જ છે ને. અને તે કલ્પનાઓ કે વિચારો કામ કઈ રીતે કરી શકે છે ? તેનામાં રહેલી ઊર્જાને લીધે. તે પોતાની શક્તિ ખર્ચે છે. હવે વાત રહી બિલ્ડિંગની. તેમાં પથ્થર, રેતી, ઈંટ, ચૂનો, સિમેન્ટ આ બધું વપરાય છે. સિમેન્ટ અને રેતી મળીને માલ બનાવે છે અને તે પથ્થરને જાડી રાખે છે. એકબીજાને મજબૂત રીતે પકડી રાખે છે. આ જે પકડ જમાવે છે, તે પણ પ્લસ અને માઇનસ પ્રકારની બે ઊર્જાઓ જ છે. મારો કહેવાનો અર્થ માત્ર નર અને માદાના સેક્સ પૂરતો નથી. બે ઊર્જાઓનો છે, બે સ્વભાવોનો છે.”

“પણ આમાં સેક્સ ક્યાં આવ્યું ?”

“સેક્સનું નામ તો તું આપે છે. મેં ક્યાં કહ્યું કે સેક્સથી બધું સર્જન થાય છે.”

“જા તું ફરી ગયો હવે. તું હમણાં જ કહેતો હતો કે તું તારા માતાપિતાના સેક્સથી બન્યો.”

“હા, પણ એમાં કેન્દ્રમાં સેક્સ નથી. કેન્દ્રમાં ઊર્જા છે. પુરુષ અને સ્ત્રીની ઊર્જાના મિલનની અને તેમાંથી થતા વિસ્ફોટની વાત છે. સૃષ્ટિમાં અસીમ ઊર્જા છે. તારામાં, મારામાં અને આપણા બધામાં. આપણે બધા તેનાથી બનેલા છીએ. તમામ સર્જન એક ઊર્જા દ્વારા થયેલું નિર્માણ છે. વેદોમાં એને શિવ અને શક્તિ રૂપે ઓળખવામાં આવે છે અને આપણા પ્રાચીન સમયમાં તો શિવના પ્રતિક તરીકે લિંગ અને શક્તિના પ્રતિક તરીકે યોનિની પૂજા પણ કરવામાં આવતી હતી. આખી સૃષ્ટિ ઊર્જાની પરસ્પરની આપ લે છે. વેપાર, વાણિજ્ય, આકર્ષણ, પ્રેમ, નફરત, સંબંધો, નોકરી, સેક્સ, વીર્ય, બાળકનો જન્મ આ બધું જ ઊર્જાની આપલે અને ઊર્જાનું પરિવર્તન છે - ટ્રાન્સપરન્ટ છે; બીજું કશું નથી. ”

“કલ્પા, તું મારી વાતને આડે રસ્તે વાળે છે. કોઈ લેખક છે જે આપણને લખી રહ્યું છે. એ વાતમાં તું માને છે કે નહીં એ કહે ?”

“હું તેને ઊર્જા કહું છું, તું તેને લેખક કહે છે.”

“હહહહ... પણ આમાં ઈશ્વર ક્યાં જતો રહ્યો ?”

“એ બધું એક જ છે.”

“હા કે નામાં જવાબ આપ કલ્પા.’

“હા. બસ ?”

“હહહહ... હવે વાત અટકાવો યાર પ્લીજ... તમે બંને ના પાડવાનું નામ નથી લેતા અને રમત પૂરી જ નથી થતી. આમને આમ તો સાંજ પડશે હવે.”

પ્રકરણ ૧૫

“હવે હું તને એક કાલ્પનિક સંભાવના વિશે કહેવા માગું છું.”

“અંહં...” તરંગે આશ્ચર્યથી કલ્પા સામે જાયું.

“તને ખબર છે, માણસ ધરતી પર પહેલેથી જ બધું નક્કી કરીને આવે છે કે તે ક્યાં, કઈ સેકન્ડે, કઈ મિનિટે, કઈ કલાકે, કઈ તારીખે, કયા વારે, કોને ત્યાં જન્મ લેશે !’

‘એમ ?’

‘હા... સ્વર્ગ અને નર્ક છે કે નહીં તેની મને ખબર નથી, પણ પહેલાં હું સાવ આકારહીન હતો.”

“તારી વાત કરે છે ?” શૌર્યએ પૂછ્યું.

“હા, કેમ ?”

“હહહહ.... યાર પાછું એક નવું ગત્તકડું કાઢ્યું. વાત પૂરી કરોને પ્લીજ...”

“બે, ભોંદિયા, તું તો અમ્પાયર છે, તારે તો છેલ્લે સુધી રહેવાનું છે, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી !”

ભોંદુએ ખભા ઊંચા કરીને નીચે પછાડ્યા.

“હહહહ... ભસો ત્યારે, પણ જલદી એન્ડ લાવો યાર...”

“હું આકારહીન હતો, પછી અચાનક મારી પાસે એક જીવ આવ્યો. મહત્ત્વની વાત એ હતી કે તે પણ આકારવિહીન હતો. તેણે મને કહ્યું, ‘આપને પરમઊર્જાએ યાદ કર્યા છે.’

તેના આવા કહેણથી મને જાણ થઈ ગઈ કે મારો જન્મ લેવાનો સમય થઈ ગયો છે. હું એ પરમઊર્જા પાસે ગયો.”

“ભગવાન પાસે ગયો એમ કહેને.” આયુએ વચ્ચે ટાપસી પૂરી.

“ના, હું એને ભગવાન નથી કહેવા માગતો. મેં તેમને વંદન કર્યા અને કહ્યું, ‘હે સૃષ્ટિકર્તા, હું એક પામર આત્મા છું. આપનું એક નાનકડું સર્જન છું. આપે મને યાદ કર્યો તે મારું સૌભાગ્ય છે. આપે સોંપેલું કાર્ય કરવા હું તત્પર છું. તે તત્વ મારી ચોમેર હતું. હું તો માત્ર તેનો અંશ હતો. તેમણે મને કહ્યું,

‘ડીયર નિરાકારી, તારો આકાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’

‘જી.’ મેં તેમને ફરી વંદન કર્યા.

‘નવ દિવસ, કલાક, નવ મિનિટ અને નવ સેકન્ડ પછી તું પૃથ્વી નામના ગ્રહ ઉપર એક મનુષ્ય રૂપે અવતરીશ. તારા માતા-પિતા, ભાઈબહેન, સગાંસંબંધીઓ વગેરેની ડિટેઇલ આપણી વેબસાઇટ પર આપેલી છે. તે તું સત્વરે જાઈ લે. તેનું ફોર્મ પણ ઓનલાઇન સબમિટ કરવાનું છે. તે સબમિટ કરવાની અવધિ માત્ર અમુક કલાકોની જ છે તારી પાસે. જા આટલા સમયમાં ફોર્મ સબમિટ નહીં થાય તો આવતા ચોર્યાસી લાખ જન્મો સુધી તું આકારવિહીન રહીશ. કોઈ જન્મ નહીં લઈ શકે અને અગોચર વિશ્વમાં આકાર વિના નિરાકારી થઈને ભટક્યા કરીશ.’

‘જી.’ કહીને મેં તેમને ફરીથી વંદન કર્યા. તેમની કડક સૂચના સાંભળીને મારે શું કરવું છે તે મેં તાત્કાલીક નક્કી કરી લીધું. મેં તરત જ ત્યાંનું એક અલૌકિક અને મહાકાય કામ્પ્યુટર જાયું. તેમાં બ્રહ્માંડમાં જ્યાં પણ અને જેટલા પણ ગ્રહો પર જીવન શક્ય છે તેની તમામ વિગતો આપવામાં આવી હતી. મારો જન્મ પૃથ્વી પર થવાનો હતો આથી મેં પૃથ્વીને સિલેક્ટ કરી. પૃથ્વીને સિલેક્ટ કરતાંની સાથે જ પૃથ્વી પર હાલમાં કેટ-કેટલાં જીવ જન્મવાની અથવા તો ગર્ભ ધારણ કરવાની શક્યતા ધરાવે છે તે સર્ચ કર્યું. સેંકડો જીવોના મૈથુનથી સેંકડો ગર્ભધારણ થવાની શક્યતા હતી. મારે તે સેંકડો ગર્ભમાંથી એકની પસંદગી કરવાની હતી - મનુષ્યગર્ભની !

બહુ સર્ચ કર્યા પછી મેં અમુક ગર્ભ પસંદ કર્યા. મારી સામે અનેક ઓપ્શન હતા. હું કોઈ એક ગર્ભની પસંદગી કરું એ સાથે જ મારા માતાપિતા પણ નક્કી થઈ જવાનાં હતાં. એટલું જ નહીં, તેમાં મારા માતાપિતાની સાથે સાથે મારા દાદા-દાદી, મારું કૂળ, ગોત્ર અને વંશ પણ નક્કી થઈ જવાના હતા. વળી મારા કાકા કોણ હશે, ફોઈ કોણ હશે, હશે કે નહીં, મારા ભવિષ્યના મિત્રો બનવાની શક્યતા આસપાસમાં ગર્ભધારણ કરતાં જીવોના સંતાનો હોઈ શકે છે. મારા સગાસંબંધીઓ કયા બની શકે અને નવા કયા થઈ શકે તેની તમામ વિગતો તેમાં ખૂબ જીણવટથી દર્શાવવામાં આવી હતી.

આવી વિગતો ધરાવતા મેં પસંદ કરેલા ગર્ભમાંથી મેં ફરી પસંદ કર્યા અને ઘટાડ્યા. હવે મારે ચારપાંસ ગર્ભમાંથી કોઈ એક ગર્ભ પસંદ કરવાનો હતો.

“હમ્... તો તો પછી તે કોઈ બિલ ગેટ્સ કે ધીરુભાઈ અંબાણી જેવાને ત્યાં જ જન્મ લેવાનું પસંદ કર્યું હશે ને ?”

કલ્પેનને ખબર હતી કે વાતને કઈ તરફ લઈ જવાની છે. તેણે વાત સાંભળી ન સાંભળી કરીને પોતાની વાત ચાલુ રાખી.

“મેં જે ગર્ભ પસંદ કર્યા હતા તેમાં મેં જાયું તો એક સ્થાન એવું હતું કે જેમાં ઓલરેડી બે બાળકોની જગ્યા તો ભરાઈ ગઈ હતી. જા હું એ ગર્ભને પસંદ કરું તો હું તેમના ત્રીજા સંતાન તરીકે જન્મી શકું તેમ હતો. બીજા એક ગર્ભમાં તો ઓલરેડી આઠ બાળકો જન્મી ચૂક્યાં હતાં અને નવમાં તરીકે મારે ત્યાં જન્મવું નહોતું. મારો જન્મ, સ્થળ, વાતાવરણ, પરિવાર બધું જ પસંદગી કરવાનો મને અધિકાર હતો. હવે માત્ર

આભાર - નિહારીકા રવિયા મારી પર આધાર હતો કે મારે કઈ જગ્યા પર પસંદગી ઉતારવી. હું ક્યાં જન્મ લઈશ તો કેવો ચહેરો મળવાની શક્યતા છે તેના પણ ઓપ્શનરૂપે ફોટોગ્રાફ આપવામાં આવ્યા હતા.

મેં બહુ સર્ચ કર્યા પછી એક ગર્ભ પસંદ કર્યો. તેના તમામ રીપોર્ટ જાયા. તેમના ફોટોગ્રાફ, નામ, સરનામું, જાતિ, ઉંમર, જન્મ તારીખો, સગાસંબંધીઓ, અત્યાર સુધીમાં તેમણે કરેલાં કામ, સમાજમાં તેમનો માનમોભો, તે જીવી ગયેલા જીવન વગેરે વગેરે... પણ તેમાં જ્યાં જન્મ લેવાનો હોય તે વ્યક્તિના ભવિષ્યનું જીવન જાવાની કોઈ જ સિસ્ટમ નહોતી. તે તો અમારે જન્મ લીધા પછી જાવાનું હતું. દરેક સેકન્ડે તમામ વિગતો અપડેટ થતી રહેતી હતી. આખું ફોર્મ ભરીને હું જ્યાં સબમિટ કરવા જતો હતો, ત્યાં નાના અક્ષરે નોંધ લખી હતી. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જેવો હું જન્મ લઈશ કે તરત જ એક આકારમાં બંધાઈ જઈશ. આકારમાં બંધાવાને કારણે મારો તમામ ડેટા નાશ પામશે. મારી પાસે મારા જન્મ પછી બનતી ઘટનાઓની જ સ્મૃતિ રહેશે. બાકી બધું શૂન્ય થઈ જશે. હું ક્યાંથી આવ્યો અને કેમ આવ્યો તે બધું જ ભૂલાઈ જશે. તમામ મેમરી લોસ. મારે બધું જ નવેસરથી કરવાનું રહેશે. મારે મારું બધું એટલે બધું જ નવેસરથી કેળવવાનું હતું.

આખરે મેં એક ગર્ભ પસંદ કરી લીધો.

જન્મ માટે જવાનું હતું તેની વ્યવસ્થા અજીબોગરીબ છે. મેં જાયું કે સામે એક મોટો અને પાતળો પરદો હતો. પરદાની ઉપર તરફ મેં જાયું તે અસીમ આકાશને અડતો હતો. તેની ડાબીજમણી બંને બાજુ પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પરદો જ દેખાતો હતો. તે કોઈ માંસમજ્જાનો બનેલો હોય તેવું જણાતું હતું. ઢોલ પર ચડાવેલું કોઈ લીલું અને પાતળું ચામડું હોય તેવો હતો એ પરદો. પરદામાં સેંકડો દ્વાર હતાં. મારી ડાબી-જમણી બંને બાજુ મારી જેમ અનેક આત્માઓ જન્મ લેવા તત્પર હતાં. બધાંએ પોતપોતાના ગર્ભ પસંદ કરી લીધા હતા.

મેં હળવે રહીને ગર્ભદ્વાર ખોલ્યું. તેની આછી તિરાડમાંથી અંધકાર અને પ્રકાશનો સમન્વય થતા જે ધૂંધળું દેખાય તેવું દેખાતું હતું. મેં ઝીણી આંખે દૂર દૂર નજર કરી તો અદ્દલ આવો જ એક બીજા પરદો દેખાતો હતો. મને લાગ્યું કે આ પરદો પાર કર્યા પછી મારે એ પરદાને પાર કરવો પડશે અને પછી હું જન્મ પામી શકીશ. પણ ના એવું નહોતું. એ દ્વાર મૃત્યુનું હતું. જન્મ પૂરો થયા બાદ એ દ્વારેથી બધાએ પાછા ફરવાનું હતું. કોઈ દ્વાર તિરાડ જેટલું ખૂલતું નહોતું. મારે જ્યાં જન્મ લેવાનો હતો તેનું ગર્ભદ્વાર કદાચ થોડું બગડી ગયું હતું તેથી તે જરા અમથી તિરાડ જેટલું ખૂલી ગયું હતું અને હું આ બધું જાઈ શક્યો.

મને સમજાયું કે કોઈ પણ જન્મ માટે બે પરદાઓ છે, બે દ્વાર છે. પ્રથમ જન્મદ્વાર ખોલીને તમારે તમારા નિશ્ચિત વિશ્વમાં પ્રવેશ કરવાનો છે અને જ્યારે તમે તમારા ફોર્મમાં સબમિટ કરેલી તમામ અવધિઓ પૂરી થાય ત્યારે તમારે બીજા દ્વારથી પાછા ફરવાનું છે. બીજું દ્વાર એટલે મૃત્યુદ્વાર.

જેવો મેં ગર્ભદ્વારમાં પગ મૂક્યો કે તરજ જ કોઈ અજાણી ઊર્જાએ મને અંદર ખેંચી લીધો. હું કોઈ ઘટ્ટ પ્રવાહીમાં રગદોળાવા લાગ્યો અને મને અસહ્ય પીડા થવા લાગી. પણ એ પીડામાં ન જાણે એક છુપો આનંદ પણ હતો. મારામાંથી જાણે કે બધું ન જ નાશ થઈ રહ્યું હતું. જેમ કોઈ ફળને પીસીને તેનું દ્વાવણ બનાવવામાં આવે તેમ મારી નિરાકારતાને પીસીને જાણે એક પ્રવાહી દ્વાવણ બનાવવામાં આવ્યું. થોડો સમય થયો એટલે દ્વાવણમાંથી હું એક નાનકડા માંસના લોંદા રૂપે ગર્ભમાં ઉછરવા લાગ્યો. હવે મારી પાસે જૂનો ડેટા કશો જ નહોતો. હું કોઈના ગર્ભમાં રહેલા એક માંસના લોંદા સિવાય કશું જ નહોતો. મારા થનાર માતાપિતાએ મારી ખૂબ જ કાળજી લીધી. નવ મહિના સુધી મને ગર્ભમાં તેમણે પોષણ આપ્યું. કેવું અચરજ છે. કોઈ પણ જીવ હોય પોતાના ગર્ભને સાચવીને તે જન્મ આપે છે. માણસ, કીડી, મકોડા, પંખી, સાપ, અળસિયાં બધાં જ !

આખરે મારી સામે જે જન્મની સંભવત તારીખ દર્શાવવામાં આવી હતી એ જ દિવસે મેં જન્મ લીધો. હું પૃથ્વી પર એક માનવ રૂપે અવતર્યો. મહત્વની વાત તો એ હતી કે મારા માતાપિતાએ મારું નામ પણ માનવ જ રાખ્યું ! જન્મ પહેલાં ઘણી બધી વાતો નિશ્ચિત થઈ ચૂકી હતી અને ઘણી બધી હવે થવાની હતી. મારું નામ નક્કી નહોતું, તે થઈ ગયું. મારા અમુક મિત્રો પણ નક્કી નહોતા, તે હવે થવાના હતાં. મારી પત્ની કોણ થશે તે વિશે પણ કશો ડેટા નહોતો, તે પણ હવે મારે અહીં પૂરો કરવાનો હતો.

મારા જીવનકાળ દરમિયાન મેં અનેક અનુભવો મેળવ્યા. મારું નામકરણ

આભાર - નિહારીકા રવિયા થયું, માતાપિતા મકાન બદલતા હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, ચાલતાં-દોડતા અને પડતા પણ શીખ્યો, બોલતા શીખ્યો, ધીમે ધીમે મોટો થયો, ભણ્યો, નોકરી કરી, પ્રેમ કર્યો, લગ્ન કર્યા, મને જે વાતાવરણ મળ્યું તેમાં અનુકૂળ થવાના પ્રયાસો કર્યા, ક્યાંક વાતાવરણને અનુકૂળ બનાવવાના પણ પ્રયાસો કર્યા. હું મારા સમયને કોઈ ચ્વિંગમ જેમ ચાવતો ગયો. ક્યારેક તેમાંથી સ્વાદ આવતો ક્યારેક ન પણ આવતો. ધીમે ધીમે હું સમયની કેડી પર આગળ વધતો ગયો. મને મળેલો આકાર, એટલે કે શરીર ઝીર્ણ થવા લાગ્યું, તેમાં કરચલીઓ પડવા લાગી, ધીમે ધીમે તે મારા આત્માને મદદ કરવા અક્ષમ થતું ગયું. મને ખબર પણ ન પડી કે ક્યારે હું બીજા પરદા સુધી પહોંચી ગયો.

અચાનક એક દિવસ મારા શરીરે કામ કરવાનું જ બંધ કરી દીધું. મૃત્યુદ્વાર ઊઘડી ગયું અને હું તેની પેલી તરફ ફેંકાયો. હું જેવો આ તરફ ફેંકાયો કે તરત જ અનેક માણસો કીકિયારીઓ કરતા હતા. કેમકે હું સારું જીવન જીવ્યો હતો. આ એક સિસ્ટમ છે. ક્રિકેટની રમત જેવી. જેમ કોઈ ક્રિકેટર સારું રમે તો તેને પ્રેક્ષકો તાળીઓના ગડગડાથી વધાવી લે. તેનાં પોસ્ટરો છપાય. તેનું સન્માન થાય. પ્રજા તેને ઊંચકી લે. તેના નામનો ડંકો વાગી જાય. જા સારું ન રમે કે તેના લીધે આખી ટીમને હારવાનો વારો આવે તો લાખો માણસો તેને ગાળો દે, ક્યારેક તો માર પણ ખાવો પડે. ઘણા લોકો પોતાના રહેણાંકમાં બેઠા બેઠા ટીવી જેવી જ કોઈ સિસ્ટમમાં આ બધું નિહાળી રહ્યા હોય તો એ ખીજાઈને પોતાનું ટીવી પણ તોડી નાખે. તમારાં પોસ્ટરોની હોળી કરે... વગેરે વગેરે...

“હહહહ.. એટલે તું એમ કહેવા માગે છે કે આપણે આપણી મરજીથી જન્મ પહેલાં આપણા જન્મ વિશેની બધી જ વાતો નક્કી કરીને આવ્યા છીએ ?’

“હા, દરેક માણસ જન્મ પહેલાં બધું જ નક્કી કરીને આવે છે. તું પણ, હું પણ, શૌર્ય પણ અને આયુ પણ.”

“તો તો પછી આપણે અહીં આ રીતે મળવાના છીએ ને ગપ્પાં મારવાનાં છીએ એ પણ નક્કી જ હશે ને ?”

“ના, એ બધું તો અહીં આવ્યા પછી નક્કી થાય છે. એ આપણે કરવાનું હોય છે. જેમ કે હું અહી આવ્યો ન હોત, તરંગને મળ્યો ન હોત તો ગપ્પાં મારવાની આ રીતે શરૂઆત થઈ ન હોત અને આના બદલે બીજી કોઈ ઘટનાઓ બની હોત. જીવન તો ચાલતું જ રહેત, માત્ર તેમાં રહેલી ઘટનાઓ બદલાત.”

“હહહહહ્.... તને શું લાગે છે તરંગ ? તું કહેતો હતો કે બધું જ નક્કી હોય છે. તો શું કલ્પાની આ વાત તને સાચી લાગે છે ?” ભોદુએ તરંગની સામે જાઈ પૂછ્યું.

“હા, તેની વાત સાવ સાચી છે.”

“હહહહ... પણ તું તો હમણાં કહેતો હતો કે બધું જ નક્કી હોય છે. ભગવાનની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી.”

“એ એક વિચાર હતો, આ પણ એક વિચાર છે.”

“એમ કહેને તું ના નથી પાડવા માગતો.”

“એવું નથી કલ્પા, હું સંમત થાઉં છું એટલે કહું છું. ના પાડવા જેવું લાગે તો ચોક્કસ ના પાડું જ, હારવાની તમા કર્યા વિના.”

“હહહહ.... હવે બેમાંથી એકાદ જણ નમતું જાખો તો વાત પતે અને આપણે ઘર ભેગા થઈએ...”

“તરંગ, હવે તું કહે તારે શું કહેવું છે.” આયુ બોલ્યો.

હવે એવી કોઈ વાત જાઈતી હતી કે કલ્પાએ ના પાડવી જ પડે. પણ એ વાત કઈ હોઈ શકે તે તેને સમજાતું નહોતું.

પ્રકરણ ૧૬

“મારા દાદાના દાદાના દાદાના દાદાને એક અઢી વીઘાનું ખેતર હતું.”

ભોદુંએ માથું ખંજવાળ્યું, “અરે યાર હવે પાછા આ દાદા-બાદા ઉપર વાર્તાઓ કરવા બેસશે. આમનો ક્યારે અંત આવશે ? આખું બ્રહ્માંડ અને ભગવાન-બગવાનને ફેંદી નાખ્યા પછી પાછા માણસજાત પર આવી ગયા સાલા...” તે મનોમન બબડી રહ્યો.

“તેમાં સારું એવું અનાજ પાકતું. અમારું ખેતર અમારા ઘરથી કદાચ માંડ એકાદ કિલોમીટર જેટલું દૂર હતું. દાદા અઢી વીઘાના નાનકડા ખેતરમાં ખેતી કરતા અને શાંતિથી જીવન વિતાવતા હતા. જમીન ખૂબ ફળદ્રુપ હતી. આખા ગામમાં ખેતરના બે મોઢે વખાણ થતાં હતાં. અમારી ખેતી સૂક્કી હતી. તે વરસાદને આધીન હતી. તે વખતે નહેર જેવી કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદ ઓછો પડે કે વધુ, ખેતરના પાકમાં ભાગ્યે જ તંગી આવતી.

પણ એક સમય એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો. ચોમાસું પતવા આવ્યું હતું છતાં વરસાદના કોઈ જ વાવડ નહોતા. ધરતી સૂકાવા લાગી હતી. ઢોર-ઢોંખર મરવા પડ્યાં હતાં. ગામના ખેડૂતોમાં ચિંતાનો પાર નહોતો. માણસો પાણી વગર તરસી રહ્યા હતા. આમ ને આમ ચોમાચું ચાલ્યું ગયું, પણ વરસાદ ન પડ્યો તે ન જ પડ્યો. આવી પડેલી મહામારીમાંથી કોઈ પણ કાળે બહાર નીકળવું જરૂરી હતું.

મારા દાદાએ એક ઉપાય વિચાર્યો. તેમણે ઘરની થોડી ઘણી વધેલી સંપત્તિ વેચીને તેમાંથી જે પૈસા આવ્યા, એમાંથી એક નાનકટો ઊંટ ખરીદ્યો. ઊંટ લઈને એ ઊપડ્યા ખેતર. ઘરના બીજા કોઈ માણસોને સમજાતું નહોતું કે દાદા શું કરવા માગે છે.

સૂક્કા ભઠ થઈ ગયેલા ખેતર સામે દાદા જાઈ રહ્યા. તેમણે ખેતરમાંથી એક મુટ્ઠી ધૂળ ઉપાડી અને કપાળે અડાડી. જાણે તે ધરતી માતાને વંદન કરી રહ્યા હતા. બધાને લાગ્યું કે દાદા હંમેશાં માટે ગામ છોડીને જઈ રહ્યા છે, પણ દાદાએ ઊંટ પર રહેલા ત્રિકમ-પાવડો કાઢ્યા અને ખેતરના શેઢે ખોદવાનું શરૂ કર્યું. વળી બધા એવું વિચારવા લાગ્યા કે દાદા પાણી માટે કૂવો ખોદવા બેઠા છે, પરંતુ આ ધારણામાં પણ બધા ખોટા પડ્યા. દાદા માંડ પાંચ-છ ફૂટ ઊંડું ખોદતા અને આગળ વધી જતા. તે ઊંડું નહીં પણ લાંબું ખોદી રહ્યા હતા. શેઢે-શેઢે ખોદતાં-ખોદતાં તે આગળ વધી રહ્યા હતા.

“અરે દાદા, તમે ખેતર ફરતે દીવાલ બાંધવા માગો છો કે શું ? મકાનના પાયા ખોદતા હોય તેમ ખોદવા લાગ્યા છો શેઢાને !” દાદાને જાઈ રહેલા એક માણસે પૂછ્યું.

દાદાએ કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. માથાનું ફાળિયું ઠીક કર્યું. પેલા માણસ સામે જાઈ ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. ગામલોકો મારા દાદાને ગાંડા ગણવા લાગ્યા. તેમને થયું કે આ માણસ ખેતર ફરતે દીવાલ બાંધીને શું કરશે ? પણ મારા દાદા તો ખોદતા જ રહ્યા. બે-ચાર દિવસમાં તો તેમણે આખા ખેતરની ફરતે કેડ કેડ સમાણું ઊંડું ખોદી નાખ્યું. કામ પત્યું એટલે પાછા તે ઊંટ પાસે આવ્યા અને થાક ખાવા બેઠા. તેમને શું કરવું હતું તે તેમણે ક્યારનું નક્કી કરી લીધું હતું.

ખૂંટે બાંધેલું ઊંટ છોડ્યું અને તેમણે જ્યાં ખોદ્યું હતું તેની પાસે તે લઈ ગયા. ઊંટ ક્યાંય ચાલ્યું ન જાય એટલા માટે તેમણે ઊંટની દોરી પોતાના પગના અંગૂઠે બાંધી દીધી અને પોતે ખોદેલા ખાડામાં ઊતર્યા. ખાડામાં ઊતરીને તે જારથી બળ કરવા લાગ્યા. લોકોને હજી પણ સમજાયું નહીં કે દાદા શું કરી રહ્યા છે. તેમણે નીચે હાથ નાખીને ખેતરને એક ખૂણેથી ઊંચું કર્યું. ગામલોકોમાં હાહાકાર મચી ગયો. બધા ચીચીયારીઓ પાડવા લાગ્યા. ધીમે ધીમે દાદાએ જમીનમાંથી આખું ખેતર બહાર કાઢી લીધું અને હળવે રહીને ઊંટની ખૂંધ પર મૂકી દીધું.

“શું વાત કરે છે !” શૌર્યએ આશ્ચર્યથી કહ્યું.

“હા, હા, અને ખૂંધ પર એમણે પહેલેથી ખેતર ડગી ન જાય તેવી પણ વ્યવસ્થા કરી રાખી હતી. આ જાઈને ગામલોકોના મોં તો પહોળા ને પહોળા જ રહી ગયાં !”

ઊંટની ખૂંધ ઉપર ખેતર મૂકીને આભ સામે જાઈને દાદા ઊભા રહ્યા. તેમણે હાથના અમુક સંકેતો કરી જાયા. તેમને જાણી લીધું કે વરસાદ કઈ દિશામાં પડવાનો છે. તરત તેમણે ઊંટને એ તરફ હાંકી મૂક્યું. પછી તો જ્યાં વરસાદ પડતો ત્યાં દાદા ઊંટ ઉપર ખેતર મૂકીને દોડી જતા.”

“જબરું કહેવાય ભાઈ...” કલ્પેને ટોન્ટ માર્યો.

“હા, અને પછી તો આખું ખેતર વરસાદથી ભીનું ભીનું થઈ ગયું. જ્યારે દાદાને એમ લાગ્યું કે હવે ખેતર ખેતી કરવા લાયક થઈ ગયું છે ત્યારે તેમણે તેમાં બાજરો વાવી દીધો. થોડા દિવસો થયા એટલે તેમાં બાજરાની નાની નાની કૂંપળો ફૂટી નીકળી. વળી દાદા તો જ્યાં વરસાદ પડે ત્યાં ઊંટ લઈને પહોંચી જતા. બાજરો તો દિવસે ના વધે એટલો રાતે વધે ને

આભાર - નિહારીકા રવિયા રાતે ના વધે એટલો દિવસે વધે. આહાહાહાહ... પછી તો શું બાજરો થયો છે ખેતરમાં !

“ભાઈ ભાઈ...” કલ્પેનને પણ પાનો ચડ્યો.

તેમની અનુભવી નજરે અંદાજ લગીવી દીધો કે બાજરો કેટલો થશે. બાજરો લણવા માટે તેમણે છાપામાં જાહેરાત આપી કે ‘મજૂરો જાઈએ છે.’ લાખો અરજીઓ આવી મજૂરી કરવા માટે. દાદાને ચિંતા થવા લાગી કે હવે શું કરીશું? ”

“વધારે મજૂરો આવી ગયા હશે ?” શૌર્યએ વચ્ચે ડબકું પૂર્યું.

“ના, ના, હજી પણ થોડા મજૂરો ખૂટશે તેવું દાદાને લાગતું હતું.”

“હેં! બહુ કહેવાય...” કહીને આયુએ માથું ખંજવાળ્યું.

“ખરું - ખરું ભાઈ ખરું !” કલ્પેનને મજા આવવા લાગી.

“અને થયું પણ એવું જ ! અઢી વીઘાના ખેતરમાં લાખો મજૂરોને બાજરો લણવા માટે રોક્યા તોય મજૂરો ઓછા પડ્યા. મજૂરોને રહેવા, ખાવા, પીવા માટે દાદાએ એક આખું મોટું શહેર વસાવવું પડ્યું. લાખો મજૂરોએ રાત દિવસ સતત અઠવાડિયા સુધી કામ કર્યું ત્યારે માંડ બાજરો લણાયો. પછી તો જે બાજરો થયો છે, જે બાજરો થયો છે, જે બાજરો થયો છે... એની માને... શું કહેવું એ બાજરાનું...”

“ખાલી અઢી વીઘાના ખેતરમાં ?”

“હા, હા, ખાલી અઢી વીઘાના ખેતરમાં ! દાદાએ તો બાજરાને ભરવા માટે દુનિયામાં જેટલાં પણ બળદગાંડા હતાં તે બધાં જ ભાડે રાખી લીધાં. આમ તો એમનો વિચાર ખરીદી લેવાનો જ હતો, પણ આટલાં બધાં ગાડાં રાખીને શું કરવું ? અને બધાં ખરીદી લે તો પછી બીજાની રોજીરોટીનું શું? દેશ-પરદેશમાંથી ખેડૂતો પોતપોતાના બળદગાડાંઓ લઈએ આવી પહોંચ્યા. ચીનના ઠીંગણા બળદો, અમેરિકાના ઊંચા બળદો, આફ્રિકાના રેિન્ડયરો, ભેંસો, ગાયો, બધાને જાડી દીધાં કામ કરવા. તોય બાજરાનું કામ ના ખૂટે એટલો બાજરો થયો, બોલો !”

“બાજરો.... બાજરો....” શૌર્ય બબડ્યો.

“પછી તો લણેલા બાજરાને ડૂંડામાંથી છૂટ્ટા પાડવા માટે હજારો એકર જમીન મારા દાદાએ રાખી.”

“ખાલી અઢી વીઘાના ખેતરમાં આટલો બધો બાજરો ?” કલ્પાએ આશ્ચર્ય સાથે કહ્યું.

“હા... એ જ તો કહું છું મારા ભાઈ, મારા દાદા બહુ મહેનતું હતા. એમનેમ બાજરો આટલો બધો થાય ?”

“બહુ મહેનતું હો.” કલ્પો હસ્યો.

“કેટલો બાજરો થયો એનો તો કોઈ હિસાબ નથી. જાખ્યો જાખાય નહીં એટલો થયો. આર્થિક લેવડ-દેવડ અને હિસાબો કરવા માટે દાદાએ આખી દુનિયાના એકાઉન્ટન્ટોને હાઇક કરી લીધા. મેદાનમાં બાજરો ઠલવ્યો. એ વખતે ટ્રેક્ટરો તો હતાં નહીં. હજારો કીલોમીટર સુધીનું મોટું ખળું બનાવેલું, એમાં બાજરાના ડુંડાં ઠલવાયાં. આખી દુનિયાના બળદો ને ખેડૂતો કામે લાગી ગયા. તમે જાવો એટલે... જ્યાં નજર પહોંચે ત્યાં ખેડૂતો જ ખેડૂતો... જ્યાં નજર પહોંચે ત્યાં બળદો જ બળદો... અને જ્યાં નજર પહોંચે ત્યાં બાજરો જ બાજરો... શું કહેવું મારે તમને... ભાઈ ભાઈ...”

“ભાઈ ભાઈ...” કલ્પેને પણ તરંગના લહેકાની કોપી કરીને હાથ ઊંચો કર્યો. બધાને મજા પડી. તરંગે વાતને વધારે વળ ચડાવ્યો.

“પછી તો ઈની માને... આખી દુનિયાએ ભેગા થઈને અમારા અઢી વીઘાના ખેતરનો બાજરો કાઢ્યો. અને એટલો બાજરો થયો... એટલો બાજરો થયો.... એટલો બાજરો થયો કે વાત જવા દો ! દાદા ય વળી એવા દિલાવર... દુનિયામાં તેમની જેટલા મોટા દાની આજ સુધી પાક્યા નથી. એમણે આખી દુનિયામાં ઘરે ઘરે એક એક ગાડું ભરીને બાજરો મોકલાવ્યો.

“આખી દુનિયામાં ? ઘરે ઘરે ?” કલ્પાએ ઉપરા ઉપરી ડબલ પ્રશ્ન કર્યા.

“હા ભૈ હા, આખી દુનિયામાં અને એય પાછા ઘરે ઘરે... આખી દુનિયા તો રાજીની રેડ થઈ ગઈ. દુનિયામાંથી જ્યાં જ્યાંથી બધાં પોતાનાં બળદગાડાં લઈને આવ્યાં હતાં તેમને તેમની મહેનતનું ડબલ મહેનતાણું ચૂકવવામાં આવ્યું અને ગાડાં ભરી ભરીને બાજરો આપ્યો, એ તો લટકામાં ! આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ આગળા !”

“વાહ ભૈ વાહ... રહી રહીને તેં જારદાર ચલાવ્યું હોં...” શૌર્યએ કહ્યું.

“અરે હજી તો બાકી છે ભૈ...”

“થવા દ્યો ત્યારે...” કલ્પો રંગમાં આવ્યો.

“બધું સરસ રીતે પાર પડી ગયું. બાજરો ભરપૂર થયો. સરખી રીતે લણાઈ ગયો. ખળામાં પહોંચ્યો અને ડૂંડામાંથી દાણા પણ નોખા પડી ગયા. દુનિયાના તમામ મજૂરો-કામદારોને મહેતાણું અને બાજરો બંને પણ ચૂકવાઈ ગયા. અબજા-ખરબો રૂપિયાની આવક થઈ આ અઢી વીઘાના ખેતરમાંથી. વળી હજારો એકરોમાં પથરાયેલા ઘાસના પૂળા તો નફામાં. તેમણે બધા જ પૂળા તમામ ઢોર-ઢાંખરો માટે ફ્રીમાં વહેંચ્યા. સાવ એટલે સાવ ફ્રી. પાંચયુંય લીધું નહીં. બધું જ કામકાજ વ્યવસ્થિત પતી ગયું.

આટલું મોટું કામ

આભાર - નિહારીકા રવિયા પતાવીને દાદા પાછા ગામમાં આવ્યા અને ગામના પાદરે પગ મૂક્યો. ગામલોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત પતાવીને તે ઘરે આવ્યા. ઘરે આવીને ફળિયામાં ઢોલિયો નાખીને બેઠા. બેઠા બેઠા વિચારતા હતા કે આવતા વર્ષે શું વાવવું ? ત્યાં જ અમારા ગામના સોમાભાઈ આવ્યા. મારા દાદા તેમને મળીને રાજી થઈ ગયા. ઘણા સમયે મળ્યા હતા.

“કેમ છો સોમલા, મજામાં ? આય આય, બેસ બસ... શું લઈશ ?”

“ગોડલી !”

“હેં !” દાદાને આશ્ચર્ય થયું. “ગોડલી શું તું કહેતો હોય તો નવા બે બળદ લાવી આપું.” દાદાને હવે કમી નહોતી રૂપિયાની.

“પણ આ ગોડલી એટલે શું ?” કલ્પેને માથું ખંજવાળતા ખંજવાળતા પ્રશ્ન કર્યો.

“ગોડલી એટલે નાનો બળદ... નાનકડો બળદ હોય એને અમારા સૌરાષ્ટ્ર બાજુ ગોડલી કહે, સમજ્યો ?”

“અચ્છા ?”

“હા. સોમાભાઈએ તો કહ્યું કે મારે તારા નવા બે બળદ નથી જાઈતા, મારે તો મારી ગોડલી જાઈએ છે.”

“એટલે તું કહેવા શું માગે છે કંઈક વિગતવાર કહે તો ખબર પડે.” દાદાએ કહ્યું.

“તમારો બાજરો થયો, એમાં હું ય મારા બળદ લઈને કામે આવ્યો હતો.”

“લે, તું આવ્યો હતો ને મને મળ્યો પણ નહીં ?”

“ક્યાંથી મળાય ? લાખો લોકો કામ કરતા હતા. તને તો ખબરેય નહીં હોય કોણ કોણ કામ કરતું હતું. આખી દુનિયાના મજૂરો હતા, વળી તું વ્યસ્ત પણ એટલો હતો, ત્યાં તને ક્યાં ડિસ્ટર્બ કરવો. એટલે અત્યારે આવ્યો છું.”

“સારું, પણ તું શું કહેવા માગે છે તે કહે.”

“તારા બાજરામાં હું કામે આવ્યો હતો, પણ લાખો માણસો અને બળદગાડાઓમાં ક્યાંક મારી વહાલી ગોડલી ખોવાઈ ગઈ છે ભલા માણસ !”

“અરેરે... તું તારી આટલી ગોડલીમાં રોવા બેઠો છે. તું તારે રૂપિયા બોલને તારી ગોડલીના. હાલ ગણી આપું.”

“ઈનું મૂલ્ય રૂપિયામાં નથી થાય એમ હોં. એ તો મારા દીકરા જેવી હતી દીકરા જેવી ! અને દીકરાના કંઈ ભાવતાલ નો થાય.” સોમાભાઈનો જીવ ગોડલીમાં હતો. રૂપિયા તો એમને મન હાથના મેલ બરોબર. તેમણે ચોખ્ખું કહી દીધું કે મારે રૂપિયા નહીં, પણ મારી ગોડલી જ જાઈએ છે.”

“આખી દુનિયાના બળદ આવ્યા હોય કામે, તેમાં હવે હું તારી ગોડલી ક્યાં ગોતવા જાઉં સોમભૈ ? એક કામ કરને તને આખી જિંદગી ખવાય એટલો બાજરો આપું. આમ પણ તારે ગોડલીથી કરવાની છે તો ખેતી જ ને ? ખેતીમાં તમે અનાજ ઉગાડો એની કરતા જીવતર આખું ખવાય એટલું અનાજ તું મારી પાસેથી લઈ લે ને તું તારે...”

“ભાઈ ભાઈ... ખાલી એક નાનકડી ગોડલીના બદલામાં આખી જિંદગી ચાલે એટલો બાજરો આપ્યો તારા દાદાએ... તારા દાદા તો જબરા હોં.” કલ્પાએ વચ્ચે ટાપસી પૂરી.

“જબરા એટલે વાત જવા દે. પણ સોમાભાઈ તો એમની કરતા ય જબરા નીકળ્યા.”

“એટલે ?”

“તેમણે તો બાજરો લેવાની ચોખ્ખી ના પાડી દીધી. મારા દાદાને મોંઢા ઉપર ચોખ્ખું પરખાવી દીધું કે તારો બાજરો મારા ખાહડે માર્યે. મારે તો મારા દીકરા જેવી ગોડલી જાઈએ, બસ !”

“પછી ?”

“પછી તો મારા દાદાએ તેમને બહુ સમજાવ્યા. પણ માને ઈ સોમાભાઈ શાના ?”

“પછી શું કર્યું તારા દાદાએ ?”

“દાદાએ તો પંચ બેસાડ્યું. બધાને ભેગાં કર્યાં. તેમણે કહ્યું કે સોમાભાઈની ગોડલી ખોવાણી છે તેની રકમ હું ચૂકવું છું, વળી તેમને આખી જિંદગી ચાલે એટલો બાજરો પણ આપવા તૈયાર છું, તોય સોમાભાઈ તેમની ગોડલીની જિદ પકડીને બેઠા છે. તમે કંઈક ન્યાય કરો.”

પંચે તેમની બંનેની વાત ધ્યાનથી સાંભળી અને એક નિર્ણય ઉપર આવ્યા. તેમણે કહ્યું કે સોમાભાઈની વાત સાચી છે. તમારા કામમાં એમની ગોડલી ખોવાઈ છે એટલે એ તમારે લાવી આપવી પડશે.

“પણ હું એને ક્યાં લેવા જાઉં ? આખી દુનિયા હું ક્યાં ફેંદવા બેસું ?”

“તમારે ક્યાં રૂપિયાની તંગી છે, ખુંદી વળો આખી દુનિયા, ક્યાંક ને ક્યાંક તો મળી જ જશે.” પંચે મારા દાદાને ચોખ્ખું સંભળાવી દીધું. એ વખતે તો પંચનો ફેંસલો એટલે પતી ગયું !

દાદાએ પણ મનમાં ગાંઠ વાળી લીધી. કોઈ પણ કાળે હવે ગોડલીને ગોત્યે છૂટકો. તે તો ગામના ગામ ફરવા લાગ્યાં, ઘરે ઘરે જઈને બળદ ચેક કરવા લાગ્યા, પણ પેલી ગોડલી ના મળી. સોમાભાઈની પાસે બેસીને તેમણે ગોડલીના વર્ણન મુજબનાં અનેક ચિત્રો તૈયાર કરાવડાવ્યાં અને તે ચિત્રો ગામે ગામે - ચોરે ને ચૌટે લગાડવામાં આવ્યાં. જેને આ ગોડલી મળે તેને પચાસ લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી. એ વખતે પચાસ લાખ હોં !” કહીને તરંગે પાંચે આંગળીને ટેરવાં ભેગાં કરીને હવામાં ઉછાળ્યાં અને કલ્પા સામે જાયું.

“ઓહોહોહો... સોલીડ હો બાકી....

આભાર - નિહારીકા રવિયા દાદાની તો વાત ના થાય...”

“અને કલ્પા, મારા દાદા પણ ગાંજ્યા જાય એવા નહોતા, હવે વાત ઇગો પર આવી ગઈ હતી. આખી દુનિયામાં ઠેર ઠેર જાહેરાતો કરવામાં આવી. જાહેરાત જાઈને અમુક માણસો લલચાયા પણ ખરા. સૌ પોતોપતાની ગોડલીઓ લઈને આવવા લાગ્યા. અરે, અમુક તો ભેંસો, ગાયો અને બકરીઓ લઈને પણ આવવા લાગ્યા. એમને એમ કે જા આ જાઈને સોમાભાઈને ગમી જાય તો વાત પતે. પણ સોમાભાઈ પોતાની ગોડલીને પોતાના જીવની જેમ ઓળખે. એ એમ કંઈ ભરમાય ? પછી તો આખી દુનિયામાંથી આવનારા બળદોની કતારો સર્જાવા લાગી. આખરે દાદાએ હજારો એકરોમાં એક મોટી ઑફિસ ઊભી કરી, ગોડલીને શોધવા માટે. ઓફિસ પણ કેટલી મોટી, જાણે કોઈ શહેર જ જાઈ લ્યો ! તેમાં બળદના આવવાની-જવાની, તેના રહેવાની, બાંધવાની બધી વ્યવસ્થાઓ કરવામાં આવી. સોમાભાઈને એક વ્યવસ્થિત અને ઊંચી જગ્યાએ સારા આસન પર બેસાડવામાં આવ્યા હતા. તેમની સામેથી આખી દુનિયાની ગોડલીઓ વારા ફરતી રજૂ કરવામાં આવતી, સોમાભાઈ તેમાં પોતાની ગોડલી શોધતા. આમને આમ દિવસો જવા લાગ્યા. હવે તો આ રોજનું થઈ ગયું હતું. રોજ માણસો આવે, સોમાભાઈને ગોડલીઓ બતાવાય, તે જુએ અને નિરાશ થાય.

દાદા સવારે ઓફિસ જાય, ત્યાંથી સીધા ખેતરે જાય, ખેતરે થોડા ચક્કરો મારે, બધું કામકાજ બરોબર ચાલે છે કે નહીં તે જાઈ લે, દાદી ભાતું લઈને આવે, દાદા ભાતું ખાઈ લે, પછી ત્યાંથી સીધે તે પાછા ઓફિસે જતા રહે અને ત્યાંથી ઘરે. આ તેમનો રોજનો ક્રમ થઈ ગયો હતો. આમ ને આમ બે અઢી મહિના થઈ ગયા, પણ ગોડલી ના મળી તે ના જ મળી. સોમાભાઈનો જીવ પણ એમની ગોડલી વગર કાળજે કપાતો હતો. ઘણા બધા લોકોએ તેમને સમજાવ્યા કે ભાઈ તમારી ગોડલીની માયા મૂકી દો અને આખી જિંદગીનું અનાજ લઈ લો. આવી મૂર્ખામી ન કરશો. પણ જ્યાં હૃદયનો નાતો હોય ત્યાં કિંમત થોડી આંકી શકાય ? સોમાભાઈને તો તેમની ગોડલી સાથે હૃદયનો નાતો હતો. તેમના હૃદયના તાર ગોડલી સાથે જાડાયેલા હતા. તે એમ કંઈ છૂટે એવા નહોતા !

“ખરું હૃદય - ખરો નાતો...”

દાદા હવે કંટાળ્યા હતા, પણ ગોડલી ગોતવા સિવાય કોઈ ઉકેલ નહોતો. તે ઑફિસ બેઠા બેઠા વિચારતા હતા કે હવે સોમાભાઈની ગોડલી ક્યાંથી લાવવી. તેમણે તો એ જ પ્રકારના બળદ અને ગાય લાવીને તેની સંકર જાતિ ઉત્પન કરવાનું પણ વિચારી નાખ્યું. ખેતરે જવાનો ટાઇમ થયો એટલે ઓફિસેથી વળી તે ખેતરે જવા નીકળ્યા. તેમના વિચારો સતત પેલી ગોડલી પાછળ જ હતા. ખેતરે જઈને શેઢા પર બનાવેલી ઝૂંપડી પાસે ખાટલો ઢાળીને તે બેઠા. હુક્કો સળગાવ્યો. હુક્કો ગગડાવતા ગગડાવતા ગોડલી વિશે વિચારવા લાગ્યા. તેમને થયું કે આખી દુનિયાના બળદોમાંથી કોઈનો બળદ ખોવાયો નહીં ને સોમાભાઈની જ ગોડલી કેમ ખોવાઈ ? હવે તો તેમને પણ આંખ સામે સોમાભાઈની ગોડલી જ દેખાયા કરતી.

“જબરી ગોડલી... જબરી...” કલ્પેનેય જાવા માગતો હતો કે તરંગ વાતને ક્યાં લઈ જાય છે.

એવામાં દાદી બપોરનું ભાતું લઈને આવી પહોંચ્યા. ભાતામાં ગરમા ગરમ બટેકાનું શાક, ડુંગળી, આથેલાં મરચાં, અંદર સાંઠીકડું મૂકો તો ઊભું રહે એવી શેડકઢી છાશ અને બાજરાના રોટલા ! અને હા, આ બાજરો એટલે ઘરના ખેતરમાં ઊગેલો બાજરો હોં !”

“ભાઈ ભાઈ... જારદાર...”

“દાદી ભાતું કાઢતા હતા ત્યાં દાદા બોલ્યા, રહેવા દે, અત્યારે ભૂખ નથી, થોડી વાર પછી હું ખાઈ લઈશ.”

“સારું ત્યારે.” કહીને દાદી ઘરે પાછા ફર્યા. દાદા ખેતર ફરતે આંટો મારવા નીકળ્યા. હજી પણ તેમના મનમાં પેલી ગોડલીની છબી રમતી હતી. ખેતર ફરતે આંટો મારીને પાછા ઝૂંપડી પાસે આવ્યા. ઝૂંપડીની બાજુમાં રહેલા ઝાડ નીચે તે ભાતું ખાવા બેઠા. ભાતામાંથી સ્વાદિષ્ટ ભોજનની સુગંદ આવતી હતી. લાંબો શ્વાસ ભરીને દાદાએ તે સુગંધ લીધી.” કહીને તરંગે પણ ભોજનની સુગંધ લેતો હોય તેમ લાંબો શ્વાસ લીધો.

“આહાહાહાહા... પ્યોર ગામડાનું ભોજન...” કલ્પાએ પણ તેની નકલ કરી.

“‘આહ... ઘરના ભોજન જેવું બીજું એકે ભોજન નથી.’ કહીને દાદાએ ભાતું ખોલવાનું ચાલુ કર્યું. અંદરથી નીકળેલા ડૂંગળીના દડાને ઢીંકો મારીને તેમણે ભાંગ્યા.” તરંગ બોલતા બોલતા એક્ટિંગ કરતો જતો હતો. “પછી એક વાટકામાં છાશ ભરી અને બીજામાં બટેકાનું ગરમા ગરમ શાક કાઢ્યું. ભૂખ પણ બરોબરની લાગી હતી. પછી જ્યારે બાજરીના રોટલા પરની પાતળી પરત દાદાએ ઉખાડી તો એમની આંખો એમ ને એમ જ

આભાર - નિહારીકા રવિયા પહોળી રહી ગઈ. આ શું ?

“શું ?” કલ્પેને તરંગનો પ્રશ્ન દોહરાવ્યો.

“રોટલાના પડની નીચે બેઠી બેઠી સોમાભાઈની ગોડલી વાઘોલતી’તી, બોલો !”

“ના હોય !” કહીને કલ્પો ઊછળી પડ્યો.

“હા, હોય...” તરંગ પણ એની સાથે જ ઊછળી પડ્યો.

બંનેને સાંભળીને એક ક્ષણ માટે ચારેબાજુ મૌન વ્યાપી ગયું.

બીજી જ ક્ષણે “હારી ગયો... કલ્પો હારી ગયો...” કહીને આયુ પણ ઊછળી પડ્યો.

“પણ હું કઈ રીતે હારી ગયો ?”

“તેં ના હોય, એવું તો કહ્યું.”

“પણ મેં તો આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું. તારી વાતમાં મેં ના નથી પાડી તરંગિયા !” કલ્પાને પણ ખબર નહોતી રહી કે તે ક્યારે ના બોલી ગયો.

“હહહહ... કલ્પા તેં ના પાડી એટલે તું હારી ગયો. બાજી પૂરી. બસ... તમારી ટીમ હારી ગઈ. આજની વાત ખલાસ..” ભોંદુને જાણે આખી વાતમાંથી છૂટકારો મેળવવાનો રસ્તો મળી ગયો હતો.

“ના, બે ભોંદિયા, આ તો રીતસરની અંચઈ કહેવાય !” શૌર્ય જારથી બોલ્યો.

“આવું ના ચાલે, મેં ના નથી પાડી.”

“હહહહ... તું ‘ના હોય’ એવું જારથી બોલ્યો તો તો ખરો...”

“પણ મારો ઇરાદો ના પાડવાનો નહોતો, હું તો મારું આશ્ચર્ય વ્યક્ત કરતો હતો.”

“હહહહ... પણ બીજા શબ્દો દ્વારા ય એ તો વ્યક્ત થઈ શકે ને? હારી ગયો એટલે હારી ગયો બસ વાત પૂરી...”

“બે યાર ભોંદિયા, તું અમ્પાયર થઈને આવું કરે છે. આવું ના ચાલે... હું ખાલી અમથો બોલ્યો ’તો...”

“હહહહ... અમથો બોલ્યો તો એટલે તું અડધો હાર્યો.” ભોંદુએ વિચિત્ર ચૂકાદો આપ્યો.

“પણ એ તો અડધો જ હાર્યો છું ને પૂરો ક્યાં હાર્યો.” કલ્પાનો જવાબ સાંભળીને ભોંદુને પોતાના વાક્ય પર અફસોસ થયો.

“ના, હવે તું પૂરેપૂરો હારી ગયો, હારવામાં કંઈ અડધું-બડધું ના હોય.” આયુએ ભારપૂર્વક કહ્યું.

“ભાઈ કલ્પેન, તું ગયો કામથી... તારી હાર સ્વીકારી લે... મિયાં પડ્યા તોય તંગડી ઊંચી એવું ના કરીશ.”

“જા તરંગ, તને ય ખબર છે, મેં આશ્ચર્યથી કહ્યું હતું. તું ખોટી જીત મેળવે છે.”

“તેં જ તો સ્વીકાર્યુ કે અડધો હારી ગયો.”

“તો પૂરો હરાવ.” કલ્પેને જુસ્સાથી કહ્યું.

“હહહહ.... અરે યાર અડધું-પૂરું બધું બંધ કરો... બહુ થયું...” ભોંદુનો કંટાળો હવે ચરમસીમા પર પહોંચ્યો હતો.

“જા કલ્પા તને એમ લાગતું હોય કે આ અંચઈ છે તો તને એક છેલ્લો ચાન્સ આપીએ.”

“હહહહહ.... હા, આ બરોબર છે.” કહીને ભોંદુએ આયુની વાત વધાવી. “પણ ખાલી એક જ ગપ્પું મારવાનું. જા તું એમાં તરંગને ના ન પડાવી શકે તો તારે હાર સ્વીકારી લેવાની, બરોબર ?”

“હા, બરોબર છે ભોંદિયા.’ તરંગે પણ કહ્યું.

“હહહહ.... પણ કલ્પો શું કહે છે એ તો સાંભળો.”

કલ્પેન વિચારવા લાગ્યો, હવે શું કરવું ? સાવ હારવા કરતા તો અડધી હાર સ્વીકારવી સારી એમ સમજીને તેણે હકારમાં માથું ધૂણાવ્યું. પણ હવે આટલા બધા મોંમાથાં વગરનાં ગપ્પામાં માર્યાં એમાં ના ન પડી, ને એક ગપ્પામાં તરંગ શું ના પાડશે ? પણ છેલ્લો ચાન્સ લઈ લેવામાં શું જાય છે.

“હહહહ... જા હા પાડતો હોય તો છેલ્લી વાત કર... એટલે ઘર ભેગાં થઈએ...’ ભોંદુને હવે ઘર જવાની ઉતાવળ હતી. એ ખોટો પણ નહોતો. વાતોમાં ને વાતોમાં ઘણું મોડું થઈ ગયું હતું.

કલ્પા સામે મોટી વિટંબણા હતી. એક ગપ્પામાં તરંગને કઈ રીતે ના પડાવવી. સૃષ્ટિના આખાં રહસ્યોને ઉથલ-પાથલ કરી નાખ્યાં તોય પેલાએ ના ન પાડી તો હવે એક વાતમાં એ કઈ રીતે ના પાડશે, કદાચ ના પાડે પણ તો પછી એ વાત કઈ હોય કે જેમાં એ ના પાડે... કોઈ વાત તો એવી હોવી જ જાઈએ કે એને ના પાડ્યે જ છૂટકો થાય... સારી કે ખરાબ... પણ તરંગિયાને તો હરાવ્યે જ છૂટકો. એક જ બોલ છે અને સિક્સ મારવાની છે... શું થશે ?

“હહહહ... અલા કલ્પા તું હવે ભસે છે મોંઢામાંથી કે તને હારેલો જાહેર કરું ?”

“ટણપા, શાંતિ રાખને...” કલ્પો ગુસ્સે થઈ ગયો. “થોડી વાર વિચારવા તો દે, એક જ ચાન્સ છે મારી પાસે...”

“હહહહ... ચાલ ત્યારે હવે તારો ટાઇમ શરૂ...” ભોંદિયાએ ઘડિયાળમાં જાતા જાતા કહ્યું.

“કલ્પા... હવે ?” શૌર્ય આનાથી વધુ ન બોલી શક્યો. કલ્પો મનમાં ને મનમાં ધૂંધવાયેલો હતો. હવે માત્ર એક જ ચાન્સ હતો અને સમય તો દોડવા લાગ્યો હતો દસ મિનિટની અવધિ તરફ !

પ્રકરણ ૧૭

“ભાઈ તરંગ, તેં તારા દાદાના દાદાની વાત કરી, પણ હું તો મારી પોતાની જ વાત કરવા માગું છું.” કલ્પાના મોંમાંથી આવું વાક્ય નીકળ્યું એટલે શૌર્યને જરા શાંતિ થઈ.

“કર, કર, આમ પણ આ છેલ્લો ચાન્સ છે.” આયુ મલક્યો.

કલ્પાએ હવે છેલ્લો દાવ રમી લેવાનો હતો. લાંબો શ્વાસ લઈને ગંભીર રીતે તેણે વાત શરૂ કરી. “અમારો પરિવાર ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે. તારા દાદાને બાજરાથી જે કમાણી થઈ અને તે અબજાપતિ બન્યા એટલા સમૃદ્ધ તો નહીં, પણ અમારું પોતાનું રજવાડું કહી શકાય તેવું તો હતું જ !”

“હંહં...” તરંગે હોંકારો ભણ્યો.

“હું બાળપણથી ખૂબ જ લાડકોડમાં ઊછર્યો છું. મેં ક્યારેય દુઃખ શું કહેવાય તે જાયું જ નથી.”

“આજે જાઈ લેજે, હારીશ એટલે હમણા જ ખબર પડી જશે કે દુઃખ એટલે શું ?” આયુ ધીમા સ્વરે તરંગના કાનમાં બબડ્યો.

“હું પાણી માગું ને દૂધ હાજર થતું મારી માટે. હું શાળાએ જવા જેવડો થયો, ત્યારે દરેક વિષય માટે દુનિયાના સારામાં સારા શિક્ષકો મને ઘરે ભણાવવા આવતા. મારે કોઈ જ વાતની કમી નહોતી. હું કોઈ એક ચીજની ઝંખના કરું ત્યાં તો તેવી હજારો ચીજા મારી પાસે આવી જતી. ખાલીપો શું કહેવાય તે મને ખબર જ નહોતી. હું જેટલો લાડકોડથી ઊછર્યો તેટલું કદાચ કોઈ ઊછર્યું નહીં હોય. વળી મારા પિતાએ મને જે લાડ કરાવ્યા છે, તેનો તો આખી દુનિયામાં જાટો જડે તેમ નથી.”

“હંહં... કેવા લાડ કરાવ્યા ?” આયુ રંગમાં આવ્યો. તેને તો પોતાની ટીમની જીત સાવ સામે જ દેખાતી હતી.

“હું થોડો મોટો થયો એટલે મારા પિતાએ મારા લગ્નનું વિચાર્યું. તેમણે અમારા રજવાડાની જ એક સુંદર યુવતી સાથે મારા લગ્ન કર્યા. એ છોકરી ખરેખર પરીને પણ ઈર્ષ્યા આવે એટલી સુંદર હતી !”

“ઓહોહોહો...” મજાક કરતો હોય તેમ આયુએ લહેકો કર્યો.

“વચ્ચે વચ્ચે આવી ખોટી કોમેન્ટ કરીને મને ડિસ્ટર્બ ના કરશો પ્લીજ.”

“હહહહ... આયુ જપી જાને યાર... આ છેલ્લી વાત છે, પતે એટલે ઘરે જ જવાનું છે.” ભોંદુની દરેક વાતમાં હવે ઘરે જવાની ઉતાવળ છલકાઈ જતી હતી.

“ઓકે. સોરી.”

“હહહહ... હવે કોઈ કારણ વગર વચ્ચે ના બોલતા...”

“ઓકે.” બધાએ એક સાથે કહ્યું.

ભોંદુએ કલ્પેન સામે જાયું એટલે વિચારતા વિચારતા તેણે વાત શરૂ કરી.

“એ પરી કરતાં ય સુંદર સ્ત્રી સાથે હું ખૂબ જ સુખેથી રહેતો હતો; પણ ક્યારેય કોઈ વાતની કમી ન આવવાને લીધે હું અંદર ને અંદર મૂરઝાતો હતો. મારે કંઈ જાઈએ છે તેવી મારા પિતાને સહેજ પણ ખબર પડે કે તરત જ તે હજારો વસ્તુઓ હાજર કરી દેતા. ભગવાન બુદ્ધ જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ તરીકેનું જીવન જીવતા હતા, ત્યારે તેમના માતાપિતા યશોદા અને શુદ્ધોધને તેમનો જેટલો ખ્યાલ રાખેલો તેટલો જ ખ્યાલ, કદાચ એનાથીયે વધારે ખ્યાલ મારા માતાપિતાએ મારો રાખ્યો હતો. મને પણ જન્મ, જરા અને મૃત્યુ શું છે તેની વિશે કશો ખ્યાલ ન આવવા દેવો તેવો ચુસ્ત હુકમ ફરમાવવામાં આવેલો. ભૂલથી પણ કોઈ વૃદ્ધ, ગરીબ કે બીમાર વ્યક્તિ મારી આસપાસ ન આવવી જાઈએ. આટલું તો ઠીક તેની વાત સુધ્ધાં મારા કાન સુધી ન પહોંચવી જાઈએ. મારા પિતા પણ એવું ઇચ્છતા હતા, કે હું હંમેશાં માટે આ બધાથી અજાણ રહું. મારા ભવિષ્ય વિશે પણ અમારા જ્યોતિષીએ ભવિષ્ય ભાખેલું કે આ માણસ કાં તો મહાન રાજા થશે અથવા તો ઋષિ થશે. હું ઋષિ થાઉં એવું કોઈ ઇચ્છતું નહોતું, બધા જ મને રાજા બનાવવાની પેરવીમાં પડ્યા હતા.

મને લાગતું હતું કે મારે કોઈ વાતની કમી કેમ નથી આવતી ? મારે કોઈ વાતની કે વસ્તુની કમી જ નથી આવતી એ વાતને લઈને મારા જીવનમાં કમી ઊભી થવા લાગી. બધું મળ્યાનું સુખ હવે મને દુઃખ જેવું લાગવા લાગ્યું. હું કોઈ ઇચ્છા જ નહોતો રાખતો. કેમકે કંઈક ઇચ્છા રાખું કે તરત મારા પિતા બધું હાજર કરી દેતા. આમ ને આમ હું એકલો પડવા લાગ્યો. એકલો ને એકલો કલ્પનાઓમાં રાચતો થઈ ગયો. આના લીધે હું નવી નવી કલ્પનાઓ કરતો થઈ ગયો, હું મારા સ્વપ્નલોકમાં રાચતો થઈ ગયો. મને એકલા ને એકલા કલ્પનાભર્યા ગપ્પાંઓ મારવાની ટેવ પડવા લાગી...”

“હંમ્... એટલે જ આવી બધી કલ્પનાઓ કર્યા કરે છે.” શૌર્યએ કહ્યું.

“હા, કદાચ એવું જ છે. હું મારી સુંદર પત્ની પર પણ વધારે ધ્યાન નહોતો આપતો. પણ મને આમ એકલો એકલો અને ઉદાસ ફરતો જાઈને મારા પિતાને ચિંતા થવા લાગી. પેતાની ચિંતા દૂર કરવા માટે એક દિવસ તેમણે મને તેમના મહેલમાં બોલાવ્યો.

“બેટા કલ્પેન, હું દરેક પળે તારા વિશે વિચારું છું, તું મારું રતન છે. મારો જીવ છે. પણ હમણાથી તું

આભાર - નિહારીકા રવિયા ઉદાસ-ઉદાસ રહ્યા કરતો હોય તેમ લાગે છે. તારે કઈ વાતની કમી છે ? તારે શું જાઈએ છે ?” મારા પિતાએ લાગણીવશ થઈને પૂછ્યું.

“મારે કોઈ જ વાતની કમી નથી અને મારે કશું જ જાઈતું નથી.”

“તો પછી આમ ઉદાસ ઉદાસ કેમ ફર્યા કરે છે ?”

“બધું છે એની ઉદાસી છે.”

“કંઈ સમજાયું નહીં દીકરા.”

“તમે મને વારંવાર બધું લાવી ન દો. હું કંટાળી ગયો છું તમારાથી, મને મારી રીતે જીવવા દો.” આખરે મારામાં વર્ષોથી પિતા પ્રત્યે ભરાયેલો ગુસ્સો બહાર આવ્યો.

“સોરી પિતાજી.” મેં તરત માફી માગી. પણ તે મારો આવો જવાબ સાંભળીને સમસમી ગયા હતા.

“તારે રાજા બનવાનું છે રાજા, સમજ્યો ?” તે ગુસ્મામાં બરાડી ઊઠ્યા. “તને કોઈ જ વાતની કમી ન ઊભી થાય તેની દરેક પળે હું કાળજી લઉં છું અને તું મને એમ કહે છે કે મારી રીતે જીવવા દો ? તારે અમે કહીએ તે રીતે જીવાવનું છે.” મારા પિતા મને રાજા બનાવવા માટે બધું જ કરી છૂટવા તત્પર હતા.

“પણ મને મારી રીતે તો કંઈક કરવા દો.” હું પણ બરાડી ઊઠ્યો.

“તું કંઈ કરીશ ને તારાથી કંઈક કમી રહી જશે તો તને વૈરાગ્ય ઉત્પન્ન થશે.”

“તો મને વૈરાગ્ય ના જાગે એ માટે તમે હજી શું શું કરશો, બોલો ?” હું વધારે ગુસ્સે થઈને બોલ્યો.

“બધું જ કરીશ તારા માટે, બધું જ એટલે બધું જ.” મારાથી ડબલ ગુસ્સામાં તે બોલ્યા. તેમના પડઘા આખા મહેલમાં ગુંજી રહ્યા. ‘બધું જ એટલે બધું... બધું જ એટલે બધું...’ના પડઘા મહેલની દીવાલો તોડીને જાણે દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા હતા. દરબારીઓ દોડી આવ્યા કે શું થયું. મારા પિતા મોટેમોટેથી શ્વાસ લઈ રહ્યા હતા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. બધાને થયું કે આજે નક્કી કંઈક અઘટિત ઘટવાનું છે.

“શું બધું કરશો બોલો?” હું પણ આ વાતનો આજે ફેંસલો લાવી દેવા માગતો હતો.

“તું જે માંગ તે હાજર કરીશ.”

“મને ગામે ગામ પરણાવો, બોલો છે તાકાત ? કરી શકશો ?” ખબર નથી એ વખતે મારી શું મતિ મારી ગઈ ’તી કે મારા મોઢામાંથી આવા શબ્દો સરી પડ્યા. મારી વાત સાંભળીને મારા પિતા હસી પડ્યા. મને પણ થોડી શરમ આવી ગઈ. હું તો આખી વાતથી છૂટવા માગતો હતો, પણ આ તો ઊલટાનો વધારે બંધાયો હોય તેવું લાગ્યું.

“ગાડી તૈયાર કરો, ગામેગામ ફરો અને જેટલી પણ સારી છોકરીઓ છે તેને કલ્પેન સાથે પરણાવી દો.” મારા પિતાએ ફરમાન કર્યું કે તરત જ બધા કામે લાગી ગયા. હું કશું ન બોલ્યો. મારાથી કશું બોલાય તેમ પણ નહોતું. કેમકે જે બોલાઈ ગયું હતું તે તો પાછું ફરી શકે તેમ નહોતું. મને થયું કે હવે જે થાય તે થવા દો. જાઈએ મારા પિતા શું કરી શકે છે. ક્યાંક તો આનો અંત આવશે ને ?

મારા પિતાને તો મારી વાતથી જાણે આનંદ થયો હોય એવું લાગ્યું. મારા આશ્ચર્યની વચ્ચે તેમણે તો ગામે ગામ મારા લગ્ન ગોઠવ્યા. આ ગામ, તે ગામ, આ શહેર, તે શહેર ન જાણે કેટકેટલાં ગામો અને શહેરોમાં મારાં લગ્ન થયાં. મને પોતાને પણ ખ્યાલ ન રહ્યો કે કયાં કયાં ગામે, કયાં કયાં શહેરોમાં અને કોની કોની સાથે મારા લગ્ન થયા છે.”

“શું વાત છે.” હવે તરંગ મૂડમાં આવતો જતો હતો.

“હા, આ સાવ સાચી વાત છે. પછી તો મેં મારી બધી જ પત્નીઓને લઈને એક નગર વસાવ્યું. હું અને મારી બધી જ પત્નીઓ આ નગરમાં રહેવા લાગ્યા. એક દિવસની વાત છે. હું મારા મહેલના ઝરુખામાં બેઠો હતો. દૂર દૂરથી ધૂળની ડમીરીઓ ઊડતી આવતી હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે એ ડમરીઓ મોટી થતી ગઈ. જાતજાતામાં ડમરીએ વાવાઝોડાનું રૂપ લઈ લીધું. પણ એ વાવાઝોડામાં મેં જે જાયું તે આંખો પહોળી રહી જાય તેવું હતું.

“શું હતું એ વાવાઝોડામાં ?” આયુએ પૂછ્યું.

“એ વાવાઝોડું કોણ હતું ?”

“એટલે ?”

“એટલે કે નારી-વાવાઝોડું હતું એ !”

“એટલે ?” આયુએ ફરી પૂછ્યું.

“એવું વાવાઝોડું કે જેમાં માત્ર સ્ત્રીઓ જ ઊડી જાય. બીજું બધું એમનું એમ જ રહે.”

“ગજબ કા વાવાઝોડા હૈ ભાઈ !” એઝાઝે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“હા, ખરેખર એવું જ વાવાઝોડું હતું. જેમ જેમ તેમાં વધારે સ્ત્રીઓ ઊડતી તેમ તેમ વાવાઝોડું મોટું થતું જતું હતું. પ્રાણીને ગળીને અગજર મોટો થાય તેમ સ્ત્રીઓને પોતાનામાં સમાવીને વાવાઝોડું મોટું ને મોટું થતું જતું હતું. ધીમે ધીમે મારા આખા નગરમાં વાવાઝોડું ફરી વળ્યું. બીજી કશી જ વસ્તુ નહીં, માત્ર મારી તમામ પત્નીઓ આ વાવાઝોડામાં ઊડી ગઈ. એ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો.

“ઓહ... બાપ રે... પછી તેં શું કર્યું.”

“પછી મેં નક્કી કર્યું કે હું મારી દરેક પત્નીને

આભાર - નિહારીકા રવિયા શોધીશ.”

“હંમ્... પછી તું વાવાઝોડાની પાછળ ગયો, તેને પકડ્યું... હેં ને ?” આયુએ કહ્યું.

“ના, હું વાવાઝોડાની પાછળ જાઉં કે તેને પકડું તે પહેલાં તો તે દૂર દૂર ચાલ્યું ગયું. દૂર જઈને તે ધીમે ધીમે ઓસરવા લાગ્યું. વાવાઝોડામાં રહેલી મારી પત્નીઓ વચ્ચે જે જે ગામો આવ્યાં, શહેરો આવ્યાં ત્યાં ત્યાં પડવા લાગી.”

“એમ ?”

“હા, એમાંથી મારી સૌથી પ્રિય અને માનીતી રાણી આ નગરમાં પણ પડી છે.”

બધા આશ્ચર્યથી કલ્પેનની સામે જાઈ રહ્યા.

“અને અત્યારે મારી એ પ્રિય રાણી તારી પત્ની છે તરંગ.” કલ્પેને તરંગની આંખોમાં આંખો પરોવી ગંભરતાથી કહ્યું.

“શું વાત કરે છે !” તરંગનું મોં પહોળું થઈ ગયું.

“હા, તારી પત્ની એ તારી નથી, પણ મારી છે. ”

“શું પત્તર ખાંડે છે યાર, હોતું હશે, એ તો મારી પત્ની છે.’

“ના, તારી કંઈક ભૂલ થાય છે, આ મારી માનીતી રાણી છે.”

“અરે ના રે ના, એ તો મારી જ પત્ની છે.”

તરંગનો આવો આવેશભર્યો જવાબ સાંભળીને કલ્પેન માત્ર ધીમું હસ્યો. બધાને સમજાઈ ગયું કે કલ્પેન શું કહેવા માગતો હતો.

“ગયો કામથી તરંગ, તું ગયો... હારી ગયો...” શૌર્ય લહેકામાં બોલ્યો.

“ના, ના, હું નથી હાર્યો, કલ્પો ખોટી રીતે બ્લેઇમ કરે છે.”

“આમાં બ્લેઇમ શું ? જા તું હા પાડતો હોય તો મારી પત્ની મને પાછી આપી દે અને ના પાડતો હોય તો હાર સ્વીકારી લે.”

“આ ખોટી રીતે ગપ્પું મરાયું છે, આવું ના હોય...” તરંગે ગુસ્સે થઈ મોટા અવાજે કહ્યું.

“કાં પત્ની આપ કાં હારી જા.” કલ્પેને એનાથીયે વધારે મોટા અવાજે ગુસ્સામાં બોલ્યો.

“હહહહ... શું પત્તર ફાડવા બેઠા છો બેય જણા...” ભોંદિયાએ પણ એટલા જ મોટેથી કહ્યું.

બધા અવાક થઈને બંનેની સામે જાઈ રહ્યા હતા. બંનેએ એકબીજાનો કાલર પકડી લીધો હતો. બંનેની આંખમાં એટલો બધો ગુસ્સો ભરાયેલો હતો કે ભોંદિયા સિવાય બોલવાની કોઈનામાં હિંમત થતી નહોતી. ઝઘડો પતાવવા માટે શરૂ કરેલી રમતમાં ફરી ઝઘડો ઊભો થઈ રહ્યો હતો.

પ્રકરણ ૧૮

થોડે દૂર ઘર તરફ મોં કરીને ભોંદુ ઊભો હતો. બધા તેના જાડા શરીર, મોટા માથા અને પાછળની હાથી જેવી પીઠને જાઈ રહ્યા હતા.

“ભોંદિયા તું અમ્પાયર છે, તારે નિર્ણય આપવાનો છે.” શૌર્યએ ગંભીર અવાજમાં કહ્યું.

“તારો નિર્ણય આજ સુધી ક્યારેય તેં ખોટો નથી આપ્યો. બહુ સમજી વિચારીને બોલજે.”

ભોંદુ હજી પણ પીઠ ફેરવીને દૂર દૂર ક્ષિતિજ પર મીટ માંડીને ઊભો છે. થોડી વાર માટે જ રમાવા ધારેલી રમતે કલાકોના કલાકો લઈ લીધા હતા. હવે કોને જીત આપવી અને કોને હાર તે વાત પર ભોંદુ પણ દ્વિદ્ધામાં હતો. નજરથી હાથ લંબાવીને દૂરની ક્ષિતિજની તિરાડમાંથી જાણે તે પોતાનો અડગ નિર્ણય શોધી રહ્યો હોય તેમ હજી પણ એકધારો ક્ષિતિજ સામે તાકી રહ્યો હતો. તેના જાડ્ડા બાટલીના તળિયા જેવા કાચમાંથી તે બધું જ સ્પષ્ટ જાઈ શકતો હતો. હાથની બંને મુઠ્ઠીઓ તેણે ભીંસથી વાળેલી હતી. તેણે એક લાંબો શ્વાસ લીધો. ત્યારે સુથારને ત્યાં ચાલતું ધમણ જેમ હવા ભરવાથી મોટું થાય અને વળી પાછું સંકોચાય તેમ તે ચારે બાજુથી થોડો ફૂલાયો અને પછી સંકાચાયો.

“ભોંદ...” શબ્દ પૂરો થાય એ પહેલાં જ ભોંદિયાનો જમણો હાથ તેના માથા સુધી ઊંચો થયો અને શૌર્યની વાત અડધી જ રહી ગઈ. વહેતી હવા પણ ધીમી ધીમી સંભળાય એટલો સન્નાટો વ્યાપી ગયો હતો.

“હહહહ... હું નિર્ણય પર આવી ગયો છું.” ઊંધા ઊભા ઊભા જ ભોંદુ બોલ્યો. તરંગ અને કલ્પેને એકબીજાની સામે જાયું. કોઈને ખબર નહોતી કે ભોંદુ કોના ગળામાં વિજયહાર પહેરાવશે અને કોને હારેલો જાહેર કરશે. બધાના કાન માત્ર ભોંદુના મોંમાંથી નીકળતા શબ્દોની પ્રતીક્ષામાં હતા.

“તરંગે કલ્પાને હરાવ્યો.” ભોંદુ એટલું બોલ્યો ત્યાં તો તરંગ યસ્સ... કરીને કૂદી પડ્યો. પરંતુ ત્યાં જ ભોંદુ મોટેથી બોલ્યો, “એક મિનિટ, હજી મારી વાત પૂરી નથી થઈ.” શૌર્ય અને આયુ અને બીજા મિત્રો તો જાણે મૂક થઈને આખી ઘટના જાઈ રહ્યા હતા. ભોંદુના નિર્યણ પર બધાને પૂરો વિશ્વાસ હતો. તેમના માટે તો તે જ તેમની સભાનો સાચ્ચો જજ હતો.

“કલ્પાએ પણ અધડી હાર કબૂલી હતી. અને તે ‘ના હોય’ એવું બોલ્યો હતો.” કશું બોલ્યા વિના કલ્પેને હકારમાં માથું હલાવ્યું.

“પછી તેને એક છેલ્લો ચાન્સ આપવાની વાત થઈ. છેલ્લા ચાન્સમાં તેણે જે વાત કરી તે સાંભળીને તરંગે પણ ના પાડી હતી. આથી તે પણ હાર્યો છે.” નાનકડી સભાનો સન્નાટો વધુ ગંભીર થતો જતો હતો.

“મારા મત મુજબ બંને અડધું અડધું હાર્યા છે !”

“તો પછી જીત્યું કોણ ?” શૌર્ય અને આયુના મનમાં પ્રશ્ન રમી રહ્યો હતો.

“મેચની જેમ ગપ્પામાં પણ બંનેને સરખાં રન થયાં છે. આથી આપણે તેમાં પણ ટાઈ જાહેર કરીએ છીએ.” બધા એકબીજા સામે જાઈ રહ્યા.

“આવતા રવિવારે ક્રિકેટમાં પડેલી ટાઈને ક્રિકેટ રમીને જ ઉકેલવામાં આવશે.” કહીને ભોંદુ પાછળ જાયા વિના જ ઘર તરફ ચાલતો થયો.

શૌર્ય ભોંદુને બૂમ પાડવા જતો હતો, પણ આયુએ તેના ખભે હાથ મૂકીને નકારમાં માથું હલાવ્યું. કોઈ કશું બોલતું નહોતું. બધાનું મૌન જાણે અંદરોઅંદર વાતો કરી રહ્યું હતું. ઈશ્વર, જીવ, જગત, માણસ, બ્રહ્માંડ, ગ્રહો અને તે પોતાના અસ્તિત્વ વિશેના અનેક પ્રશ્નો કે અનેક ગપ્પાંઓ તેમના મનમાં શાંત રીતે ઘૂમરાઈ રહ્યા હતા. ક્રિકેટની નાની રમતમાંથી ઊભી થયેલી ગપ્પાંની રમતે તેમના મનમાં બીજી અનેક વાતો, વિચારો, કલ્પનાઓ દ્વારા પોતાના અસ્તિત્વ વિશે પણ પ્રશ્નો ઊભા કરી દીધા હતા. અનેક પ્રશ્નો પોતાના મનમાં લઈને કશું બોલ્યા વિના ક્રિકેટનાં સાધનો લઈને બધા ઘર તરફ રવાના થયા.