મા તે મા SWATI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મા તે મા

"મા તે મા "

"અરે કલમુહી યે ક્યા કરદિયા તુને ?? " શબ્દો કાને પડતાં જ હું તો એકદમ ગભરાઈ ગઈ . મારા પેટમાં ફાળ પડી કે પાછો શું વાંધો પડયો હશે !! આટલી સરખી સિલાઈ તો કરી છે . એક તો સાત મહિના નો ગર્ભ ને કામ નાં ઢસરડા , ઉપરથી સિલાઈ કામ ... કહે તે પણ કોને . પતિ આફતાબ ને તો રોજી પરથી થાકી ને આવી ને બસ પડ્યાં રહેવું હોય . સાસુને હવે એકજ ઉમીદ કે વારસ આવી જાય એટલે ઘણું . હું પણ હવે થાકી . મનમાં એક ખોફ ઘૂસી ગયો કે અલ્લાહ આવનાર બાળક હવે સુખરૂપ ને સારું આપે . ..

ને અધૂરા મહીને જ મેં જમાલને જન્મ આપ્યો . મારા ઉપરતો જાણે આકાશ તૂટી પડ્યું . આતો પડોશ માં રહેતાં રેહાના બહન ને આપકા સેન્ટર દિખાયા તો મેં સમય નિકાલકે જમાલ કો લે આઈ . "

જોતાની સાથે વ્હાલ ઉભરાય તેવું તેનું સ્મિત .

અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર માં ઘણા બાળકો આવે , જ્યાં નવજાત શિશુ નું ડોકટરો દ્વારા એસેસમેન્ટ થાય . તેમની તકલીફ નું નિદાન થાય અને તે પ્રમાણે તેમની સારવાર નક્કી થાય . કોઈક બાળક ને સેરીબ્રલપાલ્સી હોય તો વળી કોઈક ડાઉન સિન્ડ્રોમ વાળું હોય કે પછી ઓટીઝમ હોય , ઘણાં એવાં બાળક પણ હોય કે જેઓનો વિકાસ અધૂરા મહિને જન્મ થયો હોવાં ને કારણે થોડો ધીમો હોય . આમ અનેક પ્રકારનાં બાળકો ને સારવાર આપવા માં આવે છે . જેટલાં વહેલાં બાળકનું નિદાન થાય અને જો નાની ઉંમર માં સારવાર શરુ થઇ જાય તો બાળકને ઘણું સારું જીવન જીવી શકવા ને સક્ષમ કરી શકાય .

આવા એક સેન્ટર માં હું બાળકોને પ્લેથેરાપી આપું એટલે કે રમતા રમતા શારિરીક અને માનસીક વિકાસ થાય તે માટેની પધ્ધતિ વળી માતા પિતા ને સામાન્ય ભાષામાં બાળકની તકલીફ વિષે સમજાવી નિયમિત સારવાર કરવા સેન્ટર પર લાવવાનું પણ સમજાવું .. પહેલાં દિવસે ઉઝમા એ આખી વાત કરી કે કેવાં સંજોગો માં તેણે જમાલને જન્મ આપ્યો .

એસેસમેન્ટ દરમ્યાન જમાલ ને સેરીબ્રલ પાલ્સી નામના રોગ નું નિદાન થયું તે દિવસ ઉઝમા પર જાણે કયામત આવી .સેરીબ્રલ પાલ્સી માં બાળકનાં મગજ તેમજ સ્નાયુ પણ અસર પામ્યાં . અને જીવન પર્યંત તેઓનો શારીરિક તેમજ માનસિક વિકાસ ઘણો ધીમો થાય . રોજ તેને સારવાર કરાવવા લાવવા નું કીધું અને સમજાવ્યું કે ," બહેન જો તમારાં બાળકને નિયમિત સારવાર અપાવશો તો ફાયદો થશે . અને તમે એની પાછળ જેટલો સમય આપશો તેટલો તેનાં વિકાસ માં ફાયદો થશે . " આટલું કહી હું તેની બુરખા પાછળ છુપાયેલી તેની આંખો વાંચવા કોશિશ કરી રહી . એ દિવસ તો ફરી પાછી આવીશ કહી તે ચાલી ગઈ . ..

એક દિવસ આવી મને કહે " બેનજી મારું બાળક છે અને મારે એની સરવાર કરાવવી જ છે ." ત્યારે પાછી તેની વિતક વાત કરવા લાગી ," બહેનજી ,તમને મળીને હું ઘરે ગઈ તો મેરી સાસને આસમાન સરપે લે લિયા , ઔર બોલેને લગી કી કયું એ અપાહિજ જૈસે બચ્ચે પે અપના સમય બીગાડતી હો !! ઇસકી બજાય થોડા સિલાઈ કામ કરદિયા હોતા તો દો પૈસે ઘરમે આતે ને .ઔર ફિર ન બોલને કે શબ્દ સુનાયે "લેકિન મેરી પડોસન જો રેહાના બહન હૈ ઉન્હોને હમેં આપને કહાથા વૈસા હી કહા ઔર મૈ આ ગઈ યહાં ." તેના પતિને બીજા દિવસે મળવા બોલાવ્યા .ઘરે પણ પાછો પ્રશ્ન કે રોજ પર ન જાય તો એ દિવસની આવક નું શું ???જેમતેમ કરીને ઉઝમા એની નણંદને લાવી અને અમે એને સમજાવી કે " બહેન આ બાળક નો તો વિચાર કરો .. વગેરે વગેરે " ... બીજા દિવસે જ્યારે ઉઝ્મા આનંદિત ચેહેરે આવી ત્યારે હાશ થઇ . નિયમિત સારવાર શરુ થઇ . ઉઝમા સાથે નિયમિત વાતો પણ થતી રહે . સેન્ટર પર તો દિવસ માં બે કલાક આવે પણ તેની સાથે જમાલને દિવસમાં બીજી ત્રણ વાર કસરત કરાવવી પડે . તે બધી કસરત પણ ઉઝમા શીખતી ગઈ . અને ઘરે કેટલું કરાવ્યું તે પાછી ઉત્સાહભેર કહે . એક દિવસ આવી કહે ," મૈંને જમાંલકો અપને કિચન કે પાસ સુલાયા થા ઔર કુકરકી સીટી જોર સે બજી ઔર મૈ હૈરાની સે ઉસકા મુંહ દેખતી રહી પર ઉસકો જૈસે ઉસકો કોઈ ફર્ક નહીં પડા ." અમે એને સમજાવી કે સમય આવે અને ઉમર પ્રમાણે આપણે તપાસ કરતાં રહીશું . એક સંતોષ સાથે તેણે માથું નમાવ્યું , અને ધગશથી સારવાર કરવા લાગી . જમાલ ની શારીરિક પ્રવૃત્તિ માં વિકાસ થયેલો જોતાં ઉઝમા નાં જીવને પણ હૈયા ધારણ થયું .

પણ આ આનંદ બહુ ના ટક્યો. જમાલ નો કાનનો ઓડિયોગ્રામ નો રિપોર્ટ ખરાબ આવ્યો, જેમાં જાણવા મળ્યુ કે જમાલ કદી સાંભળી નહિ શકે ને પાછી નિરાશા ઘેરાઇ . બીજા દિવસે તો નઝમા ને સંભાળવી મુશ્કેલ હતી. થોડા દિવસ બધું બરબર ચાલતુ લાગ્યું . જમાલનો સારવાર પ્લાન પણ તે મુજબ બદલાયો .

ને એક દિવસ ઉઝ્મા આવીતો ખરી પણ બુરખો ન ઊતર્યો , રડતાં અવાજે ઉઝમા એ કહ્યું ," બેનજી મેરે ઘરવાલે દુસરા બચ્ચા ચાહતે હૈ " ઉઝ્માનો વિરોધ હતો, કહે બેનજી આ મારા જમાલ નું શું થશે ??? ઔર દુસરા બચ્ચા નોર્મલ નહી આયા તો !!'

એક માની આ વ્યથા ... . ઉઝમાની નણંદ જરા સમજુ તેથી તેને બોલાવી સમજાવ્યું કે જમાલ થોડો મોટો થાય પછી બધા ટેસ્ટ કરાવી બીજું બાળક પ્લાન કરવું .

જમાલ ની સારવાર જોઈને ઘરના બધાને પણ અમારા કહેવામાં વિશ્વાસ જ્ગ્યો.પણ હંમેશા ઉઝમા નું મોઢું ચિંતિત . અને એક દિવસ જમાલ આવતો બંધ થયો...

લગભગ વરસ પછી મારા થી ન રહેવાયું ને મેં ઉઝ્મા સાથે ફોન પર વાત કરી ,ત્યારે તેણે કહ્યું , "બેનજી મૈ પેટસે હું ". ફટાફટ ફોન મૂકી દીધો .તે વાતને આજે લગભગ એ વાતને ત્રણ વર્ષ થઇ ગયાં . ઍકાએક ઉઝમા યાદ આવી ને મેં સાચવેલો ફોન નંબર જોડ્યો ને નસીબે ઉઝમા મળી . કહેવા લાગી ," જમાલ ને પાગલખાના માં સારવાર માટે મોકલું છું . ઘર કે લોગ જમાલ કે પીછે જ્યાદા સમય ઔર પૈસે ખર્ચ કરના નહી ચાહતે .દુસરા લડકા થોડા ઠીક હૈ તો વો લોગ ઉસકે બારે મેં જ્યાદા ધ્યાન દેના મુનાસીબ માનતે હૈ " ગળગળા અવાજે એટલું જ બોલી ,"બેનજી એક દિન મેરે ઘર આપકે જમાલ કો દેખને આઇયે ,મને તમારો ઇન્તઝાર રહેશે"

ને બસ પછી હું ફોન પકડી ને એક સ્ત્બધ્તા થી બેસી રહી ... પણ મન ખૂબ વ્યાકુળ થઇ ગયું . એકદિવસ ફોન કરી ઉઝમા નું સરનામું લઇ ને જઈ ચડી એનાં ઘરે . ઉઝમા તો એકદમ આવાક ... હાંફળી થઇ મને બેસાડવાની તઝવીઝ માં લાગી . તેની એક આંખમાં મને જોયાં નો આનંદ તો જાણે બીજી આંખ માં એક ભય મને દેખાયો . પાસે બેસાડી તો એકદમ રડવાં લાગી ને કહેવા લાગી કે ," આજ આપ અચ્છે સમય પે આયે , મેરી સાસ બાહર ગઈ હૈ . "

એનાં વિતેલા ત્રણ વર્ષ નું સરવૈયું આપવા લાગી . એક વર્ષ પહેલાં પતિ ગુમાવ્યો . ને સાસુ નો ત્રાસ માઝામુકી વરસવા લાગ્યો . શરમની મારી કોઈ દિવસ પતિ દારૂડિયો છે તેવું જણાવ્યું નહોતું , અને એજ દારૂની લતે તેનો જાન લીધો . જમાલ તો પહેલે થી માથે પડેલું બાળક લાગતો , ને બીજું બાળક આવ્યું તે પણ પુરા સમયે , એટલે સાસુ ને જરાક વંશ જળવાઈ રહેશે ની હૈયે ટાઢક . ઉઝમા દિવસ રાત સિલાઈ કામ કરી ઘર ચલાવે ...

આમ એની વિતક કથા ચાલતી હતી ને એનાં સાસુ આવી ચઢ્યાં . સાસુ અને ઉઝમા નું બીજું સંતાન રહીમ ને લઇ ને બહાર ગયાં હતા તે પાછા આવ્યાં . ઉઝમા એ મારો પરિચય આપ્યો , સાંભળ્યું ન સાંભળ્યું કરી ને તેઓ અંદર ના કમરા માં ચાલી ગયા . જમાલ કેટલા વાગે જાય અને કેટલા વાગે પાછો આવે વગેરે વાત કરતાં હતા ત્યાંજ ઉઝમા બોલી કે બસ હવે એને રીક્ષા વાળો લાવશે . મને પણ થયું કે હવે જમાલ આવી જાય તો તેને જોઈ ને જ પાછી વળું .

નાનો એવો રહીમ પણ જાણે દેખાવ માં જમાલ ની કાર્બન કોપી લાગે . બાંધો સારો એટલે શારીરિક રીતે સ્વસ્થ લાગે . ઉઝમા ની બાજુ માં રહીમને બેસાડ્યો હતો . રહીમ ની ઉંમર લગભગ ત્રણ વર્ષ ની થવા આવી હતી . મેં એને બોલાવવા કોશિશ કરી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો એટલે તુરંત મેં ઉઝમા ને પૂછ્યું તો કહે ," સાસ કે લાડ પ્યાર ને ઉસે બહુત બિગાડા હૈ . કિસીકી સુનતા નહી ઔર કુછ લેને કે લિયે હાથ લંબા ભી નહી કરતાં ક્યુંકી જિસ ચીઝ પર ઉસકી નઝર પડતી હૈ સાસ ઉસકે હાથ મેં વો ચીઝ થમા દેતી હૈ .... મુઝે પતા નહી ચલતા મૈ ક્યા કરું " ઉઝમા ની વાત પરથી તો એમજ લાગ્યું કે રહીમ ને જન્મ આપ્યો ને સાસુ એ હવાલો લઇ લીધો , વારસ જો છે . અને રહીમ નું બધું ધ્યાન એજ રાખે . ..ઉઝમા ને તેના પ્રોગ્રેસ ની કંઈ ખબર ના હોય કે ખબર પડવા જ ન દે અને ઉઝમા મનમાં જ મુંઝાયા કરે .

હું બેઠી જોયા કરતી કારણ મારે તો જમાલ ને પણ મળવું હતું . રહીમ ને ખાટલા ઉપર ટેકો દઈ ને બેસાડયો ,પણ જાણે બેલેન્સ ના રહેતું હોય તેમ હાલકડોલક બેઠો રહ્યો . હું રહીમની સામે જોવું તો આંખ ના મિલાવે જોઈ મને જરા શંકા જન્મી કે રહીમ નોર્મલ બાળક તો હશે ને !!! હવે ઉઝમા સાથે વાત કરવી તો ઘણી અઘરી .મન માં ને મનમાં પ્રભુ ને પ્રર્થના કરવા લાગી કે રહીમ સ્વસ્થ બાળક હોય . ને ઘરનાં ને પરિસ્થિતિ નો ખ્યાલ તો આપવો જ જોઈએ , આતો મને જરાએવું લાગ્યું કદાચ ડોક્ટર કંઈ સારા સમાચાર પણ કેહે .

મુંઝાયેલી હું જમાલ ની રાહ જોતી બેઠી . ત્યાં થોડીવારમાં જમાલ ની રીક્ષા આવી .મારી પણ ધીરજ ખૂટી , ને હું ઉભી થઇ દરવાજા સુધી જમાલ ને જોવા ગઈ ,ઉઝમા નું ચાલે તો ....રીક્ષા પાસે ગઈ ત્યારે મને થયું હે ભગવાન ," હું આ શું જોઈ રહી છુ .... રીક્ષા માં જમાલ એકલો હતો . અંદર નજર કરી તો બે હાથ સાંકળ થી બાંધેલા હતાં , કારણ પૂછતા જાણવા મળ્યુકે જમાલ ને રીક્ષામાં બેસાડવો અઘરો છે . એની સાથે કોઈ પણ વ્યક્તિ ને નાં બેસાડી શકાય .વારે વારે બહુ ઝનૂની થઇ જાય છે , પાગલ ખાના માંથી એકદમ સુના છે કે જમાલ ને આ રીતે જ ઘરે મુકવા જવાનો અને એનો હાથ ઘરના ને સોંપી દેવાનો . આમતો ઉઝમા એના પ્રત્યેના પ્રેમ ને લીધે જ મને મળવા રોકી હતી .રીક્ષા માંથી ભાર આવી જમાલના બેઉ હાથ પકડીને સાચવીને ઘર માં લઇ જાય પણ તેની ક્યાં પહેલાની નિર્દોષ આંખો ને ક્યા અત્યારની ઝનુન ભરેલી આંખ .

એકબાજુ માતા ખવડાવે તો ખાય એવી હાલત એની ...

જમાલ ને જોઈ દુઃખી થઇ જવામાટે ઉભી થઇ હતી ત્યાં એકદમ રહીમ નો અવાજ આવ્યો .અને ઉઝમા દોડી ને જોવા ગઈ તો જઈ ને જુવે છે તો રહીમ પર એપીલેપ્સી નો એટેક ઉપાડ્યો હતો . તાત્કાલીક ડોક્ટરને બોલાવવા પડોશી નો છોકરો દોડ્યો .મારી જાણ હતી તેટલી સારવાર આપવાં માં મદદ કરી મોઢામાં જાડો રૂમાલ ખોસ્યો જેથી જીભ ના કચરાઈ જાય . ઉઝમા ને તો જણાવી દીધું કે રહીમનું એકદમ ધ્યાન રાખે . ડોક્ટર બરાબર તપાસી ને કીધું કે આ બાળકની વહેલી તકે સારવાર કોઈ સારા ઇન્ટર વેન્શન સેન્ટર માં લઇ જાવ .ને ઉઝમા તો બચારી બેબાકળી થઇ ગઈ પણ આજે ખરું આભ તૂટ્યું ઉઝમા ની સાસુ પર .તો આખું વિશ્વ જાણે ચૂરચૂર ... રડવા નું જરા ઓછુ થયું એટલે મેં તેઓને સમજાવ્યા અને કીધું ," રહીમ નાં પણ જમાલ જેવા હાલ ના કરો !!! જો યોગ્ય અને નિયમિત કસરત થશે અને આંખ,કાન ,હાડકાં ,મગજ આ બધા નાં ડોક્ટર તમને એકજ સંસ્થા માંથી તમારા બાળકને તપાસે એવું ફાયદા કારક ...મારા ઘરે બધા મારી રાહ જોતા હશે તેવો વિચાર માત્ર નથી આવ્યો .ઉઝમા અને એના સાસુ બંને ને વાત આખી ગળે ઉતારી પછી હું મારા ઘરે જવા નીકળી .

કોઈ પણ કામ હોય તો તુરંત જણાવવા કીધું .જમાલની ઉંમર પણ હવે તો થઇ હતી એટલે એની વાત ભૂલી રહીમને યોગ્ય સારવાર મળે તેવી સલાહ આપી . હું બીજા દિવસે જયારે સેન્ટર પર પહોચી ત્યારે ઉઝમા તેની સાસુ આવી ને બતાવવા માટે ગોઠવાયેલા જોઈ જરા હૈયા ધારણ રહ્યું . પહેલો દિવસ હતો એટલે ડોક્ટર ની પેનલ માં બતાવવાનું હતું .જેમાં બધાં ડોકટરો બાળક ને તપાસી સાથે નિદાન પર આવે અને પછી તે બાળક ની પ્લાન પ્રમાણે સારવાર શરુ થાય . બધા ડોકટરો નું એક જ નિદાન આવ્યું કે બાળક સ્વસ્થ થતાં થોડો સમય લાગશે ,એની પાછળ નિયમિત સમય આપી શકો તો આ બાળક એકદમ નોર્મલ થઇ જશે .

ઉઝમા નાં જીવમાં જીવ આવ્યો . એના સાસુ ને પણ પોતાની ભૂલ સમજાઈ અને નિયમિત રહીમ ને લઇ ને આવતા થયા . આવતાં જતાં અમારા સેન્ટરની બાજુનાં એક સેન્ટરમાં છોકરીયો ને સીવણ ભરત ગુંથણ શીખવવામાં આવતું હતું . ઉઝમા ને મેં ત્યાં જઈ તપાસ કરી આવવા કીધું ,ને પાછા આવતા તેના પગ જાણે હવા માં ઉડતા। .... મને કહે ," બહેન બાજુ માં જે ક્લાસ ચાલે છે તેમને એક સિલાઈ શીખવાડે તેવી બહેન જોઈએ છે . તો હું એ જગ્યા એ લાગી જાઉં જેથી મારા રહીમની સારવાર પણ થાય અને મને આર્થિક મદદ પણ મળે !!!" આવક માં વધારો કરવો પડે એમ તો હતુજ . ભલે સારવાર રાહત દરે થાય પણ આવવા જવા ના ખર્ચા ને બધું ગણાય ને . આખી વાત ઘરે જઈ સાસુ ને કરી તો તેઓ પણ ખુશ . એના સાસુ જમાલ પાગલ ખાનામાંથી આવે એટલે એને ખવડાવી ને ઊંઘાડી દે . ઉઝમા રહીમને સેન્ટર પર મૂકી કલાક બાજુમાં સિલાઈ શીખવાડી ને પાછી આવે અને પોતે રહીમને જે કસરત ઘરે કરવવાની હોય તે ધ્યાન પૂર્વક શીખી લે .

જયારે એક માતા એક દીકરામાં ઠોકર ખાધાં પછી જે ગાંઠ વાળે છે કે તે ભૂલ બીજા સંતાન માં ન થાય તે માટે જમાના સાથે લડીલેવા પણ તૈયાર થઇ જાય છે . પતિ ગુમાવ્યાં નાં દુઃખ કરતાં સંતાન અપાહિજ થવાનું દુઃખ વિશેષ હોય છે . એકબાજુ હમદર્દી બતાવી નજીક આવનાર પુરુષ વર્ગથી પોતાની જાતને પણ સંભાળવી પડે !!!

આમ ઉઝમા ખુબ મહેનત કરી રહીમ ની નિત્ય સારવાર કરવતી હોવાથી રહીમ માં પણ ઘણો ફેર પડ્યો ... બે પાંચ પગલાં ચાલતો થયો , એ જોઈ ઉઝમા ના સાસુ બોલી ઉઠ્યા ," આટલી મહેનત તો મારો પેટનો જણ્યો દીકરો પણ ના કરી શક્યો હોત જે આ દીકરી ઉઝમા એ કરી દેખાડ્યું ."

ઉઝમા તો ખાલી એટલુંજ બોલી કે ," હું એક માં છુ ને !!!"