The last night 6 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The last night 6

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે. 6
મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......

ધ લાસ્ટ નાઈટ – 6

મીચેલી આંખોમાં થોડી ઊંઘ હતી પણ આખો કેસ ફરી મિ.જાનીની બંધ આંખો સામે ફ્લેશ થવા લાગ્યો. નાની વાત પાછળ વધુ ધ્યાન રાખતા ગયા અને મગજ માં ચેક લીસ્ટ બનાવ્યું આ કામ થયું કે નહિ એ મુજબ right અને wrong કરતાં ગયા એટલામાં સુરત થી P.I. નો ફોન રણક્યો મિ.જાની એ આંખ ખોલી અને ફોન જોઈને ચમક્યા ફોન રીસીવ કર્યો ત્યાં સામેથી અવાજ આવ્યો.

"ગુડ મોર્નિગ સર"

"યસ વેરી ગુડ મોર્નિંગ સર" જાનીએ વળતો જવાબ આપ્યો.

"સર, શ્રેયાના ઘરેથી પોલીસ ફરિયાદ આવી છે ,આમાં તમારો હાથ છે કઈ" P.I. બોલ્યાં

"હાં ભાઈ આવા કાવતરા મેં જ કર્યા છે " મિ.જાની એ ટીખળ કરી

"તો વાત આગળ નથી વધારતો"

"ગુનેગાર આ રહ્યો પકડી લો તમે સાહેબ" ફરી મિ.જાની એ અટ્ટહાસ્ય કર્યુ ફોન કર કરી દીધો.

બસ બરોડા ની હદ આવી ગઈ હતી હવે GJ-6 નંબર પ્લેટ ની અવર જવર આ વાત ની સાક્ષી પુરાવતી હતી કારની સ્પીડ ધીમી પડી હતી અને શાંતિ એ જ રીતે કાયમ હતી.

****

આ બાજુ અંજનાના શરીર ની મુમેન્ટ લેવલમાં આવી હતી હૃદય ના ધબકારા 'સ્ટેબલ' થયા હતા અને આંગળી પણ હલતી હતી આ પ્રગતિ જોઈ ત્રણેય ના ચહેરા પર ખુશી હતી એ વાતનો સંતોષ હતો કે વધુ એક મિત્ર ખોવો નહી પડે. હજી આંખો ખુલી ન હતી એટલે થોડી ઘણી ચિંતા મગજના કોઈ ખૂણે હતી પણ તેનું પ્રમાણ ઘટી ગયું હતું.

વિરલ બધા માટે ચાય લાવ્યો અને સાથે બિસ્કીટ પણ લાવ્યો હતો. રિતિકા એ ચા ઠલવી ત્રણેય જણાય અને મિ.વ્યાસ ને પણ ચાય આપી વ્યાસ પણ હવે ઓછા તણાવ માં હતા. જાની ના આવવાના સમાચાર થી તેમણે થોડી શાંતિ મળી હતી.

નાની વાતોમાં ઝઘડતા મિત્રો અત્યારે એકબીજા માટે જીવી રહ્યા હતા. એકબીજાને પોતાનાથી કેમ મદદ થઇ શકે કઈ રીતે તકલીફ ઘટે એ જ વિચારથી જીવતા હતા. આ બધું મિ.વ્યાસ જોઈને મનમાં કહેતા, નવી પેઢીમાં પણ લાગણી નામનું દ્રવ્ય સુકાયું નથી માત્ર સ્વરૂપ બદલાયું છે.

મિ.જાની હોસ્પિટલ માં આવી ચડ્યા એ જ ચાલની છટા, આંખોમાં ચશ્માં અને ચહેરા પર તેજ પાછળથી આવતા પત્રકારોને અવગણતા અવગણતા હસતો ચહેરો મિ.વ્યાસ જોડે હાથ મિલાવી આગળ વધ્યાં

"શું કહે છે અંજુ" મિ.જાની એ કહ્યું

"બસ સુતી છે હજુ જોવો," વ્યાસે થોડા હળવાશથી કહ્યું

"સરસ તો ભલે કરે આરામ તમે જરા મારી જોડે આવો"

બંને જણા થોડા બાજુ પર ગયા અને મિ.જાનીએ પેલો મોબાઈલ ફોન બતાવ્યો થોડી વાતચીત બાદ મિ.વ્યાસ ને મોબાઈલ આપી વિરલ જોડે આવ્યા. વ્યાસ મોબાઈલ લઈ બહાર નીકળ્યા.

****

દર્શનભાઈ અમદાવાદ પહોચી ચુક્યા હતા તેમનું હૃદય પણ થોડું વધારે ધબકતું હતું પોતાના સંતાનને જોવા માટે તેમના વાઈફ ની માળાઓ ચાલુ હતી. સતત ઈશ્વર સાથે ટચમાં રહી પોતાના છોકરા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અમદાવાદ ની ટ્રાફિક હેરાન કરનારી હતી સતત ટ્રાફિકથી ઉતેજના વધતી હતી અસારવા આવતા આવતા પરસેવા પડી ગયા હતા.

ભારે સમય પસાર કર્યા બાદ તેઓ સિવિલ હોસ્પિટલ માં પહોચ્ય કાર પાર્કિંગ કરી અને નીચે ઉતર્યા. થોડા ઘણા પોલીસ હવાલદાર ફરતા હતા દર્દીઓની લાઈનથી ઉભરાતી સરકારી હોસ્પિટલ માં એક કરોડપતિ બાપનો દીકરો સારવાર લઇ રહ્યો હતો આ વાતથી દર્શનભાઈ નું હૃદય બળતું હતું.

દરવાજા પરની ફોર્માલીટી પૂરી કરી અને રૂમ નંબર મેળવી તેઓ દાખલ થયા ત્યાં રહેલા પોલીસે તેમની માહિતી અને સબંધ જાની દાખલ થવા દીધા. લગભગ બધા ઉતારચડાવ બાદ ઘણા સમય બાદ પોતાના વ્હાલસોયા ને જોઈને તેઓ ગળગળા થઇ ગયા દર્શનભાઈ બહાર નીકળી પોલીસ સાથે વાત કરતાં થયા અને બધું જ પૂછ્યું ગંભીર મોઢે ચાલેલી ચર્ચા એ વાત વધુ 'ક્લિયર' થઇ અને દર્શનભાઈ શાંત થયા એવું લાગ્યું.

રૂષભ ને શરીર પર ભારે હથિયારો વડે ફટકા પડવાથી સોજા આવી ગયા હતા. આંખો પર ના સોજો ચેહરો વિકૃત બનાવતો હતો. હાથ માં હળવું ફેકચર હતું જેથી હાથ શિથિલ હતો શરીર પર ક્યાંક લોહી બાઝી ગયું હતું જે હવે કાળું પડી ગયું હતું આવું દ્રશ્ય જોઈ તેના મમ્મી તો હેબતાઈ ગયા.

અંજનાનું હોશમાં આવવું હવે બહુ નજીક આવી રહ્યું હતું. એક તરફ રૂષભ પણ હોશમાં આવી રહ્યો તે કદાચ યાદશક્તિ ભૂલી ગયો તેવો ભય ડોક્ટરને સતાવતો હતો પણ કઈ થઇ શકે તેમ ન હતું.પોલીસ ને પણ હવે થોડી શાંતિ મળી હતી ઋષભના વાલીની હાજરીથી થોડા રીલેક્ષ બન્યા હતા. એક તરફ તે રૂષભ ને આ રીતે મારનાર ની શોધખોળ પણ કરી રહ્યા હતા.

****

"હાં તો વ્યાસ સાહેબ જુઓ આ ફોન માં અમુક વસ્તુઓ છે જેનો સીધું કનેક્શન શ્રેયા અને રૂષભ જોડે છે" મિ.જાની એ બોમ્બ ફોડ્યો.

A.C. Office માં ચાય પર ચાલતી ચર્ચા દરમિયાન મિ.જાની દૂધનું દૂધ પાણીનું પાણી કરવાના ઈરાદાથી આવેલા. મીડિયાને મો પાર જવાબ દેવા તે સજ્જ બની ગયા.

"હવે બસ રૂષભ આવે એટલી વાર વ્યાસ સાહેબ"

મિ.જાની ઉભા થયા અને સુરત ફોન જોડી દુર ચાલતા થયા. લગભગ ચાર થી પાંચ ફોન કરી જાની અડધો કલાક રહીને ફરી આવ્યા. રાણા સતત આટા ફેરા કરી રહ્યો હતો તે અમદાવાદ ની અપડેટ આપતો રહેતો હતો.

"રાણા અમદાવાદ કહો કે જો સ્થિતિ બરોબર હોય તો વડોદરા શીફ્ટ થઇ જાવ" જાની બોલ્યાં

"આમ કેમ?" રાણાએ સવાલ કર્યો

જાની મલકાયા અને ચશ્માં ચડાવી ચાલતા થયા અને અંજનાની પરિસ્થિતિ નો તાગ મેળવવા લાગ્યા.

અંજના પણ ખતરાથી બહાર હતી અને હોશ માં આવવાની તૈયારી માં જ હતી. આ બધા કાવાદાવા, નાની ઉમરમાં વિરલ અને તેના મિત્રો જોઈ રહ્યા હતા તેઓ પણ આવી જિંદગી જીવશે તો કેવું લાગશે તે વિચારી હલી જતા હતા.

ઘડીયાળ માં સમય દોડતો હતો રૂષભ ના શરીર માં ચેતના આવવા લાગી. દર્શનભાઈ એ ડોક્ટર ને બોલાવ્યા અને ડોક્ટરને મળેલા મિ.જાનીના મેસેજ પ્રમાણે રૂષભ ને બરોડા જ ટ્રાન્સફર કરવાનો હતો આથી ડોક્ટર પણ બહુ જલ્દી સારવાર કરવામાં લાગ્યા, બ્લડ પ્રેશર, સુગર જોયા બાદ અમુક ફોર્માલીટી સમજાવવા લાગ્યા.

"સો દર્શનભાઈ ready to leave. "

"yes. why not.. ready" હકાર માં ઉતર આપ્યો.

ડોક્ટરની બધીજ પ્રક્રિયા પૂરી થતા જ રૂષભ અને મમ્મી ભેટી પડ્યા પણ ત્યાં પોલીસ આવી ગઈ અને માં-દીકરા નું વ્હાલ પૂરું થયું.

"રૂષભ તો તારી આવી હાલત કઈ રીતે થઇ, બરોડા થી અમદાવાદ કઈ રીતે આવ્યો. શ્રેયા અને તારા વચ્ચે છેલ્લે શું વાતચીત થઇ અને એના મર્ડરમાં તારો હાથ ખરો ?" પોલીસે ઝડી વરસાવી.

" જુઓ આ બધામાંથી હું માત્ર બે પ્રશ્નો નો જ જવાબ આપી શકુ છું બાકી મને નથી ખબર" રૂષભ એ રોકડું પધરાવતા કહ્યું.

રૂમમાં થોડી વાર સન્નાટો છવાઈ ગયો. રૂષભ પડખું ફરવા ગયો પણ તે ન ફરી શક્યો, ડાબી બાજુ મુંઢમાર હતો.

"આહ" તેના મોઢામાંથી કણસ નીકળી ગઈ. આંખ માં આંસુ આવી ગયા પણ ફરી સ્વસ્થ થયો અને બોલવાનું શરૂ કર્યુ.

"પણ ત્યાં મિ.જાણી નો ફોન રણક્યો અને પોલીસ ઇન્સ્પેક્ટર બહાર નીકળ્યા. દસ મીનીટ બાદ તે અંદર આવ્યા અને બધા તરફ જોયું બધાનાં ચહેરા પર પ્રશ્નાર્થ હતું.

"નીચે એમ્બ્યુલન્સ રેડી છે બરોડા જવું પડશે તમારે"

અચાનક આ નિર્ણય આવતા રૂષભ ખુદ ચોંકી ગયો પણ દર્શન ભાઈ ને હાશકારો થયો. તેમણે વિચાર્યું ત્યાં એકાદ ઓફિસર તો જાણીતા છે. આથી તે ઝડપી સામાન લેવા લાગ્યા. લગભગ એકાદ કલાક સુધી આમ થી તેમ સામાન ફેરવ્યા બાદ તેઓ બરોડા માટે નીકળ્યા દર્શનભાઈ એમની કારમાં ડ્રાઈવર જોડે હતા અને રૂષભ તેની મમ્મી જોડે સાથે બે પોલીસ હવલદાર એમ્બ્યુલન્સ માં બેઠા.

આ તરફ અંજના પણ ભાનમાં આવી ગઈ. જાનીએ હજી રૂષભ ના ન્યુઝ જાહેર કર્યા ન હતા. તે હજુ રૂષભ ની જ બાબત માં જાણતા ન હતા તેવા ડોળ કરતાં હતા. અંજના અને તેના મિત્રો તેણે ક્લિપ વિશે વાત કરે છે આથી અંજના થોડી ડીપ્રેશન માં આવે છે પણ મામલો પતી ગયો અને તે ક્લિપ પણ બ્લોક જ થઇ ગઈ એવી જાણકારી વિરલ આપે છે થોડીવાર બાદ વિરલ સંજય અને રિતિકા એ હોસ્પિટલ છોડી તે હોસ્ટેલ માં ફ્રેશ થવા નીકળ્યા..

"સાંજે પાંચ વાગ્યે આવી જજો" મિ.વ્યાસે કહ્યું.

"હમ્મ " આટલું બોલી નીકળ્યા.

"હાશ, અંજુ ઇઝ ફાઈન નાઉ હવે રૂષભ ના સમાચાર મળે એટલી વાર" રિતિકા એ વાત શરૂ કરી.

બધા રીક્ષા ની શોધખોળ માં લાગ્યા બપોરના સમયે આ લોકો ને આવા લઘરવઘર જોઈ રસ્તા પરના લોકો નાકનું ટીળું ચડાવતા અને જતા હતા ત્યાં રીક્ષા માં બેઠા. રિતિકા વાત અધૂરી મુકી ને જ સુઈ ગઈ, થોડી વાર બાદ રીક્ષાએ સ્ટોપ લીધો.

"ઓ દેવી ઉઠો ઘર આવ્યું હવે તમારું" વિરલ બોલ્યો

થોડી વાર માટે હાસ્ય નું મોજું ફરી વળ્યું તેઓ બંને એ રીતીકાને વિદાય આપી અને હોસ્ટેલ પર ગયા.

" શું લાગે છે રૂશભે જ શ્રેયા ને પતાવી દીધી હશે " વિરલ બોલ્યો

"ટોપા, શું બકવાસ કરશ આવું થોડું હોય "

અને સાંજે પાંચ વાગ્યે શું હે પાર્ટી?, વ્યાસ સર બોલાવ્યા છે આપણે'

"હાં એ પાર્ટી આપશે હો ચાલ છાનો મીનો હવે" બંને હોસ્ટેલ પહોચ્યાં

હોસ્ટેલમાં પણ તેઓ સેલીબ્રીટી હોય તેમ વિદ્યાર્થીઓ જોવા લાગ્યા. કોલેજ ટાઈમ હોવા છતાં તેઓ હોસ્ટેલ માં જ હતા આ વાત બંનેને નવાઈ લાગી. તેઓ રૂમ પર પહોચ્યાં.

"ચાવી લાય" સંજય બોલ્યો

"નહી તારી જોડે?" વિરલ ચીડવતા બોલ્યો અને ચાવી આપી.

રૂમ ખોલતા જ બંને જણા પથારી પર કુદી પડ્યા અને સુઈ જ ગયા. આખા દિવસ ના થાક્યા હાર્યા શારીરિક શાંતિની ખોજમાં હતા જે તેમણે પથારીમાં મળવાની હતી. ગાંડા ની માફક સુઈ ગયા. હાથ અને પગ તો ક્યાં હતા એ તેમને પણ ખબર ન હતી. રૂમ ગજવતા નસકોરા લેતા લેતા સુઈ ગયા. લગભગ બે કલાક પછી ઉઠ્યા, લાલ આંખો અને કળતરા કરતા હાથ પગ મરડતા ઉઠ્યા અને નાહવા ઉપડ્યા.

મૌન રાખી કામ કરતાં હતા થોડા સમય પછી તૈયાર થયા અને રિતિકા ની રાહ જોવા લાગ્યા.

"મેડમ ઉઠ્યા કે નહી" સંજયે પૂછ્યું

"હાં ઉઠ્યા છે બસ આવે છે"

****

હોસ્પિટલ માં ભીડ જમા થતી હતી. મીડિયા, પ્રિન્ટ મીડિયાના પત્રકારો આવી ગયા હતા. રૂષભ અને એના મમ્મી, પપ્પા આવી ગયા સૌ મિ.જાની ની રાહ જોતા હતા. સંજય, વિરલ અને રિતિકા ત્યાં પહોચ્યાં. રૂષભ ને બહુ સમય પછી જોયો હતો આથી ત્રણેય જણા ભેટી પડ્યા. એક શકની નજર હતી એવી વાત રૂષભ ને પ્રતીત થઇ. બીજા બેડની વ્યવસ્થા કરાઈ અને ત્યાં રૂષભ ને સુવાડ્યો.

આ તરફ હલચલ વધી હતી મિ.જાની ચશ્માં પહેરી એ જ અંદાજ માં આવતા હતા સાથે શ્રેયાનું ફેમિલી અને સુરત પોલીસનું સરપ્રાઈઝ પેકેજ હતું જેથી બધા બે ઘડી હેરાન થઇ ગયા. થોડા અભિવાદન પછી ઓળખાણ કરાવી અને જાનીએ સીટ લીધી.

"so mr. how are you now?" મિ.જાનીએ રૂષભ ને પૂછ્યું

" Now feel ok sir, but who are you"

"ઓહ હાં, તમે કોઈએ મારો પરિચય ન આપ્યો આ બાળક ને" જાનીએ ટીખળ કરી

"કીધું છે પણ ઓળખ્યો નહી તો પણ" મિ.વ્યાસ બોલ્યા

" હાં હાં હાં " જાની હસ્યા અને ફરી રૂષભ ની સામે જોયું

"તો રૂષભ હું કરું એ સાચું કે ખોટું " જાની એ વાત આગળ વધારી

"સારું"

રૂષભ સામેથી નજર હટાવી મિ.જાનીએ શ્રેયા ના મમ્મી પપ્પા ને બોલાવ્યા અને બેસાડ્યા

"આને ઓળખસ" શ્રેયાના ભાઈને બોલાવતા કહ્યું

"યસ જીગર છે આ શ્રેયા નો ભાઈ, બહુ ટાઈમ થી વિદેશ હતો આ અને આ એના મમ્મી પપ્પા છે" રૂશભે પૂરું કયું.

"તો જે દિવસે ઝઘડો થયો એ દિવસે તે શું કર્યુ" મિ.જાનીએ પૂછ્યું

"કયો ઝઘડો"

"શ્રેયાનો એના ઘરેથી કેમ તને નહી ખબર " મિ.જાનીએ પૂછ્યું

"ના"

"સાચું બોલ બાળક બચી જઈશ" મિ.જાની સખત થયા

"નથી ખબર સર"

"અંજના તું બોલ,તમારી કિસનો વિડીયો વાયરલ થયો એની પાછળ કાઈ શંકા" જાનીએ ત્યાં ફરીને અંજના ને પૂછ્યું

"સર કાઈ ખ્યાલ નથી મને કે શું થયું" અંજના થોડી ઉદાસ થઇ.

"આ શું વિડીયો હે અને મને તો એ પણ કહેતા નથી કે અંજના એ સ્યુસાઈડ કેમ અટેન્ડ કર્યુ." રૂષભ થોડો ગુસ્સામાં આવ્યો.

મિ.વ્યાસ બે કદમ આગળ આવ્યા અને મોબાઈલ બતાવ્યો રૂશભે જોયું બે પગ કસીને બાંધેલા રાખી તેઓ અત્યંત ઉતેજીત કિસ કરી રહ્યા હતા.

"અહી રૂષભ આ શું? આ કરવા મુકીએ છીએ તને અમે" દર્શનભાઈ બોલ્યાં.

માહોલ તંગ બનતો હતો અને મિ.જાની ના ચહેરા ના ભવા તંગ થયા હતા. રૂષભ ના મમ્મી પણ ગુસ્સે થયા અને દુર ચાલી ગયા. વિરલ અને તેના મિત્રો પણ ચુપચાપ બેઠા હતા આખી વાત ને સાક્ષી ભાવે જોતા હતા.

" હાં તો આ વિડીયો ને લીધે જ આપણે અહી છીએ" બહુ સમય પછી રાણા બોલ્યો

"અચ્છા આ શું અંજના આવું સાવ" રૂષભ એ કહ્યું

અંજના કઈ ન બોલી અને નીચું જોઈ બેઠી. આંખોની પાપણ ભીની કરી લીધી. જાની તદ્દન શાંત હતા ગંભીર હતા આખી પરિસ્થિતિ માપી અને બોલ્યાં

"છેવટે આ ખુનનો આક્ષેપ તારા પર છે યુ નો" રૂષભ ને કહ્યું

"કેમ મારા પર"

"છેલ્લે તું દેખાયો હતો એની જોડે"

આ વાત સંભાળતા જ શ્રેયા ના પપ્પા આગળ આવ્યા અને બોલ્યાં

"રૂષભ તમે તો સારા મિત્રો હતા તો આ શું?"

"પણ જો કઈ નથી કર્યુ" રૂષભ એ જ ટેપ ચાલુ રાખી

"let me go on" જાની બોલ્યાં

મિ.વ્યાસે આગળ આવી લઇ ગયા તેમને

"તો આખી વાત કહે તું આમને"

"હાં"

"એ રાત્રે હું અને શ્રેયા જોડે તો હતા. એ અપસેટ હતી પણ કઈ બોલતી નથી પણ ત્યારે હું સમજ્યો ન હતો. પણ હવે સમજાયું કે એ ઝઘડો કરી રહી હતી. અને શ્રેયા ને હવે એ પાર્ટી માં રસ ન હતો એટલે દુર જવા લાગી. અંજના અને બાકી બધા મસ્તીના મુડમાં હતા એટલે જો અમને બોલાવ્યા નહી અને હું શ્રેયાની પાછળ ગયો ત્યાં તો પાછળ થી કાઈ આવ્યું"

રૂષભ અટક્યો અને ફરી બોલ્યો "બસ આટલું જ યાદ છે મને"

તો રૂષભ ને પાછળ થી શું વાગ્યું હશે ? અને હવે આગળ શું બંને છે, તે જાણવા માટે વાંચતા રહો “ધ લાસ્ટ નાઈટ – 7”

  • Poojan N. jani preet