લેખક વિશે :-
પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.
અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.
આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.
Facebook : www.facebook.com/poojan n. jani
www.facebook.com/ jawanizindabadonlinearticleseries
Email : poojan5104@gmail.com
Whatsapp : 7874595245
મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......
ન્યાયમંદિરમાં થયેલા ધડાકાનાં પરિણામે પોલીસની ગાડીઓ અને એસ.એસ.જી હોસ્પિટલમાંથી ડોક્ટરની ટીમ આવી ગઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા આખોય વિસ્તાર સીલ કરી દેવાયો હતો. સફેદ કપડાંમાં સજ્જ થયેલા યુવા નર્સિંગ સ્ટાફ વીજળીની સ્પીડે બને તેટલી રીતે મદદ કરવા તત્પરતા બતાવતો હતો. હજી સુધી કોઈ બોમ્બ વિસ્ફોટથી જાન ગઈ ન હતી હાં પણ નજીક રહેલા અસીલો ઘવાયા જરૂર હતાં.
પ્રેસનાં પત્રકારો પણ સારી રીતે અટવાયા હતાં. આખી ઘટનાં માટે કોઈ જવાબદાર અધિકારી તેમને મળતો ન હતો. મિ.જાની રાણા અને મિ.વ્યાસ બધા જાણે ગાયબ જ થઈ ગયાં હતાં. તેમને વિસ્ફોટને કારણે ઈજા થઈ હતી કે નહીં એ પણ જવાબ હજી કોઈને મળ્યો ન હતો તો એક વાત અંદરો અંદર ફરતી હતી કે શું આ આખીય રમત તેમને કેસથી દુર કરવા ન હતી ને? ******
ઈનોવા GJ-6-331 છાણી ચેક પોસ્ટ પર ઉભી રહી અને ત્યાં આઈ કાડઁ બતાવ્યો અને ઈનોવા માટે ગ્રીન સિગ્નલ કરી દેવાયું. ઈનોવા બપોરનાં તાપમાં 100 120 સ્પીડમાં દોડતી. કાચ પર લગાવેલા કાળા સ્ક્રીનને લીધે બહારથી કોઈ અંદર જોઈ શકતું ન હતું. સતત 7 કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ ઈનોવાએ વળાંક લીધો અને ઉબડખાબડ રોડ પર ઈનોવા પસાર થતી હતી. અંદર બેઠેલા સાતેયનાં મોઢા રૂમાલ વડે બાંધેલા હતાં તથા જાડી દોરી વડે તેમનાં હાથ બાંધેલા હતાં પણ સાતેય મનોમન ખુશ થતાં હતાં કેમ કે સાતેયને કોર્ટમાંથી મુક્તિ મળી હતી. ઈનોવામાં પાછળની સીટો કાઢી લેવાઈ હતી આથી સાતેય જણા આડા ફ્લોર પર પડ્યાં હતાં.સીટ નીકાળી લેવાનો મેઈન ઉદેશ ડ્રાઈવરની સેફ્ટી હતો. ઈનોવાને પડતી રસ્તાની મારને લીધે તેઓ અંદરોઅંદર પછડાતાં હતાં અને જેનાં લીધે તેઓ અંદરોઅંદર હસતાં પણ હતાં. ઈનોવા ઉભી રહી. ડ્રાઈવરે ઈનોવાનું એંજીન બંધ કર્યું. અંદર બેઠેલા સાતેયનાં મનમાં મુક્તિનાં લાડવા ફૂટવા લાગ્યા. આગળનાં બંને દરવાજા એક સાથે ખુલ્યા અને ધડામ કરતાં બંધ થયા. એક જણાએ રિવોલ્વર નીકાળી અને ચારેય તરફ જોવા લાગ્યો તેણે ફોન કાઢ્યો તેમાં લોકેશન જોઈ નંબર ડાયલ કર્યા. બે મીનિટ પછી સામેથી મેસેજ આવ્યો 'લૂક એટ લેફ્ટ & બી કેરફૂલ'. એક જણે પાછળ જઈને દરવાજો ખોલ્યો અને બધાનાં એક પછી એક હાથ ખોલી બહાર કાઢયાં. ઔચિંતા પ્રકાશ આવતા જ તેમની આંખો ખુલતી ન હતી. થોડી સેકન્ડ પછી સામે સાત મધ્યમ કદનાં યુવાન કપડું બાંધીને ઉભા હતાં. તેમને જોઈ સાતેય જણ ખુશ થઈ ગયાં અને તેઓની પાછળ તેમને જવાનું કહેવામાં આવ્યું. હજી તો પાંચ-સાત ડગલાં આગળ ગયાં ત્યાં તો ઈંડિકા ઉપડી અને ટર્ન મારી સ્પીડમાં નીકળી ગઈ. વધુ પાંચ સાત મીનિટ તેઓ ચાલ્યા અને તેમની સામે એક જમીન તરફ જતો માર્ગ આવ્યો અને સૌથી આગળ રહેલો યુવાન તેમાં નીચે ઉતર્યો તેણે પાછળ ઈશારો કર્યો. બધા એક પછી એક તે દાદર ઉતર્યા. *******
''અલ્યાં ભુખડડો ખબર પડી તમને શું થમ્યું એ?" અચાનક સંજય દોડતો દોડતો આવ્યો અને ટેબલ પર હાથ પછાડીને બોલ્યો
"તારા બાપાએ તારા લગ્ન નક્કી કર્યા એમ ને ચીલ અમે આવીશું'' રૂષભ અટ્ટહાસ્ય કરી બોલ્યો
ટેબલની આજુબાજુ ગોઠવાયેલા બધા હસી પડ્યાં. સંજયે મસ્તીમાં ગાળ આપી. રિતિકા અને અંજના પણ એકબીજા સામે જોઈ કંઈક અલગ રીતે હસતાં હતાં. આ ભાવ વિરલે નોટ કર્યા. "હા બોલ શું થયું" રૂષભ હસવાનું રોકતા રોકતા બોલ્યો '' ન્યાયમંદિરમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને પેલા સાતેય જણ ફરાર" સંજયે ધડાકો કર્યો
"વ્હોટ" બધા એક સાથે બોલી ગયાં. વિરલ જગ્યા પરથી ઉભો થઈ ગયો અને સંજયને પૂછ્યું " તને કેમ ખબર પડી? "
" કેન્ટીનનાં એફ.એમમાં સાંભળ્યું"
બધાનાં ચહેરાનું નૂર હણાઈ ગયું હતું. આ કેસ જોયેલા વળાંકમાં આ સૌથી મોટો વળાંક હતો. રિતિકા અને અંજના એકબીજાનાં હાથમ પકડી બેસી ગઈ. બોમ્બ બ્લાસ્ટનું નામ સાંભળીને તો બાજુમાંથી આવતાં જતાં લોકો પણ ત્યાં ઘેરો વળીને ઉભા રહી ગયાં અને કેટલાય જણ પોત પોતાનાં રીલેટીવસને ફોન કરવા માટે દુર નીકળી ગયાં. વિરલે પોતાનો ફોન નીકાળ્યો અને મિ.જાનીને ડાયલ કર્યો તમે ડાયલ કરેલો નંબર કવરેજ ક્ષેત્રની બહાર છે થોડા સમય પછી પ્રયાસ કરવા વિનંતિ જાનીનો ફોન ન લાગતા વિરલ ચિંતાતૂર બન્યો અને ફરી ફોન જોડ્યો પણ જવાબ એ જ. થોડા સમયની શાંતિ બાદ રિતિકા બોલી " અરરરર!!!! શ્રેયાનાં મમ્મી પપ્પા પણ ત્યાં જ હતાં એમને ફોન કરી જોવો એટલે ખબર પડશે" "નંબર નથી મારી પાસે'' વિરલ આટલું માંડ માંડ બોલી શક્યો
"ઓહ તો હવે" " આઈ હેવ ડોંટ વેરી" રૂષભ ફોન કાઢતા બોલ્યો અને તેને નંબર ડાયલ કર્યા "શું થયું'' રિતિકાએ બેબાકળા અવાજે પુછ્યું
"(ગાળ) નથી લાગતો ફક ઈટ" "એક કામ કરીયે ચાલો એસ.એસ.જી હોસ્પિટલ ત્યાં જ બધાને એડમિટ કર્યા હોય છે એનાં સિવાય કોઈ ઉપાય નથી."વિરલ ઉભો થયો અને આગળ ઉપડ્યો. તેની વાત બધાએ માની લીધી અને તેની પાછળ બધા ગયાં.
કોલેજ રોડ અચાનક ભીડ વધી ગઈ હતી. સતત પોલીસની ગાડીની અવરજવર ચાલુ હતી.
"રિક્ષા..... રિક્ષા" બધા ચારેય તરફ બૂમાબૂમ કરતાં હતાં છતાં કોઈ ઉભવા માટે જ રાજી ન હતાં. બપોરનો તડકો માથે તપતો હતો અને રિક્ષા કહે મારું કામ. "એક કામ કરીયે કોલેજમાંથી બાઈક લેતાં આવીયે કોઈની" આટલું બોલતા વિરલ સહિત ત્રણેય અંદર ગયાં લગભગ અડધો કલાક તેમને લાગ્યો એસ.એસ.જી સુધી પહોચતાં. બોમ્બ વિસ્ફોટ એટલો પ્રચંડ ન હતો છતાં મોટી સંખ્યામાં લોકો નાની મોટી ઈજા પામ્યા હતાં. પાંચેય જણ તરત હોસ્પિટલની અંદર ધક્કામુક્કી કરતાં પહોચ્યાં અને બહાર સતત અપડેટ થતાં લિસ્ટમાં નામ શોધવા લાગ્યા. આ તરફ વિરલ અને રૂષભ સતત ફોન જોડી રહ્યા હતાં પણ કોઈ જાતનો જવાબ આવતો ન હતો. ''છે નામ એમનું'' સંજયે પૂછ્યું ''અંજનાએ નકારમાં માથું ધુણાવ્યું ખાસ્સા સમય બાદ તેઓ હોસ્પિટલની બહાર નીકળ્યાં અને તેમને જાણી લીધું કે હવે કોઈ નવા લોકોને અહીં લવાશે નહીં. પહેલા શ્રેયા પછી એનો ભાઈ અને હવે એનાં પેરેંટ આટલું વિચારતાં તેઓ ડરી ગયાં. સમયનો ચક્ર તેમને ક્યાં ક્યાં ફરાવતો હતો એ એમને પણ ખબર પડતી ન હતી. કોઈને કોઈ બહાને ફરી તેઓ કેસનાં ઘેરાવામાં ફરી તેઓ આવી રહ્યાં હતાં. થાકતા હારતાં તેઓ સયાજી બાગનાં પહેલા ઘેટ સુધી પહોચ્યાં અને ત્યાં તેઓ વિસામો ખાવા રોકાયાં. **********
ધીમે ધીમે દાદર ઉતરતા સાતેય જણ નીચે ઉતર્યા. ચારેય તરફ અંધારાનું સામ્રાજ્ય હતું. નીચે ગયા બાદ એકબીજાને ખોળવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેઓ કયારેક એકબીજામાં પડછાઈ પણ જતાં હતાં. પાછળથી અંદર આવવાની જગ્યા બંધ થઈ ગઈ. રહ્યો સહ્યો પ્રકાશ પણ બંધ થઈ ગયો તેથી તેઓ ક્ષણિક ગભરાઈ ગયાં અને ત્યાં તો બીજી જ ક્ષણે લાઈટો ચાલુ થઈ ગઈ. બધા ચારેય તરફ જોવા લાગ્યાં અને તરત જ બધાએ પોતાની પટ્ટીઓ કાઢી નાખી. " આ શું છે બધું યાર? કેવું નાટક છે કોઈ ફિલ્મ જેવું લાગે છે '' અહમદે ગુસ્સામાં કહ્યું અને જમીન પર બેઠો
" અરે આપણા આકાનું કામ છે આ તમે સમજ્યાં નહીં હજું. એ જ આ રીતે આટલી ટાઈટ સિક્યોરીટી હોવા છતાં આપણે છોડાવી જાય અને આવી અવાવરુ જગ્યાએ મૂકી જાયને. હવે જો જો અહીંથી આપણે બધાને કોઈ અલગ અલગ સ્થળે લઈ જવાશે અને ત્યાંથી મહિનો ફરી આપણા ઘરે આવવાનું હશે. અરે! આવી તો બહુ રમત રમી આ પોલીસ અને વકીલો તો ટાઈમપાસનો ધંધો છે બધા સાલા નોટોનાં પૂજારી છે (ગાળ)" મૌનિસ આવેગમાં બોલ્યો
" અરે આમ ફરવું પડશે તો મારે દારૂનો ધંધો ભાંગી પડશે યાર આમ ન કે, કાલે હજી મુંબઈમાં ભાઈ જોડે મે 20 લાખનો દારૂ મંગાવ્યો હતો અને પંજાબથી ડ્રગ્સ પણ" અહેમદે વાત મૂકી
''ઓહ હો તું માલદાર બની ગયો હો પેલા જાનીથી પીછો કેમ છોડાવો એ વિચાર કેમ કે એ પોલીસથી પણ ઉપર છે"
" તો પેલા (ગાળ) જાનીથી પીછો કેમ છુટશે? એ કેટલા કડક છે ખબર છે ને મને તો એમની આંખો અઘરી લાગે છે. સાલો બાજની જેમ એટલી તીક્ષ્ણ નજરે જોય છે કે મન તો થાય કે આંખ નોચી લઉ એની (ગાળ). એક તો મને ઘરેથી દૂર કરી દીધો અને માં બાપની બ્લાસ્ટમાં શું હાલત થઈ હશે એ પણ નથી ખબર મને તો યાર" શ્રેયાનો ભાઈ લગભગ રડી જ પડ્યો સાથો સાથ મૌનિસનાં વાક્યો દોહરાવતો રહ્યો. તેને સાંત્વના આપવા સૌ તેની પાસે આવ્યાં અને આખા રૂમની ચેંકિગ કરવા લાગ્યાં. આમ તેમ કોઈ છે કે નહીં તેની તલાશી કરવા લાગ્યાં.
આ આકા કોણ છે? જાની સહિત બધાનું બ્લાસ્ટ્માં શું થયું હશે? તે જીવે છે કે આકાનાં શિકાર બની ગયાં ........ આવતા મંગળવારે વાંચતા રહો ધ લાસ્ટ નાઈટ