Unda andhare thi.. books and stories free download online pdf in Gujarati

ઊંડા અંધારે થી ....

ઊંડા અંધારે થી

સ્વાતિ શાહ

9,એમ .પી .ફ્લેટ

ગુજરાત સોસાયટી પાસે ,

અમદાવાદ - 380007.

swatimshah@gmail.com

9429893871.

આખા રતનપુર ગામ માં ગમનશેઠ ની હવેલી ઝળાહળ થતી જુએ ને હરકુંવર શેઠાણી નું હૈયું હરખાય . પરણીને આવ્યાં ત્યારથી જોતાં આવ્યા હતાં કે ગમન શેઠ ને ઘડીની નવરાશ નથી મળતી . કારોબાર ચોમેર ફેલાયેલો . મહેમાનો નો પણ આવરોજાવરો એટલો બધો કે શેઠાણી બધી વ્યવસ્થા માં થી ઊંચા જ ન આવતાં . હા , રોજ જમીને હિંડોળે પાન ખાવા શેઠાણી સાથે થોડીક વાર બેસવા નું વ્યસન શેઠ ને કોઠે પડી ગયું ને તેમાં શેઠાણી ને સંતોષ . ગમનશેઠ અને તેમના નાનાભાઈ શશીકાંત ની ઉંમર માં એક દસકા નો ફરક એટલે શેઠ તેને પોતાના કારભાર માં બહુ સમજાવે નહિ ને શેઠાણી પાછા નાનાં દિયરને લાડ બહુ લડાવે તે ભાઈ બન્યાં રખડેલ સ્વભાવ નાં . બસ રાત દિવસ રખડ્યાં કરવું , પાન નાં ગલ્લે કલાકો વિતાવવા ...

રાંદલ મા ને ઘણી વિનંતી પછી શેઠાણી ને સારા દિવસો રહ્યાં . ગમનશેઠ ને મન શેઠાણી નું માન ઓર વધી ગયું . ઘરમાં બધાં ને સુચન આપી દીધું કે શેઠાણીને કોઈ તકલીફ ના પડવી જોઈએ . શેઠાણી ગમનશેઠ નો સ્વભાવ જાણતા તેથી દિવસ રાત પ્રભુ ને બસ એક દીકરો આપી દેવા ની વિનંતી કરતાં . ને પુરા દિવસે સુંદર રૂપાળા કુંવર નો જન્મ થયો . નામ કરણ વિધિ વખતે જ શેઠનો હુકમ થઇ ગયો હતો કે ,"" મારાં કુંવર જયરાજ ને કોઈ એ કંઈ કહેવાનું નહિ , તેને રડાવવા નો નહિ ." શેઠાણી નો પણ હુકમ કે જયરાજ ને પાણી માંગતા દૂધ હાજર કરવાનું . જયરાજ આવતાં શશીકાંત ને તો જાણે રમકડું મળ્યું . આખો દિવસ જયરાજ સાથે વિતાવતો શશીકાંત ક્યારે જયરાજ મોટો થાય તેની આશા માં સમય વિતાવે અને જયરાજ ની સંભાળ રાખે .

સમય અને નદી બેઉ ની ઝડપ કદી કોઈએ માપી છે કે ખબર પડે ! નાનકા જયરાજ ને શાળા એ મુકવા નો સમય થયો. જયરાજ ને શાળા એ મુકવા નું આટલું જલ્દી થશે તેવું શશીકાંત ને જરા પચ્યું નહિ . જયરાજ પણ કાકા શશીકાંત નો એટલો હેવાયો થઇ ગયો હતો તે જીદ લઇ ને બેઠો ," હું શાળા એ જાઉં પણ મને લેવા અને મુકવા તો કાકા એ જ આવવું પડશે ." ગમનશેઠ ને તો જયરાજ કહે એ બધું માન્ય . આમ પણ શશીકાંત ને કોઈ કાર્યભાર તો હતો નહિ એટલે શશીકાંત ને તો ભાવતું હતું ને વૈદે કીધાં જેવું થયું . પણ જે બેત્રણ કલાક જયરાજ શાળાએ જતો તે સમય શશીકાંત ને પસાર કરવો અઘરો લાગવા લાગ્યો .

શાળાએ થી પાછા લાવવા નાં સમયે શશીકાંત રોજ ચોકલેટ લઇ ને શાળા ને ઝાંપે ઉભો રહેતો ને જયરાજ ની વાટ જોતો . જયરાજ પણ દોડતો કાકા પાસે પહોંચતો . જયરાજે પહેલાં દિવસે કાકાનાં હાથ માં ચોકલેટ જોઈ ને હરખાઈ બૂમ પડી ," કાકા , તમને કેમ ખબર પડી કે મને ચોકલેટ ની ભૂખ લાગી છે !! " શશીકાંતે જયરાજ ને કહ્યું ," પહેલાં કાકા ને પપ્પી દે , તો ચોકલેટ મળે ." જયરાજ તો કાકા ને ગળે લટકી પપ્પી વરસાદ વરસાવી રહ્યો .

હરકુંવર શેઠાણી જયરાજ ને શાળા એ થી લઇ ક્યારે શશીકાંત આવે તે રાહ જોતાં , ને ગાડી માંથી શશીકાંત જયરાજ ને ઉચકી ને ચુપકે થી ઘરમાં લઇ આવતો . આ બાજુ શેઠાણી રાહ જોતાં ને શશીકાંત અને જયરાજ પોતાની મસ્તીમાં ઘરમાં કયાં રમવા જતાં રહેતાં તે ખબર જ ના પડતી . ને પછી શેઠાણી ઘાંટો પાડતાં ," અરે જયરાજ , શશીકાંતભાઈ ક્યાં ગુડાણા ??? મને મળો તો ખરાં , હું અહીં વાટ જોઉં ને તમે રમવા માંથી ઊંચા નથી આવતાં !!! શશીકાંતભાઈ હવે તમે પણ શું આમ છોકરા જોડે રમવા લાગી ગયાં !!! " પણ સાંભળે તે બીજાં ....

એક વાર શેઠાણી એ ગમનશેઠ ને કહ્યું ,"હવે આ શશીકાંતભાઈ ની ઉંમર વધતી ચાલી છે, કોઈ સારી છોકરી જોઈ હવે ઘોડે ચડાવીએ ." હજી શેઠાણી ના શબ્દો પુરા થાય એવાક માંજ ઓસરી માંથી પસાર થતો શશીકાંત દોડી આવ્યો ને અકળાઈ ને બોલ્યો ," કેમ ભાભી , તમને હું ભારે પડું છું કે શું ? મારે લગ્ન નથી કરવાં . " લાડકોડ માં ઉછરેલા શશીકાંત ને હમણાં કંઈ ના કહેવું તેવો ઈશારો શેઠે કર્યો .

હરકુંવર શેઠાણી પણ મન મનાવતાં કે સમય આવે સૌ સારાવાના થશે . ભલે ને કાકો ભત્રીજો રમે , પણ હવે આ શશીકાંતભાઈ ક્યારે મોટા થશે !!! શશીકાંત માટે સમાજ ની ઘણી છોકરીઓ તૈયાર હશે તેવું માની હરકુંવર શેઠાણી નાત નાં ગોર ને બોલાવી કોઈ કહ્યું ," કોઈ સારી સુશીલ કન્યા હોય તો આપણા શશીકાંતભાઈ માટે તપાસ કરવી શરુ કરો . " પણ ગામ લોકો તો શશીકાંત નાં લક્ષણ થી વાકેફ ... કહેવાય છે ને કે દીવા તળે અંધારું . ઘરનાં લોકોને જ ખબર ના હોય , તેથી એ તરફ નો કોઈ પ્રયત્ન પણ ના થયો . શેઠાણી ની અકળામણ વધતી ચાલી .

શશીકાંતે જયરાજ ની લગભગ બધી જવાબદારી પોતાને હસ્તક કરી એટલે શેઠાણી ને પણ સારું લાગ્યું , જે ,કામ નો ભાર ઓછો થયો !! જયરાજ ને હોમવર્ક કરાવવું હોય તો પણ કાકા ને શાળા માં વાલી ને મળવા બોલાવે તો પણ શશીકાંત કાકા પહોંચી જતાં .

જયરાજ ની શાળા માં મિત્રો પણ હવે જણાતાં થઇ ગયાં કે જયરાજ એટલે કાકાનો ચમચો . કોઈ કંઈ સતાવે તો જયરાજ નાં મોઢે હોય ," મારા કાકા ને કહી દઈશ , પછી જો તારી વાલે કરે તે ." અને જયરાજ ની પીઠ પાછળ બધાં હસતાં ," ના જોયો હોય વળી ,કાકા નું પૂછડું ..." જયરાજ ક્યારેક સાંભળી જતો પણ સમસમી ને રહી જતો . સલીમ તેની સાથે એક બેન્ચ પર બેસતો અને જયરાજ ને દુઃખી જોઈ સમજાવતો ," આ બધાં બોલ્યાં કરે , કંઇ મન પર લેવાનું નહિ , આપણે તો બસ ભણવા ધ્યાન આપવાનું " . સલીમ નાં શબ્દો જયરાજ ને સારા લાગતાં . બંને જણા મન દઈ ને ભણતા . જયરાજ અને સલીમ ની મિત્રતા તેમના બંને ના પિતા ને કારણે પણ વધી હતી . યુસુફ નો પણ વ્યાપાર ઘણાં દેશમાં વ્યાપેલો , ને આથી ગમનશેઠ અને યુસુફ ને સારા સંબંધ હતાં , રોજનું ઉઠવા બેસવાં નું થયાં કરતું . જયરાજ જેમજેમ મોટો થતો ગયો તેમતેમ દેખાવ માં પણ ઘણો સારો લાગતો.

શરૂઆત માં જયારે શશીકાંત જયરાજ ને વહાલ થી ઉચકે પછી પપ્પી કરે તો જયરાજ ને વાંધો ના આવતો પણ જેમજેમ મોટો થતો ગયો તેમતેમ તેને આવી હરકતો પ્રત્યે અણગમો થવા લાગ્યો . એક બે વાર તો શશીકાંતે કપડાં બદલાવવા નાં કારણે જયરાજ સાથે જરા વધારે છુટ લીધી અને શારીરિક અડપલું કર્યું . નારાજ જયરાજ કહે તો કોને !!! માતા અને પિતા પાસે સમય નહોતો અને તેમાંય પાછા પોતાનાં સગા કાકા વિષે ?

માતા હંમેશા મહેમાનો ની આગતાસ્વાગતા માં રચીપચી રહેતી અને બાકીના સમયે પ્રભુ ધ્યાન . વળી પાછા સારા દિવસો રહ્યાં ને શેઠને મન આનંદ ની છોળો ઉડી . આ બીજી વખત નાં ગર્ભ ધારણ વેળા શેઠાણી ની તબિયત જરા નરમ રહેતી , તેમની પણ ઉંમર વધતાં પ્રસુતિ દરમ્યાન જરા તકલીફ રહેશે તેવું ગામ ના ડોકટરે કહેલ તે જયરાજ જાણતો . આથી પણ મનમાં સમસમી ને રહેતો . પણ જાણે હરતો ફરતો રહે પણ મન ઉદાસી થી ભરેલ . ને તેવા માંજ શેઠાણી નું પ્રસુતિ સમયે અકાળે અવસાન થયું , ના પુત્રી બચી કે ના હરકુંવર શેઠાણી . નાડ વીંટળાઈ જતાં પેટની અંદર ની પુત્રી નું અવસાન થયું અને ઝેર પ્રસર વા ને કારણે શેઠાણી નું મૃત્યુ થયું .

ગમનશેઠ ની હવેલી માં દુઃખ નાં વાદળ ઘેરાઈ ગયાં સાથે સાથે જયરાજ નાં હાલબેહાલ થઇ ગયા . પિતા ખૂબ શોક માં ડૂબી ગયાં , શશીકાંત ને આઘાત લાગ્યો પણ સ્વચ્છંદી સ્વભાવ ને કારણે તે જલ્દી શોક મુક્ત થયો અને ઉપરથી હળવો થયો કે ," હાંશ , હવે જયરાજ સાથે વગર ચિંતા એ સમય વિતાવી શકાશે ."

મુંઝાયેલા જયરાજ નું શાળા માં પણ ચિત્ત લાગતું નહિ , છેવટે સલીમ ને વાત કરવાનું વિચાર્યું . સલીમ તેનાં પિતા યુસુફ ને બહુ માન આપતો અને બંને નાં સંબંધ મિત્રો જેવાં અને એકદમ નિખાલસ . જયારે જયરાજે સલીમ ને વાત થી પરિચિત કર્યો ત્યારે સલીમે સાંત્વન આપતાં કહ્યું ,"ચિંતા ના કર ભાઈ બધું ઠેકાણે થઇ જશે ." મનમાં તો સલીમે વિચારી લીધું હતું અબ્બાજાન આનો સરળ રસ્તો સુઝાડશે !! અને જયરાજ પણ વધારે ને વધારે સમય સલીમ ને ત્યાં પસાર કરવાં લાગ્યો . ઘરમાં તો અભ્યાસ નું કારણ હતું જ .શશીકાંત નું ભણતર ખાસ વધારે નહોવા ને કારણે તે જયરાજ ને ભણાવવા અસમર્થ હોવા થી સમસમી જતો .

યુસુફ જ્યારે જયરાજ ને જોતો તો હમણાંથી મુર્ઝાયેલો લાગતો , ને તેણે સલીમ ને કારણ પૂછ્યું .જયારે યુસુફે સલીમ પાસે થી આખી વાત જાણી તો તેનાં મગજે સલીમ ને કહ્યું કે ,"આનો તો એક જ ઉપાય છે કે જો જયરાજ હોસ્ટેલ માં ભણવા જાય તો આ શશીકાંત થી છૂટી શકે ." જયરાજ ને પણ હવે આવી અંધકારમય પરિસ્થિતિ થી છુટકારો પામવો હતો .

શાળા માં વેકેશન પડતાં યુસુફે એક દિવસ પોતાનાં મનની વાત ગમનશેઠ આગળ રજુ કરતાં કહ્યું ," શેઠ હવે જયરાજ ને વધારે અંગ્રેજી માધ્યમ માં ભણાવો તો કાલ ઉઠીને તમારાં વ્યવસાય નો ફેલાવો કરવા માટે ફાયદા કારક થશે , જેની સગવડ આપણા ગામ માં નથી તો તેને અમદાવાદ હોસ્ટેલ માં મૂકી વધારે સારું ભણાવવાનું કંઈ વિચારો ને ! હું પણ મારા યુસુફ ને અમદાવાદ મોકલી ઉચું શિક્ષણ આપવાં વિચારું છુ. વળી શેઠાણી હતાં વાત જુદી હતી !!! "

શેઠે તપાસ આદરી. શેઠ ને તો વ્યવસાય વધે તેમાં વધુ રસ . અને વળી શેઠાણી નાં અવસાન પછી જયરાજ નાં ઉછેર અંગે મુંઝવણ વધી હતી .બધું ગોઠવી કાઢ્યું , જે શેઠ નો દિવસ દીકરા નું મોં જોયા વગર પસાર થતો તે મન કાઠું કરી દીકરા ને વધારે સારા ભણતર માટે હોસ્ટેલ માં મુકવા તૈયાર થઇ ગયા .

શશીકાંત ને ખુબ ગુસ્સો પણ તેનું સંભાળે કોણ ? જયરાજ નું એડમીશન બધું થઇ ગયું પણ સલીમ ને તેની શાળા માં એડમીશન મેળવવા માં જરા તકલીફ પડી , પણ તેને ગમનશેઠ દ્વારા ત્યાંજ એડમીશન મળી ગયું . બેઉ ભાઈબંધ હોસ્ટેલ માં દાખલ થતાં જ જયરાજે તો અંધકારમય લાગતા વાતાવરણ થી છુટકારા નો શ્વાસ લીધો અને હોસ્ટેલ ખુલતાં રીતસર ઝાંપા માં દોટ મૂકી ભાગ્યો .....

હોસ્ટેલ નો પહેલો દિવસ હતો અને સાથે મનમાં એક રાહત નો ભાવ પણ હતો . હોસ્ટેલ ના નિયમ પ્રમાણે રાત્રિ ભોજન બાદ બધાં પ્રાર્થના માટે સભાગૃહ માં ભેગા થવાનું રહેતું .જયરાજ પણ એનાં રૂમ નાં સાથીદાર અને સલીમ ની સાથે પ્રાર્થના હોલ માં ગયો , રાતની પ્રાર્થના માં જયરાજને ઘણી શાંતિ લાગી .

સૌ પોતાનાં રૂમમાં જતા હતાં ત્યાં હોસ્ટેલ નાં સાહેબે જયરાજને હાથ પકડી ઉભો રાખ્યો , જયરાજે તો સ્પર્શ થતાં જ તેમની સામું જોયું અને તેની આંખે અંધારા છવાઈ ગયાં ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED