સ્કૂલ લાઈફ - ૨ Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કૂલ લાઈફ - ૨

સ્કુલ લાઈફ – ૨

સ્કુલ નાં દિવસો, અને ૧ – ૧૨ ની તે જર્ની કાયમ માટે યાદ રહી જાય તેવી હોય છે. તે દિવસો હવે જ્યારે અનન્ય થઇ ચુક્યા છે ત્યારે તેને યાદ કરવાની પણ મજા જ અલગ છે. કઈક મળેલા પ્રમાણપત્રો, તે રિઝલ્ટ્સ, અને ક્યારેક અમુક ભૂલો ને લીધે આખે આખા પાઠ પણ લખવા પડતા.. પણ, આ બધું યાદો નો એક સરસ મજાનો ગુલાબી રંગ નો ડેટા બની ને મગજ માં ગોઠવાઈ ગયો છે. હજી આજે પણ ‘અસત્યો માહે થી...’ કે, ‘મંદિર તારું વિશ્વ રૂપાળું...’ ક્યાંક સંભળાઈ તો તે દિવસો યાદ આવી જાય છે. તે પ્રાર્થના હોલ નાં દ્રશ્યો ઝબકવા લાગે છે. અને આજે પણ આંખ ક્યાંક સાવધાન થઇ જાય છે. પ્રાર્થના પછી નાં ક્રમ માં વિદ્યાર્થીઓ પાસે થી સુવિચારો બોલાવવામાં આવતા. ત્યારે બોલેલા સુવિચારો આજે પણ યાદ છે. ત્યાર પછી નાં ક્રમ માં રાષ્ટ્રગાન બોલીને બધા ક્લાસ માં ચાલ્યા જતા. અને હાં ! શનિવાર હોય તો ત્યાં નખ ચેક કરવામાં આવતા એટલે શનિવાર નાં દિવસે ઘર થી લઈને સ્કુલ સુધી ઘણા ભૂલી ગયેલા પ્રાયમરી નાં મારિયાઓ તે રસ્તે દાંત થી નખ કાપતા...

ક્લાસ માં પહોચતા જ બેંચ ની માથાકૂટ શરૂ થતી, કોઈ આગળ લેવાનું કહેતું હોય તો કોઈ પાછળ લેવાનું કહેતું, ક્લાસ માં ક્યારેક નિર્દોષ પર પણ અન્યાય થઇ જતો. ક્યારેક હોશિયાર છોકરો જ વાતો કરતો હોય ત્યારે ન છુટકે શિક્ષક ને તેને ખીજાવું પડતું. આ બધા દિવસો ખરેખર મજાના હતા. છુટીને દોસ્તો ની જોડે ક્યારેક ધીરે ધીરે તો ક્યારેક ઝડપભેર કદમ ઉપાડતા ઘરે જતા.. ક્યારેક હોમવર્ક સાથે કરવાનો પ્લાન બનાવતા.. ક્યારેક માત્ર સાઈકલ ફેરવવા માટે ક્યાંક જતા..

ક્યાંક વાચેલું કે માણસ જન્મે ત્યાર થી લઈને તેની પાસે રહેલી દરેક ચીજ માં ઘસારો ચાલુ થઇ જ જાય છે. એટલે કે, તેનું આયુષ્ય ઘટતું જાય છે. માત્ર એક જ વસ્તુ છે જે માણસ ની ઉંમર જેમ વધે છે તેમ વધતી જાય છે તે છે યાદે.. હાં, તમે જ વિચારી જુઓ તમારી યાદો માં દરેક દિવસે વધારો જ થતો હશે. અને આ સ્કુલ લાઈફ તો ખરેખર, મસ્ત જ હોય છે.

સવાર નાં વાગતા એ અલાર્મ માં ક્યારેક મોજ આવતી તો ક્યારેક કંટાળો પણ આવતો. શિયાળા ની સવાર માં થોડી ઊંઘ વધુ આવતી એટલે ત્યારે અલાર્મ જોડે માથાકૂટ વધી જતી. વેકેશન નો ચેપ દસ પંદર દિવસ અગાઉ જ લાગી જતો. દિવાળી નાં વેકેશન ને હજુ પંદર દિવસ ની વાર હોય છતાં પણ બધાના મોઢા પર નુર આવી જતું. પરીક્ષા નાં છેલ્લા દિવસે વેકેશન માં કોણ ક્યાં જવાનું છે, કે પછી દિવાળી માં કોણ ક્યાં પ્રકારના ફટાકળા લેવાનું છે તેવી વાતો થતી. અને વેકેશન કઈક અલગ જ રીતે પૂરું થતું. વેકેશન પૂરું થવા નું હોય ત્યારે પાછું સ્કુલ એ જવાની પણ એવી જ ઉતાવળ થતી.

ત્યારે ટીવી માં આવતા ડોરેમોન અને ટોમ & જેરી જેવા કાર્ટુન જોવાની પણ ખુબ જ મજા પડતી. જોકે દિલ તો બચ્ચા હે જી ની જેમ હજી તે જોવાની ક્યારેક તો મજા પડે જ. દુનિયા માં ચાલતા ધતિંગ, કરતાં તે ઉંમર માં જોવાતા તે કાર્ટુન જ કદાચ સારા હતા. ભલે તે કાલ્પનિક જ હતા.

ક્યાંક એવું પણ સાંભળ્યું હતું કે સ્કુલ લાઈફ માં એવું થતું હોય છે કે, તેમાં પહેલા ચેપ્ટર સમજાવવા માં આવે છે પછી તેની ટેસ્ટ લેવાય છે. અને હકીકત ની લાઈફ માં ટેસ્ટ પહેલા લેવાય છે અને પછી ચેપ્ટર માણસ ને જાતે સમજવું જ પડે છે.

ત્યારે ભણવા ની પણ એવી જ મજા આવતી. પ્રાયમરી માં તો ૯૮ % લઇ આવતા. એ પણ રમતા રમતા. હાં, છેલ્લા દિવસો માં સ્વાધ્યાય પોથી આખી ગોખી ને જ જતા. ત્યારે થોડી ખેંચ પડતી. ચિત્રકલા નાં પેપર માં પ્રાયમરી માં બધા ને ખુબ જ તકલીફ પડતી. કયો કલર પુરવો તે વિશે. પછી કોઈ નો જોઈ ને જ કરતાં. એમાં એક ચિત્ર કદાચ વધારે જ પૂછાતું જે કુદરતી દ્રશ્ય નું જ હોય. અને તે દોરતા પણ બધા એક જ સરખું. બે પર્વતો ની વચ્ચે થી ઉગતો સૂર્ય. આગળ નદી અને એક વૃક્ષ અને દેશી નળિયા વાળું એક મકાન. સમાજ નાં પ્રશ્નો પાકા કરવાની મજા પડતી.. ગણિત ક્યારેક ખુબ જ સહેલું લાગતું.. ગુજરાતી અને અંગ્રેજી નાં પાઠ શીખવા ની ખુબ જ મજા આવતી... ક્યારેક સરપ્રાઈઝ ટેસ્ટ માં સિરિયસનેસ આવી જતી તો ક્યારેક એ પણ સરપ્રાઈઝ હતું કે આજે ટીચર એબ્સન્ટ છે. તો ક્યારેક ટીચર આવી ને પણ રમવા જવા ની સરપ્રાઈઝ આપી દેતા. ધોરણ બદલે એટલે કોણ ક્લાસ ટીચર છે, તે જાણવાની તાલાવેલી લાગતી.. કોઈ સર ગણિત એવી મેથડ થી શીખવાડતા કે તરત જ આવડી જતું. જ્યારે સ્કુલ હતી ત્યારે આ દિવસો માં થોડો કંટાળો આવતો પણ આજે તેને યાદ કરવા પણ એટલા જ ગમે છે. નહી ....!

તમે કોણ છો ?તમે શું કરો છો ? તમે કેવડા છો ? આ જે હોય તે.. પણ તમને તમારા સ્કુલ નાં દિવસો આજે મગજ માં એક સરસ યાદો બની ને રહ્યા જ હશે. તમને જરૂર એ યાદ જ હશે. જેમાં ક્યારેક તમારા મિત્ર એ તમને કોઈ ટેસ્ટ માં જવાબો કહ્યા હશે.. રીસેસ માં ખાધેલું એ પાંચ રૂપિયા નું પફ.. બુધવાર નાં દિવસે પેરી જવાતા એ નવા કપડા નો કરાતો દેખાવ.. કોઈ સ્પર્ધા માં જીત્યા પછી દોસ્તો થી એક કદમ આગળ ચાલતા.. નવું વર્ષ શરૂ થાય એટલે મમ્મી બધી જ બુક ને ભગવાન પાસે મુકે.. યાદ છે ને..! આ બધી યાદો એ ખરેખર અદભુત યાદો છે.

એક તો મજા નું એ બાળપણ, જિંદાદિલી થી જીવાતું એ બચપન અને જોડે એ સ્કુલ નાં દિવસો.. કોને યાદ ન હોય ? દુનિયા જ કઈક અલગ હતી. એ પાંચ કલાક ની સફર માં ભણવા થી માંડી ને ઘરે આવવા માં પણ મજા કરી લેતા. ચાચા નહેરુ કહેતા કે, “મેરા સબ કુછ લે લો, મુજે મેરા બચપન વાપીસ દેદો.” પણ, આ તો અશક્ય છે. ખરેખર જો ડોરેમોન નું એ ટાઈમ મશીન હોત તો ફરી એક વાર એ પાંચ કલાક નું ભ્રમણ કરી આવત. જે આજે ખરેખર અખિલ બ્રમ્હાંડ નાં ભ્રમણ થી ઓછું નથી લાગતું.

આજે જુના પ્રાયમરી નાં મિત્રો મળે છે તો તેની સાથે થયેલા નાટકો અને તેને ક્યારેક ખીજાયા હોય તેવા કિસ્સાઓ દોહરાવવાની પણ મજા આવે. આમાં પેલું પેપ્સી ની એડ વાળું યાદ આવી જાય છે કે, “સ્કુલ ખતમ હો રહા હૈ, દોસ્તી નહિ.” સ્કુલ માં મજા આવી હોય તો તેનો અડધો હિસ્સો દોસ્તો ને લીધે જ હોય ને. એમાં પણ પેલે થી જે સાથે ભણ્યા હોય તે પરમ મિત્રો, તેની જોડે તો હજી પણ મજા જ આવે.

પણ, તમારી સ્કુલ લાઈફ અહી ખતમ નથી થતી, એ ૧-૧૨ ની સફર નાં ૧૨ વર્ષો જિંદગી નાં સૌથી સારામાં સારા દિવસો હતા. એ વર્ષો જિંદાદિલી થી જીવેલા દિવસો હતા.

Sweet school memories:-

  • Polishing white shoes with chalk
  • Hoping that PT days are not holidays
  • Checking if teacher comes with answer sheet after exam
  • Keeping quite when principal passes by classroom
  • Hiding behind friends when teacher asks questions
  • Prayer song, National anthem
  • First love
  • Sleeping with books
  • Morning alarm tone.
  • હાર્દિક રાજા

    Email –

    Mo - 95861 51261