લેખક વિશે :-
પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.
અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.
આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.
Facebook : www.facebook.com/poojan n. jani
www.facebook.com/ jawanizindabadonlinearticleseries
Email : poojan5104@gmail.com
Whatsapp : 7874595245
મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......
મિ.જાની,મિ.વ્યાસ અને રાણા કેસની ફાઈલો લઈને ગોળાકાર ટેબલ પર ખૂબ નાની નાની બાબતો તપાસતા હતાં. લાંબા કેસો એ પણ ખાસ કરીને સુરતથી શરૂ કરીને જ્યાં સુધી બધાનાં કનેકસન હતાં ત્યાંથી બધા પોલીસ અધિકારીઓનાં મેઈલ આવી ગયાં હતાં. જાની બધાની પ્રિન્ટ આઉટ લેતા હતાં અને ફોટા સાથે સરખાવતા હતાં. વ્યાસ ત્રણ અલગ અલગ રંગોની પેન લઈને ગોળ નિશાન બનાવતા હતાં અને ડાયરીમાં કશુંક નોંધી રહ્યાં હતાં. રાણા પણ ચશ્મા ચડાવીને પાના 'સેટ' કરી રહ્યો હતો. "રાણા આ લોકો કોઈક મોટી ટોળકીની અસર નીચે છે." આટલું કહી મિ.વ્યાસે રેડ રાઉન્ડ બતાવ્યાં અને બધી નોટ્સ બતાવી જાની હજી ખુદ વાતમાં ધ્યાન પરોવતા ન હતાં. એક હાથમાં કોફીનો કપ લઈને પ્રિન્ટને સ્ટેપલર કરી રહ્યાં હતાં.
"તો શું કહો છો વ્યાસ સાહેબ સોરી મારું ધ્યાન ન હતું" મિ.જાનીએ કહ્યું "જુઓ જાની સાહેબ આ અહેમદ,પટેલ અને મૌનિશ ત્રણેય મૂળ ગોધરા બાજુંનાં છે અને ત્યાંથી તેઓ સુરત આવ્યા. મતલબ કે તેઓ એકબીજાને કોઈ રીતે ઓળખતા હોવા જોઈએ ત્યાં કોઈ જાતનું કામ ન મળતા તેઓ મેચ પર તથા ઈલેક્શન પર સટ્ટો રમવા લાગ્યાં અને 22 મે 2014નાં રોજ રેટ પડેલી જેમાં તેઓ પકડાઈ ગયેલા. આ માટે તેઓ બહુ ઓછા સમય માટે અંદર રહ્યાં અને ફરી તેઓ જાન્યુઆરી'15માં દારૂનાં ધંધામાં તેઓનું નામ ઉછળ્યું હતું અને તેઓ વિરુધ્ધ ફરિયાદ થયેલી પણ સજાનો ઉલ્લેખ નથી અહીં એ વાત નોંધવા જેવી છે અને લાસ્ટમાં તો ડ્રગ્સની હેરાફેરીમાં વડોદરામાંથી તેઓ પકડાયા હતાં. જેઓ અહીં કોલેજીયનનો માસ જોતાં બરોડાને ટાર્ગેટ કરેલું અને આ ટીમમાં તેઓની સાથે મુંબઈનાં અબ્બાસ અને રોહનનો હાથ હતો. આ જુઓ રેડ માર્ક. મેં આ ખાસ અહીં કર્યું છે કેમ કે આ અબ્બાસ અને રોહન ક્યાંક અંડરવલ્ડઁ સાથે જોડાયેલા છે એવા અણસાર સુરત અને અમદાવાદ પોલીસને છે." મિ.વ્યાસ થોડા રોકાયા જાનીએ તેમને કોફીનો કપ આપ્યો.
"સર આ તો કેસ ખૂનનો ન રહેતા ઘણો જ આગળ વધી ગયો છે."
"યસ રાણા હવે મારે આગળ વાત કરવી પડશે. એક તો મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીને વાત કરવી રહી અને સાથોસાથ ગુજરાત પોલીસ અને રો સાથે વાત કરવી પડશે." મિ.જાની ખૂબ ગંભીરતાથી બોલ્યાજાનીએ એ.સીનો પાવર કટ કરી અને બારીઓ ખોલી રાતનો પવન શીતળતા આપતો હતો. થોડી વાર સુધી શીતળતા અને ઉષ્ણતાનું યુધ્ધ ચાલ્યું પછી વાતાવરણ થાળે પડ્યું. આજે મિ.વ્યાસ પણ વધુ પડતા ગંભીર જણાતા હતાં તેઓ ફરી માર્ક કરતાં હતાં આ જોઈ જાની પણ તેમને હેરાન કરવા ઈચ્છતા ન હતાં. રાણાને ઈશારો કરી પાસે બોલાવી લીધો અને મેઈલ ચેક કરવા લાગ્યા. .......
આ તરફ જેલમાં ઉંઘે જાણે વિદાય લઈ લીધી હતી અને બધા એ જ વિચાર કરતા હતાં કે જો આ શરારતની વાત આકાને ખબર પડી તો ન જાણે કેવું રિએક્શન આવશે અને જો ઘરે આ કનેક્શનની ખબર પડશે તો સુરતમાં રહેવું મુશ્કેલ બની રહેશે. રાત પોતાના પ્રહર બદલતી હતી અને સાતેય જણ પડખા. મધ્યમ કહી શકાય તેવી ઓરડીમાં અડોઅડ સુતેલા કોઈએ પણ વિચાર્યુ પણ ન હતું સવારનો એક કલાક વડોદરાને હલાવી નાખશે સાથોસાથ પોલીસનું ધ્યાન પણ ફેરવી દેશે. મિ.જાનીના મેઈલનાં આધારે રાજ્ય સરકારે ધ્યાનમાં રાખયો અને બસનાં રૂટ પણ કેન્સલ કરી દીધા હતાં તો અમુક બસો બાયપાસ કરી દીધેલી. વડોદરા એરપોર્ટ પણ સઘન ચેંકિગ કરી રહ્યું હતું. કોર્ટમાં કોઈ પણ જાતની બબાલ થવાની શક્યતા નકારી શકાય તેમ ન હતું કેમ હથિયારોનો વધુ જથ્થો હજુ પણ તેમની પાસે હોઈ શકે.
ગુનેગાર હોવા છતાં ભગવાન બધાને યાદ આવતા જ હોય છે ને. પોતાની આસ્થા પ્રમાણે સૌ ભગવાન સાથે વાત કરી રહ્યાં હતાં. બે જણા હાથ જોડી છતની પેલી પાર જાણે કોઈ એમની વાત સાંભળવાનું છે તેમ પુરતી શ્રધ્ધાથી આંખ બંધ કરી વાર્તાલાપ કરી રહ્યાં હતાં તો પાંચ જણા બરોબર તેમની બાજુમાં ફજરની મુદ્રામાં એ જ ભગવાનને ખુદા કહી તેની જોડે કંઈક સંવાદ કરી રહ્યા હતાં. ભવિષ્યની બાબત પર અંકુશ રહે તેવી જ તેમની ઈચ્છા હતી.
દસ વાગ્યાની આજુબાજુ તેમને જેલમાંથી બહાર કઢાયા અને પોલીસવાનમાં બેસાડ્યાં. કોઈ જાતની વાતચીત થતી ન હતી. બધાની ચેંકિગ કરી લીધા બાદ વાન સ્ટાર્ટ થયું અને કાળાઘોડા ચાર રસ્તા પરથી તેઓ માંડવી તરફ વળ્યાં. આજુ-બાજુથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીનાં સ્ટુડંટસની અવરજવર થઈ રહી હતી. પોતાની જ ઉમંરની આસપાસનાં લોકોને જોઈ કયાંક તેઓ અફસોસ પણ કરી રહ્યાં હતાં
"ચાલો ઉતરો જલ્દી કરો આ મિડિયા વાળા મગજનો (ગાળ) કરશે. જાણે કોઈ કામ જ ન હોય તેમ પહોચી આવે ગમે ત્યાં" હવલદાર બબડતો હતો
''એ તો કામ છે ને એનું યાર કેવી વાતો કરશ તું? પણ કયારેક આપણે પણ વહેલા પહોચવાની તક આપવી જોઈએ શું કહેવું છે તારુ'' બંને જણા હસી પડ્યાં અને એક ફરી બોલ્યો "મસ્તી ઓછી કર હાલ જાની સાહેબ અને વ્યાસ સાહેબ આવતા હશે''''અરે રાણાને કેમ ભુલી ગયો તું?'' ફરી હસી પડ્યા અને બધાને લઈને બંને જણ ન્યાયમંદિરની અંદર પ્રવેશ્યા
લગભગ ત્રણ ચાર રિક્ષામાં બીજા બધા પણ પહોચી આવ્યા અને ત્યાં જાની પણ વ્યાસ અને રાણા સાથે પહોચી આવ્યાં. શ્રેયાનાં પપ્પા સીધા તેમની પાસે પહોચ્યાં. મિ.જાનીએ તેમની હિંમત આપી "દર્શંનભાઈ અને એમનાં વાઈફ ક્યાં?""સર એ લોકો સવારની વહેલી ટ્રેનમાં નીકળી ગયાં ડેડીને કોઈનો ફોન આવેલો એટલે" રૂષભે જવાબ વાળ્યો"સરસ ચાલો ત્યારે અને હા બચ્ચા લોગ તમે પણ નીકળો અહીં તમારું કામ નહીં અમે છીયે''''હાય ગુડ મોર્નિગ મિ.જાની આઈ.એમ ઇન એટ યોર સર્વિશ" એક 45 થી 50 વષઁનાં આધેડ અને સ્ફુર્તિલા ચહેરા વાળા વ્યક્તિએ અભિવાદન કર્યુ. બ્લેક એન્ડ વાઈટ યુનિફોર્મમાં ટટ્ટાર ઉભેલાં, માથા પર અડધી ટાલ અને અડધા વાળ હતાં. જાની તરત તેને જોઈને ભેટી પડ્યાં "ઓહ વેલકમ મિ.શાહ સોરી પણ જરા આ બાજુ ચાલોને " અને તેમને થોડા બાજુંમાં એકાંતમાં લઈ ગયાં. લગભગ 5 થી 7 મિનિટ પછી જાનીએ રાણાને બધાને અંદર પહોચવાનો ઈશારો કર્યો. આ પછી પણ જાની ખાસ્સા સમય પછી અંદર ગયાં.વિરલ સહિત બધા મિત્રો રીક્ષા કરીને કોલેજ જવા નીકળ્યાં અને ત્યાં તો 4 થી 5 કાર તે લોકોએ અંદર આવતી જોઈ. એક જ લાઈનમાં ચાલતી બધી કાર જોઈને સૌનું ધ્યાન ખેંચતી હતી.
******એક હવલદાર આગળ અને એક પાછળ, વચ્ચે એક લાઈનમાં સાતેય જણ નીચું મોઢું કરીને ચાલતાં હતાં. ટી.વીમાં આવવાથી બચી રહ્યાં હતાં. ઘડિયાલમાં ટકોરા પડ્યાં અને અચાનક આગળનાં હવલદારથી કમસેકમ 150 થી 200 પગલા આગળ એક જબ્બરો વિસ્ફોટ થયો અને ન્યાયમંદિરનું આખું ભવન હલબલી ગયું. ચારેય તરફ ધુમાડાનાં ગોટેગોટા થઈ ગયાં અને બુમાબુમ થઈ ગઈ પણ વિસ્ફોટ એટલો શકિતશાળી ન હતો કે કોઈનો જીવ જાય પણ વાતવરણને તંગ બનાવી દેવા પુરતો હતો.આગળ ચાલતો હવલદાર ડરથી બેહોશ થઈ ગયો અને ઢળી પડયો. વકીલો અંદરથી બહાર આવવા લાગ્યા અને મીડિયાનાં મિત્રોને તે જાણે કંઈક નવો મસાલો મળ્યો હોય તેમ થોડી વારમાં સ્થિર થઈને પોતાનાં કેમેરા સેટ કરી દ્રશ્યો શૂટ કરવા લાગ્યાં અને ટી.વી પર breaking news ચાલુ થઈ ગયાં અને રિપોટઁર બોલવા લાગ્યા "શ્રેયા હત્યાકાંડમાં નવો વળાંક અને ન્યાયમંદિરમાં ભેદી ધડાકો. સાથો સાથ ગઈકાલે જ જેમની ધરપકડ થઈ હતી તે સાતેય આરોપી ગાયબ છે. છેલ્લા કેટલાક દિવસો થઈ રહેલા નાટકીય ઘટનામાં વધુ એકનો ઉમેરો....... લાઈવ ફ્રોમ ન્યાયમંદિર વડોદરા" વાચતા રહો લાસ્ટ નાઈટ......... રાહ જોઈ રહ્યો છે રોમાંચ