The last night 8 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The last night 8

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......

ધ લાસ્ટ નાઈટ – 8

સંજય નું વધુ પડતું બોલી જવું અને હળબડાઈ જવું શંકા વધુ દ્રઢ બનાવતું હતું. સંજય બધા તરફ જોવા લાગ્યો કોઈના ચહેરા પર સ્પષ્ટ ભાવ ન હતો.

"બકા, કારણ શોધવા કઈ દુર જવું પડે તેમ નથી. સરળ કારણ છે તારા માટે બંનેનું કાસળ કાઢી રાખવા માટે "જાનીએ વાત મુકી.

"પણ શું એ તો કહો" સંજય અધીરો બન્યો

"તો સાંભળ અને સમજ હું શું કહું છું"

સંજય ની સાથે બધાએ પોતાના કાન સરવા કર્યા. મિ.જાનીની છણાવટ સાંભળવા બધા આતુર હતા. અહી જો સંજય પોતાનો ગુનો કબુલ કરે તો કેસ બંધ થવાની પૂરી શક્યતા હતી પણ સંજય હજી કઈ પણ માનવા તૈયાર ન હતો.

"રૂષભ કહે છે એ મુજબ શ્રેયા ના ઘરે ઝઘડો થયો હતો બરોબર, અને એ આખી વાત રૂષભ ને કહે છે અથવા કહેવા માંગતી હોય છે આ વાત શ્રેયા સીધી રૂષભ ને કેમ કહેવા તૈયાર થાય ?" મિ.જાનીએ પ્રશ્ન મુક્યો

"એટલે તમે શું કહેવા માંગો છો?" જીગરે પૂછ્યું

થોડી વાર મિ.જાની કઈ પણ ન બોલ્યાં અને બધાના ઉત્તર ની રાહ જોવા લાગ્યા પણ બધા મોઢા જ ફેરવતા હતા કોઈ પાસે બોલવાનું કઈ જ ન હતું.

"કેમ કે શ્રેયા સૌથી વધુ નજીક સંજય ને હતી એ તો તમને ખબર ન હોય એટલે જ તમે પ્રશ્ન કર્યો" મિ.જાનીએ જીગર ને જવાબ આપ્યો.

"હમ્મ"

"તો એ વાત તો નક્કી જ છે કે એક સ્ત્રી પહેલા વાત અન્ય ને શું કામ કહે છે સંજય ને જ કહે તે" મિ.જાનીએ પૂરું કર્યુ

"અચ્છા.... પણ મારી સામે શ્રેયા કઈ જ નથી બોલી તે છેલ્લા દિવસ ની સાંજ સુધી મુડ ઓફ હતી પણ આવું કશું બોલી નહી" સંજયે વળતો જવાબ આપ્યો.

મિ.જાની ની દલીલ સાચી જણાતી હોય તેવું બધાને લાગ્યું પણ સંજય ક્યાં આધારે ખોટો છે એ કેમ કરી નક્કી કરવું, કદાચ શ્રેયા કઈ ન પણ બોલી હોય એવું બની શકે માત્ર આટલું કારણ ખુન માટે પુરવાર કેમ કરી શકે.

તો આખા દિવસ સુધી એ વાતથી મનમાં ઘુંટાતી હશે જેની નોંધ તમે લીધી તો કઈ પૂછ્યું કેમ નહિ અને આ જ દરમિયાન રૂષભ ની જોડે શ્રેયા ને ફરતી જોઈ સંજયે તકનો લાભ લઇ મારી દીધું હોય. બીજી એ વાત નોંધાવી રહી કે કોઈ નજીક નું વ્યક્તિ હોય તો જ એ છોકરીએ બુમાબુમ ન કરી હોય" મિ.જાનીએ ફરી દલીલ આપી.

આ વખતે મિ.વ્યાસ અને સુરત ના અધિકારી પણ સંમત થયા હોય એમ લાગ્યું. બંને એ માથું ધુણાવ્યું.

"સારું ચલો કાલ સવારે ખુની જેલમાં હશે કાલે મળીએ" મિ.જાની અચાનક ઉભા થઈને બહાર નીકળવા લાગ્યા. આંખો પર ચશ્માં ચડાવી કાર નો દરવાજો ખોલ્યો આ સાથે રાણા અને મિ.વ્યાસ પણ દાખલ થયા.

"વ્યાસ સાહેબ તમને માની ગયા હો હું" મિ.જાની હળવે થી બોલ્યાં

રાણાએ કાર ચાલુ કરી. કાચ બંધ કરી ધીમું A.C. ચાલુ રાખી કાર હંકારી.

"કેમ શું થયું જાની સાહેબ" કઈ ન જાણતા હોય એમ મિ.વ્યાસે પૂછ્યું

"તમે આખી વાત જાણો છો ખુની જાણો છો છતાં મારી સાથે આવી એક્ટિંગ કરો છો. આખી વાત દરમિયાન તમારા હાવભાવ પરથી લાગતું હતું કે તમને પિક્ચર માં કામ કરવું જોઈએ" જાનીએ હસીને પૂરું કર્યુ

"હાં હાં હાં શું તમે પણ જાની મસ્તી કરો છો મારે કહેવું જોઈએ આવા અધિકારી મેં પ્રથમ વખત જોયા જે બધી વાત જાણતા હોવા છતાં ગુનેગાર ને પકડવા કરતાં પહેલા ગુનો કબુલ કરાવવા માંગતા હતા અને તેની સજામાં કઈ વધઘટ થાય એ જોવા તત્પર રહેતા હતા." મિ.વ્યાસે મિ.જાનીની પીઠ થાબડી

રાણા આ વાત અજાણ ન હતો તે જાણતો હતો આ જ આદત છે જાનીની. આ વાતચીત પછી કારમાં કોઈ ન બોલ્યું નિરવ શાંતિ માં F.M. ના ગીતો વાતાવરણ જીવંત બનાવતા હતા. વચ્ચે વછે વાર્તા ઓના ભાગ પણ આવતા હતા. એકધારી ઝડપે કાર ચાલ્યા જતી હતી એકાદ બે જગ્યા પર બ્રેક લાગી આ સિવાય સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રહી.

"અલ્યા રાણા પોલીસ સ્ટેશન તો ગયું ક્યાં જવું છે તારે?" પોલીસ સ્ટેશન થી દુર ગાડી નીકળતી જોઈ જાની બોલ્યાં.

"સર આપણી જિંદગી અહી જ નીકળી જતી હોય છે. 24×7 ની ડ્યુટી માં ગમે ત્યારે રજા રદ્દ થાય, બંદોબસ્ત માં લાગવાનું રાત દિવસ જોયા વગર નાકાબંધી કરવી આ બધું ક્યારેક સંતુલન બગાડી દેતું હોય છે એટલે ક્યારેક મસ્તી ના મુડ માં આવી જવું જોઈએ એટલે ચાલો મારા ઘરે" મિ.વ્યાસે અલગ જ અંદાજ માં વાત છેડી હતી.

"અલ્યા રાણા તું વ્યાસ સાહેબ માટે કામ કરશ કે શું?" જાની એ ટીખળ કરી.

ત્રણેય જણા હસ્યા અને કાર દોડતી રહી. કરે માજલપુર બ્રીજ વટાવ્યો અને મિ.વ્યાસ ના ઘરની બહાર ગાડી પાર્ક કરી.

મિ.જાનીના આવા વર્તન થી હોસ્પિટલ માં કોઈ જ રાજી ન હતા અણગમાના ભાવ સાથે બધા એકબીજાની તરફ જોતા હતા જો પોલીસ ન હોત તો સંજય ને માર પડવાનો પણ નક્કી હતો આથી જાની ખુદ આ બંદોબસ્ત કરી ગયેલા.

સંજય, વિરલ અંજના અને રિતિકા હોસ્ટેલ જવા ઉપડ્યા તો બાકીના સૌ પોલીસ જોડે નીકળ્યા અચાનક રૂમ ખાલી થઇ જતા હોસ્પિટલ માં ફરી અચરજ ઉભી થઇ હતી પણ બધા પોતાના પ્રિયજન 'બીઝી' હતા.

"સંજયે જો તું ખુની હોઈશ તો આઈ વિલ ડીલ યુ" રિતિકા એ ખુબ ઝનુન સાથે કહ્યું

બનેની વચ્ચે વિરલ ને પડ્યું પડ્યું એટલી હદ સુધી રિતિકા ઉતેજીત થઇ ગઈ હતી.

"સંજય પણ ડઘાઈ ગયો હતો પણ બોલ્યો સમય નો પ્રવાહ ઉલટો હોય ત્યારે ક્યારેક સાક્ષી બનવું જ મોટી વાત ગણાતી હોય છે આવી વખતે કોઈ પણ જાતની હિલ ચાલ વગર માત્ર જોયા કરવામાં ફાયદો હોય છે.

ભારી પગે સૌ હોસ્ટેલ પહોચે છે આજે ન તો રિક્ષાની જરૂર પડી કે ન કોઈ વાહન ની. ચારેય જણા બોલ્યાં વગર છુટા પડ્યા અને આવતી કાલ ની ગણતરી કરવા લાગ્યા.

કોણ જાણે કેમ સંજયથી બધા અંતર બનાવી ચાલતા હતા કોઈએ રસ્તા એની સાથે વાત ન કરી. હોસ્ટેલમાં વિરલ પણ અજુગતું વર્તન કરતો હતો. સંજયનો સંયમ જવાબ દેતો હતો છતાં તે બોલવાનું ટાળતો હતો તે પોતાની હકીકત જાણતો હતો આથી કાલે પોતે છૂટી જશે એવો દ્રઢ વિશ્વાસ એને હતો.

તે રાત અઘરી હતી કોઈ જાતની હિલચાલ વગર બંને મિત્રો ખુલ્લી આંખે સુતા હતાં. થોડા થોડા સમયે મન મનાવવા માટે આંખોને આરામ આપતા હતા અને ફરી આંખો ખુલી જતી હતી બસ આખી રાત આમ જ વીતી ગઈ અને આખી ઘટનાની રાતનો સૂર્યોદય થયો હતો.

અંત તરફ વધતી રાત ના ઉકેલ માટે વાંચો નેક્સ્ટ પાર્ટ...