વાયરલ ! Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

વાયરલ !

વાયરલ !

.....................................

- વિપુલ રાઠોડ

- યાર આજે કલ્પિત કામ પડતા મુકીને કંઈક ઉતાવળે જતો રહેલો, નક્કી કંઈક અર્જન્સી આવી ગઈ હોય તેમ લાગ્યું.

- ક્યારે ? આજે જ મેં કલ્પિતને રીંગ રોડ ઉપર જોયો હતો, કદાચ કલ્પના હતી તેની સાથે

- હમમ...

.................................

- કલ્પિતને તો રમેશે જોયેલો, એ કહેતો હતો કદાચ કલ્પના હતી તેની સાથે...

- એમ?

...................................

- વાત ખાનગી રાખજે. કલ્પિત અને કલ્પનાને રમેશે સાથે જોયા હતાં એવું મને દર્શને કહ્યું

- એટલે ? તારો મતલબ શું?

...................................

- હવે જા બે... બન્ને સાથે હતા. જીગર કહેતો હતો કે દર્શન ખાતરી વગર બોલે જ નહી.

- એમ ? દર્શને કહ્યું તો ખોટું ન હોય. મને પણ ભરોસો છે તેની વાતમાં.

.................................

- બન્ને વચ્ચે કંઈક તો છે પણ બહાર નથી આવતું. ઋતુ કહેતી હતી કે તેના બોયફ્રેન્ડે જ તેને આ વાત કરી છે.

- એલી... આ તો બન્ને છૂપા રુસ્તમ નીકળ્યા.

.................................

- અરે સાચ્ચે... તને ખોટા વ્હેમ છે. બન્ને બહાર શું-શું કરતાં ફરે છે એ આખું ગામ જાણે છે.

- મને ખાતરી છે કલ્પના એવી નથી.

..................................

- કલ્પના મારાથી કશું છુપાવે જ નહીં તેની મને ખાતરી છે પણ જીજ્ઞાએ પણ પુરા ભરોસાથી કહ્યું કે બન્ને....

- ભારે કરી છે. જરા વિચાર તો ખરા બન્ને પરણેલા છે...

................................

- અરે સાંભળો... તમને ખ્યાલ છે પેલી મારી ફ્રેન્ડ કલ્પના ! એણે પેલા કલ્પક જોડે લફરુ કર્યુ. હા, તમારા એક મિત્રનાં લગ્નમાં આવેલો ને ? એ જ કલ્પક...

- અચ્છા... એવું તો બને આજકાલ.

.........................

- હા, એક વાત તો ભૂલી જ ગયો. તારા લગ્નમાં આવેલો'ને તારો ભાઈબંધ કલ્પક... એને તો ઓફિસમાં કલ્પના કરીને એક ફટાકડી ભાભી સાથે સેટીંગ કરી લીધું છે... મને આજે જ રક્ષાએ વાત કરી.

- હે? એ માણસ એવો છે નહીં પણ ધુમાડો દેખાતો હોય તો કંઈક બળતું હશે જરૂર...

...................................

- જો કોઈને કહેતી નહીં. આપણા બે વચ્ચે જ રાખવાનું. કલ્પકને ઓફિસમાં એક પરણેલી છોકરી સાથે સંબંધ છે.

- વ્હોટ? એને ખબર નહીં પડતી હોય? પરણેલો છે. તારા દોસ્તાર સાવ આવા?

...............................

- એલી... આપણાં કલ્પકભાઈ પણ ઓછા નથી. ભલે ભોળાભલા લાગે પણ તેની ઓફિસમાં રંગરેલીયા કરે છે...

- આજનાં પુરુષોને હાથમાં ન રાખો તો આમ જ થાય...

...............................

- મને પાક્કા ન્યૂઝ મળ્યા છે. કલ્પક ઘરમાં રામ ગલીમાં શ્યામ છે.

- એમ તો આપણે બન્ને પણ પરણેલા જ છીએ ને...

...............................

- અરે દોસ્ત, મને જાણવા મળ્યું છે કે આપણો કલ્પક હવે જુવાન થ્યો... સાલાએ બારોબાર બીજું એક ગોઠવી રાખ્યું છે.

- શું વાત કરે છે? તો... તો... પાર્ટી લેવી પડશે.

.................................

- લ્યા, કલ્પક સાથે તારે તો ખુબ સારુ બને છે. તને પણ નથી ખબર એને બરોબાર એક સેટિંગ છે !

- ના. ખરેખર આજ સુધી એ મતલબનો એક હરફ પણ તેણે ઉચ્ચારેલો નથી.

......................................

- મને તો એમ થાય છે કે કલ્પક આ વાત મારાથી છુપાવી કેમ શક્યો હશે? કદાચ તેને ડર હશે કે હું તને વાત કરીશ તો તું તેની વાઈફને કહ્યા વગર રહીશ નહીં.

- સાચી વાત છે પણ આપણે નીશાભાભીને ઈન્ફોર્મ તો કરવાં જ પડે. આ સદંતર ખોટું થાય છે.

......................................

- ભાભી... તમે થોડા શાંતિથી વિચારીને કંઈપણ પગલું લેજો. હા, તમે કલ્પકભાઈ ઉપર ગુસ્સો ઠાલવી લેજો પણ સાથેસાથે તે આવા અવળા ધંધામાંથી પાછા વળે તે ધ્યાને રાખજો. કલ્પકભાઈ માણસ તરીકે બેસ્ટ જ છે. કેમ આવી ભૂલ કરી બેઠા તે મને પણ સમજાતું નથી. જીગર પણ એમને સમજાવવાનો છે.

- મને... સમજાતું નથી કે શું કરવું ? પણ હવે મારાથી મુંગુ રહેવાશે નહીં. સહનશક્તિની પણ મર્યાદા હોય...

.....................................