The last night 7 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The last night 7

"પાછળ વળતા જ મારી આંખો કંઈ પણ જોય એના પહેલા જ કંઈક સ્પ્રે જેવું દાખલ થયું અને આંખમાં થયેલી બળતરાને હું હજી ભુલી નથી શક્તો સર આવી પીડા મે ખુદ ક્યારેય નથી અનુભવી. હાથ ગાંડાની માફક ઉલાળવા લાગ્યો અને બુમો પાડતો હતો પણ સંગીતનો અવાજ એટલો હ્તો કે કોઈને મારી ચીસો નહીં સંભાળી અને તરત ફટકો પડયો અને હું બેભાન થઈ ગયો" રૂષભ આટલું બોલી અટકી ગયો "આવી વાહિયાત વાતથી હું અને આ બીજા અધિકારી માની જ્શે" મિ.જાનીએ ભવા ચડાવ્યા ચહેરાની રેખાઓ તંગ બની

"કેમ વાહિયાત? જે છે એ આ છે બાકી હવે તમને કહેવા માટે મારી જોડે ક્શું જ નથી" "એક તો વાત કે સ્પ્રે આવ્યું અને તારી આજુંબાજું વાળાનું ધ્યાન પણ ન ગયું અને ફટકો વાગ્યો છ્તાં પણ કોઈ મદદે ન આવ્યું"

જાની આ વાતમાં બધું જાણતા હોવા છ્તાં ન જાણવાનો સરસ અભિનય કરતા હ્તા જેમ બને એમ ઉંડી બાબતોમાં કેસ લઈ જવા માંગતા હતા.

"સર હું અને રૂ ભ તો બહુ સાઈડમાં હ્તા તમે અમારો વિડીયો ન જોયો" અંજના શરમ રાખ્યા વગર બોલી ગઈ "આખી ઘટના તો તમારી કિસ પછી બની છે તો એ ક્યાં દુર હ્તો અને જ્યારે હુમલો થયો ત્યારે તેની જોડે શ્રેયા જ હતી એ તો નકકી છે મિસ.અંજના ? જાનીએ આખી વાતની પાયાવિહોણી ગણાવી દીધી.

"હા વાત તો સાચી જ છે તમારી હું અને અંજના ફરી ગ્રુપ જોડે એડડ થયા પછી શ્રેયા મને દુર લઈ ગઈ એ કંઈક કહેવા માંગતી હતી એના ચહેરા પર ઉતાવળ જણાતી હતી. જ્યારે મારી જોડે બાઈક પર હતી ત્યારે પણ એ કંઈક કહેતી હોય એમ લાગ્તું હ્તું. મે આખી વાત સાંભળવાની તસ્દી ન લીધી અને બાઈક દોડાવતો ગયો" આ આખી વાત વિરલ સહિત બધા માટે નવી હતી અને સંજય તો ભયાનક તોફાનમાં ફસાયો હોય તેમ વિચારતો હ્તો કે અને બોલ્યો "આ બધી વાત એણે મારી સાથે 'શેર' કેમ ન કરી" "કેમ ભાઈ તારી જોડે વાત કરે અને પહેલી વાત તો એ કે ઘરમાં એવું કશું બન્યું જ હતું કે એ 'અપસેટ' હોય આ બધી તમે ફેરવી તોળેલી વાતો છે બંધ કરો આ નાટક" શ્રેયાના પપ્પા ખુબ જ ગુસ્સે ભરાયા

જાનીએ તેમની તરફ ઈશારો કર્યો અને રાણાને કહ્યું ભાઈને શાંત રખાવ. રાણા તેમને લઈ બહાર ગયો. બહાર લોકોમાં કુતુહલ હતું. આટલા બધા પોલીસ ઓફિસરની અવરજવરને લોકો જોઈ લેતા હતા પણ બોલવાની હિંમત કોઈ કરતું ન હતું. એક હોસ્પિટ્લનો રૂમ પોલીસ સ્ટેશનનાં રિમાંડમાં ફેરવાઈ ગયો હ્તો ધારત તો આખુય કામ રિમાંડ રૂમમાં થઈ શકત પણ આ તો જાની હતા અનહોની કો હોની કર દે...

રૂમનું એ,સી, ચાલું હોવા છ્તાં તમામના માથા પર પરસેવા બાજી ગયા હતા. દ્સ પંદર જણા રૂમમાં હતા છતાં રૂમમાં નીરવા શાંતિ હતી. બધાના મગજમાં વિચારોના ઘોડા અલગ અલગ દિશામાં દોડી રહ્યા હતાં પણ ઘોડો ચંબલની ખીણોની કોતરોમાં અટવાઈ ગયો હોય તેમ સાચા ગંત્વ્ય સ્થાન સુધી પહોચી શકતો ન હતો

આ બધાની વચ્ચે મિ.જાની સ્વસ્થ હતા પણ કંઈ બોલતા ન હતાં એક ઉંડા વિચારોની ખીણમાં તેઓ પણ ખૂંપી ગયા હતા થોડી થોડી વારમાં પોતાના ચશ્માંનો ચડાવ ઉતાર કરી લેતાં. જાનીનું આ વર્તન રૂષભ અને શ્રેયાનાં પરિવાર સિવાય નવું ન હતું આથી બાકીના લોકોને આ શાંતિને સમજી શકતા હતા. રાણાના આવવાની રાહ જ જોતા હતા તેવું એમના વર્તન દેખાઈ આવતું હતું ફરી ફરીને થોડી વારે દરવાજા તરફ જોતા હતા. દસ મિનિટ સુધી કોઈ હિલચાલ ન થઈ. એ.સીનો ધીમો અવાજ શાંતિમાં ભંગ પાડતો હતો બાકી નિરવ પ્રશ્નાથઁ શાંતિ હતી. ત્યાં તો દરવાજા પર થોડો અવાજ થયો અને રાણાનાં પડછંદ હાથે દરવાજાને ખોલ્યો. તે જાની સામે હસ્યો અને પાછળથી શ્રેયાના પપ્પા આવ્યા. તેમણે પોતાની જગ્યા લીધી. તેમના ચહેરાની રેખાઓ તંગ હતી. "હા રૂષભ પછી બોલ હવે" શ્રેયાના પપ્પા બોલ્યા. આ પરિવર્તન અપેક્ષા જાની સિવાય કોઈને ન હ્તી માત્ર જાની મુછોમાં હસતાં હતાં. "અંકલ એ ફટકા પછી શ્રેયાનાં ચહેરાને એક સેકંડ જોઈ શક્યો અને બેભાન થઈ ગયો એ રાત્રે શું બન્યું એ ભગવાન જ જાણે પછીની સવાર હું ભાનમાં આવ્યો ત્યારે કયાં હતો એ મને પણ ખબર પડતી ન હતી.રાતની શીતળતાએ શરીર કડક કરી દિધું હતું અને ઉભો થવા ગયો પણ ફરી પડી ગયો અંતે ઉભો થયો. થોડો ચાલ્યો ત્યાં ખબર પડી આ તો કાળુપુર સ્ટેશન હતું એટલે સમજી ગયો મને અમદાવાદ લવાયો હતો પણ ન તો કોઈ ખિસ્સામાંથી કોઈ ચબરખી નીકળી અને મારું પર્સ મારી જોડે ન હતો મોબાઈલ પણ નહી. આગળની રાતનું ખાલી પેટ સતત પુરવઠો માંગી રહ્યું હતું પણ આ દુનિયામાં કોઁણ 'ફ્રી ઓફ્ફ' આપે છે ભલાં.માથાની ઈજા થોડી થોડી વારે હાથ ફેરવવા મજબુર કરતી હતી ત્યાં લોહી જામી ગયું હતું એ ખ્યાલ આવ્યો. મન વડોદરા જવા લલચાયું એટલે પાછળ વળ્યો ધીમી ધીમી ચાલે હું આગળ જતો રહ્યો અને અચાનક ફસડાઈ પડ્યો"

આટલું બોલતા જ રૂષભ રડમસ થઈ ગયો એનાં મમ્મી તેની બાજુંમાં આવ્યા અને એની પીઠ પર વહાલથી હાથ ફેરવવા લાગ્યા. માંનો હાથ ફરતા જ તે માંને વળગી પડ્યો અને ડુસકા ભરવા લાગ્યો, આ વલોપાતે વાતાવરણને વધું શાંત કરી દીધું.

"હા વાત તો સાચી છે જાની સર આ છોકરાની" અમદાવાદથી આવેલી પોલીસ બોલી "આ બાળકની જાણ અમને ત્યાંનાં કુલીઓએ કરેલી" આખી વાતની એટલું તો સાબિત થતું હતું કાતિલ રૂષભ ન હતો. તેની આંખોની માસુમિયત અને ચહેરાનાં હાવભાવ પરથી કોઈ સામાન્ય પણ કહી શકે કે આ વખતે તે નિર્દોષ હતો.

થોડીવાર પછી તે સ્વસ્થ થયો વિરલ બધા માટે ચા લેતો આવ્યો. રિતિકાએ બધાને ચાય આપી. મિ.જાની બહાર નીકળી સિગારેટનો કસ લેવા લાગ્યા. બહાર નીકળતા ધુમાડાની સાથે જાની રિચાર્જ થઈ ગયા હોય તેમ પુરતી ઉર્જાથી ફરી રૂમમાં દાખલ થયા.મોઢામાં ચિંગમ ચાવતા ચાવતા ખુરશી પર બેઠા બાજુમાં રાણા પણ બેઠા.

"સરસ તો આપણે પાછા આગળ વધીયે બોલ તને કોઈ શંકા હોય તો કહે મને કે મારી શંકાની સોય તો અત્યારે સંજય તરફ વળી છે."મિ.જાનીએ ધડાકો કર્યો આ ધડાકાથી આખો રૂમ સંજય તરફ જોવા તીક્ષ્ણ અને વક્ર નજરે જોવા લાગ્યા આમ ઓચિંતા આક્ષેપ સંજય પણ ખળભળી ગયો તેનો ચહેરો લાલ થઈ ગયો અને લોહી થીજી ગયું હોય તેમ જણાતું હતું. જીભ પર શબ્દો આવતા ન હતા જાણે તે કોઈ દુકાળ નદી સુકાઈ ગઈ હોય તેમ સુકાઈ ગઈ. પાંચ સાત મિનિટ સુધી કોઈ હિલચાલ ન થઈ માત્ર બે હવલદાર વિરલને ઘેરી વળ્યા અને તેમને પોતાની સ્થિતી લીધી. "તો સંજય તું શું કહે છે" રાણા બોલ્યો "પણ.....શું ....... બોલું હું ઓચિંતુ તમે ક્યાં આધારે કહી શકો કે હું મારા બે મિત્રને રહેંસી નાખું કંઈક બોલવા ભાન રાખો માત્ર શંકા છે એમ કહી દીધું તમારી જોડે કંઈ આધાર પુરાવા છે કે નહી" સંજયે જેટલું કહેવાનું હતું એનાથી વધું બોલી ગયો એમ તેને લાગ્યું પણ તીર નીકળી ગયું હતું

આગળ જાની શું પુરાવા આપશે કે આ જાનીનો તુકકો હતો માત્ર એ જાણવા વાંચો આગળનો ભાગ