લેખક વિશે :-
પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.
અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.
આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.
Facebook : n. jani
jawanizindabadonlinearticleseries
Email :
Whatsapp : 7874595245
મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......
ધ લાસ્ટ નાઈટ – 9
સવાર પડતા પડતા સાત વાગી ગયા સવારના પહેલા પ્રહરમાં નિંદર આવી હતી એમાં આંખ મોડી ખુલી. આંખો મોડી ખુલી પણ હજી મળી નહીં. બંને જણા એકબીજાની અવગણના કરવાનું ચાલુ રાખ્યું. સાચી વાત સંજયને તો ખબર હતી છતાં તે ચુપ હતો અને વિરલ એ વાતથી નારાજ હતો કે આટલા નજીક હોવા છતાં શા માટે તે ખુલાશો નથી કરતો. અપેક્ષાનો બોજો જ દુઃખી કરી જાય છે એ વાત ખબર હોવા છતાં તે અપેક્ષા રાખી રહ્યા હતાં.
મોબાઈલ રણક્યો સંજયએ ઉપાડવીની તસ્દી ન લીધી. ફરી રિંગ વાગી પણ વિરલના મોબાઈલમાં રિતિ નામ ડિસ્પ્લે થયું. એક તિરછી નજરે વિરલ સંજય સામે જોઈ રહ્યો અને ફોન ઉપડાયો "
હાઈ ગુડ મોર્નિંગ ઉઠ્યા" સામેથી ઠરેલા અવાજે રીતિકા બોલી
"હા આવીએ છીયે અમે થોડી વારમાં"
આટલું બોલીને તરત ફોન કટ કરી દીધો. આ વાતથી રીતિકા ખુદ ચોંકી ઉઠી પણ એને ઇગ્નોર કર્યું.
"શું થયું બકા?" અંજના બોલી "
આવે છે ચાલ આપણે જઇયે હોસ્ટેલ સુધી"
બંને જણા ઉપડ્યા. કોઈ જાતના ભભકા વગર બંને જણ જતા હતાં બોલ્યા વગર રસ્તો કપાતો હતો. વાહનની અવરજવર અને નવા દિવસના જુના કોલેજના મિત્રો સાથે આજે વાત કરવાનો સમય ન હતો.
બંનેની રાહ જોતા આગળ સંજય અને વિરલ થોડું અંતર બનાવી ઉભા હતાં. રીતિકા અને વિરલ વચ્ચે આંખોથી વાત થઈ અને રિક્ષા શોધવા લાગ્યાં. ....... ........
ઋષભ ઘણીવાર પછી શાંતિ અનુભવી રહ્યો હતો પણ ક્યાંક તે પણ મિત્રોને જોવા ઉતવાળો થયો હતો. મિ.જાની સાથે વ્યાસ અને એની ટીમ આવી ગઇ હતી. હોસ્પિટલ જ પોલીસ મથક બની ગયું હતું. બધા સિસીટીવી ચાલુ હતાં પણ એ જાની સિવાય કોઈને ખબર ન હતી.
"વેલકમ" મિ. જાની એ અંદાજમાં ચશ્મામાં વિરલ અને બધાને કહ્યું "
તો હવે બોલો કંઈક તો મેળ પડે" શ્રેયાનાં ભાઈએ આવેગમાં કહ્યું
જાની હસ્યાં અને રાણા આવ્યો રૂમમાં "
લ્યો સર તમારી બેગ" બેગ મુકતા રાણા બોલ્યો "
વાહ સારું કામ કર્યું હો તે રાણા મજા આવી ગઈ" "
હવે ગુનેગાર કોણ છે એ બધાને જાણવું છે કેમ?" આટલું બોલતાં તેમને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો "
આ તો તારો મોબાઈલ છે" શ્રેયાનાં પપ્પા બોલ્યા
જરા વાર કોઈ ન બોલ્યું. તેણે મોબાઇલ ઉપાડીને જોયું.મનમાં બોલ્યો આ તો મારો જ છે એણે સ્ક્રીન ખોલીને જોયું અને તરત જ બંધ કરી દીધી. જેમાં મોટા લાલ અક્ષરે લખ્યું હતું 'you are under arrest'
મિ.જાની અને રાણાએ બંનેએ એકબીજા સામે જોયું બંને હસ્યાં અને સામેનું દ્રસ્ય પણ જોવા જેવું હતું.
કોઈ બકરો હલાલ થવા જતો હોય અને એની જાણ તેને થઈ ગઇ હોય તેવું બેબાકળું મોઢું તેનું થઈ ગયું હતું.શું બોલવું અને શું ન બોલવું એની જાણ એને પણ ન હતી અને અચાનક બારીમાંથી કૂદકો માર્યો.
સૌ અવાચક બની અને જોતા રહી ગયા. એક માળ ઉપરથી કૂદકો મારવાથી પગને ખાસી ઈજા ન થઈ છતાંય થોડો લંગડાતો લંગડાતો આગળ ગયો ત્યાં તો પોલીસ અચાનકની કાર નીકળી અને ઋષભનો પીછો કરવા લાગી.
રાણાએ રીવોલ્વર નીકાળી અને ફાયર કર્યું નકામો ગયો વાર. મિ.જાની જરા ભી હલતા ન હતા એ તો શાંતિથી પોતાના મોબાઈલમાં કંઈક કરી રહ્યા હતાં. ***** ***** ***
"
સર તમને ખબર હતી આ ભાગી જશે એવી આપણું કામ બગાડી દીધું આને તો (ગાળ)" હાથમાં આવેલો શિકાર જતો જોઈ વ્યાસ સાહેબ મગજ પરથી કાબુ ગુમાવી દીધો હતો "
શાંત વ્યાસ સાહેબ મને ખ્યાલ તો હતો એટલે તો પેલી કાર પાછળથી આવી ગઇ એમાં એક શૂટર પણ છે મારો ખાસ અને જોવો આગળથી એક ઈનોવા આવશે જેનાં નંબર છે GJ 6 2230" મિ. જાનીએ વાત મૂકી "
સર આ કાર તો કાલે જ ચોરી થઈ છે નવલખી જોડેથી. કાલે ફોટો પણ મને આવેલો." વ્યાસ બોલ્યા "
હા મને મારા ખબરી એ વાત કરેલી અને સવારે 4 વાગેથી આ લોકો અહીં જ હતાં અને વ્યાસ સાહેબ એ ભાગી ગયો એમાં જ સારું થયું આપણે વાત સાબિત કરવામાં ઓછી માથાકુટને એ પકડાઈ જશે ચીલ"જાની આખી વાત કહી દીધી
આખીય ઘટનાથી રૂમમાં કોઈ હિલચાલ ન હતી બધા ગભરાઈને એકબીજા જોડે ચીપકી ગયા હતા કોઈ જાતનો અવાજ નહીં માત્ર એસીનો અવાજનો સંભળાતો હતો.શ્રેયાનાં પપ્પા મમ્મી પણ શોક હતાં આ બધું શું હતું? શા માટે તેમના દીકરાએ આ પગલું લીધું હશે અને સગી બહેનનું ખૂન???
બધી જ ન્યુઝ ચેનલો આવી ગઈ જાનીને ઘેરવા માટે. બારીમાંથી જ તેમના વાહનો જોઈ લીધા જાનીએ અને પછી બોલ્યા "આવી ગયા બિનબોલવેલા મહેમાન" બહુ ગુસ્સા સાથે ચશ્મા ચડાવી તેઓ આગળ ગયા અને સામી છાતીએ ઉભા રહ્યા "
તો મિ. જાની આ ઘટના પાછળ તમારુ શું કહેવું છે?" "
હાથમાં આવેલો ગુનેગાર આ રીતે ભાગી જાય?" બીજા પત્રકારે પૂછયું ''
અમે કોશિશ કરીયે છીયે" જાનીએ હળવો ઉત્તર આપ્યો બિલકુલ સરકારી અધિકરી જેવો **** **** ****
"સર ત્યાં ગોળીબારી ચાલુ થઈ ગઈ છે વધારાની પોલીસ જોઈશે ત્યાં. એ લોકો પૂરતી તૈયારી કરીને આવ્યો છે"રાણા ખબર લઈને આવ્યો "
ઓહ એમ વાત છે કઈ ગન છે મશીન ગન કે સાદી રીવોલ્વર?" વ્યાસ સાહેબ બોલ્યા થોડું ચિંતાનું મોજું ફરી વળ્યું ખાસ કરીને શ્રેયાના પપ્પા અવાચક બની ગયા. સગો ભાઈ સગી બહેનનું કેમ મારે?
વધારાની પોલીસ ત્યાં મુકાઈ અને એ તરફનાં બધા જ રસ્તા બંધ કરી દીધાં પોલીસે. ઈનોવામાંથી બુકાનીધારીઓ થોડા થોડા અંતરે ગોળીઓ છોડતા હતા. કોઈ પ્રોફેશનલ શૂટર ન હતા આથી ગોળીઓ હવામાં જ બગડતી હતી "
પબ્લિક પ્લેસ પર લે કાર"એક જણ બોલ્યો "
ક્યાં જવું છે"ડ્રાઈવર સીટ પર બેઠેલો બોલ્યો
સતત ઉત્તેજના વચ્ચે અચાનક સાઈન બોર્ડ દેખાયું જેમાં રેલ્વે સ્ટેશન નજીક છે એવું જણાયું. "
અલ્યા ડાબી બાજુ લે (ગાળ) હવે બતાવીએ કુત્તાઓને" ખૂબ ભારી અવાજે એક જણ બોલ્યો
ખૂબ ઝડપી શાર્પ વળાંક લઇ કાર અને એની પાછળ પોલીસની જીપ જેમાંથી ગોળીઓ નીકળવાની બંધ થઈ ગઇ હતી હવે "
આ લોકો મરશે હવે સ્ટેશન તરફ જાય છે ભીડમાં જ પકડાઈ જશે હવે," હવલદાર બોલ્યો બંદુક તૈયાર હતી પોલીસે પણ કરની સ્પીડ વધારી દીધી.
રસ્તા પર લોકોના તર્ક વિતર્કો ચાલુ થઈ ગયા હતાં બિલકુલ ફિલ્મી ઢબનો માહોલ ઉભો થઈ ગયો હતો. ઈનોવાએ પોલીસના બેરેકને બરોબરની ટક્કર મારી અને અવગણના કરી આગળ વધી ગઈ.
ઈનોવા ધીમી પડી અને બંદુક ધારી ઉતર્યો પોલીસની જીપના પહેલા ડાબી બાજુના ટાયર પર ગોળી છોડી અને નિશાના પર જીપનું ટાયર ફસસ્સસ્સ
જીપમાં ઝાટકો આવ્યો પોલીસ થોડી બેબાકળી બની વાયરલેસ પર સંદેશો મુકાયો પણ આ જીપ બંધ પડી ગઈ
આગળ વાંચતા રહો... અને હાં, ધ લાસ્ટ નાઈટ નો નેક્સ્ટ પાર્ટ હવે મે મહિના ના પહેલા વીક માં આવશે.. જે એક્ઝામ ને લીધે.. સોરી ફોર ધેટ...