લેખક વિશે :-
પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.
અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.
આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.
Facebook : n. jani
jawanizindabadonlinearticleseries
Email :
Whatsapp : 7874595245
મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......
ધ લાસ્ટ નાઈટ – 5
બંને અધિકારીઓના આવા ખંધા વર્તનથી ત્રણેય ડઘાઈ ગયા પણ એમની જોડે હિંમત ન હતી કે કઈ કહી શકે. પોલિસ બને તેટલી મીડિયાને દુર રાખવાનો પ્રયત્ન કરી રહી હતી પણ લગભગ બધા જ પ્રયાસ નિષ્ફળ બની ગયા અને મીડિયાના પત્રકારો ત્રણેય સામે માઈક રાખી ઉભી ગયા.
"શું લાગે છે કોણ છે હત્યારો, શું તમારા માંથી કોઈ"
"શું કોઈ પ્રોફેસરનો હાથ છે?"
"કોઈ રાજકારણી હેરાન કરે છે?"
સતત પ્રશ્નોની ઝ્ડીઓથી ત્રણેય જણા હેબતાઈ ગયા. ખરેખર એક અઘરા અનુભવમાંથી પસાર થઇ રહ્યા હતા. રિતિકા ધ્રુસકે ધ્રુસકે રડી જ પડી એટલામાં પોલિસ આવી અને લાઠીઓ વડે રિપોર્ટરોને અલગ કર્યા ત્રણેય જણા અંજના પાસે પહોચી ગયા.
અંજના હજી બેહોશીની હાલતમાં હતી. લોહી વહી જવાથી શરીર ફિક્કું પડી ગયું હતું. લોહીના બાટલા વડે લોહીની આપૂર્તિ થઇ રહી હતી. રિતિકા એની બાજુમાં જઈને બેઠી.
"અંજના ના મમ્મી પપ્પા આવે છે" રિતિકા બોલી
સંજય અને વિરલ કઈ ન બોલ્યાં બંને બારીમાંથી વડોદરા ને તાકી રહ્યા એ જ અલકાપુરીની ટ્રાફિક, મોલની ભીડ અને યુંવાનીઓની મસ્તી, બસ આજે પરિસ્થિતિએ તેમને આ બધાથી અલગ રાખ્યા છે.
* * * *
રૂષભ ના ઘરમાં થોડી ઉર્જા આવી હતી તે જીવિત છે. એવું ખબર પડતા તેના મમ્મી-પપ્પાના પગમાં ઉત્સાહ આવ્યો હતો આગળ જે થાય તે પણ દીકરો જીવિત હતો એ જાણી ખુશ થઇ ગયા હતા.
"દર્શનભાઈ તમે વહેલી સવાર સુધી ત્યાં પહોચો તો સારૂ" મિ.જાની બોલ્યાં.
"હાં એવું જ કરીએ કઈ હોસ્પિટલમાં છે તે."
"હું sms કરું છું તમને"
"સારૂ" દર્શનભાઈ ફરી પેકીંગમાં લાગી ગયા.
"ફ્રૂટ્સ, સુકોમેવો, નાસ્તો જે જડ્યું એ રૂષભ ના મમ્મી લેવા લાગ્યા દર્શનભાઈ રૂપિયાની વ્યવસ્થા કરતાં હતા. રાણા અને જાની શાંતચિતે બધું જ જોઈ રહ્યા હતા.
"તમે અહી જ રહો અમારો નોકર રામુ રહેશે અહી સવારે શ્રેયા ને ત્યાં જજો" રૂષભ ના મમ્મી બોલ્યાં
"સારૂ તો અહી જ ઉંઘી જશું" આટલું બોલતા મિ.જાની ઉભા થઇ ગયા અને રાણાને ઈશારો કરી આવવા કહ્યું.
"તો ક્યાં ઊંઘવાનું છે." રાણા ખચકાતા બોલ્યાં
રાણા અને મિ.જાનીનું આવું વલણ જોઈ દર્શનભાઈ પણ જરા વિસ્મય માં મુકાઈ ગયા પણ તેઓએ વિચાર્યું આ તો એમનું રોજનું થયું એમાં કઈ નવું ન લાગે.
"ઉપર વયા જાવ." કાઠીયાવાડી માં જવાબ વાળ્યો.
ઉપરનો માળ પણ એટલો જ ભવ્ય હતો તેઓ બેડ પર આડા પળ્યા અને આખા દિવસના થાકેલા ઘસઘસાટ ઉંઘી ગયા બીજી તરફ દર્શનભાઈ અને તેના વાઈફ લગભગ ૧૨ વાગે નીકળી પડે છે પોતાના ડ્રાઈવર ને સમજાવી દે છે પરિસ્થિતિ શું હતી. રાતની નિરવ શાંતિ, આખું સુરત મીઠી ઊંઘમાં હતું અને કાર સુરત ચીરતી ચીરતી હાઈ વે પર પહોચી અને ઠંડો પવન લેવા દર્શનભાઈ એ બારી નો ગ્લાસ ડાઉન કર્યો. કારની A.c. કદાચ ગુંગણામણ આપતું હશે. રસ્તા પર વાહનોના હોર્નના અવાજ શાંતિ ભંગ કરતાં હતા બાકી દુનિયા તેની ઝડપે આગળ ચાલતી હતી.
"શું કર્યુ હશે રૂષભે" તેના મમ્મી એ પૂછ્યું
"વાત મોટી હશે નહિ તો આટલું બધું રાજકારણ ન ગભરાય બસ એને હોશ આવે પછી હું સાંભળી લઈશ" દર્શનભાઈ હાથમાં લેતા બોલ્યાં.
****
આ બાજુ મિ.જાની ઊંઘમાંથી જાગ્યા. ઘડિયાળ બે નો કાંટો દર્શાવતી હતી પોતાની આંખો પર ગરમ હાથ ફેરવી મનમાં જ બોલ્યાં ચાલ દોસ્ત નીકળી પળ. પહેલા તો રાણા ને ઉઠાડ્યો. રાણા પણ ભર ઊંઘમાં હતો. થોડી વાર તો તે પણ ન સમજ્યો વાત શું હતી પણ પછી સમજી તરત રેડી થઇ ગયો.
"ડ્રાઈવર ને ફોન કરું છું સર."
"ના-ના રહેવા દે મેં કરી દીધો છે ......... એ રેડી છે" જાની એ રૂમનો દરવાજો અંદરથી લોક માર્યો રાણા સામે આંખ મારી રાણા પણ હસ્યો અને રૂમની બારી ખોલી કાઢી, બાજુમાં જતા પાઈપ વડે તેણે નીચે ઉતારવાનું શરૂ કર્યુ ત્યારબાદ મિ.જાની પણ નીચે ઉતાર્યો અને ડ્રાઈવર સાથે ગાડી બોલાવી તેઓ નીકળી પડ્યા.
"આ લે એડ્રેસ" રાણા એડ્રેસ આપતા બોલ્યો
"આટલી રાત્રે સાહેબ શું કઈ લફડું નથી ને?"ડ્રાઈવરે પૂછ્યું
"અલ્યા પોલીસ લફડા કરે? શું વાત કરશ?" મિ.જાની એ ટીખળ કરી.
"હાં" ડ્રાઈવર પણ હસ્યો.
એકદમ ધીમી સ્પીડે કાર જતી હતી સતત વ્યસ્ત રહેતું સુરત અત્યારે શાંત હતું. કારમાં ગુલઝાર ની ગઝલો ચાલુ હતી. મિ.જાની ખુદ તેને દોહરાવી રહ્યા હતા. રાણા મોબાઈલ માં લોકેશન જોવામાં વ્યસ્ત હતો. ત્યાં ગાડી અટકી.
"ચાલો રાણા ઉતરો." મિ.જાની બોલ્યાં
કારમાંથી ઉતરી અત્યંત દબાતા પગે આગળ વધ્યાં અને ઘરની પાછળની બાજુ ગયા. શ્રેયા ના ઘરે હજી મેહેમાનો હતા બહાર પડેલા ચંપલો જોઈ અનુમાન લગાવી શકાય તેમ હતું. એક રૂમની લાઈટ ચાલુ હતી એ મિ.જાનીએ નોંધ્યું ફરી આગળ વધ્યાં.
"જો રાણા આ શ્રેયા નો રૂમ છે" રાણાને આંગળી ચિંધતા મિ.જાની એ કહ્યું.
"તમને કેમ ખબર?" રાણાએ સવાલ કર્યો
"આ જો એક લાઈટ ચાલુ છે ઉપર અને બીજાની બંધ એનો ભાઈ જરૂર જાગતો હશે ચાલ એના રૂમમાં જઈએ" મિ.જાની હસ્યા અને ઉપર જવાનો રસ્તો શોધવા લાગ્યો.
મિ.જાની આમતેમ નજર દોડાવતા હતા. ત્યાં પાઈપો ન હતા, કદાચ અન્ડરગ્રાઉન્ડ હશે ત્યાં રાણા બોલ્યો " સર જોવો આ બારી પરથી ઉપર જવાશે. પેલી બાલ્કની ની શેડ પર પકડી લઈએ તો જવાશે.
"જો નહિ પકડાય તો આપણે પટકશું અને પકડાશું એ અલગ"મિ.જાની અધ્ધ્વચ્ચે બોલ્યાં.
બંને હસ્યા અને રાણા આ જ ઉપાય જણાયો એટલે અમલ કરવો જ રહ્યો. ધીમે ધીમે રાણા બારી પર ચડ્યા કદાચ દોરડા હોત તો કઈ થાત પણ હતા નહિ. લગભગ ૭ ફૂટ જેટલો કૂદકો મારવાનો હતો રાણા એ કૂદકો માર્યો અને પહોચી ગયો. રૂમની અંદર નજર પડે અને અંદરનો ન જોઈ શકે તેમ બાલ્કની માં સાઈડ સાઈડ આગળ વધ્યો. એની પાછળ જાની એ કૂદકો માર્યો તે પણ આ જ રીતે આગળ વધ્યાં.
અંદર તેનો ભાઈ આટા ફેરા કરતો હતો. ત્યાંથી ધીમેથી શટર ના સ્ક્રુ ખોલી કલોરોફોર્મ સ્પ્રે કરી મિ.જાની અચાનક કુદી પડ્યા રાણા હેબતાઈ ગયો થોડીવાર પછી આગળ આવ્યો.
"આ શું સર?" મિ.રાણા બોલ્યો
મિ.જાનીએ આંખ મારી અને શ્રેયા ના રૂમ તરફ આગળ વધ્યાં. તેનો રૂમ ખુલ્લો જ હતો. મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરી ટેબલ ના ખાના, તેનો ડ્રોઅર તપાસવા લાગ્યા. "રાણા તું જરા બહાર નજર રાખ તો, ઘણા લોકો છે નીચે, ઉપર આવશે તો ચોર સમજશે લોકો."
રાણા બહાર કોઈ દેખાય નહિ એમ ઉભો રહ્યો. મિ.જાની ખુબ ચીવટ પૂર્વક બધું જોતા હતા કામની વસ્તુ સાથે લેતા ગયા. તેમના હાથમાં થોડા આલ્બમો આવ્યા. પણ એમાં કઈ મળ્યું નહિ. મિ.જાનીએ તેનું p.c. ખોલ્યું સદભાગ્યે પાસવર્ડ ન હતું એટલે નવી કડીઓની આશા હતી. તેઓ પિક્ચર ગેલેરીમાં જઈ ફોટો જોવા લાગ્યા. બહુ બધા ફોટા 'બેસ્ટી' નામના ફોલ્ડર મા હતા. અનેક પોઝમાં ફોટાઓ હતા ઘણા બધા ફોટો અંજના અને રિતિકા સાથે હતા. નાઈટ ડ્રેસમાં, સવારના ઉઠેલા ફોટો, હોઠના અનેક પોઝ રાખી તો ચાશ્માઓ રાખી ફોટો હતા.
આ બધામાં આગળ તેઓ પિકનિક ગયા તે ફોટો પણ હતા. તેમનું ગ્રુપ પાવાગઢ, ચાંપાનેર ના કિલ્લા ના ફોટાઓ પણ જોયા. પાવાગઢ ની ખીણના લોકેશન ના ફોટા પણ હતા. અંજના,રૂષભ તો વિરલ,રિતિકા અને તેના ઘણા ફોટા વિરલ સાથે પણ હતા બધા જ ફોટો કમ્પ્યુટર ના બ્લુટુથ થી મોબાઈલ માં લીધા. બધું સમું સુથરું રાખી ફરી બહાર નીકળ્યા.
તેના ભાઈ ના રૂમમાંથી નીકળતા નીકળતા તેનો મોબાઈલ સાથે ઉપાડતા ગયા.
"કેમ સર મોબાઈલ?" રાણા એ નીચે ઉતારતા પૂછ્યું.
"કાલે સવારે ચોરી નો રીપોર્ટ ફાઈલ થશે તો કાઈક બતાવવા તો જોઈશે ને મિ.જાની હસ્યા અને મનમાં બોલ્યાં કાંઈક નવું મળશે આ ફોનમાં.
****
બીજી બાજુ આ તરફ વડોદરા સુધી કાર પહોચી ગઈ હતી. એકધારી સ્પીડ પર કાર ચાલતી હતી સામેથી આવતા લાઈટ ના શેરડા ક્યારેક કારની ગતિ પર બ્રેક મારી દેતા. દર્શનભાઈ અને તેમની પત્ની બંનેનું હૃદય થોડી વધુ ગતિ થી ચાલતું હતું. દર્શનભાઈ પર માથું ઢાળીને તેમના પત્ની સુતા હતા કદાચ હમણાં જ આંખમાંથી આંસુઓ બંધ થયા હતા. અમુક વાત પર આપણો કંટ્રોલ નથી રહેતો તેણે જોઈ અને પછી આપણે આપણો 'શેલ' નક્કી કરવો પડે છે ત્યારે સ્થિતિ થોડી કફોડી બને છે. કારે બરોડા ના સ્ટેશન પર સ્ટોપ કર્યો થોડા ચાય-પાણી પીવા જરૂરી હતા અને કાર પણ થોડી ઠંડી પડે એ જરૂરી હતું.
"સાહેબ તમારી માટે ચાય લેતો આવું છું તમે બેસો." ડ્રાઈવરે કહ્યું
"દર્શનભાઈ કારનો દરવાજો ખોલતા બોલ્યાં, "ના મારે પણ પગ છુટા કરવા છે થોડુ હું પણ ચાલુ છું.
પાછળ થી ટ્રેન ની વ્હીસલ સંભળાઈ ટ્રેન પુરપાટ ઝડપે આવી અને ઉભી સ્ટેશન ની ચહલ પહલ વધી હતી નિરવ શાંતિ માં ભંગ પડ્યો હતો. બંને જણા ચાની દુકાનમાં ગયા ત્યાં જઈને બેઠા. સામે ટીવી ચાલુ હતું અને તેની હેડ લાઈન માં અંજના ના સમાચાર ચાલુ હતા. આ જોઈ દર્શનભાઈ થોડા ગંભીર થયા. તેમના ચહેરા પરની રેખા વધુ ગાઢ બની. ટીવી કહેતું હતું કે શ્રેયા હત્યાકાંડમાં વધુ એક વળાંક પોલીશ ની વધુ એક નાકામી આટ આટલી નજર છતાં વધુ એક કોયડો. ઋષભ નો એને એના પેરેન્ટ્સ નો પતો નથી જડતો સુરત માં એમના ઘરમાંથી એના પેરેન્ટ્સ પણ ગાયબ.
આ સમાચાર થી તે ડઘાઈ ગયા ડ્રાઈવર પણ ડઘાઈ ગયો બંને એ લગભગ અડધો કલાક ચા પીવામાં લીધો, વધુ સમય પસાર કરવા તેઓએ નાસ્તો પણ મંગાવ્યો બીજી તરફ ઋષભ ના મમ્મી કારમાં ચિંતા કરતાં હતા.
"આપણે છેતરાયા હોઈએ એવું નથી લાગતું?" દર્શનભાઈ બોલ્યાં
ડ્રાઈવરને આખી વાત એટલી ખબર ન હતી એટલે બોલવાનું ઉચિત ન સમજ્યો.
દર્શનભાઈ વધારે ઝડપી ચાલી, સ્ટેશન ણી ભીડ ચિરતા ચિરતા આગળ નીકળ્યા વચમાં આવતા દરેક ફેરિયાને અવગણી ને તે આગળ ગયા અને કાર પાસે પહીચ્યા અને રૂષભના મમ્મી ને આખી વાત કરી થોડી વાર શાંતિ રહી પછી દર્શનભાઈ ને અચાનક બોલ્યાં "હવે અમદાવાદ જ જઈએ પાકું, જે થશે તે જોયું જઈશે."
ફરી કાર ચાલુ થઇ, વડોદરા ણી આછી ટ્રાફિક ચીરતી ચીરતી આગળ વધી. હોસ્ટેલના વિદ્યાર્થીઓની ચહેલ પહેલ ઘટતી જ ન હતી મસ્તી મજાકમાં ઝુમતા તેઓ આગળ જતા હતા. કર નેશનલ હાઈવે પર પહોચી એકધારી ઝડપે એક પછી એક વાહનનો ઓવર ટેક કરી કાર આગળ વધી.
****
બીજી તરફ હોસ્પિટલમાં ધીમે ધીમે મીડિયાની ભીડ ઓછી થઇ હતી. પોલીસ તરફ થી ઠોસ જવાબો ન મળતા છેવટે પોતાની મનઘડત વાતો કરી બધા પત્રકારો પાછા ફરતા હતા. વિરલ, સંજય અને રિતિકા બહુ જ સમય થી બોલ્યાં વગર બેઠા હતા. એકબીજાની સામે જોઈ માત્ર આંખોથી વાત કરી લેતા હતા પરિસ્થિતિ કોઈ ના કાબુમાં ન હતી આવા સંજોગોમાં માત્ર એક કામ પોલીસને કરવાનું હતું પેલી ક્લિપ કોને 'શેર' કરેલી. મિ.વ્યાસે I.T. વિભાગમાં આખી ઘટના કહી દીધી હતી. સવાર પડતા અંજના ભાનમાં એ નક્કી ન હતું પણ આવશે એવી ખાતરી ડોક્ટર આપી ચુક્યા હતા.
"બાળકો તમે આરામ કરવા જાવ અમારી ટીમ છે ને અહી વ્યાસ આવીને બોલ્યાં
સામેથી કોઈ પણ જાતનો જવાબ ન આવ્યો માત્ર નજરો વડે નકાર આવ્યો હતો. વ્યાસ ખુદ સમજી ગયા અને પાછા નીચેની તરફ દાદર ઉતરી ગયા. રાતનાં ત્રણ ચાલીસ ઘડીયાળ બતાવતું હતું અને સમય નિરંતર આગળ વધતો હતો.
****
"સર હવે વડોદરા જવું છે?" રાણાએ મિ.જાની ને પૂછ્યું
"સવાર સુધી રાહ જોઈએ રૂષભ ના ઘરે જવાબ આપવો પડશે ને એટલે ત્યાં જઈએ પહેલા અને આરામ કરી લઈએ"
તેમની ગાડીમાં ફરી પાછા રૂષભ ના ઘરે આવી ગયા અને કઈ જ ન થયું તેમ ઉંઘી ગયા.
થોડા સમય પછી શ્રેયાના ભાઈને હોશ આવ્યો. આખી ઘટનાને યાદ કરવાનો પ્રયત્ન તેને કર્યો પણ કઈ ચોક્કસ યાદ ન આવ્યું તેણે પોતાનો રૂમ ફંફોસીયો પણ કઈ અજુગતું ન મળ્યું. શ્રેયા ના રૂમમાં વળ્યો ત્યાં પણ કઈ ન જડ્યું. જાની એ રીઢા ગુનેગારની માફક આખુંય કાવતરું પાર પાડ્યું હતું હવે તેનું ધ્યાન મોબાઈલ તરફ ગયું પેન્ટના ખિસ્સા જોયા, કબાટ જોયો ક્યાંય ન જડ્યો ને સમજી ગયો પણ વાત એટલી ગંભીરતાથી ન લીધી અને ફરી ઉંઘી ગયો. સવારના ઘરે વાત કહીશ એમ વિચારી મન વાળ્યું.
આ બાજુ સવારનો નાસ્તો પતાવી મિ.જાની ઉપડી પડ્યા કારમાં મસ્ત ગીતો વગાડતા અંતર કપાતું હતું અને પોતાની ચશ્માની પાછળ થી બધું જોતા હતા. સુરત ફરી નોકરી પર ચડી રહ્યું હતું અને ફરી સ્વપ્ન પુરા કરવા માનવી એ દોટ મુકી હતી. આગળ જતી કાર સતત ચાલતી હતી અને ત્રણેય જણા શાંત સરોવર જેવા હતા. કામ વગર બોલવા પર પ્રતિબંધ હોય તેવું જણાતું હતું. થોડી વારમાં બરોડા ૭૫ km નું બોર્ડ વંચાયું અને મિ.જાનીએ આંખ મીચી.
આગળ વાંચતા રહો....