કાશ્મીર હિંદુસ્તાનનું અવિભાજય અંગ છે Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ્મીર હિંદુસ્તાનનું અવિભાજય અંગ છે

કાશ્મીર હિંદુસ્તાનનું અવિભાજય અંગ છે

કાશ્મીર હિંદુસ્તાનનું અ વિભાજય અંગ છે.હિંદુ રાષ્ટ્રનું શીર છે.આજે કાશ્મીરનો માંમલો જવાહરલાલ નહેરૂં ની નાદાનીના કારણે જગબત્રીસીએ ચડી ગયો છે.કાશ્મીરનો ઇતિહાસ ઘણું બધું કહી જાય છે.પુરાણોમાં કાશ્મીરનો ઉલ્લેખ જોવાં મળે છે.

કહેવાય છે કે બ્રહ્માંના પુત્ર મરીચિના પુત્ર કશ્યપે વરાહમૂલ(આજનું બારામુલા)પાસે પહાડ કાપીને તેમાંથી પાણી નીકળી જવાનો માર્ગ કર્યો હતો.અને કાશ્મીરની ખીણનુ પાણી નીકળી જતાં ત્યાં કશ્યપે બ્રાહ્મણોને વસાવ્યા હતાં.આજે પણ કાશ્મીરનુ ખીણનું પાણી વહીને જેલમનદી વાટે બારામુલા પાસેથી બહાર નીકળીને પાકિસ્તાન જાય છે.

ઇતિહાસના કહેવા મૂજબ ગાંધાર(આજનુ અફઘાનીસ્તાન)નો સમાવેશ પણ કાશ્મીરમાં થયો હતો.સમ્રાટ અશોકે કાશ્મીર અને ગાંધારમા બૌધ્ધધર્મના ફેલાવા માટે ધર્મગુરૂઓને ત્યાં મોકલ્યા હતાં.અશોકના અવસાન પછી વેદધર્મને પુનર્જીવન મળ્યું.કુશાન રાજ્યમાં બૌધ્ધધર્મનો અભ્યુદય થયો પણ છેવટે કાશ્મીરમાં વેદધર્મનું જ વર્ચસ્વ રહ્યું હતું.

ઇ.સ.સાતમી સદીમાં મહાનચીની યાત્રિક હ્યુ યાન ત્સાંગ કાશ્મીરમા આવ્યા ત્યારે નોંધ્યું હતું કે કાશ્મીરમાં પંજાબ અને ગાંધારનો સમાવેશ થતો હતો.આજે પણ કાશ્મીરમાં અંનતનાગ,બ્રિજવિહાર,માંર્તડ અને પટ્ટન વગેરે સ્થળોએ પાંચમીથી સાતમી સદી વચ્ચેનાં મોટા ખંડેરો મોજૂદ છે...

ત્યારે હિંદુ રજાઓની જાહોજલાલી હતી,વેદ અને બૌધ્ધ બંને ધર્મ સહુષ્ણુતાથી પાંગરતા હતાં.

ઇ.સ.૧૦૦૦થી મહમદ ગઝનીને હિંદનાં મુસ્તાકોના કાંગરા ખેરવવાની શરૂઆત કરી ત્યારે લગભગ ૨૨ આક્રમણો કર્યા હતા..પણ કાશ્મીરના હિંદુ રાજાઓએ ગઝનીનો ગજ વાગવા દીધો નહોતો.સમય જતાં પંજાબ અને અફઘાનીસ્તાન વગેરે મુસ્લિમ આક્રમણખોરોના હાથમાં જતાં અને ઉતરી હિંદુસ્તાન સુધી મુસ્લિમ આક્રમણ ખોરોનો પગપેસારો થતાં છેવટે ૧૩૯૬માં આમીરશાહ નામના અફઘાની મુસ્લિમ આક્રમણખોર સામે કાશ્મીરના રાજા ઉદયનદેવ ટકી ના શક્યો અને ઉદયનદેવનો વધ કરીને શમ્સુદીન નામ ધારણ કરીને કાશ્મીરની ગાદી ઉપર ચડી બેઠૉ.

એ પછી કાશ્મીરમાં હિંદુઓને બળજબરીથી નાપાક મુસલમાન બનાવવાનું શરું થયું.ત્યાં વિરાટ હિંદુમંદિરોને ધ્વસ્ત કરવાનું એક વ્યવસ્થિત અભિયાન શરૂ થયું.મોટાપાયે હિંદુ ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો.

પંડિત નહેરુંના કહેવા મૂજબ લગભગ ૯૫ ટકા વસતિ મુસ્લિમ બની ગઇ હતી.જો કે ઘણાખરા લોકોએ હિંદુઓના રીતિરીવાજો જાળવી રાખ્યા હતાં.પંડિત નહેરું આગળ લખે છે કે ૧૯મી સદીના અધવચ્ચે હિંદુ શાસન લાગુ પડતાં ત્યાંના એક મુસ્લિમ સમૂદાયે ફરીથી હિંદુ ધર્મ સ્વિકારવાનું નક્કી કર્યુ ત્યારે કાશ્મીરી પંડીતોએ એક વાર મુસ્લિમ બન્યા પછી ફરીથી હિંદુ બની શકે નહી એક કહીને આ માંગણીનો રાજા મારફત અસ્વિકાર કરાવ્યો.

વિજયગુપ્ત મોર્ય આ બનાવના સંદર્ભે લખ્યું છે કે,"આપણા દેશના હિંદુઓની અને ખાસ કરીને બ્રાહમણોની ટૂકી દર્શ્ટિના કારણે અને જડમાનશના કારણે દેશને કેટલુ મોટુ નુકશાન થયું તેનો આ ફકત એક જ દાખલો છે."

હવે આગળની વાત ઉપર આવીયે.એ પછી ૧૪મી સદીમાં કાશ્મીર ઉપર સિકંદર નામનો મુસ્લિમ આક્રમણખોર ચડી આવે છે.સિકંદર કટ્ટર ધર્મઝનૂની હતો.એના શાસનકાળ દરમિયાન એટલા મોટા પાયે હિંદુ મંદિરો અને ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો હતો..આ કાર્યને લીધે સિંકંદરને 'બૂતશિકત'(મૂર્તિભંજક)નું બિરુદ આપવામાં આવ્યુ હતું.

ઇ.સ.૧૫૨૬માં બાબરે દિલ્હીમાં મોગલ સલ્તનતનો પાયો નાંખ્યો ત્યારે ઉનાળામાં મોગલોને બહુ આકરો લાગતાં હવાફેર તેને કાશ્મીર જોઇતું હતું,પણ છેવટે ૧૫૮૬માં મોગલોના હાથમાં કાશ્મીરનો કબજો આવે છે.

મોગલોમાં ઔરંગઝેબ સીવાય અન્ય બાદશાહો બીજા મુસ્લિમ આક્રમણખોરો જેટલા કટ્ટર નહોતા.પરિણામે કાશ્મીરમા રહ્યાસહ્યા હિંદુઓનું ધર્માતંર કરવાને બદલે કાશ્મીરનાં આંતરિક સૌંદર્યને વિકાશાવવામાં વધારે ધ્યાન આપ્યું.

નિશાત બાગ,શાલીમાર,અછબાલ,હઝરત બાલ,વેરીનાગ અને હરિ પર્વત પરનો કિલ્લો વગેરે મોગલ શાસન દરમ્યાન થયેલું સર્જન છે.

૧૬મી સદીના ઉતરાર્ધમાં મોગલો નબળા પડતાં અફઘાન અહમદશાહ અબ્દાલી કાશ્મીર પર ચડી આવ્યો.એ પછીના ૬૭ વર્ષ સુધી કાશ્મીર અફઘાનીઓના કબજા હેઠળ રહ્યું.

એ પછી છેક ૧૮મી સદીના ઉતરાર્ધમાં અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને શીખવિગ્રહનો લાભ લઇને શીખસત્તા તોડી પાડી.એના બદલામાં ઇસ્ટ લિન્ડિયા કંપની દુલિપસિંહ નામના શીખ રાજા પાસે એક કરોડ રૂપિયા અને પંજાબનો વિશાળ પ્રદેશ માંગ્યો.શીખો એક કરોડ રૂપિયા આપી શક્યા નહીં.આ સમયે રણજિતસિંહના ડોગરાનાં વંશજ ગુલાબસિંહે અંગેજોને ઓફર મુકી કે લાહોરના શીખ રાજા દુલિપસિંહનો એક કરોડ રૂપિયાનો દંડ હું ભરી આપુ એના બદલામાં મને જમ્મુ કાશ્મીરનો રાજા બનાવો.કારણકે એ સમયે શીખોના વિશાળ સામ્રાજય બીયાસથી સિંધુ નદી સુધી વિસ્તરેલો હતું.તેમાં જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનનો વિશાળ ભાગ આવી જતો હતો.

છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમત્વ હેઠળ ૧૬ માર્ચ ૧૮૪૬ના રોજ કરાર મૂજબ ગુલાબસિંહ જમ્મુ અને કાશ્મીરના રાજા તરીકે નિમણૂક પામ્યા.રાજા ગુલાબસિંહે પાછળથી તિબેટ અને લડાખ પણ જીતી લીધા.છેલ્લી એક મુસ્લિમ સત્તા સ્કાર્દુમાં હતી એ પણ ગુલાબસિહે જીતી લીધી.એક વર્ષની અંદર જમ્મુ કાશ્મીર ઉપર પોતની સત્તા જમાવી દીધી.

છેવટે આઝાદી મળી ત્યાં સુધી કાશ્મીર ઉપર હિંદુઓનું શાસન રહ્યું.છેલ્લા રાજા હરિસિંહને આઝાદીના સમયે સ્વાયત કાશ્મીરનું દુસ્વપન આવ્યું,એ પછી નહેરું અને માઉન્ટ બેટની જોડીએ કાશ્મીરના અસ્તિત્વ ઉપર પ્રશ્નઅર્થ મુકી દીધો અને હજુ પણ યુનો આ પ્રશ્ન એમ ને એમ પડેલો છે.

હવે મુસ્લિમસતાની વાત ઉપર આવીયે.દુનિયાના દરેક દેશોમાં જ્યાં જ્યાં મુસ્લિમ શાસન છે.ત્યાની પ્રજાનું ધર્માતંર કરીને મુસ્લિમ બનાવવામાં આવી છે.તુર્કીમાં ઓટૉમાન તુર્કનું શાસન લાગુ પડતા બધા ઇસાઇઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યાં.બોલ્કન દેશો જેવા કે યુગોસ્લાવ્યા,સર્બિયા વગેરે.ત્યાંની મુળ પ્રજા ઇસાઇ હતી તેને મુસ્લિમ બનાવ્યા.હિંદુસ્તાનમાં જેટલા મુસ્લિમ છે તે બધાનું મુળ તો હિંદુ છે..ફકત અરબસ્તાની દેશોમાં જ અસલ મુસલમાન છે.

આપણે હિંદુઓ આપણા પૂર્વજોની જયગાથા થાકતા નથી.હિંદુસ્તાનથી ચાર હજાર કિ.મી.દુર અરબસ્તાનથી વીસ-પચ્ચીસ હજારનું સૈન્ય લઇને આવેલા અરબસ્તાની બાદશાહો વિશાળ હિંદુસ્તાન ઉપર શાસન કરી ગયાં.

એ આરબોએ કોઇ ગેબી સુચનાથી લશ્કરો બનાવ્યાં.હજારોની સંખ્યામાં અરબી નશલનાં ઘોડા પર ખેલનારા યોધ્ધાઓ તૈયાર કર્યા.ખૈબર,વાયા પંજાબ..એ આવ્યા.ઘોડાઓના ડાબલાઓના અવાજથી હિંદુસ્તાનની ધરતી ગાજી ઉઠી.એ જ રસ્તો.જ્યાંથી દરિયાવુશ,સાયરસ,કેમ્બેસિસ,સિંકદર,સ્કીધ્યન આવ્યા હતાં.ભગવદગીતા અને મહાભારતના યુધ્ધોના ઇતિહાસ પર મુસ્તાક હિંદના ખેંરખાઓના પાણી ઉતારી નાંખ્યાં.શસ્ત્રોને પૂજનારાના મુંછોના આંકડા નીચા થઇ ગયાં...

હિંદુસ્તાનની ભૂમિ ઋષીમૂનિઓ,સાધુંસંતો,યોગીઓની ફસલ માટે ફળદ્રુપ બનતી ગઇ.આ ભૂમિ પર યોધ્ધાઓની ફસલ પાકવાની બંધ થઇ ગઇ.અહિંસાવાદી પુરુષોની મબલખ ફસલ પાકતી ગઇ પરિણામે આવનારી પ્રજા પર આ અસર જોરદાર લાગુ પડતી ગઇ.નેપોલિયન,દરિયાવુશ,સાયરસ,હિટલર,મુસોલિની,ગઝની જેવા યોધ્ધાઓની ફસલ માટે હિંદુસ્તાનની ભૂમિ બંજર સાબિત થઇ.દુશ્મનની તલવારની ધાર સામે અહિંશાના ઉપદેશ આપતું પુસ્તક ઢાલ તરીકે વાપરવાનું હિંદુઓને ભારે પડયું.પરિણામે હિંદુઓના કાંડા કપાય ગયાં..

આપણૅ હિંદુઓ મહાભારત અને રામાયણના યુધ્ધોની જયગાથા ગાતા થાકતાં નથી.એક વખતનૉ લડાયક યોધ્ધો છેલ્લા બારસો વર્ષોમાં નબળૉ પડતો ગયો.શસ્ત્રોને પુજનારાઓના શસ્ત્રો બુઠા થઇ ગયાં. અલગ અલગ પંથો બનતાં ગયાં.અહિંશાવાદી,ધાર્મિકતત્વોની સુખાકારી અસર,ઐયાસવૃતિ વધતી ગઇ.કામશાસ્ત્રમાં પ્રવિણતા આવી ગઇ અને યુધ્ધશાસ્ત્રમાં નપુંશક્તા આવતી ગઇ.દશેરા ફક્ત રામને ખુશ કરવાં માટે ઉજવવાના છે..

૩૭૦ની કલમ માટે જો કોઇ દોષીત હોય તો જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં.

જ્યારે શેખ વીલા મોઢે નહેરુ પાસે પાછા ગયા ત્યારે નહેરુએ બિટીશકાળના બાહોશ સનદી અધિકારી ગોપાલસ્વામી આંયગર ઉપર દબાણ કરીને બંધારણ સભામાં આ મુસદો રજુ કરાવ્યો.

એ તો ઠીક..તે સમયે મૌલાના આઝદ જેવા મુસ્લિમ નેતાએ પણ આ મુદદ્દાનો સખત વિરોધ કર્યો હતો.મૌલાનાએ પોતાની દલીલ રજુ કરતા કહ્યુકે,’આ આખી કલમ કાશ્મીરને દેશથી જુદુ પાદી દેશે.જોકે આ જ દલીલ સરદાર પટેલે પણ નહેરુની સામે ઉચ્ચારી હતી.

એ સમયે બંધારણના સભ્યોનો વિરોધ શાંત કરવા નહેરુએ કહ્યુકે,’આ કલમની જોગવાય કામચલાઉ ધોરણે છે.’

પરંતુ આજ સુધી નહેરુના વારસદારો ઇન્દિરાથી લઇને સોનીયા સુધી કોઇએ પણ આ કામચલાઉ જોગવાય દુર કરવાની હિંમ્મ્ત કરી નથી.

આઝાદીના સમયથી આજ લગી કોંગેશની નીતિ..”ગાય મારીને કુતરાને ધરાવવાની રહી છે.”

સરદાર પટેલ પછી કોંગેશમાં મર્દ નેતાની ફસલ પાકવાની બંધ થઇ ગઇ છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં ૮૦ટ્કાની બહુમતીની સામે ૧૨ટકાની લધુમતી ભારે પડે છે.

હિંદુસ્તાન એક એવો દેશ છે જ્યાં મહિલાના કાયદાઓ મહિલાની જાતિને અનુલક્ષીને બનાવવામાં આવ્યા છે.

નહેરુના પાપે દેશની જનતાને કાશ્મીરના કારણે આવતો બોજો ભોગવવો પડે છે.

દેશની મહેનતકશ જનતાની પસિનાની કમાણીમાંથી આપણે રૂપિયા ૮૭૫/-એક કાશ્મીરીના માથાદીઠ ચુકવીયે છીયે.

૩૭૦ની કલમ હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીક માટે તમાચા રૂપ છે.અને તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂર છે

આપને બધાને જાણીને નવાઇ લાગશે કે જમ્મુ-કાશ્મીરના નાગરીકોને અલગ નાગરીકતાનો દરજ્જો પણ હાંસિલ છે.કાશ્મીરને સ્ટેટ સિટિઝનશીપ પણ નહેરુના પાપે મળી છે.એ જ રીતે દેશના તમામ રાજયો માટે હિંદુસ્તાનનો તિરંગો રાષ્ટ્રધ્વજ છે,જ્યારે કાશ્મીરનો પોતાનો અલગ રાષ્ટ્રધ્વજ છે જે આપણા તિંરગાની સાથે લહેરાવવામાં આવે છે,જે હિંદુસ્તાનના દરેક દેશપ્રેમી નાગરીકોના ગાલે કારમી લપડાક છે.છેલ્લા થોડા વર્ષોથી હિંદના લશ્કરની મદદ વિના કાશ્મીરમાં આપણૉ તિરંગો પણ લહેરાવી શકતા નથી..રહી મુદાની વાત કાશ્મીરનો એક પણ મુસ્લિમ બચ્ચો “જયહિંદ” બોલતો નથી કે આપણૂ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ગાતો નથી.જે માણસ હિંદુસ્તાનની જનતાની પસીનાની કમાણીમાંથી રૂપિયા ૮૭૫/-ચુકવાય છે..

એક આશીકમિજાજી અને હાથમાં ગુલાબ લઇને ફરનારા શાયરદિલ ઇન્સાનની નાસમજ અને નાદાનિયતની કિંમત આજે આમ હિંદુસ્તાની નાગરીક ચુકવી રહ્યો છે.

આજે બાળાસાહેબ અને રાજ ઠાકરે દ્વારા ચાલતી મરાઠી મુહિમનો વિરોધ કરવાં કોંગેશ સહિત બધા રાજકિય પક્ષો લાગી પડ્યા છે.ગાઇ વગાડીને કહે છે કે મુંબઇ દેશના દરેક નાગરીકો માટે છે.

પણ..જમ્મુ-કાશ્મીર માટે વાત જુદી પડે છે.કાશ્મીરમાં દેશના કોઇ બીજા રાજયનો માણસ નોકરીની અરજી સુધ્ધા કરી શકતો નથી,કારણકે કાશ્મીરમાં બીનકાશ્મીરી સિવાય કોઇને અરજી કરવાનો હક્ક જ નથી.

૩૭૦ની કલમની બીજી એવી અનેક જોગવાઇઓ છે જે દેશના સાચા નાગરીકો માટે કુઠરાઘાત સમાન છે.

જો કોઇ કાશ્મીરી કન્યા અન્ય હિંદુસ્તાની સાથે લગ્ન કરે તો ક્ન્યા તેની બાપીકી મિલકત્તમાંથી આપોઆપ બે-દખલ થઇ જાય છે.પરંતુ જો આ જ કાશ્મીરી કન્યા કોઇ પાકિસ્તાની નાગરીક સાથે શાદી કરે તો પાકિસ્તાની પુરુષને આપોઆપ હિંદુસ્તાનનું નાગરીકત્વ મળી જાય છે.

એ જ રીતે જો કોઇ કાશ્મીરીને દેશમાં કોઇ પણ રાજ્યમાં મિલકત ખરીદવી હોય તો ખરીદી શકે છે,પણ દેશના કોઇ પણ રાજયનો માણસ કાશ્મીરમાં મિલકત ખરીદ કરી શકતો નથી.

એ જ રીતે દેશના તમામ રાજયોનું બંધારણ એક જ છે,પણ કાશ્મીરનું બંધારણ પોતાનું જુદુ છે.રહી મહત્વની વાત..કાશ્મીરમાં જે કોઇ વ્યકિત ગવર્નર તરીકે જાય છે,એ વ્યકિત કાશ્મીરની વિધાનસભાની ચુંટણીમાં મત આપી શકતો નથી.

આવી જ એક આઘાતજનક એક વાત છે..હિંદુસ્તાનની સંસદ જે કાયદાઓ બનાવે તે આખા દેશને લાગુ પડે છે પરંતુ કાશ્મીર આ કાયદાઓ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે રાજયની વિધાનસભા આ કાયદાઓને મંજુરી આપે.

હવે હિંદુસ્તાનના દેશપ્રેમી નાગરીકો આ તો હજુ પાશેરામાં પહેલી પુણી છે.જો હવે આપણે નહી જાગીયે તો સરકાર છાનેખુણે કાશ્મીરને ક્યારે પાકીસ્તાનને હવાલે કરી દેશે એ ખબર પણ નહીં પડે.

નહેરુની ગુસ્તાખીની સજા આપણે નિર્દોષ હિંદુસ્તાની નાગરીકો ક્યાં સુધી સહન કરીશું..?

સમય છે સાથે મળીને દેશના સાચા અને દેશપ્રેમી નાગરીકોએ ભેગા મળીને એકસુરમાં આ
આપણા ગાલ ઉપર લપડાક સમી ૩૭૦ની કલમનો વિરોધ કરવાનો..

જયહિંદ

નરેશ કે. ડૉડીયા